આપણી સંસ્કૃતિમાં પ્રતિકો

અમદાવાદ શાખા

૧) લતા સોની કાનુગા

 શીર્ષક : શ્રીફળ

શબ્દ સંખ્યા-૬૫૨

દરેક ધર્મમાં પ્રતિકનું મહત્વ હોય છે. પહેલાં થોડી પુર્વ ભૂમિકા રૂપે પ્રતિક અને તેનાં મહત્વ વિશે કહું. 

હિન્દુ સંસ્કૃતિમાં પ્રતિકોનું ખૂબ મહત્વ છે. ભગવાનને આપણે નિરાકાર ને આકાર એમ બે ભાવથી પુજીએ છીએ. આપણે ભગવાનને જે આકાર ભાવથી પુજીએ છીએ એ પણ એમનાં સ્વરૂપના પ્રતિકોની જ પૂજા કરએ છીએ. કોઇએ ભગવાનને જોયા નથી છતાં એ દરેક ભગવાનનાં અલગ અલગ પ્રતિકને લીધે ભગવાનને અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ. જેમ કે શિવજીને લિંગ સ્વરૂપે પણ ઓળખીએ છીએ.

એ જ રીતે હિન્દુ ધર્મમાં પૂજન અર્ચન માટેનાં પણ અલગ અલગ પ્રતિકો હોય છે. દરેક પ્રતિકોનું આગવું સ્થાન છે.

મને સહુથી વધારે પ્રતિક સ્વરૂપે શ્રીફળ ગમે. એથી જ હું તો શ્રીફળ વિશે જ કહેવાનું પસંદ કરીશ. સાચું કહું તો મને સહુથી વધારે આ પ્રતિક ગમે. કેમ કે નાનપણથી જોયું છે કે શ્રીફળનો ઉપયોગ ધાર્મિક સાથે જીવન જરૂરિયાત તરીખે પણ ભરપૂર થાય છે. બરાબર છે કે ધાર્મિક પ્રતિકો પૂજનીય હોય, પણ આ એક જ પ્રતિક એવું છે કે પૂજનીય હોવા સાથે એનું અમુક સમયે જ મહત્વ ન રહેતાં સહજતાથી એનો વપરાશ પણ થાય છે. એ વાત જ મને પોતાની જાતને ઘડવામાં શીખવી ગઈ કે કોઇપણ રીતે આપણે સહુ માટે ઉપયોગી રહેવું જોઇએ. 

દરેક પ્રકારની પૂજા અર્ચના, સારાં માઠાં પ્રસંગે શ્રીફળ વગર ન ચાલે. બાળકનાં જન્મ પછીનાં નામકરણ વિધીથી લઈને મૃત્યુ સુધીનાં દરેક પ્રસંગે શ્રીફળ વગર ન ચાલે.  અને એટલે જ શ્રીફળનું આટલું બધું મહત્વ કેમ છે એ વિશે જણાવવું વધુ ગમશે.

શ્રી એટલે લક્ષ્મી. લક્ષ્મી જેમ જીવનમાં સતત ઉપયોગી છે એમ જ શ્રીફળ પણ આપણાં જીવનમાં સતત ઉપયોગી છે. એનાં દરેક ભાગનું આગવું મહત્વ છે, અને આપણને દરેક ભાગ કૈક શીખવી જાય છે. 

બહારથી કડક અંદરથી પોચું. બહારથી બરછટ અંદરથી મુલાયમ. એ આપણને એ વાત શીખવે છે કે ભલે વ્યવહારિક રીતે કડક હોવાનો ડોળ કરો તો પણ જરૂર પડે કુટુંબ કે સમાજમાં પોતાનાં સ્વભાવની મૃદુતાથી વહાલ કરો…નરમાશથી કામ લો. ઘરમાં પિતા મોટે ભાગે શ્રીફળ જેવા જ હોય છે. એમની કડકાઈને લીધે બધા ડરે. પણ તેમનુ કોમળ હૈયું કેવું હોય છે એનો અહેસાસ દીકરીની વિદાય વેળાએ થયાં વગર ન રહે.

શ્રીફળનાં ઝાડને નાળિયેરી કહેવાય છે એટલે એના ફળને નાળિયેર પણ કહેવાય છે. શ્રીફ્ળનું ઝાડ પાતળું અને ખુબ ઊંચું હોય છે છતાં વજનદાર ફળોથી લથબથ હોય તો પણ લચી નથી પડતું. જાણે કુટુંબનો મોભી આખા કુટુંબનો ભાર પોતાને શિરે રાખે તોયે છાતી કાઢીને ચાલે. ઝાડથી લઇને એની દરેક વસ્તુ જીવનમાં ઉપયોગી છે. એનાં પાનની સળીઓમાંથી આંગણું વાળવાનું ઝાડુ બને. શ્રીફળનાં બહારનાં છીલ્ટા કે રેસાનો પણ ઉપયોગ પગ લુંછણીયાથી માંડીને સુવાની પથારીમાં પણ થાય છે. 

શ્રીફળનો ભગવાનને ધરી એનો પ્રસાદ તરીકે પણ ઉપયોગ થાય છે. એ માટે પુરાણમાં ઋષિમુનિઓએ કઈ રીતે પ્રતિકાત્મક ઉપયોગ શરુ કર્યો એ વાતની શ્રી પાંડુરંગજી આઠવલેજીએ એમનાં પ્રવચનમાં તથા એમના પુસ્તક ‘સંસ્કૃતિ પૂજન’માં પણ ખુબ સારી રીતે સમજ પાડી છે. 

પહેલાં ભગવાનને ભોગ રૂપે માનવ વધ થતો. એ અટકાવવાનાં ભાગ રૂપે ૠષિમુનિઓએ શ્રીફળનો ઉપયોગ શરુ કયોઁ.  પુરુષની જેમ શ્રીફળ બહારથી કડક હોય છે. માનવનો ભોગ લેવાતો ત્યારે શીશનો ભાગ ભોગ તરીકે ધરવામાં આવતો અને એની ઉપર એના રકતના છાંટા કરાતાં.  એની જગાએ શ્રીફળનો ઉપરનો ભાગ ભગવાનને ધરવામાં આવે છે અને નીચેનો ભાગ માનવજાત પ્રસાદ રૂપે આરોગે છે. રકતની જગાએ શ્રીફળના પાણીનો છંટકાવ કરવામાં આવે છે. 

શ્રીફળ આપણને આપણે કેવું જીવન જીવવું જોઇએ એ શીખવે છે. આ ફળ દરિયા કિનારે થાય છે એટલે સ્વાભાવિક જ જમીનમાંથી ખારું પાણી ગ્રહણ કરે છે છતાં આપણને મીઠું પાણી આપે છે એ વાતથી એ શીખ આપે છે કે દુનિયામાં કડવા મીઠાં અનુભવ આપણને થાય પણ આપણે દુનિયાને મીઠાસ જ આપવી જોઇએ. કોઈવાર ખોપરાની જેમ મીઠું ને મુલાયમ તો કોઈવાર એનાં પાણીની જેમ મીઠાસનો અહેસાસ કરાવવો. ખોપરું લીલુ કે સુકુ હોય, એનો ખોરાકમાં પણ ભરપૂર ઉપયોગ થાય છે. ખોપરાને ગોળ સાથે ખાવાની મજા માણવા જેવી હોય છે. સુવાવડીને ધાવણ વધારે આવે એટલે એનાં મુખવાસ…વસાણામાં ઉપયોગ કરી ખવડાવવામાં આવે છે. માથામાં વાળને મુલાયમ અને  વધારવા માટે પણ નાળિયેરનાં તેલનો ઉપયોગ થાય છે. દરિયા કિનારાનાં લોકો તો નાળિયેરનાં તેલનો ઉપયોગ ખાવામાં પણ કરે છે. શ્રીફળની શિખાને બાળી એની ભસ્મનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે.

આમ આ ફળ આપણને જીવનમાં આપણે તન મન ધનથી સમાજમાં ઉપયોગી થવું જોઇએ એ પાઠ શીખવે છે.

__________________________________ 

૨) તેજલ શાહ

શીર્ષક: સ્વસ્તિક

શબ્દ સંખ્યા: ૨૧૭

સાથિયા પૂરાવો રાજ…

           નવરાત્રી દરમિયાન આ ગરબો આપણને સાંભળવા મળે જ. આમાં સાથિયો એટલે કે સ્વસ્તિક એ આપણાં હિન્દુ ધર્મનું મંગલ ભાવના દર્શાવતું પ્રતિક છે.

સ્વસ્તિકને ભક્તો પોતાનાં કાર્યની શરૂઆતમાં અને મંગળ કામનાં માટે બનાવે છે તેથી તે ભગવાન ગણેશજીનું સ્વરૂપ પણ ગણાય છે. સ્વસ્તિકને ધનની દેવી લક્ષ્મી એટલે કે શ્રીનું પ્રતિક પણ માનવામાં આવે છે. કોઇપણ પ્રતીકમાં અનેક અર્થ અને તેની પવિત્ર ભાવનાની મહેક છુપાયેલી હોય છે. આવું જ એક પ્રતિક છે આપણો જાણીતો સાથિયો એટલે કે સ્વસ્તિક. હિન્દુ ધર્મમાં નાનો મોટો કોઈપણ પ્રસંગ હોય સૌ પ્રથમ શુકનનાં પ્રતિક રૂપે સ્વસ્તિકનું ચિહ્ન દોરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ સ્વસ્તિક એ એક હકારાત્મક ઉર્જા આપતું મંગળ અને કલ્યાણકારી પ્રતિક છે.

           આ સ્વસ્તિક એ આપણી ભારતીય સંસ્કૃતિનું એક અનોખું  પ્રતિક છે. કોઇપણ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન કરવાની મંગળ ભાવના આ પ્રતિક સાથે સંકળાયેલી છે.

       સ્વસ્તિક શબ્દ સુ અને અસ્તિ આ બંને શબ્દોથી મળીને બનેલો છે.સુ નો અર્થ શુભ અને અસ્તિનો અર્થ થવું એટલે કે જેનાથી શુભ કલ્યાણ થાય તે જ સ્વસ્તિક.

            સ્વસ્તિક સાથે જેમ ધાર્મિક માન્યતા જોડાયેલી છે એવી જ રીતે આ ચિહ્ન નું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છે. જો સ્વસ્તિકને સાચી દિશામાં તેના ચારેય પાંખિયા દોર્યા હશે તો એ સકારાત્મકતા ઉત્પન્ન કરે છે. યોગ્ય રીતે દોરાયેલ સ્વસ્તિક સ્થાનની પવિત્રતા, હકારાત્મક ઉર્જા અને વ્યક્તિની સુરક્ષા કે રક્ષણ કરવામાં મદદ કરે છે.

         આમ આ સ્વસ્તિક એ ભારતીય સંસ્કૃતિનું એક અનોખું પ્રતિક છે.

__________________________________

૩) સ્વાતિ શાહ 

શિર્ષક: દીપકનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મુલ્યાંકન. 

શબ્દ : ૨૬૫.

” મનોહર દીપજ્યોતિ સિવાય 

અન્ય કઈ વસ્તુ ઘરને શોભાવશે? 

ગહન જ્ઞાનપ્રકાશ સિવાય 

અન્ય કઈ વસ્તુ મનને આભુષિત કરશે?” 

આમ સ્વામી ચિન્મયાનંદ કહી ગયાં છે. આપણે ભારત ભરમાં લગભગ દરેક ઘરે ભગવાન આગળ કે ઘરનાં ઉમરે દીપક કરવામાં આવે છે. ઘણાં ઘરમાં સવાર અને સાંજના એમ બે વાર દીપક મુકવામાં આવે છે. 

કેટલાકને ત્યાં તો અખંડ દીપક પણ રાખવામાં આવે છે. એવું નથી કે એકલા હિન્દુ ધર્મ માં જ દીપકનું મહત્વ છે. ઈસાઈ ધર્મ માં મીણબત્તી સળગાવે છે. 

કોઈ પણ સારા કામનો આરંભ કરવાનો હોય તો દીપપ્રાગટ્ય કરી આરંભ થાય છે. દીપકનો પ્રકાશ એ જ્ઞાનનું પ્રતિક છે અને અંધકાર એ અજ્ઞાનનું પ્રતિક. ઈશ્વર એ જ્ઞાનનું ઉદ્ભવસ્થાન, જ્ઞાનને પ્રગટ કરનાર અને જ્ઞાનના સાક્ષી છે માટે જ દીપકની આરાધના કરવામાં આવે છે. 

આપણે પ્રસંગની શરુઆત વીજળીનો ગોળો કે ટ્યુબલાઈટ કેમ નથી કરતા? એ પણ અંધકારનો નાશ તો કરે જ છે. ઘીના અને તેલના દીવાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. દીપકની જ્યોત સદાય ઊર્ધ્વગામી હોય છે. જેથી આપણાં આદર્શ ઉચ્ચ પ્રગતિ કરે છે. એક દીપકથી ઘણાં દીપક પ્રજ્વલિત કરી શકાય અને જ્ઞાનનો ફેલાવો કરી શકાય. 

આધ્યાત્મિક વાતો તો ઘણી બધી છે. હવે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો તેલ કે ઘી નો પ્રજ્વલિત દીપક પાસે જતાં સુક્ષ્મ જંતુઓ નાશ પામે છે. દીપક પ્રગટાવીએ એટલે વાતાવરણમાં ઇલેક્ટ્રો મેગનેટીક કિરણો પ્રકાશ માં ફેલાય છે, જેના કારણે બધાના મન ખુશખુશાલ રહે છે. એક પ્રકારની શાતાનો અનુભવ થાય છે. 

કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે સૌપ્રથમ દીપક પ્રગટાવવામાં આવે છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. મૃત્યુ પામેલી વ્યક્તિ ના શરીરમાં બહુ જ ઝડપથી જંતુઓ જન્મવા લાગે છે. તે જંતુઓ ના મારણ તરીકે પ્રગટાવેલો દીપક કાર્ય કરે છે. 

આમ દીપક કરવાની પરંપરા વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અર્થના ભંડારથી ભરેલો છે.

__________________________________

૪) અર્ચિતા દીપક પંડ્યા 

શીર્ષક: શ્રીફળ

શબ્દ સંખ્યા: ૪૪૧

  શ્રીફળ, નામ જ કેટલું શુભ છે? શ્રી એટલે જ  સૌંદર્ય, સંપત્તિ, ભવ્યતા. લક્ષ્મીજીનું એક નામ એટલે શ્રી. અને શ્રી ફળ એટલે શુભ ફળ. 

શ્રીફળને  પવિત્ર મનાય છે અને પૂજાવિધિ તેમજ સારા પ્રસંગે થતી ખાસ પૂજામાં એ વપરાય છે. એટલું જ નહીં કુંભ સાથે એનું અસ્તિત્વ જોડાયેલું છે. શ્રીફળ આપવું, એ સગાઈની વિધિ ગણાય છે, વાસ્તુ પૂજનના કુંભ સ્થાપનમાં એનું સ્થાન હોય છે, અને ખોળો ભરવાના પ્રસંગમાં પણ શ્રીફળનું વિધિમાં સ્થાન હોય છે. તો આ ફળ એક ખાસ મહત્ત્વ તો ધરાવે છે જ. એટલું જ નહીં નાગપાંચમે અને મંદીરોમાં દેવ-દેવીઓનાના પ્રસાદ તરીકે શ્રીફળ વધેરવામાં આવે છે. તહેવાર હોય, નવું વાહન ખરીદ્યુ હોય, ગૃહપ્રવેશ હોય કે ઉદ્ઘાટન હોય, તો શ્રીફળ પ્રસ્તુત થાય છે કે વધેરવામાં આવે છે. એટલે આમ જુઓ તો સ્વસ્તિક, દીપક કે કુંભની જેમ શ્રીફળ પણ આધ્યાત્મિક ચિહ્ન અને પવિત્રતાનું પ્રતીક ગણાય છે.

       નાળિયેરને શ્રીફળ કહેવા પાછળ એવું જ કે એ પવિત્ર ગણાય છે, ઉપરાંત અનેક રીતે ઉપયોગી છે. નાળિયેરીનું વૃક્ષ કલ્પવૃક્ષ સમાન  છે. કારણ માત્ર ફળ જ નહીં પણ નાળિયેરીની દરેક વસ્તુ, જેવી કે પાન, ફળ, નાળિયેર જટા અને થડ, આપણાં ઉપયોગમાં આવે છે. શ્રીફળ ધરતીમાંથી પાણી ગ્રહણ કરીને એકદમ મીઠા પૌષ્ટિક પાણીમાં બદલી નાખે છે. એવી જ રીતે જીવનમાં જે કંઈ બને છે એને ગ્રહણ કરીને આપણે મીઠાશ નીપજાવવી એવો સંકેત છે. ઘણી આયુર્વેદિક દવાઓ પણ નાળિયેરમાંથી બને છે. 

  નાળિયેર પરના ત્રણ નિશાનને લીધે શિવજીનું પ્રતીક માનવામાં આવે છે. અને કલશ સ્થાપન સાથે ભગવાન વિષ્ણુનું પ્રતીક ગણાય છે. હનુમાનજી તથા માતાજીની પાસે પ્રસાદ રૂપે નાળિયેર વધેરાય છે. 

આમ જોઈએ તો શ્રીફળ એ આપણી પૂજાનું અભિન્ન અંગ છે. અને આપણાં બધાં આધ્યાત્મિક ચિહ્નોમાં તેનું એક અગત્યનું સ્થાન વણાયેલું છે. 

       નાળિયેર આપણી ઈચ્છાપૂર્તિ કરવા માટે પ્રભુને પ્રસન્ન કરવા અર્પણ થાય છે. પ્રભુ તો રીઝે જ, પણ એક હેતુ એવો પણ લાગે છે કે નૈવેદ્ય તરીકે જલ્દી બગડે નહીં એવી વસ્તુ હૌય તો વધારે લોકોને લાભ મળે. અને તંદુરસ્તીની દ્રષ્ટિએ પણ એકદમ સરસ પ્રસાદ અને એ પ્રસાદ બ્રાહ્મણના ઘરમાં જાય તો પણ અનેક રીતે ઉપયોગી સ્વાસ્થ્યવર્ધક પણ રહે.

      પહેલાના સમયમાં બલિ ચડાવવાનો પણ રિવાજ હતો. જે પ્રથાની અવેજીમાં પણ શ્રીફળ વધેરવાની પ્રથાએ સ્થાન લીધું. એ રીતે આપણી અમાનવીય પ્રવૃત્તિઓ ઈશ્વરને સમર્પિત કરવાનું પણ પ્રતીક કહી શકાય. નાળિયેરના રેસા દૂર કરવાથી તે મસ્તિષ્ક જેવું લાગે છે. એ રીતે એ આપણા અહમ્ ના ખંડન રુપે પણ નાળિયેર વધેરવાની વિધિ કહી શકાય. નાળિયેરનું પાણી આપણી અત્યધિક ઈચ્છા અને વાસનાનું પ્રતિક છે, તો સફેદ ભાગ એ મનનું પ્રતીક છે. જે આપણે પ્રભુને અર્પણ કરી ફરી પ્રસાદ રુપે ગ્રહણ કરીએ છીએ. નાળિયેરનું પાણી અભિષેક માટે પણ વપરાય છે. જે આધ્યાત્મિક જ્ઞાનની વૃદ્ધિ કરાવનારું મનાય છે. આમ, શ્રી ફળ ઘણું જ શુભ એવું આપણું આધ્યાત્મિક ચિહ્ન છે.

__________________________________

૫) રશ્મિ જાગીરદાર 

શબ્દો- 225

શ્રીફળ 

આ ફળને શુભ માનવામાં આવે છે અને તેથી તેને શ્રીફળ કહેવામાં આવે છે. તે નાળિયેરીના ઝાડ પર થતું હોવાથી નાળિયેર તરીકે પણ ઓળખાય છે. આ વૃક્ષ ધણું ઉંચું અને મજબુત હોય છે. છેક ઉપરના ભાગમાં ઘણાં બધાં ફળો થતાં હોય છે છતાં વૃક્ષ ઝુકતું નથી. 

આ ફળ શુભ હોવાથી તેને પૂજામાં વાપરવામાં આવે છે. પ્રસાદ તરીકે ધરાવાય છે. ઘણાં મંદિરોમાં તેને આખું રમતું પણ મુકી દેવામાં આવે છે. શ્રીફળ એવું ફળ છે જે જીવનના દરેક તબક્કે વાપરી શકાય છે. બાળકના જન્મ સમયના શુભ પ્રસંગે, છઠ્ઠીના દિવસે, જન્મ દિવસે, વિવાહ પ્રસંગે તેમજ લગ્નના શુભ અવસરે તો શ્રીફળ અત્યંત જરૂરી છે જ. માતાજીના ગરબા હોય, હોળી હોય કે પછી દિવાળી, શ્રીફળનું સ્થાન આગવું જ હોવાનું. માનવ જીવનના દરેક પ્રસંગે વણાઈ ગયેલું કોઈ એક ફળ એટલે શ્રીફળ. એટલે સુધી કે, કોઈના મૃત્યુ પ્રસંગે પણ તે હોય જ. 

નાળિયેરના બીજા ઉપયોગ પણ ઘણા છે. તેના પાનમાંથી સાદડી બને છે. તેના કુચા ગાદી તેમજ તકીયા બનાવવા વપરાય છે. તેની અંદરનું પાણી એક અદ્ભુત પીણું છે. કોપરૂં ખાવામાં તેમજ પ્રસાદ તરીકે ઉપયોગી છે. કોપરાપાક, પુરણપોળી, ઘુઘરા જેવી મીઠાઈઓ પણ તેમાંથી બને છે. એટલે જ કદાચ ફળોમાં હું શ્રીફળ છું તેવું ભગવાને કહ્યું હશે. ઉપરથી સખત અંદરથી નરમ અને વચ્ચે મીઠું જળ તેની આ તાસીરના લીધે તે એક ખાસ ફળ છે. 

__________________________________

૬) ચેતના ગણાત્રા “ચેતુ”

શીર્ષક      : સ્વસ્તિક

શબ્દ સંખ્યા :  ૧૮૪

મંગલકારી શુભ લાભ ચોઘડિયા હરખાય,

દેવતા બિરાજમાન હોય, સ્વસ્તિક સોહાય. 

આવું દિવ્ય પ્રતિક સ્વસ્તિક ઐતિહાસિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રમાણોને આધારે, સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ રૂપે પોતાનું અસ્તિત્વ ધરાવે છે.

‘સ્વસ્તિક’ સંસ્કૃત શબ્દ ‘ સ્વસ્તિકા’થી લેવાયો છે જેનો અર્થ થાય છે ખુશાલી. સ્વસ્તિક શબ્દ ‘ સુ +અસ’ ધાતુમાંથી બનેલો છે.  ‘સુ એટલે સારું, કલ્યાણમય, મંગલ અને અસ્ એટલે સત્તા, અસ્તિત્વ એટલે કલ્યાણની સતા. આમ સ્વસ્તિક એટલે મંગળ કરવાવાળા. જયાં-જયાં શ્રી છે, શોભા છે, સુસંવાદ છે, પ્રેમ, ઉલ્લાસ, જીવનનું ઔર્ય અને વ્યવહારનું સૌહાર્દ દેખાય છે, ત્યાં-ત્યાં સ્વસ્તિ ભાવના છે.

સ્વસ્તિકના ચાર ભાગ ચતુર્વિધ પુરુષાર્થમાં સફળતાની ભાવના દર્શાવે છે. ચારેય યુગમાં કલ્યાણ દર્શાવે છે. સ્વસ્તિકમાં જે ચાર ટપકાં કરવામાં આવે છે. તે સૂર્ય, ચંદ્ર, અને બ્રહ્માંડના પ્રતિક છે.

યજુર્વેદમાં સ્વસ્તિકનો મંત્ર સ્વરૂપે ઉલ્લેખ છે.

स्वस्ति न: इन्द्रो वृद्धश्रवा: स्वस्ति न: पूषा विश्ववेदा:

स्वस्ति नस्तोर्क्ष्यो अरिष्टनेमि: स्वस्ति नो बृहस्पतिर्दधातु ।।

શ્લોકનો અર્થ: મહાન કીર્તિવાળા ઈન્દ્ર અમારું કલ્યાણ કરો, વિશ્વના જ્ઞાનસ્વરૂપ પૂષાદેવ અમારું કલ્યાણ સાધો. જેમનું હથિયાર અતૂટ છે એવા ગરુડ ભગવાન, અમારું મંગળ કરો. બૃહસ્પતિ અમારું મંગળ કરો.

આવા પ્રકારની શ્લોક રચના કરવી એ સામાન્ય માણસ માટે શક્ય નથી. તેથી ઋષિઓએ તેમને એક ચિન્હ આપ્યું. અને તે ચિન્હ એટલે “સ્વસ્તિક.”

__________________________________

૭) આરતી સોની @રુહાના

શબ્દો : ૫૨૦

શીર્ષક : શ્રીફળ

આપણી ભારતીય સંસ્કૃતિમાં શ્રીફળના વૃક્ષને સંસ્કૃતમાં ‘કલ્પવૃક્ષ’  કહેવામાં આવે છે. શ્રીફળને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે.. તેથીજ તેનો ઉપયોગ પૂજા અને મંગલ કાર્યોમાં થાય છે. શ્રીફળ મહંદઅંશે પ્રસાદી રૂપે અથવા આખે આખું ભગવાનને કે માતાજીને અર્પણ કરવામાં આવે છે.. શ્રીનો અર્થ લક્ષ્મી થતો હોવાથી હંમેશા સર્વે કાર્ય શ્રીફળ વધેરીને જ કરવાથી તિજોરી હંમેશા ભરી રહે છે.. સનાતન ધર્મમાં શ્રીફળને મંગલસૂત્ર પણ કહેવામાં આવ્યું છે.

કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડે છે.. શ્રીફળની ઉપરની સપાટી સખત અને નીચેની સપાટી નરમ છે, એ દર્શાવે છે કે,  શ્રીફળ વધેરવું એટલે આપણા અહંકારને તોડીને મુલાયમતાના દર્શન કરવા સમાન છે..

શુભ કાર્યોમાં એટલે જ ભક્તિ હોય કે ગૃહ પ્રવેશ કે પછી, નવી કાર કે નવો ધંધામાં કોઈપણ કામ શ્રીફળ વધેરી કરવાથી અનિષ્ટ તત્ત્વો નાશ પામે છે.. શ્રીફળમાંના ત્રણ ચિન્હો ભગવાન શિવની આંખો હોવાનું માનવામાં આવે છે. તેથી જ કહેવાય છે કે શ્રીફળ વધેરી એના પવિત્ર જળનો ચારે બાજુ છંટકાવ કરવાથી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે.‌. અને આપણી તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

 તેનું પાણી પણ ખુબ જ ગુણકારી હોવાથી ઔષધિ રૂપે ઉપયોગમાં લઈ શકાય છે. નારિયેળનું પાણી દૂધની જેમ જ એક પૂર્ણ આહાર છે. વિટામીનના સ્વરૂપે આની અંદર એ, બી, સી વિટામીનની સાથે પ્રોટીન, કેલ્શિયમ તેમજ આયર્ન મળી આવે છે. સતત એડકી આવવી, દમની તકલીફ, નસકોરી ફુટવી, ખીલના ડાઘ, અનિંદ્રા, માથાનો દુ:ખાવો, માથાનો ખોડો, ગર્ભાવસ્થામાં, પેટમાંના કૃમી થવા, યાદશક્તિમાં વધારો કરે આમ અસંખ્ય ઘરઘથ્થુ ઉપચાર માટે ઉપયોગી સાબિત થયું છે..

શ્રીફળને ભગવાનના ચરણોમાં અર્પણ કરવાથી ખરાબ શક્તિઓ, રાહુ, શનિની મહાદશા અને જાદુ ટોના વગેરેનો નાશ થાય છે..

જ્યારે ભગવાન શ્રી રામના વનવાસ કાળ પૂર્ણ થયા બાદ અયોધ્યામાં એમનું શ્રીફળ દ્રારા સામૈયું કરવામાં આવ્યું હતું.. જે આજેપણ અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણના શિલાન્યાસના ઐતિહાસિક દિવસે સાક્ષી સ્વરૂપે અને વિધ્નહર્તા તરીકે શ્રીફળ વધેરવામાં આવ્યું, જે ઈતિહાસના પાને અંકિત થયું છે..

__________________________________

૮)  અલ્પા વસા 

શીર્ષક        : દીપ જ્યોત 

શબ્દ સંખ્યા :  ૨૦૦

       शुभं करोतु कल्याणमारोग्यं धनसंपदा।

       शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते॥

       दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः।

       दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥

એટલે દીપકની જ્યોત શુભ અને કલ્યાણ કરનારી, આરોગ્ય અને ધન સંપદા આપનારી, શત્રુનો નાશ કરનારી છે. એ દીપ જ્યોતિને મારા નમસ્કાર! દીપ જ્યોતિ પરબ્રહ્મ છે. જનાર્દન છે. આપણા પાપ હરનારી છે તેને મારા પ્રણામ! 

કોઈ પણ પૂજાનું સૌથી પહેલું ચરણ ઘીનો દીપક પ્રગટાવવાથી જ થાય છે. પૂજા શરૂ થાય ત્યારે પ્રગટાવેલો દીવો, પૂજા પૂર્ણ થાય ત્યાં સુધી પ્રજ્વલિત રહે તેનું ખૂબ ધ્યાન રખાય છે. ઘરમાં રોજ સવારે અને સાંજે દીપક પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા બની રહે છે. દીપકના પ્રકાશ પૂંજથી તમસ્ દૂર થાય છે, અને ત્યાં માંગલ્ય છવાય છે, સર્વત્ર શુભ થાય છે. 

પાપનું કારણ અજ્ઞાન છે, અને અજ્ઞાન દૂર કરનાર દીપકની જ્યોત છે. દીપક આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ લાવે છે, અને અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. દરેક દેવસ્થાનને તો દીવા થાય જ છે. ઘણા ઘરોમાં પાણીયારે અને તુલસી ક્યારે પણ દીપક પ્રગટાવવાની પ્રથા હોય છે. પ્રભુ પાસે માનતા પણ પાંચ, અગિયાર કે એકસો એક દીવાની મનાય છે. 

તાજેતરમાં કોરોનાના કહેરના અંધકારને ભગાડવા સંપૂર્ણ ભારતવાસીઓએ એક સાથે, એક જ સમયે દીપક પ્રગટાવ્યો હતો. એની પાછળની ભાવના કોરોના રૂપી શત્રુનો નાશ કરવાની અને સૌનું  શુભ અને કલ્યાણ થવાની જ હતી. 

तमसो मा ज्योतिर्गमय। 

__________________________________ 

૯) ભૈરવી યોગેશ મણિયાર

   શીર્ષક: શ્રીફળ.

   શબ્દો : 575.

શ્રીફળ અને કેળાં એ બંને ફળ પવિત્ર ગણાય છે. એનું કારણ એ છે કે, અન્ય ફળોની જેમ આ ફળો આપણે ખાઈને ફેંકેલા ઠળિયામાંથી નથી ઉગતાં. આથી શુદ્ધ ફળ તરીકે ભગવાનને ધરાવવામાં આવે છે. 

શ્રીફળ એક એવું ફળ છે કે જેને લગભગ દરેક ધર્મમાં મહત્વનું સ્થાન મળ્યું છે. તો ચાલો, વિવિધ ધર્મમાં એનું મહત્વ સમજીએ :

હિંદુ ધર્મ એ વિશાળ ધર્મ છે. એમાં તમામ ધર્મોને સ્વીકારવાની ભાવના છે. અહીં અનેક દેવી દેવતાની પૂજા અર્ચના થતી હોવાથી એમાં વિધિવિધાનનું વૈવિધ્ય પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એ દરેકમાં શ્રીફળ એક આગવું સ્થાન ધરાવે છે.

બાળકના જન્મ પહેલાંની તૈયારી એટલે સીમંત વિધિમાં ગર્ભવતી સ્ત્રીને શ્રીફળ આપી એના ગર્ભની સુરક્ષા માટેની શુભેચ્છા અપાય છે. જોકે ગર્ભવતી સ્ત્રીને શ્રીફળ વધેરવા દેવાતું નથી. કેમકે, એને એક જીવનું પ્રતીક ગણવામાં આવ્યું છે. જોકે વૈજ્ઞાનિક રીતે એને શ્રીફળ વધેરવામાં લાગતો આંચકો ગર્ભને નુકસાન પહોંચાડી શકે છે.

બાળકના જન્મસમયે ભગવાનનો આભાર માનવા શ્રીફળ ધરાવાય છે.

કોઈપણ શુભપ્રસંગ હોય તો શ્રીફળ તો હોય જ ! કળશનું સ્થાપન, ગૃહપ્રવેશ, નવરાત્રિમાં ઘટસ્થાપન, અને એક આખું પાનું ભરાય એટલા બધા પ્રસંગે શ્રીફળનો ઉપયોગ કરીએ છીએ.

આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રભુચરણે શ્રીફળ વધેરીએ છીએ ત્યારે આપણા અહંકારનાં સખત આવરણને તોડીને વિનમ્રતાનો ભાવ ગ્રહણ કરીએ છીએ.

બાધા – આખડીમાં શ્રીફળને રમતું મૂકવામાં આવે છે. એની પાછળ એક જીવની મુક્તિનો ભાવ રહેલો છે કે જે આપણું ભલું કરશે !

તાંત્રિકો પણ મેલીવિદ્યા માટે શ્રીફળનો જ ઉપયોગ એક જીવ તરીકે કરે છે.

જૈન ધર્મમાં સંવતસરીનાં પ્રતિક્રમણને અંતે ધર્મલાભ ઇચ્છતા શ્રાવકો સૌને શુભેચ્છા તરીકે શ્રીફળ આપે છે. અને એમ કહેવાય કે એ શ્રીફળની મીઠાશ મુજબ નવું વર્ષ ફળશે.

તો ખ્રિસ્તી ધર્મમાં શ્રીફળને ભગવાન સાથે સરખાવાય છે. શ્રીફળ ઊંચા વૃક્ષ ઉપરથી પડે છે. તેને પ્રભુ ઈસુના મૃત્યુ બાદ થયેલ અવતાર સાથે સરખાવાય છે. 

મુસ્લિમ, શીખ, વગેરે ધર્મમાં પણ શ્રીફળમાં આસ્થા રાખવામાં આવે છે.

શ્રીફળમાં રહેલા ઉત્તમ ગુણધર્મોને કારણે દરેક ધર્મમાં એનું આગવું સ્થાન છે.નારિયેળીનાં દરેક અંગની ઘણી ઉપયોગિતા છે. ચણતર માટે લાકડું, સાવરણી, પગલૂછણિયાં, કલાત્મક વસ્તુઓ, દાગીના, વગેરે માટે એનાં પર્ણો ઉપયોગી છે. અને સૌથી ઉત્તમ એટલે શ્રીફળ ! હા, એનાં બહારના ભાગે જે રેસા હોય છે એને સુશોભનની વસ્તુઓ અને કંતાન બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે.

કડક આવરણને પણ સજાવટ માટે તેમજ એક વાસણ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.

હવે કડક કોપરું અને મીઠું પાણી આ બંને ભાગ આયુર્વેદિક રીતે ખૂબ મહત્વના છે. એક વાક્યમાં કહીએ તો એ નવા કોષો સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવે એ નવા કોષો વિકાસ પામતા ગર્ભના હોય, બાળવિકાસ માટે હોય, માંદા માણસના મરી ગયેલા કોષોનું નવસર્જન હોય કે વૃદ્ધને જરૂરી પોષક દ્રવ્યો પૂરાં પાડવાનાં હોય, શ્રીફળમાં આ તમામને પહોંચી વળવા માટેનાં રાસાયણિક ગુણ રહેલા છે.

હવે વિચારો કે તંદુરસ્તી જળવાય, તો કાર્યક્ષમતા વધે, એનાં કારણે કમાણી વધે અને તેથી સમૃદ્ધિ વધે !!! 

આથી જ તો શ્રીફળનાં નામમાં જ ‘શ્રી’ એટલે લક્ષ્મી આપતું ફળ એવો અર્થ રહેલો છે.

ઘણા ધર્મોમાં શ્રીફળનો કોટો ફૂટ્યો હોય તો એને શુકન ગણવામાં આવે છે. જો એવાં શ્રીફળને તમારે આંગણે વાવો તો એનું વૃક્ષ વિકસે છે, ભલે ને એને મીઠું પાણી જ પાવામાં આવે અને દરિયાઈ હવા ન મળે તોય એ ઉગી નીકળે છે. આથી એને પ્રભુકૃપા સમજવામાં આવે છે!

ઘણી ઉક્તિઓ પણ પ્રચલિત છે. દા. ત.

રૂપિયો- નારિયેળ આપી દીધાં. – સગાઈ થઈ.

એમને શ્રીફળ-સાકર આપ્યાં – શુભેચ્છા પાઠવી.

એને તો પાણીચું પકડાવી દીધું.- કાઢી મૂક્યો કે સંબંધ તૂટે એવું સંભળાવી દીધું.

“એમનો સ્વભાવ તો નારિયેળ જેવો છે, ઉપરથી સખત, પણ અંદરથી મૃદુ.” 

મારો શ્રીફળ વિશે લખવાનો આશય એ હતો કે અહીં ‘ટાસ્ક’માં ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રાવણ અને ઓગસ્ટ મહિનાના આ સમયગાળામાં ઘણા ધર્મોના તહેવારો આવે છે. એટલે દરેક ધર્મની પ્રાર્થનાથી આપણે પવિત્ર હવા શ્વસીએ છીએ અને શ્રીફળ ‘અનેકતામાં એકતા’ દર્શાવવા માટે ઉત્તમ ઉદાહરણ છે.

__________________________________

૧૦) જિગીષા પાઠક

શીર્ષક : કળશ

શબ્દો : ૪૪૦

    “કળશ” શબ્દ સાંભળતા જ મન શ્રદ્ધાના ભાવથી સભર બની જાય….નહિ? એનું ચિત્ર ક્યાંક નિમંત્રણ પત્રિકા, કંકોતરી કે ક્યાંક જાહેરાત અથવા સ્ટીકરમાં પણ જોઈને આપણા શાસ્ત્રોએ આપેલી આ અનુપમ ભેટ પર ગૌરવ થાય!! કળશના સ્થાપનને જોઈને જાણે દેવો સાક્ષાત હાજર હોય એવી અનુભૂતિ થાય!! ભરેલો કળશ એ હર્યાભર્યા જીવનનું પ્રતીક મનાય છે. જીવનને ટકાવી રાખનાર જળની આટલી સુંદર ઉપાસના ભારત સિવાય કોઈ દેશમાં જોવા નથી મળી!! એનો શ્રેય આપણા વિદ્વાન અને જ્ઞાની ઋષિમુનિઓ તથા પૂર્વજોને જાય છે. 

    આમ તો કળશનું મહ્ત્વ સમુદ્રમંથન થયું એ સમયથીજ ચલણમાં છે. તે વખતે અમૃત કળશ જ દેવો અને દાનવો વચ્ચે યુદ્ધનું નિમિત બન્યો હતો. સાધુ સંતો પણ પોતાની સાથે અભિમંત્રિત જળ કળશમાં રાખતા.તેનો તે સમયાંતરે સંકલ્પ લેવા માટે, વરદાન  આપવા માટે કે શ્રાપ આપવા માટે ઉપયોગ કરતા…..

     બે સદી પહેલાની વાત કરીએ તો તે વખતે જળની પ્રાથમિક જરૂરિયાત સમજાઈ, તેથી કદાચ મનુષ્યએ સૌ પ્રથમ માટીમાંથી ગાગર બનાવી હતી. માટી અને જળનો સુભગ સમન્વય ખુબ શુકનવંતો સાબિત થયો. પછી અલગ અલગ ધાતુઓમાંથી પણ ઘડા બનાવ્યા. જેને તે કળશ પણ કહેતા. ત્યારથી કળશ તેના માટે સૌથી ઉપયોગી તથા અવિભાજ્ય અંગ બનીને રહ્યું. આજે ભલે ઘેર ઘેર પાણીના નળ આવી ગયા છે, પણ આજેય કળશનું મહ્ત્વ અને ગરિમા  જળવાઈ રહ્યા છે. આજે પણ માણસ કળશને આદરપૂર્વક અને પવિત્રતાના પ્રતીક સ્વરૂપે જુએ છે.

     કોઈપણ શુભ પ્રસંગ હોય કે સામાન્ય પૂજા હોય, ગૃહપ્રવેશ હોય કે સ્વાગત હોય શ્રી ગણેશજીની પૂજા બાદ, સુંદર શણગારેલા કળશની સ્થાપના અવશ્ય કરવામાં આવે છે. ભૂદેવ તેમના મંત્રોચ્ચારથી જળ ભરેલો કળશ મૂકીને વરુણદેવનું આવાહન કરે છે, તેનાથી પવિત્ર સત્કર્મ કરનાર વ્યક્તિ તથા તેના કુટુંબીજનોને આરોગ્ય, સ્થિર અને શુભ લક્ષ્મી, પુન્ય, સંતતિ તથા કલ્યાણના આશીર્વાદ મેળવે છે, જે અતિ દુર્લભ હોય છે.

     લગ્ન કરવા આવતાં વરરાજા જાન લઈને મંડપને દ્વારે આવી પહોંચે ત્યારે કન્યાપક્ષની કોઈક કુંવારી કન્યા સ્વાગત માટે વરબેડિયું લઈને પોંખવા જાય એવો રિવાજ હોય છે. એવીજ રીતે પ્રસંગોપાત કરવામાં આવતી પૂજનવિધિના પ્રધાન દેવતાનું સ્વાગત પણ પુન્યવાંચન કળશથી કરવામાં આવે છે.જળ ભરેલા કળશને વધુ સમૃદ્ધ તથા જીવંત, સુશોભિત બનાવવા માટે વૃક્ષના પાન તથા શ્રીફળનો પણ ઉપયોગ થાય છે. 

     સમગ્ર જીવનકાળ દરમ્યાન કળશને મહ્ત્વ તથા સન્માન આપતો મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેની અંત્યેષ્ટિમાં પણ માટીના કુંભને સ્થાન આપવામાં આવ્યું છે. જીવનજળ હવે ખૂટી ગયું છે, તે ભાવને વ્યક્ત કરવા અગ્નિસંસ્કાર કરતાં પહેલા જળ ભરેલાં માટીના ઘડાને ફોડી નાખવામાં આવે છે. માટીનો માટી સાથે કેવો અદભૂત સંબંધ!!

     આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહના શિખર પર કળશ શાનથી એવી રીતે બિરાજે છે જાણે પ્રભુના મુગટમાં અમૂલ્ય રત્નને સ્થાન મળ્યું હોય…….!!

__________________________________

૧૧) પ્રફુલ્લા શાહ

શીર્ષક -સ્વસ્તિક

શબ્દો -૨૧૧

શુકનવંતા સાથિયા, મંગળ કરે સદાય,

લાભ શુભ આંકયા કરે,રંગોળી એની સર્જાય,

આંગણે હોય કંકુના સાથિયા, ચોખાના મંદિરમાં,

ગૃહ પ્રવેશે મગનો સાથિયો, ઘઉંનો હોમ હવને. — પ્રફુલ્લા”પ્રસન્ના”

            આપણા ઋષિ મુનિઓએ આધ્યાત્મિક અનુભવથી વિશેષ મંગળ ચિન્હોની રચના કરી.એમાંનું એક ચિન્હ એટલે સ્વસ્તિક.જેને આપણે સાથિયો પણ કહીએ છીએ.

     કોઈ પણ શુભ કાર્યની શરૂઆત  સ્વસ્તિકથી થાય છે.એને સકારાત્મક ઊર્જા સ્તોત્ર મનાય છે.મંદિરો, પૂજાઘર,હિસાબના ચોપડામાં, કોઈ પણ ધાર્મિક વિધિમાં અને ઘરના ઉંબરે સ્વસ્તિક બનાવવામાં આવે છે.સ્વસ્તિક બનાવવાથી કંઈ પણ ખોટું કામ કરતાં આપણું મન ખચકાય છે અને મનમાં શુદ્ધ ભાવ પ્રગટે છે.

     પરમાત્માના મંગળ ઋતુચક્રનું અહીં દર્શન થાય છે. જમણુ સ્વસ્તિક નરનું પ્રતિક છે જ્યારે ડાબું સ્વસ્તિક નારીનું પ્રતિક છે.સ્વસ્તિકની ઊભી રેખા સૃષ્ટિની ઉત્પત્તિનું પ્રતિક છે, આડી રેખા સૃષ્ટિના વિસ્તારનું પ્રતિક છે.મધ્યબિંદુ વિષ્ણુનું નાભિકમળ મનાય છે.એમાં વપરાતા ચાર બિન્દુઓ ચાર દિશાઓનું

 પ્રતિક મનાય છે.એના ચાર ખૂણા ચાર પ્રકારની ઊર્જા ઉતપન્ન કરે છે.( ૧ ) જીવન ઊર્જા ( ૨ ) સર્જનાત્મક ઊર્જા ( ૩ ) કલ્યાણ ઊર્જા  ( ૪ ) આધ્યાત્મિક ઊર્જા.

         મંગળ ચિન્હોમાં સર્વાધિક વપરાતું આ પ્રતિક મનમાં ઉત્સવ પ્રગટાવે છે.સ્વસ્તિક મંગલકારી, સકારાત્મક  ઊર્જા પ્રગટાવનાર અને સફળતા આપનાર આપનાર શુભ ચિન્હ મનાય છે.

ઘરનાં ઉંબરે રચાતો સ્વસ્તિક આખા વિશ્વને આવરી લે છે.ઈશ્વરના સાનિધ્યનું ચિન્હ છે સ્વાસ્તિક.સ્વસ્તિક કરવાથી આપણું મન ભયમુક્ત બને છે અને ઈશ્વર આપણી સમીપ છે એવું મહેસુસ થાય છે.

     સ્વસ્તિક વ્યાપકતાનું અને સાથે સાથે જોડાણનું પણ પ્રતિક છે.નાનકડા એવા આ પ્રતિકમાં બહુ મોટા કલ્યાણ અને મંગળની ભાવના છુપાયેલી છે.સ્વસ્તિકના નાભિબિંદુમાં દિશાઓની અંતિમ સાર્થકતા સિદ્ધ થાય છે.

__________________________________ 

૧૨) કિરણ પિયુષ શાહ

શીર્ષક :- કળશ એક પ્રતિક

શબ્દ સંખ્યા:- ૪૦૦

હિન્દુ સંસ્કૃતિમાં કળશ, શ્રીફળ, દીપક, સ્વસ્તિક અને ત્રિશુળ જેવી અનેક વસ્તુઓ આદિ અનાદિ કાળથી વપરાય છે. આ દરેકનું પ્રતિકાત્મક મૂલ્ય અને એક આગવું સ્થાન છે. 

આજ કળશ વિશે થોડી વાત કરીએ. કળશ મૂળ સંસ્કૃતમાથી આવેલ છે ક્લેશમાંથી કળશ. આ કળશ અનેક વિધ સ્વરૂપ અને ધાતુઓમાંથી બનાવવામાં આવે છે. સુવર્ણ, રજત, કાંસ્ય, તાંબુ અથવા પીતળના હોય છે. અત્યારે સ્ટીલના પણ બનાવાય છે. 

માટીમાંથી બનતા ઘડાને કુંભ કહેવાય. 

પૂજામાં વપરાતા કળશનું એક ચોક્કસ માપ હોય. પૂજા માટે કળશમાં પાણી ભરવામાં આવે. ક્યારેક ધન-ધાન્ય પણ ભરાય. 

કળશ સ્થાપના એ લગભગ બધી જ પૂજામાં મૂખ્ય ગણાય. સ્થાપના  માટે લાલ કે સફેદ કપડાં પર ઘઉં કે અક્ષત પર કરવામાં આવે. પ્રથમ વિધ્નહર્તા ગણપતિનું સ્થાપન કરી કળશનું સ્થાપન કરાય. 

ગૃહપ્રવેશ વખતે માટીનાં કુંભનું સ્થાપન કરવામાં આવે ત્યારે પહેલાં મગ કે ઘઉંની ઢગલી કરી કુંભ મૂકાય. એ કુંભમાં પાંચ કે સાત આંબા કે આસોપાલવના પાન ઉપર શ્રીફળ મૂકી તેનું સ્થાપન કરાય. આ ધાર્મિક વિધિ સાથે એક માન્યતા એ જોડાયેલી છે. કુંભના પાણીનાં ભેજથી એ ધાન્ય અંકુરિત થાય એમ તમારો પણ આ ઘરમાં વિકાસ થાય. સમૃદ્ધિ પામો. આમ ધર્મ સાથે વિજ્ઞાન જોડાય ગયું. 

નવરાત્રિના પાવન પર્વમાં ગરબા રૂપે કુંભનું સ્થાપન કરાય. ગરબો સજળ નથી પણ સતેજ એટલે કે તેમાં રહેલાં છિદ્રોમાંથી રોશની ફેલાવી અસત પર સતના વિજયની વાત સમજાવી જાય. 

સ્ત્રીનાં ગર્ભાશયને પણ કુંભના આકારમાં કલ્પી ગર્ભકુંભ નામ આપી જન્મસંસ્કાર અને ગર્ભસ્થાપનની વાત કરી. મા- જનનીને દેવી સ્વરૂપે પૂજનીય કહીં. 

મંદિર હોય ત્યાં ઉપર કળશ અને ધજા રહેવાનાં. કળશ સમૃદ્ધિનાં પ્રતિક તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે. મંદિર પર કળશ ચઢાવવાનો અર્થ કાર્યની સફળતા અને પૂર્ણતાનું પ્રતિક છે. 

કળશ આધ્યાત્મિકતાનું પ્રતિક છે. કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં શિવ, અને મુળમાં બ્રહ્મા. મધ્યમાં માતૃકાગણ એની દશેય દિશાના ભાગમાં દિક્પાલ, અંદર સાત સાગર, ગ્રહ નક્ષત્રો, કુલ  પર્વત, ગંગા આદિ સહિત ચાર વેદ રહેલા છે. એવું માનવામાં આવે છે. 

સમુદ્રમંથન સયયે દેવ દાનવને અમૃત કુંભ મળેલ. માટે તેને અમૃત કળશ પણ કહેવાય. 

જૈન ધર્મમાં સ્નાત્ર કે પૂજાને અંતે શાંતિકળશ કરવામાં આવે. એ પાછળ પણ પૂજા કરનારની અને સંધની સુખાકારીની ભાવના રહેલ છે.. 

જન્મથી શરૂ થતો કળશનો સાથ એક યા બીજી રીતે ચાલુ રહે. લગ્ન સમયે રંગીન માટલી કે ધડા  પધરાવી વિધિ કરાય છે તો કન્યાને વિદાય સમયે મામટ- માટલું ભરી મિઠાઇ સાથે સાત ધાન્યની પોટલીને મૂકીને અપાયહ આની પાછળ પહેલાંના સમયમાં ગાડામાં જાન આવતી તો રસ્તામાં આ વસ્તુઓ કામ લાગે એવી ભાવના રહેતી. 

જન્મથી શરૂ થતો કળશ – કુંભનો સાથ મરણ સમયે દોણીની આગ સુધી રહે છે. 

જગન્નિયંતાએ માટીને સંસારના ચાકડે ચડાવી પૃથ્વીરૂપી કળશનું સર્જન કર્યુ. એના પ્રતિક તરીકે દરેક માંગલિક કે અમાંગલિક કાર્ય કળશ વગર સંપન્ન નથી થતાં. 

__________________________________

૧૩) નીના દેસાઈ

શિર્ષક : દીપક

શબ્દો:૩૨૦

          પંચમહાભુતના પાંચ તત્વો

પૃથવી, પાણી, પવન, આકાશ ને પ્રકાશ.

         દીપક એ પ્રકાશનો જ અંશ કે પર્યાય કહી શકાય.

      કુદરતી પ્રકાશ સૂર્ય, ચંદ્ર, તારાઓ દ્વારા મળે, જ્યારે માનવ સર્જિત પ્રકાશ વિજળીના ઉપકરણો અને અગ્નિ પેટાવવાથી મળે. દીવો અગ્નિનું નાનું સ્વરૂપ!

         આજે આપણે દીપકની વાત કરીએ, તો હિંદુ સંસ્કૃતિમાં

દીપક, સ્વસ્તિક, કળશ, શ્રીફળ, કંકુ, અક્ષત, સુખડ, પૂષ્પ અને ધૂપદીપ   સોપારી જેવી સામગ્રીનો ઉપયોગ દરેક પૂજામાં ઉપયોગ થાય. 

          શુભમ્ કરોતુ કલ્યાણમ્

           આરોગ્યમ્ ધનસંપદા

           શત્રુબુદ્ધી વિનાશાય 

           દીપર્જયોતિ નમો સ્તુતે! 

    દીપક  કલ્યાણ કરનાર, આરોગ્ય અને ધનસંપત્તી વધારનાર, શત્રુની બુદ્ધીનો નાશ કરનાર દીપકને નમસ્કાર. 

        દીપક એ સૂર્યનું પ્રતિક, અજવાસનો પર્યાય, બ્રહ્માંડનું, પૃથ્વીનું જીવન અને સૂર્યની ગેરહાજરીની ખોટ પુરનાર જ્યોત જે સકારાત્તમકતાનું પ્રતિક! 

        સૂરજ રિસાય ત્યારે દીવાનું અજવાળું ધરાને ઉજાળે! 

          કાનભૈરવ એ શીવજીનું રૂદ્ર સ્વરૂપ, એમના દીવામાં ને કાળીચૌદશના દિવસે દીવામાં તેલ પૂરાય, અને લક્ષ્મીજીના દીવામાં

 ધનતેરશે  ઘીનો દીવો થાય. દરેક પૂજામાં દીવો સૌથી પહેલા પેટાવાય કારણ દીવાને એ પૂજાનો સાક્ષી મનાય છે.    

      દીપકને આત્મા સાથે પણ સરખાવાય, જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય ત્યારે આપણે જીવનદીપ બુઝાઈ ગયો એવું કહીએ છીએ. 

      દીપક એટલે તેજ, તેજ એ પંચમહાભુતમાંનું જ એક તત્વ જે આત્મા ને પરમાત્માનું તેજ એ જ તેજ બ્રહ્માંડનું અવિભાજ્ય અંગ કહેવાય. 

    દીપક એ સકારાત્તમકતાનું અને જ્ઞાનનું પ્રતિક જે નકારાત્મકતાનો, 

અજ્ઞાનનો નાશ કરે છે. સૃષ્ટિના દરેક જીવો પણ પંચમહાભુતથી જ બનેલા છે, અને પ્રકાશના આભારી છે.

    અંધારી રાતને સૂરજ અજવાળે, અંધારું અજ્ઞાનનું, અંધશ્રદ્ધાનું, રાગદ્વેષનું, અહમનું, આળસનું, દુર્બુદ્ધીનું, આ બધી નકારાત્મકતાને દુર કરી ઉજાસસભર અજવાળું ફેલાવે એ સૂરજ…. તે દીપક!

      હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ દરેક ધર્મમાં દીપકનું સ્થાન મહત્વનું છે.

પારસી ધર્મમાં પણ અગ્નિને પૂજામાં આવે છે. ખ્રિસ્તીઓ પણ ચર્ચમાં મિણબત્તી પેટાવે છે.

     દીપક પેટાવવાથી મંદીર, ઘર, જે તે સ્થળનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થૈ જાય છે,અને પોઝીટીવ એનર્જી ઉત્પન થાય છે જે દાનવી, પિશાચી શક્તિ અને નકારાત્મકતાને દુર કરે છે.  

      ભારતમાં દરેક વારતહેવારે, શુભ પ્રસંગે જેમકે દિવાળી, નવરાત્રી, લગ્ન, વાસ્તુ જૈવા પ્રસંગે દીપકનું મહાત્મ્ય છે.

    પ્રાચિનકાળમાં ઋષિમુનીઓ સમાજ કલ્યાણ, માનવોનું દાનવોથી રક્ષણ, આધ્યાતમિક સાધના, ને મોક્ષ પ્રાપ્તિ માટે હવન કરતાં.

       જીવનકોડીયામાં આયુષ્યનું તેલ ખૂટે ને માણસ મૃત્યુ પામે ત્યારે આપણે એના માથા પાસે દીવો પ્રગટાવીએ છીએ, કારણ

આપણાં હિંદુધર્મમાં એવી માન્યતા છે કે આત્માની ઉર્ધ્વગતિ થાય ત્યારે એની કેડીને અજવાળવા દીવો મુકીએ છીએ.

      આમ માનવ જીવનની શરૂઆતથી અંત સુધી દીપક આવશ્યક અંગ બની રહે છે.

         દીપજયોતિ પર બ્રહ્મ

         દીપજયોતિ જનાર્દન

         દીપો હરત મે પાપમ્

         દીપર્જયોતિ નમોસ્તુતે!

__________________________________

૧૪) લીના વછરાજાની

શીર્ષક: હું પ્રગટું છું પણ દીપ નથી

શબ્દ સંખ્યા- ૨૦૭

તારીખ: ૨૫/૮/૨૦૨૦

“હું પ્રગટું છું પણ દીપ નથી,

હું ઝબકું છું પણ જ્યોત નથી,

હું એવું અલૌકિક કાં’ક છું,

માતા જગદંબા અંબાની આંખ છું.”

જેની સરખામણી પરમેશ્વરી રાજરાજેશ્વરી મા અંબા સાથે થાય એની પવિત્રતા અને મહત્તા સામાન્ય મનુષ્ય બે-ચાર શબ્દોમાં 

શું વર્ણવી શકે!

દીપ-દીવો આ શબ્દ જ પોતે અત્યંત તેજોમય છે. દીવાની જ્યોતના તેજસ્વી પ્રકાશમાં આખા બ્રહ્માંડની કલુષિતતા વિનાશ પામે છે.

વિજ્ઞાને ભૌતિક રીતે કૃત્રિમ પ્રકાશની શોધ કરી એ માનવજરુરિયાતને ધ્યાનમાં રાખીને જ તો કરી હોય. 

પ્રકાશ પછી એ કુદરતી હોય કે કૃત્રિમ હોય- દરેક પ્રકારના અંધકારને ઉજાસ તરફ લઈ જાય છે. ચાહે એ બહારી અંધકાર હોય ચાહે ભીતરનો અંધકાર હોય.

એક સામાન્ય ઉદાહરણ લઈએ તો અંધારા રુમમાં પગ મુકતાં જ લાઈટની સ્વિચ તરફ આપોઆપ હાથ લંબાય અને એ ચાલુ કરતાં રુમ ઝળાંહળાં થઈ જાય. 

 તો જ્યાં કરોડો સૂર્યના તેજનું પ્રતિનિધિત્વ કરતું દીપપ્રાગટ્ય થાય એ સ્થળ અને એ સમય અવર્ણનિય અલૌકિક જ બની જાય.

શાસ્ત્રમાં દરેક પ્રસંગે દીવાનું અનેરું મહત્વ દર્શાવાયું છે. મનુષ્યના જન્મથી માંડી મૃત્યુ સુધી દીવાની હાજરી અનિવાર્ય. 

દરેક શુભ-અશુભ પ્રસંગ દીપજ્યોતિને સાક્ષી માનીને પાર પાડવામાં આવે છે. 

એક જ શ્લોક સાથે સમાપન.

“દીપજ્યોતિ: પરબ્રહ્મ

દીપજ્યોતિ જનાર્દન:

દીપો હરતુ મે પાપમ

સંધ્યાદીપ નમોસ્તુતે.”

હે દીપજ્યોતિમાં નિરાકાર રહેલા ઈશ્વર,

અજ્ઞાનરુપી અંધકારમાંથી પાપાચારમાંથી અને નિરર્થક પીડામાંથી મુક્તિ મેળવવા 

હું પામર મનુષ્ય બે હાથ જોડીને નતમસ્તક વંદન કરું છું. 

__________________________________

૧૫) હિમાલી મજમુદાર ‘વૃષાલી’

શીર્ષક- પરમ્ તેજ

શબ્દ સંખ્યા-૩૦૩

         ધરતીનાં આંગણે સંસ્કૃતિનું પ્રથમ પરોઢ ઉગ્યું એ વખતથી દીવડો ભારતીય સંસ્કૃતિનું  પ્રતિક બન્યો છે.વૈદિકયુગથી પ્રાર્થનામાં કહેવાયું છે કે ‘તમસો મા જ્યોતિર્ગમય.’ પ્રાચીનકાળથી આપણાં દેવમંદિરોને દીવડાથી જ શોભાવવામાં આવ્યાં છે. અંધકાર થી ઉજાસ તરફની ગતિ એ પ્રાગટ્ય. પ્રગટવુ એટલે સ્વયમ્ ને પ્રકાશિત કરવુ.  આપણાં વિજ્ઞાનને આધ્યામિક નિયમો સાથે જોડવાથી તેનું ચુસ્ત પણે પાલન થાય છે.કોડિયું એ આપણી ત્વચા છે.વાટ એ આપણો આત્મા છે. તેમાં કર્મ રૂપી તેલ પુરી વાટ દ્વારા સિંચીને પ્રજ્વલિત થતો દીવો એ આપણા જીવનને અજવાળે છે.

       ધાર્મિક સંદર્ભમાં તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત દીપપ્રાગટય થી થાય છે.નવરાત્રીમાં અખંડ દીવાની સ્થાપના કરી સાક્ષાત માતાજીના સ્વરૂપની પૂજા-અર્ચના થી માના પ્રાગટ્યને વધાવવામાં આવે છે.આ શ્રધ્ધા અને આસ્થાના દીવા સ્વરૂપે ધન્યતાનો અનુભવ થયા વગર રહી શકતો નથી. જ્યારે દીવા સ્વરૂપે માતાજી વિદાય થાય છે, ત્યારે એ ખાલીપો માત્ર અનુભવી શકાય.એનું વર્ણન શબ્દો થી નથી થઇ શકતું. ‘દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય….’એમ કહી અમાસના અંધકારને દૂર કરી ઝગમગ થતાં દીવા નૂતન વર્ષના અજવાળવા પાથરે છે.હોળીનુ પ્રાગટ્ય  વાતાવરણને શુદ્ધ બનાવે છે.રોગ અને અનિષ્ટ તત્ત્વોનો નાશ થાય છે. સાક્ષાત નારાયણનું પ્રાગટ્ય છે.આમ આપણા દરેક વાર-તહેવારમાં દીવાનું એક આગવું સ્થાન છે.

        બાળકના જન્મને કૂળદિપક કહી વધાવીએ છીએ. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે જીવનદીપ ઓલવાયો  એ શબ્દ પ્રયોગ કરીએ છીએ.માંગલિક પ્રસંગોમાં દીવો શુભ માનવામાં આવે છે.બધી સ્ત્રીઓમાં વરની માને અલગ તારવવા માટે તેના હાથમાં ‘રામણદીવો’ આપવામાં આવે છે. રામણ એટલે આપત્તિ.આ આપત્તિને બાળી નાખી, સુખરૂપ પ્રકાશ આપનાર દીવો તે આપણો ‘રામણદીવો’એ દીવાના સથવારે જીવનપથને અજવાળાની શુભકામના રહેલી છે.

        બાળકના જન્મ બાદ તેની છઠ્ઠીની મેષ દીવાની જ્યોતમાં ચમચી પાછળ દિવેલ ધરી લેવામાં આવે છે.વૈજ્ઞાનિક રીતે શુધ્ધ અને આંખોને ઠંડક આપતી હોવાથી કેટલાક લોકો હંમેશા આજ રીતે મેષ બનાવી આંજે છે.આમ દરેકના જીવનમાં વણાયેલું દીવાનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રમાણ એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે.જે આખા વિશ્વની ઓળખ છે.

__________________________________

૧૬) ઈલા મિસ્ત્રી ‘કલમ’

શબ્દો: 340

શીર

          દીપક કે દીવાનું સ્મરણ થતાં જ શ્રણીકવાર માટે માનસપટ પર અજવાસ છવાઈ જાય છે.  

આપણી ભારતીય પરંપરામાં ધાર્મિક દ્રષ્ટિએ દીવાનું સ્થાન અધિક આંકવામાં આવ્યું છે.

ધાર્મિક ઉત્સવ હોય કે માંગલિક પર હોય અરે..! જિંદગીનાં છેલ્લા શ્વાસ વખતે પણ દીવાનું ખૂબ મહત્વ છે.વાસ્તુશાસ્ત્રના મત મુજબ દીવો એટલે પોઝિટીવ ઉર્જાનો સ્તોત છે.

દીવાનું મુખ્ય ઉપયોગ અંધકારને દૂર કરવાનો છે.પહેલાના જમાનામાં જ્યારે વીજળીની શોધ નહોતી થઈ ત્યારે તેલ કે ઘીના દીવા કરી પ્રકાશ મેળવવા કામમાં લેવાતો હતો, ઉત્તરોતર પ્રગતિ થતાં ઘાસલેટના  (કેરોસીન) દીવા તથા ફાનસ આવ્યા અને વીજળીની શોધ પછી દીવાઓ ફક્ત દેવમંદિર અને ઘરનાં મંદિરમાં

જોવા મળે છે.

ઘણી સ્ત્રીઓ સવારે ઉંબરે પૂજા કરીને દીવો મૂકે છે.

ઘણી બહેનો તુલશી ક્યારે તો ઘણાં પિતૃદેવની કૃપા મળી રહે એ હેતુથી પાણીઆરે દીવો પ્રગટાવે છે.

ખરેખર તો દીવાના સ્વરૂપને સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ સમજીને પ્રણામ કરે છે.આ પરથી ગોપી મંડળની બહેનો સરસ ભજન પણ ગાય છે…જેમાં ઉંબરો, પાણીઆરુ, મંદિર અને તુલસીક્યારાનું વર્ણન કરી,દીવાનું મહત્વ સમજાવ્યું છે.

દીવો કઈ દિશામાં કરવો એ પણ ખૂબ જરૂરી બાબત છે. દીવાને પૂર્વ અથવા ઉત્તર દિશામાં શુભ અને દક્ષી ,પશ્ચિમ બાજુ મુકવો અશુભ મનાય છે.આમ છતાં  જગ્યાની મોકળાશ મુજબ રાખવામાં આવતો હોય છે.

લગભગતો ઘરમાં દેવ મંદિર પૂર્વાભિમુખ અથવા પૂર્વ ઈશાન ખુણામાં રાખવામાં આવે છે.એટલે દીપ સ્થાન યોગ્ય દિશામાં રહે છે.આમ છતાં આ બાબત અવગણી ના શકાય.

પુરાણોમાં ઘીનો દીવો ઉત્તમ ગણ્યો છે.

તેલનો દીવો ઉત્તર દિશાના દ્વાર પર કરવાથી સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રોમાં સરસવના તેલનો દીવો , ગાયનાં ઘીનો દીવો કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

આ બધી શાસ્ત્રોક્ત વિધિ વિધાનની વાત થઈ, પરંતુ દીવો કરવાનું ફરમાન કદાચ વૈજ્ઞાનિક આધારે થયું હોવું જોઈએ એમ મારુ માનવું છે.

દીવો કરવાથી ઘરમાં જીવજંતનો ઉપદ્રવ ઘટે છે.જ્યાં ગાયનાં શુદ્ધ ઘીનો અખંડ દીવો હશે એ ઘરમાં સુખ-શાંતિની સાથે આરોગ્ય પણ સારી સુખાકારી સાથે હશે…જ પહેલાંના સમયમાં નવજાત શિશુને ગાયનાં ઘીના દીવાની મેશ અજવામાં આવતી એનાથી આંખોનું તેજ વધે છે, એવું પહેલાનું ડોશીપુરાણ કહે છે.

દીવાનું મહત્વ એનો ઉપયોગ સારું સ્વાસ્થ્યવર્ધક હોય છે એથી આજ પર્યન્ત આરોગ્યની દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ હકારાત્મક ઉર્જા લાવી નકારાત્મકતા દૂર કરે છે.એટલે અદકેરું છે.

__________________________________

૧૭) પૂજા(અલકા)કાનાણી

શીર્ષક- ત્રિશૂળ આધ્યાત્મિકતાનું પ્રતિક

શબ્દ સંખ્યા-૨૯૭

    કળશ,દિપક,સ્વસ્તિક,શ્રીફળ અનેત્રિશૂળ એ આપણી સંસ્કૃતિનાં આધ્યાત્મિક પ્રતિક છે અને આ પ્રતિકોને મૂલ્યવાન ગણવામાં આવે છે. બધાનું મૂલ્ય અલગ-અલગ આંકવામાં આવે છે.

  આજે હું એક એવા પ્રતિક ત્રિશૂળની વાત કરવા જઈ રહી છું જેનાથી કોઈ વ્યક્તિ અજાણ નથી.આપણી સંસ્કૃતિમાં ઘણા દેવી-દેવતાનાં હાથમાં ત્રિશૂળ હોય છે પણ આપણે ક્યારેય એ ત્રિશૂળના મહત્વને સમજવાની કોશિશ કરી છે? નહીં ને? તો ચાલો આજે આપણે ત્રિશૂળ વિશે થોડું જાણીએ.

  ત્રિશૂળ એ આમ તો સંહારનું પ્રતિક છે પરંતુ, તેમાં ઘણાં રહસ્ય છુપાયેલા છે. સંસારમાં ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે. સત,રજ,તમ,સત એટલે કે સત્યગુણ,રજ એટલે સાંસારિક અને તમે એટલે તામસી અર્થાત નિશાચારી પ્રવૃત્તિ. આ ત્રણેય પ્રવૃત્તિનો સંહાર થઈ જાય તો વ્યક્તિ ‘સ્થિતપ્રજ્ઞાની’સ્થિતિ પામે છે જે ઈશ્વરની સમીપ લઈ જાય છે.

ત્રિશૂળ માં ત્રણ શૂળ આવે છે. માનવ જીવનમાં આવતાં આધી,વ્યાધિ,ઉપાધિ કે જેને ત્રિશૂળ દ્વારા નિયંત્રિત રાખી શકાય છે. એમ માનવામાં આવે છે.

   ભગવાન શિવજી હંમેશા ત્રિશૂળ ધારણ કરેલા જોવા મળે છે. તેમના હાથમાં ત્રિશૂળ હોવાનો અર્થ એ છે કે એ ત્રણે ગુણોથી પર છે. ઘણા લોકો માને છે કે મહાદેવનું ત્રિશૂળ વિનાશનું પ્રતિક છે. પણ ના  એ તો કષ્ટ નિવારણનું પ્રતિક છે. એ સત્યનો રસ્તો બતાવે છે. મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.

ઘણા લોકો એમ પણ માને છે કે ત્રિશૂળ એટલે ત્રણ કાળ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. ઘણા લોકો ત્રિશૂળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કલ્પના કરે છે.

  આમ ત્રિશૂળ નકારાત્મક તાકાતને દૂર રાખે છે. ઘમંડને પણ દૂર કરે છે. સત્યની અનુભૂતિ કરાવે છે. ભગવાન દ્વારા હાથમાં ઉઠાવેલું ત્રિશૂળ આખા વિશ્વની ગતિવિધિઓ પર અસર પાડી શકે છે.

 આમ આપણી સંસ્કૃતિના આ પ્રતિક એક મૌનની ભાષા છે અને ગાગરમાં સાગર જોવાની સમર્થતા આ પ્રતિકમાં છુપાયેલી છે.

__________________________________

૧૮) માલાની શાહ કોબાવાલા

શીર્ષક- કળશ

શબ્દ સંખ્યા-૨૬૦

સંસ્કૃત માં 

 कल्  वि. પ્રમાણે મધુર કે મિષ્ટ અર્થ થાય. ને

अश् आ. धातु शब्द અનુસાર તેનો અર્થ થાય છે વ્યાપવું, મેળવવું, પહોંચવું, અનુભવવું, ભોગવવું,કે એકઠું થવું.

આમ, कल्+अश् =कलश

ગુજરાતી માં મને બધાં ‘કળશ’ કહે છે. મુખ થી હું નાનો ને ગર્ભમાં એટલે કે અંદરથી હું મોટો.

 કૂવા, સરોવર, ઝરણા, નદી કે દરિયામાં રહેલ વિશાળ સ્ત્રોતને પણ હું મારા ગાગર સરીખા પેટ માં સમાવી લઉં  છું. ને મારામાં રહેલ ગુણોથી તેણે યુક્ત કરી દઉં છું, પછી ભલે હું સોનાથી, ચાંદીથી, તાંબાથી, કે માટીથી જ કેમ ન બનેલો હોઉં.

 કોઈપણ ધાતુનો કે માટીનો બનેલ હું તો મારામાં રહેલ દ્રવ્યને ગુણયુક્ત જ બનાવું અને રાખું છું.  તેથીજ મારામાં રહેલ પાણી પીને દરેક જીવ સંતુષ્ટિનો જ અનુભવ મેળવે છે. 

 કોઈ પણ સારા પ્રસંગે કુંભ સ્થાપન કરવાનો રિવાજ છે આ સંસારમાં. હિન્દુ શાસ્ત્ર અનુસાર ધાર્મિક વિધિ કે પૂજા-પાઠ માટે પ્રથમ કળશ સ્થાપનાનું ખૂબ મહત્વ છે. ત્રેતાયુગમાં સમુદ્રમંથન વખતે અમૃત કળશ પ્રાપ્ત થયો હતો ત્યારથી કળશને તમામ તીર્થસ્થાન નું પ્રતીક માનવામાં આવે છે. તેમજ તેમાં તમામ દેવી-દેવતાઓની માતૃ શક્તિ રહેલી છે તેથી શુભ માની કોઈપણ પૂજામાં તેની સ્થાપના કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. જેમ સંસારમાં રહેલ જળ સ્ત્રોતમાં નું અમૃત મારા દ્વારા સમુદ્રમંથનમાંથી દેવોએ પ્રાપ્ત કર્યું તેવી જ રીતે તે દ્વારા ત્રિદેવ અને શક્તિ સાક્ષાત બિરાજમાન છે તેમ  માની મારી સ્થાપના કરવામાં આવે છે. ને ખરેખર તેથી હું પણ મારી જાતને ધન્ય માનું છું.

 માટે જ ગૃહ પ્રવેશ કરતાંજ પ્રથમ મારા માટી સ્વરૂપ કળશની સ્થાપના લોકો અચૂક કરે છે.  

 મારે તો એટલું જ કહેવું છે કે ઠાર્યા એવા ઠરશો,

 ગુણગ્રાહક બનશો, અને

 મધુર વાણી બોલશો તો 

સદા શુભ લાભ પામશો.

_________________________________ 

૧૯) સરલા સુતરિયા

શીર્ષક – કળશ

શબ્દો- ૫૭૩

કળશ, એમાં ભરેલું જળ, ઉપર શ્રીફળ, ફરતા પાન અને સ્વસ્તિકથી ઓપતા બાજોઠ પર એનું સ્થાપન… હિન્દુ સંસ્કૃતિ સિવાય આવી શ્રદ્ધા ક્યાંય જોવા નથી મળતી. કળશનું સ્થાપન જ ઈશ્વરની હાજરીની અનુભૂતિ કરાવે છે. લગ્ન પ્રસંગની કંકોતરીમાં એકાદ ખૂણે કળશની હાજરી ગરિમાપૂર્ણ લાગે છે.

આપણી સિંધુ સંસ્કૃતિમાં જળનું અનેરૂં મહત્વ છે. ગાગરમાં સાગર એ આપણી કહેવતમાં કેટલો ગહન અર્થ સમાયેલો છે! કળશમાંથી હાથમાં જળ લઈ પ્રતિજ્ઞા લેવી, કળશમાંથી જ જળ લઈ કોઈને શ્રાપ આપવો, એ તમામ ક્રિયામાં કળશનું સ્થાન છે. જુના વખતમાં હાથમાં દોરી અને લોટો લઈને લોકો કમાવા નીકળી પડતા ત્યારે આ લોટો જ એમનું શસ્ત્ર, એમનું ભોજનપાત્ર અને સર્વસ્વ બની રહેતો. 

કળશ એ આખા બ્રહ્માંડનું પ્રતિક છે. કળશના મૂળાધાર તરીકે પૃથ્વીતત્વ, મધ્યમાં જળતત્વ, કંઠે અગ્નિતત્વ, ઉપરની સપાટી વાયુતત્વ અને મુખનો ખુલ્લો ભાગ એ આકાશતત્વ છે. આમ કળશનું સ્વરૂપ એ પંચતત્વનું દ્યોતક છે. એ ઉપરાંત એમ મનાય છે કે, કળશના મુખમાં વિષ્ણુ, કંઠે શિવ, મૂળમાં બ્રહ્માજી અને મધ્યમાં માતૃશક્તિનો વાસ છે. કળશના મુખ ઉપર શોભતું શ્રીફળ આકાશ તત્વ અને ફરતાં ગોઠવેલા પાંદડાં પ્રકૃતિને દર્શાવે છે. આમ કળશ એટલે સમગ્ર બ્રહ્માંડનો સાર. સમૂદ્રમંથન વખતે અન્ય ચીજોની સાથે અમૃત ભરેલો કળશ લઈ સાક્ષાત ભગવાન ધન્વંતરી પ્રગટ્યા હતા અને ત્રેતાયુગમાં સીતાજીનો જન્મ પણ જમીનમાં દટાયેલા કળશમાંથી જ થયો હતો. માતા લક્ષ્મીજીના વરદ હસ્તમાં પણ ધનથી ભરેલો કળશ શોભાયમાન છે.

ભારતીય સંસ્કારોમાં પ્રાચીન સમયથી જ કળશનું સ્થાન મોખરાનું છે. કળશ માટી, ત્રાંબા, પિતળ, સ્ટીલ જર્મન સિલ્વરથી માંડીને પંચધાતુ અને સોના રુપાના પણ હોય છે. વિવિધ આકાર પ્રકારના કળશ પ્રત્યેક ઘરમાં હોય જ. કેમ કે, લગભગ તમામ ધાર્મિક વિધીઓમાં કળશનું સ્થાપન અને એની વિધીવત્ત પૂજા થાય જ છે. નીચે સ્વસ્તિક ચીતરીને એની ઉપર અનાજ અને ફળફૂલ વડે શણગારેલા બાજોઠ પર કળશનું સ્થાપન થાય. એમાં પાંચ નદીઓનું પવિત્ર જળ પધરાવવામાં આવે. પાંચ સોપારી અબિલ, ગુલાલ, કંકુ, દર્ભ અને અક્ષતથી પવિત્ર જળની પૂજા કરાય છે, નાગરવેલ કે આંબાના પાન વડે કળશની મુખશોભા એ આકાશતત્વનું પ્રકૃતિ સાથેનું મિલન માનવામાં આવે છે. કળશના કંઠે નાડાછડીનું બંધન એ અહંકારનું છેદન છે. 

ખાસ કરીને નવરાત્રીમાં કળશ એટલે કે ગરબાનું સ્થાપન થાય છે. કળશનું સ્થાપન એટલે સાક્ષાત માતાનું આહ્વાન, એને સાક્ષાત માતાનું સ્વરૂપ માનીને એની ફરતે રોજ ગરબા ગવાય છે. બહેનો માથા પર ગરબો મૂકી માતાની આરાધના કરવા ગરબા લે છે 

કળશ એ વરૂણપૂજાનું પણ પ્રતિક છે. પવિત્ર વૃક્ષોને પાણી પાવાનું હોય તો કળશ વડે જ પીવડાવાય છે. શિવલીંગ પર અભિષેક, વડપૂજન, હોલિકા પૂજન તથા સૂર્યભગવાનને અર્ધ્ય આપવા ચડાવાતું જળ એમ દરેક પૂજન કળશ વડે જ સંપન્ન થાય છે. સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ પીપળાને જળ ચડાવવા પણ ત્રાંબાના કળશનો જ ઉપયોગ થાય છે.

મંદિરના શીખર પર કળશનું સ્થાપન એ હિન્દુ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. એને મંદિરની કીર્તિનું પ્રતિક માનવામાં આવે છે. પ્રત્યેક મંદિરના શીખર પર કળશ બિરાજમાન હોય છે. મંદિરમાં પ્રદક્ષિણા ફર્યા પછી શીખર પર સ્થાપિત કળશના દર્શન ન કરો તો પૂજા અધૂરી રહે છે. 

કુંવારી કન્યા માથાં પર કળશ મૂકીને વરરાજાનું સ્વાગત કરે છે. લગ્નની ઘણી વિધિઓમાં કળશને અગ્રગણ્ય સ્થાન અપાયું છે. 

લગ્નની ચોરીમાં મંડપને ચારે ખૂણે પણ કળશની સ્થાપના થાય છે અને કળશ તથા અગ્નિની સાક્ષીએ વર વધુ ફેરા ફરી જિંદગીની શુભ શરૂઆત કરે છે. 

આમ કળશ માનવજીવનમાં શુભ મંગળ પ્રસંગો સાથે જડાયેલો છે. એને સુખ સમૃદ્ધિનો ખજાનો માનવામાં આવે છે.  

ઘરના પાણિયારા પર ત્રાંબા પિતળના બેડા તથા માટલા સ્વરૂપે પણ કળશ બિરાજમાન હોય જ છે. વરસો અગાઉ પાણી પીવા માટે ત્રાંબાના કળશનો જ ઉપયોગ થતો. હજુ પણ દરેક ઘરમાં એકાદ તો ત્રાંબાનો કળશ મળી આવે જ. 

આમ બાજોઠ નીચે સ્વસ્તિક, ઉપર કળશ, કળશ ઉપર શ્રીફળ, ફરતા ગોઠવેલા આંબાના કે આસોપાલવના પાન અને પ્રગટાવેલો દિપક, આ બધુ સાથે મળીને સ્થાપનની આસપાસની હવાને હકારાત્મક ઉર્જાથી સભર કરી દે છે જેથી પ્રસન્નતાની સરવાણી વહેતી રહે છે. 

__________________________________

૨૦) આરતી રાજપોપટ 

શીર્ષક- માંગલ્ય કારી કળશ

ભારતની ભાતીગળ સંસ્કૃતિમાં દસે દિશાઓ, ઋતુ, પ્રકૃતિના પંચ તત્વો

પશુ-પક્ષી અને સમગ્ર પ્રકૃતિના શુભ અને માંગલ્યને ઝીલતા ચિહ્નો અને પ્રતીકો આપણી આધ્યાત્મિક સંસ્કૃતિમાં વણાયેલા છે. જેમાં

સ્વસ્તિક, શ્રીફળ, ત્રિશૂળ દીવો અનેક છે. એમાં કળશ પણ ભારતીય સંસ્કૃતિનું આવું જ એક અગ્રગણ્ય પ્રતીક છે. 

ધર્મ શાસ્ત્રો અનુસાર કળશને સુખ સમૃદ્ધિ, વૈભવ અને મંગળ કામનાઓનું પ્રતીક માનવામાં આવે છે. 

કળશ સંસ્કૃત શબ્દ કલેશ પરથી આવ્યો છે. કળશનો શાબ્દિક અર્થ છે; ઘડો- કુંજો, કુંભ.

વિશ્વકર્માએ એક એક કલાઓ લઈ બનાવ્યો હોવાથી કળશ કહેવાય છે. પુરાણમાં તો કળશનું ચોક્કસ માપ પણ આપ્યું છે. એ મુજબ કળશની પરિઘ ૨૫” ઊંચાઈ ૮” તથા તેનું મુખ ૪” પહોળું હોવું જોઈએ.

કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં શંકર, મૂળમાં બ્રહ્મા, મધ્યમાં માતૃકાગણ, એની દશેય દિશાના ભાગમાં દિફપાલ, અંદર સાત સાગર- ગ્રહ- નક્ષત્રો, પર્વતો ગંગા આદિ સંહિતાઓ અને ચાર વેદ છે.

સંસ્કૃતિની જ્યારે પણ શરૂઆત થઈ હશે ત્યારે માનવીને લાગ્યું હશે કે વરસાદ છે તેથી જ તો જીવન છે. જો વર્ષા ન હોત તો જીવન સુકાઈ જાત. તે આપણને જીવતદાન આપે છે તો આપણે પણ તેનું પૂજન કરવું જોઈએ. પરંતુ તેમાં એક અગવડ આવી. વરસાદ તો ફક્ત ચાર મહિના જ આવે અને તે પણ હંમેશા નહીં.  આપણા પૂર્વજોએ તેમાંથી રસ્તો કાઢ્યો. કુવા, તળાવ, નદી, બધાનું પાણી વરસાદે જ આપ્યું છે. એક કળશમાં તેને ભરી લઈએ અને તેનું પૂજન કરીએ. આ મંગલ ભાવના સાથે કાળક્રમે રસાદિરાજ વરુણ

ભગવાનની તેમાં સ્થાપના કરીને સંસ્કૃતિના ગૌરવવંતા ભવ્ય પ્રતિકનું સર્જન કર્યું. અને તે કળશનું પૂજન કર્યું. આમ કળશમાં, ઘડામાં પાણી ભરી તેની સ્થાપના કરી તેના પૂજન પછી તે સામાન્ય પાણી ન રહેતા દિવ્ય ઓજસમય પાણી બની જાય છે.

હિન્દૂ શાસ્ત્રો મુજબ કળશ ધાર્મિક વિધિ અને પૂજાપાઠ માટે પ્રથમ સ્થાને સ્થાપિત થયેલો છે. કળશ વિના પૂજા પૂર્ણ થતી નથી. જ્યારે પૂજામાં કળશની સ્થાપના થાય છે ત્યારે માનવામાં આવે છે કે ત્રિદેવ અને શક્તિ બિરાજમાન છે. ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ, લગ્નપૂજા, ધાર્મિક વિધિઓ બધાજ શુભ કાર્યોમાં કળશ સ્થાપિત કરવાનું વિધાન છે.

પાણી ભરેલા કળશમાં આંબા, આસોપાલવ કે નાગર વેલના ૫,૭ કે ૧૧ પાંદડા તેના છેડા જળને સ્પર્શ કરે તે રીતે મુકાય છે. પછી તેના પર શ્રીફળ મુકાય છે. 

પાણી સિવાય સમૃદ્ધિ અને માંગલ્ય દર્શાવવા એમાં અનાજ, રત્નો, સુવર્ણ, અથવા બધાનું મિશ્રણ કરી ભરવામાં આવે છે.

કેટલીક ધાર્મિક વિધિઓમાં કુંભની સ્થાપના કરવામાં આવે છે. કળશ અને કુંભમાં ફેર એટલો જ કે કળશ મુખ્યત્વે પવિત્ર ગણાતી ધાતુનો બનેલો હોય છે જ્યારે કુંભ માટીનો હોય છે. 

કુંભ શબ્દમાં કું નો અર્થ ભૂમિ – માટી થાય છે. અર્થાત જે માટીમાંથી બનેલ છે તે કુંભ કહેવાય છે. કાળરૂપી ચાકડા પર પ્રકૃતિના તત્વોને માટી રૂપે મૂકી પરમાત્માએ આ વિશ્વરૂપી કુંભ બનાવ્યો હોવાથી કુંભરૂપ સમગ્ર મંગલતાનું ધામ છે. તે ભાવના કુંભના પ્રતીક પાછળ રહેલી છે. 

નવા ઘરમાં પ્રવેશ પહેલા, શબયાત્રામાં આગળ અગ્નિ લઈ જવા દોણીના રૂપમાં, અસ્થિપુષ્પો રાખવા, લગ્ન પ્રસંગે ગણેશ માટલી વગેરેમાં કુંભ પ્રતીક રૂપ લેવાય છે. 

પ્રાણીમાત્રનો જન્મ ગર્ભાશયમાં થી થાય છે. ગર્ભાશયનો આકાર ધડા જેવો કલ્પવામાં આવે છે. આમ કુંભની પૂજામાં માતાની પૂજા સમાઈ જાય છે. આથી નવરાત્રીના પૂજનમાં તથા ગરબામાં કુંભની સ્થાપના થાય છે. ગુજરાતમાં નવરાત્રી પ્રસંગે પધરાવીએ એ ગરબો કળશ કે કુંભનું જ સ્વરૂપ છે. માત્ર તે સજળ હોવાને બદલે સ-તેજ હોય છે!

આપણા પૂર્વજો જીવનમાં ભાવનાને પ્રાધાન્ય આપતા હતાં. ભાવપૂર્ણ જીવન એટલે ભારતીય જીવન. ભાવના બદલતા જ જીવનનો વ્યવહાર બદલાઈ જાય છે. પથ્થરને સિંદૂર લગાડતા જ ભાવના બદલાઈ જાય. આમ ભાવના એટલે જીવન ભાવશૂન્યતા એટલે મૃત્યુ.

__________________________________

વડોદરા શાખા

૧)  જ્યોતિ આશિષ વસાવડા

શીર્ષક – શ્રીફળ 

શબ્દ સંખ્યા – 336

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે….

હો….મારી અંબે માને કાજ રે ભાઈ નાળિયેરી રે…..

     હિંદુ સંસ્કૃતિમાં અનેક દેવી દેવતઓના પૂજન અર્ચનનું મહત્વ સદીઓથી ચાલતું આવ્યું છે. આ દુનિયામાં ઇશ્વરનું શ્રેષ્ઠ સર્જન એટલે મનુષ્ય. આ મનુષ્યને જ્યારથી સમજાયું કે તેનું અસ્તિત્વ ઇશ્વરની દેન છે,ઇશ્વરની શ્રેષ્ઠ કારીગરીનો નમૂનો તે પોતેછે, ત્યારથી તેણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાવથી ઇશ્વરની પૂજા કરવાનું શરુ કર્યું. અનેક દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે શરુઆતમાં મનુષ્ય અન્ય મનુષ્યની જ બલિ ચઢાવતો હતો. કાળાન્તરૅ ઋષિ મુનિઓની સમજાવટથી આદિમાનવે નરબલિની પ્રથા બંધ કરી પણ પશુબલિની પ્રથા શરુ કરી. મુંગા પ્રાણી ઓને દેવી દેવતાઓના ચરણોમાં અર્પણ કરી કૂકડાની બકરીની અને એવા અનેક પ્રાણીઓની બલિ ચઢાવતો થયો. ત્યારબાદ અનેક મહાપુરુષોના અથાગ પ્રાયાત્નથી પશુબલિને પણ છોડીને મનુષ્ય દેવી દેવતાઓ આગળ બલિ સ્વરુપે શ્રીફળ વધેરવાનું શીખ્યો. તથી જ તો શ્રીફળ ને આંખો ચોટલી વગેરે પણ રાખવામાં આવેછે. શ્રીફળ  વધેરવાથી દેવી દેવતાઓની પૂજા કે યજ્ઞ પણ સમ્પન્ન થાય છે અને કોઇ પણ જીવને નુક્સાન પહોંચાડયા વગર બલિ ચઢાવવાનો સંતોષ પણ થાયછે. આવી રીતે આપણા ઋષિમુનિઓઍ વચલો માર્ગ કાઢ્યો.

       હવે સવાલ થાય કે આટલી બધી વસ્તુઓ આધુનિક યુગમાં પ્રાપ્ય છે તો પણ દેવી દેવતાઓ સમક્ષ શ્રીફળ જ કેમ વધેરવામાં આવેછે? એટલે કે શ્રીફળની જ પસંદગી કેમ કરી? આનો ઉત્તર સમજવા માટે આપણે શ્રીફળની લાક્ષણિકતાઓ સમજવી પડશે. શ્રીફળ ઍ દરિયા કિનારે થતુ એવુ ફળ છે કે જેનો એકપણ ભાગ નકામો જતો નથી. શ્રીફળની અંદરનું મીઠું પાણી, મલાઈ, કોપરું અને કઠણ કાચલી તો દેખીતી રીતે જ ઉપયોગમાં લેવાય છે પરંતુ સાથે સાથે બહારના રેસા પણ કાથી બનાવવા માટે વપરાતા હોય છે. શ્રીફળના અસ્તિત્વનું એકપણ તત્વ નકામુ નથી જતું. તદઉપરાંત શ્રીફળ ઉપરથી ખુબજ કઠણ અને અંદરથી મૃદુ હોયછે. તેથી આપણે કહી શકીઍ કે પ્રભુનું કાર્ય  કરનાર વ્યક્તિ પણ શ્રીફળ જેવો હોય ત્યારે પ્રભુ તેનો સ્વીકાર કરેછે. જેનું અસ્તિત્વ સમાજના અન્ય લોકોને ઉપયોગી હોય અને જે પોતે શ્રીફળની જેમ ઉપરથી કઠણ,કડક પરંતુ હૃદયના અંતરથી મૃદુ,પોચો, લાગણીઓથી, સંવેદનઓથી ભરપુર હોય તેવો મનુષ્ય પ્રભુને સ્વીકાર્ય છે, આ વાત આપણને આ શ્રીફળના પ્રતિક પાસેથી જાણવા અને શીખવા મળેછે,કે જો મારે પ્રભુ કાર્ય કરવું હશે તો મારે શ્રીફળની જેમ સમાજને,અન્યને ઉપયોગી થાવું પડશે.

———————————————————

૨) ઋતંભરા છાયા.

શિર્ષક-આપણી  સંસ્કૃતિનું પ્રતિક “કળશ”.

શબ્દ  સંખ્યા-391

                      આપણી  ભારતીય સંસ્કૃતિ એટલે વેદમાન્ય,વ્યાસમાન્ય સંસ્કૃતિ.સંસ્કૃતિના મહાન વિચારસુત્રો જ પ્રતિકોમાં  પરિણમ્યા.”કળશ”ઍ ભારતીય સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતિક છે.તેથી જ કોઇ પણ શુભપ્રસંગના આરંભમાં

જેમ વિઘ્ન્હર્તા ગણપતિની પૂજા કરવામાં  આવે છે,તેમ કળશની પૂજા કરવામાં આવે છે. દેવપૂજા  કરતાં અગ્રસ્થાન આ કળશને મળે છે.

                     “કળશ” સંસ્કૃત  શબ્દ કલેશ પરથી આવ્યો છે.કળશનો શબ્દિક અર્થ છે—ઘડો,કુંજો,કુંભ જે કાંસ્ય,તાંબું,

રજત અથવા સ્વર્ણપાત્ર હોય છે. કોઇપણ શુભપ્રસંગની શરુઆતમાં કળશમાં પૂજા માટે  પાણી ભરવામાં આવે છે.એના મુખ પર આસોપાલવના 5,7 કે11 પાનનાં છેડા કળશમાં રાખેલ જળને  સ્પર્શે તે રીતે મુકવામાં આવે છે.

ત્યારબદ તેની ઉપર શ્રીફળ મુકવામાં આવે છે.શ્રીફળને  કોઇકવાર લાલ કપડું કે લાલ દોરાથી વિટાળવામાં આવે

છે.જ્યાં  કળશની સ્થાપના કરવાની હોય ત્યાં હળદરથી  અષ્ટદળ બનાવવામાં આવે છે.તેના પર ચોખા મુકવામાં

આવે છે.તે પછી તેના ઉપર કળશની સ્થાપના કરવામા આવે છે.વાસ્તવમાં કળશ એટલે લોટામા ભરેલુ,ઘડામાં

ભરેલું પાણી જ.પરંતુ તેની સ્થાપના પછી,તેના  પૂજન પછી તે સામાન્ય પાણી ન રહેતાં ઓજસમય પાણી  બની 

જાય  છે.જ્યારે આપણે  કળશની સ્થાપના કરી પૂજા કરીયે છીયે ત્યારે કળશનાં પાણીમાં વરુણદેવ આવીને બિરાજે

છે.ઍ રીતે આપણે વરુણ દેવને આહવાહન  પણ આપીએ છીયે.આપણું રક્ષણ કરવા માટે પ્રાર્થના પણ કરીયે છીયે.

          આપણાં  ઋશિમુનિઓઍ  કળશ પૂજન અને સ્થાપના વખતની પ્રાર્થનાના શ્લોકો  પણ ખૂબ જ ભાવપૂર્ણ આપ્યા છે.તે પ્રાર્થના પછી તે કળશ ન રહેતાં તેમાં બ્રહ્માંડની વ્યાપકતા અનુભવાય છે.

“કલસ્ય  મુખે વિષ્ણુ,કંઠે રુદ્ર સમાશ્ર્રીત:। મૂલે  તત્ર સ્થિતો બ્રહ્મા, મધ્યે માતૃગણ: સ્મૃતા:॥“

આપણાં  ઋશિમુનિઓઍ  નાનાં એવા પાણીના કળશમાં બધા દેવો,વેદો,સમુદ્ર,નદીયો,સાવિત્રી,ગાયત્રી વગેરેની

સ્થાપના કરી દીધી છે.જાણે  બિંદુમાં સિંધુ દર્શન! આ જ તો આપણી  સંસ્કૃતિની મહાનતા છે અને ઋશીઓની વિદ્વત્તા  છે.

              ઘણી જગ્યાઍ માથા  પર શ્રીફળ યુક્ત કળશ લઈને ઉભી રહેતી કુમારિકાઓને આપણે જોઇયે છીયે, તે

ભાવભીના આતિથ્ય સત્કારનો  અનોખો પ્રકાર છે.ગુજરાતમાં  નવરાત્રિ પ્રસંગે મુકાતો ગરબો ઍ કળશ કે કુંભનું જ

સ્વરૂપ છે.માત્ર  તે “સજળ “ હોવાને બદલે “સતેજ”હોય છે.એમ તો કળશ એટલે છેવટની ટોચ,જે પૂર્ણતાનું  સ્વરૂપ

છે,પ્રતિક છે.હમેશાં  મન્દિરોમા કલશનુ સ્થાન ટોચ ઉપર જ હોય છે.એમ કહેવાય છે કે મંદિરમાં  ભગવાનના દર્શન

કરી કલશનાં  દર્શન ન કરીયે તો દર્શન અપૂર્ણ કહેવાય!.મંદિર પર ચડાવવામાં આવે જે કળશ તે કરેલા  પુરુષાર્થ 

કાર્યની પૂર્ણતાનું પ્રતિક છે. પૂજ્ય આઠવલેજી  કહે છે કે,કળશ ઍ માનવ દેહનું પ્રતિક છે.શરીર આપણું સુંદર છે, પવિત્ર છે,જ્યાં સુધી તેમા જીવનરૂપી જળ  અને પ્રાણ છે ત્યાં સુધી જ.કળશમાંનું પાણી જે રીતે વિશાળ જળરાશિનો અંશ છે,તેવી જ રીતે દેહરુપી કળશમાં રહેતો જીવાત્મા તે વ્યાપક ચૈતન્યનો એક અંશ છે.તેથી જ “કળશ” એક ઉત્તમ પ્રતિક બની રહે છે. ———————————————————                                                 

 ૩) અંજના ગાંધી “મૌનું

શીર્ષક – દિપક.

શબ્દ સંખ્યા – લગભગ ૨૨૦.

દિપક- “ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.” આ પરમ તેજ એટલે શું? ”  तमसो मा ज्योतिर्गमय”.

           દિપક એટલે ઉજાસનો એક સ્ત્રોત! તમારા મનને એક અંધકાર કે નિરાશા જો ઘેરી વળે તો તમે એને પોઝીટીવ એટલે કે હકારાત્મક અભિગમ તરફ વાળી શકો! દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ ધર્મમાં, પ્રકાશ, દિપક, મીણબત્તી, ધૂપ, આગ – આતશ આ બધાનું મહત્વ છે. તો એની પાછળ કોઈ સબળ અને ચોક્કસ કારણ જરૂરથી હશે? અને હા, છે! તમારા મનને, તમારા મુંઝાતા ભાવને એક પ્રકાશમય, તેજોમય દિશા તરફ લઈ જવું એટલે દિપક પ્રગટાવવો!

          દિપક બની પ્રજળવું. દિપકનાં તેજોમય વલયો એ ઊર્જાનું પ્રતિક છે. જે તમને ચારે દિશાઓમાંથી પ્રકાશ અને જ્ઞાન આપે છે જ્યારે તમને એની સખત જરૂર હોય છે! જ્યારે આપણે શુભ કામનો આરંભ કરીએ છીએ ત્યારે આપણે ત્યાં દિપક પ્રગટાવવાની પ્રથા છે. તેનો અર્થ એ છે કે તમે જે શુભ કાર્ય આરંભો છો તો હવે તમને ક્યારેય, ક્યાંય પણ કચાશ ન નડે! આ જીવન એવો જ પ્રકાશ રહે જેવો તમે એ દિપક પ્રગટાવીને ત્યારે કર્યો છે. એમ પણ કહેવાય છે કે ઘી ને બાળવાથી, એટલે કે ઘી નો દિવો બાળવાથી વાતાવરણમાં જે બળેલા ઘીનો ધુમાડો થાય છે, એ આપણાં આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી  હોય છે. જે આપણી ચામડીને એક તેજસ્વિતા અર્પે છે. આપણાં પૂર્વજો આ બધું સારી રીતે જાણતાં હોવાથી આ વાતને તેઓએ ધર્મ અને શ્રધ્ધા સાથે વણી લીધી છે!

        એકંદરે દિપક આપણને સ્વસ્થ, હકારાત્મક અને હંમેશા તેજસ્વી, જ્ઞાની રહેવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે. એવું મારું માનવું છે!

——————————————————–૪) વિશાખા.પોટા.

શિર્ષકસ્વસ્તિક.

શબ્દ સંખ્યા-250

  સ્વસ્તિક એ ભારતીય સંસ્કૃતિનું અજોડ પ્રતિક છે.ભારતીય સંસ્કૃતિ એટલે વેદમાન્ય,વ્યાસમાન્ય, સંસ્કૃતિ. જગતની લગભગ બધી સંસ્કૃતિઓ લુપ્તપ્રાય થઈ  ગઈ છે ત્યારે બીજા શાસકો આવ્યા અને અનેક પ્રહારો પછી પણ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે.સંસ્કૃતિ એટલે વિચાર પ્રણાલિ,જીવન પ્રણાલિ,અને ભક્તિ પ્રણાલિ.આ બધાનો સમન્વય એટલે એમના પ્રતિકો.બિંદુમાં  સિંધુને સમાવા જેવી વાત.

  કોઇપણ શુભ કાર્યની શરુઆત બ્રાહ્મણો “સ્વસ્તિમંત્ર”બોલીને કરે છે.સ્વસ્તિક શબ્દ “સુ+અસ” ધાતુમાંથી બનેલો છે.”સુ” એટલે સારું,મંગલકારી,કલ્યાણકારી.”અસ”એટલે અસ્તિત્વ .માંગલ્યનું અસ્તિત્વ.એનું પ્રતિક એટલે સ્વસ્તિક.એને ધર્મ પ્રતિક પન કહેવાય છે.ઍક ઉભી રેખા અને તેના ઉપર બીજી આડી રેખા એ  સ્વસ્તિક્ની મૂળ આકૃતિ.ઉભી લીટી જ્યોતિર્લિંગનું સુચન કરે છે.જે વિશ્વની ઉત્પતિનું મૂળ કારણ છે.આડી રેખા વિશ્વનો વિસ્તાર બતાવે છે.સ્વસ્તિક્ની ચાર ભુજાઓ એટલે ભગવાન વિષ્ણુના ચાર હાથ.એનાથી તેઓ ચારે દિશાનું પાલન કરે છે.

  ગણેશ પુરાણમાં ચાર ભુજા એટલે ચાર યુગ કહ્યા છે.સ્વસ્તિક્ની મધ્યમાં ચાર બિંદુ એટલે ચાર આશ્રમ.”અમર-કોશ”માં  લખ્યું છે કે”સ્વસ્તિક:સર્વતો ભદ્ર” એટલે બધી બાજુથી કલ્યાણ થાય.બધાનું ભલું થાય એવી ભાવના.

કોઇપણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલા સ્વસ્તિકની પુજા થાય છે.વિવાહ

 વખતે પણ સાથિયાનું બહુ મહત્વ છે.નવજાત શિશુને પણ  સ્વસ્તિક દોરેલા નવાં કપડાં ઉપર સુવાડે છે.

  ઘરનાં ઊંબરની પુજા પણ  બહેનો કંકુનો સાથિયો કરીને કરે છે.આમ કરીને બધાંને પ્રેમથી આવકાર આપે છે. “વસુધૈવ કુંટુંબકમ્ં “ભાવના દશાર્વે છે.

 ભારતની સ્થાપત્ય કળામાં અને મંદિરોમાં પણ  સ્વસ્તિક જોવા મળે છે.સ્વસ્તિક સકારાત્મક વિચાર પ્રદાન કરે છે.દરેક વાર-તહેવારે પહેલા સ્વસ્તિક ની પુજા થાય છે.

 ટુંકમાં સ્વસ્તિક એટલે શુભ-મંગળનું મિલન.

——————————————————— ૫) લતા ડોકટર

શીર્ષક-ત્રિશૂળ

શબ્દ સંખ્યા-૨૪૭

           આપણા દેવી-દેવતાઓ શસ્ત્રધારી છે અને જે તે શસ્ત્ર એ દેવી-દેવતાની ઓળખ બની ગયા હોય છે.

       ત્રિશૂળ મહાદેવ, માતાજી અને દત્તાત્રેયના હાથમાં શોભી રહ્યું હોય છે. દત્તાત્રેયમાં શંકરનો પણ અંશ છે ને?

       મહાદેવ એક માત્ર એવા દેવ છે જેમની સાથે સંકળાયેલી પ્રત્યેક વસ્તુ પૂજનીય બની છે. ત્રિશૂળ એમાંનું એક. મહાદેવના હાથમાં શોભતું ત્રિશૂળ માત્ર સંહારક શસ્ત્ર જ નથી પરંતુ એ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ ધરાવે છે. ત્રિશૂળ પવિત્રતા અને શુધ્ધતાનું પણ પ્રતિક છે.

       મહાદેવ સાથે ત્રણની સંખ્યા સંકળાયેલી છે… ત્રિશૂળ, ત્રિનેત્ર, ત્રિપુંડ અને ત્રિદલ(બીલીપત્ર).

    ત્રિશૂળ આપણા જીવનના ત્રણ શૂળ-આધિ, વ્યાધિ, ઉપાધિનું પણ પ્રતિક છે. આ ત્રણેનો ઉકેલ શિવજી પાસે છે.વળી શિવ ત્રિગુણાત્મક શક્તિના અધિષ્ઠાતા છે એની પ્રતીતિ પણ ત્રિશૂળ કરે છે.સમસ્ત સૃષ્ટિમાં ત્રણ પ્રકારની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ હોય છે-સાત્વિક, રાજસી અને તામસી-ત્રિશૂળ સૂચવે છે કે એ ત્રણે વચ્ચે સંકલન જરુરી છે.વળી શરીરનું સંચાલન કરતી ત્રણ નાડી-ઈડા,પિંગડા અને શુસુમણાનું પણ ત્રિશૂળ પ્રતિક છે.

        શિવજી પિનાક ધનુષ ધારણ કરે છે,પણ ત્રિશૂળ તો એમની ઓળખ. સમાધિમાં બેઠેલા શિવની બાજુમાં જ એમનું ત્રિશૂળ પણ હોય જ. શિવજી ક્યારેય ત્રિશૂળને એમનાથી દૂર નથી કરતા. એક એવી પણ માન્યતા છે કે સૃષ્ટિનો પ્રલય થશે ત્યારે જેમણે શ્રધ્ધાપૂર્વક શિવને ભજ્યા હશે તેમને શિવજી પોતાના ત્રિશૂળ પર ઊંચકી લેશે.કાશ્મીરના એક મંદિર માં તો વળી ખંડિત ત્રિશૂળની પૂજા થાય છે. વિશાળ ત્રિશૂળના ત્રણ ટુકડા જમીનમાં સ્થાપિત થયેલા છે અને આ ત્રિશૂળ સાક્ષાત શિવજીનું છે એમ મનાય છે.

            ત્રિશૂળ માતાજીનું પણ શસ્ત્ર મનાય છે. અરે ત્રિશૂળ પર ચુંદડી ચડાવી દો તો એ માતાજીનું સ્થાનક કહેવાય!!

    ટુંકમાં કહું તો…

  જો ચુંદડીથી એ શણગારાય

  તો ત્રિશૂળ દેવીરુપે પૂજાય

  ત્રિશૂળ સંગ સોહે ડમરું, તો

  મહાદેવનું સ્થાન એ કહેવાય.

——————————————————–

૬) જ્યોતિ પરમાર

શીર્ષક -શ્રીફળ

શબ્દ સંખ્યા-૧૩૧

 શ્રી એટલે લક્ષ્મી અને લક્ષ્મી વગર તો  કોઈ કાર્ય કરવું શક્ય જ નથી.

શુભ કાર્યોમાં દેવી દેવતાઓની સામે શ્રીફળ વધેરવામાં આવે છે જે બલિનું  પ્રતીક છે, પહેલાંના સમયમાં પશુઓની બલિ અપાતી તને સ્થાને શ્રીફળ વધેરવામાં આવવા છે. જન્મથી માંડી મરણ સુધીનાં બધાંજ પ્રસંગોમાં શ્રીફળનો ઉપયોગ થાય જ છે.

વ્યંજનોમાં સ્વાદ વધારવાથી અલાયદી મિઠાઈમાં પણ સ્થાન પામ્યું જ છે.

      શ્રીફળનો આકાર બે આંખો અને મોઢું ધરાવતું ફળ. વધેરવાનું કારણ અનિષ્ટ થતું રોકવાનો જ. ઉપરથી કઠોર અહંકારનું પ્રતીક જ્યારે અંદરથી નરમ.  ક્યારેક વ્યક્તિ ને જે ઉપરથી ગંભીર ને અંદરથી દયાળુ હોય તેને નારિયેળ સાથે પણ આપણે સરખાવતાં હોઈએ છે.

હિંદુ જન્મથી માંડી મરણ સુધી આ શ્રીફળનો ઉપયોગ કરે જ છે. 

 કેટલી અચરજની વાત કે આટલું કાઠું ફળ અને તેમાં અમૃત જેવું મીઠું જળ ભર્યું કોણે? અને કેવી રીતે?  વાહ રે! કુદરત.

———————————————————

૭) ઝંખના વછરાજાની

ગામ-વડોદરા.

શીર્ષક-શ્રીફળ.

શબ્દસંખ્યા-૨૨૧

 સર્વ ફળોમાં એક શ્રીફળ શ્રેષ્ઠ ફળ ગણાય છે. ત્રિગુણાત્મક ગુણોથી સભર એનાં ત્રોફાતનમાં રંજ,તમ,સત્વ સમાયેલા છે.ફળવર્ણમાં અદકેરું મહત્વ શ્રીફળનું જ.સર્વ રુતુમાં પ્રાપ્ય ફળ છે.

   શ્રીફળ એવું ફળ છે જે રેસારુપી છાલનાં વસ્ત્રરુપે શોભિત છે. એ વસ્ત્રહરણ સમ છાલ છોલતાં મુખ દર્શન થાય છે.જટા,કેશ ને ભાલ ભવ્યતારુપે તો નેત્ર,નાસિકાથી વધુ રુપાળું શ્રીફળ રામનામ અને સીતાફળમાં દાંમપત્ય-ભાવે જોઈ શકાય છે.

 શ્રીફળમાં મીઠડાં પાણી હોય છે.દરિયાનાં ખારાં પાણીએ ફળના વૃક્ષ વિકસતા ફળ પાંગરે તોય મલાઈ-પાણી મીઠાં થાય છે.સાકર જેવું મીઠડું પાણી કઠોર કાચલે સમાવી કૂણું હૈયું કોપરું મળે છે.તો હૈયું સુકાય જાય વારિવિયોગે તોય ઉપરથી યથાવત્ રહેતું શ્રીફળ હૈયું નિચોવી દેતા કોપરાનું તેલ પુરતું આપે છે. સત્વશીલ શ્રીફળ તરવરિયા યુવાન જેવું ઉપયોગી. 

  કોઈપણ શુભ કાર્યમાં કળશ સાથે શ્રીફળ પ્રથમ પૂજાય છે.ઘરના મોભે સૂતર સંગે શ્રીફળ બાંધવામાં આવે છે.તોરણરુપે બંધાય છે.તો શ્રાવણી પૂનમે દરિયાલાલના પ્રવાસે જતાં નાવિક શ્રીફળથી નૌકામહિમા વધાવી સુકાન ઝાલે છે.હવનમાં બીડું અને હોળીમાં શ્રીફળ કે હોમાય છે. માતા મંદિરમાં વધેરાય છે.દરગાહ,પીરમાં મુખ્ય ગણાતું, તાબૂત તળિયે જે તોડાય,ભૂવા,ડાકલાંને ભૂત પ્રેતમાં મલિન તંત્રમાં મંત્ર મેલાય એ શ્રીફળ થકી જ.

 વર પરણવા ચડે કરમધ્યે લઈ શ્રીફળ,દુર્વા સંગે ઘટસ્થાપનમાં શ્રીફળ બિરાજે ઠાઠથી.માંદુ માણસ બેઠું કરતું મધુર શ્રીફળ વારિતો પ્રસૂતાનારી ને સાતફેરા ઉતારી નિરોગી રહેવા ચાર રસ્તે જળકુંડાળે શ્રીફળ મુકાય છે.આમ અનેક માન્યતા સંગ શ્રીફળ મહિમા અપરંપાર છે.એકાક્ષી શ્રીફળ લક્ષ્મીરુપ મનાય છે. વડીલો કાયમ એવા આશીર્વાદ આપે કે શ્રીફળ જેવાં બહારથી કઠોર,ભીતરથી મીઠાં છલોછલ મુલાયમ રહો.

———————————————————

૮) સ્મિતા શાહ 

શબ્દ: ૨૦૦ 

શીર્ષક-કળશ 

કળશ એ સંસ્કૃત શબ્દ છે જેને આપણે લોટો, કે જળપાત્ર પણ કહી શકીએ.

હિન્દુ ધર્મમાં કળશનું ખુબ મહત્વ છે .

ધાતુ કે માટીમાંથી બનાવેલા પાત્રમાં જળ ભરી એમાં આંબાના પાન અને ઉપર  રાખવામાં આવતું નાળિયેર, એ સંપૂર્ણતાનું પ્રતિક છે . છેક ઋગ્વેદનાં સમયથી ચાલી આવતી આ પરંપરામાં કળશ ને પૂર્ણ ઘટ, સોમ ઘટ, કે મંગળ ઘટ તરીકે ઓળખાય છે . 

હિન્દુ ધર્મની દરેક પૂજા વિધિ, પ્રસંગો, માન્યતાઓમાં કળશ અનિવાર્ય છે . જેમકે લગ્ન, જન્મ, હવન, ગૃહપ્રવેશ અથવા બીજી કોઈ પણ ધાર્મિક ક્રિયાઓ અધૂરી છે . કહેવાય છે કે કળશમાં સર્વ  દેવો, દેવીઓ, નદીઓ, વેદો, અને પ્રકૃતિના તમામ અંશો સમાવિષ્ટ હોય છે . દરેક પૂજાના પ્રારંભમાં સહુનું આહ્વાન અને પૂજા કરવામાં આવે છે ત્યાર પછી જ બીજી ક્રિયાઓનો થાય છે. 

કળશ નો નીચેનો ભાગ એટલેકે બેઠક એ પૃથ્વી સ્વરૂપ છે. 

વચ્ચેનો ભાગ ગર્ભ અથવા જળ સ્વરૂપ છે .

ગળાનો સાંકડો ભાગ અગ્નિ સ્વરૂપ અને ઉપરનો ખુલ્લો ભાગ એ વાયુ સ્વરૂપ છે 

એમાં રાખવામાં આવતું નાળિયેર આકાશ  સ્વરૂપ અને આંબાના પાન તથા ફૂલ પ્રકૃતિ સ્વરૂપ ગણાય છે . 

આમ પંચભૂત પંચતત્વ અને ચક્રો સાથે એનું સંકલન છે .

નાળિયેરનું શીર્ષ સહસ્ત્રાધાર ચક્ર અને બેઠકનો ભાગ મૂલાધાર ચક્રનું દ્યોતક છે .

બ્રહ્માજીના હાથનાં કળશમાં અમૃત અને લક્ષ્મીજી નો કળશ સમૃદ્ધિ થી ભરેલો હોય છે એમ માનવામાં આવે છે. 

આમ હિન્દુ ધર્મમાં કળશનું ખુબ મહત્વ છે. આંધ્ર પ્રદેશનું રાજકીય ચિન્હ પણ કળશ છે.

———————————————————

૯) બંસરી જોષી.

શીર્ષક:”શ્રીફળ”

શબ્દસંખ્યા:976

    ઋષિમુનિઓ અને અવતારીપુરૂષોએ કાળ અનુસાર અમુક વિશિષ્ટ પ્રકારની વિચારપ્રાણાલી અને આચારસંહિતાને આપણી સંસ્કૃતિમાં સંમેલિત કરી હતી અને એમાં વિવિધ પ્રકારના વિચારસૂત્રો પણ દર્શાવવામાં આવેલા. આ વિચારસૂત્રો કાળક્રમે “પ્રતીકો”માં પરિણમ્યા. જો યોગ્ય અર્થમાં આ પ્રતીકોને સમજવામાં આવે અને એ અનુસાર ઉત્સવો ઉજવાય તો કોઈ પણ કાળે સંસ્કૃતિ પુનઃજીવન પામી શકે.

       “Our civilazation is what we use and our culture is what we live”-Unknown.

      પ્રતીકોને સભ્યતા કરતા સંસ્કારો સાથે ઊંડો નાતો હોય છે અને એટલે જ સંસ્કારસર્જન એનાથી શક્ય બને છે. તો આપણે પણ આજે એક પહેલ કરીએ અને એક વિશિષ્ટ પ્રતીક પાછળ રહેલા આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક રહસ્યોને ઉજાગર કરીએ અને એ મુજબ જીવવાનો પ્રામાણિક પ્રયાસ કરીએ.

     ઘણીવાર સમાજ બે વર્ગમાં વહેચાયેલો જોવા મળે છે. એક એવા પ્રકારના સજ્જનો જે “નાળિયેર” જેવા હોય. જ્યારે બીજા પ્રકારના સજ્જનો જે “બોર” જેવા હોય. બહોળો વર્ગ આજે “બોર” જેવા લોકોનું અનુસરણ કરી રહ્યો છે. જે બહારથી જ મનોહર દેખાય છે. બોરને મોઢામાં મૂકીયે ત્યારે પ્રથમ મીઠાશ અને એનું મુલાયમપપણું સ્પર્શે પણ અંદરનો ઠળિયો કઠોર હોય. દુષ્ટઆંતરમનની વ્યક્તિ પણ બહુધા બહારથી મીઠી અને મુલાયમ વાણીની હોય છે પરંતુ એમનું અંતરમન બહુધા ઠળિયા માફક જ કઠોર હોય છે. જ્યારે તેનાથી વિપરીત સજ્જન વ્યક્તિની  વાણી નાળિયેર જેવી બહારથી કઠોર હોઈ શકે પણ સમય જતા એમની સાથેના સંબંધો નાળિયરના પાણી જેવા ભાવસભર અને કોપરા જેવા પુષ્ટિવર્ધક સાબિત થઈ શકે પણ મનુષ્યને સારા બનવા કરતા સારા દેખાવું એ કદાચ વધુ સરળ થઈ પડ્યું છે. કારણકે સારા બનવા માટે અમુક કષ્ટો અથવા પીડાઓને સહન કરવી પડે છે. ઘસાઈ છૂટવું પડે છે. જે “બોર” જેવા વર્ગ માટે અઘરું છે અને કદાચ એટલે જ આજનો સમાજ વ્યક્તિત્વપૂજાનો બની રહ્યો છે નહિ કે ચારિત્ર્યપૂજાનો.

But our personality is what we seem and our character is what we are.

     શ્રીફળનો પર્યાય એટલે  ચારિત્ર્યપૂજા. બાહ્યસુંદરતાનો અભાવ હોવા છતાં નાળિયરે કોઈ પણ પ્રકારની લઘુતાગ્રંથિના પૂર્વગ્રહને ફગાવી પોતાની આંતરિક સુંદરતા એટલી ખીલવી કે એ એક ગૌરવપ્રદ બિરૂદ પામ્યું. નાળિયરમાંથી રૂપાંતરિત થઈ “શ્રીફળ” કહેવાયું.

     એક સુંદર કાયા મળવી એના કરતાં અનેકગણું મહત્વ છે આંતરસુંદરતાનું. બાહ્ય  રમણીય દેખાવ સુલભ થવો એ માણસના હાથની વાત કદાચ ના હોઈ શકે. પણ માણસ ધારે તો યથોચિત અંતરથી સૌંદર્યને જરૂર પ્રાપ્ત કરી શકે. એના શ્રેષ્ઠ ઉદાહરણો એટલે સોક્રેટિસ,અબ્રાહમ લિંકન,મુનિ અષ્ટાવક્ર. જેમની બાહ્યકુરૂપતા ગૌણ બની ગઈ જ્યારે એમની આંતરીકસુંદરતાનો વિસ્તાર ચોમેર ફેલાઈ ગયો.

     આંતરિક સુંદર હોવું એટલે શું?આંતરિક સુંદર હોવું એટલે વિચારનું સુંદર હોવું. અમુકેક વિશિષ્ટ ગુણનું  સૌંદર્ય હોવું અને જીવનનું સૌદર્ય હોવું. જો આ તમામ ભીતરે ભળી જાય તો બાહ્યસૌન્દર્ય ગૌણ બની રહે. એનું સર્વોત્તમ ઉદાહરણ એટલે “મુનિ અષ્ટાવક્ર”. રામાયણકાળની આ વાત છે જ્યારે એકવાર મહર્ષિ અષ્ટાવક્ર રાજર્ષિ જનકની સભામાં ગયા. એમના દેહની વક્રતા જોઈ સૌ કોઇ હસવા લાગ્યા. મહર્ષિ આ સૌ કોઈને જોઈને હસવા લાગ્યા. તો જનકે ઉપસ્થિત પંડિતોને હસવાનું કારણ પૂછ્યું. તો એ સૌ અષ્ટાવક્રના આઠેય અંગથી મરડાયેલી વક્ર કાયાનો વિનોદ કર્યો. બીજી તરફ જનકે મહર્ષિ અષ્ટાવક્રને પણ એમના હસવાનું કારણ પૂછ્યું તો એમણે કહ્યું:” જનક જેવા વિદેહી રાજાની સભામાં પંડિતો કરતાં ચામરો બેઠા હોય એવું લાગી રહ્યું છે. કારણકે  આ તમામ પંડિતોનું ધ્યાન માત્ર મારી કાયાની અને ચામડીની વક્રતા પર જ ગયું. કોઈએ પણ મારૂ ગુણસૌંદર્ય,વિચારસૌંદર્ય કે જીવનસૌંદર્ય પારખ્યું નહીં. બહારની ફક્ત ચામડી જોનારા તો ચમાર જ હોઈ શકે ને? અષ્ટાવક્ર ના આ વિધાન સૌને સોંસરવા ઉતરી ગયા અને સૌને સ્વયંની વિચારશૈલી પર શરમ પણ અનુભવાઈ. 

    ઉત્તરરામચરિતની આ પંક્તિમાં એક સરસ વાત કહી છે.”વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા લોકોત્તર પુરૂષોના ચિત્તને જાણવા માટે કોણ સમર્થ છે?” શ્રીફળ કદાચ આ તમામ મહાપુરૂષોની મહાનતાનું જ પ્રતીક છે. શિષ્ટાચાર અને આત્મશાસનમાં કઠોર જ્યારે બીજાને દંડિત કરવામાં કોમળ. આવા લોકો કર્તવ્યોને જીવન સાથે મજબૂત રીતે જોડેલુ રાખે છે. નબળી ભાવનાઓનો પ્રવાહ એમને તાણી શકતો નથી અને એટલે જ એ લોકો કર્તાવ્યપથથી ચ્યુત નથી થતા. આ કોરોનાકાળ અને લોકડાઉનનીની શ્રેષ્ઠ ભેટ એટલે દૂરદર્શન પર પુનઃ પ્રસારણ પામેલી “રામાયણ”  માનવદેહમાં પણ શ્રેષ્ઠ આદર્શ સ્થાપિત કરી બતાવનાર શ્રી રામ એમ જ થોડી ભારતીય સંસ્કૃતિના આદર્શ પુરૂષ કહેવાયા હશે? 

     નાળિયેર આમ એક ફળમાત્ર છે પણ જ્યારે કુરુપતા પર સુંદરતાનો અને કઠોરતા પર મૃદુતાનો વિજય પ્રાપ્ત કરતા આવડી જાય તો એનાથી મોટો વૈભવ અથવા “શ્રી” કઈ હોઈ શકે? એટલે શ્રીફળ આપણને ઉત્તમ મનોવૈભવનું દર્શન કરાવે છે.

    મંદિરમાં વધેરાતાં શ્રીફળ પાછળ પણ બલિદાનનો ભાવ દર્શાવાય છે. જેમકે પહેલા પશુબલી કે મનુષ્યબલી પ્રચલિત હતી. ઋષિમુનિઓના નિરંતર પ્રયાસ થકી આ માન્યતા ઘણા અંશે ઘટી. નાળિયેરને પણ આંખ,નાક,માથું અને ચોટલી હોય છે એટલે એનું બલિદાન પણ એટલું જ યોગ્ય રહેશે જેટલું પશુબલીનું. રહી વાત રક્તના છાંટાઓની તો એના માટે પણ મુનિઓએ સિંદૂરનો કીમિયો શોધ્યો અને મૂર્તિઓ પર સિંદૂર લગાવી નાળિયરના પાણીનો છંટકાવ કરવા કહ્યું અને આમ માનવના હાથે થતા જઘન્ય અપરાધોથી મુક્તિ અપાવી. આદિમાનવથી વધીને માણસ સંસ્કૃતિસભર માણસ શ્રીફળ થકી બની શકયો. દરેક શુભ કાર્ય પણ કોઈ પણ પ્રકારે બલિદાન તો માંગે જ એ ભાવનું સૂચક એટલે શ્રીફળપૂજા. આ થયું શ્રીફળનું આધ્યાત્મિક મહાત્મ્ય.

    વૈજ્ઞાનિક રીતે પણ એનું અનોખું મહત્વ છે. નાળિયેરમાં પ્રચુર માત્રામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી પેરાસાઇટીક ગુણ હોય છે. જે શરીરમાં સંક્રમણને આવતા રોકે છે. ગંભીર બીમારીઓ આવતા પણ રોકે છે. કાચા નાળિયેરમાં ફાઈબરની માત્રા અધિક હોય છે. જે શરીરની ઉર્જા વધારવામાં મદદરૂપ થાય છે. અન્ય ઘણા રૂપે જેમકે તેલ,પાઉડર,દૂધ સ્વરૂપે પણ એ ગુણકારી  અને લાભદાયી છે.

   છત્તીસગઢના રાયપુરમાં વસતા અને કૃષિવિભાગમાં કામ કરતા બી.ડી.ગુહાએ આશ્ચર્યજનક રીતે નાળિયરથી બ્લડગ્રુપની ઓળખ કરવાની પદ્ધતિ વિકસાવી છે. ગુહા કોઈ પણ વ્યક્તિને સ્પર્શ્યા વગર માત્ર 10 સેકન્ડમાં વ્યક્તિનું બ્લડગ્રુપ જાણી લે છે. એમના કેહવા અનુસાર વિવિધ બ્લડગ્રુપ ધરાવતી વ્યક્તિઓમાં  નાળિયેર વિવિધ દિશામાં ફરી જાય છે. કુલ 8 બ્લડગ્રુપ હોય એમાંથી તે 5 બ્લડગ્રુપની સટીક ઓળખ કરી બતાવે છે. માત્ર નાળિયેરના માધ્યમથી. જે અચરજ પમાડે એવું છે. વૈજ્ઞાનિક રીતે પણ તે ગુણકારી જ છે જેટલું કે આધ્યાત્મિક રીતે.

   આ શ્રીફળ આપણને સમજાવે છે કે લોકોના મર્મ ભાગ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. પહાડમાંથી પણ ઝરણું ફૂટે એમ જ સતત પુરૂષાર્થ કરવાથી જીવનમાં આંતરસૌંદર્યનો સ્ત્રોત ઉદભવી શકે છે.  દરિયાની ખારાશને હૃદયમાં સમાવી મીઠું પાણી બક્ષનાર શ્રીફળ દ્વંદોમાં સમન્વય સાધવાની દીક્ષા આપે છે. પ્રતીક તરીકે પૂજાતુ શ્રીફળ આવો જ કોઈ સંદેશ સતત આપે છે.આપણે પણ એના જેવા ગુણો થી સભર થઈએ એવી ઈશ્વરને પ્રાર્થના.

——————————————————–૧૦) નિષ્ઠા વછરાજાની

શીર્ષક – કળશ

શબ્દ સંખ્યા – ૫૫૨

કળશને ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ માનવામાં આવે છે. કળશ એ તમામ તીર્થસ્થાનોના પવિત્ર નદીઓના જળ તથા તમામ દેવી-દેવતાઓની શક્તિના પ્રતીક તરીકે લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કળશમાં સાક્ષાત દેવી- દેવતાઓનો વાસ હોય છે. આપણા હિંંદુ શાસ્ત્રો અનુસાર, કોઈપણ માંગિલક કાર્યો, ગૃહ પ્રવેશ, દુર્ગા પૂજા, દિવાળી પૂજન, યજ્ઞ, ધાર્મિક વિધિ, કે શુભપ્રસંગોમાં સૌપ્રથમ “કળશ”નું એટલે “ઘટ”નું સ્થાપન કરવામાં  આવે છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી ને દિવાળીના દિવસોમાં પણ પાંચ દિવસ સુધી કળશ સ્થાપન કરવામાં આવે છે. વળી, કળશમાં જળ ભરીને *સૂર્યને અર્ઘ્ય* અર્પણ કરવાની પ્રથા પણ સદીઓથી ચાલી આવે છે. *ધર્મ શાસ્ત્રો અનુસાર કળશને સુખ-સમૃદ્ઘિ, વૈભવ અને મંગળ કામનાઓનું પ્રતીક માનવામાં આવે છે.*

આપણી સંસ્કૃતિ સાથે પણ કળશ એવો વણાઈ ગયો છે કે, ગીતોમાં પણ એ અદકેરૂં સ્થાન પામ્યો છે. લતા મંગેશકરનું ગાયેલું ને પંડિત નરેન્દ્ર શર્મા રચિત આ ગીત ઘેર-ઘેર જાણીતું છે.

                 ” જયોતિ કલશ છલકે…

                   જયોતિ કલશ છલકે…”

પહેલાંના સમયમાં કોઈ રાજા જ્યારે હોમ-હવન જેવા ધાર્મિક કાર્યો કરતાં ત્યારે હાથીની સૂંઢમાં જળથી ભરેલા કળશ આપી રાજમાર્ગોને પાણીથી ધોઈ શુધ્ધ કરવામાં આવતાં. પછી, ધાર્મિક કાર્યો કરવામાં આવતાં.એવું કહેવાય છે કે, *કળશના મુખમાં વિષ્ણુજીનો નિવાસ, કંઠમાં રૂદ્ર તથા મૂળમાં બ્રહ્માજી સ્થિત છે. કળશના મધ્યમાં દૈવીય માતૃશક્તિ નિવાસ કરે છે.* કળશ એ *વરૂણ પૂજા નું પ્રતીક* પણ છે. વળી, લક્ષ્મી માતાના ફોટા કે મૂર્તિમાં એમનાં હાથમાં ધનથી ભરેલો કળશ હોય છે. દેવી પુરાણ અનુસાર માતા ભગવતીની પૂજા અર્ચના કરતા સમયે સર્વ પ્રથમ કળશની સ્થાપના કરવામાં આવે છે.

કળશ માટે કેટલીક પૌરાણિક કથાઓ પ્રચલિત છે…

એક પૌરાણિક કથા અનુસાર, ત્રેતાયુગમાં જનક રાજા જ્યારે ખેતરમાં હળ ચલાવી રહ્યાં હતાં, ત્યારે તેમનું હળ જમીનની અંદર દાટાયેલા કળશ સાથે ભટકાયું હતું. જનક રાજાએ જયારે એ કળશ બહાર કાઢ્યો ત્યારે તેમાંથી એક બાળકી  મળી આવી હતી. આ બાળકીનું નામ એમણે સીતા રાખ્યું હતું. જેમને સાક્ષાત શક્તિનો અવતાર માનવામાં આવે છે.આથી, શક્તિના પ્રતીક તરીકે કળશનું પૂજન કરવામાં આવે છે.

એક બીજી કથા અનુસાર, સમુદ્રમંથન સમયે અમૃતથી ભરેલો કળશ મળ્યો હતો. એ અમૃત પીને દેવોને અમરત્વ પ્રાપ્ત થયું હતું. આથી, અમૃત જેવા શુભ તત્વોના આહ્રવાન માટે પણ કળશનું પૂજન કરવામાં આવે છે.

પૂજામાં સોના, ચાંદી, તાંબા કે માટીમાંથી બનેલા કળશ  રાખી શકાય. પરંતુ, લોખંડમાંથી બનેલો કળશ પૂજામાં ક્યારેય પણ વપરાય નહીં. 

કોઈપણ પૂજામાં કળશના સ્થાપન સમયે, એક બાજઠ પર ચોખા કે મગનો સાથિયો કરવામાં આવે છે. તેના પર  જળ ભરેલો કળશ મૂકવામાં આવે છે. ત્યારબાદ, આંબાના કે આસોપાલવના પાન કળશમાંના પાણીને સ્પર્શે તે રીતે ગોઠવવામાં આવે છે અને તેના પર લાલ દોરા કે નાડાછડીથી બાંધીને નારિયેળ મૂકવામાં આવે છે. વળી,  કળશને પણ નાડાછડી બાંધવામાં આવે છે. ત્યારબાદ, કંકુ, ચોખા, ફૂલ, દુર્વા, ચંદન, સોપારી, સવા રૂપિયો જેવી શુભ વસ્તુઓ કળશમાં નાખવામાં આવે છે. આ રીતે, કળશનું સ્થાપન થાય છે. ત્યારબાદ,ધૂપ, અગરબત્તી ને દિવો પ્રગટાવી , ફુલડે વધાવીને કળશની પૂજા કરવામાં આવે છે.

આપણે જાણીએ છીએ કે, મંદિરોનું નિર્માણ કર્યા બાદ તેમની ટોચ ઉપર સોના કે ચાંદીના કળશ ચઢાવવાની આપણી સદીઓ જૂની પરંપરા રહી છે. આપણા પ્રાચીન મંદિરોના પરિસર બહુ વિશાળ હતા અને મંદિર એ પરિસરની ઠીક મધ્યમાં બનાવવામાં આવતું હતું. એવું એટલા માટે છે કે, વૈદિક પરંપરામાં જ્યાં સુધી મંદિરના કળશના દર્શન થતાં રહે એટલું ક્ષેત્ર ધર્મક્ષેત્રની અંતર્ગત આવે છે. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી કળશના દર્શન ના કરીએ તો દર્શન અધૂરા ગણાય. 

આમ, કળશ એટલે પૂર્ણતાનું પ્રતીક, કળશ એટલે પુરૂષાર્થ ને અંતે મેળવેલ કિર્તીનું પ્રતીક.આથી જ, ગીતામાં પણ છેલ્લા અધ્યાયને કળશાધ્યાય કહ્યો છે.

———————————————————

૧૧) રેખા પટેલ “સખી”

શીર્ષક : દિપક

શબ્દ સંખ્યા : ૪૫૦

          “હે માનવી તું જ તારો દિપક થા” આ શબ્દો ઘણું કહી જાય છે. માનવીએ પોતાનામાંથી પ્રકાશ મેળવવાનો છે. આત્મા એ જ પ્રકાશ પૂંજ છે. તેને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. તેને જાણી લીધાં પછી કશું જાણવાનું બાકી રહેતું નથી.

            ભગવાનની આરતી કરીએ છીએ ત્યારે દીવાનું પ્રાગટય પ્રથમ કરીએ છીએ. ઘરનાં મંદિરમાં અને મનમંદિરમાં પણ પ્રાગટય કરીએ છીએ ત્યારે તેની ઝળહળતી જ્યોતનો પ્રકાશ પ્રભુની મૂર્તિ પર પડે છે ત્યારે એક અદ્ભુત તેજ વલય મૂર્તિની આસપાસ રચાઈ જાય છે અને આપણાં મનને શાંતિ આપે છે એટલે જ આરતી થતી હોય ત્યારે આપણે આ અલભ્ય દર્શન આદર અને સન્માન સહિત કરીએ છીએ.

          માનવીનો જન્મ એ તેનું પ્રાગટય છે. દીવાની જ્યોત એ દીવાનું પ્રાગટ્ય છે. સાંજે આપણે પાણિયારા પર અને તુલસી ક્યારે પણ દીવો કરીએ છીએ અને પ્રભુને સર્વેની સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.

          “દિપ જ્યોતિ નમસ્તસ્યે નમો નમઃ” કોઈ પુસ્તકના વિમોચનનો પ્રસંગ હોય, પ્રવચન હોય, કથા હોય કે કોઈ પણ શુભ કાર્ય શરું કરવાનું હોય તો પહેલાં આપણે દિપ પ્રાગટય કરીએ છીએ. ઝળહળતી જ્યોત સમો પ્રકાશ સૌના જીવનમાં ફેલાય એવી કામના કરીએ છીએ. જીવનમાં દિપ પ્રાગટયનું ઘણું મહત્ત્વ છે.

          જ્યારે ઘરનો મોભી બહાર જાય છે ત્યારે તેની પત્ની કે માતા શુભકામના માટે દીવો પ્રગટાવે છે અને જલ્દી પાછા આવે એ માટે પ્રાર્થના કરે છે. ઓચિંતો દીવો ઓલવાઈ જાય તો અશુભ વિચારો આવે છે કે શું થયું હશે? મન અનેક શંકાઓથી ભરાઈ જાય છે. છેવટે આપણે જે ન સાંભળવું હોય તે સાંભળવા મળે ત્યારે ખૂબ દુઃખી થઈ જવાય છે. સઘળી વેદનાનો પહાડ તૂટી પડ્યો હોય એવી અનુભૂતિ થાય છે. દુઃખનું ચોમાસું કુટુંબની દરેક વ્યક્તિમાં બેસી જાય છે ત્યારે કોણ કોને આશ્વાસન આપે? જ્યારે તેમને ઘેર લાવે છે ત્યારે તેનાં સીર પાસે અખંડ દીવો પ્રગટાવે છે. તેને બુઝાવા દેતાં નથી. આમ તેને તેનાં પથ પર આગળ અજવાળું મળતું રહે એવી ભાવના હોય છે.

         ઘણાં પ્રસંગોમાં ઘરની દીકરીઓ હાથમાં દીવો લઈ નૃત્ય કરી પ્રસંગને દિપાવે છે. બધી લાઈટ બંધ કરી જ્યારે નૃત્ય કરે છે ત્યારે ખૂબ સુંદર વાતાવરણમાં દીવાની જ્યોતનો પ્રકાશ લહેરાય જાય છે અને દિવ્ય અનુભૂતિ કરાવે છે.

           દિવાળીને દિવસે દીવા ન પ્રગટે તો દિવાળી ફીકી લાગે છે. દિવાળીમાં જ દીવાનો પ્રકાશ સમાયેલો છે. ગમે તેટલાં લાઈટનાં તોરણ લગાવ્યાં હોય તો પણ દીવા વડે ઘરને શણગારે છે. દીવા વડે ખૂણે ખૂણેથી અંધકારનો નાશ કરે છે. “દીવા તળે અંધારું” ભલે હોય પણ તેની જ્યોત અંધારાનો નાશ કરે છે.

           કોરોનાને કારણે મોદીજીએ પણ દીવો પ્રગટાવવાનું ચોક્કસ તારીખ ને ચોક્કસ સમયે કહ્યું હતું. સૌ ભારતવાસીઓએ અમે સૌ એક છીએ અને આ મહામારીનો જંગ જરૂર જીતીશું અને કોરોના નામનાં દૈત્યનો જરૂર નાશ કરીશું એમ માની દરેક વ્યક્તિઓએ પોતાનાં ઘરની બાલ્કની, ઝરુખા વગેરે દીવાથી ઝળહળતાં કર્યા હતાં. આખા ભારતને દીવા વડે રોશન કર્યું હતું. સેટેલાઈટથી આવેલી તસવીરો જોઈ ત્યારે લાગ્યું “મારું ભારત કેવું ઝળહળે છે”?

          રક્ષાબંધન જેવાં પવિત્ર દિવસે બેન પણ ભાઈની દીવો પ્રગટાવી આરતી કરે છે અને તેની સુખશાંતિ અને લાંબા આયુષ્યની કામના કરે છે. ભાઈ પણ બહેનને કહે છે, “આ દીવાની જ્યોતની સાક્ષીએ હું તારું રક્ષણ કરીશ. તારા સીર પર મારો હસ્ત કાયમ આશીર્વાદ આપતો રહેશે “. આવી ભાવના આપણાં જીવનમાં દિપકનું મહત્વ સમજાવી જાય છે.

         જ્યારે કોઈને પોતાના નિર્દોષ હોવાની સાબિતી આપવી હોય ત્યારે પણ દીવાની જ્યોત પર હાથ મૂકીને, “હું સાચું બોલું છું “, એવો વિશ્વાસ બતાવે છે.

        આપણે જ્યારે ઘીનો દીવો પ્રગટાવ્યે છીએ ત્યારે આપણને યજ્ઞ કરવા જેવો લાભ મળે છે. તેની જ્યોતમાંથી નીકળતાં ધૂમાડાથી પર્યાવરણ શુધ્ધીનું કાર્ય પણ થાય છે.

         આપણાં શરીરમાં રહેલા આત્માને દિપક સાથે સરખાવ્યો છે. એ દિપક ઓલવાઈ જાય પછી તેમાં જીવન રહેતું નથી. તેને મૃત્યુ કહે છે. આ શરીરમાંથી આત્માના ગયા પછી તેને સ્મશાનમાં લાવી ચિતા પ્રગટાવી અગ્નિને સમર્પિત થાય છે અને આ પૃથ્વી પરની જીવનની સફર પૂરી થાય છે. પંચમહાભૂત થઈને પ્રકૃતિમાં મળી જાય છે. આમ આપણાં જીવનમાં જન્મથી મૃત્યુ સુધી દિપકનું ખૂબ મહત્ત્વ હોય છે. તેની જ્યોતથી જીવન ઝળહળતું બને છે.

——————————————————–૧૨) પારૂલ મહેતા

શીર્ષક: ભારતીય સંસ્કૃતિનું પ્રતીક_ કળશ 

શબ્દો: ૩૬૨

‘મારી ગાગરડીમાં ગંગા જમુના રે, કે પનઘટ પાણી મારે જાવા રે’

નાનપણમાં શાળામાં ગરબામાં ભાગ લીધો હતો ત્યારે મમ્મીએ માળીયેથી નાનકડો કળશો ઉતારેલો. વળેલી ધાર વાળો અને ગોળાકાર ઊપસેલો. ઉપર સરસ મજાની વેલબૂટ્ટા અને ફૂલોની કોતરણી હતી. પછી તો એ કળશ સાથે રીતસરની પ્રીત બંધાઈ ગઈ હતી! હું હાથમાં લઈને ઘરમાં ગોળ ગોળ ઘૂમતી. ત્યારે ક્યાં ખબર હતી કે આ કળશ તો જીવનભર સાથ આપવાનો છે!

થોડી મોટી થઇ એટલે ઘર સજાવવામાં મન લાગ્યું. ઘરમાં બગીચામાંથી ફૂલો એકઠાં કરીને કળશમાં મૂકતી અને કળશની સુંદરતાને એકટક જોયા કરતી! મમ્મી પૂજામાં પણ તાંબાના કળશનો ઉપયોગ કરતી. એને ચકચકતો રાખતી અને એમાં ભરેલા જળ વડે દેવોને સ્નાન કરાવતી હતી. એ સમયે બાજુમાં બેસીને હું સઘળું નિહાળતી અને ધીરે ધીરે હું પણ જળ ભરેલ કળશમાંથી આચમની વડે ભગવાનને નવડાવવા લાગી. 

“ આપણે કેમ પ્યાલામાં પાણી નથી ભરતા અને કળશમાં જ ભરીએ છેએ?” હું વિસ્મય સાથે પૂછતી અને મારા બા એમનો જ્ઞાનનો પટારો ખોલી દેતા અને કળશ વિષે સઘળી માહિતી આપતા. બા કહેતા,

                “કળશને સુખ-સમૃધ્ધિ, વૈભવ અને મંગલકામનાઓનું પ્રતીક માનવામાં આવે છે. કળશના મુખમાં વિષ્ણુજીનો નિવાસ, કંઠમા રૂદ્ર તથા તળિયે બ્રહ્માજી સ્થિત છે. કળશના મધ્યમાં દૈવીય માતૃશક્તિ નિવાસ કરે છે.” હું અહોભાવપૂર્વક કળશને નમન કરતી!

         કળશ  વરુણ પૂજાનું તેમજ ભારતીય ઉપખંડની પૌરાણિક હિન્દુ સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતીક છે. એટલા જ માટે મહત્વના બધા શુભપ્રસંગો કળશની ઉપસ્થિતમાં થાય છે. દરેક ધાર્મિક કાર્યોમાં કળશનું મહત્વ રહેલું છે. નવા વર્ષની શરૂઆત, માંગલિક કાર્યો, ગૃહ પ્રવેશ, દુર્ગા પૂજા, દિવાળી પૂજન, યજ્ઞ, અનુષ્ઠાન વગેરે પ્રસંગોએ સૌથી પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે. દેવીપુરાણ અનુસાર માતા ભગવતીની પૂજા-અર્ચના કરતી વખતે સર્વ પ્રથમ કળશની સ્થાપના કરવામાં આવે છે. એક બાજઠ ઉપર કળશ અને તેમાં પાણી, આસોપાલવના પાન અને શ્રીફળ મૂકવામાં આવે છે.

       કળશમાં જળ ભરીને ઊગતાં સૂર્યદેવતાને જળનો અર્ઘ્ય આપવાનો રીવાજ આપણી સંસ્કૃતિમાં વણાયેલો છે. મંદિરના શીખર પર જડેલા કળશને કીર્તિનું પ્રતીક માનવામાં આવે છે. કળશ બ્રહ્માંડ, વિરાટ બ્રહ્મા અને ભૂપિંડનું પ્રતીક માનવામાં આવે છે કેમેકે એમાં સર્વ દેવીદેવતાઓનો વાસ રહેલો હોય છે.

            વાસ્તવમાં કળશ એટલે લોટામાં ભરેલું, ઘડામાં ભરેલું સામાન્ય પાણી ન રહેતા દિવ્ય ઓજસમય પાણી બની જાય છે. આમ કળશ એટલે પૂર્ણતાનું પ્રતીક. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી આપણે મંદિરના કળશના દર્શન કરીએ છીએ અર્થાત આપણા દર્શન સંપૂર્ણતાને પ્રાપ્ત થાય છે. એથી જ તો ગીતાજીને મંદિર અને ગીતાજીના અંતિમ અધ્યાયને કળશાધ્યાય કહયો છે. 

——————————————————–

રાજકોટ શાખા

૧) ભારતી ભાયાણી

શીર્ષક: સ્વસ્તિક

શબ્દ સંખ્યા: ૧૭૧

વર્ષોથી આપણે ઘરના ઉંબરા, મંદિર અને શુભ પ્રસંગોએ સ્વસ્તિક જોતા આવ્યા છીએ અને કરતા આવ્યા છીએ. કારણ કે સ્વસ્તિક એટલે કલ્યાણમય. સ્વસ્તિક એટલે મંગલકારી. પ્રાચીનકાળમાં શુભ કાર્ય વખતે મંગલાચરણ લખવાની પ્રથા હતી, પરંતુ દરેક વ્યક્તિ માટે એ શક્ય નથી પરંતુ  સ્વસ્તિક તો બધા કરી જ શકે. અમરકોષમાં સ્વસ્તિકનો અર્થ આશીર્વાદ થાય છે તો સ્વસ્તિકને સૂર્યનું પ્રતીક પણ ગણવામાં આવે છે. સ્વસ્તિકની સીધી રેખા જયોર્તિલિંગનું સૂચન કરે છે અને ત્રાંસી રેખા વિશ્વનો વિસ્તાર. એટલે કે ઈશ્વરે આ વિશ્વનું નિર્માણ કર્યુ એવી પણ ભાવના છે. ઋગ્વેદની એક ઋચામાં સ્વસ્તિકની ચાર ભુજાને ચાર દિશાની પણ ઉપમા આપવામાં આવી છે. કોઈ સ્વસ્તિકને ‘ૐ’નું પ્રતીક કહે છે તો કોઇ ગણેશની મૂર્તિ સાથે સરખાવે છે પણ સાર એક જ છે કે જ્યાં સ્વસ્તિક છે ત્યાં અમંગળ થતું નથી. સ્વસ્તિક હોય ત્યાં શ્રી લક્ષ્મીજીનો વાસ થાય છે. માત્ર હિન્દુ ધર્મ જ નહીં જૈન અને બૌદ્ધ ધર્મમા પણ સ્વસ્તિકને પૂજનીય માનવામાં આવે છે. ભારત સિવાય જાપાન, કોરિયા જેવા દેશમાં પણ સ્વસ્તિકને શુભ માનવામાં આવે છે. પ્રાચીન ગ્રીસમાં સ્વસ્તિકને કપડાં અને સિક્કા પર અંકિત કરવામાં આવેલ છે. આમ સમગ્ર વિશ્વમાં સ્વસ્તિક કોઇ ને કોઇ રૂપે અસ્તિત્વ ધરાવે છે.

——————————————————–

૨) નિમિષા વિજય  લુંભાણી ‘વિનિદી’

શિર્ષક : ત્રિશૂળ

શબ્દ સંખ્યા : ૨૦૬

હિંદુ ધર્મમાં ત્રિશૂળનું આગવું મહત્વ છે કારણકે તે પોતે જ અનેક રહસ્યોથી ભરપૂર છે.

તે એક શસ્ત્ર હોવાથી વિનાશનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ તેનાથી આખા સંસારની ગતિવિધિઓ પર અસર થતી જોવા મળે છે.

સંહારનું આ શસ્ત્ર હિંદુ ધર્મનાં અનેક દેવી-દેવતાઓએ ધારણ કર્યું છે.

ભગવાન શિવ સ્વયંભૂ છે અને તેઓ ત્રિશૂળ પોતાની સાથે જ લાવ્યા હતા તેથી જ તમામ પ્રકારનાં શસ્ત્રોનાં તેઓ જ્ઞાની હોવા છતાં અને પિનાક ધનુષ્ય હોવા છતાં પણ તે તેમનું મુખ્ય શસ્ત્ર છે.

શિવજીએ અનેક યુધ્ધમાં, શંખચૂરનાં વધ માટે, ગણેશજીનો શિરચ્છેદ કરવા માટે તેમજ વિષ્ણુજીને મોહજાળમાંથી મુક્ત કરી વૈકુંઠમાં જવા માટે વિવશ કરવા પણ પોતાનાં આ પ્રિય શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો.

સંસારમાં રાજસી, સાત્ત્વિક અને તામસિક એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ જોવા મળે છે. ત્રિશૂળનાં ત્રણેય ભાલા સાધકની ત્રણેય  પ્રકૃતિનો સંહાર કરીને તેને ‘સ્થિતપ્રજ્ઞતા’ આપે છે.

આધિ, વ્યાધિ અને ઉપાધિ – સંસારનાં આ ત્રણેય શૂળનાં ઉકેલ સ્વરૂપ શિવજી પોતાનું આ પ્રિય શસ્ત્ર પોતાની પાસે રાખે છે.

સર્જન, પાલન અને વિસર્જન – સૃષ્ટિનાં ત્રણેય સ્વરૂપ પર શિવજીનું આધિપત્ય હોવાથી તે તેનું પ્રતિક છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – ત્રિદેવનાં સાથે હોવાનું પ્રતિક છે, જે નકારાત્મક શક્તિને હંમેશા દૂર રાખે છે. હિંદુ ધર્મમાં કાશીનું મહત્વ એટલા માટે પણ છે કે જ્યારે પણ કળીયુગમાં વિનાશની ઘડી આવશે ત્યારે શિવજી પોતાનાં ત્રિશૂળ પર કાશીને ધારણ કરશે. આ દિવસે જે જીવ કાશીમાં હશે તે તરી જશે.

શિવજીની સાથે  ત્રિશૂળની પૂજા કરવાથી આધિદૈવિક, ભૌતિક તેમજ પારલૌકિક ત્રણેય સ્વરૂપમાં સુખની પ્રાપ્તિ થાય છે.

———————————————————

૩) ડૉ. રંજન જોષી

શીર્ષક:- સ્વસ્તિક

શબ્દ સંખ્યા:- ૧૨૪

સ્વસ્તિક કે સાથિયો હિંદુ ધર્મમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. લગ્ન, વાસ્તુ, સગાઈ, ખાતમૂહુર્ત દરેક શુભ પ્રસંગે સ્વસ્તિક બનાવવામાં આવે છે. સ્વસ્તિક શબ્દ સુ + અસ્ દ્વારા બનેલો છે. સુ અર્થાત્ શુભ કે કલ્યાણકારી. અસ્ અર્થાત્ અસ્તિત્વ, હોવાપણું. જે શુભત્વ પ્રાપ્ત કરાવે તે સ્વસ્તિક. અમરકોશમાં પણ સ્વસ્તિકનો અર્થ મંગલ, આશીર્વાદ કે પુણ્ય સમાન એવો કરવામાં આવ્યો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાં પણ સ્વસ્તિક મળી આવ્યા છે જેના પરથી સાબિત થાય છે કે સ્વસ્તિક એ આપણી અતિ પ્રાચીન સંસ્કૃતિ છે. શાસ્ત્રોમાં સ્વસ્તિકને વિષ્ણુનું આસન અને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આજે પણ કોઈ પણ પૂજા કાર્યમાં એક મંત્ર બોલાય છે, “સ્વસ્તિ ન: ઈન્દ્રો…” આ મંત્રમાં દરેક દેવતા પાસે સ્વસ્તિ એટલે કે કલ્યાણની કામના કરવામાં આવી છે. આ સ્વસ્તિ એટલે કે કલ્યાણ આપનાર એટલે જ સ્વસ્તિક.

——————————————————- ૪) મનિષા રાઠી

શીર્ષક:દિપક

શબ્દ સંખ્યા:૭૫૦

હિન્દુ ઘર્મમાં દિપકનું કેમ મહત્વ છે ?કેમ કોઇપણ પૂજા દિપક કર્યા વગર અધૂરી માનવામાં આવે છે?તો આવો જાણીએ હિન્દુ ઘર્મમાં દિપકનું મહત્વ:-

         આ ધરતી પર રહેવા વાળાં દરેક મનુષ્ય કોઈને કોઇ ઘર્મમાં માને છે અને પોતાની આવનારી પેઢીને પણ આ પથ પર  ચાલવા માટે માર્ગદર્શન આપતાં રહે છે. 

      હિન્દુ ઘર્મમાં અગ્નિને પ્રમુખ દેવ માનવામાં આવે છે. કોઇપણ ઘાર્મિક કામ હોય કે કોઇપણ જાતની પૂજાપાઠ હોય ઘી કે તેલનાં દિપક દ્વારા સોેપ્રથમ અગ્નિને પ્રગટાવવામાં આવે છે. આપણે દિપકનાં રુપમાં અગ્નિને પોતાનાં ઇષ્ટદેવ માની તેમની પૂજા- અર્ચના કરીએ છીએ. આપણાં ઘર્મમાં દિપકને પ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે.આ જ દિપકની જયોતને પ્રકાશપુંજ તરીકે માનવામાં આવે છે. આ જ પ્રકાશપુંજ આપણને ભગવાન તરફ પહોંચાડવાનું કામ કરે છે. આ જ દિપક રુપી પ્રકાશ આપણાં ઘરથી , મનથી,આપણાં પરિવારથી દરેક પ્રકારનો અંધકાર દૂર કરી પ્રકાશ તરફ લઇ જાય છે.

     દિપકનું આપણાં દૈનિક જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. કોઇપણ ધાર્મિક કાર્ય , પૂજા પાઠ, યજ્ઞ  કે દેવી -દેવતાનું પૂજનમાં સૌપ્રથમ દિપ પ્રાગટય કરીએ છે.કારણકે, કોઇ પણ પૂજા દિપક કર્યા વગર અધૂરી માનવામાં આવે છે.

         માઁ દુર્ગા સામે નવરાત્રિનાં દિવસોમાં કેમ અખંડ જયોત કરવામાં આવે છે?

     કારણકે,નવ દિવસોની પૂજામાં સૌપ્રથમ ઘટ સ્થાપના કરવાની સાથે એક જયોત જલાવવામાં આવે છે જેને અખંડ જયોત કહેવામાં આવે છે. ઘી કે તેલ દ્વારા કરવામાં આવતી આ જયોત કરવાથી માઁ દુર્ગાનો આશીર્વાદ મળે છે અને એ જયોતથી આપણું મન શાંત રહે છે અને આપણાં સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે.

          વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઇએ તો ઘી કે તેલનાં દિપકમાં બીમારીઆેને દૂર કરવાની શક્તિ હોય છે. ઘીમાં ત્વચા સંબંધી રોગદૂર કરવાની અને સરસિયાંનાં તેલથી કરવામાં આવતાં દિપકનાં ઘુમાડાંથી અસ્થમા રોગનાં દર્દીઓ ઠીક થાય છે. ઘી કે તેલનાં દીપકથી વાતાવરણ શુદ્ધ થઇ ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઇ સકારાત્મક નવી ઉર્જાનો સંચાર થાય છે.

    આમ , દિપકથી  નીકળતો પ્રકાશ ભગવાન સુધી પહોંચવાનો એક સાધન માત્ર છે.

   આ રીતે હિન્દ ઘર્મમાં અને આપણી સંસ્કૃતિમાં દિપક બહું જ મહત્વ ધરાવે છે

———————————————————

 ૫) ભાવિની વસાણી

શીર્ષક : સ્વસ્તિક

સ્વસ્તિકને હિન્દુ ધર્મમાં શુભનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મની તમામ જ્ઞાતિઓમાં કોઈપણ શુભ કાર્ય કરતી વખતે લાલ રંગના કુમકુમ વડે કરવામાં આવેલા સ્વસ્તિકનું ખૂબ જ મહત્વ છે. જેનો સામાન્ય અર્થ થાય છે કે ચારો દિશાઓમાંથી શુભ થાય તેની પાછળ અઢળક તથ્યો  રહેલા છે. 

સ્વસ્તિકમાં ચાર પ્રકારની રેખાઓ હોય છે જેનો આકાર પણ એક સમાન હોય છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે આ રેખાઓ ચાર દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફ ઇશારો કરે છે. પરંતુ હિન્દુ માન્યતાઓ અનુસાર આ રેખાઓ ચાર વેદો ઋગ્વેદ, યજુર્વેદ અથર્વવેદ અને સામવેદનું પ્રતીક છે. કેટલાક લોકો એવું પણ માને છે કે આ ચાર રેખાઓ સૃષ્ટિના રચનાકાર ભગવાન બ્રહ્માના ચાર મસ્તકનું પ્રતિક છે. આ સિવાય ચાર રેખાઓ ચાર પ્રકારના પુરુષાર્થ, ચાર આશ્રમ, ચાર લોક, અને ચાર દેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગણેશ સાથે તુલના કરવામાં આવી છે.

સ્વસ્તિકની ચાર રેખાઓ ઘડિયાળની દિશામાં ચાલે છે. જે સંસારને સાચી દિશામાં ચલાવવાનું પ્રતીક માનવામાં આવે છે. 

હિન્દુ માન્યતાઓ અનુસાર જો સ્વસ્તિકની આસપાસ એક ગોળાકાર રેખા દોરી લેવામાં આવે તો તે સૂર્ય ભગવાનનું ચિન્હ માનવામાં આવે છે. અને તે સૂર્યદેવ સમસ્ત સંસારને પોતાની ઉર્જાથી માત્ર પ્રકાશ પ્રદાન કરે છે પરંતુ સૌમાં ઉર્જાનું પરિવહન પણ કરે છે.

———————————————————

૬) વિધિ વણજારા “રાધિ”

શીર્ષક : દિપક

શબ્દ સંખ્યા : ૧૮૩

દિપક એટલે કે દીવો. હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં દિપકને શુભ માનવામાં આવે છે. જેના વગર દરેક પૂજા અધૂરી છે એવા દિપકને હકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. દિપકની જ્યોતિ ખૂબ જ પવિત્ર છે. ઘોર અંધકારમાં જ્ઞાનરૂપી તેજ પાથરી દિપક જીવનને નવી જ ઊર્જાથી ભરી દે છે. પુરાણોની સાથે-સાથે અગ્નિપુરાણ અને વાસ્તુશાસ્ત્રમાં પણ દિપકનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દરેક પૂજાની શરૂઆત દિપકથી થાય છે. દિપક પ્રગટાવ્યા બાદ જ પૂજા શરૂ કરી શકાય છે. પૂજા દરમ્યાન જો દીવો ઠરી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. અગ્નિપુરાણમાં માત્ર ઘીનો દીવો જ કરવો શ્રેષ્ઠ એવું કહ્યું છે. આપણી સંસ્કૃતિમાં સારા કે નરસા, તહેવાર કે પછી માતમમાં પણ દીવો પ્રગટાવાય છે. દિવાળીના તહેવારો દરમિયાન સમગ્ર દેશ દિપકના તેજથી ઝગમગતો હોય છે. હાલની આ મહામારીની પરિસ્થિતિ વચ્ચે પણ જ્યારે સમગ્ર વિશ્વમાં ડર ફેલાયેલો હતો ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના એક આહ્વાન પર આખુંય ભારત દિપકના તેજથી ઝળહળી ઉઠ્યું હતું અને એક નવી જ ઊર્જાથી આપણે સૌએ કોરોના વિરુદ્ધ જંગ છેડી. પ્રાચીન કાળથી જ દિપકનું માહાત્મ્ય આપણે સૌ સાંભળતા આવ્યા છીએ અને વાર-તહેવારે આપણે સૌ દિપક પ્રગટાવ્યે છીએ. આમ, દિપકનું માહાત્મ્ય હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં અજોડ છે.

———————————————————

૭) અર્ચના શાહ

શીર્ષક-શ્રીફળ

શબ્દ સંખ્યા-૩૭૦

સંસ્કૃતમાં નાળિયેરનાં વૃક્ષ “કલ્પવૃક્ષ” કહેવામાં આવે છે.

 જે બધાની ઈચ્છા પૂર્ણ કરે છે. સનાતન ધર્મમાં શ્રીફળને “મંગળસૂત્ર” કહેવાય છે 

તો તંત્રશાસ્ત્ર મુજબ તેને નકારાત્મક ઉર્જા દૂર કરતું અને ભાગ્ય સૂચક માનવામાં આવે છે 

*શ્રી*  એટલે *લક્ષ્મી* પૌરાણિક માન્યતા અનુસાર લક્ષ્મી વિના કોઈ શુભ કાર્ય પૂર્ણ થતું નથી.

તેથી દરેક શુભ કાર્યમાં શ્રીફળ નો ઉપયોગ ચોક્કસપણે થાય છે. દરેક શુભ કાર્યની શરૂઆતમાં અને 

કોઈ પણ શુભ કાર્ય કરીને આવ્યા હોય. કોયપણ કાર્યમાં સફળતા થઇ આવે તો શ્રીફળ થી  સામૈયા થાય છે.

હિન્દુ ધર્મના મંદિરોમાં દેવી-દેવતા પાસે શ્રીફળ વધેરવામાં આવે છે. એની પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન દેવ – દેવીને પ્રાચીન સમયમાં આપવામાં આવતું 

તેને ગુરુ વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક સૃષ્ટિનાં નર અર્થાત 

શ્રીફળનું બલિદાન આપવાનું સૂચન કર્યું. યજ્ઞોમાં અગ્નિમાં એટલે જ  શ્રીફળ હોમાય છે.

શ્રીફળ નો આકાર જ ઘણું બધું કહી જાય છે. શ્રીફળ માં બે આંખ અને એક મોઢું હોય છે. દેવી ઓના મંદિરે આખા શ્રીફળ ના તોરણ બધાય છે. 

પિતૃ અથવા દેવરૂપે શ્રીફળની મૂર્તિ તરીકે મુકવામાં આવે છે.

શ્રીફળ વધેરવાનું કારણ એવું માનવામાં આવે છે કે તેનાથી અનિષ્ટ શક્તિઓના સંચાર પર અંકુશ આવે છે .

આ વધારેલુ શ્રીફળ ભગવાનના ચરણોમાં અર્પણ કરવાથી ખરાબ શક્તિઓ તથા 

રાહુ શનિની મહાદશા અને જાદુટોના વગેરેનો નાશ થાય છે માટે શ્રીફળ હિંદુ પરંપરામાં પવિત્ર માનવામાં આવે છે. 

હિંદુ ધર્મ માં મંદિરોમાં દેવી-દેવતા પાસે શ્રીફળ વધેરવામાં  એવું માનવામાં આવે છે કે વ્યક્તિ પોતાના અહંકારનો ત્યાગ કરીને પોતાનું સર્વસ્વ ઈશ્વરને સોંપી દે છે .

શ્રીફળ માં ત્રણ ચિન્હો ભગવાન શિવની આંખો હોવાનું માનવામાં આવે છે 

જે આપણી બધી ઈચ્છાઓ અને પૂર્ણ કરે છે. 

શ્રીફળ એ આપણને ચારિત્ર પૂજાની પ્રેરણા પણ આપે છે.

બાહ્ય સૌંદર્ય ના અભાવથી નાનપ અનુભવતા નાળિયેર એ પોતાનું આંતર સૌંદર્ય એવું ખીલવી દેખાડ્યું અને એ રીતે “શ્રીફળનું” ગૌરવવંતુ નામ પ્રાપ્ત કર્યું .

માનવ જો ધારે તો પોતાનું અંતર સૌંદર્ય ખીલી ને પવિત્ર અને સર્વપ્રિય બની શકે છે. સારા દેખાવા કરતાં સારું બનવું તેવું શ્રીફળ આપણને શીખવાડે છે.

———————————————————

૮) પંચશીલા હિરાણી (પંછી)

શીર્ષક : ત્રિશુળ

શબ્દ સંખ્યા- ૧૩૫

આપણા હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ દરેક વસ્તુનું કઈં ને કઈં‌ આગવું મહત્વ છે. ત્રિશુળએ લગભગ દરેક દેવી દેવતાઓના આયુધ તરીકે તેમના હાથમાં શોભાયમાન હોય છે.ત્રણ શુળથી બનેલું 

ત્રિશુળ એ આધ્યાત્મિક જગતમાં ત્રણ નું મહત્વ સમજાવે છે.જેમકે, આપણા મુખ્ય ત્રણ દેવ બ્રહ્મા,વિષ્ણુ,અને મહેશ. ત્રણ ગુણ સત્વ, રજ,અને તમ.ત્રણ શરીર સ્થૂળ,સૂક્ષ્મ,અને કારણ.કાળ પણ ત્રણ ભૂત,ભવિષ્ય,અને વર્તમાનકાળ. ત્રણ નાડી ઈડા,પિંગલા,અને સુષુમ્ણા. મનુષ્ય જીવનની મુખ્ય ત્રણ અવસ્થા બાલ્ય,યુવા,અને વૃદ્ધાવસ્થા. શરીરના ત્રણ દોષો વાત,પિત્ત,અને કફ.

 જ્યારે, કોઈ દેવી-દેવતા દ્વારા કોઇ આસુરી શક્તિનો ત્રિશુળ દ્વારા વધ કરવામાં આવે છે ત્યારે, આમ તો એનો અર્થ એ હોય છે ત્રણેય દેહથી પર આત્મા પરમાત્મામાં વિલિન થાય. એજ કદાચ પ્રતીક હોતું હશે ત્રિશુળ દ્વારા થતા વધનું.

 આમ ત્રિશુળ ત્રયાત્મક છે. ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, અને ત્રણ કાળના પ્રતિક સમુ છે.

———————————————————

મુંબઈ શાખા

૧) જયોતિ ઓઝા

શીર્ષક :- કળશ

શબ્દ સંખ્યા :- ૧૬૦

     આપણા પૂર્વજો જીવનમાં ભાવનાને પ્રાધાન્ય આપતા હતા. ભાવપૂર્ણ જીવન એટલે જ ભારતીય જીવન. આપણા ઋષિઓએ  નાના એવા પાણીના લોટામાં બિંદુમા સિંધુના દશૅન કરાવ્યા છે. કળશ પર શ્રીફળ મૂકવાથી તેની શોભા દ્વિગુણિત થાય છે.

       ધમૅ શાસ્ત્રો અનુસાર કળશને સુખ- સમૃદ્ધિ, વૈભવ અને મંગળ કામનાઓનું પ્રતીક માનવામાં આવે છે. કળશમાં પાણી ભરીને સૂર્યને  જળ અપૅણ કરવામાં આવે છે.

આધ્યાત્મિક મૂલ્યાંકન :- 

કળશ એ ભારતીય સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતિક છે. તેથીજ તો પ્રત્યેક  મહત્વના શુભ પ્રસંગ કળશની શાક્ષી અને સાનિધ્યમાં થાય છે. કળશ સજાવતા જ વરુણદેવ તેના પર આવી બિરાજે છે. વાસ્તવમાં કળશ એટલે લોટમાં ભરેલું, ઘડામાં ભરેલું પાણી જ છે. પરંતુ તેની સ્થાપના પછી તેના પૂજન પછી તે સામાન્ય પાણી ન રહેતા  દિવ્ય ઓજસમય પાણી બની જાય છે.

વૈજ્ઞાનિક મૂલ્યાંકન :-  

દેવ,તીર્થ, બ્રાહ્મણ, મંત્ર, જયોતિષ, વૈધ તેમજ ગુરુના બારામાં  જેવી જેની ભાવના હોય તેવી તેને સિદ્ધિ મળે છે. આપણા પૂવૅજો સૂયૅને ફક્ત જડ ગોળો ન સમજતાં  દેવ સમજીને તેની ઉપાસના કરતાં હતા. વરુણને ફકત વરસાદ ન સમજતા દેવ સમજીને તેનું પૂજન કરતાં હતા અને કળશ એ વરુણ  પૂજાનું પ્રતીક છે.

  સંસ્કૃતિની જયારે પણ શરૂઆત થઈ હશે ત્યારે માનવીને લાગ્યું હશે કે વરસાદ છે તેથી જ તો જીવન છે જો વષાૅ ન હોય તો જીવન સુકાઈ જાત, તે આપણી સેવા કરે છે. આપણને જીવતદાન આપે છે. તો આપણે પણ તેનું પૂજન કરવું જોઈએ. પરંતુ તેમા એક અગવડ આવી વરસાદ તો ફકત ચાર જ મહિના આવે. આપણા પૂવૅજોએ તેમાંથી રસ્તો કાઢયો કૂવા,તળાવ,નદી બધાનું પાણી વરસાદે જ આપ્યું છે. એકાદ લોટામાં કળશમાં તેને ભરી લઈએ અને તેનું પૂજન કરીએ. આ મંગલ ભાવના સાથે કાળકરમે રસાધિરાજ વરુણ ભગવાનની તેમાં સ્થાપના કરીને સંસ્કૃતિના ગૌરવવંતા ભવ્ય પ્રતિકનું સજૅન કયુૅં. અને તે કળશનું પૂજન કયુૅં.

__________________________________

૨) કિરણ ગોરડીયા

શીર્ષક-સ્વસ્તિક

સ્વસ્તિક ભારતીય સંસ્કૃતિનું મંગલ પ્રતીક છેં. સ્વસ્તિક શુભ કાર્યોનું મંગલ પ્રતિક છે. ઇશ્વરે વિશ્વનું નિર્માણ કર્યું  એવો સ્વસ્તિકનો મુળ ભાવાર્થ છે. સ્વસ્તિકની ચાર ભુજાઓ એટલે વિષ્ણુ ભગવાનનાં ચાર હાથ. સ્વસ્તિક શાંતિ, સમૃદ્ધિ, તેમજ માંગલિક પ્રતિક છેં. લાલચટક કંકુથી સોભાગ્યવતી સ્ત્રી પોતાના ઘરના ઉંબરે સ્વસ્તિક બનાવે છે. એને સાથિયો પણ કહેવાય છેં. ઘરના ઉંબરે સ્વસ્તિક કરવાથી જીવનમાં આવતી બાધા, વિઘ્નો અને અમંગળ દુર થાય છેં. ધાર્મિક પ્રસંગો, વાસ્તુપુજન, બધાય શુભ કાર્યોમાં સ્વસ્તિકને અનેરું સ્થાન છે. દિવાળીના દિવસોમાં ગૃહલક્ષ્મિ હોંશે હોંશે નવી, નવી ડીઝાઇનના સાથાયાના સ્ટીકરો લાવી ધનતેરસનાં દિવસે ઘરનાં ઉંબરે લગાડીને લક્ષ્મીજીનાં આશીર્વાદ માંગે છે. લક્ષ્મીજી સદાય અમારાં ઘરમાં વાસ કરો. સ્વસ્તિક કરવાં આંગળીએ કંકુ લઇ નીચેથી ઉપરની તરફ લઇએ તો એ ચડતીની નીશાની છે. (નાથદ્વારામાં ધૃવબારીની નીચે “માનતાનો” સાથિયો ઘણા વૈષ્ણવો કરે છે. ત્યાંના પંડાઓએ આ જાણકારી આપી છે.) 

__________________________________

૩) ગીતા પંડ્યા

શીર્ષક – કળશ 

શબ્દ સંખ્યા — ૨૭૦

ભારતીય સંસ્કૃતિના મૂલ્યોમાં ધર્મનું સ્થાન ગૌરવવંતુ રહ્યું છે. આપણા ધર્માચરણમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સૂક્ષ્મરીતે જોડાયેલો છે. આદિકાળથી આપણા હિંદુધર્મ સંસ્કૃતિના કેટલાક પ્રતિકોને આપણે પૂજતા આવ્યા છીએ, કળશ એમાંનું એક અગ્રગણ્ય પ્રતિક છે.

કળશ એટલે પૂર્ણતા, માન, સન્માન, કિર્તી, શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક.

ધર્મ અને આધ્યત્મિકતા એક સિક્કાની બે બાજુ છે. આ પ્રમાણે કળશને મૂલવીએ.

કળશ બ્રહ્માંડ, વિરાટ બ્રહ્મા અને ભૂપિંડનું પ્રતિક છે. પ્રત્યેક શુભ પ્રસંગે થતી પૂજા કળશ પૂજા વિના પરિપૂર્ણ નથી થતી. પૂજન સમયે દેવી, દેવતાઓ, તીર્થસ્થાન, સમુદ્રો અને પવિત્ર નદીઓનું આહવાન કરવામાં આવે છે. આપણે દરેક જગ્યાએ પહોંચી નથી શકતા એટલે શ્રદ્ધા પૂર્વકનાં આહવાનમાં આપણે તમામ ઈશ્વરીય શક્તિનો આવિર્ભાવ આ કળશમાં કરીએ છીએ.

પૂજન પછી કળશમાંના દિવ્ય જળનો આપણા પર છંટકાવ કરીને એક પવિત્ર ભાવથી પલ્લવિત થઈએ છીએ.

કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં રુદ્ર, મૂળમાં બ્રહ્માજી અને મધ્યમાં દૈવીય માતૃશક્તિ નિવાસ કરે છે. આ સાથે વરુણ પૂજાનું પણ મહત્વ જોડાયેલું છે.

મંદિરના શિખર પર સ્થાન પામેલો કળશ કિર્તી કળશ છે.

સમુદ્ર મંથનમાં મળેલો અમૃત કળશ છે.

નવરાત્રીમાં ઝળહળતો દીપ્ત કળશ છે.

ગૃહપ્રવેશ, ગૃહ  નિર્માણ સમયે રખાતો કળશ (કુંભ) પ્રગતિનો,હર્ષનો કળશ છે

એક નજર વૈજ્ઞાનિકતા તરફ કરીએ, આવો.

 તાંબા, પિત્તળ, સુવર્ણ કે પંચધાતુનો કળશ ધાતુની મહત્તા સમજાવે છે. માટીનો કળશ શીતળતા બક્ષે છે. કળશના મુખે પંચ પલ્લવનો શણગાર, તેમાં મુકવામાં આવતા પંચ રત્નો સમૃદ્ધિ અને જળ શુધ્ધતાનું પરિમાણ છે. તેના પર મુકાતું શ્રીફળ હકારાત્મક ઉર્જાનાં ઉર્મિ તરંગો લયાન્વિત કરે છે! આવા કળશથી વધારે વૈભવશાળી શું હોઈ શકે?

અંતિમ ચરણમાં એ કહેવાનું ગમશે કે આપણું શરીર પણ પંચમહાભૂતોનો એક દિવ્ય કળશ છે. જળતત્વ શરીરને કાંતિ અર્પે છે. જીવ ઝળહળ જ્યોત છે. આત્મા એ દૈવી શક્તિ છે.આવો, આપણા દેહરુપી કળશને પણ મંગલકારી કરીએ.

__________________________________

 ૪) શાહ રક્ષા 

શીર્ષક : ત્રિશૂળ

‘મહેશાન શૂલિન્ જટાજૂટધારિન્ ‘

શિવ ‘શૂલિન્’ છે.

સંસ્કૃત ભાષામાં શૂળનો અર્થ ‘વ્યથા’ થાય છે..અને ‘ત્રિ’ એટલે ત્રણ..

ભગવાનનાં હાથનું ત્રિશૂળ સજ્જનોને માટે આશ્વાસન અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવે છે.

આવો આપણે ‘ત્રિ’ના માધ્યમથી ‘શૂળ’ને ત્રિશૂળથી આહવાન કરીએ..

પ્રથમ ત્રિ :બ્રહ્મનાદથી શિવનું પ્રાગટય થયું ત્યારે તેમની સાથે રજ,તમ ને સત આ ત્રણ ગુણ પણ પ્રગટ થયા અને આ ત્રણ ગુણ  ત્રણ શૂળ એટલે ત્રિશૂળ બન્યાં. આ ત્રણ ગુણો વચ્ચે સામંજસ્ય બનાવવાનું કઠિન હતું તેથી ત્રિશૂળના રૂપમાં શિવજીએ હાથમાં ધારણ કર્યું….

બીજો ત્રિ : આધિભૌતિક,આધિદૈવિક અને આધ્યાત્મિક આ ત્રણ પ્રકારની વ્યથાને શિવ ત્રિશૂળથી તોડી નાખશે…

ત્રીજો ત્રિ: દેહબુધ્ધિ, જીવબુધ્ધિ અને આત્મબુધ્ધિ ચિત્ત એકાગ્રતા માટે અવરોધક છે..ચિત્ત એકાગ્ર નહીં થાય ત્યાં સુધી નિર્વિકલ્પતાની અનુભૂતિ નહીં થાય..બસ,આ દોષને ખંડિત કરવા શિવ ત્રિશૂળનો સહારો લે છે. 

ચોથો ત્રિ : માણસ ક્રિયાદુષ્ટ, મનોદુષ્ટ અને વાચાદુષ્ટ છે. દુષ્ટ એટલે ક્રિયા ન   કરનાર. આમ જે ક્રિયાચ્યુત થાય તેને ક્રિયાવાન બનાવવાની તાકાત ત્રિશૂળમાં છે. 

જેવી રીતે ત્રિશૂળ  વિધ્વંસ ,નિષેધાત્મક છે તેમ રચનાત્મક પણ છે.ત્રિશૂળ એટલું પવિત્ર છે કે ભગવાન સહેજ લગાડે તો માણસનું માનસિક સૌંદર્ય વધે..વાચામાં સુંદરતા આવે..આમ કેટલીક વાતોનો જીવનમાં ઉમેરો થાય છે..ત્રિશૂળ એ ડરવાની વાત નથી તે આશ્વાસનદાયક છે..

_________________________________

૫) નીતા જયેશ છેડા 

શીર્ષક : દિપક 

શબ્દ સંખ્યા :289

        દિપ, દિપક, દીવડો તરીકે ઓળખાતા દિવાથી નાનું બાળક પણ અજાણ્યું નથી. હિંદુ સંસ્કૃતિમાં દિવાનું અનેરું મહત્વ છે. કોઈપણ કાર્યક્રમની શરૂઆત કે પૂજા આદિ મંગળકાર્યો દિપ પ્રાગટ્ય વગર થતાં નથી. 

      સુંદર અને કલ્યાણકારી દિપક આરોગ્ય અને સંપત્તિ પ્રદાન કરનાર છે. પારંપરિક દિવો માટીનો બનેલો હોય છે. આધુનિક સમયમાં દિવો અને દિવડી વિવિધ ધાતુઓમાંથી બનાવવામાં આવે છે. દિવામાં પાંચ તત્વો સમાયેલા છે : અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આપણાં અનુષ્ઠાનમાં આ પાંચે તત્વોની ઉપસ્થિતિ અનિવાર્ય માનવામાં આવે છે. 

         દરેક ઘરમાં સવારે અને સાંજે દિવા બત્તી કરીને ઈષ્ટદેવનું સ્મરણ કરવામાં આવે છે. દિવા બત્તી માટે મુખ્યત્વે ગાયનાં ઘીનો ઉપયોગ થાય છે ; એવું કહેવાય છે કે ગાયમાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ છે પણ આધુનિક વિજ્ઞાનના મતે ગાયનાં ઘીનો દિવો કરવાથી વાતાવરણમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેનાથી નિરાશા દૂર થતાં મન પ્રફુલ્લિત રહે છે. આધુનિક વિજ્ઞાને એ પણ નોંધ્યું છે કે રોજ વહેલી સવારે સ્નાનાદિથી પરવારીને દિવા બત્તી કરી યોગ અને પ્રાણાયમનો અભ્યાસ કરવાથી મેદસ્વિતા, સંધિવાત જેવા અનેક રોગોમાં આશ્ચર્યજનક પરિણામો મેળવી શકાયાં છે. તુલસી ક્યારે દિવો કરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે. તુલસી શ્રી વિષ્ણુને પ્રિય છે. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે તુલસી આપણા આરોગ્યનું રક્ષણ કરનારી છે. તુલસીને લીધે વિષાણુઓ આઘાં રહે છે. પારંપારિક માન્યતા પ્રમાણે પીપળામાં પિતૃઓનો વાસ હોય છે. પીપળાના વૃક્ષ પાસે દિવો કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે પીપળો મહત્તમ પ્રમાણમાં પ્રાણવાયુ પૂરો પાડે છે જે જીવસૃષ્ટિ માટે આવશ્યક છે. 

          નવજાત શિશુના જન્મના છઠ્ઠા દિવસે માટીનો દિવો કરીને શિશુના ઉજ્જવળ ભાવિ માટે છઠ્ઠી માતાને પ્રાર્થના કરવામાં આવે છે. જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે મૃતકને અંતિમ વિદાય આપવા સુધી એના શબ પાસે દિવો કરીને એની આત્માની સદગતિ અર્થે પ્રાર્થના કરવામાં આવે છે. 

         એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે અંધકારને ચીરતો દિપક માણસની ગળથૂથીથી ગંગાજળ સુધીની યાત્રાનો સાક્ષી બની રહે છે. છેલ્લે આ શ્લોક સાથે વિરમું છું :

     શુભમ્ કરોતિકલ્યાણં 

          આરોગ્યં ઘન સંપદા, 

     શત્રુ બુદ્ધિ વિનાશાય 

           દિપજ્યોતિ નમોસ્તુતે!

__________________________________

૬) લતા ભટ્ટ 

શીર્ષક :- જ્ઞાનરૂપી પ્રકાશનું પ્રતીક-દીપક

શબ્દ સંખ્યા :- ૩૮૩ 

શ્રી ચિનુ મોદીની એક પ્રસિદ્ધ કવિતા છે: 

પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી, 

’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.  

         આ કવિતાને થોડી આગળ વધારીએ તો આપણી પાસે જ્ઞાનરૂપી પ્રકાશના નામે દીપક છે. ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક કે ધાર્મિક ગૂઢતા કે ગહનતાને સમજવા પ્રતીકોનો ઉપયોગ થાય છે આ પ્રતીકો એવા હોય છે જે રોજબરોજ આપણી નજર સમક્ષ રહેતા હોય અને જેનું સ્થાનાંતર શક્ય હોય. આવા પ્રતીકો દ્વારા લોકો સરળતાથી જ્ઞાનને સમજી શકે, તેને આત્મસાત કરી શકે.

         પ્રાચીન સમયમાં જયારે વીજળીની શોધ નહોતી થઇ કે ગામેગામ વીજળી નહોતી પહોંચી ત્યારે આ દીપક ઘરમાં ઉજાસ પ્રગટાવવાની મહત્વની ભૂમિકા નિભાવતો. કોઈ કવિએ પણ સાચું જ કહ્યું છે, “નથી થવું મારે ચંદ્ર સુરજ, બસ એક કોડિયું બનું તો ઘણું !”

         આ દીપપ્રાગટ્ય અનેક ધાર્મિક વિધિઓનું એક અનિવાર્ય અંગ છે. એ વિધિમાં  ક્યારેક તેલ કે ઘીનો દીવો કરવામાં આવે છે. ક્યારેક તો અખંડ દીપ પણ રાખવામાં આવે છે. કોઈ તહેવારને તો દીપક વિના કલ્પી શકાય ? દીપાવલીમાં આજે ભલે કૃત્રિમ ઝગમગાતી રોશનીની ઝાકઝમાળ આવી ગઈ હોય પણ આંખને તો હજુ ય એ જ દીપકની હારમાળા ગમે છે અને મનને શાંતિ ય આપે છે. માનવ જીવનને ઉન્નતિને મારગ લઈ જતા આપણાં ઋષિમુનિઓ દ્વારા પ્રસ્થાપિત સોળ સંસ્કારોમાં એટલે કે ગર્ભાધાન સંસ્કારથી માંડીને  મૃત્યું સમયે કરાતાં અંતિમ સંસ્કારોમાં દીપપૂજન અને દીપપ્રાગટ્ય અનિવાર્ય છે. કોઈ પણ કાર્યક્રમની શરૂઆત હંમેશા દીપપ્રાગટ્યથી જ થાય છે તો વળી શોરૂમ, દુકાન કે ધંધાના ઉદઘાટનમાં પણ દીપ પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત ઘરમાં અને વેપારધંધાના સ્થળે સાંજ સવારે દીવો કરવામાં આવે છે, તેનાથી સકારાત્મક ઉર્જા મળે છે કેટલાંક ઘરોમાં તુલસીક્યારે તો ક્યારેક પિતૃપ્રીત અર્થે પાણિયારે દીવો કરવામાં આવે છે.

         શ્રી ભગદગોમંડળ જ્ઞાનકોશમાં ‘દીપક’ શબ્દનો અર્થ આ રીતે આપેલ છે: દીપાવનારૂં,.પુષ્ટિ કરવાવાળું,.પ્રકાશક; પ્રકાશિત કરનાર; દીપ્તિકારક. આ ઉપરાંત દીપક નામના રાગનો પણ તેમાં ઉલ્લેખ છે. શુદ્ધ દીપકની અસર એટલી બધી છે કે દીપક ગાવાથી વિના અગ્નિએ દીવા પ્રકટાઈ જાય અને ગાનારના હૃદયમાં અગ્નિ પ્રકટે. અકબરના ગવૈયા તાનસેને આ રાગ છેલ્લો ગાયો હતો, ત્યાર પછી તેનો લોપ થયો છે.  આ ઉપરાંત કુળને ઉજાળનાર માટે પણ કુળદીપક જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. સંતાન કુળને ઉજાળે તે હેતુથી જ કદાચ દિપક, દીપ, દીપા, દિવા, દિયા દીપિકા જેવા બાળકોના નામ પાડવામાં આવે છે. 

          દિપક એટલે આમ જોઈએ તો માટી કે અન્ય ધાતુનું  ક્ષુલ્લક કોડિયું પણ તેમાં રહેલ જ્યોત અણમોલ છે. આ જ્યોતથી અનેક જ્યોત પ્રગટાવી શકાય છે. આ જ્યોત આપણા સૌના જીવનને ઉજાળે તે જ પ્રાર્થના સાથે …

__________________________________

 ૭) અલ્પા શાહ.(નીરૂષા.)

 શીર્ષક:: સ્વસ્તિક

પ્રાચીન કાળથી માનવે નિર્માણ કરેલું 

અર્થસભર ધાર્મિક ભાવનાનું પ્રતિક એટલે  સ્વસ્તિક. શુભ કાર્યોમાં,શુભ પ્રસંગે બનાવવામાં  આવતું એક નિશાન એટલે સ્વસ્તિક.

હિંદુ સંસ્કૃતિમાં સાથિયોં,સ્વસ્તિ કે  સ્વસ્તિક તરીકે ઓળખવામાં આવતું નિશાન. જેને વિષ્ણુ ભગવાનનું

આસન  અને લક્ષ્મી દેવીનું સ્વરુપ  ગણવામાં આવે છે.

ચંદન ,કુમકુમ,સિંદૂર કે  હળદર થી બનાવેલ સ્વસ્તિક ગ્રહદોષ પણ દૂર કરી શકે છે.સ્વસ્તિકનો સંબંધ વાસ્તુ સાથે પણ છે.સાથિયોં  દરેક દિશામાંથી જોતા એક જેવો જ દેખાય છે.આ ખ ખૂબીને કારણે જ ઘરમાં રહેલ વાસ્તુદોષને ઓછુ કરવામાં  મદદ કરે છે.

માનવ સમાજનું મંગલ કલ્યાણ થાય,સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થય જળવાઈ રહે તે માટે સેંકડો  ઋષિમુનિઓએ આ મંગલકારી સ્વસ્તિકનું પ્રતિક આપ્યું છે.

હિંદુ સંસ્કૃતિમાં જેમ દરેક શુભ કાર્યમાં શ્રી ગણેશ ની પૂજા અર્ચના કરાય છે એજ રીતે  સ્વસ્તિકને પણ શુભ પ્રસંગે હંમેશા પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. પૂજા,અર્ચના,લક્ષ્મી પૂજા,માંગલિક

પ્રસંગ કે નવજાત શિશુના છઠીના લેખ લખવાનો પ્રસંગ હોય કે ઉંબરો પૂજન 

દરેક  પ્રસંગે કુમકુમથી સ્વસ્તિક બનાવવામાં  આવે છે.

સ્વસ્તિક એ  વિશ્વકલ્યાણની સ્થાપનાનું મંગલમય  કામનાનું પ્રતિક.

સ્વસ્તિકના ચાર ચરણ  એટલે 

ચાર દિશા,ચાર અપાર શક્તિ કીર્તિવાળા  ઈન્દ્ર ભગવાન,સર્વવ્યાપી એવા પોષણ કરનાર સૂર્ય ભગવાન,વિષ્ણુ ભગવાનનું વાહન ગરૂડ,ગુરુ  બૃહસ્પતિ આપ સર્વે અમારુ કલ્યાણ કરો ,રક્ષણ કરો એવી પ્રાર્થના કરતો મંત્ર છે.

કહેવાય છે કે સ્વસ્તિકના ચાર ચરણ એટલે વિષ્ણુ ભગવાનની ચાર ભુજા પણ  છે.જ્યાં આ ચાર મળે છે , તે મધ્યબિંદુ એટલે આભુ કહેવાય.આ મધ્યબિંદુ એટલે વિષ્ણુ ભગવાનનું નાભિકમળ છે.

જૈન ધર્મ પ્રમાણે એ ચાર ગતિનું કારક છે.બૌદ્ધ ધર્મમાં પણ સ્વસ્તિક  મંગલકારી છે.ક્રોસ પણ સ્વસ્તિકનું પ્રતિક જ ગણાય છે. ઇશ્વરે વિશ્વનું નિર્માણ કર્યું છે એવો સ્વસ્તિકનો મૂળ  ભાવાર્થ છે.

__________________________________ 

૮) શિલ્પા શેઠ 

 ગામનું નામ : મુંબઈ

 શીર્ષક : દિપક

 શબ્દ સંખ્યા – 223

દીપ પ્રજ્વલિત કરતી વખતનો મંત્ર:

दीपो ज्योति परं ब्रह्म दीपो ज्योति र्जनार्दन:।

दीपो हरतु में पापं दीप ज्योतिशे नमोस्तुते।।

 દીપક-જ્યોતિ પરબ્રહ્મ સ્વરૂપ છે લોકોનું પાલન કરનાર અને પાપોનું હરણ કરનાર છે. એવી પવિત્ર જ્યોતિને પ્રણામ.

પ્રકાશનું સ્તોત્ર દિપક જીવનને જ્ઞાનની જ્યોતથી પ્રકાશિત કરવાનું કહે છે. પરમાત્મા પાસેથી આપણને યોગ્ય જ્ઞાન મળે એ માટે દીપ પ્રજ્વલિત કરવાની પરંપરા છે.

 જેમ દીપકની જ્યોતિ હંમેશાં ઉપરની તરફ જ ગતિમાન હોય છે એ જ પ્રકારે મનુષ્યની વૃત્તિ પણ ઉપરની તરફ ગતિમાન કરે, પ્રગતિ તરફ પ્રયાણ કરે એ જ દીપ પ્રાગટ્ય નું મહત્વ છે.

     હકારાત્મક અને પવિત્ર ઉર્જા ધરાવતું દીપકનું અસ્તિત્વ સર્વ જગતમાં, દરેક કાર્યમાં, સર્વ લોકોમાં પ્રચલિત છે તેમજ માન્ય છે. એટલે જ કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા દીપ જ્યોત પ્રગટાવીને વાતાવરણને શુદ્ધ કરવાનું મહત્વ છે. અંધકારથી પ્રકાશ તરફ, અજ્ઞાનથી જ્ઞાન તરફ જીવનને લઇ જવાનો  ઉત્તમ પ્રયાસ છે. 

 વિવિધ પ્રકારના દિપક આપણા ધર્મકાર્યમાં ઉપયોગમાં લેવાય છે પણ સૌથી વધારે પ્રચલિત માટીનું કોડિયું છે. જેમ જ્યોતિના લોપ  પછી માટીનું કોડિયું ફરી નથી વપરાતું, એમ જીવનમાં આત્માના ગમન પછી શરીરને પ્રકૃતિમાં એકાકાર કરવામાં આવે છે. આ શરીર માટે નું બનેલું છે અને માટીમાં મળી જવાનું છે એ ભાવ પણ આ દિપક આપણને સમજાવી જાય છે.

  આપણા ધર્મમાં, સંસ્કૃતિમાં જે પણ પ્રતીકો વપરાયા છે એમનું વૈજ્ઞાનિક પણ એટલું જ મહત્વ રહ્યું છે. ધર્મગ્રંથો દ્વારા દિપકનું પણ એ જ મહત્ત્વ આપણને સમજાય છે.

અંતમાં એટલુંજ કહીશ… 

 તમસો માં જ્યોતિર્ગમય..  

__________________________________

૯) અલ્પા પંડયા દેસાઈ.

કળશ

કળશ એ ભારતીય સંસ્કૃતિનું સર્વોત્તમ પ્રતીક છે.કળશ એ વરુણપૂજાનું પણ પ્રતીક છે.કળશ એ માનવદેહનું પણ પ્રતીક છે.સ્થાપત્ય શાસ્ત્રમાં પણ કળશનું આગવું મહત્ત્વ છે.

ભગવાનના મંદિરના શિખર પર કળશનું સ્થાપન કરવામાં આવે છે.ભારતીય સંસ્કૃતિમાં પ્રત્યેક શુભ પ્રસંગે કળશપૂજન કરવામાં આવે છે.શ્રીફળ સાથે કળશ માથા પર મૂકી કુમારિકાઓ ભાવભીના અતિથિઓનું સ્વાગત કરે છે.

કળશપૂજનના આ ગૌરવવંતા પ્રતીક પાછળ એક ભાવજગત સમાયેલું છે.

પરમાત્માના મંદિર પર બિરાજમાન કળશ આપણને સૂચવે છે કે નાનામાં નાનો માણસ પણ સત્કર્મો દ્વારા મહાનતાના શિખરે પહોંચી શકે છે.

શુભપ્રસંગે જ્યારે કળશપૂજન કરવામાં આવે છે ત્યારે તેમાં જૂદી-જૂદી નદીઓનું પાણી ભરવામાં આવે છે ત્યારે તેમાં એ મંગલ ભાવના સમાયેલી છે કે જળ એ જ જીવન છે.આમ,કળશપૂજનમાં વરુણદેવતાની પૂજા કરવામાં આવે છે.

શુભપ્રસંગે કળશપૂજન થાય ત્યારે તેમાં વેદો,સમુદ્ર,નદીઓ,ગાયત્રી,સાવિત્રી વગેરે દેવોની સ્થાપના કરવામાં આવે છે…પ્રકૃતિના તત્ત્વોની તાકાતનું દર્શન કરાવે છે આ મંગલમયી ભાવના…

કળશમાં બ્રહ્માંડની વ્યાપકતા દર્શાવતાં ૠષિઓ પ્રાર્થે છે:

कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रः समाश्रितः।

मुखे तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः।।

कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपा वसुंधरा।

ऋग्वेदोऽथ यजुर्वेदः सामवेदो ह्यथर्वणः।।

अंगेश्च संहिताः सर्वे कलशं तु समाश्रिता।

अत्र गायत्री सावित्री शांति पुष्टीकरी तथा।।

सर्वे समुद्राः सरितस्तीर्थानि जलदा नद्यः।

आयान्तु मम शांत्यर्थं दुरितक्षयकारकाः।।

આમ,કળશ એ તો બિંદુમાં સિન્ધુનું દર્શન કરાવે છે.કળશ રૂપી દેહમાં રહેતો જીવાત્મા વ્યાપક ચૈતન્યનો એક અંશ છે.

_________________________________

પદ્ય-ચીની માલનો બહિષ્કાર

અમદાવાદ શાખા

૧)  સ્વાતિ સુચક શાહ

શીર્ષક- બહિષ્કાર કરો

લૂંટણીયા આ ચીનનો બહિષ્કાર કરો, બહિષ્કાર કરો,

સસ્તી એની ચીજનો બહિષ્કાર કરો, બહિષ્કાર કરો,

આપણી પાસેથી કમાઈ આપણી વિરુદ્ધ વાપરે,

એવી ખોરી નિયતનો બહિષ્કાર કરો, બહિષ્કાર કરો,

સસ્તી આપી વસ્તુઓ એ આપણને લલચાવશે,

લાલચમાં ન આવીને બહિષ્કાર કરો, બહિષ્કાર કરો,

દેશ વિરોધીઓનો હાથો આપણે શા માટે થઈએ?

દેશ વિરોધી નીતિનો બહિષ્કાર કરો, બહિષ્કાર કરો,

આપો સાથ પ્રધાનમંત્રીને, સરહદ પરના જવાનોને,

દેશ વિરોધી તત્ત્વોનો બહિષ્કાર કરો, બસ કરો,

સ્વદેશી અપનાવીશું તો સમૃધ્ધ આપણો દેશ થશે,

દેશમાંની અસમતાનો બહિષ્કાર કરો, કરો,

ખાદી, માટીની વસ્તુઓ આપણી જૂની સંસ્કૃતિ,

વિદેશી સંસ્કૃતિનો બહિષ્કાર કરો, બહિષ્કાર કરો,

ભરખી જાશે ચીની ડ્રેગન, ભરડો લઈને ચોતરફી,

ચેતી જઇને વહેલાસર બહિષ્કાર કરો, બહિષ્કાર કરો

__________________________________

૨) તેજલ શાહ ” રેવા “

શીર્ષક : ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર

મેડ ઈન ચાઈનાને કરો બહાર,

મેડ ઈન ઈન્ડિયાને અપનાવો, યાર!

સસ્તી ચીજોનો મોહ છોડીને,

સ્વદેશી વસ્તુઓ અપનાવોને, યાર!

દેશવાસીઓ હવે બનો સમજદાર,

ચીની વસ્તુઓને તડીપાર કરોને, યાર!

થવા નહીં દેવું ચીનનું સપનું સાકાર,

બહિષ્કાર એનાં માલનો કરોને, યાર!

 હિન્દી ચીની ભાઈ ભાઈ કહેતો જાય,

એજ દગાબાજી કરતો રહે છે, યાર!

ડ્રેગનના ફૂંફાડાથી ના ડરવું ભાઈ,

રક્ષણ કરતા આપણા વીરો, યાર!

ચીનના બદઈરાદાઓ હવે સમજો ને યાર.

આત્મનિર્ભર બનીને  હવે બતાવોને, યાર!

__________________________________

૩) સ્વાતિ શાહ 

વિષય – ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર. 

બાળપણમાં શીખી

હિંદી ચીની ભાઈ ભાઈ, 

ઘુસ્યા હિન્દમાં

વ્યાપાર કરી

પામી સમૃધ્ધિ,

વેચી ચીજ બધી સસ્તી,

સૌને ખપતી

સસ્તાઈ કોને ના ગમતી?

 જમાવ્યું સામ્રાજ્ય,

વ્યાપારથી

પોતાના જાણ્યા , 

પણ સજાણુ નહીં, 

આંગળીથી નખ વેગળા

એ વેગળા

ભલે ધીમી ચાલે આવ્યા, 

પચાવવા જમીનનો હિસ્સો, 

પણ ઓછો ના સમજતા, 

અમ હિન્દીઓનો જુસ્સો,

બહુ ચલાવ્યું

પણ, 

બહિષ્કાર

ચીની સામાનનો કરીશું,

અરે, 

કરીને જ જંપીશુ, 

પણ જો મુક્યો કદમ

અમ મા ભોમ પર, 

તો એજ વધેલાં નખથી

ચીરી નાખીશું

હા, ચીરી નાખીશું..

_________________________________ ૪) પ્રફુલ્લા”પ્રસન્ના”

શીર્ષક — ચીની વસ્તુઓનો બહિષ્કાર

ચીન છે બહુ ચતુર ને ચાલાક, સસ્તી વસ્તુઓ પધરાવે,

વસ્તુઓ ના હોય ટકાઉ તો ય સહુ લેવા લલચાયે;

શાને લેવી ચીની ચીજો, જેણે આપ્યો કોરોના?

અર્થતંત્રને ખેરવી નાંખ્યું,ઈરાદા પાયમાલ કરવાના.

આપણાં પૈસા કમાઈને આપણાં જ સૈનિકોને કરે શહીદ,

ઈરાદાઓ એના ઉથલાવી દઈએ, બનીને આત્મનિર્ભર. 

ઔદ્યોગિક,વ્યાપારિક,વિદેશી નીતિમાં કરીને સુધારા,

ટેક્નોકોજીનો વિકાસ કરીને બનાવીએ ઉત્કૃષ્ટ વસ્તુઓ,

દેશપ્રેમી બનીને આપણે વસ્તુઓ વાપરીએ સ્વદેશી,

સાથ સહુનો હશે તો ચીજો બનશે ટકાઉ, સસ્તી.

__________________________________

૫) કુસુમ કુંડારિયા.

શીર્ષક:- બહિષ્કાર.

ચીની વસ્તુનો કરીએ સદા ત્યાગ દેશના વિકાસને કાજ,

ગાંધીજીનું ચૂકવીએ ઋણ સ્વદેશી અપનાવીને આજ.

દુશ્મનોની મેલી મુરાદને ઓળખી લીધી છે હવે સૌએ.

સસ્તાની લ્હાયમાં નહીં કરીએ દેશને વધારે તારાજ.

હલકી વસ્તુ વેચી છીનવે રોજી-રોટી આપણા બાંઘવની.

નહીં કરવા દઇએ દગાખોરોને આપણી મૂડીથી રાજ.

લુચ્ચાઇ-બેઇમાની વહે છે એની રગ-રગમાં કાયમી.

છીનવી લઇશું એકતા બતાવી એના શિર પરનો તાજ,

દ્રઢ સંકલ્પ કરી બહિષ્કાર કરીએ ચીને બનાવેલ માલનો.

ભરી લઇએ હર એક શ્વસમાં ચાલો એવી દેશ-દાઝ.

__________________________________

૬)  ચેતના ગણાત્રા “ચેતુ” 

શીર્ષક :  સ્વદેશી

સ્વદેશી અપનાવીને, ચીની માલ બહિષ્કૃત કરો,

આત્મ સન્માન જાળવીને, આત્મનિર્ભર બનો તમે.

ભારત દેશની સંસ્કૃતિ, સ્વર્ણિમ ને છે વૈભવી,

ભાતીગળ છે કલાકૃતિ, કૌશલ્યના છે કસબી,

ભવ્યતાને ત્યાગી તમે, કાં કરો તમે દોટ આંધળી.

સ્વદેશી અપનાવીને….

ગૌરવ ને ગરિમા રાખી, વધારીએ સાહસ વૃત્તિ,

દેશપ્રેમ અંતરમાં રાખી, ઘડીએ ઉજ્જ્વળ ભાવિ,

સાથ ને સહકારથી, પ્રગતિના પથ પર વધો.

સ્વદેશી અપનાવીને….

લાગે વસ્તુઓ સસ્તી, પણ છે સાવ તકલાદી,

નકલમાં ના હોય અક્કલ, એ વાત એકદમ સાચી,

મૂલ્યોનું જતન કરી, ઇતિહાસમાંથી પાઠ ભણો.

સ્વદેશી અપનાવીને….

_________________________________ ૭) અલ્પા વસા

શીર્ષક :   આપણે હિંદુસ્તાની 

છોડો ચાઈનીઝ આઈટમ.

ચાઈનીઝ આઈટમનું શું કામ?

બનો અણીશુદ્ધ ભારતીય,

શાને કરવી એની ગુલામી?

આપણે હિન્દુસ્તાની… 

અપનાવીએ સ્વદેશી.

છે આપણી સંસ્કૃતિ પ્રાચીન.

ભલે બનો તમે અર્વાચીન.

વેદ પુરાણોમાં બધી માહિતી.

શું આપણને છે કશાની કમી?

આપણે હિન્દુસ્તાની….. 

અપનાવીએ સ્વદેશી.

છે બુદ્ધિ આપણી અગાધ, 

ને મહેનત ઘણી પ્રગાઢ.

જનમાનસ છે વિનયી, વિવેકી,

કેમ ન આપીએ એને સલામી?

આપણે હિન્દુસ્તાની…. 

અપનાવીએ સ્વદેશી.

__________________________________

૮) નીના દેસાઈ

ગામ : અમદાવાદ

શિર્ષક : ચાઈનીઝ વસ્તુઓનો બહિષકાર

તારીખ : ૨૫/૭/૨૦

     ભલે હો સસ્તી, છોડી લાલચ

ચાઈનીઝ વસ્તુઓનો

        કરીએ બહિષ્કાર

સ્વદેશીનો કરીએ 

        સમજીને સ્વિકાર 

જમીન હડપે

       ફેલાલે મહામારી

એવા ખતરનાક ડ્રેગનને

    એક થૈ ને આપીએ હાર

હિંદીચીની ભાઈભાઈ કહી 

      દગો કરે એવા દુશમન પર 

કરશું મરણતોલ પ્રહાર 

       અહિંસા છે ધર્મ આપણો 

ઝંખીએ શાંતી વિશ્ચમાં 

       પણ કાયર નથી 

આંખ ઉંચી કરી જોનારાના

       બદ ઈરાદા કરીશું તારતાર

દેશ છે શુરવીરનો

        સામ દામ દંડ ભેદથી

   કરીશું જોરદાર પલટવાર!

_________________________________       ૯) ઉર્વશી શાહ.

ચીનની વસ્તુઓનો બહિષ્કાર

           હા–હા–હા

અરે મૂર્ખ ભારતીયો,     

        મારી વસ્તુઓનો બહિષ્કાર? 

કરી શકશો?

તમારી સવાર સાંજ રાત થાય મારાથી, 

તમારા ઘરની દરેક વસ્તુના અંશમા હું,

તમારી આર્થિક જરૂરિયાતમાં મારું સ્થાન.

મારા વગર તમારા સંબંધો નકામા,

તમારી નોકરીઓ મારા થકી,

સૌનો સસ્તો સાથી હું. 

મારાથી થાય બધાં જ રાજી,

નાનાથી લઈ મોટા સૌ મારાં ગુલામ,

મોટા ગજાના દેશો પર મારો સંકજો,

છુટી શકશો મારી ગુલામી માંથી?     

          હા-હા-હા

પહેલાં કરો તમારા દેશમાં પેદાશ, 

પછી કરજો મારા બહિષ્કારનો વિચાર.

__________________________________

૧૦)  રેખા પટેલ

છે ચાર દિવસની ચાંદની પાછી અંધારી રાત

ચાઈનાના સામાનની હવે કેવી કરવી વાત.

સસ્તી ને સિધ્ધપુરની જાત્રા એવી એ કમાલ,

એક સાંધે ને ચાર તૂટે છે એવી એની કરામત.

વિશ્વાસે વહાણા વાય, ને રામનામ પથરા તરે,

નથી વિશ્વાસ શ્વાસમાં જેના, આવી આખી જાત.

સમુખ્તારશાહીના રાજમાં, માન પ્રેમથી અજાણ,

આથી લોહીમાં દગો પ્રપંચ ભરે આખી જમાત.

નાક વિનાનો ચિનીયો, બસ નાણા થકી વર્તાય

બહિષ્કાર સહેલો ઉપાય એજ થકી દેશું મ્હાત.

__________________________________૧૧) અર્ચિતા દીપક પંડ્યા 

શીર્ષક :બનીએ સ્વદેશી, ન જોઈએ ચીની

છે જરૂરી હવે તો ફરી થવું સ્વદેશી રાખીએ આપણે સૌ સાચી દૂરંદેશી. 

નથી ક્યારેય બન્યા મિત્ર , એ ચીની બનાવી વિષાણુ, હવે તો હદ કરી! 

પડોશી દેશનો ધર્મ જઈને  વિસરી 

 દેશને લઈને ભરડો, કરે ચાલાકી 

 હોય  કોઈ દેશની  દાનત ખોરી

 ન થવા દઈએ, એની સીનાજોરી

સ્વાર્થ જુએ, ન જુએ જો માણસાઈ

કરીએ બહિષ્કાર એનો સાથે મળી

દેશને કરીએ  સહાય સૌ કોઈ, 

 દેશ વિરોધી નીતિને દઈએ ફગાવી. 

ન કરીએ રોકાણ ત્યાં, જાય ચીની ખાટી,

‘એપ’ પણ ન રાખીએ, જો હોય ચીની

__________________________________૧૨) આરતીસોની

હિંદી ચીની નથી ભાઈ ભાઈ

હલકી ગુણવત્તાનો છે 

ચીની સામાન

સ્વદેશી વાપરી સામો પ્રહાર કરીએ

ભયંકર મહામારીનું છે 

ઉદભવ સ્થાન

મારા દેશના ભાઈને રંજાડનારને

કેવી રીતે કહેવું ભાઈ ભાઈ ??

પીઠ પર કરે વાર હોઈ શકે ભાઈ?

આપીએ ચીનને નક્કર જાકારો

આપણા ભાઈઓને આપીએ રોજગાર ધંધો..

હિંદી ચીની નથી ભાઈ ભાઈ..

__________________________________૧૩) કિરણ પિયુષ શાહ

બહિષ્કાર…..

લોકડાઉનના લાંબા સમયગાળામાં

થોડી તકલીફો

અભાવો વચ્ચે 

એક સમજણ વિકસી..

જાન છે જહાન છે..

ખુદની સાથે દેશને જોડો

સસ્તાંનો મોહ છોડી

થોડા બચશેનો સ્વાર્થ ભૂલી

થોડું મોઘું પણ સ્વદેશી 

દેશને ફાયદો

દેશ બાંધવને રોજી રોટી મળશે

કોઈ ગરીબના ઘરનો ચુલો સળગશે..

તો આયાતી વસ્તુઓને જાકારો આપો

દેશની સીમા પર હલ્લો કરનારને 

બહિષ્કારનો પરચો બતાવો.

ટીકટોક જેવી એપ નથી  જ જોતી

સસ્તાં ચાઈનીઝ માલનો અસ્વીકાર

લલચાવતાં સસ્તાં માલનો, 

ચાઈનીઝ પ્રોડકટનો

ચાઈનાનો બહિષ્કાર…

હા એ એક જ છે ઉપાય…

આવો સૌ સાથે મળી

એક સંકલ્પ કરીએ…

__________________________________ ૧૪) રશ્મિ જાગીરદાર 

શીર્ષક-બહિષ્કાર

હા એ જ છે, 

ખાસ જરૂરી.

બહિષ્કાર, બહિષ્કાર. 

સસ્તા સસ્તા તકલાદી સાધનોનો બહિષ્કાર. 

શત્રુતાથી ભરેલી આયાતોનો બહિષ્કાર. 

સંખ્યાબંધ એપ્સનો ઉપયોગ નહીં, બહિષ્કાર 

વસ્તુઓનો વપરાશ નહીં, બહિષ્કાર. 

હવે એના મોબાઇલ આપણા હાથમાં નહી, બહિષ્કાર 

આપણી પાસે વસ્તુઓ ક્યાં ઓછી છે? 

ભલે એણે ઢગલે ઢગલા ઠાલવ્યા, કરો બહિષ્કાર. 

હવે તો, બધાનો બસ બહિષ્કાર, બહિષ્કાર. 

સૌથી ઉપર પાછા દુશ્મનાવટના હુમલા. 

હુમલાવરનો બહિષ્કાર, 

એની વાતનો બહિષ્કાર, 

એના નામનો બહિષ્કાર. 

અમાનવીય સંહારનો બહિષ્કાર. 

સિધ્ધાંતહીન સંચાલનનો બહિષ્કાર. 

ક્રૂર, શઠ ડ્રેગન તારો બહિષ્કાર. 

બસ હવે તો, બહિષ્કાર, બહિષ્કાર, બહિષ્કાર. 

આપણે થઈશું આત્મનિર્ભર અને કરીશું 

ભારતમાતાનો જય જયકાર. 

_________________________________ ૧૫) ભગવતી પંચમતીયા ‘રોશની’

શીર્ષક : બહિષ્કાર

મારે છે આ ડ્રેગન ફૂંફાડો,

ન ડરો, તેને ઉગતો ડામો.

અચ્છાઈની આડ લઈ લઈને,

ચીન કરી રહ્યું કાળા કામો.

હિન્દી-ચીની ભાઈ ભાઈ કહી,

બનાવે છે કોને, મામો?

સસ્તી વસ્તુનાં મોહમાં આપણે ફસાવી,

ચેડાં કરે સ્વાસ્થ્ય સાથે, નાણા લે બઠાવી.

પહેલાં અર્થતંત્રની કમર તોડે,

પછી આપણા જ સૈનિકોનાં મસ્તક ફોડે.

થોડોક વિચાર આપણે પણ કરવો જોઈએ,

શું ચીની વસ્તુઓનો ત્યાગ ન કરવો જોઈએ? 

આપણા ઘરોમાં ઘૂસી આપણે રમાડે છે, 

એ લોકો પોતાની નિયત બતાવે છે. 

કરી બહિષ્કાર ચીની વસ્તુઓનો,

બજાવો ડંકો ભારતની એકતાનો.

 ચાલો, આજે જ પ્રતિજ્ઞા કરીએ,

ચીની વસ્તુઓની હોળી કરીએ. 

તેમનાં માલનો બહિષ્કાર થશે,

તો જ ચૂચી આંખો પૂરી ઉઘડશે!

એક ફેરફાર ઓર કરો,

રાષ્ટ્રભાષાનો એ શબ્દ બદલો.

તેમાં પણ શું કામ ‘ચીની’ બોલીએ?

મીઠડો શબ્દ ‘શક્કર’ જ બોલીએ!

 દેશ આપણો છે ભારત મહાન,

આપણા જ હાથ રહે તેનું સુકાન.

અંગ્રેજોવાળો ઈતિહાસ ફરી ન દોહરાવીએ,

ચીની માલનો ત્યાગ કરીએ ને કરાવીએ.

નવો નથી આ છે નિવડેલો ઉપાય,

 દરેક દેશવાસી કરે થોડીક સહાય.

સ્વદેશી વાપરીશું તો બનીશું આત્મનિર્ભર,

ચોક્કસ હાર પામશે એ દેશ નીમ્ભર.

ઈરાદા જેનાં નથી સાફ,

કદી  ન કરાય તેમને માફ.

__________________________________૧૬) સરલા સુતરિયા

શીર્ષક – બહિષ્કાર

લો ફસાવ્યા હિંદી ચીની ભાઈ ભાઈ કહી 

આપણી ભલમનસાઈ તો ધરીની ધરી રહી

એક એક ચીજની કોપી કરી વિશ્વને ધમરોળે

જ્યાંને ત્યાં ચાઈનીઝ ચીજો મફતના ભાવે મળે

દેશના કારીગરોનું જીવવું હરામ કરી

લો ફસાવ્યા હિંદી ચીની ભાઈ ભાઈ કહી 

જરાય ભરોસો એની ઉપર કરજો ના કદીપણ

ચુંચી આંખે દગાખોરીના કરતા કેટલા ભાષણ

તકલાદી ડબલાની બાંધી સૌને ગળે વળગણી

લો ફસાવ્યા હિંદી ચીની ભાઈ ભાઈ કહી 

સરહદે જુઓ એની તો દગાખોરીના કિસ્સા

જ્યાં નથી હક એનો ત્યાંય એ તો માંગે હિસ્સા

વતનની હિફાજતમાં વહોરે વીરો શહીદી

લો ફસાવ્યા હિંદી ચીની ભાઈ ભાઈ કહી 

ફગાવી દો એની ઍપ, માલ અને સૌ વસ્તુ

આપણું જ લઈને પાછું વળી આપણને જ નડવું !

ખો ભુલાવી દઈએ એની કરીને બહિષ્કારી

લો ફસાવ્યા હિંદી ચીની ભાઈ ભાઈ કહી

છોડીને ચીજો ચાઈનીઝ સ્વદેશી અપનાવો

ચાઈનીઝ વસ્તુઓની સઘળે હોળીઓ પ્રગટાવો

દેશનું સઘળુંયે ધન દેશમાં જ રાખો સાચવી

લો ફસાવ્યા હિંદી ચીની ભાઈ ભાઈ કહી

__________________________________૧૭) ડો.જિજ્ઞાસા ઓઝા

શીર્ષક :  ભૂલી જાજે તું ચાયના! 

ભારતનો પૈસો છે મહેનતનો વ્હાલકુડી

આડાઅવળો એ જોજે જાયના, 

હવે ભૂલી જાજે તું ચાયના! 

સસ્તું કોઈ આપે તો બોલ તારો જીવ એને, 

આપી દઈશ ચપટીમાં, 

રૂપકડી વસ્તુઓથી લલચાવી હુંડિયામણ,

ખેંચવાની ગડ કપટીમાં,

એવો સોનાનો સાપ પોસાયના, 

હવે ભૂલી જાજે તું ચાયના! 

કારીગર આપણાં ભૂખે મરે ને એનો

વેપલો ચાલે ધમધોકાર!

આપણી સુરક્ષા કાજ ઊભા છે સરહદ પર ,

સૈનિકોને મારે એ ઠાર! 

દેશદાઝ તારી બંટાય ના!

હવે ભૂલી જાજે તું ચાયના! 

ચારેબાજુથી ભલે ઘેરી વળે ને તોય

જડબાતોડ આપશું જવાબ, 

સવાશેર સૂંઠ સૌની માએ ખાધી છે પછી! 

શાને સહીએ ખોટો દમામ! 

પાણી મૂકીએ ચાયનીઝ વપરાય ના

હવે ભૂલી જાજે તું ચાયના! 

__________________________________૧૮) આરતી રાજપોપટ

ચાર ફુટિયા ચીન

નથી રહેવું તારે આધીન

ખબરદાર, રહેજે તૈયાર

હવે તારો થશે બહિષ્કાર

ભાઈ માની તારો  કર્યો વિશ્વાસ

કપટ કરી તે જગને આપ્યો આઘાત

મોટી મળશે ફટકાર

સહુ દેશે ધુત્કાર

ખબરદાર, રહેજે તૈયાર

હવે તારો થશે બહિષ્કાર

સ્વદેશી વસ્તુ અપનાવશું

નામ વિશ્વે ભારતનું ગજાવશું

જોજે આંખ કરી ચાર!

ખબરદાર, રહેજે તૈયાર.

હવે તારો થશે બહિષ્કાર.

કોમળ છીએ કમજોર નથી

શાંત છીએ કાયર પણ નથી

તારા ખાલી જશે વાર

ખબરદાર, રહેજે તૈયાર

હવે તારો થશે બહિષ્કાર.

__________________________________

૧૯) હિમાલી મજમુદાર

શીર્ષક : બદલો

દરેક દેશવાસીઓનો છે પડકાર

કરવો ચીની વસ્તુઓનો બહિષ્કાર

કરે છે વાતોમાં એ નર્યું તૂત

મારી લાત ભગાવો એનું ભૂત

ખંખેરી નાખો ચીનનું જીન

અને પુરું કરો આપણું ડ્રીમ

નથી હિન્દી ચીની ભાઇ-ભાઇ

નરી એની આંખોમાં અદેખાઇ

ન કરીશ હવે તું  તારી તાનાશાહી

નથી રાખવી તલભારની સગાઇ

એણે તો મચાવી છે તબાહી

એ તો નીકળ્યો છે કસાઇ

સત્ય, અહિંસાને સદૈવ આચરી

કરી અમે તો ભલમનસાઈ

ન કરો હવે લેશ માત્ર વિચાર

કરીને ચીની વસ્તુઓનો બહિષ્કાર

બનાવી આત્મનિર્ભરતાની દિવાલ

બનશે દેશ મારો વિશ્વની  મિસાલ

_________________________________

૨૦) પૂજા(અલકા)કાનાણી

શીર્ષક-ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર

પહેલા તારા નપાવટ ઇરાદાનો, પછી તારા સસ્તા માલનો ખુલ્લે આમ બહિષ્કાર..

ગાફેલ ન રહેજે ચેતી જજે,મારા દેશવાસીઓ કરશે નવી

ચીજોનો આવિષ્કાર..

સ્વદેશી અપનાવીશું તને હરાવશું,

હવે ટકીશ નહિ તું અમે કરીશુ તારો પ્રતિકાર…

મિત્રતાની આડમાં તે ઘણાં કર્યા વાર,

પણ હવે તો તારો જ તિરસ્કાર…

સાનમાં સમજી જજે ઓ દેશના દુશ્મન, નહિતર તને દેખાડવો પડશે ચમત્કાર..

બહુ થયું હવે જરાય નહિ ,ભારતમાતા ના સપૂતને તારે કરવા પડશે નમસ્કાર..

__________________________________

અમેરિકા શાખા

૧) સપના વિજાપુરા 

શીર્ષક : ચાઈના નામે કૂતરું 

વતનની સરહદ વટાવીને,

એક કૂતરું આવી ચડ્યું 

કેટલાય કિલોમીટર સરહદની અંદર ઘૂસી ગયું 

મારા વતનની રક્ષાની

જવાબદારી કોની?

મારી!!

હું મારી આંખો બંધ કરી બેસી રહું !!

અને શેરીમાં ઢંઢેરો પીટુ કે,

મારા ઘરમાં કૂતરું આવી ગયું 

તમે એનો બહિષ્કાર કરો!

જવાબદાર કોણ? 

હું મારા ઘરની રક્ષા કરી શકતી નથી!!

હું બહિષ્કાર કોનો કરું?

કૂતરાને મારીને ભગાડવાની મારી ફરજ !

કૂતરાએ અડેલા વાસણ ફેંકવાની 

જવાબદારી મારી!!

પણ પહેલા કૂતરું તો ભગાડો !!

__________________________________૨) ગીતા ભટ્ટ 

વિશ્વ શાંતિ કાજ હું પડકારું છું એ દુષ્ટને

શાંતિ ચાહક દેશ મારો , ઘા કદી પહેલો નહીં ,

પણ લીધાં તેં વીસ, તો બમણાં લઇ શાંતિ ચહી!  

દેશનાં એ નવજવાનોની શહાદતની કસમ !

છે સુદર્શન હાથમાં , કાફર નહીં બચશે , કસમ ! 

ઢાલ ને તલવાર તોપો, યુદ્ધ કાંઈ એવાં હતાં,

ને હવે આ યુદ્ધ કેરાં વ્યૂહ પણ જુદાં થયાં!    

યુદ્ધનો છે વ્યૂહ પહેલો : ખત્મ દુશ્મનને કરો –

બ્હારથી તોડો , અને અંદર જઈ પોલો કરો ! 

ચીનની સૌ ચીજ – કપડાં ને મોબાઈલ રમકડાં ,

ત્યાગી સૌ  એ, દુષ્ટ કેરાં હાડકાં ખોખરાં કરો ! 

યુદ્ધનો આ વ્યૂહ બીજો : કરી દો બહિષ્કાર ,એ 

ઇન્ડિજીનીયસ ફાઈવ જી ટૅક તણો લલકાર છે ! 

પ્રેમ કે ભાઇચાર- સંધિ જે કદી સમજ્યો નહીં , 

એ દુષ્ટ જેણે વિશ્વને દીધું કોવિડ જાણી બુઝી !!  

હાથમાં લઈને સુદર્શન , વાંસળી અધરે ધરી ,

છે ઉભા યોગેશ્વરઃ  गीता તણો સંદેશ લઇ !!! 

અર્થતંત્ર યુદ્ધ સાથે   Earth નું ગૌરવ કરી ;

બળવાન થઇ ને વિશ્વ શાંતિ અર્થ સમજાવું અહીં !

__________________________________૩) પ્રવિણા કડકિયા

ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર

હિંદી ચીની ભાઈ ભાઈ કે હિંદી ચીની ભય ભય

ભયથી નહી હિંમતથી, “ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર”

મા ભારતીનો સાદ સુણ ,પ્રજાનો આર્તનાદ સુણ

વીર જવાનો સરહદે જઈ લડતાં લડતાં ત્યજે પ્રાણ

ભાતભાતના મનભાવન રંગરંગના રમકડાના આકાર

બેટરીથી ચાલતા આધુનિક ઉપકરણોના ઓછા દર

શાને કાજે ભારતની જનતા ખરીદે ‘ચાઈનિઝ રમકડા’

ગર્વથી ખરીદો એ ઉપકરણો અને ભારતિય રમકડા

‘પણ’ લો, આજથી કરો ‘ચાઈનિઝ વસ્તુઓનો બહિષ્કાર’

ટકાઉ, સસ્તા, સારા ‘રમકડાને ઉપકરણોનો આવિષ્કાર’

__________________________________૪) રેખા શુક્લ

“ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર”

મીટ માંડી ને બેઠું વિશ્વ હાથ જોડી, કરીએ સાથે બહિષ્કાર

ચાઈનીઝ વસ્તુનો હવે વિશ્વ પણ, સમજી કરે બહિષ્કાર 

બનીએ આત્મનિર્ભર, ગાંધીજી જેમ કર્યો હતો બહિષ્કાર

છે થોડું જો ખિલવું તો, કરવાનો આમ જ હવે બહિષ્કાર

છે મારે પણ કહેવું, મોકો મોહક શોધાયો ‘માત્ર’ બહિષ્કાર

મ્હોરવું ને મહેંકવું કૂંપણ કોશિષો, જરૂરી જીવવા બહિષ્કાર

“મેઈડ ઇન ભારત” એક જ છે અવકાશ, કરી લો બહિષ્કાર

હેવી મશીન, રમકડાં, કપડાં, પેન, ખાદ્ય પદાર્થ બહિષ્કાર

ના ટેકનોલોજી કે હેરપીન પણ જોઈએ, જુઓ તમે બહિષ્કાર

ઉડવું મારે મારી પાંખે, દિલ દિમાગથી કરીએ  બહિષ્કાર  

__________________________________

વડોદરા શાખા

 ૧) સ્મિતા શાહ 

વિષય : ચીની માલનો બહિષ્કાર 

વાત ના મંજુર હો પ્રતિકાર કર ,

જે હૃદયમાં હોય સીધી વાત કર .

સહુ તને નામર્દ સમજી બેસશે ,

નમ્રતા છોડીને વળતો ઘાત કર .

ઘર બળે તારી નજર સામે અગર, 

રોક તું જાતેજ જળની ધાર કર. 

તોડ ભરડો ડ્રેગનોનો જોશ થી ,

ગુંગળાતા શ્વાસની દરકાર કર .

હો ભલે ચળકાટ આંખો આંજતો ,

આજ ચીની માલનો બહિષ્કાર કર .

__________________________________

૨) રેખા પટેલ “સખી

શીર્ષક : બહિષ્કાર

હિંદી ચીની ભાઈ ભાઈ બોલતાં જાય,

પીઠ પાછળ છૂરાઓ ભોકતાં જાય.

નાક ચીબા ને લૂચ્ચાઈ કેવી દેખાય?

આપણાં જ રૂપિયા ખંધાઈથી ખેંચતા જાય.

પગપેસારો કેટલીય કંપનીઓમાં કરીને,

પોતાના રૂપિયા રોકી પ્રભાવ વધારતાં જાય.

છોડો મોહ હવે આ સસ્તી ચીની વસ્તુઓનો,

તકલાદી વસ્તુઓ આપી છેતરતાં જાય.

આત્મનિર્ભર બનો હવે દેશવાસીઓ,

શાંતિની વાતો કરી જવાનોને મારતાં જાય.

આપણાં જ રૂપિયા ને મહેનત પણ આપણી,

ભલે હોય મોંઘી તોય વસ્તુઓ અપનાવતા જાય.

ચીની એપ બંધ કરી મોબાઈલમાં એમા તો,

આભ તૂટી પડ્યું એવો કાગારોળ કરતાં જાય.

જાગી ગયાં હવે તો આપણાં વેપારીબંધુઓ,

બહિષ્કાર કરીને તેમને લાઠીઓ મારતાં જાય.

“સખી” બહિષ્કાર રાખજો આ ચીની માલનો કાયમ,

તો દેશનાં હીતોનું રક્ષણ આપણે મેળવતાં જાય.

________________________________

૩) જ્યોતિ પરમાર

શીર્ષક: બહિષ્કાર

આખી દુનિયામાં મોતનાં દ્રશ્યો છે ભેંકાર

ઘર પરિવારમાં રુદન સાથે સંભળાય ચિત્કાર

સુપર પાવરની લતે ફેલાવ્યો ચીને વાયરસ

જગત આખું ઢોળે ચીન પર જુઓ ક્રોધરસ

કમજોર દેશને આર્થિક શાયને બહાને

તફડાવી લે જર જમીન ને ધંધા સૌ જાણે

ઘરને ખૂણે ક્યાંકને ક્યાંક ચીની સામાન છે

સ્વદેશી કારીગરનું હળહડતું એતો અપમાન છે

યુદ્ધે ચડયાને સૈનિકોની જાનનું થયું નુકસાન

થયું ત્યારે આપણને સ્વદેશી વસ્તુનું ભાન

ભારતમાં સીઝનલ વિરોધ જોયો ઘણીવાર

આ વખતે સચોસાચ કર્યો ચીનનો બહિષ્કાર

__________________________________૪) ઝંખના વછરાજાની

શીર્ષક-જાગો

ઝળહળ દીવડા, ઝળહળ તોરણ, 

મોહક, રંગના પતંગ, રમકડાં, 

હાથે રહે છે રંગભર મોબાઇલ, 

ઘરનાં ઓરડે શણગારેલ લટકણ, 

ટેબલ, ખુરશી, પલંગ લેવા જાય છે દોડી, 

કેટકેટલી માયાએ લલચાયા છે સહુ, 

મોહમાયાની અજબ આ વાત છે, 

હળવેથી ખિસ્સા ખાલીથવાની વાત છે, 

માનવમનને લલચાવાની વાત છે, 

ચોતરફથી ઘેરાયાની આ વાત છે, 

ચીનની માયાજાળમાંથી છુટવાની હાક છે, 

જાગો, છોડો, નીકળીએ ચીની ભરડામાંથી, 

સ્વદેશીના આદરથી વાપરવાની વાત છે, 

ઝંખના ખુશહાલ મુક્ત થવામાં શાન છે.

__________________________________

૫)  પારૂલ મહેતા

શીર્ષક: પાર્થને કહો ચડાવે બાણ…

વિદેશી ચીજો વાપરું? 

દાંત ચમકાવું કે દેશને ઊજળો કરું?

જીભને લાડ કરું કે જઠરાગ્નિને સંતોષનો ઓડકાર લેવા દઉં?

હું ઉપરછલ્લી લીલોતરી જોઈને ખૂબ ખુશ થઈ રહી છું અને “એ” અંદરખાનેથી સડો રોપી રહ્યો છે.

સવારથી સાંજ લગી, બાળકથી વૃધ્ધ લગી, ખુશખુશાલ એવાં સૌના હાથ રમી રહ્યાં છે નાનામોટાં રમકડાં!

કશુંક ભયંકર, ભીતરને ખોતરી રહ્યું છે,

જર અને જમીન સઘળું છીનવાઈ રહ્યું છે હાથમાંથી 

અને આંખઆડા કાન કરી સૌ શ્વસી રહ્યાં છીએ, જીવી રહ્યાં છીએ?

‘હવે તો યુધ્ધ એજ કલ્યાણ!’ 

એમ સ્વગત બોલી મેં મારા હાથમાંનો ‘ચાઇનીઝ મોબાઇલ’ 

ફગાવી દીધો, બળાત્કારે.

__________________________________૬) જ્યોતિ આશિષ વસાવડા

શીર્ષક :ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર

                   ના માંગુ

  ના માંગુ   ના માંગુ ના માંગુ……..

               ચાઇનાની વસ્તુ હું ના માંગુ

સસ્તી હોયે ભલેને રૂપકડી હોય ઍ    

ટકતી નહિં ઍ કેવી તકલાદી હોય ઍ

              ગુણવત્તા કેરૉ હું ભ્રમ ભાંગુ 

              ચાઇનાની વસ્તુ હું ના માંગુ

વિવિધ અવતારમાં નવલી નવીન ઍ 

હોળી દિવાળીમાં હોય લોભામણી ઍ

          દેશના ગુમાન કાજ સહુ ત્યાગું 

          ચાઇનાની વસ્તુ હું  ના માંગુ

ટીક ટોક કે શેર ચેટ પબજી કે ઝૂમ શેન

વિગો બિગો હોય કે ઓપ્પો ને કેમસ્કેન

         લિવ મી ને વી મેટ  કોરાણે ટાંગું 

         ચાઇનાની વસ્તુ હું ના માંગુ 

ભારતની સરહદમાં ઘુસી ગયા ઍ આજ

વીર થયા અહીં વીરા માભોમ કાજ

            ગદ્દારીનું ખંજર ના ભોંકુ

            ચાઇનાની વસ્તુ હું ના માંગુ

મારી પ્રતિજ્ઞાથી  ખુલશે તકોના દ્વાર

કૌશલ્ય વિકસાવી  લડશે સૌ આરપાર

       ભારતભૂમિમાં  બન્યું એ જ માંગુ

       ચાઇનાની વસ્તુ હું ના માંગુ

ના માંગુ ના માંગુ ના માંગુ ……

        ચાઇનાની વસ્તુ હું ના માંગુ

        ચાઇના ની વસ્તુ હું ના માંગુ

__________________________________

૭) વિભાવરી ઉદય લેલે

શીર્ષક:- ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર

ભારતની પરંપરા-સંસ્કૃતિમાં જ સમાયા આવિષ્કાર,

હે વ્હાલા દેશવાસીઓ કરીયે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર.

આજ લગી આપણાં હાથે કદી ના માની કોઈ હાર,

રૂથી કાપડ અને સોય ને તલવાર;

બનાવી દાખવી હરદમ હોડી ને પતવાર

.

રહ્યાં સદા તત્પર આત્મનિર્ભરતાથી કલદાર,

દુશ્મનોને સીમે હંફાવી; સિંહે કર્યો છે લલકાર.

કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ને ફગાવો પેલે પાર,

સમજો દેશની સગવડ જરૂરી;

રાખો નજરમાં ધાર.

જાગો, ઊઠો રહો અફર કરો ખુલ્લા વાર,

કરીયે બહિષ્કાર ચીની વસ્તુઓનો;

કરો છાતી ઠોકીને પડકાર.

 __________________________________

૮) સુનિતા અગ્રવાલ 

શિર્ષક : ગુણવત્તા

અમ ભારતીયોની  અેક જ મા

ચીની પેદાશ સાથે સંબંધ જોડો મા

ભારતીય પેદાશનો પકડો હાથ 

ચીની પેદાશનો છોડો સાથ

અમ ભારતીયના  હાથ છે બાહુબલિ 

ચીની સામાનના હાથ છે લઘુબલિ

ચીની પેદાશની ગુણવત્તા છે બેકાર 

જેની ખરીદી કરે થાય દેશનું ધન બેકાર 

જો દેશનું અર્થતંત્ર કરવું  સબલ 

ચીની પેદાશની ખરીદી કરવી જ નિરબલ

ભારતીય પેદાશની ઉચ્ચ ગુણવત્તા

ચીની પેદાશની હીન ક્વોલિટી 

સ્વદેશી પેદાશ અપનાવો 

ભારતને આત્મનિર્ભર બનાવો 

મારૂં છે અેક જ શમણું 

આત્મનિર્ભર દેશ બનાવો

__________________________________ ૯) વિશાખા પોટા.

શિર્ષક: સુયોગ.

આજ સુધી પ્રેમ થી કહેવાતું  .હિન્દી ચીની ભાઈ ભાઈ.

આજે બન્ને  વચ્ચે બની ગઈ  ઊંડી ખાઈ..

એમની માયાજાળમાં ફસાવી આખી દુનિયાને પોતાની બનાવટો વેચી બનાવી પરાવલંબી.

આજે સમજાયું કે કેવા હતા મતલબી.

આપણા દરેક તહેવારોમાં એની બનાવટોનો થાતો હતો   ઉપયોગ..

હવે સમય આવ્યો છે

એની વસ્તુઓનો બહિસ્કાર કરવાનો

સાંપડયો છે સુયોગ..

દુનિયાને ઝુકાવવા કર્યો.

કરોના નો કાળો કેર..

હવે ભારત ને આત્મનિર્ભર

થવામાં લગી એ  નથી દેર.

__________________________________ ૧૦) લતા ડોક્ટર

 શીર્ષક- સુણ સાહેલી..

 સુણ સાહેલી સોગંદ છે                                    

    તું વાત મારી સુણ, તને

મારા સોગંદ છે..

તારી નિંદર કાજે, જાગતા એ નિશદિન

સીમાએ ઊભા અડીખમ છે..

કોઈના એ લાડકવાયા

કોઈ બહેનીના વીરા

કોઈની માંગના સિતારા છે એ

સાહેલી મોરી સુણ

તને મારા સોગંદ છે..

રંજાડે મા ભોમને, પાડોશી    એ નિશદિન

સીમાએ વીરલા વિંધાય છે.

દેશનો લલકાર આજે

એ રક્તનો પોકાર આજે

ઓલા ચીનનો માલ આજે ફેંક તું.

સાહેલી મોરી સુણ

તને મારા સોગંદ છે.

__________________________________૧૧) હેમાક્ષી બ્રહ્મભટ્ટ ડોલી

શીર્ષક-નાગચૂડ

ચાઈનાની  નાગચૂડમાં

સપડાયો સ્વદેશ મોંઘા મૂલો 

શાને કાજે કરવી આપણે 

હજુય ગંભીર ભૂલો 

સસ્તી વસ્તુ ઝેર જેવી 

કરશે દેશનો હાલ ભૂંડો 

સુંડલે સૂપડે ભરી ભરીને 

ચીની ચીજનો કાઢો હવે કુડો

ચાઈનીઝ ચીજો બહુ વાપરી 

બસ હવે મૂકો એમાં પૂડો 

ભારતવાસી ભરમાયા છો 

હવે માયાજાળથી છુટો 

ચેતી જાજો સુધરી જાજો

નહીં તો દાણા બદલે ડુંડો

ભારત માની માફી માંગી 

તેના ચરણોમાં જઈને ઝૂકો 

__________________________________

૧૨) મીના વ્યાસ

         ( લગાગા 4)

હવે તો બહિષ્કાર કરવો જ પડશે,

અને સૌએ સ્વિકાર કરવો જ પડશે.

નકલખોર સસ્તું બનાવી ને વેચે,

નથી ખપનું,ધિક્કાર કરવો જ પડશે.

સ્વદેશી જ અપનાવશું આજથી ને,

હવે દેશ ચિક્કાર કરવો જ પડશે.

નથી જોઇતી ચીજ હો પારકી તો,

ઇ વેચાણ ધુત્કાર કરવો જ પડશે.

અમે લાગણી દેશ સાથે જ જોડી,

અને એ જ વિસ્તાર કરવો જ પડશે.

__________________________________

સુરેન્દ્રનગર શાખા 

૧) ભારતી ત્રિવેદી દવે

શીર્ષક-ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર

મારાં ભઇલાના કાંડે શોભશે રાખડી,

મારાં દેશની બહેનોની ઠરશે આંખડી…

” બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ્સ” છે નારો,

બને ” આત્મનિર્ભર ભારત” મંત્ર છે

મારો…

 “ટિકટોક” નાં રવાડે ચડાવી બધાને તું ખુબ કમાણો,

હવે તો આવી ગયો છે ” ઈન્ડીયન ટકાટક”નો જમાનો…

અમે સૌએ વીવો,ઓપો..નો અંત આણ્યો,

હવે આવ્યો ઈનટેક્ષ,રીયલ મી..નો જમાનો….

દિવાળીએ પ્રગટશે હિન્દુસ્તાનમાં સ્વદેશી દીવડાં,

ફરી ફોડશે મારો દેશ શિવાકાશીના ફટાકડાં….

તારી સસ્તી અને તકલાદી પ્રોડક્ટનો હવે,

અમે સૌ ભારતીય કરીએ છીએ બહિષ્કાર…..

ભારત સામે બાથ ભીડવાળાને નથી ભુલતા અમે,

શાનમાં સમજી જવું નહીં તો દુનિયાનાં નકશામાથી ભુંસાઈ જશે નામ….

__________________________________

૨) નીલમ પ્રતિક વ્યાસ “દુર્ગા”

શીર્ષક: સ્વદેશી નિષ્ઠા

કેમ ગળે ઉતરે કોયડો દ્વિઘાભર્યો?

પીરસીને ઝેર પછી દવાનો ઢગ કર્યો

ઓષડીયા આયુર્વેદના ભુલીને

મંગાવે તબીબો કાચી સામગ્રી ચીની

પ્રસરાવ્યા જીવલેણ જંતુઓ જુઓ

ભાઈ-ભાઈ નહી બાય-બાય કહો 

આઁખો જીણી તો એ ડ્રેગન ધરાવે

અંધાપો આપણને કોણ બતાવે?

પીઠ પ્રહારે શહિદ થયા વીર સપુતો

રમે ચીની રમકડે એમના જ પુતો?

તાંબા-પિત્તળને અભેરાઈએ ખડકી

જમે છે ચીની ધુળના પાત્રો પકડી

ફેંગસુઈના રવાડે ચડીને હવે તો વળી

ભુલ્યા વાસ્તુશાસ્ત્રની વિદ્યાઓ પણ

બળવર્ધક સ્વાદિષ્ટ મીષ્ટાનો ત્યજીને 

નૂડલ્સની ઘેલછાઓ વહોરી લીધી

નવાઈ છે કે કમાણી કાજે તો ચીને

વેચી ભારતીય દેવોની છબી ને મૂર્તિ

ઢંઢોળી દેશદાઝ હવે તો સંકલ્પો

બાંય ચડાવી રાતી આઁખે પ્રહારો

તોડો કમર ત્યાના ઉદ્યોગોની જરા

વોકલ ફોર લોકલ અપનાવીને સદા

મેક ઈન ઈન્ડીયા, મેઈડ ઈન ઈન્ડીયા

બન્ને સુત્રો સાથે બેઠુ કરીએ ભારતને

કરીને બહિષ્કાર ચાઈનીઝ તત્વોનો

આંકો મહિમા માતૃભૂમિના સત્વોનો

_________________________________

૩) સંજ્ઞા આચાર્ય

શિરષક-પરનો બહિષ્કાર સ્વનો સ્વીકાર

ચાઈનીઝ ચાઈનીઝ સાંભળીને હવે ચડી રીસ

મારા ભારતના ઉત્પાદનને કરું  સોલિડ મીસ

બહિષ્કાર ચાઈનીઝનો સાંભળું આજકાલ એવું

મેડ ઇન ઇન્ડિયા જ અપનાવું થાય છે ઘણું એવુ, 

થયા ઘણા ફેરફારો આત્મનિર્ભરતાની પાડી ચીસ

ચાઈનીઝ ચાઈનીઝ સાંભળીને હવે ચડી રીસ.

 ઝેન્ડર કે ટીકટોક પર તો લાગ્યો સરકારી  બેન્ડ 

બોલો આમાંથી કોણ કોણ ધુએ છે એમના હેન્ડ

કેમકે કોવિડ પણ છે ચીનની જ  પીરસેલી ડીશ

ચાઈનીઝ ચાઈનીઝ સાંભળીને હવે ચડી રીસ.

__________________________________

૪) હેમા ત્રિવેદી

શિર્ષક-ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર

આખા જગમાં મોત વેંચીને, બેશરમ નાચ કરે પ્રહારી;

વિશ્વ આખાને લીધું ભરડામાં,

કોરોનારુપી ઝેરીલી ફેણ મારી;

આજે નહિ તો કાલે જડી જાશે જડીબુટી,

 ‘ને અંકુશમાં આવી જશે એ  મહામારી;

પણ, જાણી લેજો વિદેશી વસ્તુનુ વળગણ,

છે મહા ભયંકર ‘ને અસાધ્ય બિમારી;

લુ અક્ષર છે સાયલન્ટ (silent) જેમાં,

એવા ચીનાઓ જાણી ગયા આપણી લાચારી;

સસ્તો-આકર્ષક-તકલાદી માલ પકડાવી દઇ,

બનાવી મૂર્ખ, છીનવી લીધી આપણી ખુમારી;

કોરોના જેવા વાયરસને નાથવો,

એ વાત તો મેડિકલ-સાયન્સને આભારી;

પરંતુ, ચાઇનીઝ પ્રોડકટનો બહિષ્કાર કરવો,

એ વાત તો હાથવગી છે મારી-તમારી !

કરશે હાલત કફોડી બુલેટ કરતાંય વોલેટ ની લડાઇ,

 છોડશું વળગણ તો જ પામશું પરિણામ હિતકારી ;

દેશમાં ચીન સમર્થકો હજુય એવા કેટલાંય,

જે પોતાની રોટી પકવવા દેશ સાથે કરે ગદારી;

પણ, જાણી લો..જે થાળીમાં ખાય એ જ થાળીમાં થૂંકે,

એ તો ચીનાઓની રીત પુરાણી, તો લેજો વિચારી;

જો આજે નહીં સમજાય આ વાત તો……!!

તો.. દેશે સહુને ગાળો, પેઢી આપણી  આવનારી;

શું દેશને સુરક્ષિત – સલામત રાખવાની,

માત્ર વીર સૈનિકો કે સરકારની જ જવાબદારી ?????

ચાલો, સહુ સાથે મળી હિમાલયની ટોચ પરથી,

એકતાના પ્રદર્શન થકી, કહીએ વિશ્વને લલકારી;

નથી નમાલા !! બેઠા છીએ શાંત એટલા માટે કે..,

હરકોઇ જાણે છે કે અમે શાંતિ – અહિંસાના પૂજારી;

તેમ છતાંય વગર કારણે છંછેડશો તો યાદ રાખજો,

ખૂલશે જો નેત્ર ત્રીજુ઼, તો ફેલાશે બ્રહ્માંડ આખામાં ધ્રુજારી !!!!!!

હવે તો ચીની વસ્તુઓનો બહિષ્કાર અને , સ્વદેશીનો જ સ્વીકાર કરવી વાત સહિયારી. 

__________________________________

રાજકોટ શાખા

૧) નિમિષા વિજય લુંભાણી ‘વિનિદી’

શું થશે બહિષ્કાર ચાઈનીઝ વસ્તુઓનો કરવાથી,

લાલચ છોડો સસ્તા માલનો, મોહ છોડો નાવિન્યનો,

આવિષ્કાર કરો તકનીકોનો, ઉત્પાદન કરો સ્વદેશમાં જ,

મળશે રોજગારી અને રહેશે હુંડીયામણ ઘરઆંગણે, 

લાવો વિદ્યા આપણી પાછી, જે લઈ ગયો હ્યુએન ત્સંગ,

ના સમજશો તો સ્વતંત્રતા છીનવાશે સ્વદેશમાં જ,

માભોમની રક્ષા કાજે સરહદે કુરબાન થતાં સૈનિકો,

વેપારમાં, વપરાશમાં પસંદ રાખીએ સ્વદેશી માલની,

જાગૃત રહિએ, જાગૃત કરીએ દેશબંધુઓને,

પ્રબળ જ્વલંત રાખીએ દેશપ્રેમની ભાવનાને.

__________________________________

૨) હિના મહેતા

વિશ્વ આખામાં હાહાકાર,

કોરોનાનો મળ્યો ઉપહાર,

થયો માનવતાનો બળાત્કાર,

એવા ચાઈનાનો કરો બહિષ્કાર.

સસ્તી વસ્તુઓથી સહુને પ્રેરે,

અંતરંગમાં ઝેરને વહેરે,

ડ્રેગનના રૂપનો કરાવ્યો સાક્ષાત્કાર,

એવા ચાઈનાનો કરો બહિષ્કાર.

ચાઈનીઝ ઉત્પાદનો મુદાૅબાદ,

સ્વદેશી વસ્તુઓનો કરો સ્વીકાર,

સ્વદેશી ટેકનોલોજી નો કરો વિસ્તાર,

ચાઈનાનો કરો બહિષ્કાર.

ભારત સામે છે પડકાર,

ગામડાને કરો તૈયાર,

જાગો ભારતીયો જાગો,

સ્વદેશી અપનાવો દેશ બચાવો,

માતૃભૂમિનુ ઋણ ચુકાવો,

દેશની પ્રગતિમાં સહકાર આપી,

લાચારીને મારો લાત,

ચાઈનાનો કરો બહિષ્કાર.

__________________________________

૩)  ડૉ. રેખા શાહ

શીર્ષક :- કરો બહિષ્કાર હવે

લૂંટ્યો ભારત દેશને,એ ચીનનો, કરો બહિષ્કાર હવે

નિર્માણ થયું જે ચીનમાં એનો , કરો બહિષ્કાર હવે

મુખમાં રામ બગલમાં છૂરી,નિયત એની સદાય બૂરી

કહેર વરસાવ્યો સમગ્ર વિશ્વમાં, કરો બહિષ્કાર હવે

‘ હિન્દી ચીની ભાઈ-ભાઈ’, દાવો એવો પોકળ કરે

ને કાયમ પીઠમાં ખંજર ભોંકે, કરો બહિષ્કાર હવે

નિયમ તોડી, સરહદમાં ઘૂસીને વીર જવાનોને મારે

માનવતા સારી નેવે મૂકી ડ્રેગને, કરો બહિષ્કાર હવે

વેપારનાં બહાને ઘૂસ્યો આપણા દેશમાં એ

નુકસાન કરે અર્થતંત્રને, કરો બહિષ્કાર હવે

કરીએ સૌ મળીને સંકલ્પ, સ્વદેશી અપનાવીશું

આત્મનિર્ભર સૌ બનીને , કરો બહિષ્કાર હવે

__________________________________ ૪) પાયલ ઉનડકટ

શીર્ષક : છોડવું છે

(ગાલગાગા×4)

હોય સસ્તું તો ય મારા દેશ માટે છોડવું છે,

પીઠ પર ખંજર લગાવે એમનું સર ફોડવું છે,

દેશમાં ઘૂસી અને દાનવ સમી હરકત કરે,

મા કહેવાઈ ધરા તોયે હવે ના છોડવું છે,

હા! ગમી એની કલાકારી અને ચીજો બધીયે,

પણ પ્રહારે ભોમ લૂંટે પાછું એને ચોડવું છે,

છે સ્વદેશી એ જ સાચું વાત ગાંધીએ કરી’તી,

દેશ ખાતર જીવતા મન સંગ આજે જોડવું છે,

તોડજો કે ફોડજો અપનાવજો ના કંઇ હવેથી,

વાક્ય સીધું આ બધાના જઇ વિચારે ખોડવું છે.

__________________________________૫) મનિષા રાઠી

શિર્ષક:- ચીની ચીજોનો બહિષ્કાર ,

            સ્વદેશી વસ્તુનો સ્વીકાર

 મચાવ્યો જેને વિશ્વ આખાયમાં હાહાકાર……

ફેલાવ્યો જેને કોરોનારુપી કહર,

 નચાવ્યાં તે ભારતનાં લોકોને તારાં ઇશારાં પર…

કરો બહિષ્કાર આ ચીની લોકોની વસ્તુઓનો.

નહીં મંગાવીએ હોળી કેરાં કલર ,

નહીં મંગાવીએ દિવાળીમાં ચીની લાઇટ,

કરીશું આપણી જ દેશની વસ્તુઓનો ઉપયોગ,

આપીશું રોજગાર આપણાં જ લોકોને,

રહેશે આપણાં નાણાં, આપણાં જ દેશમાં

જ્યારે થશે મજબૂત આપણી નાણાંકીય સ્થિતિ,

વઘશે જ્યારે દેશનો રોજગાર,

તૂટશે ત્યારે ચીનની આર્થિક તંત્રની કમર……

જ્યારે કરીને  દગો ,તે માર્યા અમારાં સૈનિક,

લઇશું બદલો અમારાં વીર- જવાનોનું,

ચૂકવીશું ઋણ માતૃભૂમિનું,

ત્યારે જંપીશું અમે ,કરીને તારો બહિષ્કાર …..

 જ્યારે થયાં બંધ તારાં બઘાંય એપ તો,

થઇ ગયો ઉંચો-નીચો,

ભલે તું દરેક  ટેકનોલોજીનો બાપ છે,

તું ના ટકી શક્યેા , ના ટકી શકીશ,

કારણ ભારત પણ તારો બાપ છે.

તને ગર્વ તારી તાકાત પર,

અમને ગર્વ અમારી એકતા પર,

કરીશું હવે બહિષ્કાર તારો,

એવો શક્તિશાળી દેશ છે અમારો…….

__________________________________

૬) રીટા ભાયાણી

શિર્ષક : જા બહિષ્કાર

વેરી કાચીન્ડા,

છો પાટલીબદલુ,

જા તિલાંજલિ.

ચામાચિડિયા,

દુશ્મન દુનિયાના,

જા બહિષ્કાર

તકલાદી તું,

વૃત્તિ ખોરુટોપરુ,

વ્યવ્હાર બંધ.

હૈયે છે હામ..

બની આત્મનિર્ભર,

તોડું ઘમંડ.

સ્વપ્ન અનેક..

છે બળ ભૂજાઓમાં,

પૂર્ણતા ધ્યેય.

__________________________________

૭) અર્ચના શાહ. “આર્ચી”

શીર્ષક : હવે ખેર નથી

થોડું નોખું હશે,

થોડું અનોખું હશે. 

થોડું સબળું હશે, 

થોડું નબળું હશે. 

તો પણ એ બધુંય ન્યારુ હશે. 

મારી જ માટીમાંથી બનેલ એ મારું હશે. 

આપણા લોકોએ બનાવેલા એ આપણું હશે. 

ના જવાય સરહદ પર તો કાંઈ નહીં. 

દેશ પ્રેમ દેખાડીશ આત્મનિર્ભય થઈ .

નહીં પોષૂં માતૃભૂમિના શત્રુને,

ઓ… ચીના  તારી ખેર નથી.

__________________________________૮) પંચશીલા હિરાણી (પંછી )

શિર્ષક : જા ડ્રેગન જા

ચાલો સાથે મળીને સૌ કરીએ સ્વીકાર,

સ્વદેશી અપનાવી, કરીએ ચીની વસ્તુઓનો બહિષ્કાર…

રાખ તારો સસ્તો માલ તારી પાસે,

ખરીદી માલસામાન તારો, નથી બનવું અમારે ગદ્દાર…

રાખ તારા તકલાદી રમકડા તારી પાસે, બનાવી માટીના રમકડા રમશે બાળકો અમારા,

માટી મારા દેશની છે ગર્વભેર કરશે બાળકો એવો કીલકાર…

મોબાઈલ, ટીવી, ફ્રીઝ રાખ બધું તારું તારી પાસે,

તારી લોભામણી એપ્લિકેશનથી હવે નહિ છેતરાય,

જા ડ્રેગન જા દીધો તને આજથી જાકાર…

સસ્તુ આખરે પડ્યું કેટલું મોંઘુ ?

ખિસ્સા ભર્યા તારા તોય, કર્યો પીઠ પર ઘા !! ભાઈ બની કર્યો વાર, તને હજારોવાર ધિક્કાર..

નથી જોઈતી સસ્તી તારી ઉછીની રોશની, દીપ પ્રગટાવીશુ હવે ઘરે ઘરે, હવે પાથરીશુ  તારા પથ પર અંધકાર…

તારા મેક-અપ પ્રસાધનો મુબારક તને,

નથી જોઈતા ગુલામીના થપેડા અમને, આંતરિક સૌંદર્ય નિખારી, કરીશુ વ્યક્તિત્વ શણગાર…

તારા કેમિકલયુક્ત કલર અને સસ્તી પિચકારીઓ હવે નહીં ખપે અમને,

ખૂબ ખટાવ્યો તને, ઊઠે છે ઊંડેથી ચિત્કાર…

તારા ફેંગશુઈનો હવે કોઈ મતલબ નથી, તારા ક્રિસ્ટલના કાચબાથી વધુ મજબૂત છે અમારો કુર્મ “અવતાર”,

નથી જોઈતી તારી વિન્ડ ચાઇમ, અમારે પૂરતા છે અમારા સ્વસ્તિક, 

ઓમકાર…

આટલું કર્યું તોય તારું પેટ ન ભરાયુ ?

તો, કોરોના જેવી વૈશ્વિક મહામારી ને જન્મ આપ્યો!! દુનિયા આખી ભાંડે તને,મચાવ્યો તેતો હાહાકાર…

હવે બનીશું આત્મનિર્ભર,

સ્વદેશી અપનાવી ઉભી કરીશું નવી તકો, નથી જોઈતો હવે કોઈનોય”ઉપકાર”

જા આજથી બંધ તારી સાથે સઘળો “વ્યવહાર”

 કરીશુ એવુ મળી રહેશે સૌને 

રોજગાર

 જા… ડ્રેગન જા… આજથી તારો બહિષ્કાર…

__________________________________ ૯) પ્રતીક્ષા  બ્રહ્મભટ્ટ.” પ્રતીક્ષા

શીર્ષક : સ્વદેશી નો આવિષ્કાર ચાઈનીઝ નો બહિષ્કાર 

હસતાં રમતાં પતંગિયાં મારાં,

પીંજરે પૂરાયા. 

બાગમાં ખીલતાં ફૂલડાં મારાં 

ઘરમાં મૂરઝાયા. 

જ્ઞાન -વિજ્ઞાનની વહેતી’તી ધારા,

ઓનલાઈન અટવાયાં. 

ખુલ્લી હવાનો આનંદ માણતાં,

માસ્કમાં વિંટાયા.

ધમધમતી’તી હાટડી મારી,

તાળાકુંચી લાગ્યાં.

શરણાઈના સૂર વિસરાયા, 

મરશિયા ગવાયાં.

લડવું હોયતો આવ સામે, 

પીઠ પર ઘા કરાયાં.

નહી ભૂલે એક પણ બાળકો મારાં,

થાશે સવાયા.

ઓ,ચીન યાદ રાખજે વચન મારાં,

સૌનાં દિલ દુભાયા. 

ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર, 

એજ અંતરનાદ.

__________________________________૧૦) વિધિ વણજારા “રાધિ”

શીર્ષક : ચીનનો બહિષ્કાર – ભારતનો આવિષ્કાર.

ચીનની વસ્તુઓ આજ પડી છે દુકાનોમાં એમ,

ભરબજારે એ વસ્તુ જાણે કરે વાત, એવું કેમ?

લોકોની ભીતરનો અંગારો આગ બની ભભૂકે,

ચીનની વસ્તુઓ અને બેનરો બળે આજ ભડકે.

હેલો, હાઈક, શેરચેટ, લાઈક અને ટીકટોક,

ભારતમાંથી તો થઈ ગયાં અદ્રશ્ય આજકાલ.

સંકલ્પ કરી, કરો શરૂઆત ચીનનો બહિષ્કાર,

એક વખત તો કરો, થશે જ સ્વદેશી આવિષ્કાર.

આપણી વસ્તુઓ બનશે અને વપરાશે આપોઆપ,

વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનશે સાથોસાથ.

ભારતમાં પણ થશે ટેકનોલોજી સંગાથે વિકાસ,

હૈયે રાખજો હામ, વસ્તુઓની થશે વિદેશમાં નિકાસ.

એક અપીલ ભારતીયોને, ફરી બતાવો આપણી  એકતા,

મહામારીમાં સ્વદેશી વાપરી, બતાવો આપણી એકતા.

ભારતમાં ઉજવાશે દરેક દિવસ જાણે એક તહેવાર,

જ્યારે ભારત બનશે વિશ્વ મહાસત્તા એકવાર.

ભારતીયો જ છે એક આધાર, જે છે ભારતની શાન.

ભારતમાં નહીં રહે કોઈ નિરાધાર, મારું ભારત મહાન.

__________________________________

મુંબઈ શાખા

૧) લતા ભટ્ટ 

શીર્ષક: સમજો અને વિચારો 

ચાઇનિઝ વસ્તુનો વપરાશ કરી કાં  તમે અંધ ઠરો?

બંધ કરો ભાઈ બંધ  કરો, વપરાશ એનો બંધ કરો.

યાદ  નથી કે પીઠ પાછળ ભોંકાયા કેટલા ખંજર?

લહુ વહાવ્યા છે સૈનિકોના ભૂલી ગયા એ સદંતર? 

સપૂતો છીનવી આપણી ભારતમાને કાં વંધ કરો, 

બંધ કરો ભાઈ બંધ  કરો, વપરાશ એનો બંધ કરો.

સ્વદેશી વસ્તું જ વાપરવાનો સદા આગ્રહ રાખો,

જુઓ પછી કે,  દેશના વિકાસને ફૂટે છે કેવી પાંખો,  

અર્થતંત્રને મજબૂત કરવા એમ એક  સ્કંધ ધરો,

બંધ કરો ભાઈ બંધ કરો, વપરાશ એનો બંધ કરો.

ચાઇનીઝ વસ્તું દેખાવમાં ભલે ગમે તેટલી આકર્ષક,

પણ તેની ગુણવત્તા માટે હંમેશા હોય  મનમાં શક,

આંખ ઝીણી,  દૃષ્ટિ વિશાળ? ધ્યાન તે  પર ચંદ ધરો, 

બંધ કરો ભાઈ બંધ કરો, વપરાશ એનો બંધ કરો.

ચાઇનીઝ દોરાઓથી કપાયા છે કેટલાય  ગળા,

મોબાઈલ કેટલાં ફાટ્યાં તે ગણવાં ખૂટે આંગળા, 

સમજો, વિચારો અને મનથી એને પાબંધ કરો, 

બંધ કરો ભાઈ બંધ  કરો, વપરાશ એનું બંધ કરો.

__________________________________૨) અલ્પા શાહ.

બહુ થયું  હવે 

હિંદી  ચીની ભાઈ  ભાઈ.

છોડો ચીની હવે 

કહો હિંદી  માય માય.

મોદિજી કહે

વોકલથી થાઓ લોકલ.

ચીનીઓના  સૌ

 વાયદા છે  પોકળ.

સ્વદેશી થઇ 

સ્વદેશ ને અપનાવો.

મેડ ઇન  ઇન્ડિયાનો 

 જીવન મંત્ર અપનાવો.

__________________________________

૩) ગીતા પંડયા

સ્વદેશી વાપરો, ચીની માલ ફગાવો,

હિંદુસ્તાનને ગૌરવાન્વિત હવે બનાવો.

વોકલ, લોકલ ને ગ્લોબલ –કેવું સરસ !

બસ હવે,આ ચીની અવલંબન ફગાવો.

ગાંધીજી થી લઈ મોદીજી સુધીનો ઈતિહાસ

બોલે, સ્વયમને સ્વદેશી સાજ સજાવો.

આપણી જ કલા ને આપણાં જ છે કસબ!

સન્માન એ મહાન કસબીઓને પણ અપાવો.

ભારતની ધીંગી ધરામાં કૌવતથી પેઠો શેતાન!

ચીની, આ રાક્ષસનો આતંક હવે બસ ઠારો.

ઘરના ઉંબરે, કોડિયાના અજવાશો ઉગે મારા કોડમાં,

સાત્વિક દીવા પ્રગટાવી, ઝગમગ તોરણ ફગાવો.

સ્વદેશી વાપરો, ચીની માલ ફગાવો જ ફગાવો.

__________________________________ ૪) નૂતન તુષાર કોઠારી ‘નીલ’

શીર્ષક: આત્મનિર્ભર ભારત

રાખશો હવે મનમાં ભારત પ્રત્યે ખરી દેશદાઝ?

ચીની સામાન સામે ઉઠાવશો બુલંદ અવાજ?

કરો સંપૂર્ણ બહિષ્કાર ચીનનથી આવતા સામાનનો,

બતાવી દો પરચો ભારતના સ્વાભિમાનનો.

બહિષ્કાર કરવામાં વિવેકબુદ્ધિ જરૂર જાળવજો,

જેના દામ ચૂકવી દીધાં છે એને સરખી સાચવજો.

ઘરમાં રહેલા ચીની સામાનની તોડફોડ ન કરો,

એમ કરી ચૂકવેલી કિંમતનું બમણું નુકસાન ન ભરો.

ચીનને નવો ઑર્ડર હવે કોઈ નહીં આપીએ,

એમ કરી એને મુંહતોડ જવાબ આપીએ.

આપણાં જ પૈસે સ્વ-સૈનિકબળ આબાદ કરે

અને સરહદે આપણાં જવાનોને

બરબાદ કરે.

નથી ભૂલ્યાં ‘હિંદુ-ચીની ભાઈ ભાઈ’નો એ દગો,

મોઢે મીઠાં થઈ, પીઠમાં ખંજર ભોંકીને કરે દંગો.

વિકલ્પ શોધીશું ચીનનો, ચલાવી લેશું વસ્તુ વગર,

પણ હવે તો ભૂલથીય પગ નહીં મૂકીશું એ ડગર.

‘ઘરના છોકરાં ઘંટી ચાટે’ એવું હવે નથી કરવું.

”આત્મનિર્ભર ભારત’ના નૂતન વિચારે આગળ ધપવું

__________________________________૫) શિલ્પા શેઠ “શિલ્પ”

શીર્ષક : બહિષ્કાર ચાઈના માલ 

જાત સામે તો ધરી દો આઈના.

ને બહિષ્કૃત કરજો આઈટમ ચાઈના.

 બસ ઉઘાડી લૂંટ છે સમજો હવે, 

 માલ નકલી છે આ ચીની ભાઈના.

 દામ ઓછા ચીજ તકલાદી હશે, 

 એમણે પર્વત કીધા છે રાઈના. 

 ના રમકડું બાળકોનું લઇ શકે, 

 સ્વપ્ન મોંઘા થઇ ગયા છે બાઈના.

 જો ચલે તો ચાંદ તક યા રાત તક, 

 સાથ વ્યક્તિ છોડી દે પરછાઈના.

 મંચુરિયન ને નુડલ્સ કરતા વધુ, 

 રોટલા ભાવે મને તો માઈના. 

 ચાઈનાએ તો હવે માઝા મૂકી, 

 ‘શિલ્પ’માં દર્શન કરી લો સાંઈના. 

__________________________________

૬) જયોતિ ઓઝા

શીર્ષક :- ચીની માલનો બહિષ્કાર

મારે ચીની માલનો ,

બહિષ્કાર કરવો છે.

મારે આત્મ-નિભૅર,

ભારત બનાવવું છે.

લોકલ- વોકલને,

ગ્લોબલ સુધી લઈ જવું છે.

મારે એવું, 

વિચારબીજ રોપવું છે.

             (મારે ચીની માલનો………..)

સ્વનિભૅર બની,

દુનિયાને દેખાડવું છે.

સામાન્ય માણસોમાં,

ધરખમ ફેરફાર કરવો છે.

         (મારે ચીની માલનો…………)

સસ્તામાં મળતી વસ્તુઓ પણ,

જીવનું જોખમ   ધણું.

સામાન્ય માણસના જીવનમાં,

એની સમજ લાવવી છે.

      (મારે ચીની માલનો………..)

સૈન્ય કરે ધણું પણ, 

મારે સાથે દેવો છે.

સામાન્ય માણસો સુધી,

પહોંચે વિચાર એવું કરવું છે.

           (મારે ચીની માલનો………..)

_________________________________

૭) સુરુચિ સેજલકુમાર નાયક

શીર્ષક: દેશ હમારો 

વૈભવશાળી, ગૌરવશાળી દેશ હમારો…….

દેશાભિમાન છે, અભિમાન છે,સ્વદેશી છે નારો

નહિ જ નમીશું , નહિ જ જૂઠીશું ચીનના ડે્ગનને

નકલી, સસ્તા માલને દેશું આપણે સૌ જકારો

વૈભવશાળી, ગૌરવશાળી દેશ હમારો……

આત્મનિર્ભર બનીને કરીશું ચીનનો દેશવાટો

સમગ્ર વિશ્વમાં ખુલ્લો કરીશું એનો આ મુખવટો

કોરોનાના કહેર વરસાવનારની કમર તોડીશું

બનાવટી એના માલને તિરસ્કૃત કરી,દઈશું હુંકારો

વૈભવશાળી, ગૌરવશાળી દેશ હમારો…….

__________________________________

૮) મનિષા જસાણી શાહ

શિર્ષક : ચેતી જાજો 

ચેતી જાજો……

ચેતી જાજો તમે ઓ ભારતના રહેવાસી,

ચાઈનાનો એ ડ્રેગન છે ભારે ક્રુર રાક્ષસી.

દોસ્તીનું મુખવટુ ચડાવી પીઠે ભોકે છે એ ખંજર,

આપણા પૈસે આપણી ધરતીને કરે છે એ બંજર.

દેશની ગરિમાને ઝંખાવે એવો ઘડાયો આ કારસો…

તોડો ભરમ અપનાવી આપણો ભવ્ય કલાવારસો.

આવ્યો છે બજારો પર લેવા એતો ભરડો,

સ્વદેશી અપનાવી એને જવાબ આપો કરડો.

સસ્તી વસ્તુની લઈને એતો આવ્યો છે ભરમાર,

આત્મનિર્ભર બની વળાવો પરત એને સાભાર.

લલચાવે બહેકાવે લાવી જાતજાત ની કલાકૃતિ,

બહિસ્ક્રુત કરીને એને,ઉજાળો આપણી સંસ્કૃતિ.

ચીની માલનું અવલંબન છોડો પડશે બહું એ ભારી…

અર્થવ્યવસ્થા તુટશે પછી ના ફાવશે કોઇ કારી.

ચાઈનાને ત્યાગીને બોલીએ ‘આઇ લવ માય ઇન્ડિયા’.

દેશનું ભાવિ ઉજ્જવળ કરીયે કરીને ‘મેક ઈન ઇન્ડિયા’.

__________________________________

૯) કિરણ ગોરડીયા

  શિર્ષક -ચીની માલનો બહિષ્કાર 

ચાયનાનો બાયકોટ,

રોબો,ઓપો,ટોયોને…

ફેંકો, ફેંકો, ફેંકો…. 

સસ્તું આપીને ભોળવ્યું ભારત….

ભસ્તું કુતરુ,ગાતું ગીટાર,

ટેડીબેર, ગાડીઓની ભરમાર…

નહીં રમવાનું, નહી લેવાનુ…

    ફેંકો, ફેંકો, ફેંકો….

નહી,લેવાની લાઇટીંગ.

નહી,જોવાનું ટિકટોક…

ચાયનાનો બહિષ્કાર ,

ભારતનો જયજયકાર.

__________________________________

ગદ્ય-અમૃતા પ્રિતમ/સહાદત હસન મન્ટો

અમદાવાદ શાખા

૧) સ્વાતિ સુચક શાહ

શીર્ષક-અમૃતા પ્રીતમ

શબ્દસંખ્યા-૨૬૫

હાલ પાકિસ્તાનના તાબા હેઠળના પંજાબમાં જન્મી અને ભાગલા વખતે ભારતમાં આવીને સ્થાયી થનાર એક સ્ત્રી. આવું કહીએ તો કેટલીયે સ્ત્રીઓ વિશેની વાત લાગે. પણ ના, આ કોઈ સામાન્ય સ્ત્રીની વાત નથી. આ તો અમૃતા પ્રીતમ નામની દિગ્ગજ હસ્તીની વાત છે.

  ઈ.સ. ૧૯૧૯માં જન્મીને ૨૦૦૫માં મૃત્યુ પામનાર આ અદભુત સ્ત્રીએ પોતાના દમ પર પોતાનું નામ એવું બનાવ્યું કે આવનારો સમય સદીઓ સુધી યાદ રાખશે.

   પિતા સાહિત્ય સાથે સંકળાયેલા હોવાને કારણે શબ્દ સાધના એમને વારસામાં મળી હતી. માતાના અવસાન બાદ એકલતાને એમને શબ્દોમાં ઢાળી અને એ કવિ બની ગયા. પ્રીતમ સાથે લગ્ન કરીને એ અમૃતા પ્રીતમ બન્યા.

        ભાગલાનાં દર્દને સહીને, કત્લેઆમ જોઈને વ્યથિત એમની કલમે મોટાભાગે પીડાને આલેખી છે. પોતાના વતન પંજાબની દશા જોઇને થયેલા દુઃખમાં એમણે એ જ પ્રદેશના મૂર્ધન્ય પણ મૃત કવિ વારિસ શાહને સંબોધીને જે કાવ્ય લખ્યું એ અમૃતને ચિરંજીવી કરી ગયું.

     એમની અંગત જિંદગી ઘણી ઊથલપાથલથી ભરેલી રહી. એ વેદનાએ જ કદાચ એમના શબ્દોને વેગ આપ્યો હશે. એમની ઘણી રચનાઓ-ગદ્ય અને પદ્ય-લગ્નજીવનના દુઃખદ અનુભવો પર આધારિત હતી.

     એમની કૃતિઓ- વાર્તાઓ એટલી દમદાર છે કે એના પરથી ફિલ્મો પણ બની છે. દાખલા તરીકે “ધરતી, સાગર તે સિપીયાં”પરથી  “કદંબર”, “ઉનાહ દી કહાની” પરથી “ડાકૂ”, “કંકાલ” પરથી “પિંજર”.

      બીજાની જીવનકથાઓ લખનાર પોતાની આત્મકથા ન લખે એવું બને? પંજાબીમાં “રસીદી ટિકિટ”, જે “રેવન્યુ સ્ટેમ્પ”નાં નામે અનુવાદિત થઈ અને “બ્લેક રોઝ” એમની આત્મકથાઓ છે.

     આટલું યાદગાર સાહિત્ય પીરસનારને સન્માન/પુરસ્કાર ન મળે તો જ નવાઈ. સાહિત્ય અકાદમી પુરસ્કાર, પંજાબ રતન એવોર્ડ, જ્ઞાનપીઠ એવોર્ડ, સાહિત્ય માટે પદ્મશ્રી, સાહિત્ય અને શિક્ષણમાં પદ્મવિભૂષણ, વગેરે જેવા અનેક સન્માન એમનાં નામે બોલે છે.

    અઠ્યાવીસ નવલકથાઓ, અઢાર કાવ્યસંગ્રહો,પાંચ ટૂંકી વાર્તાઓ અને સોળ વિવિધ પ્રકારનાં ગદ્યો લખનાર અમૃતા પ્રીતમની ચેતનાને સલામ!

__________________________________

૨) લતા સોની કાનુગા

શીર્ષક : મન્ટો

શબ્દ સંખ્યા (ગદ્ય) ૩૫૮

મન્ટો…  પૂરું નામ સઆદત હસન મન્ટો. ૧૯૧૨ ના મે મહિનાની ૧૨ મી તારીખે જન્મ. ૪૩ વર્ષે તો મૃત્યને શરણ થયા. કહો ને.. પોતે પોતાની જાતને મૃત્યુ તરફ ધકેલતા હોય એવી યાતનાભરી જિંદગી અંતે રહી. ૨૨ વરસની ઉંમરથી તેઓ વાર્તાઓ.. લેખો.. જીવનચરિત્ર લખતા થયા. પણ લોકો વધારે તેમને તેમની સટીક.. આપણને વાંચતા હૈયા સોંસરવી ઉતરી જાય એવા લખાણોવાળી વાર્તાઓથી  ઓળખે છે. એમની વાર્તાઓમાં મુખ્ય વિષય સામાજિક, જાતિયજીવન અને વેશ્યાજીવન.. રહ્યા. એથી જ અમુક લોકોને કણાની જેમ ખૂંચતા પણ રહ્યા.

જન્મે ભારતીય પણ વિધિની વિચિત્રતાએ એમની મરજી વિરુદ્ધ ભાગલાં પછી ૧૯૪૮ માં પાકિસ્તાન જવું પડ્યું. શરીર ભલે પાકિસ્તાનમાં હતું પણ હૃદયથી તેઓ ક્યારેય ભારત.. મુંબઈને ભૂલી નહોતા શક્યા. 

એટલી ઓછી જિંદગીમાં એમણે ખૂબ યાતનાઓ સહન કરી. પોતાના બાળકનું મૃત્યુ.. ટી.બી.ની બીમારી.. લોકોની બેરહેમી.. એ બધાંના પરિપાક રૂપે જ એમની વાર્તાઓમાં નરી વાસ્તવિકતાના દર્શન થાય.. અમુક વાર્તાઓ તો નગ્ન સત્યથી ભરેલી, વાંચીને રૂંવાટા ઉભા થઇ જાય. ભાગલા પહેલાંના રાજકીય કાવાદાવાથી ઉબકાઈ ગયા ત્યારે લખેલી વાર્તાઓ ‘બૂ’ ‘કાલી સલવાર’ ‘ઘુંઆં’ પર તો ભાગલા પહેલાની અંગ્રેજી સરકારે કેસ કર્યો હતો..ને એમને જેલ થઈ પણ નિર્દોષ છૂટ્યા. ભાગલા વખતે લોકોની દયનિય હાલત જોઈ ઉકળી ઉઠતા. કત્લેઆમ જોઈ એમની વાર્તાઓમાં હિન્દૂ કે મુસ્લિમવાદ નહિ પણ માનવવાદ ઉભરી આવતો. છેવટે ન છૂટકે એમને પાકિસ્તાન જવું પડ્યું. ત્યાંનું ગંદુ રાજકારણ જોઈ લખાયેલી વાર્તા ‘ઠંડા ગોસ્ત’ અને એક બીજી વાર્તા પર ત્યાં પ્રતિબંધ કરી એમને જેલ થઈ.. એ પછી સુન.. અર્ધ પાગલ અવસ્થામાં જ એમની જિંદગી વહી.. 

ભાગલા પછીનો એમના મનનો ઉકળાટ ‘મિલાવટ’ ‘બે ખાડા’ જેવી વાર્તાઓમાં તરી આવે છે. ભલે એ વખતે અમુક લોકો એમને સાહિત્યકાર નહોતા માનતા કેમ કે જે હોય એ નગ્ન સત્ય લખતા એ ઘણાને ખૂંચતુ. કહેવાતા સમાજવાદીઓ જે વાત પર પડદો પાડી રાખવામાં માનતા એ જ વાત મન્ટો વાર્તામાં વણી લેતા ને એ રીતે દંભી સમાજના ચીંથરા ઉડાડતા. તેઓ નખશીખ સાહિત્યને સમર્પિત હતા ને એથી જ લખવા ખાતર ન લખતા પણ જે અનુભવાય એ જ બહાર લાવવાનો પ્રયત્ન કરતા. એટલે તો એમના પર અહીં કે પાકિસ્તાનમાં કેસ ચાલ્યા પણ એમને પોતાની વાત પાછી નહોતી લીધી.

તેઓ જન્મે ભારતીય હતા ને મુંબઈમાં .. પજાબમાં..રહ્યા હતા એથી એમની વાર્તાઓમાં ઉર્દુ ઉપરાંત હિન્દી.. પંજાબી લઢણ પણ જોવા મળે છે. મન્ટો એક જ હતા ને એક જ રહેશે.. એવા લેખક બીજા થવા મુશ્કેલ.

__________________________________

૩) સ્વાતિ શાહ

શિર્ષક: અમૃતા પ્રીતમ

શબ્દ : 333.

અમૃતા પ્રિતમ નામ આવે એટલે પંજાબની ભવ્ય જાજરમાન સ્ત્રીનું વ્યક્તિત્વ  ઉપસી આવે!

હાલના પાકિસ્તાનના ગુજરાનવાલા ના ગુજરાતી માતા રાજબીબી ને પંજાબી પિતા

 કરતાર સિંહની પુત્રી એટલે અમૃતા.

તેમનો જન્મ ૩૧/૮/૧૯૧૯ માં થયો અને દેહમૃત્યુ ૩૧/૧૦/૨૦૦૫. 

પિતા ખુબ ધાર્મિક. કવિતા લખવાનો વારસો પિતા પાસેથી મેળવ્યો. અગિયાર વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થતાં પિતા જાણે જીવનનો રસ ગુમાવી બેઠા હોય તેવી અનુભૂતિ થવા લાગી. અમૃતા મુંઝવણ માં આવતા કે તે હવે પિતાને બંધનકર્તા છે કે શું! 

કાફિયા રદીફનો હિસાબ પિતાએ સમજાવ્યો એટલે તેમણે પિતાની નજરમાં વ્હાલા બનવા રચનાઓ લખવા લાગ્યા. પિતા દ્વારા અક્ષરની અદબ કેમ જાળવવી તે બાળપણથી શીખવાડવામા આવી હતી. 

પોતાના ઘરમાં દાદી હિંદુ અને મુસ્લિમ નો ભેદ રાખતા તેનો વિરોધ અમૃતા એજ કરી અને નાબુદ કરાવ્યો હતો. 

ગુરુગ્રંથનો એક પાઠ રોજ બોલીને રાત્રે સુવાનો એમના ઘરમાં નિયમ હતો. પરંતુ માતાનું મૃત્યુ પોતાની સામે ભગવાનને અનેકવાર વિનંતી કરવા છતાં થયું. આ કારણે અમૃતાને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ડગી ગઇ. 

હિંદુસ્તાના ભાગલા પડાવનારને હાથે બરબાદ થવા છતાં બન્ને ધર્મના જુલ્મ વિશે કોઇ પણ ઓછાપણુ કે ભિન્નતા લાવ્યા વગર એમણે ‘ પિંજર’ નવલકથા માં સુંદર રીતે વણ્યુ છે. 

1857 માં એમના કાવ્ય સંગ્રહ ‘ સંદેશા’ ને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો. પછીથી બીજા ઘણાં જેવાકે પંજાબી  રત્ન, પદ્મશ્રી! પદ્મ વિભુષણ, સન્માનથી નવાજાયેલા અમૃતાની જીવનશૈલી સામાન્ય સ્ત્રીઓ કરતાં અલગ બગાવતી કહેવા માં આવતી હતી. 

તેમના જીવનમાં ઘણાં પુરુષો આવ્યા. પતિ, કોઈ પ્રેમીના રુપે તો કોઈ મિત્ર રુપે. પરંતુ બધાં સાથે સંબંધ નિભાવી જાણતા હતા. 

તેમણે સાહિત્ય જગતને ઘણાં પુસ્તકો આપ્યા. 

પિંજર, એક થી અનિતા, દિલ્હી કઈ ગલિયાં, આખિરી ખત, યાત્રી વગેરે.. 

એકવાર તેઓ ખુશવંતસિંહ સાથે સહજ રીતે વાતો કરતાં કહ્યું કે તેમણે વાર્તા, કવિતા, નવલકથા બધું લખ્યું તો હવે થોડુંક પોતાના વિશે લખે તો કેવું! ખુશવંતસિંહ જવાબ આપ્યો કે, “તારી જિંદગીમાં શું હોઈ શકે. એકાદ બે પ્રસંગો લખવા માટે તો રેવન્યુ સ્ટેમ્પની પાછળની બાજુ પૂરતી થાય.” 

અમૃતા પ્રીતમની આત્મકથા ‘રસીદી ટિકટ’ લખાઈ. જેનો ગુજરાતી અનુવાદ જ્યા મહેતા દ્વારા બહુ સુંદર રીતે રેવન્યુ સ્ટેમ્પના નામે કરવામાં આવ્યો છે. 

ચોપડીના નિવેદન માં શ્રી. જ્યા મહેતા એ લખ્યું છે કે આ આત્મકથા માત્ર આત્મકથા નથી. પણ કંઈક અંશે પંજાબીની સાહિત્યકથા પણ છે.

_________________________________

૪)  પ્રફુલ્લા”પ્રસન્ના

શીર્ષક — અમૃતા પ્રીતમ

શબ્દો — ૨૧૬

      અમૃતા પ્રીતમનો જન્મ એકત્રીસ ઓગષ્ટ ઓગણીસના દિવસે થયો હતો.રાજબીબી અને કરતારસિંગનું એ એક માત્ર સંતાન હતી.

        અમૃતા પ્રીતમ લેખનના વિશ્વમાં ધ્રુવ તારા સમાન છે.એ એક અલગારી પ્રતિષ્ઠિત લેખિકા હતાં. સાહિત્ય અકાદમી એવોર્ડ,પંજાબ રત્ન, પદ્મશ્રી અને પદ્મવિભૂષણથી સન્માનિત એક ભવ્ય વ્યક્તિત્વ હતું અમૃતા પ્રીતમ.તેમની રશીદી ટીકીટ, જલિયાંવાલા,કોરા કાગજ,અને પિંજર વિશ્વ પ્રસિદ્ધ  છે.પોતાના વતન પાકિસ્તાન પ્રત્યે એમને વિશેષ લગાવ હતો.એમણે અંગ્રેજી, હિન્દી, પંજાબી અને ઉર્દુ ભાષામાં પણ સાહિત્ય લખ્યું છે.

          આજના સમયમાં એમના ક્રાંતિકારી વલણને, એમના એકથી વધારે પ્રેમ સંબંધને લોકો સકારાત્મક જુએ છે. સાહિર સાથે પ્રેમમાં પડ્યા પછી એ એમના પતિ પ્રીતમસિંગથી જુદા પડ્યા. સાહિર પ્રત્યે એમની લાગણી ધોધ જેવી હતી પણ સાહિર અલગારી જીવ હતાં. વાત આગળ ના વધી ને એ  ઈમરોઝ સાથે જીવનના ચાલીસ વર્ષ જીવ્યાં.ઈમરોઝ જાણતા હતાં કે અમૃતાના જીવનમાં જે સૌથી ઊંડી તડપ છે એ પોતાના માટે નથી એ સ્વીકારીને એ અમૃતા સાથે જીવ્યા.અમૃતાએ પોતાનું એક પુસ્તક સાહિરને અર્પણ કર્યું હતું જે ઈમરોઝ જાતે સાહિરને આપવા ગયા હતાં. અમૃતા, ઈમરોઝ, સાહિર કોઈ વ્યક્તિ નહોતા, કંઈક વિશેષ હતું એમનામાં જે સામાન્ય વ્યક્તિથી એમને અલગ પાડતા હતાં. પણ માણસ તરીકે કેટલીક વાતો સહન કરવી સહેલી નથી.

અમૃતાએ લખ્યું છે કે,”જહાં ભી આઝાદ રુહકી ઝલક પડે, સમજ લેના,વહીં મેરા ઘર હૈ.”

આ ઘર બનાવવા અને ટકાવી રાખવા ઈમરોઝે બહુ તકલીફો ઝીલી હશે.

     એકત્રીસ ઓક્ટોબર બેહજાર પાંચના રોજ તેઓ મૃત્યુ પામ્યાં.

__________________________________

૫) દર્શના વ્યાસ ‘દર્શ’

વિષય: અમૃતા પ્રિતમ

યહ જો એક ઘડી હમને,

મૌત સે ઉધાર લી હૈં,

ગીતો સે ઇસકા દામ ચુકા દેગે.

અમૃતા પ્રિતમની કલમની સક્ષમતાં જ આ તેમની પંક્તિ કહી જાય છે. દુનિયાભરની દોલત એક શ્વાસ ખરીદવા સક્ષમ નથી ત્યાં અહીં ગીતોથી જિંદગીની કિંમત ભરપાઈ કરવાની ખુમારી કવિયત્રી ધરાવે છે.

અમૃતા પ્રિતમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૧૯માં પંજાબના ગુજરાનવાલા ગામમાં અમૃતાજીનો જન્મ થયો.માતા રાજબીબી અને પિતા કરતારસિંઘને ત્યાં થયો હતો.પિતા  કવિ હોવા ઉપરાંત તત્વજ્ઞાનના અભ્યાસુ પણ ખરા.માતા-પિતા બન્ને શિક્ષક હતા. અમૃતાનાં પિતા પિયુષના ઉપનામથી કવિતાઓ લખતાં એટલે તેણે દીકરીનું નામ અમૃતા રાખ્યું હતું. બાર વર્ષની ઉંમરે બે ભાઈ અને માતા ખોઈ બેઠેલી અમૃતા વૈરાગ્ય તરફ વળતાં પિતાને રોકવા અને રાજી રાખવા કવિતાઓ લખવાનું શરૂ કર્યું. આ કલમ યાત્રા પહેલું પુસ્તક બની બહાર આવે તે પહેલાં સોળ વર્ષની કાચી ઉંમરે તેના પિતાને પણ કાળે છીનવી લીધા.માત્ર ચાર વર્ષની વયે થયેલી સગાઈ સોળ વર્ષે પ્રીતમસિંગ સાથે લગ્નમાં પરિણમી રૂઢીચુસ્ત ઘર,કુરિવાજો, સામાજિક બંધનો વચ્ચે અમૃતાનો જો કોઈ સાથી હોય તો ઘરમાં રહેલા અનેક પુસ્તકો જે અમૃતાની દુનિયા બની ગઈ અને સામાજિક આક્રોશ તેની કલમમાંથી ધારદાર રીતે ટપકવા લાગ્યો.પતિને તે ચાહી શકે તેમ નથી તેવું લાગતાં બે સંતાનની માતા બન્યાં પછી પતિ સાથે સમજદારી સાથે અલગ થયાં વીસ વર્ષની ઉંમરે તેના સપનાં અને કલ્પનામાં તે એક પુરુષને જોતી તેણે પોતાની કલ્પનાનાં પુરુષને રાજન નામ આપ્યું.આ કલ્પનાં તેમનાં માનસ પર એટલી હદે હાવી હતી કે તેના પુત્ર નવરોઝ જ્યારે જન્મ્યો ત્યારે અદલ તે તેની કલ્પનાનાં પુરુષ જેવો દેખાતો.જ્યારે તે સાહિર લુધિયાનવીને મળી ત્યારે તેને લાગ્યું  તેની કલ્પનાનાં રાજનતો સાહિર જ છે. બંને ખુબ સારા મિત્રો બન્યા. નવરોઝ જ્યારે મોટો થયો ત્યારે સાહિર જેવાં દેખાવથી અમૃતાને પુછતો’ મા હું સાહિરનો દીકરો છું?’ ત્યારે અમૃતા કહેતી, ‘ જો એવું હોત તો મને આનંદ હોત અને તેનો મેં ખુશીથી સ્વીકાર કર્યો હોત પણ તારા જન્મ પહેલાં હું સાહિરને નોહતી મળી.’ આમ અમૃતા ઋજુ હૃદય અને પ્રેમમાં કલ્પનાને હકીકત તરીકે જન્મ આપનાર તો સાથે તેના સ્વીકારની હિંમત રાખતી અમૃતા જ્યારે પોતાનું સર્વસ્વ સાહિરને માનવા લાગી તે સમયે સાહિરના લગ્ન સુધા મલ્હોત્રા સાથે થયાં. અમૃતાને ખુબ આઘાત લાગ્યો તે મનથી ખુબ તૂટી ચુક્યા હતાં ત્યારે ઇમોરોઝનો તેને ખુબ સાથ મળ્યો તે ઇમોરોઝ સાથે રહેતાં હતાં અમૃતા સાહિરને ચાહે છે તે જાણવા છતાં તે અમૃતાને ખુબ પ્રેમ કરતાં હતાં. અમૃતાની સાહિરની એઠી સિગરેટ કે શરાબ પીતાં ત્યારે અમૃતાની વ્યથા તે જોઈ નાં શકતાં તેમને અમૃતાને સધિયારો આપ્યો જેને લઈ અમૃતા આદ્યાત્મિક લેખન તરફ વળ્યાં.અમૃતાની સાહિત્યની યાત્રા પણ જીવનના ઉતાર ચઢાવની સમાંતર ચાલતી રહી.

છ દાયકાથી વધારે લાંબી કારકીર્દિમાં તેમણે 28 નવલકથાઓ, 18 ગદ્યસંગ્રહો, પાંચ ટૂંકી વાર્તાઓ અને 16 વિવિધ ગદ્ય આવૃત્તિઓ લખ્યા હતા.”રશીદી ટીકીટ”તેમની આત્મકથા લેખન છે.

૧૮મી સદીના કવિ વારિસની યાદમાં લખેયાલા શોકગીત “વારિસ શાહને ઊર્મિકાવ્ય”માં ભારતના ભાગલા વખતે થયેલા કત્લેઆમ અંગે તેણીએ પોતાના સંતાપની અભિવ્યક્તિને રજૂ કરી હતી.

નવલકથાકાર તરીકે તેમની ખ્યાતનામ કૃતિ પીંજર (કંકાલ) (૧૯૫૦) છે, જેમાં તેમણે પોતાનું યાદગાર પાત્ર પુરો રચ્યુ હતુ, જે મહિલાઓ સામેની હિંસાનો સંક્ષેપ, માનવતાનું હનન અને અસ્તિત્વના ભાગ્ય સામે ઘુંટણિયા ટેકવી દેવાની વાત છે; આ નવલકથા પરથી 2003માં પીંજર નામની પુરસ્કાર વિજેતા ફિલ્મ બની હતી. સુનેહે,કાગજ તે કેનવાસ  માટે ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો. પદ્મ શ્રી અને વર્ષ 2004માં ભારતનું બીજુ સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ તેમજ ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકદામી ફેલોશિપ અપાયા હતા. તેમને ઘણી યુનિવર્સિટી દ્વારા ડી.લીટ.ની માનદ પદવી આપવામાં આવી હતી, જેમાં દિલ્હી યુનિવર્સિટી, જબલપુર યુનિવર્સિટી  અને વિશ્વ ભારતી નો પણ સમાવેશ થાયછે.તેમને બલ્ગેરિયાના ગણતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય વેપ્તસારોવ પુરસ્કાર અને ફ્રાન્સ સરકાર દ્વારા માં ઓફિસર ડેન્સની પદવી, ઓર્ડે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટર્સ આપવામાં આવી હતી.તેમને 1986-92 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરાયા હતા. જીવનના અંતિમ દિવસોમાં તેમને પાકિસ્તાનની પંજાબી એકાદમી દ્વારા પુરસ્કાર અપાયો હતો.આ ઉપરાંત પહેલાં કોઈ ભારતીય કવિયત્રી રહ્યાં જેમનું ગુગલે પણ ડુડલ બનાવેલું.

પ્રેમ અમૃત માટે તરસતા

અમૃતા ખરા અર્થમાં સાહિત્યનું અમૃત અને અમર પાત્ર રહ્યાં.૮૬ વર્ષની વયે  ૩૧ સપ્ટેમ્બર ૨૦૦૫ ના રોજ અમૃતાએ જીવન સંકોર્યું . પણ આજે જ્યારે સત્ય,અત્યાચાર, દૂષણો કે પછી પ્રેમ અને ભારોભાર સંવેદના સભર તેમજ સ્પષ્ટ બેબાક કલમની વાત આવે તો એક જ નામ હોઠે આવે અમૃતા પ્રિતમ.

__________________________________

૬) કુસુમ કુંડારિયા.

શીર્ષક : અમૃતા પ્રિતમનું જીવન.

શબ્દ : ૪૩૫.

     અમૃતા પ્રિતમના નામથી સાહિત્ય જગત અજાણ હોય એવું શક્યજ નથી. સાહિત્ય રસિક હોય એણે અમૃતા પ્રિતમના સાહિત્યને ન વાંચ્યું હોય તો તેનું રસિકપણું અધુરું ગણાય. અમૃતા પ્રિતમનો જન્મ આમ તો આઝાદી પહેલાનાં બ્રિટિશ ઇન્ડિયા એટલે કે હાલના પાકિસ્તાનના બહાઉદીન શહેરમાં 31 ઑગષ્ટ 1919નાં રોજ થયો હતો. ભાગલા બાદ તેઓ પંજાબનાં ગુજરાનવાલામાં  રહ્યાં હતાં. અમૃતા પ્રિતમે બંને દેશોને બરાબર ચાહ્યાં હતાં. કારણ કે એક તરફ શૈશવકાળ અને બીજી તરફ સ્વદેશની ભીની માટીની સુગંધ તેમના શબ્દોમાં સતત દેખાતી રહેતી. અમૃતાનું બાળપણ લાહોરમાં વિત્યું હતુ અને તેમણે ત્યાં જ શિક્ષણ લીધું હતુ. તેમને બાળપણથી લખવાનો શોખ હતો. કહેવાય છે કે તેઓ પંજાબી ભાષાનાં પ્રથમ કવિયત્રી હતા. તેમના વિચારો હંમેશા  સમયથી આગળનાં રહેતાં. આથીજ અમૃતા પ્રિતમે સમાજ માટે ક્યારેય પોતાને બદલ્યા નહોતા.

      અમૃતા પ્રિતમનું મૂળ નામ અમ્રિત કૌર છે. ‘ગરમ હવા’ એ એમનું સર્જન છે. કવિ અને ગીતકાર સાહિર લુધિયાનવી સાથેનાં તેમના પ્રેમની ચર્ચાઓ આજે પણ છે અને તેમણે આ વાતને ક્યારેય છુપાવી પણ નહોતી. તેમના લગ્ન પ્રિતમસિંગ સાથે થયા હતાં. જીવનના આંતરિક સંઘર્ષની સાથે અમૃતાએ સાહિત્યને ક્યારેય છોડ્યું નહોતું. તેઓ લાગલગાટ સર્જન કરતા રહ્યાં. તેમની જીવન જીવવાની આ જ ફિલોસોફી હતી! નાસીપાસ થયા વિના તેઓ પોતાના કાર્યને આગળ ધપાવતા રહ્યાં. ભીતરની સ્ત્રી પ્રત્યે તેનો સંઘર્ષ સતત ચાલુ રહેતો. તેમણે સાંપ્રત સ્થિતિ પર પોતાની કલમ એવી ચલાવી હતી કે તેમની લખેલી વાતને  આજે પણ કોઈ સાબિતિની જરૂરિયાત રહેતી નથી. કારણ કે દરેક શબ્દની સાથે તેનો વ્યંગ પણ છતો થઈ જાય છે. તેમની આ રચના જોઇએ,

મૈંને જિંદગી સે ઇશ્ક કીયા થા

પર જિંદગી એક વેશ્યા કી તરહ

મેરે ઇશ્ક પર હસતી રહી

ઔર મૈં ઉદાસ એક નામુરાદ આશિક 

સોચોં મેં ઘૂલતા રહા

પર જબ ઐક વેશ્યા કી હંસી

મૈં ને કાગઝ પર ઉતારી

તો હર લફ્જ કે ગલે સે એક ચીંખ નીકલી

ઔર ખુદા કા તખ્ત બહોત દેર તક હિલતા રહા

   જિંદગી એક વેશ્યાની જેમ ક્યારેય કોઇની થઈ નથી.! રોજેરોજ નવા કારસ્તાનો કરતી રહે છે. જિંદગીની કટુતા વિશે જ્યારે તેનુ મન કડવાશ નિચોવે છે. ત્યારે કવયિત્રિનું મન ચગડોળે ચઢે છે. હાસ્યને શબ્દ વેદના મળે છે ત્યારે ચિત્કાર નીકળે છે.અને અમર્યાદિત રીતે હસતું રહે છે અખિલ બ્રહ્માંડ. અમૃત પ્રિતમનું અંગત જીવન તેમના શબ્દોમાં પડઘાય છે. તેઓ પોતાની દરેક કવિતાને સ્વાનુભવમાંથી જ સ્ફુરિત કરતા રહે છે.

     અમૃતાએ 31 ઓકટોબર 2005માં 86 વર્ષની ઉંમરે આ જગતને અલવિદા કહ્યું. અમૃતા પ્રિતમે લગભગ 100 કરતા વધુ પુસ્તકો લખ્યા. જેમાં કવિતા, નિબંધ અને નવલકથાઓનો સમાવેશ થાય છે. પંજાબી ભાષામાં સાહિત્યક્ષેત્રે તેઓનું પ્રદાન અનન્ય છે. તેઓ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનારા પ્રથમ લેખિકા હતા. 1969માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા. તેઓએ રેવન્યુ સ્ટેમ્પ નામે પોતાની આત્મકથા પણ લખી છે. ગુગલે પણ ડૂડલ બનાવીને આ આ મુઠી ઉંચેરા કવિયત્રી અમૃતા પ્રિતમને તેમના જન્મ દિવસ યાદ કર્યા છે. 

_________________________________

૭)  અંજલિ દેસાઈ વોરા

શબ્દસંખ્યા : 306

            સાહિત્ય સાગરનુ એક અમૂલ્ય મોતી એટલે અમૃતા પ્રીતમ જેઓ એક ઉમદા કવિયત્રી, નવલકથાકાર અને નિબંધકાર હતા. પંજાબી, હિંદી, ઉદુૅ અને અંગ્રેજી જેવી ભાષાઓમાં રચાયેલ તેઓનું લખાણ વિશ્વપ્રસિધ્ધ છે. 

                  31 ઓગસ્ટ 1919માં પંજાબી કુટુંબમાં જન્મેલા આ પ્રતિભાશાળી કવિયત્રીની  જન્મભૂમિ પાકિસ્તાન અને કમૅભૂમિ ભારત રહી છે. 1947 માં લાહોરથી ભારત આવીને વસેલાં અમૃતાજીને બન્ને દેશોની પ્રજાએ બેહદ ચાહ્યાં છે. છ-છ દાયકાઓ સુધી લોકોના દિલો પર રાજ કરનારા અમૃતાજીએ સો જેટલી કવિતાઓ, લેખ, આત્મકથાઓ, નિબંધો અને પંજાબી લોકગીતોની રચના કરી છે. આ બધી જ રચનાઓને અનેક ભારતીય તથા વિદેશી ભાષાઓમાં રૂપાંતરીત કરવામાં આવી છે. 

                 ફક્ત 11 વષૅની કુમળી ઉંમરમાં માઁ ગુમાવનારાં અમૃતાજીએ જીવનમાં ધણી તડકી-છાંયડી જોઈ છે. માઁ વગરના જીવનની એકલતા, ભારત-પાકિસ્તાન ભાગલા દરમ્યાનની દારુણ કરુણતાં, લગ્નજીવનની નિષ્ફળતાં, પ્રેમમાં મળેલી પછડાટ અને અનેક કડવા અનુભવો દ્વારા મળેલ  પીડા, દદૅ, એકલતા એમની રચનાોમાં ભારોભાર છલકાય છે.

               અમૃતાજીની ધારદાર કલમે રચેલી ઉત્કૃષ્ટ રચનાઓ જેવી કે રસીદી ટીકિટ, કાગઝ તે કેનવાસ, આજ આખાં વારિસશાહનું, પિંજર, જલતે-બૂઝતે લોગ, મેરી પ્યારી કહાનીયાં …..આવી અમર, બેનમૂન સાહિત્ય રચનાઓને અનેક માન-અકરામ મળ્યાં છે. સાહિત્ય અકાદમી એવોડૅ, ભારતીય જ્ઞાનપીઠ એવોડૅ, પદ્મશ્રી, પદ્મવિભૂષણ જેવા અનેક ખિતાબોના સ્વામીની અમૃતાજીએ 31 ઓક્ટોબર 2005માં આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી. 

                      પંજાબના પ્રથમ કવિયત્રી ,અનેક નારીઓની વેદના-સંવેદનાને વાચા આપનાર આ બાહોશ લેખિકા અંગતજીવનમાં સદાય પ્રેમને પામવા તડપતાં રહ્યાં. પતિ પ્રીતમસિંગ સાથે મનમેળ ન થતાં બે બાળકોના જન્મ બાદ તેમનાથી છૂટાં પડી ગયા. મશહૂર ગીતકાર સાહિર લુધ્યાનવી સાથે પ્રેમમાં પાગલ અમૃતાજી આ સંબંધમાં ક્યારેય સંતોષ ન મેળવી શક્યાં. અમૃતાજીની જીવનસંધ્યાએ ઈમરોઝનું એમના જીવનમાં આગમન થયું. ઈમરોઝ અમૃતાજીના પરમ મિત્ર અને સાચાં જીવનસાથી બની રહ્યાં. 

            આજે જ્યારે આપણે અમૃતાજીની જન્મશતાબ્દી ઉજવી રહ્યાં છીએ ત્યારે હજી પણ એમની અમર સાહિત્ય રચનાઓ આપણા મન પર એક  અમીટ છાપ છોડી જાય છે. અમૃતાજી જેવી મહાન લેખિકા એમની કાવ્યપંક્તિઓ દ્વારા, એમની,છટાદાર કલમ થકી આપણી યાદોમાં આપણા હ્રદયમાં સદાય જીવંત  રહેશે…….

“મૈં તુજે ફિર મિલૂંગી,

કહાઁ, કૈસે પતા નહી,

શાયદ તેરે કલ્પનાઓ 

કી પ્રેરણા બન

તેરે કેનવાસ પર……….” 

                  ~ અમૃતા પ્રિતમ

_________________________________

૮)  ચેતના ગણાત્રા “ચેતુ” 

શીર્ષક:  અહર્નિશ અહેસાસ   

શબ્દ સંખ્યા-  ૧૭૦

અહર્નિશ અહેસાસનો અનુભવ, અદ્વિતીય અણમોલ અભિવ્યક્તિના અસ્તિત્વનું આલેખન એટલે “અમૃતાજી” નું અવતરણ…

સ્નેહ, હિંમત, ખેલદિલી, પારદર્શકતા, સમજદારી, સ્વીકારભાવ, ગહનતાનો સમન્વય સંયોજય ત્યારે સર્જન થાય “અમૃતા પ્રીતમ” જેવા સાહિત્ય સમર્પિત વ્યક્તિત્વનું. 

પંજાબી પરિવારમાં માતાશ્રી રાજબીબીની કુખે કન્યારત્ન અમૃતાજીનો જન્મ થયો. પિતાશ્રી કરતારસિંગનો કવિતાપ્રેમનો વારસો વિકાસવીને અમૃતાજીએ વિશ્વને ઉચ્ચતમ સાહિત્યની ભેટ આપી. 

સાહિત્યના પ્રત્યેક પ્રકારમાં લખનાર કલમના કસબીને સલામી. અઢળક એવોર્ડથી સન્માનિત વ્યક્તિત્વનું વર્ણન કરવું એટલે સૂરજ સામે દીવો ધરવો. વાર્તા પરથી ફિલ્મો, ટી.વી. સિરિયલ બની, નિબંધ કૃતિઓના વિશ્વની ૩૪ ભાષામાં અનુવાદ થયા, એ શબ્દલેખનની ચમત્કૃતિ કેવી? 

સ્વૈરવિહારી પંખી જેવા મુક્ત વિચારો ધરાવનાર નારીને તો 

લગન હતી પડછાયાની અને પ્રીત હતી પગરવ સાથે.. ભાવજગતની લિપી હતી સ્નેહની. 

દર્દ પીને સિગરેટ પરથી રાખ ખંખેરવાની અદા અપનાવીને ગીત રચી શકે એવા શ્રેષ્ઠ કોટિના લેખિકાની ઈચ્છા કેવી અદભુત.. “હું તારી કલ્પનાનો વિચાર બનીશ. કદાચ મારી જાતને તારા કેનવાસ પર એક રહસ્યમય રેખા બનીને ફેલાવીશ. હું સતત તારી સામે તાકી રહીશ.” 

તેમનો મહાન સંદેશ..  “તમે પોતે સ્વયંનું નિર્માણ કરો. પોતાની અસર બનો.  તમારી માટેની સંપૂર્ણ જવાબદારી તમારી જ છે.”

__________________________________

૯)  અલ્પા વસા

શીર્ષક-વિલક્ષણ વ્યક્તિત્વ 

શબ્દ સંખ્યા-૧૬૦

એક દર્દ હતું – 

જે સિગરેટની જેમ

મેં ચૂપચાપ પીધું છે

ફક્ત કેટલાક ગીત છે- 

જે સિગરેટ પરથી મેં 

રાખની જેમ ખંખેર્યા છે ! 

ઓળખ્યા આના રચયિતાને? આ છે અમૃતા પ્રિતમ. પંજાબી અને હિન્દીભાષાના પ્રસિદ્ધ કવયિત્રી, ઉપન્યાસકાર અને નિબંધકારા. હજી ગયા વર્ષે ૨૦૧૯માં તેમની સો (૧૦૦) મી જન્મજયંતિ ઉજવાઈ હતી. અને ખૂબ ગર્વની વાત એ છેકે, ત્યારે ગુગલે તેમનું સુંદર ડુડલ બનાવી જગતને અર્પણ કર્યું હતું. 

બાળપણથી જ તેઓ લખતા હતા, અને સોળમે વર્ષે તેમનું પ્રથમ સંકલન પ્રકાશિત થયું હતું. ઓગણીસસો સુડતાલીસમાં વિભાજનના સમયે એમણે દર્દને ખૂબ નિકટથી અનુભવ્યું હતું, અને સહન કર્યું હતું. તેમની વાર્તા અને કવિતાઓમાં એ વેદનાની ઝલક ખૂબ દેખાય છે. આ ખૂબ નિડરતાથી જીવનાર કવયિત્રી ઓશોથી ખૂબ પ્રભાવિત હતા. 

અંદાજે સો જેટલા પુસ્તકો લખનાર, અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર, અનેક ભાષામાં એમની કૃતિઓનો અનુવાદ થયો છે એવા અમૃતાજી એક વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા લેખિકા હતા. 

જીવનના અનેક સારા ખરાબ અનુભવોમાંથી હમેશાં પસાર થતાં એમણે જે સર્જન કર્યું છે તે હમેશાં યાદ રહેશે, અને એમના લાખો ચાહકોમાં હ્દયસ્થ રહેશે. 

__________________________________

૧૦) અલ્પા પંડયા દેસાઈ

શીર્ષક:-અમૃતા પ્રીતમ…..એક અનુભવ…

શબ્દ સંખ્યા:–100 થી વધુ.

અમૃતા પ્રીતમ.

એક ઐતિહાસિક નામ, એક અમર પાત્ર.આ પંજાબી છોકરીએ વિશ્વ આખાને તેની કવિતાનું, તેની સંવેદનાનું ,તેનાં વિચારોનું ઘેલું લગાડ્યું.

અમૃતાજી આજે પણ આપણાં સૌનાં દિલોમાં  એક રાણીની જેમ રાજ કરે છે. તેઓ તેમના શબ્દો થકી આરામ કરે છે.તેઓ તેની યાદો થકી કાયમી નિવાસ કરે છે.

ક્યારેક એવું પણ લાગે કે આપણે તેમની સાથે જ જન્મ્યાં હોત તો?

તેમની સાથે રહ્યાં હોત તો?

પણ બસ આ બધા સ્વપ્ન તેમના અધૂરા કાર્યો પૂર્ણ કરીને આપણાં સ્વપ્ન પુરા કરી જ શકીએ.એક અખંડ રાષ્ટ્ર બનાવીને  તેમની જીદને આપણી બનાવી જ શકીએ..

અમૃતાજીનો જન્મ તારીખ 31 ઓગસ્ટ 1919ના રોજ પંજાબના  ગુજરાવાળા(હાલ પાકિસ્તાન) તાબેનાં મંડીમાં થયો હતો.

તેમનાં માતાજી રાજબીબી એક ગુજરાતી સ્ત્રી હતા જ્યારે પિતાજી કરતારસિંગ એક પંજાબી શીખ…

કરતારજીને સંત પુરુષ ગણી શકીએ. તેમના લગ્ન બાદ દસ વર્ષના સમયબાદ અમૃતાકૌંરનો જન્મ થયો..બહુ પ્રભુ ભક્તિ, બાધા, માનતા અને સાદું જીવન જીવતા આ દંપતિને એક બાળક 

અવતર્યું હતું.

સમય વહેવા લાગ્યો..ઘરમાં પ્રભુભક્તિ, ગુરુબાની, એક ૐકાર મંત્રથી પરિસર ગુંજતું..

લંગર અને શબદ કિર્તન ચાલુ જ રહેતાં. આવા ધાર્મિક વાતાવરણમાં અમૃતકૌરનો ઉછેર થયો.

પિતાજીને ભજન રચતાં જોઈ બાળા અમૃતાને પણ ગીતોના શબ્દ સ્ફુરવા લાગ્યા. પિતાજીને આ ભજન રચવા તેમણે પણ મદદ કરી અને તેમનો શોખનો પાયો નંખાયો.

સમય વહેવા લાગ્યો.માતા રાજબીબીની નાદુરસ્ત તબિયતની ચિંતા પિતા સાથે તેમને પણ રહેવા લાગી.નિર્દોષ બાળાને સખીની શીખે ભગવાનને સતત પ્રાર્થના કરવા માટે કહેવામાં આવ્યું, “અમૃતા! તું વાહૅ ગુરુજીને પ્રાર્થના કરેને તો તેઓ તારી વાત માનશે. નાના બાળકની વાત ભગવાન જલ્દી માને છે.”

પણ બહુ પ્રાર્થના કરવા છતાં માતાનું સાંનિધ્ય વધુ ન મળી શક્યું અને રાજબીબીનું મૃત્યું થયું.

આ આઘાતમાંથી અમૃતા અને તેમના પિતાને બહાર આવતાં સમય લાગ્યો.સંન્યાસની વાટ ન પકડતાં પિતાએ અમૃતાને માટે જીવવું તેવું નક્કી કર્યું.

નાનીજીની છત્રછાયામાં ઉછરેલ જિદ્દી અમૃતા હવે પંદર સોળ વર્ષનાં મુગ્ધાવસ્થામાં પ્રવેશ્યા.

નાનીજી તરફથી કરવામાં આવતો જ્ઞાતિભેદ તેમનાંથી સહન ન થયો અને બળવો પોકારી ઊઠ્યાં.

પિતાજીએ એકવાર પૈસા તેમનાં ખિસ્સામાં મુકતા હાથમાં એક ચબબરખી આવી કે જેમાં મનનાં રાજકુમાર સમાન “રાજન “

માટે પ્રેમનાં પરવાના સમાન કાવ્ય મળી આવ્યું.

આ જોઈ એક સામાન્ય પિતાની જેમ જ તેઓ પણ ઉકળી ઉઠ્યા અને દીકરી સાથે, તેમનાં ભાવ સાથે, તેમની આશા સાથે ઘર્ષણ કરી બેઠાં. આ ઘર્ષણ રોજ જ  થવા લાગ્યું. પણ આ તો કાલ્પનિક નાયક! તેમણે સપનાઓમાં કરેલ સ્નેહ! અને આ સાચો પ્રેમ અને સ્નેહ જ્યારે તેમનાં લગ્ન પ્રીતમ સિંગ સાથે કરવામાં આવ્યા ત્યારે પક્વ બન્યો.

અનહદ લાગણી અને સ્નેહનાં સદા ભૂખ્યાં એવા અમૃતાને બે બાળકો પણ થયા. પણ સ્વતંત્ર વિચારસરણી અને વધારે પડતું સામાજીક બંધન ફગવતા તેઓ પ્રિતમ સાથે સદૈવ અલગ પડ્યા..પણ આ નામ સાથે તેઓ જીવન પર્યન્ત રહ્યા.આવો જિદ્દી તેમનો મિજાજ.

1936માં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો.

 1948માં આ સાથે જ ભારત પાકિસ્તાનનાં ભાગલા પડ્યા.  હાલના પાકિસ્તાન માંનું પંજાબના શીખ,મુસ્લિમ, હિન્દૂ, ખત્રી વગેરે જાતોને બહુ કારમાં ઘા સહન કરવા પડયાં.. કોઈનાં ઘર, બાર,જમીન,મિલ્કત લૂંટાયા તો કોઈની બહેનો દીકરીની આબરૂ!

શીખ અને હિન્દુ પરિવાર પોતાની યુવાન દીકરીઓ કોઈ મુસ્લિમનાં હાથમાં ન આવી જાય તે માટે તેમની હત્યા કરતાં પણ અચકાતા નહિ.અને ભારે હૃદયે પોતાનું સર્વસ્વ છોડી અને બીજે સ્થાયી થતા હતા. બંન્ને બાજુથી મુસાફરી અને શરણાર્થીઓ ભરેલી ટ્રેન લૂંટી અને લોકોનું કત્લેઆમ કરવામાં  આવતું હતું.બન્ને બાજુ લોહીની નદીઓ વહેતી હતી, માનવ અંગો રઝળતા હતાં. લુંટફાટ ચાલી રહી હતી, જીવતાં લોકોને સળગાવી દેવામાં આવતા હતા.

કેટલું દારુણ, ભયાનક,ખૂંખાર ચિત્ર! જે વિચારીને આજે પણ કંપી ઉઠાય છે. આ બધા ભયાનક ચિત્ર અમૃતાની યાદોમાં એક સળગતા લાવાની જ્વાળાની જેમ ઉઠી રહ્યા હતા. તેઓ તેમાં નિરંતર સળગતા પણ હતા… તેઓ એ આ વ્યથાને તેમની પંજાબી કવિતા “આજ અખ્ખાનું વારીશ”માં રજૂ કરી છે. 

હિરરાંઝાની અમર પ્રેમ કથા લખનાર વારીશ સાહેબને સંબોધીને તેમને તેમની કબરમાંથી ઉઠી અને પંજાબી દીકરીઓને  બચાવવા વિનંતી વ્યક્ત કરી છે. ચીનાબ નદીના નીરને રક્તનું નીર બનતાં અટકાવવા માટે કળકળતી વેદના વ્યક્ત કરી છે.

આ કવિતા દરેક પાકિસ્તાનનાં નાગરીક પાસે એક પાક કલમાં બનીને ફરી રહી હતી. ત્યાં પણ અહીંની જેમ તરછોડાયેલા પરિવારને વેદનાઓને વાચા આપતી આ કવિતા અજરા અમર બની ગઈ છે.

લાહોરથી તેઓ સૌ સખી સહેલી, ગામ, ઘર, બાર બધું છોડીને ઉત્તરાખંડના દહેરાદૂન આવ્યા અને ત્યાં આ અમર કવિતા રસ્તામાં રચાઈ અને ઇતિહાસ બની.

ત્યારબાદ તેઓ દિલ્હી આવ્યા અને આકાશવાણી દિલ્હી પર સંવાદદાતા તરીકે નોકરી કરવા લાગ્યા. લાહોરમાં મુશાયરામાં પહેલીવાર યુવાન અને પતિથી વિખુંટા પડેલ અમૃતાની નજર પ્રખ્યાત શાયર મઝરૂહ સુલ્તાન પુરીજી પર મત્લા, શેર વાંચતા પડી.તેઓ તેમને ચાહવા લાગ્યા.અનહદ ચાહત એટલી બળવત્તર બની કે 

તેમની મનોમન સાહિરજીને કરેલી પાક મુહોબ્બત ક્યારેય ઇઝહાર બનીને સામે ન આવી.તેઓ સાહિરનાં ઇઝહાર એ મુહોબ્બત માટે તડપી રહ્યા.મનોમન સળગી રહ્યા.

સાહિરજીની ગોરી અને મરોડદાર આંગળીઓ ફરતે સદાય વીંટળાઈ ને પકડેલી સિગારેટના ઠૂંઠા પણ તેમના ગયા બાદ તેઓ પોતાની સાથે લઈને જતા હતા. તેમની આ મુહોબ્બતની પરાકાષ્ઠા તો ત્યારે આવી કહેવાય કે જયારે તે એ ઠૂંઠાને ફૂંકતાં! આ દીવાનગી મીરા, રાધાના પ્રેમના સમકક્ષ ગણી શકાય.

સાહિરજી તેમને મળવા દિલ્હીમાં થતાં મુશાયરામાં જતા.અને ત્યાં અમૃતાનું જવું એ સાહીરને માટે જ. બીજું કશું જ નહતું.

સાહિર  તેમને થોડાં સમયની હાજરી એક કાયમી યાદ બનાવી અને મુંબઈ પરત ફરતા.

બંન્ને એક બીજાને પત્રો લખતાં.

પામવા કરતાં ચાહવામાં માનનાર સાહિર ક્યારેય અમૃતાને તેમના સાથી ન બનાવી શક્યાં.

પણ યાદગાર નઝમ આપી “તાજ મહલ”ની જેમ મરણોપરાંત તેના સ્વપનોમાં જ રહ્યા.

દિલ્હી આકાશવાણીમાં નોકરી કરવી, સવાસો રૂપિયા જેટલું ઓછું વેતન મેળવી અમૃતાજી તેમના બાળકોને કસરમાં ઉછેરી રહ્યા હતા. 

સાહિરજીનાં ઇશ્કની એક યાદ લઈને જીવતા અમૃતાજીના જીવનમાં અનહદ પ્રેમ, અખૂટ લાગણી નિતરતું કોઈ વાટ જોઈ રહ્યું હતું .. 

એ હતા”ઇન્દ્રજીત” કે જે તેમને પંજાબથી ચાહતા હતાં. તેમની નાની ઉંમર, સાવકી માતાનો ત્રાસ તેમને આખો દીવસ ભટકતું જીવન ગાળવા મજબૂર કરતું. સમય કાઢવા તેઓ તેમના ગામની નદી કિનારે, ખેતરોમાં બેસી પંજાબનાં ભાતીગળ ચિત્રો દોરતા. અને યુવાન વયે તેઓ મુંબઈ આવી ગયા હતાં. ત્યાં તેમની કળાની કદર થવા લાગી. ફિલ્મોમાં પોસ્ટર દોરવા માટે આમંત્રણ અને કામ મળવા લાગ્યું.વ્હી.શાંતારામજીનાં બેનર હેઠળ ઘણું કામ મળવા લાગ્યું.તેમને પંદરસો રૂપિયાથી વધુ મહેનતાણું  પણ મળવા લાગ્યું. અમૃતાજી દિલ્હીમાં છે તે જાણતાં તેઓ દિલ્હી આવ્યા.ત્યાં 

રોજ આકાશવાણી દિલ્હી પાસે આવેલાં એક બસ સ્ટોપ પર તેઓ અમૃતાજીની રાહ જોતા ઉભા રહેતાં અને તેમનું એક સ્મિત મળી રહે તે માટે તલપાપડ રહેતાં.

એક દિવસ વાહેંગુરુજીની મહેરથી તેઓ અમૃતાની સાથે વાત કરવા સફળ થયા.

અમૃતાજીનાં વાર્તા સંગ્રહ, નવલકથા, કાવ્ય સંગ્રહના મુખ પૃષ્ઠ પરનું ચિત્ર તેઓ બનાવતાં.

આમ તેમનો પ્રેમ અને લાગણી બન્ને જીતી તેઓ તેમનાં ફ્લેટમાં રહેવા લાગ્યા.

બંન્નેનો ખંડ સામસામે હતો.

તેઓ અમૃતાજીના ચિત્રો બનાવતાં, તેમના બાળકોને શાળાએ લેવા મુકવા જતા, રસોઈ માં મદદ કરતાં ફક્ત અમૃતાજીના 

સ્નેહ માટે, પ્રેમ માટે જ. 

ક્યારેય તેમને પામવાની ઈચ્છા તેમણે કરી ન હતી.

ઇન્દ્રજીતમાંથી ઇમરોઝ બનેલ આ નખશીખ સજ્જન; પોતાનાં પ્રેમ કરતા નાની ઉંમરના તેઓ છેલ્લે સુધી અમૃતાજીની સાથે જ રહ્યા.અને તેમની કવિતા

“મેં તેનું ફિર મિલુંગી” માં મર્યા બાદ પણ તેની યાદમાં , તેના શ્વાસમાં, તેના ધબકારમાં, તેના પાંપણના પલકારમાં, વરસતી વર્ષાના એક એક ટીપામાં, ન બોલી શકાતી વાચામાં  સાથે રહેવાની કબૂલાત આપતા ગયા!!.

અમૃતાજીની કથાઓ

જેવીકે ” ડૉ. દેવ, કોરાંકાગઝ,રંગ દા પટ્ટા, ઊંચા દિન, રશીદી ટીકીટ,યાત્રા, જલિયાંવાલા(1968) વગેરે વિશ્વ વિખ્યાત છે.

“પિંજર” નામની કથાનું જુદી જુદી ભાષાઓમાં રૂપાંતર થયું છે. પિંજર નવલકથાને શ્રેષ્ઠ નવલકથાનું રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળેલ છે.

તેઓ ઉર્દુ, હિન્દી, અંગ્રેજી, પંજાબી ભાષામાં લખી શકતાં હતા.

પાકિસ્તાન, ફ્રાંસ,હંગેરી જેવા દેશે તેમને સન્માનિત કર્યા છે. તેઓ જ્યારે આ સન્માન સ્વીકારવા પાકિસ્તાન ગયા ત્યારે બોલ્યાં,

“હું મારે માવતર પાછી આવી છું”

આવો લગાવ તેમને તેમનાં માદરે વતન પ્રત્યે હતો.

તેઓએ પંજાબ રત્ન, ભારતીય સાહિત્ય અકાદમીનો સર્વોચ્ચ પુરસ્કાર,

ભારતનો સર્વોચ્ચ પદ્મશ્રીનો ખિતાબ પણ મેળવેલ છે.

તેઓ રાજ્યસભામાં મેમ્બર પણ રહી ચૂક્યા છે.

31,ઓક્ટોબર 2005ના રોજ દિલ્હી મુકામે તેઓએ આ ફાની દુનિયા છોડી તેના સાહિરની પાસે સ્વાર્ગારોહણ કર્યું.

આપણી વચ્ચે એક તાજા ખીલેલાં પુષ્પની જેમ જીવી તેની સુવાસ મુકતા ગયા.

_________________________________

૧૧) નીના દેસાઈ

શિર્ષક: અમૃતા પ્રિતમ

શબ્દ સંખ્યા:237

      અમૃતા પ્રિતમ નામ આવે એટલે પંજાબની એક અલગારી, ભવ્ય જાજરમાન છતાં પણ વિવાદીત લેખિકા ની છબી ઉપસી આવે!

   હાલના પાકિસ્તાનના ગુજરાનવાલા ના, ગુજરાતી માતા રાજબીબી ને પંજાબી પિતા

 કરતાર સીંગની પુત્રી અમૃતા.

        જન્મ ૩૧/૮/૧૯૧૯

        મૃત્યુ ૩૧/૧૦/૨૦૦૫

      ભારત પાકિસ્તાનના ભાગલા વખતે બંને દેશોની પ્રજાને જે ખુવારી વેઠવી પડી, કત્લેઆમ,  ખુનામરકી, મા બહેનોના બળાત્કાર, આબાલ-વૃદ્ધની કતલને એ ભયાનક માહોલની વેદના થી દ્રવિત અમૃતાના કકળતા આત્માએ શબ્દોમાં ઉતારી એ પુસ્તક ‘આજ અખ્ખાનું

 વારિશ’ ખુબ પ્રખ્યાત છે.

      સાહિત્ય અકાદમી એવોર્ડ,

પંજાબી  રત્ન, પદ્મશ્રી! પદ્મ વિભુષણ, જેવા સન્માનથી નવાજાયેલા અમૃતા ની જીવનશૈલી સામાનય સ્ત્રીઓ કરતાં અલગ બગાવતી, ને આઝાદ વિચારો વાળી હતી, ઉપરાંત એમની નીજી જીંદગી પ્રેમ અને લગ્ન માં અટવાઈ રહી.

     પતિ પ્રિતમસીંગથી એમને બે બાળકો હતા. પ્રેમી સાહિર જેને એ જીવનભર પામી ના શક્યા.

એક તરફી પ્રેમી ઇન્દ્રજીત ઉર્ફે ઈમરોઝ જેમની સાથે જીવનભર રહ્યા.

    એમની જાણતી કૃતિઓ

‘ પિંજરા’, રશીદી ટિકીટ, જલિયાવાલા બાગ, રંગ દા દુપટ્ટા, કોરાકાગજ, ડો દેવ જે ખુબ પ્રસિદ્ધ છે.

    એમનું જીવન પ્રેમની પરિભાષાને સાકાર કરતું રહ્યું, પતિ પ્રિતમ સીંગ, પ્રેમ, સાહિર જે

સામાજીક સ્વરૂપ ના લઈ શક્યો ને  ઈમરોઝનો અમૃતા તરફનો એકતરફી પ્રેમ, જે પ્રેમનું ઉદ્દાત ઉદાહરણ રહ્યું જ્યારે અમૃતા એ સાહિર ને સમર્પિત કરેલું પુસ્તક ખુદ ઈમરોઝ પોતાના હાથે સાહિર ને આપવા ગયા.

   આમ અમૃતા નું વ્યક્તિત્વ ખુબ

ભવ્ય, આઝાદ ખયાલો વાળું પ્રભાવશાળી છતાં જીવનભર વિવાદોથી ઘેરાયેલું રહ્યું. એક ઉમદા અને પ્રખર વિદ્વતાની મિસાલ રહ્યા અમૃતા!

     આજે પણ અમૃતા,

“જહાં ભી આઝાદ રૂહકી ઝલક 

 પડે, સમજ લેના વહાં મેરા ઘર વહાં હૈ”. આસપાસ મહેસુસ થાય છે.   __________________________________

૧૨) ઉર્વશી શાહ

શબ્દ સંખ્યા: ૫૨૫

સઆદત હસન મન્ટો એક ઉર્દૂ લેખક હતા. તેઓ વાર્તાકાર ઉપરાંત રેડિયોમાં નાટકો, ફિલ્મ પટકથા પણ લખતા. તેમજ પત્રકાર પણ હતા. તેમણે લઘુ કથાઓ, નિબંધો, વ્યક્તિગત રેખાચિત્ર લખ્યા છે. 

મન્ટોનો જન્મ ૧૧ મે ૧૯૧૨ માં પંજાબના સમરાલા તાલુકાના એક નાના ગામમાં થયો હતો. તેમની જિંદગી ખૂબ ટૂંકી રહી હતી. તેમનું મૃત્યુ ૧૮ જાન્યુઆરી ૧૯૫૫ માં લાહોરમાં થયું. ટૂંકી જિંદગીમાં પણ તેમણે ખૂબ નામના મેળવી હતી. અગ્રેજ રાજ હતું એટલે અંગ્રેજ શાસનની બર્બરતા જ મુખ્ય કારણ એમના લખવા પાછળનું  બન્યું. બસ પછી લખતાં જ ગયા. મન્ટો ખૂબ આકરી ભાષામાં સમાજ ને કહેતા,”જો તમને મારી વાર્તા ગંદી લાગે છે તો જે સમાજમાં તમે રહો છો તે પણ અશ્લીલ અને ગંદો છે. મારી વાર્તાઓ સત્ય બતાવે છે. “તેમના પર અશ્લીલતાનો આરોપ લાગ્યો ત્યારે તેમણે કહ્યું “જેને સમાજ બંધ દરવાજાની અંદર સંતાડીને રાખે છે તે જ સત્ય હું બતાવું છું.” તેઓ ઉર્દૂના એકમાત્ર એવા લેખક હતાં જેમની વાર્તાઓ જેટલી પંસદ કરવામાં આવતી એટલી જ નાપંસદ પણ કરવામાં આવતી. તેમની વાર્તાઓમાં વેશ્યાઓ, ગરીબ, બેકાર,  ગલિકુચીની બદનામી વિશે લખ્યું. એટલે તેમના પર અશ્લીલતાનો કેસ થયો હતો. એ પણ છ વાર. પણ એક પણ વાર પુરવાર થયો ન હતો. તેમણે ખૂબ નિર્ભયતાથી લખ્યું છે. તે કોઈનાથી ડરતા ન હતા. વાર્તા વાંચનારને સમાજનો અસલી ચેહરો બતાવતા. એ ઉપરાંત વાર્તા કેહવાની તેમની શૈલી અને ઉર્દુ ભાષા પર ભારે પ્રભુત્વએ તેમને વાર્તાના બેતાજ બાદશાહ બનાવી દીધા હતા.

એમના ૪૩ વર્ષના જીવનમાં તેઓ અમૃતસર, મુંબઈ અને લોહોરમાં રહ્યાં. શરૂઆતના વર્ષો અમૃતસર પછી  મુંબઈ અને છેલ્લે લાહોરમાં વિતાવ્યા. અમૃતસર તો તેમની વાર્તાનું જીવતું જાગતું ચરિત્ર હતું. એ શહેરના ઘોડાગાડીવાળાઓ,  ત્યાંની ગલીઓ, વેશ્યાબજાર, સ્વતંત્ર સગ્રામ લડી રહેલા સામાન્ય લોકો મન્ટોની વાર્તાઓમાં રંગ ભરી દેતા. જેના કારણે ભારત અને પાકિસ્તાન એમ બંને દેશના તેમના ગણવામાં આવતા. 

૨૨ વર્ષે તેઓ આગળ વધવાની ઈચ્છાને કારણે ૧૯૩૪ માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમા એડમિશન લીધું. ત્યાં તેમની મુલાકાત અલી સરદાર જાફરી સાથે  થઈ. તેમના કેહવાથી મન્ટો વાર્તા લખતા થયા. પેહલી વાર્તા “તમાશા” લખી. પારસ નામના છાપામાં લખવાનું શરૂ કર્યું. ૧૯૩૬ માં ઉર્દૂમાં મૌલિક વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો. તેમણે અલગ અલગ સાપ્તાહિકમા પણ કામ કર્યું. તેઓ અલીગઢ બહુ રહ્યાં નહીં. ત્યાંથી તે પાછા અમૃતસર અને પછી લાહોર જતા રહ્યા.

૧૯૪૧ માં દિલ્લી આવી ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ ચાલુ કર્યું.  તેઓ ૧૭ મહિના ત્યાં રહ્યા. આ એમના સાહિત્યનો સુવર્ણકાળ ગણાયો.  ૧૯૪૨ માં લાહોરની વિદાય કરી મુંબઇ જતા રહ્યા. ૧૯૪૭ સુધી ત્યાં રહ્યા અને પત્રિકાઓનું સંપાદન કર્યું અને ફિલ્મ માટે પટકથા લખવાનું કામ કરી પાછા લાહોર જતા રહ્યા. ત્યાં બુદ્ધિજીવીઓ સાથે જોડાયા. ફેઝ અહેમદ ફેઝ સાથે જોડાયા.  ભારત-પાકિસ્તાન વિભાજનની પૃષ્ઠ ભૂમિ પર લખાયેલી “ટોપા ટેકસિંહ” વાર્તાને સૌથી વધારે પ્રસિદ્ધિ મળી. સમાજવાદી અને વામપંથી વિચારધારાથી તેઓ પ્રભાવિત હતા. દેશના ભાગલા એ એમને ખૂબ ઊંડો ઘાવ આપ્યો. જેની ઝલક એમની અનેક વાર્તાઓમાં મળે છે. એ સમયની ક્રૂરતા, લોકોનું પાગલપણું તેમની વાર્તાઓમાં જોવા મળે છે.  ૧૯૪૭ પછી તેઓ પાકિસ્તાન જતા રહ્યા. ત્યાં એમને મુંબઈ જેવા બૌદ્ધિક મિત્રો અને વાતાવરણ મળ્યા નહિ. તેના કારણે તેઓ એકલતામાં અને દારૂના નશામાં ડૂબવા લાગ્યા. ૧૮ જાન્યુઆરી ૧૯૫૫ માં કિડનીની ગંભીર બીમારીમાં એમનું મૃત્યુ થયું. 

એમના કેટલાંક વાક્યો જે સમાજના લોકોને સત્ય બતાવે છે તે નીચે મુજબ છે:

(૧) મજહબ જબ દિલો સે નિકલકર દિમાગ પર ચઢ જાય તો જહર બન જાતા હૈ. 

(૨) ના કહો એવું હજારો હિન્દુ માર્યા ગયા અથવા હજારો મુસલમાનો માર્યા ગયા પણ એમ કહો કે હજારો માણસો માર્યા ગયા.

(૩) વેશ્યાકા મકાન ખુદ એક જનાઝા હે જો સમાજ અપને કંધો પર ઉઠાયે હુએ હે.

_________________________________

૧૩) રેખા પટેલ

શીર્ષક-દાસ્તાં આધી અધુરી

શબ્દ સંખ્યા- તેરસો 

એક સ્ત્રી એટલે જીવતી જાગતી ધબકતી લાગણીઓનું મિશ્રણ, જે મૃદુ સંવેદનાઓને જન્મ આપતું હ્રદય ધરાવે છે. બાળપણમાં ઉછળતા ઝરણા જેવા જીવનને સ્વેચ્છાએ યુવાની સુધીમાં નદી જેવું ધીર ગંભીર સ્વરૂપ આપી દે છે. જે આગળ જતા દરિયાની જેમ વિશાળતા ધારણ કરી સંસારનાં બધા સુખદુઃખ અંતરમાં દફનાવી દેતી હોય છે. આવી સ્ત્રી જ્યારે સઘળી ઈચ્છા, ઉમંગો, વેદનાને શબ્દોથી કંડારવા લાગે છે ત્યારે અદભુત રચનાઓ સમાજને મળી આવે છે.

આવીજ એક સ્ત્રીની જીવનગાથા છે નામ છે અમૃતા પ્રીતમ. જેમનો જન્મ ૧૯૧૯,  ૩૧ ઓગસ્ટના રોજ ગુજરાવાલા પંજાબમાં થયો હતો. જે આજે પાકિસ્તાનનું એક શહેર છે.

તેમના માતા ગુજરાતી અને પિતા પંજાબી હતા. માતાપિતા બંને ઘાર્મિક અને શાંત સ્વભાવના હતા. તેમનું એક માત્ર સંતાન તે અમૃતાજી. ઘાર્મિક વાતાવરણમાં ઉછેર થયો હતો, નાનપણથી લખવાનો શોખ હતો આથી શરૂવાતમાં પિતા સાથે ભક્તિગીતો રચતા હતા.

અમૃતાજી કિશોરાવસ્થામાં બાલસખાને કલ્પનામાં લાવીને કવિતાઓ કંડારતા હતા, ત્યારબાદ પંજાબીમાં કવિતા, સાથે વાર્તા અને નિબંધ લખતા થયા. ૧૧ વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું અને નાની ઉંમરમાં જ માતાના પ્રેમથી વંચિત થયા, ઘરની જવાબદારીઓ આવી છતાં તેમનો લખવાનો શોખ બરાબર રહ્યો. જીવનમાં આવતા ચઢાવ ઉતારને કારણે તેમની કવિતાઓમાં રચનાઓમાં જીવંતતા રહી છે.

જીવનમાં લાગણીઓની સતત ભૂખ ઉંમરના દરેક પડાવે રહી એ અનુભૂતિ તેમની રચનાઓમાં જોઈ શકાય છે. ૧૯૪૭માં દેશમાં પડેલા ભાગલાની વ્યથાઓ તકલીફ પણ તેમની અનેક રચનામાં વ્યક્ત થયેલી છે. જે આજે પણ ખુબ પ્રચલિત રહી છે.

સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ “અમ્રૂત લહરેં” પ્રગટ થયો તે પછી તેમની ૮૭ વર્ષનાં જીવન સફર દરમિયાન તેમણે અઠ્ઠાવીસ જેટલી નવલકથાઓ, અઢાર કાવ્ય સંકલન, કેટલીયે લઘુકથાઓ, આત્મકથા અને જીવન સંસ્મરણો લખ્યાં. 

સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન લાહોરના પ્રતિષ્ઠિત પરિવારના યુવક પ્રીતમસિંધ સાથે થયા. પ્રીતમસિંધ સ્વભાવે સાલસ અને શાંત હતા જ્યારે અમૃતાજી અગ્રેસીવ અને શોખીન મિજાજના હતા. બંનેનાં સ્વભાવની વિમુખતાને કારણે લગ્ન પછી થોડાજ સમયમાં તેમની વચ્ચે એક દીવાલ બંધાઈ ગઈ હતી. છતાં પતિના સ્વભાવની સરળતા પણ તેમને છેવટ સુધી સ્પર્શતી રહી

૧૯૪૪ લાહોરના એક મુશાયરામાં સાહિર લુધિયાનવી અને અમૃતાજીની પહેલી મુલાકાત થઇ. વરસાદી રાત્રે થયેલી પ્રથમ મુલાકાત બંનેના જીવનને ભીંજવી ગઈ હતી. પ્રથમ મુલાકાતમાં અમૃતા સાહિરથી ખુબ પ્રભાવિત થઇ ગયા. કોઈ અદમ્ય આકર્ષણથી તેઓ પરસ્પર બંધાઈ ગયા.

‘જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત….’

સાહિર સાહેબનું લખેલું આ ગીત કલ્પનામાત્ર નહોતું  પણ અમૃતાજી સાથેની તેમની પ્રથમ મુલાકાતનું યાદગાર કાવ્યમય વર્ણન હતું. 

આ સમયને યાદ કરતા અમૃતાજીએ પણ નોધ્યું હતું કે

‘જબ જબ મૈં ઉસ રાત કે બારે મૈં સોચતી હૂં, તો મુઝે લગતા હૈ કિ તકદીર ને મેરે દિલ મૈં મોહબ્બત કે બીજ બો દીએ થે, જિનમેં બારિશ કે કારન કોંપલ નિકલ આઈ થી…!’

તેમનો પ્રેમ સામાજિક બંધનથી પરે અલગ પ્રકારનો હતો. વર્ષો સુધી એકબીજાને ના મળવા છતાં, અનેક ચઢાવ ઉતારો વચ્ચે પણ તેમના પ્રેમની ધારા અવિરતપણે વહેતી રહી છે.

ભારત પાકિસ્તાનના ભાગલા પછી સાહિર લાહોરમાં અને અમૃતા દિલ્હીમાં સ્થાઈ થયા. આ દરમિયાન તેમની વચ્ચે પત્ર વ્યવહાર રહ્યા હતા. સમય જતા સાહિર મુંબઈમાં આવી વસ્યા.

બંનેના લખાણોની ભાષા અલગ હતી સાહિર ઉર્દુમાં લખતા હતા અને અમૃતા પંજાબીમાં છતાં પ્રેમની એકજ ભાષા હતી. છેવટે અમૃતા હિન્દીમાં લખતા શીખી ગયા. અમૃતાએ સાહિરને સંબોધી ઘણી રચનાઓ વાર્તાઓ લખી છે. તેમાં અઢળક લાગણીઓને વ્યક્ત કરી છે. 

શબ્દોના સહારે આ લેખિકાએ જીવનની દરેક પળોને ભરપુર માણી છે. જે પ્રેમની ઉત્કટતા અમૃતાને સાહિર પાસેથી હતી તે સો ટકા પૂરી થઈ શકી નહોતી છતાં તેનો તેમને કોઈ અફસોસ નહોતો. બંને વચ્ચે ખામોશીઓનો પ્રેમ હતો. પડછાયાની પ્રીત હતી. મોરપિચ્છ અને વાંસળી જેવું કોઈ બંધન હતું.

છતાં સળગતા સિગારેટના ઠુંઠાની જેમ તેમનો પ્રેમ અંત સુધી સળગતો રહ્યો અથવા તો સમયની છાજલીમાં પડી રહ્યો. બંને ખુબ ઓછું મળતા પરંતુ જ્યારે મુલાકાત થતી ત્યારે શબ્દો થીજી જતા. 

પ્રેમની પીડામાં સર્જકો વધારે નીખરી ઉઠે છે તેવુજ અમૃતાજી સાથે બન્યું.

કભી તો કોઈ ઇન દીવારો સે પૂછે કી કૈસે મુહબ્બત ગુનાહ બન ગઈ હૈ.

દેખા ઉન્હેં તો જો ઉનકી નઝર થી વહી તો ખુદા કી નિગાહ બન ગઈ હૈ.

બે બાળકોના જન્મ પછી પણ પતિ સાથે સ્વભાવની, આદતોની વિરુધ્ધતા તેમને માનસિક સંતોષ આપવામાં અસફળ રહી. ભારત પાકિસ્તાનના ભાગલા પછી તેઓ પરિવાર સાથે દિલ્હીમાં આવી વસ્યા.

આ સમય દરમિયાન સ્વતંત્ર વિચારો ધરાવતા અમૃતાએ સાહિર સાથેના સબંધોને છુપાવવાની ક્યારેય કોશીશ નહોતી કરી. પ્રીતમસિંધ પણ તેમની આ લાગણીઓથી પરિચિત હતા. હાલક ડોલક જીવન નૈયામાં વિચારોની અસમાનતાને કારણે પતિએ છુટાછેડાની માગણી કરી જે અમૃતાજીએ સ્વીકારી લીધી. છેવટે ૧૯૬૦માં તેમના તલાક થઈ ગયા. 

સાહિર સાથેના સબંધો પણ બરફની માફક ક્યારેક જામી જતા ક્યારેક પીગળી જતા છતાં મુઠ્ઠીમાં ભરાઈ શકતા નહોતા. બંને વચ્ચે અતુટ પ્રેમ હોવા છતાં દુર થઇ ગયા. આ વાતનું બંનેને સરખું દુઃખ હતું. સાહિરના જીવનમાં બીજી એક સ્ત્રીનો પ્રવેશ થયો એ પછી અમૃતાજી તૂટી ગયા હતા છતાં તેમની લાગણીઓમાં કોઈ ખાસ ફર્ક નહોતો આવ્યો.

તું જીંદગી જૈસી ભી હૈ વૈસી મુજે મંજુર હૈ,

જો ખુદી સે દુર હૈ, વાહ ખુદા સે દુર હૈ.

એક સમાચાર મુજબ અમૃતાજીને જ્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ત્યારે કોઈ પત્રકારે તેમનો ફોટો માગ્યો હતો. તેમણે એ ફોટા ઉપર પોતાના નામ ને બદલે સાહિર એમ લખ્યું. આ એક નામ તેમના લોહીનાં કણેકણમાં ભરાઈ ગયું હતું તેને સમય જુદા કરી શક્યો નહોતો.. સાહિર તો જીવન પથ ઉપર સાથી તરીકે મળ્યા નહિ. પરંતુ આનાથી તદ્દન વિરુદ્ધ બીજું એક પાત્ર ઈમરોઝ તેમના જીવનમાં મીઠી વીરડી સમું આવ્યું.

દિલ્હીમાં અમૃતાજીની મુલાકાત પોતાના કરતા નાની ઉંમરના ઇન્દ્રજીત એટલે કે ઈમરોઝ સાથે થઇ. જેમને એ ભાગલા પહેલા પંજાબમાં હતા ત્યારથી જાણતા હતા. ઈમરોઝ અમ્ર્રુતાજીની કવિતાઓ લખાણના દીવાના હતા. પોતે એક સારા ચિત્રકાર હતા. કલાકારો આમ પણ ધૂની કહેવાય છે. તેમની ધૂનમાં તે અમૃતાજીને ચાહતા હતા.

પ્રીતમસિંધ સાથેના ડિવોર્સ પછી અમૃતજી બંને બાળકોને લઇ ઈમરોઝનાં ઘરે રહેવા ચાલી ગયા. તેમને પહેલી વાર પ્રેમ કરતા પણ મજબુર સંબંધ મળ્યો. ઇમરોઝે અમૃતાજી અને તેમના બંને બાળકોને છેવટ સુધી સાચવ્યા હતા. ઉંમરના છેલ્લા પડાવે જ્યારે પ્રીતમસિંધ બિમાર પડ્યા ત્યારે અમૃતાજી ભૂતપૂર્વ પતિને અહી લઇ આવ્યા અને છેલ્લી ઘડી સુધી તેમની ચાકરી કરી. આ કાર્યમાં ઇમરોઝે પણ સાથ આપ્યો હતો.

“દરેક સબંધને જીવતા શીખવું જોઈએ. જીવન એ લાગણીનું ખીચોખીચ ભરેલું વન છે. તેમાંથી બહાર નીકળવાનો રસ્તો આગવી સમજ દ્વારા શોધી શકાય છે.”

અમૃતાજીએ લાગણીઓને અલગ અલગ ખાનાઓમાં જગ્યા આપી હતી. પ્રેમ દોસ્તી સાથી પતિ દરેકને પોતાની અલગ જગ્યા હતી. જીવનમાં ઘણું મેળવ્યું છતાં તેમના હ્રદયનો એક ખૂણો ખાલી રહ્યો કદાચ સાહિર લુધિયાનવી નામનું ખાનું પૂરેપૂરું ભરાયું નહોતું.

સાહિરની અડધી પીધેલી સિગારેટના ઠુંઠા, ચાયનો ખાલી કપ, બીમારીમાં સાહિરની છાતી ઉપર લગાવેલી વિક્સની મહેક, સાહિરના હસ્તાક્ષર આ બધું અડધું અધૂરું જીવનને ક્યારેક ઉણપ વધારતું, ક્યારેક ખાલીપાને ભરી દેતું. આ બધા સમયની વચ્ચે અવનવી કવિતાઓ વાર્તાઓ રચાતી રહી.

પોતાની કૃતિઓ માટે જ્યાં એક તરફ અમૃતાજીએ ખૂબ નામના મેળવી ત્યાં કેટલીક કવિતાઓ અને રચનાઓ માટે તેમને વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. છતાં તેમની કલમની તાકાત અને મજબુત મનોબળને કારણે તેઓ ટક્કર ઝીલતા. અમૃતાજીની ભીતર અતિ  સંવેદનશીલ સ્ત્રી જીવતી હતી જેના કારણે સમાજના દરેક પાસાને, સ્ત્રીની મનોભાવનાને કલમને સહારે હ્ર્દયસ્પર્શી આલેખી શકતા હતા.

તેમણે ભારત પાકિસ્તાનના ભાગલાને આલેખીને એ વખતના નરસંહારને દર્શાવતી ઘણી સંવેદના ભરી રચનાઓ અને લેખ લખ્યા હતા.

આજ મૈને અપને ઘર કા નંબર મિટાયા હૈ.

ઔર ગલીકે માથે પર લગા, ગલીકા નામ હટાયા હૈ…

આઝાદ રૂહ કી ઝલક પડે, સમઝના વહી મેરા ઘર હૈ.

અમૃતા પ્રીતમએ અંદાજે ૧૦૦ જેટલા પુસ્તકો લખ્યા છે. તેમની અનેક કૃતિઓનો અનુવાદ વિવિધ ભાષામાં વિશ્વની કુલ ૩૪ ભાષાઓમાં થયો છે.  તેમની કેટલીય વાર્તાઓને આધારે ફિલ્મો અને ટીવી સિરીયલો બની ચુકી છે. પ્રેમ ઉપરની કવિતાઓ ભગ્ન હ્રદયની ભાવનાઓ માટે પ્રેમીઓના દિલમાં સદાને માટે કોતરાઈ ચુક્યા છે.

અમૃતાજીને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાંઆવ્યા છે. જેમાં પ્રમુખ છે ૧૯૫૬ નો સાહિત્ય અકાદમી પુરસ્કાર, જે મેળવનાર પ્રથમ મહિલા હતા. ૧૯૮૨ માં ભારતના સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કારજ્ઞાનપીઠ, ૧૯૮૮માં બલ્ગરિયા વૈરોવ પુરસ્કાર સાથે તે પહેલી પંજાબી મહિલા હતા જેને ૧૯૬૯માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાંઆવ્યા હતા. ૧૯૮૨માં ‘કાગઝ કે કૈનવસ’ માટે તેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો. છેલ્લે ૨૦૦૪માં પદ્મ વિભૂષણનો પુરસ્કાર મળ્યો. સાથે ઘણા એવોર્ડથી તેમની કલમને નવાજવામાં આવી છે.

અમૃતા પ્રીતમ ઓગણીસમી અને વીસમી સદીના પ્રસિદ્ધકવયિત્રી, ઉપન્યાસકાર અને નિબંધકાર હતા.  પંજાબી ભાષાના સર્વશ્રેષ્ઠ કવયિત્રી તરીકે માન આપતા તેમની ૧૦૦ મી જયંતી પર ગૂગલએ ખાસ લેખિકાના અંદાજમાં ડૂડલ બનાવી તેમને સમર્પિત કર્યું હતું.

છેવટે ૩૧ ઓકટોબર ૨૦૦૫મા અમૃતાજીનું નિધન થયું. છતાં કવિતાપ્રેમીઓ નાં દિલમાં તે હયાત રહ્યા છે.

મહોબ્બત કી કચ્ચી દીવાર લીપી હુઈ, પુતિ હુઈ

ફિર ભી ઇસકે પહેલું સે રાત એક ટુકડા ટુટ ગિરા

બિલકુલ જૈસે એક સુરાખ હો ગયા,

દીવાર પર દાગ પડ ગયા….

__________________________________

૧૪) આરતીસોની

વિષય :  અમૃતા પ્રિતમ

સાહિત્યમાં અમર થઈ ગયેલા અમૃતા પ્રિતમનું મૂળ નામ અમ્રિત કૌર છે.. છ્યાસી વર્ષની વયે અવસાન પામેલા ભારતીય લેખિકા અને કવયિત્રી પંજાબી ભાષાના વીસમી સદીના અગ્રણી કવયિત્રીઓમાં તેમની ગણના થાય છે. પંજાબના પ્રથમ અગ્રણી મહિલા કવયિત્રી, નવલકથાકાર અને નિબંધકાર તરીકે ઓળખાયેલા અમૃતા પ્રિતમે ભારત અને પાકિસ્તાન બંને તરફથી સમાન પ્રેમ મેળવ્યો છે.. પંજાબી લોકગીતના અસંખ્ય સંગ્રહો અને આત્મકથાઓના એકસોથી વધુ પુસ્તકો છે, જેનું ઘણીબધી ભારતીય ભાષાઓમાં અને વિદેશી ભાષાઓમાં પણ અનુવાદ થયું છે.. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો..અને સાહિત્ય અકદામીનો પુરસ્કાર મેળવનારા અમૃતા પ્રિતમ પ્રથમ લેખિકા હતાં..

 એક તરફ શૈશવકાળ અને બીજી તરફ સ્વદેશની ભીની માટીની સુગંધ તેમના શબ્દોમાં સતત પ્રતિબિંબિત થાય છે.. લગ્ન વિચ્છેદ, બાળકોની જવાબદારી અને લેખિકાની ભીતરની સ્ત્રી વચ્ચે સંઘર્ષ પણ થતો રહ્યો છતાંયે લાગલગાટ સર્જન એ જ જીવન જીવવાની તેમની ફિલોસોફી હતી..

મૈં ને જિંદગી સે ઈશ્ક કીયા થા.

પર જિંદગી એક વેશ્યા કી તરહ,

મેરે ઈશ્ક પર હંસતી રહી.

ઔર મૈં ઉદાસ એક નામુરાદ આશિક,

સોચોં મેં ઘૂલતા રહા,

પર જબ એક વેશ્યા કી હંસી,

મૈં ને કાગઝ પર ઉતારી,

તો હર લફ્ઝ કે ગલે સે એક ચીંખ નીકલી.

ઔર ખુદા કા તખ્ત બહોત દેર તક હિલતા રહા.

જિંદગીની કટુતા ને મનની કડવાશ નિચોવીને રચાયેલી એમની આ રચના, મન ચગડોળે ચઢે એવી બિરદાવવા લાયક છે.. એમણે આ રચના સ્વાનુભવમાંથી જ સ્ફુરિત કરી છે.. અમૃતા પ્રિતમની કવિતાઓમાં સામાજિક જીવનની અનેક ઝલક રિફલેક્ટ થાય છે

________________________________

૧૫) કિરણ પિયુષ શાહ

શીર્ષક- મન્ટો મારી દ્રષ્ટિએ

શબ્દ સંખ્યા  :- ૩૫૦

સહાદત હસન મન્ટોનો જન્મ અગિયારમીમેને ઓગણીસોબારના દિવસે થયેલ.  લુધિયાણાના એક બેરિસ્ટર પરિવારમાં તેભનો જન્મ હતો.

મન્ટો કાશ્મીરી વંશના હતાં અને આ વાતનો તેમને ખૂબ  ગર્વ હતો.

મન્ટો માટે એવું કહેવાય કે તે તેના સમયથુ પહેલાં આવ્યા હતાં. તેમનું બેબાકપણું, નગ્ન સત્ય બોલવું કે પછી તેની વારતાઓ, તેમના બાગી સ્વભાવની ચાડી ખાતાં. મંટોએ હંમેશા નગ્ન સત્યનું જ આલેખન કર્યુ. એ માટે તેમને એ સમયનો સમાજ કયારેય સ્વીકારી નથી શક્તો. તેમણે ઉર્દૂ સાહિત્યમાં વારતા, નાટક અને અનુવાદો પર કામ કરેલ.

મન્ટોએ અંગ્રેજી, રશિયન અને ફ્રેચ કૃતિઓના અનુવાદ કરેલા. આને લીધે તેમનું ખાસું નામ થયું હતું.  છતાં તેમને પ્રસિદ્ધિ તેમની ટૂંકી વારતાઓએ અપાવેલ.

મન્ટોની અનેક વારતાઓ સમાજનું વરવું પાસું દર્શાવતી.

‘ખોલ દો,  ટોબા ટેકસીંહ, કાલી સલવાર, ઠંડા ગોશ્ત, બુ, ઉપર નીચે, દરમીયાં, ધુઆ’ વગેરે ખૂબ પ્રખ્યાત વાર્તાઓમાંની ગણાય. આ વાર્તાઓનો  વર્તમાન સમયમાં પણ અભ્યાસ કરવામાં આવે, એ સન્માનની વાત ગણાય. તેમની ઘણી વાર્તાઓ પર લાંબા કોર્ટ કેસ ચાલ્યા હતાં.

મન્ટો પર અનેક લેખકો એ પુસ્તકો લખ્યાં. અનેકવાર લેખનો વિષય રહ્યા. આજ પણ સતત ચર્ચાતું નામ એટલે મન્ટો. હાલમાં તેના જવન પર એક ફિલ્મ પણ બની.

મન્ટોના સમયના જ ઉર્દૂ લેખિકા ઈસમત ચુગતાઈ અને મન્ટોની મૈત્રી સારી એવી ચર્ચામાં રહેતી. ઈસમત પણ મન્ટો જેવી જ ભાષા માટે પ્રખ્યાત કહો કે બદનામ  હતાં.

મન્ટો અને ઈસમત ચુગતાઈની મૈત્રી વિરલ હતી. બંને પર અશ્લીલતા આલેખવાના કેસ થતાં બંને કોર્ટમાં જતાં અને છૂટી પણ જતાં. અજબ મૈત્રીની અજબ સામ્યતા. 

મન્ટોની કલમ મરદાને પણ બેઠાં કરી દે તેવી તાકાતવર હતી. મન્ટોને તેમનું બેબાકપણું જ તેમને માત્ર બેતાલીસ વરસની નાની વયે ભરખી ગયું. ઉર્દૂ સાહિત્યને તેનાં પનોતા પુત્રની કાયમી ખોટ પડી. 

મન્ટોને જીવનમાં એકવાર વાંચવા સર્વ માટે ફરજીયાત કરવું જોઈએ.. તો કદાચ મન્ટોના શબ્દો પાછળની પીડા અને વ્યથાને સમજી શકાય. કદાચ મન્ટોને સાચી શબ્દાંજલી આપી શકીએ.

મન્ટો મરણ પામી શકે તેનો દેહ માટીમાં ભળી શકે, પણ લેખક કયારેય મરતો નથી. એ તેનાં શબ્દો વડે ચિરંજીવી સ્થાન ભોગવે છે. એમ જ મન્ટો આજ પણ તેનાં શબ્દોથી જીવે છે.. સદીઓ સુધી તેનાં ચાહકો ને વાચકોના વિચારમાં જીવંત રહેશે. 

_________________________________

૧૬) રશ્મિ જાગીરદાર

શીર્ષક-અમૃતા પ્રિતમ

શબ્દો-138

‘જહાં ભી આઝાદ રૂહ કી ઝલક પડે સમઝના વો મેરા ઘર હૈ.’ આવી અત્યાધુનિક વિચારધારા એ જેમની ઓળખ હતી એવાં અમૃતા પ્રીતમ સ્વતંત્ર મિજાજનાં સ્વામીની હતાં. તેઓ 20મી સદીના પંજાબી ભાષાનાં પ્રથમ મહિલા લેખીકા તરીકે જાણીતા છે. તેમનાં કાવ્યો ભારત તેમજ પાકિસ્તાન બન્ને દેશોમાં જાણીતાં હતાં. પિંજર તેમની ખૂબ જાણીતી નવલકથા છે. તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં. 

તેમનો જન્મ 31 ઓગષ્ટ 1919માં ગુજરાનવાલામાં થયો હતો. આ ભાગ અત્યારે પાકિસ્તાનમાં છે. તેમનો અભ્યાસ વિશ્વભારતી યુનિવર્સિટીમાં થયો હતો. તેમના લગ્ન પ્રિતમસિંગ સાથે થયાં હતાં જે 1960માં મૃત્યુ પામ્યા હતા. તેમને બે બાળકો હતાં. 

કહેવાય છે કે, તેઓ સાહિર લુધિયાનવીને પ્રેમ કરતાં હતાં. ઈમરોઝ સાથે તેમની ગાઢ મૈત્રી હતી. ઈમરોઝ તેમને પ્રેમ કરતા હતા. આમ તેમની જીંદગી તાણાવાણાની જેમ વણાયેલી હતી. 

__________________________________

 ૧૭) ભગવતી પંચમતીયા. ‘રોશની’

શબ્દ સંખ્યા : ૩૦૬ 

હસન મંટો એવાં સાહિત્યકાર છે જેને ભારત, પાકિસ્તાન સહિત પૂરી દુનિયાનાં લોકો માન આપે છે. તેમનો જન્મ પંજાબનાં સમરાલા જિલ્લામાં આવેલાં પપરાલા નામનાં ગામમાં અગિયાર મેનાં રોજ, ઓગણીસસો બારની સાલમાં થયો હતો. તેમનાં પિતાજી બેરિસ્ટર સેશન જજ હતાં. હસન બાળપણમાં થોડાં આળસુ અને તોફાની પણ હતાં. તેમને થીયેટરમાં ખૂબ રસ હતો. એટલે તેમણે દોસ્તો સાથે મળીને એક ડ્રામા ક્લબ શરુ કરી. પરંતુ, હસનનાં પિતાજી આ બધાંની સાવ વિરુદ્ધમાં હતાં. એટલે હસનને ડ્રામા ક્લબ બંધ કરવી પડી. 

તેમણે પોતાનું એન્ટ્રન્સ સુધીનું ભણતર અમૃતસરમાં પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછી ઓગણીસસો એકત્રીસમાં હિન્દુસભા કોલેજમાં એડમીશન લીધું. એ સમયે અમૃતસરમાં ક્રાંતિકારી ગતિવિધી પૂરજોશમાં ચાલુ હતી. ઓગણીસસો બત્રીસમા તેમનાં પિતાજી મૃત્યુ પામ્યાં પછી તેમનો ક્રાંતિ તરફનો ઝોક વધ્યો હતો. સાથે જ તેમની સાહિત્યિક યાત્રા પણ શરૂ થઈ. તેમની પ્રથમ વાર્તા ‘તમાશા’ ખૂબ પ્રખ્યાત છે. ૧૯૩૬માં તેમનું પહેલું પુસ્તક ‘આતિશ પારે’ પ્રકાશિત થયું. તેમણે કેટલાંયે મેગેઝીન અને સમાચારપત્રો માટે કામ કર્યું. ૧૯૪૧માં ઓલ ઇન્ડિયા રેડીયોમાં કામ કરતી વખતે તેમણે ઘણી ટૂંકી વાર્તાઓ અને નિબંધો લખ્યાં. આ સમય તેમની સાહિત્યિક રચનાઓ માટે સર્વ શ્રેષ્ઠ સાબિત થયો. ૧૯૪૭માં બનેલી ઘટનાઓની ઊંડી અસર તેમની વાર્તાઓમાં જોવા મળે છે. ૧૯૪૮માં પત્ની અને ૩ પુત્રીઓ સાથે તેઓ પાકિસ્તાન ચાલ્યાં ગયાં અને જીવ્યાં ત્યાં સુધી ત્યાં લાહોરમાં જ વસવાટ કર્યો. 

તેમણે પોતાની ૪૨ વર્ષની વયમાં અનેક વાર્તાઓ અને રેડિયો નાટકો લખ્યાં. તેમાં તેમની પર કેસ પણ થયાં. તેમની વાર્તાઓમાં અશ્લીલતાને લીધે આ કેસો ચાલ્યા. તેઓ વેશ્યા પર લખે છે અને તેમની વાર્તામાં અપશબ્દો પણ હોય છે તેવો આરોપ તેમનાં પર મૂકાતો હતો. કાલી સલવાર, ધુઆ, ઠંડા ગોશ્ત….વગેરે વાર્તાઓ પર કેસ ચાલ્યાં હતા. મંટો બચાવમાં કહેતાં કે પોતે જે લખે છે તે સમાજનો આયનો છે. મારી વાર્તાઓ પર સવાલ ઉઠાવવો એટલે સમાજ વ્યવસ્થા પર સવાલ કરવો. કોર્ટમાં તો તેઓ ટક્કર આપી શક્યાં પરંતુ, લીવરની બીમારી સામે ન ટકી શક્યા. અને ૧૮ જાન્યુઆરી ૧૯૫૫માં તેમનું નિધન થયું. તેમની વાર્તાઓ આજે ૫૦ વર્ષ પછી પણ એટલી જ પ્રસ્તુત છે.

_________________________________

૧૮) સરલા સુતરિય

શીર્ષકઃ મંટો

શબ્દ સંખ્યાઃ ૭૬૮

સઆદત હસન મંટોનો જન્મ ૧૧ મે ૧૯૧૨ના રોજ પ્રખ્યાત બેરિસ્ટર અને સેશન્સ જજ ગુલામ હસન અને સરદાર બેગમને ત્યાં લુધિયાણા રાજ્યના સમરાલામાં થયો હતો. 

મંટો ભણવામાં હોંશિયાર પણ ઉર્દુમાં કમજોર હોવાને લીધે નાપાસ થતા હતા એટલે એમના પિતાએ અમૃતસરની મુસ્લિમ સ્કૂલમાં દાખલ કરી દીધા. જ્યાં એમણે મિત્રો સાથે મળીને નાટકમંડળી બનાવી અને આગા હસન કાશ્મિરીના એક નાટકને ભજવવાની તૈયારી શરૂ કરી દીધી જે એમના પિતાને પસંદ ના આવ્યું. મંટોના પિતાને નાટક ચેટક પસંદ ન હતા એટલે ફરી મંટોને હિંદુ મહાસભા કોલેજમાં ભરતી કરી દીધા. આજ સમયે મંટોની જલિયાવાલાં બાગ હત્યાકાંડ પર આધારિત પહેલી વાર્તા ‘તમાશા’ પ્રકાશિત થઈ જેમાં સાત વરસના બાળકની નજરે જોવાતા પ્રસંગને આલેખવામાં આવેલો. એ પણ એમના પિતાને ન ગમ્યું એટલે ૧૯૩૧માં એમને અલીગઢ યુનિવર્સિટીમાં મોકલી દીધા. જ્યાં એમની મુલાકાત અલી સરદાર જાફરી સાથે થઈ. એમની પ્રેરણાથી મંટોના સાહિત્ય પરત્વેના પ્રેમમાં ઉછાળ આવ્યો ને એક પછી એક વાર્તાઓ લખાતી ગઈ, છપાતી ગઈ અને સાહિત્ય જગતમાં એમની લોકપ્રિયતા વધતી ગઈ. એમની ઘણી વાર્તાઓમાં ક્રાન્તિકારી પ્રવૃતિનો પડછાયો અનુભવી શકાય છે. એમની વાર્તા લેખનની શૈલી લાગણીઓની આળપંપાળની નહોતી. સીધા જ એક ઘા ને બે કટકા જેવી એમની કલમ કપડાંનું નહીં પણ સીધું જ શરીરનું વર્ણન કરતી. એમની વાર્તા પર અશ્લિલતાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.

તેઓ ઉગ્ર સ્વભાવના છતાં સંવેદનશીલ હતા. સ્વાભિમાની લેખક હતા. કોઈપણ આવરણ વગરનું સીધે સીધું એમનું લખાણ હ્રદયને ચીરીને આરપાર ઉતરી જતું એટલે એમના દુશ્મનો પણ ઘણા હતા.

૧૯૩૫માં તેઓ લાહોર ગયા પણ ત્યાં ફાવ્યું નહીં તેથી તેઓ ફરી પાછા મુંબઈ આવ્યા, ને પછી પહેલી રંગીન ફિલ્મ ‘કિસાન કન્યા’ લખી. થોડા વખતમાં જ મુંબઈમાં તકલીફ વધતા તેઓ દિલ્હી ચાલ્યા ગયા. ત્યાં દોઢેક વરસ રહીને આકાશવાણીમાં કામ કર્યું. ત્યાં ઘણાંય નાટકો લખ્યા. મુંબઈ આવીને એમણે ‘અપની નગરીયા, શીખ બેગમ અને મિર્ઝા ગાલિબ’ જેવી ફિલ્મો પણ લખી. ૧૯૩૬માં મંટોનો પ્રથમ ઉર્દુ વાર્તાઓનો સંગ્રહ પ્રકાશિત થયો જેનું શીર્ષક હતું ‘અતીશપારે.’ 

 ૧૯૪૮ પછી મંટો પાકિસ્તાન ચાલ્યા ગયા અને લાહોરમાં વસી ગયા હતા. 

એમના મનમાં સમાજ સુધારણાનો વિચાર એટલો પ્રબળ હતો કે ઘરની, પત્નીની ને દીકરીઓની જરુરિયાતોનો ખ્યાલ જ નહોતો રહેતો. ત્રણ દીકરીઓ અને માતાની જવાબદારી તથા મંટોની વિચિત્રતાઓ અને ઉદ્દામવાદી વિચારો સાથે જિંદગી દુશ્વાર લાગતાં એમની પત્નીએ એમને પાગલખાનામાં ભરતી કરાવી દીધેલા, જ્યાં તેઓ પાગલોને ભેગા કરી પોતાની વાર્તાઓ સંભળાવતા. જેલર અને ઉપરી અધિકારીઓને મંટો આંખના કણાની જેમ ખૂંચતા અને એમને હેરાન કરવાની એકપણ તક જતી ન કરતા. તેઓ પોતાના ઉદ્દામ વિચારો પાગલ દર્દીઓમાં ન ફેલાવે એટલે એમને સતત ઘેનના ઈન્જેક્શન આપવામાં આવતા. તે છતાંય એમના વિચારોમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું. જેલરને ભય હતો કે મંટો ક્યાંક એમની આ જોરજુલમીને વાર્તામાં વણીને લોકો સમક્ષ ન મૂકી દે. અંતે વકીલની સલાહથી એમને મુક્ત કરી દેવામાં આવ્યા. ઘરે આવ્યા ત્યારે પત્નીએ જ એમનું હુંફાળું સ્વાગત કરેલું અને જીવનભર સાથ નિભાવેલો.

મન્ટોએ પોતાનું મોટા ભાગનું સર્જન અખંડ હિન્દુસ્તાનમાં જ સર્જ્યું. પોતાના જીવનકાળ દરમિયાન મંટોએ ૨૩૦ વાર્તાઓ, ૬૭ રેડીયો નાટક અને ૭૦ લેખો લખ્યા હતા. પાકિસ્તાનમાં વસી ગયા પછી એમની વાર્તાઓના ૧૪ સંગ્રહ પ્રકાશિત થયા હતા, જેમાં ૧૬૧ વાર્તાઓનો સમાવેશ છે.

ખોલ દો, ટેટવાલ કા કુત્તા, ટોબાટેક સિંઘ, મમ્મી, નંગી આવાજે, લાઈસેન્સ, ઠંડા ગોસ્ત, કાલી સલવાર, ગુંજ, ગંજે ફરિસ્તે વગેરે એમની સૌથી વધુ વંચાતી વાર્તાઓ છે જેમાં માનવીની કાળી બાજુનો નગ્ન ચિતાર છે. એમની વાર્તાઓમાં વિભાજન વખતની વેદના અત્યંત તીવ્રતાથી વ્યક્ત થઈ છે. ઊંઘમાં પણ એમને વાર્તાના વિષયો ઝકઝોરતા રહેતા. એમની ઘણી વાર્તાઓ પર મુકદ્દમા પણ દાખલ કરવામાં આવ્યા હતા. મંટોએ કદી સસ્તી બજારુ વાર્તા નથી લખી. એમની વાર્તામાં સમાજનું નગ્ન સ્વરૂપ ઝિલાતું ને એ વાંચી સંભ્રાત સમાજ એમની પર માછલા ધોતો.

ભારતના ભાગલા સમયે જે હિજરત કે કત્લેઆમ થઈ તેનું તટસ્થ આલેખન જે સર્જકોએ કર્યું એમાં મન્ટો મુખ્ય છે. એમણે નિર્ભયતાથી, કોઈ પણ પ્રકારના રાજનૈતિક પુર્વગ્રહ વગર માત્ર માનવીય અભિગમથી જે કંઈ લખ્યું એ કોઈપણ સંવેદનશીલ માનવીને આરપાર વીંધી નાખે એવું છે.

મંટો કહેતા કે, “મેં જે વાર્તાઓ લખી છે એમાં કંઈ અશ્લિલતા નથી. જેવું જેનું મન એવા એના ભાવાર્થ અને જોવાની દ્રષ્ટિ. કોઈને અગર મારી વાર્તામાં અશ્લિલતા જડે છે તો એ એની દ્રષ્ટિનો વાંક છે, મારી વાર્તાનો નહીં, મેં તો જેવો સમાજ છે એવા જ દ્રશ્યો આલેખ્યા છે અને એક વ્યક્તિનું સત્ય, હંમેશા સમૂહ માટે સત્ય ના પણ હોય!”

તેમણે અંગ્રેજી, રશિયન અને ફ્રેંચ ભાષાની ઉત્તમ કૃતિઓનો અનુવાદ પણ કર્યો અને અનુવાદક તરીકે ખૂબ નામના મેળવી હતી. 

એમના સ્વભાવની ઉગ્રતાના મૂળમાં કદાચ પ્રિય સંતાનનું મૃત્યુ, પાકિસ્તાનમાં ચાલ્યા ગયા પછી ત્યાંની વ્યવસ્થામાં ગોઠવાઈ ન શક્યાનું દુઃખ, અખંડ ભારતની યાદ, એમની વાર્તાઓ પર ચાલેલા અદાલતી મુકદ્દમાઓ, ભાગીદારની રૂક્ષતા વગેરે જીવનની કઠણાઈઓ હોઈ શકે. એમણે જિંદગીમાં એટલી બધી તકલીફોનો સામનો કરેલો કે કાચોપોચો માણસ તો જીવી જ ન શકે. 

૧૮ જાન્યુઆરી ૧૯૫૫માં મંટોએ આખરી શ્વાસ લીધા. એક જડમૂળથી પ્રમાણિક અને સંવેદનશીલ વ્યક્તિત્વ કાળના મુખમાં વિલીન થઈ ગયું. એમના મૃત્યુ બાદ દુનિયાએ એમના સર્જનનું મહત્વ આંક્યું ને મંટોની વાર્તાઓ વિશ્વ સાહિત્યમાં અમર થઈ ગઈ. જો એમના જીવતાજીવત આ બન્યું હોત તો એક સંવેદનશીલ લેખક આત્મસંતોષ સાથે વિદાય લઈ શક્યા હોત! પણ હાય રે દુનિયા! 

__________________________________

૧૯) આરતી રાજપોપટ

શીર્ષક: સઆદત હસન મન્ટો.

સઆદત હુસેન મન્ટો. જેટલા પાકિસ્તાનના એટલા જ કે એનાથી પણ થોડા વધુ હિન્દુસ્તાનના છે એમ કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી.

મન્ટોનો જન્મ લુધિયાણામાં થયો. પણ એમનું જીવન અમૃતસર, મુંબઈ અને લાહોરમાં (પાકિસ્તાન) વીત્યું.

૧૮ જાન્યુઆરી 1955માં માત્ર ૪૨ વર્ષની નાની વયે દુનિયામાંથી વિદાય લીધી.  તેઓ આજે પણ એટલાજ પ્રાસંગીક લેખક છે જેટલા એ સમયે હતા. 

તેઓ લેખક બન્યા એ પહેલાં ૧૯૩૬ માં એક ફિલ્મ મેગેઝીનમાં ફિલ્મ પત્રકાર તરીકે કામ કરતા. આ જ સમયગાળા દરમ્યાન સ્ક્રીનપ્લે રાઇટર પણ બન્યા. ૧૨ વર્ષ મુંબઈ રહ્યા. વિભાજન પછી પાકિસ્તાન ગયા છતાં તેમની મુંબઈ પ્રત્યેની, ભારત પ્રત્યેની લાગણી અકબંધ રાખી આખરી દિવસો સુધી જન્મભૂમિને યાદ કરી જીવ્યા. 

તેમના લેખનકાર્ય દરમ્યાન તેમણે કોઈ નવલકથા નથી લખી. જાણે કે તેમને પોતાની નવલિકાઓની અમરતા અને ચિરંજીવીતા પર પૂરો ભરોસો હતો. ગદ્ય લેખકો માનતા રહ્યા છે કે જો લેખનજગતમાં અમર બનવું હોય તો નવલકથા લખવી આવશ્યક છે. આ માન્યતાનું મૂળમાંથી છેદન કર્યું. 

અમૃતસર, મુંબઈ અને લાહોરના એ ગલી, મહોલ્લા, બદનામ બજારો, ટાંગાવાળા અને સ્વાધીનતા સંગ્રામ માટે લડતા લોકો મન્ટોની વાર્તાઓમાં એવા રંગ ભરે છે કે, એ એમને ભારત અને પાકિસ્તાનના ત્રણ મહાન સાહિત્યકારોની શ્રેણીમાં સ્થાન અપાવે છે.  અને જેને બન્ને દેશ પોતાના દેશની વિભૂતિ ગણાવી ગૌરવ અનુભવે છે. 

ઊંચનીચ, સારા ખરાબ, નબળા સબળા, બુદ્ધિશાળી કે મૂરખ જેવા ભેદને બાજુ પર મૂકી એમણે માણસને માત્ર માણસ તરીકે સ્વીકાર્યો છે. આલેખ્યો છે. તેથી તેમની વાર્તાના પાત્રો આટલા જીવંત અને સહજ લાગે છે. 

તેઓ એના સ્વપરિચયમાં કહેતા ‘હું વાર્તા નથી લખતો વાર્તા મને લખે છે!

કોઈ માણસ જે રીતે ન્હાય, ખાય એટલી સહજતાથી વાર્તાઓ લખાય છે એનું મને પણ ક્યારેક આશ્ચર્ય થાય છે. કે પછી શરાબની જેમ વાર્તા લખવાનું વ્યસન થઈ ગયું છે.’

એમનું લેખનકાર્ય એમની બેબાકી જોઈ લાગે કે તેઓ તેમના સમય કરતાં વહેલા જન્મેલા. આ માટે અહીં એમની વાર્તાઓના કેટલાક નમુનાઓ;

મારી આંખોની સામે મારી જુવાન દીકરીને ન મારો.”

“ચાલો, તેની વાત માની લઈએ. છોકરીના કપડાં ઉતારીને હાંકી કાઢો એક તરફ.”

એ હજુ મર્યો નથી. તેનામાં હજી જીવ છે.” 

“રહેવા દે યાર. હું બહુ થાકી ગયો છું.”

મન્ટોએ પોતાની આસપાસ માણસના અનોખા રૂપ, એનો પ્રેમ, નફરત, લાલચ, ઢોંગ, હવસ, શયતાનીરૂપ, જે પણ જોયું, સાંભળ્યું, અનુભવ્યું એને પોતાની વાર્તાઓમાં પરોવી પરિવર્તનના એ યુગમાં વાચકોને મનોરંજન સાથે એક સ્તબ્ધતા પણ આપી. જેથી એ વધુ સારા મનુષ્ય બની શકે.

મન્ટો ભાગલા પછી ભલે પાકિસ્તાન જતા રહેલા પણ તેમની વાર્તાની ચર્ચા જેટલી ભારતમાં થઈ તેટલી પાકિસ્તાનમાં ક્યારેય નથી થઈ. તેમની સાચું લખવાની આદત, વાસ્તવવાદી અભિગમ અને બેબાકી ને લીધે કેટલાક લોકો મન્ટોની તુલના પ્રસિદ્ધ સાહિત્યકાર ગાય દ મોપાંસા સાથે કરે છે. 

હિન્દી સાહિત્યકાર કમલેશ્વરે કહેલું,

વિભાજન, રમખાણ અને સાંપ્રદાયિકતા પર જેટલા પ્રહારો મન્ટોએ કર્યા છે એ વાંચીએ ત્યારે માનવું મુશ્કેલ બની જાય કે કોઈ કહાનીકાર આટલો સાહસી, આટલો સત્યવાદી અને આ હદે મમતવિહોણો હોઈ શકે. 

આમ છતાં મન્ટોએ ક્યારેય માનવીય સંવેદનાઓને ઈજા પહોંચાડી નથી. ટોબા ટેકસિંહ, ઠંડા ગોશ્ત, ખોલ દો જેવી વાર્તાઓ આની ખાત્રી આપે છે. હાંસિયામાં ધકેલાય ગયેલા લોકો, કચડાયેલી જિંદગીઓ અને તેમની વણકહી પીડાઓની મન્ટોએ ઓળખ-પરેડ કરી છે. 

આમ, જેમ હર હિન્દુસ્તાનીના દિલમાં છે એમ એમના દિલમાં પણ છેક સુધી હિંદુસ્તાન વસેલું હતું. તેમને હિન્દુસ્તાન પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એ પાકિસ્તાન બનાવવાના હકમાં પણ નહોતા. 

‘અંકલ સેમ’ ને લખેલા એક એક પત્રના શબ્દોમાં એમની વિભાજનની વેદના, વ્યથા વ્યક્ત કરતા લખે છે;

“હું જ્યાં જન્મ્યો એ જગ્યા હવે હિન્દુસ્તાનમાં છે, જ્યાં મારી મા, મારા બાપ, મારુ પહેલું બચ્ચું દફન છે. પણ હવે એ મારું વતન નથી.

__________________________________

૨૦)  હિમાલી મજમુદાર 

શીર્ષક : રુહાની કલમ

શબ્દ :૧૯૭

    સાહિત્ય જગતનું અપ્રતિમ નામ એટલે અમૃતા પ્રીતમ. તેમના વ્યક્તિત્વને આલેખવા માટે કલમને રુહાની શાહીમાં ઝબોળીને શબ્દોને કંડારવાની ક્ષમતા કેળવવી પડે તો જ કદાચ તેમના વ્યક્તિત્વને ન્યાય આપી શકાય.

         સ્વરૂપવાન માતા રાજબીબી અને કવિશ્રી પિતા કરતાર સીંગનું  એકમાત્ર સંતાન અમૃતા પ્રીતમ. તેમનો જન્મ એકત્રીસ ઓગસ્ટ 1919 માં ગુજરાનવાલા પંજાબમાં થયો હતો.અને એકત્રીસ ઓક્ટોબર 2005 માં 86 વર્ષની વયે તેમનું

 મૃત્યુ થયું હતું.માતા-પિતાનો સુંદર સમન્વય લઇને જન્મેલા અમૃતાની કલમ સંવેદનશીલ અને જીવનના અનેક તબક્કા માંથી પસાર થઇ,સમાજના વાસ્તવિક રૂપને છતી કરી શકી હતી.કવિયત્રી અમૃતા પ્રીતમ અનેક નામાંકિત પુરસ્કારથી સન્માનિત હતાં.જીવનસાથી પ્રીતમ સીંગ સાથેના લગ્ન જીવનમાં બે બાળકોની માતા બન્યા.

      ‌ સાહિર અને ઈમરોઝ તેમના જીવનમાં આવેલા અન્ય બે પુરુષ મિત્રો જેનાથી રચાયો પ્રણય ત્રિકોણ.એ સંબંધની પારદર્શકતા

 આજે પણ સાહિત્ય જગતમાં શિખરે છે.મિત્રોના સાનિધ્યમાં ખીલી ઊઠેલી તેમની રુહાની કલમનું પ્રતિબિંબ અને સુંદર રચનાઓની અનૂભૂતિ થયા વગર રહી શકતી નથી. હિન્દી સાહિત્ય જગતમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર અને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત એવાં અમૃતા પ્રીતમ આપણા દેશનું ગૌરવ છે. તેમનું ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન આજના સમયમાં પણ  ચિરંજીવ રહ્યું છે.એજ એમના વ્યક્તિત્વની આગવી ઓળખ કહી શકાય.

_________________________________

૨૧) પૂજા(અલકા)કાનાણી

શીર્ષક-અમૃતા પ્રિતમનું પાત્રાલેખન

શબ્દ સંખ્યા-225

  અમૃતા પ્રીતમજીનું પાત્રાલેખન કરવું એટલે ‘મુશકીલ હી નહીં નામુમકીન હૈ’ એમ કહી શકાય કારણ કે જેમ જેમ વાંચો તો તેમના વિશેની એવી વાતો ઉજાગર થાય કે આપણે અવઢવમાં મુકાઇ જઈએ કે શું લખવું!

      આસમાનમાં ઉડતા કો “સ્વૈર વિહારી પંખી” જેવા મુક્ત વિચારો ધરાવતા અમૃતાજી એટલે પ્રથમ પંજાબી મહિલા કવયિત્રી, નવલકથાકાર અને નિબંધકાર પણ ખરા. ભારત અને પાકિસ્તાન બંને દેશોનો અઢળક પ્રેમ પામનારા કવયિત્રી.

તેમના જીવનકાળ દરમિયાન તેમણે કાલ્પનિક વાર્તાઓ,જીવન ચરિત્રો,પંજાબી લોકગીતોનો સંગ્રહ અને આત્મકથાના પુસ્તકો તૈયાર કર્યા હતા. તેમના સર્જનમાં પિંજર (નવલકથા) સજ્જ અકવાં વારિસ શાહનું (કવિતા) સુનેરે નો સમાવેશ થયેલ છે. તેમને સાહિત્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતાં.

તેમનું અંગત જીવન બોલ્ડ કહી શકાય તેવું હતું પણ તેણે ક્યારે તેના પર ઢાંકપિછોડો કરવાની કોશિશ નહોતી કરી. તેમનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું તેમ કહી શકાય. અમૃતાજીએ પ્રિતમ સિંહ સાથે લગ્ન કર્યા હતા પછી સાહિર લુધિયાનવી માટે પતિને છોડ્યા પણ સાહિર ના જીવન માં અન્ય સ્ત્રી નો પ્રવેશ થતા તેઓ ચિત્રકાર ઇમરોઝ સાથે જોડાયા અને આ સાથ જીવન પર્યંત રહ્યો.

શબ્દ સાથે રમવું એ અમૃતાજીનો શોખ હતો અને તેના આ શોખને કારણે જ તેઓ દેશ-વિદેશમાં ખ્યાતિ પામ્યા હતા અને 31 ઓક્ટોબર 2005ના રોજ નવી દિલ્હીમા લાંબી બીમારી બાદ 86 વર્ષની વયે અવસાન પામ્યા હતા.

“જહાં ભી આઝાદ રૂહ કી ઝલક પડે સમજના વો મેરા ઘર હૈ”.

__________________________________

અમેરિકા શાખા 

૧) પ્રવિણા કડકિઆ

શબ્દ- ૨૧૦

શીર્ષક-ગૌરવવાંતી ગાથા

અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન પાકિસ્તાન ગુરજાનવાલા ગામમાં ૩૧મી ઓગસ્ટૅ એક નાની બાળકીનો રડવાનો 

અવાજ હવામાં ગુંજી ઉઠ્યો. નામ અમૃતા કૌર જે બાળલગ્નના શિકાર થયા અને અમૃતા પ્રીતમ બન્યા. 

જેની કલમ તેના વિચાર સ્પષ્ટ પણે આલેખતા જરા પણ અચકાતી નહી. નિર્ભય લેખિકા, બળવાખોર અને પ્રેમની પ્રતિમા

જેવી અમૃતા પ્રીતમ પોતાના વિચારો સ્પષ્ટ પણે રજૂ કરતાં કોઈની ચીંતા ન કરતી. હિંદી અને પંજાબી ભાષામાં પોતાના

વિચારો સ્પષ્ટ લખતાં ક્યારેય પાછી પાની ન કરી.  

૧૯૪૬માં પોતાના પતિ વિષે સ્પષ્ટ જણાવ્યું, “તું મારે માટે બે રોટી લાવે છે, હું તારે કાજે માત્ર હાડ માંસની બનેલી ઢિંગલી નથી. 

જેની સાથે તું  તારી મરજી પ્રમાણે રમે ! લે હું તારી સામે ઉભી છું ,કર જે કરવું હોય તે” ! 

આજે ૨૧મી સદીમાં પણ આટલું સત્ય ઉચ્ચારવાની ઘણી સ્ત્રીઓમાં તાકાત નથી હોતી ? એક પછી એક પુસ્તકો અને નિંબધમાળાની હારમાળા લખી ૧૯૬૫માં તેમની વાર્તા પરથી બની કાદંબરી. 

તેમની નવલકથા ‘પિંજર” પરની વાતે તો ભલભલાને હચમચાવી મૂક્યા હતાં. હિંદુ કન્યા પુરૌં રશીદ નામના મુસલમાન યુવકે 

અપહરણ કર્યું . જ્યારે તે પાછી આવી તો કુટુંબે તેનો બહિષ્કાર કર્યો.

તેમની રચનાઓ ‘રસીદી ટિકિટ,’ ‘મુહબ્બત નામા’, પિંજર’, ‘કસક’ પાનીકી લકીર’, અદાલત’.’સાત સવાલ’ વિ.  મિત્રો નામ ઉપરથી કલ્પના કરી શકાય છે કે તેમની અંદર ભારેલો અગ્નિ હતો. 

અમૃતા પ્રીતમ વિષે જેટલું લખું તેટલું  ઓછું છે. એ સ્ત્રીએ ૧૯૫૬માં સાહિત્ય એકેડેમી નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો. ૧૯૬૯માં પદ્મશ્રી બન્યા. સાહિરના પ્રેમમાં પાગલ બન્યા. જીંદગીના ઘણા વર્ષો  ચિત્રકાર ઈમરોઝ સાથે ગાળ્યા. 

એક વીરાંગના જેવું જીવન જીવી,  જીવનમાં જે પામવાની મહેચ્છા હતી તે સઘળું મેળવ્યું.

__________________________________

૨) સપના વિજાપુરા 

શીર્ષક :વતન ઝૂરાપો 

શબ્દ : 501

વતન ના ઝુરાપામાં જેમણે પોતાની જવાની ગુજારી એવા લેખક સઆદત હસન મન્ટોનો જન્મ મેં, 1912 લુધિયાનામાં થયો હતો. ભાગલા વખતે એમને. પાકિસ્તાન જવું પડ્યું હતું. જે એમના માટે જીવનભરનું દુઃખ બની ગયું . અને વતન ઝુરાપામાં જ શરાબી થઇ ગયા હતા,અને ત્રેતાલીશ વર્ષની નાની વયે મૃત્યુ પામ્યા હતા.

એમના બાવીશ પુસ્તકો ટૂંકી વાર્તાના, એક નોવેલ , પાંચ રેડિયો માટે નાટક અને બે નિબંધના પુસ્તકો પ્રકાશિત થયાં છે. મન્ટોની કલમ  હમેશા સત્ય બોલતી તેથી એ જમાનામાં એ ઘણા અપ્રિય લેખક ગણાતા. એમની ભારત પાકિસ્તાનના ભાગલા અને સ્વતંત્રતા વિષેની વાર્તાઓ ઘણી પ્રચલિત થઇ છે. એ બધી વાર્તાઓમાં એમનો વતન એટલેકે ભારતનો ઝુરાપો દેખાય આવે છે. એ મુંબઈને પોતાની  પ્રેમિકા જેવી ગણતા હતા. અલીગઢ યુનિવર્સિટી માં ગ્રેજ્યુએટ થયા પછી એ મુંબઈ આવ્યા હતા.

મુંબઈમાં એમને ફિલ્મ જગતના સમાચાર અને મેગેઝિનમાં  લખવાનું ચાલુ કર્યું. જ્યાં એમની દોસ્તી નૂરજહાં, અશોકકુમાર,નૌશાદઅને શ્યામ સાથે થઇ. 1941 માં એમણે દિલ્હી ઓલ ઇન્ડિયા રેડિયો માટે ઉર્દૂ નાટક લખવાનું કામ પણ કર્યું હતું. એમણે ચાર ઉર્દુ  નાટક લખેલા જેમાં ‘આઓ’, મન્ટો કે ડ્રરામે, જાનઝે ,ઔરતે છે. એમને ઓલ ઇન્ડિયા ના ડાયરેક્ટર એન. એમ રશીદ સાથે અણબનાવ થયો અને મુંબઈ પાછા આવી ગયા. એમને ફિલ્મ માટે સ્ક્રીન રાઈટીંગ ચાલુ કર્યું. એમણે  અર્થ, શિકારી, ચલ ચલ રે નવજવાન અને મિર્ઝા ગાલિબ ફિલ્મનું સ્ક્રીન રાઈટીંગ કરેલું. આ સિવાય એમની ટૂંકી વાર્તા કાલી શલવાર , ધુંઆ અને બું ખૂબ પ્રચલિત થઈ. જે ‘કોમી જંગ’ પેપરમાં પ્રકાશિત થઇ હતી.

1948 ના ભાગલા સમયે એમણે તો મુંબઈ માં જ રહેવું હતું,  પણ એમની પત્ની અને બાળકો એમના સગાંવહાલાંને મળવા લાહોર ગયેલા અને એ સમય દરમ્યાન મુંબઈ માં કોમી રમખાણ થયા અને એમને પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. 1948 ના ભાગલામાં એમણે મુંબઈને, પોતાની પ્રેમિકાને રડતે હ્ર્દયે વિદાય આપી. પણ  પોતાનું તૂટેલું હ્દય મુંબઈમાં છોડી ગયા.

લાહોરમાં જઈ ને પોતાની પત્ની અને ત્રણ દીકરીઓ સાથે સેટ થયા. એમના લખાણમાં કડવી સચ્ચાઈ હતી. ભાગલા પડયા ત્યારે. એમણે   ભાગલાનો ખૂબ વિરોધ દર્શાવ્યો હતો. ખુલ્લે આમ લખવા માટે એમના પર ત્રણવાર કોર્ટની કારવાઈ પણ થઇ હતી. પણએમને જ્જને જણાવ્યું હતું કે ,” એક લેખક કલમ ત્યારે જ ઉઠાવે છે જ્યારે એની લાગણી દુભાય છે.” તમાશા વાર્તા જલિયાંવાલા બાગની દુઃખભરી કહાની હતી. પાકિસ્તાન જઈને મુંબઈને ખૂબ યાદ કરતા. વૈશ્યા અને સમાજના બીજા દુષણો વિષે એમણે ઘણી વાર્તાઓ લખી. એમને લાગતું કે એમના બધા પાત્રો જીવિત છે અને એમને લખવા માટે મજબૂર કરે છે અને જ્યાં સુધી એ પાત્રોને શબ્દોમાં ના મૂકતા ત્યાં સુધી એમની આજુબાજુ  આ પાત્રો ફરતાં રહેતા.

ખૂબજ લાગણીશીલ એવા મન્ટોને શરાબની આદત પડી ગઈ હતી ગમ ભુલાવવા માટે શરાબ પીતા અને શરાબ પીતા જેથી ગમમાં વધારો થતો. ગરીબાઈમાં દિવસો નીકળતા  હતાં. પત્ની ત્રણ દીકરીઓને મુશ્કેલીથી મોટી કરી રહી હતી એમાં શરાબમાં પૈસાજતા જેથી પત્ની પણ દુઃખી રહેતી હતી. અંતે શરાબે એના લીવરને પાયમાલ કરી નાખ્યું અને 18 જુલાઈ 1955 ના દિવસે આ મતલબી દુનિયાને છોડી ને શાંતિની  દુનિયા તરફ પ્રયાણ કર્યું.

એમના મૃત્યુ પછી લગભગ પચાસ વર્ષ પછી પાકિસ્તાનની સ્ટેમ્પ માં એમનું પિક્ચર લેવામાં આવ્યું. 2012 માં એમને નિશાનેઈમ્તિયાઝ એવોર્ડ આપવામાં આવ્યો. 2018 માં બ્રિટિશરે ‘ ટોબા તેકસીંગ ” સ્ટોરી ને એ 100 વાર્તાની અંદર મૂકવામાં આવી જેમાં હોમર અને વર્જિનિયા વોલ્ફ ની પણ સ્ટોરી હતી.જે માન એમને જીવતા ના મળ્યું એ મૃત્યુ બાદ મળ્યું. એ પણ એક દુઃખનીવાત છે.પોતાના કામને વખણાતું કાશ એ પોતે પણ જોઈને ગયા હોત !!

__________________________________

૩) રેખા શુક્લ

શીર્ષક-સંગમ લાગણીના શબ્દે-અમૃતા પ્રીતમ (સાહિર – ઇમરોઝ )

શબ્દ સંખ્યાઃ૨૩૭

હું નાની અમૃતા કોર કહેતી રહી મા ને ના મરવા દેતા પણ ભગવાને ના સાંભળ્યું.મા વિના મોટી થઈ

મમતા ને પ્રેમની ઉણપ મને સતાવી રહી. ભાગલા પછી દિલ્હીમાં આવી સોળ ની લગ્નની ઉંમરે અમૃતાપ્રીતમ બની. મને  ખુબ ગમતા સાહિર લુધ્યાન્વી જે શાયર હતા- ગાયક હતા. સંગમ લાગણીના શબ્દે-પ્રેમી સાહિત્ય ને લખાણ વગરના રહી શકે. ગાયિકા સુધા મલહોત્રા ને પણ તે ખૂબ ગમતા.

પણ તેમને પણ પ્રોત્સાહન ન મળ્યું. પણ એકતરફી અતિશય ખેંચાણ મારી કવિતા દ્વારા છૂપું ના રહી

શક્યું. પણ એમના તરફથી કોઈ પ્રોત્સાહન ના મળ્યું. રાધાકૃષ્ણ વિના અધુરા તેમ મને એમના વગર 

જીવવું અધૂરું લાગતું. પણ પ્રેમ તો કરી શકાય છે કરાવી શકાતો નથી. મન ઉદાસીથી ઘેરાઈ  

જતું ને મારું દર્દ શબ્દોમાં નિરોપાઈ જતું, પરોવાઈ જતું. પ્રેમધેલી,બાવરી લગ્નગ્રંથિથી મુક્તિ પામી 

સાહિરના પ્રેમમાં પડી. એમને બીજા સાથે હું જોઈ ન્હોતી શકતી. તેવા સમયે મને ચિત્રકાર ઇમરોઝ મળી ગયા. તમારી કયારેય નહીં થઈ શકું કેમકે હું સાહિરના પ્રેમમાં પાગલ છું. તમે મને કદી પામી નહીં શકો. વર્ષો સુધી અલગ રહીને ઇમરોઝ મારો સાથ નિભાવતા રહ્યા.

मै तुजे फिर मिलूंगी कहां कैसे पता नहीं 

शायद तेरी कल्पनाओकी प्रेरणा बन

तेरे केनवास पर उतरूंगी

-अमृता प्रीतम 

સ્પર્શ તારા નામનો ઝીલ્યો હતો, જે પવનની ડાળીએ ખીલ્યો હતો,

એજ સ્પર્શે શબ્દ પ્રગટાવ્યો અમે, લાગણીના દોરથી ગુંથ્યો હતો.

__________________________________

વડોદરા શાખા

૧) સ્મિતા શાહ 

શબ્દ સંખ્યા : ૩૦૦ 

સઆદત હસન મંટો  :

મંટો પંજાબના એક ગામમાં જન્મ્યા  હતા ,જે હાલ પાકિસ્તાનમાં છે . મૂળ હિન્દુસ્તાની, પણ ભાગલા પછી  પાકિસ્તાનમાં વસેલા લેખક, કવિ, સઆદત મન્ટોને આપણે એમની અસરદાર શોર્ટ સ્ટોરીઝ ને લીધે ઓળખીએ છીએ . કહેવાય છે કે જેના વિષે લખ્યું છે એ વાતાવરણમાં જાતે જઈને એ વાતાવરણ અને વ્યક્તિની વ્યથાનો અનુભવ કરતા .જે એમનાં શબ્દોમાં ઉજાગર થતા . 

દેશના વિભાજનના એ સાક્ષી હતા . અચાનક પડેલા ભાગલાએ લોકોને અમાનવીય બનાવી દીધા અને વર્ષોથી ભાઈચારાથી રહેતાં લોકો એકબીજાના શત્રુ બની ગયાં .

વિભાજન વખતે હિંદુઓ અને મુસ્લિમો બંને ઉપર જે અમાનવીય અત્યાચારો થયા માઈગ્રેશન કેમ્પમાં સ્ત્રીઓ અને  બાળકો પર થયેલા ભયંકર અત્યાચારોનો 

ભયાનક ચિતાર એમની વાર્તાઓમાં  જોવા મળે છે . એ સમયની એમની વાર્તાઓની આખા સાહિત્ય જગતમાં નોંધ લેવાઈ .

ભારત છોડોની ચળવળ વખતે બ્રિટિશ હકુમતમાં જલિયાંવાલા બાગ જેવી  ઘટનાઓ વિષે એમણે લખ્યું . જેના લીધે એમની ઉપર બ્રિટિશ હકુમત દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા . ભાગલા પહેલા ભારતમાં નિવાસ દરમ્યાન એમણે ઈસ્મત ચુગતાઈ જેવા મોટા મોટા લેખકો ના સહવાસમાં સમય વિતાવ્યો .ચલચિત્રો ,પટકથાઓ ,વાર્તાઓ, કવિતાઓમાં હાથ અજમાવ્યો . પરંતુ વાર્તાઓમાં થયેલી એમની સ્પષ્ટ અને નીડર અભિવ્યક્તિ માટે બ્રિટિશ સરકારે એમની ઉપર કેસ પણ કર્યો હતો . 

અચાનક જાહેર કરવામાં આવેલા દેશના વિભાજન વખતે લાહોર , હવે પાકિસ્તાન લગ્નમાં ગયેલો પરિવાર ત્યાં જ ફસાઈ  જતા એમણે પણ ત્યાંજ જવાનું પસંદ કર્યું . તોબા ટેકસિંઘ નું પાત્ર એમણે પોતાની જ મનોદશા ઉપરથી સર્જ્યું હતું એમ કહેવાય છે .એમની વાર્તાઓમાં માનવીય માનસિકતા, વલણ અને વ્યવહારનો ઊંડો અભ્યાસ જોવા મળે છે .

વિશ્વના સાહિત્ય જગતમાં એમનું  યોગદાન ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે .એમની બહુ ચર્ચિત ‘કાલી સલવાર’ અને ‘ખોલ દો ‘ ‘ઠંડા ગોશ્ત’ જેવી વાર્તાઓએ જગતને ધુજાવી દીધું હતું .

પાકિસ્તાનમાં શરૂનાં વર્ષોમાં એમના ઉપર હદ કરતા વધુ અશ્લીલ લખાણ લખવાનો આરોપ પણ મુકાયો . એમની  ઉપર કેસ પણ ચલાવવામાં આવ્યો .

એમણે કોર્ટમાં ફક્ત એટલું  કહ્યું કે ‘હું સંવેદનશીલ લેખક છું .જે જોઉં છું, તે જ લખું છું . પોર્નોગ્રાફી લખવાનું કામ નથી કરતો ‘. 

એમના જ લોકોથી લગભગ બહિષ્કૃત જેવા મંટો ને એમના પત્ની તરફથી કાયમ દિલાસો અને સહારો મળ્યો .

એમની વાર્તાઓમાં ઉજાગર થતું નર્યું સત્ય અને વાસ્તવિક્તાએ દુનિયાને હચમચાવી દીધી હતી . 

વિશ્વની લગભગ બધી ભાષાઓમાં એમની વાર્તાઓના અનુવાદો થયા છે અને વિદેશી યુનિવર્સીટીઓમાં ‘એશિયન લેંગ્વેજ સ્ટડીઝ’ માં પાઠ્ય પુસ્તક તરીકે લેવામાં આવ્યું છે. 

એમનું અને એમના લખાણોનું મહત્વ હિન્દુસ્તાનમાં વધુ હતું એટલું મહત્વ  એમને પાકિસ્તાન ગયા પછી ન મળ્યું . વિશ્વમાં ખ્યાતિ પામ્યા પછી પાછળથી પાકિસ્તાનની સરકારે એમનું બહુમાન કરી માનદ પદવી આપી હતી . એમના  મૃત્યુ સુધી વિભાજન અને અવહેલનાની વ્યથા એમના હૃદયમાં રહી .

________________________________

૨) બંસરી જોષી

શીર્ષક: “મંટો” (સમાજનું દર્પણ)

શબ્દસંખ્યા:747

    સઆદત હસન મંટો એક પ્રસિદ્ધ વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક હતા. જેમની વિશિષ્ટ વાર્તાઓ જે સમાજને અરીસો બતાવતી. પોતાની વાસ્તવિક કસ્થાવસ્તુને કારણે એમની વાર્તાઓ માત્ર ભારત કે પાકિસ્તાનમાં જ નહીં સમયાંતરે પૂરા વિશ્વમાં પ્રસિદ્ધિ પામી હતી.

-જન્મ:

    સઆદત હસન મંટોનો જન્મ 11 મેં 1912માં  પંજાબના એક સમ્રાલા ગામમાં થયો હતો. પિતા  ન્યાયાલયમાં બેરિસ્ટર અને સેશન જજ હતા. બાલ્યાવસ્થામાં મંટો આળસુ હતા. પણ તોફાની અને રમતિયાળ પણ એટલા જ હતા. રંગમંચ પ્રત્યે પ્રથમથી જ એમની રુચિ રહી હતી. આ રુચિને કારણે મિત્રવર્તુળ પણ બની ગયેલું. જે પછી એક નાટકકલબમાં પરિવર્તિત થયું. પણ આ નાટકક્લબની આવરદા જાજી ન રહી શકી. એમની થિયેટર પ્રત્યેની રુચિ અને ઝુકાવ એમના પિતાને  પસંદ ન હતો. અંતે તે નાટકક્લબ એમણે બંધ કરી દીધેલું. ક્લબ બંધ કર્યું પણ કોઈ ખૂણામાં રુચિ યથાવત જીવંત રહી.

-અભ્યાસ.

     પોતાનો એન્ટ્રન્સ સુધીનો અભ્યાસ એમણે અમૃતસરથી કર્યો. 1931માં મંટોએ હિંદુસભા કોલેજમાં પ્રવેશ લીધો. આ એ સમય હતો જ્યારે ચારેકોર “ઈંકલાબ જીંદાબાદ”ના નારાઓથી ભારત બુલંદ રહેતું.

   1932માં ભગતસિંહને ફાંસી લાગી. એ જ અરસામાં મંટોના પિતાનું અવસાન પણ થયું. અને શરૂ થઈ મંટોની ક્રાંતિકારી વિચારયાત્રા.

-કાર્યક્ષેત્ર:

     આ દિવસોમાં જ મંટોની મુલાકાત  એક પ્રસિદ્ધ પત્રકાર અબ્દુલ સાથે થઈ. જેમણે મંટોને રશિયન અને ફ્રેન્ચ સાહિત્ય વાંચવા માટેની સલાહ આપી. સલાહને શિરોધાર્ય કરી એમણે વાંચનમાં ઝંપલાવ્યું. રુચિ વધતી ચાલી. અને આ રુચિના પ્રભાવમાં જ એમણે પોતાનું સર્વપ્રથમ નાટક લખ્યું જે એક રશિયન નાટક “ધ લાસ્ટ ડે કંટેમ્પટ”નું ઉર્દૂ અનુવાદ હતું. પછી તો ઘણા રશિયન

સાહિત્યને એમણે પોતાની કલમ દ્વારા ઉર્દૂમાં અનુવાદિત કર્યા અને તેઓ અનુવાદક તરીકે ખ્યાતિ પામ્યા.

-વાર્તાવિશ્વમાં પ્રવેશ:

     અનુવાદક પરથી એક પગલું ચડીને એમની યાત્રા હવે વાર્તાઓના વિશ્વમાં પ્રવેશ પામી. ક્રાંતિકારી વિચારધારા અને વાતાવરણની અસર એમની પ્રથમ સ્વલિખિત વાર્તા “તમાશા”માં જોવા મળી. “તમાશા”  વાર્તા એક સાત વર્ષના બાળકની નજરેથી થયેલા જલિયાંવાલા હત્યાકાંડ પર આધારિત હતી.

    આ દરમિયાન પોતાનો આગળનો  અભ્યાસ શરૂ રાખતા મંટો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસાર્થે પહોંચ્યા. અહીંના વિશિષ્ટ વાતાવરણમાં એક અનોખી વાત હતી. જેની મંટો પર ઊંડી અસર થઈ. અહીં જ એમની મુલાકાત પ્રસિદ્ધ ઉર્દૂ કવિ,વાર્તાકાર અને કમ્યુનિસ્ટ “અલી સરદાર ઝાફરી” સાથે થઈ. અહીંથી જ એમને પોતાની દ્વિતીય વાર્તાનું કથાવસ્તુ સુલભ્ય થયું. અને એમણે પોતાની દ્વિતીય વાર્તા “ઈંકલાબ પસંદ” લખી.  વાર્તાની નાવડી તો જાણે ચાલી નીકળી અને એમની વાર્તાલેખન પર હથોટી વધુ ને વધુ બેસવા લાગી. 

    1936માં જ એમની પ્રથમ પુસ્તક “આતિશપારે” પ્રકાશિત થઈ. જે એમની ટૂંકીવાર્તાઓનો બેનમૂન નમૂનો પણ હતી. સાથે સાથે જ એમણે ઘણા સમાચારપત્રક અને વિવિધ મેગેઝીન માટે પણ લખવાનું શરૂ કરી દીધેલું.

-રેડિયો અને મંટો.

    1941માં પ્રથમ વાર મંટોની વાર્તાઓ ઓન એર થઈ. “પુરાની કહાનિયા” નામે  પ્રસારિત થતો ઓલ ઇન્ડીયા રેડિયો શો ખાસો પ્રસિદ્ધ થયો અને કદાચ આ સમય જ એમની સર્જક તરીકેની યાત્રાનો  સુવર્ણ સમય પણ કહી શકાય.

    1947માં ભારત આઝાદ થયું. ધર્મનાં લગાવને દર્શાવતી એક વાર્તા “આંખે” બહુચર્ચિત રહી.  પ્રેમમાં એકાકાર થઈ જવા ઇચ્છતી બે વ્યક્તિઓ અંતે ધર્મપરિવર્તનને નકારી છૂટી પડી જાય છે. જે કરૂણ અંત કહી શકાય પણ એટલુ જ વાસ્તવિક.

    મંટોની વાર્તાઓ વાસ્તવિકતાની ભૂમિ પર જ બની. જાણે સમાજનો હરતો ફરતો અરીસો જ જોઈ લો. 42 વર્ષની આયુમાં મંટો એ ઉત્તમ સાહિત્ય પીરસ્યું. જેમાં નિબંધો, વાર્તાઓ અને નાટકોનો સમાવેશ કરી શકાય. અમુક બહુચર્ચિત વાર્તાઓ જેવી કે “ધુંઆ”,”ઠંડા ગોસ્ત”,”કાલી સલવાર”,”આંખે” અને અન્ય ઘણી વાર્તાઓ માટે એમના પર અશ્લીલતાના આરોપ પણ લાગ્યા. પાકિસ્તાન બન્યા પહેલા અને પછી પણ 6 વખત એમના પર કેસ થયા. પણ એમણે હંમેશા પોતાની વાર્તાઓનો બચાવ કરતા એટલું જ કહ્યું કે મારી દરેક વાર્તા સમાજનું જ દર્પણ છે અને જો લોકો મારી વાર્તાઓને સ્વીકારી નથી શકતા તો એનો અર્થ એટલો જ છે કે લોકોમાં સમાજને સ્વીકારવાનું યથોચિત સામર્થ્ય પણ નથી. જોકે એમની વાર્તાઓના સંદર્ભે ઘણા ચલચિત્રો પણ આકાર પામેલા.

-અંતિમ સમય:

    ભારત સ્વતંત્ર થયા પછી મંટોએ એક મહત્વનો નિર્ણય લીધો પોતાની પત્ની સફિયા મંટો અને ત્રણ બાળકો સાથે એ પાકિસ્તાન આવી પહોંચ્યા અને અંત સુધી લાહોર જ રહ્યા. જોકે લાહોર આવ્યા પછી પણ એમણે તમામ બુદ્ધિજીવી અને નામચીન સાહિત્યકારો જેવા કે અહમદ ફેઝ, અહમદ રાહી, નાઝીર કાઝમી, અહમદ નદીમ કાઝમી સાથે સતત સંપર્કમાં બનાવી રાખ્યો.

    જીવનના ઝંઝાવાતો સામે તો ઘણું ઝઝૂમતા રહ્યા.જ્યારે એમને લીવર સબંધિત જીવલેણ બીમારી થઈ પડી ત્યારે શરીર સાથે જજુ ઝઝૂમી શક્યા નહી. આખરે 18 જાન્યુઆરી 1955માં એમનું  અવસાન થયું.

પુરુસ્કાર:

    મરણોપ્રાંત એમને પાકિસ્તાની વિશિષ્ટ સાહિત્યિક સેવા બદલ પુરુસ્કૃત કરવામાં આવેલા અને એ ઉપરાંત 18 જાન્યુઆરી 2005માં મંટોની મૃત્યુની 50મી વર્ષગાંઠ પર  મંટોને ટપાલની ટિકિટ પર સ્થાન પ્રાપ્ત થયું.

-નોંધ:

   મંટોનું પાત્રાલેખન કરવું એટલે મંટો જેવું વાસ્તવિક લખવાનું સાહસ જુટાવવું. આજે 50 વર્ષો પછી પણ જ્યારે કોઈની પેન મંટો વિશે લખવા પ્રેરાય છે એ જ એમના સાહિત્યનું સાફલ્ય ગણી શકાય.

__________________________________

૩) પારૂલ મહેતા 

શબ્દ સંખ્યા: ૪૬૭

        નામ: સઆદત હસન મન્ટો

        જન્મ: ૧૧ મે, ૧૯૧૨ માં લૂધીયાણાનાં સમરાલામાં. 

મન્ટોનું નામ લેતાં જ ઘૂંઘરાળાં જુલફા, અનિયાળી નાસિકા અને એને ટેકે ગોઠવેલ ચશ્મા પાછળ તમને તગતગ તાકીને નખશિખ માપી લેતી અગાધ ઊંડાણવાળી આંખો ધરાવતી અને મધ્યમ કદ અને બાંધો ધરાવતી બેફિક્ર વ્યક્તિનું ચિત્ર તમારી સમક્ષ ખડું થાય! આ બેફિકર લાગતું વ્યક્તિત્વ અસલમાં જિંદગી પરત્વે અને પોતાના સાહિત્ય પ્રત્યે કેટલું સંજીદા અને એક અલગ જ ગાંભીર્ય ધરાવતું હતું એ તો સમય જતાં સમજાયું જ છે.

સઆદત હસન મન્ટો ઊર્દૂ ભાષાના જ નહીં પરંતુ ભારતીય ભાષાઓના લેખક હતા. ‘નિશાન-એ- ઇમ્તિયાઝ’ નામે અવોર્ડથી તેઓ પુરસ્કૃત થયા હતા.

બાવીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ, એક નવલકથા, રેડિયોનાટકોનાં પાંચ સંપાદન, ત્રણ નિબંધસંગ્રહ અને વ્યક્તિગત રેખાચિત્રોના બે સંપાદન એમનું સાહિત્યિક ખેડાણ છે. ખાસ કરીને એક વાર્તાકાર તરીકે ખૂબ જ સુપ્રસિધ્ધ.

એમની પ્રથમ વાર્તા ‘તમાશા’ જલિયાંવાલાબાગના અનુસંધાનમાં હતી. નયા કાનૂન, હાટક, કાળી સલવાર, સ્વરાજકે લિયે, ઠંડા ગોશ્ત, ખોલ દો, ટોબા ટેકસિંહ, ઇસ મઝધારમેં, મોઝાલે અને બાબુ ગોપીનાથ જેવી બેનમૂન અને ખૂબ વખણાયેલી અને કેટલીક તો ખૂબ ચર્ચાયેલી વાર્તાઓ છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાનના  વિભાજનના વિષયને લઈને એમણે સરસ વાર્તાઓ લખી છે.એમની બે વાર્તાઓ ‘ખોલ દો’ અને ‘ટોબા ટેકસિંહ’ વિશ્વવારતા સાહિત્યમાં સ્થાન પામે એ કક્ષાની છે. મન્ટોએ એવી પણ સરસ વાર્તાઓ લખી છે જેમાં નથી સેક્સની વાત કે નથી સમાજ કે વ્યવસ્થા સામે આક્રોશ. એ વાર્તાઓમાં માનવ મનની, માનવચરિત્રની, સામાજિક બદલાવની કોઈને કોઈ વાત રજૂ કરવામાં આવી છે. તેઓ માનવને માનવ તરીકે ગૌરવ મળે એના હિમાયતી હતા. એ દ્રષ્ટિએ એમની આ વાર્તાઓ તપાસવા જેવી છે: બાબુ ગોપીનાથ, સ્વરાજકે લિયે, ટોબા ટેકસિંહ, નયા કાનૂન અને મંત્ર. 

પોતાના વાર્તાલેખન વિષે એમણે કહ્યું છે કે જીવનને એ જ સ્વરૂપે રજૂ કરવું જોઈએ જેવું એ છે, નહીં કે કેવું હોવું જોઈએ. એમના કહેવા પ્રમાણે એમની વાર્તાઓ સ્વસ્થ અને તંદુરસ્ત લોકો માટે છે. સામાન્ય લોકો માટે છે. જેઓ સ્ત્રીપુરુષોના સંબંધોને આશ્ચર્યની નજરે નથી જોતા તેમને માટે છે. એમના અંતરંગ મિત્રોના કહેવા મુજબ મન્ટોની અંદર એટલો બધો સંકોચ, શરમ અને અંતરની પવિત્રતા છૂપાયેલાં હતાં કે સ્ત્રીઓને એ હમેશાં નિર્દોષ, પવિત્ર અને શીલવાન જોવા ઇચ્છતા હતા. એમણે સમાજના નીચલા સ્તરના લોકો વચ્ચે જઈને, સમાજ દ્વારા ઉપેક્ષિત, તિરસ્કૃત, બહિષ્કૃત લોકોને પોતાની અપૂર્વ કળા વડે વાર્તામાં ચિત્રિત કર્યાં છે. મુંબઈ શહેરની માત્ર ગલીકૂંચીઓ જ નહીં પણ હાટબજાર અને એનો ખૂણેખૂણો એટલી હદે એમના જીવનમાં ઘર કરી ગયાં હતાં કે એમની વાર્તાઓમાં એ સૌ આબેહૂબ વણાઈ જતું હતું.

    મન્ટોને પોતાના જ માણસો તરફથી ઉપેક્ષા અને પ્રહારો સહન કરવા પડ્યા હતાં અને આથી તેઓ બહુ નાની વયથી  શરાબના રવાડે ચડી ગયા હતા. આ વિકટ સંજોગોમાં જો કોઈએ પળેપળ સાથ આપ્યો હોય તો એમના પત્ની સફિયાએ.

મૃત્યુના ખોળામાં જવાના છ મહિના પહેલા જ ૧૮ ઓગસ્ટ ૧૯૪૪ ને દિવસે મન્ટોએ પોતાનો સમાધિલેખ જાતે જ લખ્યો હતો, જેમાં એમણે લખ્યું છે: અહીં સઆદત હસન મન્ટો દફન થયેલ છે. એમના હ્રદયમાં વાર્તાકલાના તમામ રહસ્યો, તમામ યુક્તિપ્રયુક્તિઓ પણ દફન થયેલાં છે. જાણે માટીની નીચે સૂતા સૂતા તેઓ આજે પણ વિચારી રહ્યા છે કે તેઓ મોટા વાર્તાકાર છે કે ખુદા મોટા વાર્તાકાર છે.

_________________________________

૪) આરતી પાઠક

શીર્ષક :અમૃતા પ્રીતમ 

શબ્દસંખ્યા :488 

અમૃતા નામ સાંભળી ને જ થાય કેટલું સરસ નામ .  વ્રજભાષાના વિદ્વાન, સાહિત્ય સામાયિકનું સંપાદન કરતા શિક્ષક પિતા કરતારસિંહ  હિતકારી નું એકમાત્ર સંતાન એટલે અમૃતા. 11 વર્ષની નાની વયે માતાનું અવસાન થતા પિતા સાથે લાહોર ગયા.  1947 મા ભારતમાં હિઝરત કરી. માતાના અવસાન પછીની એકલતા અને પુક્તવયની જવાદારીએ લેખનકાર્ય શરૂ કર્યું. 1936મા 16 વર્ષની નાની વયે પ્રથમ કાવ્ય સંગ્રહ અમૃત લહેરે (અમર મોજાઓ )પ્રકાશિત થયો.અને  તેજ સમયે બાળપણ મા જ થઈ ગયેલા સગપણ ને કારણે પ્રીતમસિંહ સાથે લગ્ન કર્યા. જે સંપાદક હતા. ત્યાર બાદ તેમનુંનામ બદલી અમૃતા પ્રીતમ કર્યું.

     1936 થી 1943 ના વર્ષ દરમ્યાન અડધોડઝન જેટલાં કાવ્યસંગ્રહ લખ્યાહતા. 1947 મા ભારતના ભાગલા પડ્યા અને લાહોર છોડી નવી દિલ્હીમાં ગયા. 28 વર્ષની વયે પંજાબી આશ્રીત બન્યા. 1948 મા ગર્ભ વતી હતા અને દહેરાદુન થી દિલ્હીની મુસાફરી કરી હતી તે જ સમયે ‘આખા વારિસ શાહ ‘નું હું આજે વારિસ શાહ ને કહું છુ સ્વરૂપે  પોતાની પીડાને અભિવ્યક્ત કરી હતી. આ કવિતા એ તેમને અમર બનાવી દીધા. ભાગલાના મર્મભેદક સ્મૃતિકાર તરીકે પણ ઓળખાયા. જોગાનુજોગ હીરરાંઝાની કરુણગાથા લખનાર સૂફીકવિ વારિસશાહ ના જન્મસ્થળે જ અમૃતા પ્રીતમ નો જન્મ થયો હતો. તેમને ઉદેશી ને લખાયેલી કવિતા પંજાબી રાષ્ટ્રીય વીરરસનું કાવ્ય છે.

       1961 સુધી દિલ્હીમા ઓલ ઇન્ડિયા રેડિયોની પંજાબી સેવામા કામ કર્યું હતું. 1960મા છૂટાછેડા થયા પછી તેમનું કામ સ્પષ્ટ નારીવાદી બન્યું હતું. લગ્નજીવનના દુઃખદ અનુભવોપર આધારિત સંખ્યાબંધ વાર્તા અને કવિતાઓ ની રચના કરી હતી. પંજાબી અને ઉર્દુ ભાષા ની રચનાઓ પરથી અંગ્રેજી  ફ્રેન્ચ ડેનિશ જાપાનીસ મા અનુવાદિત થઈ હતી જેમાં તેમની આત્મકથા બ્લેકરોઝ અને રેવન્યુસ્ટેમ્પનો સમાવેશ થાય છે.

     1965મા તેમના પુસ્તક પર થી પ્રથમ ફિલ્મ કદમ્બર બની.  1976મા ધાડપાડુ બની અને 1970મા પુરસ્કાર વિજેતા હિન્દી ફિલ્મ પીંજર બની હતી. બંને દેશોના લોકોની વ્યથા નું આલેખન  કર્યું હતું. પીંજર નું શૂટિંગ પંજાબ અને રાજસ્થાન ના સરહદી પ્રાંત મા થયું હતું.

   કેટલાય વર્ષો સુધી પંજાબમાં માસિક સાહિત્ય સામાયિક “નાગમણિ “નું સંપાદન કર્યું હતું. જે તેમણે  ઇમરોઝ સાથે 33 વર્ષ સુધી ચલાવ્યું હતું. 1960મા તેમણે કવિ સાહિરલુધ્યાન્વી માટે પતિ ણે છોડ્યા છુટાછેડા લીધા ના હતા.  સાહિરના જીવન મા અન્ય મહિલાનો પ્રેમ આવ્યો અને અમૃતાજી ને ખ્યાતનામ કલાકાર અને લેખક ઇમરોઝ મા વધુ પ્રેમ દિલાસો અને સંગાથ દેખાયા જીવનના અંતીમ વર્ષો ઇમરોઝ સાથે જ વિતાવ્યા હતા.. 

   પાછલા વર્ષો મા ઓશો તરફ પણ વળ્યાં હતા. ઓશો ના કેટલાય પુસ્તકો મા પ્રસ્તાવના પણ લખી હતી. જેમાંથી  એક ૐકાર સતનામ નો પણ સમાવેશ થાય છે. આધ્યાત્મિક વિષયો અને સપના પર પણ લખવાનુ ચાલુ કર્યું હતું. બ્લેક રોઝ,  રેવન્યુ સ્ટેમ્પ અને અક્ષરો કે સાથે જીવનચરિત્ર પર પ્રકાશિત કર્યા હતા. 

    પંજાબના મુખ્યમંત્રી કેપ્ટ્ન અમરેન્દ્રસિંહ ના હસ્તે પંજાબ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા. 1956મા સુનહરે સંદેશ માટે મળ્યો હતો. 1982મા કાગજકે કૅન્વાસ રચના માટે ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો. 1969 મા પદ્મશ્રી અને 2004 મા પદ્મ વિભૂષણ તેમજ સાહિત્ય અકાદમી ફેલોશીપ મળી. દિલ્હી અને જબલપુર યુનિવર્સિટી મા વિશ્વભારતી દ્વારા ડી લિટ. ની માનદ પદવી  આપવા મા આવી હતી. 

   બહુમુખી જાજરમાન વ્યક્તિત્તવ ધરાવતું અમૃતાપ્રીતમ 31 ઓક્ટોમ્બર 2005 મા નવી દિલ્હી મા લાંબી બીમારી બાદ 86 વર્ષની વયે ઊંઘ મા જ ઊંઘી ગયા.

________________________________

૫) જ્યોતિ આશિષ વસાવડા

 શીર્ષક-અમૃતા પ્રીતમ

શબ્દ સંખ્યા: 326

             રાજકીય અને ભૌગોલિક સીમાડાઓ કલાકાર, કવિ તથા કવયિત્રિની લોકપ્રિયતામાં બાધક નથી હોતા. ભારત પાકિસ્તાનની રાજકીય સરહદની રેખા ખેંચાયા  પછી પણ લાખો પાકિસ્તાનીના હ્રદયમાં પોતાનુ સ્થાન અકબંધ રાખનાર અમૃતા પ્રીતમ માટે કંઈ પણ લખવું એટલે સૂરજ આગળ દિવો ધરવા જેવી વાત ગણાય. લાહોરથી ભારતમાં  હિજરત કરી સાહિત્ય ઍકાદમિ પુરસ્કાર મેળવનાર પ્રથમ પંજાબી મહિલા તરીકે ખ્યાતિ મેળવનાર સાહસિક કલમના માલ્કિન એવા અમૃતા પ્રીતમને તેમની જન્મ શતાબ્દિનાવર્ષમાં શ્રધ્ધાંજલિ આપવાની તક આપવા માટે  વેલ વિશર વુમન ક્લબને જેટલા ધન્યવાદ પાઠવું તેટલાં ઓછાં પડે.

     સમાજમાં થતાં અત્યાચાર અનીતિ અને ખોટી રૂઢિયો સામે કલમ દ્વારા એક બુલંદ અવાજ ઉઠાવનાર કોઇપણ વ્યક્તિનું ધ્યેય આદિશામાં ઉત્તરોત્તર વધુ ને વધુ રચનાત્મક કાર્ય  કરવાનું અને સમજને જાગૃત કરવાનું જ હોય ઍ સ્વભાવિક છે. તેથી જ જ્ઞાનપીઠ પુરસ્કાર. પદ્મશ્રી પુરસ્કાર. પદ્મવિભૂષણ કે પછી ‘સાહિત્યના ચિરંજીવો’ જેવો આજીવન સિધ્ધિનો પુરસ્કાર તેમને એનાયત થાય ઍ તો પુરસ્કારની શોભા વધારવાની વાત કેહવાય કે આ અને આવ ઘણાં બધા પુરસ્કારોને અમૃત પ્રીતમ મળ્યા.ઍટલુંજ  નહિ એમની ખ્યાતનામ નવલકથાને અનુસરીને બનાવવામાં આવેલી ‘પીંજર’નામની ફિલ્મને પણ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

       સમાજની  વાસ્તવિકતાને, રૂઢિયોને, કુરિવાજોને આલેખવા માટે જેટલી એમની કલમ તાકતવર હતી તેટલી જ દૃઢતા પોતાના જીવનની પ્રેમ કહાની ‘રસિદી  ટિકિટ’ લખવા માટે પણ તેમણે દાખવી હતી. પ્રીતમથી સાહિર અને સાહિરથી ઇમરોઝ સુધીની તેમના અંગત જીવનની સફરને પણ તેમણે તેમની કલમથી બિરદાવી છે. ૨૦૦૫માં લાંબી બિમારી તો શું સ્વયં સાથેના મનોમંથનનો ઍ કપરો કાળ હતો જેના અંતમાં તેમણે આ દુનિયામાંથી  સદેહે વિદાય લીધી. પરંતુ સાચું જ કેહવાયછે કે એક કલાકાર તેની કલાના માધ્યમ દ્વારા તેના ચાહકોની વચ્ચે ચિરંતન કાળ સુધી જીવિત રહી તેમના કાર્યની સુવાસ પ્રસરાવતા રહેછે. આ ઉક્તિ અનુસાર વર્ષ ૨૦૦૭માં ગીતકાર શ્રીગુલઝારે પ્રસારિત કરેલ આલ્બમમાં અમૃતા પ્રીતમની કવિતાઓ જીવંત કરાઈ હતી અને તેમના જીવન પર આધારિત ફિલ્મ રજુ કરવાની મહેચ્છા પણ વ્યક્ત કરી હતી. આમ ગઈકાલે શ્રી ગુલઝાર દ્વારા તો આજે અમારા દ્વારા આ લેખ લખીને અને આવતી કાલે તમારા દ્વારા આ લેખ વાંચીને ત્યારબાદ આવનાર સમયમાં લાખો ચાહકો દ્વારા એમની કોઇને કોઇ કૃતિની રજુઆત સમયે અમૃતા પ્રીતમ સદાયે પળે પળમાં શબ્દે  શબ્દમાં જીવંત રહેશે જ. જેનો ઉલ્લેખ એમણે એમની જ સુંદર મજાની વાસ્તવિક કવિતા ‘મારું વસિયતનામુ’માં કરેલ છે. આવી હિંમતવાન લેખિકાને તેના જન્મ શતાબ્દી વર્ષે હૃદયના કોટિ કોટિ વંદન.

__________________________________

૬) લતા ડોક્ટર

  શીર્ષક-અમૃતા પ્રીતમ

     શબ્દ સંખ્યા-૬૪૭

                                  “पूछ लेते वो बस मिजाज मेरा

कितना आसान था इलाज मेरा”

કેટલું ઘૂંટાયેલું દર્દ છુપાયેલું છે ઉપરોક્ત પંક્તિઓમાં લખનારનું. લખનાર છે અમૃતા પ્રીતમ… મહોબ્બતની મલ્લિકા, મુલાયમ હ્ર્દયની માલિક અને મૌન વ્યથાની વાર્તા.

     ૩૧ ઓગસ્ટ ૧૯૧૯માં પાકિસ્તાનના પંજાબના ગુજરાંનવાલામાં જન્મેલ આ નારી ૩૧ ઓક્ટોબર ૨૦૦૬માં દુનિયાને અલવિદા કહી ચાલી નીકળી અનંતની યાત્રાએ… જીવન દરમ્યાન જે ન મળ્યું તેની શોધમાં કદાચ.

     કરતાર સીંગ અને રાજ બીબીની આ બાળકી. ચુસ્ત શીખ પરિવારમાં જન્મ, પિતા ધર્મ પ્રચારક,પણ ૧૧ વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી ઈશ્વર પર શ્રદ્ધા ગુમાવી દીધી. માતાના મૃત્યુ પછી કલમ નો સહારો લીધો અને ૧૭ વર્ષની નાની ઉંમરમાં એમના સર્જનનું પહેલું પ્રકાશન થયું. પછી તો પાછું વળીને જોયું જ નહીં. જેટલો અસંતોષ જિંદગીથી મળતો રહ્યો…એમની કલમ એટલું જ ઉત્કૃષ્ટ લખાણ સરકાવતી રહી. સોળવર્ષની ઉંમરે શમણા ખીલવાની શરૂઆત થાય ત્યાં તો ધનાઢ્ય ઉદ્યોગપતિના પુત્ર સાથે લગ્ન થઈ ગયા. પણ એમનું લગ્નજીવન ઉષ્માભર્યું ન રહ્યું.  સાહિર લુધિયાનવી તરફ એ આકર્ષાયા. એમની આત્મકથા ‘રાસીદી ટિકિટ‘માં જણાવ્યા મુજબ સાહિર પ્રત્યેનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે એમણે પ્રીતમ સાથે છુટાછેડા લીધા. એમને ખબર પણ હતી કે આ સંબંધોને નામ આપવું અશક્ય છે. અમૃતાને એ પણ ખ્યાલ હતો જ કે સાહિરને એના માટે ઉત્કટ પ્રેમ નથી. એણે કહ્યું હતું,”મૈંને ટૂટ કે પ્યાર કિયા તુમસે ..ક્યા તુમને ભી ઈતના કિયા મુજસે?” જ્યારે સાહિરના જીવનમાં બીજી સ્ત્રીનો પ્રવેશ થયો ત્યારે આ માનુનીએ સાહિલ સાથેના સંબંધને સ્વર્ગસ્થ બનાવી દીધો. ત્યારબાદ પોતાના કરતાં ઉંમરમાં  નાનો ચિત્રકાર ઈમરોજ એના જીવનમાં પ્રવેશ્યો. જ્યારે ઈમરોજે પોતાનો પ્રેમ દર્શાવ્યો ત્યારે અમૃતાએ એને દુનિયા ઘૂમી આવવા કહ્યું અને જણાવ્યું કે દુનિયા ઘૂમી આવ્યા પછી પણ મને પ્રેમ કરતો હોય તો પાછો આવી શકે છે. ઇમરોઝે તરત એના ઓરડામાં સાત ચક્કર માર્યા અને કહ્યું,”દુનિયા ઘૂમી વળ્યો. હવે પાછો આવ્યો છું. તને પ્રેમ કરું છું. અમૃતાએ એમના પ્રેમનો સ્વીકાર કર્યો પણ એની સાથે લગ્ન કરવા ઠીક ના લાગ્યા. જીવનભર બંને મિત્ર બનીને રહ્યા. સંબંધ પર લગ્નની મહોર ન મારી. ઈમરોજે એના ઘણા ચિત્રો બનાવ્યા. એના પુસ્તકોના કવર ડિઝાઇન કર્યા. બંને એકબીજાની પ્રેરણા બની રહ્યા.                                        તેઓ કોમી વૈમનસ્યમાં પણ માનતા નહીં. એમના નાનીને ઘેર હિંદુ-મુસ્લિમ બંન્ને કોમના નોકરો હતા. એમના નાનીએ મુસ્લિમ નોકર માટે કપ જુદો રાખ્યો હતો. અમૃતાને આ ન ગમ્યું અને જીદ કરીને મુસ્લિમ નોકરના કપમાં પોતે ચા પીધી અને નાનીને સમજાવ્યું કે મનુષ્યો વચ્ચેના ભેદભાવ ઠીક નથી. એમના સાહિત્યમાં પ્રગતિશીલ નારીવાદી વિચારશરણી જોવા મળે છે. આ તો રહી અમૃતાની જીવન ઝરમર. સાહિત્યિક પાસુ તો એમનું સુવર્ણ અક્ષરોથી કંડારાયેલું રહ્યું છે. ભારત પાકિસ્તાન બન્ને દેશના લોકો એમને ચાહે છે. એમની કવિતાઓ વાંચી કોઈ નેપાળી કવિએ કહ્યું હતું,”અમૃતાજીની કવિતાઓ વાંચી ભારતની મીટ્ટીથી મને પ્રેમ થઈ ગયો છે.” જ્યારે સ્ત્રીઓ કમાવા માટે ઘરની બહાર ન જતી તે સમયમાં લાહોર રેડિયો સ્ટેશન  દ્વારા લોકોના સંપર્કમાં રહ્યા. કદાચ બંડખોર સ્વભાવના હતા. છૂટાછેડા પછી તો તેઓ વધુ મહિલા પ્રધાન સાહિત્ય રચતા રહ્યાં. ઘણી ભાષાઓમાં એમના સાહિત્યના ભાષાંતર પણ થયા છે. આચાર્ય રજનીશનો પણ એમના પર જીવનની સંધ્યાએ પ્રભાવ પડેલો જોવા મળે છે. ‘કાલચક્ર‘ નામક આધ્યાત્મિક પુસ્તક કદાચ રજનીશજીના પ્રભાવ નીચે જ એમણે લખેલ હશે. જ્ઞાનપીઠ, સાહિત્ય અકાદમી, પંજાબ રત્ન, પદ્મ વિભૂષણ, જેવા રાષ્ટ્રીય સન્માનથી તેમને નવાજવામાં આવેલા છે. એમની નવલકથા ‘પિંજર‘ પરથી બનેલ

 ફિલ્મને સીને એવોર્ડ પણ મળેલા છે. ‘એક થી અમૃતા‘ નામના નાટકથી એમને શ્રદ્ધાંજલિ અપાયેલી છે. ૨૦૦૭માં ગુલઝાર સાહેબે  

અમૃતાના ગીતો સ્વરબધ્ધ  કરીને આલ્બમ બહાર પાડ્યું છે. એમની નવલકથાઓ પરથી ‘કાદમ્બરી‘ અને ‘ ડાકુ‘ નામની ફિલ્મો પણ બનેલી છે.

તો વળી પંજાબી કવિ વારિસ શાહને સંબોધીને એમણે લખેલ કવિતા ‘आज्ज आखां वारिस शाह नूं‘ ના ઉલ્લેખ વગર એમની સાહિત્યિક યાત્રા અધુરી જ કહેવાયને? ભારત-પાકિસ્તાન વિભાજન સમયના દ્શ્યોથી દ્રવિત થયેલા અમૃતાજી કબરમાં પોઢેલા કવિ વારિસ શાહને ઊઠીને કવિતા રચવાનું કહે છે. આજે પણ એ કવિતાઓ વાંચનારની આંખો ભીની કર્યા વગર રહેતી નથી.

       મારી સમજ પ્રમાણે એમના સમગ્ર વ્યક્તિત્વને મુલવતા હું એટલું જ કહીશ …

       “કવન એમનું મસ્ત મસ્ત

        જીવન એમનું વિવાદાસ્પદ.”

પ્રીતમ સીંગ સાથે છુટાછેડા પછી પણ પોતાના નામ સાથે ભૂતપૂર્વ પતિનું નામ જોડાયેલું રાખ્યું.  મૃત્યુ સુધી જે ઈમરોજની સાથે રહ્યાં તે સંબંધને કોઈ નામ ન આપ્યું.

        ઈમરોજના જ શબ્દોમાં …

     “अमृता तो हीर है

             और काफिर भी।

    तख्त हजार उरका धर्म है

          और प्यार उसकी जिंदगी।

     जाति से वो भिक्षु है

           और मिजाज से एक अमीर।”

_________________________________

૭)  પન્ના પાઠક

શીર્ષક: સઆદત હસન મંટો

શબ્દસંખ્યા:૫31

જગતનો નિયમ છેકે જયારે કોઈ મહાન વ્યક્તિ સત્યનો પ્રકાશ પાડવા ઝંખે ત્યારે તેનો ચારેતરફથી બહિષ્કાર થતો હોય છે, જયારે એ વ્યક્તિ જગતમાંથી વિદાય લે એ પછી તેના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે અને તેના પર સંશોધન કરે છે  જેવાકે ચિત્રકાર વાન ગોગ, વૈજ્ઞાનિક ગેલિલિયો, રાષ્ટ્રપિતા ગાંધીજી, ભગવાન કૃષ્ણ, વિગેરે. આમાના એક સાહિત્યકાર સ આદત હસન મંટોનો પણ સમાવેશ થાય છે. 

તેમના શબ્દો :”મારા જીવનમાં ત્રણ મોટા બનાવો બન્યા. એક મારા જન્મનો, બીજા મારા લગ્નનો, ત્રીજો હું વાર્તાકાર બન્યો તે. “

મંટો સાહેબનો જન્મ 11 મે, 1912, લુધિયાનાના સમરાલા ગામમાં થયેલો. તેમના પિતા ગુલામ હસન  બેરીસ્ટર અને સેસન્સ જજ હતા. માતા સરદાર બેગમ હતાં.તે પાકિસ્તાની અભિનેત્રી આયશા ઝલાલના ભત્રીજા થતા.  તે કાશ્મીરી વંશજ હતાં, તેનો તેમને ગર્વ હતો. તેમને નહેરુજીને એક પત્રમાં લખેલુ કે કાશ્મીરનો અર્થ સુંદર એવો થાય છે. 

તેમની પત્ની સફિયા તેમની પ્રેરણામૂર્તિ હતી. તેમણે ત્રણ પુત્રીઓ નિગત, નુઝરત, નસરત નામે હતી. દીકરીઓ જયારે ઘરમાં ધમાલ કરે કે ઝગડે ત્યારે લખતા લખતા તેમની મુશ્કેલી હલ કરતા જતા. કોઈ મળવા આવે તો તે દીવાનખંડમાંજ ચર્ચા કરતા. 

તેમનો અભ્યાસ અમૃતસરની હાઇસ્કૂલમાં થયેલો.  તેમને બહુ નાની ઉંમરે ઘરની જવાબદારી આવી પડેલી. 21 વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું 

1931માં તેમના જીવનમાં અણધાર્યો વળાંક આવ્યો. અબ્દુલ બારી અલીગે તેમને ફ્રેન્ચ, રશિયન વાર્તા વાંચવા પ્રોત્સાહિત કરેલા. મંટો સાહેબને અંગ્રેજી નોવેલ વાંચવાનો અનહદ શોખ હતો. શરૂઆતમાં તેમણે અંગ્રેજી, ફ્રેન્ચ અને રશિયન ભાષની ઉત્તમ કૃતિનો અનુવાદ કર્યો. 

જલિયાંવાલા બાગના  ભયાનક હત્યાકાંડની તેમના હૃદય પર ગંભીર  અસર કરી ગયેલી. સાત વર્ષના બાળકની નજરે જોયેલી સત્ય ઘટનાને તેમણે ‘અતિશપરે ‘નામના સંગહમાં કરુણરીતે કંડારી છે. 

સાથે સાથે તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો, સાહિત્યિક સામાયિકો અને ફિલ્મ એસોસિએશન સાથે સંકળાયેલા રહ્યાં. થોડા સમયમાંજ તેઓએ  અંતોવ ચેખોવ પછી અલગ સ્થાન જમાવ્યુ હતું. તેના જલદ લખાણમાં નગ્ન વાસ્તવિકતા છતી થાય છે. તે કહેતાકે હું ઉચ્ચવર્ગીય મહિલાઓ કરતા વેશ્યા સાથે સમય પસાર કરવો વધારે પસંદ કરું છું. 

તેમના મિત્રો અશોકકુમાર, રાજેન્દર સિંઘ, ઇશમત ચુંગતાઈ,  શ્યામ વિગેરે હતાં. અશોકકુમારના આગ્રહથી તેમણે ‘આઠ દિન ‘પિક્ચરમાં ગાંડાનું પાત્ર ભજવેલું. 

વાર્તા સંગહ :’નંગી આવાઝે, ‘લાઇસન્સ ‘, ‘ટોબા ટેક સિંઘ ‘, ‘ખોલ દો ‘, ‘બૂ ‘, ‘કાલી સલવાર, ‘ઉપર -નીચે ‘, ‘દરમિયા ‘, ‘ઠંડા ગોશ્ત, ”ધુઆ ‘, આ વાર્તાઓ પર મુકદમા પણ ચાલેલા. 

તેમણે 230 વાર્તાઓ, 67 રેડિયો નાટક, 70 લેખો, પ્રકાશિત કરેલા. પાકિસ્તાનમાં 14 વાર્તાઓ પ્રકાશિત થઇ છે. 

તેમણે વિક્ટર હ્યુગોની રચના “ધ લાસ્ટ ડે ઓફ કોન્ડેમન્ડ ‘નું  બહુ સુંદર રીતે ભાષાંતર કર્યું છે. 

તેમના જીવનકાળ દરમ્યાન હિન્દૂ -મુસ્લિમ હુલ્લડો, ધર્માંતતા, રાજકારણ, સામાજીકરણ વિગેરેની સળગતી સમસ્યાઓએ  વિકરાળ રૂપ ધારણ કરેલું. તેમની દરેક વાર્તામાં માનવીય હેવાનિયતનો અંદાઝ આવે છે. સમાજમાં જે પાસાઓ ઉપર ઢાંકપિછોડો કરાય છે તેને મંટોસાહેબ  પોતાની કલમની પૂરી તાકાતથી પરદો ઉઠાવે છે. 

તેમણે  જીવનમાં ઘણો  સંઘર્ષ કર્યો હતો . પ્રિય પુત્રનું આકસ્મિક અવસાન, ગરીબી, કોર્ટનાં મુકદમા, ટી. બી. જેવી ભયકંર બીમારી વિગેરેથી ઘેરાઈ ગયા હતાં.  આ બધી સમસ્યાથી તે આપઘાતનો વિચાર કરતા પણ હિંમત ન થતા શરાબથી જીવન ટુંકાવવું.એમ માનીને શરાબ શરુ કરેલી. 

શ્યામ સાથેના કહેવાતા વિવાદથી મંટોસાહેબે  પાકિસ્તાનમાં વસવાનો નિર્ણય કરેલો અને થોડા સમયમાંજ  શ્યામનું અવસાન થયું. એ વસવસો તેમને જીવન પર્યન્ત રહ્યો. તે પાકિસ્તાનને સ્વીકારી શક્યા નહિ અને ભારતને ભુલી શક્યા નહિ. મુંબઈ તેમના દિલમાં કાયમ જગા બનાવીને રહ્યું . 

શરીફાવીજળીવાળા એ મંટોની વાર્તાનો બહુ સરસ અનુવાદ કર્યો છે. આપણા ગુજરાતી નંદિતાદાસે તેમના પર પિક્ચર પણ બનાવ્યું છે. 

તેમનું અવસાન 18 જાન્યુઆરી 1955માં થયું. 

__________________________________

૮) વિશાખા.પૉટા

સહાદત હસન મન્ટો.

શબ્દ સંખ્યા..370

     મન્ટોનો જન્મ ભારત ના લુધિયાણા શહેરમાં ૧૧મે ૧૯૧૨માં  થયેલો.પરંતુ હિન્દુસ્તાન પાકિસ્તાન ના ભાગલામા એમને પાકિસ્તાન  જવુ પડ્યું.એમના લખાણ ઉર્દુ ભાષામાં રહેતા.પાકિસ્તાન કરતા ભારતમાં  વધારે લોકપ્રિય હતો.

       મંટો ઑફ-બીટ લેખક હતા..તેનામાં આત્મ વિશ્વાસ ઘણો,તે જે કાંઈ લખતા એ  સુપ્રિમ કોર્ટના ચુકાદા જેવું આખરી માનતા.વાર્તાઓ તેના involvment ને કારણે સંવેદનો થિ ભરી ભરી લાગે છે.તેની બેનમૂન વાર્તા’ટોબા ટેકસિંહ “માં  જે પાગલ શિખ છે તે મન્ટો પોતે છે.આ વાર્તા લખવા અગાઊ તે પાગલખાનામાં રહી આવ્યા હતા..તે પોતેજ આ વાર્તાની પિડા નો એક ટૂકડો બની જાય છે..                       તેમને ચીલાચાલુ પાત્રોમાં રસ નહોતો.એની હીરોઇન ચકલામાં બેઠેલી રંડી રહેતી.જે રાત આખી ઉજાગરા ખેંચે અને દિવસે આડે પડખે થાતાં બુઢાપો આવશે એવા બિહામણા સપનાઓથિ જાગી જાય.જે વર્ષોથી પૂરતી  ઊંઘ નથી લઇ શકતી એવી સ્ત્રીઓ એની વાર્તાનું મુખ્ય પાત્ર હોય છે.

           એણે ૨૨ લઘુ વાર્તાઓ,રેડીયો નાટકો અને નિબંધો લખ્યાં છે.એને મરણોતર પુરસ્કાર  પણ મળ્યો છે.એની ‘કાળી સલવાર’, ‘બૂ’.’ થંડા ગોસ્ત’ ‘ધુંઆ’ અને “ઉપર નિચે ઔર દરમિયાન”આ પાંચ અશ્લિલ વાર્તાઓ  લખવા માટે પાકિસ્તાની કોર્ટમાં કેસ થયેલા.અને આ વાર્તાઓએ એને બરબાદ કરી નાખ્યો.તન અને મન થી એ ભાંગી પડ્યો.

          પાકિસ્તાન ગયા પછી એને ખ્યાલ આવ્યો કે ભારતમાં  કેટલું બધુ છોડીને આવ્યો છે.પાકિસ્તાનમાં એનું  કોઇ સ્થાન નહોતું.પાકિસ્તાન કરતાં ભારતમાં એની લોકપ્રિયતા ઘણી હતી.મિત્રોમાં એના શબ્દોનું  વજન હતું તેનામાં રહેલી સચ્ચાઈ ની મિત્રોને પરખ હતી એકવાર “મુગલ-એ આઝમ”થિ પ્રખ્યાત થયેલા કે આસિફ પણ મંટો ને વાર્તા પહેલા સંભળાવતા.એનિ સમકાલીન ઉર્દુ લેખિકા ઇસ્મત ચુગતાઇ સાથે એનિ જોડી ના બની શકી એ લોકો માટે દુ:ખ નો વિષય હતો.

         મુશ્કેલીઓ અને વેદનાઓની વચ્ચે જીવતા મન્ટોમાં પડેલી વિનોદ્વૃતિ જ એનિ તાકાત  હતી.આજ એને જીવન સંગ્રામ માં ઝઝૂમવાની શક્તિ પૂરી પાડતી.એના સમકાલીન ઉર્દું લેખક ઉપેન્દ્રનાથ “અસ્ક”ની મજાક મશ્કરી કરવાની કોઇ તક એ ચૂકતો નહી..એકવાર તો મોઢામોઢ કહી દીધુ કે”I like you though I hate you”.

          મન્ટોના મિત્ર હોવુ એ  તો ગૌરવ ની વાત હતીજ.પણ શત્રુ હોવુ એ  પણ ગૌરવવંતુ ગણાતું.અશ્કે એક પુસ્તક લખ્યું”મન્ટો મેરા દોસ્ત મેરા દુશ્મન”.

            મૃત્યુનાં  થોડા સમય પહેલાની તેની આ વેદના.:આજે હું ખૂબ ઉદાસ છું.આ સરકાર મારા પર ક્યારેક અશ્લિલતા નો આરોપ મુકે છે અને કેસો પણ કરે છે.બિજી  બાજુ એ જ સરકાર પોતાના ના પ્રકાસનોમાં એવી જાહેરાતો આપે છે કે ‘સહાદત હસન મન્ટો’ આપણા દેશના મહાન વાર્તાકાર અને સાહિત્યકાર છે.

________________________________

 ૯) મીના વ્યાસ

શબ્દ સંખ્યા: ૧૬૫

                 અમૃતા પ્રીતમ

      અમૃતા પ્રીતમ, માત્ર પંજાબી સાહિત્યમાં જ નહીં, ભારતના સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.

     તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ,૧૯૧૯ માં પંજાબમાં થયો. તેમની રાષ્ટ્રીયતા ભારતીય હોવા છતાં ભારત અને પાકિસ્તાન એમ બંને પ્રદેશોમાંથી ખૂબ પ્રેમ મળ્યો હતો.

        ભારતના સાહિત્ય જગતમાં તેઓ રત્ન સમાન છે.

તેઓએ વિવિધ ક્ષેત્રે સાહિત્યમાં પ્રદાન કર્યું છે, જેમકે, કવિતા,નિબંધ, નવલકથા, જીવનચરિત્રો, વાર્તાઓ, લોકગીતો, આત્મકથા…. તેઓની ગણના વીસમી સદીની અગ્રણી કવયિત્રીઓમાં થાય છે. તેમણે વિવિધ પ્રકારના ૧૦૦ થી વધુ પુસ્તકો તૈયાર કર્યા છે, એટલું જ નહિ, તેમના પુસ્તકોનો બીજી ભારતીય અને વિદેશી ભાષા ઓમાં અનુવાદ પણ થયા છે.

       સાહિત્ય ક્ષેત્રે, તેમના કાવ્યો ” આજ અખાં વારિસ શાહ” ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. તેમની નવલકથા  ” પિંજર” ઉત્તમ નવલકથાઓમાની એક છે. તેના પરથી ૨૦૦૩ માં બનેલી ફિલ્મ પુરસ્કાર વિજેતા બની હતી. તેમની પ્રસિધ્ધ રચના ” સુનેહે” માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતા.૧૯૮૨ માં” કાગઝ તે કેનવાસ” માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો.૧૯૬૯ માં પદ્મશ્રી એવોર્ડ અને ૨૦૦૪ માં પદ્મ વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયા હતાં. સમગ્ર સાહિત્ય જગતમાં શ્રી અમૃતા પ્રીતમનું નામ હંમેશા ગૌરવભેર લેવાતું રહેશે.

  __________________________________

૧૦) રેખા પટેલ “સખી

શીર્ષક : અમૃતા પ્રિતમ

શબ્દ સંખ્યા : ૭૦૦

         અમૃતા પ્રિતમનો જન્મ ઈસ. ૧૯૧૯ સાલમાં મંડી બહાયુદિન પંજાબમાં થયો હતો. જે અત્યારે ભાગલા પછી પાકિસ્તાનમાં છે. તેમના માતાનું નામ રાજબીબી અને પિતાનું નામ કરતારસિંગ હતું. તેમના પિતા કવિ હતાં. ભજનો અને કવિતાઓ ખૂબ સરસ લખતાં. આમ તેમનો ઉછેર કવિતાઓ અને સૂફી ભર્યા માહોલમાં થયો. એના પિતાને તે કવિતા લખવામાં મદદ કરતી. આમ પિતાની કવિતાઓ લખતાં લખતાં પોતે પણ કવિતાઓ લખવા લાગી. શબ્દોનો ભંડાર તો તેની પાસે હતો જ. તે લખીને રાખી મૂકતી. કોઈને વાંચવા પણ આપતી નહીં. 

          તે ૧૧ વર્ષની હતી ત્યારે તેની માતાનું દેહાંત થયું. તેમને ખૂબજ આઘાત લાગ્યો. એમાંથી તેઓ જલ્દી બહાર નીકળી શક્યા નહીં. નાની છોકરીની સાથે ભગવાન આવું કેમ કરી શકે? કેમ એટલો નિષ્ઠુર છે? એમ વિચારીને ભગવાનને માનવાનું છોડી દીધું. ભગવાન છે જ નહીં એમ કહેતાં. તેમનાં પિતા સંત હતાં. તેમણે કેટલું સમજાવ્યું પણ તેઓ જીદ્દી હતાં એટલે કોઈની વાત માનતાં નહીં. આ બાબત માટે તેમને કાયમ પિતા સાથે ઝગડો થતો. તેના પિતાએ જ્યારે ભગવાન ઉપર લખવાનું કહ્યું ત્યારે તે લખતી ખરી પણ તે વધારે કુદરત, પ્રેમ, સમાજ અને નારીની વેદના ઉપર લખતી. વાર્તાઓ અને નવલકથા પણ લખતી. તેમનું તખલ્લૂસ “અમૃત લહેરે” હતું. તેનું ભણતર લાહોરમાં થયું હતું. 

          તે આભડછેટમાં માનતી નહીં. તેને ઘેર શીખ અને મુસલમાન બન્ને આવતાં. આથી મુસલમાનનાં વાસણો અલગ રખાતાં. અમૃતા મુસલમાનનાં વાસણોમાં ખાવાનો આગ્રહ રાખતી. આ તેનો વિદ્રોહ પણ હતો. તેની જીદ હતી. તેના પિતા તેને ખૂબ લડતાં પણ તે તેની જીદ છોડતી નહીં. “દુનિયામાં દરેક વ્યક્તિ એક સમાન છે પછી આ આભડછેટ શા માટે?” એમ તે માનતી. 

          ઈ. સન. ૧૯૪૬ સાલમાં પ્રિતમ સાથે લગ્ન કર્યા હતા. પાકિસ્તાન અને ભારતના ભાગલા પડ્યાં પંજાબનો માહોલ ખૂબ જ ભયાનક હતો. છોકરીઓ મુસલમાનનાં હાથમાં જાય નહીં એટલે તેઓને મારી નાખતાં. ચારે બાજુ લાશોનાં ઢગલા અને લોહીની નદી વહેતી. ઈ. સન. ૧૯૪૮ ની સાલમાં પંજાબ છોડી દિલ્હી આવી ગયાં. કવિતાઓ લખવા માંડી. એવી કવિતાઓ કે જે વાંચીને સમાજમાં બદલાવ આવે. ઈ. સન ૧૯૪૮ની સાલમાં તેમની કવિતા “મનમર્જીયા” નામની ફિલ્મમાં લેવામાં આવી. 

“મૈં ના છોડુંગી તુજે”. 

          ભાગલા વખતે વારિસ શાહે લખેલી કવિતાએ તેમનાં મન પર ખૂબ જ અસર કરી. એમનું કહેવું હતું કે સમાજને બદલવો હોય તો લખવું પડે. પાકિસ્તાનનાં દરેક વ્યક્તિનાં ખીસ્સામાં આ કવિતા મળતી,

“કબ્રસે ઉઠો, ઓર એક નયાં ઈતિહાસ લીખો, 

લાખો બેટીયા રો રહી હૈ, પંજાબ જલ રહા હૈ, 

પંજાબકો દેખો ઓર લીખો, 

ચીનાબમેં અબ પાની નહીં ખૂન મીલા દિયા હૈ”. 

આ કવિતા વાંચતાની સાથે જ આંખોમાં આંસુઓ આવી જતાં એક આગ ઉઠતી અને દિલમાં ફેલાઈ જતી. રોમ રોમ ઉભા થઈ જતાં. 

          ઈ. સન. ૧૯૬૦ની સાલમાં તેમણે પ્રિતમ સાથે છૂટાછેડા લીધાં. તેમની પ્રેમ કહાણી ખૂબજ દરદભરી હતી. જાણે પીડાનું પોટલું તેમની સાથેજ રહેતું. આ જ પીડાને તે પોતાની કવિતાઓ અને વાર્તાઓમાં લખતી. નારીની દશા જોઈને તેમને સમાજ માટે ખૂબજ આક્રોશ થતો પણ તેઓ લખીને વાચા આપતાં. ભાગલા વખતનાં દ્રશ્યો તેઓ ભૂલી શક્યાં નહતાં અને યાદ આવે એટલે આઘાતમાં સરી જતાં. 

        તેમની કવિતાઓ અને વાર્તાઓ દરેક ભાષામાં અનુવાદ થતાં. પૂરા ભારતમાં અને વિદેશમાં તેઓ છવાઈ ગયાં. તેઓ પંજાબીમાં લખે પણ અનુવાદ થાય એટલે લોકોને એવું જ લાગે કે આપણી ભાષામાં લખે છે. એવી તેમણે લોકપ્રિયતા મેળવી હતી. દરેક દેશમાંથી તેમને ઘણાં એવોર્ડસ અને સન્માન મળ્યાં. તેમના પુસ્તકો પરથી ઘણી ફિલ્મો બની. 

          સમયને પસાર થતાં ક્યાં વાર લાગે છે? તેમને કવિ સંમેલનમાં પણ પોતાની રચનાઓનાં પઠન માટે બોલાવતાં. તે કાયમ બસમાં જતાં. આવીજ રીતે એમને સાહિર લુધીયાનવી સાથે થઈ હતી. તેમનું પઠન સાંભળી તેમની દિવાની થઈ ગઈ. એકબીજાને ઘણો પ્રેમ કરવા લાગ્યાં. એકબીજાને માટે કવિતાઓ પણ લખતાં. એ તેમનાં દિલને પકડવા માંગતી હતી પણ તે શક્ય નહતું. તેમની ઉર્દુ ભાષા અને અમૃતાની પંજાબી ભાષા પણ નડી ગઈ. સાહિર જ્યારે તેમને ઘેર આવતાં ત્યારે ઉપરાઉપરી સીગારેટ પીતા એના ઠુંઠા પણ તેમણે સાચવીને રાખ્યાં હતાં. બન્ને વચ્ચે ખૂબ પ્રેમ હતો પણ એકબીજાને કહી ન શક્યાં. તેમણે છેલ્લો પત્ર લખ્યો તે પણ આપ્યો નહતો. ઈ. સન ૧૯૬૦ની સાલમાં ખાલી વિચાર કર્યો કે તેઓ સાહિરને દિલની વાત જણાવશે પણ એ પહેલાં ખબર પડી કે તેઓ તો બીજાને દિલ આપી બેઠાં. એ જાણીને તેઓ નિરાશ થઈ ગયા હતાં. તેમનાં દિલમાં તેમનાં માટે વેદના અને નિઃસાસા સીવાય કશું રહ્યું નહતું. જો અમૃતાએ ફોન કરી જણાવી દીધું હોત તો તેમની પ્રેમ કહાણી અધૂરી ન રહેત. ભગવાનને એ મંજુર નહતું. 

         તેમનાં જીવનમાં ઈન્દ્રજીત ઈમરોજ આવ્યો. અમૃતા ખૂબજ સુંદર હતી એટલે ઈમરોજે એનું દિલ જીતી લીધું. એ ચિત્રકાર પણ હતો. એમણે અમૃતાનો સાથ ક્યારેય ન છોડ્યો. તેની વર્ષગાંઠ પણ કેક કાપીને સાદાઈથી ઉજવી હતી. તે સાહિરને ભૂલી ન શકી. તે તેનું નશીબ અજમાવવા મુંબઇ ગઈ પણ ફાવ્યું નહીં એટલે પાછી આવી. દિલ્હીમાં ઈમરોજ સાથે રહેવા લાગી. ૪૦ વર્ષ સુધી એકબીજા સાથે રહીને સુખે દુઃખે સાથ નિભાવ્યો હતો. એક અજબનું આકર્ષણ તેમને નજીક લાવતું. 

          તેમને પંજાબ રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, જ્ઞાનપીઠનો એવોર્ડ મળ્યાં. ઈ. સન. ૧૯૮૬ની સાલમાં રાજ્ય સભામાં આવ્યાં. “કોરા કાગઝ, ધરતી, દેવ વગેરે ફિલ્મો તેમની નવલકથા પરથી બની હતી. 

        પિંજર નવલકથામાં ઉરુ ના પાત્રલેખનમાં નારીની દાસ્તાન લખી. કલ્પનાની દુનિયામાં તે એકલી હતી. આસપાસ બધાંજ હોવા છતાં એકલતા મહેસુસ કરતી. પહેલીવાર રેડિયો પર આજીવીકાને માટે ગઈ તો શરીફ ઘરની દીકરીઓ રેડિયો પર ન જાય એમ કહી ઘણો વિરોધ થયો હતો. પણ તે મક્કમ હતી. પોતાનું ધાર્યું કરતી. મોસ્કો, રૂસ, ફ્રાન્સ, બલ્ગેરિયા વગેરે કેટલાય દેશો તેમને પ્રવચન માટે બોલાવતાં. તેમને ભારતીય હોવાનું ગૌરવ હતું. સૂફી શાયરોની ચેતના તેમને બાળપણથી મળી હતી. આજે દેશનો માહોલ તેમને ખૂબ પીડા આપતો. તેમની કેટલીક પંક્તિઓ,

“લોક હાંડીઓમે દાલ નહીં ખૌફ રાંધતે હૈ.

પૈડોકી ઉમ્ર પૈડોકો નશીબ હો,

હર પત્તેકો જવાની નશીબ હો.

બાદલકા એક જામ ઉઠાકર,

ખૂબ ચાંદની પી હૈ હમને”.

          “મૈં તેનું ફીર મિલુંગી” હું તમારા વિચારોમાં તમને મળ્યાં કરીશ. સાહિત્યકાર ક્યારેય મરતાં નથી. તે તેના સાહિત્ય સાથે અમર થઈ જાય છે. કાયમ જીવીત રહી પ્રેરણા આપતાં રહે છે. તેમને માટે લખવું એટલે એક પુસ્તક લખાય જાય પણ થોડામાં ઘણું સમાવવું પડે. તેમનું મરણ ઈ. સન. ૨૦૦૫ ઓક્ટોબર ૩૧ની સાલમાં ૮૬ વર્ષે લાંબી માંદગી બાદ થયું. એક સિતારાએ જમીન પરથી જઈને આસમાનમાં સ્થાન બનાવી દીધું. એટલેજ સાહિત્યકારોને પોતાની ઉર્જા મોકલ્યાં કરે છે અને બધાં એમાં ડૂબકી મારે છે.

__________________________________

૧૧) જ્યોતિ પરમાર 

શીર્ષક – અમૃતા પ્રીતમ

શબ્દો – ૧૪૦

“મૈં તેનું ફિર મિલાં ગી, કિથ્થે કિસ તરહ પતા નહીં”

આ પંક્તિઓ લખનાર અમૃતા પ્રીતમ ખૂબ સારી કવિયત્રી અને વાર્તાકાર હતાં.  

 નાની ઉંમરમાં “મા”ને ખોઈ ચુકેલી અમૃતા ઇશ્વર પર ભરોસો ગુમાવી બેઠી ને પિતાની અણગમતી હતી પણ, માનીતી થવાં જ જાણે લખતી થઇ અને દસ અગિયારની ઉંમરે જ લખતી થઇ ગયેલી। રફીદ કાફિયાની સમજણ તો પિતા તરફથી મળેલી અને ખૂબ સુંદર કાવ્ય રચ્યાં. જેમાં જીવન આખાની પળે પળ કાગળ પર ઉતારી દીધેલી. પદ્મશ્રીથી પદ્મભૂષણ જેવા પુરસ્કારથી સાહિર લુધિયાનવીનું એના જીવનમાં આવવું એનાં જીવનમાં વસંત લાવ્યું. 

ગળાડૂબ પ્રેમમાં સાહિરની સિગરેટના ટૂકડાં સાચવીને રાખતી અને એકલતામાં તે જ ટુકડાં બાળી સાહિરને સ્પર્શયાંનું સુખ માણતી.

અહા! શું પ્રેમ। … 

      સિગરેટ નામની કવિતા જેમાં તેણે લખ્યું છે,

“એક દર્દ છે 

જે સિગરેટની જેમ મેં પીધું છે 

ફક્ત થોડી નઝમ સિગરેટની  

રાખની જેમ મેં  ખંખેરી છે…”. 

અને જીવનના અંતિમ સમય સુધી એ ઇમરોઝ સાથે રહી. 

__________________________________

સુરેન્દ્રનગર શાખા

૧) ભારતી ત્રિવેદી દવે

શીર્ષક – સઆદત હસન મન્ટો.

શબ્દ સંખ્યા :- ૨૦૦(અંદાજે)

  ” If you find my stories dirty,

The society you are living in is dirty.

With my stories I only expose the truth..!”

        આ શબ્દો છે એક બળવાખોર અને આક્રમક લેખક તરીકે જાણીતા લેખક શ્રી સઆદત હસન મન્ટોના.જે

તે સમયમાં સમાજની કઠોર વાસ્તવિક તા લખવા માટે જાણીતા હતા.

            મન્ટોને વીસમી સદીના શ્રેષ્ઠ ઉર્દૂ લેખક તરીકેનું સન્માન આપવામાં 

આવેલું છે.તેઓનો જન્મ ઈ.સ.1912

માં અગિયાર મે નાં રોજ પંજાબના લુધિયાણા જિલ્લાના પપડૌદી નામનાં ખુબજ નાના ગામમાં થયો હતો. તેમનાં

પિતા ગુલામ હસન મન્ટો એક સ્થાનિક

કોર્ટમાં જજ હતાં.તેઓ વંશીય રીતે કાશ્મીરી હતાં.જેનુ તેમને ભારે ગૌરવ હતું.તેમની કાશ્મીરી હોવાની આ લાગણી એક વખત જવાહરલાલ નહેરુ સાથે તેમણે શેર પણ કરેલ અને લખેલું. :”કાશ્મીરીનુ બીજું નામ એટલે જ સુંદર હોવું…!”

          ઈ.સ.1933 માં એટલેકે માત્ર એકવીસ વર્ષની ઉંમરે તેઓ અબ્દુલ વારી અલીગ નામના વિદ્વાન લેખકને મળ્યાં જેઓએ મંટોને રશિયન અને ફ્રેન્ચ લેખકોને વાંચવા માટે પ્રોત્સાહિત 

કર્યાં.ત્યાર બાદ તેઓએ ઈ.સ.1934મા

ખ્યાતનામ રશિયન લેખકો જેવાકે વિક્ટર હ્યુગો,મેક્સિમ ગોર્કિ,એનોન ચેખોવની રશિયન વાર્તાઓનું ઉર્દૂમાં ભાષાંતર કરવાનું કાર્ય શરૂ કર્યું.ફ્રેન્ચ

લેખક ગાય દ મોયસન તેમનાં પ્રિય લેખક હતાં.

        મન્ટોએ પોતાની તેજાબી કલમ દ્વારા મોટે ભાગે ભારતનાં ભાગલાં, ગરીબી,જાતીય નિષેધ, વેશ્યાગીરી અને રાજકારણ પર વેધક કટાક્ષ કરતી 

 લઘુકથાઓ લખીને સત્યને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

              તેમણે ભુખ અને ગરીબી વિશે લખતાં કહ્યું:” વિશ્વમાં સૌથી મોટી 

સમસ્યા ત્યારે જ પેદા થઈ જ્યારે આદમે ભુખનો અનુભવ કર્યો.”

           ભારતનાં ભાગલાં દરમિયાન તેઓ દ્વારા લખાયેલી ત્રણ લઘુ વાર્તાઓ ઠંડા ગોશ્ત, ખોલ દો, અને ટોબેકોટેક સિંઘ ખુબ જ પ્રખ્યાત બની ગઈ હતી.તેઓએ આ ઉપરાંત 22 ટુંકી વાર્તાઓ,એક નવલકથા અને બે લાઈફ સ્કેચ્ પણ પ્રકાશિત કર્યા હતાં.

       ઈ.સ.1934 માં તેઓ ભારતીય પ્રોગ્રેસિવ રાઇટર એસોસિયેશનના સભ્ય બન્યાં અને તેમના લેખનમાં જબરદસ્ત ઉછાળ આવ્યો.તેઓ બોમ્બે આવ્યાં અને હવે તેઓએ હિન્દી  ફિલ્મ ઉદ્યોગ માટે સામયિકમાં લખવાનું

શરૂ કર્યું.જે દરમિયાન તેઓ ફિલ્મી હસ્તીઓ જેવીકે નૂરજહાં,નૌશાદ,અશોકકુમાર અને શ્યામસુંદરના પરિચયમાં આવ્યાં. તેઓએ શિકારી,મિર્ઝા ગાલિબ અને ચલ ચલ રે નૌ જવાન…જેવી હિન્દી ફિલ્મની પટકથા પણ લખી છે. ઓલ

ઇન્ડિયા રેડિયો ઉર્દૂ સર્વીસ માટે પણ તેઓએ રેડિયો નાટકોની શ્રેણી લખવાનું

કાર્ય પણ કરેલું

       વેશ્યાગીરીને મન્ટોએ સમાજનું કલંક કહ્યું હતું. તેઓનાં મતે :” વેશ્યાં ક્યારેય જન્મીને આવતી નથી કે નથી પોતે જાતે બનતી.જે વસ્તુની સમાજમાં 

માંગ વધે તે વસ્તુઓને લોકો બજારમાં લઈ આવે છે.તે બજારની જરૂરિયાત સંતોષવા આવે છે.”

      મન્ટોએ એવાં લોકો સામે પણ આંગળી ચીંધી છે કે જે સ્ત્રીને એક વસ્તુ સમજે છે. એવાં લોકોએ કે એવાં સમાજે એક બાબતમાં સ્પષ્ટ થવું જોઈએ કે સ્ત્રીઓ વસ્તુ નથી.

        ખરેખર મન્ટોને એ લોકો જ સમજી શકે છે જેમનામાં સત્ય સ્વીકારવાની અને સત્યનો સામનો કરવાની હિંમત હોય.તેમને તે સમયનાં

લોકોની માનસિકતાને પોતાની વાર્તાઓમાં હૂબહૂ આલેખી છે જે આજે આટલાં વર્ષો બાદ પણ એટલી

જ પ્રસ્તુત અને એટલીજ વાસ્તવિક છે.

તેમનાં ધર્મ વિશેનાં ખ્યાલો જોઈએ તો

:” ધર્મ જ્યારે દિલમાંથી નીકળીને દિમાગ પર ચડી જાય છે ત્યારે તે ઝેર બની જાય છે. પહેલાં ધર્મ લોકોના હ્રદયમાં રહેતો હતો.જ્યારે આજે તે

લોકોની ટોપીમાં રહેવા લાગ્યો છે.”

            આજથી 70 વર્ષ પહેલાં તેઓ

ધર્મ બાબતે જે કંઈ ટિપ્પણી લખીને ગયાં….આજે પણ એટલી જ સત્ય છે.અત્યારે પણ ધર્મ વિષે સમાજમાં એટલાં જ ભ્રામક ખ્યાલો છે જે તે સમયે હતાં.

ઈ.સ.1948માં એક પારિવારીક

પ્રસંગમાં હાજરી આપવા માટે તેઓ પાકિસ્તાન ગયાં…અને પછી ત્યાં જ સ્થાયી થઈ ગયા.તેમનાં લખાણને અશ્લીલ અને અભદ્ર ગણીને તેમને 

કોર્ટ ભણી ઢસડી જવામાં આવ્યાં.

પરંતુ તેઓ બધાંજ ગુનાઓમાં નિર્દોષ

પુરવાર થયાં.

      ઈ.સ.1955મા 18 જાન્યુઆરીએ

ફેફસાંની બિમારીના કારણે આ ફાની દુનિયાને અલવિદા કહી ગયાં…!

          તેમને ઈ.સ.2012 માં પાકિસ્તાન સરકારે મિશન એ ઇમ્તિયાઝ નામનો સાહિત્યનો શ્રેષ્ઠ મરણોત્તર એવોર્ડ આપીને અવાજ્યા.

તેમનાં જીવન કવનને ચરિતાર્થ કરતી એક હિન્દી ફિલ્મ જેનું દિગ્દર્શન નંદિતા દાસ દ્વારા કરવામાં આવ્યું હતું. તે ફિલ્મ ” મન્ટો” ને એશિયા પેસેફિક સ્ક્રીન એવોર્ડ અને કેન્સ એવોર્ડ પણ મળેલાં છે.

         તેઓની જ એક ઉકિત લખીને આપણે મન્ટોને એક ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ….

” સઆદત હસન મર જાયેગા લેકીન મન્ટો સદા કે લિયે જિંદા રહેગા….!”

__________________________________

૨) હેમા ત્રિવેદી

શિર્ષક : અમૃતા પ્રિતમ

શબ્દ સંખ્યા :૧૦૦

અમૃતા પ્રિતમજી.

 સાહિત્યના ચિરંજીવી 

કવયિત્રી

અમૃતા પ્રિતમનો

જન્મ પંજાબના ગુજરાનવાલાંમાં,31ઓગષ્ટ, 1919ના

   રોજ થયો

બાળપણ, શિક્ષણ લાહોરમાં સંપન્ન થયું .

           અંગત જીવન

માત્ર ૧૧મે વર્ષે

માતા ગુમાવ્યા. ૧૬વર્ષે

સંપાદક પ્રિતમસિંહ સાથે વિવાહ..

અને પ્રથમ કાવ્યસંગ્રહ ‘અમૃતલહેરે’ પ્રકાશિત.*

           કૌટુંબિક વિગત

         સંતાનોમાં

કંદલ્લા, નવરાજ..

પ્રિતમસિંહ, સાહિર,ઇમરોઝ…ત્રણ પુરુષોના

     જીવનમાં  આગમન..છતાંય ઉદાસીનતાથી

      ઘેરાયેલી રહી જિંદગી..

           સાહિત્ય સર્જન

        કારકિર્દીના 6દાયકાની સફરમાં નોંધપાત્ર સર્જનોમાં

    28નવલકથાઓ,18ગદ્યસંગ્રહો,  5ટૂંકીવાર્તાઓ, 

   16ગદ્યઆવૃતિઓ,પિંજર ફિલ્મની વાર્તાને ગણાવી શકાય.

        એવોર્ડ્સ-સન્માનો

        પંજાબરત્ન(1956),પદ્મશ્રી(1969),જ્ઞાનપીઠ(1982),

સાહિત્ય – શિક્ષણમાં પદ્મવિભૂષણ(2004),સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત…અનેક યુનિવર્સિટીઓમાંથી

  ડી.લિટ.ની પદવી એનાયત….

     સાહિત્યના ચિરંજીવી

 સ્પષ્ટનારીવાદી,સંવેદનશીલ,સ્વાભિમાની,પ્રગતિશીલ,

    વીરશૃંગારરસના કવયિત્રી ફાની દુનિયાને અલવિદા  કહી 31ઓકટોબર 2005માં, દિલ્હીમાં અવસાન પામ્યા.

__________________________________

૩) હીરવા ખાખી

અમૃતા પ્રીતમ

 1919 ની ઓગસ્ટની 31 તારીખે સામાજિક વિદ્રોહની કવિયત્રી તરીકે પાકિસ્તાનના ગુજરવાળા શહેરમાં જન્મેલ આ દીકરી કરોડો સ્ત્રીઓ માટે પ્રેરણારુપ બની ગઇ. પિતા કરતારસિંહ અને માતા રાજબીબીને ત્યાં અમૃતા પ્રીતમે જન્મ લીધેલો. બચપણથી જ પિતા સાથેના અતૂટ સ્નેહ અને કવિતાઓના જ્ઞાનને સાથે લઈને તેણે કવિતાના અફાટ સાગર તરફ પ્રયાણ કર્યું! સાથેસાથે પિતા પાસેથી છંદ- લયનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું.. પણ તેવા સમયે માત્ર દસ્ વર્ષની ઉમરે તેઓની માતા શ્રી રાજબીબી પ્રભુને ચરણ પામ્યા. ત્યારબાદ અમૃતાના ઉછેરની જવાબદારી પિતા પર્ આવી પડી. પિતાને ઈચ્છા હતી કે અમૃતા મીરા જેવી બને પણ અમૃતાને એ માફક આવ્યું નહિ, તેને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધાં ન હતી. પિતા લેખક હોવાથી દિવસે સૂતા અને રાત્રે જાગતા અમૃતાએ પિતાની આ આદત જાળવી રાખી હતી. 

       યૌવનકાળમાં અમૃતાના હદયમાં ઉર્દૂના ખ્યાતનામ શાયર સાહિર લુધિયાનવી પ્રત્યે અત્યંત કૂણી લાગણી ઉદ્ભવેલી પણ તેનું ઇચ્છીત પરિણામ ન આવ્યું. માત્ર સોળ વર્ષની વયે તેમના લગ્ન ચિત્રકાર ઇન્દ્રજીત ઇમરોઝ સાથે થયા પણ તેમનું લગ્નજીવન નિષ્ફળ નીવડ્યું. દેશના ભાગલા પછી ધણો સમય તેઓએ કપરી મુશ્કેલીમાં વિતાવ્યો હતો. મુસીબતના સમયે પણ તેઓ પુરા આત્મવિશ્વાસ સાથે પરિસ્થિતિ સંભાળતા. 

        તેઓએ ” રેવન્યુ સ્ટેમ્પ” નામે આત્મકથા લખી છે. અને તે પુસ્તકમાં તેમણે એમના જીવનની બાહ્ય નહિ પણ આંતરિક પ્રસંગની છણાવટ કરી છે. અમૃતાએ પોતાના માનસમાં રમતી ઘટનાઓ બેધડક પ્રસ્તુત કરી છે. સાહિર પ્રત્યેના પ્રેમનો તેણે બેધડક ઉલ્લેખ કર્યો છે. સગર્ભાવસ્થા દરમિયાન પણ પોતાના મનમાં એનું જ રટણ રેહતું એ હકીકત તેમણે નિઃસંકોચપણે બતાવી છે. સાહિરને ઉદ્દેશીને લખાયેલા તેમના કાવ્યોનો સંગ્રહ “સુનહરે ડે” ને ઇસ્. 1957 માં સાહિત્ય અકદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. “આશુ” ” એક્ થી અનિતા” અને “દિલ્લી કિ ગલીયા” માં પણ અમૃતાએ સાહિરનું વર્ણન કર્યું છે. પિંજર, યાત્રી, જેબકતારા, ઇત્યાદિ એમની રસપૂર્વક નવલકથા છે. જેમાંથી “પિંજર” નામક નવલકથાનો અનુવાદ અનેક ભાષામાં થયો છે. આ ઉપરાંત નાગમણી નામક પંજાબી સામયિક પણ તેમણે ચલાવ્યું. ” મેરા અંતિમ પત્ર ” નામની દીર્ધ કાવ્યકૃતિ પરથી તેમના કવિત્વનો સાચો અંદાજ પ્રાપ્ત થાય છે. સાહિરને પ્રાપ્ત ન કરવાની મનિષા અને તેને ન પામી શકવાનું દુખ અમૃતાની કવિતામાં ભારોભાર જોવા મળે છે. 

       પોતાના સ્વતંત્ર મિજાજ અને આગવી પ્રતિભાના કારણે તેઓ અનેક લોકો માટે દ્વેષનું કારણ બન્યા છે. સમકાલીનોની અનેક પ્રવ્રુતિઓથી તેઓ પીડાતા રહ્યા, છતાય તેમની કૃતિ વિદેશોમાં અનુવાદિત થઈ ચૂકી છે. “ધરતી સાગર ઔર સીપીયા” પરથી એક્ ફિલ્મ પણ બનાવામાં આવી છે. “કોરા કાગજ” પણ નવલકથાનું ફીલ્મીકરણ થયું છે. 1973 માં દિલ્લી વિશ્વ વિધ્યલયે ડિ. લીટ. ની પદવી આપી એમનું સન્માન કર્યું છે. ભારત સરકારે પદ્મ શ્રી ના માનથી નવાજ્યા છે. પોતાની જાતને કોરું પાનું ગણાવતા અમૃતાએ સો જેટલી કૃતિનું સર્જન કર્યું છે. 

        તેઓએ ગદ્ય કરતા પદ્ય વિશેષ લખ્યું હોવા છતા તેમની પ્રતિભા કવિની છે., તેમના ગદ્યમાં કવિતાની સુવાસ પ્રાપ્ત થાય છે. તેમનું કવન સમાજ પ્રત્યેના વિદ્રોહની પરીકલ્પનાથી આવૃત છે. વારિસ શાહમાં તેમની ઉક્તિ લાગણીનો પડધો સંભળાય છે…… 

          ” પડછાયાને પકડવાવાળા, 

            છાતીમાં બળતી આગનો       

            કોઈ પડછાયો નથી હોતો. “

        અને 31 ઓકટોબર 2005 ના રોજ તેઅો સાહિત્યના વિશાળ સાગરમાં પોતાની રચનાઓ વહેતી મૂકી પ્રભુ ચરણ પામ્યા. વિશ્વ સામે પોતાની આગવી પ્રતિભા અને સ્ત્રીઓની પ્રેરણાનું માધ્યમ બનેલ અમૃતા પ્રીતમ આપણા સૌના હદયમાં આજીવન ધબકતા રહેશે…. 

__________________________________

રાજકોટ શાખા

૧)  હેમાંગી ભોગાયતા ‘પ્રજ્ઞા’

શીર્ષક- ધ કુડી – અમૃતા પ્રીતમ

શબ્દસંખ્યા : 454

“જહાઁ ભી આઝાદ રૂહ કી ઝલક પડે,

સમજ લેના વહી મેરા ઘર હૈ !”

 અમૃતા પ્રીતમની આ એક જ પંક્તિ એમના વ્યક્તિત્વને વર્ણવવા પૂરતી છે. મુક્ત ગગનમાં પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર કરનાર પંખી એટલે અમૃતા પ્રીતમ! લોકો એ એમના વ્યક્તિત્વના વ્યક્તિગત પાસાઓને કાયમ ચર્ચાનો વિષય બનાવ્યો છે પરંતુ એક લેખિકા તરીકે એમને જરા પણ ઓછા આંકી શકાય એમ નથી. કવિતા, નવલકથા, આત્મકથા, નિબંધ જેવા અનેક સાહિત્ય પ્રકારમાં ખેડાણ ઉપરાંત લોક સાહિત્યનો સંગ્રહ કરીને કુલ 100 કરતાં પણ વધુ પુસ્તકો લખનાર લેખિકા એટલે અમૃતા પ્રીતમ.

એક થીયરી મુજબ લેખકના લેખનકાર્યનો અભ્યાસ કરવા એમના જીવનને જાણવું જોઈએ કે જેથી એમને કઈ પરિસ્થિતીમાં શું લખ્યું હશે એ જાણી તથા સમજી શકાય. આ થીયરીમાં માનીએ કે નહીં અમૃતા પ્રીતમના જીવન વિશે જાણવું ખરેખર રસપ્રદ છે. અમૃતા પ્રીતમે નાની ઉંમરે ભાઈ અને માતાને ગુમાવ્યા બાદ ભારતના ભાગલા પડ્યા બાદ તેઓ એમના પિતા સાથે દિલ્હીમાં આવીને વસ્યા. તેમના લગ્ન 16 વર્ષની ઉંમરે જ થઈ ગયેલા. સાથોસાથ 16 વર્ષની ઉંમરે જ એમનું પુસ્તક પણ પ્રકાશિત થઈ ગયેલું. લગ્નજીવનમાં તેમને સંતોષ નહોતો અને તેઓ એમના સમયમાં એટલા નીડર હતા કે તેમને એ વિશે લખ્યું પણ ખરા! ત્યારબાદ એમના જીવનમાં આવેલા પુરુષપાત્રો વિશેની વાત પણ જગ જાહેર છે. જો કે તેમના આ તેજાબી લખાણનો વિરોધ પણ બહુ થયો. પરંતુ સાહિત્ય આ બધી વ્યક્તિગત બાબતોથી ઉપર છે અને તેથી જ સાહિત્યને બિરદાવનાર અકાદમીઓએ એમને અનેક પુરસ્કારોથી નવાજ્યા. ભાગ્યે જ કોઈ એવોર્ડ એવો હશે જે એમને નહિ મળ્યો હોય! તેઓ પંજાબ રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા હતા. તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ, ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ તથા પદ્મશ્રી અને પદ્મભૂષણ પણ એનાયત થયા. 

લોકોની કાયમ પુરુષ લેખક અને સ્ત્રી લેખક તરફ જોવાની દ્રષ્ટિ અલગ હોય છે. અંગ્રેજી લેખિકા વર્જિનીયા વુલ્ફ કહેતા કે, “A woman must have money and a room of her own if she is to write fiction.” અર્થાત સ્ત્રીને લખવા માટે પૈસા અને પોતાનો રૂમ જોઈએ. સ્ત્રીઓ માટે લખવું અઘરું છે. વ્યક્તિગત વાતો લખવી વધુ અઘરી છે અને એ વાતોને દુનિયા સમક્ષ મૂકી દેવી એ તો સૌથી કપરું છે. લોકો તમારા શબ્દોને નહિ બિરદાવે, તમને જ મૂલવશે. છતાં અમૃતા પ્રીતમે કાયમ પોતાના મનનું સાંભળ્યું. આ હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. ત્રણ પુસ્તકોમાં આત્મકથાનાત્મક લખાણ કર્યું અને લોકો સમક્ષ મૂકી દીધું. તેઓને તેમના જીવનકાળમાં ભારત અને પાકિસ્તાનમાંથી જેટલો પ્રેમ અને જેટલું સમ્માન મળ્યું એથી પણ વધુ સમ્માન એમને ગયા વર્ષે એમના જન્મના 100મા વર્ષે મળ્યું, જ્યારે ઠેર-ઠેર લોકોએ એમના લખાણની ચર્ચા કરી. લેખક માટે તો સાચું જ છે ને કે એનું શરીર ભલે મૃત્યુ પામે, એમનું લખાણ એમને અમર બનાવી દે છે અને અમૃતા પ્રીતમ પણ આવા અમર લેખિકા છે, જાણે આકાશમાંનો કોઈ સ્થિર તારો!

અમૃતા પ્રીતમે એમની આત્મકથા “રેવન્યુ સ્ટેમ્પ”માં કહેલી વાતથી જ મારી વાત પૂરી કરીશ કે,”વીતેલા વર્ષો. શરીર પર પહેરેલા કપડાં જેવા નથી હોતા. તે શરીરના તલ બની જાય છે. મોઢેથી ભલે કંઈ ન કહે. શરીર પર ચૂપચાપ પડ્યા રહે છે.”

_________________________________

૨) હિના મહેતા

શીર્ષક-અપૂર્ણ રહેલ પ્રેમની સજૅક “અમૃતા પ્રીતમ”

શબ્દ સંખ્યા:-૨૬૪

“તેરે જહાંન મેં ઐસા નહીં કી પ્યાર ન હો,

જહાં ઉમ્મીદ હો ઈસકી વહાં નહીં મીલતા.”

નિદા ફાઝલીજીની રચના અમૃતા પ્રીતમજી માટે બંધ બેસતી કહી શકાય.

એક ચોટદાર ,ધારદાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક અમૃતા પ્રીતમજીનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૧૯ પાકિસ્તાન પ્રાંત ના ગુજરાંવાલા શહેરમાં થયેલો.તેમનું બાળપણ અને શિક્ષણ લાહોરમાં થયેલું.નાનપણથીજ તેઓ રૂઢિચુસ્ત પરંપરાનાં વિરોધી હતાં.

તેઓ ૧૧ વર્ષના હતાં ત્યારે તેમની માતાનો દેહાંત થયેલો.તેમણે વડિલો પાસેથી સાંભળેલું કે ઈશ્વર બાળકોની વાત સાંભળે છે કારણકે બાળકો ભગવાનનું જ સ્વરૂપ હોય છે.તેઓએ પોતાની માતા પાસે બેસીને મા ની સલામતીની પ્રાર્થના કરી, પરંતુ તેમનો ઈશ્વરપરનો વિશ્વાસ તૂટી ગયો.આ ધટના ઉપરથી “એક સવાલ” ઉપન્યાસની રચના થઈ.તેઓએ પોતાની રચનાનું સજૅન મુખ્ય રૂપે પંજાબી અને ઉર્દુ ભાષામાં કરેલ છે.

તેમની સગાઈ ખુબ જ નાની વયમાં થયેલી અને ૧૬ વર્ષે લગ્ન.તેમને ૨૪ વર્ષની ઉંમરે સાહિર લુધિયાનવી સાથે પ્રેમ થયેલો ,જેની અભિવ્યક્તિ તેમની અનેક રચનામાં જોવા મળે છે.ભારત- પાકિસ્તાનના વિભાજનના તેઓ સાક્ષી હતાં જેની અનુભૂતિ તેમનાં ” પિંજર” ઉપન્યાસમાં જોવા મળે છે.

લિવ ઈન ની શરૂઆત અમૃતાજીએ કરેલી.જીવનના ઉત્તરાધૅમાં તેઓ ઈમરોઝ નામના કલાકારની નજીક હતાં અને છેલ્લા શ્વાસ સુધી તેઓ સાથે રહ્યાં.૩૧ ઓક્ટોબર ૨૦૦૫ ના આ વિરલ વ્યક્તિત્વે  મનુષ્ય દેહનો ત્યાગ કર્યો.વારસારૂપે તેમણે સાહિત્ય જગતને અમુલ્ય ખજાનો આપેલ છે જેમાં ૫૦ થી વધારે પુસ્તકોનો સમાવેશ થાય છે.તેમની અમુક રચનાઓનો વિદેશી ભાષામાં અનુવાદ થયેલ છે.

તેઓ સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતાં.તદ્ઉપરાંત પંજાબ સરકારનો ભાષા વિભાગ પુરસ્કાર, બલ્ગેરિયા વૈરોવ પુરસ્કાર,ભારતનો સર્વોચ્ચ સાહિત્યિક જ્ઞાનપીઠ પુરસ્કાર વગેરે સમ્માન તેમને ફાળે જાય છે.

અમૃતાજીની રચનામાં વિભાજનનું દદૅ અને માનવીય સંવેદનાનું આબેહૂબ દર્શન થાય છે.એમની રચનાઓ પર દુરદર્શનની ધારાવાહિક તેમજ ફિલ્મોનું નિર્માણ થયેલ છે.

__________________________________

૩) અર્ચના શાહ

શહેર – રાજકોટ

શબ્દસંખ્યા- ૧૨૫૦

આજ અખાં વારિસ શાહ નું, 

કિત્તો કબરા વિચ્ચો બોલ,

તે આજ કિતાબ-એ-ઈશ્ક દા 

કોઈ અગલા વરકા ફોલ

ઈક રોઝ સી ધી પંજાબ દી, 

તુન લીખ લીખ મારે વાં

આજ લખ્ખા ધીઆં રોન્દિઆ, 

તેનું વારિસ શાહ નું 

કહેં

ઉઠ દર્દમાન્દન દિઆ દર્દીઆ, 

ઉઠ તક્ક અપના પંજાબ

આજ બેલે લાશાં બિછિઆં તે લહૂ દી બહરી ચિનાબ.

આજે, 

હું વારિસ શાહને કહુ છું, “તારી કબરમાંથી કંઈક બોલ”

અને 

આજે, પ્રેમની કિતાબમાં નવું લાગણીનું પાનું તો ખોલ,

એકવાર, 

પંજાબની દીકરીની આંખમાંથી આંસુ સર્યું ને તે કરુણ ગાથા લખી

આજે, 

લાખો દીકરીઓ રુદન કરી કહે તને,

જાગો! ઓ વ્યથાનું વર્ણન કરનારા જાગો! 

ને, જો તારા પંજાબને

આજે મેદાનો લાશોથી ઉભરાય છે, 

ને ચિનાબ લોહીથી વહી રહી છે,

એક મા ના જયારે ભાગલા પડીયા 

ત્યારે લખેલ લોહીજરતી  કવિતા ના રચિયેતા.

અને,

ભારત – પાકિસ્તાન  બન્ને દેશો માં પ્રેમ ની સુવાસ પાથરી છે… 

એવા મશહૂર કવિયીત્રી

અમૃતા પ્રીતમ

પ્રથમ વિશ્વ  યુદ્ધના

૭ થી ૮ વર્ષ પહેલા જ્યારે અંગ્રેજ  શત્રુદેશ માટે ભારત માંથી સૈનિકોની ભરતી કરતા. 

તેમાં ગુજરાનવાલાની રાજબીબીના પતિ અંગ્રેજ ફોજમાં ભરતી થયા. 

અને પરદેશ ગયા.

ને ત્યાં થી ફરી ક્યારે પાછા ના અાવ્યા. 

રાજ બીબી સમય પસાર કરવા માટે નાના બાળકોને સ્કૂલ માં ભણાવતા હતા.

લાહોરના ગુજરાનવાલા  તે તેમના વિધવા ભાભી સાથે રહેતા હતા. 

તેઓ બન્ને  સ્કૂલે જતી વખતે હંમેશા ડેરા પર માથું ટેકવા જતા. એકવાર દયાળજી ના દેરા પર આવ્યા, 

તો બહુ જ વરસાદ પડવા લાગ્યો હતો. દયાળજી એ બંનેને રોકાઇ જવા કહ્યુ.

અને સંઘ માં રહેલ, બાલકા સાધુને તે બન્નેને કવિતા સંભળાવવા કહ્યું. ગુરુએ જ્યારે નંદની આંખમાં રાજબીબી તરફનો અનુરાગ જોયો ને ત્યારે બાલકા સાધુ એટલે કે નંદ પાસેથી ભગવા વસ્ત્ર નો ત્યાગ કરાવ્યોઅને.ગૃહસ્થાશ્રમ અપાવડાવ્યો. 

આ જ નંદ અને રાજબીબી અમૃતા ના માતા-પિતા બન્યા.

નંદએ પોતાનું નામ ગૃહસ્થ નામ કરતારસિંહ  રાખ્યું .

અને ઉપનામ “પિયુષ” રાખ્યું. 

પિયુષનો પંજાબી માં અર્થ અમૃત થાય.

 ને માટે જ તેની  બેટી નું અમૃતા નામ રાખ્યું 

અને પોતાનું ઉપનામ બદલી “હિતકારી” રાખ્યું.

ફકીરી અને અમીરી બંને તેના સ્વભાવમાં હતા. તેમની પાસે નાના ની મિલકત નું એક માત્ર મકાન હતું. 

તે તેમના મિત્ર ના નામે કરી આપ્યું હતું. 

કારણ તો જ તેમના લગ્ન થાય તેમ હતા.

અને પોતે આજીવન ભાડાના ઘરમાં  રહ્યા. 

1958 નો એક દિવસ છે જે મારા જન્મ પહેલાં આ એક વર્ષ પહેલાંનું 

મારા માતા-પિતા સ્કૂલ માં ભણાવતા હતા. 

તેની સ્કૂલ ના માલિકની બન્ને દિકરીઓ એ ભગવાનને પ્રાર્થના કરે છે.

અમારા  માસ્ટરજીને દિકરી આપજે. 

આ પ્રાર્થના  મારા થનાર પિતા એ સાંભળીને, મારી થનાર મા પર ગુસ્સે થયા કે, 

મારી માતાએ જ આ બંને દીકરીઓને પ્રાર્થના કરવા કહ્યું હશે  કે 

બેટી થાય.

 પણ મા ને કાંઈ પ્રાર્થના વિશે ખબર ન હતી તેમણે દીકરીઓને પૂછ્યું,

તો તેણીએ કહ્યું 

રાજ બેબી  દીકરો જ માગત. 

અને અમારે દીકરી જોઈએ છે.

એટલે આવી પ્રાર્થના કરી.

તેની પ્રાર્થના ઈશ્વર એ સાંભળી અને 

રાજ બીબી  એક જ વર્ષમાં રાજ મા બની ગઈ..

આમ અમૃતા કૌરનો જન્મ થયો.

અમૃતાનો જન્મ આમ તો આઝાદી પહેલાનાં બ્રિટીશ ઈન્ડીયાના પંજાબના ગૂજરાનવાલા એટલે કે 

હાલના 

પાકિસ્તાના બહાઉદ્દીન શહેરમાં 

31 ઓગષ્ટ 1919માં થયો.

અમૃતા જ્યારે ૧૦ વર્ષના થયા 

ત્યારે તેમના માતા મરણ પામ્યા. 

ત્યારબાદ તેના પિતા જિંદગી થી વિરકત થઈ ગયા. 

અમૃતાને સમજાતું નહીં.

કે હું પિતા ને સ્વીકાર છું કે અસ્વીકાર ?!!!

અમૃતાએ લખવાનું ચાલુ કર્યું . 

તેનુ કારણ તેમના પિતા હતા. 

પિતાને ગમતા બનવા માટે., 

તેમના પિતાને  અમૃતા લખે તે ગમતું.

આમ, તેમના લેખન કાર્ય ની શરૂઆત થઈ.

છ દાયકાથી વધારે લાંબી કારકીર્દિમાં 

તેમણે 28 નવલકથાઓ, 18 ગદ્યસંગ્રહો, 

પાંચ ટૂંકી વાર્તાઓ 

અને 16 વિવિધ ગદ્ય આવૃત્તિઓ લખ્યા હતા.

તેઓ સાહિત્ય એકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા છે, 

આ પુરસ્કાર તેમને 1956માં સુનેહરે 

(સંદેશા) માટે મળ્યો હતો, 

અમૃતા પ્રિતમને 1982માં તેમની રચના 

કાગળ તે કેનવાસ (કાગળ અને કેનવાસ) 

માટે ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો. 

તેમને પદ્મશ્રી 

(1969) અને 

વર્ષ 2004માં 

ભારતનું બીજુ સર્વોચ્ચ નાગરિક સન્માન 

પદ્મ વિભૂષણ 

તેમજ ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકદામી ફેલોશિપ અપાયા હતા. તેમને ઘણી યુનિવર્સિટી દ્વારા ડી.લીટ.ની માનદ પદવી આપવામાં આવી હતી, 

જેમાં દિલ્હી યુનિવર્સિટી (1973), 

જબલપુર યુનિવર્સિટી (1973) અને 

વિશ્વ ભારતી (1987)નો પણ સમાવેશ થાય છે.

અમૃતા પંજાબ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ છે.

સૌ પ્રથમ વિદ્રોહ અમૃતાએ તેમના નાની સામે કર્યો હતો.

 જ્યારે તેમણે જોયું કે નાની મુસ્લિમ અને નાની જાતિના મહેમાનો માટે વાસણ અલગ રાખે છે. ત્યારે ખાવાપીવાનું છોડી ને નાની તેમના કરે તે માટે વીરોધ કર્યો હતો. તેવો સમાજની સોચ થી બે કદમ આગળ સોચતા.

અમૃતા પ્રિતમ સુંદર તો હતા જ.

તેનાથી પણ વધારે તેમના શબ્દો સુંદર હતા. 

તેઓ હિન્દી અને પંજાબી ભાષા ના લેખિકા ,કવિયેત્રી હતા. 

તેવો કહેતાં.

“પરછાઇ પકડ ને વાલો છાતી મેં ચલને વાલી આગ કી પરછાઇ નહિ હોતી”

પોતાના જીવનમાં 

સાત પુરુષો પ્રત્યે આકર્ષણ અનુભવ્યુ.

10 વર્ષની ઉમરથી 

ઘરમાં માતા નહીં. 

અને, 

પિતા એકદમ સાધુ જેવું જીવન જીવતા. 

જેના  ઈલાજ રૂપે કિશોરી અમૃતાએ 

એક મનોમન એક બોયફ્રેન્ડ ની કલ્પના કરી. 

જેનું નામ રાજન રાખ્યુંતું.

જેની સાથે મનોમન વાતો કરતા અને 

તેને સંબોધીને  કશું લખતા પરંતુ 

કોઇ રાજન અસલમાં હતો જ નહિ. 

રાજન અમૃતાએ મનોમન સર્જેલ કાલ્પનિક કિશોર હતો. આ ઉપરાંત ..

પતિ પ્રીતમ કવાત્રા. 

જે એકદમ સીધાસાદા હતા. 

જેમની સાથે ચાર વર્ષની નાની વયે સગાઈ 

અને 16 વર્ષની વયે અમૃતા ના લગ્ન થયેલા. જે લગ્ન જીવન થી 

બે બાળકો થયેલ. 

કુલ ૨૫ વર્ષ સુધી બંને હાલકડોલક લગ્નનીનૈયા સાથે સફર કરતા રહ્યા. 

6૦ વર્ષે તેમનાથી છુટા  રહેવા લાગ્યા. 

તે પછી દોઢેક દાયકા પછી છૂટાછેડા થયા 

પરંતુ જ્યારે પ્રીતમસિંહ જિંદગીના અંતિમ સમયે બીમાર હતા 

તો પોતાની ઘરે લાવીને 

અમૃતા ઇમરોઝ અને તેના બંને બાળકો એ સેવા કરેલી .

અમૃતાના જીવનમાં આવેલ., 

બીજા પુરુષ નું નામ 

સજજાદ હૈદર હતું. 

જેને અમૃતા પોતાના 

ખાસ મિત્ર માનતી હતી. 

બધી જ અંગત વાત તેમને કરતી હતી 

સજ્જાદ ભાગલા વખતે લાહોર રહ્યા .

અને અમૃતા દિલ્હી આવી ગયા 

પરંતુ 

સજ્જાદ આજીવન પત્રો દ્વારા બંને મળતા રહ્યા. 

સજ્જાદ ને મળવા પછી અમૃતાને થયું કવિતા ફક્ત પ્રેમભાવથી જ નહીં .

પરંતુ સાચી મિત્રતા હતી પણ પ્રગટે છે .

અમૃતાએ સજ્જાદની લખેલુ ….

અજનબી કાં તો મને   પાંખ ,

આપ નહિતર મારી પાસે આવીને રહે .

ત્યારબાદ 

1944 થી ૧૯૬૦ સુધી અમૃતાની જિંદગીમાં 

સાહિર લુધિયાનવી છવાયેલા રહ્યા.

કવિ મુશાયરામાં બંને મળ્યા હતા. 

લાહોરમાં બંને એક જ શહેરમાં રહેતા. 

પરંતુ 

જ્યારે દેશના ભાગલા થયા ત્યારે 

સાહિલ મુંબઈ ગયા. 

અને 

અમૃતા દિલ્હી સ્થાયી થયા હતા. 

સાહિર ની દરેક રચનામાં અમૃતા હોતા. 

અને 

અમૃતાની કરેલ કવિતામાં સાહિલ હોતા.

આ ખામોશી નું બંધન ને ધર્મનું બંધન ક્યારે તોડ્યું નહીં. 

સાથે એકબીજામાં જીવતા રહેલા,

ને 

નદીના બે કિનારા થઈ રહ્યા.

સાહિર ના સુધા મલ્હોત્રા સાથેના અફેર ના સમાચાર જ્યારે અમૃતાએ વાંચયા. 

ત્યારે 

તે માનસિક રીતે પડી ભાંગ્યા ત્યારે મનોચિકિત્સક પાસે દવા લેવી પડી. 

ઇમરોજ તેમના

જીવનમાં આવેલા છેલ્લા પુરુષ હતા. 

જેમણે તેમને આજીવન સાથ આપ્યો હતો. ઇમરોજ એ…

એક ચિત્રકાર હતા ને 

અમૃતા થી સાત વર્ષ નાના હતા. 

અમૃતા ૪૫ વર્ષના હતા અને ઇમરોજ 

 38 વર્ષના.

નાનપણથી જ ઇમરોજ અમૃતાના લખાણ ના ચાહક હતા.

તે બન્નેએ ક્યારેય 

લગ્ન કર્યાં ના હતા,

સંતાનો પેદા નહોતા  કર્યા તેમ છતાં પણ 

૪૧ વર્ષ સુધી સાથે રહ્યા.

અમૃતા પ્રિતમ ૮૬ વર્ષની ઉમરે  ઊંઘમાં જ અવસાન પામ્યા. 

ત્યાં સુધી ઇમરોજ અમૃતા સાથે રહ્યા. અમૃતા ચારેક વર્ષ પથારીમાં  કપડાં બદલવાનું વગેરે 

તમામ કામ ફક્ત એક જ વ્યક્તિને છૂટ  હતી તે ઇમરોઝ ને .પતિ પ્રિતમ મિત્ર સજજાદ 

પ્રેમી સાહીર અને  

સાથી ઇમરોજ 

આ સમીકરણ ના  જ્યારે ચારેય ખાના અલગ હતા એમાં ભેળસેળ નહોતા કરતા.

પતિ પ્રીતમ થી ચોક્કસ અંતર જળવાયેલુ 

મિત્ર સજજાદ સાથેની ઉષ્મા  અકબંધ હતી. 

સાથી ઇમરોઝ પીલર હતા.

ટૂંકમાં .

ત્રણે ખાનામાં સ્થિરતા હતી 

પરંતુ 

ચોથા ખાનામાં પ્રેમી સાહિલનું થોડું પેચીદુ અને 

સૌથી તીવ્ર હતો.

“”હું તને હજી ફરી મળીશ..

ક્યાં અને કેવી રીતે

મને ખબર નથી.

કદાચ હું

તારી કલ્પનાનો વિચાર બનીશ.

અને કદાચ મારી જાતને

તારા કેનવાસ પર

એક રહસ્યમય રેખા બનીને ફેલાવીશ

હું સતત તારી સામે તાકી રહીશ.

__________________________________

૪)  શ્રદ્ધા ભટ્ટ 

શબ્દો – 624 

અમૃતા – પિતા કરતાર સિંહના ઉપનામ ‘પીયૂષ’ ને પંજાબીમાં ફેરવી પાડવામાં આવેલું એનું નામ! આ કરતાર સિંહ એટલે સાધુ નંદ. ભાગવા ધારણ કર્યા હતા અને પછી એક ક્ષણ એવી આવી કે એમના ગુરુજીએ ભગવા છોડી સંસાર અપનાવવાનું કહ્યું. નામ રાખ્યું – કરતારસિંહ.

માંહ્યલો રહ્યો વૈરાગી એટલે પત્નીના અવસાન પછી ફરી વૈરાગ્યએ મન પર કબજો જમાવેલો, પણ ત્યારે અમૃતા હતી ફક્ત ૧૦ વર્ષની. પિતા એને કાફિયા ને રદ્દીફના પાઠ શીખવતા અને અમૃતા લખતી. અમૃતાએ  સતત એના પિતાને સતત એક પ્રકારની ખેંચતાણમાં જોયા. મોહ અને વૈરાગ્ય વચ્ચે એ ક્યારેક અમૃતા તરફ તો કયારેક અમૃતાથી દૂર અફળાતા રહ્યા. પિતાની આ માનસિક પરીસ્થીતી જોઈ અમૃતા વિચારે ચડી જતી, જાતનો  સ્વીકાર થયો છે કે અસ્વીકાર – નક્કી ન થઇ શકતું! અઘરી છે આ સ્થિતિ. જેના તમે અંશ છો એણે તમને સ્વીકાર્યા છે કે નહિ, એ બાબતે અવઢવ હોવી એટલે આખા હોવાપણા સામે પ્રશ્ન ઊભો થવો. સમગ્ર અસ્તિત્વ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અમૃતાનું. અઘરું છે આ. જાતને એક જ સમયે ચાહી શકવી ને બીજી જ પળે એના પ્રત્યે અણગમો થવો! પિતાને ગમતી કવિતાઓ લખવી – આ એક પ્રયાસ હતો અમૃતાનો, જેના દ્વારા પોતાનો અણગમતો અંશ પિતાની નજરમાં માનીતો બની જાય!

કેવું અદ્ભૂત! સ્વીકાર અને અસ્વીકાર – બે ભિન્ન અંતિમો ને એ બે ય વચ્ચે સતત અફળાતા રહેવું. જાતના અસ્વીકારને સ્વીકારમાં બદલવા માટે અમૃતાએ લેખનનો સહારો લીધો. પિતા લેખક – આખી રાત લખ્યા કરે ને દિવસે આરામ. મા વિનાની છોકરીને ખોટી સંગતથી બચાવવા માટે પિતાને જે સૂજયું તે કર્યું – અમૃતાનું કોઈ પરિચિત જ નહોતું! ન સ્કૂલમાં કોઈ સહેલી ને પડોશમાં કોઈ મિત્ર. સોળ વર્ષની મુગ્ધ ઉમર. મા હોત તો કેવા લાડ લડાવીને આ ઉમરને જીવી હોત એવું વિચારતા અમૃતા કહે છે – 

સોલહવા સાલ આયા- એક અજનબી કી તરહ ! માં જીવિત હોતી તો ઔર તરહ સે આતા – પરિચિતો કી તરહ. 

કશુક છૂટી ગયાની લાગણી કેટલી તીવ્ર હોઈ શકે? કેટલા સમય સુધી એ સાથે રહી શકે? સોળ વર્ષની એ ઉમરની કસક અમૃતા સાથે આજીવન રહી! એ પછી જીવનમાં ઘટેલી દરેક ઘટના , જે ભીતરને હચમચાવી મૂકે એવી બની, અમૃતાની કલમમાંથી પેલી સોળ વર્ષની કસક રોષ બનીને વહેતી રહી. દેશના ભાગલા સમયની એમની કવિતાઓ હોય કે પછી સામાજિક કે ધાર્મિક મૂલ્યો વિશેની કવિતાઓ હોય, એમની કલમમાંથી ટપકતી આગ ક્યારેય શાંત ન થઇ. 

સાહિર સાથે એમની મુલાકાત લોપોકી ગામથી પાછા ફરતી વખતે થઇ. કલ્પના કરેલો એક ચેહરો – જે અચાનક જ આંખ સામે આવી જાય અને તમે બસ એને જોયા જ કરો! અને પછી એ ઉતરે કલમથી, કવિતા બનીને. ‘સુનહરે’ શીર્ષકથી લખેલી કવિતાઓ જેને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો. આખી દુનિયા જેને વાંચવાની એ કવિતાઓ, જેના માટે  લખી એ વાંચશે કે નહી – એ પ્રશ્ન થયેલો અમૃતાને ત્યારે! પ્રેમ અને સમર્પણની ભાવનાની ઊંચાઈ કેટલી! 

પ્રેમથી છલોછલ હ્રદય શરીરી પ્રેમથી ઉપર ઊઠી સમાજ અને સમસ્ત સૃષ્ટિને એકદમ બારીકાઈથી જોઈ શકે છે. દેશના વિભાજનનું દર્દ એમની ઘણી કવિતાઓમાં નજરે પડે છે. વિભાજન વખતે બંને દેશોની દીકરીઓની હાલત જોઈ એમની કલમથી આ કવિતા ઊતરી આવી – 

आज वारिस शाह से कहती हूं –

अपनी क़ब्र में से बोलो!

और इश्क़ की किताब का

कोई नया वर्क़ खोलो!

पंजाब की एक बेटी रोयी थी,

तूने एक लम्बी दास्तान लिखी,

आज लाखों बेटियां रो रही हैं

वारिस शाह! तुम से कह रही हैं:

જયારે આ કવિતા લખી, ત્યારે બહુ નામોશી સહન કરી અમૃતાએ. પછીથી આ જ કવિતાએ એમને પ્રસિદ્ધિ પણ અપાવી. ૮૬ વર્ષના જીવનકાળમાં ૭૦ વર્ષ લેખન કર્યું એમણે. એમાં સામેલ છે- ૨૮ ઉપન્યાસ, ૧૮ કાવ્ય પુસ્તકો, ઘણી લઘુ કથા અને આત્મકથા. ૧૯૪૭ મા “સુનહરે” મારે સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૬૯ મા પદ્મ શ્રી, ૨૦૦૪ મા પદ્મ વિભૂષણ. અમૃતા ફક્ત ભારતમાં જ નહીં, વિદેશમાં પણ એટલા  જ લોકપ્રિય હતા.

અમૃતા – જેની કલમમાં સંવેદનાની ધારની સાથે સાથે ફૂલો જેવી કોમળતા પણ વસે છે એવું સુગંધિત તેજાબી વ્યક્તિત્વ! છેલ્લે એમની જ પંક્તિઓથી વિરમું. 

कुछ लोग बड़ी ही शालीनता से मिलते है | पर दो दिन बाद वे अपना इश्क इसे जताते है मनो हथेली पे इलाइची पेश कर रहे हो | मुझे इसे हथेली पे रखे इलाइची जैसे इश्क से नफरत है |

__________________________________

૫)નિમિષા વિજય  લુંભાણી ‘વિનિદી’ 

શબ્દ સંખ્યા:- ૧૩૧૦

જીવનસફર

તેમનો જન્મ ૩૧ ઑગષ્ટ ૧૯૧૯માં પંજાબનાં ગુજરાનવાલા (હાલ પાકિસ્તાન) શિક્ષક, કવિ, સાહિત્ય સામયિકનાં સંપાદક, શીખ આસ્થાનાં પ્રચારક, વ્રજ ભાષાનાં વિદ્ઘાન કરતારસિહ હિતકારીનાં એકમાત્ર સંતાન તરીકે થયો હતો. આ જ સ્થળ સૂફી સંત કવિ વારિસ શાહનાં (હીર- રાંઝા કરુણ કથાનકનાં રચયિતા) જન્મસ્થળ તરીકે પણ ઓળખાય છે.

તેઓએ અગિયાર વષૅની ઉંમરે જ પોતાનાં માતાશ્રીની છત્રછાયા ગુમાવી હતી. ત્યારબાદ ૧૯૪૭ સુધી તેઓ પોતાનાં પિતાશ્રી સાથે લાહોર રહ્યા હતાં.

માતાશ્રીનાં અવસાન બાદ એકલતા દૂર કરવા તેઓએ નાની વયે જ લેખનની શરૂઆત કરી હતી.

સંપાદક પ્રિતમસિંહ   સાથે તેમનું બાળપણમાં જ સગપણ થયુ હતું. ૧૬ વષૅની વયે તેમની સાથે લગ્ન થયા પછી તેમણે પોતાનું નામ અમૃતા પ્રિતમ રાખ્યું.

૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી તેઓએ ૨૮ વષૅની વયે ૧૯૪૮માં દહેરાદુનથી દિલ્હી ગભૅવતી હોવા છતાં પોતાનાં પુત્ર સાથે મુસાફરી કરી હતી.

તેઓએ કવિ સાહિર લુધિયાણવી માટે પોતાનાં પતિ પ્રિતમસિંહ સાથે છૂટાછેડા લીધા હતાં. જ્યારે કવિ સાહિર સાહેબનાં જીવનમાં અન્ય મહિલાનું આગમન થયું ત્યારે તેમનાં જીવનમાં ઈમરોઝ આવ્યા. સંબંધની અંતરંગતા ચકાસવા તેઓે ત્રણ વષૅ એકબીજાથી દૂર રહ્યા. જીવનનાં અંતિમ ચાલીસ વષૅ તેમની સાથે જ રહ્યાં. જીવનસાથી ઈમરોઝની હાજરીમાં તેઓ સાહિર સાહેબને સરળતાથી મળતાં હતાં. ઈમરોઝે તેમનાં મોટાભાગનાં પુસ્તકોનાં મુખપૃષ્ઠ બનાવ્યાં હતાં.

જ્યારે તેમનાં પુત્ર નવરોઝે પોતાને સાહિર અંકલ ગમતાં હોવાની વાત કરીને તેઓ પોતાનાં પિતા છે કે નહિં તે વિશે પ્રશ્ર્ન કરતાં અમૃતાજીએ પોતાને પણ તેઓ ગમતાં હોવાની વાત સ્વીકારીને નવરોઝનાં પિતા હોવાની વાત નકારી હતી.

૩૧ ઑકટોબર ૨૦૦૫નાં રોજ ૮૬ વષૅની વયે ઉંઘમાં જ તેમનું અવસાન થયું હતું.

સાત સંબંધ

૧. કિશોરાવસ્થાની એકલતામાં મનોમન સજૉયેલુ કાલ્પનિક પાત્ર કિશોર રાજન. તીવ્ર અનુરાગ અનુભવતાં મનોમન વાતો કરતાં, સાથે રાજનને સંબોધીને લખતાં પણ ખરાં.

૨.વપતિ પ્રિતમસિંહ સીધસાદા બિનરોમેન્ટિક હતાં. ૨૫ વષૅની ઉંમરે શાયર સાહિર સાથેનાં તીવ્રતમ પ્રેમ પછી પણ પતિ સાથે ૧૯૬૦ સુધી રહ્યાં પછી છૂટા પડ્યાં અને છૂટા પડ્યાનાં દોઢ દાયકા પછી પ્રિતમસિંહ દ્રારા છૂટાછેડાની માંગણી થતાં આપી દીધાં. જીવનનાં અંતિમ તબક્કામાં ભૂતપૂર્વ પતિની સેવા કરી. પ્રિતમસિંહે અમૃતા-ઇમરોઝનાં ઘરમાં જ છેલ્લા શ્ર્વાસ લીધાં.

૩. તેમને સજ્જાદ હૈદર સાથે લાહોરમાં ગાઢ દોસ્તી હતી. સૌથી અંગત વાતો તેમની સાથે શેર કરતાં. અમૃતાજી ભારત આવ્યા ત્યારબાદ બન્નેનો સંબંધ પત્રો દ્રારા લીલોછમ રહેલો. તેમની બે કથાઓ ‘નેબરિંગ બ્યૂટી’ અને ‘સેવન યસૅ’ માં સજ્જાદ આધારિત પાત્રોનું ચિત્રણ હતું. તેમની સાથેનાં સંબંધથી અમૃતાજીને સમજાયુ કે ‘કવિતા ફક્ત પ્રેમભાવમાંથી જ નથી પ્રગટતી, પરંતુ સાચી દોસ્તીમાંથી પણ નીપજી શકે છે. બન્નેને સાથે રહેવાની ઈચ્છા હતી.

ઈમરોઝ અને અમૃતાજીએ તેમને સાથે પત્ર લખ્યો હતો. સજ્જાદજીએ તેમને જવાબી પત્રમાં રકીબ (પ્રેમીકાનાં પ્રેમી) બનીને સલામ કરી હતી.

અમૃતાજીએ લખેલા પત્રો સજ્જાદજીએ પોતાનાં મૃત્યુ પહેલાં પાછાં સુપ્રત કયૉ હતાં. અમૃતાજીએ ઈમરોઝને તે પત્રો આપતા તેમણે તે બાળી નાંખ્યા હતાં.

૪. ૧૯૪૪ થી ૧૯૬૦ સુધી સાહિર લુધીયાનવી પ્રત્યેનાં પ્રેમની આગ તીવ્રતાથી પ્રજવલિત હતી. ભૌતિક રીતે દૂર રહેવા છતાં બન્નેનાં હ્ર્દયમાં સપાટી નીચે ધગધગતો પ્રેમ સતત જીવતો રહ્યો હતો.

સાહિરજીનાં સુધા મલ્હોત્રાજી પ્રત્યેનાં આકષૅણે અમૃતાજી એટલાં હચમચી ઉઠયાં હતા કે ગંભીર હતાશામાં સરવાથી મનોચિકિત્સકની મદદ લેવી પડી હતી.

જીવનનાં એ ઝંઝાવાતી તબક્કા દરમ્યાન અમૃતાજીએ સૌથી કરુણ કવિતાઓ લખી હતી.

સગર્ભાવસ્થામાં પતિ પ્રિતમસિંહનું બાળક હોવા છતાં સાહિરજીનાં વિચારો કયૉ. પુત્ર નવરોઝનું ‘સાહિરપણું’ અમૃતાજીએ પોતે જાહેર કરેલું.

અમૃતાજીએ જીવનનાં અંતિમ સમયગાળામાં અસંબદ્ઘ બબડાટમાં એક વાર પણ સાહિરજીનો ઉલ્લેખ કર્યો ન હતો. શાયર પ્રેમી ક્યાંય ન હતો.

૫. ઈમરોઝ એક ચિત્રકાર હતાં અને અમૃતાજીથી સાત વષૅ નાના હતાં. બાળકોની નામરજી છતાં ઈમરોઝને પોતાનાં ઘરમાં જ સાથે રાખ્યાં. લગ્ન, બાળક વગર બન્ને સાથે ૪૧ વષૅ સુધી સાથે રહ્યાં. જીદગીનાં છેલ્લા ચાર વર્ષ ૮૨ થી ૮૬ સુધી પથારીવશ રહ્યાં, એ સમયમાં તેમની તમામ સેવા ઈમરોઝે કરી હતી.

અંતિમ તબક્કામાં તેમને સ્મૃતિભ્રંશ થયા પછી ઈમરોઝ સાથેનાં સંબંધ પણ ભૂલી ગયાં હતાં.

૬. આચાર્ય રજનીશ (ઓશો) જેમની સાથે આધ્યાત્મિક તરસમાંથી જન્મેલો સંબંધ હતો.

૭. સિદ્ધપુરુષ  મનાતા સાંઈકાકા, તેમની સાથેનાં સ્નેહનાં કેન્દ્રમાં આદર હતો.

સાત સંબંધોનું વિશ્લેષણ

કાલ્પનિક પાત્ર રાજન અંગત હતું.

પતિ પ્રિતમસિંહથી ચોક્કસ અંતર જળવાયેલુ હતું.

મિત્ર સજ્જાદ સાથેની ઉષ્મા સ્થિરપણે અકબંધ હતી.

પ્રેમી સાહિર સાથેનો સંબંધ પેચીદો હતો. એકમેકથી દૂર હોવા છતાં બન્નેનાં હ્ર્દયમાં એકસાથે ‘લાહોર’ શહેર જીવંત હતું.

સાથી ઈમરોઝ સ્તંભ જેવા અડીખમ હતાં.

આચાર્ય રજનીશજી સાથે આધ્યાત્મિક તરસમાંથી જન્મેલો સ્નેહ હતો.

સિદ્ધપુરુષ મનાતા  સાંઈકાકા સાથેનાં સ્નેહનાં કેન્દ્રમાં આદર હતો.

સાહિત્ય

છ દાયકાની કારકિર્દી દરમ્યાન કવિતા, નવલકથા, નિબંધ, કાલ્પનિક વાતૉ, જીવનચરિત્ર, પંજાબી લોકગીતોનાં સંગ્રહ અને આત્મકથા એમ વિવિધ રચનાઓ તૈયાર કરી. આ રચનાઓમાં મુખ્યત્વે વીરશૃંગારરસ, ભારતનાં ભાગલા, મહિલાઓ તેમજ સ્વપ્ન જેવાં વિષયો હતાં. ૨૮ નવલકથાઓ, ૧૮ ગદ્યસંગ્રહો, ૫ ટૂંકી વાર્તાઓ અને ૧૬ વિવિધ ગદ્ય આવૃત્તિઓ લખ્યાં હતાં.

૧. ૧૯૩૬માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘અમૃત લહેરે’ (અમર મોજાઓ) તેમની ૧૬ વષૅની વયે પ્રકાશિત થયો હતો.

૨. ૧૯૩૬ થી ૧૯૪૩ સુધીમાં તેમણે ૬ જેટલી કવિતાઓનાં સંગ્રહ લખ્યાં હતાં.

૩. તેમણે વીરશૃંગારરસનાં કવિયત્રી તરીકે સફર શરૂ કરી હતી. ખૂબ જ ટૂંકા સમયમાં જ લેખનશૈલી બદલી પ્રગતિશીલ લેખકોની ચળવળનો હિસ્સો બન્યાં. ૧૯૪૩માં બંગાળનાં દુકાળ બાદનાં યુદ્ધગ્રસ્ત અથૅતંત્રની ખુલ્લેઆમ આલોચના કરી લોકોની વેદનાને વાચા આપતો સંગ્રહ ‘લોકપીડ’ (૧૯૪૪) લખ્યો.

૪. ભારતનાં ભાગલા પહેલાં તેમણે લાહોર રેડિયો સ્ટેશન માટે કામ કર્યું હતું.

૫. ભારતનાં ભાગલા વખતે થયેલા કત્લેઆમ અંગે પોતાનાં સંતાપની અભિવ્યક્તિને ૧૮મી સદીનાં લોકપ્રિય કવિ વારિસ શાહને ઉદ્દેશીને લખાયેલાં શોકગીતમાં (અજ્જ અખાં વારિસ શાહનું) વ્યક્ત કરી છે, જે પંજાબી રાષ્ટ્રીય વીરરસનું કાવ્ય છે.

૬. મહિલાઓ સામેની હિંસાનો સંક્ષેપ, માનવતાનું હનન અને અસ્તિત્વનાં ભાગ્ય સામે ઘૂંટણીયા ટેકવી દેતી એક નારી ‘પુરો’  કે જે પોતાનું જ પાત્ર છે, તેનું નિરૂપણ ‘પીંજર’ નામની નવલકથામાં રચ્યું છે.

જેનાં પરથી ચંદ્રપ્રકાશ દ્રીવેદીએ તેમનાં માનવતાવાદને કારણે પુરસ્કાર વિજેતા ફિલ્મ બનાવી હતી.

૭. સુનેહે (સંદેશા) પંજાબી સાહિત્યમાં મહિલાઓનાં મહત્વપૂર્ણ અવાજને રજૂ કરતી એક લાંબી કવિતા છે. જેને માટે તેમને ૧૯૫૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

૮. દિલ્હીમાં ૧૯૬૧ સુધી ઑલ ઈન્ડિયા રેડિયોની પંજાબી સેવામાં કામ કર્યું હતું.

૯. ૧૯૬૦માં છુટાછેડા બાદ તેમનું કામ વધુ સ્પષ્ટ નારીવાદી બન્યું હતું. તેમની સંખ્યાબંધ વાતૉઓ અને કવિતાઓ લગ્નનાં દુ:ખદ અનુભવ પર આધારિત છે.

૧૦. ‘ધરતી સાગર તે સિપિયાં’ પુસ્તક પરથી ૧૯૬૫માં સૌપ્રથમ ફિલ્મ ‘કદંબર’ બની હતી.

૧૧. ‘ઉનાહ કી કહાની’  પરથી ‘ડાકુ’ (ધારપાડુ ૧૯૭૬) ફિલ્મ બની હતી, જેનું નિર્દેશન બાસુ ભટ્ટાચાર્યજીએ કર્યું હતું.

૧૨. ‘કાગઝ તે કૅનવાસ’ (કાગળ અને કૅનવાસ) માટે તેમને ભારતનો સવૅશ્રેષ્ઠ સાહિત્ય પુરસ્કાર ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો હતો.

૧૩. ‘નાગમણી’ નામક પંજાબી સાહિત્યનું સંપાદન તેમણે કર્યું હતું, તેમજ ઈમરોઝ સાથે મળીને ૩૩ વષૅ સુધી ચલાવ્યું હતું.

૧૪. ‘કાલા ગુલાબ’ (કાળુ ગુલાબ-૧૯૬૮), ‘રસીદી ટિકીટ’ (રેવન્યુ સ્ટેમ્પ-૧૯૭૬) અને અક્ષરો કે સાયે’ (અક્ષરોનાં પડછાયા), શૅડોઝ વડૅઝ (૨૦૦૪) શીષૅકથી જીવનચરિત્રો  પ્રકાશિત કર્યાં હતાં.

૧૫. ઑશોનાં કેટલાક પુસ્તકોની પ્રસ્તાવના લખી હતી, જેમાં ‘ઓમકાર સતનામ’ મહત્વપૂર્ણ છે.

૧૬. કાલ ચેતના (સમયની ચેતના) અને ‘અજ્ઞાત કા નિમંત્રણ’ (અજ્ઞાતનું નિમંત્રણ) જેવા પુસ્તકો તૈયાર કર્યાં હતાં.

૧૭. પંજાબી અને ઉર્દૂ ભાષાની તેમની સંખ્યાબંધ રચનાઓ અંગ્રેજી, ફ્રેન્ચ, ડેનીશ, જાપાનીઝ અને અન્ય ભાષામાં અનુવાદિત થઈ હતી. જેમાં તેમની આત્મકથા રચનાઓ ‘બ્લેક રોઝ’ અને ‘રેવન્યુ સ્ટેમ્પ’ (રસીદી ટિકિટ)નો સમાવેશ થાય છે.

પુરસ્કારો

૧. ડી. લીટ્ની માનદ્ પદવી – જબલપુર યુનિવર્સિટી (૧૯૧૩), દિલ્હી યુનિવર્સિટી (૧૯૭૩), વિશ્ર્વ ભારતી (૧૯૮૭).

૨. સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૫૬)

૩. પદ્મશ્રી (૧૯૬૯)

 ૪. સાહિત્ય અને શિક્ષણમાં પદ્મવિભૂષણ (૨૦૦૪)

૫. ફૅલો ઑફ ધ સાહિત્ય અકાદમી (ભારતીય પત્રોની અકાદમી) (૨૦૦૪)

૬. જ્ઞાનપીઠ એવોડૅ (૧૯૮૨)

૭.પંજાબ રત્ન એવોડૅ. (૧૯૮૮)

૮. બલ્ગેરિયાનાં ગણતંત્ર દ્રારા ૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય 

વૅપ્તસારોવ પુરસ્કાર.

૯.ફ્રાન્સ સરકાર દ્વારા ૧૯૭૯માં ઑફિસર ડૅન્સની પદવી, ઓડૅ ડૅસ આટૅસ ઍટ ડેસ લૅટસૅ (અધિકારી).

૧૦. રાજ્યસભાનાં સભ્ય તરીકે ૧૯૮૬-૯૨ સુધી નામાંકિત કરાયા હતાં.

૧૧.જીવનનાં અંતિમ દિવસોમાં તેમને પાકિસ્તાનની પંજાબી અકાદમી દ્રારા પુરસ્કાર અપાયો હતો. જેના માટે તેમણે કહ્યું હતું, ‘બડે દિનો માટે મેરે મૈકે કો મેરી યાદ આયી..’.

અન્ય

૧. ભાગલા પછી પણ આજીવન પાકિસ્તાનમાં તેમની સમકાલીન હસ્તીઓ મોહનસિંહ અને શિવકુમાર બતાલવી જેટલાં જ લોકપ્રિય હતાં.

૨. અમૃતાજી દ્રારા લખાયેલી કવિતાઓ ખ્યાતનામ ગીતકાર ગુલઝારજીએ પોતાના કંઠસ્થમાં ‘અમૃતા રિસાઈટેડ બાય ગુલઝાર’ નામનાં આલ્બમમાં ૨૦૦૭માં રજૂ કરી છે.

૩.ગૂગલ દ્રારા ૩૧ ઑગષ્ટ ૨૦૧૯નાં રોજ તેમનું  ડૂડલ બનાવવામાં આવ્યું હતું.

૪.પાકિસ્તાનનાં પંજાબી કવિઓએ તેમને વારિસ શાહ તેમજ અનુયાયી સૂફી સંત કવિ લુલ્લે શાહ અને સુલ્તાન લહુની કબર પરની ચાદર મોકલી હતી.

મારી દ્રષ્ટિએ

૧. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં, પછી તે ભાગલા વખતની હોય કે પ્રેમી સાહિર દ્રારા મળેલો આઘાત હોય, દરેક વખતે પોતાની અંદરની કવિયત્રીને જીવંત રાખી, પોતાની રચનાત્મકતાને નવો જ આયામ આપ્યો છે.

૨. સામાજિક બંધનોને ફગાવીને દરેક સંબંધમાં પ્રેમની, દોસ્તીની અલગ પરિભાષા સમજાવી છે.

૩.દરેક સંબંધોને સમગ્ર અસ્તિત્વથી સ્વીકાયૉ.

૪.બાળકો સમક્ષ પતિ ઉપરાંતનાં સંબંધોનો ખુલ્લા હ્હયથી સ્વીકાર કર્યો.

૫. એક નારી સ્વરૂપે બીજી નારીઓની વેદનાને કલમ દ્રારા વાચા આપી.

૬. પ્રેમ અને દોસ્તીનાં સંબંધમાં ધર્મથી પરે થઈ વ્યક્તિનો સ્વીકાર કર્યો

__________________________________

૬) વિધિ વણજારા “રાધિ”

શીર્ષક : સહાદત હસન મન્ટો

શબ્દ સંખ્યા : ૩૦૦

એક જાણીતાં ઉર્દૂ વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક તરીકે વિશ્વભરમાં સાહિત્યનાં નિષ્ણાંત તથા પ્રસિદ્ધ લેખકોમાં સ્થાન ધરાવતાં વ્યક્તિ એટલે સહાદત હસન મન્ટો.

મન્ટોનો જન્મ ૧૧ મે ૧૯૧૨ ના રોજ લુધિયાણાનાં સમરાલા ગામનાં ખાનદાની બેરિસ્ટર પરિવારમાં થયો હતો. 

તેમનાં પિતાનું નામ ગુલામ હસન હતું. તેઓ પ્રખ્યાત બેરિસ્ટર અને સેશન્સ જજ હતા.

તેમની માતાનું નામ સરદાર બેગમ હતું.

મન્ટોએ તેમનો અભ્યાસ અમૃતસરની મુસ્લિમ હાઇસ્કુલમાં કર્યો હતો. 

૧૯૩૧ માં તેમને મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો.

દરેક વ્યક્તિની યુવાની તેમનાં જીવનમાં કંઈક અવનવાં વળાંકો લાવતી હોય છે. તેમનાં જીવનમાં પણ મોટો વળાંક ૨૧ વર્ષની ઉંમરે ૧૯૩૩માં આવ્યો કે જ્યારે તેઓ અમૃતસરનાં વિદ્વાન લેખક અબ્દુલ બારી અલીગને મળ્યાં. અબ્દુલ બારી અલીગે તેમને પોતાની સાચી પ્રતિભા અને આવડતને ઓળખવા માટે ફ્રેન્ચ અને રશિયન લેખકો વાંચવાં માટે પ્રોત્સાહિત કર્યા.

ત્રીશીની શરૂઆતમાં તેમણે તેમની સાહિત્યિક કારકીર્દીનો પ્રારંભ અંગ્રેજી, રશિયન અને ફ્રેંચ ભાષાની ઉત્તમ કૃતિઓનાં અનુવાદથી કર્યો હતો.

ટૂંક સમયમાં તેઓ ટૂંકી વાર્તાઓનાં લેખક તરીકે પ્રસિદ્ધ થઈ ગયાં.

તેઓ કાશ્મીરી વંશનાં હતાં અને તેમને તે વાતનો ગર્વ પણ હતો.

તેઓ તેમનાં લખાણો દ્વારા ઓલ ઈન્ડિયા રેડિયો, સંખ્યાબંધ નામાંકિત સાહિત્યિક સામયિકો અને ફિલ્મ એસોસિયેશનો સાથે સક્રિયપણે સંકળાયેલાં રહ્યાં.

એક લેખક તરીકે એમનાં જીવનની અજુગતી વાત એ છે કે તેમણે તેમનાં જીવનમાં કોઈ જ નવલકથા લખી નથી.

જલિયાવાલાં બાગ હત્યાકાંડની તેમનાં મન ઉપર બહુ ગંભીર અસર થઇ હતી. આ હત્યાં કાંડનો આધાર લઈને તેમણે “તમાશા” વાર્તા લખી હતી. તે તેમની પ્રથમ વાર્તા હતી. તેમાં જલિયાવાલાં જેવી ભયંકર ઘટનાને એક સાત વર્ષનાં બાળકની નજરે જોવામાં આવી હતી.

૧૯૩૬માં મન્ટોનો પ્રથમ મૌલિક ઉર્દુ વાર્તાઓનો સંગ્રહ “અતીશપારે” પ્રકાશિત થયો હતો.

૧૯૪૮ પછી તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયાં હતાં.

૧૯ વર્ષની સાહિત્યિક સફરમાં તેમની ૨૩૦ વાર્તાઓ, ૬૭ રેડીયો નાટક અને ૭૦ લેખો લખ્યાં હતાં. પાકિસ્તાનમાં તેમનો ૧૪ વાર્તાઓનો સંગ્રહ પ્રકાશિત થયો હતો, જે ૧૬૧ વાર્તાઓનો સંગ્રહ છે.

આજેય પણ તેમની વાર્તાઓને સમજવાના પ્રયાસો કરવામાં આવે છે.

૧૮ જાન્યુઆરી ૧૯૫૫નાં દિવસે સાહિત્ય જગતનાં એક મહાન લેખક સહાદત હસન મન્ટોનું અવસાન થયું હતું.

_________________________________

૭) પંચશીલા હિરાણી ( પંછી )

શિષૅક : કોમળ શરીરમાં વસતી એક સશક્ત નારી 

શબ્દસંખ્યા :૩૭૧

इस जन्म में कई बार लगा

कि औरत होना गुनाह है,

लेकिन यही गुनाह मैं फिर से करना चाहूँगी, एक शर्त के साथ, कि ख़ुदा को अगले जन्म में भी, मेरे हाथ में कलम देनी होगी!

અમૃતા પ્રીતમ, ભારતીય  અને કવયિત્રી હતા જેમને પ્રથમ પંજાબી અગ્રણી મહિલા કવયિત્રી, નવલકથાકાર, નિબંધકાર તરીકે ઓળખવામાં આવે છે અને પંજાબી ભાષાની ૨૦મી સદીની અગ્રણી કવયિત્રીઓમાં પણ તેમની ગણના થાય છે. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૧૯/ના પંજાબના ગુર્જનવાલા માં થયો હતો.

નવલકથાકાર તરીકે તેમની ખ્યાતનામ કૃતિ પીંજર છે, જેમાં તેમણે પોતાનું યાદગાર પાત્ર પુરો રચ્યુ હતુ,આ નવલકથા પરથી 2003માં પીંજર નામની પુરસ્કાર વિજેતા ફિલ્મ બની હતી.પંજાબી સાહિત્યમાં મહિલાઓના સૌથી મહત્વપૂર્ણ અવાજ તરીકે ઓળખતા અમૃતા પ્રિતમ 1956માં, પ્રસિદ્ધ રચના, સુનેહે માટે પણ પુરસ્કાર મળ્યો હતો. સાહિત્ય એકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતા બાદમાં તેમને 1982માં કાગઝ તે કેનવાસ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળ્યો હતો, જે ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્ય પુરસ્કાર છે. 1969માં તેમને પદ્મ શ્રી પુરસ્કાર મળ્યો હતો, અંતે વર્ષ 2004માં ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ મળ્યું હતું અને એ જ વર્ષે તેમને સાહિત્ય એકાદમી  દ્વારા ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન સાહિત્ય એકાદમી ફેલોશિપ અપાયું હતું જે “સાહિત્યના ચિરંજીવો” ને આજીવન સિદ્ધિ માટે અપાય છે. તેમને ઘણી યુનિવર્સિટી દ્વારા ડી.લીટ.ની માનદ પદવી આપવામાં આવી હતી, જેમાં દિલ્હી યુનિવર્સિટી (1973), જબલપુર યુનિવર્સિટી (1973) અને વિશ્વ ભારતી (1987)નો પણ સમાવેશ થાય છે

તેમને બલ્ગેરિયાના ગણતંત્ર દ્વારા 1979માં આંતરરાષ્ટ્રીય વેપ્તસારોવ પુરસ્કાર અને ફ્રાન્સ સરકાર દ્વારા 1987માં ઓફિસર ડેન્સની પદવી, ઓર્ડે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટર્સ (અધિકારી) આપવામાં આવી હતી.તેમને 1986-92 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરાયા હતા. જીવનના અંતિમ દિવસોમાં તેમને પાકિસ્તાનની પંજાબી એકાદમી દ્વારા પુરસ્કાર અપાયો હતો.

અમૃતા પ્રિતમે દિલ્હીમાં 1961 સુધી ઓલ ઈન્ડિયા રેડિયોની પંજાબી સેવામાં કામ કર્યું હતું. 1960માં તેમના છુટાછેડા થયા બાદ, તેમનું કામ વધુ સ્પષ્ટ નારીવાદી બન્યું હતું. તેમની સંખ્યાબંધ વાર્તાઓ અને કવિતાઓ લગ્નના દુઃખદ અનુભવ પર આધારિત હતી. પંજાબી અને ઉર્દૂ ભાષાની તેમની સંખ્યાબંધ રચનાઓ અંગ્રેજી, ફ્રેન્ચ, ડેનિશ, જાપાનિઝ અને અન્ય ભાષામાં અનુવાદિત થઈ હતી, 

31 ઓક્ટોબર 2005ના રોજ નવી દિલ્હીમાં લાંબી બીમારી બાદ 86 વર્ષની વયે તેમનું ઊંઘમાં જ અવસાન થયું હતું અને આપણે એક સશકત લેખિકા અને કવિયત્રિને હંમેશા માટે ગુમાવી દિધા…

उमर की सिगरेट जल गयी

मेरे इश्के की महक

कुछ तेरी सान्सों में

कुछ हवा में मिल गयी… 

__________________________________

મુંબઈ શાખા

૧) અલ્પા શાહ.

શીર્ષક-સહાદત હસન મંટો .

શબ્દ સંખ્યા-121

સહાદત  હસન મંટોનો જન્મ ૧૧મી મે,૧૯૧૨માં  પંજાબના લુધિયાણા શહેર ના સમરાલા(આજનું પાકિસ્તાન )  ગામે થયો હતો.

તેઓ એક સારા  લેખક,કથાકાર અને નાટકકાર હતાં .

તેઓ ખૂબજ નિર્ભય લેખક તરીકે પ્રસિદ્ધ હતા. તેમણે હિંદી તથા  ઉર્દૂ ભાષામાં ઘણા નાટકો,વીસ નાની નાની ડોક્યુમેઁટ્રી ફિલ્મ,નવલકથા,નિબંધો તથા  લઘુવાર્તા લખી છે. તેમણે એ વખતના સમાજમાં પ્રવર્તતા સંવેદનશીલ મુદ્દાઓને સહજ્તાથી

 પોતાની માર્મિક શૈલીમાં  લખ્યાં છે.

સન ૧૯૩૪માં  પહેલી વાર મુંબઈ આવ્યા. અહીં તેમણે  મુંબઈ મેગેઝિન,સમાચાર પત્ર માટે લેખન કાર્ય શરુ  કર્યુ. તેમણે મુંબઈના રેડ એલર્ટ એરિયા તરીકે જાણીતા  ક્માઠીપુરા પર પ્રચલિત નાટકો અને ચલચિત્રો દ્વારા સચોટ નિર્દેશન પણ  કર્યુ હતું. તેઓની લઘુ કથા જેવીકે મન્ટો કે ડ્રામે,તીન ઔરતે,ધુંવા…વગેરે  ઘણી આજે પણ પ્રચલિત છે.તેમનું મૃત્યુ ૧૮જાન્યુઆરી ૧૯૫૫માં થયું.તેમને સાહિત્ય સંસ્થા દ્વારા મરણોપ્રાંત  નિશાન-ઍ-ઇમ્તિયાઝ પારિતોષિક પ્રાપ્ત થયું છે.

_________________________________

૨) ગીતા પંડ્યા

શીર્ષક — અમૃતા પ્રિતમ

શબ્દો – ૧૮૫

બહાદુર, સ્વતંત્ર મિજાજી, પડકારો ઝીલવાની શક્તિ, લાગણીઓના અહેસાસનું પ્રાગટ્ય કરવાનું સાહસ અને પોતાના સ્વપ્ના સાથે પોતાના આગવા અસ્તિત્વનો ઉભાર આપવાના કૌશલ્યના સંયોજનથી ઉભરતું દેદીપ્યમાન સ્વરૂપ એટલે  *અમૃતા પ્રિતમ*

૨૦ મી સદીની પંજાબી મૂળની, આ લેખિકાએ પંજાબી અને હિન્દીમાં ઉચ્ચ કક્ષાએ તેમના સાહિત્યના કસબને વિવિધ રુપમાં   સુંદર ઓપ આપ્યો છે. કવિતા, વાર્તા, નિબંધ, બાયોગ્રાફી, ઓટોબાયોગ્રાફી… તેમના લગભગ ૧૦૦ પુસ્તકોનો બીજી ભાષામાં અનુવાદ પણ થયેલો છે. વારસામાં મળેલી કવિતાને ભવ્યાતિભવ્ય સન્માન આપ્યું છે એમણે.

 અમૃતાજીના જીવનનું પ્રેમ ઝરણ, કેટલાય અવરોધમાંથી પસાર થતું રહ્યું. પ્રિતમજી, સાહિરજી અને છેલ્લે ઈમરોઝ..કેટકેટલાં ઍવોર્ડનું સન્માન મેળવનારી આ મહિલા, ગમે તેમ પણ પ્રિતમને એમના નામથી અલગ ન કરી શક્યા. પ્રિતમના નામ સાથે જાણે એમનું અસ્તિત્વ એક અલૌકિક શોભા પ્રાપ્ત કરતું હતું.

 પોતાનાં હ્રદયમાં ઉથલપાથલ મચાવતા પ્રેમના અહેસાસને એમણે સમાજની સામે સ્વીકાર્યો છે. જે સંબંધમાં આગળ ખુશ નહીં રહી શકાય, એ સંબંધથી એ ગૌરવભેર અલગ થયાં છે. અહીં એમની નિર્ભયતા, નિખાલસતા અને પોતાની જિંદગીને ન્યાય આપવાનો અભિગમ પણ દેખાય છે.

સાહિત્ય જગતમાં અમૃતા પ્રિતમનું નામ સાહસિક, સપનાઓને સાચા અર્થમાં જીવનારી અને લડાયક મિજાજી સ્ત્રી તરીકે સાદર લેવાય છે.

એમની પ્રિત, લગન, દર્દને ઘૂંટવાની અદા અને એમાંથી ઉભરતું ભાવ વિશ્વ….આહા!

વંદન અમૃતાજીને.

________________________________

૩) જયોતિ ઓઝા

શીર્ષક :- અમૃતા પ્રિતમ

શબ્દ સંખ્યા – ૧૨૫

      પંજાબી સાહિત્યમાં મહિલાઓનાં સૌથી  મહત્વપૂણૅ અવાજ તરીકે ઓળખાતાં અમૃતા  પ્રિતમ. અમૃતા પ્રિતમનો જન્મ પંજાબના ગુજરાનવાલામાં થયો હતો,જે હાલ પાકિસ્તાનમાં છે. માતાના અવસાન બાદ એકલતાના કારણે તેમણે નાની વયે લેખન શરૂ કયુૅં હતું .

     તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ અમૃત લહેરે (અમર મોજાઓ ) ૧૯૩૬ માં પ્રકાશિત  થયો હતો. ત્યારે તેઓ સોળ વષૅના હતા. અને તે વષેૅ જ તેમણે પ્રિતમસિંહ સાથે લગ્ન કયાૅ હતા. જેઓ સંપાદક હતા. બાદમાં તેમણે તેમનું નામ બદલીને અમૃતા પ્રિતમ કયુૅં હતું.

     છ દાયકાથી વધુ લાંબી કારકીદિૅમાં કવિતા, કાલ્પનિક વાર્તાઓ, જીવન ચરિત્રો, નિબંધો, પંજાબી લેકગીતોના સંગ્રહો અને આત્મકથાઓના ૧૦૦ થી વધુ પુસ્તકો તૈયાર કયાૅ હતા. જેનું કેટલીક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયું હતું.

    કેટલાક વષૅ સુધી પંજાબમાં માસિક સાહિત્ય સામાયિક “નાગમણી” નું સંપાદન કયુૅં હતું. અમૃતા પંજાબ રત્ન પુરસ્કાર  મેળવનાર પ્રથમ વ્યકિત હતા.

  ૩૧ ઓકટોબર ૨૦૦૫ ના રોજ નવી દિલ્હીમાં લાંબી બીમારી બાદ ૮૬ વષૅની વયે તેમનું ઊંધમાં જ અવસાવ થયું હતું.

      વષૅ ૨૦૦૭ માં “અમૃતા રિસાઈટેડ બાય ગુલઝાર” નામથી ખ્યાતનામ ગીતકાર ગુલઝાર દ્વારા આલબ્મ રિલિઝ કરાયો હતો,જેમા ગુલઝારે ગાયેલી અમૃતા પ્રિતમની કવિતાઓ સમાવાઈ હતી.

_________________________________

૪) લતા ભટ્ટ 

શીર્ષક: શત શત નમન એક પ્રેરણાદાયી વ્યક્તિત્ત્વને…. 

શબ્દ સંખ્યા: ૨૩૧

           ૨૦મી સદીનું ભારત. પુરુષપ્રધાન સમાજ. સ્ત્રીનું અસ્તિત્ત્વ માત્ર ઘરની ચાર દીવાલો વચ્ચે… એ સંજોગોમાં હિન્દી સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી  સંમાનિત, ભારતના મશહૂર કવયિત્રી, ઉપન્યાસકાર અને નિબંધકાર અમૃતા પ્રીતમનો જન્મ, ૩૧ ઓગસ્ટ ૧૯૧૯ના રોજ ગુજરાવાલા પંજાબમાં થયો. બાળપણથી જ હાથમાં કલમ પકડી, સાહિત્યમાં પંજાબી ભાષા દ્વારા પદાર્પણ કર્યું અને એક મુકામ હાસિલ કર્યો.  ૨૦મી સદીના પંજાબી ભાષાની આગલી હરોળના સાહિત્યકારોમાં સ્થાન મેળવ્યું. તેમને પંજાબી ભાષાના ૨૦મી સદીના પ્રથમ કવયિત્રી, ઉપન્યાસકાર અને નિબંધકાર માનવામા આવે છે. સાહિત્યમાં પ્રથમ પડાવ -પુસ્તક પ્રકાશિત તો માત્ર ૧૬ વર્ષની ઉંમરે! 

          કવિઓ સંવેદનશીલ હોય છે અને તેમની સંવેદના કલમ દ્વારા કાગળ પર ઝીલાય છે.  ૧૯૪૭ના ભારત પાકિસ્તાન ભાગલા દરમિયાન તેમણે જે પીડા અને તકલીફ સહી તે તેમની  રચનાઓમાં વણાઈ ગઈ. અને પંજાબી કે હિન્દી ભાષા પૂરતી માર્યાદિત ન રહેતા આ કૃતિઓનો અનુવાદ અનેક ભાષામાં થયો. સો એક જેટલા  પુસ્તકો આ વિરલ વ્યક્તિના નામે બોલે છે જેમાં, તેમની ચર્ચિત આત્મકથા’ रसीदी टिकट’નો સમાવેશ થાય છે. પંજાબી અને હિન્દી બંને ભાષાના સાહિત્યમાં તેમનું વિપુલ પ્રદાન. તેમને તેમના હિન્દી સાહિત્યના પ્રદાન માટે ઈ. સ. ૧૯૫૭માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, ઈ. સ. ૧૯૫૮માં પંજાબ વિભાગના ભાષા વિભાગ દ્વારા પુરસ્કાર, ઈ. સ. ૧૯૮૮માં બલ્ગારિયા વૈરોવ પુરસ્કાર અને  ઈ. સ. ૧૯૮૨માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા. સૌથી વધુ પ્રસિદ્ધિ તેમને તેમની પંજાબી કવિતા ‘अज्ज आखाँ वारिस शाह नूँ ‘ કવિતા માટે મળી. આ કવિતામાં ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પંજાબમાં થયેલી દુઃખદ ઘટનાઓનું હૃદયદ્રાવક વર્ણન છે. ભારત અને પાકિસ્તાન બંને દેશના લોકોએ તેમની આ રચનાની પ્રસંશા કરી.

             તેમની એક પંજાબી ભાષાની નવલકથા ‘पिंजर ‘ પરથી ઈ.સ . ૨૦૦૩માં  ‘पिंजर ‘ નામથી જ એક હિન્દી ફિલ્મ બની. વિવેચકોની આલોચનામાં તો તે ખરી ઉતરી જ પણ તેને રાષ્ટ્રીય એકતા માટેની સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. 

           આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વને મારા શત શત વંદન.

 __________________________________

૫) શિલ્પા શેઠ “શિલ્પ”

 શીર્ષક : અદ્વિતીય વ્યક્તિત્વ

શબ્દ સંખ્યા-૧૨૭

અમૃતા પ્રિતમ, ૧૯૧૯ ની સાલમાં જન્મેલા, એક આગવી પ્રકૃતિ અને વિરલ વ્યક્તિત્વ ધરાવતી પ્રતિભા. પિતા તરફથી વિરાસતમાં તેમણે સાહિત્ય મેળવ્યું અને સોળ-સત્તરની વયમાં તેમનું પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો ! ૧૯૩૬માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી છ દાયકાથી પણ વધુ સમય સુધી અગ્રણી સ્થાન પર બિરાજનાર, અગાધ જ્ઞાન અને કલમથી શબ્દોને જીવંત કરી શકનાર અદભુત વિચારધારા એટલે અમૃતા પ્રિતમ.

    પોતાના સમયથી ઘણાં આધુનિક અને અગ્રીમ જીવનશૈલી અપનાવનાર પ્રથમ ભારતીય મહિલા જેમણે સાહિત્યના તમામ ક્ષેત્રે પોતાનો સિક્કો જમાવ્યો. સર્વોચ્ચ અને નોંધપાત્ર પુરસ્કારોથી સન્માનિત થયેલા માનનીય અમૃતા પ્રીતમ સ્વૈરવિહારી પંખી જેવું માનસ ધરાવતા હતા. 

 એકલતા, અકળામણ, વિરહ, પ્રેમ, ઝંખના, રોમાન્સ, વીરશૃંગાર રસ, લોક વેદના, પીડા, આધ્યાત્મિક.. જીવનમાં અનુભવેલા સર્વે પાસાઓને સાહિત્યમાં આબેહૂબ આવરી લેતા અમૃતા પ્રીતમ ખૂબ જ સુંદર અને સશક્ત મહિલા પાત્ર હતા જે ખરેખર ઈશ્વર નિર્મિત દુર્લભ સંયોજન કહેવાય. 

_________________________________

  ૬) સુરુચિ સેજલકુમાર નાયક

શીર્ષક-અણમોલ પ્રતિભા

 શબ્દ સંખ્યા- ૧૫૫

“પૈર ખોલો તો ધરતી અપની હૈ,

  પંખ ખોલો તો આસમાન……”

ઉપરની કાવ્યપંકિતના રચિયતા અમૃતા પ્રીતમ જન્મજાત કવિયત્રી છે.તેમના અસ્તિત્વનું બીજું રૂપ એટલે કાવ્ય. કાવ્ય લખવાની પ્રેરણા તેમને તેમના પિતા પાસેથી મળી હતી. તેઓ સ્વભાવે ખૂબ જ સંવેદનશીલ હતા.માટે તેમની આસપાસ ઘટેલી ઘટનાઓને તેમણે શબ્દ દ્વારા કલમે વર્ણવી છે. તેમની સંવેદનાઓનો પ્રવાહ કવિતાઓ, વાર્તાઓ અને નવલકથાઓમાં અવિરત  શબ્દ સ્વરૂપે વહેયા કર્યો છે.

તેઓને પ્રભુ પર વિશ્વાસ ઓછો હતો પણ ઓશોથી ખૂબ જ પ્રભાવિત હતાં.

પંજાબી સાહિત્યમાં સૌ પ્રથમ કવિયત્રી તરીકે નામાંકિત થયા છે. પંજાબી અને હિંદી સાહિત્ય જગતમાં સ્ત્રીની સંવેદનાઓને કેન્દ્રમાં રાખીને  પુરુષ પ્રધાન સમાજમાં એક નવીન ચીલો ચાતરીને ખ્યાતનામ થયા હતા.તેમના સાહિત્ય ક્ષેત્રનાં વિપુલ પ્રદાનને કારણે તેઓ એક અણમોલ પ્રતિભા તરીકે ઊભરી આવ્યા છે. તેમની વાર્તાઓ ને કાવ્યોએ માત્ર દેશવ્યાપી નહીં પણ વિશ્વવ્યાપી ખ્યાતિ મેળવી છે.તેમને સાહિત્યમાં  ઉત્તમ પ્રદાન બદલ નામાંકિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારતીય સાહિત્ય જગતમાં નારીઓના પ્રદાનની નોંધ લેતી વખતે તેમનો પ્રથમ હરોળમાં ઉલ્લેખ કરવો અનિવાર્ય ગણાય છે. આવા મહાન સાહિત્યકારને મારા શત્ શત્ નમન.

_________________________________

૭) મીનાક્ષી વખારિયા 

શીર્ષક : ‘થોડી ગપસપ’

શબ્દ સંખ્યા : ૭૩૦

‘લોકોને તમે સાંભળ્યા? કહે છે અમૃતા બંડખોર છે, વિદ્રોહી છે, ચુસ્ત નારીવાદી છે. જવા દ્યો, ગામને મોઢે ગરણું થોડું બંધાય? લ્યો હું જ, તમારી પાસે મારી જિંદગીની કિતાબના થોડાં પાનાં ખોલું.   

લોકો કહે છે એમ જ હું, બંડખોર, વિદ્રોહી, નારીવાદી છું. હું કબુલ કરું છું. આ એ જમાનાની વાત છે જ્યારે સ્ત્રીને પોતાના હક્કમાં બોલવાનો અધિકાર નહોતો. લોકમાનસ મહાસંકુચિત હતું. એવા સમયે સ્ત્રીઓને થતાં અન્યાયો સામે મારા જેવી એકલપંડી ગૃહિણી માથું ઊંચકે કે ચળવળિયા લેખો લખે તે રૂઢિવાદી લોકોથી કેવી રીતે સહન થાય. હિંદુ-મુસ્લિમના ભેદભાવ થતાં તે મને પોતાને પસંદ નહોતું અને મેં ઘરઆંગણે જ મારી દાદી સામે બંડ પોકારેલું અને મારું ધાર્યું કરેલું.

હું માત્ર સોળ વરસની હતી ત્યારે મારાં લગ્ન પ્રીતમસિંહ સાથે કરાવવામાં આવ્યા. બે બાળકોની માતા બની પણ આ વિવાહથી, પ્રીતમસિંહથી હું ક્યારેય ખુશ નહોતી તોય અમે બંને નિભાવી રહેલાં. નાનપણથી લખવાની હું શોખીન. મારી કવિતાઓ,વાર્તાઓ અને સ્ત્રીઓની વેદનાને છતી કરતાં ઉદ્દંડ લેખો છાપામાં છપાતાં થયાં. લોકોમાં ખાસ્સો ઉહાપોહ થતો પણ એ બધું મેં ક્યારેય  ગણકાર્યું નહીં. 

મને બરાબર યાદ છે, સાહિર સાથેની એ પહેલી મુલાકાત..! ૧૯૪૪ની સાલમાં, લાહોર અને અમૃતસરની વચ્ચે એક નાનકડું ગામ હતું, ‘પ્રીતનગર.’ હું અને સાહિર ત્યાં પહેલીવાર મળ્યાં. આજ સુધી મને ખબર નથી પડી કે એના જાદુઈ શબ્દોએ ચુંબકનું કામ કર્યું કે એની સતત ખામોશીનાં અતલ ઊંડાણે જેમાં હું ગરક થઈ ગઈ. હું એના પ્રેમમાં પડી ગઈ. લોકો સાહિરના હસ્તાક્ષર માટે પડાપડી કરી રહેલાં. મારી પાસે પેપર કે ડાયરી એવું કંઈ નહોતું. મેં એની સામે મારી હથેળી ધરી દીધી. એના પર એણે એકેય શબ્દ ન લખ્યો પણ મારી આંખોમાં જોતાંજોતાં, પોતાના અંગૂઠો શ્યાહીવાળો કરી મારી હથેળીમાં છાપી દીધો. આવી હતી પ્રેમની નિ:શબ્દ કબુલાત. શબ્દોના સૌદાગરની પહેલી ભેટ…!

આમ શરૂ થઈ અમારી પ્રેમની સફર, જેનું ભવિષ્ય સાવ ધુંધળું હતું. ત્યારે હજી હું પ્રીતમસિંહથી અલગ નહોતી થઈ. મારો અને સાહિરનો પ્રેમ જંગલની આગની જેમ વધી રહેલો. માઈલોની દૂરી અમને નડતી નહીં. અમારો પ્રેમ કાગળ પર સાકાર થતો રહ્યો. હિંદુસ્તાન પાકિસ્તાનના ભાગલાં પડ્યાં હું, બાળકો અને મારા પિતાજી નિરાશ્રિત બની દિલ્હીમાં રહેવા લાગ્યાં. સાહિર થોડો વખત લાહોરમાં રહ્યો અને પછી મુંબઈમાં જ સ્થાયી થયો. એના દાણોપાણી હિન્દી ફિલ્મોમાં લખાયેલાં. 

સાલ ૧૯૬૦માં જ્યારે છૂટાછેડા શબ્દ બોલવાનું તો ઠીક એ વિશેનો વિચાર કરવો પણ પાપ ગણાતું. ત્યારે મેં અને પ્રીતમસિંહે આપસી સહમતીથી છૂટાં પડવાનું નક્કી કર્યું. અમે બંનેએ અમારાં સંબંધોની ગરિમાને ઉની આંચ ન આવવા દીધી. છેવટ સુધી અમે બંનેએ એકબીજાનું સન્માન સાચવ્યું. 

હું સાહિરને બેહિસાબ પ્રેમ કરતી. સામી બાજુએ સાહિર હતો જે મને યાદ કરી કરીને એકથી એક ચડિયાતાં ગીતો અને ગઝલ લખતો પણ ક્યારેય પોતાના સ્વમુખેથી મને પ્રેમ કરે છે એ વાત કબુલી જ નહીં. એના પ્રેમભર્યાં ગીતો અને ગઝલો હિન્દી ફિલ્મોની જાન બની રહ્યાં પણ હું તો એના પ્રેમને તરસતી જ રહી ગઈ. વ્યસ્તતાને કારણે એ દૂર થતો ગયો. એ દરમ્યાન મને સજ્જાદ મળ્યો. સાચા મિત્રના સ્વરૂપે. મારાં માટે પોતાનો જીવ પણ આપી દે તેવો…! હિંદુસ્તાનનાં ભાગલાં પડ્યાં અને એ પાકિસ્તાનમાં રહી ગયો અને અમે દિલ્હી, તોય અમે આજીવન પત્રમિત્ર બની રહ્યાં.

દિલ્હીમાં મને ઈમરોઝ મળ્યો. એ મને ખૂબ જ પ્રેમ કરતો. હું એનામાં સાચો મિત્ર, મારો સધિયારો જોતી. એ તો કોઈ અપેક્ષા વગર જ મને ચાહતો. એ મારા સુખદુઃખમાં, મારી આછી પાતળી પળોમાં એક ખડકની જેમ સાથ આપતો રહ્યો. એને મારામાંની સ્ત્રી નહીં પણ સખીરૂપે અમૃતા જોઈતી હતી. નિરપેક્ષભાવે, એને બીજું કંઈ જ નહી માત્ર મારું સાનિધ્ય જોઈતું હતું અને મને ઈમરોઝની હૂંફ…!  

પ્રેમને બે રીતે સમજી શકાય છે. એક તો જે આસમાન જેવો હોય, બીજો માથાની છત જેવો. સાહિરનો પ્રેમ આસમાન જેવો હતો જે ઘણો જ દૂર હતો. ઈમરોઝ માથાની છત જેવો, પણ સ્ત્રી બંનેને શોધે છે ને છેવટે છત આસમાનમાં જઈને ખૂલે છે.

નસીબની કેવી બલિહારી..! મારાં જીવનમાં જે પણ પુરૂષો આવ્યા એ મને કંઈ ને કંઈ આપી ગયા. પ્રીતમસિંહે મને બે પ્યારાં બાળકો આપ્યા. એમનું નામ આપ્યું જે મેં હમેંશા મારા નામ સાથે જોડેલું રાખ્યું. સાહિર લુધ્યાનવીએ મારા દિલમાં પ્રેમની શગ સંકોરી ને મને સમજાયું કે ‘પ્યાર ક્યા ચીઝ હૈ…!’ સજજાદમિંયા, મારા એક અનન્ય મિત્ર…!  ભવોભવ હું સજ્જાદ જેવો મિત્ર માંગતી રહીશ. ઈમરોઝ…! ઈમરોઝ ફારસી શબ્દ છે એનો અર્થ થાય ‘આજ…!’ ખરેખર એ મારી આજ, મારો વર્તમાન બની મારાં અંતિમકાળ સુધી સાથે રહ્યો. હું એને દિલોજાન મિત્ર માનતી અને એ મારો પ્રેમી, આશિક બની મને પૂજતો રહ્યો, ચાહતો રહ્યો. 

મારી જિંદગીના ચતુષ્કોણે મને પરિપૂર્ણ બનાવી છે. લોકો ભલે કહેતા કે મારી જીવની એક અધૂરી પ્રેમકહાની છે પણ હું જેટલું જીવી, જેવું પણ જીવી તે મારી રીતે, મારી શરતોએ. સામા પૂરે તરીને મેં એવા નામ, દામ, ઇજ્જતની કમાઈ કરી છે જે ક્યારેય મારી કલ્પનામાં નહોતું…!

આજે તો બસ આટલું જ. વધારે કહેવા બેસીશ તો આપવડાઈ થઈ જશે. અલવિદા બહેનો….!’

__________________________________

 ૮) કિરણ ગોરડીયા

 શિર્ષક- અમૃતા પ્રીતમ 

અમૃતા પ્રીતમ ભારતીય લેખિકા અને કવિયત્રી હતાં. જેમને પ્રથમ પંજાબી અગ્રણી મહિલા કવિયત્રી, નવલકથાકાર અને નિબંધકાર તરીકે ઓળખવામાં આવે છે. અમૃતા પ્રીતમને ભારત પાકિસ્તાન સરહદે બંને બાજુએથી સમાન પ્રેમ મળ્યો હતો.છ દાયકાથી વધું લાંબી કારકિર્દીમાં કવિતા,કાલ્પનિક વાર્તાઓ,જીવન ચરિત્રો, નિબંધો,પંજાબી લોકગીતના સંગ્રહો અને આત્મ કથાઓનાં 100થી વધુ પુસ્તકો તૈયાર કર્યાં હતાં.નવલકથાકાર તરીકે તેમની ખ્યાતનામ કૃતિ” પીંજર” છે.ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પડ્યાં ત્યારે તેમણે લાહોરથી ભારતમાં હીજરત કરી હતીં. છતા તેઓ આજીવન પાકીસ્તાનમાં પણ તેમની સમકાલીન હસ્તીઓ જેમ કે મોહનસિંહ અને શિવકુમાર બતાલવી જેટલાં જ લોકપ્રિય રહ્યાં હતાં.પંજાબી સાહીત્યમાં મહિલાઓનાં સોથી મહત્વપૂર્ણ અવાજ તરીકે ઓળખાતા અમૃતા પ્રીતમ 1956માં પ્રસીધ્ધ રચના (સંદેશા)કે જે એક લાંબી કવિતા છે.તેનાં માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતાં. 1982માં કાગળ અને કેનવાસ માટે ભારતીય જ્ઞાનપીઠ  પુરસ્કાર મળ્યો હતો.જે ભારતનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર છે.1969માં એમને પદ્મ શ્રી પુરસ્કાર મળ્યો હતો.એમણે તેમનાં જીવનનાં અંતિમ ચાલીસ વર્ષ ઇમરોઝ સાથે વીતાવ્યા જેમણે તેમનાં મોટાભાગના પુસ્તકોના મુખપૃષ્ઠ બનાવ્યાં હતાં. તેમનો આ સંગાથ પણ એક પુસ્તક, અમૃતા ઇમરોઝઃઅ લવસ્ટોરી નો વિષય બની ગયો હતો.86 વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ 86 વર્ષની વયે તેમનું ઉંઘમાં જ અવસાન થયું.31ઓગસ્ટ 2019નાં દીવસે અમૃતા પ્રીતમની જન્મ જયંતી પર ગુગલે એક ડુડલ બનાવી એમની સરાહના કરી હતીં.એક સ્ત્રી સલવાર સુટ પહેરી માથાં પર દુપટ્ટો ઓઢીને લખે છે.આટલાં વર્ષો પછી પણ એમની ઓળખ અકબંધ છેં.

__________________________________

૯) મનિષા જસાણી શાહ

શિર્ષક : અસાધારણ વાર્તાકાર

શબ્દ સંખ્યા : 278

“હું વાર્તા નથી લખતો. વાર્તા મને લખે છે.” આ તેમનો સ્વપરિચય. 

પ્રખ્યાત ઉર્દૂ વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક.

સહુથી વધુ સંસ્મરણો લખવામાં આવ્યા હોય તેવા લેખક.

એક એવા સાહિત્યકાર જેમણે એકપણ નવલકથા નથી લખી માત્ર ને માત્ર દમદાર વાર્તાઓ થકી સાહિત્ય જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું. 

એવા મહાન વાર્તાકાર, લેખક એટલે સહાદત હસન મન્ટો. જેમને યાદ કરીને 11 મે 2020 એ ગૂગલે એમની 108મી જન્મજયંતિ સરસ ડુડલ બનાવીને ઉજવી. 

કાશ્મીરી મુસ્લિમ પિતા અને પઠાણ માતાના સંતાન સહાદત નાનપણથી ખુબજ બુદ્ધિશાળી, તીવ્ર વ્યક્તિત્વવાદી અને આત્મવિશ્વાસથી ભરપૂર હતાં.

પ્રખ્યાત લેખક અબ્દુલ બારી અલીગની પ્રેરણાથી અંગ્રેજી, રશિયન તથા ફ્રેન્ચ ભાષાની ઉત્તમ કૃતિઓનો અનુવાદ કરી સાહિત્યિક કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો.

જલિયાવાલાં બાગ હત્યાકાંડને વણી લઈને તેમણે “તમાશા” નામની ઉત્કૃષ્ઠ વાર્તાનું સર્જન કર્યુ હતું. તેમજ ક્રાંતિકારી રચનાઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધો, ઓલ ઇન્ડિયા રેડિયો માટે નાટકો, નામાંકિત સામયિકો અને અખબારો માટે લેખો લખ્યાં હતા. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલા રહ્યા હતા. તેમની વાર્તાઓમાં સમયથી આગળની વાત રહેતી હતી. “અતીશપારે” નામનો તેમનો પ્રથમ ઉર્દુ વાર્તાસંગ્રહ પ્રકાશિત થતા તેઓ ઉર્દૂ ટૂંકી વાર્તાઓ માટે પ્રસિધ્ધ થઇ ગયાં હતા.

દેહ વેપારનો વ્યવસાય કરતી સ્ત્રીઓની જિંદગી ખતમ કરી નાખે એવી યૌન ગુલામી, વિભાજન, રમખાણ, સાંપ્રદાયિકતા, પીડિત દબાયેલા કચડાયેલા લોકોની દુખદ પરિસ્થિતિ જેવા વિષયો પર તેઓ બેધડક લખતાં હતા. તેથી તેમને કાયદાનો પણ સામનો કરવો પડ્યો હતો. તેઓ જેટલા સાહસી, વાસ્તવવાદી અને સાચું લખવાની ટેવવાળા હતા એટલાજ સંવેદનશીલ લેખક હતા.

ભારતનાં વિભાજનનો પણ તેમણે ખુબ દઢ્તાથી પોતાના બે લેખ દ્વારા વિરોધ કરેલો. 

એમનાં જીવન આધારિત બે ફિલ્મો બની છે. પાકિસ્તાને એમની યાદમા પોસ્ટલ સ્ટેમ્પ છાપી છે. અને “નિશાન એ ઇમ્તિયાઝ” નામના સર્વોચ્ચ નાગરિક ઍવોર્ડથી એમને સન્માનીત કર્યા છે. તેઓ વીસમી સદીના એક અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા વાર્તાકાર હતા. તેમની વાર્તાઓ થકી આજે પણ સહાદત હસન મન્ટો લાખો ચાહકોના દિલમા વસે છે.

__________________________________

સંયમ

અમદાવાદ શાખા

૧) રશ્મિ જાગીરદાર

શબ્દો-173

શીર્ષક-જીવન અને સંયમ

સંયમ શબ્દ મર્યાદાનો સૂચક છે. અમર્યાદ આચરણ એમાં વર્જીત હોય છે. તમે કોઈ પણ કાર્ય કરતા હો તે દરેકની એક મર્યાદા હોય છે, સીમા હોય છે. એનો અનાદર કે ઉલંઘન કરવાનો મોહ થઈ જવો અત્યંત સ્વાભાવિક છે. અને જો સતર્ક ન રહેવાય તો ઉલંઘન થાય અને સંયમ તુટે. એકવાર સંયમ તુટવા પામે એનો અર્થ એ જ કે, હવે ચેતી જવાની જરૂર છે. ઉદાહરણ જોઈએ તો આપણે ઈંડા નથી ખાતાં પણ એક વખત કુકીઝમાં કે કેકમાં ખાઈ લો, ચલાવી લો, એટલે ફરી બીજા પ્રસંગે તમે સંયમ રાખવાને બદલે ખાઈ લેવામાં છોછ નહીં અનુભવો. જે લોકો દારૂ પીવાનું કે સિગરેટ પીવાનું ચાલુ કરે તેમની દશા એવી જ થાય છે. પહેલી વાર સંયમ ખોયો એટલે પતી જાય. છૂટ લેવાની ટેવ સંયમ તોડાવે છે. આવું જ ડાયેટિંગ દરમિયાન પણ બનવા પામે છે. સળંગ એક સરખો માપસરનો આહાર લેતા રહો તો ઠીક પણ જો સંયમ ના જળવાયો તો ડાયેટિંગ ક્યાંથી થાય? આમ જીવનમાં સંયમનુ ખાસ મહત્વ છે. 

__________________________________

૨) લતા સોની કાનુગા

શીર્ષક-બોધપાઠ 

શબ્દો-૨૦૯

સંયમને જીવનમાં ઘણી રીતે ગુંથી શકાય. એ માટે શબ્દો દ્વારા તો ઘણું બધું લખી શકાય. પણ શું આપણે સંયમથી જીવી શકીએ છીએ? ખુશી હોય કે આપત્તિ બન્ને બાજુ સંયમ જાળવી શકીએ છીએ? જરાક ખુશી મળી કે એને મનાવવાનો પણ અતિરેક કરીયે ને જરાક અમથું દુઃખ આવી પડ્યું કે રોદણાં રોવા બેસી જઇએ. સુખ કે દુઃખ બન્ને વખતે સંયમથી જીવવું જોઇએ.

હું આ વિષયમાં લખવાનું કઈ વિચારતી જ ન હતી. અરે હમણાં ઘણાં વખતથી સાહિત્યિક કહેવાય એવું ખાસ લખી પણ શકી નથી. આજે કમિટીમાં જ્યારે ચર્ચા ચાલી ત્યારે મેં મારો બચાવ કર્યો. સહુ સખીઓની સહાનુભૂતિ મારી પ્રત્યે છે જ.. પણ મેં એ વાતનો ગેરલાભ ઉઠાવ્યો એવું મને પાછળથી મહેસુસ થયું. ને એથી જ સંયમના પાઠ રૂપ સંયમ વિશે લખવા બેઠી.

પોતાની તકલીફોને બાજુ પર રાખી સહુની સાથે તાલ મિલાવી શકીએ તો જ તકલીફ ઉપર સંયમથી જીત મેળવી શકાય. એ બોથપાઠ શીખી. જો કે એ માટેનો પ્રયત્ન ઘરમાં ને બહાર કરતી રહું છું તો યે નબળી પડું છું. એનો અર્થ સંયમિત રહેવું એ હજુ શીખવાનું રહ્યું.

એ જ રીતે ખુશીનો અતિરેક.. કર્યા વગર જો સંયમિત થઈ વિચારીએ તો એ ખુશી જ્યાં જરૂર છે ત્યાં વહેંચી શકીએ. 

આમ તો સંયમ વિશે મહાવીર.. બુદ્ધથી માંડી ગાંધીજીએ પણ કહું દાખલા સાથે સમજાવ્યું છે. પણ દરેક જીવ પોતાનાં અનુભવથી એ વધારે સારી રીતે સમજી શકે.

__________________________________

૩) આરતીસોની

શબ્દ સંખ્યા – 168

*સંયમ*

સંયમ રાખી શકે એ જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરી લે છે.. અને પોતાના જે તે ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિમાં વધારો થતો જાય છે.. સંયમ માણસની શક્તિમાં વધારો કરે છે.. મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિને પણ એ વ્યક્તિ પહોંચી વળવાને સક્ષમતા મેળવી શકે છે.. એ ક્યારેય નાસીપાસ નથી થતો..

સંયમ નથી રાખતા એ વ્યક્તિઓને સામાન્ય કરતાં પણ નીચલા સ્તરે જીવન વ્યતીત કરવું પડે છે.. અને સામાજીક અને આર્થિક સંકટોનો સામનો કરવાનો વખત આવે છે..

સંયમ હકારાત્મકતાને પોષણ આપે છે.. માનસિક રીતે જબરજસ્ત મજબૂત વ્યક્તિ બનીને ઉભરી આવે છે.. જેનામાં સંયમતા ભરી પડી હોય છે એ વ્યક્તિને સફળતા શોધતી આવે છે, સફળતા મેળવવા એને દોડવું નથી પડતું.. 

આપણાં બાળકોને પણ બોલવાથી લઈને એની માંગણીઓ પર સંયમતા કેળવવા પ્રયત્ન કરવો જોઈએ.. બાળકો માટે પોતાની માંગણીને દબાવવી સહેલી તો નથી જ, પરંતુ આગળ જતાં ભવિષ્યમાં એને ખૂબ ઉપયોગી સાબિત થાય છે.. એનામાં પોતાનામાં વ્યસની અને લાલસાનો સામનો કરવાની શક્તિ આપોઆપ આવી જાય છે.. 

માર્શમેલો થિયરી મુજબ જે વ્યક્તિ સંયમ નથી રાખી શકતો, તે જીવનમાં ક્યારેય આગળ નથી વધી નથી શકતો.. 

_______________________________

૪) એકતા નીરવ દોશી

 શીર્ષક: બેડી 

 શબ્દ સંખ્યા: 167

કોઈ સંયમને જીવન જીવવાની રીત કહે છે તો કોઈ દુનિયા જીતવાની ચાવી. કોઈ તેને પ્રભુ સમીપે જવાનો માર્ગ પણ ગણે છે તો કોઈ એને જાળવી જવાની જવાબદારી. પણ હું કહીશ : 

સંયમ એટલે પોતાની જાતે દોરવાની લક્ષમણ રેખા. ખુદની લાગણીની અભિવ્યક્તિ ઉપર કાબુ. પોતાના ઉપર ખુદે મુકવાના બંધન. 

તમને ગુસ્સો આવે તો પી જવો. દુઃખ લાગે તો હાસ્યમાં છુપાવી લેવું, કોઈના ઉપર હસવું આવે તો જાળવી જવું કે પછી રડવું આવે ત્યારે ખાળી નાખવું. હા, વળી પોતાના જીવનસાથી સિવાય પ્રેમ જતાવવામાં તો સંયમ ખાસ જરૂરી છે. જે માણસ સમય વર્તે સંયમ વર્તે તેને દુનિયા સમજદાર કહે છે. 

લોકો કહે છે, આજની પેઢી બહુ ઉછાંછળી છે. તેમને સંયમ જાળવતા આવડતું નથી. સંયમી લોકોની પૂજા થતી હોય તેવું બધે જોયું નથી.  સતત જળવાતો સંયમ ક્યારેક તમારા મનની બેડી બની જાય છે તો ક્યારેક તમારી તાકાત પણ ક્યારેક એ ગળાનો ફાંસો પણ બની જાય છે તો ક્યારેક અકળામણ પણ. 

અતિની ગતિ નહીં એ સંયમને પણ લાગું પડે છે. અતિ સંયમ તમને કાયર બનાવી દે છે.

__________________________________

૫) કિરણ પિયુષ શાહ

શીર્ષક-સુખ ને શાંતિની ગુરૂ ચાવી.

શબ્દ સંખ્યા- ૨૦૦

સંયમ એટલે માનવનો ઈન્દ્રિય પરનો અંકુશ. પાંચ ઈન્દ્રિય આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આના પર સંયમ. આ સિવાય વિચારનો સંયમ. કોઈ વિકાર મનમાં ન આવે કે અવિચારી વિચાર મન પર કબ્જો ન જામે તેનો સંયમ.

 જૈન ધર્મમાં સંયમને ખૂબ મહત્વ અપાયું છે. સ્વાદેન્દ્રિય, અને સ્પર્શેન્દ્રિય પર કાબુ કરવા તપ અને બ્રહ્મચર્યના ગુણ ગાયા. સઘળું છોડી સાધુ જીવનને પ્રાધાન્ય આપ્યું. જૈન ધર્મનો પાયો ત્યાગ અને સંયમ પર રચાયેલો છે. આ સંયમ અને ત્યાગ એકબીજાના પુરક ગણાય.

બીજા ઘર્મો પણ સંયમને મહત્વ આપી ઈશ્વરને પામવાનો રસ્તો બતાવે છે. 

આમપણ માનવી માટે સંયમ એ સારા જીવનની ગુરૂ ચાવી છે. ક્રોધ, નફરત, દ્રેષ જેવા ભાવો પર અંકુશ રાખવાથી જીવનમાં શાંતિ અને સુખ મળે. સ્વાદ પર અંકુશ રાખવાથી અનેક રોગોથી બચી શકાય. નિંદા ને કુંથલી ન સાંભળ્યે કે ન કરીએ એનાથી માનસિક શાંતિ જળવાય રહે. આ ઈન્દ્રિયોના સંયમની સાથે મનના વિચારો પર પણ સંયમ રાખી શકાય.

 અંકુશ અને સંયમમાં અંકુશ બીજાએ લાદેલ છે. ફરજીયાત પળાવવાની વાત છે. જેમકે અત્યારનું લોકડાઉન ઘરમાંથી રહેવું એ સરકારનો લાગું કરેલ અંકુશ છે. અનલોકડાઉનમાં મરજીથી કામ સિવાય બહાર ન નિકળવું એ સંયમ છે.

આ સંયમનું ઉદાહરણ ગાંધીજીના ત્રણ વાંદરા પુરું પાડે છે.

બૂરા ન દેખો.

બુરા ન સૂનો

બુરા ન દેખો.

આ સ્વયં સંયમમાં રહેવાની વાત.

આ સંયમ એટલે સાચે સુખ ને શાંતિની ગુરૂ ચાવી જ છે.

આ સંયમ કઈ બાબતમાં કઈ રીતે રાખવો એ દરેટ વ્યક્તિ માટે તેની પોતાની મરજીની વાત ગણાય.

_________________________________

૬) સ્વાતિ સુચક શાહ

શીર્ષક-અતિને ગતિ નહીં

શબ્દસંખ્યા-૧૨૩

સંયમ એટલે સન્+યમ.

નિયમોનું સરખાપણું, નિયમોની સમાનતા, એટલે કે એક સરખી રીતે નિયમો પાળવા.

કહેવાય છે કે અતિ કોઈ વસ્તુની સારી નથી. અને એટલે જ સંયમની મહત્તા ગવાઇ છે.

સંયમ એટલે મન પર કાબૂ, ઇન્દ્રિયો પર કાબૂ, ઈચ્છા ઉપર કાબુ. અહીં કાબૂ એટલે એવું નથી કે સાવ દમન કરી દેવું, પરંતુ એને પ્રમાણસર રાખવા, જેથી ક્યાંય અતિ ન થઈ જાય.

શારીરિક સંયમ, માનસિક સંયમ, આર્થિક સંયમ અને આધ્યાત્મિક સંયમ.. આના વગરનું જીવન કલ્પી જુઓ તો! આના વગર માણસ બેફામ થઈ જાય. અને સંયમ વગરના બેફામ માનવીને માનવ નહીં, પશુ કહેવાય.

   અજાણતાં જ આપણે ઘણી પ્રકારના સંયમનું પાલન કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે સમજપૂર્વક સંયમનું પાલન થાય છે, ત્યારે ઊર્ધ્વગતિ થાય છે. અને ઉર્ધ્વગતિ જ તો આપણને માનવ, માનવમાંથી મહામાનવ, અને મહામાનવમાંથી પરમતત્વ તરફ લઈ જાય છે, જે આપણું લક્ષ્ય હોય છે

_________________________________

_ ૭) તેજલ શાહ ” રેવા ” 

શીર્ષક : સંયમ એટલે ભીતરનું પરિવર્તન. 

શબ્દ સંખ્યા : ૧૬૪

સંયમ એટલે ભીતરનું પરિવર્તન. 

    સંયમના ઘણા અર્થ થાય છે. જેમકે ઇન્દ્રીયો પર નિયંત્રણ, મન પર કાબૂ મેળવવો, ભીતરનું પરિવર્તન અને હા  બ્રહ્મચર્ય એટલે સંયમ જ. 

      હું વાત કરીશ અહીં ભીતરનું પરિવર્તન. જીવનમાં સંયમનું ઘણું મહત્વ છે. સંયમનો ખરો અર્થ છે જાત પર નિયંત્રણ. સંયમનો અર્થ દમન એટલે કે જાત પર જુલ્મ કરવો એવો નથી. ઘણા લોકો મનની ઇચ્છાઓને દબાવી સંયમ રાખતા હોય છે. બળપૂર્વક મન મારીને ઉપવાસ, બાધાઓ રાખતા હોય છે એ સંયમ વધુ ટકતો નથી. માણસ બહારથી શાંત અને સંયમી દેખાતો હોય અને અંદરથી ક્રોધ અને ઈર્ષાથી સળગતો હોય એ શું કામનું. એના ભીતરમાં જે છે એ વહેલું મોડું બહાર આવશે જ. એક દાખલો આપું તો હાથમાં માળા હોય પણ મન બીજા બધાં શું કરે છે એમાં હોય આ છે બળપૂર્વક લગાડેલું મન એ શું કામનું ભીતરથી આપણી અંદર પરિવર્તન આવે એ સાચું સંયમ.

          સંયમ મનથી થાય અને મન ચંચલ સ્વભાવનું, અત્યંત દ્રઢ અને બળવાન હોય છે. એને વશમાં કરવું ખૂબ મુશ્કેલ છે.  કહેવાય છે ને કે જેણે મનને વશમાં કરી લીધું એણે જગ જીતી લીધું.

__________________________________

૮) કુસુમ કુંડારિયા,

૪ શીર્ષક: સંયમ,

૫ શબ્દ સંખ્યા:  252

     આપણા હિન્દુ ધર્મમાં અહિંસા અને સંયમનું અનેરું મહત્વ છે, સંયમ એટલે જાત પર સ્વેચ્છાએ અંકુશ રાખવો. ભીતરમાં પરિવર્તન થવું, પણ જો બળપૂર્વક સંયમ પાળવામાં આવે તો માત્ર દેખાવ પૂરતો રહી જાય છે. વૃતિઓને દબાવીને પાળેલો સંયમ દમન બની જાય છે અને ક્યારેક તે સ્ર્પીંગની જેમ ઉછળીને બહાર આવે છે. ઘણી વખત માણસના મગજમાં કામ અને ક્રોધ ભરેલાં હોય છે. પણ બહારથી સંયમ જાળવીને રહે છે. એ ક્યારેક ખતરનાક સાબિત થાય છે. ક્યારેક જ્વાળામુખી બનીને ફાટે છે અને વિનાશ નોતરે છે. સાચા સંત હોય એ યોગ અને તપશ્વર્યાથી વર્ષો પછી સંયમ રાખી શકે છે. બાકી સંયમ રાખવાનો ઉપદેશ દેનારા ઘણાં તક સાધુઓની અસલિયત સામે આવે છે. ત્યારે ખબર પડે છે કે સંયમ રાખીને જીવવું કેટલું કઠિન છે. સયંમ રાખવા માટે ભીતરમાં દબાયેલી વૃતિઓ પર કાબુ રાખતા શીખવું પડે છે. જે વ્યક્તિ પોતાની જાત પર વિજય મેળવી લે છે તે જીવનમાં સંયમ પાળી શકે છે. સંસારમાં રહીને ગૃહસ્થ જીવનમાં જો આપણે સંયમ રાખતા શીખી જઇએ તો સુખી થઇ શકીએ છીએ.

     આપણે જીવનમાં ઘણી જગ્યાએ સંયમ જાળવવો પડે છે. અને સંયમ જાળવીને ઘણી કપરી પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ. દરેક વ્યક્તિએ અમુક સમયે સંયમ રાખવો પડે છે. અને જે વ્યક્તિ સંયમ નથી રાખી શકતી એ ઘણીવાર નાની-નાની બાબતમાં ઝઘડો કરી બેસે છે. અને સમાજમાં અળખામણો થઇ જાય છે.

     હાલની પરિસ્થિતિમાં કોરોનાએ માણસોને ઘણી બધી બાબતોમાં સંયમ પાળતા કરી દીધા છે. જેમ કે બહારનો ચટાકેદાર પણ દુષિત ખોરાક ખાવો, કારણ વગર બહાર રઝડવું. મોડે સુધી જાગવું એ બધુ બંધ કરી દીધું છે. અને ચોખ્ખાઇ જળવવી અને પરિવાર સાથે રહેવું અને પ્રકૃતિને બચાવવી એવી સમજ પણ કેળવી છે.

__________________________________

 ૯) મીનળ. પંડ્યા.જૈન

શીર્ષક: સંયમ

શબ્દો: ૨૨૪

સંયમ એટલે સ્ત્રી જીવન.બીજું કશું મનમાં આવ્યું જ નહીં કેટલું સહજતાથી સ્ત્રી જીવન સાથે વણાઈ ગયું છે,આવું સહજ જીવન એટલે સંયમ.અતિરેકનો ત્યાગ અને લેશમાત્રમાં પણ સંતોષ એ સંયમ.

સંયમ એટલે સાધુ જીવન.સાધુ જ્યારે જગકલ્યાણ અર્થે નીકળે ત્યારે ઘણું ત્યાગ કરે છે એમ સ્ત્રી પણ જ્યારે પત્ની અને માતા બને ત્યારે ઘણું ત્યાગ કરે.આમ તો સ્ત્રી દરેક રૂપમાં ત્યાગ જ કરતી આવી છે પણ જ્યારે પત્ની અને માતા બને.એ સંયમની મિશાલ હોય છે.સંયમ એટલે સ્વેચ્છાએ સ્વીકારેલ સાત્વિક ,સાદું જીવન.

સંયમ એટલે કાબુ,તામસી વૃત્તિઓનો ત્યાગ.સંયમ એટલે જીવનની ગમતી ના ગમતી પરિસ્થિતીનો સહર્ષ સ્વીકાર..દુઃખદ લાગણીઓનો સહજ સ્વીકાર.

સંયમ એટલે ઈંદ્રિયો પર કાબુ.જૈન ધર્મમાં સંયમ એટલે દેહ દમન થકી વિકારોનું શમન.કોઈપણ જીવમાત્રને પ્રેમથી વશ કરાય અને સંયમથી સાધી શકાય.

જીવનની તૃષ્ણાઓ દુઃખોની ખાણ છે એ તૃષ્ણાઓને કાબુમાં રાખી ઘણાં દુઃખો નિવારી શકાય કે બચી શકાય છે.

સંયમ ત્યાગથી સબળ બને. સંયમ થકી મોટા ભાગના વિકાર જેવાં કે લોભ,લાલચ,મોહ,સત્તા,શોષણથી બચી શકાય છે.

કોરોનાકાળમાં કુદરતે આપણને સાવ સાહજિકતાથી શીખવાડી દીધું.તમે સંયમમાં નહિ રહો તો કુદરત વિફરશે તમારી તમામ તામસી,હિંસક વૃત્તિઓને પીંજરે પુરી શકે છે.કુદરત આગળ સાવ નિર્માલ્ય બની જતો માનવ વારંવાર સંયમ ભૂલી જાય છે અને પરિણામે માઠા ફળ ચાખે છે.દેખાદેખીનો જમાનો,બ્રાન્ડનો જમાનો સંયમ શબ્દ સમજતો જ નથી તો કુદરતે સરસ રીતે સમજાવી દીધું.

__________________________________

૧૦) હિમાલી મજમુદાર

શીર્ષક: પારદર્શક

શબ્દ સંખ્યા :૨૦૭

     જીવનમાં અનેક મૂલ્યોની અપેક્ષા  હોય છે.એમાનું ખૂબ મહત્વનું હોય તો તે છે ‘સંયમ’. સદીઓથી સમાજ વ્યવસ્થામાં તપસ્વી,ગુરૂ, જેવા પાત્રોને ખૂબ માનથી જોવાય છે.તેનું મુખ્ય કારણ સંયમના આવરણથી શોભતા એ વ્યક્તિ સમાજ માટે આદર્શ છે.જયારે પણ સંયમ તૂટ્યો છે ત્યારે મહાભારતનું સર્જન થાય છે.અને પરંપરા,સમાજ અને સંસ્કૃતિનો નાશ કરે છે.પરંતુ જ્યારે સંયમ સચવાય તેની મયૉદાનું પાલન થાય ત્યારે રામાયણ જેવા મહાકાવ્યનું સર્જન થાય.અને સદીઓ સુધી એ સંયમનો આદર કરનાર મહાન પાત્રો દેવતા થઇને પુજાય છે.સંયમ જ્યારે સ્વયંમ અપનાવ્યો હોય ત્યારે તેની શોભા અલૌકિક હોય છે.એ માટે કોઈ આડંબર નહીં પણ સ્વયંમ પ્રકાશિત હોય છે.તેની આભા જુદી જ તરી આવે છે.અને એ અનૂભૂતિ  હ્યયસ્થ થઇ ચિરંજીવ બની જાય છે.

       સંયમનો પરિવેશ શ્વેત અને ભગવો હોય છે.અને માટે જ તેમાં કોઇ દાગ ન લાગે કે તેની ગરિમા જાળવવા સમગ્ર જીવનને સમર્પિત કરવું પડે છે.એવાજ સંયમથી કૃષ્ણને સમર્પિત થઇ નરસિંહ -મીરાંની ભક્તિ. અને શ્રી રામને શબરી અને અહલ્યાની નિરંતર વાટડી. તે પરમ ભક્ત અને ભગવાન અમર થઇ ગયા કેમકે તેમનો હેતુ અને સેતુ સંયમનો હતો.તપ અને આચરણ દ્વારા સિદ્ધ થયેલ સંયમની મહેંક સદીઓ સુધી અકબંધ રહે છે.સંયમના પારદર્શક વહેણમાં  સ્નાન કરવાથી વ્યક્તિનો ઉઘાડ તેજોમય બની નીખરે છે.એજ એની આગવી ઓળખ છે.

__________________________________

૧૧) પ્રિયંકા.કે. સોની

શીર્ષક: સંયમ

શબ્દ સંખ્યા: ૨૨૦

     સંયમ માત્ર વૈવાહિક જીવનમાં જ રાખવો એટલા પૂરતી વાત નથી, વાણી અને વિચારનો પણ સંયમ રાખવો જોઈએ જેનાથી સ્વાસ્થ્ય પર તેની માઠી અસર પડે નહિ, જેમકે કોઈ આપણને બે કડવા શબ્દો કહી જાય અને આપણે કશું વિચાર્યા વગર સામે પ્રતિકારરૂપે વળતો જવાબ આપીએ એ પણ સયંમનો અભાવ જ કહેવાય. બને ત્યાર સુધી વિચાર,વાણી અને વર્તન દ્વારા સયંમ રાખીએ તો ક્રોધ નામના શત્રુથી પણ આપણે બચી જઈએ, સાથે સામે વાળાનું  હિત વિચારવાથી આપણામાં નકારાત્મકતાનો ભાવ પણ નહિ જન્મે અને હકારાત્મકતાનો ભાવ પણ આપણામાં કેળવાશે. જેનાથી આપણે નક્કી કરેલા આપણા પ્રગતિના પંથે આગળને આગળ વધતા રહીશું.

     ખરેખર બીજી દ્રષ્ટિ એ વિચારીએ તો સયંમ એ સંસારી જીવનના બદલે સાધુ જીવન જીવતા માણસો માટે બનેલો હોય તેવો શબ્દ લાગે. પણ દુનિયાના નાના મોટા દરેક જીવ માટે સયંમ એટલો જ જરૂરી હોય છે.  

     આપણે અત્યારે કોરોના મહામારીના કપરા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે, ઘરમાં રહીને સ્ત્રી તરીકે પરિવારની બધી જવાબદારી ઉપાડી લીધી છે, સાથે નાના બાળકોની માતા માટે તો આ સૌથી કપરો સમય છે, જેમાં બાળકોને ઘરમાં જ રાખીને તેમને ખુશ રાખવાના છે. પોતાના સ્વાસ્થ્યની સાથે બાળકોને પણ સાચવવાના છે, એટલે આવી બધી મુશ્કેલીઓથી કંટાળ્યા વગર સયંમ રાખીને આપણે આ સંસારરૂપી ગાડીને આગળ વધારવાની છે.

__________________________________

૧૨)જ્યોતિ પરમાર’જયુ’

શીર્ષક : સંયમ

શબ્દો : 316

સંયમ અને ધૈર્ય એક એવા હથિયાર છે જેનાથી તમે જીવનની કોઈ પણ જંગ જીતી શકો છો. જેની પાસે શ્રધ્ધા અને વિશ્વાસ છે એ સંયમને અંત સુધી જાળવી શકે છે. એક તપસ્વી પુરા સંયમ અને ધૈર્યથી વર્ષો સુધી તપ કરે છે કારણ કે એને શ્રધ્ધા અને પોતાની જાત પર વિશ્વાસ હોય છે કે એક દિવસ પ્રભુ દર્શન જરૂર આપશે. અને એક દિવસ પ્રભુ એની તપસ્યાથી પ્રસન્ન થઈને દર્શન આપે છે. આમ અહીં એની શ્રધ્ધા, વિશ્વાસ અને સંયમનો વિજય થાય છે.

સંયમ શીખવે છે કે જીવનની કોઈ પણ તકલીફ કે કપરી પરિસ્થિતિમાં હારવું નહીં, પણ સંયમથી  એ પરિસ્થિતિનો સામનો કરવો. જીવનમાં કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે હાર્યો નહીં હોય,  છેતરાયો નહીં હોય અથવા એકલો ના પડી ગયો હોય. દરેક વ્યક્તિના જીવનમાં આવી સમસ્યા આવતી હોય છે. આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય ને ના કરવાનું કરી બેસે. આવા નાજુક તબક્કે મનમાં ઉઠતી લાગણીઓ પર સંયમ રાખવો ખૂબ જરૂરી હોય છે. આપણે એ હાર અને એકલતાનો સ્વીકાર કરવો રહ્યો. બધા દરવાજા બંધ થઈ જાય એનો એ અર્થ નથી કે તમે આજીવન અંધકારમાં ગૂંગળાયા કરશો. ઈશ્વર પર શ્રદ્ધા રાખો. એ કોઈ એક દરવાજો ચોક્કસ ખોલશે, પણ એના માટે તમારે પોતાની જાત પર વિશ્વાસ રાખી પુરા સંયમથી એ દરવાજો ખુલવાની રાહ જોવી પડશે, થોડી વધારે રાહ જોવી પડશે. ત્યાં સુધી એ અંધકાર સામે સંયમ જાળવી ટકવું પડશે, લડવું પડશે. પોતાની જાત પરનો વિશ્વાસ અને સંયમ ગૂમાવ્યો તો તમે જીવનની જંગ હારી જશો.

‘ઉતાવળે આંબા ના પાકે’ 

એટલે પરિણામ મેળવવા સંયમ જાળવી રાખવો પડે.

એક ગામમાં પાણીની ખૂબ અછત રહેતી હતી. એ ગામના બે યુવાનોએ નક્કી કર્યું કે આપણે કૂવો ખોદીએ. નક્કી થયા મુજબ એ બન્ને કૂવો ખોદવા લાગ્યા. વીસ ફૂટ, ચાલીસ ફૂટ, સાહીઠ ફૂટ સુધી પાણી ના દેખાયું એટલે એ બેમાંથી એક હીંમત હારીને બહાર આવી ગયો. પણ બીજા યુવાનને વિસ્વાસ હતો કે પણી આવશે એટલે પુરા જોશથી એ કૂવો ખોદતો રહ્યો. સીત્તેર ફૂટ, નેવું ફૂટ, સો ફૂટ થયા ત્યારે પાણીના પરપોટા થવા લાગ્યા. એની હાંફતી છાતીમાં જીવ સળવળી ઉઠ્યો અને આંખમાં પાણી આવી ગયું.

આમ મહેનતને  સંયમમાં ઘોળ્યે તો  સો ટકા પરિણામ મેળવી શકીએ.

_________________________________

૧૩) પ્રફુલ્લા” પ્રસન્ના

શીર્ષક-સંયમ

શબ્દો– ૨૦૬

           સંયમ એટલે મનની ઈચ્છાઓ, લાગણીઓ અને મનસાઓનું સ્વયં નિયંત્રણ, આપણી પાંચેય ઈન્દ્રિયો પર કાબુ, અંકુશ.

          જેમ ઘોડાને લગામ,હાથીને અંકુશ,બળદને ધૂંસળી,વાહનને બ્રેક અને ખેતરને વાડ..એ સઘળાં સંયમના સારા ઉદાહરણ છે.ગાંધીજીના ત્રણ બાવલાવાળું સ્ટેચ્યુ પણ સંયમનું જ ઉદાહરણ છે.સાંભળેલું, જોયેલું અને બોલેલું બધું જ સાચું ના હોય.

       આંખો વ્યક્તિના અંતઃ કરણનું પ્રવેશદ્વાર છે.એ બહુ ચંચળ હોય છે.એની ઉપર સંયમ રાખીશું તો એ સારું જ જોશે.કાન બધું સાંભળે પણ એમાંથી શું ગ્રાહ્ય કરવું એ મન વિચારે.વાણી ઉપર પણ સંયમ અતિ જરૂરી છે.મન અડવીતરું છે એટલે   કાંઈ પણ વિચારે પણ મનમાં આવે એ બધું હોઠ પર ના આવે એટલો વિવેક વ્યક્તિએ જાતે જ જાળવવો પડે.કારણકે કહેવાય છે કે થુક્યું ગળાતું નથી.ભૂલમાં કોઈને દુઃખ લાગી જાય કે કોઈનું અપમાન થઈ જાય એવા શબ્દો બોલ્યા પછી પાછા ખેંચાતા નથી.

       એ જ રીતે આહાર અને સ્પર્શનો સંયમ હોવો જરૂરી છે. અવિવેકપૂર્વકનો સ્પર્શ વૃત્તિઓને ઉશ્કેરે છે અને ચરિત્રને ક્ષીણ કરે છે.

        આજે આડેધડ થતાં આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવાં કે ટી.વી., મોબાઈલ, ઈન્ટરનેટનો અસંયમી ઉપયોગ વ્યક્તિને ખૂબ નુકશાન પહોંચાડે છે.એ સાધનો વાપરવા માટે પણ વિવેક, બુદ્ધિનો ઉપયોગ જરૂરી છે.

         સંયમ નામનો દ્વારપાળ આપણી પાંચેય ઇન્દ્રિયોને બહેકતી અટકાવે છે.અસંયમથી વ્યક્તિત્વ ખરડાય છે.વ્યક્તિ લાચાર અને વિવેકહીન બની જાય છે. તે માનવ મટી અમાનવીય વર્તન કરે છે.સંયમ એક તપ છે જે માણસને શુદ્ધ રાખે છે.

__________________________________

૧૪) મનિષા શાહ 

શબ્દ સંખ્યા -૨૩૯

 ‘સંયમ’ એટલે પોતાની રીતે પોતાની જાતને નિયંત્રિત કરવું. પછી એ માનસિક, શારીરિક કે વૈચારિક રીતે પણ હોઈ શકે.આવેગો અને આવેશો પર નિયંત્રણ કરવું એટલે સંયમ. કહેવાય છે કે મનુષ્ય જીવનમાં સંયમ ખુબ જ જરૂરી છે. માનવી એક સામાજિક પ્રાણી છે. આપણે બધા એક સામાજિક ઢાંચામાં રહેતા હોઈએ છીએ. સમાજે આપેલા ઢાંચામાં રહેવા માટે આ સંયમ રૂપી ચાવી ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. 

જેમાં વાણી સંયમ, આચાર સંયમ, વિનય સંયમ અને આહાર સંયમ મુખ્ય છે. 

જૈન ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિ દિક્ષા ગ્રહણ કરે એટલે કે સંસાર ત્યાગ કરે ત્યારે સંયમ લીધું એમ કહેવાય છે. જેમાં ઉપર કહ્યા તે ઉપરાંત આહાર સંયમ પણ ખુબ જ મહત્વનું હોય છે. જેમાં શું ખાવું કે શું ન ખાવું એનું આખું રેખા ચિત્ર હોય છે. 

જેમ સાધુ જીવનમાં સંયમનુ મહત્વ છે, એવી જ રીતે સંસારી મનુષ્યને પણ સંયમના નિયમ હોય છે. 

સંયમ આપણને જીવનના વિવિધ તબક્કે માનસિક અને શારીરિક સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. 

સામાજિક સંબંધો બનાવવા અને જાળવા વાણી સંયમ ખુબ જ જરૂરી હોય છે. ક્યારે, ક્યાં, કેટલું બોલવું એ જો સમજ આવી જાય તો બીન જરૂરી ઘર્ષણથી બચી શકાય છે. 

એવી જ રીતે શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે આહાર સંયમ હોવો જરૂરી છે. આહાર સંયમ એટલે શું, ક્યારે, કેટલું, કેવું ખાવું ખુબ જ મહત્વનું છે. પોતાના શરીરની પ્રકૃતિ ધ્યાનમાં રાખીને ને લેવાતું ભોજન લાભદાયક હોય છે.ઘણી વખત એનાથી વિપરીત ભોજન આપણે લઈ છીએ એટલે હૈરાની થાય છે. જે લગભગ બધાને અનુભવ હશેજ. 

સંયમ આપણું માનસિક બળ તો વધારે જ છે સાથે સાથે એક સ્વચ્છ અને સુઘડ જીવન જીવવાની દિશા આપે છે.કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં સંયમિત મન ખુબ જ જરૂરી હોય છે. જેમકે હાલની આપણી પરિસ્થિતિ. જ્યારે કોરોના રૂપી આપદા આખા વિશ્વમાં કેર વર્તાવી રહી છે ત્યારે 

સંયમિત રહેવું અનિવાર્ય બની ગયું છે. અને આપણે તેવું કરીજ રહ્યા છીએ. 

સંયમ પૂર્વક જીવવું દરેકના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ.

__________________________________ 

૧૫) રેખા પટેલ

શબ્દ સંખ્યા- ૨૮૫

શીર્ષક-સુખ દુઃખનો સાથી સંયમ

સંયમના અનેક પ્રકારો છે, વાણી વર્તન અને રીતભાત પ્રથમ આવે છે. આ ત્રણેવ ઉપર પ્રભુત્વ મેળવનારને યોગી માની શકાય છે. ઇન્દ્રીઓને જીતનાર જિતેન્દ્રિય કહેવત છે આ પણ સંયમનો એક ઉત્તમ પ્રકાર છે.

આ બધું પુસ્તકીય જ્ઞાન લાગે છે પરંતુ આપણી રોજીંદી દિનચર્યામાં સહુથી જરૂરી સંયમ છે વાણીનું. જો આ ઉપર ધ્યાન આપવામાં આવે તો જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો સહેલાઈથી કરી શકાય,અથવાતો આવતી રોકી શકાય. 

જીવનનું ઝેર જીભથી શરુ થાય છે. કોઈને પણ મનદુઃખ કરવા સહુ પહેલા આપણી કડવી વાતો આવે છે. એક કહેવત છે” કાણીયાને કાણીઓ શું કામ કહેવો” આ પણ સંયમનો  ભાગ છે. કોઈને મનદુઃખ થાય તેવી વાતો કે કોઈની ખોડ, ખોટ કે અણગમતી વાતને તેના મ્હો ઉપર કહેવાનું ટાળવું જોઈએ. એનો અર્થ એ પણ નથી કે ખોટા વખાણ કરવા, પરંતુ ખોટને કહેતા પહેલા સામે વાળાની સ્થિતિ અને અવસ્ર્થા જરૂર વિચારવા જોઈએ.

આવતા ગુસ્સાને રોકવા માટે કે તેને બહાર ફેકવા માટે ઓછામાં ઓછા એક દિવસનો સમય આપવો જોઈએ. સો ટકા બીજા દિવસે તેની તીવ્રતા ઓછી થઇ જશે અને પછી કહેવાએલી વાત વધુ અસરકારક બનશે. ઝગડાને ટાળવા માટે વાણી સંયમ આનાથી વધારે કશુજ નથી.

બીજું છે વર્તનમાં સંયમ, કોઈને પણ પ્રેમ આપવામાં, વસ્તુ આપવામાં કે માંગવામાં આવેગમાં આવીને અઢળક આપી દઈએ છીએ, કે પછી કારણ વિના કોઈ સાથે અણછાજતું વર્તન કરી બેસીએ પછી પસ્તાવો થાય. તેના બદલે બને એટલી ઓછી અપેક્ષાઓ રાખવામાં આવે તો વર્તન ઉપરનો સંયમ જળવાઈ રહે છે.

આવુજ આપણી રોજીંદી રીતભાત અને જીવનચર્યા માટે કહી શકાય. જીવનમાં સુખ જરૂરી છે તેને પામવા અને માણવા માટે મનને ગમતું કરવાનું હોય છે. પરંતુ તેમાં સંયમ એટલે કે એક મર્યાદાની રેખા હોવી જરૂરી છે. નહીતર એ સુખનું બદનામી કે અતિરેકના વમળમાં ઘેરાઈને દુઃખમાં પરિવર્તન પામતા વાર નથી લાગતી.

ચુપ રહેવામાં શાણપણ છે પરંતુ એકની એક ભૂલ વારંવાર ચલાવી લેવામાં ગાંડપણ રહેલું છે. સંયમનું પણ આમ છે. સંયમ જરૂરી છે પરંતુ તેમાં માનસિક કે શારીરિક વિકાસ ના અટકે તે પણ જોવાનો રહે છે.

________________________________

૧૬) રીટા જાની

સંયમ…

સંયમ એટલે ઈન્દ્રિયોનો નિગ્રહ એવી શાબ્દિક વ્યાખ્યા કરી શકાય. એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો પરનો નિગ્રહ.

આપણા પ્રશ્નો ને આપણી સમસ્યાઓના મૂળમાં જોઈએ તો  સંયમનો અભાવ નજરે ચડે છે. નિગ્રહની વાત તો બાજુ પર રાખીએ, આપણે બધું ભેગું કરવું હોય છે.એ માટે દૃષ્ટિ ને અદૃશ્ય હાથ હંમેશા લંબાયેલા જ હોય છે. એમ કરતાં આપણે જીવનને પણ એક ગોડાઉન બનાવી દઈએ છીએ. વસ્તુઓ  મેળવવા માટે ફાંફાં મારીએ, એ ન મળે તો દુઃખી થઇએ, વધુ ભેગી કરીએ તો એના ચોકીદાર બની જઈએ છીએ. સંયમના અભાવે આપણી અંદરની ભૂખ એટલી પ્રબળ બને છે કે આપણને બધું જ ઊણું લાગે છે – 

ધન-દોલત,સાધન- સગવડ, સત્તા – મહત્તા.

આ માટે  સ્વતંત્રતા અને સ્વચ્છંદતા, જરૂરિયાત અને વૈભવ, સાદગી અને સ્વૈરવિહારનો ભેદ સમજાવો જરૂરી છે. ધન એ સાધન છે, પણ સર્વસ્વ નથી, ઐશ્વર્ય નથી. વાણીમાં સંયમ ન હોય તો  સંબંધો પર અસર થયા રહેતી નથી. જો જીભદયા દાખવી ને જીવદયા ભૂલી જઈએ તો સ્વાસ્થ્ય પર અસર થવાની જ ને? જો વિચારોમાં સંયમ નહિ હોય તો આપણા મનને એક વખાર બનતા વાર નહિ લાગે. જો ભોગવિલાસમાં સંયમ નહિ હોય તો સ્વત્વ અને સત્વ પણ ગુમાવ્યા જ સમજો. જો કુદરતી સંપત્તિનો સંયમહીન ઉપયોગ કરીશું તો કુદરતની લપડાક પડવાની જ છે. સંતાન મોહમાં આંધળા માબાપ બાળકોને ઉપભોક્તાવાદની દોડમાં ન જોતરી દે એ સંયમ છે.  સંયમ નથી ત્યાં સત્ય પણ ચૂપ રહે છે.

દરેક વ્યક્તિ માટે  સંયમની સમજ તેની અનિવાર્યતા છે. આ ક્યાંય બહારથી નહિ પણ પોતાની ભીતરના કોઈ ખૂણેથી જ મળે છે. સંયમ એ મજબૂરીથી નહિ પસંદગીથી કેળવવાનો ગુણ છે. જેમ કે સુધા મૂર્તિ 25 વર્ષથી સાડી ન ખરીદે એ એમનો સંયમ છે. જે વ્યક્તિ સંયમની આરાધના કરે છે તે સભરતાનો અનુભવ કરે છે,  સાચા આનંદથી છલકાય છે. સંયમ ફક્ત વિચારમાં નહિ, આચારમાં હોવો જોઈએ. ચાલો, આપણે બીજા શું કરે છે તેની ગડભાંજમાં પડ્યા વગર આપણો એક દીવો પ્રગટાવીએ.

__________________________________

૧૭) પૂજા(અલકા)કાનાણી.

શીર્ષક-“સંયમ”

શબ્દ સંખ્યા-322

   સંયમ એક સાધના છે. ઇન્દ્રિયરૂપી ઘોડાને સંયમ રૂપી લગામથી બાંધવો પડે.તો જ જીવન સારી રીતે ચાલે. સંયમને કેળવવા અનુભવના એરણ પર ચડવું પડે.

        સૌ પ્રથમ માણસે પોતાનાં મન પર સંયમ રાખતાં શિખવું પડે. મન ચંચળ છે. પ્રલોભનમાં આવી જાય છે. મન પર આપણો સ્વભાવ અને સ્વભાવમાં રહેલા ગુણ તેમજ દુર્ગુણ અસર કરે છે. દા. ત.કોઈ વ્યક્તિને ગુસ્સો અને તેનાં પર સંયમ ના રહેતો હોય તો,વિચારી લો કે ગુસ્સાનાં આવેગમાં માનવી કોને અને કેટલું નુકશાન પહોંચાડે છે. પોતાને અને પોતાની આસપાસ રહેલા લોકોને ને? પણ અહીં ગુસ્સા પર સંયમરૂપી લગામ ખેંચેલી હોય તો? એ રીતે મન પર આવતા ખોટા વિચારો જો,સંયમ ના રાખવામાં આવે તો મૃત્યુનું કારણ પણ બનતા હોય છે. બીજી એક વાત જો,જીભ પર સંયમ રાખવામાં ન આવે તો? જે મળે એ પેટમાં પધરાવતાં જઈએ તો? શરીર રોગનું ભોગ બને ને? સરવાળે નુકસાન કોને? વાણી પર સંયમ ના હોય ને જેમ ફાવે તેમ બોલ્યા કરીએ તો! તો આપણી આસપાસ રહેલા સબંધો પર અસર પડ્યા વગર રહે? આપણી બેબાક વાણીના લીધે દુશ્મનનું લશ્કર ઉભું થઈ જાય.

  આજકાલ માનવી કેટલાં વ્યસનોનો ભોગ બને છે. તમાકુ, સિગરેટ, ચરસ, ગાંજો દારૂ વિગેરે એ વ્યસનો તેને નુકસાન પહોંચાડ્યા વગર રહે? તેંની ખરાબ અસર શરીર પર પડે છે,પણ જો સંયમ રાખવામાં આવે તો? કેટલાં મોટા નુકશાનથી બચી શકાયને? બીજી એક વાત, ખૂબ  પૈસાદાર માણસ વગર વિચાર્યે પોતાનો પૈસો વાપર્યા કરે તો? રાજાનો ભંડાર પણ ખુટી જાય અને દેવું કરવાનો વખત આવે એના કરતા સંયમરૂપી લગામ ખેંચી રાખેલી હોય તો? 

    આમ આસપાસ નજર દોડાવીએ તો કેટલીય એવી વાતો તમને જોવા જાણવા મળશે કે,જ્યાં સંયમની લગામને કઈ રીતે કસવી એ આવડી જાય તો જીવન કેટલું સુંદર બની જાય. જપ,તપ,ધર્મ એવી તમને ગમતી વાતો દ્વારા  મનને સંયમિત રાખી શકો. ટાઇમટેબલ,કસરતો,પોષણક્ષમ આહાર વિગેરે દ્વારા શરીરને સંયમિત રાખી શકાય. મન અને શરીરને સંયમ દ્વારા કેળવી શકો તો જીવન જીવવું આસાન બની જાય અને જીવનમાં આવતી નાની મોટી સમસ્યાનો સામનો કરી શકાય.

_________________________________

૧૮) ઉર્વશી શાહ

વિષય: સંયમ

આપણાં જીવનમાં સંયમનું ખૂબ જ મહત્વ છે. આપણે ત્યાં કેહવત છે ને કે મને માકંડા જેવું છે. આખો દિવસ ભટક્યા જ કરે. મનને સંયમમાં રાખવું ખૂબ અઘરું છે. મનથી સંયમ રાખીને તો ધણાં બધાં પ્રશ્ન હલ થઇ શકે. આપણાં યોગવિદ્યા માં પણ સંયમનો ખૂબ મહિમા છે. ઇન્દ્રિયો પર સંયમ રાખવો ખૂબ મહત્વનું છે. સ્વાદ પર સંયમ,વાણી પર સંયમ, સાંભળવા પર સંયમ,વાસનાઓ  પર સંયમ ખૂબ જરૂરી છે. જીવનમાં મોટાભાગે આપણે સંયમ નથી રાખી શકતા. એનુ ગંભીર પરિણામો પણ ભોગવવા પડે છે. સંબંધો સાચવવા સંયમ ખૂબ જરૂરી છે. સંયમથી જો કામ લઈશું તો આપણે કોઈનું દિલ દુભાવવાની વાતથી બચી શકીશું. આપણા વર્તનથી કોઈને તકલીફ ન થવા દઈએ.

માનવીની પરખ સંયમથી થઈ શકે. મન,વચન અને કર્મથી એનું વ્યક્તિત્વ કેવું તે ખબર પડે છે. એનાથી લોકો તેને માન આપતાં થાય છે.

__________________________________

૧૯) અર્ચિતા દીપક પંડ્યા 

શબ્દો :૧૭૧

સંયમ, એક એવો ગુણ છે, જેનાથી તમારા વ્યક્તિત્વને નિખાર મળે છે. સંયમની હાજરીથી અનેકનું ભલું થાય છે,પણ સૂક્ષ્મ રીતે. દયાભાવ કે દાન જેટલું સંયમનું દેખીતી રીતે મહત્વ નથી હોતું. પણ ઘણી વાર સામેની વ્યક્તિ માટે સંયમ  અપ્રગટ રહે છે. કોઈના સંયમથી પોતાને તો ફાયદો થાય જ છે પણ અન્યને પણ ફાયદો થાય છે.

        સંયમ શરીર અને મન, બંનેથી પળાય છે. સંયમ સારાસાર શીખવે છે. આમ તો સંયમને સમજાવીએ, તો એવું પણ કહેવાય કે આપણી શક્તિનો ઉપયોગ કે કોઈ વસ્તુનો ઉપયોગ જ્યાં જેટલી જરૂર હોય, એ પ્રમાણે જ કરવો. નાહકના અતિરેકવાળા કોઈ પણ પ્રયોગ કોઈ ને કોઈ રીતે નુકસાનકર્તા છે. એમાં પછી ભોજન હોય, વર્તન હોય કે શોખ હોય.

         સંયમથી શરીર અને મન, બંનેની ઉન્નતિ થાય છે. અષ્ટાંગ યોગમાં પણ સંયમને યમ અને નિયમના પ્રકારો દ્વારા વર્ણવ્યો છે. વ્રત, જપ, ધ્યાન, કર્મકાંડ દરેક આધ્યાત્મિક કાર્યોમાં સંયમ અગત્યનો ભાગ ભજવે છે. આપણાં ઋષિમુનિઓએ પણ સંયમનાં ગુણગાન ગાયા છે.

          માનવીય જીજીવિષાથી ક્યારેય દૂર નથી રહી શકવાના. પણ છતાં સંયમ પૂર્વકનું જીવન અનેક શારીરિક અને માનસિક હાનિથી આપણને બચાવી શકે છે.

________________________________

૨૦) સરલા સુતરિયા

શીર્ષક – સંયમ

શબ્દ – ૫૨૮

સંયમ એટલે સ્વ પર સ્વનું નિયંત્રણ. ઈન્દ્રિયોના સ્વૈરવિહાર પર નિયંત્રણ.

સંયમ સત્ય તરફ દોરી જાય છે. સંયમથી જીવન આબાદ થાય છે. સંયમ એ મનુષ્ય જીવનની શોભા છે. સંયમ વગરનું જીવન બ્રેક વગરની ગાડી જેવું છે.

યોગમાં યમ નિયમ અને સંયમનું અદકેરું મહત્વ છે. યમ અને નિયમનું પાલન કરવાથી સંયમની ભાવના દ્રઢ થાય છે. જીવનના દરેક ક્ષેત્રે મન, વચન અને કર્મથી થતી ક્રિયાઓ અગર સંયમમાં રહે તો જ સન્માનને લાયક બને છે. 

અતિ સર્વત્ર વર્જયેત એ નિયમ મુજબ સંયમિત મન, સંયમિત આહાર, સંયમિત વિહાર, સંયમિત જ્ઞાન અને સંયમિત નિદ્રા, જીવનમાં આ પાંચ પાસાઓને જો અમલમા મૂકીએ તો જિંદગી ઉતમોત્તમ બની જાય છે.

આપણે તો ઋષિ-મુનીઓ અને સંતો મહંતોના પ્રતિનિધિઓ છીએ. એમના જીવન પર દ્રષ્ટિ કરીએ તો સંયમ નિયમના અદ્દ્ભૂત ઉદાહરણો મળી આવશે.  

સૌથી પહેલાં તો સ્વભાવ પર નિયંત્રણ હોવું જોઈએ. ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ. મન પર સંયમની લગામ હશે તો જ યોગ્ય અને સાચા નિર્ણયો લઈ શકાશે.

આહાર પર નિયંત્રણ હોવું જોઈએ. ટાઢું, વાસી, સમયના ભાન વિના લીધેલ ખોરાક અને હોટેલનું વારંવાર ખાવાથી પાચનતંત્ર બગડે છે, એટલે સ્વાદ પર નિયંત્રણ રાખવું બહુ જરુરી છે. સંતુલિત, તાજો રાંધેલ અને નિયમસર ખોરાક લેવાથી તંદુરસ્તી બરાબર રહેશે.  

માનસિક વિહાર એટલે કે માનસિક ગતિવિધિઓને સંયમમાં રાખવી. અત્યારે ઈન્ટરનેટના જમાનામાં ખૂબ વિશાળ ક્ષેત્ર આપણને સાંપડેલું છે. એમાં સારું, ખરાબ બધું સામેલ હોય છે. એમાંથી શું જોવું શું ન જોવું અને કેટલા સમય માટે એનો ઉપયોગ કરવો એ બાબત પર સ્વ નિયંત્રણ હોવું જોઈએ. ખાસ તો બોલાતા શબ્દો અને મનોભાવો પર નિયંત્રણ હોવું જોઈએ. 

જ્ઞાનને પણ સંયમની લગામ જરુરી છે. જ્ઞાનનું અભિમાન કે દેખાડો એની ગરિમાને લાંછન લગાડે છે. જ્ઞાનની નિઃસ્વાર્થ ભાવે વહેંચણી કરતા રહેવી જોઈએ. મહાભારતમાં ગીતાજ્ઞાન આપતી વખતે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને પોતાના મોહ પર સંયમ રાખવાની શીખ આપીને માનવજાતને એક એવી વિચારધારા ભેટ આપી છે કે, એને અનુસરવાથી જીવનમાં સુખ શાંતિ ને સ્નેહનો કર્તવ્ય બોધ મેળવી શકાય છે. 

સંયમિત નિદ્રા- આજકાલ મોડે સુધી જાગવું અને સવારે મોડેથી ઊઠવું એ સમૃદ્ધ ઘરોમાં જાણે કે ફેશન થઈ પડી છે. નિદ્રા ઉપર પણ સંયમ હોવો જોઈએ. સમયસર, પ્રમાણસર અને ગાઢ નિદ્રા શરીરને સ્ફુર્તિમંત રાખે છે. કુંભકર્ણની જેમ સતત ઊંઘ એ રોગની નિશાની છે. કે પછી સતત મોડી રાત સુધીના ઉજાગરા શરીરની ગતિવિધીમાં અવરોધ પેદા કરે છે. સવારે વહેલા ઊઠી રાતે વહેલા સૂઈ જવું એ માનસિક દ્રઢતાનો પરિચય આપે છે. કારણ કે, આજકાલ લગભગ લોકો મોડાં જ સૂએ છે.

કોઈપણ બાબતમાં સતત સંયમ જાળવવો એ અઘરું છે પણ અશક્ય નથી. એના માટે સતત જાગૃત રહેવું પડે છે. આપણા ધર્મગ્રંથોનો અભ્યાસ, મહાપુરુષોની જીવનકથાઓ વગેરેના વાંચનથી સાત્વિકતા આવે છે ને કુવિચારો પર લગામ કસેલી રહે છે.

ઈન્દ્રિયો પરના સંયમથી અર્જુને માછલીની આંખ વીંધી હતી. મન પરના સંયમથી શ્રી રામે શીવ ધનુષની પ્રત્યંચા ચડાવી હતી. વૃતિઓ પરના સંયમથી દધીચિ ઋષિએ પરોપકારાર્થે સ્વયં દેહ ત્યાગી દીધો હતો. રાગ પરના અદભૂત સંયમથી ભિષ્મ પિતામહે રાજ્ય તો ત્યાગ્યું જ હતું પણ આજીવન લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લઈ ભિષ્મ કહેવાયા હતા. 

આમ છતાં એક વાત તો છે જ કે, જ્યાં ક્રોધ કરવો જરુરી હોય ત્યાં સંયમ જાળવીને મૌન રહેવું એ અન્યાય છે. જેમ કે, કૌરવોની ધૃતસભામાં ભિષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને સ્વયં ધૃતરાષ્ટ્ર પાંડવોને થઈ રહેલા અન્યાય પ્રત્યે મૌન રહ્યા અને અંતે કુરુક્ષેત્રના યુદ્ધમાં સર્વાંગી વિનાશ નોતર્યો. 

ભગવાન શ્રીકૃષ્ણનો સંયમ નમૂનારૂપ છે. શીશુપાલની સો ગાળો સહન કર્યા પછી જ એમણે સુદર્શન ચક્ર ઉઠાવ્યું હતું. એટલે સંયમ રાખવામાં પણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.

__________________________________

૨૧) જાગૃતિ રામાનુજ

શીર્ષક: સંયમ 

શબ્દો સંખ્યા: ૨૫૨

સંયમ એટલે શું?

સવાલ બહુ અઘરો તો છે જ, સાથે સમજ પણ માંગી લે તેવો છે.માનવ સ્વભાવમાં આ ત્રણ અક્ષર બહુ મહત્વ રાખે છે.જો કે બહુ ઓછા લોકો આ શબ્દોનો અર્થ સમજી શક્યા છે. અને એનાથી પણ ઓછા લોકો આ શબ્દ ના અર્થ પર પોતાની સંયમ શકિતઓને સમજી શક્યા છે.

   સંયમ એટલે મન પરની લગામને કસી ને પકડવી. હ્રદય પરની લાગણીઓને કાબૂમાં રાખવી ને,અંતર આતમના અવાજને બારીકાઈથી સાંભળવો.

    માણસ ઘણી બધી વાતોમાં આ સંયમ જાળવી રાખે છે પણ એ ક્યાં સુધી?

અમુક સમય સુધી ક્યારેક પરીક્ષાઓ આવે છે. ત્યારે, આત્મવિશ્વાસના અભાવને લીધે આ સંયમ ક્યાક ખોવાય જાય છે. ને, પછી એ તૂટી જાય છે. ને, માણસ પણ ધીમે ધીમે તૂટતો જાય.

   આ માટે સહુથી સારો રસ્તો છે જીવનમાં સરળતા અપનાવવી.ઈર્ષા,અદેખાઈ ને વેરઝેર જેવા શબ્દોને અંદરથી જળમુળથી કાઢી નાખવા જોઈએ સાથે પ્રેમના રસ્તે ચાલવું જોઈએ.

    ઈશ્વર છે ત્યાં પ્રેમ છે. અને પ્રેમ છે ત્યાં જ ઈશ્વર છે. એટલે મનના વિચારો પર જેટલો કાબૂ કરી શકીએ એટલો કરવો કેમ કે મન મરકટ જેવું છે.મન પર વિજય મેળવવો અઘરો છે.

     વધારે મન પર નજર કરવાની છે. મનની આંખોને સ્થિર કરવાની છે.હ્રદયની વાતો સાંભળવી પણ જરૂરી હોય છે.

   મારી નજરે સંયમ એટલે એક તપ જે વર્ષો સુધી કરવું પડે છે.એ બધાથી શક્ય પણ નથી થતું કેમ કે ઈશ્વરની આરાધના કરો કે આ કરો બન્ને અઘરું છે.આત્મવિશ્વાસ અને શ્રદ્ધા હોય તો આ શક્ય બને છે.અને બીજી ઈશ્વરી કૃપા હોય તો આ સંયમ રાખી શકીએ.કોશિષ કરતું રહેવું પડે હંમેશ.

_________________________________

૨૨) આરતી રાજપોપટ

શીર્ષક: સંયમ

સંયમ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો સંયમ એટલે કોઈ પણ વસ્તુ પરનો કાબુ.. ‘કન્ટ્રોલ’

મનુષ્ય બાળક રૂપે જન્મ લે ત્યારે એને જાત પર કશો જ કાબુ હોતો નથી. પછી થોડું જ મોટું થતા એની ભૂખ, ઊંઘ, મળમૂત્ર ત્યાગ જેવી ક્રિયાઓ પર કાબુ મેળવતા શીખે છે. અને જેમ જેમ મોટો થતો જાય એમ આનો દાયરો વધતો જાય છે. જેમાં સામાન્યતઃ વાણી, વર્તન, વહેવાર, બોલચાલ, તેમજ કૌટુંબિક, સામાજિક માળખા અનુસાર એની સંયમિતા ઘડાય છે. સંયમના પાયામાં ધીરજ, સમજણ, સમર્પિતતા, ફરજ, નીતિમત્તા, આદર્શ જેવી ભાવનાઓ આધારભૂત હોય છે. 

તમે કોઈ કામ પાર પાડવાની ઘણા સમયથી કોશિશ કરતા હો પણ સફળતા ન મળતી હોય ત્યારે તમે ધીરજ ખોઈ બેસો છો. ત્યારે ત્યાં તમને કામ આવે છે તમારો સંયમ. જો તમે ત્યારે ધીરજની સાથે સંયમ પણ ખોઈ બેસો તો નકારાત્મકતા ની ઊંડી ખાઈ તરફ ધકેલાવ છો જેનું પરિણામ આત્મહત્યા સુધી આવી શકે છે. 

માનો કે કોઈ પાસે તમારે પૈસા લેવાના નીકળતા હોય ખૂબ પ્રયત્ન છતાં એ કામ નથી થતું અને તમે ધીરજ ગુમાવો છો ત્યારે સંયમ સાથે જો વાત કરી કામ ન કઢાવો તો વાત ગાળાગાળી, મારામારી કે ખુન ખરાબા સુધી પહોંચી શકે. આ છે સંયમ.

પણ આતો થઈ સંયમની ખૂબ સામાન્ય વ્યાખ્યા જે બીજા સાથેના વ્યવહારમાં આપણે જાળવીએ છીએ.

એ પછી આવે આપણી જાત માટે પ્રયત્ન કરવો. આપણા ગમાં, અણગમા, નકામી જરૂરિયાત મન, વચન પર કાબુ કરવો. 

ઘણીવાર આપણે કોઈ વસ્તુ છોડવા, કંઈ મેળવવા કોઈ માનતા કે બાધા આખડી રાખીએ એ પણ સંયમ જ છે. પણ ત્યાં જરૂરિયાતને આધીન આપણે એને સહેલાઈથી છોડી શકતા નથી એથી એનું એ રીતે દમન કરીએ છીએ. 

પણ, એ ભાવના  દમનથી શમન સુધી પહોંચાડી શકીએ ત્યારે એ કન્ટ્રોલ થી એબ્સીનેન્સ સુધી પહોંચે છે. એટલે કે કાબુ કરવાથી લઈ નિગ્રહ સુધી, સાદગી થી સાધુતા તરફ જઈ સમાધિ સુધીના ઉત્થાનની, ઉધર્વ ગમનની ગતિ પામે છે. જેમાં નિદ્રા, ભૂખ  સહિત બાહ્ય અને આંતરિક દરેક ઇન્દ્રિયો પર સંયમ વિજય અપાવે છે. 

__________________________________

૨૩) જિજ્ઞાસા ઓઝા 

શીર્ષક: સંયમ 

શબ્દ : આશરે ૨૫૦

એક વ્યક્તિને પોલીસ હાથકડી પહેરાવી જેલમાં લઈ જતી હતી.  ત્યાં એની મા રડતી રડતી એની પાસે આવી. મા અેના દીકરાને મળી શકે એટલે પોલીસવડાએ હાથનો ઈશારો કરી રોકવા માટે આદેશ આપ્યો.  મા દીકરાને ભેટવા જતી હતી. એવામાં દીકરાએ રાડ પાડી માને આગળ વધતી અટકાવી અને મા સામે જોઈ હા…. ક થૂ કરીને થૂક્યો. માએ રડતા રડતા થૂકવાનું કારણ પૂછ્યું. દીકરાએ કહ્યું કે  એ જ્યારે નાનો હતો ને નાનીમોટી ચોરી કરતો ત્યારે મને સંયમ અને શીલ વિશે તેં સમજાવ્યું હોત તો આજે આ સમય મારે જોવો પડ્યો ન હોત. 

સંયમ એટલે સંકલ્પ,  યોગ અને મમતનું સરખે ભાગે કરેલું સંમિશ્રણ!

સંયમ એ એક ગુણ છે એને ઈચ્છીએ ત્યારે  ધારણ કરી શકાતો નથી. એની આદત જીવનમાં વણી લેવી પડે. બળવાન ઇચ્છાશક્તિ અને ઈન્દ્રિયો ઉપરનો કાબૂ હોય તો જ સંયમને આત્મસાત કરી શકાય.  આજે લોકો કોઈ જ બંધનમાં રહેવા માંગતા નથી. મોટાભાગના આને દ્રષ્ટની વિશાળતા કહેશે પણ હું તો એને સંયમનો અભાવ કહીશ. જો તમે એક શાલીન, સુદ્રઢ અને સુયોજીત સમાજ ઈચ્છો છો તો તમારા સંતાનોમાં સંયમનો ગુણ સૌથી પહેલો રોપો.  કારણ, સંયમથી વિચાર, વર્તન અને વાણી ઉપર કાબૂ આવે છે. બાળકમાં આ ગુણનું સિંચન કરવા બાળકને પરિણામ વિશે શીખવો. બાળકની ઉંમરને ધ્યાનમાં રાખતા તમે તેને સંયમ રાખવાના ફાયદા જણાવી શકો. તેમ જ, સંયમ ન રાખવાથી થતા નુકસાન વિશે પણ જણાવી શકો. દાખલા તરીકે, પોતાની સાથે થયેલા વર્તનથી બાળક ગુસ્સે હોય ત્યારે, તેને શાંત થવા આવા સવાલો પર વિચાર કરવા મદદ કરો: ‘શું બદલો લેવાથી ફાયદો થશે કે નુકસાન? શું એ પરિસ્થિતિને હાથ ધરવાની બીજી કોઈ સારી રીત છે?

બાળકને ઉત્તેજન આપો. બાળક સંયમ બતાવે ત્યારે, તેને શાબાશી આપો. તેને જણાવો કે, હંમેશાં પોતાની ઇચ્છાઓને દબાવી દેવી સહેલી નથી. પરંતુ, એમ કરવું ઘણી હિંમત માંગી લે છે. બાળકને એ શીખવો કે બાળકને એ શીખવવાનો છે કે, વગર વિચાર્યે પગલાં ભરવા કરતાં સંયમ રાખવો વધારે સારું છે. જો બાળક સમજણું થાય્ય ત્યારથી એને સંયમના પાઠ શીખવવામાં આવે તો એનું જીવન સુગંધાય  જશે. હા, આ એક લાંબી અને ધીમી પ્રક્રિયા છે પરંતુ પ્રયાસ કરવાથી સફળતા મળશે જ. જે બાળક સંયમ રાખી શકશે, તે ૧૨ વર્ષનો થશે ત્યારે ડ્રગ્સ લેવાની અને ૧૪ વર્ષનો થશે ત્યારે સેક્સ કરવાની લાલચનો સારી રીતે સામનો કરી શકશે અને એક ઉત્તમ નાગરિક સાબિત થશે. 

યઃ સંયમેષુ સહિતઃ આરંભપરિગ્રહેષુ વિરતઃ અપિ.

સઃ ભવતિ વંદનીયઃ સસુરાસુરમાનુષે લોકે।

__________________________________

૨૪) ભગવતી પંચમતીયા. ‘રોશની’

શબ્દ સંખ્યા : ૪૩૧

સંયમ શબ્દ બોલવો અને લખવો બંને ખૂબ સરળ છે. મુશ્કેલ તો છે તેનું પાલન કરવું. સૌ પ્રથમ તો આપણે સંયમ શબ્દનો અર્થ સમજીએ. સંયમ એટલે કાબૂ. સંયમ અલગ અલગ પ્રકારનો હોય શકે. જેમ કે વાણી પર, વર્તન પર, ગુસ્સા પર. હવે સંયમને જરા વિસ્તૃત અર્થમાં સમજીએ.

સંયમ એટલે કાબૂ તે આપણે આગળ જોયું. હવે એ વિચારીએ કે કાબૂ ક્યાં અને શા માટે રાખવો? સૌથી પહેલાં તો માણસે પોતાની વાણી પર કાબૂ રાખવો જોઈએ. જગતમાં વાણી જેટલું કાતિલ કોઈ શસ્ત્ર નથી. તલવારનાં ઘા રૂઝાય જાય પણ વાણીનાં ન રૂઝાય. તેનું ઉદાહરણ છે: મહાભારતનું યુદ્ધ. ભલે બીજાં પરિબળો પણ તેમાં સામેલ હતાં જ. પરંતુ, દ્રૌપદીનાં કટુ વેણને કારણે આ યુદ્ધ થયું અને તેનું પરિણામ કેટલું ભયંકર આવ્યું તે આપણે સૌ જાણીએ જ છીએ. માટે વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. તેથી જ તો કહ્યું છે ને કે જેટલું હૈયે હોય તેટલું હોઠે લાવીએ તો આ દુનિયા જીવવા જેવી ન રહે.

વાણીની જેમ આપણા વર્તન પર પણ સંયમ હોવો જરૂરી છે. માનવી સામજિક પ્રાણી છે. સમાજે કેટલાંક સામાન્ય નિયમો બનાવ્યાં છે તેનું આપણે અવશ્ય પાલન કરવું જોઈએ. આપણા ગુસ્સા પર, ખુશી પર આપણો કંટ્રોલ હોવો જોઈએ નહીં કે આપણા ચંચળ મનનો! સંયમ એટલે આપણી જાત પર આપણો અંકુશ. આપણા મનને શિસ્તનું પાલન કરાવવું એટલે સંયમ. આપણી ઈચ્છાઓને અને વિચારોને નિરંકુશ વિહરવા દેવાને બદલે તેનાં પર નિયંત્રણ રાખવું તે સંયમ.

સંયમ એટલે નિયંત્રણ ખરું પણ એક હદમાં. એ હદ વટાવવી એટલે દમન કરવું, દબાવી દેવું. સંયમનો મતલબ દમન એવો કરવાની જરા સરખી પણ ભૂલ ન કરવી. કારણ કે જેટલું નિરંકુશપણું નુકસાનકારક છે તેટલું જ નુકસાન દમન પણ કરે જ છે. કેટલાંક લોકો બળપૂર્વક મનને કાબૂમાં કરવા માટે પોતાની વૃતિઓને દબાવી દે છે. એટલે બહારથી તે સંયમી લાગે પણ અંદર કશું જ પરિવર્તન ન થયું હોય. તેમની ભીતર વૃતિઓનો જ્વાળામુખી ધધકતો હોય અને તેનાં પર સંયમનું ઢાંકણ લગાવી દીધું હોય. એ ઢાંકણ જયારે ભીતરનાં દબાણથી ખૂલી જાય ત્યારે ધગધગતો લાવા જ વહે! અને તે વ્યક્તિની સાથે સાથે આસપાસનાં લોકોને પણ દઝાડી દે! માટે વૃતિઓનું દમન કરી સંયમી હોવાનો દેખાવ ક્યારેય ન કરવો. કારણ કે દમન ક્યારેય સાચી રીતે સંયમ ન લાવી શકે. ભયથી સંયમનો દેખાવ જરૂર ઉત્પન્ન થઈ શકે પણ તે માત્ર દેખાવ જ હોય, દંભ હોય. આપણે લોકોની સાથે સાથે આપણી જાતને પણ છેતરતાં હોઈએ. 

તો પ્રશ્ન એ છે કે સંયમ રાખવો શી રીતે? સંયમ રાખવા માટે મનમાં વાળેલી ગાંઠો ખોલી નાંખવી તે ઉત્તમ ઉપાય છે. મર્કટ સમા આ મનને સમજાવીને કામ લેવું તે સરળ રસ્તો છે. મનમાં કોઈ પણ વસ્તુ ભરીને જીવવું તે યોગ્ય નથી. મનમાં ઉઠતાં સવાલોનું યોગ્ય નિરાકરણ કરીને જ સંયમી બની શકાય. ભીતરમાં પરિવર્તન લાવી ને જ સંયમિત જીવન જીવી શકાય. 

આમ, સંયમ એટલે સ્વયં શિસ્ત એમ આપણે કહી શકીએ.

________________________________________________

અમેરિકા શાખા

૧) નિશા વિક્રમ શાહ

શીર્ષક-સંયમ

શબ્દ સંખ્યા- ૧૬૦ શબ્દ

સંયમ એટલે સાદી ભાષા માં આપણી ઇંદ્રિયો ઉપરનું આપણું નિયંત્રણ. આપણા સમગ્ર લાગણીતંત્ર  ઉપરનું આપણું નિયંત્રણ. પ્રત્યેક વ્યક્તિ એ જીવન માં કદમ કદમ પર સંયમ નું ધ્યાન રાખવાનું હોય છે. જ્યાં વાણી, વર્તન, વ્યવહાર માં સંયમ નું ધ્યાન ન રખાય તો એની ખૂબ મોટી કિંમત વ્યક્તિ એ પોતે તો ખરી જ પણ કુટુંબ, સમાજ કે ક્યારેક રાષ્ટ્ર એ પણ ચૂકવવી પડે છે.

    આપણી મહાભારત કથા માં જો દ્રૌપદી એ” આંધળા ના છોકરા આંધળા” એવું દુર્યોધન ને ન કહ્યું હોત તો સમગ્ર ભારતવર્ષ મહાભારત યુદ્ધ ના વિનાશ થી બચી જાત.

એક વાણી ના અસંયમે કેટલો વિનાશ વેર્યો તે આપણે સૌ જાણીએ છીએ.

    વર્ષા ઋતુ હોય, દાળવડા ની લારી પાસેથી પસાર થતા લીલા મરચાં, ગોટા ની સોડમ નાક માં જતાં ઊભા રહી જઈએ અને જો સંયમ ચૂકી એક ડિશ ને બદલે બે કે ત્રણ ડિશ ઝાપટી નાખીએ તો ઘરે જતાં સુધી માં તો પેટ બરાબર જવાબ આપી દે.

સવાદેન્દ્રિય ઉપર પણ સંયમ તો હોવો જ ઘટે ને?

     બહેનો! આપણે તો જૂની – નવી પેઢી ના સેતુ બરાબર છીએ – સાચું કહેજો – પરણીને સાસરિયે અનુકૂળ થઈ ને રેહવા માટે કેટલી વાર આ ” સંયમ” શબ્દ ને શરણે ગયા હતા? માત્ર સંયમ ની તાકાતે જ મૌન ગ્રહી એમાંથી હેમખેમ બહાર આવ્યા.આજની નવી પેઢી ની જેમ – તડફડ કરી જીવ્યા હોત તો આજે ક્યાં હોત? – ખબર નથી.અત્યારે ચારેય તરફ જોઈએ છીએ, સંયમ ના અભાવે લગ્નવ્યસ્થા તૂટી રહી છે અને સમાજ મૂક બનીને તમાશો જોઈ રહ્યો છે.

તો શું લાગે છે?

    માણસજાત જો સાચા અર્થ માં આ નાનકડા શબ્દ “સંયમ” ને જીવન માં સ્થાન નહિ આપે તો સમાજ ને પતન તરફ ધસી જતા જરા પણ વાર નહિ લાગે.

     માટે જીવન માં સંયમ ની અતિ અગત્યતા છે.

_________________________________

૨) પ્રવિણા કડકિઆ

શબ્દ -૧૪૫

શીર્ષક- સંયમ સ્વ પર

સંયમ એ ત્રણ અક્ષરનો બનેલો શબ્દ છે. તેને કાનો કે માત્રા કોઈની જરૂર નથી માત્ર અનુસ્વાર દ્વારા પોતાની અભિવ્યક્તિ કરે છે, જે સરળ છે પણ આચરણમાં મૂકવો એટલો જ કઠિન છે. સંયમ શબ્દ સાંભળીને સહુ પ્રથમ આપણા દિમાગમાં ઈંદ્રિયોનો વિચાર ઝબકી જાય. હા એ અતિ આવશ્યક છે.

સંયમ માત્ર જિહ્વા પૂરતો સિમિત નથી. જીવનમાં હરપળે તેની આવશ્યકતા જણાય છે. સંયમ સમદૃષ્ટિ કેળવવામાં સહાય રૂપ છે. સંયમ પૂર્વક વર્તનાર વ્યક્તિ આદર અને સન્માનને પાત્ર છે. પછી ભલે તેના પર લક્ષ્મીની કૃપા ન હોય કે ઢગલાબંધ વિશ્વ વિદ્યાલયમૉ ઉપાધિ ન હોય !

વાણી, વર્તન, વિચાર અને આચરણ સંયમના ચતુષ્કોણના ચાર ખૂણા છે. તેના માટે સજાગ રહેવું આવશ્યક છે. સ્થળ, સમય અને સંજોગને અનુરૂપ વર્તન અનિવાર્ય છે. ૨૧મી સદીમાં કદાચ આ શબ્દ મંગળના ગ્રહ પરનો લાગશે. કિંતુ આજની પ્રજા જે પોતાના વિચારોનું અને અભિપ્રાયોના પ્રદર્શનમાં સંયમ ગુમાવે છે તેનું ભાન અવશ્ય થશે.

સંયમ શબ્દ જેટલો સરળ લાગે છે તે આચરવો એટલો જ કઠિન છે. ભલભલાની, સંયમની પાળ ક્યારે ટૂટી જઈ બેફામ બને છે તેનો ખ્યાલ પણ રહેતો નથી. વ્યક્તિ ભલેને ગમે તેટલી મહાન હોય, ધનિક હોય કે પછી સામાન્ય હોય, જીવનમાં સફળ થવાની ચાવી છે, ‘સંયમ” !

વાણી પરનો સંયમ એટલે મૌનનું પાલન. જીહ્વા પરનો સંયમ એટલે વ્યાજબી ભોજન. ચક્ષુ પર સંયમ એટલે શું નિહાળવું શું નહી તેનો વિવેક. કર્ણ પટનો સંયમ એટલે ખોટી વાતો સાંભળવાનો પરિગ્રહ.

ઘણિવાર તે સમજતાં ખૂબ મોડું ન થાય તે જાણવું આવશ્યક છે. જીવન વન મઘમઘતું રાખવા કાજે સંયમનું સિંચન અગત્યનું છે.

__________________________________

૩) રેખા શુક્લ

શીર્ષક-સંયમ

શબ્દ સંખ્યા- ૧૫૦ 

અહેસાસ થયો છે… સમજણ આવી છે.. કારણ જ્યારથી કોરોના ફેલાયું છે જગતમાં માણસ માણસ માંગે સંયમ. અપેક્ષા મોટી નથી અંતર રાખવાની આદત પાડવાની. માસ્ક પહેરવાનું જ પહેલાની જેમ છીંક ઉધરસ ખવાય નહીં. લોકો તમને ટોકશે રોકશે, ના ગમે તો ઘરમાં પૂરશે.  પ્રકૄતિ રોષ છે, ડોક્ટરનો ઓર્ડર છે. સમાજ ને ઘરના સભ્યોની અપેક્ષા છે. સંયમ વગર આદત પડશે નહીં. સાચું કહું તો શક્ય બને પણ નહીં જુઓને નાનું બાળક પણ હવે સમજે છે, અનુભવે છે કે, કોરોના વાયરસ એટલે શું.? સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એ માટે પણ સંયમ જોઈએ. દૂરથી નમસ્તે કહેતા આપણે આપણી જ પ્રથાને સંસ્કૄતિ પામી ગયાં. ભારતની પારંગત સભ્ય સંસ્કૄતિથી આજે આખું વિશ્વ ભલે ડધાઈ ગયું હોય પણ સંયમ શીખવે છે યોગ. ડાયટિંગ વખતે પણ બોલ્યું કે માત્ર કહેવાથી નહીં સંયમી બનવાથી ઓછા ભોજનથી અને કસરત કરવાથી વજન ઉતરશે. આમ સંયમતા શીખવે નિયમિતતા, સ્વરછતા, શિસ્તતા જુઓ શીખવે સભ્યતા ને એકબીજાના પૂરક અંતે લાવે શાંતિ સુખ અને સંપૂર્ણતા.

__________________________________

૪) સપના વિજાપુરા 

મેં ઘણા બધા લેખ સંયમ વિષે વાંચ્યા. વાણી, વર્તન અને અને વ્યવહારમાં સંયમ જાળવવાની વાત લગભગ દરેક લેખમાં દર્શાવામાં આવી છે.

જીભ પર સંયમ, ગુસ્સા પર સંયમ, લાગણી પર સંયમ. પણ આ સંયમ ક્યાં સુધી? કેટલો સંયમ? શું તમારા રોજ અપમાન થતા હોય તો પણ જીભ પર સંયમ રાખવો? તમારા પર થતા અત્યાચારને કોઈ ને કહેવા નહીં ? શું અત્યાચાર સહન કરવા એ ગુનો નથી? ગુસ્સા પર સંયમ! હવે ગુસ્સો કરવાનો હક શું ફક્ત એક પક્ષને જ છે? બીજા પક્ષને ગુસ્સો નથી આવતો? અને જો સત્ય વાત પર જીભ ખોલવી પડે કે ગુસ્સો આવે તો એ તો ખૂબ સાહજિક વાત છે. એવા સમયે ચૂપ રહેવું એ ગુનો છે. કોઈનું ખૂન થતા જુઓ અને પોલીસ માં જઈને વિટનેસ બનો તો સત્યનો સાથ આપ્યો ગણાશે, તે સમયે લાગણી પર સંયમ રાખી તમારી સલામતી જુઓ તો પછી એ સંયમ એક ગુનો ગણાશે.

સંયમ એટલે આપણી ઇંન્દ્રિયો પર આપણો કંટ્રોલ.  રોજિંદા જીવનમાં સંયમ સાચવવો ખૂબ જરૂરી છે.પતિપત્ની, ભાઈબહેન, માબાપ, મિત્રો  બધા સાથે વાણી, વર્તન અને વ્યવહારમાં સંયમ રાખી જગ જીતી શકીએ છીએ. ખાસ કરીને જીભ દ્વારા આપણે ઘણા લોકોને દુઃખી કરી દેતા હોઈએ છીએ. જીભ પર સંયમ એટલે અડધી દુનિયા જીતી લીધી કહેવાય. પણ તેમ છતાં જ્યા બોલવા જેવું લાગે ત્યાં બોલવું પણ જરૂરી છે સંયમ ને જાળવવો જોઈએ એ બરાબર છે પણ ચૂપચાપ અબળા નારી થઇ બધા જુલ્મ મૂંગે મોઢે સહન કરવા એ પણ ગુનો છે. જુલ્મ કરનાર અને જુલ્મ સેહનાર બંને સરખા ગુનેગાર છે.

______________________________________________

વડોદરા શાખા

૧) અંજના ગાંધી “મૌનુ”

શીર્ષક- સંયમ

શબ્દ સંખ્યા- લગભગ ૨૨૯

સંયમનો સીધો અને સૌથી જાણીતો માર્ગ “ઈન્દ્રિયો પર કાબુ” એ આપણને સમજાવવામાં આવ્યું છે. સાચું છે પણ એકલો વાસના માટે જ સંયમ શબ્દનો અર્થ કરવો મારા ખ્યાલ મુજબ સાચું નથી. ઘણો વિશાળ અર્થ થાય છે સંયમનો… એ મારે મતે એ કે કોઈ પણ વ્યક્તિ આપણને કાંઈપણ બે ખરાબ શબ્દો સંભળાવી જાય પણ પછી આપણું મન હંમેશા એ જ વિચારોમાં રહે કે” મને પણ જ્યારે મોકો મળશે ત્યારે હું પણ એને બરાબર સંભળાવી દઈશ.” મારા વિચારે આવો વિચાર ન કરતાં આપણે એ વાતને ત્યાં જ ભૂલી બોલનાર વ્યક્તિને માફ કરીએ, એ જ ખરો સંયમ છે! 

     મન પર કાબુ મેળવી શકાય મારા મતે તો એજ શ્રેષ્ઠ સંયમ છે. પતિ જ્યારે પત્નીને કોઈની સામે ઉતારી પાડે, ત્યારે આપણે વિચારીએ કે” હું પણ કોઈવાર સામે કહી દઈશ.” સહન કરી લો.. એમ નથી કહેવું મારું.. પણ જ્યારે પતિ સાથે સહજ વાતો થતી હોય ત્યારે આપણે સમજાવીને કહી શકીએ છીએ! આ મારો વિચાર છે! આનું નામ સંયમ. 

નાની નાની ઘણી ઘટનાઓ જીવનમાં રોજ ઘટે છે અને આપણે સ્થિરતા ગુમાવીએ છીએ, પણ ત્યારે જો સંયમથી કામ લઈએ તો આપણું જીવન ઘણું જ સરળ અને આનંદિત બની રહે છે. થોડું ઘણું જિંદગીમાં ઝૂકી જવું એ કંઈ ખોટું નથી. કોઈક વાર, રોજ નહીં! સાસુએ પણ એક વાત ધ્યાનમાં રાખવી કે વહુને ચાર જણ વચ્ચે ઉતારી પાડતાં કોઈવાર આપણું (સાસુનું) પણ માન ભંગ થવાની શક્યતા રહે છે. તો સંયમ રાખીને વર્તન કરવું એજ મહત્ત્વનું છે.. એજ મારે કહેવું છે! 

    અસ્તુ!

———————————————————

૨) વિભાવરી ઉદય લેલે.

શીર્ષક:-“સંયમ”

શબ્દ સંખ્યા:- ૩૦૯

સંયમ જાળવીને ‘સંયમ’ વિષય પર લખવું એટલે પોતાને જ ચકાસવા સમાન હોય એવું લાગે છે. શું છે આ સંયમ? કેમ જાળવવો જોઈએ? નહીં જાળવીએ તો? લખવા બેસતાં આ પ્રશ્નોને મનમાં ઢંઢોળી લીધાં જેથી લખતાં કલમને અટકવાની બાધ ના આવે.

અમુર્ત મનનો આવિષ્કાર પ્રત્યેક વ્યક્તિ કે મનુષ્યને પ્રાપ્ત થવો એટલે જ ઈશ્વર પ્રાપ્તિ એમ કહી શકાય. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં નીતિ-અનીતિની ઓળખ કરી આપી છે.પ્રત્યેક મનુષ્ય કે વ્યક્તિમાં જે ભાવનાઓ ઉત્પન્ન થાય છે એ ભાવનાઓ પર નિયંત્રણ કેવી રીતે રાખવું એ શ્રીકૃષ્ણ ભગવાને સમજ આપી છે. ડગલે ને પગલે સતત વહેતી ભાવનાઓમાં સારી અને ખરાબ ભાવનાઓ જ્યારે પ્રગટ થાય, તો એમને ઓળખીને ખરાબ પ્રવૃત્તિ પર નિયંત્રણ મેળવીને આપણાં હાથથી સત્કાર્યો કરીને આત્મિક આનંદ મેળવવાનો પ્રયત્ન કરતાં આપણે સફળ થઈશું તો આપણે પોતાની જાત પર સંયમ જાળવ્યો કે પોતાની જાતને સંયમમાં રાખવા આપણે સફળ થયાં છીએ એમ કહી શકાય. જ્યારે આ સંયમ કેળવવામાં આપણે વિજય પ્રાપ્ત કરીશું ને તો સાક્ષાત ભગવાન પણ આપણી સાથે જ રહેશે, કારણ સંયમ કેળવવાથી આત્મિક આનંદ મળે છે. આ આત્મિક આનંદ મેળવવો એટલે જ પ્રભુ પ્રાપ્તિ.

સામાન્ય ભાષામાં આપણે કહેતાં હોઈએ છીએ કે કોઈપણ વાત હદની અંદર જ શોભે.આ હદ એજ સંયમ. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ સંયમનું અપ્રતિમ ઉદાહરણ છે.

પોતાની ઈચ્છાઓને સારી કે ખરાબ છે કે નહીં એ વિચાર્યા વગર પોતાનાં દિલ, દિમાગ-મસ્તિષ્ક કે મન પર હાવી થવા દેવું એટલે પોતાનામાંના “રાવણ”ને જાગૃત કરવા સમાન છે. સંપૂર્ણ આયુષ્ય દરેક બાબતે ખાતાં- પીતાં પણ સંયમી હોઈએ તો જ આપણે સારા લાગીએ, ઊંઘ પણ ખપ પૂરતી લઈએ તો જ પ્રગતિ મળે. આમ દરેક વાત સંયમથી શોભાયમાન છે.પોતાનામાં રહેતાં રાવણને ક્યારેય જાગૃત નહીં થવા દેવાનો તેનું ધ્યાન આપણે સતત સંયમી બનીને રાખીશું તો અને તો જ આપણાં એ અમુર્ત રુપને ઓળખીને પોતાનાં જન્મ અને જીવનને સાર્થક પુરવાર કરીશું, તો જ પરમાત્માનો શાશ્વત પ્રેમ મેળવી શકીશું. આપણાં પુરાણોમાં સંયમી સ્ત્રીઓનાં અનેક ઉદાહરણ છે જેમકે સતી સીતા, ભારતીય ઇતિહાસમાં રાણી પદ્મિની, સતી કન્નગી, સતી જસમા ઓડણ, અહલ્યાબાઈ હોળકર… વગેરે! 

————————————————-

૩) રેખા પટેલ “સખી

શીર્ષક : સંયમ

શબ્દ સંખ્યા : ૮૦૦

 સંયમ જિંદગીમાં ખૂબ જરૂરી છે. જો સંયમ ન હોય તો માનવીનું જીવન પશુ જેવું થઈ જાય છે. બેલગામ જીવનને કારણે પશુથી પણ બદતર જીવન જીવે છે અને સમાજ માટે ઉપાધી કરે છે. સમાજ તેને લાયક ગણતો નથી. ભગવાને માનવને ર્હદય અને મગજ બે સંવેદનશીલ આપ્યાં છે તો તેનો ઉપયોગ કરીને પોતાનું જીવન સંયમી બનાવવું જોઈએ.

         હું સંયમ કરું છું એ કહેવાનો વિષય નથી તેને જીવનમાં ઉતારી અપનાવવાનો વિષય છે. મોઢેથી સહુ કોઈ કહે પણ જીવનમાં સંયમ પાળી બતાવે એ ખરું છે. મન, વચન અને વાણી એ સંયમને જાળવવામાં ઘણો ભાગ ભજવે છે. ક્રોધ પણ સંયમ ભંગનું કારણ બને છે. કહેવાય છે કે “ખૂશ હો તો કોઈને વચન ન આપો અને ગુસ્સે હો તો કોઈ નિર્ણય ન લો.” આ એક જ બાબત એવી છે જે તમને સંયમ રાખવામાં ઘણી મદદ કરે છે.

          ઘણાં ભ્રહ્મચર્ય અને ઈંન્દ્રિયસંયમની વાત કરે છે. એ બરાબર નથી. મનથી કે આંખથી સંયમનું પાલન એમાં થતું નથી. કેટલાય એવા ધૂતારા પોતાની જાતને સાધુ ગણાવે છે અને લોકોએ ભેટ ધરેલાં પૈસાથી વૈભવી મહેલ જેવા મકાનમાં રહી સંયમનો ઉપદેશ ખાલી શિષ્યો માટે રહેવા દઈ એવો પાપાચાર કરે છે કે લખતાં આપણી વેદના હલી જાય પણ એવા લોકોને કંઈ અસર થતી નથી. ઉપર સુધીની ઓળખાણ અને છટકબારી મેળવી સમાજ માટે ભયજનક બને છે. એ આશ્રમમાં કોઈ મહિલા કે ખીલતી કળી જેવી બાળકી સલામત રહેતી નથી. પેપરમાં જગજાહેર થઈ આપણી સંસ્કૃતિના ધજીયા ઉડાવે છે. એ લોકો માટે તો બોલવાનું જૂદુ ને આચરવાનું જૂદુ એમ બેધારી તલવાર જેવું જીવીને સમાજને બગાડે છે.

         જ્યારે આંખથી, મનથી અને વાણીથી અસંયમિત બની જવાય છે તો તેમાંથી બચી શકાતું નથી. આંખોને નિર્મળ રાખો. કુદરતને નિહાળો. કરૂણા રાખો તો તમે આંખથી જરૂર સંયમ રાખી શકશો. સંયમની પાળ તૂટી જાય એવું કશું જુઓ નહીં અને જોવાય જાય તો તેને મન પર હાવી થવા ન દેશો. આંખોને મનની બારી બનાવો. જો મનની બારી ઉઘડે તો ખરાબ વિચારો નહીં આવે.

ચહેરો આપણાં સંયમનું દર્પણ છે. મૃદુ, કરુણ, કઠોર, લજ્જા વગેરે ભાવો દ્વારા તમે તમારા ચહેરાને સંયમનાં દાયરામાં મૂકી શકો છો. અંદરનો ક્રોધ તમે તમારી આંખો અને ચહેરા દ્વારા વ્યક્ત કરી શકો છો. તેને તમે છૂપાવો તો પણ તમારી ખરાબ છબી ઉભી થાય છે. સંયમ એ મનનું દર્પણ છે.

             જીવ આમ તો અલિપ્ત છે પણ સાથે સાથે આપણી દરેક ક્રિયાઓ સાથે જોડાયેલો છે. જે સુખદુઃખ થાય છે તેની અસર આપણાં શરીર પર પડે છે. કોઈ સારા કાર્યથી આપણે ખૂશ થઈએ તો જીવને પણ આનંદ થાય છે. ખરાબ કાર્યથી દુઃખ થાય તો જીવ પણ દુઃખી થાય છે. મન આમાં ઘણો ભાગ ભજવે છે. તર્કવિતર્કો વિચારોને દિલ સાથે આપ-લે કરવી પડે છે તેમાં સંયમ જળવાતો નથી અને માનવ દુઃખી થાય છે.

વાણી શબ્દોની ભાષા છે. એકવાર મુખમાંથી નીકળી જાય પછી પાછી લઈ શકાતી નથી. શબ્દોનાં બાણ અંદર સુધી ઘાયલ કરી જાય છે. ભલે તમે તપ કરીને, સંયમ રાખીને પૂણ્યનું પોટલું બાંધ્યું હોય તો પણ વાણી દ્વારા તેનો નાશ થઈ શકે છે. વાણીનો સંયમ કરવો બહુ અઘરો છે. શું બોલવું, નબોલવું, કેવીરીતે બોલવું એ વાણી વ્યકત કરે છે. “શબ્દોના બાણ કરે ઘાયલ દિલને”. સામસામે બન્ને વચ્ચે સંયમ તૂટી જાય તો અર્થનો અનર્થ થઈ જાય છે પછી સમાજમાં મોઢું પણ દેખાડવાને લાયક રહેતાં નથી એવું તેમનું પતન નિશ્ચિત હોય છે. તેમાંથી ઉગરી શકાતું નથી.

વચન, વરદાન ખૂશ થઈને પાળવા માટે અપાય છે પણ તેનો ઘણો મોટો દૂર ઉપયોગ થાય છે ત્યારે ઘોર લાલસા ઉભી થાય છે અને માનવીને સ્વાર્થી બનાવી દે છે. પુરાણોમાં દાનવો દેવોની ઉપાસના કરતાં. મનગમતું વરદાન મેળવતાં પછી તેનો ઉપયોગ દેવો પર કરતાં. લાલચ ખૂબ ખરાબ વસ્તુ છે. એ મેળવવા માટે પોતાનો સંયમ ગુમાવી બેસે છે. સારા નરસાનું ભાન રહેતું નથી પછી અર્થહીન અને દિશાહીન થઈ ભાવાટવીમાં આમતેમ રખડે છે. તેની મુક્તિ નથી. પાપનો ઘડો જ્યારે ભરાય જાય તો તેનાં પરિણામો તેને ખૂદને ભોગવવાં પડે છે. કોઈ પણ પ્રકારે આપણે આપણી વૃત્તિઓને સંયમમાં રાખવી. જીવન એવું જીવવું કે ભગવાન પણ ફરિયાદ ન કરી શકે. ર્હદયમાં રહેલાં ભગવાનનો આનંદ એ જ આપણો આનંદ છે. અહીંથી કશું લઈ જવાનાં નથી. આપણું મન આપણી સાથે આવશે. એટલે જ મનને પણ આચારથી શુધ્ધ બનાવીએ તો સંયમની સાચી વ્યાખ્યા સમજાશે.

————————————————-

૪) વિશાખા પોટા.  

શીર્ષક: સંયમ.

શબ્દ સંખ્યા: ૧૮૮

સંયમને જો સીધીસાદી ભાષામાં કહેવુ હોય તો એક જાતની લગામ કહી શકાય. આપણે જાણીએ છીયે કે જ્યારે પશુ બેલગામ થઈ જાય ત્યારે એને કાબૂમાં રાખવો પડે છે.

એવી રીતે આપણે સંયમ કયાં કયાં હોવો જોઈએ એ જોઇએ. 

૧..વિચા૨..૨..વાણી..૩..વર્તન..૧..આપણે હંમેશા કહેતાં હોઇએ કે વિચારો સારા કરો. બધાં અનિષ્ઠનું  મૂળ આપણાં વિચારો જ છે. હંમેશા સકારાત્મક વિચારસરણી રાખવી. વગર વિચારેલું દશરથે વચન આપ્યું ને આપણને રામાયણ મળ્યુ.  

૨..વાણી..વાણી ઊપર હંમેશા સંયમ રાખવો જોઈએ. આપણી પાસે તો પુરાણોના દાખલા છે. દ્રૌપદીનો વાણી ઉપરનો સંયમ તૂટ્યો ને મહાભારતનું યુધ્ધ થયું..

૩…વર્તન. 

આપણું વર્તન પણ વિનમ્ર હોવું જોઈએ. આછકલાઈ અને ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરવું એ મર્યાદા તોડી  કહેવાય. 

જીવનમાં સંયમ ખૂબજ અગત્યનો છે. કયાં અટકવું એ સમજણ હોવી જોઈએ. તન અને મન બંનેને સંયમમાં રાખવા જરુરી  છે. યોગ્ય આહાર અને વ્યાયામથી તન સંયમમાં રહે છે. મન માટે કહેવાય છે કે “મન હી દેવતા મન હી ઈશ્વર મન સે બડા ન કોઈ.”

આજના સંદર્ભમાં કહું તો ઇન્દ્રિયો ઉપર સંયમ રુપી લોક રાખશો તો ડાઉન થવાનો વારો નહી આવે. mask મોઢાં ઉપરની સાથે વાણી ઉપર પણ રાખવો જરૂરી છે. જો સંયમ રાખતાં આવડી જાય તો જીવનમાં હર પગલે જીત છે. જીવનમાં સમતોલ રહેવું જરૂરી છે.

————————————————–

૫) મીના વ્યાસ 

વિષય : સંયમ

શબ્દ સંખ્યા : ૩૦૦ 

  સંસ્કૃત શબ્દ છે સમ્યક . સમ્યક એટલે માપસરનું . નહીં વધારે નહીં ઓછું. સંયમ શબ્દનો અર્થ એટલો ગહન છે કે જો આ એક જ શબ્દનું જીવનમાં આચરણ કરીએ તો ચારે વેદ, ઉપનિષદ અને ગીતાનું જ્ઞાન પચાવ્યાં બરાબર છે. જેણે સંયમ શબ્દ ખરા અર્થમાં જીવનમાં ઉતાર્યો છે, એણે જીવન જીવવાની જડીબુટ્ટી હાથવગી કરી લીધી છે એમ કહેવું પડે. સંયમનો સીધો જ અર્થ છે માફકસર ,એક હદમાં ,જે વિવેકબુધ્ધિ પ્રગટ કરે છે.

       મનુષ્ય આ એક જ શબ્દ પર જીવન તરી જાય છે એમ કહું તો જરાય ખોટું નથી. કારણ કે જે સંયમમાં જીવે છે તે લયમાં જીવે છે. માનનીય ગુણવંત શાહ સંયમથી લયનો મહિમા ખૂબ સુંદર રીતે સમજાવે છે. કહે છે કુદરતી તત્વોને જ જોઈ લો, બધા સંયમમાં છે. જેમ કે પવન,વરસાદ,ધરતી નદી,સમુદ્ર ……

              જ્યારે કઈ પણ ઓછું કે વધારે હોય કે થાય ત્યારે સંયમ તૂટે છે. અને જ્યાં સંયમ તૂટે છે ત્યાં વિનાશ સર્જાય છે. આવું જ મનુષ્ય જીવનનું છે. લાગણી,પ્રેમ,ગુસ્સો,નફરત,સુખ,દુખ,એષણા ,સંબંધ કઈ પણ લઈ લો. જ્યારે સંયમ તૂટે છે ત્યારે લે તૂટે છે અને ત્યારથી જ અવસાદના કારણ સર્જાય છે.” અતિ સર્વત્ર વર્જ્યેત્ “ . 

     મનના ઘોડાને સતત સંયમની જરૂર પડે છે. સહેજ કાબૂ બહાર જશે તો ઈચ્છાઓ હણહણે છે.અશ્વ લગામ વગર બેકાબૂ બને છે તેમ ઇંદ્રિયો બેફામ બને છે. માટે જ ગીતામાં શ્રી કૃષ્ણે ઈન્દ્રીયો પર સંયમ રાખવાનું કહ્યું છે.જેણે સંયમ કેળવ્યો  છે તે જ કાચબાની જેમ સ્થિતપ્રજ્ઞ રહી શકે છે. માટે જ જે સંયમ માં જીવે છે તે લયમાં જીવે છે. અસ્તુ.

_________________________________

૬) સ્મિતા શાહ 

વિષય : સંયમ 

શબ્દ સંખ્યા : 450

મનુ દ્વારા માનવ સમાજનું જયારે નિર્માણ થયું ત્યારે સમૂહ કે સમાજમાં કેવી રીતે જીવવું એના માટે કેટલાક માર્ગદર્શક નિયમો બનાવવામાં આવ્યા જેનાથી સુસંકૃત માનવ અને આદિમાનવ વચ્ચેનો  તફાવત સમજાય . 

સમાજમાં રહેતા દરેક વ્યક્તિનું અમુક પ્રકારનું જ વર્તન યોગ્ય ગણાયું . એને  માનવ ધર્મ ગણાયો અને એની રક્ષા માટે 

માટે પાપ – પુણ્યની ધારણા કરવામાં આવી . આ સંરચનામાં યમ, નિયમ, જપ, તપ, અને ધર્મની સાથે સંયમનું સહુથી વધારે મહત્વ છે . સંયમ એટલે  વૃત્તિઓ ને પોતાના કાબુમાં રાખવી. ઉપવાસ પણ સંયમનું એક ઉદાહરણ છે. ઇચ્છાઓની સામે મનોબળને મક્કમ રાખવા માટે વારંવાર આવતા વ્રત, ઉપવાસનું આયોજન થયેલું છે . 

જેવી રીતે કિનારા તોડતી નદી, સીમા લાંઘતો સાગર સ્તુત્ય નથી , રૌદ્ર પ્રકૃતિ, અસંતુલિત પૃથ્વી સ્વીકૃત નથી એવી જ રીતે સંયમ હીન માનવ સ્વીકાર્ય નથી કારણકે અસંયમિત, અમાનવીય વર્તન સમાજની વ્યવસ્થાનું હનન કરે છે .

એનાં કેટલાક ઉદાહરણો આપણી સમક્ષ છે .

કંસ, રાવણ, શૂર્પણખા, મંથરા, કૈકેયી, દુર્યોધન, દુશાશન, શકુની, ધૃતરાષ્ટ્ર , ઋષિમુનિઓ અને એવા તો કેટલા બધાં  લોકો , જે પોતાનાં અસંયમિત વર્તન માટે અપયશ પામ્યા .

અસંયમિત અને અસંસ્કૃતોને આપણે  અસુર કે દાનવ તરીકે જાણીએ છીએ .પુરાણોના ઉલ્લેખ પ્રમાણે એ  લોકો દેવોને કનડતા અને ઋષિઓના યજ્ઞમાં ભંગ પાડતા . માણસોને નુકસાન પહોંચાડતા . એમના વિનાશ માટે દેવ  દાનવના યુદ્ધ અને અવતારોની વાત અજાણી નથી . ત્યારે પણ અને અત્યારે પણ સામાજિક મૂલ્યોને ભૂલી અસંયમિત વર્તન કરવા વાળો વ્યક્તિ દંડને પાત્ર હોય છે . 

જેવી રીતે સ્ત્રી મર્યાદામાં શોભનીય હોય એમ પુરુષ પણ મર્યાદામાં જ પ્રસંશનીય હોય છે . ‘લક્ષમણરેખા’ એનું સચોટ ઉદાહરણ ગણી શકાય . 

સાધુ સ્વરૂપે આવતો દરેક વ્યક્તિ ખરેખર સાધુ જ હોય એ જરૂરી નથી. દરેકે , ખાસ કરીને સ્ત્રીઓએ ધર્મનું પાલન પણ કૌટુંબિક સીમારેખામાં રહીને જ કરવું જોઈએ . સાધુવેશમાં સ્ત્રીઓ, બાળકો, અને ભલાભોળા લોકોનું આર્થિક, માનસિક, શારીરિક શોષણ કરનારા કેટલાયે લોકો બહિષ્કૃત થયા છે, કાયદાકિય સજાને પાત્ર થયા છે .

દરેક સંબંધની આગવી મર્યાદા સામાજિક ધોરણે નક્કી જ છે .

પિતા પુત્ર , પુત્રી , ભાઈ ,બહેન ,માતા, સંતાનો, પતિ , પત્ની, વડિલો  મિત્રો ,પાડોશીઓ, ધંધાર્થીઓ , વગેરે દરેકને પોતપોતાની સીમારેખામાં રહીને જ વર્તવાનું હોય છે . 

એનું એક જવલંત ઉદાહરણ ‘મહાભારત’ છે . મિત્ર, ગુરૂ જનો , ભાઈઓ, ભાઈની પત્ની , વડીલો તરફનો અસંયમ યુદ્ધ અને કૌટુંબિક સર્વનાશ તરફ દોરી ગયો .

કોઈ પણ સમાજમાં નિયમનું ઉલ્લંઘન દંડને પાત્ર ગણાય છે . કાયદો, કૉર્ટ, પોલીસ, જેલોનું નિર્માણ એટલે જ થયું છે જેનાં લીધે મનુષ્ય સામાજિક કાયદા તોડતા રોકાય .

એવી રીતે પ્રકૃતિનાં પણ પોતાના નિયંત્રણના નિયમો હોય છે. સૂર્ય , ચંદ્ર ,હવા ,પાણી ,દિવસ, રાત, ઋતુચક્ર, નક્ષત્રોની ચાલ વગેરે બધું જ . 

એટલેજ આપણી પૃથ્વી સુંદર છે. રહેવા જીવવા લાયક છે . 

એમ જ આપણો સમાજ નિયંત્રિત છે, ત્યાં સુધી સુંદર છે . નિયમ, સંયમ અને નિયંત્રણ વગર સુંદરતા, સાયુજ્ય અને સંવાદિતા શક્ય નથી . એટલેજ સંયમ મહત્વ પૂર્ણ છે .ભગવદ્દ ગીતામાં શ્રી  કૃષ્ણ કહે છે : 

यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन।

कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते।।3.7।।

 ।।3.7।। हे अर्जुन! जो मनुष्य मनसे इन्द्रियोंपर नियन्त्रण करके आसक्तिरहित होकर (निष्काम भावसे) समस्त इन्द्रियोंके द्वारा कर्मयोगका आचरण करता है, वही श्रेष्ठ है। 

——————————————————

૭) ઝંખના વછરાજાની

શીર્ષક-સંયમ

શબ્દ-૧૭૭ લગભગ

વિશ્વ માનવ આપણે તો, મુક્ત, આધુનિક માનવ થઈ રહેવું ગમતું કર્યું છે. આ ગમતુંની વાતે આપણે સગવડિયા પણ ખરા, જે ગમે, ફાવે તે સારું બાકી બધું પડતું મુકીએ. આ જ જીવન જીવાય રહ્યું છે. 

અાચાર,વિચાર, વિહાર, વ્યવહારમાં સંતુલન -સંયમ શું? એ તો ભુલી જ ગયા. 

સંયમ મનથી રાખવો જરુરી, તનથી રાખવો જરુરી. કર્મથી એટલોજ જરુરી. સ્વસ્થ જીવન માટે સંયમ મુખ્ય પરિબળ ગણી શકાય. આ સંયમ સ્વસ્થ સમાજનું ઘડતરનું ઘટક. 

સંયમ વિષે કહીએ ત્યારે આપણે વેદિયામા ખપીએ. 

હાલ જે ઘર કેદ મળી માનવને તે વિશ્વમાં અમે ચઢિયાતા દેખાડવાનું અસંયમિત પરિણામ. વિકૃત ઈચ્છાઓ પર સંયમ રાખવો એ આજની ફરજીયાત જરુરિયાત છે. માનવજાતને ખતરામાં મુકી વૈજ્ઞાનિક રીતે  વિનાશને આમંત્રણ તો ન જ અપાય. વિનાશક વિચાર પર સંયમ રાખવા સામે, દામ, દંડ, ભેદનો અમલ થવો જ જોઈએ. સાથે ઘર આંગણે સંયમથી રહેતા શીખવું જરુરી છે. અતિરેક થાયને નુકશાન થાય પછી જાગવું તેના કરતાં સંયમથી વિવેકપૂર્ણ જીવન ગામ, રાજ્ય, દેશનાં હિતમાં છે. વૈભવી જીવન જીવવામાં પ્રકૃતિને જાળવવાનો સંયમ આપણે ખોઈ બેઠા. તો હવે જાગ્યાં ત્યાંથી સવાર. સંયમથી વિવેકપૂર્ણ જીવન માટે પહેલા કટિબદ્ધ થઈએ. મન, વચન, કર્મથી સંયમથી જીવીએ,સહયોગને, સંગાથે રહીએ.

__________________________________

૮) લતા ડોક્ટર

શીર્ષક-સંયમ

શબ્દ સંખ્યા-૨૬૬

સંયમ રાખી સંયમપૂર્વક વિચારવા બેસું છું ત્યારે સંયમમાં છુપાઈને બેઠેલા ‘યમ‘થી  ફફડું છું. સંયમ-નિયમ, યમ-

નિયમ શબ્દ જોડકામાં સાથે જ બોલાય છે. સારા લાગે છે બંને સાથે. આ ‘નિયમ‘માં પણ ‘યમ ‘ છુપાયેલો પાછો.                           

               સંયમનો નિયમ રાખવો જરૂરી. આ માટે પહેલાં સંયમ શબ્દ સમજવો પડે.સંયમ એટલે સ્વનિયંત્રણ. બીજા દ્વારા લદાયેલું નિયંત્રણ તો બંધન કહેવાય. સ્વનિયંત્રણ એટલે પોતાની જાતે જ સમજી વિચારીને વિવેકપૂર્વક પોતાના પર નાખેલું નિયંત્રણ.આ સ્વનિયંત્રણ-સંયમ જીવનમાં દરેક ક્રિયામાં અત્યંત  જરૂરી.યાદી ન આપતા હુંકહીશ કે બધી જ ક્રિયાઓમાં સંયમ જરૂરી.એટલે સુધી કે ‘સંયમ‘ પણ એક ક્રિયા છે અને એમાં પણ સંયમ જરૂરી.એટલે કે સંયમમાં પણ સંયમ રાખવો જ પડે.હવે સંયમનો એક બીજો ભાવ મનમાં ઉગે છે.સંયમ એટલે સમ્+યમ, એટલે સારી રીતે સમજીને સ્વીકારેલું નિયંત્રણ કે જે પોતાની આસપાસના કોઈને અગવડભર્યું ન લાગે.મારા સંયમના અતિરેકથી મારો પરિવાર, સ્નેહીજનો અગવડમાં  મુકાતાં હોય તેવો સંયમ ઘણીવાર ‘જીદ‘નું નામાભિધાન પામે છે.अति सर्वत्र वर्जयेत् એ ન્યાયે કોઈ પણ ક્રિયામાં અતિરેક ન થાય એ જ સંયમ.જો સરિતા કિનારા(નિયમન )છોડી સંયમ તોડે તો વિનાશ થાય.આપણી ધરતી સંયમ છોડી થોડી પણ ગતિ વધારે શું થાય ??!!!આમ સંયમ પ્રકૃતિ કે આપણા જીવનમાં ખૂબ જરૂરી… જો ન રાખીએ તો એમાં છુપાયેલો ‘યમ‘ ખૂબ તારાજી સર્જી શકે એમ છે. જીવન જ હરે તે યમ..એમ નહીં પણ સપના, પ્રેમ, ઈચ્છા,

પ્રમાણિકતા, સંબંધો હણે તેને પણ યમ જ કહેવાય. જેમકે ધનની અનિયંત્રિત યાત્રા પ્રમાણિકતા હણે છે. અપેક્ષાઓની અસંયમિત વૃત્તિ સંબંધોને સ્વર્ગસ્થ કરી મૂકે છે. શંકાનું અસંયમિત રીતે ફાલતું બીજ વૃક્ષ બની દાંમ્પત્ય જીવનને પાયમાલ કરે છે. અંતે હું માનું છું કે અસંયમિત લંબાણ રસક્ષતિ કરે છે, એ ન્યાયે હું હવે સંયમ રાખી સમાપ્ત કરું છું.

——————————————————

૯) જ્યોતિ આશિષ વસાવડા

શીર્ષક -સંયમ

 મારી સામે  ભજિયા પીરસવામાં આવ્યા હોય, ભજિયા ખુબજ સ્વાદિષ્ટ હોય અને મને ભાવતા પણ હોય છતાં હું ચાર જ ભજિયા ગ્રહણ કરું અને બાકીના આદર સહિત પરત કરું ત્યારે ઍ બનેછે સાચો સંયમ.વસ્તુ ગમે છે અને પ્રાપ્ય પણ છે છતા તેનો ઉપભોગ મન ભરીને નહિ કરવો તેનુ નામ  સંયમ.

    પ્રભુ ઍ આ સૃષ્ટિની રચના કરી. નદી,પર્વત, જંગલ, સુર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર બધું જ ભગવાને રચ્યું છતાંયે  મનુષ્ય ઍ ઇશ્વરની સર્વશ્રેષ્ઠ રચના ગણાય છે. મનુષ્ય પોતાનું જીવન ધોરણ સુધારવા માટે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરે તેમાં પ્રભુ પણ રાજી થાય જ છે, પરંતુ મનુષ્ય જ્યારે  સંયમને નેવે મુકી દે છે અને કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ કરવા લાગે છે, પ્રભુની રચેલી સૃષ્ટિનુ સૌંદર્ય છિનવી લેવાનો પ્રયત્ન કરેછે ત્યારે કુદરત રૂઠે છે, પ્રભુ નારાજ થાય છે.

   ભારતીય  સંસ્કૃતિ પ્રકૃતિની પૂજા કરવાનું શીખવાડે છે.પછી ઍ વડ હોય કે પીપળો નદી હોય કે સૂરજ.આપણી સંસ્કૃતિ આપણને  ઉપવાસ કરતા ભુખ્યાં રહેતા શીખવાડે છે. આપણા રૂષિ મુનિઓઍ આપણ ને ઍકાદશી આપી, અનેક વ્રતો આપ્યા જેમાં ભુખ્યા રહીને પ્રભુની નજીક રહીને ભક્તિ કરી સત્સંગ કરવાનો હોયછે. આ સંયમનો ખુબજ મોટો અને મહત્વનો પાથ છે.ઘરમાં અનાજ છે ઘરવાળી રાંધી શકેછે  અને છતાંય નથી જમવાનું,ત્યારે આવી પરિસ્થિતિમાં સંયમના પાઠ શીખાય. અને એમાંય ગુજરાતમાં તો નાની નાની બાળાઓ નાનપણથી જ મોડાકત અલુણા વ્રત કરીને સંયમના પાઠ પાકા કરી લે છે.

    સંસારમાં  જીવવા મટે વાણીનો તથા વ્યવહારનો સંયમ પણ એટલો જ જરૂરી છે.ઘણું બધું બોલતા આવડતું હોય પરંતુ વડીલની આમન્યા જાળવવાના હેતુથી તથા સંબંધો સાચવવાના હેતુથી વ્યક્તિ જ્યારે ચુપ રહેછે ત્યારે તે વાણીનો સંયમ છે.વ્યવહારનો સંયમ ઍ આપણા સંસ્કાર અને શિષ્ટાચાર તરિકે ઓળખાય છે. માતા પિતા અને વડીલો  બેઠા હોય ત્યારે અતિશય ખુશીના સમાચાર જણાવતી વખતે પત્નિ કે પ્રેમિકાની સાથે વિવેક જાળવવો ઍ લાગણીનો સંયમ છે.

ટુંકમાં જેમ વિદ્યા વિનયથી શોભે છે તેમ માણસ  સંયમ અને સંસ્કારથી જ શોભે છે.

_________________________________

૧૦) ઋતંભરા

શીર્ષક-સંયમ

શબ્દ-294

ભગવદ્ગોમંડલમાં સંયમનો  અર્થ આપ્યો છે-“ઇન્દ્રિયો પરનો કાબૂ “અથવા “ઇન્દ્રિય નિગ્રહ.”

આપણું શરીર પાંચ ઇન્દ્રિયો થકી કામ કરે છે.દ્રષ્ટિ,સ્પર્શ,સુગંધ, શ્રવણ અને સ્વાદ આ પાંચ

ઇન્દ્રિયો વડે આપણે જીવનમાં સુખ,દુઃખ,આનંદ,શોક અનુભવીએ છીએ.આ ઇન્દ્રિયોના સર્વ

કાર્યોનું કેન્દ્ર છે,”મન”.આપણું મન એ સર્વ ઇન્દ્રિય તૃપ્તિના ભાવોનું સંગ્રહસ્થાન છે.મન

ખૂબ જ ચંચળ છે એટલે ઇન્દ્રિયો પાસે સતત સારા નરસા કામ કરાવ્યાજ કરે છે.આ ચંચળ

મનના ગુલામ થવાને બદલે તેને આપણાં વશમાં રાખવું હોય તો આપણે સંયમ સ્વીકારીને

શીખવો પડશે.જ્યારે આપણે આચાર,વિચારમાં વિવેક ગુમાવીએ છીએ ત્યારે આપણું વર્તન

આપણી જાતને અને સમાજને નુકશાન પોહચાડે છે.આપણે રોજબરોજની જિંદગીમાં ઈર્ષા,

લાલસા,દ્વેષ વગેરેથી એટલા રંગાયેલા છીએ કે કેટલીકવાર એમાં વિવેક ગુમાવી બેસીએ

છીએ.ત્યારે એવું લાગેછે કે ઈશ્વરે આપેલ શક્તિઓનો યોગ્ય ઉપયોગ આપડે ભૂલી ગયા છીએ.

                         સંયમ,વૃત્તિઓને કાબુમાં રાખતાં શીખવે છે.આ વૃત્તિઓનું માત્ર બાહ્ય રીતે જ

શમન નથી કરવાનું પણ આંતરિક રીતે પણ પરિવર્તન લાવવું જોઈએ.ભીતરનું પરિવર્તન

એ જ સાચો નિગ્રહ,એજ સાચો સંયમ કહેવાય..કોઈપણ ગમતી વસ્તુ જોઈને સ્હેજ પણ મનમાં

લાલસા ન જાગે અનાસક્ત ભાવથી જ મન જ્યારે જોવે ત્યારે સાચો સંયમ છે એમ પુરવાર

થાય.બાકીની અનુભૂતિ”દમન” કહેવાય. આ ચંચળ મનનો આપણી ઉપર ખૂબ પ્રભાવ છે તો

પછી આ મનને સ્થિર કરવા શુ કરવું? તો ગીતામાં કૃષ્ણ ભગવાને યોગ અને ધ્યાનનો

અભ્યાસ કરવાનું કહ્યું છે.યોગ અને ધ્યાનથી નકારાત્મકતા—ઈર્ષા,રાગ,દ્વેષ પર નિયંત્રણ

આવે છે.ગીતામાં છઠ્ઠા અધ્યાયમાં કૃષ્ણ ભગવાન કહે છે કે”યોગાભ્યાસમાં હંમેશા પરોવાયેલા

રહીને આત્મસંયમી યોગીઓ મલિનતા રહિત થઈ જાય છે.”ઇન્દ્રિયોને આધીન થવાને બદલે આત્માને

આધીન રહેવાથી સંયમ આપોઆપ જળવાશે.આ બધી ક્રિયાઓ અઘરી છે છતાં આત્મબળ મજબૂત

રાખશું તો જરૂર સંયમિત થવાશે.હાલના સંજોગોમાં તો આપણે બધાને કોરોનાની મહામારીથી બચવા

માટે આપણી જીવનશૈલીમાં ખૂબ જ સંયમ કેળવવાની જરૂર છે.રોજ ઘરમાં જ રહીને યોગ,

ધ્યાનનો અભ્યાસ કરતા રહેવાથી તન અને મન બંને પ્રફુલ્લિત રહેશે.નકારાત્મકતા દૂર થશે.

અને આપણને સંયમનું મહત્વ પણ સમજાશે.

_________________________________

૧૧)  પન્ના પાઠક

શીર્ષક :સંયમ 

શબ્દ સંખ્યા :270

સંયમનો અર્થ થાય છે પોતાની જાત પર નિયંત્રણ. જે વ્યક્તિમાં સ્થિતપ્રજ્ઞતા હોય તે વ્યક્તિ સંયમી કહેવાય સંયમ એટલે ખુશીમાં એકદમ છલકાય ન જવું. દુઃખમાં એકદમ નિરાશ ન હોવું ઘણીવાર આપણે પ્રતિજ્ઞા લેતા હોઈએ કે હવેથી હું રોજ સવારે મંદિરે જઈશ. પણ કોઈ દિવસ વાહન બગડી ગયું કે કોઈ દિવસ વહેલું ન ઉઠાયું એ બહાના હેઠળ પ્રતિજ્ઞાને હડસેલીએ છીએ એ સંયમી ન કહેવાય. કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં અણનમ રહીને પોતાના કાર્યમાં આગળ વધતો રહે તે વ્યક્તિ સંયમી છે. 

સંયમ એટલે કામ, ક્રોધ, મદ, લોભનો ત્યાગ. ઘણીવાર સમાજમાં અમુક સાધુઓ આપણે જોઈએ છીએ કે સંસાર છોડી દીધો હોય પણ આ ચાર વસ્તુઓનો ત્યાગ નથી કરી શકતા . 

સંયમનો ગુણ ખીલવવાથી આપણામાં એક આત્મવિશ્વાસ ઉભો થાય છે. ખાવામાં સંયમ રાખવાથી આપણા શરીરમાં કોઈપણ પ્રકારના રોગની સંભાવના રહેતી નથી. સંયમથી આપણે આપણો સમય નિરર્થક ગુમાવતા નથી. કાર્યરત રહીને સમાજને ઉપયોગી જીવન જીવીએ છીએ. 

સંયમ રાખવાથી આપણે લોભ, લાલચને વશમાં રાખી શકીએ છીએ. આ માટે જો આપણે સારુ સાહિત્યનું વાચન કરીએ તો સંયમનો ગુણ કેળવી શકીએ. પૈસા કમાવાની લાલચમાં ઘણી વ્યક્તિ સમાજના કાયદા, નિયમો તોડે છે. નિર્દોષ વ્યક્તિને રંજાડે છે. સત્તાની લાલચમાં વ્યક્તિભાન ભૂલીને ચકનાચૂર થઇ જાય અને રાજકારણમાં અનૈતિકતા લાવે છે. 

સાધુઓજ સંયમ દાખવે છે એવુ નથી. સંસારમાં રહીને પણ તમે સંયમી જીવન જીવી શકો છો. 

સંયમ રાખવાથી એકાગ્રતા કેળવાય છે. બાળકોને નાનપણથી જો આ ગુણ કેળવાય તો અભ્યાસમાં પ્રગતિ કરી શકે. આગળ જતા તેમના વ્યવસાયમાં પણ આગળ વધી શકે. 

કુટુંબમાં દરેક વ્યક્તિ સંયમ થી જીવે તો આપસમાં આત્મીયતા વધે. એકબીજાનું માન સાચવે દરેકની લાગણીને સમજે. એ પ્રતિબિંબ સમાજમાં દેખાય. તો સમાજમાં ચોરી, લૂંટફાટ, બળાત્કાર જેવા કિસ્સા ના બને 

21મી સદીમાં ડિજિટલ યુગમાં સંયમ થી જીવવું બહુ કઠિન છે. ટીવી મોબાઇલ બાળપણથીજ બાળકો પાસે આવી જાય છે તેથી તેમની દુનિયા બહોળી થઇ જાય છે. બાળકોને સારા-નરસા ની સમજ હોતી નથી. માબાપ જો આ બધી વસ્તુઓથી અલિપ્ત રહે અને બાળકોને સારા-નરસાની સમજ શરૂઆતમાં જ આપે તો બાળક મોટું થતા સારી સમજ કેળવી શકે. 

સંયમ માટેનું જીવતુંજાગતું ઉદાહરણ આપણા રાષ્ર્ટપિતા ગાંધીબાપુ છે. તેમણે બ્રહ્મચર્યવ્રત, અપરિગ્રહ, ઉપવાસ, મૌનવ્રત વિગેરે પર કાબુ મેળવેલ હતો. અહિંસક લડાઈથી આપણે અંગ્રેજો સામે સ્વતંત્રતા પ્રાપ્ત કરી શક્યા. 

કેટલાક માણસો બળપૂર્વક મનને ધક્કો લગાવીને સંયમી હોવાનો દેખાવ કરતા હોય છે. વૃત્તિઓને દબાવી રાખવાથી બહારથી બધુ બદલાય છે, પણ ભીતરમાં તેમનુંતેમ રહે છે. આ એક જાતનું દમન છે. લાંબો સમય ટકતું નથી.

સંયમ અને જીત વચ્ચેની પાતળી લીટીની ઓળખ જો થઇ જાય તો સફળતા તમારા કદમોમાં છે. કોઈ વસ્તુ અથવાતો ગમતી વસ્તુ તરફ તમે આકર્ષિત ન થતા હો તો એ તમારી મોટી જીત છે. 

અત્યારે કોરોના વાયરસનો ભય આખા વિશ્વમાં ફેલાયેલો છે. આપણા દેશમાં છેલ્લા 3મહિનાથી લોકડાઉન હતું, હવે ધીમેધીમે બધુ ખુલતું જાય છે. ત્યારે દેશના દરેક નાગરિકે આત્મસંયમથી વર્તવું ખુબ જરૂરી છે. ડર રાખવાની જરૂર નથી પરંતુ આ રોગ આપણને કે બીજાને ન ફેલાય તે માટે સોશ્યિલ ડિસ્ટ્રનસીંગ પાળવું, માસ્ક પહેરવું, દરેક વસ્તુ અને શરીરને સેનિટાઇઝ કરવું ખુબ જરૂરી છે. 

કૃષ્ણ કહે છે એમ ‘આ સમય જતો રહેશે.’ આ વાક્ય વાંચવું ખુબ ગમે, કદાચ એ સમયને જતો રહેવા દેવા દરમિયાન સંયમ રાખવો ખુબ કઠિન હોય છે. જે કોઈક જ કરી શકે. 

આપણા ભારત દેશમાં ભીષ્મ પિતામહ, કૃષ્ણ, રામ, મહાવીર બુદ્ધ વિગેરે અનેક મહાપુરુષો થઇ ગયા છે તેમનું ઉદાહરણ લઈને આપણે સંયમી બની શકીએ

_______________________________

૧૨) આરતી પાઠક 

શીર્ષક :સંયમ 

શબ્દસંખ્યા :૧૯૪

સંયમ એટલે શુ? સંયમ એટલે કાબૂ  કોના ઉપર? આપણા ઉપર, સ્વભાવ ઉપર, આપણી ઇન્દ્રિયો ઉપર કે  પછી આપણા સમગ્ર અસ્તિત્વ ઉપર, સંયમ એટલે પોતાનો જ પોતાની જાત ઉપરનો કાબૂ,  રૉક તેજ સંયમ. 

         હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ જોઇએ તો માનવ સહજ સ્વભાવ જે વર્ષો થી ટેવાયેલો હોવાને કારણે રહેતો હતો , આપણે સૌ જે રીતે રહેતા હતા તેનાથી અલગરીતે આપણી ખાણી પીણી  રહન સહન ની ટેવને સંજોગો મુજબ બદલી રહયા છે તે એક સંયમ જ છે. 

       સામાજિક સંયમ પોતાના થકી વ્યવહારમાં વર્તન સામેવાળાને અનુરૂપ થવું એ સામાજિક સંયમ. 

રાજકીય સંયમ  વિરોધ પક્ષ હોય કે પ્રજાહિત હોય તેના માટે પોતાના ફાયદા કે કુટેવ પર કંટ્રોલ એ રાજકીય સંયમ. 

એનું ઉદાહરણ આપણા લાડીલા પ્રધાનમંત્રી  મોદીજી આપણી સામે છે. હંમેશા તેઓશ્રી પ્રજાના હિત ને જ જોયું છે. 

ધાર્મિક સંયમ  પોતાની ધાર્મિક લાગણી કે આસ્થાને કારણે બીજા ધર્મને નુકસાન ન થાય,  પોતાના ધર્મ પ્રત્યે નો ભાવ બીજા ધર્મ પ્રત્યેનો અભાવ ન દર્શાવે તે ધાર્મિક સંયમ. 

શારીરિક સંયમ  આંખ કાન અને વાણી દૃવારા ઇન્દ્રિયો પર કાબૂ રાખી શકીયે તે પણ સંયમ. 

માનસિક સંયમ   જીવનને હોડમાં પણ મૂકી શકે છે માનસિક અસન્તુલન.  જીવનને વેરણ છેરણ થતું અટકાવવા માનસિક સંયમ બહુ જરુરી છે. 

   આપણું સબકોન્સિયસ માઈન્ડ સંયમનું દોરી સંચાલન છે.


સુરેન્દ્રનગર શાખા

 ૧) નીલમ પ્રતિક વ્યાસ*

શીર્ષક- સંયમ

શબ્દ સંખ્યા- 250 આશરે

સંયમ એટલે?

સાંકળ? પીંજરૂ? ઉંબરો?

કે પછી લગામ?

આમાનું કંઈજ નહી!

સંયમ એટલે આપણી જાત માટે આપણે જ ખેંચેલી લક્ષ્મણ રેખા.

મારી દ્રષ્ટીએ સંયમની ભુમિકા તથા ગતિવિધી  સમય અને પરિસ્થિતીને આધિન હોય છે. 

ક્યારેક ઈચ્છવા છતાંય સંયમ રાખવો દોહ્યલો બની જાય છે…….

જેમકે દ્રૌપદીને જ્યારે પાંચ પતિઓ સાથે વિભાજીત કરવામાં આવી હશે ત્યારે કઈ રીતે સંયમ રાખ્યો હશે એણે પોતાની ઈચ્છા પર?

ક્યારેક અનિચ્છાએ પણ પરાણે સંયમ અવગણવો પડે છે………

જેમકે સીતાની દ્વિઘા, આંગણે આવેલ બ્રાહ્મણ સાધુને ભિક્ષા આપવી કે લક્ષ્મણરેખા નહી ઓળંગવાના વચન પર સંયમ જાળવવો?

તો વળી ક્યારેક સંયમ જાળવવો પ્રકૃતિ વિરૂધ્ધનો પડકાર પણ લાગે છે……

જેમકે સારસ અને સારસીનું જોડુ જ્યારે વિખુટુ પડે ત્યારે  મૃતકના વિરહમાં વિલાપ કરતું બીજુ પાત્ર તેની જીજીવિષા પર સંયમ રાખીને પ્રિતની રીતને ગતિ આપે છે.

આધુનિક યુગમાં માનવ જે રીતે સ્વછંદ અને બેફામ બનતો જાય છે એ જોતા એવો ડર લાગે છે કે શું સંયમ જેવો શબ્દ જ શબ્દકોષમાંથી લુપ્ત થઈ જશે? સૌને ઈચ્છા મુજબ બોલવું, વર્તવું અને જીવવું છે, સંયમ તો એક અદ્રશ્ય આવરણ છે જે પ્રત્યેક તત્વને ચડાવવું જ રહ્યું!

એવું જરૂરી નથી કે માત્ર કુટેવો કે નકારાત્મક બાબતોમાં જ સંયમ રખાતો હોય! જ્યાં કદર કે મહત્વ ન હોય ત્યાં સમય, લાગણી અને સારપને ખર્ચવામાં પણ સંયમ કારગત નીવડે છે.

આજે વિષય મળ્યો જ છે તો લાભાલાભ બન્નેની ચર્ચા કરવી જ જોઈએને! હા ભારોભાર માન્યું કે સંયમ ફાયદાકારક તો છે જ પણ અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં સ્ત્રી જાતને જન્મતા વેંત જ ગળથુથીમાં જ સંયમને લસોટીને પીવડાવી દેવાય છે, એની ઈચ્છાઓ, સપનાઓ, રસ્તાઓ, પસંદગીઓ અને મૂળભૂત હક્કો પર જે પુરૂષપ્રધાન વિચારધારાના અંકુશો લગાડવામાં આવે છેને એને સંયમ જેવું રૂપકડુ નામ આપી એક પ્રકારનો ગુણ અને સંસ્કાર ખપાવી દેવામાં આવે છે. દુઃખની વાત તો એ છે કે નાનપણથી આવા અન્યાયનો ભોગ બનેલી મોટાભાગની સ્ત્રીઓ નહી ઈચ્છવા છતાંય એનો વિરોધ કરવામાં સંયમ જાળવે છે!!!

ચાલો હવે સંયમ જાળવીને કલમને હવે અહીં વિરામ આપું છું, કારણ કે લખાણ મારૂ અંતહીન છે.

__________________________________

૨) કલ્પનાબેન ત્રિવેદી

 સંયમ એક એવો શબ્દ છે કે ઘણું બધું લખી શકાય. સંયમ એટલે કોઇપણ જાતની લાગણીઓ ને વશમાં રાખવી.સંયમ એટલે એક યુદ્ધ,, પોતાની જ વિરુદ્ધ.

જીવનમાં ઘણી બધી બાબતો પર સંયમ રાખવો પડતો હોય છે.

પ્રથમ વાત કરીએ… વાણીના સંયમ ની..જો વાણી પણ ઉશ્કેરાટ માં બોલીએ તો ઘણી વખત પાછળથી પસ્તાવો થાય. એટલે મધુર ને સાચી વાણી બોલવી.કોઈ ગમે એટલું ગુસ્સો આવે એવું વર્તન કરે તો પણ વાણીનો સંયમ રાખવો.કેમકે બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી.હાલનો યુગ ફાસ્ટ ટ્રેક છે… આ કોરોના બિમારી ના કારણે બધાને ઘરમાં જ રહેવાનો વખત આવી ગયો. જયારે સંયુક્ત પરિવાર હોય ત્યારે ઘણી બધી બાબતો નો સંયમ રાખવો પડે છે.

આજની યુવા પેઢી ગુસ્સો control નથી કરી શકતી,, જેના પરિણામ દરેકને ભોગવવા પડે છે. ગુસ્સો આવે ત્યારે ભાવાવેશનો સંયમ ખૂબ જરૂરી છે. અઘરું છે, પણ અશક્ય નથી.જયારે તમે કોઈપણ બાબતે સંયમ રાખશો એ તમારી આદત બની જશે. સ્વાદનો સંયમ, ઈન્દ્રિયો નો સંયમ, વૃતિનો સંયમ, આવી ઘણી બાબતો પ્રત્યે જાગૃત રહી સંયમ કેળવી શકાય.આમ પણ કહેવત છે કે નમે તે સૌને ગમે.

આ નમવું એ એક પ્રકારનો સંયમ જ છે. જો ભાવનાત્મક લાગણીઓ ને નિરંકુશ રહેવા દો..તો એ તમારી ઉપર આજીવન અંકુશ બેસાડી દેશે.આથી જ બાળકોને નાનપણથી જ ગુસ્સો ન કરવા સમજાવાય છે. જે વસ્તુ નિયંત્રણમાં હોય એ બાબતે નિશ્ચિત બની જવાય,,, અને માઠા પરિણામ થી બચી શકાય.

હથિયાર થી વાગેલા ઘા રુઝાઈ જશે.. પણ વાણીના ઘા રુઝાતા નથી.આપણે જ આપણી જાત પર ઉપરના દર્શાવેલ બાબતો ના સંયમ રાખીએ, તો જીવન સહેલાઈથી પસાર થઈ શકે. સંયમ રાખી એક ધ્યેય સાથે આગળ વધીએ.

________________________________________________

રાજકોટ શાખા

૧) વિધિ વણજારા “રાધિ”

શબ્દ સંખ્યા : ૩૩૩

સંયમ એટલે શું? સંયમ એટલે કાબૂ, જાત નિયંત્રણ. પોતાનાં પરનો કાબૂ. આજકાલ સૌ કોઈ નિયંત્રણમાં જીવે છે. બંધનો અને નિયંત્રણ તો હોય જ છે આમ ન કર, તેમ ન કર, આવાં કપડાં ન પહેરાય, આ ખોરાક ન ખવાય, સાડી ન લેવાય, તે ડ્રેસ લેવાય અને કેટકેટલું ફલાણું ને ઢીકણુ.

આપણે સૌ આવાં બાહ્ય નિયંત્રણો અને બંધનોથી કંટાળેલા છીએ. હવે વાત કરીએ તો સંયમ એટલે શું? આવાં અસંખ્ય નિયંત્રણોની જેમ જ એક આંતરિક નિયંત્રણ. પોતાની જ જાત પરનું નિયંત્રણ. આજકાલ બધાંની ઈચ્છા એક જ હોય. પોતાની મરજી પ્રમાણે જીવે, બિન્દાસ હરે ફરે, એનું મન કરે એમ કરે અને કોઈ રોકટોક નહીં. સાચું ને ? ….જો બાહ્ય નિયંત્રણ ન હોત તો શું તમે ક્યારેય એક સારી વ્યક્તિ બની શકતાં? કદાચ નહીં. કારણકે એ નિયંત્રણોએ જ જીવતાં શીખવ્યું, ખાતાં – પીતાં, ઊઠતાં – બેસતાં, જન્મતાં જ બાળકને નથી આવડતું એ પછી જ શીખે છે.

 જ્યારે બાહ્ય નિયંત્રણ આપણને એક વ્યક્તિ બનાવી શકતાં હોય તો આંતરિક નિયંત્રણ શું કરી શકે છે? સંયમ એક આંતરિક નિયંત્રણ જે આપણને શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરવા માટે 

મદદરૂપ બને છે. કોઈ વસ્તુ મેળવવાં માટે ઈચ્છા હોય પણ એ જ્યારે ન મળે તો પણ તમારાં મુખ પર સ્મિત એમ જ હોય તો તમે તમારી ઈચ્છા પર સંયમ ધરાવો છો. તમારી જ સામે કોઈ પોતાની જ વ્યક્તિ તમારી નિંદા કરતી હોય છતાં પણ તમારાં મનમાં એ પ્રિય વ્યક્તિ માટે એક પણ ખરાબ વિચાર કે ગુસ્સો ન આવે તો તમે તમારાં ગુસ્સા પર કાબૂ ધરાવો છો. જ્યારે ગમતીલી વસ્તુ કે વ્યક્તિ મળી જાય તો રાજીના રેડ નથી થતાં અને એ જ વ્યક્તિ કે વસ્તુ જો ન મળે તો હતાશ પણ નથી થતાં એટલે તમારાં વર્તન પરનો સંયમ.

સંયમ માટેનું સર્વ શ્રેષ્ઠ ઉદાહરણ તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે. જ્યારે જ્યારે જે મળ્યું એ સ્વીકારી લીધું ન કોઈ ફરિયાદ કે ન ખુશી. રાજગાદી મળવાની વાત સાંભળી એ ખુશ નહોતાં થયા એવું પણ નથી અને વનવાસ મળવાથી દુઃખી થયાં એવું પણ નથી.

સંયમ રાખવાથી જીવન શ્રેષ્ઠ બની શકે છે. જીવનમાં જે મળે જેવું મળે તેવું સ્વીકારીને સંયમિત જીવન જીવવાથી એક અલગ જ આનંદ પ્રાપ્ત થઈ શકે.

__________________________________

૨)  હેમાંગી ભોગાયતા ‘પ્રજ્ઞા’

શબ્દસંખ્યા : ૨૩૨

ગુજરાતી ભાષાના અમુક શબ્દો એટલા સરસ છે કે જેનો ઉપયોગ સાહિત્યમાં થાય તો એની અલગ જ ભાત સાથે એ લખાણ બહાર આવે. આ શબ્દ ‘સંયમ’ પણ કંઈક આવો જ છે. પરંતુ તેનો ઉપયોગ શબ્દોના અર્થને સંયમ નથી આપતો પરંતુ એના અર્થને વિસ્તારી દે છે. 

સંયમ એટલે શાબ્દિક રીતે નિગ્રહ. બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ એ જ સંયમ. ગાંધીજી પણ સંયમમાં ખૂબ જ માનતા.યુવાવર્ગને આ વાત સમજાવવા માટે તેઓ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે રોજબરોજના જીવનમાં સંયમથી કામ લઈએ તો ઘણા પ્રશ્નોનું નિરાકરણ કરી શકીએ. આપણા જીવનમાં ઉપજતા ઘણા બધા પ્રશ્નોનું મૂળ જ એ હોય છે કે આપણે આપણી જાત પર સંયમ નથી રાખી શકતા નથી. સંયમ વિના સંતોષનું મહત્વ નથી અને જેને સંતોષ નથી એ વ્યક્તિ ક્યારેય સુખી ન થઈ શકે.

આપણા સામાજિક જીવનમાં પણ સંયમનું ખૂબ મહત્વ છે. અત્યારના સમયમાં વૈશ્વિક મહામારીથી બચવાનો ઉપાય પણ આ જ છે ને…! જો તમે તમારી જાત પર સંયમ રાખી શકો છો, જો તમે તમારા હાથને મોં કે નાકને અડવાથી દૂર રાખી શકો છો તો તમે આ બીમારીથી બચી શકો છો. આ મહામારીથી બચવાનો ઉપાય જ છે સંયમ !

કોઈપણ વસ્તુ વિચારીને સાચી રીતે કરીએ તો જ એનું સાચું પરિણામ આવે. ખોટી રીતે કે ખોટા કારણ માટે ખોટો સંયમ નુકશાન પણ કરી શકે છે. જેમકે ઘણા લોકો વજન ઉતારવા માટે ખોટી રીતે ભૂખ પર સંયમ રાખે, ભૂખ લાગવા છતાં, શરીરને જરૂર હોવા છતાં જમે નહિ એ સંયમ ખોટો! 

જીવનને બનાવવા શાંત અને સુંદર,

ઉપાય બસ સાચી રીતનો સંયમ !

__________________________________

૩) નિમિષા વિજય લુંભાણી  ‘વિનિદી’

શબ્દ સંખ્યા : ૧૭૯

શિષૅક : બાળક અને સંયમ

સંયમ એટલે મન ઉપર અંકુશ રાખવો. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે મનને પૂછવાનું, ‘આ ઈચ્છા પૂરી ના થવાથી મારા આનંદમાં શો ફરક પડે છે?’ જો જવાબ ‘કશો જ નહીં’ એવો આવે તો તે ઈચ્છા પૂણૅ કયૉ વગર ચલાવી લેવું તે સંયમ છે. પૂખ્ત થયા પછી સંયમ પર ધીરે ધીરે કાબૂ મેળવી શકાય છે. પરંતુ તેની ટેવ બાળપણથી જ પડે તો તે સાધના બની જાય છે. બાળકની કોઈ વસ્તુ માટે માંગ થાય ત્યારે જ     જે-તે વસ્તુની અગત્યતા સમજાવીને સંયમ રાખતા શીખવી શકાય. 

ક્યારેક જીવનમાં એવો પણ વખત આવે કે ગજવામાં રૂપિયા હોવા છતાં ઈચ્છા પૂરી ના કરી શકાય. ‘ચાલશે, ફાવશે અને ગમશે’ આ કહેવતની બીજી બાજુ એટલે સંયમ.

આજના મહામારીનાં સમયમાં પણ ઘણાં ઘરોમાં અમુક વસ્તુ વગર ચાલે જ નહીં એવી પરિસ્થિતિ હોય છે. જ્યાં ઘરનાં પુરુષ વગૅ કે વડીલ વગૅ જ સંયમ ના રાખી શકતા હોય ત્યાં બાળકોને સંયમનું શીક્ષણ કેવી રીતે આપી શકાય! 

પરિણામે બાળક જીદ્દી બની જાય છે. આવા વખતે દોષારોપણ સીધ્ધુ માતા-પિતા પર કરવામાં આવે છે. બાળક તો ઘરમાં જે જોશે તે જ શીખશે.

ટૂંકમાં બાળકને સંસ્કાર આપવાની જવાબદારી ઘરનાં દરેક સભ્યની છે.

__________________________________

૪) રીટા ભાયાણી

શબ્દ સંખ્યા : ૫૮૯

રામાયણ જીવતા શીખવે છે. મહાભારત રહેતા શીખવાડે છે.ગીતા કમૅ શીખવે છે જયારે ભાગવત મૃત્યુની પરિભાષા આપે છે.

આ દરેક ગ્રંથ અને તેના પાત્રો, એટલે આપણો ખરો વારસો ને આપણે તેના વારસદારો. કેટલું બધું સમાયેલું છે..! અલગ -અલગ મનુષ્ય અવતાર, આયુ અનુસાર વિવિધ આશ્રમો,લાગણીઓ, પ્રેમ, સંવેદના, શાણપણ, સત્ય, નિષ્ઠા, મર્યાદા, ત્યાગ, બલિદાન સંબંધોના તાણાવાણા..

વળી, એ થી વિપરીત; અપેક્ષા, તિરસ્કાર, વેર, કુટનીતિ, અન્યાય,ગુસ્સો, વાદવિવાદ, વાણીનો અતિરેક…  કંઈ કેટલુંય..!

પરંતુ, 

આ બધાંનો અંતે નિષ્કર્ષ શું?

આ બધાં થી અંતે લાભ શું?

આ બધાં ખરેખર પામ્યા શું?

અને,

આ બધામાંથી  આપણે શીખ્યા શું?

નિષ્કર્ષ માત્ર ને માત્ર એટલો જ;

દરેક વખતે એજ સર્વસ્વીકૃત કે જેણે પોતાના મન ઉપર, તેના થકી વિચારો પર ને સંસ્કારોની ઉપર વિજય મેળવેલ. જો મનઃસ્થિતી ઉપર વ્યક્તિનું સંપૂર્ણ અધિપત્ય હશે, તો વિચારો ઉચ્ચ બનશે ને તેને જીતી શકાશે. અતઃ સંસ્કારો તો ખીલી જ ઉઠવાના.

પરંતુ, આ બધા માટે સર્વપ્રથમ જરૂરી છે. મન ઉપર વિજય, મર્યાદામાં મન , એટલે કે 

સંયમ.

 જો મન કાબુમાં તો જીવન ખુશહાલ ને આ પૃથ્વી જ સ્વગૅ.

આ પૂન્જી જો ગાઠે તો કોઈ પણ પરિસ્થિતિ સારી કે ખરાબ, કોઈ પણ સંકટ એ પછી આર્થિક ,સામાજિક, શારીરિક કે માનસિક કેમ ન હોય?

રામાયણમાં ભગવાન શ્રીરામને રાજ્યાભિષેકને બદલે વનવાસ,સ્વયં પિતા દશરથના કહેવા છતાં, માતાની આજ્ઞા ને પિતાના વચન પાલન અર્થે હસતા-હસતા અરણ્ય પ્રયાણ, સીતાજીનું રાવણે કરેલ અપહરણ, યુદ્ધ દરમિયાન લક્ષ્મણનું મુર્છિત થવું,

આ દરેક અન્યાયપૂર્ણ, વિકટ કે અનિચ્છનીય પ્રસંગે અતિશય ધીરજપુર્ણ, સાલસ ને વિવેકી વર્તણૂંક.. મન ઉપર નિયંત્રણના, ને તેના થકી વૈચારિક શક્તિની મજબુતી ને ઉત્કૃષ્ઠ સંસ્કારના દર્શન કરાવે છે. હરેક કઠિન પરિસ્થિતિમાં પણ સંયમિત રહેવું, કયારેય ડરવું નહીં. કોઈ દ્વેષ કે પીડા મનમાં સંઘરી ન રાખી.., ખંખેરીને નવા કાર્યનો આરંભ કરવો. કોઈ પ્રત્યેનું વિષ તેને નુકશાન નથી કરતું, પણ આપણને ચોક્કસ કોરી ખાઈને ખોખલા બનાવી દેશે. મન એટલું નિબૅળ બની જાય છે કે સારાઅસારનું ભાન ભુલાવી દે છે. અરે ..,દેશાગમન સમયે પણ એમણે સવૅપ્રથમ ચરણસ્પર્શ ,માતા કૈકેયી કે જે એમના વનવાસનું કારણ હતા તેના કરેલા..! માટે જ તો એ ‘મર્યાદા પુરુષોત્તમ ‘કહેવાયા. હાર્દ એટલું જ કે ‘જીવનમાં આવેલાં કોઈ પણ ઝંઝાવાતનો ડટકર મુકાબલો કરવો હશે, તો મનની મજબુતી આવશ્યક છે.’ મુશ્કેલ પરિસ્થિતિઓ નિરંતર આવશે જ, માત્ર પ્રકારો કદાચ અલગ હોય.

અહીં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ સાહેબની આત્મકથા ‘અગનપંખ ‘માં વણૅવેલ એમનાં બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે. કલામજી અને એના પિતરાઈ ભાઇ બન્ને નાળિયેરીના ઝાડ ઉપર ચડ્યા હોયછે , એકાએક જોરદાર પવન ફૂકાવા માન્ડે છે, જાણેકે વાવાઝોડું! બન્નેના પિતા દોડી આવ્યા. કાકાએ પુત્રને રાડ પાડી: ‘જો જે હો..પડીશ ,ધ્યાન રાખજે.’ ને બાળ કલામજીના પિતાએ સ્વસ્થતા ને મક્કમતાથી કહ્યું: ‘ધીરે ધીરે પકડીને નીચે ઉતારી જા.’ કાકાની એકાએક રાડ , ને પિતરાઇનો હાથ છુટી ગયો. અહીં સર્વપ્રથમ ચૂક કાકાની , જો એ ભયની લાગણીના બદલે શાંતિ રાખી શક્યા હોત તો..? બાળ માનસને જ આત્મવિશ્વાસના પાઠ શિખવવામાં આવે , તો એ ભવિષ્યમાં આવતી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો આસાનીથી ઉપાય શોધી શકે કે એને નિવારી શકે. બાળકોને જો નાનપણમાં જ સુખ-દુઃખ, પાસ-નાપાસ આગળ આવવું કે ક્યારેય પાછળ રહી જવું, એ દરેક વખતે સમતુલા રાખતા નાના-નાના પ્રસંગો દ્વારા શીખવીએ , તો એ ક્યારેય નાસીપાસ ન થાય. બાકી અત્યારે તો પ્રાથમિક શાળામાં પણ માતા- પિતા અને બાળક એક-એક ગુણ માટે રડવા બેસી જાય છે.

અહીં, ફકત મુશ્કેલીઓમાં જ સંયમ કે સમતા આવશ્યક છે એવું જરાયે નથી. આપણે સત્તા, પૈસા, રુપને કારણે છકેલા લોકો પણ અસંખ્ય જોયા જાણ્યા છે. પરંતુ, સત્તાની ખુરશી હંમેશાં મુછમા હસતી હોય છે કે, હે મનુષ્ય.. તારા પહેલાં અહીં અનેકો આવ્યા ને ગયા, કોઈ મને સાથે લઈ જઈ શક્યું નથી! ને.. ખુરશી ગયા પછી ‘સાહેબ’નો કોઈ ભાવ ન્હોતા પુછતાં એ આ સગી આંખો એ જોયું છે! માટે સત્તા ને સંપત્તિ સાથે નથી આવતા. કાયમી તો આપણા વાણી વર્તનની સુવાસ રહે છે. એ કાયમી સોડમ માટે ઉત્તમ સંસ્કાર આવશ્યક છે ને એ માટે સ્થિર મન જરૂરી છે. ‘અતિ હંમેશાં વર્જ્ય ગણાય.’  પછી એ વાણી , વર્તન, લોભ, મોહ,લાલચ, કુડકપટ, સત્તાલોભ,સત્તામદ, સંપત્તિ કે અતિ લાગણી, પ્રેમ, અપેક્ષા ગમે તે હોય.. પણ હાનિકારક છે. નિરંકુશ કંઇ પણ, ભલે એ વપરાશ હોય કે પછી દમન હોય નુકશાન નોતરે છે. સ્પ્રિંગને વધુ પડતી દબાવીએ તો એ છટકે, ને સ્થિતિસ્થપકતા ગુમાવી દે છે. માટે વધુ પડતો મન ઉપર કાબુ પણ વિષમતાઓ નોતરે છે. એટલે જ સમતા, સ્થિરતા, સંયમ અતિ આવશ્યક છે.

સુપ્રસિદ્ધ અમિતાભ બચ્ચનજીનું જીવન એટલે ‘રોલરકોસ્ટર’ની સફર જાણે..! અનેક ફ્લોપ ફિલ્મો, પછી સફળતા ના શિખર ઉપર, ફરી કોઈ કારણે આર્થિક ફટકો, સામાજિક બદનામી, માનસિક પરિતાપ, વળી નવી સફર .. ને અતિ સફળતા અને સમ્માન, છતાં નોંધપાત્ર સાલસતા. પરંતુ , આ બધા પાછળ માત્ર ને માત્ર એક જ કારણ મનની મજબુતી, મનની સ્થિરતા, મન પર કાબૂ અર્થાત ‘સંયમ’.

અતઃ  ‘ઐશ્વર્યનો મિથ્યા અહંકાર ટાળવો કે માથે ગમે તેવા સંકટના વાદળો ઘેરાયેલા હોય ધીરજ ગુમાવવી નહીં.’

__________________________________

૫) ભારતી ભાયાણી

શબ્દ સંખ્યા 235

આપણા ઋષિ મુનિઓ આપણાથી એટલે અલગ હતા કે એમનો પાંચ ઈન્દ્રિયો પર ખૂબ સંયમ હતો.હવે તો એ આપણા ઈતિહાસમાં જ રહી ગયા, પરંતુ હજી પણ કોશિશ  કરવામાં આવે તો થોડા સારા ગુણો વિકસાવી શકાય.કારણ કે ભલે આપણે જંગલમા જઇને તપ કરવાનુ ન હોય પણ આ સમાજમાં રહીને દરેક બદીઓથી બચવાનું તો છે જ.અને એના માટે સંયમની જરુર ડગલે ને પગલે પડવાની જ.

એક ઉદાહરણ લઇએ, બાળક નાનું હોય ત્યારે એ શાળા અને એ સિવાય પણ બહાર જાય,બહાર તો દરેક પ્રકારના વ્યક્તિ રહેવાના એટલે ઘરમાં જ એને એ વાત સમજવી હોય કે કારણ વગર કોઇની નીંદા ન કરવી કે એવી વાતો થતી હોય તો આપણે દૂર રહેવુ.ભલે સાવ સાધુ ન બને પણ ફરક તો પડશે જ…એ સંયમ શીખશે.એવી જ રીતે  કયારેક પેન કે પેન્સિલ જેવી નાની વસ્તુ હોય પણ જો બાળકને શીખવ્યુ હોય કે ન લેવાય તો એ લલચાશે નહી.

બાળકને સંયમ શીખવતા પહેલા માતા પિતાએ સંયમ રાખવો પડે.માત્ર ભૂખ તરસ કે વસ્તુઓની લાલચ ઉપર જ નહી,ગુસ્સા,દુઃખ અને નિરાશા ઉપર પણ.પોતે નાની નાની વાત પર ગુસ્સે થાય તો બાળકને શું સલાહ આપે ?

અત્યારે માણસ વિદેશમાં વસતા લોકો સાથે વાત કરી શકે છે પણ પડોશી કે પછી એક જ ઘરના લોકોને એકબીજા સાથે વાત કરવાનો સમય નથી.એટલે લાગણીઓ પોષાવાની બદલે શોષાઇ રહી છે.માણસ તણાવમા રહે છે અને નાની નાની. વાતમા અમુલ્ય જીવન ટૂંકાવી દે છે.આ સમયે સંયમ રાખવો જરૂરી બની જાય છે. જો એ એક ક્ષણ પણ જળવાઈ જાય તો ઘણા જીવન બચી જાય.

_________________________________

૬) અર્ચના શાહ 

સંયમ એટલે સં + યમ,

અંષ્ટાગ યોગ માં આવતા  આઠ અંગો માં નું પહેલું અંગ “યમ”.

યમ નો સમ(યોગ્ય) રીતે જીવન માં આચરણ કરીયે તો આપણા આત્મા ને ઉન્નતી તરફ લઈ જઈ. શકીએ. 

શાસ્ત્રોમાં, યમ પાંચ પ્રકારના કહ્યા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ,અને અપરિગ્રહ.

સાચો સંયમ આ પાંચેય પર જ્યારે સંયમ રાખીયે ત્યારે જ કહેવાશે સંયમ કોઈ  વસ્તુ , વ્યક્તિ, કે સ્થળ ,એટલે કે કોઇ ભૌતિક વસ્તુઓ માટે જ નથી. 

પરંતુ આપણા વિચારો સાત્વિક હોવા જોઈએ આપણું આચરણ પણ સંયમિત હોવું જોઈએ.

આમ, બધામાં સંયમ હોવો જરૂરી છે .

અહિંસા એટલે કોઈની પણ મનથી કે તનથી હિંસા ન કરવી.ખરાબ ના વિચારવું. તેને ક્ષતિ ના પહોંચાડવી 

અસત્ય ન બોલવું 

ચોરી ન કરવી 

શારીરિક અને માનસિક ખરાબ વિચારો થી બન્ને રીતે બ્રહ્મચર્ય પાળવું.

અપરિગ્રહ એટલે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો.આ જ સંયમ છે.

 આમ જીવનમાં સંયમપૂર્વક જીવવાથી આપણો આત્મા પરમાત્મા તરફ વધારે ને વધારે પ્રયાણ કરે છે સંયમ હે ચારિત્ર્યનુ ઘડતર કરે છે અને વિચારોનો પણ શુદ્ધિકરણ કરે છે.

__________________________________

૭)  રીટા ભાયાણી

શબ્દ સંખ્યા : ૫૮૯

રામાયણ જીવતા શીખવે છે. મહાભારત રહેતા શીખવાડે છે.ગીતા કમૅ શીખવે છે જયારે ભાગવત મૃત્યુની પરિભાષા આપે છે.

આ દરેક ગ્રંથ અને તેના પાત્રો, એટલે આપણો ખરો વારસો ને આપણે તેના વારસદારો. કેટલું બધું સમાયેલું છે..! અલગ -અલગ મનુષ્ય અવતાર, આયુ અનુસાર વિવિધ આશ્રમો,લાગણીઓ, પ્રેમ, સંવેદના, શાણપણ, સત્ય, નિષ્ઠા, મર્યાદા, ત્યાગ, બલિદાન સંબંધોના તાણાવાણા..

વળી, એ થી વિપરીત; અપેક્ષા, તિરસ્કાર, વેર, કુટનીતિ, અન્યાય,ગુસ્સો, વાદવિવાદ, વાણીનો અતિરેક…  કંઈ કેટલુંય..!

પરંતુ, 

આ બધાંનો અંતે નિષ્કર્ષ શું?

આ બધાં થી અંતે લાભ શું?

આ બધાં ખરેખર પામ્યા શું?

અને,

આ બધામાંથી  આપણે શીખ્યા શું?

નિષ્કર્ષ માત્ર ને માત્ર એટલો જ;

દરેક વખતે એજ સર્વસ્વીકૃત કે જેણે પોતાના મન ઉપર, તેના થકી વિચારો પર ને સંસ્કારોની ઉપર વિજય મેળવેલ. જો મનઃસ્થિતી ઉપર વ્યક્તિનું સંપૂર્ણ અધિપત્ય હશે, તો વિચારો ઉચ્ચ બનશે ને તેને જીતી શકાશે. અતઃ સંસ્કારો તો ખીલી જ ઉઠવાના.

પરંતુ, આ બધા માટે સર્વપ્રથમ જરૂરી છે. મન ઉપર વિજય, મર્યાદામાં મન , એટલે કે 

સંયમ.

 જો મન કાબુમાં તો જીવન ખુશહાલ ને આ પૃથ્વી જ સ્વગૅ.

આ પૂન્જી જો ગાઠે તો કોઈ પણ પરિસ્થિતિ સારી કે ખરાબ, કોઈ પણ સંકટ એ પછી આર્થિક ,સામાજિક, શારીરિક કે માનસિક કેમ ન હોય?

રામાયણમાં ભગવાન શ્રીરામને રાજ્યાભિષેકને બદલે વનવાસ,સ્વયં પિતા દશરથના કહેવા છતાં, માતાની આજ્ઞા ને પિતાના વચન પાલન અર્થે હસતા-હસતા અરણ્ય પ્રયાણ, સીતાજીનું રાવણે કરેલ અપહરણ, યુદ્ધ દરમિયાન લક્ષ્મણનું મુર્છિત થવું,

આ દરેક અન્યાયપૂર્ણ, વિકટ કે અનિચ્છનીય પ્રસંગે અતિશય ધીરજપુર્ણ, સાલસ ને વિવેકી વર્તણૂંક.. મન ઉપર નિયંત્રણના, ને તેના થકી વૈચારિક શક્તિની મજબુતી ને ઉત્કૃષ્ઠ સંસ્કારના દર્શન કરાવે છે. હરેક કઠિન પરિસ્થિતિમાં પણ સંયમિત રહેવું, કયારેય ડરવું નહીં. કોઈ દ્વેષ કે પીડા મનમાં સંઘરી ન રાખી.., ખંખેરીને નવા કાર્યનો આરંભ કરવો. કોઈ પ્રત્યેનું વિષ તેને નુકશાન નથી કરતું, પણ આપણને ચોક્કસ કોરી ખાઈને ખોખલા બનાવી દેશે. મન એટલું નિબૅળ બની જાય છે કે સારાઅસારનું ભાન ભુલાવી દે છે. અરે ..,દેશાગમન સમયે પણ એમણે સવૅપ્રથમ ચરણસ્પર્શ ,માતા કૈકેયી કે જે એમના વનવાસનું કારણ હતા તેના કરેલા..! માટે જ તો એ ‘મર્યાદા પુરુષોત્તમ ‘કહેવાયા. હાર્દ એટલું જ કે ‘જીવનમાં આવેલાં કોઈ પણ ઝંઝાવાતનો ડટકર મુકાબલો કરવો હશે, તો મનની મજબુતી આવશ્યક છે.’ મુશ્કેલ પરિસ્થિતિઓ નિરંતર આવશે જ, માત્ર પ્રકારો કદાચ અલગ હોય.

અહીં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ સાહેબની આત્મકથા ‘અગનપંખ ‘માં વણૅવેલ એમનાં બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે. કલામજી અને એના પિતરાઈ ભાઇ બન્ને નાળિયેરીના ઝાડ ઉપર ચડ્યા હોયછે , એકાએક જોરદાર પવન ફૂકાવા માન્ડે છે, જાણેકે વાવાઝોડું! બન્નેના પિતા દોડી આવ્યા. કાકાએ પુત્રને રાડ પાડી: ‘જો જે હો..પડીશ ,ધ્યાન રાખજે.’ ને બાળ કલામજીના પિતાએ સ્વસ્થતા ને મક્કમતાથી કહ્યું: ‘ધીરે ધીરે પકડીને નીચે ઉતારી જા.’ કાકાની એકાએક રાડ , ને પિતરાઇનો હાથ છુટી ગયો. અહીં સર્વપ્રથમ ચૂક કાકાની , જો એ ભયની લાગણીના બદલે શાંતિ રાખી શક્યા હોત તો..? બાળ માનસને જ આત્મવિશ્વાસના પાઠ શિખવવામાં આવે , તો એ ભવિષ્યમાં આવતી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો આસાનીથી ઉપાય શોધી શકે કે એને નિવારી શકે. બાળકોને જો નાનપણમાં જ સુખ-દુઃખ, પાસ-નાપાસ આગળ આવવું કે ક્યારેય પાછળ રહી જવું, એ દરેક વખતે સમતુલા રાખતા નાના-નાના પ્રસંગો દ્વારા શીખવીએ , તો એ ક્યારેય નાસીપાસ ન થાય. બાકી અત્યારે તો પ્રાથમિક શાળામાં પણ માતા- પિતા અને બાળક એક-એક ગુણ માટે રડવા બેસી જાય છે.

અહીં, ફકત મુશ્કેલીઓમાં જ સંયમ કે સમતા આવશ્યક છે એવું જરાયે નથી. આપણે સત્તા, પૈસા, રુપને કારણે છકેલા લોકો પણ અસંખ્ય જોયા જાણ્યા છે. પરંતુ, સત્તાની ખુરશી હંમેશાં મુછમા હસતી હોય છે કે, હે મનુષ્ય.. તારા પહેલાં અહીં અનેકો આવ્યા ને ગયા, કોઈ મને સાથે લઈ જઈ શક્યું નથી! ને.. ખુરશી ગયા પછી ‘સાહેબ’નો કોઈ ભાવ ન્હોતા પુછતાં એ આ સગી આંખો એ જોયું છે! માટે સત્તા ને સંપત્તિ સાથે નથી આવતા. કાયમી તો આપણા વાણી વર્તનની સુવાસ રહે છે. એ કાયમી સોડમ માટે ઉત્તમ સંસ્કાર આવશ્યક છે ને એ માટે સ્થિર મન જરૂરી છે. ‘અતિ હંમેશાં વર્જ્ય ગણાય.’  પછી એ વાણી , વર્તન, લોભ, મોહ,લાલચ, કુડકપટ, સત્તાલોભ,સત્તામદ, સંપત્તિ કે અતિ લાગણી, પ્રેમ, અપેક્ષા ગમે તે હોય.. પણ હાનિકારક છે. નિરંકુશ કંઇ પણ, ભલે એ વપરાશ હોય કે પછી દમન હોય નુકશાન નોતરે છે. સ્પ્રિંગને વધુ પડતી દબાવીએ તો એ છટકે, ને સ્થિતિસ્થપકતા ગુમાવી દે છે. માટે વધુ પડતો મન ઉપર કાબુ પણ વિષમતાઓ નોતરે છે. એટલે જ સમતા, સ્થિરતા, સંયમ અતિ આવશ્યક છે.

સુપ્રસિદ્ધ અમિતાભ બચ્ચનજીનું જીવન એટલે ‘રોલરકોસ્ટર’ની સફર જાણે..! અનેક ફ્લોપ ફિલ્મો, પછી સફળતા ના શિખર ઉપર, ફરી કોઈ કારણે આર્થિક ફટકો, સામાજિક બદનામી, માનસિક પરિતાપ, વળી નવી સફર .. ને અતિ સફળતા અને સમ્માન, છતાં નોંધપાત્ર સાલસતા. પરંતુ , આ બધા પાછળ માત્ર ને માત્ર એક જ કારણ મનની મજબુતી, મનની સ્થિરતા, મન પર કાબૂ અર્થાત ‘સંયમ’.

અતઃ  ‘ઐશ્વર્યનો મિથ્યા અહંકાર ટાળવો કે માથે ગમે તેવા સંકટના વાદળો ઘેરાયેલા હોય ધીરજ ગુમાવવી નહીં.’

_________________________________

_૮) શ્રદ્ધા ભટ્ટ

શીર્ષક- લગામ

શબ્દો-૩૮૮

સંયમ. ફક્ત ત્રણ અક્ષરનો શબ્દ. લખાણમાં અને બોલચાલમાં કેટલો સહેલ લાગે છે? પણ જીવનમાં એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો એટલો જ અઘરો છે. ઘણી જગાએ વાંચ્યું હોય, સંયમિત જીવન જીવવું જોઈએ. લોકો પાસેથી સાંભળ્યું હોય, થોડો સંયમ રાખતા શીખો. આ શીખવું, જાત પર સંયમ રાખતા શીખવું એ ખરેખર તો ગજબનું કપરું કામ છે! 

ધર્મના દસ લક્ષણોમાનું  એક છે – ઇન્દ્રિય પર સંયમ. ઇન્દ્રિય નામ પડ્યું છે ઇન્દ્ર પરથી. ઋગ્વેદમાં  ઇન્દ્ર માટે એક સરસ વાક્ય કહેવાયું છે. – इदम् द्रष्टा इति इन्द्र: 

જે જુએ છે તે ઇન્દ્ર. અહી ઇન્દ્રને  કોઈ સ્થૂળ દેહધારી દેવના પ્રતીક તરીકે નથી લેવાયો. ઇન્દ્ર એ છે આપણ બધામાં વસે છે. જે બધે જ છે, જે બધું જ જુએ છે. ઇન્દ્ર પરથી નામ આવ્યું ઇન્દ્રિય. ઇન્દ્રિયોના સ્વામી એટલે ઇન્દ્ર. 

હવે પ્રશ્ન એ થાય કે ઇન્દ્રિય પર સંયમ રાખવો એટલે શું? સ્થૂળ રીતે જોઈએ તો આ વાતનો અર્થ નીકળે માનવ દેહની ઇન્દ્રિયો પર સંયમ કરવો. પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી બનેલો આ દેહ. એની ઇન્દ્રિય પર સંયમ મેળવવાની વાતો ઘણી થાય છે. નિગ્રહ કરો, મન મક્કમ કરો એટલે બધું જ શક્ય છે – ઉપદેશો પણ ઘણા અપાય છે. પણ ખરેખર સંયમ શક્ય છે ખરા? 

કર્મેન્દ્રિય એટલે જેના થકી દૈહિક કર્મ થાય એ. જ્ઞાનેન્દ્રિય એટલે જેના થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બંને મૂળ તો એકમેક સાથે જોડાયેલા છે. આંખથી જોવાનું કર્મ થાય, પણ દ્રષ્ટિ જ્ઞાનથી વિકસે. કાનથી સાંભળીએ પણ જે સાંભળ્યું એની સમજ જ્ઞાનથી મળે.

સંયમ રાખવાનો સ્થૂળ અર્થ થાય – ઇન્દ્રિયો થકી જે દૈહિક સુખ મળે છે એના પર નિયંત્રણ રાખવું. આ અર્થ અને એને પામવા માટેના પ્રયત્નો બધા જ કરે છે, પોતપોતાની આવડત મુજબ. મારે અહીં વાત કરવી છે સંયમમાં સૂક્ષ્મ અર્થની.

ગીતામાં કહ્યું છે કર્મશીલ રહીને ય જે સંયમિત મનથી કર્મ કરે છે એ મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે. 

અહીં કર્મશીલનો અર્થ થાય, કર્મને પ્રાધાન્ય આપી જીવન વ્યતીત કરવું. મનને સંયમિત રાખવું એટલે? 

ઇન્દ્રની વ્યાખ્યા જુઓ. જે જુએ છે તે ઇન્દ્ર. આપણી અંદર જ રહેલી એક એવી પરમ શક્તિ કે બધું જ જુએ છે. આપણા બધા જ કર્મો પરનું નિયંત્રણ મનની અંદર છે. સંયમ નામનું એ તત્વ સીધું મન સાથે જોડાયેલું છે. મન પર કાબૂ કરતા શીખી જવાય તો સંયમ આપોઆપ આવી જાય.

અહીં દૈહિક કર્મોને ત્યાગવાની કે નિયંત્રણ માં રાખવાની વાત નથી. મનની શક્તિથી મનને લગામ કસવાની વાત છે.

આંખને બંધ નથી કરવાની કે આંખ સામેના દ્રશ્યને પરાણે અવગણવાનું નથી. મન થકી દ્રષ્ટિને ફિલ્ટર કરવાની છે. 

*સંયમ સહેલ છે, બસ મનને નાથવાની લગામ પાસે કામ લેતા આવડવું જોઈએ.*

__________________________________

૯) નસીમ વિસાની

શબ્દ સંખ્યા : ૨૭૫

જીવનમાં શાંત રહો, સત્ય પર ચાલો, દઢ રહો, મનમાંથી હિંમતપૂર્વક ડરને મારી હટાવો મન જ રાજા છે

સમાજનો, ધર્મનો કે સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરવા કરતાં હૃદયનો જીર્ણોદ્ધાર કરશો તો બાકીનું બધું આપોઆપ થઈ જશે.

ઘર કેવી રીતે બાંધવું એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ એમાં સુખેથી કેમ રહેવું એ ભાગ્યે જ કોઈ જાણે છે

· જેમ વૃક્ષ પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતર ખેંચીને દઢ, મજબૂત અને સમૃદ્ધ બને છે તેમ દુઃખો સ્વીકારી, સમજીને સહન કરવાથી વ્યક્તિ પણ તાકાતવર થાય છે

· પારકા માટે પગથિયું ન બની શકો તો કંઇ નહિ , પણ ચાલનારના માર્ગમાં ખાડારૂપ તો ન જ બનશો

· બે દુ:ખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે. પણ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઇ જાય છે. આ છે સુખ ભયંકર છે એ વાતની સાબિતી

· જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય શકે છે પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહાન મૂર્ખ હોય છે

· દરરોજ ફક્ત પાંચ મિનિટનું સંકલ્પબળ અને તેની સાધના વ્યકિતનું જીવન બદલી શકે છે

· પાપ અને સાપ વચ્ચેનો મોટો ભેદ સાપ એક વખત મારે છે. જ્યારે પાપ ભવોભવ મારે છે.

· જીભ ને હાડકા હોતા નથી પણ જીભ જ હાડકા ભંગાવે છે

· સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે, તો હ્રદયમાં આવતી પ્રેમની ભરતી સામી વ્યકિતમાં રહેલા દોષોને ખેંચી જાય છે.

· દરેક વ્યકિત જ્યાં આપવાની વાત કરે છે , ત્યાં રામાયણ સર્જાય છે અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે

· અનોખો દાખલો દુનિયાને દઇ જા , અવિચળ જે રહે તે વાત કહી જા ,પછી સમ્રાટનો સમ્રાટ થજે , હે , માનવ!

· પ્રથમ સહુનો થઇ જા બધું જ લૂંટાઇ ગયા પછી પણ ભવિષ્ય તો બાકી બચેલું જ છે

· બધી કળાઓમાં શ્રેષ્ઠ કલા છે , હળીમળીને સાથે રહેવાની કળા.

· ઉધમ , સાહસ , ધીરજ બુદ્ધી,શક્તિ, અને પરાક્રમ આ છ ગુણ જેનામાં હોય છે તેને નસીબના દેવતા હંમેશાં સહાય કરે છે.

________________________________

૧૦)  પંચશીલા હિરાણી ( પંછી )

સ્વથી સાક્ષાત્કાર કરવો  કોને ન ગમે? પણ !!!! શું એ એટલું સરળ છે? બધાને ખબર છે કે ના, એટલું સરળ નથી, તો પછી શું છે જે એમાં બાધક બને છે?

કદાચ આપણું અજ્ઞાન, ધીરજનો અભાવ, માયામાં લોપાય જવુ, ઇન્દ્રિયોની ગુલામી, પરસ્પરના સંબંધોની કટુતા કે પછી ચિત્ત, બુદ્ધિ અને અહંકારના ઈશારે ભટકતાં રહેવુ.

તો ક્યારે પ્રકાશમાન થશે એ માર્ગ ? ક્યારે મળશે એ મંઝિલ ? ક્યારે ઉદય થશે જ્ઞાનરૂપી સૂરજનો ? ક્યારે ખિલશે આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ ? આ બધા જ પ્રશ્નોનો એકમાત્ર જવાબ છે *સંયમ*. જ્યાં સુધી કોઈ વ્યક્તિ સંયમના માર્ગે આગળ વધશે નહીં ત્યાં સુધી જ્ઞાનરુપિ અરુણોદય થવો શક્ય જ નથી. વાણી પરનો આપણો *સંયમ* આપણને સંબંધોની શ્રેષ્ઠતા ના શિખરે પહોંચાડે છે.તો વિચારોનો *સંયમ* આપણી વિધાયક ઊર્જાનો સંચય કરી નવચેતના પ્રદાન કરે છે. ઇન્દ્રિયોનો સંયમ ઉત્તમોતમ ચારિત્ર્યનું નિર્માણ કરી, વ્યક્તિને પતનના માર્ગે થી પાછી વાળી ઉન્નતિના માર્ગે અગ્રેસર રહેવા પ્રેરે છે. પ્રકૃતિ પણ આપણને સંયમથી જીવતા રહેવાની સતત પ્રેરણા આપે છે.

*સંયમ* એ આંતરિક જાગૃત હોવાની નિશાની છે. બાકી યંત્રવત ચાલતા આપણા જીવનમાં જો સંયમરુપી બ્રેક ન હોય તો, આપણું જીવન બરબાદ થતા ક્ષણ પણ લાગતી નથી.  સંયમથી માન મળે, સંયમથી આંતરિક ચેતના આળસ મરડીને નવ પલ્લવિત બને, અને સંયમથી સ્નેહ મળે, *સંયમ* થકી માયાથી પર થઈ પરબ્રહ્મની પ્રાપ્તિ થઇ શકે છે.મનુષ્યનો આંતરિક અને બાહ્ય  વિકાસ *સંયમ* વિના શક્ય જ નથી. ઉત્તમ ચારિત્ર્ય ની ટોચ પર સંયમ પહોંચાડે, અને *સંયમ* થકી વ્યક્તિ આદર્શ જીવન જીવવા તરફની પગદંડી તરફ આગેકૂચ કરે. ઈશ્વરની સમીપ રહેવાનો એક માર્ગ *સંયમ* પણ છે. 

જેમ નાના કુંડામાં કદી કોઈ મોટું વૃક્ષ પાંગરતું નથી તેમ *સંયમ* વિનાના માનવીનું જીવન ઘડતર કદી શક્ય બનતું નથી. જેમ ચંદન છે ત્યાં સુગંધ કાયમ રહે જ છે, તેમ *સંયમ* થકી વ્યક્તિ સતત ને સતત પ્રગતિ તરફ આગળ વધતી જ રહે છે. એક આદર્શ ઉચ્ચ વિચારધારા વાળું જીવન જીવવું જરા પણ અશક્ય નથી જો આપણે આપણી વાણી વર્તન અને ઇન્દ્રિયો પર *સંયમ* મેળવી શકીએ તો.

  સંયમ થકી અણમોલ એવા આ મનુષ્ય જીવનને પુષ્પની માફક 

 શકાય. અને એ વ્યક્તિત્વની સુગંધ ચોમેર પ્રસરાય જેના જીવન માં *સંયમ* છે…

__________________________________

૧૧) મીરા ડી વ્યાસ

શબ્દ સંખ્યા : 599 

તમારા મન અને ઈન્દ્રિયો ૫ર સંયમ રાખો, સદ્ ગુણો અ૫નાવો, આત્માના સાચા સ્વરૂ૫ને જાણવાનો પ્રયત્ન કરો. આત્માનું નિયમિતરૂપે ઘ્યાન કરો. તો જ તમે એ ખૂબ ગંભીર અસીમ આનંદ તથા અમરત્વને પ્રાપ્ત કરી શકો તથા અમર૫દ સુધી ૫હોંચી શકશોઆશરીરને જ આત્મા માની લેવો તે સૌથી મોટું પા૫ છે. એ ભ્રમનો ત્યાગ કરો અને સંયમી બની વાણી, વર્તન અને વ્યવહાર પર કંટ્રોલ કરવો જોઈએ, 

અવિદ્યા અને અજ્ઞાનના ઊંડા કૂવામાંથી બહાર નીકળો અને જ્ઞાનરૂપી સૂર્યની ઝગમગતી જયોતિને અંતરમાં ધારણ કરો. આ જ્ઞાનમાં બીજાઓને ૫ણ સાથી બનાવો.સંયમ અપનાવી  અ૫વિત્ર ઈચ્છાઓ અને કામુક લાલસા તમને બહેકાવી દે છે તેથી તેના પર કંટ્રોલ કરવો જોઈએ , 

ઇન્દ્રિયો દ્વારા મન અને મગજ પર કંટ્રોલ કરી શકાય પરંતુ આપણુ મન 

બહુ ચંચળ છે જો સંપૂર્ણ પણે તમે ઇશ્વરને શરણે થાવ તોજ સંયમ મળેછે, 

તેથી એ ૫ણ ના ભૂલો કે માનવજીવનનો મુખ્ય ઉદ્દેશ અને અંતિમ લક્ષ્ય આત્મસાક્ષાત્કાર કરવો એ જ છે. ખોટા બાહ્ય આડંબરો અને માયાના મિથ્યા પ્રપંચોમાં ના ફસાશો. કલ્પનાનાં મિથ્યા સ્વપ્નોમાંથી જાગો અને હલકાં નિરર્થક પ્રલોભનોની જાળમાં ફસાયા વગર નક્કર અને જીવતી જાગતી અસલિયતને ૫કડો. તમારા આત્માને પ્રેમ કરો કારણ કે આત્મા જ ૫રમાત્મા યા બ્રહ્મ છે. તે જ સજીવ મૂર્તિમાન સત્ય છે. આત્મા શાશ્વત છે તેથી આત્મામાં જ નિરંતર રહો. તમે જ બ્રહ્મ છો. એને ઓળખો. આ જ વાસ્તવિક સંયમ છે, 

શાસ્ત્રમાં વાણીને બ્રહ્મની ઉપમા આપીછે જ્યારે આપણે વાણી બોલીએ છીએ ત્યારે આપણા મન પર નહી સમગ્ર આખા સંવાદ પર પડઘાપડે છે માટે સંયમ રાખી બોલવુ જરૂરી છે કોઈ પણ વ્યક્તિ ને કઠોર વચન કહેવા એ કંઈ સાર નથી, 

શબ્દો કયારેક ઝેર જેવુ કામ કરે છે તો કયારેક અમૃત પણ બની જાયછે માટે જ 

અઠવાડિયે એક વાર મૌન ધારણ કરવુ જોઈએ ધાર્મિક અને આધ્યાત્મિક બની સંયમ રાખવો જરૂરી છે, 

માણસે આ મોહ, માયા, અહમ બધુ ત્યાગીને સંયમ ની રાહ અપનાવવી જોઈએ,

_________________________________૧૧૨) હિના મહેતા

શબ્દ સંખ્યા:-૧૩૦

સ્વ વડે નિયંત્રિત થતાં ભાવનાનો આવેગ એટલે સંયમ.એ બહુરૂપી હોય જેમકે વાણી ઉપર, લાગણીઓ ઉપર, બીજા ઉપર રખાતી અપેક્ષાઓ ઉપર, પ્રસિદ્ધિ ની ચાહના,ધન કમાવવાની આંધળી દોટ ઉપર , ખોરાક ઉપર , બીજા કરતાં હું જ શ્રેષ્ઠ છું એ અહંકાર ઉપર, સંબંધોમાં વગેરે…

સંયમ રાખતા પહેલા વ્યક્તિ ને પોતાના વિકારો વિશે જાણકારી હોવી જોઈએ અને  

ત્યારબાદ એ દોષ થી મુક્ત થવાની ઈચ્છા.જો મનુષ્ય પોતાના દોષો ને ઓળખી એમાંથી બહાર નીકળી એક શિસ્તબદ્ધ જીવન ની શરૂઆત કરે છે તો એ સંયમિત જીવન કહી શકાય.

સામાન્યમાંથી સંયમિત જીવન પ્રણાલી માટે યોગ, ધ્યાન, સદગુરુ નું માગૅદશૅન સંજીવની નું કામ કરે છે.સંયમમા નિયમોનું પાલન કરી માનવ એક દિવ્ય અને અલૌકિક આનંદ ની અનુભૂતિ કરી શકે છે.

પ્રકૃતિનું રૂતુ ચક્ર પણ સંયમિત હોય છે જો એમાં કાંઈ ઉતારચઢાવ આવે તો પ્રલય સજૉય છે.મનુષ્યને જો લયબદ્ધ જીવન જીવવું હોય તો સંયમ એ માત્ર વિકલ્પ છે.

__________________________________

૧૩) મિત્તલ ગાઠાણી.

શીર્ષક-હું અને મારો સંયમ

શબ્દ સંખ્યા: ૪૦૩ 

આમ તો લગભગ આપણે દરેક લોકો સંયમનો અર્થ ખુબ સરસ રીતના સમજતા જ હોઈએ છીએ. સાદી ભાષામાં કહીએ તો સંયમ એટલે બને ત્યાં સુધી મનને કોઈ વસ્તુ કે પરિસ્થિતિમાંથી વાળવાનો પ્રયત્ન કરવો.

સંયમ કેળવવા માટે ઘણી બધી ચર્ચાઓ પહેલેથી થતી જ આવી છે માટે આજે હું એમાં કોઇ વધારો નહીં કરતા લોકડાઉન દરમિયાન મારી જિંદગીમા સંયમ કેળવવા માટે મેં કરેલા અનુભવોનું થોડું અનાવરણ અહીં કરીશ.

સંયમ કેળવવો એટલે કોઈ વસ્તુ વાપરતા કે કોઈ પરિસ્થિતિ માં સરતું રોકવા માટે મનને મારવું એવું નથી.

 સંયમ કેળવવો એટલે જે તે વસ્તુ કે પરિસ્થિતિ વગર પણ રાજીખુશીથી ચાલે છે એવું મનને સમજાવવું. 

કોરોનાના કપરાં કાળ દરમ્યાન આપણે સૌએ એક રીતે તો સંયમના પાઠ જ ભણ્યા છે. આપણે બધાએ જાણ્યું કે બહારનું ખાધા-પીધા વગર, કામવાળાની સેવા લીધા વગર, મોંઘાદાટ કપડાં પહેર્યા વગર માત્ર સાદગીથી જરૂરી વસ્તુઓનાં વપરાશ સાથે પણ આપણે બધા કેટલું સરસ રીતે જીવી શકીએ છીએ. આટલું સાદગીપૂર્વક જીવન આપણે અંદાજે બે મહિના જેટલું જીવ્યાં પરંતુ શું તમે ક્યારે તમારા મનમાં અસંતોષ હોય એવું અનુભવ્યું?

મને ખાતરી છે કે આ પ્રશ્નનો જવાબ ‘ના’માં જ હશે. જ્યારે આપણે જીવનમાં સંયમ કેળવવાના પગથિયા ચડવાની શરૂઆત કરવા માંડીએ છીએ ત્યારે આપણે સમજી શકીએ છીએ કે સંયમ કેળવવા માટે બળજબરીથી મનને મારવું જરૂરી નથી. કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે સંયમિત ત્યારે જ બની શકે જ્યારે તેના મનમાં સંતોષ નામના બીજનું રોપણ થાય. જો તમને મનથી જ કોઈ વસ્તુ કે પરિસ્થિતિ માટે સંતોષ ન હોય છતાં પણ જો તમે તમારા મનને અટકાવો તે વસ્તુ કે પરિસ્થિતિ તરફ જતાં, તો એને મનને મારવું કહેવાય નહીં કે સંયમ માં રાખવું.

જ્યારે મેં પણ સંયમિત જીવન શૈલી જીવવાની શરૂઆત કરી ત્યારે મેં પણ આપણી રોજિંદી દિનચર્યામાં ડગલેને પગલે ઘણી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો કે જ્યારે અમુક ક્ષણોમાં મને થયું કે શા માટે હું આ વસ્તુથી કે પરિસ્થિતિ વિના જીવવાની કોશિશ કરું છું? પરંતુ જેમ-જેમ મારું જીવન સંયમિત થતું ગયું તેમ તેમ મન પણ સંતુષ્ટ થતું ગયું. 

માત્ર અમુક કપડા ન પહેરવા, અમુક વસ્તુઓ ન ખાવી, અમુક વસ્તુઓ ન બોલવી, અમુક વસ્તુઓ ન વાપરવી એ જ સંયમ નથી. સંયમિત જીવનનું પ્રથમ પગથિયું આ બધું હોઈ શકે પરંતુ જ્યારે તમે સંયમિત જીવનની ચરમસીમા પર પહોંચો ત્યારેજ તમે સમજી શકો કે જીવનમાં જ્ઞાનથી વિશેષ કાંઈ જ નથી કોઈપણ ભૌતિક વસ્તુનું સુખ એની તુલનામાં આવી શકતું જ નથી. મારા મતે તો સંયમિત જીવન ઈશ્વરે આપેલી અણમોલ જીંદગી જીવવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. માટે જ હું હરહંમેશ ઈશ્વરને એ જ પ્રાર્થના કરું છું કે-

 હે પ્રભુ! મને જીવનની નિસરણી

સંયમ ના સોપાનથી ચડાવજો.

_________________________________________________

મુંબઈ

૧) મીનાક્ષી વખારિયા 

શીર્ષક : આત્મસંયમ

શબ્દ સંખ્યા : ૨૧૪

‘આત્મસયંમ’

સંયમ એટલે શું? 

પોતાની વૃતિઓનું, ઇચ્છા આકાંક્ષાનું દમન કરવું? આ તો સરાસર અન્યાય છે. બુદ્ધિપૂર્વક, હકારાત્મક વિચાર, મનન કરીને જાત માટે ધીરજપૂર્વકનો સંયમ સાધવો એ જ ખરી સાધના છે. 

આજે કોઈને પણ બંધન ગમતું નથી. તોય સહુને પોતપોતાની ચાદર કેટલી લાંબી છે એ ખબર હોવી જોઈએ અને એ પ્રમાણે જ પગ ફેલાવા જોઈએ, એ વાત તો ગાંઠે બાંધવી જ જોઈએ. સુખમાં છકી નહીં જવાનું કે દુઃખમાં નાસીપાસ નહીં થવાનું. આચાર, વિચાર, વાણીનું સમતોલન સાધી જીવન વ્યવહાર નિભાવતા  રહેવું.

હમણાંનો જ દાખલો લઈએ. આજે આપણે બધાં લગભગ ત્રણેક મહિનાથી લોકડાઉન જેવી સ્થિતિમાં પોતાના જ ઘરમાં નજરકેદ ભોગવી રહ્યાં છીએ. ચાર જોડી કપડામાં આરામથી જીવી રહ્યાં છીએ. મોલમાં ખરીદી કરવા નથી ગયાં. હોટલમાં ખાવા નથી ગયાં તોય આપણે ખુશ છીએ, જીવતાં છીએ. જ્યાફત કે મિજબાનીઓ નથી કરી. ફિલ્મો નથી જોઈ કે સામાજીક કે કૌટુંબિક મેળાવડા પણ નથી કર્યા. આપણું શું બગડી ગયું? કશું જ નહીં. આપણી તબિયત અને પર્યાવરણ સુધર્યા કે નહીં? 

ઉલ્ટાનું ઓછા ખર્ચે પણ, બહુ જ ઓછી જીવન જરૂરિયાતની ચીજોથી પણ મજાથી જીવી શકાય છે કે નહીં? આજે લોકડાઉનને લીધે આપણને આત્મનિર્ભરતા આત્મસંયમનો પાઠ શીખવા મળ્યો છે. જે ખરેખર તો આપણાં સારા માટે જ છે. ભવિષ્યમાં પણ આ રીતે સંયમિત જિંદગી જીવતા રહીશું તો જીવતરનો ખરો આનંદ માણી શકીશું. આવનારી પેઢીને પણ સંયમના પાઠ શીખવાડી શકીશું જે એમને ખૂબ જ ઉપયોગી થશે.

_________________________________

૨)  શિલ્પા શેઠ “શિલ્પ

શીર્ષક -સંયમ 

શબ્દ સંખ્યા -૧૩૨

ક્રોધ પર અંકુશ રાખે એ જ નથી સંયમ, 

ક્રોધને ઓગાળી શકે એ જ ખરો સંયમ. 

વાણીપર પ્રભુત્વ રાખે એ જ નથી સંયમ, 

માનથી જે સમજાવી શકે એ જ ખરો સંયમ. 

“શિલ્પ”

   સંયમ…પોતાની ઇન્દ્રિયો પર મેળવેલો વિજય. અકારણ કે સકારણ બનેલી ઘટનાને સમજી, અર્થઘટન કરી એની અવળી અસર મન,વાણી કે વિચારોમાં ન થવા દેતા એને સકારાત્મક રીતે આત્મસાત કરી જીવનને ઉચ્ચ ધ્યેય તરફ લઈ જવામાં કરવો એ જ સાચો સંયમ. 

ક્રોધ આવે ત્યારે સમજું લોકો મૌન સેવે છે પણ મનમાં એ પરિસ્થિતિ સાથે સમાધાન નથી કરી શકતા અને ઘણીવાર વિનાકારણે પ્રતિશોધમાં લાગી જાય છે. વાણીથી તો સંયમ સેવે છે પણ વર્તનમાં નહીં. ક્રોધ પર સંયમ મેળવવો એટલે ખરેખર બનેલી ઘટના સાથે પોતાની નીતિમત્તાને મૂલવી, સકારત્મક દ્રષ્ટિ કેળવી ઉન્નતિ તરફ પ્રયાણ કરવું. 

     પ્રતિક્ષણ મન અને આત્માને ઉર્ધ્વગતિ તરફ લઈ જતી પ્રક્રિયા એટલે…સંયમ. 

__________________________________

 ૩) જયોતિ ઓઝા

શીર્ષક – સંયમ

શબ્દ સંખ્યા :- ૧૧૦ શબ્દો

                        સંયમ

        સંકલ્પશક્તિનો વિકાસ એટલે જ સંયમ. મનની ઘણી બધી માંગણીઓ હોય છે. પણ અયોગ્ય માંગણીઓનો અસ્વીકાર કરીએ એ જ સંયમ છે. આપણી પાસે ઘણી બધી શક્તિઓનો ખજાનો છે. પણ બહુ જ થોડી શક્તિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. સંયમ એ આપણા શરીરનું મજબૂત મનોબળ દર્શાવતું એક ઉર્જાસ્ત્રોત છે.

        સંયમથી  મનુષ્ય બહારના દબાણોને વશ થતો જ નથી. પ્રભાવિત પણ નથી થતો. સંયમનું સૂત્ર છે  -દરેક કામ સમયસર કરો. નિશ્ચિત સમયે કરો તો તમારી સંયમ શક્તિ પ્રબળ બની જાય છે.

       સંયમ એ એક પ્રકારની પરીક્ષા છે.મન માંગણીઓ કર્યા જ કરે છે. પણ સંયમ થી આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. સંયમ શક્તિનો વિકાસ કરતા રહેવું પડે છે નહી તો આપણું મનોબળ ડગીમગી જાય છે. એટલે એવા કાર્યો કરવા જે તમને સફળતા અપાવે, મનોબળ મજબૂત કરે અને તમને ઉર્જા આપે. એકાગ્રતા ખૂબ જરૂરી છે તે જ તમારા લક્ષ્યને પૂરું કરશે.

      મનનો સંકલ્પ દ્રઢ હોવો જોઈએ. ઘણા બધા કારણોને લીધે આપણા વિચારો બદલાઈ જતા હોય છે. પણ શાંતચિત્તે વિચાર કરી લીધેલા નિર્ણય આપણને જીવનમાં આગળ લઈ જાય છે. સંયમ એટલે વિચારો નું યુદ્ધ મગજ અને મન બંને અલગ-અલગ દિશા સૂચવે છે. પણ જો આપણી મહત્વાકાંક્ષા અને પ્રબળ આત્મવિશ્વાસ હોય તો થોડું જતું કરીને પણ જંગ જીતી શકીએ છીએ.

     સંયમ રાખતા તમે ઘણી બધી જંજાળથી આંટીઘૂંટીમાંથી પણ બચી શકો છો.

__________________________________

૪) બીજલ જગાડ

 શીર્ષક-સંયમ

શબ્દ સંખ્યા – ૧૨૧

*અહમ શૂન્યમ*

*આત્મા પૂર્ણમ*

*સંયમ* એટલે આત્મા – નિયંત્રણની ક્ષમતા – જાત સાથેની મુલાકાત : આત્માના દૃષ્ટિકોણથી કાર્યરત

તમારી જાત પર વિજય મેળવી પોતાને જાગતો, જીવતો and જીતતો કરો એજ સંયમ.

જાત પર નિયંત્રણ છતા એમાં જાત નથી ,ફક્ત ને ફક્ત શુભ ચેતના અને તે શુદ્ધતામાં તમે અસ્તિત્વના સ્વામી છો.

એક ઊર્જા , અને આજ ઊર્જા ના અમર્યાદિત જળાશય ને સ્પર્શી એનો સ્વાદ લઈ , સત્સંગ મા એક પ્રાર્થના ઊઠે છે ત્યારે એકાંતમાં તમારા શુદ્ધ અસ્તિત્વની અનુભૂતિ એટલે *સંયમ પર સ્વયંની આવૃત્તિ* તેથી જ્યારે તમે તમારી જાતને આદર આપો છો એટલે કે અહમથી મુક્ત થાવ છો સાથે સાથે કોઈ પણ ને પ્રભાવિત પણ કરવા માટે  મુક્ત છો અને તે તમારા નમ્ર બનવાનું ઉત્પાદન છે અને બ્રહ્માંડ હંમેશાં એનોજ હાથ ઝીલે છે જે સ્વયમ પ્રેમાળ અને નમ્ર છે.

પ્રાર્થના

અમદાવાદ શાખા

૧)  રશ્મિ જાગીરદાર

ગામ… અમદાવાદ

શીર્ષક… જીદ ના કર

પ્રભુ સાંભળ, 

પ્રાર્થના એ 

મારા મુખની વાણી નથી,

નથી એ કાગળ પર લખાયેલા શબ્દો,

કે નથી ટાઈપ કરેલા અક્ષરો. 

પ્રાર્થના તો, 

મારા અંતરે ઉદ્ભવેલી સરવાણી છે. 

દિલના દ્વારા તને થયેલો પોકાર છે. 

મનના માંડવડે પધારવા, 

તને મોકલેલું આમંત્રણ છે. 

શું તને તે સંભળાય છે? 

ના? તો સાંભળ. 

બસ આજે તો સાંભળ 

અને અમને તારાં બાળકોને સંભાળ. 

આજે અવગણવાની જીદ ના કરીશ પ્રભુ. 

_________________________________

૨) આરતી સોની

શીર્ષક – કર્મ

હે ઈશ્વર..

મંદિરનો ઝાલર ટાણાનો 

ઘંટારવ કેમ ગુંજતો નથી?

શંખે સાદ દીધો 

ક્યાં ગયા ભક્તો બધા 

પ્રભુનું કરતાં હતાં લાલનપાલન

હમણાંથી સ્મરણ 

એ કરતાં નથી? 

ગલીએ ગલીએ હતો શોરબકોર

દાન, ધર્મ, પૂણ્ય કરવા 

મળ્યું જીવન કહેતા’તા

એ પૂજારી એકાંતમાં કાં

સરી પડ્યાં?

કર્મ..

કર્મણ્યે વાધિકારસ્તે

મા ફ્લેષુ કદાચન

સારા કર્મનું ફળ સારું મળે જ છે

ગમે તેટલાં મંદિરના પગથિયા 

ઘસી નાખીશું 

તોયે કરેલા કર્મો પીછો 

નથી છોડતાં..

કર્મ એટલે જ!! 

એક્શન # રિએક્શન 

__________________________________

.

૩) એકતા નીરવ દોશી

 શીર્ષક : આક્રોશ

શું કરું પ્રાર્થના તુજને ઓ ઈશ્વર,

તું જ તો પરમાત્મા ને હું છું નશ્વર.

હું પૂછું તને દુઃખ દર્દ કેમ બનાવ્યા,

સંતાનોને તે લાચાર કેમ બનાવ્યા.

યાદ કરે તને એ તકલીફમાં એ તારી ગરજ તો નથી,

એવું પણ થોડું છે કે ન યાદ કરનારની સમીપ તું નથી.

અર્ચું તને એટલું જ કે પરીક્ષા લેવાનું બંધ કર,

પરમ પિતા છો તો પિતા જેટલા લાડ તો તું કર.

સંતાન તારું નહીં વંઠે એટલી ખાતરી તું રાખ,

ખુશ રહેશે સૌ જીવ તો નહીં જ ડૂબે તારી સાખ.

હું કરું પ્રાર્થના તુજને ઓ ઈશ્વર,

માનવની પરીક્ષા લેવાનું બસ કર!

માનવની પરીક્ષા લેવાનું બસ કર!

__________________________________

૪) કિરણ પિયુષ શાહ

શીર્ષક :- પ્રભુ આતો કેવું કહેવાય

મંદિરના પગથિયાં ચડુને મનની અશાંતિ ભાગતી,

દરશન કરતા સઘળી ચિંતા દૂર થઈ શાંતિ જાગતી.

પ્રભુ આતો કેવું કહેવાય?

આંખ મીચું ને વિચારેલું બધું મન મહી રહી જાતું,

વંદન કરતાં રોમ રોમ બસ તારા જ ગુણલા ગાતું.

પ્રભુ આતો કેવું કહેવાય?

જીવનની ખારાશ બધી  આચમન કરતાં દૂર થાતી,

પ્રાર્થના મારી વગર બોલ્યે સ્વીકારાય પણ જાતી.

પ્રભુ આતો કેવું કહેવાય?

પગ દોડતા મંદિરિયે જાવા, હૈયું ત્યાં ખૂબ હરખાતું,

શીશ નમતું તારી આગળ, ને ભક્ત હ્રદય પરખાતું.

પ્રભુ આતો કેવું કહેવાય?

આખા રસ્તે મન વિચારતું આજ પ્રાર્થનામાં માગું,

પહેલે પગથિયે પહોચું ત્યાં તો સધળું ભૂલી ભાગું.

પ્રભુ આતો કેવું કહેવાય?

હરિ મારો હ્રદયે વસ્યો શ્વાસે શ્વાસે નામ તારું ગાઉં,

ભક્તિ તારી કરતાં પહોચું સ્વધામ, શરણ તારે આઉં.

પ્રભુ આતો કેવું કહેવાય?

સ્વાર્થનાં સંબંધ છોડી સાચું સગપણ તારી સાથે બાંધુ,

એક જ ભાવના ભાવે મનડું, અંતે મળે સત્સંગી ને સાધુ.

પ્રભુ આતો કેવું કહેવાય?

__________________________________

૫) સ્વાતિ સુચક શાહ

શીર્ષક-વચન નિભાવ

તે જ તો કીધું હતું-

संभवामि युगे युगे !

 નહીં પાળે તારું વચન?

      કે પછી..

 ભૂલી ગયો, દીધું વચન?

  આ કલિના અંતમાં,

તું આવશે, ધાર્યું હતું.

અંત હજી કેટલો છે દૂર?

આ નૈન છે મારાં હવે ભરપૂર..

      હશે આ યુગનો અંત

             શું

   આથીયે વધુ ભયાવહ??

   વિચાર આ સદાયે ડરાવતો,

   જાણતો તું પણ હશે જરાક તો!

             જો ને,

    માણસાઈ ના રહી છે

      માનવીમાં લેશ પણ,

   લોભ, ઈર્ષા, વાદ, ચર્ચામાં

      ખોઈ છે જાત પણ,

 હોડ પર મૂકી દીધાં છે..

સંસ્કૃતિ, સંબંધ, પ્રેમને પરિવાર,

રંજ નથી કે નુકસાન કર્યું પ્રકૃતિને પારાવાર,

પ્રકૃતિએ ફરજ નિભાવી,

ધાર્યું રૂપ વિકરાળ.

         તું… 

 ક્યારે કરશે આમ?

સંબંધોની ના ગરિમા,

હેવાનિયતની પણ ન સીમા,

 આચરે છે સૌ ગુનાઓ,

પણ ન પામે છે સજાઓ,

રે હજારો પૂતનાઓ

અવતારી છે આજ તો.

    હવે તો..

હે કરૂણાકર, હે યોગેશ્વર,

 અવતાર ધર, અવતાર ધર.

_________________________________

૬) તેજલ શાહ ” રેવા “

શીર્ષક : અરજ

હે ઈશ્વર..

વિશ્વ વિધાતા,

કરું અરજ એજ જન્મદાતા.

આવે દુઃખની ક્ષણો જ્યારે,

ત્યારે હિંમત મને તું આપજે.

ભટકું હું મારગડો જ્યારે,

ત્યારે રસ્તો મને તું બતાવજે.

અહં નો ભાવ જન્મે જ્યારે,

ત્યારે દીનતા મને તું આપજે.

શ્રધ્ધા મારી ડગમગે જ્યારે,

ત્યારે જ્ઞાનનું ઝરણું મારામાં વહાવજે.

અંતે કરું હું એટલી જ અરજ કે,

 અંત સમય મારો આવે જ્યારે,

ત્યારે તારા ચરણે લઈ મને તું તારજે.

_________________________________

૭) કુસુમ કુંડારિયા,

 શીર્ષક: હે, ઇશ્વર

હે’ ઇશ્વર મારી હરએક ક્ષણનો સાક્ષી તું બનજે

મારું ચિત્ત વેદનાથી મુક્ત બને, ઉમંગ હૈયે તું ભરજે.

ઓ વહાલા પ્રભુ દરેક જીવોનો રક્ષણહાર છે તું.

કૃપા તારી સદાયે વરસાવી સૌના સંકટ તું હરજે.

હે પરમ પિતા હ્યદયમાં કશીક મથામણ ચાલે ત્યારે,

આશ્વાસનના બે બોલ બોલી હાથ મારો તું પકડજે,

હવે બીજું તો શું માંગુ તારી પાસે હે દીનાનાથ!

મૃત્યુ હોય મારી સમીપે ત્યારે હામ હૈયે તું ભરજે.

મારામાં રહેલાં નિજત્વને તું હંમેશા જગાડજે.

દીનહીનને તરછોડાયેલા લોકનો ઉધ્ધાર તું કરજે.

__________________________________

૮) મીનળ. પંડ્યા.જૈન

શીર્ષક: પરમની પ્રાર્થના

વિસ્તર્યું વિશ્વ અજંપામાં

વધ્યો અવિરત કકળાટ

મનોરોગી અશાંત માનવમાં

ખૂબ કોલાહલ મર્મરાટ

ત્યાં ઉઠ્યો નાદ ભીતરમાં

તું કસ્તુરી મઘમઘાટ

ગ્રાહ હાથ દીનનો દુઃખમાં

બન માનવ વિરાટ

શુભ થાઓ સકલ વિશ્વમાં

કર પ્રાર્થના લાગલગાટ

__________________________________

૯) હિમાલી મજમુદાર

શીર્ષક: અનૂભૂતિ

નયનરમ્ય છબી મનોહર

નિત સ્મરું હું  હ્રદયે ધરી

પથ આમારો તું જ ઉજાળ

હે આદિત્ય તેજોમય બની

               માટી કેરા પીંડથી જન્મ્યો

               પુરજે શ્વાસે શ્ચાસે પ્રાણ 

               જીવને શિવનો ખેલ ન્યારો 

               કરજે મારી નૌકા ભવપાર

આવે વિપદા તું સધિયારો

એવો વિશ્વાસ અપરંપાર

અગણિત છે ઉપકાર તારા

તુંજ મારા જીવનનો આધાર

          સત્યમ્ શિવમ્ સુંદરમ્ થકી

          સંસારના આ સૌંદર્યને નિરખી

       ‌   અહોભાવે તારા પગ પખાળી

          થાજો અમારા અંતરે વૃષાલી

__________________________________

૧૦) પ્રિયંકા કે સોની 

શીર્ષક: નિઃસ્વાર્થ સંબંધ

પ્રભુ તું જ મારો હાથ પકડ , 

જીવનનો સાચો રાહ બતાવ.

પરિસ્થિતિ પ્રતિકૂળ થાય ,

ત્યારે મનમાં શાંતિ સ્થાપ.  

છે અહીં સ્વાર્થનાં સંબંધો,

તું નિ:સ્વાર્થ સંબંધ બાંધ.

ના છૂટે આ સંબંધની ગાંઠ,

એવા અતૂટ વચન આપ.

શ્વાસ ચાલે છે ત્યાં સુધી,

તારામાં અડગ શ્રદ્ધા આપ.  

નથી બંધાવું આ ભવફેરાના

બંધનમાં,તું મને મોક્ષ આપ.

_________________________________

૧૧) પ્રફુલ્લા” પ્રસન્ના

શીર્ષક- સમજ

જાણી શકું સાચું સઘળું અસત્યને તારી શકું

સ્વાર્થ કેરા સંબંધો છોડી પ્રભુમય હું બની શકું

હૃદય હોય વિશુદ્ધ અને તું મારી પ્રાર્થનામાં હોય

દાનને ગુપ્ત રાખી આનંદને વહેંચી શકું

હોય વ્યક્તિ કોઈ પણ આત્મસન્માન આપી શકું

નિરર્થક લાગતી  વાતો સહુની શાંતિથી સાંભળી શકું

સમય,ક્ષમા અને પ્રેમ આપવામાં ઉદાર બનું

કોઈનાય દર્દની વાતનો મજાકિયો હું ના બનું

દર્દી બનીને દર્દને એના હું પામી શકું

ચાર દિવસની જિંદગીની આવન જાવન માણી શકું

લાગણીના સ્પંદનો મારા દરેક દિલમાં મોકલી શકું

હૃદય કોઈનું તોડું નહીં એટલી સમજ દે હે પ્રભુ!

કષ્ટ આપજે તું મને તારે આપવા હોય એટલાં

તારા બધા તાપ-શેક  શાંતિથી હું સહી શકું

હું માનવી માણસ બનું એ જ પ્રાર્થના કરું તને

ક્ષમાપના માંગુ હર પળ સાચા રસ્તે  દોરો મને.

__________________________________

૧૨)મનિષા શાહ

એકજ તારો આસરો છે ઈશ્વર 

તારા વિના ક્યાં આરો છે ઈશ્વર 

હું ભટક્યા કરું નીત નવા ધામ

ને મારામાં જ છુપાયો છે ઈશ્વર 

ના કોઈ રૂપમાં ના કોઈ સ્વરૂપમાં 

રચેલી શ્રુષ્ટિમાં દેખાયો છે ઈશ્વર 

જેનું દરેક સર્જન બન્યું બેનમૂન 

હાજર એમાં વર્તાયો છે ઈશ્વર 

નથી કોઈ રસ્તો એને પામવાનો

એક શ્રધ્ધાથી જીતાયો છે ઈશ્વર 

__________________________________ ૧૩)રીટા જાની

શીર્ષક: તારણહાર

પ્રાર્થના મારી, જગના તાતને,

સંભાળજો, આ તમારા બાળને.

અહમનો કોલાહલ શમે,

ઈશનો શાંત છંદ પ્રગટે.

 ધન-દોલતનો લોભ ન જાગે,

 સત્તા-મહત્તા કેરો મોહ ત્યાગે.

પ્રેમભર્યું પ્રભાત ઊગે,

સેવાકાર્ય હો સમી સાંજે.

સેવાકાર્યે શક્તિ પુરજે,

પરમાર્થે કરજે ટેકો.

આપવું હોય તો મન આપજે,

નિસ્પૃહ એવું, કદી ના યાચે.

ભોમિયો બની દિશા સૂચવે,

ઋણસ્વીકાર મારા હૃદયે.

તારણહાર, છો શ્રદ્ધા તાવજે,

ભવાટવિમાં શરણાગત તારજે.

તારા માટે ફરિયાદ શાને

આ તો ફરી ફરી યાદ વાતે

મૌન મારું જે જાણે

શબ્દોથી શું એને પ્રાર્થે?

_________________________________

૧૪) પૂજા(અલકા)કાનાણી

શીર્ષક-અનોખી પ્રાર્થના

હે દયાનિધાન!

નથી મારી પાસે અઘરાં શબ્દો, કે નથી ઉચ્ચ મહત્વકાંક્ષા.

હું તો લાવી  છું માત્ર,

હૃદયની યાચના.

મને સદાય સુખ મળે એવી કૃપા નથી જોઈતી,

મળે દુઃખ જો થોડું તો તને યાદ કરું.

અરે, કયારેક બીમાર પડું તો વાંધો નહીં,

જેથી તારા દીધેલાં શરીર ની અવગણના ન કરું.

થોડી તકલીફ પણ આપજે, હો મારા વ્હાલા!

 નહીંતર મુસીબતમાં હાથ ઝાલનારને કેમ ઓળખીશ?

અને હા, આર્થિક સંકળામણ આપવાનું પણ ભૂલતો નહીં હો,

કારણ કે,  તો જ મહેનતથી કમાયેલા રૂપિયાનું મહત્વ સમજીશ, ખરું ને?

હે કરુણા કર!

થોડી સફળતા પણ આપીશ ને?નહીં તો મારી ઈર્ષા કરનારને કેમ પારખીશ?

થશે તને કે આવી પાર્થના તો પહેલીવાર સાંભળી!

પણ બધાંથી અલગ છે એટલે આશા છે, તું જરૂર સાંભળીશ.

________________________________

૧૫) ઉર્વશી શાહ

હે સ્નેહ અને કરુણાના આરાધ્ય દેવ!

તમે સર્વવ્યાપક,સર્વશકિતમાન અને સર્વજ્ઞ છો.

તમે બધાં ના અંતરવાસી છો!

અમને ઉદારતા,સમદર્શિતા અને મનનું સમત્વ પ્રદાન કરો.

શ્રદ્ધા ,ભકિત અને પ્રજ્ઞાથી આમને કૃતાર્થ કરો.

અમને આધ્યાત્મિક અંત:શકિતનુ વર આપો. જેનાથી અમે વાસનાઓનુ દમન કરી એના પર મનોજય પ્રાપ્ત કરી એ.

અમે અંહકાર,લોભ અને દ્વેષથી દૂર રહીએ.

અમારું ધ્યાન દિવ્ય ગુણોથી પરિપૂર્ણ હોય.

બધાં જ નામરૂપોમા તમારું દર્શન કરીએ.

હંમેશા અમે તમારી જ મહિમાનું ગાન કરીએ.

__________________________________

૧૬) અર્ચિતા દીપક પંડ્યા

હે જન્મદાતા, પોષક, ત્રાતા!

નમીએ સદા ઓ પાલનહારા!

                  હે જન્મદાતા…..

અંધારે તમે તેજ રોશની છો

જગતવનની  સુગમ કેડી છો

          સાથ સદા તમે આપનારા

           બાળ સમા  સાચવનારા

કૃપા તમારી બનાવી રાખજો

આશિષ અમારા ઉપર રાખજો…

                    હે જન્મદાતા….

સંસાર સાગરે  દીવાદાંડી છો

સન્માર્ગી થવા, તમે  કડી છો

              આંખમાં અમી તમે રાખનારા

               સાચી શાંતિ તમે આપનારા

ભાવના અમારી ઊંચી રાખજો

ક્ષમા પણ અમારા  હૈયે વસાવજો

                હે જન્મદાતા…

સગાં ઘણાં પણ સાચા સ્નેહી છો

ભવની વ્યથા તમે હણી લો છો

              અંતરે વસી  ઝળહળનારા

              જીવમાં શિવ બની રહેનારા

સત્યનો માર્ગ અમને ચીંધજો

સદા તમારા શરણમાં રાખજો

               હે જન્મદાતા….

__________________________________

૧૭) સરલા સુતરિયા

શીર્ષક – પ્રાર્થના

  મેં તો કાગળ લખ્યો રે હરિરાયને 

કદંબ ડાળની કલમ કીધી જમના જળની શાહી 

મટુકીમાં સ્નેહ શબદ વલોવી નીપજાવી પ્રેમની વાણી 

વાંસળીના સૂરમાં પુરી સૂર તાલને ….. મેં તો કાગળ લખ્યો રે હરિરાયને

સિર મુકુટ મોરપંખનો પહેરી નયને અમીરસ ધારી

કમલ શું તારૂં મુખડું મજાનું અંગે ચંદનની આડી 

બાંકે બિહારીના નયને સમાયને  ….. મેં તો કાગળ લખ્યો રે હરિરાયને 

યુગે યુગે તારી રાહે અટવાયો, આવવાનું તું વિસરિયો

તારા વિના ભુલો પડી હું ભવરણે, કેટલાં જનમ ભટકિયો

જનમોની તરસ તું આવીને બુઝાવને ….. મેં તો કાગળ લખ્યો રે હરિરાયને

અમીટ છાપ તારી તારણહારની ભવસાગર તું તરાવને

તારા વિના સૂની સૂની ગાવલડી આવીને તું તો ચરાવને

માત-પિતાની પ્રીત યાદ દેવાને  ….. મેં તો કાગળ લખ્યો રે હરિરાયને 

__________________________________

૧૮) જાગૃતિ રામાનુજ

શીર્ષક: પરમાત્મા

*સંકટ*

હે પરમાત્મા!

તારા ચરણકમળમાં

મારી આ પ્રાર્થના.

આ તે કેવો કપરો સમય કાળ,

આ તે કેવી આપી પીડા?

જાણે કે ભીડી વળી

ચારે બાજુથી..

આ માનવજાતને,

માનવ માનવ વચ્ચે કેવું આ અંતર?

તારી જ બનાવેલી સુંદર આ સૃષ્ટિ

વિશાળ આ પ્રકૃતિને,

લીલીછમ આ ધરતીમાતા,

આજ જાણે કે રૂઠ્યા અમથી.

પાંગળી થઈ આ માનવજાત,

પ્રકૃતિના હ્રદયની વ્યથા..

કેમ અમે સાંભળી ના શકયા?

એ મા ની આંખોની વેદના,

કેમ અમે સમજી ના શક્યા?

પણ હા,

અમારી પાસે સમય જ ક્યાં?

અમે તો જાણે

નિર્જીવ…સ્વાર્થી….મૂંગા… બહેરા….યાંત્રિક.

સન્માર્ગે કેમ ચાલીએ?

અમે તો જાણે અપંગ.

જાતે જ ઘેરાયા આ સંકટોમાં, 

અજગરના ભરડા માફક.

કેવા કરીએ હવે આક્રંદ હવે જો ..

પણ, તું દયાળુ હે! પરમાત્મા,

સાંભળને આ અરજ અમારી.

હે સખા!

અંધકારના આ દ્વાર ઉઘાડી શકીએ.

બળ આપ અમને,

કર તું ઉદય એવા પ્રેમનો.

અમંગળ આ સમયમાં

તારી શાતાનું 

એક એક કિરણ

આપ તું સહુને.

અશાંત આ મનમાં,

દુઃખી આ હ્રદયમાં,

એ કિરણ હો સત્યનું,

એ કિરણ હો પ્રેમનું,

આપી તે જ એમને સુંદર દ્રષ્ટિ.

કર તું ઉજ્જવળ એટલી

આંખો પરના હટાવીએ પડદા.

ને, 

તારા અદ્ભુત સૌદર્યને,

પ્રેમભરી નીરખીએ.

મૂંગા આ પ્રાણીઓ, પક્ષીઓ

ને, મુક આ વનસ્પતિઓ.

સાંભળીશું હવે એનો સાદ..

પ્રેમથી પ્રસરાવીશુ હાથ અમારો…

અંધારું ઓગળે અમારું

થાય દર્શન તેજોમય તારા,

એકરૂપ થઇ તારી સાથે.

અનુભવ કરીએ એ પરમ શાંતિનો…

આપ અમને સહનશીલતા,

આપ અમને ગ્રહનશીલતા,

તત્પરતા ને નમ્રતા.

કર્મો કરીશું હવે એવા

અમારા જ કર્મોથી કરીશું

તારી આ નિરાળી સૃષ્ટિને

યુગોયુગ સુધી લીલીછમ.

કરો કૃપા હે અંતર્યામી.

__________________________________

૧૯) આરતી રાજપોપટ

શીર્ષક: અરજ

જીજીવિષાના જાળા  તોડી મમ અંતરચક્ષુને ઉઘાડો

સમજણની મંજૂષા ખોલી જ્ઞાનપીપાસા જગાડો

‘હું’ પણું ના અભિમાનનો

ન આવે કદી ઉફાણો

શ્રદ્ધા દિપક જલતો રાખું

મુજ મનમંદિરે સદા વિરાજો

સુખ કે દુઃખમાં સુમિરન તારું

આતમભાવ સ્વીકારો

સકલવિશ્વનું શુભ વાંછું, હૈયે નિર્મળ પ્રેમ વહાવો.

તવ ચરણોમાં તન-મન સમર્પિત

પ્રભુ મુજ જીવનપથ ને ઉજાળો.

__________________________________

૨૦) જિજ્ઞાસા ઓઝા 

શીર્ષક: અહેસાસ 

હરએક કણ નિહાળું તારું જ સ્થાન લાગે,

તારા વિના જગતમાં,  સઘળું વેરાન લાગે.

 મંદિર નથી હું  જાતી! હા, સ્મિત અહીં વહેંચું,

પીડા ભૂલે એ જ્યારે, તારી અઝાન લાગે. 

ચિંતા નથી જરા પણ, વાવી દીધાં છે સ્વપ્નો,

હિસ્સો ગણીશ સૌનો! તારું જ ગાન લાગે! 

ડોકાય જો ઉદાસી,  ઉવેખીને હું જીવું, 

હર હાલને સ્વીકારું, તારું જ તાન લાગે. 

મારી વ્યથા છે ક્ષુલ્લક, વૈશ્વિક સમસ્યા સામે 

કરવા મદદ ઊઠી હું,  તારું એ ધ્યાન લાગે.

__________________________________

૨૧) ભગવતી પંચમતીયા ‘રોશની’

શીર્ષક : પ્રભુ પ્રાર્થના 

ગઈ હું આજે મંદિરે, મૂર્તિ પ્રભુની તેજે ઝળહળે 

કહેવું હતું જાણે કંઈક, હોઠ મૂર્તિનાં ધીરું ફફડે!

કરી આંખો બંધ મેં ને કર જોડી સરવા કર્યાં કાન,

સંભળાયું, કંઈક તો કહી રહ્યો હતો કુંવર કાન.

મોરલી પડી’તી દૂર ને મુગટ હતો વાંકો,

માખણ ભરેલી મટકી પડી’તી ને ઉદાસ હતી આંખો.

કેવો મનોહર આભ ને ધરતીનો છાંયો તને આપ્યો!

એ માનવ! તેં મારી કૃપાનો કેવો બદલો આપ્યો?

ગાયો મારી રઝળે જ્યાં ત્યાં ને,

જીવો માટે ન મળે દયાનો છાંટો.

જ્યાં જુઓ ત્યાં લડાઈ ઝગડા 

બસ મારો, મારો ને કાપો.

બનાવી’તી સુંદર આ દુનિયા મેં,

થાળ આપ્યો તને સુવિધાનો આખો.

પણ માનવ તું કેવો સ્વાર્થી,

કોઈને આપે ન ટુકડો જરા-સો.

કેમ રહેવું મારે મંદિરમાં

ને કેમ જોવી ખદબદતી વાસનાઓ,

કેમ જોવો નજર સામે મારી,

બુઝાય રહ્યો દીપ આસ્થાનો.

બસ કર હવે, વળ પાછો તું 

એ નાદાન માનવ!

નથી સમજવું હજુ તારે,

સૃષ્ટી કરી રહી છે તાંડવ!

બીજું કંઈ જોઈતું નથી મને,

બસ એક વચન તું આપ.

છોડ તારી દ્રષ્ટી, સર્વ જીવોને 

મારી નજરથી માપ!

ખૂલી ગઈ અને

વરસી પણ પડી આ આંખો મારી,

કેવી ભૂલ છે આપણી, 

 આજે રહ્યો પ્રાર્થી ગીરધારી!

અમેરિકા શાખા

૧)  નિશા વિક્રમ શાહ

શીર્ષક:  “પ્રાર્થના”

મનમંદિર ના ઓ પ્રાણેશ્ચર, 

દર્શન ક્યારે દેશો રે?,

નેહ હવે થાક્યા છે પ્રભુજી,

પોકાર ક્યારે સુણશો રે?,

ના હું જાણું ધૂપ દીપ ને,

ના આરતી તારી ઉતારું રે,

પૂજા પાઠ ની રીત ના જાણું,

ના ભજનો તારા ગાવું રે,

હું તો એટલું જાણું પ્રભુજી,

તું કણ કણ માં વસતો રે,

સઘળા માનવ પ્રાણીમાત્ર માં,

મુજને તું જ દેખાતો રે,

પ્રાર્થના ભક્તિ કશું ન જાણું,

બોલું હું બારાખડી રે,

હાથ જોડી ને વિનવું પ્રભુજી,

પ્રાર્થના જાતે બનાવજે રે,

દયા, પ્રેમ , કરુણા ભરી ઉર માં,

ખાલી હાથ હું આવી રે,

હૃદય પિછાણી કરુણા કરજો,

ભવસાગર પાર ઉતારજો રે,

ના હું મીરા, ના હું નરસિંહ,

તો યે માંગુ વ્હાલા એટલું રે,

ધર્મ, સત્ય ના પુંજ પ્રકાશથી,

આતમ રહે આલોકિત રે,

__________________________________

૨) નામ: સપના વિજાપુરા 

વિષય :પ્રાર્થના 

જુલમની હદ નજર કરી દે મૌલા.

જખમનાં તું મલમ કરી દે મૌલા.

દુનિયામાં કતલ  ન હો ખુદા યા                  

તું ખંજરને કલમ કરી દે મૌલા.

હટાવી દે બિહામણા મંજર યા

હ્રદય મારું ખડક  કરી દે મૌલા.

અમન શાંતી કરી દે જગમાં યા

કયામતની ખબર કરી દે મૌલા.

કરોનાથી ઘણા દિપક બુઝાયા 

હવે રહેમની નજર કરી દે મૌલા 

ફરી સપનાએ હાથ ઉઠાવ્યાં છે.

દુઆમાં તું અસર કરી દે મૌલા.

_________________________________

_૩)  રેખા શુક્લ

શિર્ષક -ભોલેનાથ 

અંતરની ઉર્મિ પોકારે, રોંગટે રોંગટે વસો છો નાથ

વંદુ તુજને પાયે નમીને, મુજ આતમના છો નાથ (1)

પૄથ્વી તમને પાયે લાગે છે, જગતના છો તમે નાથ

જોડી બે હાથ કરે છે વિનંતી , દયા કરો રે હે નાથ (2)

દુનિયામાં થયેલા પાપ ભગાડો બંકબિલેશ્વર નાથ

વિશ્વ ઝંખે  છે શાંતિ, અમે તુજ શરણે આવ્યા નાથ(3)

અંતરથી પાડુ સાદ પ્રભુજી, સાંભળજો અમ નાથ

પરમ કૄપાળુની સ્તુતિ કરી, ધરુ ફુલમાળ હે નાથ(4)

પરમ સમીપે નિત્ય ભક્તિ, સત્સંગ સેવા હે નાથ

સંસારના રોગ સકળ કાપો, પ્રાર્થુ પશુપતિ નાથ (5)

સંકલ્પ આરાધ્ય દેવનો, ધૂપ ચંદન વધાવજો નાથ

વિશ્વાસ તુજ નો મુજમાં ફરી, વાવી તો જા હે નાથ(6)

_________________________________

૪) પ્રવિણાબેન કડકિયા

અંતરથી કાંના તને પાડું છું સાદ 

હળવેથી સાંભળ મારી વાત 

મીરાંને માધવ રૂપે મળ્યો તું

નરસિંહની માણેકનું પુર્યું મામેરું 

વાંક ગુનો મારો બતાવ

હળવેથી સાંભળ મારી વાત 

રામ પ્રતાપે શીલા અહલ્યા થઈ 

સુદામાના તાંદુલની મિઠાશ મધુરી 

વાંક ગુનો મારો બતાવ 

હળવે થી સાંભળ મારી વાત 

ભરી સભામાં દ્રૌપદીના ચીર પૂર્યા 

દુધપી પુતનાનો કર્યો ઉદ્ધાર 

વાંકગુનો મારો બતાવ 

હળવેથી સાંભળ મારી વાત 

સત્ય અને શાંતિની મશાલ લઈને 

સદાચારનું આભુષણ ધારીને 

દેખાડું દિલડાનો ડાઘ 

હળવેથી સાંભળ મારી વાત

વડોદરા શાખા

૧) અંજના ગાંધી “મૌનું” 

શીર્ષક -પ્રાર્થના 

છંદ – ગાલગાગા ગાલગા 

પ્રભુને ના ભૂલવું, 

પ્રાર્થના કર તું સતત! 

દૂર છું તૂજથી સદા, 

છું જ તારામાં જ રત! 

યાદ એને જો કરે, 

સૂણશે એ તો તરત! 

ક્યાં સુધી સંતાડશે?? 

ભાવનાઓની રમત! 

પાસ એની જા જરા, 

છોડતાં ખોટી મમત!

તું હવે ઓગાળજે,

લાલચોની એ પરત.

_________________________________

૨) વિભાવરી ઉદય લેલે.

શીર્ષક:-“પ્રાર્થના”

આ સ્વર્ણિમ નુતન પ્રભાતે,

આજીજી કરું મારા વ્હાલા.

હું શરણ તને વ્રજવ્હાલા,

દે અભય મને નંદલાલા.

નાથ્યા છે  દુઃખ ઘણાંતે,

રક્ષ્યાં છે ભક્તો ઘણાં તે.

પામ્યાં છે નામ તારું જે,

બક્ષ્યા વરદાન ઘણાં તે.

તું વૈકુંઠ રાજરાજેશ્વર,

દાખવજે દયા પરમેશ્વર.

હું શરણ તને વ્રજવ્હાલા,

દે અભય મને નંદલાલા.

ફેલાઈ બધે મહામારી,

તોળાતું સંકટ ભારી.

વિખેરાયા બધાં વ્યવહારો,

ખોરવાઈ છે દુનિયાદારી.

હે પરમ કૃપાળુ દાતા,

ધરું શીશ નમીને વિધાતા.

અમી નજરું મળે જો તારી,

બડભાગી બનું હું બલિહારી.

I l આ સ્વર્ણિમ નુતન પ્રભાતે l l

——————————————————–

૩) રેખા પટેલ “સખી” 

શીર્ષક : પ્રાર્થના 

મન લગાવી ધ્યાન ધરી કરી મેં પ્રાર્થના,

દર્શન કરી મંદિરમાં મનથી કરી મેં પ્રાર્થના.

મંદિર બહાર દીઠાં મેં દરિદ્ર નારાયણોને,

દિલમાં દયાની સંવેદના સાથે કરી મેં પ્રાર્થના.

છપ્પનભોગ પ્રભુને આરોગતાં દીઠાં,

ગરીબોને ભોજન આપી કરી મેં પ્રાર્થના.

મહાદેવને જોયાં મેં દૂધે સ્નાન કરતાં,

ગરીબ બા બાળકોને દૂધ આપી કરી મેં પ્રાર્થના.

ઘડપણમાં રસ્તા ન થાય પાર,

તેમને રસ્તા પાર કરાવી કરી મેં પ્રાર્થના.

ધરડા ઘરમાં જઈ મોજ કરાવી સૌને,

તેમનાં મુખે આનંદ લાવી કરી મેં પ્રાર્થના.

“સખી” સુખદુઃખના આ સંસારમાં,

ફળ મળ્યું મને નિજાનંદનું કરી મેં પ્રાર્થના.

——————————————————–

૪) વિશાખા. પોટા.

શીર્ષક -પ્રાર્થના .

પ્રાથના એટલે હૃદય ના ઊંડાણ થી કરેલી સાચી ભક્તિ. 

અંતરમન વિકસીત થઇ મળે છે મને છે સંતૃપ્તિ .

એના સાનિધ્ય થી પામુ છું અતૂટ શક્તિ. 

એના અતૂટ લગાવ ની થઈ છે મને પ્રિતિ. 

હું  અર્પણ કરું છું મારી શ્રધ્ધા સુમન ની પંક્તિ.

મારા અંતરની વારંવાર છે આ વિનંતી. 

સંસાર ની આ માયાજાળ માં થી દઈ દે મને મુક્તિ

——————————————————–

૫) મીના વ્યાસ

શીર્ષક: પ્રાર્થના

છંદ : રમલ

બંધારણ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

દર્દ કોઈનું નિવારો તો ફળે છે પ્રાર્થના,

ડૂબતાને દ્યો કિનારો તો ફળે છે પ્રાર્થના.

સાવ ખાલીખમ વચન પહોંચે નહી ભીતર સુધી,

લાગણી થોડી નિતારો તો ફળે છે પ્રાર્થના.

દંભ દેખાડા કરી શાને પ્રશંસા મેળવો?

છોડશો જો એ વિકારો તો ફળે છે પ્રાર્થના.

ચોતરફ અંધાર હો, પણ જાતને અજવાળજે,

ઝળહળે ખુદનો સિતારો તો ફળે છે પ્રાર્થના.

દાન કે જપ તપ કર્યા, ક્યાં છે જરૂરી એ બધું,

કર્મ આપી દે ચિતારો તો ફળે છે પ્રાર્થના.

આયખું વીતી જશે, સળગે ન સગડી એક ત્યાં,

સ્હેજ જો પ્રગટે તિખારો તો ફળે છે પ્રાર્થના.

છે અધિકારો બધાંના, છે ધરા સૌની અહી,

સ્વાર્થ છોડીને વિચારો તો ફળે છે પ્રાર્થના.

———————————————————

૬) સ્મિતા શાહ

શીર્ષક : પ્રાર્થના 

અજવાળા ઓઢીને હરિવર વાટ તમારી  જોતી .

શ્વાસની આવનજાવન માંહી નામ તમારું પ્રોતી .

           – હરિવર વાટ તમારી જોતી 

સાંજ પડે ને જાગી ઉઠે 

ઘરનાં બેય કમાડ ,

આંખ લાગલી દોડી જઈને 

તાકે ઉમ્બર બહાર ,

આમ જુઓ તો સળવળતી લાગે છે આખી શેરી !

વાર થઈ ક્યાં રસ્તામાં શું સખીઓ  વળતી ઘેરી ?

             – હરિવર વાટ તમારી જોતી 

સૂનકારે થર થર થરથરતી 

આંખોમાં ઝળઝળિયાં ભરતી ,

રાત સરકતી છાનીમાની 

ઝીણાં પગરવથી યે ડરતી ,

રામ થવા આવી આ દીવડી રાખું શગ  સંકોરી .

તેલ ખૂટ્યું ને પ્રાણ મૂંઝાતા ખૂટે ભવની દોરી .

             – હરિવર વાટ તમારી જોતી 

———————————————————

૭) ઝંખના વછરાજાની

ગામ- વડોદરા. 

શીર્ષક-પ્રાર્થના

હરિવંદના

હરિની પ્રીત છે ન્યારી, 

માનવની ગતિ છે ક્યાંની? 

કર્યા વાડા, બાંધ્યા હ્રદયને, 

વળી સ્વાર્થનો અંધ બનીને, 

ધર્મ, કર્મનો, ઢોંગ, ભરમ અતિ, 

બહાના કાઢે, તૃષ્ણા દાખી, 

સાચી સમજણ દે હરિ જીવને,

સુખકર્તા જે, દુખકર્તા તે, 

કહેવું તે જો કરે માનવ, 

એક બીજાને સંગ જો રાખે, 

તવ નામ હરિ, નિત્યેય સ્મરે,

ઝાળ, ઝપટ, જંજાળ જો છુટે, 

ઝંખના અગમ નિગમની વહેતી, 

શ્રીહરિમાં રમનારો જીવ દે. 

__________________________________

 ૮) બંસરી જોષી.

શીર્ષક-પાર લગાવે છે

જરૂરત નમાડે છે સૌને,

સાચેસાચ કોણ પૂજે છે તને?

નથી નમતી માત્ર

તને નમવાને ઈશ્વર,

તારી કરૂણા

નતમસ્તક કરાવે છે મને..

ટેકવીને માથું તારા ચરણે,

પથ્થરને ..

પરમેશ્વર કેહવડાવેછે મને..

નથી એકેય હોંકારો

મળતો મને તારો,

તોય આંખો

સજળ કરાવે છે મને..

નરસિંહ, મીરા, સાંઇ જેટલી

ક્યાં છે ભક્તિ મારી,

બસ તને ભજતા રહેવાની,

એક આવડત

આવડે છે મને..

હોવાપણાની તે કોઈ’દી

શંકા હોય તારી?

વારે તહેવારે,

સાક્ષાત્કાર..

કરાવે છે મને..

તારું નામ “ઈશ્વર”

એટલી જ ખબર

પડે મને તો..

પછી મારા સહિત,

પાર લગાવે છે મને..

-બંસરી જોષી.   

__________________________________

૯) જ્યોતિ આશિષ વસાવડા

શીર્ષક:-પ્રાર્થના

પ્રભુ તારા અને મારા સંબંધો નિહાળતો રહેજે

ખુટે જો તેલ દિવડાનું સદાયે પૂરતો રહેજે

        …..પ્રભુ તારા અને મારા સંબંધો

હ્ર્દયના ભાવ કેરી આ અનોખી પ્રાર્થના મારી

જીવન પથ પર અમારી સંગ હર દમ દોડતો રહેજે

      …..ખુટે જો તેલ દિવડાનું સદાયે 

       …..પ્રભુ તારા અને મારા સંબંધો

જનમ મૃત્યુ તણાં આ ચક્રમાં  અટવાયેલા જીવો

રુડી કાયા અને માયા મહી પંપાળતો રહેજે

      …..ખુટે જો તેલ દિવડાનું સદાયે 

       …..પ્રભુ તારા અને મારા સંબંધો

દીપાવીશ નામ તારું હું જગે સંતાન છું તારો

તારી સદભાવના આશિષ સદા વરસાવતો રહેજે

       ….ખુટે જો તેલ દિવડાનું સદાયે 

       …..પ્રભુ તારા અને મારા સંબંધો

જપુ છું નામ તારું હર પળે  સાંભળજે નિશ દિન 

નથી આશા ઉરે મુક્તિ તણી સ્વીકારતો રહેજે

       ….ખુટે જો તેલ દિવડાનું સદાયે 

       …..પ્રભુ તારા અને મારા સંબંધો

જગતના કાવા દાવામાં  અરે! શું કથિર કે કંચન

અહીં તારા અને મારા સંબંધો નિભાવતો રહેજે

      …..ખુટે જો તેલ દિવડાનું સદાયે 

       …..પ્રભુ તારા અને મારા સંબંધો        

________________________________________________

સુરેન્દ્રનગર શાખા

૧)  હેમા ત્રિવેદી*

શીર્ષક-બસ તું જ તું..*

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

ફૂલોની સુગંધમાં , કવિઓના  કાવ્યો-નિબંધમાં,

સજીવ સૃષ્ટિના હરએક સંબંધમાં છે તું;

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

પતંગિયાની પાંખમાં, નવજાત શિશુની આંખમાં,

મા ની કાખમાં, સતની સાખમાં, નખ-શિખમાં છે તું;

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

મયુરના નર્તનમાં, ભકતજનના કિર્તનમાં,

સદાચારી જીવનના વ્યવહારો વર્તનમાં છે તું 

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

મેઘધનુષ-રંગોળીના રંગમાં, ખગમાં, તાલ મૃદંગમાં,

રગેરગમાં, અંગ-પ્રત્યાંગમાં, સહુના સંગમાં છે તું ;

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

જળ-સ્થળ-અગ્નિ-વાયુ-ધરા-નભમંડળમાં,

વન-ઉપવન, નદી-સરોવર, ધરતીનાં પેટાળમાં છે તું;

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

 ખોજતો રહયો સદા મસ્જિદ-મંદિરમાં,

પણ જાણ્યું કે રહેતો સેવાભાવી અંતરમાં જ તું;

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

 દીપધૂપ કરું મઢી ફ્રેમમાં, સદા રાચું વહેમમાં,

શી ખબર! કે વસતો સદા દયા-રહેમમાં છે તું;

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

_________________________________

૨) દેવીબેન વ્યાસ ‘વસુધા’

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગા

આનંદ ધન જ્યાંથી મળે એ પ્રાર્થના સાચી

પળ શાંતિની જ્યાંથી ખળે એ પ્રાર્થના સાચી

આવે મુકામો જિંદગીમાં સુખ અને દુ:ખના

વિશ્વાસ દિલ જ્યાંથી કળે એ પ્રાર્થના સાચી

દિવસો ભલે ના એકસરખાં વીતતાં હૈયે

ઈર્ષા ખરે જ્યાંથી વળે એ પ્રાર્થના સાચી

આવે કદી ના સ્વાર્થ સરનામું લઈ દિલમાં

ને ભાવના જ્યાંથી ભળે એ પ્રાર્થના સાચી

આંખો ઉઘાડી હોય કે એ બંધ નેત્રો હોય

ઈશ્વરમાં જ્યાંથી ફળે એ પ્રાર્થના સાચી

અંતર બનીને શુધ્ધ મેલો ભીતરી કાઢી

એ સત્યને જ્યાંથી લળે એ પ્રાર્થના સાચી

દુર્ગુણ બધાં ત્યાગી શકે જે ઉર ઠસેલા હો

નિર્મળ બની જ્યાંથી ગળે એ પ્રાર્થના સાચી

__________________________________

રાજકોટ શાખા

૧) વિધિ વણજારા “રાધિ

શીર્ષક : એક અરજ

અત્ર-તત્ર-સર્વત્ર વસે છે તું ,

ક્ષણે ક્ષણે માણસ ખોજે તને.

જંગલોમાં, પર્વતોમાં, નદીઓમાં,

એક પ્રતિબિંબ મેળવવા મથે.

અદ્રશ્ય છતાં પણ હાજરા હજુર

તારાં હોવાનો સૌ અનુભવ કરે.

ઈશ્વર, અલ્લાહ, પ્રભુ, હરિ, વહાલાં,

નીત નવાં નામથી તને પોકાર કરે.

બાહ્ય આવરણમાં હરિ તને શોધે,

જ્યારે તું તો અહીં ભીતર જ વસે!

સાંભળજે, જે તને અરજ કરે,

ખરાં હ્દયની પ્રાર્થના સ્વીકારજે.

__________________________________

૨) હેમાંગી ભોગાયતા ‘પ્રજ્ઞા’

શીર્ષક-રાહ બતાવ

આ જગની રીત સમજવાનો પ્રભુ રાહ બતાવ,

આ જીવન જીવવાની સાચી રાહ બતાવ !

કપટ, વેર અને બદલાથી ભરેલી આ દુનિયામાં,

કેમ કરી સાચી રીતે જીવવું એનો રાહ બતાવ !

માનવ બનતો જાય છે નિષ્ઠુર સૌ કોઈ માટે,

પણ હું કાયમ દયાવાન કેમ બનું એ રાહ બતાવ !

સૌ કોઈ કરે દેખાવ પોતાના વૈભવનો,

હું ગુણોનો વૈભવ વધારું એવી રાહ બતાવ !

જોઈએ છે સૌને સુખ કે જે દેખાય,

મને પણ મનનું સુખ મેળવવાનો રાહ બતાવ !

સૌ પ્રાર્થના કરે તને પોતાના કામ કરી આપવાની,

હું તારું કામ કરી શકું એવી રાહ બતાવ !

_________________________________

૩) નિમિષા વિજય  લુંભાણી ‘વિનિદી’

શીર્ષક-પ્રભુકૃપા

પળ પળ અનુભવ કરતી તારો,

છતાં રહી નાસમજ હું,

હર વિઘ્નો દૂર કયૉ તેં,

હર વખત મદદ કરી તેં,

સમય સમય પર ઈચ્છા થાય પૂર્ણ,

પણ ના થાય ઈચ્છાઓનો અંત,

કમૅ ખપાવ્યા તે મારા,

હું રડતી રહી દુ:ખ સમજીને,

સમજ આપી મને ધીરતાની, સંયમની,

તોય એક ઈચ્છા બાકી રહી,

આ ભવાટવી પાર કરાવી દે,

છુટું હું જન્મમરણનાં ફેરાથી,

ના આવે મને યમરાજનાં તેડા,

શરણ માગું હું માં શ્રી યમુનાજીનું.

__________________________________

૪)  રીટા ભાયાણી

શીષૅક -‘એક અરજ’

ઓ વિશ્વપતિ,હે કરુણાકર,

મારા દીનદયાળ,

સુણો એક અરજ.

દેજે હંમેશ હામ હૃદયમાં ને,

કોમળ મન હો કરુણાસભર.

તરસ્યા મનખા કે કોઈ જીવ દેખી;

થઈ જાય મુજ કંઠ કોરો ધાકોર, ને તરસી રહીને ય કરું એને ટાઢા.

ચિથરેહાલ બાળ સંગ માતા

ચોક વચાળે ફેલાવતી હાથ દેખી; 

મન મારું દ્રવી ઉઠે ,ને

કાયમ મુજ મન મથે એને 

ઢાંકવા ને ઠારવા એનું પેટ.

રંગબેરંગી ફુગ્ગા થી લલચાવતા કે

કીટલી સંગ અડારી

ખખડાવતા જોઈ બાળ;

મુજ હૈયે ઉઠે શૂળ..

દેજે શક્તિ એટલી, પાછું વાળી બચપણ એનુંને કરું માલામાલ ને

ભરી શકું ઝોળી વિદ્યાદાન થી.

લાગે જો દવ વન મહીં,

કે ધ્રુજી ઉઠે ધરા,

વરસીને તું અનરાધાર કરે.. તરબોળ કે પછી રાખે કોરાકટ,

અણગમતા મોકલી અતિથિ થંભાવી દે જીવન.

છીએ તારા આશરે ને ઝુકીશુ હરહંમેશ …

ઓ વિશ્વપતિ ,હે કરુણાકર ,

મારા દીનદયાળ …

બાળ અમ તુજ શરણે,

ના પાછા ઠેલજે કદી કે

નમાવજે અન્ય સમક્ષ.

__________________________________

૫) અર્ચના શાહ

શીર્ષક- તારા છીએ

હે પ્રભુ તારા જ છીએ. તારા રહેશુ .

તું ગમે તેટલી પરીક્ષા લે અમે તારા જ રહેવાના. ખબર છે, 

આ જે કંઈ થાય છે 

તે  તો અમને સચેત કરવા , 

ડરાવા માટે જ કરે છે.. 

જો તારે સૃષ્ટિનો વિનાશ કરવો હોય તો 

નવું સર્જન કરતો જ ના હોત .

હે પ્રભુ 

અમે હવે સમજી ગયા છીએ .

આ પૃથ્વી ફક્ત અમારા માટે નથી . 

અહીં વસતા દરેક ની છે…

અમે હવે સમજી ગયા છીએ.

આ જે કઈ છે, તે સર્વનું છે .

અમારી ભૂલ હતી કે ,

આ જગતનું જે કાંઈ છે તે બધું જ અમારું જ છે, 

એમ મન ફાવે તેમ વાપરતા ,

બસ હવે બહુ થયું …

હવે અમે તને ગમે ….

…તેવા સુધરી જાશું.

હે પ્રભુ ,માનવ માનવ વચ્ચે આ કેવી દીવાલ છે એકબીજા ના પડછાયાથી પણ લોકો દૂર ભાગે છે 

હે પ્રભુ , માફ કરી દે… તારા જ બાળકો છીએ. 

બસ , તું અમારા માટે સર્વ શક્તિમાન છે 

તારી આપેલ સજામાં ક્યારે અવાજ નથી. હોતો , 

અને આ એ જ ફટકો છે 

જેનો અવાજ નથી 

પણ બધાને જીવન ટકાવા તરસતા કરી દીધા છે.

હે પ્રભુ, અમને માફ કરી દે 

અમે હવે આવી ભૂલ  ક્યારેય નહીં કરીએ. તારા છીએ ,

અને ..

તું સંભાળજે , 

તને ગમતા ,

તું અમને બનાવજે.

____________________________

૬) પંચશીલા હિરાણી ( પંછી )

શીર્ષક- હે ઇશ્વર

ખુદ પર અનુભવી શકું એવો ગર્વ ન દે,

તો આવે ખુદ પર આવી શર્મ તો ન દે…

જાણી શકું કે શું છે હેતુ આ જન્મનો ?? ના એવા કર્મ દે,તો આમ ગૂઢ મર્મ તો ન દે… 

વિશ્વાસ રૂપી નાવમાં પ્રભુ બેસી ચૂકી છું, કિનારો નહીં તો મઝધાર તો ન દે..

પથ્થર છું રસ્તા ઉપર પડેલો, મૂર્તિ ન બને તો, આમ ઠોકર તો ન દે…

સહ્યા છે ડામ અસંખ્ય આ  હૃદયે, ભલે કોઈ મલમ ન દે પણ જખમ તો ન દે…

આગમન કોઈનું આપી જાય છે હાસ્ય હોઠોને, ભલે તેનું મિલન ન દે પણ, આમ વિરહ તો ન દે…

તારું સ્મરણ એકમાત્ર આધાર છે શ્વાસનો, ભલે તેને હવા ન દે, આમ ગૂંગળામણ તો ન દે…

 ચાખવો છે આસ્વાદ તારી પૂર્ણ ભક્તિનો, ભલે તેમાં અમી ઓડકાર ન દે પણ,

આમ કટુ થાળ તો ન દે…

હે  ઈશ્વર પામી શકું હું કૃપા તારી, ભલે એવો આવકાર ન દે પણ, આમ તરછોડી મુજને આવો કારમો અસ્વીકારતો ન દે…

__________________________________

૭) પ઼તિક્ષા બ઼હમભટ્ટ

શીર્ષક-ઘટમાળ. 

આ જીવનની ઘટમાળમાં પ઼ભુ તારી પાસે હું માંગતો,

આપ્યું  ઘણું બધું ભગવાન તમે

તોયે ખૂટતું લાગતું.

જીવનની નૈયા મઝધારે કિનારો કેમ ન લાધતો?

તરવાની કોશીશ ઘણી કરી,

ડૂબવાનો ડર લાગતો.

જીવનમાં  ઘણી આંટીઘૂંટી,

જીવવાની મઝા માણતો.

દુનિયા ફરે છે ગોળગોળ,

હુંય આમતેમ દોડતો. 

સમય મળે જ્યારે,

ત્યારે તને સંભારતો.

ભક્તિ મીરા જેવી થાય નહી,

તોય મને અપનાવજો. 

પ઼ભુ તમને થતું હશે,

આતો રોજ માંગતો ને માંગતો,

આ જીવનની ઘટમાળમાં પ઼ભુ તારી પાસે હું માંગતો. 

__________________________________

૮) હિના મહેતા

પરમ પરમેશ્વરની સાધના,

કરૂં હું ભાવરૂપી પ્રાથૅના.

લોકોને નોંધવા હોય તો નોંધે ગુના,

મારે તો થવું પ્રભુભક્તિમાં ફના.

સાચવ્યા છે એણે અધરાં ટાણાં,

મીરાં, નરસિંહ, દ્રૌપદી કોઈ ન ધવાણાં.

અમૃત સમાન અસર અને સત છે,

પ્રાર્થનામાં તપ છે મોક્ષનું ગાઓ સહુ હરિ ગાણાં.

__________________________________

૯) મિત્તલ ગાઠાણી.

ચંચળ મનની મારી આ નાવ,

સંતોષના હલેસે તરાવું..

જ્ઞાન રૂપી પ્રકાશના સહારે,

સંયમસોપાન ચડી જાઉં….

સત્ય-અસત્યનું જ્ઞાન જ્યારે

વેચાઈ રહ્યું છે હાટમાં,

સંયમની છડી થી, હે ઈશ્વર!

તને હું પામી જાઉં…

ભલે હો કંટક ભર્યા રસ્તાઓ,

મારું પગરખું તો સંયમ જ..

જીવન વિહાર પથ પર ચાલીને,

અંતે તમારામાં જ લીન થાઉં…

__________________________________

 ૧૦) વર્ષા તલસાણીયા ” મનવર્ષા “

કયારેક પ્રહલાદ ની જેમ દ્રોપદી ની જેમ ઈશ્વરને આર્દ્ર સ્વરે થયેલી પ્રાર્થનાની  પૂકારનો અકલ્પનિય ઉત્તર મળે ત્યારે ખરેખર આંખમા હર્ષાશ્રુ જ પ્રભુને પહોચે છે હૈયુ હરિનુ ક્રૃપાપાત્ર થવા બદલ ખુદને સદભાગી સમજે છે .હરિને વહાલા હોવાની ખુશી બીજાના દુર્ભાગ્ય જોતા નજર સમક્ષ આવે છે ..પ્રભુ! જીવનભર આંસુ વહાવતા જોવા ન હતા તમારે અને આપે અસીમ ક્રૃપા વહાવીને આપની કરુણા તો જતાવી .પણ આપના પરમપ્રિય હોવાની એક સુંદર સાબીતિ આપી દીધી…આવી ક્રૃપાપાત્રતા પામીને અન્ય માટે કદી કુભાવ કુમતિ ન આવે એ માટે બસ પ્રભુને વચન રુપી યાચના થઈ જાય છે .પ્રભુ!સહુના પરિવારને અખંડ રાખજો.જેમ મારો રાખ્યો આપે .. પ્રાર્થના સાંભળો છો કેવા હેતે અનુગ્રહે આપ કરુણાના સાગર છો પ્રભુ!

 ________________________________

૧૧) ભારતી ભાયાણી

શિર્ષક- એક આત્માનો અવાજ.

આજે સપનામા વિચાર્યુ મે

જાણે ઈશ્વરે જ જગાડી ,કહ્યું

નથી મોલ જગતને દેહ તણો,

એનો સંદેશો લઇ આવ્યો હું.

“”કોણ કહે મારે પૂજાવું છે?

મારે એક વાર માનવ થાવું છે.

નથી આરોગવા પકવાન હવે,

માના હાથે ખાઇ તૃપ્ત થાવું છે.

આ રેશમી વસ્ત્રો નથી ગમતાં,

માના પાલવમાં છૂપાવું છે.

ચમત્કાર તો મે બહું કર્યા,

હવે સાધારણ બની જાવું છે.

નથી મળતો માનવ દેહ જલ્દી,

એ દુનિયાને સમજાવવું છે.

બને એકબીજાના ટેકા સૌ,

એ મંત્ર એને સંભળાવવો છે.

છે સ્વર્ગ સમી મારી રચના,

એનું ગીત મધૂરુ ગાવું છે.

અનમોલ જીવનની ગાથાનું,

સંગીત બધે ફેલાવવું છે.

કોણ કહે મારે પૂજાવું છે?

મારે એકવાર માનવ થાવું છે.

______________________________________________

મુંબઈ શાખા

__________________________________

 ૧) નૂતન તુષાર કોઠારી ‘નીલ’*

 શીર્ષક-‘નીલ’ની અરજ

લગાગા × 3 લગા

વિષય-વાસનાનું ના ચિંતન કરો,

પ્રભુ પ્રાર્થનાને હૃદયમાં ધરો.

અધૂરી રહે વાસના જીવને,

મર્યા બાદ અંજામ થાય આકરો.

વિષય દર્દ પીડે, ન કાબૂ રહે;

બધું છોડી, લો યોગનો આશરો.

હૃદયને ચડ્યો મોહ-માયાનો રંગ,

ઉખાડી, મિટાવો, ન ખાવ ઠોકરો.

“ચરણમાં હું આવી, શરણમાં ગ્રહો,

પ્રભુ, ‘નીલ’ની સઘળી ફિકરને હરો.”

__________________________________

૨) બીજલ જગડ

શીર્ષક: પ્રાર્થના

આ અંગત ચર્ચા 

કોઈ ને કેમ કેહવાય?

આભ ના દેશમાં

વાદળો ને કેમ ટંકાય!

સૂમસામ માર્ગ પર

પાલખી વસંતની છલકાય,

વૃક્ષ ની માલિકી બાબત

રોજ પંખીના મોરચા મનડાય,

જગતાત વિભુ ના આદેશે 

ક્ષણ માં ધરા પર વૈકુંઠ ઘડાય,

જપ,તપ,મંત્ર નો સંગમ

મળે જો કોઈ બીજો પર્યાય,

કરજો પ્રભુ પાસે યાચના

ક્ષણે ક્ષણ તવ નામ સ્મરાય,

ક્યાંક તો જતી હશે પ્રાર્થના

સ્વયંમ તું પ્રકાશ, તું શ્રદ્ધામાં દેખાય !!

_________________________________

૩) ભારતી કાંતિલાલ ગડા 

શીર્ષક-પ્રભુ પ્રાર્થના

        “પ્રભુ પ્રાર્થના”

(રાગ …આધા હૈ ચંદ્રમા..‌‌…)

પ્રાર્થું  હું પ્રાર્થના પણ છે અધુરી  ..(૨)

પ્રભુ સાથે પ્રિત મારી રહી છે અધુરી…(૨)

પ્રાર્થું  હું પ્રાર્થના……..

મારી શ્રદ્ધાની જ્યોત છે અધુરી.

કેમ કરીને થાય એ પૂરી..

કેમ રાખો છો દૂર ..કેમ રહો છો દૂર …(૨)

ક્યારે મળશે? મિલનની તક મધુરી …..

પ્રાર્થું હું પ્રાર્થના‌‌….

ખરા દિલથી કરી છે પ્રાર્થના

મારી પૂરી થશે ને સાધના ???

બિનશરતી છે કરાર, ના કરજે તું ઈન્કાર…(૨)

મારા કર્તવ્યની કેડી ,પણ રહી છે અધુરી…‌

પ્રાર્થું  હું પ્રાર્થના……

__________________________________

૪) જયોતિ ઓઝા

શીર્ષક-જય જય મહાદેવ

સ્મરણ તમારું, શક્તિસ્વરૂપા,

પરમ કૃપાળું, જીવન સફળ બનાવો.

            જય જય મહાદેવ….

મારું સર્વસ્વ, અર્પણ કરું,

શરણ મળે મને, ચરણકમળમાં.

           જય જય મહાદેવ……

નિત્ય દર્શન થાય મને, આનંદસ્વરૂપના,

શરણ મળે તમારું, દયા તમારી.

              જય જય મહાદેવ…….

સદવિચારને, સારી સ્મૃતિ આપો,

ભાવથી ભજુ, પ્રભુભક્તિ કરું.

             જય જય મહાદેવ…….

ભક્તિમાર્ગે, જ્ઞાનમાર્ગે આગળ વધુ,

સદગુણોનો થાય સાક્ષાત્કાર,

           જય જય મહાદેવ……..

સુખ-સમૃદ્ધિ આપો, માનવસેવા કરું,

સર્વ પ્રત્યે સમભાવ રાખું, કાયૅ સફળ થાય.

             જય જય મહાદેવ……..

__________________________________

૫) શિલ્પા શેઠ “શિલ્પ

શીર્ષક :સાંભળીશ પ્રભુ?..

મારી પ્રાર્થના તું સાંભળીશ પ્રભુ? 

મારી શ્રદ્ધા અખંડ રાખીશ પ્રભુ? 

સતત ઝઝૂમતી થાકતી મારી મા, 

હામ આંખોમાં એનાં આંજીશ પ્રભુ? 

જીવન કસોટીએ અકાળે વૃદ્ધ થયા, 

દોસ્ત બની તાતનો હાથ થામીશ પ્રભુ? 

સરહદે લડે મારા વીર ભાઈઓ, 

રક્ષા કાજે એમની તું આવીશ પ્રભુ? 

આ ખેડૂત પિતા ચિંતામાં વિલાય જો, 

મેહુલો બની એને સાચવીશ પ્રભુ? 

આ જંગલો બધા નામશેષ થાય હવે, 

પ્રકૃતિનું જતન કરવા જાગીશ પ્રભુ? 

આ શિલ્પનું જીવન દેખાય ખાલી ખોળિયું, 

પ્રાણ જીવન દીપનું પ્રગટાવીશ પ્રભુ? 

__________________________________૬) સુરુચિ સેજલકુમાર નાયક’

શીર્ષક- સુણજો અરજ

હે પ્રભુ , સુણજો અરજ હમારી, કરજો કૃપા તમારી;

લેજો અમ તણી સંભાળ,હું છું તારો બાળ.

કરજો જગનું કલ્યાણ , વર આપી કરજો ન્યાલ,

મારી વિનંતી તમે સ્વીકાર જો,હું તમ શરણે આવ્યો છું.

મારા જીવનની દોર પ્રભુ તારે હાથ છે,તેને તું ઝાલી રાખને,

તું છે જગનો તારણહાર, તું જ છે વિશ્વનો પાલનહાર,

સર્જન કરતા થાય ન વાર, પળમાં કરે છું તું જ સંહાર.

_________________________________

૭) બીના શાહ.

શીર્ષક-પ્રાર્થના.

પ્રાર્થના એ હદયનું સ્નાન છે.જીવની શિવ તરફની 

ગતિ કરવામાં પ્રાર્થના

અગત્યતા ધરાવે છે. પ્રાર્થના એ આત્માની ઈશ્વર પ્રતિ પરિવહન કરતી ગતિમાં માધ્યમ

રુપ હોય છે.પ્રાર્થના એ 

દિવસભરના કરેલા કાર્યો  

ની સામાજિક સ્તરે કરવી પડેલી માફીનું એકરારનામુ છે.પ્રાર્થના એ જીવનમાં સ્વ સાથેની  

એકાત્મકતા ને મજબૂત 

બનાવતી નિર્દોષ શૃંખલા છે.જયાથી તમે ટેલીપથી વડે તમારા આપ્તજન સાથે જોડાઈ શકો છો 

એ ચાહે ગમે તેટલા દૂર ના અંતર પર વસતા હોય તેમને મહેસૂસ કરી શકાય છે.

__________________________________

 ૮) રાગીની શુકલ”રાગ”

શીર્ષક- અંતર ની પ્રાર્થના

અંતર મનમાં એક શબ્દે શબ્દથી સતત રટતા રહીએ…

અંતર મનને ડોહલાવો ને જાગૃત કરું.

પૃથ્વીનાં પાલક પિતા પ્રભુ તમને નમન..

હું નીરખું તમને કણે કણમાં ..

મારી અઘાધ શ્રધ્ધા, હિમત, મનમાં અટલ વિશ્વાસ.

કોઈ પીડીત જનની પીડાને હણવા કરુ હું. પ્રભુ તને પ્રાથૅના.

જાતે બળીને,રટણ કરીને

વહેચું સુગંધ….

કોરોના જેવા મહાસંગ્રામ માં રક્ષા કરજો.

વિપતીનાં સમયે ભય સામે ટકી રહું.

દુ:ખમાં હું વિજય મેળવું,

બળના તૂટે મારુ.

ઉગારવા તમે આવજો.

જેમ ગજેન્દ્ર ને તાયોૅ મગરના મુખમાંથી…

તેમ મારા તારણહાર બનજો.

સુખના દિવસેામાં નમ્ર ભાવે તમારુ રટણ કરુ.

દુ:ખની વેળાએ હાથ ધરવા તમે આવજો પ્રભુ!

રહી વાત દુ:ખની જયારે તમે મળ્યાં ,

જયારે અમે ખોવાયાતા દુ:ખમાં.

મનને બે ઘડી શાંત કરવાને ,

બેઘડી ભજી લઉં તને..

કહું તને પ્રભુ…

બધાની જિંદગીમાં બધા પ્રશ્નોનું નિવારણ કરજો.

તમારી જરુર પડે તો દોડતા આવજો.

વિકટ સમયમાં મોઢા પરનું હાસ્ય ને આનંદ ,

પરિસ્થિતિમાં ગુસ્સેા આવે ને શાંતિ કેવી રીતે રખાય તે શીખવજો..

પ્રલોભનો , પ્રશંષા ,

ખુશામત વચ્ચે તટસ્થ કેમ રહેવું ને ધૈયૅ રાખતા શીખવજેા.

પુણ્યની નગરીમાં પાપોની ગઠરી બાંધુ છું હું..

સદાય કરુણા વસાવજેા પ્રભુ..

મારી આત્માનો સંવાદ તારી સાથે મૌનથી થાય છે.

મારા હ્રદયનો ખોરાક ને,

 આત્માને આનંદ મળે છે.

પ્રભુનું “યથા યોગ્યમ તથા કરુ…”

(જે યોગ્ય હોય તે કરજો 

તન્મયતાથી ,ઓતપ્રોત થઈ કરું સવેૅ માટે પ્રાથૅના હું દિલથી..

જલ્દી આ કોરોના ને લઈ જાવ પાછો .

હો કે… પ્રભુ….

ઉમાશંકર જોશીની પંક્તિ’પાંચ આંગળી પાંચ પાંડવો, બાંધી મુઠ્ઠી દ્રોપદી’પરથી ગદ્ય રચના,૨૦૨૦નાં સંદર્ભમાં.

) પ્રફુલ્લા – પ્રસન્ના

શીર્ષક – વનિતા

શબ્દ સંખ્યા- ૧૨૦૦

       આપણા હાથની પાંચેય આંગળી અલગ અલગ સાઈઝની છે.દરેક આંગળીનું અલગ મહત્વ છે.પાંચેય આંગળીઓને એક સાથે બંધ કરો એટલે બંધ મુઠ્ઠી બને.કહેવત છે કે 

 *બાંધી મુઠ્ઠી લાખની, ખુલી જાય તો ખાકની*   

          બંધ મુઠ્ઠી એટલે છુપાયેલા રહસ્યો. એ ખુલી જાય તો કેટલાય રહસ્યો છતાં થઈ જાય. બંધ મુઠ્ઠીમાં વ્યક્તિના ભાગ્યની રેખાઓ હોય છે.વ્યક્તિના, દુઃખો, દુર્ગુણો અને નકારાત્મકતા બંધ મુઠ્ઠીમાં છુપાયેલા હોય છે.દુનિયા આગળ વસ્તુ કે વ્યક્તિને જે કંઈ છે એના અસલ સ્વરૂપે બતાવવું યોગ્ય ના હોય એને છુપાવવું પડે છે.અસલિયત બતાવવાથી એ વ્યક્તિ કે વસ્તુની કોઈ કિંમત રહેતી નથી.

*એક ભ્રમણા, એક રહસ્ય એટલે બંધ મુઠ્ઠી*    

                         *

           વનિતા આજે ઘેર એકલી જ હતી.હમણાં એની તબિયત સારી રહેતી નહોતી.વતનના ગામ જૂનાગઢમાં કુટુંબમાં લગ્નપ્રસંગ હતો. પતિ પીયૂષભાઈ, દીકરી સ્નેહા, સાસુ અંજનાબેન સાથે બે દિવસ માટે ગયા. વનિતાને ડોકટરે આરામ કરવાનું કીધું હતું એટલે એ દીકરા ઓમ સાથે ઘેર રહી.

     ઓમ કોલેજ ગયો. કેટલા વર્ષો પછી વનિતાને એકાંત મળ્યું.ખૂબ હળવાશ લાગી. એક પુસ્તક લઈને એ બહાર અગાસીમાં હિંચકે ઝૂલી રહી.સાથે સાથે એનું મન પણ ઝોલા ખાવા માંડ્યું.એ બાળપણમાં પહોંચી ગઈ.

       ત્રણ બેન અને એક ભાઈમાં  જીવણલાલ અને સુધાબેનની એ સૌથી મોટી દીકરી.એક રૂમ અને ઓસરીના મકાનમાં દાદા- દાદી સાથે આઠ વ્યક્તિનું કુટુંબ રહેતું. પિતાને એક પ્રેસમાં પ્રુફરીડરની સામાન્ય નોકરી.બે પાળી કરીને ગુજરાન ચલાવે.

        સ્વાભાવ ખૂબ ગુસ્સાવાળો.પ્રાણ એક્ટરની યાદ આવી જાય.

       ત્રણેય બેન કરતા ભાઈ નાનો એટલે એને ખૂબ લાડપાન મળતાં. મમ્મી અને ત્રણેય બેનોને પપ્પાના હાથનો મેથીપાક મળી જતો.

રાત-દિવસની નોકરી અને તોય બે છેડા ભેગા ના થાય એનાથી કંટાળેલા પપ્પા એમનો બધો ગુસ્સો એમના ઘરની કન્યારાશી ઉપર જ ઉતરતો.

          વનિતાબેનના મમ્મી સુધાબેન મશીનની જેમ કામ કરતાં. મશીન ક્યારેક ખોટવાય પણ એ બીમાર હોય તો પણ એનું કામ યથાવત ચાલુ જ રહે.પુરુષપ્રધાન સમાજની એ સ્ત્રી અને પિતૃસત્તાક સમાજની હું દીકરી.એટલે પત્ની અને દીકરીને મારવાનો એમનો હક્ક જન્મસિદ્ધ કહેવાય.પતિ એટલે માલિક અને પિતા એટલે પણ માલિક.

      જીવણલાલે આર્થિક તંગીના કારણે દસ ધોરણ પાસ થયા પછી હોંશિયાર વનીતાને સ્કૂલમાંથી ઉઠાડી લીધી અને ઘરના કામમાં જોતરી દીધી.

    હવે નાનો ભાઈ એની ઉપર ખૂબ દાદાગીરી કરતો.જિદ્દી હતો એ.બેનોને મારીને પોતાની જીદ પુરી કરતો.દીકરો હોવાથી ઘરની સ્ત્રીઓ, એ મા હોય, બેન હોય કે દાદી હોય કંઈ જ કહી શકતી નહીં.

       વનિતા ઘરના કામમાં મદદ કરતી અને પુસ્તકલયમાંથી પુસ્તકો લાવીને વાંચતી.

       વનિતાને એની બાજુમાં રહેતો મયુર ગમવા લાગ્યો.એની સાથે એ ખૂબ વાતો કરતી.બંને પોતે વાંચ્યું હોય એ શેર કરતાં.બંનેની વચ્ચે પ્રેમના અંકુરો ફૂટી રહ્યા હતાં.

          આઠમા ધોરણમાં જ ભણતા  વનિતાના ભાઈએ એક દિવસ પિતાના દેખતા વનિતાને કીધું, “તું તો વેશ્યા છું, તું  છોકરાઓ સાથે હસીને વાતો કરે છે.”

     કાપો તો લોહી ના નીકળે એવી દશા વનિતાની થઈ.એણે બીકથી પપ્પા સામે જોયું.સુધાબેન સમસમી ગયા પણ જીવણલાલની હાજરીમાં કંઈ જ બોલી ના શક્યા. જીવણલાલે જોરથી બે તમાચા અને એક લાત વનિતાને મારી દીધા, “તને શરમ નથી આવતી જુવાન છોકરાઓ સાથે હસી હસીને બોલતા? તારે ઘરની બહાર નીકળવાનું નથી અને કોઈની સાથે બોલવાનું નથી.ત્રણેય બેનોએ ઘરમાં જ રહેવાનું.”એમનું ફરમાન છૂટી ગયું.

    વનિતા મનમાં સમસમી ગઈ.’કોઈ છોકરાની સાથે હસીને બોલીએ એટલે વેશ્યા કહેવાઈએ? મને કોઈ ગમતું હોય તો એની સાથે બોલવાનું કેમ નહીં?’

       એણે મમ્મી સામે જોયું.એમની આંખમાં આંસુ હતાં પણ એ ચૂપ જ રહ્યાં. ભાઈને બે ધોલ મારી દેવાનું મન થયું વનિતાને પણ તો તો આભ તૂટી પડેને!

         વીસ વર્ષની ઉંમર થઈ ગઈ પણ ઘરની આર્થિક સ્થિતિ સધ્ધર નહીં હોવાથી વનિતા માટે કોઈ યોગ્ય મુરતિયો મળતો નહોતો. અકળાઈ ગયેલા જીવણલાલે એક બીજવર શોધી નાંખ્યો. પીયૂષભાઈ એનું નામ.એની પ્રથમ પત્નીને બાળકો થઈ શકે એમ નહોતા એટલે એને વતનમાં મોકલીને  બીજા લગ્ન કરવા હતા.નાનો એવો કરિયાણાનો ધંધો હતો.જીવણલાલ કરતા આવક વધારે હતી.ઘેર રસોઈ સિવાયના બીજા કામ માટે નોકર પણ હતો.વળી પીયૂષ એકનો એક દીકરો હતો. 

       વનિતાને આ રીતે બાળક ના થાય એવી સ્ત્રીનું જીવન બગાડવાનું ગમ્યું નહીં પણ પિતાના સ્વાભાવ આગળ નમતું જોખવું પડ્યું.

          સ્ત્રી એ જીવનસાથી હોય તો આમ એનો અધવચ્ચે સાથ છોડવાનો? કોઈ પણ પુરુષ પતિ(મલિક) જ બની શકે? જીવનસાથી નહીં? સ્ત્રી તો ક્યારેય પુરુષને છોડવાનો વિચાર નથી કરી શકતી પછી ભલે એ પુરુષ વિકારી હોય, બાળક આપી શકે એમ ન હોય, જુગારી, દારૂડિયો કે બેકાર અને રાખડેલ હોય, સ્ત્રીએ એને નિભાવવો જ પડે  એ કેવું?

            એણે લગ્નની આગલી રાત્રે મમ્મીને પૂછ્યું,” મમ્મી, હું તારી જેમ સાસરે રહી શકીશ?તારી જેમ ચૂપ રહીને બધાની ઈચ્છાઓ અને જરૂરિયાતો પુરી કરી શકીશ?”

“બેટા, હું મારા ચૂપ રહેવાના અને પોતાની ઈચ્છાઓને સમર્પિત કરવાના સંસ્કાર તને આપું છું.મને નજર સામે રાખીને જીવજે અને તારા સ્વને છુપાવીને રાખજે.” આંખમાં આંસુ સાથે સુધાબેને વનિતાને શિખામણ આપી.

            વનિતા ઊભી થઈ અને લટાર મારવા લાગી.કેવી જીંદગી હતી એની! અને કેટલી સરળતાથી એણે અપનાવી લીધી હતી! 

       આજની સ્ત્રી વધારે મજબૂત બની છે.પોતાની પસંદની જીંદગી જીવે છે, બળવો કરે છે અને કોઈ પણ પુરુષની જોહુકમી સહન કરતી નથી.અમુક કામ સ્ત્રીનું અને અમુક પુરુષનું એવું હવે નથી.સ્ત્રીના હાથમાં સત્તા, પૈસો, વહીવટ બધું જ છે આજે.વનિતાને પોતાની દીકરી સ્નેહા યાદ આવી જેને જીંદગીમાં કોઈ જ બંધન નહોતું.જરાય ડર વગર પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકતી હતી.

      વનિતાએ કૉફી બનાવી અને થોડો નાસ્તો કર્યો.પાછી હિંચકા ઊપર આવીને બેસી ગઈ.

                         *          

            લગ્ન પછી સાસરે આવેલી વનિતાને કોઈક બંધનમાંથી છૂટી હોય એવી ‘હાશ’ની લાગણી થઈ.

સાસુએ બીજાજ દિવસથી ઘરની બધી જવાબદારી એને સોંપી દીધી.પણ એ કામકાજની જવાબદારી.પૈસાની નહીં. પૈસો એ સત્તા છે અને એ સત્તા નવી આવેલી વહુને સોંપાય નહીં એવું વનિતાના સાસુને લાગ્યું કે જે પોતે પણ એક વાર આ ઘરમાં વહુ બનીને આવ્યા ત્યારે નવી વહુ હતાં. મોટાભાગે પૈસાની સત્તા પુરુષોના હાથમાં હોય એવી જડ માન્યતા હતી.

     બે વર્ષમાં એણે દીકરા ઓમને જન્મ  આપ્યો. ઘરમાં બધા દીકરાના જન્મથી ખુશ હતાં.

         હવે પીયૂષભાઈ ક્યારેક ક્યારેક એમની પહેલી પત્ની અંજના પાસે જવા માંડ્યા.એ ખૂબ  સુંદર અને સુશીલ હતી.

        વનિતાને નવાઈ લાગી કે જે ઘર અને ઘરની વ્યક્તિઓને સાચવવામાં પોતે જીંદગી ખર્ચી નાંખી એ ઘરની વ્યક્તિઓને એની કોઈ કદર નહોતી.

  “મારે તમને કંઈક પૂછવું છે?” વનિતા

” જલ્દી બોલ, મારે મોડું થાય છે.”

  “તમને મારાથી કોઈ અસંતોષ છે? તમે હવે અંજનાબેન પાસે જાવ છો?

“જો વનિતા, અંજના પણ મારી પત્ની છે.એ મને બહુ ગમે છે. એટલે જ મેં એને છૂટાછેડા નથી આપ્યા.તારી સાથે તો મારે બાળક માટે જ લગ્ન કરવા પડ્યા.”

“આ ઘર અને ઘરની વ્યક્તિઓ પ્રત્યે હું પૂરી  સમર્પિત રહી છું.તમને નથી ગમતું એટલે હું ક્યાંય ખાસ જતી પણ નથી.મારા વાંચવાનો શોખ પણ મેં છોડી દીધો.છતાં મારી પ્રત્યે તમારું વર્તન સાવ નિરસ રહે એ યોગ્ય છે? મારો કોઈ વિચાર નહીં કરવાનો?”

“અરે!તારા બાપને ગરજ હતી એટલે તને અહીં પરણાવી.તને ખાવાપીવાનું કોઈ દુઃખ છે?”

        સમસમી ગઈ વનિતા કાપો તો લોહી ના નીકળે એવી મૂઢ બની ગઈ એ?જીંદગીમાં આવતા દરેક પુરુષને આધિન રહેવું એ જ એની નિયતિ હતી?

         એક વાર નોકર સાથે વનિતા હસીને વાત કરી રહી હતી ત્યારે પીયૂષભાઈ એની ઉપર ગુસ્સે થયા. 

 નોકરે પૂછ્યું,”ભાભી, હું તમારી સાથે બોલું એ ભાઈને નથી ગમતું?”

      વનિતાને શું બોલવું એ સૂઝ્યું નહીં.

“ભાભી, એવું હોય તો હું તમારું કામ છોડી દઉં.ભાઈ તમારી ઉપર આવી શંકા કરે એ તો મારુ જ અપમાન કહેવાય.”

“ના, ભાઈ, એવું કંઈ નથી.તમારી ગેરસમજ છે.એવી કોઈ ચિંતા કરીને તમારે કામ છોડવાની જરૂર નથી.” વનિતાએ વાતને વાળી લીધી.

          પણ એનું મગજ વિચારે ચઢી ગયું.’એ પરણીને આવી એ પહેલાથી મગનભાઈ કામ કરતાં હતાં. એમની ઉપર આવો અવિશ્વાસ? એમની ઉપર તો ઠીક, મારી ઉપર(એમની પત્ની) ઉપર પણ અવિશ્વાસ!!’

       વીતી ગયેલી જીંદગી એને બેચેન બનાવી રહી હતી.જીંદગીએ એને શું આપ્યું?

       એ ઊભી થઈ. ઓમ હજુ આવ્યો નહોતો.સાંજ થવા આવી હતી.

       દ્રૌપદીની જેમ પાંચ પતિ નથી મારે પણ અલગ અલગ સ્વાભાવના પાંચ પુરુષોને મેં સહન કર્યા છે, મારુ જીવન એમના માટે જીવી છું પણ હવે નહીં.

          મયુરનો નમ્બર શોધ્યો.કેટલાય દિવસથી મયુરને ફોન કરવાની ઈચ્છાને આજે એણે ના રોકી.એની પત્ની ગુજરી ગઈ હતી અને હવે એ એકલો હતો.

__________________________________                        

) સ્વાતિ સુચક શાહ

શીર્ષક- આજેય દ્રૌપદી

શબ્દ સંખ્યા-૧૧૮૮

એવું કોઈ હશે કે જેણે નાનપણમાં મહાભારતની કથા નહીં સાંભળી હોય? મોટાભાગે જવાબ નામાં જ હશે. આપણે સૌ,આપણી અગાઉની પેઢી (અને કદાચ આવતી પેઢી પણ) મહાભારત અને રામાયણની વાતો સાંભળીને મોટાં થયાં છીએ. અને આ બંને પૌરાણિક કથાઓનાં પાત્રોએ આપણામાં ઉપર એક અમીટ છાપ છોડી છે.

દ્રૌપદી એ મહાભારતની કથાનું એક ખૂબ જ સશક્ત પાત્ર છે. રાજકુમારી, અને એ પણ યુદ્ધકળા પ્રવીણ, ચતુર ,મહાબુદ્ધિશાળી અને કૃષ્ણની પરમ સખી. દ્રૌપદીનું માન ઉપજે એવું વ્યક્તિત્વ મહાભારતમાં ઉપસાવાયું છે. પરંતુ મને એવું કાયમ લાગ્યું છે કે દ્રૌપદીની સાથે અન્યાય થયો છે. કૃષ્ણ સાથેની એની મૈત્રી જે રીતે દર્શાવવામાં આવી છે, એ જોતાં અને જે રીતે રાજકુમારીઓને પોતાનો વર પસંદ કરવાની છૂટ હતી, એ જોતાં એ સમયગાળામાં સમાજમાં સ્ત્રીનું સ્થાન ઘણું ઊંચું હોય, એને ઘણી સ્વતંત્રતા આપવામાં આવતી હોય એવું એક નજરે લાગે. પણ ના, કેટલાય બનાવોની ભીતર ઝાંકવાથી ખ્યાલ આવે છે કે સ્ત્રીઓ, જે દ્રૌપદીની જેમ સ્વતંત્ર લાગતી, એ સ્વતંત્ર નહોતી જ.હા,અમુક કિસ્સાઓને અપવાદરૂપ ગણી શકાય.

   ચાલો, નાનપણમાં સાંભળેલા એ પ્રસંગને યાદ કરીએ. અર્જુન મત્સ્યવેધ કરીને દ્રૌપદીને વરીને, દ્રૌપદી અને ચાર ભાઈઓ સાથે ઘરે પાછો આવે છે. માતા કુંતા એ જે પણ લાવ્યા હોય તેને પાંચેય ભાઈઓમાં સરખા ભાગે વહેંચવાનું કહી દે છે અને પછી ખબર પડે કે એ તો એક સ્ત્રી છે. નાનપણથી મને એક સવાલ સતત સતાવતો કે માતા કુંતી પાંચ પુત્રોમાં દ્રૌપદીને કઈ રીતે વહેંવાનું કહી શકે? વહેંચી એને  શકાય, જે વસ્તુ હોય. સ્ત્રી શું વસ્તુ છે? મારો તો કાયમ કન્યાદાન માટે પણ વિરોધ. કન્યા કંઈ તમારી વસ્તુ છે કે તમે એનું દાન કરો? એને તો પાછું ઉત્તમ કક્ષાનું દાન માનવામાં આવે. તો અહીં સ્ત્રીની માનસિક સ્થિતિ વિશે કોઈ એ વિચારવાનું નહીં? સ્ત્રી જાણે ગુલામની માફક કે કોઈ વસ્તુની માફક લેવા-આપવાની કે દાન કરવાની ચીજ? ચાલો, માની લઈએ કે માતા કુંતાને ખબર ન હતી કે એમના પુત્રો શું લઈને આવ્યા છે એટલે વહેંચવાનું કહી દીધું. અચ્છા ચાલો, માની લઈએ કે જે થયું તે થયું, જે બોલાઈ ગયું એ બોલાઈ ગયું. તો શું એ એક વ્યક્તિ છે એ જાણ્યા પછી માતા કુંતા પોતાના શબ્દો પાછા ન લઈ શકે? એક વખત બોલાઈ જાય તો એક સ્ત્રીએ આજીવન પાંચ પતિ ચલાવવાના? અને પુત્રોએ આવીને એમને શું કહ્યું હશે? “મા, જો અમે શું લઈને આવ્યા?”   “શું?” એમણે એક સ્ત્રી માટે “શું” શબ્દ વાપર્યો હશે? જો એમ કહ્યું હોત કે,”મા, આ જો અમે કોને લઈને આવ્યા?”તો માતા કુંતાને ખબર પડી ગઈ હોત કે કોઈ વ્યક્તિને લઈને આવ્યા છે. શું તો પણ એમણે પાંચ વચ્ચે વહેંચવાનું કહ્યું હોત? કદાચ હા અને કદાચ ના. અને જો ન કહ્યું હોત, તો કદાચ મહાભારત અલગ રીતે લખાયું હોત. એ જે પણ હોત, પણ એક સ્ત્રીને પાંચ પુત્રો વચ્ચે વહેંચવાની વાત સ્ત્રી માટે કેટલી પીડાજનક રહી હશે? આ સ્થિતિ માટે દ્રૌપદી માટે પીડાજનક હતી. પાંચે ભાઈઓ જાણતા હતા કે દ્રૌપદી માત્ર અર્જુનને ચાહે છે. છતાં તેમણે તેને પત્ની તરીકે સ્વીકારી. આ કંઈ ઓછું પીડાજનક ન કહેવાય.

     છતાં દ્રૌપદી પાંચે ભાઈઓને સાચવનારી પેટી સાબિત થઈ. પાંચ ભાઈ જો પાંચ આંગળીઓ હોય, તો એ પાંચે આંગળીઓને બાંધીને રાખનારી મુઠ્ઠી સાબિત થઈ, એમની શક્તિ બની.

      આવી જ પરિસ્થિતિ આજના સમયમાં ઉદ્ભવે તો? સૌથી પહેલાં તો આપણા ભારતનો કાયદો એક કરતાં વધુ પતિ કે પત્ની રાખવા જ ન દે. ત્યાં જ પૂર્ણવિરામ! છતાં માની લો, કે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, તો આજની સ્ત્રી એ સ્વિકારે ખરી? સાસુ, કે જેને હજુ ઓળખતી પણ નથી, એ માત્ર જેને પરણીને આવી એની મા હોવાના નાતે, એમનો આવો નિર્ણય સ્વિકારે? અને નિભાવે?  બિલકુલ નહીં! આજની સ્ત્રી પોતાને વસ્તુ તરીકે ગણાવવાનું, વહેંચાવવાનું કદી નહીં સ્વીકારે. માત્ર સાસુની શું કામ, ખોટી વાત એ માની પણ નહીં સ્વીકારે. આજની સ્ત્રી ગાય નથી કે દોરે ત્યાં જાય. આજની સ્ત્રી સમજદાર છે એ જયાં પણ જશે, બહુ સમજી-વિચારીને જશે. હા, જેને પતિ તરીકે સ્વીકારે એને સંપૂર્ણપણે સ્વીકારી શકવાની ક્ષમતા આજની સ્ત્રીમાં જરૂર છે. પોતાના જીવનનો નિર્ણય એ પોતે કરશે અને પછી એ નિર્ણયને વળગી રહેશે. અને વળગી રહેવા માટે જે પણ કરવું પડે એ ચોક્કસ કરશે. 

   આજની સ્ત્રી પાંચ પતિને તો નહીં સ્વીકારી શકે, પણ એક પતિના પાંચ પાસાને જરૂર  સ્વિકારી શકે. પાંચ આયામિક સાથ આપી શકે. બીજા શબ્દોમાં કહું તો પાંચ વિવિધ મોરચે સાથ આપી શકે. આપી જ રહી છે.

         સૌથી પહેલું એ કે પતિને માનસિક આધાર આપી શકે, સાયકોલોજીકલી સપોર્ટ કરી શકે. આજના હરિફાઈના સમયમાં એકબીજાથી આગળ નીકળી જવાની હોડમાં વાતાવરણ ખુબ સ્ટ્રેસફુલ થઈ ગયું છે. આ સમયમાં જ્યારે પતિ વ્યવસાયમાં, મિત્ર મંડળમાં, સામાજિક સંસ્થાઓમાં, આસપાસનાં વાતાવરણમાં માનસિક પરિતાપ ભોગવતો હોય, એવા સમયે પત્ની એને મનથી સધિયારો આપે છે, એની હિમ્મત બંધાવે છે. આજે સ્ત્રી પુરુષ જેટલું શિક્ષણ પામેલી છે. કોઈક કિસ્સામાં તો પુરુષ કરતાં વધારે શિક્ષિત છે. એટલે પુરુષની દરેક પરિસ્થિતિને યોગ્ય રીતે મૂલવીને એને સમજી શકે છે. એમાંથી બહાર નીકળવાના ઉપાયો સ્વસ્થ ચિત્તે વિચારી અને સૂચવી શકે છે.

      બીજું, કે ઘરમાં વધું સુખ-સુવિધા આવે, બાળકોને વધુ સુખદ ભવિષ્ય મળે, એમનાં શિક્ષણ માટે પૈસા ખર્ચ કરતી વખતે વિચાર ન કરવો પડે, પતિ ઉપર વધુ કમાવાનો બોજ ન પડે એ માટે આજની સ્ત્રી પુરુષની સાથે ખભેખભા  મિલાવીને કમાવા પણ નીકળી પડે છે-એ પણ ઘરની જવાબદારીઓને અવગણ્યા વગર.

      ત્રીજું, ઘરની જવાબદારી, ઘરની સારસંભાળ. ઘરને સુઘડ રાખવું, કમાણીનો યોગ્ય વપરાશ કરવો, સાત્વિક, ગુણકારી અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવી(હા, આજના સમયમાં જ્યારે સ્ત્રી એક સાથે અનેક ઘોડે ચડતી હોય ત્યારે કોઈક કિસ્સામાં રોજ જાતે ભોજન બનાવવું એના માટે શક્ય ન પણ હોય) બાળકોની સાર-સંભાળ રાખવી, તેમને ભણાવવા, એમનું સ્કૂલનું હોમવર્ક કરાવવું, ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું, એમની માટે સમયસર જમવાનું પૂરું પાડવું, દવાઓ લાવીને રાખવી. અમુક સંજોગોમાં, અમુક કિસ્સાઓમાં તો દવા લેવાની યાદ પણ કરાવવાની. ઘરકામમાં મદદ કરવા માટે આવનારા માણસો જ્યારે રજા પાડે ત્યારે એમની અવેજીમાં નવા માણસોની વ્યવસ્થા કરવાની, કેટકેટલાંય કામ કોઈનાં ધ્યાનમાં આવ્યા વગર એ કરી લેતી હોય છે.

      ચોથું- તેના પતિની વ્યક્તિગત જરૂરિયાત. પતિના ભોજન- કપડા, એના ગમા-અણગમા, એને કઈ પરિસ્થિતિમાં, ક્યારે, શું જરૂર છે એ સમજી જવું તથા સૌથી મહત્વનું પતિની શારીરિક જરૂરિયાત. આ બાબતમાં સ્ત્રી ગમે તેટલી થાકેલી હોય ગમે એવી માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહી હોય, એ પોતાની સગવડ કે જરૂરિયાત કરતા પતિની જરૂરિયાતનું ધ્યાન વધારે રાખે છે. કોઈ વાર તો, પતિને નહીં ગમે એવું વિચારીને એ પોતાના શોખને પતિની જાણ બહાર જ દબાવી દેતી હોય છે.હવે છેલ્લા થોડા સમયથી સ્ત્રીઓ પોતાની જરૂરિયાત વિશે પતિ સાથે ખુલ્લા મને ચર્ચા કરતી જરૂર થઈ છે. પરંતુ વાત બંનેના મત અલગ પડવાની આવે ત્યારે હજી મોટાભાગના કિસ્સાઓમાં એ પતિનો મત સ્વીકારતી હોય છે.

પાંચમું-પતિ જ્યારે તકલીફમાં આવે, પતિ પર કોઈ મુશ્કેલી આવે ત્યારે સ્ત્રી દુર્ગા બનીને પૂરી દુનિયાની સામે પતિની ઢાલ બનીને ઊભી રહી જાય છે. એ સમયે અબળા કહેવાતી નારીમાં ખબર નહી ક્યાંથી એટલું જોર, એટલો જુસ્સો આવી જાય છે, એટલી શક્તિ આવી જાય છે, કે એ પૂરી દુનિયાની સામે લડી જાય છે અને કળિયુગની સાવિત્રી બનીને પોતાના પતિને દરેક પ્રકારની મુશ્કેલીથી બચાવી લે છે.

     બોલો,આજની સ્ત્રી આધૂનિક દ્રૌપદીથી કમ છે?

   આજે પણ ભરી સભામાં એનું વસ્ત્રાહરણ થાય છે. એટલે કે સમાજ વચ્ચે એનું અપમાન થાય છે,એનાં વિશે ઓછી વાત કરવામાં આવે છે અને આખો સમાજ-એનો પતિ પણ-જોતો રહી જાય છે.અરે,ક્યાંક તો એનો પતિ જ દુઃશાસનની ભૂમિકા ભજવી જાય છે. હજુ પણ એને વસ્તુ સમજવામાં આવે છે- ભલે એ તેને સ્વિકાર્ય ન હોય.હજુ જુગારમાં એને હારવામાં આવે છે. લીધેલા પૈસાના બદલામાં એનો સોદો થાય, એને વેચવામાં આવે, બિઝનેસ વધારવા માટે એની સુંદરતાનો ઉપયોગ થાય, એ બધું જુગારમાં હાર્યા બરાબર જ તો છે!

       બસ, સ્થૂળ અર્થમાં એણે પાંચ પતિની પત્ની નથી બનવાનું. બાકી આજની સ્ત્રીની પીડા, એની તકલીફ અને એની ફરજો, દ્રૌપદી કરતાં જરાય ઓછાં નથી.

__________________________________

૩) જિજ્ઞાસા ઓઝા

શીષૅક :– મૌન, મુક્તિ કે મહાભારત!

શબ્દ સંખ્યા :– આશરે ૧૩૫૦

કોણ? સાસુમા!  બોલો. શું અપેક્ષા છે હવે,  મારી પાસેથી? મૌન, મુક્તિ કે પછી મહાભારત? કદાચ આપ પહેલો વિકલ્પ જ વિચારતા હશો ને!  કારણ, હું તમારી દીકરી તો નથી જ, આપને મન હું સ્ત્રી પણ ક્યાં છું? આપને મન તો હું છું  આપની કુળવધૂ, દ્રૌપદી સહદેવ! હા…. હા….. હા….! દ્રૌ…પ…દી સ… હ… દે…વ! અરે,  તમે શું પસંદ કરશો મારા માટેનો વિકલ્પ! હવે તો એ પસંદગી મારી જ રહેશે. કેમ? ગભરાઈ ગયાં? ના, હું  ત્રીજો વિકલ્પ તો પસંદ નહીં જ કરું! અને પહેલો પણ નહીં જ! કારણ, મૌન રહી મારે મુનિ નથી બનવું ને મહાભારત  સર્જી નથી માપવા સ્વજનો ને! 

જો હું  પસંદ કરીશ તો માત્ર ને માત્ર  બીજો વિકલ્પ જ! મુક્તિ!

મા,  આપ પણ મારી જેમ જ આ ઘરના કુળવધુ છો ને છતાં પણ,  ઘર તમારું છે, હા… હા… તમારું, મારું નથી. પરંતુ થોડું એકાંત માગી શકું?  આપશો? કે પછી ઓરડામાંથી બહાર નીકળી હું જાતે મારું એકાંત પસંદ કરું? 

થાકી ગઈ છું આ જિંદગીથી! નથી રહી હવે જિજીવિષા કે નથી રહી કોઈ તમન્ના. કંટાળી ગઈ  છું કાનમાં સતત ગૂંજતા આ અવાજથી! પાંચ આંગળી પાંચ પાંડવો, બાંધી મુઠ્ઠી દ્રૌપદી! સમજણી થઈ ત્યારથી આ વાક્ય સાંભળતી આવી છું. પહેલાં  દાદીના મોઢે, પછી ફઈના, ત્યાર બાદ ભાભી, પછી નણંદ ને સાસુમાના મોઢે. પહેલાં તો મને થતું, વાહ! કેટલું સુંદર નામ! કારણ, કારણ દ્રૌપદી તો રાજકુમારી હતી.  બાળપણથી માંડીને યુવાની સુધી મન મૂકી ને જીવી. અરે, સ્વયંવર સુધી. ના, ના અર્જુને આંખ વીંધી ત્યાં સુધી. ને જેવો એને સાસરિયાંમાં પગ મૂક્યો ને, કુંતામા ના શબ્દો “પાંચેય ભાઈઓ સરખા ભાગે વહેંચી લો” આ વાક્ય તેના શમણાંમાં તિરાડ પાડવાનું શરૂ કર્યું! એ બબડી “મારું જીવનમાં પણ કંઈક આવું જ થયું ને!  દ્રૌપદી નામની સાથે એનું નસીબ પણ સાથે? ના, હું એવું નહીં થવા દઉં, હરગીજ નહીં થવા દઉં. પાંચ આંગળી પાંચ પાંડવો, બાંધી મુઠ્ઠી દ્રૌપદી! આ ઉક્તિ સાચી ઠેરવવી કે એનો ઉપાલંભ કરવો! વિચારતી, વિચારતી ભૂતકાળમાં સરી પડી. 

“દાદી,  દ્રૌપદી એટલે?  મારું નામ દ્રૌપદી કેમ રાખ્યું?  ત્યારે દાદી હસીને કહેતી, “દીકરી,  દ્રૌપદી માફક તારો જન્મ પણ, યજ્ઞ પ્રસાદી સ્વરૂપે થયેલો.  તું પણ શ્યામવર્ણી અને પંચાલ કુટુંબની કુંવરી. વળી, રાશિ પણ મીન. આથી,  તારું નામ દ્રૌપદી રાખ્યું. પાંચમા ધોરણમાં દ્રૌપદીનું પાત્ર ભજવ્યું ને દ્રૌપદી વિશેનો ઈતિહાસ  વાંચ્યો. મગજમાં અમૂક પ્રસંગો ગડીબધ્ધ સચવાઈ ગયા ને ધીમે ધીમે દાદી ને ફોઈ દ્વારા બોલાતા વાક્યનો અર્થ સમજાવા લાગ્યો : “પાંચ આંગળી પાંચ પાંડવો,  બાંધી મુઠ્ઠી દ્રૌપદી”!

આમ તો મારા વ્યક્તિત્વ અને દ્રોપદીમાં ઘણું સામ્ય હતું. શું  કહ્યું, ખોટી વાત! દ્રૌપદીને પાંચ પતિ હતા ને મારે એક! પણ આમ તો મારે પણ પાંચ પતિ જ કહેવાય ને!  તમને નહીં સમજાય, નહીં સમજી શકો, મારી કથની. મારી કથની સંભળાવું તો તમે પણ વિચારતા થઈ જશો. ના, ના હવે તો સાંભળવું જ પડશે!  હવે મારે મારો ઈતિહાસ કહેવો જ પડશે!

હા,  એ દિવસે મારો જન્મદિવસ હતો.  સોળમુ વરસ જઈ રહ્યું હતું ને સત્તરમુ આવું આવું!  અરમાનો એ આળસ મરડી હતી ને રૂપ નિતરવા લાગ્યું હતું!  હું તરબતર હતી ને પગ જમીન પર ટકતાં ન હતાં! હું સાંજની પાર્ટી માટે ડ્રેસ લેવા સુરભિ સાથે ગઈ. બે ત્રણ,  વેસ્ટર્ન, ઈન્ડો- વેસ્ટર્ન ટ્રાય કરતી હતી ને પાછળથી મિરરમાં એક બ્રાઉન આંખો ને ઘુંઘરાલા વાળ વાળો છોકરો ઉંંહું એવો ઈશારો કરતો હતો! ને જેવો મેં બેબી પિંક ડ્રેસ ટ્રાય કર્યો ને મારી આંખો એને શોધવા લાગી ને જાણે ટેલીપથી થઈ હોય તેમ એ ટપકી પડ્યો ને બાજુમાંથી સરકી વા…ઉ, બ્યુટીફૂલ! બોલી  આગળ નીકળી ગયો. એ ડ્રેસ પેક કરાવી હું એસેસરીઝ તરફ ગઈ ને સુરભીને બિલિંંગ કરાવવા મોકલી. એટલામાં માઈકમાંથી ઘેરો અવાજ રેલાયો. 

હેપ્પી બર્થડે,  દ્રૌપદી! ને એ જ ડ્રેસ ને સાથે એક લાલચટ્ટાક ગુલાબ લઈ એ મારી પાસે આવ્યો ને કહ્યું : ” વ્હોટ એ કોઈન્સીડન્સ!  તમે દ્રૌપદી ને હું, હું અર્જુન, અર્જુન સન્યાલ, આ હબ નો વારસદાર”! ને જાણે મારા રોમરોમમાં સંગીત પ્રગટી ગયેલું.  પછીતો બર્થડે માં આમંત્રણ, અવારનવારની મુલાકાતો એ અમને પ્રેમમાં પાડી જ દીધાં. એ ઈકોનોમિકસ નો વિદ્યાર્થી ને હું સાયકોલોજીસ્ટ, છતાં  ફ્રિકવન્સીની ઘણી મેચ થતી હતી. પણ, કુદરતને કાંઈ અલગ જ મંજૂર હશે. એક માર્ગ અકસ્માતમાં એનું મૃત્યુ થયું. આ સંબંધની જાણ માત્ર મને અને સુરભીને  જ હતી એવું મારું માનવું હતું. હું અંદરથી તૂટી ગઈ હતી ને એ સાંજે અમારી સામે રહેતો, મુંજી ગણાતો યુધિષ્ઠિર આવ્યો ને મારી મમ્મીને કહ્યું કે માસી,  કાલે મારા ચિત્રોનું પ્રદર્શન છે તો દ્રુપુને મદદ માટે મોકલો ને! ને મમ્મીએ કહ્યું લઈ જા ને દીકરા, ખબર નથી પડતી શું થયું છે એને? સાવ ગુમસુમ રહે છે!  એ મને ખેંચી ગયો! જેવા એના ઘરમાં પ્રવેશ્યા એણે કહ્યું : ” દ્રુપુ, હું તને નાનપણથી ચાહું છું તારા સત્તરમા જન્મદિને તને કહેવાનો જ હતો ને તું અર્જુનને લઈને પ્રવેશી ને મેં મારો નિર્ણય રદ કર્યો! ” હવે તો એ આપણી સાથે  નથી, વૂડ યુ બી માય ફ્રેન્ડ?” ને ત્રણ મહિનાથી ધરબાયેલો ડૂમો ઓગળી આંસુ સ્વરૂપે વહેવા લાગ્યો! ધીમે ધીમે સમય સાથે નવા સંબંધમાં હું ગોઠવાઈ રહી હતી ને યુધિષ્ઠિરને તાવ આવ્યો. પંદર દિવસથી તાવ ઊતરતો ન હતો અમે બંને જઈ બ્લડ ટેસ્ટ માટે આપી આવ્યા બે દિવસ પછી રીપોર્ટ લાવવાનો હતો. મારે અચાનક કાઉન્સેલિંગ આવી જતાં  હું એની સાથે જઈ ન શકી. રાત્રે એને મળવા ગઈ તો તાળું! એનો, આન્ટીનો, અંકલનો ફોન સ્વીચ ઓફ! કોઈ ને કશો જ અંદેશો નહીં કે નહી કાંઈ સંદેશો! થોડા દિવસો પછી છાપામાં હેડલાઈન હતી કે ઊગતા ચિત્રકાર યુધિષ્ઠિર સ્થપતિનું બ્લડકેન્સરમાં હરિદ્વારમાં અવસાન! હું ફરી નંદવાઈ!! 

ડિપ્રેશનનો શિકાર બની. હું ખુદ સાયકોલોજીસ્ટ હોવા છતાં મને પરાણે તાંત્રિક ભીમશંકરના હવાલે કરવામાં આવી ને એ ધુતારાએ મને ટ્રાન્સમાં  લઈ જઈ મારા પર બળાત્કાર કર્યો! હું ત્યાંથી ભાગી છુટી. સમાજમાં મારા વિશે ગણગણાટ થવા લાગ્યો મારી હાલત, મારી મન:સ્થિતિ કે મારા સંવેદનોની કોઈને પરવા નો’તી. અરે!  મારા માતા-પિતા ને પણ કદાચ નહીં. મારા માતા-પિતા પણ મારા નસીબ થી થાકી ગયા હતા. ને એવામાં એક એન આર આઈ માગુ આવ્યુ ને મને પૂછ્યા વિના સહદેવ મારફતિયા સાથે મારા લગ્ન નક્કી કરી દીધાં! સહદેવ હતાં સોહામણાં, સાલસ ને સમજુ પણ સાયન્ટિફિકલિ પિતા બનવા સમક્ષ  નહોતા. મને પહેલા જ દિવસે સહદેવે કહી દીધેલું! એક ને મેં દિલોજાનથી ચાહ્યો, બીજા એ મને ચાહી, ત્રીજાએ ઉપભોગ કર્યો ને ચોથો દુન્યવી દ્રષ્ટિએ મારો સહધર્મચારી! અને હજુ બાકી રહી ગયું હતું તે સાસુમાની સલાહ કહો કે ષડયંત્ર ! નકુલ એમના નાના દીકરાની ઉપપત્ની બની એનો વંશ  વધારવાની! કારણ, નકુલની પત્નીને ગર્ભાશય નહોતું ને નહોતી સહદેવ પાસે મને ગર્ભવતી બનાવવાની ક્ષમતા!  

સાસુમાનો હુકમ સાંભળી પહેલાં તો હું  સુન્ન થઈ ગઈ, સ્હેમી ગઈ, ડરી ગઈ! ને મેં આંખ બંધ  કરી! શું કરું? નથી અહીં પિતામહ કે નથી અહીં પુરુષોત્તમ! હવે!  ભરીસભામાં જેમ દ્રૌપદી પર દાવ લગાવવામાં આવ્યો હતો એમ નસીબ પણ મારી સાથે?  મેં મનોમન પ્રશ્ન કર્યો! મારા મનની જેમ વાતાવરણ પણ ગોરંભાયેલ હતું. એક અકળાવનારી આલબેલ સંભળાઈ રહી હતી ને બેલ વાગી. દરવાજો ખોલ્યો ને સામે હતો નકુલ! હું  શૂન્યમનસ્ક થઈ ગઈ એણે મારો હાથ પકડ્યો ને હથેળી ચૂમી ને કહ્યું દ્રૌપદી વાંધો ન હોય તો……. ને હું જવાબ આપું એ પહેલાં ઉંચકી ને લઈ ગયો ને, ને કરવા લાગ્યો વસ્ત્રાહરણ! અંતે એણે એની મા ની વાત માની જ! જેમ અર્જુને કુંતીની માનેલી! વહેંચી લો ભાઈઓ!  મેં આંખ બંધ કરી ને સખા ને ભીતર શોધવા લાગી! કદાચ આ બાબતમાં પણ મારું નસીબ પૌરાણિક દ્રૌપદી જેવું હોય! પણ મારી જિંદગીમાં તો માત્ર સ્ત્રીની હાંસી ઉડાવે તેવા દુર્યોધન, દુઃશાસન, કર્ણ, શકુનિ; નારી પર થતા અત્યાચારના મૂક સાક્ષી બની બેઠા રહે તેવા લાચાર વડીલો; પુત્રમોહમાં અંધ ગાંધારીઓ અને નજર સામે પોતાની પત્નીનું શીયળ લૂંટાતું હોય ને છતાં પણ રૂંવાડું ય ન ફરકે કે હરફ પણ ન ઉચ્ચારે તેવો નમાલો ને માંયકાંગલો પતિ!  હું આંખ ખોલવાની તૈયારીમાં હતી ને એણે મને દબોચી! અંતે એણે ન કરવાનું કર્યું જ! ને મેં? મેં પણ ન કરવાનું જ કર્યું કારણ વસ્ત્રાહરણ વખતે જ્યારે હું કૃષ્ણને યાદ કરતી હતી ત્યારે મને મુકુટ પહેરેલો મારો જ ચહેરો દેખાયો! अभ्युत्थानम् अधर्मस्य, तदात्मानम् सृजाम्यहम्! એઈડ્સ ના વાઇરસ વાળું ઈન્જેક્શન લઈને જ ફરતી હતી, બાજુમાં પડેલ સ્લીપના ચોરખિસ્સામાંથી ઈન્જેક્શન કાઢ્યું એની આંખો બંધ હતી પણ હોઠે કુટિલ સ્મિત રમતું હતું.  હું કાળઝાળ હતી. હું નિર્વસ્ત્ર જ એની પાસે સરકી એને એમ કે હું એના બાહુપાશમાં સમેટાવા જઈ રહી છું! એણે મને આવકારી! હું અધબેઠી થઈ એની વધારે નજીક સરકી ને એ કંઈ સમજે એ પહેલાં ઘચ્ચ દઈને ઈન્જેક્શન ઘોંચી દીધું સાથળમાં! ને કપડાં હાથમાં લઈને દોડી બાથરૂમ તરફ. પછી તો એક નિ:શબ્દ મહાભારત શરૂ થયું મારફતિયા કુટુંબમાં! અને એ પણ દ્રૌપદીને કારણે જ! 

 સ્ત્રી  જ સ્ત્રીની દુશ્મન છે એ ચીસો પાડી સમાજને જાણ કરવી કે પુરુષોની વૃત્તિના લીરેલીરા ઉડાડવા! હવે સમજાય છે  ને! પાંચ આંગળી પાંચ પાંડવો, બાંધી મુઠ્ઠી દ્રૌપદી! છૂટા રહ્યા, પાયમાલ થઈ ગયા. એક થયાં હોત તો દ્રૌપદી ને એની ઈજ્જત,  બેઉ બચાવી શક્યા હોત! પ…. ણ રમાડી ગયા ને રમી ગયા એક પછી એક! મારી પાસેથી વાત કઢાવવા લોકો નુસખા કરે છે. દ્રૌપદી બોલે તોય શું બોલે?  બાંધી મુઠ્ઠી છે દ્રૌપદી, બાંધી મુઠ્ઠી !

હું આજે ગર્ભવતી છું! મને સૂચનો મળી રહ્યાં છે કે મારે ગર્ભપાત કરાવવો અથવા બાળકને જન્મ આપી ત્યજી, કર્ણ સમી જિંદગી આપવી! પણ,  મેં બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું છે. અને એને મારી સાથે જ રાખીશ. હું એને ગર્ભમાંથી જ શીખવીશ કે એક સ્ત્રીની ઈજ્જત કેવી રીતે કરાય,  એને આદર કેમ અપાય! અેની આમન્યા શા માટે જાળવવી જોઈએ. એ પુત્ર હશે તો મોટો થઈને સ્ત્રી સન્માન કરશે અને પુત્રી હશે તો એની અપેક્ષા રાખશે! હશે આજ તો હું મૌન, મુક્તિ ને મહાભારત માં અટવાઈ ગઈ છું!

________________________________

૪) લીના વછરાજાની

શીર્ષક : “અર્થપૂર્ણ અર્થ” 

શબ્દો : ૧૦૫૬ 

શહેરના મેડિકલ એસોશિએશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત એવોર્ડસમારંભમાં રોમાંચક વાતાવરણ જામ્યું હતું.   તમામ ખ્યાતનામ ડોક્ટરો પોતાના સહાયકો સાથે હાજર હતા. કઈ હોસ્પિટલ અને કયા ડોક્ટરને એવોર્ડ મળશે અને કયા સહાયક કે સ્ટાફના કયા સભ્યને માન મળશે એની આતુરતા વાતાવરણમાં ફેલાયેલી હતી. 

તબીબી ક્ષેત્રે વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ માટે અપાતા એવોર્ડની એક પછી એક નામ સાથે જાહેરાત થઈ રહી હતી. 

મંચ પરથી આગલું નામ જાહેર થયું..

“મેડિકલ એસોશિએશન દ્વારા આ વર્ષે જ ઉમેરાયેલા દ્રુપદસુતા એવોર્ડ માટે જે નામ જજ દ્વારા પસંદગી પામ્યું છે તે નામ છે,

સંજીવની હોસ્પિટલનાં હેડ મેટ્રન કરુણાતાઈ.”

મધર ટેરેસાની યાદ અપાવે એવા

સ્વચ્છ સુધડ શ્વેત યુનિફોર્મમાં કરુણાતાઈ  મંચ પર એવોર્ડ સ્વિકારવા આવ્યાં અને ઓડિટોરિયમમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. આ નામ માટે એક પણ વ્યક્તિને વિરોધ ન જ હોય એ સહુ જાણતા હતા.

કરુણાતાઈએ નમ્રતાપૂર્વક સ્વાસ્થ્યમંત્રીના હસ્તે એવોર્ડ સ્વિકાર્યો. 

એવોર્ડવિતરણ સમારંભની ઔપચારિકતા પૂરી થયા બાદ પ્રેસ અને મિડિયા કોન્ફરન્સનું આયોજન હતું એમાં વિજેતાઓ ઉપરાંત તબીબી ક્ષેત્રે નામાંકિત વ્યક્તિઓ પણ હાજર હતી. 

“પળ પળની ખબર” અખબારના રિપોર્ટરે પહેલો સવાલ કર્યો,

“બધા એવોર્ડ તો સમજાયા પણ આ દ્રુપદસુતા એવોર્ડ વિશે કોઈ પ્રકાશ પાડશો પ્લીઝ? એ જરા અટપટું લાગ્યું.  આ નામને તબીબી ક્ષેત્ર સાથે શું સંબંધથી જોડવામાં આવ્યું તે વિશે વિસ્તૃત જવાબની અપેક્ષા છે.”

અને સંજીવની હોસ્પિટલના ડિન ડોક્ટર માથુરે માનવાચક સંબોધન સાથે પત્રકારના સવાલના જવાબની શરુઆત કરી

 કરુણાતાઈ સામે જોતાં કહ્યું,

“આમ તો અમારી સંજીવની હોસ્પિટલનું વાતાવરણ પણ બીજી બધી હોસ્પિટલ જેવું જ છે. એક પીડા, વેદના અને દુ:ખની છાયા છવાયેલી હોય છે. કોઈ રુમમાં પોતાના બાળકને માંદગીમાંથી બહાર લાવવા ઝઝુમતી મા ઈશ્વરપ્રાર્થનામાં ડૂબેલી હોય તો કોઈ રુમમાં સત્યવાનને બચાવવા સાવિત્રી અનશન પર હોય. ક્યાંક ડોક્ટર સામે બેઠેલો લાચાર બાપ દિકરાની જિંદગી માગી રહ્યો હોય તો ક્યાંક દિકરો બાપને પાછલા દિવસોમાં આરામ કેવી રીતે મળે એની વ્યવસ્થામાં ચિંતિત હોય. 

બધું જ સામાન્ય હોસ્પિટલ જેવું હોય ફર્ક માત્ર એક સિસ્ટર કરુણાનો છે. સંજીવની હોસ્પિટલમાં છેલ્લા છ વર્ષથી કરુણા નર્સ તરીકે સેવા બજાવે છે.  મારી અને મારી પત્ની ડોક્ટર તારિકાની દેખરેખ હેઠળ દર્દીઓ સાજા જ થઈને ઘેર જાય એવી એક માન્યતા આખા શહેરમાં છે. દરેક પોતાનું અલગ મહાભારતનું યુધ્ધ લડે છે.

સવારે આઠથી સાંજના આઠ સુધી કરુણા દરેક વોર્ડમાં દરેક લડવૈયા સાથે હોય અને એની લડાઈમાં સાથ આપવાનો પ્રમાણિક પ્રયાસ કરે. ધીરે ધીરે એ દરેક દર્દી અને એના સ્વજનના દિલમાં હૂંફ અને લાગણી દ્વારા ઘર કરવા માંડી છે. 

મેં પ્રસ્તાવના બાંધી દીધી છે. 

હવે તમારા સવાલનો જવાબ કરુણા એના જ શબ્દો દ્વારા 

 આપે એવી મારી ઇચ્છા છે.”

કરુણા સહેજ સંકોચવશ માઈક નજીક આવી. 

નમસ્કાર સજ્જનો. 

હું તો બહુ સામાન્ય સ્ત્રી છું. નાનપણથી સંજોગ સાથે લડતાં મા-બાપ અને પાંચ ભાઈઓને જોતાં જોતાં અનેકતામાં એકતાની આ વિચારધારા મારામાં જાણે-અજાણે જ રોપાતી ગઈ. 

 મા વાતવાતમાં ભાઈઓને કહેતી કે, પાંડવો સચ્ચાઈથી મહાભારતનું યુધ્ધ લડ્યા એમ તમારે પણ લડવાનું છે. સચ્ચાઈ હંમેશાં જીતશે. ક્યારેક ભાઈઓમાં મતભેદ થતા ત્યારે મને દરેક જણ કહે કે, કરુણા તું શું કહે છે?

હું જેમ જેમ સમજણી થતી ચાલી એમ મારા વિચાર પ્રગટ કરતી ચાલી  કે,

“જો ભાઈ, આપણે મા પાસે મહાભારત વિશે ઘણું સાંભળ્યું છે એ પરથી હું એવું તારણ કાઢું કે 

કૌરવ-પાંડવ યુગ દરમ્યાન માત્ર 

દ્રૌપદી એક જ નામ એવું હતું કે જેણે પાંચ પાંડવોને એકસૂત્રમાં પરોવી રાખ્યા. પાંચ બિલકુલ અલગ વિચારધારાઓને દ્રુપદસૂતાએ એક મોટા વહેણમાં વહેતી કરી. દ્રૌપદી સમક્ષ તો જીવનના કેટલાય નાજૂક સંજોગ ખડા થયા. કેટલીય ઘટનાઓ અસામાન્ય ઘટી. છતાં એ સ્વમાની, માનસિક મજબૂત નારીએ દરેક કપરા સંજોગોમાંથી કુનેહપૂર્વક માર્ગ કાઢીને કુંતીપુત્રોને નબળી પરિસ્થિતિ સામે લડવાનું મબલખ જોમ બક્ષ્યું. એક સ્ત્રી આખો યુગપલટો કરી શકે એ સાબિત કરી બતાવ્યું.”

હું કહેતી કે, 

“હવે કળયુગમાં સહેજ વિસ્તૃત અર્થમાં વિચારીએ તો જે અલગ અલગ વ્યક્તિત્વને એક સાથે જીવવાનું શીખવાડે, જે અલગતામાં એકતાનું પાલન કરતાં શિખવાડે એ દ્રુપદસૂતા. અને પછી ભાઈઓના દરેક સવાલના જવાબ અમે સાથે મળીને શોધી કાઢતાં.”

હું નર્સિંગનું ભણીને સંજીવનીમાં આવી ત્યારે હોસ્પિટલમાં ઘણા અલગ અલગ મત અને ઘણા નિયમનું પાલન જણે જણ પોતાની રીતે કરતું એમાં દર્દીઓને વધુ હેરાનગતી થતી.

અને મને મારી દ્રુપદસુતાની વિચારધારા અહીયાં પણ અપનાવવાની જરુર લાગી. 

 પહેલાં પહેલાં મારો દ્રુપદસૂતાનો અભિગમ કોઈને પસંદ ન આવ્યો. 

સર અને સ્ટાફને મારી વાત દેશી અને વાહિયાત પણ લાગી. મારી મજાક કરવામાં આવતી. 

હું હિંમત હાર્યા વગર મારું કામ કરે જતી હતી. 

પણ..

 જ્યારે રાજીવનો દિકરો અકસ્માતમાં બ્રેઈન ડેડ દાખલ કરવામાં આવ્યો ત્યારે એ પતિ-પત્નીને મેં સ્વાભાવિક હૂંફ આપી. 

બીજી તરફ જમનીબાઈના યુવાન  દિકરાની બંને કિડની નક્કામી થઈ જતાં એ મા નો વિલાપ જોવાતો નહોતો. 

મેં પારાવાર વેદના ભોગવતાં બે મા-બાપને એકસાથે બેસાડીને એક જિંદગી બીજામાં રોપીને એકને શાશ્વત યાદમાં અને બીજાને નવો જન્મ ધારણ કરવાનું  કાર્ય સમજાવ્યું. અને આજે જમનીબાઈના દિકરાની સ્કુલની ફી રાજીવ ભરે છે. બંને મા-બાપ પોતાના સંતાનને હેમખેમ પાંગરતું જોઈને સંતોષથી જીવે છે. 

અમારા જ સ્ટાફના જબરા અને ઉધ્ધતની છાપ ધરાવતા વોર્ડબોય ગજાનનની વીસ વર્ષની દિકરીને બ્લડ કેન્સર જાહેર થયું. સામાન્ય પગાર કમાતો બાપ સારવારના પૈસા ક્યાંથી લાવે અને કોઈ મદદ પણ કેટલી કરે! ગજાનન જિંદગીના કપરા સંજોગનો સામનો કરી રહ્યો હતો. 

આ એ જ ગજાનન કે જે સહુથી વધુ મારો વિરોધ કરતો. 

અમારે ત્યાં બ્લડ બેન્ક પણ છે. મેં એના વડાને મળીને ગજાનનની દિકરી માટે એમાંથી મદદ કરવાની અપીલ કરી. સમગ્ર સ્ટાફે ભેગા મળીને ગજાનને સારવાર માટે બ્લડ બેન્કમાંથી લોહી અને પ્લાઝમાની બોટલો મળી રહે એ વ્યવસ્થા કરાવી. 

અને ગજાનની દિકરી હવે લગભગ સામાન્ય જિંદગી જીવતી થઈ ગઈ છે. 

આવા તો કેટલાય દાખલા અપાય. પોતાં મારતી કમલીના દારુડિયા પતિને ડોક્ટરસાહેબની આગેવાની હેઠળ દારુની લત છોડાવી અને રિક્ષા અપાવી. આજે બંને સ્વમાનભેર ઉજળી જિંદગી જીવે છે. 

મારો એક જ આશય છે કે ઈતિહાસનાં દરેક પાત્રો કળયુગમાં કેવી રીતે જીવી જવાય એ પ્રેરણા આપી જાય છે. સવાલ માત્ર આપણી સમજણનો અને દ્રષ્ટિ કેળવવાનો હોય છે.

બસ, આ જ રીતે દવાખાનામાં સાવ અલગ અલગ જગ્યાએથી પોતાની પીડા સાથે દાખલ થતા દર્દીઓ અને તેમના સગાંવ્હાલાંઓને એકસૂત્રતામાં બાંધી અહીયાંથી જાય ત્યારે ચહેરા પર હળવું સ્મિત અને કંઈ કેટલીય નવી ઓળખાણ અને નવા લાગણીસભર સંબંધોની ભેટ લઈને જાય એવી મારી ઈચ્છાને ડોક્ટરસાહેબ અને મેડમ બંનેએ આવકારી તથા સહકર્મચારીઓનો પણ સહકાર મળી રહ્યો એ બદલ આભારી છું. 

ડોક્ટર માથુરે આગળ મંચ સંભાળતાં કહ્યું,

“ગયા વર્ષે અમારી મેડિકલ એસોશિએશનની મિટીંગમાં  એવોર્ડ નક્કી કરવા બાબત મિટિંગ થઈ ત્યારે મને મનમાં સતત કરુણા અને દ્રૌપદી બે નામ ગુંજતાં હતાં. મેં મિટિંગમાં કરુણાની આ નવી આવકારદાયક અને અર્વાચિન વિચારધારા જણાવીને એક નવા એવોર્ડની એ હકદાર છે એવી વાત રજુ કરી અને પેનલે એ માન્ય રાખી એ બદલ હું એસોશિએશનનો આભારી છું.”

અને ત્યાં બેઠેલા દરેક વ્યક્તિએ કરુણાતાઈની દ્રુપદસુતા વિચારધારા મનોમન આવકારી કારણકે આ યુગમાં દ્રૌપદીનું પાત્ર તો શક્ય ન બને પણ અનેકને એકમાં બાંધતી દ્રુપદસુતા કરુણા જેવું એક પણ વ્યક્તિત્વ નિખરે તો સમાજમાં જડબેસલાક ઉદાહરણ જરુર પ્રસ્થાપિત થાય. 

એક આંગળી એકલી કોઈ કાર્ય કરવા સમર્થ ન હોય પણ પાંચ આંગળી એકઠી થાય તો એક મજબૂત મુઠ્ઠી બધું જ કરી શકે.

_________________________________

૫)  કિરણ પિયુષ શાહ

શીર્ષક – પોત પોતાનું કુરુક્ષેત્ર.

શબ્દ સંખ્યા-૧૧૫૦

કૃષ્ણા  આજના આધુનિક સમયમાં આ નામ થોડું જુનવાણી લાગે. પણ તમે જયારે કૃષ્ણાને મળો તો તમને આ નામ તેની પર એકદમ બંધબેસતું લાગશે. 

કૃષ્ણાનો પરિચય.. એનો પરિચય શું આપું? એક કામ કરીએ એનો પરિચય એને ખુદને જ આપવા દઈએ.

“મુન્ના, ગાડી પહેલાં મંદિરે લઈ લે પપ્પાજીને મંદિરે દર્શન કરાવીને ઓફિસ જઈશું.” 

“જી, મોટીબેન ..” બોલતા મુન્નાએ ગાડીનો દરવાજો ખોલી શેઠ અમીત પારેખને પાછળ બેસાડવામાં મદદ કરી. (થોડાં સમય પહેલાં આવેલ પક્ષઘાતનાં હુમલાને કારણે ચાલવામાં થોડી તકલીફ હતી.)

“કૃષ્ણા, તમે મયુરને કોલ કર્યો? શું કહે છે એ? કયારે આવવાનો છે..તમારો પાટવીકુંવર?”

“જી, પપ્પા કરી દીધો એ આવતા વીક સુધીમાં આવી જશે.”

“તમે એને કોઈ વાત તો નથી કરી ને? બાકી અત્યારથી ના પાડવાના બહાનાં શોધવા લાગશે.”

“ના! પપ્પા તમે અને માધવ એ કહ્યું તેમ આવવાની જ વાત કરી, બીજી કોઈ વાત નથી કરી.”

મંદિર આવતા શેઠ અમીત પારેખ સાથે મંદિરના પગથિયાં ચડતાં, ‘ઓહ! કાન્હા હર જન્મે આ કેવી નારીની અગ્નિ પરીક્ષા? માધવ મારી સાથે જીવે છે પણ એકદમ બેપરવા બની, પપ્પાનાં આ બિઝનેસ અને ઘર પરિવારથી સાવ અલિપ્ત, જાણે જળકમળવત. પપ્પાજી અત્યંત મહત્વકાંક્ષી.. એમની આકાંક્ષાઓનો કોઈ પાર જ નથી. જાણે અનંતા અનંતા. એમાં હું આ ત્રણ ઘરના સભ્યોની સાથે મિત્ર અને યુનિયન લીડરની અલગ વિચારધારા સાથે તાલમેલ મેળવવા મથતી તારી સખી કૃષ્ણા.’

ત્યાં તો શેઠનો અવાજ સંભળાયો કે ઘાંટો જ સમજો..,

“પાછાં કયાં ખોવાઈ ગયાં તમે? હવે તમારો એ જાત સાથેનો સંવાદ પડતો મૂકી લાવેલ ભેટ આ કૃષ્ણને ધરાવી દો.”

“જી, પપ્પા” બોલતાં તમે આદેશનું પાલન જ કરી શક્યાં.

માનસપટ પર મયુર (તમારો દીકરો) સાથે થયેલ છેલ્લો સંવાદ પડઘાતો હતો,

“મોમ, મને આ બિઝનેસ અમ્પાયરમાં  જરા પણ રસ નથી. આ બિઝનેસ પારેખ એન્ડ પારેખ, દાદા અને તને જ મુબારક. હું ડેડની જેમ અનિચ્છાએ કોઈ કામ નહીં કરું. મારું સ્વપ્ન સોફટવેર ક્ષેત્રે આગળ વધવાનું અને તેમાં જ કેરિયર બનાવવાનું અને એ પણ મારી આવડત પર. તો પ્લીઝ મોમ, તારે જ મને આમાં મદદ કરવી પડશે. અને સાથે સાથે છબી સાથે લગ્ન કરાવી આપવા પડશે.”

“ઓકે, બેટા હું મારાથી બનતું કરીશ કે તારું સ્વપ્ન સાકાર બને.”

એકના એક દીકરાને વચન આપેલ એ કઈ રીતે નિભાવવું તે વિચાર તમને પરેશાન કરતો હતો. ત્યાં સસરાજીનો આ હુકમ. 

અચાનક તમને તમારો મિત્ર યાદ આવ્યો. નાનપણથી સાથે ભણી મોટાં થયાં હતાં. હંમેશાથી તમારા હ્રદયથી નજીક. તમારા માટે સર્વસ્વ. આમ પણ એ તમારી બીજી પસંદ હતો. બીજી? હા! બીજી જ પહેલી તો બચપણથી ઓલો નટખટ કાન્હો જ હતો ને? 

ઓફિસે પહોંચી તમે માધવની કેબિનમાં જઈ માધવ સાથે વાત કરવાની કોશિશ કરી પણ એ નિષ્ફળ રહી. હંમેશની જેમ તેણે, તને યોગ્ય લાગે તેમ કર કહીં હાથ ઉંચા કરી દીધા. અને તમે તમારા મિત્ર સાથે વાત કરવા મજબૂર બન્યાં.

કેબિનમાં આવી મોબાઈલ પર એનો સંપર્ક કરતાં, “હાય! નંદન, તું મજામાં? એક કામ હતું તારું, મને સાંજે આપણી જગ્યાએ મળી શકશે?”

 “કૃષ્ણા, આટલી બધી ઔપચારિકતા? તારા માટે કાયમ મારી પાસે સમય જ સમય. બોલ, કેટલા વાગ્યે મળું? તને ઓફિસેથી પીક કરું કે તું તારી રીતે ઉબરમાં આવીશ?”

“નંદન હું આવી જઈશ.” કહીં તમે મોબાઈલના બંધ થતાં સ્ક્રીન સામે અપલક જોઈ રહ્યાં..

આ સમસ્યા ઓછી હોય તેમ યુનિયન લીડર સલીમ તમારી કસોટીની પરીક્ષા કરવા પહોંચી ગયો. 

“મેડમ, અંદર આવી શકું?”

“ઓહહ! સલીમસાહેબ તમે? આવો આવો..આ ઓફિસ અને આ પારેખ અમ્પાયર પર તમારો  હક્ક પણ એટલો જ. બોલો શું કામ પડ્યું આજ?”

આટલું બોલતા તમે પ્યુનને પાણી અને બે કોફી લાવવા કહ્યું.

સલીમ ખુરશી પર બેઠક જમાવતા,

 “મેડમ તમને ખબર તો છે આ તમારું રૂપ જોઈ આ કામદારો તમારી કાર્યદક્ષતા હંમેશા ઓછી ગણે. પણ મને અનુભવ છે કે તમે તો બ્યુટી વીથ બ્રેઈન છો. અમસ્તા શેઠે એકના એક દીકરાને બદલે તમને બધાં અધિકાર આપ્યા?”

“સલીમસાહેબ, તમે કામ બોલો વખાણમાં સમય બરબાદ ન કરો. આ ફાઈલો  પણ જોવાની.. ” બોલતાં વાત અધૂરી છોડી..

કૃષ્ણાને ખબર હતી કે આ યુનિયન લીડર ટેઠી ખીર હતો. એટલે કાયમ તેને સ્યુગરકોટેડ વાતોથી સમજાવી ટાળી દેતી. 

“મેડમ, યુનીયને તમારાં લગ્નની રજત જયંતિ નિમિત્તે બોનસ અને રજા સાથે કોઈ ખાસ કાર્યક્રમની આશા રાખેલ..”

“ઓહહ! એમ વાત છે ..સારું હું તમને આ અંગે પપ્પાજી અને સાહેબ સાથે વાત કરી જણાવીશ.”

સલીમના વિદાય થતાં તમે જરૂરી કામ પતાવી સાંજની રાહ જોવા લાગ્યાં.

સાંજના પાંચ વાગતા તમે માધવની કેબિનમાં જઈ,

“માધવ, આજ મને આવતા મોડું થશે તું અને પપ્પાજી જમવાનું પતાવી  દેજો. અને હા..પ્લીઝ પપ્પાજીને કહીં દેજે ને.”

“ઓકે, ડિયર તો આજ તમે તમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડને મળવા અને તમારા રોદણાં રડવા જાશો.”

“પ્લીઝ, માધવ આઈ નીડ સમ પીસ આ રીતે વાત ન કર. તારી પાસે કયારેય કોઈ વાત છુપાવી નથી. તો પછી કેમ આમ..?”

“અરે! ચીલ યાર, તારી મઝાક કરતો હતો. મને ખબર છે તે દરેક સંબંધ ઈમાનદારી પુર્વક નિભાવ્યા. અને દરેક સમયે ન્યાયી રીત અપનાવી. એ તો હું જ તને આજ આપણાં કરુક્ષેત્રમાં ખુલ્લી રીતે સાથ નથી આપી શક્તો. તું જઈ આવ પપ્પાને હું સમજાવી દઈશ.”

“ઓહહ! માધવ આઈ લવ યુ. યુ આર સચ એ ડાર્લિંગ.” કહેતાં જોરથી ભેટી પડેલ. માધવે તેની કૃષ્ણાના ભાલ પર એક હળવું ચુંબન આપી તેને હિંમત આપી. 

માધવ મનોમન, ‘આમ પણ સૌએ પોત પોતાનાં કૃરુક્ષેત્રની લડાઈ જાતે જ લડવી પડે. આ તારું કુરુક્ષેત્ર તારે તારી લડાઈ જાતે લડવી પડશે. બેસ્ટલક ડીયર’

માધવ એ સાથે તમે કયાંય સુધી કૃષ્ણાની ગોરી પીઠ અને કમર પર ઝુલતા તેના  કાળાભમ્મર ચોટલાને જોતાં રહ્યાં. બાવન વર્ષે પણ મધ્યમ બાંધો, આકર્ષક ચહેરો અને તેની સ્ફુર્તિલી ચાલ પર દિલ લુંટાવાનું મન થતું તો એની ભૂરી આંખોમાં ડૂબી જવાનું. કૃષ્ણાની વિલક્ષણ સમજ શક્તિની પરિવારની સાથે પારેખ અમ્પાયર અને તેનાં વિરોધી પણ દાદ આપતાં. ગમે તેવાં મુશ્કેલ સમયમાં તે અડીખમ ઢાલ બની ઉભી રહેતી. એ સાથે દરેક ને તે એકસુત્રે બાંધી રાખતી. 

પારેખ અમ્પાયરને વિકસાવવામાં અને પરિવારને એકસુત્રે બાંધી રાખવામાં તેનો સિંહફાળો હતો. 

નંદન અને પારેખ અમ્પાયરનાં માલિક શેઠ અમિત પારેખને છત્રીસનો આંકડો. કેમકે તે તેના વિરોધીનો દીકરો હતો. અને તેની સાથે કૃષ્ણાનું મળવું તેમને પસંદ નહોતું. 

છતાં કૃષ્ણા આ બધાંને એકસુત્રે બાંધી રાખવામાં સફળ થઈ હતી. 

પણ આજ વર્ષો પછી દીકરાની ઈચ્છા અને  દાદાની મહત્વકાંક્ષા આમને સામને અથડાવાના હતાં. એ સાથે તમે દીકરાને આપેલ વચનનો પણ સવાલ હતો. આ તમારી કશ્મકશ તમને નંદન પાસે ખેંચી ગયેલ.

એજ વર્ષો જુની જગ્યાએ તમે પહોંચ્યા ત્યારે નંદન તમારી પહેલાં આવી કોર્નર ટેબલ પર બેઠેલ. હેવમોરનનું આ ટેબલ તમારી દોસ્તી અને પ્રેમનું સાક્ષી. 

એ દિવસે નંદને પ્રેમનો એકરાર કર્યો ત્યારે તમે તેને ચાહતા હોવા છતાં હા નથી કહીં શકતાં. સામે તમે તમારા નક્કી થયેલ સગપણની વાત ભીની આંખે કરેલ. ત્યારે નંદને એકપણ અક્ષર બોલ્યા વગર તમારી વાત સ્વીકારી લીધેલ. 

આજ દીકરાની વાત કરતાં કૃષ્ણા તમને થોડો ડર લાગતો હતો. દીકરાની પ્રેમિકાના પિતા તરીકે નંદન કદાચ ગુસ્સે થઈ કોઈ ખોટી વાત ન કરી બેસે કે તેની વાત નકારી દીધી તો? 

ત્યાં નંદને જ વાતની શરૂઆત કરતાં,

“સખી, તું આજ મિત્ર તરીકે નહીં એક દીકરાની મા બનીને આવી છો..તું જે કહેવા માંગે છે તે મને ખબર છે. સાથે શેઠ અમિત પારેખની ઈચ્છા પણ. બોલ તું કોની તરફથી આવી છો? દીકરા તરફથી કે શ્વસુર તરફથી?”

“ઓહ! નંદન તે મારી મુંજવણ ઓછી કરી..શું તું મયુર અને છબીનાં સંબંધને સ્વીકારીશ?”

“સખી, સ્વીકારીશ? ઓલરેડી સ્વીકારી ચૂકયો છું રહીં વાત શેઠ અમિત પારેખની તો ..એને મારી પર છોડી દે.. ફરી એકવાર એમને બે પ્રેમીને છુટા નહીં પાડવા દઉં.”

” નંદન, પણ પપ્પા નહીં માને ..”

“એમણે માનવું જ પડશે.”

આટલું બોલતા નંદને તેનો મોબાઈલ કૃષ્ણા સામે ધરી દીધો. મોબાઈલમાં ચાલતો વિડીયો જોઈ કૃષ્ણાની આંખો આનંદથી વરસવા લાગી. 

નંદને તેનાં આસું લુંછતા, “એય…સખી તું સાચે કૃષ્ણા જ છો યુ નો કૃષ્ણા, પાંચાલી કે દ્રૌપદી એક ઈતિહાસનું પાત્ર જ નહીં એક વિચારધારા છે..એ સાથે નંદને ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ યાદ કરી. “પાંચ આંગળી, પાંચ પાંડવ, બાંધી મૂઠી દ્રૌપદી”. જાણે કૃષ્ણા તારા માટે જ લખાયેલ. 

હેવમોરનો ખૂણે ખૂણો તેની વાતને સાબિત કરતો ખીલી ઉઠેલ.

__________________________________

૬) રીટા જાની

શીર્ષક : ઉડાન

શબ્દ સંખ્યા : 1035

31 ઓગસ્ટ, 2019.લંડન. આંખો ખુલતા જ સવારનો ઉજાસ ભરેલી દિશાઓ જોવાને ટેવાયેલી હીના આજે ચોતરફ અંધકારમાં જ ઉઠી ગઈ .વહેલી સવારની ઠંડીમાં ફટાફટ રૂટિન આટોપવા લાગી . આજ નો દિવસ તેના માટે બહુ ખાસ છે. આજે તેના પગ રોજ કરતા વધુ ઝડપથી દોડી રહ્યા છે. સ્વ માં શ્રદ્ધા છે ને મનમાં  છે આશા..તે રસોઈ કરતા મીઠા ભાવવાહી સ્વરમાં પ્રાતઃ વંદના ગાઈ રહી છે.બેકયાર્ડમાંથી તાજા ફૂલો લાવી પૂજા કરી ,સ્વર્ગસ્થ માતાની છબીને પ્રણામ કરી ,તેનો ફેવરિટ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેરી ઑફિસ જવા નીકળી. પતિ બોબ સાઇકલ રેસિંગની પ્રેક્ટિસ માટે નીકળી ગયા છે. રોજનો આ રસ્તો પણ આજે કાંઈ વધુ લાંબો લાગે છે. પોતાની કંપનીની ઓફિસ પહોંચી કામમાં પરોવાઈ જાય  છે.

       આજનો દિવસ ખૂબ વ્યસ્ત છે. પહેલા સેશનમાં એક વર્કશોપ છે સાઉથ બેડસ ગોલ્ફ કલબમાં- How to grow your business with high performing team. અને ત્યારબાદ રૂટીન કામ.  પોતાના કામ પ્રત્યે કમિટેડ હીના વ્યસ્ત છે કલાયન્ટ મિટિંગમાં. ત્યારે જ બ્રિટનના અતિ પ્રતિષ્ઠિત એવા નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ બીઝનેસ વુમન,2019 ના 3 ફાઈનલિસ્ટ નું નોમિનેશન જાહેર થાય છે જેમાં એક નામ હીના નું પણ છે. પુરી ઓફિસમાં હર્ષોલ્લાસ છવાઇ જાય છે ને પૂરો સ્ટાફ તાળીઓના ગડગડાટ સાથે હીનાની કેબિનમાં પહોંચી જાય છે. આ કંપની એ તેનું બ્રેઈન ચાઈલ્ડ છે- તેની સ્થાપનાથી લઈને આજ સુધી પોતાના ખૂનપસીનો એક કરી આ લેવલે પહોંચાડી છે.તેનું વિઝન, તેનું સ્વપ્ન, તેની મેહનત ,તેની કાળજી , તેનો પ્રેમ અને પાંચ પાંડવોની જીવનદૃષ્ટિ આ કંપનીના પાયામાં છે. 

        બધાના અભિનંદન સ્વીકારી પોતાની કારમાં ઘેર જવા નીકળે છે તો રિયર વ્યુ મીરરમાં પાછળ હીથરો એરપોર્ટ નજરે પડે છે ને તેને યાદ આવે છે  7 ઓક્ટોબર, 1972 નો એ દિવસ જ્યારે હીથરો એરપોર્ટ, લંડનમાં પહેલી વાર પગ મૂક્યો. કંપાલામાં રહેતો માતાપિતા અને બે દીકરીઓનો આ પરિવાર ઇદી અમીનના દેશ છોડીને જવાના ફરમાનના કારણે બ્રિટિશ પાસપોર્ટના આધારે લંડન પહોંચે છે. મોટી દીકરી હીના 18 વર્ષની, યુવાનીના ઉંબરે પગ માંડતી, આંખોમાં અનેરા અરમાન અને દિલમાં ધગશ આભને આંબાવાની, નમણા નાક-નેણ ને પારેવા જેવી ભોળી, સુંદર મુગ્ધા તો નાની દીકરી  રીના હજુ 12 વર્ષની- દુનિયાદારીથી સાવ અજાણ , દુન્યવી કે સામાજિક, રાજકીય પરિસ્થિતિના પડકારો તેના કુમળા દિમાગની સમજની બહાર હતા. માતા બિંદુ એક મોટા ખાનદાન કુટુંબની દીકરી પણ બહુ ભણે એ પહેલાં તો લગ્ન થઈ ગયા ને આફ્રિકા પહોંચી ગઈ. શૈક્ષણિક ડિગ્રી ભલે ન હતી પણ દેખાવમાં ખૂબ સુંદર, તેજસ્વી દિમાગ અને ખુદદારી તો એવી કે ક્યારેય પોતાની મુશ્કેલીઓ માટે કોઈ પાસે હાથ લાંબો ન કરે કે ન કોઈ પાસે રોદણાં રડે. પતિ પ્રવીણ આફ્રિકામાં બિઝનેસ કરે પણ મૂળમાં જુનવાણી ને થોડો શંકાશીલ સ્વભાવ. આ કારણે બિંદુને ઘણું સહન કરવું પડે. પણ તે દીકરીઓના ભવિષ્યને સામે રાખી પોતાનું જીવન ચલાવે રાખે.

                 હવે જ્યારે તેમને દેશ છોડવાની મજબૂરી આવી તો તેમના માટે તે કસોટીની નિર્ણાયક ઘડી આવી. પ્રવીણને તો નવી જગ્યાએ કોઈ કામ કરી મેહનત કરવાની તૈયારી જ ન હતી. તેના વિચારો પ્રમાણે તે 18 વર્ષની હીનાને ઈન્ડિયા જઈને પરણાવવા માંગતા હતા ને બાકી નિવૃત થઈ આરામ કરવો હતો. તેણે બિંદુને કહી દીધું કે તમારે લંડન રહેવું હોય ને મજૂરી કરવી હોય તો કરો, હું તો ઇન્ડિયા જઈ આરામ કરીશ. ને  ખરેખર તે મા-દીકરીઓને લંડનની શેરીમાં બેસહારા મૂકીને ઇન્ડિયા પહોંચી ગયો.ફાઇટ અથવા ફ્લાઇટ ની આ ઘડીમાં સ્પિરિચ્યુઅલ બેકગ્રાઉન્ડ ધરાવતી માએ દીકરીઓને જીવનના એવા પાઠ ભણાવ્યા કે જે જિંદગીભર માર્ગદર્શક બની રહ્યા. પહેલું કામ એ પરિસ્થિતિ નો સ્વીકાર, શંકાથી નહિ પણ શ્રદ્ધાથી ચાલવું, મોટા સ્વપ્નો જોવામાં કઈ ખોટું નથી પણ પછી એ સ્વપ્નોના મહેલને જમીન પર ઉતારવા પ્રયત્નો કરી પાયા ચણવા.

             રીના તો નાની એટલે સમજે નહીં પણ બિંદુ અને હીનાએ પોતાના  ભવિષ્યનું બલિદાન આપવાના બદલે કઠોર અને કાંટાળો માર્ગ પસંદ કરવાનું સાહસ કર્યું. બંને એકબીજાને હિમ્મત આપીને નોકરીની શોધમાં લાગી ગયા. એક જ અઠવાડિયામાં હીનાને ટેલિફોનિક કંપનીમાં કામ મળી ગયું. પણ માતા બિંદુને કામ મળતા 40 દિવસ થયા. શિફ્ટ ડયુટી માં કામ, નવો દેશ, નવા લોકો, અલગ આબોહવા, પોતાનું ઘર પણ નહીં, કોઈ સંબંધી ને ત્યાં રહેવાનું- પડકારોનો પાર નહીં પણ આ મા-દીકરી એવી માટીમાંથી બનેલા કે એમ હિમ્મત હારે કે ડગે નહીં. થોડા જ સમયમાં ભાડે ઘર લઇ લીધું. તેમના ઈરાદા  વધુ મજબૂત બનતાં ગયા ને હીનાએ તો સાથે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ નો અભ્યાસ પણ કર્યો. પોતાના અથાક પ્રયત્નો, કાબેલિયત અને મહેનતના જોર પર ધીમા પણ મક્કમ પગલે કારકિર્દીનો ગ્રાફ ઉપર ચઢતો રહ્યો. ને એરપોર્ટ પર HR ઓફિસરની જોબ મળી ગઈ. ને સમય જતાં HR મેનેજર બની.  

           માતાના ધાર્મિક સંસ્કારોના કારણે  હિનાનું મન પુરાણકથાઓથી ભરેલું હતું. તેમાંય ભાગવત અને મહાભારતની કથા તો ખબર નહિ કેટલી વાર સાંભળી હશે. અન્યાય સાંખી ન લેવો અને જીવનના પડકારોનો સામનો કરી લડી લેવું એ માટે તેણે પાંડવો અને દ્રૌપદીને આદર્શ બનાવેલા. પાંચ આંગળીઓના એ તાકાત છે કે એ ભેગી થાય તો તાકાત નથી કે જીવનની કોઈ તક તેમાંથી સરકી જાય. આજે જ્યારે જીવનમાં એક માઈલસ્ટોન હાસિલ કર્યો ત્યારે હીના પોતાની કેબિનમાં બેસીને રીસેસ દરમ્યાન લંચ લેતા વિચારે છે તેની આ સફળતા પાછળ રહેલી પાંચ આંગળીઓની અને પાંચ પાંડવોની તાકાત. સ્વમાં શ્રદ્ધા એ તેની પાંચ આંગળીઓ ને સત્ય અને ન્યાયનો રાહ મળ્યો યુધિષ્ઠિર પાસેથી, શારીરિક ક્ષમતાના  પાઠ ભણ્યા ભીમ પાસેથી, ફક્ત પોતાના લક્ષ્ય પર નિશાન તાક્યું અર્જુનને જોઈ,સંપર્કમાં આવનાર સર્વેના ભાવ જાણ્યા નકુલની જેમ અને આંતરદ્વષ્ટી કેળવી સહદેવની માફક. અને તેની અણિયાળી આંખોમાં અસીમ શ્રદ્ધા ઇષ્ટદેવ મોહનમુરારી પર કે જેમ દ્રૌપદીના ચીર પૂર્યા એમ પોતે જ્યારે બેસહારા લંડન પહોંચી ત્યારે હાથ ઝાલ્યો અને આજે આ દિવસ દેખાડ્યો.

         એક મેનેજમેન્ટ વર્કશોપમાં હીનાની મુલાકાત બોબ સાથે થઈ. બોબ પણ એરપોર્ટ પર કામ કરતો. બંનેની આંખોમાં હતી એકમેક માટે કોઈ અજબ ઓળખાણ, એકના દિલની ધડકન બીજાએ સાંભળી, મૈત્રી પ્રેમમાં પરિણમી ને ઓગળી ગયા દેશ, ધર્મ, રંગ કે જાતિ ના સર્વ બંધનો. હીનાએ માતાની રજા લઈ ,પાનેતર પહેરીને મંદિરમાં અને ગાઉન પહેરીને ચર્ચમાં મનના માણીગર સાથે  જીવનના તાર જોડ્યા.

              તેણે પોતાની જ HR સોલ્યુશન ની કંપની સ્થાપી. તેનો સ્વભાવ,તેની વિષયની નિપુણતા, ધગશ, મેહનત  રંગ લાવી ,પાંચ પાંડવોના પાંચ કૌશલ્યો રાહબર બન્યા અને તેની કંપનીની ગણના એક અગ્રગણ્ય કંપની માં થવા લાગી અને આજે તો તેમાં ચાર ચાંદ લાગી ગયા જ્યારે બ્રિટનના પ્રતિષ્ઠિત રાષ્ટ્રિય પુરસ્કારના 3 ફાઇનલિસ્ટમાં તેનું નામ આવ્યું. બોબના અભિનંદનના ફોનથી હીનાના વિચારોની ઘટમાળ થંભી. સામેથી જ એક વિમાન ટેઈક ઓફ કરી રહ્યું હતું જે જાણે કે તેને સંદેશ આપી રહ્યું હતું કે આસમાન ભલે અલગ હોય, ડેસ્ટિનેશન ભલે જુદા હોય , મહત્વ ઉડાનનું છે. પડકારો જીવનના ગમે તેવા મોટા હોય, મહત્વ નિર્ધારનું છે. આ તો જીવનનો એક પડાવ માત્ર છે, ઉડાન હજુ ચાલુ છે.અને બંને હાથે મુઠ્ઠી બંધ કરી , બંને હાથ ફેલાવી પોતાની વિજયપતાકા લહેરાવી રહી …

__________________________________

૭) ચૌલા ભટ્ટ 

શબ્દ સંખ્યા -૧’૩૨૦

પ્રિય… વેલ વિશર 

કેમ હસવું આવ્યું ને? સંબોધન માટે વિમાસણ છે પણ વહાલા તારે જે ધારવું હોય તે ધારી શકે છે. કેમ છે તું? જોકે વાહિયાત પ્રશ્ન છે મારો, તું કેમ છો કે કેવો હોઈ શકે એ મારાથી વધુ કોણ જાણે? એક સવાલ તો તને આજે ચોક્કસ થશે કે આજે પત્ર કેમ? 

 આજે કંઈક એવી વાત શેર કરવા જઈ રહી છું કે જે તારી સિવાય કોની પાસે કરું? અમુક વાત જે પ્રત્યક્ષ કે ફોન દ્વારા ના કરી શકીએ તે કલમ ઉજાગર કરી શકે છે જેને હું હક્કથી વહાલા કહી શકતી હોઉં એની પાસે જ દિલ ખોલી શકું ને? 

ક્યાંથીને કેમ શરૂઆત કરવી એજ સમજાતું નથી અત્યારે હું જીવનની એવી પગથાર પર ઉભી છું કે આગળ ખાઈ પાછળ ખીણ છે, કોઈ રસ્તો મને આગળ જવાનો દેખાતો નથી.આપણા ભલે જેટલો સમય સાથે વિતાવ્યો એટલા  સાનિધ્યમાં પણ નજીકના વિશ્વાસુ તો બન્યા જ છીએ કે આંખ મીંચી તારી સાથે કહે ત્યાં ચાલવા તૈયાર થઈ જાઉં; તો મારો રાહબર બનીશ? 

મારો પહેલો પ્રેમ એટલે તું! નવાઈ લાગીને? આપણે ક્યારેય આપણા સંબંધને ક્યાં કોઈ નામ જ આપ્યું છે? અને જરૂરત પણ નથી બસ, તું મારો વેલ વિશર છે અને મારા જીવનનો ભાગ છે તારા વગરના જીવનની હું કલ્પના પણ કરી ના શકુ એજ પર્યાપ્ત છે. શરીરથી ભલે યોજનો દૂર પણ મનથી સદાય પાસે અને સાથે હોઈશ તો આ સંસારનો ઘૂઘવતો  મહેરામણ પણ પાર કરી જઈશ જેમકે, દ્રૌપદીને સખા કૃષ્ણ પર વિશ્વાસ હતોને કૃષ્ણ પણ દ્રૌપદીના સ્મરણે હાજરી પુરાવતા એટલા બંને એકાકાર હતા.દ્રૌપદી માટે કૃષ્ણ ફક્ત સખા હતા?

 ના.. કૃષ્ણ દ્રૌપદીની ચાહત હતા અને ચાહ હોય ત્યાં એકાકાર હોય સંપૂર્ણપણે એકબીજામાં ઓગળી જવાનો ભાવ હોય, એકબીજાનાં  સારા -ખરાબ સમયમાં ઢાલ બની રહેવું ઘટે.ત્યાં વાસનાને કોઈ સ્થાન હોઈ ના શકે ચાહે લાખ સમસ્યા ભલે આવે પણ ચાહના કોઈ વિડંબના વગર ઉપર ઉઠતી રહે એજ સાચા અર્થમાં ચાહવું થયું.આવી ચાહના દ્રૌપદી કૃષ્ણ વચ્ચે હતી એવી આપણી વચ્ચે છે આપણે કોઈ અપેક્ષા કોઈ માંગણી વગર વિશુદ્ધ ભાવના સાથે જોડાયેલા છીએ કે એકમેકના જીવનમાં ભલે જોડાયેલા નથી પણ આત્મા સદાય એકમેવ છે. આપણી વચ્ચે ના તો ભાઈ -બહેનનો કે  બાપ-દીકરીનો, ના તો નોકર-માલકિનનો, ના પતિ -પત્નીનો છે પણ, હું તો ફક્ત એટલું જાણું કે જીવનમાં જોડાયેલ હર સંબંધથી ઉપર ઉઠેલો મારો સાચો હમસફર એટલે તું, મારા હર સવાલનો જવાબ એટલે તું !

વહાલા ! કહેવત તો છે “સોળે સાન અને વિસે વાન” આ વાત સાથે તું સહમત છે? સોળમું વર્ષ એ તો બાલિકાનું તરુણીમાં રૂપાંતર થવું આ ઉંમરે એના અરમાનોને પંખ આવે એ એના બાહુમાં આખી દુનિયાને સમાવી લેવાં ઈચ્છે એના પગમાં જાણે રુમઝુમ ઘૂઘરીઓ ટાંકી હોય રણકવા લાગે ચિત્ત એનું મદહોશ હોય જ્યાં સારા ખરાબનું ભાન ના હોય એવા સમયે સત્તર પૂરા થતા અભ્યાસને દાવ પર લગાડી પતિના નામનું કાળા મોતીનું મંગળસૂત્ર નાખી અજાણી જગ્યા પર વળાવી દેવી કેટલું યોગ્ય ગણાય?

 એક અતૂટ વિશ્વાસ! તારી પર કે દ્રૌપદીના એક પોકારે જેમ કૃષ્ણ હાજર થઈ જતા એમ આજે તને પોકાર કરવા પ્રેરિત થઈ છું, આમ પણ તારાથી કશું છૂપું નથી પણ અમુક લજ્જાશીલ મર્યાદાઓને લઈ જે આજ દિવસ સુધી કહી નથી શકી એ આજે દિલ ખોલી કહેવા માંગુ છું.એક સાચો હમદર્દ બની મારી સમસ્યાનું નિરાકરણ કરવામાં સાથ આપીશને? 

મારા જીવન વિશે આમતો લગભગ તું જાણે જ છે કે એક કેળ જેવી કાયા વાળી નાજુક હરણી જેવી કિશોરીને દુનિયાની કોઈ  સમજદારી પણ ના હતી એને સમાજને નામે એક શુષ્ક અને બરછટ વ્યક્તિત્વ સાથે બિલકુલ વિરુદ્ધ વાતાવરણમાં સારુ ખાનદાન કહી ધકેલી દેવાય એ કિશોરીની મન:સ્થિતિ તું કલ્પી શકે છે? પોતાના જ અરમાનોની ચાદર પર ચાર ફેરા ફરતા એની પર શું વીતી હશે? કદાચ તુ કલ્પી પણ નહિ શકે પણ, એ વખતે સાત વચનની  અગ્નિની જ્વાળા નહિ પણ વિદ્રોહની જ્વાળા દેખાઈ રહી હતી.

હા.. આ બધું મારી સાથે થયું પણ હું એક સ્ત્રી, ધરતી, મારી મજબુરી હતીને કાચી ઉંમર હતી બધો વિદ્રોહ ભંડારી દીધોને મુખ પર નવીનવેલી વહુનું હાસ્ય લઈ સંસારમાં ગોઠવાવા લાગી અને  સંયમથી થોડા જ સમયમાં મારી પ્રકૃતિની વિરુદ્ધ વાતાવરણમાં પણ સહુનાં મન જીતી લેવાં સફળ રહી.પણ હૃદયે ભંડારેલી વિદ્રોહની જ્વાળા દહેક્તી રહી કે કેમ મારે જ કેમ મન મારવું પડે છે? મારો શું વાંક? મારે જ કેમ ડગલેને પગલે અગ્નિપરીક્ષા આપવી? એક શીખ જે પિયરથી લઈ આવી હતી કે તારા ઘરની આબરૂ હવે તારા હાથમાં હશે “ઘરમાં બધી આંગળી સરખી નહિ હોય એટલે દ્રૌપદીની જેમ  “બંધ મુઠ્ઠી રાખજે એટલે સચવાઈ જશે”આ વાક્યને ન્યાય આપીને ચાલતી રહી પણ ઘણી વાર જાતને સવાલ કરતી રહી “ક્યા સુધી સ્ત્રીને કૌઈ ઐતિહાસિક પાત્રને અનુલક્ષીને જ ચાલવુ પડશે કયા…સુધી?”

આખરે એકવાર આ ઘરેડથી  ઉબાઈ ગઈ હતી. ક્યા સુધી એક ઘરેલુ સ્ત્રીનો મુખવટો ઓઢી રાખવો? વિદ્રોહની જ્વાળાઓએ મારી રાત્રિની નિંદર પણ હરામ કરી હતી કે એક સ્ત્રી થઈ અવતરવાની  સજા સ્ત્રી કેટલી સદી ભોગવશે? સ્ત્રીને પોતાની જીંદગી જીવવાનો કોઈ હક્ક નહિ? 

મહાભારતની દ્રૌપદી જેવી હાલત મારી પણ છે જ કે બાળપણ પૂરું માણ્યું નહિ હજુ કિશોરાવસ્થાની કૂંપળ ફૂટી પણ નહિ ત્યાં   સાસરીએ ધકેલાઈ ગઈ, સિંદૂર એક પુરુષનાં નામનું પણ અહીં સંયુક્ત સાસરીમાં બીજા ચાર પુરુષ જેમાં એક સસરાજી, બીજા બે જેઠ, જેમાં એક શરીરે વિકલાંગ અને એક મનથી વિકલાંગ એક નટખટ પણ ગુસ્સેલ દિયર એક પતિદેવ જે રાતદિવસ પોતાના કામમાં જ ગૂંથાયેલા રહે છે,  જેને મારે એક વહુના નાતે ખુશ કરવા પડે છે એની હર આજ્ઞાનું પાલન કરવું પડે છે. મારા ગમા અણગમાની અહીં કોઈને ફિકર નથી.દ્રૌપદીની જેમ અગ્નિશિખામાંથી ઉત્પન્ન તો નથી થઈ પણ પળ પળ અગ્નિમાં બળતી રહુ છું, જાણે મારી ફરતી જ્વાળાઓ લબકારા મારતી રહે છે. સાસરીનાં દરેક પુરુષોના સવાલનો જવાબ છું હું. 

હવે જ મારી વિટંબણાઓની શરૂઆત થાય છે વહાલા, કે શા માટે મારી જાતને આ પાંચ પુરૂષનું  રમકડુ બનવા ઘરમાં કેદ કરવી? દીકરાને સ્કૂલમાં દાખલ કર્યો એજ દિવસથી એક જાણીતા સંગીતકારના ક્લાસ જોઈન્ટ  કર્યાને દિલથી સંગીત શીખવા લાગી અને હા એક વાતનો ખુલાસો જરૂર કરીશ કે સંગીતગુરુ સંદિપ સરને લઈને ખાસ આકર્ષણ થયું કે એકદિવસ પણ ક્લાસ મીસ ના કરતી એની લાંબી કમળ દાંડી જેવી આંગળીઓ પિયાનો પર ફરતી હોય અને એના ઘુંઘરાળા વાળ તબલાની થાપે વિખેરાઈને લહેરાતા હોય ત્યારે હું મુગ્ધભાવે એને જોયા કરતી જાણે હું સોળ વર્ષની ષોડશી હોઉં તેવો અહેસાસ થતો. એને લઈ મારો સંગીત પ્રેમ વધ્યો હતો એમ કહું તો કશું ખોટું નથી પણ,  એને લઈ કોઈ મર્યાદા પણ ચૂકી નહિ એ પણ એટલું જ સાચું છે.

હા..પછી સંગીત તો શિખતી રહી પણ એની સામે ક્યારેય નજર મિલાવી ના શકી કે આગળ કોઈ સંબંધ વધારવા કોશિશ પણ ના કરી કે રખે મર્યાદા લોપાય,  બસ એક મધુર આનંદને મમળાવતી રહીને સંગીતના હર સોપાન સર કરતી રહી.ધીરે ધીરે સમાજનાં દરેક ફંક્શનોમાં જવા લાગી ગાવા લાગી મારું નામ સમાજમાં બોલવા લાગ્યું. સંદિપ સર વતન જઈ ચૂક્યા હતા એટલે એક ખાલીપો ભીંસવા લાગ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ગમે તે પણ એનું હૃદયમાં એક ચોક્કસ સ્થાન હતું.

પહેલેથી દબાયેલો વિદ્રોહ હવે એનો રંગ પકડવા લાગ્યો આગળ વધવાની ધૂને સારા ખોટાનું ભાન ભૂલીને  પણ જાતનું સ્ખલન થવા દીધા વગર પણ બાળકને ચોકલેટ બતાવી ધાર્યું કામ કરાવીએ એમ તજજ્ઞો પાસે કામ કરાવતી રહીને મારો મનગમતો મુકામ મેળવતી રહી.ને એમાં મેં ખોટું શું કર્યુ? જાત સાથે સવાલ થાય પણ ઘરમાં પણ પાંચ પુરુષોને રાજી રાખું જ છું તો બહાર જાતનું પતન થવા દીધા વગર પુરુષો પાસે કામ કઢાવવામાં ખોટું શું છે? આજે સંગીતની દુનિયામાં મારું એક આગવું નામ છે.આજે પતિને મારે લઈને સહુ માનની નજરે જુએ છે,  આજે એક સામાન્ય ઘરને એક ઉંચાઈ પર લઈને આવી છું. મારી 

મુઠ્ઠીને  બંધ રાખીને જ આ બધું હાંસિલ કર્યુ છે.  ‘આખરે મેં કાંઈ ગુનો કર્યો નથી મેં મારી ઈચ્છાઓને પૂરી કરી જે મારો હક્ક છે આ સમાજનાં નિયમોને આધીન થઈ શું મારે  આજીવન ઈચ્છાઓનું દમન જ કરતા રહેવું? ના….ના.. કદી નહિ. “હું કોઈ મહાભારતનું પાત્ર નથી હું એકવીસમી સદીની સ્ત્રી છું જેનામાં આર યા પાર કરવાની શક્તિ છે.”

પણ, જીવનમાં એક મુકામ મેળવ્યા પછી પાછળ નજર કરું છુંને જાત સાથે સવાલો થાય છે કે એક વિદ્રોહ જે ચોરીના ફેરા ફરતી વખતે સાથે લઈને આવી એણે મને અનેક જગ્યાએ વિભાજીત જરૂર કરી.શું સાચું શું ખોટુંમાં મારું મન અટવાયા કરે છેને એ સવાલોના જવાબ મેળવવા હંમેશની જેમ તારી પાસે આવી છુંને વિશ્વાસ છે કે તું  જે રસ્તો બતાવીશ તે યોગ્ય જ હશે તો તું મને આ અવઢવમાંથી દીવાદાંડી બની રસ્તો બતાવીશને? 

            તારી.. કદાચ લોહીપીણી.. 

__________________________________

૮) વર્ષા તલસાણીયા “મનવર્ષા”

 શબ્દ સંખ્યા -1300 અંદાજીત 

અગ્નિપુત્રી ,યાજ્ઞસૈની, દ્રોપદી, સૈરંધ્રી, દ્રુપદસુતા, ક્રિષ્ના, 

ક્રિષ્નસખી !

આવા અનેક નામો ધરાવતી વિલક્ષણા નારી દ્રોપદી! ન ભૂતો ન ભવિષ્યતિ!

નારાયણ શ્રી ક્રૃષ્ણ જેને સખી રુપે સન્માન્યા એવા આ નારીરત્ન ને વર્ણવવા મનોમંથનના વલોણાની આવશ્યકતા પડી શકે.એમાં બેમત નથી.

આ બધુ જ મારુ કલ્પનાતિત છે.ધર્મકથાને સમજવાની મારી જીજ્ઞાસુ મતિ નુ આ નાનુ કાર્યં પરમ ભાવથી પરમેશ્વર શ્રીકૃષ્ણ ને શ્રીક્રૃષ્ણાર્પણ કરૂ છુ .(વર્ષા)

 *શ્રીક્રૃષ્ણ મુખે:*

દ્રોપદી અગ્નિમાંથી ઉત્પન્ન થઈ દ્રૃપદરાજાના પુત્ર પ્રપ્તિ ના યજ્ઞ થકી,અને એ  યજ્ઞની ભેટ રુપે પુત્ર ધ્રૃષ્ટદ્યુમન અને પુત્રી દ્રોપદી બંને મળ્યા. દ્રુપદ રાજાએ પુત્રને સ્વીકાર્યો પરંતુ પુત્રીને ધુત્કારી .આપે હિંમત પૂર્ણ રીતે પિતાને એમના જ નીજપૂત્ર શિખંડી નો યથોચિત પક્ષ લઈ એનો પિતાના પરિવાર માં સ્વીકાર કરાવ્યો .દ્રૃપદસુતા ! એ જ આપની વીરોચિત  ક્ષમતા !

પરંતુ અને એ દુખી નારી ને શ્રી ક્રૃષ્ણ એ પત્ની રુકમણીજી ની હાજરીમાં શરણ આપી ને દુખ માં થી બહાર કાઢવા .સખી રુપે નૂતન  સંબંધ થી નવાજયા.અને બાદમાં દ્રોપદીનેે એક રાજકુમારીના જીવનનું જરુરી શિક્ષણ પણ જાતે જ આપ્યુ.ખુદ સખાએ.

“સખી, મારા અગ્રિમ જીવન કાર્યંમાં આપ સહભાગી બનવાના છો.  આવનારા હર યુગની નારીમાત્ર માટે આપ ઉદાહરણ રુપ બની રહેવાના છો. આપના અગ્નિ સ્વરુપ ને પ્રેમ રુપ કરૂણા રુપ ધૈર્યરુપ કલારુપ લાવણ્યરુપ  જ્ઞાનરુપ સેવારુપ એવા હર નારી ગુણોને ઉત્તમ રૂપે પ્રસ્તુત કરવાની શકિત આપના જીવનકાળ દરમ્યાન સદૈવ ઉપાર્જિત કરવાની થશે.”      

કુંતામાતાની આજ્ઞાનો પ્રિય પતિ અર્જુન દ્વારા સ્વીકાર એ જ આપના જીવનની અત્યંત વિશેષ કસોટી અને ઉપલબ્ધિ પણ બની રહેશે.આપ અર્જુનના સ્વયંવરથી જીતાયેલા પરિણીતા હોવા છતાં આપ પાચેય ભાઈઓની પત્ની બનવાનું સ્વીકારશો. એ આપની બીજી કસોટી ! કોઈની ન થાય એવી! પાચ પતિઓની આજીવન પત્ની બની રહેવાની 

     આપની મારા પ્રત્યેની અનન્ય શ્રધ્ધા મને આપની જોડે સત્તત માનસિક રુપે જોડાયેલ રાખશે. આપના હર સુખ દુખ અને આપની મનોવ્યથા નો હું સદૈવ જાણકાર રહીશ.

      જીવન કયારેક અત્યંત ક્રૃર કસોટી લઈ નારીને હતાશાની ગર્તામાં ધકેલી દે છે. આપની આર્દ્ર પૂકાર સૂણી સભાગ્રૃહમાં થતી આપની બેઈજ્જતી માં થી બચાવવા મારે તો નિશંક આવવુ જ રહ્યુ. એ દુખદ ધ્રૃણાજનક ઘટના બાદ પણ સતત આત્મપીડા સાથે આપ જીવનની સર્વે જવાબદારીઓ વહન કરતા જીવી જાઓ છો.એ આપની મહાનતા.  આપ જીવનને સમાપ્ત કરવાની ધ્રૃષ્ટતા હરગિઝ કરતા નથી .

ઈશ્વર પાસેઆગલા ભવમાં માં માંગેલા સુલક્ષણો વાળા પતિ તમને પાંચ પતિ રુપે મળ્યા એ સહુને ચાહવાનુ કારણ આપની પસંદ ના ગુણો ના એ માલિક હતા. ઉપરાંત માતાની આજ્ઞા આપના પ્રિય પતિ અર્જુન નુ સન્માન જાળવનારા આપ બની રહ્યા.સખી! આ માટે અત્યંત ધૈર્ય અને સત્તત માનસિક સંતુલન જેમ એક માતા રાખે એમજ આપે જીવનભર ધરવુ પડ્યુ..

અગ્નિ પુત્રી હોવા છતાં આપનુ અપાર ધૈર્ય , આપની સંગ ઘટેલા લજ્જાપૂર્ણ અક્ષમ્ય અપરાધશા ક્રૃત્ય બાદ પણ પાંડવપુત્રો પ્રતિ ક્ષમા ભાવ દાખવી એ વનવાસની કષ્ટદાયક જીવનને નીતિપૂર્ણ રીતે જીવી જવાની ખેલદિલી દુનિયા ના કોઈ પણ ખુણે અપ્રાપ્ય રહી.બહુયામી બની રહ્યા. સખી!

 આપ કહોછો”કેશવ! સખા! કુંતામા સદા કહે છે પાંચ આંગળી પાચ પાંડવ અને બાંધી મુઠ્ઠી દ્રોપદી!

૧૩-૧૩ વરષનો વિકટ વનવાસ વેઠી શકાયો એ માત્ર  આપના સહયોગથી !એવુ યુધિષ્ઠિર ઘણી વાર કહે છે.ભીમ નો પ્રેમ મારા અપમાનનો બદલો લેવા ખુબ આક્રોશ પૂર્ણ છે .જે મનને શાતાપૂર્ણ લાગે છે .સહદેવનુ મૌન પણ જયારે ખુલે છે હુ તો અભિભૂત થઈ જાઉ છુ. નકુલ તો લાગણી ભર્યા છે જ . હા! આ સહુને મારો  સહવાસ પ્રિયકર લાગે છે.મારા માટે કદિ કોઈએ પણ કટુ વચન નથી ઉચ્ચાર્યા.આ જ કારણે હુ સમર્પિત બની રહી છું.જીવનમાં કયારેય કોઈ અપમાન નહોતુ આવ્યુ એ દુર્યોધન ના અધમ ક્રૃત્ય સિવાય.

આપણી મૈત્રી પણ સહુને સ્વીકાર્ય રહી કેશવ! 

દ્રોપદી:- સખા ! આપ તો અંતરયામી છો છેક અંતરતલ સુધીની સર્વે વાતો ના જાણતલ છો.અને કયારેક પીડાથી દ્રવિત મનને માત્ર એક સકારાત્મક વિચાર આપી ને સહજ બનાવી દો છો.

શ્રીક્રૃષ્ણ:- હા પ્રિય સખી! આપનામાં મારા સકારાત્મકતા ના ગુણ ને મે જ્ઞાનથકી આરોપિત કરવા સદૈવ નિરંતર  પ્રયત્ન કર્યો છે.અને આ જ વ્રૃતિની આવનારી પેઢીને અત્યંત ખોટ પડવાની છે .પરંતુ જે લોકો અધ્યાત્મની સાથે ધર્મ ની સાથે રહેશે એ સહુ કોઇ

પોતાની જાતને પરિવારને અને સમાજ ને પણ અધમતાથી  રક્ષી શકશે. 

આવનારા યુગની ધૈર્યની દયાની કરુણા ની પ્રેમ ની સમજ બહુ જ  અલ્પ હશે . કિંતુ સખી! દ્રોપદી! માતા કુંતા માતા યશોદા માતા દેવકી જેવા અનેક ઉદાહરણ જ્ઞાનીઓ થકી સમાજને સમજણ આપવા સક્ષમ બનશે 

દ્રોપદી:- સખા! શું આવનારી પેઢી પાચ પતિધારીણી દ્રોપદીના સમર્પણ ને સમજયા વગર ઉપાલંભ નહિ કરે?”

શ્રીકૃષ્ણ:- હા!સખી !એ શકય છે પણ જ્ઞાનીઓ એ અજ્ઞાન ને કાબુમાં રાખી આપને એક સુલક્ષણા નારી તરીકે પેશ કરશે.ઘણી નારીઓ પણ કલમ કર ધારી   આપને નીજ સમજ થકી યથોચિત માન સહિત વારંવાર પ્રસ્થાપિત કરશે.નારી સન્માન નુ આપ શ્રેષ્ઠ આદર્શ તો બનશો જ સખી !

કિંતુ  આપના માત્ર બે જ  મશ્કરીપૂર્ણ શબ્દો થી ગિન્નાયેલા દુર્યોધન ના ક્રૃત્યને તો આવનારૈ કલીયુગ પણ વખોડશે .પરંતુ બે ઉપાલંભના વાકયો કેવા વિનાશકારી યુધ્ધનુ કારણ બની શકે છે એ પણ જ્ઞાનીઓ થકી સમાજ જાણશે, માનશે.આવનારા યુગમાં પ્રેમ ની કાચી ટાચી સમજ ને કારણે સહજીવન દાંપત્ય જીવન એક બહુ મોટો કોયડો બની રહેશે. બેનુ દીકરીયુ સુખ અને પીડા બંને ભોગવશે અનેકાનેક અસહ્ય દુ:ખદ અને હાસ્યાસ્પદ પ્રશ્નોથી સમાજ પીડિત થશે એવા યે આધ્યાત્મિક પૌરાણિક પુસ્તકો થકી જીવનના ઉકેલ મળશે.સખી ! આપ અનોખા જ હતા અને અનુપમ જ રહેશો ..આપ સુંદરાનના છો આપ ચિત્રકારોની પ્રેરણા પણ બનશો.

 સખી !એક કિસ્સો હૈયામાં જડાઈ ગયો છે આપના સખા શ્નીક્રૃષ્ણ કરાંગુલી એકવખત ઘવાઈ ગયેલી રકત વહેવા લાગ્યું હતું અને સખી હા સખી તમે સાડી ફાડીને શ્રીકૃષ્ણ ના હાથ ને પાટો બાંધ્યો હતો. ત્યારે આપે મને તો રૂણી બનાવી દિધેલ.એનો પુરસ્કાર તો મારે વાળવો જ પડે ને!ભરીસભામાં આપનુ ચીરહરણ કરીને ઉપહાસ કરનારા કૌરવોની સાન ઠેકાણે લાવવા કુરુવંશના જ્ઞાનીઓ દાનવીરો મંત્રીઓ વડિલો અને આપના અસહાય પાંચ પતિઓ સહુને ઈશ્વરાભુનુતિ કરાવવા અને આપની રક્ષા કરવા કાજે હું દોડી આવ્યો હતો. કારણદેવી!  આપ સદા સદાને સદા શ્રીક્રૃષ્ણને સમર્પિત રહ્યા છો

એ આપના પ્રેમ ભાવને હુ ન સ્વીકારુ એવો નગુણો નથી .આપને સમજી આપના ગુણો ને વહન કરવા મથતા સર્વ લોકો સુખ પામશે અને મન શ્રીકૃષ્ણ ને ભજવાનુ એક સમ્યક  જ્ઞાન પામશે .

સખી! શ્રીરાધે મારા પ્રિયા હતા રુકમણી મારા પટરાણી હતા.અને આપ મારા સખી છો.એ આપની શ્રધ્ધાનુ બળ આપના સકારાત્મક વિચાર સરણીનો પરિપાક છે.

પૂર્ણ પુરુષોત્તમ હુ ગણાયો એમાં મારા પ્રિય ભકતોની અનન્ય  ક્રૃપા છે

આપની જેમ પરિવાર કાજે બાંધી મુઠ્ઠી બની જીવશે એ યથાસમયે પ્રેમ થી એના હકક પામી શકશે.

આપ અન્નપૂર્ણા સ્વરુપ પણ હતાં આપના પતિ એ આમંત્રેલા અતીથિઓને જમાડીને જમનારા સુલક્ષણા નારી હતા. આપના ગુણ અલભ્ય બનશે કલિકાલમાં. કિંતુ કોઈ વીરબાઈમા જેવા નારીના પૂણ્ય પ્રતાપે સદાવ્રત થતા રહેશે.

સખી! *નિર્મલ ભાવ સહિત સદગુણ જીવનને યુગો તક સરાહનિય બનાવે છે.* 

આપના શબ્દો યુગાતિત બની રહ્યા .સખી!

ત્વદિયં વસ્તુ ગોવિન્દ તુભ્યમેવ સમર્પયે l

(ગોવિંદ !આપનુ આપેલુ આપને સમર્પિત )

__________________________________

૯) મનિષા શાહ 

શબ્દ સંખ્યા – ૯૧૭

વહાલી ઋતુ, 

આ પત્ર જ્યારે તને આપ્યો હતો ત્યારે તાકીદ કરી હતી કે આને હમણાં નહીં વાંચતી. તારા નવા ઘરમાં એટલે કે સાસરે જઈ થોડી ઠરીઠામ થાય પછી વાંચજે. પણ હું મારી દિકરીને બરોબર ઓળખું છું. જાણતી હતી તું નહીં રહી શકે. ખુબ જ 

ઉતાવળી છો તું.અને થોડે અંશે દ્રૌપદી જેવી. અગ્નિ જેવી.એમ જોવા જઈએ તો મારા જેવીજ છે.  ચાલ જવા દે આજે તારી મોમ ઠપકો નહીં આપે, બસ બે ચાર વાતો તને સમજાવવી છે. 

બેટા એમ તો તને સામે બેસીને સમજાવી શકી હોત પણ એ કદાચ તું વખત જતાં ભુલી ગઈ હોત. એટલે વિચાર્યું પત્ર લખું જે તું આજીવન સાચવી શકે અને વખતોવખત વાંચીને અનુસરે. હમણાં તો હું છું, પણ જ્યારે નહીં હોઉં ત્યારે આ તને કામ આવશે.બસ સમજજે કે આ તારી મોમ નો અનુભવ છે. બસ આજ રીતે મેં જીંદગી જીવી છે.

આજે હું જે કહેવા માંગુ છું એ સમજવું થોડું અઘરું છે એટલે તને ઉદાહરણ આપી સમજાવું. તને દ્રૌપદી અને પાંચ પાંડવ ની વાત ખબર છે. આ પાંચ પાંડવ અને દ્રૌપદીનું ઐકવ સમજવા જેવું છે. દ્રૌપદી પાંચ ભાઈઓની પત્ની હતી અને એમની એકતાનું કારણ પણ. પાંચ અલગ અલગ ગુણ અને પ્રકૃતિના પુરુષને એક સુત્રે બાંધી રાખવું કંઈ સહેલું નથી. એતો દ્રૌપદી જ કરી શકે. 

ચાલ જવા દે એ તો થઈ દ્વાપર યુગની વાત. આપણે વીસમી સદીમાં રહીએ છીએ જ્યાં રોજ કેટલાય બદલાવ થતાં રહે છે. 

અને આ બદલાવનો સહજ સ્વીકાર કરવો જ જોઈએ. નવા જમાના પ્રમાણે રહેવું જરાય ખોટું નથી. પણ હા આપણી સંસ્કૃતિ જળવાય એ અત્યંત જરૂરી છે. મેં તને સારા સંસ્કાર આપ્યા છે અને એ તારામાં દેખાય છે. અને એક મા તરીકે મને તેનો ગર્વ છે. 

જો બેટા, તું જ્યારે તારો સંસાર વસાવવા જઈ રહી છો, ત્યારે અગાઉ જેનો ઉલ્લેખ કર્યો છે તે દ્રૌપદી અને પાંચ પાંડવના ગુણ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજે. એ ગુણોને પરખવા અને તેના આધારે જીવન જીવવું સહેલું નથી. તે પણ ખાસ કરીને જીવનસાથીમાં એ ગુણ જોવા ખુબ જ અઘરું કામ છે. 

બેટા, હું જાણું છું કે મનન ખુબ જ હોશિયાર અને ઠરેલ સ્વભાવનો છે. તારાથી એકદમ વિરુદ્ધ સ્વભાવ છે. અને કદાચ એટલેજ આ મુદ્દે ભવિષ્યમાં તમારી વચ્ચે ખટરાગ થઈ શકે છે. 

તારા સાસરે બધા ખુબ જ ધર્મ ધ્યાન કરનારા છે. અને સ્વાભાવિક રીતે એવાજ સંસ્કાર મનનમાં હોય. કોઈ પણ ધાર્મિક વિધિ મેં મનનને ખુબ જ આસ્થા થી કરતા જોયો છે. અને એ બાબતે એ કોઈ પણ બાંધછોડ કરવા રાજી નહીં થાય. એકદમ ધર્મરાજ યુધિષ્ઠિર જેવો. હું જાણું છું તું એવી નથી. તું 

નાસ્તિક નથી પણ વિઘી વિધાનની એટલી હિમાયતી પણ નથી. 

પણ બેટા એટલું કરજે કે એની આસ્થાને કોઈ ઠેસ ન વાગે. 

તું હવે મનનની ધર્મપત્ની છો. જાણે છે ધર્મપત્ની નો ખરો અર્થ શું થાય? ધર્મપત્ની એટલે જે પત્ની પતિને ધર્મ કરવામાં સાથ આપે. એને ધર્મ કાર્ય કરવામાં સહાયક રુપ થાય. ધર્મનાં વિવિધ રુપ જેમકે દાન, પૂજન અર્ચન, તપ,શીલ વિ. કરવા અને પાળવામાં એની સાથે અડગ ઉભી રહે. 

હવે આપણે બીજા નંબરના પાંડવ નો ઉદાહરણ લઈએ. ભીમ જેઓ ખુબજ બળવાન હતાં. અહીં આપણે શારીરિક રીતે બળવાન નહીં પણ આર્થિક દ્રષ્ટિએ એમ લઈએ. આર્થિક રીતે સધ્ધર હોવું સારી વાત છે. એમાં જરાય ખોટું નથી, પણ જ્યારે પૈસો માથે ચડે છે ને ત્યારે પતનની શરૂઆત થાય છે. સારા નરસાનુ ભાન નથી રહેતું. પૈસાના મદમાં આપણે ઘણીવાર વિવેક ચુકી જઈએ છીએ. ઘણીવાર સંબંધની અવગણના થાય છે. એટલી હદ સુધી કે સંબંધનો બલી ચડી જાય છે. પૈસાનું યોગ્ય રીતે ઉપયોગ થવું ખુબ જ જરૂરી છે. નહી તો આગળ જતાં પસ્તાવો થાય. ભીમ બળવાન હતાં પણ એમણે બળનો દુરુપયોગ કોઈ દિવસ નહોતો કર્યો. એ જ રીતે 

તારે જોવાનું છે કે કોઈ દુરુપયોગ ન થાય. મનનનો ઠરેલ સ્વભાવ આવું નહીંજ થવા દે એની મને ખાતરી છે. 

હવે અર્જુનની વાત કરીએ તો એ એક શ્રેષ્ઠ વિધાર્થી હતા. કોઈપણ લક્ષ્ય સાધવામાં એકાગ્રતા ખુબ જ જરૂરી છે. અને આ એકાગ્રતા મત્સ્યવેધ વખતે કામ આવી હતી. મનન જેમ મેં આગળ કહ્યું તેમ ધીર ગંભીર છે. અને એના સાલસ સ્વભાવના લીધે બધા જોડે હળી મળી જાય છે. જેટલી 

પોતાનાથી નાના જોડે સહજતાથી વર્તે છે એટલીજ સહજતાથી વડીલો જોડે ભળી જાય છે. વડીલોની આ માન્યા રાખે છે. એમનું કહ્યું પાળે છે. આ જ ગુણ તારે કેળવવાની જરૂર છે. 

એમ તો તું પણ ડાહી છે, વડીલનું કહ્યું માને છે, પણ બેટા જ્યારે તારું અણગમતું થાય છે ત્યારે તારા ચહેરાના ભાવ એ કહી દે છે. એટલેજ કહું છું કે શિખામણ પાછળનો આશય સમજવાની કોશિશ કરજે. બદલાવ આપોઆપ આવી જશે. 

જેટલું લોકોને સમજવાનો પ્રયત્ન કરીશ, એટલું જીવન સરળ બનશે. આપણે આજીવન શીખતાં રહેવું જોઈએ. ઉંમર સાથે આને કોઈ જ સંબંધ નથી. અર્જુન જેટલા જ્ઞાની હતાં એટલાં જ સરળ હતાં. કદાચ એટલેજ એમને વિરાટ સ્વરૂપના દર્શન થયાં. 

હવે રહ્યાં સહદેવ અને નકુળ. બન્નેનું અલગ વ્યક્તિત્વ હતું. એક ખુબ જ બુદ્ધિશાળી અને બીજો એટલોજ આજ્ઞાકારી. 

ટુંકમાં આ બધાના ગુણ ઓછા વતા પ્રમાણમાં મનનમાં છે. તું ખુબ જ નસીબદાર છે દિકરી. 

આ બધાજ ગુણ એક વ્યક્તિમાં મળવાં સહેલાં નથી જ.અને એથી પણ અઘરું છે આવી વ્યક્તિને સમજી એનો સાથ આપવો. જો બેટા જેમ દ્રૌપદીએ પાંચ અલગ અલગ સ્વભાવની વ્યક્તિઓ સાથે જીવન જીવી બતાવ્યું, એમને એકતાના સુત્રે બાંધી રાખ્યા તારે પણ એમજ કરવાનું છે. બસ સમતોલપણું જાળવી રાખવાનું છે. ઘરમાં એકતા અને વિશ્વાસ હશે,તો બહારના લોકો કંઈ જ નહી બગાડી શકે. કહેવાય છે કે ઘરની સ્ત્રી ઘરને નંદનવન બનાવી શકે છે, અને એજ સ્ત્રી ઘર ને વેરવિખેર કરી શકે છે. એટલે જ કહું છું કે તારા ઘરને નંદનવન બનાવવું તારા હાથમાં રહેશે. એટલે જ બેટા ખુબ જ ધીરજ અને પ્રેમથી કામ લેજે. બીજું તો શું કહું, હા એટલું કહીશ કે આ કાગળ વાંચીને વિચારજે અને મારો આશય સમજવાની કોશિશ કરજે. 

                                                   લી. 

                          તને ખુબ ખુબ વ્હાલ અને શુભાશિષ સહ

                                             તારી મોમ. 

__________________________________

૧૦) ચેતના ગણાત્રા ‘ચેતુ’ 

શીર્ષક : અંતર સખા

શબ્દ સંખ્યા : ૧૦૪૯

અલવિદા.

છૂટયાં સઘળા સાંસારિક બંધન આજે, અલવિદા કહું હું આજે, 

જગતમાંથી વિદાય થાય છે મારી આજે, અલવિદા કહું હું આજે.

શ્વાસોશ્વાસ હોય ત્યાં સુધી જ સંબંધ, હવે પૂરાં થયાં ઋણાનુબંધન, 

શ્વાસ પૂરાં, બની પરાઈ, ઉતાવળ વિદાયની, અલવિદા કહું હું આજે.

ચાહી હતી સ્નેહભરી થોડીક ક્ષણો, મળી એકલતા, સમયના અભાવે,

એ બધાં હેત જતાવી મુજને મળવા આવ્યાં, અલવિદા કહું હું આજે.

જીવનસંઘર્ષમાં હૂંફ માટે, ન મળ્યો કોઈનો સંગાથ કે સાથ,

આજે કેવા સન્માન, ખભે ઉંચકીને લઈ જાય, અલવિદા કહું હું આજે.

ચાલી હું તો અંતિમ યાત્રાએ, એ જ દિવ્ય, ભવ્ય, નિશ્ચિત મંઝિલ,

નનામી બની, કરું આખરી વંદન સહુને, અલવિદા કહું હું આજે.

હા આજે આયખાના અંતિમ અવસરે,  હું જોઈ રહી હતી… જીવનભર પાંચ ઇન્દ્રિયો પર જીત મેળવીને આજે પંચ મહાભૂતમાં વિલીન થઈ જવાની છું. ત્યારે મારી મુલાકાત મારા અંતર સખા, મારા દિલ સાથે થઈ. આખું જીવન દોડ્યા કરતાં હતા એટલે એટલી ફુરસદ પણ ક્યાં હતી? 

દિલે મને રોકીને કહ્યું, “ચાલ, આજે આ છેલ્લી મુલાકાતનો અવસર ઉજવીએ. કદાચ આજે એવું લાગતું હશે ને કે, જિંદગી આખી દોડ્યા કર્યા ત્યારે પણ પોરો ન ખાધો… પરંતુ આજે પોરો ખાધો ત્યારે ખબર પડી કે આટલું દોડવાનો અર્થ જ નહોતો. એક નારી તરીકે બધામાં પોતાનું અસ્તિત્વ ઓગળનાર, એટલી ખોવાઈ જાય છે કે પોતાની જાતને શોધવી પડે છે. તેં પણ સદાય આ જ કર્યું છે.”

“હા યાજ્ઞસેનીની જેમ, એ પણ પાંચ પાંડવોને એકત્ર રાખી અને બધા માટે સદા રહસ્યમઈ બની ગઈ. પંચ ત્યાં પરમેશ્વર એમ કહેવાય છે, પરંતુ પાંચ શૂરવીર પતિ હોવા છતાં, કસોટીના સમયે પરમ સખા કૃષ્ણ ઉભા રહ્યા. ભરી સભામાં આટલા બધા રાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં દ્રૌપદીએ પોતાના અસ્તિત્વની સુરક્ષા માટે આજીજી કરવી પડી. પોતાના પરિવારજનો વચ્ચે એક નારીની આ હાલત હોય તો આજના યુગમાં શું અપેક્ષા રાખી શકાય? એટલે જ આજની નારી હોવાના નાતે મેં પણ મારા જીવનની પાંચ અવસ્થાને યોગ્ય રીતે સાંકળીને જીવનને બની શકે એટલું યથાર્થ રીતે જીવવાનો પ્રયત્ન કર્યો. બાલ્ય- અવસ્થામાં પ્રેમાળ પુત્રી બનીને ઘરની શાન બની. ત્યારે મેં ધર્મ રૂપી પહેલું પગથિયું સર કર્યું. કિશોર – અવસ્થામાં વાયુના વેગથી મારી જાતને મજબૂત બનાવી. અને શક્તિ સ્વરૂપનું બીજું પગથિયું પામી. થનગનાટ થી ભરપૂર યુવા – અવસ્થામાં પ્રેમ, ઐશ્વર્ય પ્રાપ્ત કરીને સામર્થ્ય સભર ત્રીજું પગલું માણ્યું. પ્રૌઢ- અવસ્થામાં  જિંદગીની સુંદરતા અનુભવીને સૌંદર્યથી મઢાયેલું ચોથું પગથિયું સોહાવ્યું. વૃદ્ધ – અવસ્થામાં બધી જ જાણકારી હોવા છતાં ચૂપ રહીને સમજણનું પગથિયું દિપાવ્યું.”

દિલ હસીને બોલી ઊઠયું, “હા દ્રૌપદીની જેમ જ… યજ્ઞમાંથી અવતરણ પામેલી પાંચાલી તો બધું જ સ્વીકારતી ગઈ. અગ્નિની જ્વાળાઓ બધું જ ગ્રહણ કરીને બીજાને પ્રકાશપુંજ અર્પણ કરે છે. આવી નારી રત્ન ક્રિષ્ણા બનવા માટે તો સહનશીલતાને આત્મસાત કરવી પડે. મનના પરમેશ્વર પ્રત્યેનો સૌથી ઉચ્ચ ભાવ સખ્ય ભાવ કેળવવો પડે. અને તે પણ એક સ્ત્રી હોવાના નાતે આ બધું સ્વીકારીને સાક્ષી ભાવે જીવન જીવતી રહી. પરંતુ તારા મનમાં સદાય એક પ્રશ્ન રહ્યો…. ધર્મરાજા, વાયુદેવ, ઇન્દ્રદેવ, અશ્વિનીકુમાર જેવા દિવ્ય પિતાના પુત્રો સાથે જીવન જીવનાર દ્રૌપદીના જીવનમાં કેમ આટલો આકરો સંઘર્ષ?”

“હા, આ પ્રશ્ન તો મારા જેવી અનેક નારીઓના મનમાં સદાય ધરબાયેલો જ હોય છે. અને બીજી એક વાત પણ મૂંઝવતી હોય છે. અર્જુન સ્વયંવરમાં દ્રૌપદીને પરણીને આવ્યા પછી, માતા કુંતીના આદેશને અપનાવીને એમના શબ્દોનું પાલન કરે છે. મહાન માતા કુંતી કેમ પૂરું સત્ય જાણ્યા વગર કહી શકે કે બધા આપસમાં સમજી લેજો. દ્રૌપદી કોઈ વસ્તુ તો ન હતી કે જેની વહેંચણી કરી શકાય. એની મનની લાગણીઓ એની ભાવનાઓ… ત્યારે શું વીતી હશે એ સ્ત્રી પર, જેને પાંચ પતિઓ સાથે એમની પત્ની બનીને જીવવાનું કહેવામાં આવે?” 

દિલ આજે આખરી વિદાય આપી રહ્યું હતું, “હા, પરંતુ દ્રૌપદી એક સામાન્ય સ્ત્રી ન હતી. ધર્મની સ્થાપના માટે થનારા મહાન યુધ્ધ માટે નિમિત્ત બનવા વાળી વિરલ વ્યક્તિ હતી. અને પાંચ પતિ મળવા એ તો એના વરદાનનું ફળ હતું. ધર્મ, તાકાત, પરાક્રમ, જ્ઞાન અને પ્રેમને એક સૂત્રે બાંધી રાખનાર મજબૂત કડી. પાંચ આંગળીઓ હથેળીમાં સમાય તો એક મજબૂત મુઠ્ઠી બની જાય. પાંચે પાંડવોને એકમેકમાં સ્નેહના તાંતણે ગૂંથી રાખનાર અમર વ્યક્તિત્વ.”

“એ વાત ખરી. પ્રત્યેક સ્ત્રી પોતાના જીવનમાં, પોતાને મળેલા કિરદારને દિપાવવા માટે અથાગ સંઘર્ષ કરે છે. દીકરી, પત્ની, પુત્રવધૂ, મા, સાસુમા આ પાંચ પાત્રો નિભાવતાં નિભાવતાં ક્યારે મોટી બાના ખિતાબને મેળવી લે છે. ખબર પણ નથી પડતી સમય સરતો જાય છે. અને ક્યારેક તો લાગે છે કે મહાભારત આપણા મનમાં જ રચાયેલા ભાવ છે. પ્રેમ, લાગણી, સ્નેહની લહાણી કરીએ છીએ તો પણ ક્યારેક તિરસ્કાર, ધૃણા, નિંદાનો ભોગ બની જવાય છે ત્યારે એમ થાય છે આપણો શું વાંક? અને મનની રણભૂમિ પર મહાભારત સર્જાય છે. જે પોતાને કાયમ અંગત માન્યા, તે જ આજે જાણે આપણા દુશ્મન બનીને બેઠા છે. ના તો સહન કરી શકીએ છીએ કે ના તો તેમની વિરુદ્ધ લડી શકીએ છીએ. આજ મૂંઝવણમાં વીતી જાય છે જિંદગી. એટલે જ તો આજે ય થાય છે કે જેમને જીંદગીમાં મારી કોઈ કદર નથી કરી તેઓ પણ મારી આખરી અલવિદામાં હાજરી આપવા આવ્યા છે.”

દિલ હસીને બોલ્યું, “આજ તો છે સંસારનો સાર જે ખરેખર અસાર છે. તો પણ તેનો વિસ્તાર અથાગ છે. પણ આજે આ આખરી મુલાકાતમાં મારે તારું એક રહસ્ય યાદ કરાવવું છે. તને પણ પાંચાલીની જેમ ક્યારેક વિચાર આવ્યો ને? સૂર્ય પુત્ર કર્ણને ઠુકરાવીને કોઈ ભૂલ તો નથી કરી? ભલે બહાર આ વાત કોઈને પણ જણાવી નહીં… ક્યારેક તો એવું પણ લાગ્યું હતું ને?  મારા મનમાં તો સદાય કૃષ્ણની છબી હતી. એને ચાહતી હતી. તેની પરમ સખી બનીને જીવી. પરંતુ એક વાત કહું, લગ્ન જીવનમાં સૌથી વધારે જરૂરી હોય છે, સખ્ય ભાવ… એ હોય તો બધી જ લાક્ષણિકતાઓ દીપી ઉઠે. મનમાં જો કૃષ્ણ વસેલા હોય, તો કોઈપણ મુસીબતમાં અડીખમ ઊભા રહી શકાય છે. અને હા, એ તો વાસ્તવિકતા છે તે ઘણી વખત આપણે સાચી તેજસ્વિતાને અવગણીને તેને ન પારખવાની ભૂલ કરી નાખીએ છીએ. કારણકે ત્યારે અડચણરૂપ હોય છે પદ, પ્રતિષ્ઠા, સામાજિક હોદ્દો… અને સાચી વાત છે આપણા મનમાં જ મહાભારત રચાતું હોય છે.” 

“મારા રહસ્ય મેં મારી ફરજ અને કર્તવ્યને ચરણે ધરી દીધાં હતાં. અને આજે મને કોઈ અફસોસ નથી. જિંદગીમાં આ વસ્તુ આત્મસાત કરી છે, જે થાય છે એ આપણા કર્મનું ફળ હોય છે. બધો ઋણાનુબંધનો ખેલ છે. લેણાદેણી ચૂકવવાની હોય છે. અને આજે આ અવસરે બધાને સાચા હૃદયથી ક્ષમાપના કહીને વિદાય લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હવે મને તું પણ મુક્ત કર.”

અંતર સખા દિલ વિદાય સુમન અર્પી રહ્યું, “મનમાં પરમ સખા કૃષ્ણની સખી દ્રૌપદીને શત શત નમન. કહેવાયું કે તે મહાભારતના મહાયુદ્ધ માટે નિમિત્ત બની. તો આ તો તેની નિયતિ હતી… અને માટે જ સંસારને ગીતા જેવી સાર યુક્ત જિંદગી જીવવાની જડીબુટ્ટી મળી. અલવિદા તને, પાંચ આંગળીઓને  જોડનારી હથેળી સ્વરૂપ નારી શક્તિને પ્રણામ.”

_________________________________ ૧૧) સ્વાતિ શાહ

શીર્ષક: એક પ્રશ્ન.

શબ્દ સંખ્યા: ૧૨૭૨ 

 પ્રિય સખા,

આજે તારો જન્મદિવસ છે તેની ઉજવણી તો રાત્રે કરીશું. પણ ખબર નહીં કેમ આજે સવારથી મને તારી યાદ ખુબજ આવે છે. આમ તો હું દિવસ રાત તને યાદ કરતી હોઉં છું. તને મારાં મનનાં વિચારો પકડી પાડવાની આદત છે કે પછી મારી સામે આવે ત્યારે તું મારાં મનોભાવ કળી જાયછે અને મને સાચો માર્ગ મળી રહે છે. આજે લગ્નનાં આટલાં વર્ષ થયાં પછી મારે એક સવાલનો જવાબ જોઈએ છે. તને ખબર તો પડી જ ગઈ હશે કે શું વાત છે! પરંતુ હું જ્યાં સુધી તારી આગળ મન હલકું ના કરું ત્યાં સુધી તું તો જાણે છે કે મને કેટલો ભાર રહે છે. 

શરુઆત પહેલેથી જ કરીશ. હા, હું તારું માથું ખાઇશ! તને નહીં કહું તો કોને કહીશ. બાળપણથી મમ્મી ઘરમાં રામાયણ અને મહાભારતની કથા કરે. મહાભારત તેને અતિ પ્રિય એટલે વારંવાર એની વાતો કરે. ઘરમાં એનાં લાલાની પુજા માં દિવસનો મોટો સમય ગાળે. એનો કૃષ્ણ પ્રેમ જોઈ હું ખુબ રાજી થતી. બાળપણમાં તો મમ્મીનો લાલો એટલે જાણે મારો સાથી. મમ્મી ગાય તેવાં ભજન તો આવડે નહીં. કાલીઘેલી વાતો હંમેશ કર્યા કરતી. એમાંથી ક્યારે સખ્ય ભાવ થયો તેની મને જ  ખબર ના પડી અને હું યૌવન કાળમાં પ્રવેશી. 

આ સખ્યભાવે જ હું તારી સાથે ગુંથાઈ ગઈ. મમ્મી મહાભારતની જયારે વાતો કરે ત્યારે હું દ્રૌપદીની ઈર્ષા કરતી. એજ ઈર્ષા ભાવથી મેં તારું સખા નામ ચોર્યું. ભણવામાં હું ઘણી હોંશિયાર. દરેક વક્તવ્ય સ્પર્ધામાં પહેલી આવતી. આખાં વર્ગમાં પ્રથમ નંબર તો મારો જ હોય. લાંબા વાળ અને બધી બહેનપણીઓ માં સૌથી દેખાવડી. મનમાં ને મનમાં હું મારી તુલના દ્રૌપદી સાથે કરતી ક્યારે થઇ એની મને ખબર નથી. પણ હા, જેમ તેં દ્રૌપદીને ચીર હરણ સમયે સાચવી હતી તે વાંચતી વખતે મને કંપારી છુટી જતી. મને ખબર નથી મેં મહાભારત કેટલી વાર વાંચ્યું! મારી મમ્મીનું કહેવું હતું કે મહાભારત આખું નહીં વાંચવાનું નહીં તો ઘરમાં જ મહાભારત સર્જાઈ જાય. મને હસવું આવતું કે આ મમ્મી કયા જમાનાની વાત કરે છે! આવું તો કોઈ દિવસ થતું હશે? મહાકાવ્ય રચાયું અને અંદર યુદ્ધનો ભાગ આવ્યો પણ હવે કંઈ એવી વાત શક્ય છે? ના જરા પણ નહીં. શું કહેવું છે સખા તારું? મને એમાં આલેખેલાં પાંચે પાંડવોના પાત્ર વિશેષ રુપે ગમતાં. બાળપણ માં બહુ સમજાતું નહીં પણ હવે મોટી થઇ એટલે ઘણું સમજવા લાગી. 

મમ્મી ક્યારેક મારાં માટે યોગ્ય પાત્ર શોધી મારાં લગ્ન અંગે પપ્પા સાથે વાત કરતી હોય તે સાંભળી ચમકી જતી. મારે પણ સાસરે જવાનું! એક કલ્પના માં ખોવાઈ જતી હું. મમ્મી લોકો મારે માટે કેવો વર શોધશે? કોલેજમાં હું સાથી મિત્રોમાં મને અનુરુપ પતિનાં લક્ષણ વાળો શોધતી. તને નવાઈ લાગશે પણ મને મહાભારતનું અર્જુનનું પાત્ર બહું આકર્ષતું. હું જે તે છોકરામાં અર્જુનને શોધતી. હવે તું આ મારી ઘેલછા કહે કે બીજું કંઈ કહે. 

આમ માર્મિક હસવું બંધ કરી આગળ વાંચ. આજે તો મારે મારી આખી વાત તને કહેવી જ છે. કેટલાં વર્ષોથી મારાં મનનાં ભાવ વ્યક્ત નથી કરી શકતી. મમ્મીને કહેતી, “મારાં માટે પતિ શોધે તો વૈષ્ણવ ઘરમાં શોધજે.” હવે મમ્મીને આનાથી વિશેષ શું કહું. ભલે એમ કહેવાય કે અમુક ઉમંર પછી માતા અને દીકરી માં સખ્યભાવ રાખવો જોઈએ. પણ ના મારાથી આનાથી વિશેષ કંઈ ના બોલાયું. મમ્મીએ અમારી જ્ઞાતિમાં વાત વહેતી મુકી કે હવે મારી માલિની માટે સારો ભણેલગણેલ છોકરો શોધીએ છીએ. દેખાવડી અને ધાર્મિક છું તેવી છાપ સમાજમાં ખરી એટલે એકપછી એક માંગા આવવા લાગ્યાં.

થોડા  દિવસે કોઈ ને કોઈ છોકરા સાથે મુલાકાત ગોઠવાતી. મને હસવું આવતું અને પેલી હ્રદયમાં છુપાઈને બેઠેલી મહાભારતની દ્રૌપદી સ્વયંવરની વાત યાદ આવી જતી અને થતું કે આજનાં જમાનામાં પણ આવો સ્વયંવર રાખી શકાતો હોત તો કેટલું સારું થાત! મારાં પપ્પાએ જાહેર કર્યું હતું કે જ્યાં સુધી માલિની દિલથી હા ના પાડે ત્યાં સુધી છોકરો નક્કી નહીં કરવાનો. જીવન આખું તેણે રહેવાનું છે. 

એક દિવસ વડોદરામાં રહેતાં માસી એમનાં સાસરી પક્ષનાં કોઈને લઇ મને જોવાં આવવાનાં હતાં. પાર્થ તેનું નામ. ઘર પાસે ગાડી ઉભી રાખી ત્યારે હું રસોડાની બારીમાંથી જોતી હતી. એકદમ પહોળી છાતી, અક્કડ ચાલ અને કંઇક જુદો જ પ્રભાવ દેખાયો. મન ગડમથલ માં પડ્યું. એકદમ સુઘડ વ્યક્તિત્વ. અમારાં ઘરમાં સામાન્ય રીતની જેમ ચાપાણી મારે લઈને જવું તેવું નહોતું. હું સામે બેઠી એની સામે જોઈ નીચી નજરે બેઠી. ચાપાણી પત્યાં એટલે પાર્થ બોલ્યો, “ વડીલ તમને વાંધો ના હોય તો હું માલિનીને થોડાં સમય માટે બહાર લઇ જઉં?” મારાં પપ્પા મોર્ડન વિચાર વાળા એમને શું વાંધો હોય. “અરે જરુર જાવ તમારા પપ્પા અને મને જરા ગપાટા મારવાનો સમય મળશે.”

અમે એમની ગાડીમાં જતાં હતાં ત્યાં મારાં મનમાં અનાયાસે સખા તારી યાદ આવી ગઈ. અલકમલકની વાતો કરતાં અમે આગળ વધતાં હતાં ત્યાં પાર્થ બોલ્યો, “ માલિની મને તું પસંદ છે. જો તારી હા હોય તો આપણે વડીલોનાં આશીર્વાદ લઇ લઈએ. શુભ કામમાં વિલંબ શેનો?” હું તો એની બોલવાની અદાથી જ પ્રભાવિત થઇ ગઈ હતી. ઘરે થોડા જ સમયમાં પાછા આવી ગયાં તે જોઈ વડીલ વર્ગ જરા મુઝાંયેલો દેખાયો. પાર્થ હસતાંહસતા બોલ્યો, “ અરે વડીલો આમ શું જુવો છો? અમારી હા છે. મેં માલિનીને પુછી લીધું. ચાલ માલિની સાથે લાવેલ આઈસ્ક્રીમ બધાંને ખવડાવ.” 

હું તો મનમાં તારું નામ બોલતી બોલતી બધાંને પગે લાગી. તે લોકો ગયાં તે રાત આખી હું વિચારતી રહી. એક બાજુ આંખ સામે પાર્થ દેખાય અને હૈયે મહાભારતનો અર્જુન. મને પણ નહોતું સમજાતું કે આમ કેમ મારું મન તુલના કરી રહ્યું છે. હું પાર્થમાં અર્જુનનાં બધાં ગુણ શોધવા લાગી. એની કોઈ ક્રિયામાં વિલંબ નહીં કરવાની ખાસિયત તો તરત જણાઈ આવી. વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી હતું જેવું અર્જુનનું. ડોકટરી માં પણ ગોલ્ડમેડલ મળેલ તે જાણવાથી બુદ્ધિશક્તિ ની સરખામણી માં પાર ઉતર્યો. પછી તો તને યાદ હશે કે ફટાફટ લગ્ન લેવાયાં અને હું તારી પ્રતિમાને મારાં ખોળામાં લઇ પાર્થ સાથે સાસરે ચાલી નીકળી હતી. પાર્થ રસ્તામાં પણ ઘડીકમાં મારી સામું તો  ઘડીકમાં તારી સામું જોઈ મરકી લેતો.

પછી તો સંસારની ગાડી ક્યાં દોડવા લાગી તેની મને જાણ ના રહી. પાર્થના પપ્પા એટલે જાણે ધર્મરાજ. સૌ પર દયાભાવ રાખનાર એકદમ ધર્મને માર્ગે ચાલનાર ગણાય. મને તેમનાં પ્રત્યે ખુબ આદરભાવ. રોજ સવારે ઉઠી તારી સાથે વાત કરી પહેલું કામ હું પપ્પાને પગે લાગી આશીર્વાદ લઉં. 

સખા, મને મારા દિયર ભીમસેનની હુંફ ઘણી સારી. પાર્થ હોસ્પીટલ જાય પછી તેના સમયનાં કોઈ ઠેકાણા નહીં. આવાં સમયેતે મને ખુબ સાચવતો. તેને ક્રોધ બહુ જલ્દી આવે પણ આખાં પરિવારનું ધ્યાન બહુ રાખે. મારું માન ખુબ જાળવે. મમ્મી તો હું પરણીને આવી એટલે એ ભલા ને એમની સેવા ભલી. મને ના આવડતું પ્રેમથી શીખવાડતાં પણ ખરા. સ્વભાવે શાંત. ક્યારેક બગીચામાં કામ કરતી હું પાર્થની નજરે પડું તો મારી હંમેશા ચમેલીની વેલ સાથે મારી તુલના કરે. સુગંધ ફેલાવતી કોઈ પણ ટેકો લઈ આગળ ઉંચી વધતી કહી મને સરખાવે.

સખા અમારી બાજુનાં જ ઘરમાં પાંડુરંગભાઈ એમની પત્ની અને બે જોડિયા પુત્ર સાથે રહેતાં. નલીન અને સુહોત્ર બંને દીકરા પણ ખુબ સારા. કહેવાય છેને કે પડોશ સારો તેનો દિવસ સારો. અમારે પણ એવું જ હતું. નલીનને પશુ પ્રેમ ઘણો. જ્યારેત્યારે કોઈ ઘાયલ કુતરું લઇ આવે તો કોઈ ખિસકોલી. એનાં મમ્મીને જરા પણ ના ગમે એટલે દોડતો મારી પાસે લઇ આવે. અમે બેઉ પ્રેમથી સેવા કરી સાજા કરી દઈએ. સુહોત્રની તો વાત શું કરું. એની વાત પરથી ઘણી વાર જણાઈ આવે કે તેને કાલે શું થવાનું છે તેની જાણ થઇ જાય છે કે શું? એકવાર પાર્થ હોસ્પીટલ જતાં હતાં ને એકદમ દોડતો આવી રોક્યા. કારણ પુછ્યું તો નીચું મોં રાખી બોલ્યો, “ હમણાં તમે કાકા પાસે બેસો ને!” અને ખરેખર દસ મિનિટમાં પપ્પાને શ્વાસ ચઢ્યો. હુંતો અચંબા માં પડી ગઈ. આ કયા જમાનામાં જીવે છે! 

સખા હવે બહુ લખ્યું પણ મારે આજે તને જે કહેવું છે તે હું ખાલી તનેજ કહી શકું છું. હું હંમેશથી મારી જાતને દ્રૌપદી સાથે સરખાવતી આવી છું એટલે મને મારી આજુબાજુ આવાં પાંચ પાંડવના લક્ષણ વાળા પુરુષો મળ્યાં છે? મારે માટે તો પાર્થ જ પતિ છે પણ આજે મને થાય છે કે મારાં આ વિચારો જે મેં મુઠ્ઠી માં બાંધી રાખ્યાં છે તે શું મારાં પરભવની લેણદેણ હશે કે મને આવાં ભાવ જાગ્યા? આ જમાનામાં આવી વાત હાસ્યાસ્પદ લાગે પણ હું તારી પાસે જવાબની આશા રાખીશ. જેનો જવાબ તારે મને આજે રાતના હું હિંડોળો ઝુલાવું ત્યારે આપવો જ રહ્યો. સખા, આપીશને મન શાંત રહે તેવો ઉત્તર!

__________________________________ ૧૨) ઉર્વશી શાહ

શબ્દો: ૧૨૧૫

શીર્ષક: મિશન ૨૬

જ્યાં દરિયાની લહેરો આનંદ કરતી હોય, રોશનીથી આખું શહેર ઝગમગતું હોય, જે શહેર રાત દિવસ જાણે કે ચાલતું જ રહે, રસ્તાઓ માણસોથી ભુંસાઈ જાય, હાથ પરનાં સપનાઓ રોજ હકીકત બનતા દેખાય, રોજ નવી નવી ઘટનાઓ આકાર લેતી હોય એવું માયાવી શહેર મુંબઈ.

    મુંબઈ સેન્ટ્રલ પર હાંફતી, ભાગતી એવી ટ્રેન આવીને ઊભી રહી. તેમાંથી છોકરી ઉતરી અને બાંકડા પર જઈ બેઠી. જે શહેરમાં કોઈને કોઈની સામે જોવાની ફુરસદ સુદ્ધાં નથી ત્યાં લોકો આ છોકરીને જોવા ઉભા રહી ગયા. સુંદરતાનો કોઈ ભારતરત્ન આપવાનો હોય તો આ છોકરીને જ મળે. લોકોની નજરથી તે ગભરાઈ રહી હતી. આ ભીડમાંથી એક સ્ત્રી તેની સામે આવી ઊભી રહી. જરીબુટ્ટી વાળા ઘાટા રાણી કલરના ડ્રેસમાં સજ્જ સ્ત્રી પચાસેકની ઉંમરની લાગતી હતી. હોઠ પર લાલ લિપસ્ટિક અને મોઢામાં પાન ચાવતી તે સ્ત્રીએ આ છોકરીને પૂછ્યું, ‘એ લડકી! કહાં જાના હૈ? કોઈ ઠીકાના હૈ તેરે પાસ?’ પેલી છોકરીએ કહ્યું, ‘ના, કોઈ ઠેકાણું નથી.’ તે સ્ત્રી જેનું નામ સલમા હતું તેણે કહ્યું, ‘તું સહી ઠીકાને પે આઈ હૈ. ચલ મેરે સાથ મેં તુજે ઠીકાના દુંગી. તેરા નામ ક્યાં હૈ?’ તેણે કહ્યું, ‘રોશની’

    સલમા રોશનીને પોતાના ઘરે લઇ ગઈ અને તેને ખૂબ પ્રેમથી રાખી. બે-ત્રણ દિવસ પછી રોશનીએ સલમાને કહ્યું, ‘દીદી, મને કોઈ કામ અપાવો.’ સલમાએ કહ્યું, ‘ઠીક હે, તેરેકો ડાન્સ આતા હૈ?’ રોશનીએ કહ્યું, ‘થોડો થોડો’. બીજે દિવસે સલમા રોશનીને એક ડાન્સ બારમાં લઇ ગઈ જ્યાં છોકરીઓ ડાન્સ કરીને ગ્રાહકોને રીઝવતી હતી. એ જોઈ રોશનીને અજુગતું લાગ્યું. સલમાએ ડાન્સ બારના માલિક સાથે તેની ઓળખાણ કરાવી કામ આપ્યું. રોશનીએ ધીરે ધીરે ત્યાં ગોઠવાઈ ગઈ. એક દિવસ ત્યાં તેની મુલાકાત સલીમ સાથે થઇ. સલીમ છ ફૂટ લાંબો પડછંદ કાયાવાળો યુવાન હતો. તેને પહેલી નજરમાં જ રોશની ગમી ગઈ. તે રોશની પર પૈસાનો વરસાદ કરતો. તેણે એક દિવસ રોશનીને કહ્યું, ‘મેરે સાથ બહાર ચલેગી?’ રોશનીએ કહ્યું, ‘સલમા દીદીને પૂછવું પડશે?’ તેણે જવાબમાં સલીમે કહ્યું, ‘તુ ઉસકી ચિંતા મત કર. મેં દેખ લુંગા.’ રોશની સલીમ સાથે બહાર જવા લાગી. બંને સલીમે રાખેલા ફ્લેટમાં પણ ઘણી વાર જતા. ઘણીવાર સલીમ ફોન પર કોઈની સાથે લાંબી વાતો પણ કરતો. તે રોશની ધ્યાનથી સંભાળતી.

ખંડ-૨

    રાતનું અંધારું પૂરું થઇ પ્રભાત આળસ મરડી રહ્યું હતું તે સમયે રૈના બગીચામાં જોગીંગ કરી રહી હતી. ત્યાં એક યુવાન સાથે અથડાઈ. ગુસ્સા સાથે તેણે તે યુવાન સામે જોયું. પહેલી નજરમાં જ સુશીલ, સંસ્કારી અને સરળ દેખાતો યુવાન તેની સામે તાકી રહ્યો હતો. વાંક રૈનાનો જ હતો છતાં પણ પેલા છોકરાએ સોરી કયું. બંને પોતપોતાની દિશામાં જતા રહ્યાં. બે-ત્રણ દિવસ પછી રૈનાની મિત્રની બર્થ ડે પાર્ટીમાં તેને આ છોકરાનો ભેટો થયો. તેની મિત્રએ બંનેની ઓળખાણ કરાવી. ‘સની, આ મારી બેસ્ટ ફ્રેન્ડ, રૈના’. ‘રૈના, આ સની’. બંને વાતોએ વળગ્યા. પાર્ટીમાંથી છુટા પડતા બંનેએ એક બીજાનો મોબાઈલ નંબર લઇ લીધો. બીજે દિવસે સવારે જ સનીએ રૈનાને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો. પછી તો બંને વચ્ચે ચેટ શરુ થઇ ગઈ. બંને એકબીજાને વધુ ઓળખવા માટે સ્ટાર બક્સ કોફી શોપમાં મળ્યા. રૈનાએ સનીને કહ્યું, ‘હું અહીં ઓરેકલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છું. તમે શું કરો છો?’ ‘હું અહી આયકર વિભાગમાં ફાયનાન્સ ઓફિસર છું.’ ‘જો રૈના, તું મને પહેલી નજરમાં જ ગમી ગઈ છું. હું તારા વિચારોમાં જ ખોવાયેલો રહું છું.’ આ સંભાળીને રૈના શરમાઈ ગઈ. સની ફરી બોલ્યો, ‘તમારા મનમાં મારા માટે શું ફીલિંગ છે?’ રૈનાએ કહ્યું, ‘તું પણ મને ગમવા લાગ્યો છે.’ પછી તો બંનેની મુલાકાતો વધવા માંડી. બંને પ્રેમના મેઘધનુષ રંગમાં રંગાવા લાગ્યાં. પણ લગ્ન માટે રૈનાએ સમય માંગ્યો.

ખંડ-૩

    કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. વસંતનું આગમન પણ થઇ રહ્યું હતું. ચારે તરફ રંગબેરંગી ફૂલો લચી રહ્યાં હતાં. વસંતે કાશ્મીરના સૌન્દર્યનો જાદુ પાથર્યો હતો. ત્યાં એક બસ કોલેજના થોડા વિદ્યાર્થીઓ લઈને પહોંચી. તેમાંથી બધા વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા. કાશ્મીરના સૌન્દર્યને જોતાં જ રહી ગયા. તે વિદ્યાર્થીઓ એજ્યુકેશનલ ટુર માટે આવ્યા હતાં. છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ ત્યાંના બજારમાં ફરી રહ્યા હતાં. તેમાંની એક વૈશાલી નામની છોકરી બજારમાંથી બહાર નીકળી ભૂલી પડી. તેને પાછા જવાનો રસ્તો મળતો નહોતો. ત્યાં વૈશાલીએ એક મીલીટરી મેનને જોયો અને તેણે ત્યાં જઈને કહ્યું, ‘એક્ષક્યુઝ મી, સર! હું અહીં ભૂલી પડી ગઈ છું. હું અહીં મુંબઈથી એક એજ્યુકેશનલ ટુરમાં આવી છું. પ્લીઝ, હેલ્પ મી.’ મીલીટરી મેન બિસનસિંઘ પંજાબનો ખડતલ યુવાન હતો. તેણે વૈશાલીને તેના કેમ્પ ઉપર પહોંચાડી દીધી. વૈશાલીએ તેમનો આભાર માની મોબાઈલ નંબર મેળવી લીધો. મુંબઈ જઈ વૈશાલી બિસનસિંઘ સાથે ફોન પર વાતો કરવા માંડી. એક વાર વૈશાલીએ બિસનસિંઘને કહ્યું, ‘મને નાનપણથી જ મીલીટરી મેન ગમે છે. મને લાગે છે કે હું તમને પસંદ કરવા લાગી છું. મારે તમને મળવું છે.’ એના જવાબમાં બિસનસિંઘે કહ્યું, ‘મને પણ તને મળવાનું મન છે. મેં રજાઓ મૂકી છે. જો મંજુર થશે તો આવતા અઠવાડિયે હું ત્યાં આવીશ.’ આ સાંભળીને વૈશાલી ખુશ થઇ ગઈ. બિસનસિંઘ મુંબઈ આવતાં બંને મળ્યાં. મુંબઈમાં બંને ખૂબ ફર્યાં. વૈશાલીએ બિસનસિંઘનો વિશ્વાસ જીતી લીધો. રજા પૂરી થતાં બિસનસિંઘ પાછો જતો રહ્યો પણ બંને વચ્ચે ફોન પર વાતો ચાલુ રહી.

ખંડ-૪

    ઉમંગી ૫’૫” ફૂટની ઊંચાઈ ધરાવતી સુંદર, પોલીટીકલ સાયન્સમાં માસ્ટર થયેલી અને પૈસાવાળી છોકરી. તેના લગ્ન મંત્રીના દીકરા સાથે નક્કી થયા. એટલે તે વારંવાર સાસરે પહોંચી જતી. તેના સસરા શરદ દેશમુખ ખૂબ મહત્વાકાંક્ષી મંત્રી હતાં. ઉમંગીને પણ રાજકારણમાં ખૂબ જ રસ હતો. તે થનાર પતિ વત્સલ કરતાં સસરા સાથે વધુ ભળવા લાગી હતી. સસરાની સભાઓમાં તે જવા લાગી. મંત્રીશ્રીને થયું કે “ચાલો, છોકરો નહિ તો વહુ તો મારો વારસો સંભાળશે.” એકવાર તો ઉમંગી સસરા સાથે દિલ્હી ઈન્ટેલીજન્સ બ્યુરોની મુલાકાતે પણ જઈ આવી. આનાથી ઉમંગી ખૂબ ખુશ હતી.

ખંડ-૫   

    જસ્સી મુંબઈમાં વિઝા સેન્ટરમાં કામ કરતી ગોરી, ઊંચી પંજાબી છોકરી હતી. ત્યાં માઈકલ કે જે  વિઝા એજન્ટ તરીકે આવતો હતો તેના પરિચયમાં આવી. બે-ચાર મુલાકાત પછી તેને તેની હિલચાલ શંકાસ્પદ લાગતાં તેણે માઈકલને પૂછ્યું, ‘બોલ, તુસી કોન હો? નહિ બતાયા તો પુલીસકો મેનુ બતા દેના હૈ.’ માઈકલે ગભરાઈને કહ્યું, ‘હું નકલી વિસા અને પાસપોર્ટ કઢાવી આપું છું.’ ‘ઓ, તુસી ગ્રેટ હો. તેરી મેરી ખૂબ જમેગી. ઇસમેં મેં તેરી મદદ કર દિયા કરુંગી. મુજે મેરા હિસ્સા ચાહિયે.’ આ સાંભળી માઈકલ ખુશ થઇ ગયો.

ખંડ-૬

    ઉમંગી અને વત્સલના લગ્ન દિલ્હીના એક ખૂબ મોટા ફાર્મહાઉસમાં ગોઠવાયા. લગ્ન માટે ઘરના બધા ત્યાં પહોંચી ગયા. લગ્નના દિવસે મહેમાનો આવવા લાગ્યા. મોટા મંત્રીઓ અને આર્મી ઓફિસરો પણ આવ્યા હતાં. આ લગ્નમાં બારવાળો સલીમ, સની, બિસનસિંઘ અને માઈકલ એ બધા પણ હાજર હતાં. બધા ભેગા મળી દારૂની મહેફિલ માણતાં ઠહાકા લગાવતાં હતાં. મંત્રીશ્રી તેમની પાસે જઈને કંઇક ગુફ્તગુ કરી આવ્યા.

    ગોર મહારાજે કન્યાને બોલાવવાનું કહ્યું. ઉમંગીને તેની ફ્રેન્ડ સાથે ઘૂંઘટમાં માંડવામાં આવી. મંત્રીજી ખૂબ ખુશ હતાં. આવી ભણેલી હોશિયાર અને સુંદર વહુ મેળવવા બદલ. ત્યાં જ પોલીસ આવી. પેલા ચારેય જણ સલીમ, સની, બિસનસિંઘ અને માઈકલ જ્યાં ઉભા હતા ત્યાં આવીને એરેસ્ટ વોરંટ બતાવી પકડ્યા. સાથે મંત્રીશ્રીને પણ પકડ્યાં. મંત્રીશ્રીએ ઓફિસરને ગુસ્સે થતાં પૂછ્યું, ‘આ બધું શું છે? મારો ગુનો શું?’ ઓફિસરે કહ્યું, ‘અમારું એક વર્ષથી મિશન ચાલતું હતું. અમને એવી માહિતી મળી હતી કે ડાન્સ બારમાંથી છોકરીઓ ગાયબ થઇ રહી છે. સલીમે બારની છોકરીઓને માનવ બોમ્બ બનવા માટે તૈયાર કરતો હતો. અને ભોળો-સંસ્કારી દેખાતો સની પૈસાની મદદ કરતો હતો. બિસનસિંઘ બોમ્બની વ્યસ્વથા કરતો હતો અને તમે મંત્રીશ્રી, આ બધાને બધી રીતે સપોર્ટ આપતા હતાં. માઈકલે તમારા બધાના ખોટા પાસપોર્ટ બનાવી તૈયાર રાખ્યા હતાં. તમે લોકો ૨૬મી એ રિપબ્લિક ડેના દિવસે આ માનવ બોમ્બના ધડાકા કરવાના હતાં.’ મંત્રીશ્રી આ સાંભળી ગુસ્સે થઈને કહ્યું, ‘તમને કોઈએ ખોટી માહિતી પૂરી પડી છે. શું પુરાવા છે તમારી પાસે અમારી વિરુદ્ધ?’ ઓફિસરે કહ્યું, ‘અમે બધા જ પુરાવા સાથે જ તમારી ધરપકડ કરી છે.’ ઓફિસરે બુમ પાડી, ‘મિસ પૂનમ સિન્હા.’ ઘૂંઘટમાંથી ઉમંગી બહાર આવી. ‘યસ સર’. ઉમંગીને જોઈ પેલા ચારેય જણાના મોઢામાંથી ઉદગાર નીકળી ગયા. ‘રોશની! રૈના! વૈશાલી! જસ્સી?’ ઓફિસરે કહ્યું, ‘આ અમારા ઈન્ટેલીજન્સ બ્યુરોની ખાસ ઓફિસર છે જેણે આ મિશન પાર પાડવા માટે તમને પાંચેયને ફસાવ્યા.’ ઓફિસરે પૂનમ સામે જોઇને કહ્યું, ‘થેન્કયુ મિસ પૂનમ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ.’

__________________________________

૧૩) નીતા પટેલ “નવલ

શીર્ષક:-  મોટી બા.

શબ્દો:- 700       

 “ ઘંટડી વાગી. હેલો, સાંભળે છે.તને કહું  છું.એને સમજાવી દેજે કે મારે પાઈ પાઈનો હિસાબ જોઈએ એટલે જોઈએ.મોટો મીલ-માલીક હોય તો એના ઘેર, મારે શું?”

“હા, સાચું કહ્યું; તારી ભાષા સાંભળીને તો ભલ-ભલા એવુંજ ધારી લે! પણ, શેનો હિસાબ? મારે કોને કહી દેવાનું છે? અને આમ તું, તુંકારો કેમ બોલે છે?

“તને જ સમજ્યો! આવી ગયા મોટા શેઠ,પોતાની જાતને એ સમજે છે, શું? છોડીશ નહીં એને તો..!”

“કંઈ બોલું એ પહેલા તો ફોન પછાડીને મૂકી દીધો. ‘ પણ ..પ..ણ મનોહર અકળાયેલો કેમ હતો? પૈસા! શેના પૈસા? સુરેશને શી જરૂર પડી હશે? સૂરજ નીકળે કે તરતજ “બા”ના ઘેર જઇ આવું પછી ધંધા ઊપર જઈશ. હકીકત શું છે? એ તો જાણવી પડશે, નહિતર મનોહર રાઈનો પર્વત બનાવી દેશે.’  હવે રસ્તા ઊપર માણસોનો પગરવ સંભળાવવા લાગ્યો હતો. મોના ઓ.. મોના ઉઠ, હું નહાઇને આવું ત્યાં સુધીમાં ચા-નાસ્તો તૈયાર રાખજો.”

“આમને પણ શું ભૂત ઊપડે છે. ‘આંખો ચોળતી મોના રસોડા તરફ વળે છે.’ ઊંઘતાં પણ નથી ને ઊંઘવા દેતા પણ નથી.”બળ્યું બૈરાનો અવતાર ને બળ્યો આ સંસાર”..!”

“આમ સવાર-સવારમાં બબડવાની આદત તું સુધાર આખો દિવસ બગાડે છે.”

“હા, જોયા હવે મોટા, ચા ના બનાવી હોત તો રાડા રાડ કરી દેત પણ પીવાએ ઊભા રહ્યા!” (મોના પાછી રસોડા તરફ વળી ને કરશન બા ના ઘર તરફ… )

“સાડલાની કિનારને સંકેલતા બા બોલ્યા; આવ! કરશન.”

રામ રામ બા.

“રામ રામ ..! આ બધું તો ઠીક પણ ઠીકઠાક તો છે ને? બધું”

હા, બા.

પણ…

પણ..?

“તમને ખબર નથી? કાલે મનોહરનો ફોન આવ્યો હતો.”

ના,રે ભાઈ!

“હવે, બાને કહેવું શું? એ તો આંખો ફાડી મારી સામે તાકી રહ્યા.પછી મેં ઉમેર્યું; એમજ થયું કે અહીંથી નીકળતો હતો’તો બધાને મળતો જાઉ.”

“ભલે-ભલે તું શિરામણી કરી ને આવ્યો છે?” 

હા,બા 

“હવે આવે ત્યારે બૈરું ને.. છોકરા લઈને આવજે! સમજ્યો” 

“સારું, તો હું નીકળું…!” (એટલામાં તો ધડબડ ધડબડ અવાજ આવ્યો.) 

“તમારા બાપના રૂપિયા આપી દેજો. નહીંતર મેલડી ભરબજારે ઉધાડાં કરશે.”

“ઓય ભગવાન આ બધું શું છે ? મનોહર. દાતણ-પાણી તો કર!”

“ભાન ભૂલ્યો હોય એમ કરશન બબડી ઉઠ્યો; એણેજ પૂછો ને..! આ બધી રમતો’તો એની જ છે.”

“ અલ્યા, મનોહર શું છે? આ બધું! કરશન પણ સવારના પહોરમાં આવી ગયો.”

“હદ વટાવી દીધી છે,એય..સુરીયો સમજે છે શું? એને તો હું જોઈ લઇશ!”

“અય, મનોહર બોલવા ઉપર લગામ દે, ને ચોખવટથી વાત કર! હવે પછી અપશબ્દો બોલ્યો ; તો’તો તું મર્યો…!”

“જા,જા થાય એ કરી લે! મા, તારી સોગંદ ખાઈ ને કહ્યું છું. બે-વરસ પહેલા સુરેશે પૈસા માગ્યાં હતાં. પહેલા તો બે લાખની જ વાત થઈ હતી.પણ છ મહિના પછી બીજા બે માગ્યાં. હવે ભાઈ સમજી ને આપ્યા તો ગુનો કર્યો નહીં? શરત અમારી એટલી જ હતી કે વ્યાજ સમયસર આપી દેવાનું ને મારે જરૂર હોય ત્યારે પાછા આપી દેવા! હવે સુરેશ કહે છે; પૈસા નથી.જમીન લખી આપું તુજ કે મારે તેની જમીન શું કરવી છે. હું ખોટો હોઉં તો કે.! ને તારી કેમ બોલતી બંધ થઈ ગઈ  કરશન?”

“બા, સુરેશ પણ ખોટો નથી. રૂપિયાના બદલામાં જમીન તો લખી આપવાનું કહ્યું; વાત તો વ્યાજબી જ છે ને..!”

“હવે મારે જમીન ને મોંય મારવી છે.(ગુસ્સા સાથે મનહર બોલ્યો;)”

“બા, એ નિઃશ્વાસો નાખતાં ઉમેર્યું; જો મનોહર આમતો તારી વાત ઊપરથી તો લાગે કે સુરેશ પણ ખોટો નથી.બીજું કરશન કાલે તું સુરેશ અને મનુ બંનેને બોલાવી દે! પાંચેય ભાઈઓને ભેગાં કર..! તારા માં -ને બાપને પણ બોલાવી લેજે! મનોહર તને પણ કહી દઉં છું, કે કુલડીમાં ગોળ ભાંગતા આવડતો હોય તો જ ધંધો કરાય નહીંતર જાતે કુડી લેવાય..! આમાં હું કે કરશન સિવાય તારા બીજા ત્રણ ભાઈ કંઈ જાણે છે? તે તું આમ ગરમી પકડે છે. તું પણ કાલે મોટાને કે જે હાજર રહે.”( બા, ભગવાનના ઓરડા તરફ વળ્યા..)

“બબુચકો,સાંભળી લ્યો; માતા પોક્શે…!”

“જા…જા મોટો માતા વાળાે ના જોયો હોય તે..! મૂકી દે! એ..પણ ન્યાય જાણે છે,સમજ્યો.”

“અલ્યા, કરશન તું ધીરો રેય! સીતેર દિવાળીઓ એમજ નથી કાઢી, હજુંયે અમે બેઠાં છીએ.તમારું કોય એમ ના હાલે સમજ્યા.પાંચ આંગળીઓ સરખી નથી હોતી! પણ, બાંધી મુઠ્ઠી લાખની! હવે, મારે ને તારા બાપ ને એકજ આશા છે. અમારા જીવતા-જી એકજ માળામાં પરોવાયેલા રહો બસ!  નિર્દયી બનો પણ પોતાના તો છોડો. દાતરડું વાઢે એમ બાએ મનોહરની વાત કાપી દીધી” ને મનોહર એકીટશે કરશન સામે જોઈ રહ્યો..”

__________________________________

૧૪) કુસુમ કુંડારિયા.

શિર્ષક:- દ્રૌપદી.

શબ્દ સંખ્યા:-૧૨૭૨

     દ્રોપદી ક્યારેક તેને કૃષ્ણા તો ક્યારેક પાંચાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્રોણ ઉપરનું વેર વાળવા માટે દ્રુપદ યજ્ઞ કરે છે. અને યજ્ઞ બલિની આગમાંથી સુંદર શ્યામવર્ણી દ્રૌપદી અવતરે છે. તેનો શ્યામ વર્ણ  છે. આથી તેને કૃષ્ણા નામ આપવામાં આવ્યું. અને તે દ્રુપદની પુત્રી હોવાથી દ્રૌપદી તરીકે અને પાંચાલ નરેશને ઘરે ઉછરેલી હોવાથી પાંચાલી પરીકે પણ ઓળખાય છે. મહાભારતના યુધ્ધનું કારણ તેને માનવામાં આવે છે. પણ આ અગ્નિ કન્યાની પીડાને કોઇ સમજી શક્યું છે ખરું? જેને પોતાનું બાળપણ તો માણવા જ નથી મળ્યું! તેનો જન્મજ વેર વાળવાના નિમિત્તે થયો છે. આથી જ દ્રુપદની ઇચ્છા હતી કે માત્ર અર્જુનના હાથમાંજ તેમની પુત્રીનો હાથ આપે. આથી  દ્રોપદીના સ્વયંવરનું આયોજન કરે છે. જેનો હેતુ ગુપ્તવાસમાં રહેલા અર્જુનને અને પાંડવોને જાહેરમાં લાવવાનો પણ હતો. દ્રૌપદીનો હાથ પામવાની ઇચ્છા રાખનાર રાજકુમારોએ પાત્રમાં પડી રહેલા પ્રતિબિંબ પરથી ગોળ ફરી રહેલાં લક્ષ્ય પર તીર સાધવાનું હતું. દ્રુપદને વિશ્વાસ હતો કે, માત્ર અર્જુન જ આ કાર્ય પૂર્ણ કરી શકશે. અને સાચે જ બ્રાહ્મણના રૂપમાં પોતાના ભાઈઓ સાથે આવેલ અર્જુન સફળતાપૂર્વક આ નિશાન સાધે છે. અને દ્રોપદીના જીવનની કરૂણતા અહીંથીજ શરૂ થાય છે. કૃષ્ણને મનોમન ભરથાર માનીને યુવાનીમાં જીવનારી આ નારીને સ્વયં કૃષ્ણ જ સ્વયંવર કરાવીને બીજાના હાથમાં સોંપે છે. અને આટલેથીજ વાત પુરી નથી થતી. દેશ નિકાલ સમયે પાંડવોની માતા કુંતીએ તેમની પાસેનું બધું જ ભીક્ષા દ્વારા પ્રાપ્ત થયેલું કે પછી દાન તરીકે મળેલું  બધુંજ પરસ્પર સરખા ભાગે વહેંચી લેવા સલાહ આપી હતી. સ્વયંવરમાંથી દ્રૌપદી સાથે પરત ફર્યા બાદ અર્જુન ચોક્કસ હેતુ સાથે પહેલા તેની માતાને કહે છે, “જુઓ માતા હું ભીક્ષા (દાન)લાવ્યો છું” અર્જુન શેની વાત કરી રહ્યો છે એવું જાણ્યા વગર કુંતી તેને ભાઇઓ સાથે વહેંચી લેવાનું કહે છે! આમ, માતાની આજ્ઞાનું પાલન કરવા તમામ ભાઈઓ દ્રૌપદીની સંમતિ લીધા વિના જ તેને પત્ની તરીકે સ્વિકારે છે! એક નારી માટે આનાથી વધારે બીજી કોઇ પીડા હોઇ શકે ખરી? અને પ્રશ્ન તો એ પણ છે કે માતાની ખોટી વાતની આજ્ઞાનું પાલન કરવા કોઇ સ્ત્રીનું આવું અપમાન? તેની સંમતિ વગરજ પાંચ ભાઈઓની પત્ની બનીને રહેવાનું? કોઇ મિલકતની વહેંચણી થતી હોય તેમ તેની વહેંચણી થઇ જાય છે! આ બહુપત્નીત્વની વાત પણ છે, પૌરાણિક ગ્રંથોમાં એ નિંદાપાત્ર ગણાય છે. ભારતીય આર્ય લખાણોમાં પણ આવો ઉલ્લેખ જોવા મળતો નથી. પાંચ પુરુષો સાથેના તેના વિવાહ વિવાદાસ્પદ છે. પણ દ્રૌપદીના આ વિવાહને વ્યાજબી ઠેરવવા કૃષ્ણ

 તેમના પરિવારની મુલાકાત લે છે ત્યારે તેઓ દ્રૌપદીને સમજાવે છે કે પાંચ ભાઈઓની પત્ની હોવાની તેની આ ખાસ સ્થિતિ એ તેના પાછલા જન્મમાં બનેલી કોઈ ઘટનાનું પરિણામ છે. તેણે પાછલા જન્મમાં જીવનભર શિવની આરાધના કરી શિવને પ્રસન્ન કરી પાંચ લાક્ષણિકતાવાળો પતિ માંગ્યો હતો. શિવ તેને કહ્યું હતું કે આવો પતિ મળવો મુશ્કેલ છે. પરંતુ તેણી તે વાતને વળગી રહી અને ફરી એ જ માંગણી ઉચ્ચારી  આથી ભગવાન શિવે વરદાન આપ્યું અને કહ્યું કે હવે પછીના જન્મમાં તેને એ મળશે. આથી આ પાંચ ભાઇઓની તે પત્ની બની. અને તે દરેક એક ખાસ ગુણ ધરાવે છે. યુધિષ્ઠિર તેમના ધર્મના જ્ઞાન માટે, હજાર હાથીઓનું બળ ધરાવતો શક્તિશાળી ભીમ, પરાક્રમી અર્જુન અતિશય દેખાવડા નકુલ અને સહદેવ. આ તેમના વરદાન મુજબના ગુણ ધરાવે છે. એમ કહીને દ્રૌપદીના ગળે વાત ઉતારે છે.

     આ અગ્નિપુત્રી સાચા અર્થમાં સંપૂર્ણ સ્ત્રી છે, જીવન મૂલ્યોને સાથે લઇને જીવનારી સ્ત્રી. પાંચ પતિઓ સાથે અલગ અલગ સમયે જીવતી સ્ત્રી. અનેકવાર અપમાન સહન કરીને મૌન ધારણ કરવું પડ્યું છે એને. પાંચાલીને જીતવા દુર્યોધન પણ ગયો હતો સ્વયંવરમાં. એ જ સ્ત્રી તેની ભાભી બનીને આવી છે, ઇન્ર્દપ્રસ્થમાં જ્યારે પાંડવોનો ગૃહસ્થાનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને જ્યારે દ્રૌપદી મહેમાનોને ભોજન પીરસી રહી છે ત્યારે દુર્યોધન અને દુશાસન દ્રૌપદીની ખરાબ રીતે સતત મશ્કરી કરે છે. દ્રૌપદીની આંખમાં રોષ હોય છે. પણ કૃષ્ણ તેના મસ્તક પર હાથ રાખી શાંત થવાનું કહે છે. દ્રૌપદી માત્ર કૃષ્ણને સંભળાય એમ કહે છે'” કોઈને કશું કહેવાનું નથી, પરિવારના સુખ ચેન અને શાંતિ માટે અપમાનના ઘૂંટડા પી જવાના છે. મારા શબ્દો યુદ્ધનું કારણ ન બને માટે મૂંગા મોઢે સહન કરવાનું છે અને ફરિયાદ કરું તો કોને કરું? કે જેઓ થોડી ક્ષણો પહેલાં ભોજન વખતે મારું અપમાન નીચી નજરે જોઇ રહ્યા હતા એવા મારા પતિઓને? અને વાત કરું અને દુર્યોધન વાત પલટી નાખે કે મારાજ ચરિત્ર પર આડ મૂકે તો?

     પાંચ પતિઓ અને કૃષ્ણ જેવા સખા હતા. છતાંય દ્રૌપદી અપમાનના ઘૂંટડા ગળીને જ જીવતી રહી. પછી એ જુગારમાં હરાયેલી સ્ત્રી તરીકે થયેલું અપમાન હોય કે પછી પાંચ પુરુષો સાથે રહેવાનું ભાગ્ય! મહાભારતના યુધ્ધમાં પુત્રોને ગુમાવનારી માતા કે પછી પોતાના પ્રિય પતિ અર્જુનને અન્ય નારીઓ સાથે વહેંચાયેલો જોતાં થતી પીડા ભોગવતી સ્ત્રી. છતાંય આ મહાન સ્ત્રી મહાપ્રસ્થાન કાજે હિમાલયમાં જાય છે ત્યારે સૌની પહેલાં ઢળી પડે છે. ત્યારે સહદેવ કહે છે કે પાંચ પાંડવ પાંચ આંગળી સમા હતા, પણ દ્રૌપદી જ એની ખરી તાકાત હતી. મુઠ્ઠી હતી.

     આજની સ્ત્રી પણ પરિવારની એકતા માટે ઘણીવાર મૌન રહીને અપમાન સહન કરી લે છે, પણ પાંચ પતિની વાતને કદી ન સ્વિકારે. પણ હા આજે જે રીતે દીકરીઓની ભ્રુણ હત્યા થઈ રહી છે અને દીકરીઓની સંખ્યા સતત ઘટી રહી છે એ સમાજ માટે લાલ બત્તી સમાન છે, કદાચ આવું…

       મને ઘણીવાર એ પ્રશ્ન થાય છે કે પાંચ પાંડવો આવું કઇ રીતે કરી શકે? પત્નીને પાંચ ભાઇઓ વચ્ચે વહેંચી અને એ જ પત્નીને જુગારમાં પણ હારી ગયા! જાણે માલિકીની કોઇ વસ્તુ હોય એમ ? અને આખી સભામાં જ્ઞાની એવા ગુરૂદ્રોણ , ભીષ્મ પિતા અને અનેક વિદ્વાન પુરુષો હોવા છતાં એક સ્ત્રીનું ચીર હરણ થાય- અને બધાં મૂંગા મોઢે જોયા કરે! અને એ યુગમાં જ્યારે કૃષ્ણ પણ અવતરી ચૂક્યા છે! હર યુગમાં સ્ત્રીને જ શા માટે સહન કરવાનું? સીતાને અગ્નિ પરીક્ષા અપાવીનેય સર્ગભા હોવા છતાંય તેનો ત્યાગ કરી દેવામાં આવે અને તે પણ એને કહ્યા વગર. એક મામુલી ધોબીના બોલવાથી અને અંતે સીતાને ધરતીમાં સમાવું પડે એ કેવી કરુણતા. અને આજેય સ્ત્રીના મગજમાં એવુંજ ઠસાવવામાં આવે કે સીતા દ્રોપદી અહલ્યા કે સતી અનસુયા હોય એણે પણ દુ:ખ ભોગવવું પડે છે. તો આપણે તો સામાન્ય સ્ત્રી છીએ. તો આપણા પર દુ:ખ આવે તો એમાં શી નવાઇ? સ્ત્રીનો અવતાર જ દુ:ખ ભોગવવા માટે છે!  પણ ખરેખર આજના સમયમાં આવી વાત માનવી એ મૂર્ખતા છે. અન્યાયનો વિરોધ ન કરો તો એ વધવાનો જ છે. આજે પણ સમાજમાં અશિક્ષિત સ્ત્રીઓ નર્ક જેવી જ જીંદગી જીવે છે. પતિનો માર સહન કરે છે. તેને સળગાવી દેવામાં આવે છે. ક્યારેક ચારિત્ર્યના નામે તો ક્યારેક દહેજના નામે. અમુક ટકા સ્ત્રીઓ એવી પણ છે જે સ્વતંત્રના નામે સ્વછંદી બની ગઇ છે. પણ મોટા ભાગે આજેય સ્ત્રીઓની દશા બહુ સારી કહી શકાય એવી તો નથી જ. એની સામે આજની શિક્ષિત નારી ખૂબ આગળ નીકળી ગઇ છે. તે બધાંજ ક્ષેત્રમાં પોતાની શક્તિનો પરિચય બતાવી રહી છે. જેમ દ્રૌપદી રૌદ્ર રૂપ ધારણ કરીને મહાભારતના યુધ્ધનું નિમિત્ત બની છે. અને આ પૃથ્વી પરથી પાપીઓનો નાશ કરાવે છે. એવી જ રીતે આજની નારી પણ સમય આવ્યે રણચંડી બનીને પોતાના પરિવારનું રક્ષણ પણ કરી જાણે છે. નોકરી અને મહેનત કરીને પરિવારનું ભરણપોષણ પણ કરી શકે છે. કોઇ ક્ષેત્ર એવું નથી રહ્યું કે જ્યાં સ્ત્રી પોતાની આવડત પુરવાર ન કરી શકી હોય. આજની આધુનિક દ્રૌપદી ડોક્ટર વકીલ પાયલોટ વૈજ્ઞાનિક… દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે. દ્રૌપદી હિમાળે હાડ ગાળવા પતિઓ સાથે જાય છે આજની દ્રોપદી એવરેસ્ટ સર કરીને પાછી ફરે છે. અને એ પણ એક પગ કપાય ગયો હોય છે. અને પગ લાકડાનો હોય છે ત્યારે. આ વાત છે અરુણિમાની જે ફૂટબોલ ચેમ્પીયન હોય છે. એને  ચાલુ ટ્રેને બદમાશોએ ફેંકી દીધી હોય છે. ત્યારે મોત સામે ઝઝૂમીને એ કંઇક કરી બતાવવાનો પડકાર ઝીલે છે. અને અશક્ય લાગતી વાતને શક્ય બનાવે છે. પોતાના આત્મબળથી અંદરની શક્તિને જાગ્રત કરી દે છે! અને પગ કપાઇ ગયા પછી એવરેસ્ટ સર કરીને, પંગુમ લાંઘયતે ગિરિમમ.. શ્લોકને સાચો પાડે છે!

એવી ઘણી સ્ત્રીઓ છે જેને સમાજે અન્યાય કર્યો હોય, મરવા મજબૂર કરી હોય છે. પણ મોતને માત આપીને પછી એવા કાર્ય કરી જાય છે કે એ જ સમાજ તેના પગ પૂજે છે. 

     બસ આજની વીર દ્રોપદીઓ હજુ વધુને વધુ આગળ વધતી રહે. કોઇની દયાથી કે અનામત સીટોથી નહિ પણ પોતાની પુરી આવડત ભણતર અને કોઠાસુઝથી આગળ ધપતી રહે એવી શુભેચ્છાઓ.

__________________________________

૧૫)  આરતી સોની

શીર્ષક : શિતાબી પગલું

શબ્દ સંખ્યા ગદ્ય : 1,293

કૃષ્ણને પ્રેમ કરતી દ્રોપદીને સ્વયંવરમાં પ્રાપ્ત કરીને અર્જુન ઘરે લઈ આવ્યો, પરંતુ માતા કુંતીએ એને જોયા વગર જ ફેંસલો આપી દીધો હતો કે, પાંચેય ભાઈઓ વહેંચી લો અને દ્રોપદીએ બાંધી મૂઠી લાખની! માતા કુંતીનો ફેંસલો સર આંખો પર રાખી સ્વિકારી લીધો હતો. પરંતુ શું આજની નારી સ્વિકારશે? ના‌.. આંખો ખુલ્લી રાખીને પોતાના ફેંસલો જાતે કરતી થઈ ગઈ છે. એક સમયે કદાચ માતા-પિતાના સન્માન ખાતર પણ એમનો ફેંસલો સ્વિકારશે પણ સહન તો નહીં જ કરે. આજે મારે એવી જ એક કામિની નામની છોકરીની વાત કરવી છે. જે બળાપો પોકારી જીવન સામે ઝઝૂમી લડત આપે છે, અંતે પ્રેમને પામે છે.

*******************

“સાંભળો છો? મુંબઈના ડાયમંડના વેપારી સોહનલાલના દીકરા સંજય માટે સામેથી આપણી કામિ માટે માગું આવ્યું છે. આ વખતે આ છોકરા જોડે પાક્કું થઈ જાય તો મન ટાઢુંબોર થઈ જાય.”

ચિંતિત મીનાબેને જમવા બેઠેલા કંચનલાલને ગરમ ગરમ રોટલી પીરસતાં કહ્યું.

“પણ આ આપણી કામિ માને તો ને!! ‘હમણા લગ્નની વાત ન કરો, બહુ વહેલું છે..’ એવી જીદ્ પકડી બેઠી છે.”

“તે એનું શું સાંભળવાનું? આવું ઘર ક્યાંથી એને મળવાનું હતું? આ તો સોહનલાલ અને મંજીબેને ક્યાંક લગ્નમાં જોઈ અને પસંદ પડી ગઈ હતી!! એમણે વાયા વાયા તપાસ કરાવીને માગું મોકલ્યું છે.”

કંચનલાલ પણ સોહનલાલની સાખ જાણતાં હતાં. ‘સગુ જતું રહેશે તો?’ એવી ચિંતા એમને વધારે સતાવતી હતી, એટલે કોળિયો ગળેથી નીચે ઉતારવો મુશ્કેલ થઈ ગયો, ભાત ખાધા વગર થાળી ખસેડી ઊભા થતાં બોલ્યાં,

“કોઈપણ સંજોગોમાં આ સગપણ ગુમાવવું યોગ્ય નથી. આપણી કામિના ભાગ્ય ખુલી જાય! જો.. આટલાં મોટાં ડાયમંડના વેપારીને ત્યાં વહુ થઈને જાય તો.”

બેંકમાં નૉકરી કરતાં કંચનલાલ અને મીનાબેનને એકની એક દીકરીની સતત ચિંતા સતાવતી રહેતી હતી. દરવખતે કામિનીના નકારને કારણે આ વખતે એને જણાવ્યા વગર જ સોહનલાલના દીકરા સંજય સાથે કામિનીને જોવાનું ગોઠવી રવિવારે નિમંત્રણ આપી દીધું હતું.

રવિવારે સવારે કામિની ઉઠતાં વેંત પપ્પા કંચનલાલનો ઑર્ડર છૂટ્યો, 

“આ વખતે કોઈ જ પ્રકારની ચૂ.. કે, ચા.. નથી કરવાની. નાહી ધોઈને તૈયાર થઈ જાઓ, મુંબઈથી મહેમાન આવવાના છે, આ વખતે સગપણ થઈ જાય એટલે અમને શાંતિ.. ગંગા નાહ્યાં!!”

“પપ્પા.. તમે મને પુછતાં પણ નથી અને જોવાનું ગોઠવી દો છો? અને આ ગંગા નાહ્યાં એટલે..? હું તમને કંઈ નડું છું?”

મીનાબેને વચ્ચે પડીને વાત વાળતાં કહ્યું,

“ના કામિ બેટા એવું કંઈ હોય! તું અમને નડે? લગ્ન કરીને ઠરીઠામ થઈ જાય એટલે અમને શાંતિ. નાહ્યાં એટલું પુણ્ય!! તારી લગ્ન કરવાની યોગ્ય વય આવજો કહીને જતી રહે એ પહેલાં વ્યવહારું નિર્ણય લેવો અમારી ફરજ બને છે બેટા.. તને લગ્નને માંડવે જોવા માંગીએ છીએ!”

“મમ્મી હું એને બરાબર જાણીશ, સમજીશ પછી જ લગ્ન કરીશ. હું ઉતાવળે લગ્ન કરીને પસ્તાવા નથી માંગતી.”

કામિની મનમાં બબડતી બાથરૂમમાં શાવર લેવા જતી રહી. મહિના પહેલાં કૉલેજના ફ્રેન્ડસ્ સાથે ગોવામાં એમની સાથે કરેલી તોફાન મસ્તી યાદ કરીને પાણી સાથે ગેલ કરી રહી હતી. વરુણ સાથે વિતાવેલી પળો યાદ કરતાં કરતાં એને ભાવિ પતિ તરીકે સપના સજાવી રહી હતી. એકબીજાની સંમતિથી ચેનચાળા સાથે બેઉંએ સહવાસ પણ માણી લીધો હતો.. આમ આખી ટ્રીપ એણે વરુણ સાથે જ વિતાવી હતી, બધાં ફ્રેન્ડસ એકજ ગ્રુપમાં સાથે ગયાં હતાં. એટલેજ બધાંની છેક સુધી એક જ કંમ્પ્લેઇન હતી કે, ‘કામિની, તું આવી અમારી સાથે હતી, પણ અમારા બદલે બધો સમય તેં વરુણ સાથે જ વિતાવ્યો છે.’

બપોરે મુંબઈથી મહેમાન આવી ગયાં. કામિનીના ધમપછાડા કે રિસાવાનું કંઈજ કામ ન લાગ્યું. કામિનીને પોતાની મરજીની હા કે ના કહેવાનો મોકો પણ એના મમ્મી-પપ્પાએ આપ્યો નહીં.

સંજયને કામિની જોતાં વેંત ગમી ગઈ અને સોહનલાલને તો કામિની ગમતી જ હતી. કામિની હતી જ એટલી કામણગારી, મનમોહિત કરી નાખે એવી હતી. એમણે ઘડિયાં લગ્ન કરવાની શરત કરી. સંજય એની બહેન કરતાં પાંચ વર્ષ મોટો હોવાથી એના લગ્ન પછી જ નાની બહેનના લગ્ન કરવા એવું નક્કી હતું. સંજયની બહેનની સગાઈ બે વર્ષથી થઈ ગઈ હતી અને એના સાસરેથી લગ્નની ઉતાવળ કરાવી રહ્યાં હતાં.

એક જ અઠવાડિયામાં ધામધૂમથી વાજતેગાજતે લગ્ન કરવામાં આવ્યાં. લગ્ન પછી મુંબઈની રિતભાતથી અજાણ કામિની સેટ કરવા પોતાને પ્રયત્ન કરતી રહી. 

સંજય અમીર ઘરનો ઉડાઉ અને રંગીન મિજાજી હતો. સંજયે નિત નવા ફ્રેન્ડસ સાથે પાર્ટીઓમાં ડ્રિન્ક લેવું, એવો શોખ પાળી રાખ્યો હતો અને રોજ પીધા પછી જાનવર બની જતો. થોડાંક સમય સુધી કામિની સાથે આમ વ્યવહાર ચાલ્યો પછી બધું બદલાતું ગયું. અમીર જાયદાદોને ચમચાગીર મિત્રો તો મળી જ રહેવાના. પછી તો રોજેરોજ મોડા આવવું અને બહાર અલગ અલગ પાર્ટનર સાથે પથારી ગરમ કરીને અડધી રાત્રે ઘરે આવવું, એ રોજનું થઈ ગયું હતું. બહાર જ્યારે કોઈ ન મળે એ દિવસે કામિનીને પથારીમાં ખેંચતો. 

એવામાં એના સાસુમા કોઈ બિમારીમાં દેવલોક પામતા એકમાત્ર એનો સહારો છીનવાઈ ગયો હતો. 

નશામાં ધૂત સંજયે એકવાર એના ખાસ મિત્ર, જે લગ્ન વખતે એનો અણવર બન્યો હતો, મનિષના હવાલે કરવાની કોશિશ કરી. જબરજસ્તીમાં ઝપાઝપી થઈ ગઈ અને કામિનીના માથે વાગી જતાં બેભાન થઈ ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી. સનસની ગયેલી કામિની કોઈપણ સંજોગોમાં એના હવાલે ન થવામાં સફળ રહી હતી. આવું બધું હવે એના માટે કાયમનું થઈ ગયું હતું. પણ હિંમત હારે એમાંની નહોતી, એ સામનો કરતી રહી. સમાજના ડરથી અને પોતાના મમ્મી-પપ્પા દુઃખી થવાના ડરથી અંદરોઅંદર ઘુંટાતી, બાંધી મૂઠી લાખની એમ ઘરની વાત ઘરમાંજ રહે એ વિચારે કંઈપણ કહેવાની હિંમત નહોતી જુટાવી શકતી.

એવામાં સંજયના કારનામોથી દુઃખી કામિનીના સસરાને મૅસિવ હાર્ટએટેક આવતાં એ પણ ગુજરી ગયાં હતાં. બે વર્ષથી પીસાતી રહેલી કામિની શરીરથી પણ સાવ લેવાઈ ગઈ હતી. એનાથી ના રહેવાય કે સહેવાય જેવું હતું. ભીતરથી પ્રેમ માટે વલખાં મારી રહી હતી. અને અચાનક એક પાર્ટીમાં એનો જુનો ફ્રેન્ડ વરુણ ભટકાઈ ગયો. કામિનીએ દૂરથી હાથથી ઈશારો કરીને પુછ્યું, 

“હાય.. તું અહીં ક્યાંથી?”

વરુણે દૂરથીજ કહ્યું, “હાય.. એક ફ્રેન્ડની બર્થ-ડેમાં આવ્યો છું.”

આ બે વાક્ધારા પછી એમની મુલાકાતો વધતી ગઈ. કૉફી પીવા કે કોઈકવાર મૉલમાં, બેઉં એકબીજાને મળતાં રહ્યાં અને એકબીજાની નજીક ફરીથી ખેંચાતા ગયાં. એકલતામાં પીસાઈ રહેલી કામિની, વરુણને મળીને પોતાપણું મહેસૂસ કરતી. આમ પ્રેમનો સેતુ બેઉંની વચ્ચે ગાઢ થતો ગયો. વરુણ એની મીઠી વાણીમાં મંત્રમુગ્ધ હતો, તો કામિની વરુણના પ્રેમના રંગમાં રંગાઈ ગઈ હતી. આમ અનેકવારની આ મુલાકાતો મુગ્ધ અને પવિત્ર હતી. 

આકાશ પર પહોંચેલો વ્યક્તિ જો સ્નિગ્ધતા ન કેળવે તો પાતાળ પર પછડાતા વાર નથી લાગતી. આમ સંજયે કરેલા પાપોનું પોટલું ભરાઈ ગયું હતું. રોજની ગંદી આદતો અને બેફામ રૂપિયા ઉડાવવા અને રખડપટ્ટીને કારણે ધંધામાં ધ્યાન ઘટતા, ખર્ચા વધારે અને આવક ઘટતી ગઈ. જેને કારણે ધંધો ઠપ્પ થતો ગયો. બેંકમાંથી લીધેલી લોનના હપ્તા ધીમે-ધીમે ચઢતાં ગયાં. બેંકે ધંધાની જગ્યાએ સીલ મારીને રહેઠાણની મિલકત પર નોટિસ ફટકારી દીધી. દરદાગીના તો ક્યારનાયે વેચાઈ ગયાં હતાં, ઘર દેવા તળે દટાઈ ગયું. 

દારૂના નશામાં ધૂત સંજયની બુદ્ધિ સંકુચિત થઈ ગઈ હતી. બેંક ઓફિસરો સાથે મિટીંગમાં સેટલમેન્ટ થયું. લોનની સેટલમેન્ટ રકમ ભરપાઈ થાય ત્યારબાદ સીલ લાગેલી જગ્યા પાછી મળી શકે. પરંતુ એટલી રકમ પણ એના પાસે ન હોવાથી સંજયે હજીયે ઓછી રકમની રજૂઆત કરી, પરંતુ લાલચુ ઓફિસરોએ એને સકંજામાં લઈને એક બીજો પ્રસ્તાવ મૂક્યો હતો, પહેલાં તો સંજય લગીર ખિચખિચાયો પણ કામિનીનો સોદો કરવામાં એને કોઈજ ફરક નહોતો પડતો. 

કામિનીને બેંકના સાતેય ઓફિસરોને હવાલે કરવાનો સોદો કરીને, હદ વટાવી દીધી હતી. આવી વાતની કામિનીને ખબર પડતાં પગ તળેથી જમીન સરકી ગઈ, ધોળા દિવસે તારાં ખરતા દેખાવા લાગ્યાં હતાં. એણે ઉગ્ર પ્રતિઘાત કરીને ચોખ્ખી ના પાડી દીધી. ખરેખર એનું ચિરહરણ થતું દેખાયું. ‘મહાભારતમાં દ્રોપદીના ચિર પુરવા ભગવાન કૃષ્ણ આવ્યાં હતાં. અત્યારે આ જમાનામાં મારી લાજ કોણ રાખશે? મારું શું થશે?’ એવાં વિચારથી થથરી ઉઠી હતી. સંજયે એનો મોબાઈલ પહેલેથીજ છીનવી લીધો હતો. મનોમન વરુણને યાદ કરવા લાગી.

કોઈપણ સંજોગોમાં જાનવરોને હવાલે ન થવું. એને રૂમમાં બંધ કરી પૂરી દીધી હતી. એણે ખરા દિલથી કૃષ્ણને યાદ કર્યા અને પોતાની રક્ષા કરવા આજીજી કરતી રહી. 

ઘરમાં ચહલપહલ વધી જતાં એ સમજી ગઈ હતી કે કંઈક અજુગતું બની રહ્યું છે. એણે તિરાડમાંથી જોવા પ્રયત્ન કર્યો. દારુની મહેફિલ ચાલી રહી હતી. દરવાજો ખૂલ્યો. હિંમત એકઠી કરી, કોઈપણ સંજોગોમાં અહીંથી માત આપી છુટવા માંગતી હતી. અત્યારે એની કોઈ જબરદસ્તી કામ લાગે એ સમજી ગઈ હતી. એણે અત્યારે બુદ્ધિથી કામ લેવાનું હતું. એમની મહેફિલમાં એ પણ જોડાઈ અને આઘીપાછી થઈને મેઇન ડોર ખોલી ભાગવામાં અંતે સફળ રહી હતી. એ સીધી પોલીસ સ્ટેશનમાં પહોંચી સઘળી હકીકતની રજૂઆત કરી. પોલીસે એજ વખતે સંજયના ઘરે રેડ પાડી, બધાને ગિરફતાર કરીને સંજયના ચૂંગાલમાંથી બચાવીને અને કામિનીને શાબાશી આપીને એને એના પિતાને ત્યાં મૂકી આવ્યાં હતાં. 

કામિનીના પપ્પાને ભારોભાર પસ્તાવો થયો કે, દીકરીનું માનીને થોડુંક ધીરજથી કામ કર્યુ હોત અને કદાચ એ વખતે ખાલી પૈસો જોઈને ઘાઈ ઘાઈમાં, શિતાબી પગલું ન ભર્યું હોત  તો કામિનીને આ નર્ક સમાન જિંદગી જોવાનો વખત ન આવ્યો હોત અને કામિનીની માફી માંગી હતી. આગળ જતાં વરુણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને કામિનીના પ્રેમની જીત થઈ હતી.

__________________________________

૧૬) પૂજા (અલકા) કાનાણી.

શીર્ષક_”આજકી નારી સબપે ભારી”

શબ્દ__૧૧૧૧

  દ્રોપદી એક એવું વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી કે જેને ૨૦૨૦ ના સંદર્ભમાં આલેખવી એ એક પડકાર જનક કામ કહી શકાય.આદિકાળ થી આજની અર્બન સ્ત્રી સતત પોતાની જાતને બદલતી રહી છે.બદલાવ અને સ્ત્રી, જાણે એકબીજાનાં પર્યાય બની ગયા છે.તો આવી ૨૦૨૦ ની મારી નટખટ ,ચંચળ અને સતત પ્રશ્ન પૂછનાર,તર્ક લડાવનાર,નવી દિશા દેખાડનાર હસતી અને હસાવતી  દ્રોપદીને મળવું છે ને ?તો ચાલો મારી સર્જનયાત્રામાં.

દ્રોપદીને  પ્રશ્નો પૂછવાની બહુ ટેવ .તેની માતા હમેશાં તેને ટોકતી .પણ આજની આ દ્રોપદી જડબાતોડ જવાબ આપે. “તને નહીં પૂછું તો કોને પૂછું?. આપણાં ભારતનાં સંવિધાનમાં પણ વ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર છે. મને પ્રશ્નો પૂછવા બાબતે ટોકવા કરતા ,હું ને ભાઈ બધાં કામ કરી શકીએ એવો નિયમ બનાવ.આ ધૃષ્ટદ્યુમ્નને પણ બધાં કામ કરતાં શીખવજે. આજનાં યુગમાં એવું કશું નથી કે આ કામ સ્ત્રી કરે અને આ કામ પુરુષ કરે.બન્ને એક બીજાનાં કામ કરી શકે.અને હા ભાઈને રસોઈ કરતાં શીખવજે. નહીંતર દુઃખી થશે બિચારો.તું આખો દિવસ રસોઈ શો જુવે છે ને?(જોકે એમાંથી શીખી કશું બનાવતી નથી) એમાં વધારે પડતા પુરુષો જ હોય છે ને ? હું તો દરેક કળામાં નિપુણ છું.ગન ચલાવતાં શીખીને લાઇસન્સ લઈ લઈશ .જેથી મારો સ્વબચાવ કરી શકું.( આજ કાલ રેપ કેસ કેટલા થાય છે)

       મારાં લગ્નની તમે ચિંતા ના કરો .મારી ટાટા કંપનીમાં H.R. ડિપાર્ટમેન્ટમાં સારા હોદા પરની જોબને કારણે માગાના ઢગલાં આવશે. પપ્પા ને

 ભાઈ પેલાં સર્વગુણ સંપન્ન કૃષ્ણની જ વાતો કર્યા કરે છે.તો એની સાથે જ પરણાવી દો ને?( એની વાતો સાંભળી હું તો ક્યાંક મનોમન પ્રેમ કરવા લાગીશ) અને તમે બધાં મારા સ્વયંવરની શું વાતો કરો છો? એ પણ આ યુગમાં?( જોકે કરવી જ પડે હું રહી સર્વગુણ સંપન્નનને આટલા માગા આવે ! એ બહાને કદાચ કૃષ્ણને પતિ તરીકે  મેળવી શકું.)

     જોરદાર હો.. કૃષ્ણનું નામ લીધુંને એ હાજર? બાપરે કેટલો સોહામણો લાગે છે. જોતા જ ભાન ભૂલી જવાય.બિલકુલ અક્ષયકુમાર જેવો.પણ, આતો મારા સ્વયંવરનો પ્લાન કરવા અને મારા પપ્પાને સલાહ દેવા આવ્યો હતો. “અંકલ એક વેડિંગ પ્લાનર બોલાવી બધું પ્લાન કરી લો.અને ખાસ તમારી દીકરી ગન ચલાવવાનો શોખ ધરાવે છે અને કરાટે બ્લેક બેલ્ટ ચેમ્પિયન પણ છે.તો એનાં માટે એક કોર્નર પર એવી વ્યવસ્થા કરજો જેથી મુરતિયાની આ તાલીમની પરીક્ષા લઇ શકાય.” આમ કહી અઠવાડિયા પછી સ્વયંવરમાં આવવાનું વચન આપી ચાલ્યો ગયો.

      આ તરફ મારાં લગ્નની તૈયારી ચાલવા લાગી. મેં પણ સારામાં સારા પાર્લરનુ  મોંઘુ પેકેજ બુક કરાવ્યું.અને સ્વયંવરના દિવસે સોળે શણગાર સજી હું લગ્નમંડપમાં આવી.પણ આ શું? બધા મુરતિયાનાં મોઢા જોઈ હું તો હતપ્રત થઈ ગઈ! બાયોડેટા માં મોકલેલા ફોટામાં કેવા રૂડા રૂપાળા લાગતા હતા અને રિયલમાં ?(આ નક્કી ફોટો શોપની કમાલ છે) આ બધાં ગમે એટલા હોશિયાર હોય હું તો ના જ પાડી દઈશ ! આવાને  પરણાય ?

    ઓહો! આમાં થી તો કોઈને સરખી ગન પકડતાં પણ નથી આવડતું.પણ આ બધામાં એક વરુણ ધવન જેવો દેખાતો છોકરો ઊભો થયો . કર્ણ નામ હતું એનું.જેવી ગન હાથમાં લેવા ગયો ત્યાં બધાં બૂમો પાડવા લાગ્યા આને કાઢો આતો નિમ્ન જ્ઞાતિનો છોકરો છે. એને બાયોડેટા માં પણ ઘણી છેડછાડ કરી છે.નિમ્ન જ્ઞાતિનો હોય એ સમજી શકાય .પણ ખોટું બોલ્યો એ મનેનાં ગમ્યું એટલે મેં પણ ના પાડી દીધી.

  મેં કૃષ્ણ સામે જોયું અને એણે સામે ખૂણામાં બેઠેલાં ગરીબ બ્રાહ્મણ સામે જોઈને  ઉભા થવા ઈશારો કર્યો.આતો રણબીર સિંહ જેવો દેખાતો હતો.ગન હાથમાં લઈ સીધું નિશાન તાકી લક્ષ્ય વિંધી નાખ્યું . કૃષ્ણનાં આદેશ થી મેં તેમને વરમાળા પહેરાવી દીધી.પણ મનમાં થયું .આ ગરીબ બ્રાહ્મણ કરતાં મારી કોલેજનો કોઈ પૈસાદાર છોકરો છોકરો પટાવી લીધો હોત તો?

    ગરીબ બ્રાહ્મણ પાસે કાર તો ક્યાંથી હોય! રીક્ષામાં મારી વિદાય થઈ.નાનકડા ઘર આગળ રીક્ષા ઊભી રહી.ત્યાં ઘરની અંદર એક આધેડ ઉંમર સ્ત્રી પૂજા કરતી હતી. અમને વગર જોયે બહાર ઉભા  રાખી દીધા.ત્યાં મારાં પતિ દેવ બોલ્યા “મા જો આજે અમે એક અદ્ભુત ભિક્ષા લઈ આવ્યા છીએ” મને તો મનમાં થયું આ ગરીબ બ્રાહ્મણને ભિક્ષા સિવાય કંઈ વિચાર આવે? સાવ મંદબુદ્ધિના છે મારા પતિ.અને મા પણ કેવી !કહે ” તમે જે વસ્તુ લાવ્યા હોય તેનો પાંચેય ભાઈઓ સરખા ભાગે ઉપભોગ કરો”અરે યાર સાવ આવું? હું વસ્તુ? ત્યાં કૃષ્ણ અને બલરામ આવ્યા.કૃષ્ણ એ યાદ દેવડાવ્યું .ગયા જનમમાં ભગવાન શિવ પાસે પાંચ ગુણ વાળો પતિ માંગ્યો હતો. તો હવે વરદાન પૂરું કરવું પડશે.અને પાંચેય ભાઈઓ સાથે એક એક વર્ષ વિતાવવું પડશે.બાકી હું વચન આપું છું.મારી જ્યારે જરૂર પડશે ત્યારે હું હાજર હોઈશ.એ એક બેસ્ટ ફ્રેન્ડનુ પ્રોમિસ છે.

   થોડા સમય પછી ખબર પડી.આ ગરીબ બ્રાહ્મણ પાસે પ્રોપર્ટીનો પાર નથી. આતો દુશ્મનોથી બચવા ગરીબ હોવાની ચાલ હતી.મોટા સસરાએ અમને માન સન્માન સાથે તેડાવ્યા.અને મોટાં બંગલામાં નોકર ચાકર સાથે રહેવાની વ્યવસ્થા કરી આપી.મારા પિતાએ પણ અમને ઘણી ભેટ મોકલવી.સાથે સાથે અમારાં ઘરે કામ કરતી અમારી મેડ નિતંબીનીને  પણ મોકલી. મેં તો અર્જુનને કહી દીધું( મને તેની સાથે વધારે ફાવતું) i phon 11 pro લઈ આપે .મોબાઈલ આવ્યા પછી હું સેલ્ફી લીધાં કરતી.પણ દુર્યોધનની પત્ની ભાનુમતીને ગમતું નહિ .એ મોં બગાડતી. મેં તો મારા સાસુ કુંતાને કહ્યું” આ ભાનુંને શું પ્રોબ્લેમ છે? એના પતિમાં અવગુણ હોય, દારૂ પીએ જુગાર રમે એમાં આપણે શું કરીએ?”

  મારી મેડ હેરસ્ટાઈલ કરવામાં બહુ માહેર હતી.મારી દેરાણી_ જેઠાણી અવાર_નવાર તેને બોલાવતી.અને એ બધી જગ્યાએ જઈ મારા માટે સમાચાર લઈ લાવતી.(એ બહાને મને આખા ઘરમાં શું ચાલે છે ,એની માહિતી મળી રહેતી.)એક દિવસ એ ભયાનક વાત જાણી લાવી કે મોટા સસરાના દીકરાઓ અને મારા પતિઓ વચ્ચે પ્રોપર્ટીને લઈને મોટે પાયે વિવાદ થયો છે. અને પ્રોપર્ટીના ભાગ પાડી દીધા છે.અને અમારાં ભાગે શહેરની બહારના  ભાગમાં ખાંડવવન જેવો જંગલનો એરિયા આવ્યો છે.અમે તો એ પણ સ્વીકારી લીધો.(વડીલોની આજ્ઞાનું પાલન કરવું એ તો મારાં પતિદેવોનો મૂળમંત્ર હતો ને?)

સારા બિલ્ડરને બોલાવી .પાંચ મોટા બંગલા ,બાગ બગીચા અને વચ્ચે સ્વિમિંગ પૂલ તેમજ, જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળનો આભાસ થાય એવી જગ્યાનું  નિર્માણ કરવાનું નક્કી કર્યું.થોડા સમયમાં બંગલાના નિર્માણનું કાર્ય પૂર્ણ થયું. સગાં સંબંધીઓને વાસ્તુ માટે આમંત્રણ અપાયું. દુર્યોધન,દુશાસન,દુશાલા,જામાતા બધાં આવ્યા હતા.દુર્યોધન  અને દુશાસન મારી ખૂબ મસ્તી કરતાં હતાં.હું ને ભીમ વારે વારે ઉશ્કેરાય જતા હતાં. વડીલોની હાજરી અને પ્રસંગના બગડે એ બીકે અમારે મૌન રહેવું પડતું હતું. જમ્યા પછી બધાને બંગલાનું બાંધકામ જોવા લઈ ગયા.ત્યાં સ્થળ વાળી જગ્યા એ દુર્યોધન લપસી પડ્યો.અને જળ વાળી જગ્યા એ  હાલત કફોડી થઈ ગઈ. કપડાં ભીનાં થયાં .અને મહેમાનો વચ્ચે તેની ભારે બેઇજ્જતી થઈ. બધાં જોર જોર થી હસવા લાગ્યા.મારાથી અચાનક બોલાઈ ગયું ” આંધળાના તો આંધળા જ હોય ને?” આ વાક્ય તેનાં મનમાં ઘર કરી ગયું.

   થોડા દિવસ પછી દુર્યોધને મારાં પતિઓને જુગાર રમવાનું આમંત્રણ આપ્યું. મારાં પતિઓ ના પાડે ?તો તેમનો ઇગો હર્ટ થાયને? નોકર ચાકર સાથે અમે ત્યાં  ગયા અને મારાં પતિઓ જુગાર રમવા બેસી ગયાં. એક પછી એક વસ્તુ હારતા ગયા .પોતાની જાત સુદ્ધાં. નિતંબીની સમાચાર લાવી કે મને દાવ પર લગાવી છે.મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.(એક તો હું પિરિયડમાં હતી એટલે મૂડ સ્વિંગ પણ હતો) દુશાસન મારા વાળ ખેંચી લઈ જવા આવ્યો. મેં ત્રાડ નાખી! બધાનો ઉધડો લીધો.શું સમજો છો!તમારા મનમાં ?સ્ત્રી કંઈ વસ્તુ છે? તો હોડમાં મૂકો છો? આ તમારી ખાનદાની? આબરૂ? માણસ કહેવાને લાયક છો? એમ કહી ધબાધબી ચાલુ કરી.કરાટે ચેમ્પિયન તો હું હતી જ.નિતંબીનીને વિડિયો રેકોરડિંગ કરવાનું કહી પોલીસને બોલાવ્યા.સબૂત સાથે આખા ખાનદાનને જેલ ભેગુ કયું.

__________________________________

૧૭)  ભગવતી પંચમતીયા. ‘રોશની’

શીર્ષક : બાંધી મૂઠી.

શબ્દ સંખ્યા : ૧૩૪૭

“સીમા, આજે સાંજે ડીનરમાં તમારાં સાહેબને ભાવતાં રેડ સોસવાળા પાસ્તા બનાવડાવજો.” નલિનીએ પોતાનાં ભીનાં  રેશમી વાળમાં હેર ડ્રાયર ફેરવતાં પોતાનાં ઘરની મુખ્ય નોકરાણીને સુચના આપતાં કહ્યું. “અને તમારાં માટે શું બનાવડાવું, મેડમ?” “નથીંગ. હું સાંજે બહાર જાઉં છું. ચાર વાગ્યે મારાં રૂમમાં કોફી મોકલી આપજો.” “ઓકે, મેડમ.” કહીને નોકરાણી સીમાએ પ્રસ્થાન કર્યું. નલિની ફરી તેનાં વાળને પંપાળવામાં લાગી ગઈ.

નલિની! ચાલીસી વટાવી ચૂકેલી એક રૂપવાન અને જાજરમાન સ્ત્રી હતી. ખાસ્સી લંબાઈ ધરાવતી આ રૂપાંગનાનો તીખો નાક-નકશો જોઈને ભલા ભલા ઘાયલ થઈ જતાં. તેમાં પણ કમલપત્ર જેવી મોટી મોટી સુંદર આંખો અને કમળ જેવા ગુલાબી હોઠ તો જાણે જોનારને મૂર્છિત જ કરી દેતાં. મોંઘીદાટ શિફોનની સાડી, લાંબો ઢળતો પલ્લુ, સુડોળ ગરદન અને કમનીય કાયાની માલકિન એવી નલિની જયારે બોલતી ત્યારે એમ લાગતું કે જાણે એક સાથે સો સો કોયલ ટહુકી રહી છે! કથાકારની નવલકથાનું કોઈ પાત્ર સજીવ બનીને ધરતી પર ઉતરી આવ્યું હોય તેવું લાગતું. એની મદમાતી ચાલ, એનો ઠસ્સો કંઈક અલગ જ હતો. રાજમહેલ જેવાં “નલિની મહેલ’ નામ ધરાવતાં આલીશાન બંગલામાં તેનું જ રાજ ચાલતું. નોકરોની ફોજ તેની સેવામાં ખડેપગે હાજર રહેતી. કોઈને પણ ઈર્ષા આવે તેવું વૈભવી તેનું  જીવન હતું. આવી નલિનીને અરીસામાં પોતાનાં વાળની નાની એવી લટમાં સફેદી જણાઈ. તે નાનકડી લટને તેણે બળપૂર્વક ખેંચી કાઢી. વેદનાથી તેનાં મુખમાંથી એક દર્દભરી આહ નીકળી ગઈ. અને તેને બીજું પણ કંઈક યાદ આવી ગયું. તે ધીમેથી ઊભી થઈને પોતાનાં રૂમમાં ગઈ અને દ્વાર ચસોચસ ભીડી દીધા. સાડીનો છેડો સરકાવી તેણે લાંબી બાંયનું બ્લાઉઝ ઉતારી અરીસામાં જોયું. ગોરી ચામડી પર દાંત અને નખનાં પ્રહારથી ક્યાંક લાલ તો ક્યાંક કાળા ચકામા ઉઠી આવેલા. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે હલકે હાથે ઘા પર રૂઝ લાવવા માટે ઓઈનમેન્ટ લગાવ્યું. પછી ઉપર એન્ટી બાયોટીક પાવડર લગાવીને બ્લાઉઝ પહેરતી જ હતી કે સીમાનો અવાજ સંભળાયો. “મેડમ, કુરિયર.” નલિનીએ સાડીનો છેડો ઠીક કરતાં પૂછ્યું, “શાનું?” “મેડીકલ છે.” જવાબ મળ્યો. નલિનીએ દરવાજો ખોલી સીમાનાં હાથમાં રહેલું મોટું બોક્ષ લઈ લીધું. ને ફરી દરવાજો બંધ કરી દીધો. બોક્ષ ખોલતાં જ આંતરિક અને બાહ્ય ઈજાઓ માટેની દવાઓ અને પેઈન કિલર્સ તેની સામે જોઈને જાણે અટ્ટહાસ્ય કરવાં લાગ્યાં. તે ધુન્ધવાઈને અરીસા સામે રહેલાં ડ્રેસિંગ ટેબલ પર બેસી પડી. આંખમાંથી છૂટેલી આંસુની ધારે તેનો મેકઅપ ધોઈ નાખ્યો. મોં પરનાં ઘા પણ દ્રશ્યમાન થયાં. રડવા સિવાય દિલ હલકું કરવા માટે તેની પાસે કોઈ રસ્તો જ ન હતો. આંસુને લીધે ધૂંધળી થયેલી નજરને અરીસામાં પોતાનો ભૂતકાળ દેખાવા લાગ્યો.         

નલિની એક સામાન્યથી પણ નીચાં કહી શકાય તેવાં ઘરમાં જન્મેલી દીકરી હતી. તેનો બાપ  રામજી, મિલમાં છૂટક મજૂરી કરતો. તેની નોકરીમાં ઘરનું પૂરું થતું નહીં. દરરોજ તેને કામ મળશે કે કેમ તે પણ નક્કી ન રહેતું. અને ઉપરથી શરાબની લત. મજૂરી ન મળે તે દિવસે તો નલિનીની માતા હીરાબેનને અચૂક મારઝૂડ પણ કરતો. ચાર બહેનો અને એક નાનકડાં ભાઈમાં નલિની સૌથી મોટી. દસ-બાર વર્ષની નલિની પિતાની આ વર્તુણકથી ડઘાઈને આહ્ત થયેલી માતાની સોડમાં લપાઈને રડ્યાં કરતી. આમ ને આમ નલિની મોટી થતી ગઈ. સરકારી શાળામાં દસ ધોરણ ભણી. પણ પછી તેનાં પિતાએ તેને સ્કૂલમાંથી ઉઠાડી ઘરકામમાં જોતરી દીધી.  હીરાબેન પણ બીજાનાં ઘરોમાં કામ કરવા જતાં. તહેવારો વખતે વધુ કામ હોય ત્યારે નલિની પણ સાથે જતી. એકવાર હીરાબેન બીમાર હોવાને કારણે નલિનીને એકલાં જ કામે જવું પડ્યું. છ ઘરમાંથી એક ઘર એવું હતું કે તેમાં માત્ર બે મોટી ઉમરના પતિ-પત્ની જ રહેતાં હતાં. પત્ની બીમાર અને લગભગ પથારીવશ કહી શકાય તેવી સ્થિતિમાં અને પતિ એકદમ તંદુરસ્ત. તેની ગંદી નજરો અને ગંદી હરકતો હીરાબેન મૂંગે મોઢે સહન કર્યા કરતી. કારણ કે તેનાં ઘરમાં કામ ઓછું ને પૈસા વધુ મળતાં. એ પુરુષના બદઈરાદાથી વાકેફ હોવા છતાં તેમનું કામ છોડવા વિષે તો વિચારી શકાય તેમ પણ ન હતું. ઘરે બાળકો ભૂખ અને દારુણ ગરીબીની ભીંસમાં ભીંસાતા હતાં. તે વિચાર હીરાબેનને કામ છોડતાં અટકાવતો. 

ભારે તાવમાં તરફડતાં હીરાબેનની આંખ લાગી ગઈ અને ન બનવાનું બની ગયું. સતર વર્ષની સગીરા નલિની પર પેલાં પ્રૌઢનો રાક્ષસી પંજો ફરી વળ્યો. અને નલિની પોતાની આબરૂ ગુમાવી બેઠી. તન અને મન બંને પર ઘાનાં નિશાન લઈને આવેલી દીકરીને જોઈને હીરાબેનની હાલત વધુ બગડી ગઈ. નલિનીની સુંદરતા તેનાં દુઃખનું કારણ બની ગઈ. જેમતેમ પૈસાનો મેળ કરીને હીરાબેન નલિનીને એક લેડી ડોક્ટર સ્નેહા પાસે લઈ ગયાં. તેઓ દયાળુ અને ગરીબોની વાત સાંભળનારા હતાં. તેમણે નલિનીને શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ થવામાં ઘણી મદદ કરી. નલિની અને હીરાબેન પાસે ભીની અંખ અને જોડેલાં હાથ સિવાય કશું ન હતું. એ જાણવા છતાં ડો. સ્નેહાએ તેમને બનતી મદદ કરી. ત્યારે મા દીકરી બંનેને લાગ્યું કે દુનિયામાંથી હજુ માનવતા સાવ મરી પરવારી નથી. 

આ ઘટનામાંથી બહાર આવતાં નલિનીને ઘણો સમય લાગી ગયો. ડો.સ્નેહાએ પોલીસમાં ફરિયાદ કરવાનું કહ્યું પણ હીરાબેને ના પાડી દીધી કે ગરીબોનું કોઈ નહીં સાંભળે ને ખાલી અમારી બદનામી થશે એ જુદું. આ વાતને મનમાં જ ઢબુરી દેવામાં આવે એમાં જ સાર છે. ડો.સ્નેહાએ નીલિમાને એક એનજીઓમાં નાનાં બાળકોને સાચવવાની અને તેનાં માટે નાસ્તો બનાવવાની નાની એવી નોકરી અપાવી દીધી. તેનાથી નીલિમા ખુશ રહેવા લાગી. બાળકોને જોઈને તે પોતાનું દુઃખ ધીમે ધીમે ભૂલવા લાગી. હીરાબેનને થયું કે હવે નલિનીની હાલત સુધરી જશે. પણ, કુદરત કોઈનું ધાર્યું થવા દે ખરી? ફરી એકવાર નલિનીનાં નસીબે પલ્ટી મારી. દિન-બ-દિન નલિનીની ઉંમરની સાથે જ તેનું રૂપ પણ પરવાન ચડવા લાગ્યું હતું. સુંદર અને સુવાસિત ફૂલ જોઈને જેમ ભમરા તેનાં પર મંડરાવા લાગે તેમ જ નલિનીને હેરાન કરનારા રોમિયોની સંખ્યા વધવા લાગી. આંખ આડા કાન કરીને નલિની બધું જ સહન કરતી. તેમાં એક દિવસ એનજીઓમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ત્યાં આવેલાં એક અમીરજાદાએ લાગ જોઈને નલિનીને રૂમમાં બંધ કરી દીધી. પણ, એકવાર આવું નરક ભોગવી ચુકેલી નલિની તરત સમજી ગઈ. તે ફૂલદાની ટ્રસ્ટીના છોકરાનાં માથામાં મારીને જેમતેમ આબરુ બચાવી ભાગી છૂટી. આ બનાવ પછી તો નલિની અને હીરાબેન બંને ભાંગી પડ્યાં. રામજીભાઈનું તો માત્ર નામ જ રામજી હતું. રામ જેવાં ગુણો તો દૂર રહ્યાં પણ એક પિતા તરીકે પુત્રીની રક્ષા પણ તે ન હતો કરી શકતો. તેને પત્ની કે બાળકોની ક્યારેય પડી જ ન હતી. દારૂ પીવા મળી જાય એટલે બસ. પત્ની કે પુત્રીની આબરુની તેને કોઈ પરવા જ ન હતી. તેમાં હીરાબેન પોતાનું દુઃખ કહે તો પણ કોને? 

એવામાં હીરાબેનની એક પડોશણ જે બંગલામાં કામ કરતી હતી તેમનાં એક સંબંધીની પત્ની મૃત્યુ પામી. તેણે વાતવાતમાં હીરાબેનને નલિની માટે કહ્યું. સાથે જ ચોખવટ પણ કરી કે શેઠની ઉંમર પીસ્તાલીશની આસપાસ હશે. પણ આલીશાન બંગલો છે ને લખલૂંટ રૂપિયો. ઉંમર સામે ન જોઈએ તો બીજો કોઈ જ વાંધો નથી. હા, એક દીકરી છે જેને વિદેશમાં પરણાવી છે. માંડ ત્રણ ચાર વર્ષે એકાદવાર દેશમાં આવે છે. હીરાબેનને ઉમર તો વધુ લાગી જ ને ઉપરથી આગલા ઘરની દીકરી. પણ જયારે હીરાબેને તેમનું ઘર દૂરથી જોયું ત્યારે જ તેઓ નલિની માટે એ ઘરના સપના જોવા  લાગ્યાં હતાં. જોકે નલિની મા અને ભાઈ બેનોને ગરીબીમાં સબડતાં છોડીને જવા માંગતી ન હતી. પણ હીરાબેને કહ્યું, “બેટા, અમારું ન વિચાર. તારો વિચાર કર. તું આ ગરીબી ને તક્લીફોમાંથી છૂટી જઈશ. જ્યારે તું બહાર નીકળે છે ત્યારે પેલો ગુંડો ભવરલાલ તારો પીછો કરે છે એ પણ મને ખબર છે પણ આપણે કંઈ જ કરી શકીએ તેમ નથી. ઉંમર મોટી છે પણ તું પરણી જાય તો પછી કોઈ તારી સામે જોવાની હિંમત પણ ન કરે. માટે પરણી જા, બેટા. આપણી મૂઠી બંધ રહી જાય.” નલિનીને માની વાત ગળે ઉતરી ગઈ. તેણે હા પાડી. થનાર પતિ મહેશ સામે એક જ શરત મૂકી કે પોતાનાં મા-બાપ અને ભાઈ-બેનને પોતે આર્થિક મદદ કરશે.  મહેશને આવી રૂપસુંદરી મળતી હોય તો આટલું કરવામાં કોઈ જ વાંધો ન હતો. તેની પાસે મિલકત તો ખૂબ હતી જ. એટલે આ કજોડું આખરે દંપતીમાં પરિવર્તિત થાય એ પહેલાં જ મહેશે નલિનીના પિયરનાં સભ્યો માટે મકાન અને ફિકસ માસિક રકમની વ્યવસ્થા કરી આપી. નલિની સાસરે આવી. તેને થયું કે આવડા મોટા મનનો માણસ છે એટલે હવે પોતે સુખી થશે. પણ રે નસીબ! જ્યાં જુઓ ત્યાં બે ડગલાં આગળ ને આગળ! મહેશનું સાચું સ્વરૂપ તેને પ્રથમ રાત્રીએ જ સમજાઈ ગયું. તે પથારીમાં માણસને બદલે હેવાન બની જતો. કોઈ ભૂખ્યું ડાંસ વરુ જેમ પોતાનાં શિકાર પર તૂટી પડે તેમ જ તે નલિની જોડે કરતો. નલિનીનું મન અને તન બંને હંમેશા ઘવાતું રહેતું. તેને ઘર છોડીને ભાગી જવાનું મન થઈ જતું. પણ મા અને ભાઈ-બહેનનાં દયામણા ચહેરા તેને ત્યાં જ રહેવા અને ન કહી શકાય કે ન સહી શકાય તેવી આ વેદના ભોગવવા વિવશ કરી દેતાં. સીમાના સ્વરે તેની વિચારધારા તૂટી અને તેણે દરવાજો ખોલી સીમા પાસેથી કોફી લીધી. ત્યાં જ તેની નજર પોતાનાં રૂમમાં ટાંગેલી દ્રૌપદીનાં ચીર પૂરતાં કૃષ્ણની તસ્વીર પર પડી. દ્રૌપદીનાં ચહેરામાં તેને પોતાનો ચહેરો દેખાયો. અને તેણે જોરથી આંખો બંધ કરી લીધી.  

બદલાઈ ગયો છે જમાનો હવે રામ નહીં આવે.

યાચના સાંભળી દ્રૌપદીની ધનશ્યામ નહીં આવે.

__________________________________

૧૮) મીનળ.પંડ્યા.જૈન

શીર્ષક: દ્રૌપદી લેખ: એક વેધક સવાલ

શબ્દ સંખ્યા:૧૧૦૮

દ્રૌપદી એટલે કૃષ્ણનાં વિરાટ દર્શનનું સ્ત્રી પુંજ. કૃષ્ણની દિવ્ય દ્રષ્ટિએ જોઈએ તો દ્રૌપદી એટલે યુગ પરીવર્તન કરાવનારી મહાન સ્ત્રી શક્તિ. 

પાંચ હજાર વર્ષ જુનાં પ્રાચીન મહાકાવ્ય મહાભારતનું અમર સ્ત્રી પાત્ર એટલે દ્રૌપદી. દ્રૌપદી એટલે વેધક સવાલ. આજે પણ દ્રૌપદીને યાદ કરીએ છીએ એટલે એવું કંઈક અદ્દભુત રહસ્ય,રોમાંચ એ સ્ત્રી પાત્રમાં છે. દ્રૌપદી એટલે સવાલો,આકર્ષણ કે આગ?

ઈતિહાસનું કોઈ સ્ત્રી પાત્ર સતી કહેવાતું હોય તો સમજી શકાય એ સ્ત્રી પાત્રનો જીવનપથ કેટલો પીડાદાયક રહ્યો હશે? સ્ત્રીને પ્રથમ અન્યાય થાય પછી જ ન્યાય મળે.માન,સન્માન,અપમાન અન્યાય,ઉપેક્ષા અને અસ્વીકાર એટલે દ્રૌપદી.

કુરુક્ષેત્રમાંથી માનવજગતને મળેલી અતુલ્ય ભેટ એટલે કૃષ્ણનાં મુખેથી મળેલ મહાન ગીતા સંદેશ અને કૃષ્ણનું વિરાટ દર્શન અને એટલું જ અદ્દભુત કૃષ્ણનું સ્ત્રી માટેનું મહાન ચિત્ર એટલે કૃષ્ણા.

પ્રાચીન ભારતનાં મહાન મહાકાવ્ય ‘મહાભારત’ અને ‘રામાયણ’ છે.બંનેમાં મુખ્ય પાત્રો યજ્ઞની પાવક જ્વાળામાંથી જન્મે છે. ફર્ક એટલો છે કે રામાયણમાં યજ્ઞપુરુષનાં પ્રસાદના ચાર ભાગ કરવામાં આવે છે અને એમાંથી કૌશલ્યા,કૈકૈયી અને સુમિત્રાને ગર્ભ રહે છે અને રામ,લક્ષમણ,ભરત શત્રુઘ્ન જેવાં મહાન પુત્રોનો જન્મ થાય છે એમ જ દ્રુપદ પુત્રી દ્રૌપદીનો જન્મ પણ યજ્ઞની પાવક જવાળામાંથી જ થાય છે.

મહાકાવ્ય મહાભારતનું મહાન નારી વ્યક્તિત્વ એટલે દ્રુપદની પુત્રી દ્રૌપદી. એક સબળ,સક્ષમ ,સતી નારી પણ આજીવન એક આગમાં ઝૂલસતી રહી.ઈતિહાસના મહાન પાત્રો ઘણું બધું કહી જાય છે એમ દ્રૌપદી પણ સ્ત્રીજીવનાં ઘણાં પાસા ઉજાગર કરે છે અને ઘણાં વેધક સવાલો પણ છોડે છે.આપણે ત્યાં ધર્મનાં અનેક સવાલોના જવાબ કે સમીકરણનો તાળો કદી મળતો નથી. આજે કે ક્યારેય મનમાં એ બંધ બેસતો નથી એવું જ મને દ્રૌપદી વિશે લાગે છે.

બાળકનાં ઉછેરમાં માતા પિતાના સ્નેહ અને સંસ્કાર સિંચનનો અમુલ્ય ફાળો હોય છે.સંસ્કૃતિમાં ગર્ભસંસ્કારનું મહત્વ છે પણ દ્રૌપદીનાં વિષયમાં તો એ પણ લાગુ પડતું નથી એનો જન્મ માતાના ઉંદરથી નહિ પરંતુ યજ્ઞની પાવક જ્વાળામાંથી થયો છે અને જન્મથી એ પુખ્ત નારી તરીકે જન્મી છે.દ્રૌપદીને બાળપણ મળ્યું જ નથી એ ઘણું સૂચક રીતે આજે પણ બંધ બેસે છે.સ્ત્રી જલ્દી જ પુખ્ત અને સમજદાર બને છે અને મા બાપનું સ્વપ્ન અને વારસો આગળ વધારવાનો પ્રયત્ન નિષ્ઠાપૂર્વક આજીવન કરે છે.

જે સ્ત્રીને બાળપણ નથી,એનાં શિક્ષણની પરવાહ કે ચિતા કોઈ પિતૃપક્ષે કરતું નથી, કોઈ મીઠી યાદોનું ભાથું નથી એને બસ સાસરે વળાવવાની ઉતાવળ માત્ર આજે પણ જોવા મળે છે.મોટી થઈ સાસરે જઈ પતિની સેવા અને વડીલોની આજ્ઞાનું પાલન કરવું એ જ શીખવાડવું અને એજ માતા પિતાનું કર્તવ્ય અને એનો સંતોષ લઈ દીકરી ઉતાવળે વિદાય કરવાની માનસિકતા આજે પણ અમર છે.

દ્રૌપદીનો જન્મ પિતાના પ્રતિશોધને આગળ વધારી જીત માટે થયો છે. જે બાળકી..ના ..ના માફ.કરશો જે સ્ત્રીનો જન્મ પ્રતિશોધને આગળ વધારી જીતાડે એવાં આશયથી થયો હોય એ સ્ત્રી કેટલી પણ સુંદર,શક્તિશાળી,અદ્દભુત કે આશીર્વાદ સંપન્ન હોય પણ કાળની કપરી થપાટો,ઘાવ અને પીડા એણે એકલીએ જ ભોગવવા પડે છે.

આજની વર્તમાન પરિસ્થિતિમાં કોઈ સ્ત્રીને દ્રૌપદી સંગ મુલવવી જ શા માટે જોઈએ ? શું માનવ સંસ્કૃતિ હજી પણ એ જ અવસ્થામાં છે ? સ્ત્રી એટલે માત્ર વેહચવાની વસ્તુ છે ? સ્ત્રી ને શ્રી કહીએ છીએ પણ એ સન્માન એણે જાતે જ મેળવવું પડે છે.

સ્ત્રી પાંચ શુ પાંચસો પુરુષોને પાળી શકે અને વખત આવે હંફાવી શકે છે જો ગોવિદ સરખી દ્રષ્ટિ અને ક્ષમતા એના પરમ પ્રિય પુરુષ કે પતિમાં હોય.

દરેક સ્ત્રીનાં મનમાં અને હૃદયમાં આજીવન એક ઈષ્ટ પુરુષની છબી હોય છે જેની શરણમાં એ હંમેશા પોતાની જાતને સુરક્ષિત માને છે એવું મોટા ભાગે સ્ત્રીને પોતાના પિતા બાદ ભાઈ કે પતિમાં મળે છે.સ્ત્રી શરીરનો ઉપભોગ કોઈપણ કરી શકે પણ એનો પ્રેમ માત્ર અને માત્ર એનાં માનસીક પતિને જ મળે છે.

કૃષ્ણનાં સ્વપ્ન સેવતી દ્રૌપદી અર્જુનને વરે છે અને આવું સાંપ્રત સમાજમાં હાલમાં પણ બને છે.સ્ત્રીની ઈચ્છા સમાજ માટે કાયમ ગૌણ જ રહી છે.

આજની નારી ઘણાં ક્ષેત્રોમાં પુરુષ સમોવડી બની છે,એની ઈચ્છા, વિચારોને સમાન તક મળી છે.વિસ્તરવા આસમાન મળ્યું છે પણ જીવન મહાભારત બને તો યુદ્ધનો ટોપલો સ્ત્રીને માથે જ હોય છે.

દ્રૌપદીએ આંધળાનો પુત્ર અંધ ને બદલે દુર્યોધનને, “સંભાળજો દિયરજી ત્યાં પાણી છે” એવું કહ્યું હોત તો પણ યુદ્ધ થવાનું જ હતું કારણકે બધાંને પ્રતિશોધ લેવો હતો.હસ્તિનાપુરનો કુરુવંશ અને દુર્યોધન સમગ્ર કાળનું મહોરું હતાં દ્રૌપદી તો નિમિત્ત હતી. આજે પણ ગૃહ ક્લેશ માટે સ્ત્રીને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.

અરે ! આપણે તો કહેવત પણ આપી છે ‘જર,જમીન જોરું ત્રણે કજિયાના છોરું’. સ્ત્રીને શારીરિક ક્ષમતા થોડી ઓછી શું મળી દરેકને એના પર રાજ કરવાનો અધિકાર જોઈએ છે.

સ્ત્રી એટલે ત્યાગની દેવી, સહનશક્તિની મૂર્તિ એટલે જ કહીએ છીએ વખત આવે એની બલી આસાનીથી લઈ શકાય.

પાંચ હજાર વર્ષ પછી પણ સ્ત્રીને થતાં અપમાન કે અન્યાયનો બદલો લેવા માટે સ્ત્રીએ આજે પણ કૃષ્ણને જ.પોકારવા પડે છે. કૃષ્ણ જ્યાં ફ્રેન્ડ,ફિલોસોફર અને ગાઈડ બની વિશ્વને માર્ગદર્શન આપે છે ત્યાં સ્ત્રીને એના સ્વમાન અને સન્માન માટે આજે પણ કૃષ્ણ સરીખા શક્તિશાળી પુરુષ મિત્રની જરૂર પડે છે. કૃષ્ણ સ્ત્રીનું લાગણીશીલ અંગ છે.

સ્ત્રીને સમાજમાં અન્યાય થતો આવ્યો છે,ચીરહરણ, બળાત્કાર કાળક્રમે વધી જ રહ્યાં છે અને એટલે જ કૃષ્ણ સરીખો કાનૂન અધિકારી કે ધર્માધિકારી અત્યંત આવશ્યક છે.

સ્ત્રીએ જાતે જ સહનશક્તિ સાથે સ્વબચાવ શક્તિ પણ કેળવવી પડશે.આજની નારી પાંચ પતિમાં વહેચાવાને બદલે આવું કેહનારને જાહેરમાં સવાલ કરી ઉધડો લેશે અને એનું અહિત કરનાર કે ઈચ્છતાં મા બાપ, પોતીકા કે પતિને વેધક સવાલ કરી દંડ આપશે ત્યારે જ આ મહાભારત રોકાશે.

સ્ત્રીનું સૌથી મોટું જમાપાસુ એની લાગણી,મમતા, સર્જન,જ્ઞાન અને ક્ષમા છે પણ આ બધું કૃષ્ણ કે કૃષ્ણસરીખી વ્યક્તિની કેળવણી હેઠળ કેળવાઈ વાજબી વ્યક્તિ અને સમાજ માટે વાપરવાની સભાનતા સ્ત્રીએ જાતે મેળવવી જ રહી. સ્ત્રીનું શિક્ષણ અને સમજ જ સમાજને નવી દિશા કે યુગ પરિવર્તન આપી શકે છે.

સ્ત્રી લાગણીશીલ ચોક્કસ હોવી જોઈએ પણ ધુતરાષ્ટ્ર જેવી પુત્રમોહાંધ કે પાકટ વય સુધી અપરિપક્વ કે મૂર્ખ બિલકુલ ના હોવી જોઈએ કારણકે ગોવિંદને મૂર્ખા બિલકુલ પસંદ નથી.

સ્ત્રી એટલે.પ્રકૃતિ અને પ્રકૃતિ પાંચ તત્વનોની બનેલી છે.સ્ત્રીમાં આકાશની વિશાળતા,પાતાળનું ગેબીપણું, જળની પોષકતા,વાયુની તિવ્રતા અને અગ્નિની ઘાતકતા રહેલી છે અને આનો સદુપયોગ કે દુરુપયોગ

યુગ નિર્માણનું કારણ બને છે.

સાંપ્રત સમાજમાં સ્ત્રીને ભલે સમાન તકો મળી પણ દરેક યુગમાં પુરુષને લાયક કે સમકક્ષ બનવા સ્ત્રીએ ઘણો જ સંઘર્ષ કરવો પડે છે. બહુ પતિત્વ સર્વસામાન્યપણે સ્વીકારાયુ છે પણ બહુ પતિત્વનાં કિસ્સા ગણા ગાંઠ્યા જ છે. ગૌતમ વંશના જટિલા દેવી સાત સપ્તર્ષિ સાથે પરણેલાં હતાં અને બીજો દાખલો હિરણ્યાક્ષની બહેન પ્રચેતીનો છે જે દસ ભાઈઓ સાથે પરણેલી.

દ્રૌપદીની સક્ષમતા,ગુણવત્તા, જ્ઞાન અને પ્રભુ આશીર્વાદ એને સતી જરૂર બનાવે છે પણ આ કાળમાં કોઈ સ્ત્રી આ રીતે રહેવાનું વિચારે તો આ સૌથી શિક્ષીત શ્રેષ્ઠતમ સમાજ એને વ્યભિચારિણી જ કહેશે.કોઈ સ્ત્રીને આ રીતે રેહવું હોય તો યુદ્ધ તેણીએ જાતે કરવું પડશે અને પોતાની યોગ્યતા અને સતીત્વ પણ જાતે જ સિદ્ધ કરવું પડશે.

આ નાજુક સમાજ સ્ત્રીને આધારિત છે અને સ્ત્રી જો વિદ્રોહ કરી સમાજવ્યવસ્થા તોડે તો સમાજ તૂટી પડે એટલે કમજોર સમાજવ્યવસ્થા ના તૂટી પડે એ માટે સ્ત્રીએ સતત તૂટતાં રેહવું પડશે કેવી વિવશતા? વિડંબના?

પુરુષ ચાહે એટલાં છાનગપતિયાં કરે પણ સ્ત્રી મુક્તપણે હસીને જીવી ના શકે બેશક ચાહે એટલું રડી શકે કારણ એની પીડામાંથી સમજશક્તિનો જન્મ થાય છે અને આજ સમજશક્તિ નવું સર્જન કરે છે અને સર્જન ભલભલાને હંમેશા નમાવે અને હંફાવે.

સ્ત્રી જ્યારે સાચી હોય ત્યારે એણે બાંધી મૂઠી જેટલી હિંમત અવશ્ય રાખવી સાથે શ્રી કૃષ્ણમાં અને પોતાના નિર્ણયમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી પણ એટલી જ અનિવાર્ય છે કારણકે ભગવાન કૃષ્ણએ ગીતામાં પણ એજ કહ્યું છે,” તમે જો તમારી જાત માટે અવાજ નહિ ઉઠાવો તો હું પણ તમારી મદદ કરવા નહિ આવું.”

__________________________________

૧૯)  ખુશાલી પટેલ

શબ્દ સંખ્યા: 917

આંગણામાં લીમડાની ટોચે બેઠેલી કોયલના ટહુકાઓથી રામસિંહની આખો ખુલી ગઈ. ” ક્રિષ્ના ઓ ક્રિષ્ના.. જો આજે કેટલા દિવસે આ કોયલડી ટહુકી હો.. એનેય ખબર પડી ગઈ કે તું આવી.” ક્રિષ્નાનો કોઈ અવાજ ના આવતા રામસિંહ તેને શોધવા લાગ્યો. ઘરની ડેલીએ નજર પડતા સાંકળ ઉઘાડી જોઈ.. “ક્રિષ્ના ઓ ક્રિષ્ના… સવાર સવારમાં ક્યાં ઉપડી ગઈ આ છોકરી..” કહેતા ડેલીની બહાર નીકળ્યો. ત્યાં તો સામેના ઘરવાળા ગંગાબા બોલ્યા.

 ” એ તો ક્યારની હેલ લઈને કુવા ભણી ગઈ. ” 

” હે ભગવાન…!” રામસિંહ બોલ્યો.. ત્યાંતો સામેથી માથે બેડું ઉપાડીને ચાલી આવતી ક્રિષ્ના દેખાઈ. 

“લે આઈ ગઈ તારી છોડી. સવાર સવારમાં બખાળો કરી મેલ્યો તારા બાપે.” ગંગાબા હસીને બોલ્યા. “નાની કિકલી નથી હવે આ એતો જો.. નવાઈનો બાપ છે તું તે…” બબડતા બબડતા ઘરમાં જતા રહ્યા.

“આપણાં ગામમાં પાણી આવે જ છે. તોય ઘરે આવે એટલે બેડું લઈને કૂવે પાણી ભરવા જાય. તું શીદને હેરાન થાય છો.” રામસિંહે ક્રિષ્નાને મીઠો ઠપકો આપ્યો. 

“બાપુ આપણાં ગામના કુવાનું પાણી સહુથી મીઠું. એની તોલે કાંઈ ના આવે. ને મને ક્યાં રોજ રોજ આ પાણી પીવા મળે છે? જ્યાં સુધી અહીં છું એ જ પીશ” ક્રિષ્નાએ હસીને જવાબ આપ્યો. 

“ઠીક, તને ગમે તે કર ત્યારે.” રામસિંહ દીકરીના મીઠા જવાબ સામે કોઈ દલીલ કરી ન શક્યો.

“ચાલો ફટાફટ કહો આજે જમવામાં શુ બનવું? જમીને પછી મારે મારા પાંડવોને મળવા જવાનું છે હો આજે તો.”

“લો.. તો તો તું સીધી સાંજે જ આવીશ. વાડીના રીંગણાં લાવ્યો હતો કાલે. ભરેલા રીંગણાં ને રોટલો કરી નાખ.. અને હા થોડી કુલેર પણ બનાવજે. બહુ સમય થયો તારા હાથની કુલેર ખાધે.” રામસિંહ.

” ભલે બાપુ. તમે દાતણ પાણી કરી નાહીં લ્યો. હું ચા બનવું અને પછી ફટાફટ રસોઈ..” ક્રિષ્ના રસોડા તરફ જતા બોલી.

******

શહેરથી દૂર એક નદી કિનારે ટેકરીઓની તળેટીમાં વસેલું ભીમપુર ગામ. જોડાજોડ ઉભેલી આ પાંચ તળેટીઓને લોકો પાંડવોની ટેકરી કહેતા. ટેકરીઓની બીજી બાજુ કલ કલ વહેતી નદી બરેમાસ પાણીથી ભરપૂર હોય. અને આ તળેટીની જમીન એવી તો ફળદ્રુપ કે જ્યાં વવો ત્યાં સોનુ ઉગે. રામસિંહના દાદા અંગ્રેજો સામે સ્વતંત્રતા ચળવળમાં લડતા હતા. અંગ્રેજોના જૂઓ ત્યાં ઠારના આદેશ સામે તે પોતાના સાથીઓ સાથે આ ટેકરીઓની તળેટીમા આવીને છુપા વેશે રહ્યા હતા. ત્યાર બાદ દેશની આઝાદી સાથે  ટેકરીઓની તળેટી ધીમે ધીમે ગામમાં ફેરવાઈ ગઈ. 

ક્રિષ્ના લગભગ ત્રણેક વર્ષની હતી અને માનો પાલવ કુદરતે ઝુંટવી લીધો હતો. પણ રામસિંહે જીવની જેમ એનું જતન કર્યું. જન્મથી જ કુદરતના ખોળે ઉછરેલી ક્રિષ્નાને કુદરતનું અનેરું આકર્ષણ રહેતું. ખૂબ સારા અભ્યાસ અને મહેનત સાથે આજે તે એક IAS ઓફિસર બનીને આ નાનકડા ગામ અને રામસિંહનું નામ ઉજળું કરી રહી છે. તે ઘરે આવે અને જ્યારે સમય મળે ત્યારે  પેલી ટેકરીઓ ખૂંદવા નીકળી પડતી, કહેતી આ મારા પાંચ પાંડવો છે.

****** 

આજે પણ રસોઈ બનાવી તે પાણીની બોટલ લઈને નીકળી પડી એના પાંડવોને મળવા. તે દિવસે તેણે ટેકરી ઉપરથી નીચે તરફ માટી ભરેલા ત્રણેક ટ્રક જતા જોયા. એ તરફ કદી કોઈ વાહન વ્યવહાર હતો જ નહીં તો ટ્રક જોતા કાઈ અજુગતું લાગ્યું. બીજા દિવસે થોડી વહેલી એ ફરી ત્યાં ગઈ. આ વખતે ટ્રક પણ વધારે હતા અને આખા  દિવસમાં બે-ત્રણ વાર અવાર જવર કરી.

“અરે દીકરા આ વખતે તને ત્રણ ચાર દિવસની રાજાઓ માંડ મળી છે, એમાંય તું આખો દિવસ ટેકરીઓ ખૂંદવા નીકળી જાય છે. બેટા, બાપ જોડે તો સમય વિતાવ થોડો.” રામસિંહ ફરિયાદના ભાવ રજુ કર્યા.

“બાપુ હમણાં ટેકરીની બીજી તરફ થોડા ટ્રક્સ ને  મેં માટી લઇ જતા જોયા, બસ એ લોકોનો જ પત્તો શોધી રહી છું.” 

“હશે, કોઈ બે-ચાર ટ્રક માટી લઇ જાય તો પર્વતને શું ખોટ પડવાની છે?” રામસિંહ બોલ્યો. 

પણ ક્રિષ્નાને ચેન ના પડ્યું. બીજા દિવસે શહેરમાં જઇને બધી તાપસ કરતા ખબર પડી કે એ ટેકરીઓમાંથી  નાની ટેકરીઓની જગ્યા સરકારે કોઈ ઉદ્યોગપતિને આપી છે, જે ત્યાં ટોડ-ફોદ કરી નદી કિનારે મોટી રિસોર્ટ તૈયાર કરશે. 

બીજા  દિવસે ગામના લોકોને ભેગા કરીને તેને બધી વાત કરી. બધાનું કહેવું  હતું કે આપણી ટેકરી તો સલામત છે ને. પછી અપને શુ કામ પંચાત કરવી. સારું કે કોઈ રિસોર્ટ થશે તો આપણા જુવાનીયાઓને નોકરી મળશે, બાજુમાં જ હોવાથી આપણા ગામનું નામ થશે. લોકો ફાયદાઓ જોવા લાગ્યા. પણ ક્રિષ્નાએ લોકોને સમજાયું કે જો ટેકરીઓ નહીં હોય તો ભવિષ્યમાં ભારે વરસાદમાં પુરમાં ગામ તણાઈ જવાની પુરી શક્યતાઓ છે. નદીમાં વરસાદના દિવસોમાં ખૂબ પાણી આવે છે. આ ટેકરીઓ એ પાણીને ગામ તરફ આવતા રોકે છે. જો એ જ નહીં હોય તો કુદરતી આફતો માટે તૈયાર રહેજો. ગામના લોકોને એની વાત બરાબર લાગી. પણ હવે શું કરવું? 

સરકારમાં અરજીઓ કરી,  ઉદ્યોગપતિને મળીને બધી વાત કરી. કે રિસોર્ટ પણ પુરમાં તણાઈ જાય એવું પાણી હોય છે વરસાદમાં. પણ એની વાતોને કોઈએ ગણકારી નહિ. સરકારી ઓફિસર થઈને ક્રિષ્નાએ હવે સરકારની સામે ખુલ્લેઆમ યુદ્ધ કરવાની તૈયારી કરી, પોતાના ગામને અને પાંચ પાંડવોને બચાવવા તે ગમે તે કરવા તૈયાર હતી. અરજીઓ, વકીલો, મોટા મોટા રાજકારણીઓ નો સામનો, કોર્ટ અને પોતાની સરકારી નોકરી. આ બધી પળોજણો સામે એ એકલા હાથે ઝઝૂમી રહી હતી. 

આજે કોર્ટમાં અંતિમ ચુકાદો હતો. અને તે પોતાની સાથે ભેગા કરેલા અગત્યના દસ્તાવેજો લઇને ગામના ત્રણ ચાર લોકો સાથે જઇ રહી હતી. અચાનક રસ્તામાં તેઓ પર ઘાતકી હુમલો થયો. પણ ક્રિષ્નાએ ગમે તેમ કરી તેમનો સામનો કર્યો અને લોહીલુહાણ હાલતમાં કોર્ટમાં પહોંચી. સશક્ત પુરાવા અને વકીલની ધારદાર દલીલોના કારણે ટેકરીઓ તોડીને ત્યાં કોઈ પણ પ્રકરનું બાંધકામ નહીં કરી શકાય તેવો હુકમ કોર્ટે આપ્યો. 

ક્રિષ્નાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી. આજે મીડિયામાં તેની જ ચર્ચા છે. “પાંડવો માટે લડી આજની દ્રૌપદી…”

” બેટા તું ખરા અર્થમાં દ્રૌપદી નીકળી, કુંતા માતાને ખબર હતી કે તેમના પાંચેવ પુત્રો ખુબજ શક્તિશાળી છે. કુંતા માતા કોઈ પણ કારણોસર તેઓને જુદા પાડવા માંગતા નહોતા. તે તો દિવ્યદ્રષ્ટા હતા. માટે જ તેમણે દ્રૌપદીને પાંચ પાંડવોની પત્ની રૂપે રહેવા કહ્યું. દ્રૌપદી જ એક મજબૂત હાથ હતો  જે પાંચ આંગળીઓને બાંધીને મજબૂત મુઠ્ઠી બનાવે. જેમ તેણે પાંચ પાંડવોને અતૂટ રાખ્યા હતા તેમ તે પણ આ પાંચ પાંડવોને અતૂટ રાખ્યા” હર્ષના આસુંઓ સાથે ગર્વથી રામસિંહ બોલ્યો.

__________________________________

૨૦)  હિમાલી મજમુદાર

શીષૅક : પ્રતિશોધ

શબ્દ સંખ્યા : ૧૩૧૦

           બહ્મા,વિષ્ણુ અને મહેશ પ્રકૃતિના સર્જક છે. પ્રકૃતિ જેવું મહાન કોઈ સર્જન નથી. તેના મૂળમાં સ્ત્રી રહેલી છે, અને તેથી જ સમગ્ર સૃષ્ટિનું વહન પાંચ પાંડવ રૂપી પંચતત્વમાં સમાઈ પાંચ આંગળી દ્વારા હસ્તગત છે.

આમ સમગ્ર વિશ્વનું ભવિષ્ય, માનવજાતની ઉત્પત્તિ અને ઉત્તકષૅની હસ્તરેખા સ્ત્રીની મૂઠ્ઠીમાં એટલે કે તેના હાથમાં સમાયેલી છે. દરેક યુગમાં સ્ત્રી તેની ઓળખ અને પરખ દ્વારા ઓળખાઈ છે.ત્રેતાયુગથી લઈ આજની એકવીસમી સદી સુધીની સ્ત્રીઓએ તેના અસ્તિત્વનો પુરાવો આપ્યો છે. સ્ત્રી તેની અનેક લાક્ષણિકતાઓને કારણે પોતાનું પ્રભુત્વ જાળવી શકી છે.સીતા,દ્રૌપદી, મીરાં,શબરી, લક્ષ્મીબાઈ,જીજાબાઈ જેવા વીણેલા મોતી લઈએ તો પણ ઈતિહાસ તેના પાના ભરી શકે તેમ છે.સ્ત્રીઓ તેમની ચારૂતા,ખમીર, નિષ્ઠા, પ્રતિબદ્ધતા, સાહસ કરવાની ક્ષમતા,જેવા 

 વિચક્ષણ ગુણો અને રાજકીય કૂનેહ દ્વારા ઈતિહાસમા પોતાનું નામ અમર કર્યું છે.આમ પૌરાણિક અને આધુનિક માનવ ઈતિહાસમાં,દ્રૌપદી તો પ્રતીક છે, બાકી પંચ તત્વોથી બનેલા પાંચ પાંડવો ઉપર આધિપત્ય સ્ત્રી સંચાલિત છે.કોઈપણ ક્ષેત્રમાં સ્ત્રી તેની કાર્યકુશળતા સિદ્ધ કરી શકે છે.આજે કોઈ પણ અન્યાય સામે સ્ત્રી અવાજ ઉઠાવી તેનો ન્યાય મેળવી શકે છે. અને જ્યાં સ્ત્રી શક્તિ એકત્રિત થાય ત્યાં સત્તા, સમાજ અને ઈતિહાસને પણ ઉથલાવી નાખવાની તાકાત ધરાવે છે. કરૂણાની મૂર્તિ એવી મા,દિકરી, બહેન, પત્નિ અને સખી પોતાની તાકાત અને બુદ્ધિ બળને એકત્રિત કરી,આવેલી સમસ્યાનો શું અંજામ આપી શકે છે?એ સ્વરૂપને અને ઘટનાને આજના સંદર્ભમાં મૂલવી,સમાજ સામે મારી વાત દ્વારા રજૂ કરૂં છું.

              અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં નવનીતલાલ અને કમળાબેન પોતાના ‘ફોરમ’નામના આલીશાન બંગલામાં રહેતા હતા. પરિવારમાં વડીલના મોભાને શોભાવતા તારા બા, બે દીકરા અક્ષત અને અમર,તેમજ વ્હાલી દીકરી શૈલી. પોતાના ગારમેન્ટના ધંધામાં જ બન્ને દીકરા જોડાયેલાં હતાં.તેઓનો દેશ-વિદેશમાં વિસ્તાર પામેલો ધંધો પણ ખૂબ સારો ચાલી રહ્યો હતો.દીકરાઓને ધંધાનું કામ સોંપી,જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા. બન્ને દીકરાના લગ્ન કરી રેણુ અને જાનકી બે પૂત્રવધૂઓ ઘરમાં આવી.સુશીલ અને સંસ્કારી પૂત્રવધૂના ઘરમા આવવાથી, કૌટુંબિક જવાબદારી માંથી પરવારી જીવનના સુખદ અનુભવને વાગોળતાં કમળાબેન અને નવનીતલાલ હિંચકે બેસતાં. આ એમનો નિત્યક્રમ હતો.પાનનો શોખ ધરાવતા પતિને કમળાબેન સૂડી વડે સોપારીનું કતરણ કરી, સરસ મજાનું પાનનું બીડું બનાવી તેમના હાથમાં આપતાં. ત્યારે કતરણ કરેલી સોપારીને જોઈને નવનીતલાલથી કહેવાઈ જતું,”કમાલ છે આ પાંચ આંગળીની કરામત જે એક થઈ,  સોપારીને પકડમાં લઈને સૂડીની ધારથી સમારી શકે છે.જેમ તારૂં ઘરનું સંચાલન, કુટુંબવાત્સલ્ય, કાયૅકુશળતા,દીર્ધદ્રષ્ટિ તેમજ વ્યહવારિકતાના સુમેળથી જ ઘર એક બની મહેકી રહ્યું છે.તારી હસ્તરેખામાં ‘ફોરમ’ નું ભાગ્ય સુરક્ષિત છે.”ત્યારે હસીને કમળાબેન કહેતા કે,”હવે બહુ વખાણ કરવા રહેવા દો અને તમારી વ્હાલી દીકરી શૈલીનું પણ સારૂં ઘર મળી જાય તો તેના પણ હાથ પીળા કરી, સાસરે વિદાય કરીએ.”દીકરી તેમના કાળજાનો ટૂકડો હતો.તેને માટે યોગ્ય અને સમજદાર પાત્રની શોધ માં હતા.

             એવામાં જ શૈલી માટે ખૂબ સારા ઘરનું માંગું આવ્યું.વિપુલભાઈ અને લીનાબેનનો દીકરો નિલેશ, જે એન્જિનિયર હતો. બેંગ્લોરની કંપની માં નોકરી  કરતો હતો.વિપુલભાઈ સેલટેક્ષ ઓફિસર હતા. નિલેશ આજે તેના પરિવાર સાથે શૈલી ને જોવા આવવાનો હતો.આજ… મેં ઉપર આસમા નીચે,આજ મેં આગે જમાના હે પીછે….ગણગણતી શૈલી પોતાના રૂમમાં માથી બહાર આવી. નણંદ બાનું મલકાવું જાનકી ભાભી થી છૂપુંના રહ્યું.”અરે વાહ! શૈલીબેન અત્યાર થી જ હવામાં ઉડવા લાગ્યાં?” હા,”જોજો અમને ભૂલી ના જતાં હો બેના” એમ કહીને રેણુએ પણ સાથ પુરાવી,શૈલીના ગોરા ગાલ પર ચૂંટીયો ભર્યો.અને શરમાતી શૈલી કમળાબેનને જઈને વળગી પડી.”કેમ તમે બન્ને જણા મારી દીકરીને હેરાન કરો છો?”એવા મીઠા ઠપકા સાથે બધા હસી પડ્યા.સબંધોની ફોરમ થી મહેકતા ઘરને જોઈ તારા બા મનોમન ઈશ્વરનો આભાર માનવા લાગ્યા.નિલેશ,તેના માતા-પિતા અને નાનો ભાઈ રોનક,શૈલીને જોવા માટે આવ્યાં.મોભાદાર અને જાણીતું કુટુંબ તો હતું જ,બસ થોડી ઔપચારિક વાતો અને નિલેશ અને શૈલીની મુલાકાત ગોઠવાઈ. એકબીજાની સંમતિની મ્હોર વાગતાં જ ગોળધાળા ખાઈ સબંધને પાકો કર્યો.ભાઈ અક્ષત અને અમરની આનંદની કોઈ સીમા ન હતી.લાડકી બહેન શૈલીની અને નિલેશ ની ખૂબ ધામધૂમથી સગાઈ કરી.આવતા વર્ષ લગ્ન લઈશું એવું બે કુટુંબ વચ્ચે નક્કી થયું, જેથી શૈલીનો અભ્યાસ પણ પૂરો થઈ જાય.અને બન્ને એકબીજાનો પરિચય કેળવી શકે.એક અઠવાડીયા પછી નિલેશ બેંગ્લોર પાછો ગયો.શનિ-રવિ તેમજ તહેવારો માં શૈલી સાસરે આવતી જતી હતી.તેના મિલનસાર અને કામગરા સ્વભાવને કારણે શૈલીએ બધાના મન જીતી લીધા હતાં.અને ખાસ તો દિયર રોનક ઉમરમાં સરખા હોવાથી સારો મન મેળ ગોઠવાઈ ગયો હતો.અને તેમનો જન્મદિવસ પણ એક જ દિવસે હતો. નિલેશ પણ મોબાઈલના માધ્યમથી હમેશા શૈલીના સંપર્કમાં રહેતો.અને રજાનો મેળ કરી શૈલીને મળવા આવી જતો.આમ બન્નેના હ્રદયમાં નવો સબંધ ભવિષ્યના સપનાને લઈને પાંગરતો જતો હતો.

             દરેક વર્ષની જેમ આ વખતે પણ બન્ને ભાઈઓને યુરોપ ફેર હોવાથી દસ દિવસ માટે ફ્રેન્કફ્રડ  બિઝનેસ ટૂર માટે જવાનું હતું. નવનીતલાલને એવોર્ડ મળવાનો હોવાથી તે પણ સાથે જવાનાં હતાં. પપ્પા અને ભાઈઓને ફરિયાદ કરતાં શૈલી બોલી, “હું તમારી સાથે  વાત નહીં કરૂં મારો જન્મદિવસ આવે છે,અને તમે તો ચાલ્યા ફરવા!!! ત્યાંતો શૈલીનો મોબાઈલ રણક્યો…. હા રોનકભાઈ બોલો…”ભાભી કાલેતો આપણો જન્મદિવસ છે.તો.. હો જાય પાર્ટી… બંદા આપકી ખીદમત મે હાઝિર હે.પણ તમે સમયે આવી જજો.”અરે! રોનકભાઈ સાંભળો તો ખરા..નિલેશનો અમદાવાદ આવવાનો શું પ્લાન છે તે જાણવું પડે ને ? “નિલેશભાઈને પણ આપણે સરપ્રાઈઝ આપીશું.ઓ.કે બાય ભાભી મિલતે હે…..”એમ વાત કરી રોનકે ફોન મૂક્યો.

         આજે શૈલીનો જન્મદિવસ હતો. નિલેશનો વિડિયો કોલ, સુંદર બૂકે અને ગ્રીટિંગસે  તેની ગેરહાજરી પુરાવી. તેની જરૂરી મિટીંગ હોવાથી તે આવી શકે તેમ ન હતો.શૈલી  તૈયાર થઈ સાસરે ગઈ.પણ ત્યાં બન્યું એવું કે, તેના સસરાના સુરતમાં રહેતા ખાસ મિત્ર ગુજરી ગયાના સમાચાર આવ્યા.માટે સાસુ-સસરાને તાત્કાલિક ત્યાં જવાનું થયું.શૈલીએ બધી જ જવાબદારી લઈને સરસ જમવાનું તૈયાર કર્યું.અને આવેલ રોનકના બે મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી.

            સ્વાદિષ્ટ રસોઈનો સ્વાદ, એકાંત, અને યુવાન મિજાજ, જન્મદિવસના ઉન્માદને પી રહ્યા હતા. સાથે મિત્રો શૈલીની સુંદરતાને વખાણવા લાગ્યાં. એ વખાણનો દોર લપસણો બની શૈલીના શરીરને જોતો રહ્યો. દાઢે વળગેલો એ સ્વાદ તનમાં અને મનમાં પ્રસરી ગયો. રોનક પણ પોતાની જાતને આ પરિસ્થિતિથી અળગી ન કરી શક્યો. આ મનોવૃત્તિથી અજાણ શૈલી એંઠા વાસણ અને બાકીનું કામ રસોડામાં કરી રહી હતી. ભોજન થી તૃપ્ત પણ લાવણ્યના કુંવારા રસને પીવા અને પામવા માટે અધીરૂં બનેલું યૌવન, શૈલીના નિર્મળ શરીરને એંઠુ કરવા તલપાપડ બન્યું હતું.તે મનોવૃત્તિ થી તેનું વસ્ત્રાહરણ થઈ ઢંકાયેલું શીલ નગ્ન થઈ ગયું હતું. હાથ અને મોં પર વિટળાયેલી લાચારી અને વિવશ બનેલું ચારિત્ર્ય આખી રાત લુંટાતું રહ્યું.રક્તના દાગ અને ચોળાયેલી ચાદરને શરીર પર વીંટાળી. 

                  શૈલી ઘરે આવી પોતાની જાતને એક રૂમમાં બંધ કરી.રાત્રે બની ગયેલી ઘટના સામે આવતાં બેબાકળી બની, પાગલની જેમ ચીસો પાડતી રહી.પરિસ્થિતિ પામી ગયેલી મા…. દીકરી પાસે આવી તેને બાથમાં લઈ હૂંફ અને આશ્ચાસન આપી સ્વસ્થ થવા જણાવ્યું અને તેના નિસ્તેજ બનેલા શરીરને વહાલથી પંપાળતા રહ્યા. રેણુભાભી, જાનકીભાભી કઈંક અજૂગતુ બન્યાનું પામી જતાં શૈલીને વિટળાઈને બેસી ગયા.તેની સાથે બનેલી ઘટનાની જાણ થતાં તેઓના પગ નીચે થી જમીન ખસી ગઈ.આંખે અંધારા આવવા લાગ્યાં.અને રોતી કકળતી શૈલી મનોમન નિલેશને યાદ કરતી હતી.ચોધાર આંસુ એ રોતા કમળાબેન વિચારી રહ્યા કે હવે મારી દીકરીના લગ્ન કેવી રીતે થશે?નિલેશ તેને અપનાવશે?અરે !એ ઘરમાં હવે મારી દીકરીને કેવી રીતે આપી શકાય?આવા અનેક પ્રશ્ર્નો થી ઘેરાયેલું મન મંદિરમાં પૂજા કરી રહેલા તારા બા ને જોઈ રહ્યું હતું.ત્યારે ઓછું સાંભળતાં અને ઝાંખું જોતાં પણ,પૌત્રી પર થયેલો વજ્રઘાત હ્રદયમાં સોંસરવો ઉતરી ગયો હતો. કમળા, “મા સૌ સારા વાના કરશે….’સિંહ પર અસવાર, હાથમાં ત્રિશૂલ અને  મહિષાસુરનો વધ કરતું મા જગદંબાનું સ્વરૂપ’ કમળાબેની નજર સામે આવ્યું.મનની મક્કમતાથી વિચાર વિમર્શ કરી, ઘરના પુરુષ વર્ગને કશીજ જાણ ન કરવી એ નિર્ણય લીધો.રેણુ એ દ્રઢતા પૂર્વક કહ્યું,”જે પણ પગલાં લઈશું તે આપણે જ, કેમકે ઘરના પુરુષ ઉશ્કેરાટ કરી કાનૂન હાથમાં લે અને વાત સમાજ માં ફેલાય છતાં કોઈ પરિણામ આવતું નથી.પાંચે સ્ત્રીઓ બનેલી ઘટનાનો યોગ્ય બદલો લેવાના વિચારે માનસિક સજ્જ હતી.’સાપ મરે અને લાઠી પણ ન ભાગે’ તેવી યોજના વિચારી.

            ખડગ ત્રિશૂલધારિણી મા જગદંબાના સ્વરૂપનું ધ્યાન ધરી,એક મુઠ્ઠીમાં સમાયેલી નારી શક્તિની તેજ ધારે, દુરાચારીઓના પૌરુષત્વને જડમૂળથી ઉખાડીને જમીનમાં દાટ્યું.જેથી બીજી અનેક નિર્ભયાના જીવન મલિન થતાં બચે.

             બીજા દિવસના પેપરમાં હેડલાઈન “ત્રણ યુવાન છોકરાઓ એ હિજડાની જમાત માં જઈ રહેવાનું સ્વેચ્છાએ સ્વિકારયું.

              ‘ફોરમ’ના માંડવે આવેલા જમાઈ રાજા નિલેશને કમળાબેન પોંખી રહ્યા હતા.સોળ શણગાર સજેલી શૈલી,વરમાળા લઈને રેણુ અને જાનકી ભાભી સાથે તોરણે આવી.તારા બાના મુખે થી આશીર્વાદના ફૂલ વેરાઈ રહ્યા હતા.વર-વધુએ એક-બીજાને હાર પહેરાવતાંજ “કુર્યાત સદા મંગલમ્”ના  નાદ સાથે વાતાવરણ મંગલમય બની ગયું.

__________________________________

ઉમાશંકર જોશીના કાવ્યનો રસાસ્વાદ

 ૧) જશુબેન બકરાનીયા

” સોનેટ”

‘છે કો મારું અખિલ જગમાં? બૂમ મેં એક પાડી:

ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી,

દોડ્યો વહેળો વહનગીતમા પ્રશ્ન મારો ડુબાવી,

ને આ બુઢ્ઢો વડ પણ નકારે જ માથું હલાવી.

સુણીયા સાથે ગિરીય પડધા પાડીને ફેંકી દેતો

બીજા પહાડો તણી કુહર માં વેણ, હૈયે ન લેતો.

તારા લાગે બધિર, વીજળી પૂછવા દે જ છે ક્યાં?

ત્યાં પૃથ્વીના

 સ્વજન તણું તો નામ લેવું પછી કાં?

છેલ્લે પૂછ્યું રુધિર ઝર આ પાણીપોચા હૈયાને:

‘વહાલા, તું તો મુજ રહીશ ને  ? છો જગે કો ન મારુ.’

ને એ દંભી શરમ તજી કહે : ‘તું ન માલેક  મારો’.

હું તારામાં વસુ અવર કાજે  ,- ખિજાયો, વિચાર્યું:

બીજા કાજે વસતુ મુજમાં?!તો

 મદરથે  બીજામાં

હૈયા વાસો નહીં શું વસતા કૈ હશે સનેહભીના?

“મંદાક્રાન્તા”

પ્રસ્તુત સોનેટ માં માણસની એક એવી ઉત્કટ લાગણી ને વાત કવિ કરે છે કોઇ પોતાને ચાહે આ સોનેટમાં કવિ જગતના તત્વોને પ્રશ્ન કરે છે કે છે કો મારુ અખિલ જગમાં…..?

તમામ પ્રકૃતિ તત્વો તરફથી નકારમાં ઉત્તર મળે છે છેલ્લે કવિ પોતાના હૃદયને પ્રશ્ન કરે છે.

કવિ નું હૃદય પણ શરમ તજીને ના પાડી દે છે.

ત્યાં કવિને વિચાર આવે છે કે મારું હૃદય અન્યો માટે હોય તો મારા માટે ક્યાંય તો એવું રદય હશે ને ! છેલ્લી બે પંક્તિઓમાં કવિએ ચમત્કૃતિ સર્જીને પોતાની કવિત્વ શક્તિનો પરિચય કરાવ્યો

બીજા કાજે વસે તું મુજમાં,

એમ કહીને ફરીથી કવિ બોલે છે હૈયા વાસો નહીં શું કહી હશે સ્નેહભીના?

મારા માટે પણ ઇશ્વરે કોઈ બીજા સ્થાને  બીજા નુ દીલ બનાવ્યું હશેને.?

_________________________________

૨) જયોતિ ઓઝા

પગરવ

પ્રભુ, તારો પગરવ જરી સુણાય.

વનવનવિહંગના કલનાદે,

મલયઅનિલના કોમલ સાદે.

ઉડુગણ કેરા મૂક વિષાદે

ભણકારા વહી જાય.

પ્રભુ તારો પગરવ જરી સુણાય.

ગિરિનિર્ઝરના નૃત્યઉમંગ,

સરિતતણા મૃદુમત તરંગે,

ઋતુનતૅકીને અંગેઅંગે

મંજુ સુરાવટ વાય, 

પ્રભુ તારો પગરવ જરી સુણાય.

અહોરાત જલસિંધુ ઘૂઘવે,

ઝંઝાનિલ મઝધાર સૂસવે,

વજ્રધોર ધન ગગન ધૂંધવે.

ધ્વનિ ત્યાં તે અથડાય,

પ્રભુ તારો પગરવ જરી સુણાય.

શિશુકલબોલે, પ્રણયહિંડોળે,

જગકોલાહલના કલ્લોલે,

સંત- નયનનાં મૌન અમોલે

પડધા મૃદુ પથરાય,

પ્રભુ તારો પગરવ જરી સુણાય.

    ઈશ્વર આવે તો કેવી રીતે આવે? કોલાહલને રસ્તે તો નહીં જ. એનો પદધ્વનિ ખરો પણ નીરવ. જે કાનની ભીતરના કાનને સંભળાય એવો. આમાં મહત્વનો શબ્દ ‘જરી’ છે. સહેજ સંભળાય છે. સહજ સંભળાય છે. કવિ ધ્વનિના અનેક દ્રશ્યો ઝડપે છે. ઈશ્વર તો અદ્રશ્ય છે. પણ ધ્વનિરૂપે દ્રશ્ય છે. વનના વિહંગના કલનાદમાં તો પવનલહરના કોમલ સાદમાં. કવિની આંખો આકાશે પહોંચે છે. રાતનો સમય છે. આવી સૂમસામ રાતમાં તારાઓના મૂંગા વિષાદમાં પ્રભુના પગરવ ભણકારા વહી જાય છે. પગલાં હોય તો એને સાચવી પણ શકો. પગરવને સાચવી પણ કેમ શકાય? તારાઓના મૂંગા વિષાદમાં પણ કવિ ધ્વનિની ભાષા ઉકેલી શકે છે.

કવિએ અવાજના અનેક રૂપો આપ્યાં છે. અનેક આકારો આપ્યા છે. ઝરણાંના નર્તનનો ઉમંગ, સરિતાના મૃદુમત તરંગ આ જળધ્વનિ થયા. ઋતુનતૅકીને અંગેઅંગે જે મંજુલ સુરાવટ થાય છે એ પણ કવિએ ઝીલી છે. મોસમની પલટાતી લીલાનો લય પણ ચૂકતા નથી.

ઝરણાનો અને સરિતાનો જળધ્વની જુદો છે. અહોરાત ઘૂઘવાતા સિંધુના ઘુઘવાટનું રૂપ જુદું. ઝંઝવાતનો પ્રલયલય અને સુસવાટ પણ જુદો. અવાજના રમ્ય રૂપની સાથે અવાજના રુદ્ર રૂપ પણ કહ્યા છે. આકાશમાં થતું મેધનું તાંડવ અને ત્યાંથી અથડાતો ધ્વનિ.

સમગ્ર પ્રકૃતિના ધ્વનિને ઓળખનાર તો મનુષ્ય છે. તો આ માણસ પાસે કેટલા ધ્વનિ છે.– બાળકની કાલીઘેલી વાણી, પ્રણયને હિંડોળે ઝૂલતા પ્રેમીઓનો ધ્વનિ. આ બધાની વચ્ચે કવિ જગતના કોલાહલને પણ ભૂલ્યા નથી અને આ કોલાહલમાં થી પણ કવિએ કલ્લોલને તારવી લીધે છે. બધા જ પોતપોતાની રીતે બોલતા હોય છે. પણ સંત વાણીથી નહીં પણ એની આંખના અબોલ મૌનથી બોલે છે અને એ સંતના વાચાળ મૌનના પડધાને પણ માણતા જુએ છે.

આ કાવ્યને એક જ પંક્તિમાં સમેટવું હોય તો કહી શકાય કે આ કાવ્ય ધ્વનિનું ઉપનિષદ છે. 

_________________________________

૩)  પ્રિયંકા સોની

જાન્યુઆરી ૩૦

વર્ષમાં ઋતુ હોય શિયાળો,

શિયાળામાં માસ જાન્યુઆરી,

અને જાન્યુઆરીમાં તારીખ ત્રીસમી,

તયેં ઠંડીગાર પકડ હૃદયથી

નિચોવે છે ટપ-

કું રક્તનું,

વિશ્વ જેવડું વિશાળ

પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું.

– ઉમાશંકર જોશી

 આ અછાંદસ કાવ્યમાં ઉમાશંકર જોશી એ ગાંધીજીની હત્યા જે ત્રીસમી જાન્યુઆરી ગોળી મારીને થઇ હતી, ભારતનાં ઇતિહાસનું એ સૌથી કાળું પાનું હતું, તે વાતને આ કાવ્યમાં તાજી કરી છે, સાથે શિયાળાની ઋતુને આવરી લઈને જાન્યુઆરીના અંતમા ઠંડી જાણે હદય નિચોવી નાખે એવી હોય છે એ ઉજાગર કર્યુ છે,વાત એક લોહીનાં ટપકાંની કરી છે પણ એ ટપકું શબ્દ પર ભાર મૂકીને એ શબ્દને જાણે અલગ કરીને તેને વિશ્વ જેટલું વિશાળ આલેખ્યું છે અને તેઓ મહાત્મા ગાંધીમાં સાક્ષાત પ્રેમ સ્વરુપ પરમાત્માનું પ્રતિબિંબ જૂએ  છે.

         કાવ્ય વાંચતા એવું થાય આટલાં નાના કાવ્યમાં કવિ એ કેટલી બધી વાત કરી છે ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દીધું છે એટલે શબ્દોની તાકાત કેટલી છે તેનો પણ ખ્યાલ આવે છે, આકાશથી પણ વિશાળ પરમાત્માની ઝાંખી તેમને ગાંધીજીમાં થઈ છે.

__________________________________

૪)  રશ્મિ જાગીરદાર 

 હું ગુલામ….

કાવ્ય 

સૃષ્ટિ –બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ?

સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં

હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;

સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા;

વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;

સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે તરંગમાળ,

ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;

સ્વતંત્ર પ્રકૃતિ તમામ,

એક માનવી જ કાં ગુલામ?!

-ઉમાશંકર જોશી

રસાસ્વાદ… 

કવિશ્રી સમગ્ર સૃષ્ટિનું દર્શન અને અવલોકન ધ્યાનથી કરતા રહે છે. સર્વત્ર છવાયેલા સજીવ નિર્જીવ તમામ પર દ્રષ્ટિ કરવામાં આવે તો એક વસ્તુ ચોક્કસપણે લાગ્યા વગર ન જ રહે કે, સૌ સ્વતંત્રપણે પોતપોતાનાં કાર્યો સતત કોઈ પણ જાતની રોકટોક વગર કરતાં રહે છે. નથી તેઓએ કોઈને પુછવાનું હોતું કે નથી કોઈની રજા લેવાની. સમગ્રપણે સ્વતંત્રતાનું સામ્રાજ્ય પ્રવર્તતું દેખાય છે. અગણિત પ્રકારનાં પક્ષીઓ રોકટોક વગર સ્વેચ્છાએ અહીં તહીં ઉડતાં ફરે છે. મસ્તીમાં મસ્ત થઈને બિન્ધાસ્ત ઉડ્યા કરે છે. 

અસંખ્ય પુષ્પો રોજ સવાર સાંજ ખીલતાં રહે છે તે પણ પોતાની ઈચ્છાથી. વૃક્ષો પોતાની ડાળને સ્વેચ્છાએ હલાવી શકે છે પવન બે રોકટોક વહેતો રહે છે. નદીઓનાં નિર્મળ જળ ઈચ્છીત દિશામાં નિરંતર વહેતાં રહે છે. ઝરમર ઝરમર કરતાં ઝરણાં ઝરતાં રહે છે. સાગરનાં પાણીમાં વમળો થતાં રહે છે. તેમાં ઉઠતા તરંગો જાણે નર્તન કરતાં હોય તેમ જણાય છે અને તેમાંથી ઉદભવતા નાદ એક અનોખુ સંગીત ઉત્પન્ન કરે છે. આમ સમસ્ત સૃષ્ટિ સ્વતંત્રપણે રોકટોક વગર પોતે જે કરવું હોય તે કરે છે. કિતુ શું માનવ માટે મન ગમતું કરતા રહેવું શક્ય છે? મનુષ્ય તો સમગ્ર સૃષ્ટિમાં વિષેશ પ્રાણી છે છતાં તે કેમ ગુલામીની જાળમાં ફસાયેલો હશે?

__________________________________

 ૫)  અલ્પા વસા

 બાળ હ્દયની અનુભૂતિ 

ઉમાશંકર જોષી 

તને નાનીશીને કશું રડવું કશું કકળવું

છતાં સૌએ રોયાં ! રડી જે વડમાં લોક શરમેં

હસી જો કે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં

બિચારી બાના બે ગુપત ચખબિંદુ ય વચમાં

ખર્યાં સ્પર્શ્યાં તુંને નહીં,યમસમાં ડાઘુજન તે

નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને

વિચાર્યું તું જેવે- મરણ કૂણું તે શીદ રડવું?

-છતાં સૌએ રોયાં રૂધિસર દઈ હાથ લમણે

ખભે લૈને ચાલ્યા,જરી લઈ,વળાંકે વળી

તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી

રહી’તી તાકી એ, શિર પરચઢીને અવરને

સૂઈ રહેવાની આ રમત તુજ દેખી અવનવી

અને પોતે ઉંચા કર કરીમથી ક્યાંક ચઢવા;

અમે આગે ચાલ્યા-રમત પરખીનેજ કપરી

ગળા પૂંઠે નાખી કર ,પગ પછાડી ,સ્વર ઉંચે

ગઈ મંડી રોવા ,તુજ મરણની ખોટ વસમી

અકેલીએ આખા જગ મહીં એણેજ વરતી

અને રોવું ન હતું મુજથી રોવાઈ ગયું!

                 ઉમાશંકર જોષી સાહિત્ય ક્ષેત્રે એક અનોખી ઊંચાઈ ધરાવતું નામ છે. સાહિત્ય ક્ષેત્રે એમણે દરેક વિષયનું ઉડાણથી ખેડાણ કર્યું છે.  કહેવાય છે ને, ” જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.” એમ ઉમાશંકરજી એ બાળકના મૃત્યુનો વિષય લઈને કાવ્ય રચી આપણા હ્દયના તાર ઝણઝણાવી દીધા છે. 

              આજીવન શિક્ષક રહી ચૂકેલા ઉમાશંકર જોષીએ આ કાવ્યમાં એક મૃત બાળકીને સ્મશાને લઈ જતા, તે જોતી બીજી બાળકીની અનુભૂતિ વિશે ખૂબ બારીકાઈથી, જાણે પોતે જ એ અવલોકન કર્યું હોય તેવી અનુભૂતિ વર્ણવી છે. તેઓ કહે છે, એક નાની બાળકીના મૃત્યુ પર, એક કૂણા મરણ પર શું રડવું? એવું ડાઘુઓ વિચારી, ચૂપચાપ નનામી લઈને જતા હતા. ફક્ત એની મા ના બે અશ્રુબિંદુ ખર્યા હતા પણ કોઈને સ્પર્શ્યા નહી. ડાઘુઓ જ્યારે નનામી લઈને જતા હતા ત્યારે એની બાળસખી, અહીં કવિએ સખી માટે સુંદર શબ્દ વાપર્યો છે ગોઠણ. એને ચાર ખભા પર ચઢીને, નનામી પર સૂઈને જતા જુવે છે. એના બાળ હ્દયને લાગ્યું કે સૂઈને ઉંચકાવાની એની સખીને કોઈ નવી રમત છે. ને એને પણ એ રમવાની ઈચ્છા થાય છે. નનામી આગળ નિકળી જતા એ નાની બાળકી પગ પછાડી, ઉંચા સ્વરે રડવા લાગે છે, જાણે એને જ એકલીને તે બાળકીની ખૂબ વસમી ખોટ પડી ગઈ હોય તેમ. ને એક બાળકીને રડતી જોઈ મુલાયમ કવિ હ્દય દ્રવી ઉઠ્યું, એમને નહોતું રડવું છતાં એમનાથી રડાઈ ગયું. 

                 આમ ઉમાશંકરજીની રચનાઓમાં વિષયનું ખૂબ વૈવિધ્ય જોવા મળે છે. કવિશ્રી વિષ્ણુ પ્રસાદે એમને ” યુગ પ્રચારક સાક્ષર” તરીકે ઓળખાવ્યા છે. આવા મહાન આત્માને શત્ શત્ વંદન. 

_________________________________  ૬) ઉર્વશી શાહ

ગાંધીગિરા

સદા સૌમ્ય શી વૈભવને ઊભરાતી,

મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેશી તાળી,

સુધા કર્ણ સીંચ ગુણવાળી રસાળી.

કરે બોલતા જે , ભર્યા ભાવ છાતી,

રમો માતૃભાષા મુખે ગૂજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,

થયા પ્રેમભટને અખો ભક્ત ધીરા.

પૂજી  નર્મદે કાન્ત ગોવર્ધન ને જે,

હજી  ન્હાનલે કલ્પના ભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા- સુહાતી.

નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

-ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કવિ હતાં. તેઓએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે .

    આ  કાવ્ય તેમના ‘અભિજ્ઞા’ કાવ્યગ્રંથમાંથી લેવામાં આવ્યું છે જે ૧૯૬૭માં બહાર પડયો હતો. આ કાવ્યમાં કવિએ પોતાની માતૃભાષા ગુજરાતીના ગુણગાન ગાયા છે અને એનો વૈભવ કેટલો અનેરો છે તે દર્શાવ્યું છે.

    તેમને લાગે છે કે ગુજરાતી ભાષા સૌમ્ય, નાજુક અને છતાં વૈભવને ઉજાગર કરે છે. બીજી ભાષાઓને સખીઓ માની તે તાળી આપી રમે છે. તે કર્ણને ગુણવાળી અને મધુર અમૃત સમાન લાગે છે. ગુજરાતી ભાષાથી જાણે કે છાતીમાં અમૃત ભર્યા હોય તેવું લાગે છે. મારા મુખે હંમેશા મારી માતૃભાષા રહે.

    કવિ અહીં માતૃભાષાનો આદર કરતાં કહે છે જે માણસ પોતાની ભાષાને હડધૂત કરે છે તે પોતાની માને હડધૂત કરતાં હોય છે. ભારતીય લેખકને પોતાની માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ.

    ગુજરાતી ભાષાને હેમચંદ્રાચાર્યના આશિષ મળ્યાં છે. ગુજરાતી ભાષાને નરસિંહ, મીરાં, પ્રેમભટ્ટ, અખો જેવા ભક્તો મળ્યાં છે. નર્મદ, કાન્ત અને ગોવર્ધનરામનો વરસો મળ્યો છે. માટે જ તેઓ કહે છે “અંગ્રેજી બારી છે એના દ્વારા નવી હવા ભલે આવે પણ આપને તો અંગ્રેજીને ‘ગેટવે ઓફ ઇન્ડિયા’ બનાવી દીધી છે. અંગ્રેજી ડ્રોઈંગ રૂમની ભાષા ભલે હોય પણ શયનખંડની ભાષા ન હોવી જોઈએ.” નહેરુજીના માટે આપણી માતૃભાષા એ ઘર નો ઉંબરો છે. અન્ય ભાષા ઉંબરામાંથી ફૂટતો રસ્તો છે.

    કવિ ન્હાનાલાલ જે કલ્પના, ભવ્યતા આપે છે તેના તેજે આપને ચાલવાનું છે. સ્થિર થઈને, સત્ય સાથી બનીને અહિંસાના માર્ગે. અહિંસાના માર્ગે ચાલતાં નમીએ અને કહીએ ‘ધન્ય છે આ ગાંધીગિરાને’.

    ગુણવંત શાહ કહે છે કે અંગ્રેજી આપણી માસી છે અને આપણી માતૃભાષા એ આપણી મા. તે માનું સ્થાન ન લઇ શકે. મા તે મા છે. આ આખી કવિતાનો સાર જોઈએ તો આપણી માતૃભાષા ગુજરાતી મહાન ભાષા છે. આપણે આપણું ગુજરાતીપણું જાળવવાનું છે. આપણે આપણા મૂળ ઉખેડવાનાં નથી.

__________________________________

૭)  કુસુમ કુંડારિયા.

 બળતાં પાણી.

નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો.,

પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી.

ઘણું દાઝે દેહે, તપીતપી ઊડે બિંદુ જળનાં.

વરાળો હૈયાની પણ મદદ કૈં ના દઈ શકે.

જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે

પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.

અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયું

નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.

કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી

ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?

નદીને પાસેનાં સળગી મરતાં ને અવગણી

જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!

પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની,

વહી આવી આંહીં ગિરિદવ શમવાનું થઈ રહે!

અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?

           ઉમાશંકર જોશી.

     “બળતાં પાણી” કવિતા ઉમાશંકર જોશીના ‘ગંગોત્રી’ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે,   ઉમાશંકર જોશીનો જન્મ ૨૧ જુલાઈ ૧૯૧૧માં બામણા, ગુજરાતમાં થયો હતો. તેમનું ઉપનામ વાસુકિ શ્રવણ છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને જ્ઞાનપીઠ એવોર્ડ અને અકાદમી પુરસ્કાર પણ મળેલ છે. ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના ગાંધીયુગના કવિ છે. અને ગાંધી દર્શનથી પ્રભાવિત કવિ છે. તેમની કવિતામાં વાસ્તવિકતા,  અને માનવ સંવેદનાની ઝલક જોવા મળે છે. અહીં આપેલ કાવ્યમાં કવિએ નદીની વેદનાની વાત કરી છે. કવિએ અહીં નદીમાં સજીવારોપણ કર્યું છે, જાણે નદી પણ માણસની જેમ વિચારે છે. અને સુખ, દુ:ખની લાગણી અનુભવે છે! પોતાના જન્મદાતા પર્વતને ખરી મુશ્કેલીના સમયમાં પોતે મદદરૂપ થઇ શકતી નથી. તેને કોઈ બંધન છે જે તે તોડી શકતી નથી, પોતે સ્વજનની પીડા જુએ છે પણ તેને અવગણીને બીજાની પીડાનું શમન કરવા જાય છે. નદીની આ સ્થિતિ સંઘર્ષ ભરેલી છે. તેને અત્યંત પીડા થાય છે. આ પીડા જ કવિતાના કેન્ર્દ સ્થાને છે. નદીની પીડા એ એક યુવકની પીડા પણ છે. તે આખી  કવિતાને સમજ્યા પછી આપણને સમજાય છે.

     જે પર્વતોએ હૈયું નિચોવીને નદીને જન્મ આપ્યો છે તે પર્વતો પર આગ લાગે છે ત્યારે નદી પર્વતની બાજુમાંથી પસાર થઈ રહી હોય છે. અને તેના પાણીમાં બળતા પર્વતની આગનું પ્રતિબિંબ પડે છે. તેથી નદી પણ અંત:કરણથી બળતી દેખાય છે. પરંતુ નદી પોતાનો માર્ગ છોડીને પર્વતની આગને હોલવવા જઈ શકતી નથી. આ તે કેવી કરુણતા! એણે તો દૂર સાગરના હ્યદયમાં સળગતા વડવાગ્નિને ઠારવા જવું પડે છે. એ એના દુ:ખનું કારણ છે. જોકે, એ જ સાગરના પાણીની વરાળ થઈ વાદળીઓ પાછી પર્વત ઉપર જઇ વરસશે એવું તે વિચારે છે પણ પછી તરત પ્રશ્ન થાય છે કે તે ક્યારે? પર્વત ઉપરની આગ બધું ભસ્મ કરી દેશે પછી જ! આ આખું દ્રશ્ય કવિતામાં સરસ રીતે કહેવાયું છે. પણ આ દ્રશ્ય દ્વારા કવિને કંઈક બીજુંય સિદ્ધ કરવું છે. નદીની વ્યથા તો નિમિત્ત છે. એના દ્વારા કવિ ગાંધીયુગના યુવકની મનોસ્થિતિનો ચિતાર આપવા માગે છે. યુવકે પોતાનું જીવન સમાજના અનિષ્ટો નાબૂદ કરવામાં હોમી દેવું જોઈએ. એ ગાંધીયુગની એ સમયની આપણી મોટામાં મોટી જરૂરિયાત હતી. યુવાન પોતાનું સમગ્ર જીવન હોમવા તૈયાર તો થાય છે. પણ તેમ કરવામાં તેના મનમાં મોટી વેદના છે. અને એ વેદના છે પોતાના માબાપ અનેક યાતના ભોગવી રહ્યા છે છતા તેને તે કશી મદદ કરી શકતો નથી એની,

     આપણા જેવા ગરીબ દેશમાં મા-બાપ પોતાનું જીવન નિચોવીને પુત્રને શિક્ષણ અને સંસ્કાર આપે છે. અને માબાપને જ્યારે પોતાના યુવાન દીકરાની ખરી જરૂર હોય છે ત્યારે જ એ અલભ્ય હોય છે! યુવાન શક્તિશાળી છે માબાપની પીડાને દૂર કરવા સમર્થ છે, પણ એ યુવાન દેશને સમર્પિત હોય છે પોતે સ્વિકારેલી મર્યાદાને એ તોડી શકતો નથી. ભલે તે સામાજિક અને રાષ્ર્ટિય અનિષ્ટો સામે લડવા જાય છે. તે અનિષ્ટો દૂર થતા લાભ આખા સમાજને મળવાનો છે. પણ એ ક્યારે?  અરે! એ તો સહુ ભસ્મ થઇ જાય પછી? જે પિતા પ્રત્યે તેની ફરજ છે એ તો નહિ બજાવી શકે! અને આ જ તેની મોટામાં મોટી કરુણતા છે. તેની પીડા અને વ્યથા છે. અને તેની આ પીડા નદીના રૂપક દ્વારા રજૂ કરવામાં આવી છે. ભલે આ સોનેટ કાવ્ય નથી. પણ તેનો ભાવ સોનેટ જેવો છે. બળતાં પાણી એ ઉત્તમ અન્યોક્તિકાવ્ય તરીકે આપણે જરૂર ઓળખી શકીએ.

     મારી દ્રષ્ટિએ આ કાવ્ય સાસરે ગયેલી દીકરીની મનોવેદનાને પણ રજૂ કરે છે. જેમ નદી તેના જન્મદાતા પર્વતને તેના સંકટ સમયે ઇચ્છા હોવા છતાંય તેની મર્યાદાના કારણે કંઇ મદદ કરી શકતી નથી. તેની આગને બુઝાવી શકતી નથી. પણ તેનું કર્મ દરિયામાં ભળવાનું છે. તેની આગ બુઝાવવાનું છે. તેમ દીકરી પણ જ્યારે પિતાનું ઘર છોડી સાસરે જાય છે પછી તે પણ તેનો ધર્મ અને મર્યાદાને છોડી શકતી નથી. માતા-પિતાને તેની ગમે તેટલી જરૂર હોય તો પણ તે પોતાના પતિ અને તેના પરિવારને છોડીને આવી શકતી નથી. પોતાનો ધર્મ એ નિષ્ઠાથી બજાવે છે,

________________________________

૮) આરતી રાજપોપટ 

 “અંત એ કલીચક્ર નો?”

અનેક પુરસ્કારો અને સન્માનોથી વિભૂષિત, કવિતાા નાટક, નવલિકા, નવલકથા,નિબંધ, પ્રવાસવર્ણન, જીવનચરિત્ર, સંપાદન, વિવેચન, સંશોધન, અનુવાદ.. સાહિત્યના એકેય આયામ એમની લેખનીથી અલિપ્ત નથી એવા શ્રી ઉમાશંકર જોશીનો જન્મ ૨૧-૦૭-૧૯૧૧ ના સાબરકાંઠાના બામણા ગામમાં થયેલો. એમ. એ ના અભ્યાસ સાથે વિદ્યાપીઠોમાં અધ્યાપક અને કુલપતિ તરીકે તેમણે સેવા આપી. તો, સત્યાગ્રહના આંદોલનમાં પણ સક્રિય રહ્યા. પાંચ દાયકાની એમની વિશાળ સર્જનયાત્રાની શરૂઆત ૧૭ વર્ષની વયે પ્રથમ કાવ્ય થી અને માત્ર ૧૯ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ ‘વિશ્વશાંતિ’ થી થઈ હતી. નાનાવિધ પ્રકારનું સાહિત્ય સર્જવા છતાં એમનો પ્રથમ પ્રેમ કવિતા હતી. આથી એમનું શ્રેષ્ઠ પ્રદાન કવિતામાં જોવા મળે છે. એમનું કવિતાજગત અનેક ભાવવિશ્વથી ભરેલું છે. સુંદર, છન્દોબદ્ધ અને ઉત્કૃષ્ટ ભાષામાં લખાયેલા કાવ્યોથી સભર એમના કાવ્યસંગ્રહો આની સાક્ષી પૂરે છે. અને આજે એમના જન્મના ૧૦૦ વર્ષ પછી પણ આપણને રસતરબોળ કરે છે. અહીં વાત કરવી છે એમની એક અદ્ભૂત રચના:

 ‌”અંત એ કલી ચક્રનો?” ‌ની ‌ ‌

“મોહન વિરુદ્ધ મોહનદાસ” એક અભૂતપૂર્વ સામ્ય! 

યમુનાને તટે જન્મી, ખેલી, દુષ્ટ જનો દમી,

સ્થાપ્યાં સ્વ-ભૂમિથી ચ્યુત સ્વજનો અન્ય દેશમાં;

અને ભારતના યુદ્ધે નિઃશસ્ત્ર રહીને સ્વયં,

હસ્તિનાપુરમાં સ્થાપ્યો ધર્મ, ને ધર્મરાજને

લોકકલ્યાણનાં સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં

યથાકાળે પુણ્ય સિંધુતીરે સૌરાષ્ટ્રમાં શમ્યા

પારધીશર ઝીલીને ધર્મગોપ્તા નરોત્તમ.

અને આતુર ઊભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ.

જન્મી સૌરાષ્ટ્રના સિંધુતીરે, સ્વભૂમિભ્રષ્ટ સૌ

સ્વદેશીજનને સ્થાપ્યાં ગૌરવે પરદેશમાં;

દુષ્ટતા દુશ્ચરિતતા દમી સર્વત્ર, ભારતે

નિઃશસ્ત્ર યુદ્ધ જગવી, કરે ધારી સુ-દર્શન-

ચક્ર શ્રી-સ્મિત-વર્ષંતું, સ્થાપી હૃદયધર્મને

હસ્તિનાપુર-દિલ્હી-માં, ધર્મસંસ્થાપના-મચ્યા

ઝીલી સ્વજનની ગોળી યમુનાતટ જૈ શમ્યા.

હજીયે આવશે ના કે અંત એ કલિચક્રનો?

– ઉમાશંકર જોશી.

આશરે પાંચ હજાર વર્ષના સમયગાળાના બે અલગ અલગ બિંદુએ થઈ ગયેલા બે મહામાનવોને એકસૂત્રે બાંધી આ કાવ્ય રચી કવિ શબ્દોનો, કલમનો અને કલ્પનાનો જાદુ જગાવે છે. કાલ અને આજ આ બે અંતિમોની વચ્ચે ફેલાયેલા અંતરાયને, બે છેડાને અડોઅડ ગોઠવી કવિતાના શબ્દોમાં પોરવી આપણી સમક્ષ રજુ કરે છે. આ અષ્ટક યુગ્મથી બનેલ સોળ પંક્તિનું એક ઊર્મિકાવ્ય છે. કવિએ કવિતાને બે સમાન ભાગમાં વહેંચી છે. કવિતાના એક ભાગમાં મોહન છે અને બીજામાં મોહનદાસ. પોતપોતાના સમયના યુગપુરુષો વચ્ચેની સામ્યતાની, એમના જનકલ્યાણની વાત કરી છે. બંને મહામાનવો માટે એકસમાન શબ્દો, વિશેષણો, સ્થળો વગેરેના પ્રયોજનથી કાવ્યતત્વ જન્મે છે એ જોઈ કવિની કલ્પના શક્તિ અને કળાનો ખ્યાલ આવે ને આપણને સહજ થાય કે કવિ શબ્દો પાસે નહીં પણ, શબ્દો કવિ પાસે સ્વયં આવ્યા છે!અહીં પ્રથમ ભાગમાં મોહન એટલે કે કૃષ્ણની વાત છે. જે વાત ભાગવતમાં આપણે બધા જાણીને મોટા થયા છીએ. યમુના તટે જન્મ્યા, રમ્યા, મોટા થયા, અસુરોને હણ્યા અને સ્વજનોને લઈ અન્ય જગ્યાએ વસ્યા. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પોતે નિ:શસ્ત્ર રહી હસ્તિનાપુરમાં ધર્મ સ્થાપ્યો. ધર્મરાજા યુધિષ્ઠિરને લોકકલ્યાણના સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં સિન્ધુતીરે પારધી ના બાણથી વીંધાઈ જીવનશમન કર્યું. 

અને ત્યારે જાણે રાહ જોઈ ઉભેલો કલિયુગ પ્રવર્તયો. 

અહીંથી વાત આગળ વધી પહોંચે છે એ સમયે પ્રવેશેલ અને હજારો વર્ષથી પ્રવર્તિત કળિયુગના બીજા શીરે. જેમાં મહાભારતના સમયથી તદ્દન ભિન્ન છતાં સમાન પરિસ્થિતિનું સુંદર નિરૂપણ. સૌરાષ્ટ્રના સિંધુતીરે જન્મી, સ્વદેશી જનને પરદેશમાં ગૌરવ અપાવી, ગુલામ ભારતમાં નિઃશસ્ત્ર યુદ્ધ ખેલી, મુખ પર સ્મિતરૂપી સુદર્શન ચક્ર ધરી દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવી, સ્વજનની ગોળી ઝેલી યમુના તટે શમ્યા! ‌એવા મહાત્માની વાત.

 ‘હજીયે આવશે ના કે અંત એ ક્લીચક્રનો?’ એમ જ્યારે કવિ કહે છે ત્યારે, લોકકલ્યાણના માર્ગે ચાલતા મહાનાયકને વેઠવી પડતી પીડા એમના શબ્દોમાં છલકે છે. ‘મોહન..’ માત્ર નામમાં જ સામ્યતા હતી એવું નથી પણ, એ સિંધુતીરે પગલાં પાડનાર એક મહામાનવની ચરણરજ થકી એમનો જ એક અંશ, એક ઓલીઓ પેદા થયો જાણે! એવી અનુભૂતિ થાય છે. અને ચક્ર ઊંધું ફરે છે. અહીં કવિએ કૃષ્ણ સાથે ગાંધીજીના તાર બખૂબી મેળવ્યા છે. કૃષ્ણનો અંત સૌરાષ્ટ્રમાં સિંધુતીરે થયો ત્યાં ગાંધીજીનો જન્મ થયો. કૃષ્ણનો જન્મ યમુના તટે થયો ગાંધીજીનો અંત ત્યાં થયો. કૃષ્ણે દુષ્ટોનું દમન કર્યું તો ગાંધીજીએ દુષ્ટતાનું દમન કર્યું. કૃષ્ણ અને ગાંધીજી બન્નેએ સ્વભુમીથી દૂર થયેલા સ્વજનોને પરદેશમાં સ્થાપિત કર્યા. શ્રીકૃષ્ણે સ્વયં મહાભારતના યુદ્ધમાં નિઃશસ્ત્ર રહી લડાઈ પાર પાડી એ જ રીતે ગાંધીજીએ સ્વદેશ આવી અંગ્રેજ સામે અહિંસક યુદ્ધ જગાવ્યું. કૃષ્ણ સુંદર્શનધારી હતા તો મહાત્મા સુ- દર્શનધારી હતા. અહીં શબ્દની વચ્ચે એક નાનકડી લઘુરેખા- મૂકીને કવિ સુદર્શન અને સુ-દર્શન વચ્ચે જે અર્થ જન્માવે છે, એ એમના સક્ષમ કવિકર્મની સાદેહી પુરે છે. આમ, બે મહામાનવોના કાર્યોની સમાનતા દર્શાવી કવિ આ ઉત્તમ અભૂતપૂર્વ સરખામણીમાં, શબ્દે શબ્દમાં શ્રેષ્ઠ કવિકર્મનો સંસ્પર્શ આપે છે. અને એમની કલમ થકી જન્મે છે એક અદ્ભૂત કાવ્ય. ‌ ‌ ‌

__________________________________ ‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌

૯) પૂજા(અલકા) કાનાણી.

દરેક જીવને જીવવાનો અધિકાર છે

મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો,

પહેલાં તો કાઢું વટહુકમ કે આ જ ક્ષણ થી,

પ્રજા મારી પંખી_ મનુજ_ પશુ ને કીટકઞણો,

 બધાંને જીવ્યાનો જ હક,હણવાનો હક નથી.દ્ધુમોની ડાળી ને નીડ,નગર_આવાસ ભીડમાં વનોની ઝાડી . કે ઞિરિકુહરમાં,ભૂમિભીતરે

જહીં આબાદી ત્યાં સહુયે  મળી મેળા રચી રહો પ્રજા મારીને ના ફિકર ફરિયાદો કશીય હો,

હું પૃથ્વીનો રાજા,અવર ગ્રહશું વિગ્રહ નહિ કરારો મૈત્રીના કરું,અગર હો આક્રમણ તો પ્રીતિનું જેમાં ના જીતવું પણ જીતાઈ જ જવું.

સ્વ_તંત્રે વ્યક્તિના રહું વિરચી હું શાસન નવું.

પ્રજાને એવા તો સ્વનિયમમાં બાંધી લઉં કે પછી ના રાજા કે હકૂમતની એને જરૂર રહે!

ઉમાશંકર જોષી.

   જનમ_૨૧/૭/૧૯૧૧.     

   અવસાન_૧૯/૧૨/૧૯૮૮

     ઉમાશંકર જોષી બહુમુખી પ્રતિભા ધરાવનાર કવિ હતા.ગુજરાતી સાહિત્યમાં ” વાસુકી” અને “શ્રવણ” ઉપનામધારી આ કવિનો જનમ સાબરકાંઠા જિલ્લાના ઇડર ગામમાં થયો હતો.ઉમાશંકર  જોશીને સાહિત્ય સર્જન માટે ઘણા સુવર્ણચંદ્રકો પ્રાપ્ત થયા હતા. એમણે કવિતા,નાટક,નવલિકા,નિબંધ,વિવેચન, સંપાદન ક્ષેત્રે અનન્ય કાર્ય કર્યું છે.તેમના કાવ્યમાં ” વ્યક્તિ મટીને વિશ્વમાનવી”નો અભિગમ સ્પષ્ટ જોવા મળે.

    પ્રસ્તુત કાવ્યમાં”જીવો અને જીવવા દો નો” ભાવ પ્રગટ થાય છે.આપણને પૃથ્વી પર હકૂમત કરવા મળે તો? આપણાં માટે જ વિચારીએ ને? પણ અહીં તો કવિ નાના_ મોટા દરેક સજીવ માટે વિચારે છે.અને  સૌથી પહેલો એવો વટહુકમ બહાર પાડવા માંગે છે, જ્યાં બધાને જીવવાનો સમાન હક હોય.પશુ-પંખી,મનુષ્યો અને કીટકો તમામને જીવવાનો હક છે. કોઈને પણ અન્ય જીવોને હણવાનો હક નથી. આપણે જોઈએ છીએ કે માનવજાત પોતાનાં સ્વાર્થ માટે અન્ય જીવોને હાની પહોંચાડે છે.એવું કરવાની કવિ અહીં  સ્પષ્ટ ના પાડે છે.કારણકે આવું કરવાથી માળામાં,નગરમાં,ઝાડીમાં,પર્વતની ગુફામાં કે જમીનની અંદર બધા ભેગા મળીને રહેશે તો ચોક્કસ એનાં સારા પરિણામ આવશે.સૌ આબાદ પણ થશે.અને આગળ કહ્યું છે” જો હું રાજા બનું તો મારી પ્રજાને કશીય ફરિયાદ નહીં રહે. કારણકે હું એવા મૈત્રીના કરાર કરવા માંગુ છું”. જ્યાં સદાય પ્રીતિનું આક્રમણ હશે અને જેમાં કોઈને જીતવાનું નહીં હોય બધાંને અન્યો દ્વારા જિતાઇ જવાનું હશે.અને પ્રજાને એવા સ્વનિયમનમાં બાંધી દઈશ કે કોઈ રાજા કે તેની હકૂમતની જરૂરત જ ના રહે.

__________________________________

૧૦) ભગવતી પંચમતીયા. ‘રોશની’

 કોઈ જોડે કોઈ તોડે 

કોઈ જોડે કોઈ તોડે

પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે

કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,

કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…

કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે,

કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે… પ્રીતડી…

કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,

કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે… પ્રીતડી…

કોઈ જોડે કોઈ તોડે

પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે…

-ઉમાશંકર જોશી

ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત સાહિત્યકારોમાં ઉમાશંકરનું નામ અગ્ર ક્રમે લેવામાં આવે છે. તેમનો જન્મ ગુજરાતનાં બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧માં થયો હતો. ૧૦૦થી વધુ વર્ષો થઈ ગયાં હોવા છતાં તેઓનું નામ હજુ પણ લોકો ભૂલ્યા નથી. માતા નવલબેન અને પિતા જેઠાલાલ કમલજી જોશીનાં નવ સંતાનોમાં ઉમાશંકરનો નંબર ત્રીજો હતો. ૧૯૩૭માં તેમનાં લગ્ન જ્યોત્સનાબેન જોડે થયાં હતાં. તેમની બે પુત્રીઓનાં નામ અનુક્રમે નંદિની અને સ્વાતિ છે. તેમણે શિક્ષણ બામણા, ઈડર,અમદાવાદ અને મુંબઈ ખાતે લીધું હતું. સંસ્કૃત અને ગુજરાતી વિષયો જોડે તેમણે પ્રથમ વર્ગમાં એમ.એ. કરેલું.

  પ્રસ્તુત કાવ્યમાં કવિએ પ્રીત કરનારાઓના જુદા જુદા પ્રકારોને વર્ણવ્યા છે. કવિ કહે છે કે પ્રીત કરનારાં પણ અલગ અલગ મિજાજ ધરાવતાં હોય છે. જેમ કે કોઈ પ્રીતથી જાતને જોડી દે છે. તો વળી કોઈ પ્રીતને જ તોડી દે છે. કોઈ કોઈમાં ખૂબ ગુમાન એટલે કે અભિમાન ભરેલું હોય. એટલે ભાવ અભિવ્યક્ત કરવાનું ટાળે અને સામાં પાત્રને એમ જતાવે કે પોતાને પ્રીતની જરા પણ જરૂરિયાત નથી. જયારે કેટલાક તો આંખનો જરાક અમથો અણસારો મળે ત્યાં સામે ચાલીને દોડી આવે. 

તો વળી કોઈક એકદમ ગભરુ હોય અને પ્રણયથી દૂર દૂર ચાલ્યાં કરે, પ્રીતથી ડરીને ચાલે. તો કોઈક એનાથી સાવ ઉલટું કરે. ઉમંગમાં ને ઉમંગમાં જલ્દી દોડીને આવી જાય. કોઈ કોઈ બદનસીબ હોઠ લગી આવી ગયેલો પ્રીતિનો જામ ફોડી નાખે છે. તો કોઈક પ્રીત કરનાર હૈયા ખાતર પોતાની જિંદગીને ખતરામાં મૂકી દેતાં પણ અચકાતા નથી. માણસનાં મનને સમજવું બહુ અઘરું છે. સાગર કરતા પણ ગહેરી મનની ઊંડાઈ હોય છે. તેને માપવી એકદમ અશક્ય. એક જ વાત પર દરેકનાં વિચારો અલગ અલગ હોવાનાં. અરે, મન તો એટલું ચંચળ છે કે એક જ વાત પર પણ જુદાં જુદાં સમયે તેની પ્રતિક્રિયા અલગ હોવાની. અને પ્રીત તો મનની વાત.  

આમ, અહીં કવિએ પ્રીત કરતાં લોકોનો મિજાજ વર્ણવ્યો છે.

________________________________

૧૧) હિમાલી મજમુદાર

પ્રકૃતિનું વૈવિધ્ય

ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ

લહરી ઢળકી જતી,

વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી

સ્વૈરપથ એહનો ઝાલીએ

ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ

ચાલને!

વિરહસંતપ્ત ઉર પર સરે મિલનનો

સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો

કૌમોદીરસ અહો !

અવનિના ગીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો!

ચંદ્રશાળા ભરી ઉછળે,

આંગણામાં ઠળે,

પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,

અધિક ઉજજવળ કરંતો તુજ ભાલને, ગાલને

સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,

ચૈત્રની ચાંદની રાતમાં  ચાલીએ,

ચાલને!

                  ( વસંતવર્ષૉ )

          કુદરતે રચેલા ઋતુચક્રનો મહિમા અનેરો છે. દરેક ઋતુને પોતાનું આગવું રૂપ અને મિજાજ હોય છે. પ્રકૃતિના  વૈવિધ્યને થોભીને જોનાર, માણનાર અને તેના સૌંદર્યનું રસપાન કરનાર શ્રી ઉમાશંકર જોશી એ આ કાવ્ય દ્વારા ચૈત્રની ચાંદની રાતની સુંદર સેર કરાવી છે.પ્રકૃતિના ઉપાસક એવા, કવિના શબ્દો દ્વારા લહેરાતો લય,ગતિ, અને પ્રકૃતિ સાથે નું સામિપ્ય એ કાવ્યનું માધુર્ય છે.

             વન-ઉપવનમાં ખિલેલા પુષ્પની સુગંધ ધીમા પવનની લહેરખી સાથે લહેરાતી હોય છે. ઢળીને,છલકીને અને મલકીને જતી મહેકમાં હાથ ઝાલીને ચૈત્રની ચાંદની રાતમાં કવિ મ્હાલવાનું નિમંત્રણ આપે છે.

            વિરહ અનુભવી રહેલા ઉરમાં જ્યારે કૌમુદીરસ ભરેલા નભનો સ્પર્શ થાય છે.ત્યારે હ્રદયમાં પ્રસરી રહેલી મિલનની એ અનુભૂતી સાથે ચાંદની રાતને માણવાની વાત કવિ અહીં કરે છે.

           ઉગવું અને આથમવું એ કુદરતી ક્રમ છે.કવિએ પોતાની વિચારધારાને કુદરતના સાનિધ્યમાં રમતી મૂકી છે.જે આ પંક્તિ દ્વારા અનુભવી શકાય છે. અવનીના તપતા હ્રદયમાં ચંદ્ર તેની ચાંદનીના અજવાળા પાથરે છે. તેથી આંગણે અદ્ભુત દ્રશ્ય સર્જાય છે.ઝાડ, પાન,અને ફૂલોની હારમાં પથરાયેલી ચાંદની વનદેવીના સેંથાની જેમ ઝગમગે છે. સ્થિર અને શાંત પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતાં જ તરંગો તગતગે છે.

આમ અધિક સુંદર દેખાતા ચંદ્રની ચાંદનીના સૌદર્યનું મનભરીને  રસપાન કરતાં, ચાલ ચૈત્રની ચાંદની રાતમાં મ્હાલીએ. 

          સાહિત્યના શિરોમણી,જ્ઞાનપીઠ એવોર્ડથી પુરસ્કૃત,સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં ઉમદા પ્રદાન કરનાર શ્રી ઉમાશંકર જોશીની અદ્ભુત રચનાને માણતાં આપણો માહ્યલો પણ ચૈત્રની ચાંદની રાતમાં વિહરવાની અનુભૂતિ કયૉ વગર કેવી રીતે રહી શકે?

__________________________________

૧૨) જાગૃતિ રામાનુજ

 પ્રેમાળ પ્રકૃતિનું વૈવેધ્ય

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી;

જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, 

રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,

હંસોની હાર મારે ગણવી હતી;

ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,

અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,

એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

જંગલની કુંજકુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,

અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોષી

 કવિ શ્રી ઉમાશંકર જોશીની આ એક અતિ પ્રિય રચના છે.

          આ રચનામાં કવિ શ્રી ઉમાશંકર જોશીએ હર એક વ્યક્તિના મનમાં આવતા વિચારોના ઘોડાને એક વેગ આપ્યો છે. આજની યુવાપેઢી  જો આ રચના વાંચે તો એના મનના વિચારો જરૂર થનગની ઊઠે. 

         ખુલ્લું આકાશ મળે તો કોઈની પણ સાથે લીધા વિના 

એકલી જ ભમવું છે.કોઈ ભોમિયાની જરૂર જ નથી.અને બધા જ ડુંગરા પર ફરવું છે.જંગલમાં ઝાડ ને વેલાના પાંદડાની બનેલી 

ઘટામાં કુંજ ને જોવી છે.

અવનવા કોતરો ને જોવા છે અને પેલી ઊંડી ઊંડી આવેલી ગુફાઓને પણ જોવી છે.જ્યાં એક પરમ શાંતિ હોય.

ઝરણાં પણ ક્યારેક રડતાં હોય છે એની આંખ એટલે જ માનવ જો એ પણ વિચારે કે ઝરણાની આંખમાંથી ક્યારેય કશું હોય ને જો હોય તો?

    સાંજ જ્યારે કેસરી હોય છે ત્યારે સરોવરના પાણી શાંત થઈ જાય છે.અને એની પાળ સોના જેવી ચમકતી લાગે.અને શાંત જળમાં હંસો જે રીતે હારમાં વિહરતા હોય છે.લાઈનમાં એ બધાને ગણવાની કેવી ખુશી મળે જે અલગ છે.

કોકિલા એ જ્યાં માળો બાંધ્યો છે ત્યાં એ ડાળ પર ઝુલતા અંતરમાં જે વેદના છે એને વણવી હતી કેમ કે એ વેદના ભવિષ્યનો ચિતાર છે.

        ખુલ્લા આકાશ નીચે ઊભા રહી હ્રદયની વાત મોટા આવજે કરવી છે.અને એના જે પડઘા પડશે એ ફરી ઝીલવા છે.

     મારા મે બોલેલા બધા જ  બોલ વેરાઈ અને આભમાં ફેલાય કેવું લાગે?

જાણે કે હું એકલો અને સાવ અટુલા સાવ ઝાંખા પડવા લાગ્યા….અને એટલે જ આખો અવતાર મારે ડુંગરા ભમવા છે.અને ફરી ફરી જંગલમાં કુંજ જે કલબલાટ કરે છે એને સાંભળવી છે.

      એક ભોમિયો પણ ભૂલો પડી જાય એવી ગુફાઓમાં ફરીને અંતરની જે અંતર આત્મા જોવી છે.

બહુ સરસ રીતે અંતરની વાત કહી છે સાવ સરળ શબ્દોમાં પણ ઊંડાઈમાં જઈ બહુ બધું સમજાવ્યું છે કે જિંદગીમાં આ પણ અંતરની આંખથી જોવું જોઈએ.

_________________________________ 

૧૩) ચેતના ગણાત્રા, “ચેતુ”

 મ

આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા સમાન ગણાતા ઉમાશંકર જોશીની આ સુપ્રસિદ્ધ રચના. જેને માણવા માટે બધા જ બંધનો તોડીને મુક્ત મને વિહરવું પડે. ઘણા શબ્દોના અર્થ સમજવા માટે કોઈ શબ્દકોશ કામ ના આવે એની માટે તો જીવનકોશ ફંફોળવો પડે. કવિ શ્રી ઉમાશંકરની પ્રત્યેક રચનામાં આવી, અનુભૂતિ થાય એ સાહજિક છે. ઉચ્ચ કોટિના સર્જકની રચનાઓમાં આવી અનુભૂતિના અનુભવ એટલે આપણા અહોભાગ્ય.

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી;

જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,

રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે

હંસોની હાર મારે ગણવી હતી;

ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે

અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,

અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

જંગલની કુંજકુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,

અંતરની આંખડી લ્હોવી જરી.

આજના ટેક્નિકલ યુગમાં આવી જિંદગીની કલ્પના ખરેખર મનને એક પૂર્ણતા બક્ષે છે. સમય તો સરતો રહ્યો, પરંતુ આપણે સદાય તેના પાબંદ બની ગયા. નિરાંતે બેસીને એક ક્ષણ માટે વિચારીએ, તો એમ થાય કે આપણે ખરેખર પોતાની માટે જીવી રહ્યાં છીએ? ક્યાંક સમયના બંધન, તો ક્યારેક રીતિ-રિવાજના બંધન તો ક્યાંક વળી સંસ્કારના બંધન… કર્તવ્ય અને ફરજના રૂપાળા નામે આપણે જિંદગી જીવવાનું જ ભૂલી ગયા છીએ. આપણને સતત માર્ગદર્શન સાથે જીવવાની આદત પડી ગઈ છે. બધાની પરવા કરવાની આદત પડી ગઈ છે. મારા આ વ્યવહારનો લોકો શું પ્રતિસાદ આપશે? એ ગૂંગળામણમાં અટવાઈ રહ્યા છીએ…

 જીવનના ડુંગરા ભમવા માટે આપણને શિક્ષણ પ્રશિક્ષણ જરૂરી લાગે છે. શું આપણે મુક્ત બનીને પોતાનું જીવન ન જીવી શકીએ? પોતાની સ્વતંત્રતા માણી ના શકીએ? કલ્પનાની પાંખે ઉડીને  કુદરતના ખોળે રમી ના શકીએ?

આ કાવ્યના પ્રત્યેક શબ્દોને આત્મસાત કરીએ તો ખરેખર સુંદર સ્વર્ગ સમું જીવન આપણે જીવી લઈએ. મુક્ત મને સ્નેહભરી સફર જીવીએ તો જિંદગીની પ્રત્યેક ક્ષણને ઉત્સવ બનાવીને ઉજવી શકીએ. ફક્ત એક માણસ બનીને જીવીએ તો માણસાઈથી ભરપૂર જીવન માણી શકીએ. તો આવો, સૌને આવું સુંદર ઉચ્ચતમ જીવન જીવવાનું આમંત્રણ આપતું આ કાવ્ય માણવાનું નિમંત્રણ.

પાંચ વાર્તાની સમીક્ષા

૧) એકતા નીરવ દોશી

વાર્તા-1નું નામ : તરસના કુવાનું પ્રતિબિંબ/ વીનેશ અંતાણી

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: સામાજિક સમસ્યા અને  માનવીય સંબંધો વિષે 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે?

ઉત્તર : સમજવું અઘરું લાગ્યું. માણસની તરસ ક્યારેય છીપાતી નથી. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : તકલીફો તો આવતી રહે, કોઈ પોતાનું વતન છોડી જાય! 

૪. વાર્તાનો સારાંશ: 

ઉત્તર : કચ્છમાં ચાર વર્ષથી વરસાદ પડ્યો નથી ત્યારે સૌ જીવવા માટે નીકળી પડે છે પણ નાયક ત્યાં જ રોકાઈ જાય છે અને પોતાના ત્યાંથી નીકળવાના તમામ રસ્તા બંધ કરી દે છે. 

રજૂઆત: કચ્છના પરિવેશમાં કચ્છી બોલી સાથે રજુઆત થઈ છે.

૫. કથનશૈલી શું છે?

ઉત્તર :  ત્રીજો પુરુષ 

વાર્તા-2નું નામ : રાજકપુરનો ટાપુ/ માય ડિયર જયુ

1. વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર : માનવીય સંબંધો

2. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

ઉત્તર : કહ્યા વિનાના, દેહથી પરે એવા પ્રેમની વાત. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : નાવિક મોટો ફિલોસોફર હતો. 

4. વાર્તાનો સારાંશ: 

ઉત્તર : નળસરોવરના નાવિક અને ત્યાંના ટાપુઓ ઉપરના લોકોનું જીવન બતાવ્યું છે. સાથે છે નાનપણની અવ્યક્ત પ્રીત જેમાં બંને પાત્ર એકલા હોવા છતાં દૂર રહે છે.  રજુઆત: રોજ બરોજની શૈલી. 

5. વાર્તાનો પ્રકાર? 

ઉત્તર : પ્રથમ પુરુષ. 

વાર્તા-3નું નામ:  કાળી પરજ/ ઇલા આરબ મહેતા.

1. વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર : સામાજિક.

2. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

ઉત્તર : સમાજમાં પ્રર્વતતા ભેદભાવ ખરાબ છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : દરેક વર્ગ ભેદભાવનો શિકાર છે. 

4. વાર્તાનો સારાંશ: 

ઉત્તર : નાયિકા તેના કોલેજના એક ગ્રુપ સાથે આદિવાસી રિવાજ સમજવા જાય છે. આદિવસીઓમાં પણ આંતરિક ઉંચનીચના ભેદભાવથી વ્યથિત થાય છે. સાથે સાથે તે એના જ ગ્રુપના એક અમેરિકનના પ્રેમમાં પડે છે. એ મોડર્ન માતાની મોડર્ન દીકરીને પણ માતાનો ભેદભાવ નડે છે.

5. વાર્તાનો પ્રકાર? 

ઉત્તર : પ્રથમ પુરુષ. 

વાર્તા-4નું નામ : હેમકૂટથી આવ્યા બાદ/ શ્રીમાસ્તિ કન્નડ લેખક/ અનુવાદ સરલા કડીઆ

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: પૌરાણિક કથાની કલ્પના 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે?

ઉત્તર : સુખ-દુઃખ માનવીય જીવનમાં આવતાં-જતાં રહે છે. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર :  દુઃખનો સ્પર્શ થયા પહેલાંનો આનંદ એ જ સાચો આનંદ. 

૪. વાર્તાનો સારાંશ: 

ઉત્તર : શકુન્તલા મહેલમાંથી કણ્વઋષિ પાસે મળવા આવે છે ત્યારે તેને પોતાની બાળપણની બધી સ્મૃતિઓ અકબંધ મળે છે પણ તેનો આનંદ લઈ શકતી નથી. અને મહેલમાં પાછી વળતી વખતે વિચારે છે કે દુઃખ પછી આવેલું સુખ સાચો આનંદ નથી આપી શકતું.

૫. કથનશૈલી શું છે?

ઉત્તર :  ત્રીજો પુરુષ 

વાર્તા-4નું નામ :  કાયાપલટ/ મોહન પરમાર

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: સામાજિક 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે?

ઉત્તર : સ્ત્રીના જીવનનું પતિબિંબ જીલ્યું છે. એકલી સ્ત્રી અને કોઈનામાં ખોવાઈ જનારી સ્ત્રીમાં ખૂબ ફરક આવી જાય છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર :  સ્ત્રીને સાસરિયાંનું ધ્યાન લોક લાજે રાખવું પડે છે.

૪. વાર્તાનો સારાંશ: 

ઉત્તર : નાયિકા આજના જમાનાની આધુનિક નારી છે. જે નોકરી કરે છે. દંપતીને બાળક નથી. નાયિકાને પોતાના જીવનમાં સાસરિયાંની દખલ ગમતી નથી. જ્યારે પતિ પોતાના મોટા ભાઈ અને બહેન સાથે જોડાયેલો છે. અને અંતમાં પતિ તેમનાથી કંટાળી જાય છે પણ નાયિકા મોટાભાઈ અને નણંદ સાથે જોડાઈ જાય છે. 

૫. કથનશૈલી શું છે?

ઉત્તર :  ત્રીજો પુરુષ

                    _________________________________                                   

) સલીમા રૂપાણી

1. લઘુકથા : 

પ્રમાણિકતા દિલમાંથી આવે છે. સુધા મૂર્તિ, મનની વાત (વાઇસ એન્ડ અધરવાઇઝ) અનુવાદક: સોનલ મોદી

૧. વાર્તાનો પ્રકાર શું છે?

માનવીય સંબંધો વિશે

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?) :ફક્ત સંસ્કારથી અને દિલમાંથી જ સારા ગુણો આવે છે, જ્યાં ધાર્યું હોય ત્યાં સારા ગુણો ન પણ દેખાય અને જ્યાં આશા ન હોય ત્યાં સદ્દગુણોનો ભંડાર દેખાય એવું  પણ બને.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે?

 ‘પ્રમાણિકતા કોઈ સ્કૂલ કે યુનિવર્સીટી નથી શીખવી શકતી કે પૈસાદારો કે ઉચ્ચ નોકરી વાળાનો ઇજારો નથી, કે નથી એ કોઈ કુટુંબની પરંપરા, એ ફક્ત દિલમાંથી જ ઉદભવે છે.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

સુધાજીએ એમના ફાઉન્ડેશનમાંથી એક અત્યંત, દારુણ ગરીબ પરિવારના ગ્રામીણ  વિદ્યાર્થીને સ્પોન્સર કરેલ. વર્ષના અંતે એ યુવકે અમુક પૈસા પાછા મોકલ્યા, એવું જણાવીને કે એક મહિનો રજા અને એક મહિનો હડતાળ એમ  બે મહિના કોલેજ બંધ રહેલ તો એ પોતાના ઘરે હોવાથી બચેલ પૈસા પરત મોકલે છે. એ પરિવાર કે જ્યાં રોજના ભોજનનો પ્રબંધ પણ અઘરો હતો એની પ્રમાણિકતા જોઈને લેખિકા અત્યંત પ્રભાવિત થઈ ગયા.

રજૂઆત:

૫. કથનશૈલી શું છે? ઉત્તર : પ્રથમ પુરુષ એકવચન

    લઘુકથા. 2

1. લઘુકથા : અશ્વિન નામે એક મિત્ર, 

લેખિકા: હિમાની શેલત

૧. વાર્તાનો પ્રકાર શું છે?

માનવીય સંબંધો  વિશે.

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?) : 

આપણને પોતીકા લાગતા હોય, દિલ ખોલીને જખમ બતાવી શકીએ એવા અંગત લાગતા હોય એ  ખરેખર એટલા અંગત મોટે ભાગે હોતા નથી, આપણો વિશ્વાસ છેતરામણો નીકળે એવુ બને.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? 

“બીજાનો વિચાર કરે એવા મિત્રો મળે છે જ ક્યાં આજકાલ. બધા પોતામાં જ ડૂબેલા.”

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

બધી બાજુ સમસ્યાઓથી ઘેરાયેલ વ્યક્તિ જ્યારે સગાઈ  પણ તૂટતા મિત્ર પાસે હૈયુ હળવું કરવા જાય છે ત્યારે એ મિત્ર સહાનુભૂતિનો દંભ કરી પોતાના મનની સૃષ્ટિમાં જ રચ્યોપચ્યો રહે છે એનું આલેખન લેખિકાએ બહુ સરસ કર્યું છે.

રજૂઆત: 

૫. કથનશૈલી શું છે? ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

    3 લઘુકથા : મુકુંદરાય

લેખક: રામનારાયણ પાઠક

૧. વાર્તાનો પ્રકાર શું છે?

માનવીય સંબંધો  વિશે

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?) : એકવાર દીકરો શહેરના મિત્રોની સોબતેચડ્યો અને પિતા તથા બહેનની ગરીબી માટે લઘુતાગ્રંથિ અનુભવવા લાગ્યો તો હાથથી ગયો.

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ સામાજિક વિધાન કર્યું છે.

પેટે પાટા બાંધીને દીકરાને ભણાવતા હોય એ દીકરો જો શહેરી ઠાઠમાઠમાં છકી જાય તો એવા દીકરા કરતા દીકરો જ ન હોય એ સારું.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

રઘનાથ ભટને એમના એકના એક પુત્ર માટે ઘણી આશા હતી અને પોતે કરકસરથી રહીને એ મુકુંદરાયને શહેરમાં ભણાવતા હતા, પણ મુકુંદરાયને પિતાજીની આર્થિક પરિસ્થિતિની, વિધવા બહેનની મિત્રો સામે શરમ લાગતા એ ભવન કે પિતાજીની ભાવનાઓની કદર કર્યા વગર જતો રહે છે, રઘનાથ વાતવાતમાં આવા દીકરા કરતા નખ્ખોદ સારું એમ કહી દે છે.

રજૂઆત: 

૫. કથનશૈલી શું છે? ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

 4 લઘુકથા

વિનીનું ઘર

લેખિકા: ધીરૂબહેન પટેલ

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: સામાજિક સમસ્યા / માનવીય સંબંધો વિષે/ 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)

ઘર એટલે એક એવી જગ્યા જ્યાં કોઈ બંધન નહિ, અણગમતા સવાલો નહિ, અતિ સ્વચ્છતાનું અતિક્રમણ નહિ, બસ નિતાંત હળવાશ.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

એક એવું ઘર જ્યાં ફાવે ત્યારે જઇ શકે,  મહિનાઓ લગી ના જાય અને જ્યારે બારણે આવીને ઉભો રહે એ જ આવકાર મળે, નહિ કોઈ પ્રશ્નો, નહિ અપેક્ષા ન ઉપેક્ષા, નરી મોકળાશ, નરી આત્મીયતા.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

અર્જુન માટે હળવાશનું, આત્મીયતાનું પોતીકા પણાનું ઠેકાણું એટલે વિનીનું ઘર. પોતાના ઘરે કેટલાએ બંધનો, અણગમતા સવાલોના જાળાઓથી ઘેરાયેલ અર્જુન જ્યારે વીનીને ત્યાં જાય, એ હોય કે ન હોય એક હળવાશ લઈને આવે છે. ક્યારેક જમે પણ છે પણ સામે કોઈ જ અપેક્ષા નથી. જાય તો આવકારો મળે છે, સાથે એક હળવાશની તાજગી બોનસમાં લઈને આવે છે માટે જ એને ત્યાં જવુ ગમે છે.

રજૂઆત: 

૫. કથનશૈલી શું છે? ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

લઘુકથા:5

એ પણ મા છે ને

લેખક: વર્ષા અડાલજા

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: માનવીય સંબંધો

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?) :

નિરાધાર વહુ-પૌત્રીને દાદાની હૂંફ અને એ દાદાને કચડી નાખનાર ને અપાતી ક્ષમા, આ વિષય લેખિકાએ સુંદર રીતે નિરૂપ્યો છે. અંતમાં એક મા જ સસરાને કચડનાર બીજી માના દીકરાને માફી આપી શકે એ દર્શાવ્યુ છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?”એ પણ મા છે ને”

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

યુવાન વયે પતિ જતો રહે છે ત્યારે સસરાની હુંફ આરતીને જીવવા અને નાનકડી અરુને ઉછેરવામાં એક સ્તંભની જેમ ટેકો આપે છે. એ જ સસરાને જ્યારે અણઘડ તરુણ નિનાદ એક્સિડન્ટમાં કચડી નાંખે છે ત્યારે ઉભી થતી કરુણ પરિસ્થિતિ અને બદલાની ભાવના અને છેલ્લે અપાતી ક્ષમા આખી વાર્તાને અદભુત ઓપ આપે છે.

ઉત્તર : ત્રણથી ચાર વાક્યોમાં લખશો.

રજૂઆત: 

૫. કથનશૈલી શું છે? ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

__________________________________

) કુસુમ કુંડારિયા.

જાણીતા સાહિત્યકારની પાંચ લઘુ વાર્તા નવેસરથી વાંચીને નીચેના મુદ્દા. મુદ્દા પર અભિપ્રાય.

             વાર્તા : ૧. 

શિર્ષક:- પોસ્ટ ઓફિસ..

લેખક : ધૂમકેતુ. ( ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. )

૧. વાર્તાનો પ્રકાર :- સામાજીક.

વાર્તાનો વિષય:-  પિતાનો પુત્રી પ્રત્યેનો અનહદ પ્રેમ.

 લેખક શું કહેવા માંગે છે?

જવાબ:- સંજોગો બદલાતાં માણસમાં પણ પરિવર્તન આવતું હોય છે. શિકારનો શોખ ધરાવતો અલી ડોસો જીવનની સંધ્યાએ પુત્રી મરિયમના વિરહથી સ્નેહાળ અને ભાવાર્દ્ન બની જાય છે.

૩. વાર્તા દ્વારા માનવીય સંબંધો વિષે વિધાન:-  મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જૂએ તો અરધું જગત શાંત થઇ જાય,

૪. વાર્તાનો સારાંશ:- 

ઉત્તર : આ વાર્તા દ્વારા લેખક માનવ-માનવ વચ્ચેના સંબંધોને સ્નેહ અને સદભાવનાનો સ્પર્શ મળે, એવી પ્રેરણા અને સંદેશ આપે છે,

૫. કથનશૈલી:- પહેલો પુરુષ એકવચન.

વાર્તા- ૨. મુકુન્દરાય,

લેખક:-રા.વિ. પાઠક.

વાર્તાનો પ્રકાર:-સામાજીક.

વાર્તાનો વિષય:- પિતા પુત્રના વિચારભેદ અને આચાર ભેદનો પરિચય.

લેખક શું કહેવા માંગે છે?

જવાબ:- આધુનિકતા અનિવાર્ય છે. પણ તેને સંદર્ભ સહિત સમજી એનો સ્વિકાર કરવાથી સારું પરિણામ મળે. તેથી ઊલટું, આધુનિકતાને માત્ર પોતાની રીતે લેતાં અને તેમાંય સ્વાર્થ ભળતાં કરૂણતાં જ સર્જાય.

માનવીય સંબંધો  વિશે વિધાન:- નાલાયક પુત્ર કરતાં નખ્ખોદ સારું.

વાર્તાનો સાર:- સમજણ વિનાની આધુનિકતા કરૂણતા સર્જે છે.

કથન શૈલી:- બીજો પુરૂષ એકવચન

વાર્તા:- ૩.

એળે નહિ તો બેળે.

લેખક:- પન્નાલાલ પટેલ.

વાર્તાનો પ્રકાર:- સામાજીક.

 વાર્તાનો વિષય:- પરસ્પરને ઝંખતા છતાં વિયોગનો અનુભવ કરતાં યુવાન પતિ-પત્નીની વાત.

લેખક શું કહેવા માંગે છે?

જવાબ:- ગુજરાતના ગ્રામ્યજીવન અને રીત રિવાજનો પરિચય આપે છે. 

માનવીય સંબંધો વિશે વિધાન:- કોદારની વહુએ નક્કી મોયણી કરી છે.

વાર્તાનો સાર:- રૂખીની ટકોરથી કોદારમાં હિંમત આવી જાય છે અને રૂખીને સાસુ પાસેથી છોડાવીને પોતાની સાથે લઇ જાય છ, અને બંનેના જીવનમાં પ્રસન્ન દાંપત્ય અને માધુર્યનો ભાવ છવાઈ જાય છે.

કથનશૈલી:- બીજો પુરુષ,

વાર્તા. ૪.

શિર્ષક:- માજા વેલાનું મૃત્યુ.

લેખક:- સુન્દરમ.

વાર્તાનો પ્રકાર:- સામાજીક.

વાર્તાનો વિષય:- પછાત વર્ગના લોકોનું લોકજીવન,

લેખક શું કહેવા માગે છે?

જવાબ:- સડક પર જિવાતી જિંદગીને પણ સભ્ય સમાજ જેવી જ લાગણી અને સંવેદના હોય છે.

માનવીય સંબંધો વિશે વિધાન:- કુટુંબના મોભીની કુટુંબ પ્રત્યેની લાગણી. અને બાળકોને પોતાના ભૂતકાળના પરાક્રમોની વાત કહેવી.

વાર્તાનો સાર:- ભોજન સમારંભ પછી વધેલાં એંઠા-જૂઠાં પકવાનનો સ્વાદ માણવા, શરીરમાં તાવ હોવા છતાં ડોસો ત્યાં જાય છે. અને પોતાના ભૂતકાળની વાત કરે છે. અને સુતરફેણી અને સૂકામેવાની વાત કરે છૂ ત્યારે બાળકો કેવળ આશ્વર્યનો અનુભવ કરે છે. છેલ્લે વનો ક્યાંકથી જિત-જાતની મીઠાઈ અને સુતરફેણી લાવે છે. અને ડોસાને તથા બાળકોને ખવડાવે છે. અને ખરા અર્થમાં ખાઈ-પી પરવારી માજા વેલા આવડા મોટા કુટુંબમેળામાંથી પરલોક સિધાવે છે.

કથનશેલી:- પહેલો પુરુષ. એકવચન.

વાર્તા.- ૫.

શિર્ષક:- પ્રથમ વર્ષા અને પછી.

લેખક:- ચુનીલાલ મડિયા.

વાર્તાનો પ્રકાર:- હાસ્યકથા.

વાર્તાનો વિષય:- સૃષ્ટિ સૌંદર્યનું વર્ણન.

લેખક શું કહેવા માંગે છે?

જવાબ:- કુદરતે રચેલી આ સૃષ્ટિ ભરપૂર સૌંદર્યથી ભરેલી છે. 

માનવીય સંબંધો વિશે વિધાન:-  અણુએ અણુમાં નવજીવનની ઉષ્માથી ધબકતી આ પૃથ્વી ઉપર બે પગ ચાંપીને ઊભા રહી શકીએ છીએ એ જ સાચો પ્રણય છે.

કથનશેલી.:- પહેલો પુરૂષ.

__________________________________

) કિરણ પિયુષ શાહ

વાર્તા :- ૧

 શીર્ષક :- ઠેકાણું

લેખક :- હિમાંશી શેલત

૧. વાર્તાનો પ્રકાર શું છે?* 

ઉતર :- માનવી સંબંધો વિશે

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)*

ઉતર :- પિતા પુત્રના સંબંધ વિશે

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉતર :- સામગ્રી (content)*

ખિસ્સા પર એક સરનામાની ચિઠ્ઠી પ્લાસ્ટિક કવરમાં સેફટીપીન સાથે  એજ જાણે એમની ઓળખ 

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:*

ઉત્તર : ત્રણથી ચાર વાક્યોમાં લખશો.

રજૂઆત: (form )* :-ચરિત્રાત્કમક વ્યક્તિચિત્ર તરીકે રજુઆત 

ઉતર :-  માતાના મૃત્યું બાદ અસ્થિર મગજના પિતાની સારસંભાળ કરતા ત્રણ દીકરાના પરિવાર વચ્ચેના સંબંધની વાત. વારંવાર ખોવાઈ જતા પિતાને શોધવા માટે ના પ્રયત્નો.. 

રજુઆત:- રોજ બરોજની ભાષા

૫ કથનની શૈલી : 

ઉતર :-  સર્વજ્ઞ ત્રીજો પુરુષ એકવચન

વાર્તા :- ૨

શીર્ષક :- ખરા બપોરે 

લેખક :- જયંત ખત્રી 

૧. વાર્તાનો પ્રકાર શું છે?* 

ઉતર :- સામાજિક 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)*

ઉતર :- રણના કાંઠે અંતરિયાળ ગામમાં વસતા એક યુવાન યુગલની વાત

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉતર :-સામગ્રી (content)

ખરા બપોરની તપતી ધૂપને જિંદગીની ધૂપથી બચવાના પ્રયત્નો દર્શાવતી વારતા

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર : ત્રણથી ચાર વાક્યોમાં લખશો.

છ છ મહિનાથી અર્ધ ભૂખમરો વેઠતા અને છેલ્લા ત્રણ દિવસથી ખાલી પેટ છતાં સ્વમાન ને મોટું ગણતા. સ્ત્રીની પતિ માટેની ચિંતા. અને પુરુષની નિષ્ફળતા એને રોષ ને ગુસ્સોનું સરસ રીતે આલેખન

રજૂઆત: (form )*

ઉતર :- રોજ બરોજની ભાષા

૫ કથનની શૈલી : 

ઉતર :-  સર્વજ્ઞ ત્રીજો પુરુષ એકવચન

વાર્તા :- ૩ 

શીર્ષક :- બાપાની પીંપર

લેખક :- કિરીટ દુધાત

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉતર :- માનવીય સંબંધો વિશે

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)*

ઉતર :- પીંપરની માવજતને વાડ દ્વારા ઘરના રખોપાની વાત

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉતર :-*સામગ્રી (content)*

પીંપરના પ્રતિક દ્વારા કહેવાયેલ વાત. કાલ વાવાઝોડામાં પીંપર મૂળિયાં સોતી ઊખડી ગઈ. ઘરની દિવાલ પડી તો ઘર  ઉઘાડું થઈ ગ્યું… 

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર : ત્રણથી ચાર વાક્યોમાં લખશો.*મોટી ઉંમરે નાનીવયની સ્ત્રીને પરણ્યા પછીની મથામણ પીંપર રોપી તેને સાચવવા કરાતી વાડ. અને અંતમાં વાવાઝોડામાં પીંપર મૂળિયાં સહિત પડી અને ઘરની દિવાલ તોડી ઘર ઉધાડું થઈ ગયું. આમ પ્રતિકાત્મક પત્ની છોડી જવાની વાત કરી. 

રજૂઆત: (form )

ઉતર :- રોજ બરોજની ભાષા. સંવાદ લોક બોલીમાં. 

૫ કથનની શૈલી : 

ઉતર :- સર્વજ્ઞ ત્રીજો પુરુષ 

વાર્તા :- ૪

શીર્ષક :-  માળો

લેખક :- રાજેશ વળકર

૧. વાર્તાનો પ્રકાર શું છે?* 

ઉતર :-  સામાજિક સમસ્યા 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)*

ઉતર :-  ચકલીના માળા માટેના પ્રયાસ અને કોમી દંગાની વાત સાંકળી ઘર બળ્યાની વાત. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉતર :-*સામગ્રી (content)* ગોધરાકાંડ પર. જે નિર્દોષ હેરાન થયાં એની વાત. 

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:* 

*ઉત્તર : ત્રણથી ચાર વાક્યોમાં લખશો.

હિન્દુ મુસ્લિમ મિત્રતા, ચકલીના માળો બનાવવાના પ્રયત્નો. ગોધરાકાંડમાં ઘરનું બળવું. બે ભાઈના બચાવ અને પિતાના ઝાંખા ફોટા પાછળ બળેલ માળામાંથી મરેલ ચકલીની બળેલી ડોળ. અને નાના ભાઈનું એ જોઈ પૂછવું કે ‘બચ્ચા ક્યાં ગયાં? ‘ લેખકે આબેહુબ દ્રશ્ય રચ્યું. 

રજૂઆત: (form )*

ઉતર :- રોજ બરોજની ભાષા 

૫ કથનની શૈલી : 

ઉતર :- સર્વજ્ઞ ત્રીજો પુરુષ

વાર્તા :- ૫

શીર્ષક :- પ્રથમ વર્ષા અને પછી….(પિનુની ડાયરીમાંથી)

લેખક :- ચુનીલાલ મડિયઃ

૧. વાર્તાનો પ્રકાર શું છે?* 

ઉતર :- માનવીય સંબંધો વિશે

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)*

ઉતર :- 

વાર્તા દ્રારા લેખક તેના પ્રકૃતિપ્રેમ અને તેના ભાવજગતની વાત કરે છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉતર :-

સામગ્રી (content)*પ્રકૃતિના વિવિધ રુપને પ્રેયસી ગણી. એ આસપાસ ઈર્ષા કે વાતનું કારણ બને છે તે.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:* 

ઉત્તર : ત્રણથી ચાર વાક્યોમાં લખશો.

પહેલી વર્ષા પછી ઉઘડતા પ્રકૃતિના સૌંદર્યની વાત. મુંબઇની લોકલ, કોલેજ મિત્રોના કાર્ટુન, દરિયો અને સૂર્યાસ્તના સાક્ષી બની તેમના સૌંદર્યનો અદભૂત રીતે આલેખન.

રજૂઆત: (form )*

ઉતર :- સામન્ય રોજ બરોજની ભાષા

૫ કથનની શૈલી : 

ઉતર :- પ્રથમ પુરુષ એકવચન

__________________________________

૬)  જશુબેન બકરાણીયા.

વાર્તા:-૧

શીર્ષક:-ખરી માં.

લેખક રમણલાલ દેસાઈ.

1. વાર્તા નો પ્રકાર છે .

માનવીય સંબંધો વિશે.

2. વાર્તા દૃવારા લેખક શું કહેવા માગે છે .

ઉત્તર:- એક બાળક અને માતા વચ્ચે ના સંબંધ ની સુગંધ દર્શાવે છે.

3. માનવિય સંબંધ વીશે,

માં અને બાળક ના સબંધ ની વાત.

4. સામગ્રી,નિર્દોષ બાળક પર વહાલ કરતી અપર માં નું ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરતું ભાવનાત્મક નીરુપણ.

5. બીજો પુરુષ બહુવચન

………………

વાર્તા:-૨

શીર્ષક: અંગુલીમાલ, 

લેખક:-રામનારાયણ વી, પાઠક.

૧. વાર્તા નો પ્રકાર

ઉત્તર:- બુદ્ધ મહાવીર ના પંથના એક શિષ્ય ની વાત છે.

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે.

ઉત્તર:- વાર્તા દ્વારા લેખક એ કહે છે કે એક સાધુ ના સંગ થવાથી‌અંગુલીમાલ જેવા,ચોર લુટેરા પણ  

સારા માર્ગ પર આવેલા છે.

૩. વાર્તા દ્વારા લેખક કોઈ /માનવીય સંબંધો /સામાજિક/રાજકીય/વિધાન

ઉત્તર:- વાર્તા દ્વારા લેખક આ નાશવંત શરીર અને આત્મા વિશે નું જ્ઞાન અદભુત રીતે ‌પીરસી આપ છે.

4. કથનની શૈલી  સર્વજ્ઞ ત્રીજો ષૂરૂષ એક વચન.

………………

વાર્તા:-૩

શીર્ષક:-ચક્ષુ શ્રવા

લેખક:-ચંદ્ર કાન્ત બક્ષી

૧. વાર્તા નો પ્રકાર – છે.માનવીય સંબંધો વિશે.

૨.  વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે.

ઉત્તર :- દાદા અને ‌પૌત્રીવચચે ઉંમર નો તફાવત છે છતાં ભાવનાત્મક રીતે સરખા પણું જીવંત રહે છે.

3. દાદા અને પપૌત્રી વચ્ચે અને ચક્ષુ શ્રવા એટલે આંખ થી સાંભળવા ની આમાં વાત છે.

………………

વાર્તા:- ૪

શીર્ષક:-છકડો.

લેખક:-“જયંતીલાલ રતિલાલ ગોહેલ”, “માય ડિયર જયુ”

૧. વાર્તા નો પ્રકાર – માનવીની ગ્રામ્ય પરીવેશ અને જીવન પર.

ર.  વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે.

ઉતર:- વાર્તા દ્વારા લેખક અભાવ માં પણ પોઝિટિવીટી જાળવી ને દરને ભર્યું ભાદરયુ બનાવેછે.

૩. જી હા સામાજિક તેમજ માનવીય મુલ્યો છે.

4. સામગ્રી, પોતાની વ્યક્તિગત વાત અને

બહુ જ જરૂરી એવું 

એવું માનવીય પાસું અડધી રાતે પણ બીમાર ગ્રામ જનો ને હોસ્પિટલમાં પહોંચાડવા, વગેરે..

………………

વાર્તા:-૫

શીર્ષક:-મોંઘી ભાભી

લેખક:- ધૂમકેતુ.

૧. વાર્તા નો પ્રકાર છે

ઉત્તર:- માનવીય સંબંધો વિશે.

2. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે.

ઉત્તર:- દીયર, ભાભી ના ઉંચા અને પવિત્ર ભાવ જગત,ની ઝાંખી કરાવે છે.

૩. વાર્તાનો વિષય છે. ડુંગરા અને ટેકરા કુદરતી લીલીછમ હરિયાળી વચ્ચે ગામડાને તાદૃશ્ય કરતી આહલાદક અનુભવ.

4. વાર્તાનો સારાંશ –

અભણ ભાભી ને ભણાવતા ભણવાનો શોખ જાગ્યો,

સોરઠી બોલીની લઠણ,સરસ છે.

૫. કથનની શૈલી  સર્વજ્ઞ ત્રીજો ષૂરૂષ એક વચન

__________________________________

૭) ટંડેલ તન્વી કે

1.વાર્તાનું નામ અગ્નિપ્રવેશ

લેખક: જ્યકાંતન , અનુવાદક

૧) વાર્તાનો પ્રકાર= સામાજિક

૨) વાર્તાનો વિષય = વિધવા માની યુવાન દીકરી પર બળાત્કાર થતા સામાજિક માન્યતાથી દૂર નવું જીવન જીવવા પ્રોત્સાહિત કરતી માં ની નવી વિચારસરણી ધરાવતી વાત.

૩) લેખકનું મંતવ્ય = સ્ત્રીત્વના પ્રકાશમાં સળગતી દીકરીની જ્યોતને અગ્નિ પ્રવેશથી ઉગારતી માં દીકરીના સંવાદોને નીરૂપી લેખકે આખી વાર્તા ક્રાંતિકારી બનાવી દીધી છે.રસ્તે ચાલતા પગ કાદવમાં પડે તો પગ ના કપાય,પગ ધોઈ પુજાઘરે જવાય.મન સ્વચ્છ, શુદ્ધ હોવું જરૂરી. 

૪) લેખકે આલેખેલું માનવીય સંબંધો અને જિંદગીનું સત્ય = અજાણ્યા પુરુષ દ્વારા થતા બળાત્કારમાં સ્ત્રીનું પોતાનું કર્તુત્વ છે જ નહિ ઈચ્છા વિરુદ્ધ એ પુરુષના પાશવી અત્યાચારનો ભોગ બને એમાં દીકરી નો શું વાંક? નવા અંત દ્વારા વાર્તાને એક સામાજિક વાતને અહી આલેખી છે.

૫) સારાંશ = વરસતા વરસાદમાં વાહન ન મળવાથી દીકરીની મનોવ્યથા, અજાણ્યા યુવાન દ્વારા થયેલી ભૂલ ને પસ્તાવાની વાત,દીકરી ઘરે આવતા તેને નવડાવી ભસ્મ લગાવી પવિત્ર કરતી મા, અદ્ભુત સંવેદનાનું મિશ્રણ અહી લેખકે કર્યું છે. દીકરી ને અહી સમસ્યા કરતા સમાધાન સ્વરૂપે દુઃસ્વપ્ન ગણી ભૂલાવવા મથતી માનું ચિત્રણ અસરકારક.

૬) કથન શૈલી = પ્રથમ પુરુષ એકવચન

૨.વાર્તાનું નામ : ખીંટી, હરીશ નાગ્રેચા

૧) વાર્તાનો પ્રકાર= માનવીય સંબંધ 

૨) વાર્તાનો વિષય = વર્ષોથી ચાલી આવતી સ્ત્રી શોષણની સમસ્યા નીરૂપાઈ છે..

૩) લેખકનું મંતવ્ય = દરેક સ્ત્રી લાચાર છે કોઈ ને કોઈ રીતે શોષાતી, ફરજને ફગાવી નહિ શકતી,જરૂરિયાતો પૂર્ણ કરવાનું માધ્યમ છે.સ્ત્રીને ખીંટી બનવાનું છે એ સિવાયનો વિકલ્પ જ નથી એ વાત અહી એક દીકરી દ્વારા નીરૂપી છે.

4) લેખકે આલેખેલું માનવીય સંબંધો અને જિંદગીનું સત્ય =સ્ત્રી માટે પોતાની વ્યક્તિગત ઈચ્છામુજબ જીવન જીવવાનો અધિકાર કે વિકલ્પ નથી એ વાતને અહી નાયિકા દ્વારા લેખકે સચોટ રીતે બતાવ્યો છે.

૫) સારાંશ = માતા પર જુલમ કરતો બાપ દીકરીને પત્નીના મૃત્યુ બાદ તેની કમાણી અર્થે પરણાવતો નથી.પોતાના પ્રેમી સાથે લગ્ન કરી બાપ અને ભાઈઓની જવાબદારી માંથી મુક્ત થવા ઈચ્છતી હેતલને પોતાના માટે જીવવું છે.છૂટવું છે. અંતમાં તેનો પ્રેમી તેને ખે છે, બા બીમાર છે ઝટ લગન કરી લે,નોકરી નથી કરવી..મંજુર હોય તો ઠીક નહિતર તરી મરજી,…બસ એ ગર્ભિત ધમકી ને નાયિકા ખીંટી ની જેમ ખોડાઈ જાય છે.

૬) કથન શૈલી =પ્રથમ પુરુષ એકવચન

3  .વાર્તાનું નામ : શબવત, રમેશ દવે

૧) વાર્તાનો પ્રકાર= પારિવારિક સુખ

૨) વાર્તાનો વિષય = પતિના પ્રમોશન અર્થે તેમના બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર થતી સ્ત્રીની દ્વિધા ને શબવત પીડાનું નિરૂપણ.સેક્સ વિજ્ઞાન નો વિષય નાયિકા દ્વારા છેડ્યો છે.

૩) લેખકનું મંતવ્ય = દૈહિક જરૂરિયાત અને જાતીય સંતોષ મેળવવાની ઝડપ બાબતે નાયિકાની મનમાં ને મનમાં સરખામણી , પતિ ને બોસ ના રૂપમાં અલગ અલગ ચિત્રણ આકર્ષક છે.એક રજોનિવૃત્તિ નો સામનો કરતી સ્ત્રી નું વર્ણન કરવામાં સફળ બન્યા છે 

૪) લેખકે આલેખેલું માનવીય સંબંધો અને જિંદગીનું સત્ય = શરીર ની જરૂરિયાત બને પક્ષે અલગ અલગ હોઈ છે. નાનપણ માં પોતે અંતરિયાળ રહી ગયાની પીડા વ્યક્ત કરતી સ્ત્રીની શારીરિક અને માનસિક સંતાપની વાતો સરસ રીતે લખાઈ છે. છતાં એક સ્ત્રી સ્વાર્થ હેતુ આ સ્વીકારે છે તે બરાબર નથી.

૫) સારાંશ = એક સ્ત્રી પોતાના પતિના પ્રમોશન માટે તેના બોસની સાથે સંબંધ બાંધવા તૈયાર થઈ જાય છે પણ ત્યાં તેની સાથે ધારણા વિરુદ્ધનું બોસનું હૂંફાળું વર્તન લેખકે શબ્દો દ્વારા સરસ વર્ણવ્યું છે.સ્ત્રીને પણ લાગણી, હૂંફ, સંતોષ જરૂરી છે પણ શબવત પરિસ્થિતિમાં જ તાબે થવાનું નક્કી છે.પુરુષ લેખક દ્વારા સ્ત્રીની મનોદશાનું અદ્ભુત ચિત્રણ.

૬) કથન શૈલી =પ્રથમ પુરુષ એકવચન

4,વાર્તાનું નામ : લાડકો રંડાપો, ઝવેરચંદ મેઘાણી

૧) વાર્તાનો પ્રકાર=  સામાજિક રીતરિવાજો દર્શાવતી વાત.

૨) વાર્તાનો વિષય = પતિના મૃત્યુ બાદ જૂના રીતરિવાજો પાડવા  નાયિકા ને મજબૂર કરતાં તેના ફોઈ સાસુની ખાટી મીઠી શિખામણો આધારિત વાર્તા.

3.) લેખકનું મંતવ્ય = સ્ત્રીની શોષક સ્ત્રી જ છે.તેને મદદ કરનાર પુરુષ છે.

૪) લેખકે આલેખેલું માનવીય સંબંધો અને જિંદગીનું સત્ય = લાડકો ખૂણો તો સહુથી વધુ અતલ ,અંધકાર ભર્યો છે.સ્ત્રીના શોષણ નો જીવંત ચિતાર અહી લેખકે આપ્યો છે.સામાજિક મૂલ્યોનો માર ઝીલતાં નારી પાત્રો લેખક ની વિશિષ્ટતા છે.

૫) સારાંશ =  પતિના મૃત્યુ બાદ ધાર્મિક વિધિમાં વડીલ ફઈબા દ્વારા વહુને અનેક રીતે વેઠવું પડે છે. સ્વજનના મૃત્યુ થી વધુ ભાર સામાજિક રીતરિવાજો પર મૂકી સ્ત્રી દ્વારા જ બીજી સ્ત્રીનું શોષણ આબેહૂબ આલેખાયું છે.છેવટે દિયરની મદદથી ” લાડકો રંડાપો, શીર્ષકને ચરિતાર્થ કરતા ફઈબા ગુસ્સે થઈ જતાં રહે છે ને વહુ દિયર દ્વારા ધાર્મિક રિવાજોથી વધુ સ્ત્રીનું પોતાનું અસ્તિત્વ સ્વીકારી  વિશી ખોલીને જમાડતી વહુ બતાવાઈ છે.

૬) કથન શૈલી = ત્રીજો પુરુષ એકવચન.

5). વાર્તાનું નામ: સ્ત્રી નામે વિશાખા, વીનેશ અંતાણી

૧) વાર્તાનો પ્રકાર= પરિવારના સબંધ આધારિત વાર્તા

૨) વાર્તાનો વિષય = ત્યક્તા તરીકે જીવન વિતાવતી એકલી સ્ત્રી જીવનમાં આગળ વધી અંતમાં જરૂર સમયે પતિને ખુદ્દારી બતાવે છે એ પણ ખૂબ સાદગીથી.

૩) લેખકનું મંતવ્ય = સ્ત્રીને અહી સહન કરતી નહિ, વાસ્તવિકતા સ્વીકારી વિદ્રોહ કરતી આલેખી છે.ભારતીય સ્ત્રીની આદર્શની બંધબેસતી વ્યાખ્યા માંથી અહી લેખકે નારીને બહાર કાઢી એક અલગ જ મુકામ પર દર્શાવી છે.

૪) લેખકે આલેખેલું માનવીય સંબંધો અને જિંદગીનું સત્ય =સ્ત્રી ને એકલીને નહિ પુરુષને પણ સ્ત્રીની જરૂર છે. બંનેનું વ્યક્તિત્વ ભલે અલગ પણ એકબીજાની જરૂરિયાત સમાન છે.ભારતીય નારી શક્તિ હમેંશ દરેકની જરૂરિયાત મુજબ જીવે છે પણ સમય આવ્યે ખુદ્દારી પણ બતાવી શકે છે.

૫) સારાંશ = વર્ષો પહેલા પતિ દ્વારા તરછોડાયેલી સ્ત્રી જાતે સ્વખર્ચે પોતાની ઓળખ ઉભી કરે છે અને જ્યારે પતિને તેની જરૂર પડે છે ત્યારે પતિને સ્પષ્ટ શબ્દોમાં ” હું નહિ આવું” કહીને ખુદ્દારી બતાવે છે. એક અલગ રૂપમાં સ્ત્રીને અહી નિરૂપાઈ છે.

૬) કથન શૈલી = પ્રથમ પુરુષ એકવચન.

__________________________________

૮) પ્રફુલા શાહ’ પ્રસન્ના 

( ૧  )- પુસ્તકનું નામ — કુંદનિકા કાપડીયાની શ્રેષ્ઠ વાર્તાઓ

પુસ્તકનું નામ- *જવા દઈશું તમને*

વાર્તાનું નામ – *જવા દઈશું તમને*

૧-વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર: સામાજિક સમસ્યા/ માનવીય સંબંધો વિષે/ પ્રેમકથા/ વ્યંગકથા / ગુનાખોરી – થ્રિલર/ કપોળકલ્પીત( કોઈ પણ એક)

*માનવ સંબંધના સૌંદર્યનો ઉઘાડ.*

૨-વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે?)

*-એમાં માનવીય સંબંધોની, મૃત્યુની અને મૃત્યુની ક્ષણે ઝંખતા અને જન્મતા પ્રેમની વાત છે.*

૩- વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/ સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે? શું?  સામગ્રી( content )

  હા, *મારી ભીતર જે લાગણીઓ છે એ જાણવાની એને ખેવના છે*.

૪- વાર્તાનો સારાંશ લખો, ત્રણથી ચાર વાક્યોમાં.

   *મરણપથારીએ પડેલી માયાને મળવા પરદેશથી સૌથી નાનો પુત્ર દીપંકર એની વહુ મારિયાને પહેલી જ વાર લઈને આવવાનો છે. માયા વિચારે છે કે મારિયા કેવી હશે? મારિયા આવીને એકલી એમની પાસે એકલી રાત્રે હાથમાં હાથ લઈને બેસે છે અને પ્રેમથી પૂછે છે,” તમને ભય તો નથી લાગતો ને?” બધું છોડીને શૂન્યમાં સરી જવાનો, અજ્ઞાતનો કોઈ ભય?અને માયા અંતિમ ક્ષણોમાં પ્રેમભર્યા એક નવા સંબંધને ઉદય પામતો અનુભવે છે અને ત્યારે મારિયા એમના માથે હાથ ફેરવીને એમની આખરી સફર શાંતિમય બને એવી પ્રાર્થના કરે છે. આ  સાંભળીને એનાં ચહેરા પર એક રતૂંબડી આભા પથરાઈ જાય છે*.

૫- કથનશૈલી – ઉત્તર- – પ્રથમ પુરુષ એકવાચન/ બીજો પુરુષ એક વચન/ ત્રીજો પુરુષ એક વચન ( સર્વજ્ઞ) ( આ ત્રણમાંથી કોઈ પણ એક)

 *— બીજો પુરુષ એકવાચન*

                       ( ૨ )

( ૨ ) પુસ્તકનું નામ- *વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓ*.

       અનુવાદ – *યશવંત શુક્લ*

   વાર્તાનું નામ – *શરત*

   લેખકનું નામ – રુસના અમર વાર્તાકાર *એન્ટન ચેખોવ*

૧- વાર્તાનો પ્રકાર –

  આધ્યાત્મિક ઊંચાઈની વાત

લેખક– રુસના અમર વાર્તાકાર *એન્ટન ચેખોવ*

૨– વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

 *જીવનનું સત્ય બતાવે છે*.

૩– વાર્તા દ્વારા લેખક કોઈ માનવીય સંબંધો / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે?શું ? 

  *લેખકનું વિધાન- ” તમારા તમામ પુસ્તકોએ મને જ્ઞાન આપ્યું છે અને હું જાણું છું કે તમારા સૌ કરતાં હું વધારે હોંશિયાર બન્યો છું*.

૪- વાર્તાનો સારાંશ લખો: ત્રણથી ચાર વાક્યોમાં.

   *તમામ દુન્યવી આશિષો અને શાણપણ શૂન્ય, નિર્બળ,આભાષી   અને ઝાંઝવા જેટલાં છેતરામણાં છે.વ્યક્તિ ગમે એટલી શાણી, સુંદર અને ગૌરવાન્વિત હોય તો પણ મૃત્યુ એને – કોઈ ક્ષુદ્ર ઉંદરને જેટલી આસાનીથી મારે એટલી આસાનીથી- મારી નાંખશે.તમારું ભૂત, વર્તમાન અને ભાવિ, મેઘાવી માનવીઓના માનસોની કહેવાતી અમરતા, બધું જ મિથ્યા અને નાશવંત છે*.

૫– કથનશૈલી શું છે?

ઉત્તર- પ્રથમ પુરુષ એક વચન/ બીજો પુરુષ એકવાચન/ ત્રીજો પુરુષ એકવાચન( સર્વજ્ઞ) ( આ ત્રણમાંથી કોઈ એક.

*બીજો પુરુષ એકવાચન*

                          (૩)

( ૩ ) પુસ્તકનું નામ- *નમ્રતાના સાહેબ*

વાર્તાનું નામ- *નમ્રતાના સાહેબ*

લેખકનું નામ – *પ્રવિણસિંહ ચાવડા*

૧ – વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર- સામાજિક સમસ્યા/ માનવીય સંબંધો વિષે/ પ્રેમકથા/ વ્યંગકથા/ ગુનાખોરી- થ્રિલર/ કપોળકલ્પિત ( કોઈ પણ એક)

*પ્રેમકથા*

૨– વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?( વાર્તાનો વિષય શું છે?)

ઉત્તર: કેવળ એક વાક્યમાં આપો.

 *એક પરિણીત પુરુષ અને એક એનાથી બાવીસ વર્ષ નાની અપરણિત સ્ત્રી વચ્ચેનો પ્રેમ સંબંધ*

૩–વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધ વિષે/ સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે? શું?

સામગ્રી( content )

*હા, “વુમન યુ આર હાફ હ્યુમન, હાફ મિસ્ટરી!”*

૪– વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર: ત્રણથી ચાર વાક્યમાં લખો.

રજૂઆત:( form)

*એક મોટી ઉંમરના અધ્યાપકને એમનાથી બાવીસ વર્ષ નાની એમની વિદ્યાર્થીની અને હાલ શિક્ષિકા એવી નમ્રતા સાથે પ્રેમ થઈ જાય છે.એ બંને માટે આ સંબંધ દુન્યવી કોઈ પણ સંબંધથી પર બની જાય છે.સમાજની કે સગા- સંબંધીઓની એ ચિંતા નથી કરતાં અને આખું જીવન આ સંબંધ નિભાવે છે.*

૫–કથનશૈલી શું છે?

ઉત્તર: પ્રથમ પુરુષ એકવાચન/ બીજો પુરુષ એકવાચન / ત્રીજો પુરુષ એકવચન ( સર્વજ્ઞ) ( આ ત્રણમાંથી કોઈ પણ એક)

*બીજો પુરુષ એકવાચન*

                        ( ૪ )

( ૪ ) *કુમાર* સમાયિકનો એક હજારમો અંક/ટૂંકી વાર્તા વિષેશાંક 

વાર્તાનું નામ- *પાંખો*

લેખકનું નામ — **ભગવતીકુમાર શર્મા*

૧ –વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર- સામાજિક સમસ્યા/ માનવીય સંબંધો વિષે/ પ્રેમકથા/ વ્યંગકથા/ ગુનાખોરી- થ્રિલર/ કપોળકલ્પિત ( કોઈ પણ એક)

*સામાજિક સમસ્યા*

૨– વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?( વાર્તાનો વિષય શું છે?)

ઉત્તર- કેવળ એક વાક્યમાં ઉત્તર આપો.

*પાંખો ફૂટે પછી બચ્ચાં માળામાં રહેતાં નથી, ઉડી જાય છે.*

૩–વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધ વિષે/ સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે? શું?

સામગ્રી( content )

*હા, “પંખીને પાંખો ફૂટી રહી હતી.*

૪– વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર: ત્રણથી ચાર વાક્યમાં લખો.

રજૂઆત:( form)

*ઘરમાં બાપુજીના ફોટાની પાછળ ચકલી માળો નાંખે છે એ રાહુલને ગમતું નથી પણ એની પત્ની કૃષ્ણાને એ ગમે છે અને એને માળો કાઢતાં રોકે છે.એમની દીકરી કિંજલ આર્કિટેકટના વધુ અભ્યાસ માટે સુરતથી પુના જાય છે.કૃષ્ણાને કિજલ દૂર જાય એ ગમતું નથી અને દસ દિવસ પછી રજામાં ઘેર આવનારી કિંજલની સતત રાહ જુએ છે.કિંજલ ઘેર આવવાના બદલે મિત્રો સાથે લોનાવલા ફરવા જતી રહે છે.*

૫–કથનશૈલી શું છે?

ઉત્તર: પ્રથમ પુરુષ એકવાચન/ બીજો પુરુષ એકવાચન / ત્રીજો પુરુષ એકવચન ( સર્વજ્ઞ) ( આ ત્રણમાંથી કોઈ પણ એક)

*ત્રીજો પુરુષ એકવાચન*

                        ( ૫ )

( ૫ )– *કુમાર* સમાયિકનો  એક હજારમોટૂંકી વાર્તા વિશેષ અંક

 વાર્તાનું નામ- *એક મરણ*

લેખિકાનું નામ —  *ઈલા આરબ મહેતા*

 ૧ – વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર- સામાજિક સમસ્યા/ માનવીય સંબંધો વિષે/ પ્રેમકથા/ વ્યંગકથા/ ગુનાખોરી- થ્રિલર/ કપોળકલ્પિત ( કોઈ પણ એક)

*સામાજિક સમસ્યા*

૨– વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?( વાર્તાનો વિષય શું છે?)

ઉત્તર- કેવળ એક વાક્યમાં ઉત્તર આપો.

*મૃત્યુ પામેલી વ્યક્તિ માટે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જજમેન્ટ કરવું ના જોઈએ, મૃત્યુએ એને ચૂપ કરી દીધી હોય છે એટલે એ કોઈની ટીકાનો જવાબ આપી શકે નહીં.*

૩–વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધ વિષે/ સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે? શું?

*હા,નવરાત્રીના રાસગરબામાં મનભર ઝૂમતી ગામની વ્હાલસોયી દીકરી વાડ કૂદાવી ગઈ ને ગામની વંઠેલ છોકરી બની ગઈ*

સામગ્રી( content )

૪– વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર: ત્રણથી ચાર વાક્યમાં લખો.

રજૂઆત:( form)

*ડાન્સ અને પિક્ચરની ખૂબ શોખીન ચંદ્રકળા પિક્ચરમાં કામ કરવા માટે ભાગી જવાનો પ્લાન કરે છે.એના મા- બાપ બે છોકરાના બાપ એવા એનાથી મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવી દેવામાં આવે છે. એ મૃત્યુ પામે છે ત્યારે એની બાળપણની સખી અવંતિકા આવે છે.   મૃત્યુનો મલાજો રાખ્યા વગર લોકો ચંદ્રકળા વિષે ખોટી વાતો કરે છે એ સાંભળીને અવંતિકા બહુ દુઃખી થાય છે.*

કોઈએ કોઈના માટે જજમેન્ટલ ના બનવું જોઈએ.

૫–કથનશૈલી શું છે?

ઉત્તર: પ્રથમ પુરુષ એકવાચન/ બીજો પુરુષ એકવાચન / ત્રીજો પુરુષ એકવચન ( સર્વજ્ઞ) ( આ ત્રણમાંથી કોઈ પણ એક)

__________________________________

૯)  મીનાક્ષી વખારિયા

વાર્તા : ક્રમાંક – ૧ 

શીર્ષક : ‘સહેજ અમસ્તું જ’ 

લેખક : વર્ષા અડાલજા 

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : સામાજીક સમસ્યા

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે? )

ઉત્તર : વિષય – છૂટાછેડા. પરણેલી સ્ત્રીના જીવનમાં પિયરિયાની દખલગીરીથી અનર્થ પણ સર્જાઈ શકે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : નાયિકના મોટાભાઈનું સામાજિક વિધાન “ચિંતા શું કરે છે? હું છું ને?”

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો. ત્રણથી ચાર વાકયોમાં લખશો. 

ઉત્તર : નાયિકાના ઘરના લોકો માને છે કે એમની લાડકી નાયિકાએ નાની ઉંમરમાં પ્રેમલગ્ન કર્યા છે. અલબત્ત ઘરના સભ્યોની મંજૂરીથી જ. મંજૂરી આપતા પહેલા, માવતરની જગ્યાએ ગણાતા મોટાભાઈએ તેની નાની ઉંમર યાદ કરાવી કહેલું હજી તો તારી સામે વિકાસવા માટે આખું આકાશ ખાલી પડ્યું છે. નાહક તું લગ્નની ઉતાવળ કરે છે. પણ પ્રેમરંગે રંગાયેલી નાયિકા પોતાનું ધાર્યું કરીને જ રહે છે. લગ્નજીવનમાં થોડો ટકરાવ તો હોય જ. એ વખતે પિયરયાઓએ એ વાતને ઉત્તેજન ન આપતાં નાયિકા સાથે સમજાવટથી કામ લેવું જોઈતું હતું. અફસોસ કે એમની દર્મ્યાંગીરીથી એ વાત છૂટાછેડા સુધી પહોંચે છે. 

૫. રજૂઆત ( ફોર્મ ), કથન શૈલી શું છે. 

ઉત્તર : રજૂઆત : એકદમ સરળ, 

કથનશૈલી : ત્રીજા પુરુષ એકવચનમાં છે.

**********

વાર્તા : ક્રમાંક – ૨ 

શીર્ષક : ગોવાલણી 

લેખક : મલયાનિલ

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર ; વ્યંગકથા 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે? )

ઉત્તર : એક અભણ પણ રૂપાળી સ્ત્રી પોતાની પાછળ લટ્ટુ બનેલા ભણેલાંગણેલાં કહેવાતા ભદ્ર સમાજના પુરુષને

કેવો મજેદાર પાઠ ભણાવે છે? તેની વાત છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : સામાજિક વિધાન : ઈશ્વર પણ જોયા વગર જન્મ આપે છે…!” 

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો. 

ઉત્તર : નાયક પોતે પરણેલો છે. શેરીમાં દૂધ વેચવા નીકળતી ગોવાલણીના રૂપ પર મોહી પડ્યો છે. એકવાર પીછો કરતાં નાયકનો ઈરાદો ચતુર ગોવાલણી પારખી જાય છે અને કુનેહથી તેને પોતાની જાળમાં ફસાવીને નાયકનાં કરતૂત છતાં કરવા માટે પોતાની જગ્યાએ નાયકની પત્નીને હાજર કરી દે છે. અંતમાં નાયકના શું હાલ થાય છે તે જાણવું રસપ્રદ બની રહે છે.

રજૂઆત ( ફોર્મ ): 

ઉત્તર : સરળ ભાષા

૫. કથનશૈલી :

ઉત્તર : પહેલો પુરુષ એકવચન.

********

વાર્તા : ક્રમાંક – ૩.

શીર્ષક : ‘પાછળ રહી ગયેલું ઘર’

લેખક : હિમાંશી શેલત 

૧. વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર : માનવીય સંબંધો વિશે.

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે? )

ઉત્તર : આ વાર્તા દ્વારા લેખક મતલબી દુનિયાની પેલી ઉક્તિને સાબિત કરવામાં સફળ થયા છે. દા.ત. જે નજરોથી દૂર જાય એ મનથી દૂર જ થઈ જાય.

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : ‘કુણી કુણી રેશમ જેવી વેલ ખચખચ કપાઈ નીચે પડતી. એની વાતોનું પણ એમ જ થતું હતું. મા અધવચ્ચે કાપી નાંખતી.’ લેખકનું આ વિધાન નાયકની માના મનમાં ચાલતી મથામણ છતી કરી જાય છે.

૪. વાર્તાનો સાર લખી કાઢો. 

ઉત્તર : વાર્તાના નાયકને ઉદવાડાથી શહેરમાં ઘરનોકરી માટે મોકલવામાં આવ્યો છે. ઘરની પરિસ્થિતી નબળી છે. એટલે એ જે કંઈ રૂપિયા ઘરે મોકલે છે તેનાથી તેના પિતાને રાહત જણાય છે. નાયક ઘર અને પરિવારને ભૂલી શકતો નથી. એટલે થોડા દિવસની રજા લઈને નાયક ઘરે આવે છે ત્યારે તેના પિતા પૂછી બેસે છે ‘કેમ આવ્યો?’ એમને વિચાર આવે છે કે કાંઈ નવાજૂની કરીને તો નહીં આવ્યો હોય?’ ઘરે આવ્યા પછી તેને અહેસાસ થાય છે કે ઘરના લોકોમાં હવે પહેલા જેવો ઉમળકો નથી રહ્યો. તે તેના પિતાને, આણેલા રૂપિયા આપીને શહેર જવા રવાના થઈ જાય છે. નિરાશા અનુભવતા નાયકને લાગે છે કે માત્ર પોતાનું ગામ જ નહીં પણ ઘર પણ પાછળ રહી ગયું છે.  

રજૂઆત ( ફોર્મ ) 

ઉત્તર : સરળ ભાષા 

૫. કથનશૈલી:

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન 

************

વાર્તા : ક્રમાંક-૪ 

શીર્ષક : ‘સનદ વગરનો આંબો’ 

લેખક : અઝિઝ ટંકારવી.

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : વાર્તા સામાજિક સમસ્યા વિશે છે.

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? વિષય શું છે? 

ઉત્તર : લેખક, પોતાની છત્રછાયામાં ઉછેરેલાં સંતાનો જ્યારે ઘરના ભાગલાની વાત કરે ત્યારે ઘરના વડીલોની મનોવ્યથા વિશેની વાત કરે છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું? 

ઉત્તર : નાયક અભરામ ભગત, તલાવડીવાળા આંબા સાથે પોતાની જાતને સરખાવે છે. જાણે ધણીધોરી વગરનો ‘સનદ વગરનો આંબો…!’ 

૪.  વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : ગામડે રહેતા અભરામ ભગત આપસૂઝ અને જાત મહેનત કરીને ખાસ્સી જમીન જાયદાદનાં માલિક બને છે. પોતાના સંતાનોને ભણાવીગણાવી મોટા કરે છે, એક દીકરો અમેરિકા સ્થાયી થાય છે તો બીજો બાપાનો કારોબાર સાંભળે છે. બીજો દીકરો પોતે નથી જઈ શકતો પણ પોતાના દીકરાને દુબઈમાં સ્થાયી કરે છે. ગામમાં ભગતનું ખોરડું એકદમ ખમતીધર ગણાય. તલાવડી કોરે ઉગેલો આંબો એમને જીવથીય વહાલો…! એની માલિકીના કાગળિયા બનાવવા માટે જે તે અમલદાર પાસે જાય છે ત્યારે અમલદાર એમની વાતને હસી કાઢે છે. ત્યારથી એ આંબાનું નામ ‘સનદ વગરનો આંબો’ પાડી દે છે. બે દીકરાઓ, ઘર અને માલમિલકતનાં ભાગલા પાડે છે ત્યારે બાપને ભૂલી ગયા તેમ એ આંબાને પણ ભૂલી જાય છે.

રજૂઆત ( ફોર્મ )

ઉત્તર : સરળ ભાષામાં સંવેદનશીલ રજૂઆત 

૫. કથનશૈલી 

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

વાર્તા : ક્રમાંક – ૫

શીર્ષક : ‘બાપાનો છેલ્લો કાગળ’

લેખક : મણિલાલ હ. પટેલ 

૧.વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર : સામાજી કરુણતા પર પ્રકાશ પાડતી વાર્તા છે. 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? વાર્તાનો વિષય શું છે?

ઉત્તર : નાની અમસ્તી ગેરસમજથી ફેલાતી કડવાશ માનવી માનવીના આપસી સંબંધોને છીનભિન્ન કરી નાંખે છે. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : સામાજિક વિધાન, જે યાદ રહી જાય તેવું છે. ‘તું મારું મરણ સુધારવા આવજે – તું બોલજે : “નાસજે પ્રાણિયા આગ આવે…” થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશે ઘૂમરીયા લેતો હશે…જોજે…’     

 ૪. વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : આ નવીજૂની પેઢી વચ્ચેની વૈચારિક સંઘર્ષ કથા છે. બાપાનો અંતિમ પત્ર જ્યારે કથા નાયકને મળે છે ત્યારે બહુ જ મોડું થઈ ગયું છે. બાપાની આખરી ઇચ્છા હતી કે એ દૂર રહેતો પુત્ર તેની અંતિમક્રિયા વખતે હાજર રહે. પત્ર એ પુત્ર સુધી પહોંચે છે ત્યારે અંતિમક્રિયા પતિ ગયેલી. બાપાને ક્યારેય સમજી ન શકેલા પુત્રને લખાયેલા પત્રમાં બાપાએ કરેલા એમના વર્તન વિશેના ખુલાસાથી નાયક ધરમૂળથી ભાંગી પડે છે. લડખડાતા પગે, ખૂણે પડેલાં ઘરનાં કચરા અને રદ્દીને આગ મૂકી સળગાવે છે અને તેને ફરતે પ્રદક્ષિણા ફરીને બાપાની ઇચ્છા પ્રમાણે આગ દીધાનો સંતોષ માની લે છે.     

રજૂઆત ( ફોર્મ )

ઉત્તર : દેશી, ગામઠી પ૫. કથનશૈલી શું છે?

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન.

                    _________________________________                   

૧૦) અનસુયા દેસાઈ 

વાર્તાનું નામ : હજીયે કેટલું દૂર ? 

વાર્તાના લેખક : યોગેશ જોષી 

(1) વાર્તાનો પ્રકાર : માનવીય સંબધો 

(૨) વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ? :: જીંદગીમાં પોતાનું નિજત્વ ( આઇડેન્ટિટી) કેટલું છે ?

(૩) વાર્તા દ્વારા લેખકે માનવીય સંબંધો  વિષે શું વિધાન કર્યું છે ? : “ ઘરમાં અમને બેને કોઈ ગણતું જ નથી .અમે જાણે ફ્રેમમાં મઢાવ્યા વિનાના,સુખડનો હાર પહેરાવ્યા વિનાના,ઘરમાં હરતા-ફરતા ફોટા” વિધાન દ્વારા લેખક  વૃદ્ધોની લાચાર સ્થિતિ અને સમાજ તરફથી થતી અવગણના અને ખોવાતી આઇડેન્ટિટી તરફ અંગુલી નિર્દેશ કરે છે

(૪) વાર્તાનો સારાંશ : 

મહિપતરાય રેલવેના નિવૃત ગાર્ડ છે. વૃદ્ધ પત્ની સાથે દીકરા વહુ સાથે જીવન વિતાવે છે , ટ્રેન સાથે પડાવેલો મહીપતરાયનો ફોટો રેલ્વેની જૂની પેટીમાં દીકરાની વહુ દ્વારા મૂકી દેવો અને પત્નીને મંદિર માટે પરચુરણ ના આપવું  . પેન્શન લેવા જતા મહિપતરાય પોતાની વિખરાતી જતી ઓળખ જુના આઇડેન્ટિટી કાર્ડમાં શોધવા મથ્યા કરે છે. વૃદ્ધાવસ્થાને કારણે પેન્શન લેતી વખતે સહી મળતી આવતી નથી.આમ તેઓ signature ની ઓળખ પણ ગુમાવી દે છે. ઘરે જતા શહેરમાં કર્ફ્યું હોય પોલીસ તેને રોકે છે. તે એમનો જીર્ણશીર્ણ થઇ ગયેલ આઇકાર્ડ બતાવે છે તો પોલીસ એ ફાડી નાખે છે .મહીપતરાય  રઘવાયા ,ધ્રુજતા હાથથી એ કાર્ડના ટુકડા લેવા જાય છે પણ પવનમાં ઘૂમરી ખાતા દૂર ઉડે છે અને મહિપતરાયનો ઉંચકાયેલો હાથ જાણે કહે છે હજીયે કેટલું દૂર ? આમ અહીં આઇડેન્ટિટી પામવાની કથા છે.

(5)વાર્તાની કથન શૈલી : પ્રથમ પુરુષએકવચન

વાર્તા… 1

શીર્ષક… ભેંકડો

લેખિકા…પારૂલ ખખ્ખર

વાર્તાનો પ્રકાર… સામાજિક 

લેખક શું કહેવા માંગે છે?… ઘરના ત્રાસદાયી માહોલથી મજબુર થઈ બહાર ખુશી શોધતાં સંતાનો અને વડીલોને લાલબત્તી ધરે છે. 

માનવીય સંબંધો વિષે વિધાન… અંજુડીને ધબેડીને કામે લઈ જવી એ માની મજબૂરી કે દિકરીનાં નસીબ. 

વાર્તાનો સાર… કામે  જવું પડે કે એ બાબતે મા મારે ત્યારે ભેંકડો તાણતી અંજુ રાહ ભટકીને જ્યાં પહોંચે છે ત્યાં તેના પલંગ પર આવીને પારકો ગંધાતો પુરૂષ આવીને બેસે છે ત્યારે ફરી એક વાર તેને ભેંકડો તાણવાનું મન થાયછે.  

કથનશૈલી… ત્રીજો પુરૂષ

વાર્તા… 2

શીર્ષક… મોક્ષમાર્ગ

લેખક… માવજી મહેશ્વરી 

વાર્તાનો પ્રકાર… સમાજિક

લેખક શું કહેવા માંગે છે?… ભૌતિક સગવડો થોડુંક આપીને કેટલું બધું લઈ લે છે. 

માનવીય સંબંધો વિષે વિધાન…  મારો નાનો ભાઈ મારા કરતા મોટો બની ગયો છે. 

વાર્તાનો સાર… જૈન ધર્મગુરૂના મોક્ષ મેળવવા માટેના વ્યાખ્યાનો છોડીને લેખક ગામમાં જઈને ખુલ્લામાં શ્વાસ ભરે છે, ચાંદનીમાં નહાય છે એમાં જ તેમને મોક્ષમાર્ગ મળતો જણાય છે. 

કથનશૈલી… પ્રથમ પુરૂષ 

વાર્તા… 3

શીર્ષક…ધ ગ્રાસહોપર 

લેખક… સુરેશ ગઢવી (મુળ લેખક… રશિયન લેખક એન્તન ચેખોવ) 

વાર્તાનો પ્રકાર… સામાજિક 

વાર્તાનો વિષય… દાંપત્યજીવન અને સ્ત્રી પુરૂષના સંબંધો. 

માનવીય સંબંધો વિષે વિધાન… ઓલ્ગા રિઓબોસ્ક્વીને ઝંખે છે અને ડો. દિમોવ ઓલ્ગાને. 

વાર્તાનો સાર… ઓલ્ગા પ્રસિધ્ધિ પાછળ દોડતી બેજવાબદાર સ્ત્રી છે તે ધનિક પણ સાદા સીધા ડો. દિમોવ સાથે પરણે છે. પણ પછી રીઓબોસ્ક્વી જેવા આકર્ષક ધનિકના પ્રેમમાં પડે છે, જે પાછળથી તેને તરછોડે છે. છેવટે દર્દીઓની સારવાર કરતાં ચેપથી ડો દિમોવ મૃત્યુ પામે છે ત્યારે ઓલ્ગા તેને સમજે છે અને ઝંખે છે. 

કથનશૈલી… ત્રીજો પુરૂષ 

વાર્તા 4

શીર્ષક…બેવફાઈ 

લેખક… ધીરુબેન પટેલ 

વાર્તાનો પ્રકાર…સામાજિક 

વાર્તાનો વિષય… સાવકી મા અને બાળકો

માનવીય સંબંધો વિષે વિધાન… તારંગા પ્રત્યેની બેવફાઈનો ભાર સહન નહોતો થતો. 

વાર્તાનો સાર… નવીમા સાથે નહીં બોલવાના મોટી બેન તારંગાના નિર્ણય સાથે નાનો ભાઈ કિરાત અને નાનકડી અનુષ્કા સહમત તો થાય છે, પણ અનુષ્કા નવીમાને  રડતા જોઈ ન શકવાથી એને પાણી આપીને છાની રાખે છે. ત્યારે તારંગા પ્રત્યે બેવફાઈ કર્યાનો અફસોસ થાય છે. 

કથનશૈલી ત્રીજો પુરૂષ

વાર્તા 5

શીર્ષક… વીંટી

લેખક… કિરીટ દૂધાત

વાર્તાનો વિષય… ક્ષયના છેલ્લા સ્ટેજમાં પહોંચેલા, માંદા મામા અને નાનકડા ભાણાની વાત

માનવીય સંબંધો વિષે વિધાન… તમારે ત્રણેય ભાયુંને સંપ સારો 

વાર્તાનો સાર… કેશુબાપાના એકના એક દીકરા રતીલાલને ક્ષયની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના વિવાહ કૈલાસ સાથે થયેલ છે. તેની વીંટી તેની આંગળીએ હતી. ડોક્ટરને સારા થવાના કોઈ આસાર જણાતા નહોતા એટલે રજા આપે છે. આ વાતથી અજાણ રતીલાલ ભાણા સાથે વીંટીની, મામીની અને લગ્નની વાત કરે છે. બીજી  બાજુ માંદગીના સમાચાર જાણી વીવાહ તોડવાની વાત થાય છે. 

કથનશૈલી… પહેલો પુરૂષ

૧૧) ચૌલા બી.ભટ્ટ..

વાર્તા-૧,શીર્ષક:રૂપકુંવર

લેખક-દેવેન્દ્ર પટેલ

વાર્તા સંદર્ભ-રૂપકુંવર, ટુંકી વાર્તા સંગ્રહ..

શૈલી-એકવીસમી સદીમાં શ્રધ્ધા અંધશ્રધ્ધા વચ્ચે ઝૂલતુ માનસ.

૧.વાર્તાનો પ્રકાર-સામાજિક

ર.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

૩વાર્તા દ્વારા લેખકનું કોઈ સામાજિક,રાજકીય વિધાન;

ઉત્તર-સદીઓથી રૂઢિગત માન્યતામાં જકડાયેલો સમાજ એકવીસમી સદીમાં પણ શું સોળમી સદીમાં જીવશે? રાજસ્થાનમાં બનેલી સાચી ઘટના ઉજાગર કરવાની લેખકે કોશિશ કરી છે.

સારાંશ – વાર્તાની નાયિકા રૂપકુંવર અકાળે વિધવા થતા, હસતી ખેલતી રૂપ સતી થવાનો નિર્ણય કરતા  થોડા વિરોધ પછી સત ચડવાના નામે સહુ સહમત થયાને એક જુવાળ ચાલ્યો, દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટ્યો સતી દર્શનાર્થે, પણ રૂપને કોઈએ બચાવવાં આગળ આવ્યું નહિને રૂપ સતી થઈ એ પણ એકવીસમી સદીના ભારતમાં.. 

વાર્તા કથન -ત્રીજો પુરુષ એકવચન. 

———————

વાર્તા -૨ શીર્ષક:રેતીનાં ઢૂવા 

લેખક -ડો.પ્રફુલ્લ દેસાઈ 

વાર્તાનો પ્રકાર : પતિ પત્નીનાં સંબંધોમાં એક સમસ્યાની છણાવટ. 

વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

ઉત્તર :લગ્ન બંધનમાં જોડાયા પછી કોઈ પણ સમસ્યા બંનેની થઈ જાય છે.

લેખકનું સામાજિક રાજકીય વિધાન : શરીરની સુંદરતા કરતા મનની સુંદરતાને પ્રાધાન્ય આપવા પતિ પત્નીએ એકબીજાને સાથ આપવો. 

સારાંશ : નવ પરણિત યુગલમાં પત્નીને છાતીની ગાંઠનું કેન્સરમાં  નિદાન થતા ઑપરેશન પછીની કુરુપતાની કલ્પનાથી પતિ પત્નીનાં સંબંધોમાં તિરાડને,  પત્ની દ્વારા પતિનો બહિષ્કાર કરી પતિને એક લપડાક. 

બીજો પુરુષ એકવચન.

—————————-

વાર્તા ૩: શીર્ષક-પખાલીને ડામ 

લેખક -પન્નાલાલ પટેલ.

સંદર્ભ-પારવડાં ટુંકી વાર્તા સંગ્રહ.. 

૧. વાર્તાનો પ્રકાર: સામાજીક લવ સ્ટોરી..

ર.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: પ્રેમની ઘેલછામાં અતિ બીનજરુરી કાળજી પણ ખુદની શક્તિ કે ખુદનું અસ્તિત્વ સુધ્ધા ભુલાવી દે છે.

૩.વાર્તા દ્વારા લેખકનું કોઈ સામાજિક રાજકીય વિધાન..

ઉત્તર: સંબંધોમાં પ્રેમ હોય તો સામેના પાત્રને પોતાની લડાઈ પોતાને જ લડવા દો, એના અસ્તિત્વનો ઉભાર આવવા દેવો નહીતો પોતે સક્ષમ છે એ વાત જ એ વિસરી જશે.

સારાંશ: નવ પરણિત યુગલની વાર્તામાં નાયિકાનો પતિ જરા આંખ માથું દુખ્યાની ફરિયાદમાં અતિ કાળજી ચિંતા કરવાથી નાયિકા સાચે જ બિમાર હોવાના વહેમથી પિડાય છે ને સામે પતિ પણ હવા નાખવાનું કાર્ય કરે છે એને જુઠા વહેમમાંથી બહાર લાવવા ડોક્ટર સાયક્લોજીનો સહારો લઈ સિફતથી નાટક કરી બન્નેના મગજમાંથી બિમારીનો વહેમ દૂર કરી દામ્પત્ય જીવનમાં પ્રાણ પુરી એક સરસ શીખ આપે છે.

વાર્તા કથન -ત્રીજો પુરુષ એકવચન. 

————————-

૪. શીર્ષક- ખેમી.

લેખક- રા.વિ.પાઠક

વાર્તા સંદર્ભ- દલિત વર્ગના દંપતિની જીવન વ્યથા.

૧.વાર્તાનો પ્રકાર: સામાજિક.

ર.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર- અનેક પડકારોને વિષમ પરિસ્થિતીમાં પણ વચનને વળગી રહેવુ એ અખૂટ પ્રેમની પારાશીશી.

૩.-વાર્તા દ્વારા લેખકનું કોઈ સામાજિક કે રાજકીય વિધાન?

ઉત્તર: પછાત સમાજમાં પણ પ્રેમ ખાતર જુવાની જતી કરી તનતોડ મહેનતનથી વચન પાળવાનું ઉદાહરણ.

સારાંશ: સમાજના નિયમ મુજબ પણ મનગમતી પત્નિ પામી જાતને ધન્ય માનતો ધનિયો ને સ્વમાની પણ પ્રેમાળ પત્ની નાયિકા ખેમીનું મીઠુ દાંમ્પત્યજીવન પણ દારૂ નામના દાનવે ધનિયાને વહેલો છીનવી લીધો પણ નાતના રિવાજ મુજબ નાતરે ના જઈને પણ કાળી મજૂરીએ પતીનુ દેવુ ઉતારનાર સ્વમાની નારની વ્યથાનુ નિરુપણ.

વાર્તા કથન- પ્રથમ પુરુષ એકવચન.

——————————

વાર્તા ૫.શીર્ષક:પાદરનાં તીરથ. 

લેખક- જયંતિ દલાલ ..

વાર્તા સંદર્ભ- વિશિષ્ઠ પરિસ્થિતિમાં વ્યક્ત થતું માનવમનની વિલક્ષણતા. 

૧.વાર્તાનો પ્રકાર: કલ્પિત રાષ્ટ્રીય આંદોલન ઘટના.

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: દમિત ક્રાંતિકારી યુવાનોનાં  જેલમાં મનોભાવ ઉપસાવ્યા છે.

૩.વાર્તા દ્વારા લેખકનું કોઈ સામાજિક કે રાજકિય વિધાન?

 ઉત્તર: જેલમાં જનારા બધા ખરાબ હોતા નથી એ વાતને લેખક ઉજાગર કરે છે.

સારાંશ: અંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલનમાં એક માનવ સમૂહ દ્વારા રેલવે સ્ટેશનને સળગાવવુંને પોલીસ દ્વારા દમનને પાશવી વૃત્તિ મોટી હિંસા ફેલાવે છેને એ સમુદાય પકડાઈને જેલમાં જાય છે ત્યાંની વ્યથાનું નિરૂપણ લેખકે સરસ કર્યુ છે. 

વાર્તા કથન -ત્રીજો પુરુષ બહુવચન.                            ________________________________ ૧૨) વર્ષા તલસાણીયા “મનવર્ષા”

             વાર્તા : ૧. 

વાર્તા : એમારી ભૂલ હતી (લેખક તથાગત પટેલ દ્વારા સંપાદીત )

લેખક : શ્રી ખલિલ ધનતેજવી

*૧. વાર્તાનો પ્રકાર શું છે?* 

*ઉત્તર: સત્ય કથા નિબંધ પ્રકારની લઘુ કથા

*૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? 

(વાર્તાનો વિષય શું છે?)* :

*ઉત્તર : જીવનના સ્વપ્ન ને પૂર્ણ કરવા  સાહસ કરવુ જરુરી છે.વાર્તા નો વિષય લેખક ની એકાદ વારતા પર ફીલ્મ બને એ માટે ફીલ્મના વિવિધ પાસાઓને આત્મસાત કરતા કરતા લેખક ખુબ પરીશ્રમ કરે છે વાર્તા લેખન ,સ્ક્રિપ્ટ રાઈટીંગ, ફાયનાન્સ, ડાયરેકશન વગેરે પર સફળતાની નજીક આવે તેવા પ્રયત્ન કરી છૂટે છે.

*૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?*

*ઉત્તર : લેખક દુખથી  કહે છે “આજે છત્રીસ વર્ષેય યાદ આવે છે ને હૈયામાં રુઝાઈ ગયેલા પોપડા ઊખડવા માંડે છે.

*૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:* 

*ઉત્તર : ફીલ્મ લાઈનની કડાકૂટ ભરી પ્રક્રીયા છતાં હીંમત પૂર્વકનો શ્રેષ્ઠ પ્રયાસ. માત્ર એક જ વાર્તા ની ફીલ્મ બને એ સ્વપ્ન પુરુ કરવા માટે ની મથામણ ની રસપ્રદ રજૂઆત, દગો થયાની લાગણી અનેપોતાના બધા સોર્સિસ ખોટી રીતે  વેડફાઈ ગયા, વળી સંબંધો પણ બગડયા. એ પોતાની ભૂલ હતી એવી લાગણી ઘર કરી ગઈ

*૫. કથનશૈલી શું છે?* 

ઉત્તર : પ્રથમ પુરુષ એકવચન

                          વાર્તા : ૨ 

લઘુ વાર્તાનુ નામ : એ મારી ભૂલ હતી

 ( લેખક તથાગત પટેલ સંપાદીત)

લેખક -શ્રી  વિનોદ ભટ્ટ 

૧. વાર્તા નો પ્રકાર :ટૂકી  હાસ્ય કથા

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?

ઉતર : આમ તો ૫૦ વારતાઓ લખી હતી પરંતુ વાચક ન મળવાથી બધી નાશ પામી કરુણ વારતા લખવી એ કાંઈ ભૂલ નથી પણ હાસ્ય લેખ લખવા માટે તથાગત જેવા મને કહેછે તમારી ભૂલની વાત કરો. (હાસ્ય લેખક બની જવાયુ )

૩. ” લેખકનુ હાસ્ય પૂર્ણ વિધાન : સો સાલનો હોઈશ ત્યારે કાન કામ નહીં કરતા હોય ત્યારે હુ કર્ણસુખનો અનુભવ કરતો હોઈશ એ કારણે નિષ્કામ ભાવે અને નિષ્કાન ભાવે સંવાદ ચાલતો હશે.

૪ સારાંશ : લેખકને નાનપણમાં બેન્ડ વાજા સાંભળી ને એમ લાગતું કે આ લગ્ન નુ કામ કરવા જેવુ છે.હવે એમ લાગે છેકે બેન્ડ વાજા નો અવાજ સાંભળવા તે આવડી મોટી ભૂલ કરાતી હશે?

૫ કથન શૈેલી : પ્રથમ પુરુષ એક વચન 

                  વાર્તા :- ૩.

વાર્તા નુ નામ: કળાના પ્રશંસકો 

(‘ અક્ષત’ પુસ્તક માથી )

લેખકનુ નામ  :.શ્રી કીશોર જે હીંગુ 

૧. વારતા નો પ્રકાર : કરૂણ કથા.સંવેદનશીલ ચિત્રકારની

૨. લેખક શુ કહેવા માંગે છે ?

ઊતર : ચિત્રકાર નુ  આદ્રમૌન .. 

(તેના ભાવ જગતમાં ઊપસતુ એક કદીયે  ન જોયેલ જીવંત અસહાય મ્રૃત્યુ સામે જજુમતા બાળકનુ કારુણ્યમય ચિત્ર ..

પોતાની નિસહાયતા.)

૩. લેખક નુ વિધાન:  એક ચિત્રકાર એક ડોક્ટર ના પસંદના ચિત્રની ઈચ્છા સાંગોપાંગ પૂર્ણ કરી શકે છેપરંતુ એક ગરીબ પિતાની વેદના એજ જીવતાં ડોકટરમાં ઊપસાવી શકતો નથી .

૪ વાર્તા નો સારાંશ: એક કલારસિક ડો. યુગલની માંગથી ચિત્રકાર એક ચિત્ર બનાવીને આવે છે ત્યારે જ કોઈ ગરીબ વ્રૃધ્ધ બિમાર બાળક ને  વીઝીટ થકી તપાસવા ડો.ને વિનંતી કરે છે .એ ગરીબના બાળકને નગણ્ય ગણી ડો.અવહેલના કરે છે .આ વાત ચિત્રકારના રુજુ હ્દયને બહુ વ્યથિત કરી દે છે.એક મરતાં બાળકનું યિત્ર માનસપટ પર 

દોરાય જાય છે .

૫. ત્રીજો પુરુષ એકવચન. 

                         વાર્તા :-  ૪. 

વાર્તાનુ નામ : ઓવર ટેઈક 

લેખક :- મિનાક્ષિબેન સી વાણિયા 

૨ વાર્તા નો વિષય : માનવિય સંબંધ વિષે (શૈક્ષણિક સમસ્યા. ની સમાજ પર અસર )

૩. લેખિકા અનામત પ્રથા થકી નોકરીમાં થતા અન્યાય ની પીડાવ્યકત કરે છે 

૪  લેખકનુ વિધાન : આજે ૬:૧૦ ની બસને ઓવર ટેઈક કરી હતી (લેખકની ભાષામાં પાત્રની ખુશી)

૪. સારાંશ : નીધિને નોકરીમાં અનામત થકી ત્રણ વખત પ્રમોશન ન મળતા વ્યથા અનુભવતી હોય છે ,પણ દીકરી પલ્લવીને એક ઊંચી સારા પગારની નોકરી મળતાં ..દીકરી નોકરી છોડી માતા પિતાને ખુશ રાખવાની વાતો કરે છે અને આ કારણે ખુશીના ઓવરટેઈકની લાગણી આનુભવતી નારી. આ વાર્તા નુ સુંદર પોઝીટીવ પોએટીક જસ્ટિસ થી સમાપન કરવામાં આવેલ છે.

૫. ત્રીજો પુરુષ એકવચન. 

                     વાર્તા :- ૫. 

વાર્તાનુ નામ  : તાકત 

લેખક : ધર્મેન્દ્રસિંહ રાઠોડ

૧ વાર્તાનો પ્રકાર : રહસ્યકથા

 (વાર્તા નો વિષય : દેશદ્રોહ માંથી વાપસી)

૨ લેખક શું કહેવા માંગે છે?

ઉતર: એક પુસ્તક  ટ્રેઈન્ડ આતંકવાદી ને પણ  ફરી માનવી બનાવી શકવાની તાકત ધરાવે છે.

૩ લેખકનુ કોઈ વિધન નથી પણ એમ કહી શકાય કે .. વાચન  થકી.. *ઝેર ઓકાયુ અને અમ્રૃતનુ સિંચન થયુ*

૪  સારાંશ : સરહદ પારથી આવેલ એક નવોજ ટ્રેઈન્ડ આતંકવાદી પોલીસ થી બચવા રોજ લાઈબ્રેરી માં છુપાય છે પુસ્તકો વાંચે છે અને ભાઈના આતંકવાદ ફેલાવવાના ઓર્ડરની રાહ જુએ છે . વાચન થકી મન બદલાય છે પોલીસ ને ભાઇના નાપાક  ઇરાદાની જાણ કરી ભાઈ સાથે છેડો ફાડે છે અને હવે આખું શહેર તેને પોતીકુ મિત્ર લાગવા મંડે છે.

૫ ત્રીજો પુરુષ એક વચન 

__________________________________

 ૧૩) પૂજા (અલકા) કાનાણી.

વાર્તા_૧

શીર્ષક_ મંગલા.

લેખક_ પરિગ્રહી માંડલિયા.

સંદર્ભ_ અખંડ આનંદ

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર__ માનવીય સંબંધો વિષે.

૨_ વાર્તા દ્વારા લેખક કહેવા શું માગે છે?

ઉત્તર_સમાજ કે સંસ્થા દ્વારા બનાવેલાં નિયમના પાળી શકવા પાછળ મજબૂરી પણ હોય શકે.

૩.__વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક/રાજકીય વિધાન કર્યું છે? શું? સામગ્રી

ઉત્તર__તેમનામાંથી સહાનુભૂતિ સુકાઈ ન હતી એટલે તાબડતોબ નિયમોના બંધિયારપણા માંથી નીકળી ઉદારતાનો દીવો પ્રગટાવ્યો.

૪.__વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર_ જૈન સોસાયટીના ટ્રસ્ટી દ્વારા ગરીબ જૈનોને.અમુક નિયમો સાથે મકાન આપ્યા હતા પણ,પારકા ઘરે કામ કરનારને વધ્યું ઘટયું હોય એ ખાવા મળે એમાં કાંદા બટેટા પણ હોય. બાવીસો રૂપિયામાં ચાર જણનું પૂરું કઈ રીતે થાય. ઘણી વાર ભૂખ્યું પણ રહેવું પડે.ગરીબી અને ભૂખને વળી ભલા ક્યાં નિયમ લાગુ પડે.

૫._કથનશૈલી શું છે?

ઉત્તર_ ત્રીજો પુરુષ એકવચન.

*વાર્તા __૨

શીર્ષક_ ઘરનું ઘરેણું

લેખક_ વાસુદેવ સોઢા.

સંદર્ભ_અખંડ આનંદ.

૧._ વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર__ માનવીય સંબંધો વિષે.

૨._ વાર્તા લેખક કહેવા શું માગે છે?

ઉત્તર_મળ્યા વગર કોઈ વિષે પૂર્વગ્રહ બાંધી લેવો.

૩._વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર_યુવતીના આવા સેવાભાવથી બંન્ને ગદગદિત થઈ ગયાં.તેઓએ પ્રેમપૂર્વક યુવતીના માથે હાથ ફેરવીને કહ્યું”બેટા,સાવ અજાણ્યાને આટલી બધી મદદ કરવા બદલ ભગવાન તારું ભલું કરશે.”

૪._ વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર_ માતા પિતા_ દીકરાએ પસંદ કરેલી છોકરી સાથે વગર જોયે લગ્ન કરવાની ના પાડે છે.હોસ્પિટલમાં બન્ને એકલા હોય ત્યારે એક અજાણી યુવતી ખૂબ મદદ કરે અને ઘરે પણ પહોંચાડે.કુદરતી એજ એના દીકરાની વહુ નીકળે છે. માતા પિતા એવું માને છે.આજની છેલબટાઉ છોકરી ઘર ન સાચવે.પણ ઘણીવાર આપણી માન્યતા ભૂલભરેલી પણ નીકળે.માનવીને બધા ગ્રહ માં સૌવથી નડતો ગ્રહ હોય તો એ પૂર્વગ્રહ છે.

૫._ કથનશૈલી શું છે?

ઉત્તર_ ત્રીજો પુરુષ એકવચન.

વાર્તા __૩.

શીર્ષક_ મકાન .

લેખક_ શશીકાંત દવે.

સંદર્ભ_અખંડ આનંદ.

૧._ વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર_ માનવીય સંબંધો વિષે.

૨_ વાર્તાના લેખક કહેવા શું માગે છે?

ઉત્તર_ગામડાઓનુ શહેરીકરણ.

૩._વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/ સામાજિક રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર_ માનવીય લાગણીઓને સંઘરી બેઠેલા ઘરને શોધતી શાંતાબેન અને સરલાબેનની આંખોનો ભેજ ક્રોંક્રિતની દીવાલોમાં જાણે શોષાય રહ્યો હતો.

૪._ વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર_ સીતેર વર્ષના શાંતાબેન કલકત્તાથી પહેલીવાર જૂના મકાનને જોવાને યાદો ને જીવંત કરવા મહુવા આવ્યા હતાં.પણ શહેરી હવા ગામડાં ને પણ લાગી ચૂકી હતી.શેરી એટલે આખું ઘર.જ્યાં  સુખ દુઃખ પોતીકા હતા.અને આજે પાકા રસ્તા ,મોટા મોટા બંગલા ,વીજળીના જળ -હળાટ વચ્ચે આત્મીયતા કયાંય જોવા નહોતી મળતી.

૫._ કથનશૈલી શું છે?

ઉત્તર_ ત્રીજો પુરુષ એકવચન.

વાર્તા__ ૪.

શીર્ષક__અનુભૂતિ.

લેખિકા__સ્મૃતિ નરેશ સોલંકી.

સંદર્ભ__અખંડ આનંદ.

૧.__ વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર__ માનવીય સંબંધો વિષે/ સામાજિક સમસ્યા.

૨.__ વાર્તાના લેખક કહેવા શું માગે છે?

ઉત્તર__બધા બાળકોની કેપેસિટી  અલગ હોય . આપણાં બાળકની સરખામણી બીજાનાં બાળક સાથે નાં કરવી.

૩.__ વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/ કોઈ સામાજિક રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર__” મારી દીકરી ની સફળતાથી હું ખુશ છું. મારે ઝાઝું કઈ નથી કહેવું.ફક્ત સર્વે વાલીઓને એક ખાસ સંદેશ આપવાનો છે કે તમારા બાળકને ક્યારેય બીજાં કરતાં ઉણા કે ઓછા નાં સમજશો તેમને જેમાં રસ પડે તે વિષય ભણવામાં તેમને પ્રોત્સાહન આપશો તો તેમનામાં રહેલી પ્રતિભાનો પરિચય થશે.”

૪.__ વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર__ રમાકાંતભાઇ પોતાના બાળકોને બીજાના બાળકો કરતાં હમેશા ઊંણા સમજતાં. વાતે વાતે ટોકતા એટલે બાળકો એમને પોતાના હૃદયની વાત નાં કરતા.પણ સુરભિબેન હમેંશા પ્રોત્સાહન આપતાં.જેને કારણે બાળકો ખૂબ સફળતા મેળવે છે.

૫.__ કથનશૈલી શું છે?

ઉત્તર_ પ્રથમ પુરુષ એકવચન.

વાર્તા __૫__

શીર્ષક__ સ્વાગત.

લેખિકા__ રમીલા પી.મહેતા.

સંદર્ભ__ અખંડ આનંદ.

૧._ વાર્તાનો પ્રકાર શું છે ?

ઉત્તર__ માનવીય સંબંધો વિષે.

૨.__ વાર્તા દ્વારા લેખક કહેવા શું માગે છે?

ઉત્તર__ મુસીબત સમયે આપણાં બાળકોને આપણે સાથ આપવો જોઈએ.લોકો શું કહેશે એ વિચાર નાં કરવો.

૩.__ વાર્તા દ્વારા લેખકે કોઈ  માનવીય સંબંધો વિષે/ સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર_ ” સમાજમાં એક અપરાધી ને જનમ આપી છૂટો મૂકી દેવો? જનક ભાઈએ તર્ક મૂક્યો ને રંજીતાએ જવાબ આપ્યો.’ માં તારી મમતા શું કહેત? તું શુભના ચહેરા સામે જો.તેને થતું નથી કે નિર્દોષ બાળકનો શો વાંક? જેમ એ રાત્રે મારો પણ નહોતો.

૪.__ વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર _રંજીતા  અને તેની ફ્રેન્ડ કાવેરી એવા હાથોમાં ફસાઈ જાય છે.જ્યાં નર્ક યાતના વેઠવી પડે છે.રોજ નવા હાથોંનુ રમકડું બનવું પડે છે.એન.જી. ઓ. વાળા છોડાવી સુધારગ્રુહમાં મોકલે છે.જ્યાં એક બાર ગર્લ ના પેટ માં બાળક હોય છે.બાળકને જન્મ આપી તે મરી જાય છે.એને લઈ રંજીતા પોતાનાં ઘરે આવે છે ત્યાં દુનિયાની બીકે માવતર તેને નકારે છે .પણ પોતે દુઃખી હતા ત્યારે સમાજ કામ નાં આવ્યો એ વિચારી બન્ને ને અપનાવે છે.

૫.__ કથનશૈલી શું છે?

ઉત્તર _ પ્રથમ પુરુષ એકવચન.

_________________________________

૧૪) રક્ષા બારૈયા

શબ્દો : ૭૮૫

વાર્તા : ૧

શીર્ષક : માતા-કુમાતા 

લેખક : મૂળ લેખક – ભીષ્મ સાહની , અનુવાદક : પંકજ ત્રિવેદી 

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : માનવીય સંબંધો 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે? )

ઉત્તર : વિષય – સ્ત્રી માત્ર માતૃત્વ માટે કોઈપણ લડાઈ લડી શકે. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર :  વાર્તામાં નોંધપાત્ર સંવાદ  કે વિધાન નથી.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો. ત્રણથી ચાર વાકયોમાં લખશો. 

ઉત્તર : બે સ્ત્રીઓ એક બાળક માટે લડી રહી છે . એકે જન્મ આપ્યો છે અને બીજીએ દૂધ પીવડાવીને ઉછેર કર્યો છે. ઉછેરનારી માતા વણઝારણ છે અને પોતાના કાફલા સાથે જવા ઈચ્છે છે જ્યારે જન્મ આપનારી માતા નિરાધાર છે. આખરે પોતાના કાફલા પાસે જવાનો નિર્ણય કમને ફગાવીને વણઝારણ બાળકને ખાતર ત્યાં જ રહી પડે છે 

૫. રજૂઆત ( ફોર્મ ), કથન શૈલી શું છે. 

ઉત્તર : વાર્તાની રજુઆત એકદમ સરળ છે  .

કથનશૈલી : ત્રીજો પુરુષ           

વાર્તા : ૨

શીર્ષક : લાશને નામ ન હતું ! 

લેખક : ચંદ્રકાંત બક્ષી 

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : માનવીય સંબંધો 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે? )

ઉત્તર : માણસ પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવતા કેટલી તડજોડ કરે છે, તેમન  સામાજિક મૂલ્યો વ્યક્તિગત જવાબદારી છે .

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : ના

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો. 

ઉત્તર : દસ દિવસનું એક બાળક કે જેનું હજુ નામ પણ નક્કી નથી થયું તેનું મૃત્યુ થયું છે . હોસ્પિટલમાંથી સ્મશાન સુધીની લાગણીશીલ વિચારયાત્રા રજૂ થઈ છે 

રજૂઆત ( ફોર્મ ): 

ઉત્તર : સરળ અને રસપ્રદ રજુઆત 

૫. કથનશૈલી 

ઉત્તર : ત્રીજો પુરુષ 

વાર્તા : ૩

શીર્ષક : લીલ

લેખક : કિરીટ દૂધાત 

૧. વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર : માનવીય સંબંધો 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે? )

ઉત્તર : કોઈ ચોક્કસ સંદેશ નથી , એક સ્નેહ સબંધ કે જેને સામાજિક દરજ્જો નથી મળ્યો એની વાત છે. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર :તમારા ક્યાં રૂપિયો – નાળિયેર આપી દીધેલાં છે તે રોવા બેઠાં છો? 

૪. વાર્તાનો સાર લખી કાઢો. 

ઉત્તર : કુંવારા , લગ્ન કર્યા વિના મૃત્યુ પામે એવા વ્યક્તિની લીલ પરણાવે છે . જે યુવતી સાથે એનો પ્રેમ હતો એ આખી ઘટના વર્ણવે છે . બન્ને વચ્ચે બહુ થોડા સમય પૂરતો જે પ્રેમ હતો એ લગ્ન સબંધના વર્ષોના સહવાસ કરતા પણ વધુ ઉમદા હતો એવું જણાય છે .

રજૂઆત ( ફોર્મ ) 

ઉત્તર : કાઠિયાવાડી બોલીમાં લખાયેલા અમુક સંવાદો અને સરળ ગુજરાતી 

૫. કથનશૈલી

ઉત્તર : બીજો પુરુષ 

વાર્તા : ૪ 

શીર્ષક : કાગળની હોડી 

લેખક : કુન્દનિકા કાપડીઆ 

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : પ્રકાર હું ચોક્કસ સમજી નથી શકી , ઘટના પ્રધાન છે એવું મને લાગે છે. 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? વિષય શું છે? 

ઉત્તર : વાર્તામાં એક ઘટના બની છે જેના અંતમાં એક અલગ જ સંવેદના અનુભવાય છે .

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું? 

ઉત્તર : હેં, તનીયા, જે હોળી તરેય નઈ અને ડૂબેય નઈ એનું શું થાય ? 

૪.  વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : ભેરુ સાથે પરાણે વગાડે ગયેલા જીવલાને સાપ કરડ્યો છે . તનીયાને ખબર છે કે જીવાને સાપ કરડ્યો છે અને એના લીધે એનું મૃત્યુ પણ થઈ શકે છે . વાર્તાના અંત સુધી અજાણ જીવો તનીયા સાથે પોતાને ઘરે , ગામ સુધી લઈ જવા માટે કહે છે. આખરે એને ખબર પડે છે કે પોતાને સાપ જ કરડ્યો છે ત્યારે જાણે મૃત્યુ સ્વીકારી લીધું હોય એમ આંખ મીંચી જાય છે.

રજૂઆત ( ફોર્મ )

ઉત્તર : સંવાદોમાં તળપદી ગુજરાતીની છાંટ છે , સરળ સંવાદો અને ઓછા વર્ણનમાં રજુઆત થઈ છે .

૫. કથનશૈલી 

ઉત્તર : ત્રીજ         

વાર્તા : ૫ 

શીર્ષક : શરીફન 

લેખક : મૂળ લેખક – સઆદત હસન મન્ટો અનુવાદ : શરીફા વીજળીવાળા 

૧.વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર : સામાજિક સમસ્યા / માનવીય સંબંધો 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? વાર્તાનો વિષય શું છે?

ઉત્તર :  ક્રોધમાં , ધર્માંધ વ્યક્તિ વિવેકબુદ્ધિ ગુમાવી બેસે છે . સારા નરસાના ભાન વગર એવા કૃત્યો આચરી બેસે છે જેના ભૂંડા પરિણામ વર્ષો સુધી ભોગવવા પડે છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : એવા કોઈ સંવાદો નથી .

 ૪. વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : ક્રોધ કહો કે ધર્માંધતા , આ વિભાજનની વાર્તા છે . હિંદુ મુસ્લિમ બન્ને સામેના ધર્મની વ્યક્તિને કોઈપણ ભોગે નુકશાન પહોંચાડીને બદલો લેવા માંગે છે. શરીફનનો બાપ કાસીમ પોતાની 15 વર્ષની દીકરીની નગ્ન લાશ જોઈને ભાન ગુમાવી બેઠો છે , એ જ ક્રોધમાં એ પોતાની દીકરીની જ ઉંમરની હિન્દૂ દીકરી પર બળાત્કાર કરે છે એને મારી નાંખે છે. આ બર્બરતા ક્યાંય અટકતી નથી .

રજૂઆત ( ફોર્મ )

ઉત્તર : આક્રમક શૈલી 

૫. કથનશૈલી શું છે?

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન. 

_________________________________

 ૧૫) આરતી રાજપોપટ

વાર્તા-૧ શીર્ષક: એષ્ણા 

લેખક: ડો. ચારુતા ગણાત્રા ઠકરાર

સંદર્ભ: ઓનલાઈન

૧.વાર્તાનો પ્રકાર: સામાજિક (કલ્પિત)

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: ઈશ્વર ખુદ જ્યારે માનવજન્મ લઈ અવતરે છે ત્યારે માનવ મનના સ્પંદનો અને લાગણીથી અલિપ્ત રહી શકતા નથી.

૩.વાર્તા દ્વારા લેખકનું કોઈ સામાજિક, રાજકીય વિધાન:

ઉત્તર: “લક્ષ્મીપતિ પોતાની પાસે લક્ષ્મી ન હોવાનું કહીને પોતાની માયાનો વધુ કોઈ ખેલ રચતા હતા.”

૪.વાર્તાનો સારાંશ: માધવ, શ્રીકૃષ્ણ રાધાથી જુદા પડ્યા પછી ફરી ક્યારેય રાધાને મળ્યા નથી. પરંતુ, કથામાં એક કાલ્પનિક દિવસે માધવ ફરી પૃથ્વી પર આવ્યા છે અને દ્વારિકા નગરીમાં વિચરણ કર્યું. દિવસના અંતે રાધાને મળ્યા. આ કથાનક અહીં વિસ્તૃત રીતે રજૂ થયું છે.

૫. કથનશૈલી: પહેલો પુરુષ એકવચન, ત્રીજો પુરુષ બહુવચન.

વાર્તા -૨ શીર્ષક: સૌભાગ્યવતી

લેખક: રા.વી.પાઠક

સંદર્ભ: ઓનલાઈન

૧.વાર્તાનો પ્રકાર: માનવીય સબંધો વિશે.

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: એક નારીના મનની વાત અને જીવનની પીડા ખૂબ સુંદર અને સરળ રીતે રજૂ થઈ છે.

૩.લેખકનું સામાજિક રાજકીય વિધાન:

“ખરાબ માણસ બૈરીને ને કવિતાને બંનેને બગાડે છે.”

૪.વાર્તાનો સારાંશ: સ્ત્રીની ઈચ્છા અનિચ્છા, ગમા-અણગમા બધું પુરુષપ્રધાન સમાજમાં માત્ર ને માત્ર એક પુરુષને આધીન છે. સ્ત્રીનું મન કોઈ મહત્વ નથી ધરાવતું. એ ફક્ત ભોગવવાનું સાધન છે એવી પીડાથી વ્યથિત  બે નારીના મનની વાત સુંદર શૈલીમાં કહેવાઈ છે. જે લગભગ સિત્તેર વર્ષ પહેલાના સમયની હોવા છતાં આજે પણ એટલી જ સાંપ્રત લાગે છે.

૫. કથનશૈલી: પહેલો પુરુષ એકવચન

વાર્તા-૩ શીર્ષક: લાડકો રંડાપો

લેખક: ઝવેરચંદ મેઘાણી

સંદર્ભ: મેઘાણીની વાર્તાઓ

૧.વાર્તાનો પ્રકાર: સામાજિક સમસ્યા

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: બાળ વિધવા બનતી સ્ત્રી સાથે રૂઢિ રિવાજના નામે થતા સામાજિક અત્યાચાર સામે ક્રાંતિ જગાવે છે.

૩.લેખકનું સામાજિક, રાજકીય વિધાન:

“ભાઈ, લોકોપવાદ ને કોણ જીત્યું છે? મારું ગજું નથી. દીકરીનું વળી જે થાય તે ખરું! જેવા એના તકદીર! કોઈ શું કરશે? આખા જન્મારાના રંડાપા કરતા મોત શું ખોટું?”

૪. વાર્તાનો સારાંશ: 

૫.નાની વયે પતિ ખોઈ બેસતી એક સ્ત્રીને સાંત્વના આપવાની જગ્યાએ ઠોકી બેસાડેલા રિવાજોના નામે “લાડકો રંડાપો” જેવું રૂપાળું નામ એના જેવી જ સ્ત્રીઓ દ્વારા  ત્રાસ ગુજરાય છે. ત્યારે એક પુરુષ હૃદય એની વ્યથાને સમજે છે. 

૫.કથનશૈલી: ત્રીજો પુરુષ એકવચન

વાર્તા-૪ શીર્ષક: અમે રે ઊડણ ચરકલડી

લેખક: વર્ષા અડાલજા

સંદર્ભ: ‘સાંજને ઉંબર’ વાર્તા સંગ્રહ

૧.વાર્તાનો પ્રકાર: માનવીય સબંધો

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: એક સ્ત્રીના જીવનમાં ભણતરનું મહત્વ નોખી રીતે સમજાવે છે.

૩.લેખકનું સામાજિક, રાજકીય વિધાન:

“તમારા જ પેગડામાં એનો પગ છે. બુદ્ધિ જ એને મન જગતનું અંતિમ સત્ય છે.” 

“એ જ ક્ષણે તિરસ્કાર અને દયા બંને થઈ આવ્યા હતા. સમાજના એવા લોકો પર જેમનું હૃદય મૂંગુ થઈ ગયું છે અને લાગણીઓ બહેરી બની ગઈ છે.”

૪.વાર્તાનો સારાંશ: પંદર- સોળ વર્ષની એક મુગ્ધા, યુવતી, પત્ની, માતા થી લઈ સાસુ બનવા સુધીનું એક સ્ત્રીની પુખ્તતા, એના વિચારો, સમજ અને વ્યક્તિત્વમાં ભણતર થી કેવા બદલાવ આવે છે એનું નિરૂપણ વાર્તાની નાયિકાએ લખેલા પત્રો દ્વારા કરવામાં આવ્યું છે. આખી વાર્તા માત્ર પત્રો સ્વરૂપે છે.

૫.કથનશૈલી: પહેલો પુરુષ એકવચન

વાર્તા-૫ શીર્ષક: મજિયારી પછીતના પથ્થરો

લેખક: ચુનીલાલ મડિયા

સંદર્ભ: સાધના દિપોત્સવી અંક 2009

‘સાહિત્ય વારસો’

૧.વાર્તા પ્રકાર: સામાજિક સમસ્યા અને માનવીય સબંધો.

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

ઉત્તર: સંબંધોમાં વિષમતા આવે તો પણ લોહીના સબંધો ભુલાતાં નથી.

૩.લેખકનું સામાજિક, રાજકીય વિધાન:

“પછીતના મૂંગા પથ્થરો કાશીનાથના કાનમાં જાણે કે કહી રહ્યા હતા : અમે કેવળ ઈંટ ચૂનાના બનેલા નથી, હો! અમારે પણ હૃદય છે, લાગણી છે, પ્રેમ છે… ” 

૪. વાર્તાનો સારાંશ: સ્ત્રીઓના ઝગડા અને ઉશ્કેરણીથી અલગ સ્વભાવ ધરાવતા બે ભાઈઓ એક ઘરમાં જ પછીત બનાવી જુદા થઈ જાય અને દેરાણી જેઠાણી વચ્ચે થતા ઝગડા કેવું વરવું રૂપ ધારણ કરે છે. અને  લોહીનો પોકાર શું કરાવે છે વાતનું ખૂબ સરસ ચિત્રણ થયેલું છે.

૫. કથનશૈલી: ત્રીજો પુરુષ એકવચન

                    ________________________________                   

૧૬)  અર્ચિતા દીપક પંડ્યા 

વાર્તા-૧ શીર્ષક: શ્રદ્ધા 

લેખક: એન્તોન ચેખોવ અનુ: કાલિન્દી પરીખ

સંદર્ભ: કુમાર 

વાર્તા : માનવીય ગુણોને અને જીવન મૂલ્યોને ઉજાગર કરવા

શૈલી :ત્રીજો પુરુષ એકવચન

૧.વાર્તાનો પ્રકાર: સામાજિક 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: ઈશ્વર ખુદ જ્યારે માનવજન્મ લઈ અવતરે છે ત્યારે માનવ મનના સ્પંદનો અને લાગણીથી અલિપ્ત રહી શકતા નથી.

૩.વાર્તા દ્વારા લેખકનું કોઈ સામાજિક, રાજકીય વિધાન:

ઉત્તર: માણસજાતમાં શ્રદ્ધા મૂકવાની વાત કરે છે કારણ કે એ જ માનવીમાં ઉમદા લાગણી જગાડે છે.

સારાંંશ: વાર્તાનો નાયક એક ગ્રીનહાઉસનો માળી છે. નગરજનો ગુનાહિત કૃત્ય કરનાર માણસને માફી અપાય છે તે વિશે અણગમો વ્યક્ત કરે છે ત્યારે ચર્ચામાં ભાગ લઈને તે મુખ્યમાળી સ્પષ્ટ રીતે કહે છે કે પુરાવા નહીં પણ માનવીમાં શ્રદ્ધા રાખવી એ જ અદ્ભૂત છે અને એમ કરવું જ જોઈએ. એમ કહી એક ખૂનીની વાર્તા કહે છે, જે કદાચ એ પોતે જ છે એવી આપણને શંકા જાય છે.

વાર્તા -૨ શીર્ષક: પ્રતિબિંબ

લેખક: નિલેશ રાણા

સંદર્ભ: કુમાર

૧.વાર્તાનો પ્રકાર: પતિ પત્નીના સંબંધો અને લગ્નજીવન વિશે

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: લગ્ન એ જવાબદારી વહેંચવા એક પાત્ર મેળવવું એના કરતાં પસંદગી પૂર્વક જીવવું

૩.લેખકનું સામાજિક રાજકીય વિધાન:એકવાર વર્તુળ રચ્યા બાદ એના કેન્દ્રમાંથી છટકવું સહેલું નથી. 

૪.વાર્તાનો સારાંશ: સ્ત્રી કે પુરુષ પોતાનું અસ્તિત્વ ભૂલી લગ્નજીવનની જવાબદારી નિભાવે છે. એક વખત એવો આવે છે રચાયેલી સૃષ્ટિ એની ધરી પર આપોઆપ ફરતી હોય એવું લાગે. ત્યારે પોતાના જ અસ્તિત્વની ખોજ તરફ મન દોડે છે. જેની પ્રબળ ઈચ્છામાં લગ્નજીવન તોડવાના સંયુકત નિર્ણય પર આવે છે. અને નવાઈની વાત એ છે કે લગ્નની પચીસમી વર્ષગાંઠે બંને પતિ પત્ની એકસાથે જ આ ઠરાવ એક ચમત્કૃતિની જેમ મૂકે છે. 

૫. કથનશૈલી: ત્રીજો પુરુષ એકવચન.

વાર્તા-૩ શીર્ષક: છેડા છૂટ્ટા

લેખક: પારૂલ કંદર્પ દેસાઈ 

સંદર્ભ: કુમાર

૧.વાર્તાનો પ્રકાર: સામાજિક

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

સ્ત્રી પગ નિર્ભર થઈ પુરુષના અવલંબનથી આત્મવિશ્વાસ વડે છૂટી આગવી ઓળખ બનાવી શકે છે. 

૩.લેખકનું સામાજિક, રાજકીય વિધાન:આ પંખીની ઉડાઉડ, આકાશ નું ખાલી થવું – ભરાવું. ના – ના હવે નહીં. 

જેણે સતત રહીને જીવનમાં સાહચર્ય આપ્યું નથી એનું અવલંબન નહીં રાખી સ્વતંત્ર જીવવું. 

૪. વાર્તાનો સારાંશ: લગ્ન પછી અમેરિકા જઈને, પુત્રીને જન્મ આપીને, પતિને ધંધામાં ખોટ જતાં ઈન્ડિયા પાછું આવવું પડે છે. પતિના ન આવવાના  બહાનાઓ કે કારણોને લીધે પુત્રીને એકલે હાથે નોકરી કરીને અનેક તકલીફો વચ્ચે મા ઉછેરે છે. ડોક્ટર પણ બનાવે છે. પતિના પાછા આવવાના એક સમાચારથી પત્ની ખુશ થઈ રાહ જોવા લાગે છે પણ પછી ખ્યાલ આવે છે કે એ કદાચ ખાલી મળવા આવીને પાછો જતો રહેશે તો? એ વિચારથી એનામાં સ્વતંત્રતા અને નિર્ણય પ્રગટે છે. 

૫.કથનશૈલી: ત્રીજો પુરુષ એકવચન

વાર્તા-૪ શીર્ષક: રેડ લાઇટ સિગ્નલ 

લેખક: વર્ષા અડાલજા

સંદર્ભ: કુમાર

૧.વાર્તાનો પ્રકાર: સામાજિક દૂષણ અને એના નિવારણ પ્રત્યે ઉદાસીનતા 

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: એક સ્ત્રીના જીવનમાં ગરીબી લોહીના વેપાર તરફ કેવી રીતે લઈ જાય એનો લેખકે કરુણ ચિતાર આપ્યો છે. 

૩.લેખકનું સામાજિક, રાજકીય વિધાન:

“ઘણાં ઉબડ ખાબડ રસ્તા સોશિયલ વર્ક કરતા આવ્યા. ઈશ્વર પ્રત્યે ની શ્રદ્ધા ઉઠી જાય એવા દ્રશ્યો જોયાં. દુનિયાના વહેવારો પર ભયંકર અણગમો થઈ જાય એવા પ્રસંગોની સાક્ષી બની. પણ ક્યારેક મનુષ્યમાં શ્રદ્ધા બેસે એવા અનુભવ પણ થયા” 

૪.સારાંશ:અદ્ભૂત વાર્તા. વેશ્યાઓ દીકરો એની માને આ કીચડમાં ન છૂટકે ખૂંપી જતી જૂએ છે. બાળક તરીકે કંઈ ન કરી શકનાર લાચાર દીકરો સારું ભણીને સંસ્થાની મદદથી પગભર થાય છે. સંસાર માંડે છે. અને ભણતી પુત્રીને દાદી પર નિબંધ લખવાનો આવતા ફરીથી માની દર્દભરી સ્મૃતિ નાયકના મનમાં તાજી થાય છે. એને શોધવ્ના પ્રયત્નો નિષ્ફળ થાય છે અને તેમ ન કરવાની તકેદારી પણ અપાય છે ત્યારે નાયક ભાંગી પડે છે અને પોતાને મળતી સમૃદ્ધિ પાછળ માનો ભોગ લેવાયો છે એ વ્યથા એને પીડે છે. 

૫.કથનશૈલી: ત્રીજો પુરુષ એકવચન

વાર્તા-૫ શીર્ષક: પરિપૂર્ણ 

લેખક: રેણુકા પટેલ 

સંદર્ભ: કુમાર 

૧.વાર્તા પ્રકાર: માનવીય સંબંધો અને જીવનમૂલ્યો.

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

ઉત્તર: સંબંધોનો ફાળો વ્યક્તિત્વ ઘડતરમાં છે. જીવન મૂલ્યવાન છે

૩.લેખકનું સામાજિક, રાજકીય વિધાન:

” લાગણીઓને સંવેદન સાથે રમવા ન દેવાય. જીવન કેટલું મૂલ્યવાન છે એ સમજવું જરૂરી છે” 

૪. વાર્તાનો સારાંશ:   ખૂબ સરસ ચિત્રણ થયેલું છે.

મા વિનાની પુત્રી સંજોગોવશાત નોકરી માટે પિતાથી દૂર રહે છે પણ પિતા અવારનવાર એની પાસે આવી રહે છે. પુત્રી એક પુરુષને લીધે એની જિંદગી ન બગાડે તે માટે સલાહ આપે છે. અને તારી મા હોત તો આવું ન થાત કહી દોષ પોતાને જ આપી દીકરીમાં સકારાત્મક બદલાવ લાવે છે. 

૫. કથનશૈલી: ત્રીજો પુરુષ એકવચન

                    _________________________________                   

૧૭) હિમાલી મજમુદાર

વાતૉ : ૧  શીષૅક : મૃગજળ

લેખક : મરિયમ ધૂપલી 

૧. વાતૉનો પ્રકાર : સામાજિક પ્રેમકથા

૨. વાતૉ દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

ઉત્તર : વાતૉના નાયક અને નાયિકા એક-બીજાની નજીક હોવા છતાં હજારો માઈલના અંતરે હોય તેવું દશૉવી રહ્યા છે.

૩.સામાજિક વિધાન થયું છે?

ઉત્તર : મનોવિજ્ઞાન પણ એજ દશૉવે છે, કે સાચી ખુશી ગુણવત્તાયુક્ત જીવનથી નહીં પણ ગુણવત્તાયુક્ત સબંધોથી જ મળે છે.

૪.વાતૉનો સારાંશ લખો.

ઉત્તર : સામાજિક સમસ્યાને કારણે પ્રેમાળ પરિવારથી દૂર થઈ,નાયિકા ત્રિજીયા “ત્રિજીયા”મટી વિદેશી મોજાઓ દ્વારા ‘ત્રીજ’ થઈ જવું એજ સ્વપ્ન ધરાવતી મિત્રને માટે સમીર પોતાના આદર્શને નેવે મૂકે છે. તેની સાથે લગ્ન કરી ત્રિજીયાના અપરિપકવ વિચારોને સાચી દિશા આપવામાં સફળ થાય છે.

૫. કથન શૈલી શું છે?

ઉત્તર : પ્રેમમાં પરિણમેલી મિત્રતા

પહેલો પુરુષ એક વચન

વાતૉ:૨ શીષૅક :લોકેટ 

લેખક : ધીરુબેન પટેલ 

૧.વાતૉનો પ્રકાર :

ઉત્તર : સામાજિક -માનવીય સબંધો વિશે.

૨.વાતૉ દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર :મા અને દિકરાનો એક બીજા પરત્વે અહોભાવ અને જવાબદારી માટે  અત્યંત સંવેદનશીલ છે.

૩.સામાજિક વિધાન થયું છે ?

ઉત્તર : “જમાનો બહુ ખરાબ આવ્યો છે, ભરત ! બૈરાં માણસે રાતવરત બહાર નિકળવું સારું નહીં. જોઈતુંકરતું તું લાવી આપતો હોય તો?”

૪. સારાંશ : દીકરાના ભવિષ્ય માટે માતા પોતાના ભૂતકાળને છૂપાવી તેનો ઉછેર કરે છે. પૈસાની તંગીની અસર દીકરા પર પડવા દેતી નથી. પણ રાતના સમયે બહાર નિકળતી મા માટે શંકા જતાં, લોકેટમાં વર્ષોથી જળવાઈ રહેલા માનાં આદર્શ માટે શંકા જાય છે.અને અંધકારમાં ગલીચ જગ્યાએ જતી મા નો પીછો કરી, સત્યને જાણી એ ફેંકી દીધેલ લોકેટને ગળે બાંધી માના વ્યક્તિત્વને થાબડે છે.

૫. કથન શૈલી શું છે ?

માતા અને પુત્રની એક-બીજા પરત્વેની સંવેદના.

પહેલો પુરુષ એકવચન

વાતૉ: ૩ – શીષૅક : પ્રેમના આંસુ

લેખક : કુંદનિકા કાપડિયા

૧. વાતૉનો પ્રકાર : પ્રેમ કથા 

૨. વાતૉ દ્વારા લેખક શું કહેવા માગે છે ?

ઉત્તર : આ બાળકની મૂંગી  ભાષામાં કોને ખબર કેટલી રહસ્યમયી વાતોનો ભંડાર ભયૉ હતો.

૩.વાતૉ દ્વારા લેખકે કોઈ માનવિય સબંધ વિષે સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે ? શું ?

 ઉત્તર : હા સામાજિક વિધાન  કર્યું છે.

“દીકરાતો બધાને હોય છે, પણ તારાની તો વાત જ નિરાળી છે.”

૪.વાતૉનો સારાંશ : એવી માતા જે પોતાના વહાલસોયા બાળકને જ સવૅસ્વ માનતી હોય છે. તે બાળક માંદગીને કારણે મૂંગુ બનીને અપંગ થઈ ચાલી શકતું નથી,તે વેદના અસહ્ય બનતા માતા પોતે પણ મૃત્યુની સમીપ પહોચે છે.પોતાના અંત સમયે તેના વાંકળિયા વાળમાં હાથ ફેરવી પ્રેમના આંસુ થી ભીંજવી દે છે. જગતના સૌથી સુંદર બાળકના સ્વરૂપને જોઈ નવી માતા પુત્રને આલિંગનમા લઈ વાત્સલ્યની વર્ષા કરે છે,ત્યારે રચાયેલા એ ભાવવિશ્ર્વને જોઈ પિતાની આંખોમાં પ્રેમના આંસુ સરી પડે છે.

૫. કથન શૈલી શું છે?

માતા અને પુત્રની મૂક વેદનાની કરુણાસભર અભિવ્યક્તિ.

બીજો પુરુષ એક વચન.

 વાતૉ : ૪ શીષૅક: સોના ઈંઠોણી રૂપા બેડલું 

લેખક : વષૉ અડાલજા

૧. વાતૉનો પ્રકાર શું છે?

ઉત્તર : સામાજિક માનવિય સંબંધો વિષે.

૨.વાતૉ દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર : ભીની માટીની સુંગધથી પિયરમા આવેલી દીકરીને કદાચ વીતી ગયેલા બચપણનો એક અંશ મળી જતો હશે.

૩.વાતૉ દ્વારા લેખકે કોઈ માનવિય સબંધો વિષે,સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે?શું ?

ઉત્તર : દીકરી મોટી થઈ,એક સ્ત્રી બનીનેય માની છે ક નજીક આવી જાય છે. દીકરો પુરુષ બનીને થોડો દૂર થઈ જાય છે.

૪.વાતૉનો સારાંશ : વરસાદના વાવડ મળતા પિયરમા આવેલી દીકરીને માના સાનિધ્યમાં હૂંફનો અનૂભવ કરી રહી હતી. પશુ,પક્ષી,ફળ,ફૂલ ઝૂલીઝૂલીને વતનમાં આવેલી સાહેલીના ગાલે હેત ભર્યું સ્પર્શી જતાં હોય એવી અનૂભૂતી થાય છે. પ્રાકૃતિક સવારની દૈનિક ક્રિયામા દેડકાં, કૂતરા, બિલાડી, ખિસકોલી જેવા સ્વજનો બાનો પરિવાર છે, જે રોજ હાજરી પુરાવી જાય છે. આમ કાળની સંદુકમાં પૂરી રાખવા જેવો આટલો મૂલ્યવાન સમયખંડ ને માણવા માટે માનો દીકરો બનવા કરતાં દીકરી બનીને જન્મવાનું સૌભાગ્ય નોખું છે.

૫.કથન શૈલી  

પ્રકૃતિ સાથે જોડાયેલી ભાવાત્મક અભિવ્યક્તિ.

ત્રીજો પુરુષ એક વચન

વાતૉ : ૫ ટૂંકી લીટી – લાંબી લીટી

(કાંઠાનું જળ ) વાતૉ સંગ્રહ

લેખક : કંદર્પ દેસાઈ

૧.વાતૉનો પ્રકાર શું છે ?

ઉત્તર : માનવિય સબંધો વિષે

૨.વાતૉ દ્વારા લેખક શું કહેવા માંગે છે ?

ઉત્તર : કેટલા રંગો વિખરાઈને પડ્યા છે આ પ્રકૃતિમાં!કંઈ પાર નથી! કહો,એક લીલા રંગમાજ કેટલી બધી છટાઓ છે!

૩.વાતૉ દ્વારા લેખકે કોઈ માનવિય સબંધો વિષે/ સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું ?

ઉત્તર : સાવ અજાણ્યો નહીં, તેવા છોકરાની મૌન પ્રશંસાપૂર્ણ નજરો. કેમકે એણે મારી સફળતાની આગાહી કરી હતી. મારી શક્તિમા અસાધારણ રીતે વિશ્વાસ જાહેર કયૉ હતો.

૪. સારાંશ : પતિ મિહિરના સહજ સરળ સ્વભાવમા કલાકાર સ્વાતિનું જીવન ગોઠવાયેલું છે.અનિલના આગમનની જાણ થતાં, કેનવાસ પર સ્પર્શ કરતાં ધૂંધળો અને ખરબચડો આભાસ તે અનૂભવે છે.કાળા ઘોડાના અસવારની લાગણી બદલાઈ ગઈ છે. માટે મા કહે છે, ટૂંકી લીટી જેવો સંગાથ કરતાં લાંબી લીટીનો વિચાર કરી તારી ભાવનાઓને સમજનાર પાત્રને તારા જીવનનું અંગ બનાવ.એકજ રંગના અલગ – અલગ શેડઝનો અથૅ એક કલાકાર તરીકે લાંબી લીટીના સંગાથ એવા મિહિરના સાનિધ્યમાં સમજી શકી હતી.

૫.કથન શૈલી 

ત્રીજો પુરુષ એક વચન

૧૮) પ્રિયંકા સોની

 *વાર્તા : ૧* . 

વાર્તા : મા મા શાધિમામ  

લેખક :ધ્રૃવ ભટ્ટ

૧. વાર્તાનો પ્રકાર શું છે? 

*ઉત્તર: માનવીય સંબંધો 

૨. વાર્તા દ્રારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?) :

*ઉત્તર :કોણ કોના ઋણ કયારે અદ્રશ્યરુપે ઉતારી જાય છે તે કહેવુ મુશ્કેલ છે .

૩. વાર્તા દ્રારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

    *ઉત્તર: માનવીય સંબંધો વિષે સામાજિક વિધાન કર્યું છે. બાળપણના સખા સખીઓ કહ્યા વગર પણ બધું સમજી જાય છે એવી લાગણીઓનું નિરૂપણ કર્યું છે.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો: 

*ઉત્તર : આ વાર્તા વાંચતા જ બાળક કેવા ભોળાં હોય છે તે અનુભૂતિ થાય છે, સાથે કોના ઋણાનુંબંધ ક્યારે કોની સાથે જોડાયેલા હોય છે લેખકે એ તાદ્ર્શ્ય કર્યુ છે.  

૫. કથનશૈલી શું છે? 

ઉત્તર : પ્રથમ પુરુષ એકવચન 

*વાર્તા : ૨* 

વાર્તા – મળેલા જીવ 

લેખક – પન્નાલાલ પટેલ

૧. પ્રેમકથા

૨.  ગુજરાતી સાહિત્યનાં અમર પ્રણય યુગલ કાનજી અને જીવીની પ્રેમકથા સાથે સમસ્ત  સમાજ્ની સંવેદનકથા છે.

૩. પ્રેમી યુગલની વાતો સાથે સમાજ્નું આબેહૂબ નિરુપણ કર્યુ છે.

૪. કાનજી અને જીવી બન્નેની મુલકાત મેળામાં ચક્ડોળમાં બેસતી વખતે થાય છે આખી વાર્તા ત્યાંથી

શરુ થાય છે.જીવી પાસે ચક્ડોળમાં બેસવા પૈસા ન હતા ને કાનજી તેને પૈસા આપી તેની સાથે બોલવાના બહાના શોધે છે, પછી પણ જીવીને ફરી ક્યારે મળાશે તે વિચારતો એ ટોળી સાથે ન ચાલતા આગળ -આગળ ચાલ્યો જાય છે.

૫.  ત્રીજો પુરુષ એકવચન. 

*વાર્તા :- ૩*.

વાર્તા : અદ્રશ્ય દિવાલો 

લેખક : માવજી મહેશ્વરી 

૧.  માનવીય સંબંધો 

૨.  મજૂરી કરતી ગ્રામિણ સ્ત્રીની સંવેદના 

૩..દિવસભર તનતોડ મજૂરી કર્યા પછી કશું કહેવા અને સાં ભળવા આતુર પંદર વીસ માણસોનુ ટોળું વાતો કરવા ભેગું થયું છે  

૪. આખો દિવસ મજૂરી કરીને થાકી પાકી ઘરે આવતી ગ્રામીણ સ્ત્રી પોતાના ધાવતા બાળક્ને રડતુ મૂકી ગામના પાદરે સરકારી ટેન્કરની  રાહ જોતી ઉભી હોય છે કે કદાચ એકાદ બેડુ પાણીનું મળી જાય એ પ્રશ્નનું આલેખન કરતી વાર્તા છે 

૫.ત્રીજો પુરુષ એકવચન

*વાર્તા :- ૪* 

વાર્તા :- દેવી પૂજક

લેખક :- માય ડિયર જયુ 

૧. સામાજિક સમસ્યા. 

૨. અભણ લાગતી પ્રજામાં પણ શ્રધ્ધા ભરપૂર હોય છે,મજબૂરીના કારણે માણસ આવી હદ સુધી જાય છે. 

૩. માયાગિરિએ પોટકીની ગાંઠ છોડીને રાડ પાડી,’ અરે આમાં ઘરેણાં ક્યાં છે ? એક્લાં છત્તર જ છે રુપાના,સોનાના ઘરેણાં ક્યાં છે ? માયાગિરિ ધ્રૂજતો હતો,પણ કાંડામાં લટક્તી થેલીને અળગી કરતો નહોતો. 

૪.  તળપદીભાષામાં લખાયેલી આ વાર્તામાં લેખકે માતાનાં મંદિરમાં થયેલી ચોરીની વાત કરી છે, તેમજ આખી વાર્તા તેઓ જેને દોષિત ગણે છે તેનાં બદલે અંતમાં બીજો દોષિત સાબિત થાય છે. આમ,ધીરે ધીરે વાર્તાનો ભેદ ઉકેલતા જાય છે.

૫. પ્રથમ પુરુષ એ

  *વાર્તા :- ૫.* 

વાર્તા : શ્રદ્ધાદીપ 

લેખક :  ભી.ન.વણકર 

૧. માનવીય સંબંધો વિષે.

૨. પોતાના પૂર્વજો સાથે જોડાયેલી વસ્તુઓ સાથેનો પ્રેમ બતાવ્યો છે.

૩. વાર્તા દ્વારા લેખકે પોતાની મા ની સૌથી પ્રિય વસ્તુ બખરિયું વિશેનું આલેખન કર્યુ છે.

4. વાર્તા દ્વારા લેખક પોતાની મા ના મ્રુત્યુ પછી તેમની યાદગિરિરુપે જે બખરિયું સાચવી રાખ્યું છે તેને લઇને એક્દમ ભાવવિભોર થતાં હોય એમ આલેખ્યા છે, એ બાબતે પત્ની સાથે રકઝક પણ કરે છે, વાર્તાનાં અંત સુધી જકડી રાખે એવુ રસપ્રદ નિરુપણ છે.  

૫. પ્રથમપુરુષ એકવચન                                ______________________________

૧૯) જ્યોતિ પરમાર 

વાર્તા:૧- બાયું 

લેખક : કિરીટભાઈ દુધાત

વાર્તાનો પ્રકાર : પારિવારિક

કથનની શૈલી : ત્રીજો પુરુષ એક વચન

સારાંશ : વાર્તા સરસ છે.ભાષા શૈલી ખૂબ સરસ છે. પણ મને એક વાત ના સમજાઈ કે ગામડાના સંસ્કારી પરિવારમાં જ્યાં છોકરાં છોકરી લગ્ન પહેલા મળી ના શકતાં હોય, ત્યાં લગ્ન પહેલા છોકરીની તપાસ….? અને એ પણ ઘરનાં પુરુષોની પરવાનગીથી…?  બાયુંનો વિરોધ અને પુરુષોની સહમતી…? આ વાત ગળે ન ઉતરી.

 વાર્તા: ૨- બાપાની પીંપળ

લેખક : કિરીટભાઈ દુધાત

વાર્તાનો પ્રકાર : માનવિય સંબંધો

કથન શૈલી : પહેલો પુરૂષ એક વતન

સારાંશ : સ્ત્રી અને પુરુષના છાનાં સંબંધને ઉજાગર કરતી વાર્તા. બાપાની  પીંપળનું રૂપક લંઈને લેખકે બાપાની સ્ત્રીની વાત બખૂબીથી કરી છે.

વાર્તા : ૩ –  મુંઝારો્ 

લેખક : કિરીટભાઈ દુધાત

વાર્તાનો પ્રકાર : પારિવારિક

વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે..?

વાર્તા દ્વારા લેખક કહેવા માંગે છે કે જો તમે જીવનમાં કોઈની પર આધાર રાખશો તો આજીવન નિરાધાર બની જશો.

વાર્તાનો સારાંશ : વાર્તા કાકા ભત્રીજાના સંબંધ પર આધારીત છે. ભત્રીજાએ કાકાનું  સગપણ ક્યાંય ના થવા દીધું. ઢળતી ઉંમરની એકલતા કાકા માટે મૂંઝારો બની ગઈ.

વાર્તા : ૪ – રાક્ષસ 

લેખક : જિગ્નેશ બ્રહ્મભટ્ટ

વાર્તાનો પ્રકાર : ફેન્ટસી

કથન શૈલી : પહેલો પુરૂષ એક વચન

વાર્તાનો સારાંશ : આ વાર્તામાં  લેખક એક મોલમાં સહપરિવાર શોપિંગ કરવા જાય છે અને ત્યાં અચાનક એક રાક્ષસ પ્રગટ થાય છે  જે લેખકને લઈને અદ્રશ્ય થઈ જાય છે. 

મને આ વાર્તા ના ગમી.

વાર્તા : ૫ – પૃથ્વી અને સ્વર્ગ

લેખક : ધૂમકેતુ

વાર્તાનો પ્રકાર: પૌરાણિક કથા

કથન શૈલી : ત્રીજો પુરુષ એક વચન

વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

વાર્તા દ્વારા લેખક કહેવા માંગે છે કે આ ધરતી પરના બધાં જ અવગુણ નાશ પામે તો પૃથ્વી ફરી સ્વર્ગ સમાન બની જાય.

વાર્તાનો સારાંશ :  લેખકે સ્વર્ગ સમાન પૃથ્વીનું અદભૂત વર્ણન કર્યું છે. આ એ સમયની વાત છે જ્યારે ધરતી પર કોઈ અવગુણ નહોતો જન્મ્યો.  પણ પહેલી વાર જ્યારે આ ધરતી પર ઈર્ષા જન્મી ત્યારે અડીખમ પહાડનો એક ટૂકડો ખરી પડ્યો.                                    ______________________________                   

 ૨૦) જીજ્ઞા પટેલ 

૧.વાર્તાનું નામ:પલકના સર 

લેખક: મણિલાલ હ. પટેલ 

પુસ્તકનું નામ: કથાભાવન શ્રેણી :પુસ્તક ૫,ચૂંટેલી વાર્તાઓ 

૧.વાર્તાનો પ્રકાર શું છે ? 

જ.સામાજિક 

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?( વાર્તાનો વિષય શું છે?) 

જ.પોતાની જાત પર સંયમ રાખીને સારા રહેનાર વ્યક્તિની લાગણીઓને સમજવામાં ના આવે ,એની ઈચ્છાઓની ઉપેક્ષા કરવામાં આવે તો જાણ્યે અજાણ્યે એ વ્યક્તિ એ તરફ ઢળી જાય છે ,જ્યાં એને એની કદર થતી દેખાતી હોય છે. 

૩.વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક /રાજકીય વિધાન કર્યું છે ? શું સામગ્રી

જ.આ વાર્તા દ્વારા લેખકે માનવીય સબંધો જે સમાજમાં જોવામાં આવે છે એનું ચિત્રણ કરેલું છે.એક વિદ્યાર્થીની કે જેના તરફ એના શિક્ષકનો ઢોળાવ હોય છે એનું તથા એના લગ્ન પછી એના પતિના વર્તનનું વર્ણન કરેલું છે.અને એનાથી જે પરિસ્થિતિ ઉત્ત્પન્ન થાય છે એ મુજબ એ વિદ્યાર્થીનીના અંતરની વાતને એના શબ્દોમાં જણાવી છે.

૪.વાર્તાનો સારાંશ લખી કાઢો 

જ.પલક એના સાસરે હોય છે, એનાથી બનતું બધું કરી છુટે છે.પણ એના પતિ પાસે એની માટે સમય હોતો નથી.કામમાં વ્યસ્ત એનો પતિ એની લાગણીઓ ,એની ઈચ્છાઓને સમજી શકતો નથી.પલક ઘણા પ્રયત્ન કરે છે પણ આખરે પથ્થર પર પાણી.પ્રશંસાના બે બોલ ઝંખતી પલકને એના કોલેજ વખતના સાહેબની યાદ ઘેરી વળે છે જે એના વખાણ કરી થાકતા નહોતા.પલક બધું સમજતી હોવા છતાં ભાવ આપતી નહોતી.લગ્નમાં પણ સાહેબ પલકને દુર જતી જોવા નહોતા માંગતા એટલે હાજર રહેલ નહોતા.ગૂંગળાતી પલક આખરે….અચાનક એના પિયર આવે છે અને એના સાહેબને ત્યાં જાય છે .નિર્વ્યસની એવા સાહેબ વ્યસન કરતા થઇ ગયા હોય છે.અને સાહેબને જોતા જ પલક એમને વળગીને રડવા લાગે છે.અને એ વખતે બહાર સમય થંભી ગયેલ હોય છે.

૫.કથનશૈલી શું છે? પ્રથમ પુરૂષ એકવચન /બીજો પુરુષ એક વચન /ત્રીજો પુરુષ એકવચન 

જ.ત્રીજો પુરુષ 

૨.વાર્તાનું નામ: બૂ /ગંધ 

લેખક: સઆદત હસન મંટો  ,અનુવાદ: શરીફા વીજળીવાળા 

પુસ્તકનું નામ: સઆદત હસન મંટો  કેટલીક વાર્તાઓ 

૧.વાર્તાનો પ્રકાર શું છે ? 

જ.માનવીય સંબંધો (વિવાદિત વાર્તાઓમાંની એક) 

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?( વાર્તાનો વિષય શું છે?)

જ.અહી લેખક બે વાત કહેવા માંગે છે .એક તો રાજાને ગમે તે રાણી ,છાણા વિણતી આણી. બીજી વાત કે ઘણી વાર આપણી પાસે ઘણી સારી વસ્તુઓ હોય છતાં પણ આપણે આપણી લાયકાત કરતા ઉણી ઉતરતી વસ્તુ પર પસંદગીનો કળશ ઢોળતા હોઈએ છીએ.

૩.વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક /રાજકીય વિધાન કર્યું છે ? શું સામગ્રી 

જ.લેખકની આ વાર્તા વિવાદાસ્પદ રહી છે.આ વાર્તા પર કેસ કરવામાં આવેલ. આ બુકની મોટાભાગની વાર્તાઓ ભારત-પાકિસ્તાનના ભાગલા વખતના સમયની આસપાસ લખાયેલ છે આથી આ વાર્તામાં માનવીય સંબંધો સાથે સાથે સામાજિક ચિત્રણ પણ જોવા મળે છે.એ વખતની પરિસ્થિતિ મુજબ આ વાર્તા કેમ લખી હશે એ પણ સમજી શકાય એમ છે.

૪.વાર્તાનો સારાંશ લખી કાઢો 

જ.એક છોકરો કે જેણે જુવાનીમાં પગ મુક્યો હોય છે એની આ વાત છે.સામાન્ય રીતે એ ખ્રિસ્તી છોકરીઓ સાથે સંબંધ બાંધતો હોય છે.કેમકે એ આસાનીથી ઉપલબ્ધ હોય છે.હવે એવું થાય છે કે એક સમય એવો આવે છે કે ભાગલા પછી એ ખ્રિસ્તી છોકરીઓને કોઠા પર લઇ જવામાં આવે છે જ્યાં બધાને જવાની છૂટ હોતી નથી.એક વખત છોકરો એના ઘરની નીચે એક ઘાટણને વરસાદમાં પલળતી જોવે છે અને આંખના ઇશારાથી એને પોતાના ઘરે બોલાવે છે.છોકરો સોફીસ્ટીકેટેડ હોય છે એને ગંદુ ગમતું હોતું નથી.છતાં આ છોકરી કે જે ઘણા દિવસોથી નહાઈ હોય એમ લાગતું હોતું નથી,એની જોડે એનો શારીરિક સંબંધ બંધાય છે.આ છોકરીના શરીરમાંથી પરસેવાની “ગંધ”આવતી હોય છે.સામાન્ય સંજોગોમાં જેને ગંદુ ગમતું નથી એ નાયકને આ છોકરીના શરીરમાંથી આવતી બદબૂ પણ ગમી જાય છે.આજ સુધી કોઈ છોકરી સાથે એને આવો અનુભવ થયો નથી હોતો. એ છોકરાના એક સરસ મજાની છોકરી સાથે લગ્ન થાય છે.રૂપાળી,પરફ્યુમ છાંટેલી છોકરી સાથે પણ એને ગમતું નથી ને પેલી છોકરીની ગંધની જ એને યાદ આવે છે.

૫.કથનશૈલી શું છે? પ્રથમ પુરૂષ એકવચન /બીજો પુરુષ એક વચન /ત્રીજો પુરુષ એકવચન 

જ.બીજો પુરુષ એકવચન 

૩.વાર્તાનું નામ: ફટકડી 

લેખક: નીલેશ  મુરાણી

પુસ્તકનું નામ: કલ્પવૃક્ષ   

૧.વાર્તાનો પ્રકાર શું છે ?

જ.સામાજિક 

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?( વાર્તાનો વિષય શું છે?)

જ. ખરાબ માણસ સારા રસ્તે જવા માંગતો હોય,પ્રયત્ન કરતો હોય પણ અમુક ખરાબ માણસો પોતાના અંગત સ્વાર્થ માટે એવી પદ્ધતિઓ અપનાવે કે ખરાબ માણસ બદલાઈ જ ના શકે.

૩.વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક /રાજકીય વિધાન કર્યું છે ? શું સામગ્રી 

જ.ફટકડી ગંદા પાણીને ચોખ્ખું કરે છે એમ દુધને ફાડીને બગાડી પણ દે છે.અમુક માણસો આવા હોય છે.પોતાના અંગત સ્વાર્થ માટે ,પોતાના સારા માટે પોતાના મિત્રનું ખરાબ કરવા પણ તૈયાર થાય છે અને એનો એમને અફસોસ નથી થતો .જાડી ચામડીના આવા લોકો લાગણી વગરના હોય છે.

૪.વાર્તાનો સારાંશ લખી કાઢો 

જ.ગુલાબ નામે એક ચા વાળો. અનીતિ શબ્દ પણ એની આગળ ટૂંકો પડે.બેઈમાન ,શોષણખોર એવો ગુલાબ ,દૂધમાં દૂધ કરતા વધારે પાણી ઉમેરતો.સાંજે એના મિત્ર પાસેથી મફતની દારૂની પોટલી પણ પીતો.એનો મિત્ર પોલીસ દ્વારા પકડાતા દારૂનો વ્યવસાય છોડીને ચાની લારી કરે છે.ગુલાબની લારીની બાજુમાં જ ધન્યાની ચાની  લારી.ધન્યાની ચાની લારી વધુ સારી ચાલતી હોવાથી ઈર્ષાવશ એ પાણીને ચોખ્ખું કરવા માટે વાપરતો ફટકડી વાતો વાતોમાં ધન્યાની દુધની તપેલીમાં નાખી દે છે.ધન્યાને લાગે છે કે દૂધવાળો ફાટેલું દૂધ આપે છે.આવું ૫-૬ દિવસ થતા ધન્યો દુધવાળાને મારે છે અને પોલીસ પકડી જતા ધન્યો ફરી દારૂના વ્યવસાયમાં બીજા દિવસથી આવી જાય છે.

૫.કથનશૈલી શું છે? પ્રથમ પુરૂષ એકવચન /બીજો પુરુષ એક વચન /ત્રીજો પુરુષ એકવચન 

જ.પ્રથમ પુરુષ એકવચન 

૪.વાર્તાનું નામ: જૂના ઘરનું અજવાળું 

લેખક: વીનેશ અંતાણી

પુસ્તકનું નામ: કથાભાવન શ્રેણી :પુસ્તક ૧૦,ચૂંટેલી વાર્તાઓ 

૧.વાર્તાનો પ્રકાર શું છે ?

જ. સામાજિક 

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?( વાર્તાનો વિષય શું છે?)

જ.અમુક ઉંમર પછી કોઈના ઓશિયાળા રહી દુ:ખી થવા કરતા એક વાર મક્કમ થઇ સ્વાભિમાનની જીદગી એકલા જીવવી ખોટી નથી,કમથી કમ એમાં મન મારીને જીવવું તો ના પડે.

૩.વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક /રાજકીય વિધાન કર્યું છે ? શું સામગ્રી 

જ.હા,સામાજિક તથા માનવીય સંબંધોનું વિધાન કરેલ છે.અમુક ઉંમર પછી પોતાનું પાત્ર ગુમાવ્યા પછી એની ગેરહાજરીમાં બીજું માણસ એકલું પડી જાય છે, ઓશિયાળું થઇ જાય છે.જે ઈચ્છાઓ હોય છે એ વ્યક્ત કરી શકતું નથી.અને એટલે મન મારવું પડે છે.એ વખતે જો એકવાર મક્કમ નિર્ધાર કરી ફેસલો લેવામાં આવે તો સારી રીતે જીવી શકાય છે.

૪.વાર્તાનો સારાંશ લખી કાઢો 

જ.રમણભાઈ વિધુર હોય છે.એમણે અને એમની સ્વર્ગવાસી પત્નિએ બચત કરી કરીને એક નાનકડું ઘર બનાવ્યું હોય છે.અને એમાં એમની તથા એમના સંતાનોની યાદ સાથે વિવિધ વસ્તુઓ એકઠી કરેલી હોય છે.દીકરાને લોન મળતા એ બંગલો લે છે.બે દિવસમાં ઘર શિફ્ટ કરવાનું હોય છે.વહુને નવા ઘરમાં નવી જ વસ્તુઓ જોઈએ છે.એને જુના ઘરની બધી વસ્તુઓ ભંગાર લાગે છે.દીકરો એની પત્નીને કહી શકતો નથી.રમણભાઈને નવા બંગલામાં નાનો રૂમ આપવામાં આવેલ હોય છે.વહુ એમણે જુના ઘરમાંથી નકામી વસ્તુઓ ભંગારમાં કાઢવાનું કહે છે.ને મદદ કરાવવા જાય છે.રમણભાઈએ એમના પત્નીની સાડીઓ પણ સાચવીને રાખેલી.પુસ્તકો તથા ઘર સાથે બધી યાદો જોડાયેલી હતી.એવા સમયે વહુએ કાઢેલી બધીજ નકામી વસ્તુઓ સાથેની યાદો વિચારી એક નિર્ણય લે છે.અને એ છે…જુના ઘરને ના વેચીને પોતે એમાં રહેવાનો,પોતાની પત્નીની યાદો અને એ વસ્તુઓ સાથે..

૫.કથનશૈલી શું છે? પ્રથમ પુરૂષ એકવચન /બીજો પુરુષ એક વચન /ત્રીજો પુરુષ એકવચન 

જ.ત્રીજો પુરુષ એકવચન 

૫.વાર્તાનું નામ: લોહીનું ટીપું 

લેખક:જયંત ખત્રી 

પુસ્તકનું નામ: જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ 

૧.વાર્તાનો પ્રકાર શું છે ? 

જ.સામાજિક 

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?( વાર્તાનો વિષય શું છે?)

જ.માણસ પોતે ગમે તેટલો પ્રયત્ન કરે પણ પોતાનાં કરેલા કર્મોના ફળ ભોગવવા પડે જ છે.ભૂતકાળ ક્યારેય પીછો છોડતો નથી. 

૩.વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક /રાજકીય વિધાન કર્યું છે ? શું સામગ્રી 

જ.લેખકે આ વાર્તા દ્વારા સામાજિક પ્રણાલીઓને બતાવી છે.મિત્રની મદદ માટે છોડેલ કામ ફરી ચાલુ કરવું,એમાં મિત્રનું છળ ,અને પછી જેલમાં જવું.પોતાના સંતાનને પોતાના જેવો ના બનાવવાની ઈચ્છા એ બધી બાબતોમાં ભૂતકાળથી સંતાનને દુર રાખવાની વૃત્તિનો ચિતાર મળે છે.

૪.વાર્તાનો સારાંશ લખી કાઢો 

જ.બેચર દારૂડિયો અને ચોર હોય છે.ધાડ પાડવાનો ધંધો મુકીને પોતાના પારિવારિક વ્યવસાય લુહારીકામ માં લાગી જાય છે.જુનો મિત્ર મદદ માંગવા આવે અને મદદ કરવામાં બેચર પકડાઈ જાય છે.સાડા પાંચ વર્ષ માટે  જેલમાં ગયા પછી મળવા આવનાર પત્નીને પોતાના દીકરા કનૈયાને પોતાના જુના વ્યવસાયથી દુર રાખવાની સલાહ આપે છે.સજા પૂરી થયા પછી ઘરે જતી વખતે રસ્તામાં આવનાર નદીમાં ખુબ પાણી હોવાના કારણે ધર્મશાળામાં આશરો લેવો પડે છે.ત્યાં એક છોકરી એને મળે છે જે એને કાકા કહીને બોલાવે છે.એ છોકરી સાથે ધર્મશાળામાં એને રાતવાસો કરવો પડે એવી પરિસ્થિતિ થાય છે.બેચરની દાનત બગડે છે.પણ.એ મહામહેનતે સંયમ જાળવી રાખી પડખું ફરી સુઈ જાય છે,ધર્મશાળામાં દરવાજા ખુલ્લા જ હોય છે.વળી ગમે તે ,ગમે ત્યારે પ્રવેશી શકે છે.સવારે બેચરને ખબર પડે કે છોકરી પર બળાત્કાર થયો હોય છે.બળાત્કારીનો ચહેરો એને યાદ નથી હોતો.પણ એને નિશાની ખબર હોય છે.બેચાર પેલી છોકરીને પણ ઘરે લઇ જાય છે.ઘરે પહોચતા જ એની નજર એના છોકરા પર પડે છે.છોકરી ડરી જાય છે,એણે  જે નિશાનીઓ કહી હોય છે એ જ માણસ એની સામે હોય છે.બેચર એને મારવા લાગે છે.એને પકડીને પૂછે છે,”કોના લોહીનું ટીપું છે?? એની પત્ની પણ એને એજ કહે છે હું ય પુછુ છું ,”કોના લોહીનું ટીપું છે આ?” અને વાર્તા પૂરી થાય છે.

૫.કથનશૈલી શું છે? પ્રથમ પુરૂષ એકવચન /બીજો પુરુષ એક વચન /ત્રીજો પુરુષ એકવચન 

જ.ત્રીજો પુરુષ એકવચન

________________________________

૨૧) ભગવતી પંચમતીયા

૧. વાર્તાનું નામ : લોહીની સગાઈ. પુસ્તકનું નામ : લોહીની સગાઈ.

 લેખક : ઈશ્વર પેટલીકર. 

પ્રશ્ન ૧ : વાર્તાનો પ્રકાર શું છે? 

જવાબ ૧ : માનવીય સંબંધો વિશે. 

પ્રશ્ન ૨ : વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

જવાબ ૨ : મા ની મમતા લાજવાબ છે. 

પ્રશ્ન ૩ : વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે \ સામાજિક \ રાજકીય વિધાન કર્યું છે? 

જવાબ ૩ : “સ્વાર્થનું તો સૌ સગું, પણ બીનસ્વાર્થનું સગું થાય એ જ સાચું સગું.” 

પ્રશ્ન ૪ : વાર્તાનો સારાંશ.

જવાબ ૪ : જન્મથી ગાંડી દીકરીને પ્રેમથી  ઉછેરીને અમરતકાકી મોટી કરે છે. ને પોતાનાં મર્યા પછી કોઈ નહી સાચવે એ ખ્યાલ માત્રથી પાગલોના દવાખાનામાં મૂકે છે પણ એક જ રાતમાં દીકરીની ચિંતાએ ચિતભ્રમ થઈ જાય છે. અહીં માતૃપ્રેમની પરાકાષ્ઠા દર્શાવામાં આવી છે.

પ્રશ્ન ૫ : કથન શૈલી શું છે? 

જવાબ ૫ : ત્રીજો પુરુષ એકવચન.  

વાર્તા નંબર : ૨. ધડાકો. 

લેખક : ઈશ્વર પેટલીકર  

પ્રશ્ન ૧ : વાર્તાનો પ્રકાર શું છે?

જવાબ ૧ : માનવીય સંબંધો વિશે.

પ્રશ્ન ૨ : વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

જવાબ ૨ : અમુક પતિઓ એવાં પણ હોય છે જેમને જીવનસાથીની જરા પણ દરકાર નથી હોતી. 

પ્રશ્ન ૩ : વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે\ સામાજિક \ રાજકીય  વિધાન કર્યું છે? 

જવાબ ૩ : ગામડામાં ખેડૂતો વરસનાં અમુક માસ નવરા બેસી રહે છે. તેમના માટે જો કોઈ ઉદ્યોગ નવરાશના વખત માટે સાર્વત્રિક રીતે મૂકી શકાય એમ હોય તો એ ખાદીનો. 

પ્રશ્ન ૪ : વાર્તાનો સારાંશ લખી કાઢો. 

જવાબ ૪ : આ વાર્તામાં મુંબઈમાં ઘટેલ એક દુર્ઘટનાની એક પરિવાર પર થયેલી અસરની વાત છે.  નારણભાઈની સાથે દુર્ઘટના ઘટી હશે તો ….એ બીકે ચિંતિત પત્ની અને મિત્રના મનોભાવોના આલેખનમાં નાયકનાં સ્વભાવની અવળચંડાઈ પણ લેખકે સુપેરે વણી લીધી છે. 

પ્રશ્ન ૫ : કથનશૈલી શું છે?

જવાબ ૫ : બીજો પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ એકવચન. 

વાર્તા નંબર ૩ : કેઝ્યુઅલ લીવ.

    લેખક : મહેશ યાજ્ઞિક.

પુસ્તકનું નામ : મહેશ યાજ્ઞિકની ૨૬ વાર્તાઓ.

પ્રશ્ન ૧ : વાર્તાનો પ્રકાર શું છે? 

જવાબ ૧ : માનવીય સંબંધો. 

પ્રશ્ન ૨ : વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

જવાબ ૨ : પતિ – પત્નીનાં ગૂંચવાયેલા સંબંધો અને તેમાંથી ઉદ્ભવતી ગૂંચવણો. 

પ્રશ્ન ૩ : વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે \ સામાજિક \ રાજકીય વિધાન કર્યું છે? શું?

જવાબ ૩ : જી નહીં.

પ્રશ્ન ૪ : વાર્તાનો સારાંશ લખી કાઢો.

જવાબ ૪ : આ વાર્તામાં પતિ પુરુષમાં ન હોઈ પોતાની પત્ની જોડે મારપીટ કરે છે. અમુક સમય પછી પત્ની સાંસારિક સુખ બીજે શોધે છે. ને ઝગડા વધતાં ચાલે છે. પુરુષનું શંકાસ્પદ મૃત્યુ થાય છે. તેની સ્મશાનયાત્રામાં વાર્તાનો નાયક જોડાય છે તેને પણ એ જ તકલીફ હોય છે અને તે પણ પોતાની પત્ની જોડે મરનાર કરતો તેવો જ વ્યવહાર કરતો બતાવાયો છે. પરંતુ, મરનારની જીંદગીમાં બનેલાં બનાવોની વાતોથી નાયકની આંખ ઉઘડી જાય છે. 

પ્રશ્ન ૫ : કથનશૈલી શું છે?

જવાબ ૫ : પહેલો પુરુષ એકવચન. 

વાર્તા નંબર ૪ : આહીર યુગલનાં કોલ 

લેખક : ઝવેરચંદ મેઘાણી. સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧ 

પ્રશ્ન ૧ : વાર્તાનો પ્રકાર શું છે? 

જવાબ ૧ : પ્રેમકથા.

પ્રશ્ન ૨ : વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

જવાબ ૨ : એક પતિનાં અનન્ય પ્રેમની વાત અહીં કહેવામાં આવી છે. 

પ્રશ્ન ૩ : વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે \ સામાજિક \રાજકીય વિધાન કર્યું છે? શું? 

જવાબ ૩ :  જી, નહીં.

પ્રશ્ન ૪ : વાર્તાનો સારાંશ લખી કાઢો.

જવાબ ૪ : અહીં એક પરણિત આહિર યુગલનાં પ્રેમની વાત કરવામાં આવી છે. પત્નીનાં મોતની ખબર પડતાં જ પતિ દાંતરડા વડે આત્મધાત કરી પોતાનો જીવ આપી દે છે. ને પતિને હૈયે વળગીને સાથે મરવાનાં કોલ આપનારી પત્ની એક વરસમાં જ બીજાં લગ્ન કરી લે છે. પણ, ગામને પાદર ભૂતપૂર્વ પતિનો પાળિયો જોતાં જ આયરાણીને દીધેલાં કોલ યાદ આવી જાય છે. અને દુલ્હન બનીને નવાં સાસરે જવાને બદલે તે પતિના પાળિયા પાસે ચિતા ખડકીને સતિ થઈ જાય છે.   

પ્રશ્ન ૫ : કથનશૈલી શું છે?

જવાબ ૫ : ત્રીજો પુરુષ.

વાર્તા નંબર ૫ : નોટીસ .

લેખકનું નામ : ગિરીશ ગણાત્રા.

પુસ્તકનું નામ : ગોરસ – ૧.

પ્રશ્ન ૧ : વાર્તાનો પ્રકાર શું છે?

જવાબ ૧ :  માનવીય સંબંધો.

પ્રશ્ન ૨ : વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

જવાબ ૨ : પરોપકારનો બદલો પરોપકારથી જ મળે તેવું જરૂરી નથી, અપકારથી પણ મળે છે.

પ્રશ્ન ૩: વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો \ સામાજિક\ રાજકીય વિધાન કર્યું છે? શું? 

જવાબ ૩ : જી નહીં. 

પ્રશ્ન ૪ : વાર્તાનો સારાંશ લખી કાઢો.

જવાબ ૪ :  અ વાર્તામાં સગાં દીકરા કરતાં પણ વધુ પ્રેમથી સાચવનાર અને ભાભી પોતાનાં દેરને પોતાનાં દાગીના વેચીને વકીલ બનાવે છે. પતિને થયેલી બીમારીની જાણ પણ દેરને ભણવામાં વિઘ્નરૂપ ન બને એટલે નથી કહેતી. અને એ જ દેર વકીલ બનીને ભાઈ ભાભીને પેઢીનાં હિસાબમાં ભાગ પડાવવા નોટીસ મોકલે છે. ત્યારે પણ ઘર ગીરવી મુકીને ભાઈ ભાભી તેને ભણાવ્યા, પરણાવ્યાનો ખર્ચ બાદ કર્યા વગર રૂપિયા આપી દે છે. આમ, સજ્જન માણસો ક્યારેય પોતાની સજ્જનતા ત્યજતા નથી. એ વાત અહીં વર્ણવવામાં આવી છે. 

પ્રશ્ન ૫ : કથનશૈલી શું છે? 

જવાબ ૫ : ત્રીજો પુરુષ એકવ                            ________________________________               

 ૨૨) આરતી સોની

૧‌)

 *તુલસી ક્યારો.. લેખક : ઝવેરચંદ મેઘાણી*

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : પારિવારિક

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે?

ઉત્તર : પરિવારમાં આવતા ચઢાવ ઉતારમાં એક વડીલને બેલેન્સ જાળવી રાખવું પડે છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે સામાજિક વિધાન કર્યું છે?

ઉત્તર : “ઈશ્વર અમને જેટલું તપાવવું હોય એટલું તપાવો, પણ અમારા પુત્રોના સંસારમાં અમારી વિશવેલડીનું ઊંડેય મૂળિયું રહી નજાય એવું કરજો..”

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : પુત્રો સાથે ઘરમાં તાલમેલ સાંધી ઘરના વડીલ એમના જીવનને ડામાડોળ થતું અટકાવવા માટે સતત પ્રયત્નો પર પ્રયત્નો કરતાં રહે છે..

૫. કથનશૈલી શું છે?

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

૨)

*ચૌલા દેવી. લેખક : ગૌરીશંકર જોષી. ધૂમકેતુ*

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: *પ્રેમકથા*

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે?

ગુજરાતના દુર્લભસરોવરના કિનારે વસેલું અણહિલપુર પાટણની અગિયારમી સદીના ચૌલુક્યયુગના ભીમદેવ સોલંકીએ એક વારાંગનાને કરેલા પ્રેમકથાનું પુનઃ જીવંત વર્ણન કર્યુ છે..

૩. વાર્તા દ્વારા લેખકે કરેલું માનવીય સંબંધો વિષે રાજકીય વિધાન

“આ પાટણના ધારાપતિ એવા મહાન કોણ કે મારા પાલવનો પરિમલ પણ પામી શકે..?”

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : ફક્ત મહાકાલેશ્વર ભગવાન સોમનાથની નર્તિકા, જે બીજા કોઈ પર પુરુષ સામે આંખ ઊંચી કરી દેખતી નહિં. છતાં ચંદ્રમાં રહેલા કલંક પેઠે ચૌલાદેવીનું વારાંગના તરીકે નામ લેવાતું હતું.. એનું નામ લેવું પણ યોગ્ય નહોતું ગણાતું.. જ્યારે નારીરત્નોની ઐતિહાસિક ઘટનાની વાતો થાય ત્યારે ચૌલાદેવીનું નામ અચૂક લેવાય એવું દર્શાવવામાં આવ્યું છે. યુનિવર્સિટી કક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામેલ..

૫. કથનશૈલી શું છે?

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

3)

 *લાડકો રંડાપો.. લેખક : ઝવેરચંદ મેઘાણી*

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: સામાજિક

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)

ઉત્તર : ભાભી અને દિયર વચ્ચેનો નિર્દોષ પ્રેમ દર્શાવવામાં આવ્યો છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે સામાજિક વિધાન કર્યું છે? શું?

ઉત્તર : વિધવા થયેલી દીકરી માટે બાપનું વિધાન.. ‘વહેવાર બહુ વિકટ છે. હું દીકરીને લઇને ગામમાં પેસું એટલે ન્યાત ફોલી ખાય. મને ગોળ બહાર મૂકે તો મારા છોકરા ક્યાં વરે?’

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : પતિના મૃત્યુ બાદ પત્નીને અંધારી ઓરડીમાં રહીને દિવસો કાઢવા મજબૂર કરવામાં આવતાં કુરિવાજોને દિયર એની ભાભીને સામાજિક કુરિવાજો દ્વારા થતાં અત્યાચારોમાંથી કંઈ રીતે મુક્તિ અપાવે છે એ દર્શાવવામાં આવ્યું છે.

૫. કથનશૈલી શું છે?* 

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

૪)

*રેડ લાઇટ સિગ્નલ લેખક : વર્ષા અડાલજા*

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: સામાજિક સમસ્યા

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?

ઉત્તર : લોહીનો વેપાર કરતી એક સ્ત્રી ની વાસ્તવિકતા દર્શાવી છે.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો.

એક દીકરાને જ્યારે એ વાતની જાણ થાય છે કે પેટનું ભરણપોષણ કરવા એની મા લોહીના વેપારમાં નાછૂટકે કામ કરવું પડે છે ત્યારે એ દિકરાની શું મનોવ્યથા થાય છે અને નિષ્ફળ પ્રયત્નો દર્શાવવામાં આવી છે.

૫. કથનશૈલી શું છે?

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

૫)

*શબવત્ .. લેખક : કિરિટ દૂધાત*

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : માનવીય સંબંધો વિષે.

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે?

ઉત્તર : *એક સ્ત્રીની મનોવ્યથા દર્શાવી છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે સામાજિક કરેલું વિધાન.

“એને એમ કરતાં પણ કોણ રોકવાનુ હતું ખબર જ કોને પડવાની હતી? મરવાના કંઈ એક – બે રસ્તા જ ઓછા છે? પછી જલસા કરે એ અને એમનું પ્રમોશન ! સાલા હલકટ !”

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર : પતિ પોતાને પ્રમોશન મેળવવા માટે પોતાની પત્નીને ઊંડી ખાઈમાં ધકેલે છે અને અજાણ્યા પુરૂષ સાથે સૂવા મજબૂર કરે છે. આ વાર્તામાં એક સ્ત્રીની માનસિક મનોવ્યથા દર્શાવવામાં આવી છે.”

૫. કથનશૈલી શું છે?

ઉત્તર : પ્રથમ પુરુષ એકવચન

_________________________________

 ૨૩) જાગૃતિ રામાનુજ

વાર્તા- ૧

શીર્ષક :શહિદ દંપતી

( ડોંગરી વાર્તા)

વાર્તા લેખક :ડોક્ટર આચાર્ય શિવપૂજન સહાય

અનુવાદ : ડોક્ટર રમેશ ત્રિપાઠી

 વાર્તા નો પ્રકાર શું છે?

જવાબ: વતન પ્રેમ

 વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે એક વાક્યમાં જવાબ આપો.

જવાબ:શહીદ દંપતીની દેશપ્રેમની ખુમારી વિશે સુંદર રજૂઆત કરી  છે 

વાર્તા દ્વારા લેખક કોઈ  માનવીય સંબંધો વિશે સામાજિક રાજકીય વિધાન કર્યું છે? શું?

જવાબ:  તિરંગો લઈને શેરીમાં નીકળી પડો અને પછી જુઓ કે હું અનુસાર છું કે નહીં? હું પણ  ક્ષત્રિયાણી છું, મારી એક બહેનપણીના પતિ એની પત્ની સાથે જેલમાં જ છે. હું સળગતા અગ્નિમાં ઝંપલાવું તો પણ દાઝી જવાની નથી.

વાર્તાનું સારાંશ:ભરયુવાનીમાં એક નવદંપતી ના દિલમાં દેશ પ્રત્યેની પ્રેમની વાત છે બંનેએ લડતા લડતા પણ અનેક દુશ્મનો ને મોતને ઘાટ ઉતાર્યા 

કથનશૈલી :ત્રીજો પુરુષ એકવચન

વાર્તા ૨

શીર્ષક  ‘ મોહ ‘ (હિન્દી વાર્તા)

લેખક સિધ્ધનાથ સાગર

અનુવાદ ડો.રમેશ ત્રિવેદી

વાર્તાનો પ્રકાર :માનવીય સંબંધો

વાર્તા  દ્વારા લેખક શું કહેવા માગે છે?

જવાબ: એક કંપનીમાં કામ કરતાં માણસને તેનો પરિવાર માત્ર મશીન સમજે છે ફકત રૂપિયાના મોહને રજૂ કરી એક વ્યથા

લેખકનું સામાજિક-રાજકીય વિધાન

સામાજિક  વિધાન

‘નવો નિયમ બન્યો છે કે જે વ્યક્તિ કારખાનામાં કામ પર ફરજ બજાવતી વખતે અવસાન પામે તો આ કુટુંબના એક સભ્યને ચોક્કસ નોકરી મળે ફરજ બહાર મૃત્યુ પામે તો તેના સંતાનને નોકરીની કોઈ ખાતરી નથી

સારાંશ

એક કુટુંબમાં કમાતી વ્યક્તિ પર બધા નિર્ભર હોય ત્યારે કુટુંબની હર વ્યક્તિ… પત્ની, બાળકો કંઈક અંશે સ્વાર્થી બની જાય છે. ગમે તેમ કામ કરો આ વાત  ઊંડી પણ સારી રીતે રજુ કરી છે.

કથન શૈલી ત્રીજો પુરુષ એકવચન      

વાર્તા-૩

શીર્ષક ‘ વળી વતનમાં’ (ઉડિયા વાર્તા) 

લેખક નંદિની સતપંથી

અનુવાદ ડોક્ટર રમેશ  ત્રિવેદી 

વાર્તાનો પ્રકાર: સામાજિક

રાજકીય /સામાજિક  વિધાન:

રાજકીય વિધાન

 ‘તમારા માટે ત્યાં શું  દાટ્યું છે? કરબી ગુસ્સે થઈ બોલી ત્યાં નથી વીજળી, પાણીના નળ, ને આરોગ્ય સગવડો’

‘એ જ મુદ્દાની વાત છે ને કરબી’  વિશ્વનાથે કહ્યુ ‘તેથી જ તો હું ત્યાં જવા માગું છું આપણી પંદર વર્ષ દિલ્હીમાં રહ્યા પણ જરીપરામાં જરાય ફેર પડ્યો નથી એટલે એમ કે મેં મારા માટે કશું જ કર્યું નથી.’ 

સારાંશ:

કેન્દ્રીય મંત્રીમંડળમાં પંદર વર્ષ હોવા છતાં પોતાના વતનમાં કશો જ  ફેરફાર કરી શક્યા નહીં આજ પણ આટલા વર્ષે પ્રાથમિક શાળા એવી છે જ્યારે એ તેમાં અભ્યાસ કરતા હતા.

 કથન: ત્રીજો પુરુષ એકવચન

વાર્તા ૪

શિર્ષક ‘ સ્પર્શ ‘ (તેલુગુ વાર્તા)

લેખક  અબ્બુરી છાયાદેવી

અનુવાદ ડો. રમેશ ત્રિવેદી

વાર્તાનો પ્રકાર : સામાજિક

વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?

જવાબ: એક પિતા-પુત્રીના સંબંધોની સાવ જુદી જ વાત

સામાજિક  / રાજકીય વિધાન : 

સામાજિક

‘પિતાજીએ મને તેમની પાસે બેસવા કહ્યું તેમને હું કેવી રીતે ના કરી શકું? જ્યાં સુધી હું તેમની સામે એકદમ ઝૂકીને નજીક ન બેસુ અને તેમના હાથ મારા હાથમાં ન લઉં ત્યાં સુધી તેમને આનંદ થતો નહીં.

સારાંશ:

આખી જિંદગી પિતાજીને પુત્ર માટે ઝંખના હતી જીવન સંધ્યાએ ઉછરેલો, પાછરેલો દીકરો જતો રહ્યો નામ હંમેશ માટે ગુમ થઈ ગયું તો પણ પુત્રી  નો પ્રેમ પિતા માટે અનહદ રહ્યો.

કથન શૈલી: પ્રથમ પુરુષ એકવચન

વાર્તા-૫

શીર્ષક   ‘કોઈ નામ નહીં’  (બંગાળી વાર્તા)

લેખક સુનીલ ગંગોપાધ્યાય 

અનુવાદ  ડો. રમેશ ત્રિવેદી

વાર્તાનો પ્રકાર :માનવીય

વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

જવાબ:ભાતુઆ મતલબ એક ગુલામ આટલો લાચાર ફક્ત ભાત ખાવા માટે ઘરની ચાકરી કરે છે 

સામાજિક / રાજકીય વિધાન કર્યું છે?

જવાબ:સામાજિક,

મને વારંવાર લાલ રંગના પાણીવાળા ઝરણાને 

કિનારે  જોયેલા કિશોરનો ચહેરો યાદ આવી રહ્યો હતો મૂંગો છે એટલા માત્રથી એનું નામ પણ ન પાડવામાં આવ્યું? આ દુનિયામાં જન્મ  લેવા છતાં શું એક નામ માટે પણ તે હકદાર નહીં? ઘરમાં પાળેલા કુતરા, બિલાડા, ગાયનું પણ એક નામ હોય છે છોકરાનું કોઈ નામ નહોતું

સારાંશ: 

જંગલમાં રખડતાં એક છોકરાનું મૂંગા હોવાને લીધે કોઈ નામ રાખવામાં નહોતું આવ્યું  આ વાત પર લેખકની ખૂબ દુઃખ થયું છે માનવીય સબંધો સાવ આવા?

કથન શૈલી :પ્રથમ પુરુષ એકવચન

પાંચ વાર્તાની સમીક્ષા

૧) એકતા નીરવ દોશી

વાર્તા-1નું નામ : તરસના કુવાનું પ્રતિબિંબ/ વીનેશ અંતાણી

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: સામાજિક સમસ્યા અને  માનવીય સંબંધો વિષે 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે?

ઉત્તર : સમજવું અઘરું લાગ્યું. માણસની તરસ ક્યારેય છીપાતી નથી. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : તકલીફો તો આવતી રહે, કોઈ પોતાનું વતન છોડી જાય! 

૪. વાર્તાનો સારાંશ: 

ઉત્તર : કચ્છમાં ચાર વર્ષથી વરસાદ પડ્યો નથી ત્યારે સૌ જીવવા માટે નીકળી પડે છે પણ નાયક ત્યાં જ રોકાઈ જાય છે અને પોતાના ત્યાંથી નીકળવાના તમામ રસ્તા બંધ કરી દે છે. 

રજૂઆત: કચ્છના પરિવેશમાં કચ્છી બોલી સાથે રજુઆત થઈ છે.

૫. કથનશૈલી શું છે?

ઉત્તર :  ત્રીજો પુરુષ 

વાર્તા-2નું નામ : રાજકપુરનો ટાપુ/ માય ડિયર જયુ

1. વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર : માનવીય સંબંધો

2. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

ઉત્તર : કહ્યા વિનાના, દેહથી પરે એવા પ્રેમની વાત. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : નાવિક મોટો ફિલોસોફર હતો. 

4. વાર્તાનો સારાંશ: 

ઉત્તર : નળસરોવરના નાવિક અને ત્યાંના ટાપુઓ ઉપરના લોકોનું જીવન બતાવ્યું છે. સાથે છે નાનપણની અવ્યક્ત પ્રીત જેમાં બંને પાત્ર એકલા હોવા છતાં દૂર રહે છે.  રજુઆત: રોજ બરોજની શૈલી. 

5. વાર્તાનો પ્રકાર? 

ઉત્તર : પ્રથમ પુરુષ. 

વાર્તા-3નું નામ:  કાળી પરજ/ ઇલા આરબ મહેતા.

1. વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર : સામાજિક.

2. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

ઉત્તર : સમાજમાં પ્રર્વતતા ભેદભાવ ખરાબ છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : દરેક વર્ગ ભેદભાવનો શિકાર છે. 

4. વાર્તાનો સારાંશ: 

ઉત્તર : નાયિકા તેના કોલેજના એક ગ્રુપ સાથે આદિવાસી રિવાજ સમજવા જાય છે. આદિવસીઓમાં પણ આંતરિક ઉંચનીચના ભેદભાવથી વ્યથિત થાય છે. સાથે સાથે તે એના જ ગ્રુપના એક અમેરિકનના પ્રેમમાં પડે છે. એ મોડર્ન માતાની મોડર્ન દીકરીને પણ માતાનો ભેદભાવ નડે છે.

5. વાર્તાનો પ્રકાર? 

ઉત્તર : પ્રથમ પુરુષ. 

વાર્તા-4નું નામ : હેમકૂટથી આવ્યા બાદ/ શ્રીમાસ્તિ કન્નડ લેખક/ અનુવાદ સરલા કડીઆ

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: પૌરાણિક કથાની કલ્પના 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે?

ઉત્તર : સુખ-દુઃખ માનવીય જીવનમાં આવતાં-જતાં રહે છે. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર :  દુઃખનો સ્પર્શ થયા પહેલાંનો આનંદ એ જ સાચો આનંદ. 

૪. વાર્તાનો સારાંશ: 

ઉત્તર : શકુન્તલા મહેલમાંથી કણ્વઋષિ પાસે મળવા આવે છે ત્યારે તેને પોતાની બાળપણની બધી સ્મૃતિઓ અકબંધ મળે છે પણ તેનો આનંદ લઈ શકતી નથી. અને મહેલમાં પાછી વળતી વખતે વિચારે છે કે દુઃખ પછી આવેલું સુખ સાચો આનંદ નથી આપી શકતું.

૫. કથનશૈલી શું છે?

ઉત્તર :  ત્રીજો પુરુષ 

વાર્તા-4નું નામ :  કાયાપલટ/ મોહન પરમાર

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: સામાજિક 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે?

ઉત્તર : સ્ત્રીના જીવનનું પતિબિંબ જીલ્યું છે. એકલી સ્ત્રી અને કોઈનામાં ખોવાઈ જનારી સ્ત્રીમાં ખૂબ ફરક આવી જાય છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર :  સ્ત્રીને સાસરિયાંનું ધ્યાન લોક લાજે રાખવું પડે છે.

૪. વાર્તાનો સારાંશ: 

ઉત્તર : નાયિકા આજના જમાનાની આધુનિક નારી છે. જે નોકરી કરે છે. દંપતીને બાળક નથી. નાયિકાને પોતાના જીવનમાં સાસરિયાંની દખલ ગમતી નથી. જ્યારે પતિ પોતાના મોટા ભાઈ અને બહેન સાથે જોડાયેલો છે. અને અંતમાં પતિ તેમનાથી કંટાળી જાય છે પણ નાયિકા મોટાભાઈ અને નણંદ સાથે જોડાઈ જાય છે. 

૫. કથનશૈલી શું છે?

ઉત્તર :  ત્રીજો પુરુષ

                    _________________________________                                   

) સલીમા રૂપાણી

1. લઘુકથા : 

પ્રમાણિકતા દિલમાંથી આવે છે. સુધા મૂર્તિ, મનની વાત (વાઇસ એન્ડ અધરવાઇઝ) અનુવાદક: સોનલ મોદી

૧. વાર્તાનો પ્રકાર શું છે?

માનવીય સંબંધો વિશે

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?) :ફક્ત સંસ્કારથી અને દિલમાંથી જ સારા ગુણો આવે છે, જ્યાં ધાર્યું હોય ત્યાં સારા ગુણો ન પણ દેખાય અને જ્યાં આશા ન હોય ત્યાં સદ્દગુણોનો ભંડાર દેખાય એવું  પણ બને.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે?

 ‘પ્રમાણિકતા કોઈ સ્કૂલ કે યુનિવર્સીટી નથી શીખવી શકતી કે પૈસાદારો કે ઉચ્ચ નોકરી વાળાનો ઇજારો નથી, કે નથી એ કોઈ કુટુંબની પરંપરા, એ ફક્ત દિલમાંથી જ ઉદભવે છે.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

સુધાજીએ એમના ફાઉન્ડેશનમાંથી એક અત્યંત, દારુણ ગરીબ પરિવારના ગ્રામીણ  વિદ્યાર્થીને સ્પોન્સર કરેલ. વર્ષના અંતે એ યુવકે અમુક પૈસા પાછા મોકલ્યા, એવું જણાવીને કે એક મહિનો રજા અને એક મહિનો હડતાળ એમ  બે મહિના કોલેજ બંધ રહેલ તો એ પોતાના ઘરે હોવાથી બચેલ પૈસા પરત મોકલે છે. એ પરિવાર કે જ્યાં રોજના ભોજનનો પ્રબંધ પણ અઘરો હતો એની પ્રમાણિકતા જોઈને લેખિકા અત્યંત પ્રભાવિત થઈ ગયા.

રજૂઆત:

૫. કથનશૈલી શું છે? ઉત્તર : પ્રથમ પુરુષ એકવચન

    લઘુકથા. 2

1. લઘુકથા : અશ્વિન નામે એક મિત્ર, 

લેખિકા: હિમાની શેલત

૧. વાર્તાનો પ્રકાર શું છે?

માનવીય સંબંધો  વિશે.

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?) : 

આપણને પોતીકા લાગતા હોય, દિલ ખોલીને જખમ બતાવી શકીએ એવા અંગત લાગતા હોય એ  ખરેખર એટલા અંગત મોટે ભાગે હોતા નથી, આપણો વિશ્વાસ છેતરામણો નીકળે એવુ બને.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? 

“બીજાનો વિચાર કરે એવા મિત્રો મળે છે જ ક્યાં આજકાલ. બધા પોતામાં જ ડૂબેલા.”

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

બધી બાજુ સમસ્યાઓથી ઘેરાયેલ વ્યક્તિ જ્યારે સગાઈ  પણ તૂટતા મિત્ર પાસે હૈયુ હળવું કરવા જાય છે ત્યારે એ મિત્ર સહાનુભૂતિનો દંભ કરી પોતાના મનની સૃષ્ટિમાં જ રચ્યોપચ્યો રહે છે એનું આલેખન લેખિકાએ બહુ સરસ કર્યું છે.

રજૂઆત: 

૫. કથનશૈલી શું છે? ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

    3 લઘુકથા : મુકુંદરાય

લેખક: રામનારાયણ પાઠક

૧. વાર્તાનો પ્રકાર શું છે?

માનવીય સંબંધો  વિશે

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?) : એકવાર દીકરો શહેરના મિત્રોની સોબતેચડ્યો અને પિતા તથા બહેનની ગરીબી માટે લઘુતાગ્રંથિ અનુભવવા લાગ્યો તો હાથથી ગયો.

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ સામાજિક વિધાન કર્યું છે.

પેટે પાટા બાંધીને દીકરાને ભણાવતા હોય એ દીકરો જો શહેરી ઠાઠમાઠમાં છકી જાય તો એવા દીકરા કરતા દીકરો જ ન હોય એ સારું.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

રઘનાથ ભટને એમના એકના એક પુત્ર માટે ઘણી આશા હતી અને પોતે કરકસરથી રહીને એ મુકુંદરાયને શહેરમાં ભણાવતા હતા, પણ મુકુંદરાયને પિતાજીની આર્થિક પરિસ્થિતિની, વિધવા બહેનની મિત્રો સામે શરમ લાગતા એ ભવન કે પિતાજીની ભાવનાઓની કદર કર્યા વગર જતો રહે છે, રઘનાથ વાતવાતમાં આવા દીકરા કરતા નખ્ખોદ સારું એમ કહી દે છે.

રજૂઆત: 

૫. કથનશૈલી શું છે? ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

 4 લઘુકથા

વિનીનું ઘર

લેખિકા: ધીરૂબહેન પટેલ

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: સામાજિક સમસ્યા / માનવીય સંબંધો વિષે/ 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)

ઘર એટલે એક એવી જગ્યા જ્યાં કોઈ બંધન નહિ, અણગમતા સવાલો નહિ, અતિ સ્વચ્છતાનું અતિક્રમણ નહિ, બસ નિતાંત હળવાશ.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

એક એવું ઘર જ્યાં ફાવે ત્યારે જઇ શકે,  મહિનાઓ લગી ના જાય અને જ્યારે બારણે આવીને ઉભો રહે એ જ આવકાર મળે, નહિ કોઈ પ્રશ્નો, નહિ અપેક્ષા ન ઉપેક્ષા, નરી મોકળાશ, નરી આત્મીયતા.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

અર્જુન માટે હળવાશનું, આત્મીયતાનું પોતીકા પણાનું ઠેકાણું એટલે વિનીનું ઘર. પોતાના ઘરે કેટલાએ બંધનો, અણગમતા સવાલોના જાળાઓથી ઘેરાયેલ અર્જુન જ્યારે વીનીને ત્યાં જાય, એ હોય કે ન હોય એક હળવાશ લઈને આવે છે. ક્યારેક જમે પણ છે પણ સામે કોઈ જ અપેક્ષા નથી. જાય તો આવકારો મળે છે, સાથે એક હળવાશની તાજગી બોનસમાં લઈને આવે છે માટે જ એને ત્યાં જવુ ગમે છે.

રજૂઆત: 

૫. કથનશૈલી શું છે? ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

લઘુકથા:5

એ પણ મા છે ને

લેખક: વર્ષા અડાલજા

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: માનવીય સંબંધો

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?) :

નિરાધાર વહુ-પૌત્રીને દાદાની હૂંફ અને એ દાદાને કચડી નાખનાર ને અપાતી ક્ષમા, આ વિષય લેખિકાએ સુંદર રીતે નિરૂપ્યો છે. અંતમાં એક મા જ સસરાને કચડનાર બીજી માના દીકરાને માફી આપી શકે એ દર્શાવ્યુ છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?”એ પણ મા છે ને”

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

યુવાન વયે પતિ જતો રહે છે ત્યારે સસરાની હુંફ આરતીને જીવવા અને નાનકડી અરુને ઉછેરવામાં એક સ્તંભની જેમ ટેકો આપે છે. એ જ સસરાને જ્યારે અણઘડ તરુણ નિનાદ એક્સિડન્ટમાં કચડી નાંખે છે ત્યારે ઉભી થતી કરુણ પરિસ્થિતિ અને બદલાની ભાવના અને છેલ્લે અપાતી ક્ષમા આખી વાર્તાને અદભુત ઓપ આપે છે.

ઉત્તર : ત્રણથી ચાર વાક્યોમાં લખશો.

રજૂઆત: 

૫. કથનશૈલી શું છે? ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

__________________________________

) કુસુમ કુંડારિયા.

જાણીતા સાહિત્યકારની પાંચ લઘુ વાર્તા નવેસરથી વાંચીને નીચેના મુદ્દા. મુદ્દા પર અભિપ્રાય.

             વાર્તા : ૧. 

શિર્ષક:- પોસ્ટ ઓફિસ..

લેખક : ધૂમકેતુ. ( ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. )

૧. વાર્તાનો પ્રકાર :- સામાજીક.

વાર્તાનો વિષય:-  પિતાનો પુત્રી પ્રત્યેનો અનહદ પ્રેમ.

 લેખક શું કહેવા માંગે છે?

જવાબ:- સંજોગો બદલાતાં માણસમાં પણ પરિવર્તન આવતું હોય છે. શિકારનો શોખ ધરાવતો અલી ડોસો જીવનની સંધ્યાએ પુત્રી મરિયમના વિરહથી સ્નેહાળ અને ભાવાર્દ્ન બની જાય છે.

૩. વાર્તા દ્વારા માનવીય સંબંધો વિષે વિધાન:-  મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જૂએ તો અરધું જગત શાંત થઇ જાય,

૪. વાર્તાનો સારાંશ:- 

ઉત્તર : આ વાર્તા દ્વારા લેખક માનવ-માનવ વચ્ચેના સંબંધોને સ્નેહ અને સદભાવનાનો સ્પર્શ મળે, એવી પ્રેરણા અને સંદેશ આપે છે,

૫. કથનશૈલી:- પહેલો પુરુષ એકવચન.

વાર્તા- ૨. મુકુન્દરાય,

લેખક:-રા.વિ. પાઠક.

વાર્તાનો પ્રકાર:-સામાજીક.

વાર્તાનો વિષય:- પિતા પુત્રના વિચારભેદ અને આચાર ભેદનો પરિચય.

લેખક શું કહેવા માંગે છે?

જવાબ:- આધુનિકતા અનિવાર્ય છે. પણ તેને સંદર્ભ સહિત સમજી એનો સ્વિકાર કરવાથી સારું પરિણામ મળે. તેથી ઊલટું, આધુનિકતાને માત્ર પોતાની રીતે લેતાં અને તેમાંય સ્વાર્થ ભળતાં કરૂણતાં જ સર્જાય.

માનવીય સંબંધો  વિશે વિધાન:- નાલાયક પુત્ર કરતાં નખ્ખોદ સારું.

વાર્તાનો સાર:- સમજણ વિનાની આધુનિકતા કરૂણતા સર્જે છે.

કથન શૈલી:- બીજો પુરૂષ એકવચન

વાર્તા:- ૩.

એળે નહિ તો બેળે.

લેખક:- પન્નાલાલ પટેલ.

વાર્તાનો પ્રકાર:- સામાજીક.

 વાર્તાનો વિષય:- પરસ્પરને ઝંખતા છતાં વિયોગનો અનુભવ કરતાં યુવાન પતિ-પત્નીની વાત.

લેખક શું કહેવા માંગે છે?

જવાબ:- ગુજરાતના ગ્રામ્યજીવન અને રીત રિવાજનો પરિચય આપે છે. 

માનવીય સંબંધો વિશે વિધાન:- કોદારની વહુએ નક્કી મોયણી કરી છે.

વાર્તાનો સાર:- રૂખીની ટકોરથી કોદારમાં હિંમત આવી જાય છે અને રૂખીને સાસુ પાસેથી છોડાવીને પોતાની સાથે લઇ જાય છ, અને બંનેના જીવનમાં પ્રસન્ન દાંપત્ય અને માધુર્યનો ભાવ છવાઈ જાય છે.

કથનશૈલી:- બીજો પુરુષ,

વાર્તા. ૪.

શિર્ષક:- માજા વેલાનું મૃત્યુ.

લેખક:- સુન્દરમ.

વાર્તાનો પ્રકાર:- સામાજીક.

વાર્તાનો વિષય:- પછાત વર્ગના લોકોનું લોકજીવન,

લેખક શું કહેવા માગે છે?

જવાબ:- સડક પર જિવાતી જિંદગીને પણ સભ્ય સમાજ જેવી જ લાગણી અને સંવેદના હોય છે.

માનવીય સંબંધો વિશે વિધાન:- કુટુંબના મોભીની કુટુંબ પ્રત્યેની લાગણી. અને બાળકોને પોતાના ભૂતકાળના પરાક્રમોની વાત કહેવી.

વાર્તાનો સાર:- ભોજન સમારંભ પછી વધેલાં એંઠા-જૂઠાં પકવાનનો સ્વાદ માણવા, શરીરમાં તાવ હોવા છતાં ડોસો ત્યાં જાય છે. અને પોતાના ભૂતકાળની વાત કરે છે. અને સુતરફેણી અને સૂકામેવાની વાત કરે છૂ ત્યારે બાળકો કેવળ આશ્વર્યનો અનુભવ કરે છે. છેલ્લે વનો ક્યાંકથી જિત-જાતની મીઠાઈ અને સુતરફેણી લાવે છે. અને ડોસાને તથા બાળકોને ખવડાવે છે. અને ખરા અર્થમાં ખાઈ-પી પરવારી માજા વેલા આવડા મોટા કુટુંબમેળામાંથી પરલોક સિધાવે છે.

કથનશેલી:- પહેલો પુરુષ. એકવચન.

વાર્તા.- ૫.

શિર્ષક:- પ્રથમ વર્ષા અને પછી.

લેખક:- ચુનીલાલ મડિયા.

વાર્તાનો પ્રકાર:- હાસ્યકથા.

વાર્તાનો વિષય:- સૃષ્ટિ સૌંદર્યનું વર્ણન.

લેખક શું કહેવા માંગે છે?

જવાબ:- કુદરતે રચેલી આ સૃષ્ટિ ભરપૂર સૌંદર્યથી ભરેલી છે. 

માનવીય સંબંધો વિશે વિધાન:-  અણુએ અણુમાં નવજીવનની ઉષ્માથી ધબકતી આ પૃથ્વી ઉપર બે પગ ચાંપીને ઊભા રહી શકીએ છીએ એ જ સાચો પ્રણય છે.

કથનશેલી.:- પહેલો પુરૂષ.

__________________________________

) કિરણ પિયુષ શાહ

વાર્તા :- ૧

 શીર્ષક :- ઠેકાણું

લેખક :- હિમાંશી શેલત

૧. વાર્તાનો પ્રકાર શું છે?* 

ઉતર :- માનવી સંબંધો વિશે

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)*

ઉતર :- પિતા પુત્રના સંબંધ વિશે

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉતર :- સામગ્રી (content)*

ખિસ્સા પર એક સરનામાની ચિઠ્ઠી પ્લાસ્ટિક કવરમાં સેફટીપીન સાથે  એજ જાણે એમની ઓળખ 

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:*

ઉત્તર : ત્રણથી ચાર વાક્યોમાં લખશો.

રજૂઆત: (form )* :-ચરિત્રાત્કમક વ્યક્તિચિત્ર તરીકે રજુઆત 

ઉતર :-  માતાના મૃત્યું બાદ અસ્થિર મગજના પિતાની સારસંભાળ કરતા ત્રણ દીકરાના પરિવાર વચ્ચેના સંબંધની વાત. વારંવાર ખોવાઈ જતા પિતાને શોધવા માટે ના પ્રયત્નો.. 

રજુઆત:- રોજ બરોજની ભાષા

૫ કથનની શૈલી : 

ઉતર :-  સર્વજ્ઞ ત્રીજો પુરુષ એકવચન

વાર્તા :- ૨

શીર્ષક :- ખરા બપોરે 

લેખક :- જયંત ખત્રી 

૧. વાર્તાનો પ્રકાર શું છે?* 

ઉતર :- સામાજિક 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)*

ઉતર :- રણના કાંઠે અંતરિયાળ ગામમાં વસતા એક યુવાન યુગલની વાત

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉતર :-સામગ્રી (content)

ખરા બપોરની તપતી ધૂપને જિંદગીની ધૂપથી બચવાના પ્રયત્નો દર્શાવતી વારતા

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર : ત્રણથી ચાર વાક્યોમાં લખશો.

છ છ મહિનાથી અર્ધ ભૂખમરો વેઠતા અને છેલ્લા ત્રણ દિવસથી ખાલી પેટ છતાં સ્વમાન ને મોટું ગણતા. સ્ત્રીની પતિ માટેની ચિંતા. અને પુરુષની નિષ્ફળતા એને રોષ ને ગુસ્સોનું સરસ રીતે આલેખન

રજૂઆત: (form )*

ઉતર :- રોજ બરોજની ભાષા

૫ કથનની શૈલી : 

ઉતર :-  સર્વજ્ઞ ત્રીજો પુરુષ એકવચન

વાર્તા :- ૩ 

શીર્ષક :- બાપાની પીંપર

લેખક :- કિરીટ દુધાત

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉતર :- માનવીય સંબંધો વિશે

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)*

ઉતર :- પીંપરની માવજતને વાડ દ્વારા ઘરના રખોપાની વાત

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉતર :-*સામગ્રી (content)*

પીંપરના પ્રતિક દ્વારા કહેવાયેલ વાત. કાલ વાવાઝોડામાં પીંપર મૂળિયાં સોતી ઊખડી ગઈ. ઘરની દિવાલ પડી તો ઘર  ઉઘાડું થઈ ગ્યું… 

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર : ત્રણથી ચાર વાક્યોમાં લખશો.*મોટી ઉંમરે નાનીવયની સ્ત્રીને પરણ્યા પછીની મથામણ પીંપર રોપી તેને સાચવવા કરાતી વાડ. અને અંતમાં વાવાઝોડામાં પીંપર મૂળિયાં સહિત પડી અને ઘરની દિવાલ તોડી ઘર ઉધાડું થઈ ગયું. આમ પ્રતિકાત્મક પત્ની છોડી જવાની વાત કરી. 

રજૂઆત: (form )

ઉતર :- રોજ બરોજની ભાષા. સંવાદ લોક બોલીમાં. 

૫ કથનની શૈલી : 

ઉતર :- સર્વજ્ઞ ત્રીજો પુરુષ 

વાર્તા :- ૪

શીર્ષક :-  માળો

લેખક :- રાજેશ વળકર

૧. વાર્તાનો પ્રકાર શું છે?* 

ઉતર :-  સામાજિક સમસ્યા 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)*

ઉતર :-  ચકલીના માળા માટેના પ્રયાસ અને કોમી દંગાની વાત સાંકળી ઘર બળ્યાની વાત. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉતર :-*સામગ્રી (content)* ગોધરાકાંડ પર. જે નિર્દોષ હેરાન થયાં એની વાત. 

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:* 

*ઉત્તર : ત્રણથી ચાર વાક્યોમાં લખશો.

હિન્દુ મુસ્લિમ મિત્રતા, ચકલીના માળો બનાવવાના પ્રયત્નો. ગોધરાકાંડમાં ઘરનું બળવું. બે ભાઈના બચાવ અને પિતાના ઝાંખા ફોટા પાછળ બળેલ માળામાંથી મરેલ ચકલીની બળેલી ડોળ. અને નાના ભાઈનું એ જોઈ પૂછવું કે ‘બચ્ચા ક્યાં ગયાં? ‘ લેખકે આબેહુબ દ્રશ્ય રચ્યું. 

રજૂઆત: (form )*

ઉતર :- રોજ બરોજની ભાષા 

૫ કથનની શૈલી : 

ઉતર :- સર્વજ્ઞ ત્રીજો પુરુષ

વાર્તા :- ૫

શીર્ષક :- પ્રથમ વર્ષા અને પછી….(પિનુની ડાયરીમાંથી)

લેખક :- ચુનીલાલ મડિયઃ

૧. વાર્તાનો પ્રકાર શું છે?* 

ઉતર :- માનવીય સંબંધો વિશે

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)*

ઉતર :- 

વાર્તા દ્રારા લેખક તેના પ્રકૃતિપ્રેમ અને તેના ભાવજગતની વાત કરે છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉતર :-

સામગ્રી (content)*પ્રકૃતિના વિવિધ રુપને પ્રેયસી ગણી. એ આસપાસ ઈર્ષા કે વાતનું કારણ બને છે તે.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:* 

ઉત્તર : ત્રણથી ચાર વાક્યોમાં લખશો.

પહેલી વર્ષા પછી ઉઘડતા પ્રકૃતિના સૌંદર્યની વાત. મુંબઇની લોકલ, કોલેજ મિત્રોના કાર્ટુન, દરિયો અને સૂર્યાસ્તના સાક્ષી બની તેમના સૌંદર્યનો અદભૂત રીતે આલેખન.

રજૂઆત: (form )*

ઉતર :- સામન્ય રોજ બરોજની ભાષા

૫ કથનની શૈલી : 

ઉતર :- પ્રથમ પુરુષ એકવચન

__________________________________

૬)  જશુબેન બકરાણીયા.

વાર્તા:-૧

શીર્ષક:-ખરી માં.

લેખક રમણલાલ દેસાઈ.

1. વાર્તા નો પ્રકાર છે .

માનવીય સંબંધો વિશે.

2. વાર્તા દૃવારા લેખક શું કહેવા માગે છે .

ઉત્તર:- એક બાળક અને માતા વચ્ચે ના સંબંધ ની સુગંધ દર્શાવે છે.

3. માનવિય સંબંધ વીશે,

માં અને બાળક ના સબંધ ની વાત.

4. સામગ્રી,નિર્દોષ બાળક પર વહાલ કરતી અપર માં નું ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરતું ભાવનાત્મક નીરુપણ.

5. બીજો પુરુષ બહુવચન

………………

વાર્તા:-૨

શીર્ષક: અંગુલીમાલ, 

લેખક:-રામનારાયણ વી, પાઠક.

૧. વાર્તા નો પ્રકાર

ઉત્તર:- બુદ્ધ મહાવીર ના પંથના એક શિષ્ય ની વાત છે.

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે.

ઉત્તર:- વાર્તા દ્વારા લેખક એ કહે છે કે એક સાધુ ના સંગ થવાથી‌અંગુલીમાલ જેવા,ચોર લુટેરા પણ  

સારા માર્ગ પર આવેલા છે.

૩. વાર્તા દ્વારા લેખક કોઈ /માનવીય સંબંધો /સામાજિક/રાજકીય/વિધાન

ઉત્તર:- વાર્તા દ્વારા લેખક આ નાશવંત શરીર અને આત્મા વિશે નું જ્ઞાન અદભુત રીતે ‌પીરસી આપ છે.

4. કથનની શૈલી  સર્વજ્ઞ ત્રીજો ષૂરૂષ એક વચન.

………………

વાર્તા:-૩

શીર્ષક:-ચક્ષુ શ્રવા

લેખક:-ચંદ્ર કાન્ત બક્ષી

૧. વાર્તા નો પ્રકાર – છે.માનવીય સંબંધો વિશે.

૨.  વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે.

ઉત્તર :- દાદા અને ‌પૌત્રીવચચે ઉંમર નો તફાવત છે છતાં ભાવનાત્મક રીતે સરખા પણું જીવંત રહે છે.

3. દાદા અને પપૌત્રી વચ્ચે અને ચક્ષુ શ્રવા એટલે આંખ થી સાંભળવા ની આમાં વાત છે.

………………

વાર્તા:- ૪

શીર્ષક:-છકડો.

લેખક:-“જયંતીલાલ રતિલાલ ગોહેલ”, “માય ડિયર જયુ”

૧. વાર્તા નો પ્રકાર – માનવીની ગ્રામ્ય પરીવેશ અને જીવન પર.

ર.  વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે.

ઉતર:- વાર્તા દ્વારા લેખક અભાવ માં પણ પોઝિટિવીટી જાળવી ને દરને ભર્યું ભાદરયુ બનાવેછે.

૩. જી હા સામાજિક તેમજ માનવીય મુલ્યો છે.

4. સામગ્રી, પોતાની વ્યક્તિગત વાત અને

બહુ જ જરૂરી એવું 

એવું માનવીય પાસું અડધી રાતે પણ બીમાર ગ્રામ જનો ને હોસ્પિટલમાં પહોંચાડવા, વગેરે..

………………

વાર્તા:-૫

શીર્ષક:-મોંઘી ભાભી

લેખક:- ધૂમકેતુ.

૧. વાર્તા નો પ્રકાર છે

ઉત્તર:- માનવીય સંબંધો વિશે.

2. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે.

ઉત્તર:- દીયર, ભાભી ના ઉંચા અને પવિત્ર ભાવ જગત,ની ઝાંખી કરાવે છે.

૩. વાર્તાનો વિષય છે. ડુંગરા અને ટેકરા કુદરતી લીલીછમ હરિયાળી વચ્ચે ગામડાને તાદૃશ્ય કરતી આહલાદક અનુભવ.

4. વાર્તાનો સારાંશ –

અભણ ભાભી ને ભણાવતા ભણવાનો શોખ જાગ્યો,

સોરઠી બોલીની લઠણ,સરસ છે.

૫. કથનની શૈલી  સર્વજ્ઞ ત્રીજો ષૂરૂષ એક વચન

__________________________________

૭) ટંડેલ તન્વી કે

1.વાર્તાનું નામ અગ્નિપ્રવેશ

લેખક: જ્યકાંતન , અનુવાદક

૧) વાર્તાનો પ્રકાર= સામાજિક

૨) વાર્તાનો વિષય = વિધવા માની યુવાન દીકરી પર બળાત્કાર થતા સામાજિક માન્યતાથી દૂર નવું જીવન જીવવા પ્રોત્સાહિત કરતી માં ની નવી વિચારસરણી ધરાવતી વાત.

૩) લેખકનું મંતવ્ય = સ્ત્રીત્વના પ્રકાશમાં સળગતી દીકરીની જ્યોતને અગ્નિ પ્રવેશથી ઉગારતી માં દીકરીના સંવાદોને નીરૂપી લેખકે આખી વાર્તા ક્રાંતિકારી બનાવી દીધી છે.રસ્તે ચાલતા પગ કાદવમાં પડે તો પગ ના કપાય,પગ ધોઈ પુજાઘરે જવાય.મન સ્વચ્છ, શુદ્ધ હોવું જરૂરી. 

૪) લેખકે આલેખેલું માનવીય સંબંધો અને જિંદગીનું સત્ય = અજાણ્યા પુરુષ દ્વારા થતા બળાત્કારમાં સ્ત્રીનું પોતાનું કર્તુત્વ છે જ નહિ ઈચ્છા વિરુદ્ધ એ પુરુષના પાશવી અત્યાચારનો ભોગ બને એમાં દીકરી નો શું વાંક? નવા અંત દ્વારા વાર્તાને એક સામાજિક વાતને અહી આલેખી છે.

૫) સારાંશ = વરસતા વરસાદમાં વાહન ન મળવાથી દીકરીની મનોવ્યથા, અજાણ્યા યુવાન દ્વારા થયેલી ભૂલ ને પસ્તાવાની વાત,દીકરી ઘરે આવતા તેને નવડાવી ભસ્મ લગાવી પવિત્ર કરતી મા, અદ્ભુત સંવેદનાનું મિશ્રણ અહી લેખકે કર્યું છે. દીકરી ને અહી સમસ્યા કરતા સમાધાન સ્વરૂપે દુઃસ્વપ્ન ગણી ભૂલાવવા મથતી માનું ચિત્રણ અસરકારક.

૬) કથન શૈલી = પ્રથમ પુરુષ એકવચન

૨.વાર્તાનું નામ : ખીંટી, હરીશ નાગ્રેચા

૧) વાર્તાનો પ્રકાર= માનવીય સંબંધ 

૨) વાર્તાનો વિષય = વર્ષોથી ચાલી આવતી સ્ત્રી શોષણની સમસ્યા નીરૂપાઈ છે..

૩) લેખકનું મંતવ્ય = દરેક સ્ત્રી લાચાર છે કોઈ ને કોઈ રીતે શોષાતી, ફરજને ફગાવી નહિ શકતી,જરૂરિયાતો પૂર્ણ કરવાનું માધ્યમ છે.સ્ત્રીને ખીંટી બનવાનું છે એ સિવાયનો વિકલ્પ જ નથી એ વાત અહી એક દીકરી દ્વારા નીરૂપી છે.

4) લેખકે આલેખેલું માનવીય સંબંધો અને જિંદગીનું સત્ય =સ્ત્રી માટે પોતાની વ્યક્તિગત ઈચ્છામુજબ જીવન જીવવાનો અધિકાર કે વિકલ્પ નથી એ વાતને અહી નાયિકા દ્વારા લેખકે સચોટ રીતે બતાવ્યો છે.

૫) સારાંશ = માતા પર જુલમ કરતો બાપ દીકરીને પત્નીના મૃત્યુ બાદ તેની કમાણી અર્થે પરણાવતો નથી.પોતાના પ્રેમી સાથે લગ્ન કરી બાપ અને ભાઈઓની જવાબદારી માંથી મુક્ત થવા ઈચ્છતી હેતલને પોતાના માટે જીવવું છે.છૂટવું છે. અંતમાં તેનો પ્રેમી તેને ખે છે, બા બીમાર છે ઝટ લગન કરી લે,નોકરી નથી કરવી..મંજુર હોય તો ઠીક નહિતર તરી મરજી,…બસ એ ગર્ભિત ધમકી ને નાયિકા ખીંટી ની જેમ ખોડાઈ જાય છે.

૬) કથન શૈલી =પ્રથમ પુરુષ એકવચન

3  .વાર્તાનું નામ : શબવત, રમેશ દવે

૧) વાર્તાનો પ્રકાર= પારિવારિક સુખ

૨) વાર્તાનો વિષય = પતિના પ્રમોશન અર્થે તેમના બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર થતી સ્ત્રીની દ્વિધા ને શબવત પીડાનું નિરૂપણ.સેક્સ વિજ્ઞાન નો વિષય નાયિકા દ્વારા છેડ્યો છે.

૩) લેખકનું મંતવ્ય = દૈહિક જરૂરિયાત અને જાતીય સંતોષ મેળવવાની ઝડપ બાબતે નાયિકાની મનમાં ને મનમાં સરખામણી , પતિ ને બોસ ના રૂપમાં અલગ અલગ ચિત્રણ આકર્ષક છે.એક રજોનિવૃત્તિ નો સામનો કરતી સ્ત્રી નું વર્ણન કરવામાં સફળ બન્યા છે 

૪) લેખકે આલેખેલું માનવીય સંબંધો અને જિંદગીનું સત્ય = શરીર ની જરૂરિયાત બને પક્ષે અલગ અલગ હોઈ છે. નાનપણ માં પોતે અંતરિયાળ રહી ગયાની પીડા વ્યક્ત કરતી સ્ત્રીની શારીરિક અને માનસિક સંતાપની વાતો સરસ રીતે લખાઈ છે. છતાં એક સ્ત્રી સ્વાર્થ હેતુ આ સ્વીકારે છે તે બરાબર નથી.

૫) સારાંશ = એક સ્ત્રી પોતાના પતિના પ્રમોશન માટે તેના બોસની સાથે સંબંધ બાંધવા તૈયાર થઈ જાય છે પણ ત્યાં તેની સાથે ધારણા વિરુદ્ધનું બોસનું હૂંફાળું વર્તન લેખકે શબ્દો દ્વારા સરસ વર્ણવ્યું છે.સ્ત્રીને પણ લાગણી, હૂંફ, સંતોષ જરૂરી છે પણ શબવત પરિસ્થિતિમાં જ તાબે થવાનું નક્કી છે.પુરુષ લેખક દ્વારા સ્ત્રીની મનોદશાનું અદ્ભુત ચિત્રણ.

૬) કથન શૈલી =પ્રથમ પુરુષ એકવચન

4,વાર્તાનું નામ : લાડકો રંડાપો, ઝવેરચંદ મેઘાણી

૧) વાર્તાનો પ્રકાર=  સામાજિક રીતરિવાજો દર્શાવતી વાત.

૨) વાર્તાનો વિષય = પતિના મૃત્યુ બાદ જૂના રીતરિવાજો પાડવા  નાયિકા ને મજબૂર કરતાં તેના ફોઈ સાસુની ખાટી મીઠી શિખામણો આધારિત વાર્તા.

3.) લેખકનું મંતવ્ય = સ્ત્રીની શોષક સ્ત્રી જ છે.તેને મદદ કરનાર પુરુષ છે.

૪) લેખકે આલેખેલું માનવીય સંબંધો અને જિંદગીનું સત્ય = લાડકો ખૂણો તો સહુથી વધુ અતલ ,અંધકાર ભર્યો છે.સ્ત્રીના શોષણ નો જીવંત ચિતાર અહી લેખકે આપ્યો છે.સામાજિક મૂલ્યોનો માર ઝીલતાં નારી પાત્રો લેખક ની વિશિષ્ટતા છે.

૫) સારાંશ =  પતિના મૃત્યુ બાદ ધાર્મિક વિધિમાં વડીલ ફઈબા દ્વારા વહુને અનેક રીતે વેઠવું પડે છે. સ્વજનના મૃત્યુ થી વધુ ભાર સામાજિક રીતરિવાજો પર મૂકી સ્ત્રી દ્વારા જ બીજી સ્ત્રીનું શોષણ આબેહૂબ આલેખાયું છે.છેવટે દિયરની મદદથી ” લાડકો રંડાપો, શીર્ષકને ચરિતાર્થ કરતા ફઈબા ગુસ્સે થઈ જતાં રહે છે ને વહુ દિયર દ્વારા ધાર્મિક રિવાજોથી વધુ સ્ત્રીનું પોતાનું અસ્તિત્વ સ્વીકારી  વિશી ખોલીને જમાડતી વહુ બતાવાઈ છે.

૬) કથન શૈલી = ત્રીજો પુરુષ એકવચન.

5). વાર્તાનું નામ: સ્ત્રી નામે વિશાખા, વીનેશ અંતાણી

૧) વાર્તાનો પ્રકાર= પરિવારના સબંધ આધારિત વાર્તા

૨) વાર્તાનો વિષય = ત્યક્તા તરીકે જીવન વિતાવતી એકલી સ્ત્રી જીવનમાં આગળ વધી અંતમાં જરૂર સમયે પતિને ખુદ્દારી બતાવે છે એ પણ ખૂબ સાદગીથી.

૩) લેખકનું મંતવ્ય = સ્ત્રીને અહી સહન કરતી નહિ, વાસ્તવિકતા સ્વીકારી વિદ્રોહ કરતી આલેખી છે.ભારતીય સ્ત્રીની આદર્શની બંધબેસતી વ્યાખ્યા માંથી અહી લેખકે નારીને બહાર કાઢી એક અલગ જ મુકામ પર દર્શાવી છે.

૪) લેખકે આલેખેલું માનવીય સંબંધો અને જિંદગીનું સત્ય =સ્ત્રી ને એકલીને નહિ પુરુષને પણ સ્ત્રીની જરૂર છે. બંનેનું વ્યક્તિત્વ ભલે અલગ પણ એકબીજાની જરૂરિયાત સમાન છે.ભારતીય નારી શક્તિ હમેંશ દરેકની જરૂરિયાત મુજબ જીવે છે પણ સમય આવ્યે ખુદ્દારી પણ બતાવી શકે છે.

૫) સારાંશ = વર્ષો પહેલા પતિ દ્વારા તરછોડાયેલી સ્ત્રી જાતે સ્વખર્ચે પોતાની ઓળખ ઉભી કરે છે અને જ્યારે પતિને તેની જરૂર પડે છે ત્યારે પતિને સ્પષ્ટ શબ્દોમાં ” હું નહિ આવું” કહીને ખુદ્દારી બતાવે છે. એક અલગ રૂપમાં સ્ત્રીને અહી નિરૂપાઈ છે.

૬) કથન શૈલી = પ્રથમ પુરુષ એકવચન.

__________________________________

૮) પ્રફુલા શાહ’ પ્રસન્ના 

( ૧  )- પુસ્તકનું નામ — કુંદનિકા કાપડીયાની શ્રેષ્ઠ વાર્તાઓ

પુસ્તકનું નામ- *જવા દઈશું તમને*

વાર્તાનું નામ – *જવા દઈશું તમને*

૧-વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર: સામાજિક સમસ્યા/ માનવીય સંબંધો વિષે/ પ્રેમકથા/ વ્યંગકથા / ગુનાખોરી – થ્રિલર/ કપોળકલ્પીત( કોઈ પણ એક)

*માનવ સંબંધના સૌંદર્યનો ઉઘાડ.*

૨-વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે?)

*-એમાં માનવીય સંબંધોની, મૃત્યુની અને મૃત્યુની ક્ષણે ઝંખતા અને જન્મતા પ્રેમની વાત છે.*

૩- વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/ સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે? શું?  સામગ્રી( content )

  હા, *મારી ભીતર જે લાગણીઓ છે એ જાણવાની એને ખેવના છે*.

૪- વાર્તાનો સારાંશ લખો, ત્રણથી ચાર વાક્યોમાં.

   *મરણપથારીએ પડેલી માયાને મળવા પરદેશથી સૌથી નાનો પુત્ર દીપંકર એની વહુ મારિયાને પહેલી જ વાર લઈને આવવાનો છે. માયા વિચારે છે કે મારિયા કેવી હશે? મારિયા આવીને એકલી એમની પાસે એકલી રાત્રે હાથમાં હાથ લઈને બેસે છે અને પ્રેમથી પૂછે છે,” તમને ભય તો નથી લાગતો ને?” બધું છોડીને શૂન્યમાં સરી જવાનો, અજ્ઞાતનો કોઈ ભય?અને માયા અંતિમ ક્ષણોમાં પ્રેમભર્યા એક નવા સંબંધને ઉદય પામતો અનુભવે છે અને ત્યારે મારિયા એમના માથે હાથ ફેરવીને એમની આખરી સફર શાંતિમય બને એવી પ્રાર્થના કરે છે. આ  સાંભળીને એનાં ચહેરા પર એક રતૂંબડી આભા પથરાઈ જાય છે*.

૫- કથનશૈલી – ઉત્તર- – પ્રથમ પુરુષ એકવાચન/ બીજો પુરુષ એક વચન/ ત્રીજો પુરુષ એક વચન ( સર્વજ્ઞ) ( આ ત્રણમાંથી કોઈ પણ એક)

 *— બીજો પુરુષ એકવાચન*

                       ( ૨ )

( ૨ ) પુસ્તકનું નામ- *વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓ*.

       અનુવાદ – *યશવંત શુક્લ*

   વાર્તાનું નામ – *શરત*

   લેખકનું નામ – રુસના અમર વાર્તાકાર *એન્ટન ચેખોવ*

૧- વાર્તાનો પ્રકાર –

  આધ્યાત્મિક ઊંચાઈની વાત

લેખક– રુસના અમર વાર્તાકાર *એન્ટન ચેખોવ*

૨– વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

 *જીવનનું સત્ય બતાવે છે*.

૩– વાર્તા દ્વારા લેખક કોઈ માનવીય સંબંધો / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે?શું ? 

  *લેખકનું વિધાન- ” તમારા તમામ પુસ્તકોએ મને જ્ઞાન આપ્યું છે અને હું જાણું છું કે તમારા સૌ કરતાં હું વધારે હોંશિયાર બન્યો છું*.

૪- વાર્તાનો સારાંશ લખો: ત્રણથી ચાર વાક્યોમાં.

   *તમામ દુન્યવી આશિષો અને શાણપણ શૂન્ય, નિર્બળ,આભાષી   અને ઝાંઝવા જેટલાં છેતરામણાં છે.વ્યક્તિ ગમે એટલી શાણી, સુંદર અને ગૌરવાન્વિત હોય તો પણ મૃત્યુ એને – કોઈ ક્ષુદ્ર ઉંદરને જેટલી આસાનીથી મારે એટલી આસાનીથી- મારી નાંખશે.તમારું ભૂત, વર્તમાન અને ભાવિ, મેઘાવી માનવીઓના માનસોની કહેવાતી અમરતા, બધું જ મિથ્યા અને નાશવંત છે*.

૫– કથનશૈલી શું છે?

ઉત્તર- પ્રથમ પુરુષ એક વચન/ બીજો પુરુષ એકવાચન/ ત્રીજો પુરુષ એકવાચન( સર્વજ્ઞ) ( આ ત્રણમાંથી કોઈ એક.

*બીજો પુરુષ એકવાચન*

                          (૩)

( ૩ ) પુસ્તકનું નામ- *નમ્રતાના સાહેબ*

વાર્તાનું નામ- *નમ્રતાના સાહેબ*

લેખકનું નામ – *પ્રવિણસિંહ ચાવડા*

૧ – વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર- સામાજિક સમસ્યા/ માનવીય સંબંધો વિષે/ પ્રેમકથા/ વ્યંગકથા/ ગુનાખોરી- થ્રિલર/ કપોળકલ્પિત ( કોઈ પણ એક)

*પ્રેમકથા*

૨– વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?( વાર્તાનો વિષય શું છે?)

ઉત્તર: કેવળ એક વાક્યમાં આપો.

 *એક પરિણીત પુરુષ અને એક એનાથી બાવીસ વર્ષ નાની અપરણિત સ્ત્રી વચ્ચેનો પ્રેમ સંબંધ*

૩–વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધ વિષે/ સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે? શું?

સામગ્રી( content )

*હા, “વુમન યુ આર હાફ હ્યુમન, હાફ મિસ્ટરી!”*

૪– વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર: ત્રણથી ચાર વાક્યમાં લખો.

રજૂઆત:( form)

*એક મોટી ઉંમરના અધ્યાપકને એમનાથી બાવીસ વર્ષ નાની એમની વિદ્યાર્થીની અને હાલ શિક્ષિકા એવી નમ્રતા સાથે પ્રેમ થઈ જાય છે.એ બંને માટે આ સંબંધ દુન્યવી કોઈ પણ સંબંધથી પર બની જાય છે.સમાજની કે સગા- સંબંધીઓની એ ચિંતા નથી કરતાં અને આખું જીવન આ સંબંધ નિભાવે છે.*

૫–કથનશૈલી શું છે?

ઉત્તર: પ્રથમ પુરુષ એકવાચન/ બીજો પુરુષ એકવાચન / ત્રીજો પુરુષ એકવચન ( સર્વજ્ઞ) ( આ ત્રણમાંથી કોઈ પણ એક)

*બીજો પુરુષ એકવાચન*

                        ( ૪ )

( ૪ ) *કુમાર* સમાયિકનો એક હજારમો અંક/ટૂંકી વાર્તા વિષેશાંક 

વાર્તાનું નામ- *પાંખો*

લેખકનું નામ — **ભગવતીકુમાર શર્મા*

૧ –વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર- સામાજિક સમસ્યા/ માનવીય સંબંધો વિષે/ પ્રેમકથા/ વ્યંગકથા/ ગુનાખોરી- થ્રિલર/ કપોળકલ્પિત ( કોઈ પણ એક)

*સામાજિક સમસ્યા*

૨– વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?( વાર્તાનો વિષય શું છે?)

ઉત્તર- કેવળ એક વાક્યમાં ઉત્તર આપો.

*પાંખો ફૂટે પછી બચ્ચાં માળામાં રહેતાં નથી, ઉડી જાય છે.*

૩–વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધ વિષે/ સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે? શું?

સામગ્રી( content )

*હા, “પંખીને પાંખો ફૂટી રહી હતી.*

૪– વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર: ત્રણથી ચાર વાક્યમાં લખો.

રજૂઆત:( form)

*ઘરમાં બાપુજીના ફોટાની પાછળ ચકલી માળો નાંખે છે એ રાહુલને ગમતું નથી પણ એની પત્ની કૃષ્ણાને એ ગમે છે અને એને માળો કાઢતાં રોકે છે.એમની દીકરી કિંજલ આર્કિટેકટના વધુ અભ્યાસ માટે સુરતથી પુના જાય છે.કૃષ્ણાને કિજલ દૂર જાય એ ગમતું નથી અને દસ દિવસ પછી રજામાં ઘેર આવનારી કિંજલની સતત રાહ જુએ છે.કિંજલ ઘેર આવવાના બદલે મિત્રો સાથે લોનાવલા ફરવા જતી રહે છે.*

૫–કથનશૈલી શું છે?

ઉત્તર: પ્રથમ પુરુષ એકવાચન/ બીજો પુરુષ એકવાચન / ત્રીજો પુરુષ એકવચન ( સર્વજ્ઞ) ( આ ત્રણમાંથી કોઈ પણ એક)

*ત્રીજો પુરુષ એકવાચન*

                        ( ૫ )

( ૫ )– *કુમાર* સમાયિકનો  એક હજારમોટૂંકી વાર્તા વિશેષ અંક

 વાર્તાનું નામ- *એક મરણ*

લેખિકાનું નામ —  *ઈલા આરબ મહેતા*

 ૧ – વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર- સામાજિક સમસ્યા/ માનવીય સંબંધો વિષે/ પ્રેમકથા/ વ્યંગકથા/ ગુનાખોરી- થ્રિલર/ કપોળકલ્પિત ( કોઈ પણ એક)

*સામાજિક સમસ્યા*

૨– વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?( વાર્તાનો વિષય શું છે?)

ઉત્તર- કેવળ એક વાક્યમાં ઉત્તર આપો.

*મૃત્યુ પામેલી વ્યક્તિ માટે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જજમેન્ટ કરવું ના જોઈએ, મૃત્યુએ એને ચૂપ કરી દીધી હોય છે એટલે એ કોઈની ટીકાનો જવાબ આપી શકે નહીં.*

૩–વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધ વિષે/ સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે? શું?

*હા,નવરાત્રીના રાસગરબામાં મનભર ઝૂમતી ગામની વ્હાલસોયી દીકરી વાડ કૂદાવી ગઈ ને ગામની વંઠેલ છોકરી બની ગઈ*

સામગ્રી( content )

૪– વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર: ત્રણથી ચાર વાક્યમાં લખો.

રજૂઆત:( form)

*ડાન્સ અને પિક્ચરની ખૂબ શોખીન ચંદ્રકળા પિક્ચરમાં કામ કરવા માટે ભાગી જવાનો પ્લાન કરે છે.એના મા- બાપ બે છોકરાના બાપ એવા એનાથી મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવી દેવામાં આવે છે. એ મૃત્યુ પામે છે ત્યારે એની બાળપણની સખી અવંતિકા આવે છે.   મૃત્યુનો મલાજો રાખ્યા વગર લોકો ચંદ્રકળા વિષે ખોટી વાતો કરે છે એ સાંભળીને અવંતિકા બહુ દુઃખી થાય છે.*

કોઈએ કોઈના માટે જજમેન્ટલ ના બનવું જોઈએ.

૫–કથનશૈલી શું છે?

ઉત્તર: પ્રથમ પુરુષ એકવાચન/ બીજો પુરુષ એકવાચન / ત્રીજો પુરુષ એકવચન ( સર્વજ્ઞ) ( આ ત્રણમાંથી કોઈ પણ એક)

__________________________________

૯)  મીનાક્ષી વખારિયા

વાર્તા : ક્રમાંક – ૧ 

શીર્ષક : ‘સહેજ અમસ્તું જ’ 

લેખક : વર્ષા અડાલજા 

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : સામાજીક સમસ્યા

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે? )

ઉત્તર : વિષય – છૂટાછેડા. પરણેલી સ્ત્રીના જીવનમાં પિયરિયાની દખલગીરીથી અનર્થ પણ સર્જાઈ શકે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : નાયિકના મોટાભાઈનું સામાજિક વિધાન “ચિંતા શું કરે છે? હું છું ને?”

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો. ત્રણથી ચાર વાકયોમાં લખશો. 

ઉત્તર : નાયિકાના ઘરના લોકો માને છે કે એમની લાડકી નાયિકાએ નાની ઉંમરમાં પ્રેમલગ્ન કર્યા છે. અલબત્ત ઘરના સભ્યોની મંજૂરીથી જ. મંજૂરી આપતા પહેલા, માવતરની જગ્યાએ ગણાતા મોટાભાઈએ તેની નાની ઉંમર યાદ કરાવી કહેલું હજી તો તારી સામે વિકાસવા માટે આખું આકાશ ખાલી પડ્યું છે. નાહક તું લગ્નની ઉતાવળ કરે છે. પણ પ્રેમરંગે રંગાયેલી નાયિકા પોતાનું ધાર્યું કરીને જ રહે છે. લગ્નજીવનમાં થોડો ટકરાવ તો હોય જ. એ વખતે પિયરયાઓએ એ વાતને ઉત્તેજન ન આપતાં નાયિકા સાથે સમજાવટથી કામ લેવું જોઈતું હતું. અફસોસ કે એમની દર્મ્યાંગીરીથી એ વાત છૂટાછેડા સુધી પહોંચે છે. 

૫. રજૂઆત ( ફોર્મ ), કથન શૈલી શું છે. 

ઉત્તર : રજૂઆત : એકદમ સરળ, 

કથનશૈલી : ત્રીજા પુરુષ એકવચનમાં છે.

**********

વાર્તા : ક્રમાંક – ૨ 

શીર્ષક : ગોવાલણી 

લેખક : મલયાનિલ

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર ; વ્યંગકથા 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે? )

ઉત્તર : એક અભણ પણ રૂપાળી સ્ત્રી પોતાની પાછળ લટ્ટુ બનેલા ભણેલાંગણેલાં કહેવાતા ભદ્ર સમાજના પુરુષને

કેવો મજેદાર પાઠ ભણાવે છે? તેની વાત છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : સામાજિક વિધાન : ઈશ્વર પણ જોયા વગર જન્મ આપે છે…!” 

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો. 

ઉત્તર : નાયક પોતે પરણેલો છે. શેરીમાં દૂધ વેચવા નીકળતી ગોવાલણીના રૂપ પર મોહી પડ્યો છે. એકવાર પીછો કરતાં નાયકનો ઈરાદો ચતુર ગોવાલણી પારખી જાય છે અને કુનેહથી તેને પોતાની જાળમાં ફસાવીને નાયકનાં કરતૂત છતાં કરવા માટે પોતાની જગ્યાએ નાયકની પત્નીને હાજર કરી દે છે. અંતમાં નાયકના શું હાલ થાય છે તે જાણવું રસપ્રદ બની રહે છે.

રજૂઆત ( ફોર્મ ): 

ઉત્તર : સરળ ભાષા

૫. કથનશૈલી :

ઉત્તર : પહેલો પુરુષ એકવચન.

********

વાર્તા : ક્રમાંક – ૩.

શીર્ષક : ‘પાછળ રહી ગયેલું ઘર’

લેખક : હિમાંશી શેલત 

૧. વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર : માનવીય સંબંધો વિશે.

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે? )

ઉત્તર : આ વાર્તા દ્વારા લેખક મતલબી દુનિયાની પેલી ઉક્તિને સાબિત કરવામાં સફળ થયા છે. દા.ત. જે નજરોથી દૂર જાય એ મનથી દૂર જ થઈ જાય.

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : ‘કુણી કુણી રેશમ જેવી વેલ ખચખચ કપાઈ નીચે પડતી. એની વાતોનું પણ એમ જ થતું હતું. મા અધવચ્ચે કાપી નાંખતી.’ લેખકનું આ વિધાન નાયકની માના મનમાં ચાલતી મથામણ છતી કરી જાય છે.

૪. વાર્તાનો સાર લખી કાઢો. 

ઉત્તર : વાર્તાના નાયકને ઉદવાડાથી શહેરમાં ઘરનોકરી માટે મોકલવામાં આવ્યો છે. ઘરની પરિસ્થિતી નબળી છે. એટલે એ જે કંઈ રૂપિયા ઘરે મોકલે છે તેનાથી તેના પિતાને રાહત જણાય છે. નાયક ઘર અને પરિવારને ભૂલી શકતો નથી. એટલે થોડા દિવસની રજા લઈને નાયક ઘરે આવે છે ત્યારે તેના પિતા પૂછી બેસે છે ‘કેમ આવ્યો?’ એમને વિચાર આવે છે કે કાંઈ નવાજૂની કરીને તો નહીં આવ્યો હોય?’ ઘરે આવ્યા પછી તેને અહેસાસ થાય છે કે ઘરના લોકોમાં હવે પહેલા જેવો ઉમળકો નથી રહ્યો. તે તેના પિતાને, આણેલા રૂપિયા આપીને શહેર જવા રવાના થઈ જાય છે. નિરાશા અનુભવતા નાયકને લાગે છે કે માત્ર પોતાનું ગામ જ નહીં પણ ઘર પણ પાછળ રહી ગયું છે.  

રજૂઆત ( ફોર્મ ) 

ઉત્તર : સરળ ભાષા 

૫. કથનશૈલી:

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન 

************

વાર્તા : ક્રમાંક-૪ 

શીર્ષક : ‘સનદ વગરનો આંબો’ 

લેખક : અઝિઝ ટંકારવી.

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : વાર્તા સામાજિક સમસ્યા વિશે છે.

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? વિષય શું છે? 

ઉત્તર : લેખક, પોતાની છત્રછાયામાં ઉછેરેલાં સંતાનો જ્યારે ઘરના ભાગલાની વાત કરે ત્યારે ઘરના વડીલોની મનોવ્યથા વિશેની વાત કરે છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું? 

ઉત્તર : નાયક અભરામ ભગત, તલાવડીવાળા આંબા સાથે પોતાની જાતને સરખાવે છે. જાણે ધણીધોરી વગરનો ‘સનદ વગરનો આંબો…!’ 

૪.  વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : ગામડે રહેતા અભરામ ભગત આપસૂઝ અને જાત મહેનત કરીને ખાસ્સી જમીન જાયદાદનાં માલિક બને છે. પોતાના સંતાનોને ભણાવીગણાવી મોટા કરે છે, એક દીકરો અમેરિકા સ્થાયી થાય છે તો બીજો બાપાનો કારોબાર સાંભળે છે. બીજો દીકરો પોતે નથી જઈ શકતો પણ પોતાના દીકરાને દુબઈમાં સ્થાયી કરે છે. ગામમાં ભગતનું ખોરડું એકદમ ખમતીધર ગણાય. તલાવડી કોરે ઉગેલો આંબો એમને જીવથીય વહાલો…! એની માલિકીના કાગળિયા બનાવવા માટે જે તે અમલદાર પાસે જાય છે ત્યારે અમલદાર એમની વાતને હસી કાઢે છે. ત્યારથી એ આંબાનું નામ ‘સનદ વગરનો આંબો’ પાડી દે છે. બે દીકરાઓ, ઘર અને માલમિલકતનાં ભાગલા પાડે છે ત્યારે બાપને ભૂલી ગયા તેમ એ આંબાને પણ ભૂલી જાય છે.

રજૂઆત ( ફોર્મ )

ઉત્તર : સરળ ભાષામાં સંવેદનશીલ રજૂઆત 

૫. કથનશૈલી 

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

વાર્તા : ક્રમાંક – ૫

શીર્ષક : ‘બાપાનો છેલ્લો કાગળ’

લેખક : મણિલાલ હ. પટેલ 

૧.વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર : સામાજી કરુણતા પર પ્રકાશ પાડતી વાર્તા છે. 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? વાર્તાનો વિષય શું છે?

ઉત્તર : નાની અમસ્તી ગેરસમજથી ફેલાતી કડવાશ માનવી માનવીના આપસી સંબંધોને છીનભિન્ન કરી નાંખે છે. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : સામાજિક વિધાન, જે યાદ રહી જાય તેવું છે. ‘તું મારું મરણ સુધારવા આવજે – તું બોલજે : “નાસજે પ્રાણિયા આગ આવે…” થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશે ઘૂમરીયા લેતો હશે…જોજે…’     

 ૪. વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : આ નવીજૂની પેઢી વચ્ચેની વૈચારિક સંઘર્ષ કથા છે. બાપાનો અંતિમ પત્ર જ્યારે કથા નાયકને મળે છે ત્યારે બહુ જ મોડું થઈ ગયું છે. બાપાની આખરી ઇચ્છા હતી કે એ દૂર રહેતો પુત્ર તેની અંતિમક્રિયા વખતે હાજર રહે. પત્ર એ પુત્ર સુધી પહોંચે છે ત્યારે અંતિમક્રિયા પતિ ગયેલી. બાપાને ક્યારેય સમજી ન શકેલા પુત્રને લખાયેલા પત્રમાં બાપાએ કરેલા એમના વર્તન વિશેના ખુલાસાથી નાયક ધરમૂળથી ભાંગી પડે છે. લડખડાતા પગે, ખૂણે પડેલાં ઘરનાં કચરા અને રદ્દીને આગ મૂકી સળગાવે છે અને તેને ફરતે પ્રદક્ષિણા ફરીને બાપાની ઇચ્છા પ્રમાણે આગ દીધાનો સંતોષ માની લે છે.     

રજૂઆત ( ફોર્મ )

ઉત્તર : દેશી, ગામઠી પ૫. કથનશૈલી શું છે?

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન.

                    _________________________________                   

૧૦) અનસુયા દેસાઈ 

વાર્તાનું નામ : હજીયે કેટલું દૂર ? 

વાર્તાના લેખક : યોગેશ જોષી 

(1) વાર્તાનો પ્રકાર : માનવીય સંબધો 

(૨) વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ? :: જીંદગીમાં પોતાનું નિજત્વ ( આઇડેન્ટિટી) કેટલું છે ?

(૩) વાર્તા દ્વારા લેખકે માનવીય સંબંધો  વિષે શું વિધાન કર્યું છે ? : “ ઘરમાં અમને બેને કોઈ ગણતું જ નથી .અમે જાણે ફ્રેમમાં મઢાવ્યા વિનાના,સુખડનો હાર પહેરાવ્યા વિનાના,ઘરમાં હરતા-ફરતા ફોટા” વિધાન દ્વારા લેખક  વૃદ્ધોની લાચાર સ્થિતિ અને સમાજ તરફથી થતી અવગણના અને ખોવાતી આઇડેન્ટિટી તરફ અંગુલી નિર્દેશ કરે છે

(૪) વાર્તાનો સારાંશ : 

મહિપતરાય રેલવેના નિવૃત ગાર્ડ છે. વૃદ્ધ પત્ની સાથે દીકરા વહુ સાથે જીવન વિતાવે છે , ટ્રેન સાથે પડાવેલો મહીપતરાયનો ફોટો રેલ્વેની જૂની પેટીમાં દીકરાની વહુ દ્વારા મૂકી દેવો અને પત્નીને મંદિર માટે પરચુરણ ના આપવું  . પેન્શન લેવા જતા મહિપતરાય પોતાની વિખરાતી જતી ઓળખ જુના આઇડેન્ટિટી કાર્ડમાં શોધવા મથ્યા કરે છે. વૃદ્ધાવસ્થાને કારણે પેન્શન લેતી વખતે સહી મળતી આવતી નથી.આમ તેઓ signature ની ઓળખ પણ ગુમાવી દે છે. ઘરે જતા શહેરમાં કર્ફ્યું હોય પોલીસ તેને રોકે છે. તે એમનો જીર્ણશીર્ણ થઇ ગયેલ આઇકાર્ડ બતાવે છે તો પોલીસ એ ફાડી નાખે છે .મહીપતરાય  રઘવાયા ,ધ્રુજતા હાથથી એ કાર્ડના ટુકડા લેવા જાય છે પણ પવનમાં ઘૂમરી ખાતા દૂર ઉડે છે અને મહિપતરાયનો ઉંચકાયેલો હાથ જાણે કહે છે હજીયે કેટલું દૂર ? આમ અહીં આઇડેન્ટિટી પામવાની કથા છે.

(5)વાર્તાની કથન શૈલી : પ્રથમ પુરુષએકવચન

વાર્તા… 1

શીર્ષક… ભેંકડો

લેખિકા…પારૂલ ખખ્ખર

વાર્તાનો પ્રકાર… સામાજિક 

લેખક શું કહેવા માંગે છે?… ઘરના ત્રાસદાયી માહોલથી મજબુર થઈ બહાર ખુશી શોધતાં સંતાનો અને વડીલોને લાલબત્તી ધરે છે. 

માનવીય સંબંધો વિષે વિધાન… અંજુડીને ધબેડીને કામે લઈ જવી એ માની મજબૂરી કે દિકરીનાં નસીબ. 

વાર્તાનો સાર… કામે  જવું પડે કે એ બાબતે મા મારે ત્યારે ભેંકડો તાણતી અંજુ રાહ ભટકીને જ્યાં પહોંચે છે ત્યાં તેના પલંગ પર આવીને પારકો ગંધાતો પુરૂષ આવીને બેસે છે ત્યારે ફરી એક વાર તેને ભેંકડો તાણવાનું મન થાયછે.  

કથનશૈલી… ત્રીજો પુરૂષ

વાર્તા… 2

શીર્ષક… મોક્ષમાર્ગ

લેખક… માવજી મહેશ્વરી 

વાર્તાનો પ્રકાર… સમાજિક

લેખક શું કહેવા માંગે છે?… ભૌતિક સગવડો થોડુંક આપીને કેટલું બધું લઈ લે છે. 

માનવીય સંબંધો વિષે વિધાન…  મારો નાનો ભાઈ મારા કરતા મોટો બની ગયો છે. 

વાર્તાનો સાર… જૈન ધર્મગુરૂના મોક્ષ મેળવવા માટેના વ્યાખ્યાનો છોડીને લેખક ગામમાં જઈને ખુલ્લામાં શ્વાસ ભરે છે, ચાંદનીમાં નહાય છે એમાં જ તેમને મોક્ષમાર્ગ મળતો જણાય છે. 

કથનશૈલી… પ્રથમ પુરૂષ 

વાર્તા… 3

શીર્ષક…ધ ગ્રાસહોપર 

લેખક… સુરેશ ગઢવી (મુળ લેખક… રશિયન લેખક એન્તન ચેખોવ) 

વાર્તાનો પ્રકાર… સામાજિક 

વાર્તાનો વિષય… દાંપત્યજીવન અને સ્ત્રી પુરૂષના સંબંધો. 

માનવીય સંબંધો વિષે વિધાન… ઓલ્ગા રિઓબોસ્ક્વીને ઝંખે છે અને ડો. દિમોવ ઓલ્ગાને. 

વાર્તાનો સાર… ઓલ્ગા પ્રસિધ્ધિ પાછળ દોડતી બેજવાબદાર સ્ત્રી છે તે ધનિક પણ સાદા સીધા ડો. દિમોવ સાથે પરણે છે. પણ પછી રીઓબોસ્ક્વી જેવા આકર્ષક ધનિકના પ્રેમમાં પડે છે, જે પાછળથી તેને તરછોડે છે. છેવટે દર્દીઓની સારવાર કરતાં ચેપથી ડો દિમોવ મૃત્યુ પામે છે ત્યારે ઓલ્ગા તેને સમજે છે અને ઝંખે છે. 

કથનશૈલી… ત્રીજો પુરૂષ 

વાર્તા 4

શીર્ષક…બેવફાઈ 

લેખક… ધીરુબેન પટેલ 

વાર્તાનો પ્રકાર…સામાજિક 

વાર્તાનો વિષય… સાવકી મા અને બાળકો

માનવીય સંબંધો વિષે વિધાન… તારંગા પ્રત્યેની બેવફાઈનો ભાર સહન નહોતો થતો. 

વાર્તાનો સાર… નવીમા સાથે નહીં બોલવાના મોટી બેન તારંગાના નિર્ણય સાથે નાનો ભાઈ કિરાત અને નાનકડી અનુષ્કા સહમત તો થાય છે, પણ અનુષ્કા નવીમાને  રડતા જોઈ ન શકવાથી એને પાણી આપીને છાની રાખે છે. ત્યારે તારંગા પ્રત્યે બેવફાઈ કર્યાનો અફસોસ થાય છે. 

કથનશૈલી ત્રીજો પુરૂષ

વાર્તા 5

શીર્ષક… વીંટી

લેખક… કિરીટ દૂધાત

વાર્તાનો વિષય… ક્ષયના છેલ્લા સ્ટેજમાં પહોંચેલા, માંદા મામા અને નાનકડા ભાણાની વાત

માનવીય સંબંધો વિષે વિધાન… તમારે ત્રણેય ભાયુંને સંપ સારો 

વાર્તાનો સાર… કેશુબાપાના એકના એક દીકરા રતીલાલને ક્ષયની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના વિવાહ કૈલાસ સાથે થયેલ છે. તેની વીંટી તેની આંગળીએ હતી. ડોક્ટરને સારા થવાના કોઈ આસાર જણાતા નહોતા એટલે રજા આપે છે. આ વાતથી અજાણ રતીલાલ ભાણા સાથે વીંટીની, મામીની અને લગ્નની વાત કરે છે. બીજી  બાજુ માંદગીના સમાચાર જાણી વીવાહ તોડવાની વાત થાય છે. 

કથનશૈલી… પહેલો પુરૂષ

૧૧) ચૌલા બી.ભટ્ટ..

વાર્તા-૧,શીર્ષક:રૂપકુંવર

લેખક-દેવેન્દ્ર પટેલ

વાર્તા સંદર્ભ-રૂપકુંવર, ટુંકી વાર્તા સંગ્રહ..

શૈલી-એકવીસમી સદીમાં શ્રધ્ધા અંધશ્રધ્ધા વચ્ચે ઝૂલતુ માનસ.

૧.વાર્તાનો પ્રકાર-સામાજિક

ર.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

૩વાર્તા દ્વારા લેખકનું કોઈ સામાજિક,રાજકીય વિધાન;

ઉત્તર-સદીઓથી રૂઢિગત માન્યતામાં જકડાયેલો સમાજ એકવીસમી સદીમાં પણ શું સોળમી સદીમાં જીવશે? રાજસ્થાનમાં બનેલી સાચી ઘટના ઉજાગર કરવાની લેખકે કોશિશ કરી છે.

સારાંશ – વાર્તાની નાયિકા રૂપકુંવર અકાળે વિધવા થતા, હસતી ખેલતી રૂપ સતી થવાનો નિર્ણય કરતા  થોડા વિરોધ પછી સત ચડવાના નામે સહુ સહમત થયાને એક જુવાળ ચાલ્યો, દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટ્યો સતી દર્શનાર્થે, પણ રૂપને કોઈએ બચાવવાં આગળ આવ્યું નહિને રૂપ સતી થઈ એ પણ એકવીસમી સદીના ભારતમાં.. 

વાર્તા કથન -ત્રીજો પુરુષ એકવચન. 

———————

વાર્તા -૨ શીર્ષક:રેતીનાં ઢૂવા 

લેખક -ડો.પ્રફુલ્લ દેસાઈ 

વાર્તાનો પ્રકાર : પતિ પત્નીનાં સંબંધોમાં એક સમસ્યાની છણાવટ. 

વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

ઉત્તર :લગ્ન બંધનમાં જોડાયા પછી કોઈ પણ સમસ્યા બંનેની થઈ જાય છે.

લેખકનું સામાજિક રાજકીય વિધાન : શરીરની સુંદરતા કરતા મનની સુંદરતાને પ્રાધાન્ય આપવા પતિ પત્નીએ એકબીજાને સાથ આપવો. 

સારાંશ : નવ પરણિત યુગલમાં પત્નીને છાતીની ગાંઠનું કેન્સરમાં  નિદાન થતા ઑપરેશન પછીની કુરુપતાની કલ્પનાથી પતિ પત્નીનાં સંબંધોમાં તિરાડને,  પત્ની દ્વારા પતિનો બહિષ્કાર કરી પતિને એક લપડાક. 

બીજો પુરુષ એકવચન.

—————————-

વાર્તા ૩: શીર્ષક-પખાલીને ડામ 

લેખક -પન્નાલાલ પટેલ.

સંદર્ભ-પારવડાં ટુંકી વાર્તા સંગ્રહ.. 

૧. વાર્તાનો પ્રકાર: સામાજીક લવ સ્ટોરી..

ર.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: પ્રેમની ઘેલછામાં અતિ બીનજરુરી કાળજી પણ ખુદની શક્તિ કે ખુદનું અસ્તિત્વ સુધ્ધા ભુલાવી દે છે.

૩.વાર્તા દ્વારા લેખકનું કોઈ સામાજિક રાજકીય વિધાન..

ઉત્તર: સંબંધોમાં પ્રેમ હોય તો સામેના પાત્રને પોતાની લડાઈ પોતાને જ લડવા દો, એના અસ્તિત્વનો ઉભાર આવવા દેવો નહીતો પોતે સક્ષમ છે એ વાત જ એ વિસરી જશે.

સારાંશ: નવ પરણિત યુગલની વાર્તામાં નાયિકાનો પતિ જરા આંખ માથું દુખ્યાની ફરિયાદમાં અતિ કાળજી ચિંતા કરવાથી નાયિકા સાચે જ બિમાર હોવાના વહેમથી પિડાય છે ને સામે પતિ પણ હવા નાખવાનું કાર્ય કરે છે એને જુઠા વહેમમાંથી બહાર લાવવા ડોક્ટર સાયક્લોજીનો સહારો લઈ સિફતથી નાટક કરી બન્નેના મગજમાંથી બિમારીનો વહેમ દૂર કરી દામ્પત્ય જીવનમાં પ્રાણ પુરી એક સરસ શીખ આપે છે.

વાર્તા કથન -ત્રીજો પુરુષ એકવચન. 

————————-

૪. શીર્ષક- ખેમી.

લેખક- રા.વિ.પાઠક

વાર્તા સંદર્ભ- દલિત વર્ગના દંપતિની જીવન વ્યથા.

૧.વાર્તાનો પ્રકાર: સામાજિક.

ર.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર- અનેક પડકારોને વિષમ પરિસ્થિતીમાં પણ વચનને વળગી રહેવુ એ અખૂટ પ્રેમની પારાશીશી.

૩.-વાર્તા દ્વારા લેખકનું કોઈ સામાજિક કે રાજકીય વિધાન?

ઉત્તર: પછાત સમાજમાં પણ પ્રેમ ખાતર જુવાની જતી કરી તનતોડ મહેનતનથી વચન પાળવાનું ઉદાહરણ.

સારાંશ: સમાજના નિયમ મુજબ પણ મનગમતી પત્નિ પામી જાતને ધન્ય માનતો ધનિયો ને સ્વમાની પણ પ્રેમાળ પત્ની નાયિકા ખેમીનું મીઠુ દાંમ્પત્યજીવન પણ દારૂ નામના દાનવે ધનિયાને વહેલો છીનવી લીધો પણ નાતના રિવાજ મુજબ નાતરે ના જઈને પણ કાળી મજૂરીએ પતીનુ દેવુ ઉતારનાર સ્વમાની નારની વ્યથાનુ નિરુપણ.

વાર્તા કથન- પ્રથમ પુરુષ એકવચન.

——————————

વાર્તા ૫.શીર્ષક:પાદરનાં તીરથ. 

લેખક- જયંતિ દલાલ ..

વાર્તા સંદર્ભ- વિશિષ્ઠ પરિસ્થિતિમાં વ્યક્ત થતું માનવમનની વિલક્ષણતા. 

૧.વાર્તાનો પ્રકાર: કલ્પિત રાષ્ટ્રીય આંદોલન ઘટના.

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: દમિત ક્રાંતિકારી યુવાનોનાં  જેલમાં મનોભાવ ઉપસાવ્યા છે.

૩.વાર્તા દ્વારા લેખકનું કોઈ સામાજિક કે રાજકિય વિધાન?

 ઉત્તર: જેલમાં જનારા બધા ખરાબ હોતા નથી એ વાતને લેખક ઉજાગર કરે છે.

સારાંશ: અંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલનમાં એક માનવ સમૂહ દ્વારા રેલવે સ્ટેશનને સળગાવવુંને પોલીસ દ્વારા દમનને પાશવી વૃત્તિ મોટી હિંસા ફેલાવે છેને એ સમુદાય પકડાઈને જેલમાં જાય છે ત્યાંની વ્યથાનું નિરૂપણ લેખકે સરસ કર્યુ છે. 

વાર્તા કથન -ત્રીજો પુરુષ બહુવચન.                            ________________________________ ૧૨) વર્ષા તલસાણીયા “મનવર્ષા”

             વાર્તા : ૧. 

વાર્તા : એમારી ભૂલ હતી (લેખક તથાગત પટેલ દ્વારા સંપાદીત )

લેખક : શ્રી ખલિલ ધનતેજવી

*૧. વાર્તાનો પ્રકાર શું છે?* 

*ઉત્તર: સત્ય કથા નિબંધ પ્રકારની લઘુ કથા

*૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? 

(વાર્તાનો વિષય શું છે?)* :

*ઉત્તર : જીવનના સ્વપ્ન ને પૂર્ણ કરવા  સાહસ કરવુ જરુરી છે.વાર્તા નો વિષય લેખક ની એકાદ વારતા પર ફીલ્મ બને એ માટે ફીલ્મના વિવિધ પાસાઓને આત્મસાત કરતા કરતા લેખક ખુબ પરીશ્રમ કરે છે વાર્તા લેખન ,સ્ક્રિપ્ટ રાઈટીંગ, ફાયનાન્સ, ડાયરેકશન વગેરે પર સફળતાની નજીક આવે તેવા પ્રયત્ન કરી છૂટે છે.

*૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?*

*ઉત્તર : લેખક દુખથી  કહે છે “આજે છત્રીસ વર્ષેય યાદ આવે છે ને હૈયામાં રુઝાઈ ગયેલા પોપડા ઊખડવા માંડે છે.

*૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:* 

*ઉત્તર : ફીલ્મ લાઈનની કડાકૂટ ભરી પ્રક્રીયા છતાં હીંમત પૂર્વકનો શ્રેષ્ઠ પ્રયાસ. માત્ર એક જ વાર્તા ની ફીલ્મ બને એ સ્વપ્ન પુરુ કરવા માટે ની મથામણ ની રસપ્રદ રજૂઆત, દગો થયાની લાગણી અનેપોતાના બધા સોર્સિસ ખોટી રીતે  વેડફાઈ ગયા, વળી સંબંધો પણ બગડયા. એ પોતાની ભૂલ હતી એવી લાગણી ઘર કરી ગઈ

*૫. કથનશૈલી શું છે?* 

ઉત્તર : પ્રથમ પુરુષ એકવચન

                          વાર્તા : ૨ 

લઘુ વાર્તાનુ નામ : એ મારી ભૂલ હતી

 ( લેખક તથાગત પટેલ સંપાદીત)

લેખક -શ્રી  વિનોદ ભટ્ટ 

૧. વાર્તા નો પ્રકાર :ટૂકી  હાસ્ય કથા

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?

ઉતર : આમ તો ૫૦ વારતાઓ લખી હતી પરંતુ વાચક ન મળવાથી બધી નાશ પામી કરુણ વારતા લખવી એ કાંઈ ભૂલ નથી પણ હાસ્ય લેખ લખવા માટે તથાગત જેવા મને કહેછે તમારી ભૂલની વાત કરો. (હાસ્ય લેખક બની જવાયુ )

૩. ” લેખકનુ હાસ્ય પૂર્ણ વિધાન : સો સાલનો હોઈશ ત્યારે કાન કામ નહીં કરતા હોય ત્યારે હુ કર્ણસુખનો અનુભવ કરતો હોઈશ એ કારણે નિષ્કામ ભાવે અને નિષ્કાન ભાવે સંવાદ ચાલતો હશે.

૪ સારાંશ : લેખકને નાનપણમાં બેન્ડ વાજા સાંભળી ને એમ લાગતું કે આ લગ્ન નુ કામ કરવા જેવુ છે.હવે એમ લાગે છેકે બેન્ડ વાજા નો અવાજ સાંભળવા તે આવડી મોટી ભૂલ કરાતી હશે?

૫ કથન શૈેલી : પ્રથમ પુરુષ એક વચન 

                  વાર્તા :- ૩.

વાર્તા નુ નામ: કળાના પ્રશંસકો 

(‘ અક્ષત’ પુસ્તક માથી )

લેખકનુ નામ  :.શ્રી કીશોર જે હીંગુ 

૧. વારતા નો પ્રકાર : કરૂણ કથા.સંવેદનશીલ ચિત્રકારની

૨. લેખક શુ કહેવા માંગે છે ?

ઊતર : ચિત્રકાર નુ  આદ્રમૌન .. 

(તેના ભાવ જગતમાં ઊપસતુ એક કદીયે  ન જોયેલ જીવંત અસહાય મ્રૃત્યુ સામે જજુમતા બાળકનુ કારુણ્યમય ચિત્ર ..

પોતાની નિસહાયતા.)

૩. લેખક નુ વિધાન:  એક ચિત્રકાર એક ડોક્ટર ના પસંદના ચિત્રની ઈચ્છા સાંગોપાંગ પૂર્ણ કરી શકે છેપરંતુ એક ગરીબ પિતાની વેદના એજ જીવતાં ડોકટરમાં ઊપસાવી શકતો નથી .

૪ વાર્તા નો સારાંશ: એક કલારસિક ડો. યુગલની માંગથી ચિત્રકાર એક ચિત્ર બનાવીને આવે છે ત્યારે જ કોઈ ગરીબ વ્રૃધ્ધ બિમાર બાળક ને  વીઝીટ થકી તપાસવા ડો.ને વિનંતી કરે છે .એ ગરીબના બાળકને નગણ્ય ગણી ડો.અવહેલના કરે છે .આ વાત ચિત્રકારના રુજુ હ્દયને બહુ વ્યથિત કરી દે છે.એક મરતાં બાળકનું યિત્ર માનસપટ પર 

દોરાય જાય છે .

૫. ત્રીજો પુરુષ એકવચન. 

                         વાર્તા :-  ૪. 

વાર્તાનુ નામ : ઓવર ટેઈક 

લેખક :- મિનાક્ષિબેન સી વાણિયા 

૨ વાર્તા નો વિષય : માનવિય સંબંધ વિષે (શૈક્ષણિક સમસ્યા. ની સમાજ પર અસર )

૩. લેખિકા અનામત પ્રથા થકી નોકરીમાં થતા અન્યાય ની પીડાવ્યકત કરે છે 

૪  લેખકનુ વિધાન : આજે ૬:૧૦ ની બસને ઓવર ટેઈક કરી હતી (લેખકની ભાષામાં પાત્રની ખુશી)

૪. સારાંશ : નીધિને નોકરીમાં અનામત થકી ત્રણ વખત પ્રમોશન ન મળતા વ્યથા અનુભવતી હોય છે ,પણ દીકરી પલ્લવીને એક ઊંચી સારા પગારની નોકરી મળતાં ..દીકરી નોકરી છોડી માતા પિતાને ખુશ રાખવાની વાતો કરે છે અને આ કારણે ખુશીના ઓવરટેઈકની લાગણી આનુભવતી નારી. આ વાર્તા નુ સુંદર પોઝીટીવ પોએટીક જસ્ટિસ થી સમાપન કરવામાં આવેલ છે.

૫. ત્રીજો પુરુષ એકવચન. 

                     વાર્તા :- ૫. 

વાર્તાનુ નામ  : તાકત 

લેખક : ધર્મેન્દ્રસિંહ રાઠોડ

૧ વાર્તાનો પ્રકાર : રહસ્યકથા

 (વાર્તા નો વિષય : દેશદ્રોહ માંથી વાપસી)

૨ લેખક શું કહેવા માંગે છે?

ઉતર: એક પુસ્તક  ટ્રેઈન્ડ આતંકવાદી ને પણ  ફરી માનવી બનાવી શકવાની તાકત ધરાવે છે.

૩ લેખકનુ કોઈ વિધન નથી પણ એમ કહી શકાય કે .. વાચન  થકી.. *ઝેર ઓકાયુ અને અમ્રૃતનુ સિંચન થયુ*

૪  સારાંશ : સરહદ પારથી આવેલ એક નવોજ ટ્રેઈન્ડ આતંકવાદી પોલીસ થી બચવા રોજ લાઈબ્રેરી માં છુપાય છે પુસ્તકો વાંચે છે અને ભાઈના આતંકવાદ ફેલાવવાના ઓર્ડરની રાહ જુએ છે . વાચન થકી મન બદલાય છે પોલીસ ને ભાઇના નાપાક  ઇરાદાની જાણ કરી ભાઈ સાથે છેડો ફાડે છે અને હવે આખું શહેર તેને પોતીકુ મિત્ર લાગવા મંડે છે.

૫ ત્રીજો પુરુષ એક વચન 

__________________________________

 ૧૩) પૂજા (અલકા) કાનાણી.

વાર્તા_૧

શીર્ષક_ મંગલા.

લેખક_ પરિગ્રહી માંડલિયા.

સંદર્ભ_ અખંડ આનંદ

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર__ માનવીય સંબંધો વિષે.

૨_ વાર્તા દ્વારા લેખક કહેવા શું માગે છે?

ઉત્તર_સમાજ કે સંસ્થા દ્વારા બનાવેલાં નિયમના પાળી શકવા પાછળ મજબૂરી પણ હોય શકે.

૩.__વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક/રાજકીય વિધાન કર્યું છે? શું? સામગ્રી

ઉત્તર__તેમનામાંથી સહાનુભૂતિ સુકાઈ ન હતી એટલે તાબડતોબ નિયમોના બંધિયારપણા માંથી નીકળી ઉદારતાનો દીવો પ્રગટાવ્યો.

૪.__વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર_ જૈન સોસાયટીના ટ્રસ્ટી દ્વારા ગરીબ જૈનોને.અમુક નિયમો સાથે મકાન આપ્યા હતા પણ,પારકા ઘરે કામ કરનારને વધ્યું ઘટયું હોય એ ખાવા મળે એમાં કાંદા બટેટા પણ હોય. બાવીસો રૂપિયામાં ચાર જણનું પૂરું કઈ રીતે થાય. ઘણી વાર ભૂખ્યું પણ રહેવું પડે.ગરીબી અને ભૂખને વળી ભલા ક્યાં નિયમ લાગુ પડે.

૫._કથનશૈલી શું છે?

ઉત્તર_ ત્રીજો પુરુષ એકવચન.

*વાર્તા __૨

શીર્ષક_ ઘરનું ઘરેણું

લેખક_ વાસુદેવ સોઢા.

સંદર્ભ_અખંડ આનંદ.

૧._ વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર__ માનવીય સંબંધો વિષે.

૨._ વાર્તા લેખક કહેવા શું માગે છે?

ઉત્તર_મળ્યા વગર કોઈ વિષે પૂર્વગ્રહ બાંધી લેવો.

૩._વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર_યુવતીના આવા સેવાભાવથી બંન્ને ગદગદિત થઈ ગયાં.તેઓએ પ્રેમપૂર્વક યુવતીના માથે હાથ ફેરવીને કહ્યું”બેટા,સાવ અજાણ્યાને આટલી બધી મદદ કરવા બદલ ભગવાન તારું ભલું કરશે.”

૪._ વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર_ માતા પિતા_ દીકરાએ પસંદ કરેલી છોકરી સાથે વગર જોયે લગ્ન કરવાની ના પાડે છે.હોસ્પિટલમાં બન્ને એકલા હોય ત્યારે એક અજાણી યુવતી ખૂબ મદદ કરે અને ઘરે પણ પહોંચાડે.કુદરતી એજ એના દીકરાની વહુ નીકળે છે. માતા પિતા એવું માને છે.આજની છેલબટાઉ છોકરી ઘર ન સાચવે.પણ ઘણીવાર આપણી માન્યતા ભૂલભરેલી પણ નીકળે.માનવીને બધા ગ્રહ માં સૌવથી નડતો ગ્રહ હોય તો એ પૂર્વગ્રહ છે.

૫._ કથનશૈલી શું છે?

ઉત્તર_ ત્રીજો પુરુષ એકવચન.

વાર્તા __૩.

શીર્ષક_ મકાન .

લેખક_ શશીકાંત દવે.

સંદર્ભ_અખંડ આનંદ.

૧._ વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર_ માનવીય સંબંધો વિષે.

૨_ વાર્તાના લેખક કહેવા શું માગે છે?

ઉત્તર_ગામડાઓનુ શહેરીકરણ.

૩._વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/ સામાજિક રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર_ માનવીય લાગણીઓને સંઘરી બેઠેલા ઘરને શોધતી શાંતાબેન અને સરલાબેનની આંખોનો ભેજ ક્રોંક્રિતની દીવાલોમાં જાણે શોષાય રહ્યો હતો.

૪._ વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર_ સીતેર વર્ષના શાંતાબેન કલકત્તાથી પહેલીવાર જૂના મકાનને જોવાને યાદો ને જીવંત કરવા મહુવા આવ્યા હતાં.પણ શહેરી હવા ગામડાં ને પણ લાગી ચૂકી હતી.શેરી એટલે આખું ઘર.જ્યાં  સુખ દુઃખ પોતીકા હતા.અને આજે પાકા રસ્તા ,મોટા મોટા બંગલા ,વીજળીના જળ -હળાટ વચ્ચે આત્મીયતા કયાંય જોવા નહોતી મળતી.

૫._ કથનશૈલી શું છે?

ઉત્તર_ ત્રીજો પુરુષ એકવચન.

વાર્તા__ ૪.

શીર્ષક__અનુભૂતિ.

લેખિકા__સ્મૃતિ નરેશ સોલંકી.

સંદર્ભ__અખંડ આનંદ.

૧.__ વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર__ માનવીય સંબંધો વિષે/ સામાજિક સમસ્યા.

૨.__ વાર્તાના લેખક કહેવા શું માગે છે?

ઉત્તર__બધા બાળકોની કેપેસિટી  અલગ હોય . આપણાં બાળકની સરખામણી બીજાનાં બાળક સાથે નાં કરવી.

૩.__ વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/ કોઈ સામાજિક રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર__” મારી દીકરી ની સફળતાથી હું ખુશ છું. મારે ઝાઝું કઈ નથી કહેવું.ફક્ત સર્વે વાલીઓને એક ખાસ સંદેશ આપવાનો છે કે તમારા બાળકને ક્યારેય બીજાં કરતાં ઉણા કે ઓછા નાં સમજશો તેમને જેમાં રસ પડે તે વિષય ભણવામાં તેમને પ્રોત્સાહન આપશો તો તેમનામાં રહેલી પ્રતિભાનો પરિચય થશે.”

૪.__ વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર__ રમાકાંતભાઇ પોતાના બાળકોને બીજાના બાળકો કરતાં હમેશા ઊંણા સમજતાં. વાતે વાતે ટોકતા એટલે બાળકો એમને પોતાના હૃદયની વાત નાં કરતા.પણ સુરભિબેન હમેંશા પ્રોત્સાહન આપતાં.જેને કારણે બાળકો ખૂબ સફળતા મેળવે છે.

૫.__ કથનશૈલી શું છે?

ઉત્તર_ પ્રથમ પુરુષ એકવચન.

વાર્તા __૫__

શીર્ષક__ સ્વાગત.

લેખિકા__ રમીલા પી.મહેતા.

સંદર્ભ__ અખંડ આનંદ.

૧._ વાર્તાનો પ્રકાર શું છે ?

ઉત્તર__ માનવીય સંબંધો વિષે.

૨.__ વાર્તા દ્વારા લેખક કહેવા શું માગે છે?

ઉત્તર__ મુસીબત સમયે આપણાં બાળકોને આપણે સાથ આપવો જોઈએ.લોકો શું કહેશે એ વિચાર નાં કરવો.

૩.__ વાર્તા દ્વારા લેખકે કોઈ  માનવીય સંબંધો વિષે/ સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર_ ” સમાજમાં એક અપરાધી ને જનમ આપી છૂટો મૂકી દેવો? જનક ભાઈએ તર્ક મૂક્યો ને રંજીતાએ જવાબ આપ્યો.’ માં તારી મમતા શું કહેત? તું શુભના ચહેરા સામે જો.તેને થતું નથી કે નિર્દોષ બાળકનો શો વાંક? જેમ એ રાત્રે મારો પણ નહોતો.

૪.__ વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર _રંજીતા  અને તેની ફ્રેન્ડ કાવેરી એવા હાથોમાં ફસાઈ જાય છે.જ્યાં નર્ક યાતના વેઠવી પડે છે.રોજ નવા હાથોંનુ રમકડું બનવું પડે છે.એન.જી. ઓ. વાળા છોડાવી સુધારગ્રુહમાં મોકલે છે.જ્યાં એક બાર ગર્લ ના પેટ માં બાળક હોય છે.બાળકને જન્મ આપી તે મરી જાય છે.એને લઈ રંજીતા પોતાનાં ઘરે આવે છે ત્યાં દુનિયાની બીકે માવતર તેને નકારે છે .પણ પોતે દુઃખી હતા ત્યારે સમાજ કામ નાં આવ્યો એ વિચારી બન્ને ને અપનાવે છે.

૫.__ કથનશૈલી શું છે?

ઉત્તર _ પ્રથમ પુરુષ એકવચન.

_________________________________

૧૪) રક્ષા બારૈયા

શબ્દો : ૭૮૫

વાર્તા : ૧

શીર્ષક : માતા-કુમાતા 

લેખક : મૂળ લેખક – ભીષ્મ સાહની , અનુવાદક : પંકજ ત્રિવેદી 

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : માનવીય સંબંધો 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે? )

ઉત્તર : વિષય – સ્ત્રી માત્ર માતૃત્વ માટે કોઈપણ લડાઈ લડી શકે. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર :  વાર્તામાં નોંધપાત્ર સંવાદ  કે વિધાન નથી.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો. ત્રણથી ચાર વાકયોમાં લખશો. 

ઉત્તર : બે સ્ત્રીઓ એક બાળક માટે લડી રહી છે . એકે જન્મ આપ્યો છે અને બીજીએ દૂધ પીવડાવીને ઉછેર કર્યો છે. ઉછેરનારી માતા વણઝારણ છે અને પોતાના કાફલા સાથે જવા ઈચ્છે છે જ્યારે જન્મ આપનારી માતા નિરાધાર છે. આખરે પોતાના કાફલા પાસે જવાનો નિર્ણય કમને ફગાવીને વણઝારણ બાળકને ખાતર ત્યાં જ રહી પડે છે 

૫. રજૂઆત ( ફોર્મ ), કથન શૈલી શું છે. 

ઉત્તર : વાર્તાની રજુઆત એકદમ સરળ છે  .

કથનશૈલી : ત્રીજો પુરુષ           

વાર્તા : ૨

શીર્ષક : લાશને નામ ન હતું ! 

લેખક : ચંદ્રકાંત બક્ષી 

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : માનવીય સંબંધો 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે? )

ઉત્તર : માણસ પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવતા કેટલી તડજોડ કરે છે, તેમન  સામાજિક મૂલ્યો વ્યક્તિગત જવાબદારી છે .

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : ના

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો. 

ઉત્તર : દસ દિવસનું એક બાળક કે જેનું હજુ નામ પણ નક્કી નથી થયું તેનું મૃત્યુ થયું છે . હોસ્પિટલમાંથી સ્મશાન સુધીની લાગણીશીલ વિચારયાત્રા રજૂ થઈ છે 

રજૂઆત ( ફોર્મ ): 

ઉત્તર : સરળ અને રસપ્રદ રજુઆત 

૫. કથનશૈલી 

ઉત્તર : ત્રીજો પુરુષ 

વાર્તા : ૩

શીર્ષક : લીલ

લેખક : કિરીટ દૂધાત 

૧. વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર : માનવીય સંબંધો 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? ( વાર્તાનો વિષય શું છે? )

ઉત્તર : કોઈ ચોક્કસ સંદેશ નથી , એક સ્નેહ સબંધ કે જેને સામાજિક દરજ્જો નથી મળ્યો એની વાત છે. 

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર :તમારા ક્યાં રૂપિયો – નાળિયેર આપી દીધેલાં છે તે રોવા બેઠાં છો? 

૪. વાર્તાનો સાર લખી કાઢો. 

ઉત્તર : કુંવારા , લગ્ન કર્યા વિના મૃત્યુ પામે એવા વ્યક્તિની લીલ પરણાવે છે . જે યુવતી સાથે એનો પ્રેમ હતો એ આખી ઘટના વર્ણવે છે . બન્ને વચ્ચે બહુ થોડા સમય પૂરતો જે પ્રેમ હતો એ લગ્ન સબંધના વર્ષોના સહવાસ કરતા પણ વધુ ઉમદા હતો એવું જણાય છે .

રજૂઆત ( ફોર્મ ) 

ઉત્તર : કાઠિયાવાડી બોલીમાં લખાયેલા અમુક સંવાદો અને સરળ ગુજરાતી 

૫. કથનશૈલી

ઉત્તર : બીજો પુરુષ 

વાર્તા : ૪ 

શીર્ષક : કાગળની હોડી 

લેખક : કુન્દનિકા કાપડીઆ 

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : પ્રકાર હું ચોક્કસ સમજી નથી શકી , ઘટના પ્રધાન છે એવું મને લાગે છે. 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? વિષય શું છે? 

ઉત્તર : વાર્તામાં એક ઘટના બની છે જેના અંતમાં એક અલગ જ સંવેદના અનુભવાય છે .

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું? 

ઉત્તર : હેં, તનીયા, જે હોળી તરેય નઈ અને ડૂબેય નઈ એનું શું થાય ? 

૪.  વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : ભેરુ સાથે પરાણે વગાડે ગયેલા જીવલાને સાપ કરડ્યો છે . તનીયાને ખબર છે કે જીવાને સાપ કરડ્યો છે અને એના લીધે એનું મૃત્યુ પણ થઈ શકે છે . વાર્તાના અંત સુધી અજાણ જીવો તનીયા સાથે પોતાને ઘરે , ગામ સુધી લઈ જવા માટે કહે છે. આખરે એને ખબર પડે છે કે પોતાને સાપ જ કરડ્યો છે ત્યારે જાણે મૃત્યુ સ્વીકારી લીધું હોય એમ આંખ મીંચી જાય છે.

રજૂઆત ( ફોર્મ )

ઉત્તર : સંવાદોમાં તળપદી ગુજરાતીની છાંટ છે , સરળ સંવાદો અને ઓછા વર્ણનમાં રજુઆત થઈ છે .

૫. કથનશૈલી 

ઉત્તર : ત્રીજ         

વાર્તા : ૫ 

શીર્ષક : શરીફન 

લેખક : મૂળ લેખક – સઆદત હસન મન્ટો અનુવાદ : શરીફા વીજળીવાળા 

૧.વાર્તાનો પ્રકાર શું છે? 

ઉત્તર : સામાજિક સમસ્યા / માનવીય સંબંધો 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? વાર્તાનો વિષય શું છે?

ઉત્તર :  ક્રોધમાં , ધર્માંધ વ્યક્તિ વિવેકબુદ્ધિ ગુમાવી બેસે છે . સારા નરસાના ભાન વગર એવા કૃત્યો આચરી બેસે છે જેના ભૂંડા પરિણામ વર્ષો સુધી ભોગવવા પડે છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે / સામાજિક / રાજકીય વિધાન કર્યું છે? શું?

ઉત્તર : એવા કોઈ સંવાદો નથી .

 ૪. વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : ક્રોધ કહો કે ધર્માંધતા , આ વિભાજનની વાર્તા છે . હિંદુ મુસ્લિમ બન્ને સામેના ધર્મની વ્યક્તિને કોઈપણ ભોગે નુકશાન પહોંચાડીને બદલો લેવા માંગે છે. શરીફનનો બાપ કાસીમ પોતાની 15 વર્ષની દીકરીની નગ્ન લાશ જોઈને ભાન ગુમાવી બેઠો છે , એ જ ક્રોધમાં એ પોતાની દીકરીની જ ઉંમરની હિન્દૂ દીકરી પર બળાત્કાર કરે છે એને મારી નાંખે છે. આ બર્બરતા ક્યાંય અટકતી નથી .

રજૂઆત ( ફોર્મ )

ઉત્તર : આક્રમક શૈલી 

૫. કથનશૈલી શું છે?

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન. 

_________________________________

 ૧૫) આરતી રાજપોપટ

વાર્તા-૧ શીર્ષક: એષ્ણા 

લેખક: ડો. ચારુતા ગણાત્રા ઠકરાર

સંદર્ભ: ઓનલાઈન

૧.વાર્તાનો પ્રકાર: સામાજિક (કલ્પિત)

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: ઈશ્વર ખુદ જ્યારે માનવજન્મ લઈ અવતરે છે ત્યારે માનવ મનના સ્પંદનો અને લાગણીથી અલિપ્ત રહી શકતા નથી.

૩.વાર્તા દ્વારા લેખકનું કોઈ સામાજિક, રાજકીય વિધાન:

ઉત્તર: “લક્ષ્મીપતિ પોતાની પાસે લક્ષ્મી ન હોવાનું કહીને પોતાની માયાનો વધુ કોઈ ખેલ રચતા હતા.”

૪.વાર્તાનો સારાંશ: માધવ, શ્રીકૃષ્ણ રાધાથી જુદા પડ્યા પછી ફરી ક્યારેય રાધાને મળ્યા નથી. પરંતુ, કથામાં એક કાલ્પનિક દિવસે માધવ ફરી પૃથ્વી પર આવ્યા છે અને દ્વારિકા નગરીમાં વિચરણ કર્યું. દિવસના અંતે રાધાને મળ્યા. આ કથાનક અહીં વિસ્તૃત રીતે રજૂ થયું છે.

૫. કથનશૈલી: પહેલો પુરુષ એકવચન, ત્રીજો પુરુષ બહુવચન.

વાર્તા -૨ શીર્ષક: સૌભાગ્યવતી

લેખક: રા.વી.પાઠક

સંદર્ભ: ઓનલાઈન

૧.વાર્તાનો પ્રકાર: માનવીય સબંધો વિશે.

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: એક નારીના મનની વાત અને જીવનની પીડા ખૂબ સુંદર અને સરળ રીતે રજૂ થઈ છે.

૩.લેખકનું સામાજિક રાજકીય વિધાન:

“ખરાબ માણસ બૈરીને ને કવિતાને બંનેને બગાડે છે.”

૪.વાર્તાનો સારાંશ: સ્ત્રીની ઈચ્છા અનિચ્છા, ગમા-અણગમા બધું પુરુષપ્રધાન સમાજમાં માત્ર ને માત્ર એક પુરુષને આધીન છે. સ્ત્રીનું મન કોઈ મહત્વ નથી ધરાવતું. એ ફક્ત ભોગવવાનું સાધન છે એવી પીડાથી વ્યથિત  બે નારીના મનની વાત સુંદર શૈલીમાં કહેવાઈ છે. જે લગભગ સિત્તેર વર્ષ પહેલાના સમયની હોવા છતાં આજે પણ એટલી જ સાંપ્રત લાગે છે.

૫. કથનશૈલી: પહેલો પુરુષ એકવચન

વાર્તા-૩ શીર્ષક: લાડકો રંડાપો

લેખક: ઝવેરચંદ મેઘાણી

સંદર્ભ: મેઘાણીની વાર્તાઓ

૧.વાર્તાનો પ્રકાર: સામાજિક સમસ્યા

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: બાળ વિધવા બનતી સ્ત્રી સાથે રૂઢિ રિવાજના નામે થતા સામાજિક અત્યાચાર સામે ક્રાંતિ જગાવે છે.

૩.લેખકનું સામાજિક, રાજકીય વિધાન:

“ભાઈ, લોકોપવાદ ને કોણ જીત્યું છે? મારું ગજું નથી. દીકરીનું વળી જે થાય તે ખરું! જેવા એના તકદીર! કોઈ શું કરશે? આખા જન્મારાના રંડાપા કરતા મોત શું ખોટું?”

૪. વાર્તાનો સારાંશ: 

૫.નાની વયે પતિ ખોઈ બેસતી એક સ્ત્રીને સાંત્વના આપવાની જગ્યાએ ઠોકી બેસાડેલા રિવાજોના નામે “લાડકો રંડાપો” જેવું રૂપાળું નામ એના જેવી જ સ્ત્રીઓ દ્વારા  ત્રાસ ગુજરાય છે. ત્યારે એક પુરુષ હૃદય એની વ્યથાને સમજે છે. 

૫.કથનશૈલી: ત્રીજો પુરુષ એકવચન

વાર્તા-૪ શીર્ષક: અમે રે ઊડણ ચરકલડી

લેખક: વર્ષા અડાલજા

સંદર્ભ: ‘સાંજને ઉંબર’ વાર્તા સંગ્રહ

૧.વાર્તાનો પ્રકાર: માનવીય સબંધો

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: એક સ્ત્રીના જીવનમાં ભણતરનું મહત્વ નોખી રીતે સમજાવે છે.

૩.લેખકનું સામાજિક, રાજકીય વિધાન:

“તમારા જ પેગડામાં એનો પગ છે. બુદ્ધિ જ એને મન જગતનું અંતિમ સત્ય છે.” 

“એ જ ક્ષણે તિરસ્કાર અને દયા બંને થઈ આવ્યા હતા. સમાજના એવા લોકો પર જેમનું હૃદય મૂંગુ થઈ ગયું છે અને લાગણીઓ બહેરી બની ગઈ છે.”

૪.વાર્તાનો સારાંશ: પંદર- સોળ વર્ષની એક મુગ્ધા, યુવતી, પત્ની, માતા થી લઈ સાસુ બનવા સુધીનું એક સ્ત્રીની પુખ્તતા, એના વિચારો, સમજ અને વ્યક્તિત્વમાં ભણતર થી કેવા બદલાવ આવે છે એનું નિરૂપણ વાર્તાની નાયિકાએ લખેલા પત્રો દ્વારા કરવામાં આવ્યું છે. આખી વાર્તા માત્ર પત્રો સ્વરૂપે છે.

૫.કથનશૈલી: પહેલો પુરુષ એકવચન

વાર્તા-૫ શીર્ષક: મજિયારી પછીતના પથ્થરો

લેખક: ચુનીલાલ મડિયા

સંદર્ભ: સાધના દિપોત્સવી અંક 2009

‘સાહિત્ય વારસો’

૧.વાર્તા પ્રકાર: સામાજિક સમસ્યા અને માનવીય સબંધો.

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

ઉત્તર: સંબંધોમાં વિષમતા આવે તો પણ લોહીના સબંધો ભુલાતાં નથી.

૩.લેખકનું સામાજિક, રાજકીય વિધાન:

“પછીતના મૂંગા પથ્થરો કાશીનાથના કાનમાં જાણે કે કહી રહ્યા હતા : અમે કેવળ ઈંટ ચૂનાના બનેલા નથી, હો! અમારે પણ હૃદય છે, લાગણી છે, પ્રેમ છે… ” 

૪. વાર્તાનો સારાંશ: સ્ત્રીઓના ઝગડા અને ઉશ્કેરણીથી અલગ સ્વભાવ ધરાવતા બે ભાઈઓ એક ઘરમાં જ પછીત બનાવી જુદા થઈ જાય અને દેરાણી જેઠાણી વચ્ચે થતા ઝગડા કેવું વરવું રૂપ ધારણ કરે છે. અને  લોહીનો પોકાર શું કરાવે છે વાતનું ખૂબ સરસ ચિત્રણ થયેલું છે.

૫. કથનશૈલી: ત્રીજો પુરુષ એકવચન

                    ________________________________                   

૧૬)  અર્ચિતા દીપક પંડ્યા 

વાર્તા-૧ શીર્ષક: શ્રદ્ધા 

લેખક: એન્તોન ચેખોવ અનુ: કાલિન્દી પરીખ

સંદર્ભ: કુમાર 

વાર્તા : માનવીય ગુણોને અને જીવન મૂલ્યોને ઉજાગર કરવા

શૈલી :ત્રીજો પુરુષ એકવચન

૧.વાર્તાનો પ્રકાર: સામાજિક 

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: ઈશ્વર ખુદ જ્યારે માનવજન્મ લઈ અવતરે છે ત્યારે માનવ મનના સ્પંદનો અને લાગણીથી અલિપ્ત રહી શકતા નથી.

૩.વાર્તા દ્વારા લેખકનું કોઈ સામાજિક, રાજકીય વિધાન:

ઉત્તર: માણસજાતમાં શ્રદ્ધા મૂકવાની વાત કરે છે કારણ કે એ જ માનવીમાં ઉમદા લાગણી જગાડે છે.

સારાંંશ: વાર્તાનો નાયક એક ગ્રીનહાઉસનો માળી છે. નગરજનો ગુનાહિત કૃત્ય કરનાર માણસને માફી અપાય છે તે વિશે અણગમો વ્યક્ત કરે છે ત્યારે ચર્ચામાં ભાગ લઈને તે મુખ્યમાળી સ્પષ્ટ રીતે કહે છે કે પુરાવા નહીં પણ માનવીમાં શ્રદ્ધા રાખવી એ જ અદ્ભૂત છે અને એમ કરવું જ જોઈએ. એમ કહી એક ખૂનીની વાર્તા કહે છે, જે કદાચ એ પોતે જ છે એવી આપણને શંકા જાય છે.

વાર્તા -૨ શીર્ષક: પ્રતિબિંબ

લેખક: નિલેશ રાણા

સંદર્ભ: કુમાર

૧.વાર્તાનો પ્રકાર: પતિ પત્નીના સંબંધો અને લગ્નજીવન વિશે

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: લગ્ન એ જવાબદારી વહેંચવા એક પાત્ર મેળવવું એના કરતાં પસંદગી પૂર્વક જીવવું

૩.લેખકનું સામાજિક રાજકીય વિધાન:એકવાર વર્તુળ રચ્યા બાદ એના કેન્દ્રમાંથી છટકવું સહેલું નથી. 

૪.વાર્તાનો સારાંશ: સ્ત્રી કે પુરુષ પોતાનું અસ્તિત્વ ભૂલી લગ્નજીવનની જવાબદારી નિભાવે છે. એક વખત એવો આવે છે રચાયેલી સૃષ્ટિ એની ધરી પર આપોઆપ ફરતી હોય એવું લાગે. ત્યારે પોતાના જ અસ્તિત્વની ખોજ તરફ મન દોડે છે. જેની પ્રબળ ઈચ્છામાં લગ્નજીવન તોડવાના સંયુકત નિર્ણય પર આવે છે. અને નવાઈની વાત એ છે કે લગ્નની પચીસમી વર્ષગાંઠે બંને પતિ પત્ની એકસાથે જ આ ઠરાવ એક ચમત્કૃતિની જેમ મૂકે છે. 

૫. કથનશૈલી: ત્રીજો પુરુષ એકવચન.

વાર્તા-૩ શીર્ષક: છેડા છૂટ્ટા

લેખક: પારૂલ કંદર્પ દેસાઈ 

સંદર્ભ: કુમાર

૧.વાર્તાનો પ્રકાર: સામાજિક

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

સ્ત્રી પગ નિર્ભર થઈ પુરુષના અવલંબનથી આત્મવિશ્વાસ વડે છૂટી આગવી ઓળખ બનાવી શકે છે. 

૩.લેખકનું સામાજિક, રાજકીય વિધાન:આ પંખીની ઉડાઉડ, આકાશ નું ખાલી થવું – ભરાવું. ના – ના હવે નહીં. 

જેણે સતત રહીને જીવનમાં સાહચર્ય આપ્યું નથી એનું અવલંબન નહીં રાખી સ્વતંત્ર જીવવું. 

૪. વાર્તાનો સારાંશ: લગ્ન પછી અમેરિકા જઈને, પુત્રીને જન્મ આપીને, પતિને ધંધામાં ખોટ જતાં ઈન્ડિયા પાછું આવવું પડે છે. પતિના ન આવવાના  બહાનાઓ કે કારણોને લીધે પુત્રીને એકલે હાથે નોકરી કરીને અનેક તકલીફો વચ્ચે મા ઉછેરે છે. ડોક્ટર પણ બનાવે છે. પતિના પાછા આવવાના એક સમાચારથી પત્ની ખુશ થઈ રાહ જોવા લાગે છે પણ પછી ખ્યાલ આવે છે કે એ કદાચ ખાલી મળવા આવીને પાછો જતો રહેશે તો? એ વિચારથી એનામાં સ્વતંત્રતા અને નિર્ણય પ્રગટે છે. 

૫.કથનશૈલી: ત્રીજો પુરુષ એકવચન

વાર્તા-૪ શીર્ષક: રેડ લાઇટ સિગ્નલ 

લેખક: વર્ષા અડાલજા

સંદર્ભ: કુમાર

૧.વાર્તાનો પ્રકાર: સામાજિક દૂષણ અને એના નિવારણ પ્રત્યે ઉદાસીનતા 

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર: એક સ્ત્રીના જીવનમાં ગરીબી લોહીના વેપાર તરફ કેવી રીતે લઈ જાય એનો લેખકે કરુણ ચિતાર આપ્યો છે. 

૩.લેખકનું સામાજિક, રાજકીય વિધાન:

“ઘણાં ઉબડ ખાબડ રસ્તા સોશિયલ વર્ક કરતા આવ્યા. ઈશ્વર પ્રત્યે ની શ્રદ્ધા ઉઠી જાય એવા દ્રશ્યો જોયાં. દુનિયાના વહેવારો પર ભયંકર અણગમો થઈ જાય એવા પ્રસંગોની સાક્ષી બની. પણ ક્યારેક મનુષ્યમાં શ્રદ્ધા બેસે એવા અનુભવ પણ થયા” 

૪.સારાંશ:અદ્ભૂત વાર્તા. વેશ્યાઓ દીકરો એની માને આ કીચડમાં ન છૂટકે ખૂંપી જતી જૂએ છે. બાળક તરીકે કંઈ ન કરી શકનાર લાચાર દીકરો સારું ભણીને સંસ્થાની મદદથી પગભર થાય છે. સંસાર માંડે છે. અને ભણતી પુત્રીને દાદી પર નિબંધ લખવાનો આવતા ફરીથી માની દર્દભરી સ્મૃતિ નાયકના મનમાં તાજી થાય છે. એને શોધવ્ના પ્રયત્નો નિષ્ફળ થાય છે અને તેમ ન કરવાની તકેદારી પણ અપાય છે ત્યારે નાયક ભાંગી પડે છે અને પોતાને મળતી સમૃદ્ધિ પાછળ માનો ભોગ લેવાયો છે એ વ્યથા એને પીડે છે. 

૫.કથનશૈલી: ત્રીજો પુરુષ એકવચન

વાર્તા-૫ શીર્ષક: પરિપૂર્ણ 

લેખક: રેણુકા પટેલ 

સંદર્ભ: કુમાર 

૧.વાર્તા પ્રકાર: માનવીય સંબંધો અને જીવનમૂલ્યો.

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

ઉત્તર: સંબંધોનો ફાળો વ્યક્તિત્વ ઘડતરમાં છે. જીવન મૂલ્યવાન છે

૩.લેખકનું સામાજિક, રાજકીય વિધાન:

” લાગણીઓને સંવેદન સાથે રમવા ન દેવાય. જીવન કેટલું મૂલ્યવાન છે એ સમજવું જરૂરી છે” 

૪. વાર્તાનો સારાંશ:   ખૂબ સરસ ચિત્રણ થયેલું છે.

મા વિનાની પુત્રી સંજોગોવશાત નોકરી માટે પિતાથી દૂર રહે છે પણ પિતા અવારનવાર એની પાસે આવી રહે છે. પુત્રી એક પુરુષને લીધે એની જિંદગી ન બગાડે તે માટે સલાહ આપે છે. અને તારી મા હોત તો આવું ન થાત કહી દોષ પોતાને જ આપી દીકરીમાં સકારાત્મક બદલાવ લાવે છે. 

૫. કથનશૈલી: ત્રીજો પુરુષ એકવચન

                    _________________________________                   

૧૭) હિમાલી મજમુદાર

વાતૉ : ૧  શીષૅક : મૃગજળ

લેખક : મરિયમ ધૂપલી 

૧. વાતૉનો પ્રકાર : સામાજિક પ્રેમકથા

૨. વાતૉ દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

ઉત્તર : વાતૉના નાયક અને નાયિકા એક-બીજાની નજીક હોવા છતાં હજારો માઈલના અંતરે હોય તેવું દશૉવી રહ્યા છે.

૩.સામાજિક વિધાન થયું છે?

ઉત્તર : મનોવિજ્ઞાન પણ એજ દશૉવે છે, કે સાચી ખુશી ગુણવત્તાયુક્ત જીવનથી નહીં પણ ગુણવત્તાયુક્ત સબંધોથી જ મળે છે.

૪.વાતૉનો સારાંશ લખો.

ઉત્તર : સામાજિક સમસ્યાને કારણે પ્રેમાળ પરિવારથી દૂર થઈ,નાયિકા ત્રિજીયા “ત્રિજીયા”મટી વિદેશી મોજાઓ દ્વારા ‘ત્રીજ’ થઈ જવું એજ સ્વપ્ન ધરાવતી મિત્રને માટે સમીર પોતાના આદર્શને નેવે મૂકે છે. તેની સાથે લગ્ન કરી ત્રિજીયાના અપરિપકવ વિચારોને સાચી દિશા આપવામાં સફળ થાય છે.

૫. કથન શૈલી શું છે?

ઉત્તર : પ્રેમમાં પરિણમેલી મિત્રતા

પહેલો પુરુષ એક વચન

વાતૉ:૨ શીષૅક :લોકેટ 

લેખક : ધીરુબેન પટેલ 

૧.વાતૉનો પ્રકાર :

ઉત્તર : સામાજિક -માનવીય સબંધો વિશે.

૨.વાતૉ દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર :મા અને દિકરાનો એક બીજા પરત્વે અહોભાવ અને જવાબદારી માટે  અત્યંત સંવેદનશીલ છે.

૩.સામાજિક વિધાન થયું છે ?

ઉત્તર : “જમાનો બહુ ખરાબ આવ્યો છે, ભરત ! બૈરાં માણસે રાતવરત બહાર નિકળવું સારું નહીં. જોઈતુંકરતું તું લાવી આપતો હોય તો?”

૪. સારાંશ : દીકરાના ભવિષ્ય માટે માતા પોતાના ભૂતકાળને છૂપાવી તેનો ઉછેર કરે છે. પૈસાની તંગીની અસર દીકરા પર પડવા દેતી નથી. પણ રાતના સમયે બહાર નિકળતી મા માટે શંકા જતાં, લોકેટમાં વર્ષોથી જળવાઈ રહેલા માનાં આદર્શ માટે શંકા જાય છે.અને અંધકારમાં ગલીચ જગ્યાએ જતી મા નો પીછો કરી, સત્યને જાણી એ ફેંકી દીધેલ લોકેટને ગળે બાંધી માના વ્યક્તિત્વને થાબડે છે.

૫. કથન શૈલી શું છે ?

માતા અને પુત્રની એક-બીજા પરત્વેની સંવેદના.

પહેલો પુરુષ એકવચન

વાતૉ: ૩ – શીષૅક : પ્રેમના આંસુ

લેખક : કુંદનિકા કાપડિયા

૧. વાતૉનો પ્રકાર : પ્રેમ કથા 

૨. વાતૉ દ્વારા લેખક શું કહેવા માગે છે ?

ઉત્તર : આ બાળકની મૂંગી  ભાષામાં કોને ખબર કેટલી રહસ્યમયી વાતોનો ભંડાર ભયૉ હતો.

૩.વાતૉ દ્વારા લેખકે કોઈ માનવિય સબંધ વિષે સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે ? શું ?

 ઉત્તર : હા સામાજિક વિધાન  કર્યું છે.

“દીકરાતો બધાને હોય છે, પણ તારાની તો વાત જ નિરાળી છે.”

૪.વાતૉનો સારાંશ : એવી માતા જે પોતાના વહાલસોયા બાળકને જ સવૅસ્વ માનતી હોય છે. તે બાળક માંદગીને કારણે મૂંગુ બનીને અપંગ થઈ ચાલી શકતું નથી,તે વેદના અસહ્ય બનતા માતા પોતે પણ મૃત્યુની સમીપ પહોચે છે.પોતાના અંત સમયે તેના વાંકળિયા વાળમાં હાથ ફેરવી પ્રેમના આંસુ થી ભીંજવી દે છે. જગતના સૌથી સુંદર બાળકના સ્વરૂપને જોઈ નવી માતા પુત્રને આલિંગનમા લઈ વાત્સલ્યની વર્ષા કરે છે,ત્યારે રચાયેલા એ ભાવવિશ્ર્વને જોઈ પિતાની આંખોમાં પ્રેમના આંસુ સરી પડે છે.

૫. કથન શૈલી શું છે?

માતા અને પુત્રની મૂક વેદનાની કરુણાસભર અભિવ્યક્તિ.

બીજો પુરુષ એક વચન.

 વાતૉ : ૪ શીષૅક: સોના ઈંઠોણી રૂપા બેડલું 

લેખક : વષૉ અડાલજા

૧. વાતૉનો પ્રકાર શું છે?

ઉત્તર : સામાજિક માનવિય સંબંધો વિષે.

૨.વાતૉ દ્વારા લેખક શું કહેવા માંગે છે?

ઉત્તર : ભીની માટીની સુંગધથી પિયરમા આવેલી દીકરીને કદાચ વીતી ગયેલા બચપણનો એક અંશ મળી જતો હશે.

૩.વાતૉ દ્વારા લેખકે કોઈ માનવિય સબંધો વિષે,સામાજિક/ રાજકીય વિધાન કર્યું છે?શું ?

ઉત્તર : દીકરી મોટી થઈ,એક સ્ત્રી બનીનેય માની છે ક નજીક આવી જાય છે. દીકરો પુરુષ બનીને થોડો દૂર થઈ જાય છે.

૪.વાતૉનો સારાંશ : વરસાદના વાવડ મળતા પિયરમા આવેલી દીકરીને માના સાનિધ્યમાં હૂંફનો અનૂભવ કરી રહી હતી. પશુ,પક્ષી,ફળ,ફૂલ ઝૂલીઝૂલીને વતનમાં આવેલી સાહેલીના ગાલે હેત ભર્યું સ્પર્શી જતાં હોય એવી અનૂભૂતી થાય છે. પ્રાકૃતિક સવારની દૈનિક ક્રિયામા દેડકાં, કૂતરા, બિલાડી, ખિસકોલી જેવા સ્વજનો બાનો પરિવાર છે, જે રોજ હાજરી પુરાવી જાય છે. આમ કાળની સંદુકમાં પૂરી રાખવા જેવો આટલો મૂલ્યવાન સમયખંડ ને માણવા માટે માનો દીકરો બનવા કરતાં દીકરી બનીને જન્મવાનું સૌભાગ્ય નોખું છે.

૫.કથન શૈલી  

પ્રકૃતિ સાથે જોડાયેલી ભાવાત્મક અભિવ્યક્તિ.

ત્રીજો પુરુષ એક વચન

વાતૉ : ૫ ટૂંકી લીટી – લાંબી લીટી

(કાંઠાનું જળ ) વાતૉ સંગ્રહ

લેખક : કંદર્પ દેસાઈ

૧.વાતૉનો પ્રકાર શું છે ?

ઉત્તર : માનવિય સબંધો વિષે

૨.વાતૉ દ્વારા લેખક શું કહેવા માંગે છે ?

ઉત્તર : કેટલા રંગો વિખરાઈને પડ્યા છે આ પ્રકૃતિમાં!કંઈ પાર નથી! કહો,એક લીલા રંગમાજ કેટલી બધી છટાઓ છે!

૩.વાતૉ દ્વારા લેખકે કોઈ માનવિય સબંધો વિષે/ સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું ?

ઉત્તર : સાવ અજાણ્યો નહીં, તેવા છોકરાની મૌન પ્રશંસાપૂર્ણ નજરો. કેમકે એણે મારી સફળતાની આગાહી કરી હતી. મારી શક્તિમા અસાધારણ રીતે વિશ્વાસ જાહેર કયૉ હતો.

૪. સારાંશ : પતિ મિહિરના સહજ સરળ સ્વભાવમા કલાકાર સ્વાતિનું જીવન ગોઠવાયેલું છે.અનિલના આગમનની જાણ થતાં, કેનવાસ પર સ્પર્શ કરતાં ધૂંધળો અને ખરબચડો આભાસ તે અનૂભવે છે.કાળા ઘોડાના અસવારની લાગણી બદલાઈ ગઈ છે. માટે મા કહે છે, ટૂંકી લીટી જેવો સંગાથ કરતાં લાંબી લીટીનો વિચાર કરી તારી ભાવનાઓને સમજનાર પાત્રને તારા જીવનનું અંગ બનાવ.એકજ રંગના અલગ – અલગ શેડઝનો અથૅ એક કલાકાર તરીકે લાંબી લીટીના સંગાથ એવા મિહિરના સાનિધ્યમાં સમજી શકી હતી.

૫.કથન શૈલી 

ત્રીજો પુરુષ એક વચન

૧૮) પ્રિયંકા સોની

 *વાર્તા : ૧* . 

વાર્તા : મા મા શાધિમામ  

લેખક :ધ્રૃવ ભટ્ટ

૧. વાર્તાનો પ્રકાર શું છે? 

*ઉત્તર: માનવીય સંબંધો 

૨. વાર્તા દ્રારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?) :

*ઉત્તર :કોણ કોના ઋણ કયારે અદ્રશ્યરુપે ઉતારી જાય છે તે કહેવુ મુશ્કેલ છે .

૩. વાર્તા દ્રારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે /સામાજિક /રાજકીય વિધાન કર્યું છે? શું?

    *ઉત્તર: માનવીય સંબંધો વિષે સામાજિક વિધાન કર્યું છે. બાળપણના સખા સખીઓ કહ્યા વગર પણ બધું સમજી જાય છે એવી લાગણીઓનું નિરૂપણ કર્યું છે.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો: 

*ઉત્તર : આ વાર્તા વાંચતા જ બાળક કેવા ભોળાં હોય છે તે અનુભૂતિ થાય છે, સાથે કોના ઋણાનુંબંધ ક્યારે કોની સાથે જોડાયેલા હોય છે લેખકે એ તાદ્ર્શ્ય કર્યુ છે.  

૫. કથનશૈલી શું છે? 

ઉત્તર : પ્રથમ પુરુષ એકવચન 

*વાર્તા : ૨* 

વાર્તા – મળેલા જીવ 

લેખક – પન્નાલાલ પટેલ

૧. પ્રેમકથા

૨.  ગુજરાતી સાહિત્યનાં અમર પ્રણય યુગલ કાનજી અને જીવીની પ્રેમકથા સાથે સમસ્ત  સમાજ્ની સંવેદનકથા છે.

૩. પ્રેમી યુગલની વાતો સાથે સમાજ્નું આબેહૂબ નિરુપણ કર્યુ છે.

૪. કાનજી અને જીવી બન્નેની મુલકાત મેળામાં ચક્ડોળમાં બેસતી વખતે થાય છે આખી વાર્તા ત્યાંથી

શરુ થાય છે.જીવી પાસે ચક્ડોળમાં બેસવા પૈસા ન હતા ને કાનજી તેને પૈસા આપી તેની સાથે બોલવાના બહાના શોધે છે, પછી પણ જીવીને ફરી ક્યારે મળાશે તે વિચારતો એ ટોળી સાથે ન ચાલતા આગળ -આગળ ચાલ્યો જાય છે.

૫.  ત્રીજો પુરુષ એકવચન. 

*વાર્તા :- ૩*.

વાર્તા : અદ્રશ્ય દિવાલો 

લેખક : માવજી મહેશ્વરી 

૧.  માનવીય સંબંધો 

૨.  મજૂરી કરતી ગ્રામિણ સ્ત્રીની સંવેદના 

૩..દિવસભર તનતોડ મજૂરી કર્યા પછી કશું કહેવા અને સાં ભળવા આતુર પંદર વીસ માણસોનુ ટોળું વાતો કરવા ભેગું થયું છે  

૪. આખો દિવસ મજૂરી કરીને થાકી પાકી ઘરે આવતી ગ્રામીણ સ્ત્રી પોતાના ધાવતા બાળક્ને રડતુ મૂકી ગામના પાદરે સરકારી ટેન્કરની  રાહ જોતી ઉભી હોય છે કે કદાચ એકાદ બેડુ પાણીનું મળી જાય એ પ્રશ્નનું આલેખન કરતી વાર્તા છે 

૫.ત્રીજો પુરુષ એકવચન

*વાર્તા :- ૪* 

વાર્તા :- દેવી પૂજક

લેખક :- માય ડિયર જયુ 

૧. સામાજિક સમસ્યા. 

૨. અભણ લાગતી પ્રજામાં પણ શ્રધ્ધા ભરપૂર હોય છે,મજબૂરીના કારણે માણસ આવી હદ સુધી જાય છે. 

૩. માયાગિરિએ પોટકીની ગાંઠ છોડીને રાડ પાડી,’ અરે આમાં ઘરેણાં ક્યાં છે ? એક્લાં છત્તર જ છે રુપાના,સોનાના ઘરેણાં ક્યાં છે ? માયાગિરિ ધ્રૂજતો હતો,પણ કાંડામાં લટક્તી થેલીને અળગી કરતો નહોતો. 

૪.  તળપદીભાષામાં લખાયેલી આ વાર્તામાં લેખકે માતાનાં મંદિરમાં થયેલી ચોરીની વાત કરી છે, તેમજ આખી વાર્તા તેઓ જેને દોષિત ગણે છે તેનાં બદલે અંતમાં બીજો દોષિત સાબિત થાય છે. આમ,ધીરે ધીરે વાર્તાનો ભેદ ઉકેલતા જાય છે.

૫. પ્રથમ પુરુષ એ

  *વાર્તા :- ૫.* 

વાર્તા : શ્રદ્ધાદીપ 

લેખક :  ભી.ન.વણકર 

૧. માનવીય સંબંધો વિષે.

૨. પોતાના પૂર્વજો સાથે જોડાયેલી વસ્તુઓ સાથેનો પ્રેમ બતાવ્યો છે.

૩. વાર્તા દ્વારા લેખકે પોતાની મા ની સૌથી પ્રિય વસ્તુ બખરિયું વિશેનું આલેખન કર્યુ છે.

4. વાર્તા દ્વારા લેખક પોતાની મા ના મ્રુત્યુ પછી તેમની યાદગિરિરુપે જે બખરિયું સાચવી રાખ્યું છે તેને લઇને એક્દમ ભાવવિભોર થતાં હોય એમ આલેખ્યા છે, એ બાબતે પત્ની સાથે રકઝક પણ કરે છે, વાર્તાનાં અંત સુધી જકડી રાખે એવુ રસપ્રદ નિરુપણ છે.  

૫. પ્રથમપુરુષ એકવચન                                ______________________________

૧૯) જ્યોતિ પરમાર 

વાર્તા:૧- બાયું 

લેખક : કિરીટભાઈ દુધાત

વાર્તાનો પ્રકાર : પારિવારિક

કથનની શૈલી : ત્રીજો પુરુષ એક વચન

સારાંશ : વાર્તા સરસ છે.ભાષા શૈલી ખૂબ સરસ છે. પણ મને એક વાત ના સમજાઈ કે ગામડાના સંસ્કારી પરિવારમાં જ્યાં છોકરાં છોકરી લગ્ન પહેલા મળી ના શકતાં હોય, ત્યાં લગ્ન પહેલા છોકરીની તપાસ….? અને એ પણ ઘરનાં પુરુષોની પરવાનગીથી…?  બાયુંનો વિરોધ અને પુરુષોની સહમતી…? આ વાત ગળે ન ઉતરી.

 વાર્તા: ૨- બાપાની પીંપળ

લેખક : કિરીટભાઈ દુધાત

વાર્તાનો પ્રકાર : માનવિય સંબંધો

કથન શૈલી : પહેલો પુરૂષ એક વતન

સારાંશ : સ્ત્રી અને પુરુષના છાનાં સંબંધને ઉજાગર કરતી વાર્તા. બાપાની  પીંપળનું રૂપક લંઈને લેખકે બાપાની સ્ત્રીની વાત બખૂબીથી કરી છે.

વાર્તા : ૩ –  મુંઝારો્ 

લેખક : કિરીટભાઈ દુધાત

વાર્તાનો પ્રકાર : પારિવારિક

વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે..?

વાર્તા દ્વારા લેખક કહેવા માંગે છે કે જો તમે જીવનમાં કોઈની પર આધાર રાખશો તો આજીવન નિરાધાર બની જશો.

વાર્તાનો સારાંશ : વાર્તા કાકા ભત્રીજાના સંબંધ પર આધારીત છે. ભત્રીજાએ કાકાનું  સગપણ ક્યાંય ના થવા દીધું. ઢળતી ઉંમરની એકલતા કાકા માટે મૂંઝારો બની ગઈ.

વાર્તા : ૪ – રાક્ષસ 

લેખક : જિગ્નેશ બ્રહ્મભટ્ટ

વાર્તાનો પ્રકાર : ફેન્ટસી

કથન શૈલી : પહેલો પુરૂષ એક વચન

વાર્તાનો સારાંશ : આ વાર્તામાં  લેખક એક મોલમાં સહપરિવાર શોપિંગ કરવા જાય છે અને ત્યાં અચાનક એક રાક્ષસ પ્રગટ થાય છે  જે લેખકને લઈને અદ્રશ્ય થઈ જાય છે. 

મને આ વાર્તા ના ગમી.

વાર્તા : ૫ – પૃથ્વી અને સ્વર્ગ

લેખક : ધૂમકેતુ

વાર્તાનો પ્રકાર: પૌરાણિક કથા

કથન શૈલી : ત્રીજો પુરુષ એક વચન

વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

વાર્તા દ્વારા લેખક કહેવા માંગે છે કે આ ધરતી પરના બધાં જ અવગુણ નાશ પામે તો પૃથ્વી ફરી સ્વર્ગ સમાન બની જાય.

વાર્તાનો સારાંશ :  લેખકે સ્વર્ગ સમાન પૃથ્વીનું અદભૂત વર્ણન કર્યું છે. આ એ સમયની વાત છે જ્યારે ધરતી પર કોઈ અવગુણ નહોતો જન્મ્યો.  પણ પહેલી વાર જ્યારે આ ધરતી પર ઈર્ષા જન્મી ત્યારે અડીખમ પહાડનો એક ટૂકડો ખરી પડ્યો.                                    ______________________________                   

 ૨૦) જીજ્ઞા પટેલ 

૧.વાર્તાનું નામ:પલકના સર 

લેખક: મણિલાલ હ. પટેલ 

પુસ્તકનું નામ: કથાભાવન શ્રેણી :પુસ્તક ૫,ચૂંટેલી વાર્તાઓ 

૧.વાર્તાનો પ્રકાર શું છે ? 

જ.સામાજિક 

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?( વાર્તાનો વિષય શું છે?) 

જ.પોતાની જાત પર સંયમ રાખીને સારા રહેનાર વ્યક્તિની લાગણીઓને સમજવામાં ના આવે ,એની ઈચ્છાઓની ઉપેક્ષા કરવામાં આવે તો જાણ્યે અજાણ્યે એ વ્યક્તિ એ તરફ ઢળી જાય છે ,જ્યાં એને એની કદર થતી દેખાતી હોય છે. 

૩.વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક /રાજકીય વિધાન કર્યું છે ? શું સામગ્રી

જ.આ વાર્તા દ્વારા લેખકે માનવીય સબંધો જે સમાજમાં જોવામાં આવે છે એનું ચિત્રણ કરેલું છે.એક વિદ્યાર્થીની કે જેના તરફ એના શિક્ષકનો ઢોળાવ હોય છે એનું તથા એના લગ્ન પછી એના પતિના વર્તનનું વર્ણન કરેલું છે.અને એનાથી જે પરિસ્થિતિ ઉત્ત્પન્ન થાય છે એ મુજબ એ વિદ્યાર્થીનીના અંતરની વાતને એના શબ્દોમાં જણાવી છે.

૪.વાર્તાનો સારાંશ લખી કાઢો 

જ.પલક એના સાસરે હોય છે, એનાથી બનતું બધું કરી છુટે છે.પણ એના પતિ પાસે એની માટે સમય હોતો નથી.કામમાં વ્યસ્ત એનો પતિ એની લાગણીઓ ,એની ઈચ્છાઓને સમજી શકતો નથી.પલક ઘણા પ્રયત્ન કરે છે પણ આખરે પથ્થર પર પાણી.પ્રશંસાના બે બોલ ઝંખતી પલકને એના કોલેજ વખતના સાહેબની યાદ ઘેરી વળે છે જે એના વખાણ કરી થાકતા નહોતા.પલક બધું સમજતી હોવા છતાં ભાવ આપતી નહોતી.લગ્નમાં પણ સાહેબ પલકને દુર જતી જોવા નહોતા માંગતા એટલે હાજર રહેલ નહોતા.ગૂંગળાતી પલક આખરે….અચાનક એના પિયર આવે છે અને એના સાહેબને ત્યાં જાય છે .નિર્વ્યસની એવા સાહેબ વ્યસન કરતા થઇ ગયા હોય છે.અને સાહેબને જોતા જ પલક એમને વળગીને રડવા લાગે છે.અને એ વખતે બહાર સમય થંભી ગયેલ હોય છે.

૫.કથનશૈલી શું છે? પ્રથમ પુરૂષ એકવચન /બીજો પુરુષ એક વચન /ત્રીજો પુરુષ એકવચન 

જ.ત્રીજો પુરુષ 

૨.વાર્તાનું નામ: બૂ /ગંધ 

લેખક: સઆદત હસન મંટો  ,અનુવાદ: શરીફા વીજળીવાળા 

પુસ્તકનું નામ: સઆદત હસન મંટો  કેટલીક વાર્તાઓ 

૧.વાર્તાનો પ્રકાર શું છે ? 

જ.માનવીય સંબંધો (વિવાદિત વાર્તાઓમાંની એક) 

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?( વાર્તાનો વિષય શું છે?)

જ.અહી લેખક બે વાત કહેવા માંગે છે .એક તો રાજાને ગમે તે રાણી ,છાણા વિણતી આણી. બીજી વાત કે ઘણી વાર આપણી પાસે ઘણી સારી વસ્તુઓ હોય છતાં પણ આપણે આપણી લાયકાત કરતા ઉણી ઉતરતી વસ્તુ પર પસંદગીનો કળશ ઢોળતા હોઈએ છીએ.

૩.વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક /રાજકીય વિધાન કર્યું છે ? શું સામગ્રી 

જ.લેખકની આ વાર્તા વિવાદાસ્પદ રહી છે.આ વાર્તા પર કેસ કરવામાં આવેલ. આ બુકની મોટાભાગની વાર્તાઓ ભારત-પાકિસ્તાનના ભાગલા વખતના સમયની આસપાસ લખાયેલ છે આથી આ વાર્તામાં માનવીય સંબંધો સાથે સાથે સામાજિક ચિત્રણ પણ જોવા મળે છે.એ વખતની પરિસ્થિતિ મુજબ આ વાર્તા કેમ લખી હશે એ પણ સમજી શકાય એમ છે.

૪.વાર્તાનો સારાંશ લખી કાઢો 

જ.એક છોકરો કે જેણે જુવાનીમાં પગ મુક્યો હોય છે એની આ વાત છે.સામાન્ય રીતે એ ખ્રિસ્તી છોકરીઓ સાથે સંબંધ બાંધતો હોય છે.કેમકે એ આસાનીથી ઉપલબ્ધ હોય છે.હવે એવું થાય છે કે એક સમય એવો આવે છે કે ભાગલા પછી એ ખ્રિસ્તી છોકરીઓને કોઠા પર લઇ જવામાં આવે છે જ્યાં બધાને જવાની છૂટ હોતી નથી.એક વખત છોકરો એના ઘરની નીચે એક ઘાટણને વરસાદમાં પલળતી જોવે છે અને આંખના ઇશારાથી એને પોતાના ઘરે બોલાવે છે.છોકરો સોફીસ્ટીકેટેડ હોય છે એને ગંદુ ગમતું હોતું નથી.છતાં આ છોકરી કે જે ઘણા દિવસોથી નહાઈ હોય એમ લાગતું હોતું નથી,એની જોડે એનો શારીરિક સંબંધ બંધાય છે.આ છોકરીના શરીરમાંથી પરસેવાની “ગંધ”આવતી હોય છે.સામાન્ય સંજોગોમાં જેને ગંદુ ગમતું નથી એ નાયકને આ છોકરીના શરીરમાંથી આવતી બદબૂ પણ ગમી જાય છે.આજ સુધી કોઈ છોકરી સાથે એને આવો અનુભવ થયો નથી હોતો. એ છોકરાના એક સરસ મજાની છોકરી સાથે લગ્ન થાય છે.રૂપાળી,પરફ્યુમ છાંટેલી છોકરી સાથે પણ એને ગમતું નથી ને પેલી છોકરીની ગંધની જ એને યાદ આવે છે.

૫.કથનશૈલી શું છે? પ્રથમ પુરૂષ એકવચન /બીજો પુરુષ એક વચન /ત્રીજો પુરુષ એકવચન 

જ.બીજો પુરુષ એકવચન 

૩.વાર્તાનું નામ: ફટકડી 

લેખક: નીલેશ  મુરાણી

પુસ્તકનું નામ: કલ્પવૃક્ષ   

૧.વાર્તાનો પ્રકાર શું છે ?

જ.સામાજિક 

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?( વાર્તાનો વિષય શું છે?)

જ. ખરાબ માણસ સારા રસ્તે જવા માંગતો હોય,પ્રયત્ન કરતો હોય પણ અમુક ખરાબ માણસો પોતાના અંગત સ્વાર્થ માટે એવી પદ્ધતિઓ અપનાવે કે ખરાબ માણસ બદલાઈ જ ના શકે.

૩.વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક /રાજકીય વિધાન કર્યું છે ? શું સામગ્રી 

જ.ફટકડી ગંદા પાણીને ચોખ્ખું કરે છે એમ દુધને ફાડીને બગાડી પણ દે છે.અમુક માણસો આવા હોય છે.પોતાના અંગત સ્વાર્થ માટે ,પોતાના સારા માટે પોતાના મિત્રનું ખરાબ કરવા પણ તૈયાર થાય છે અને એનો એમને અફસોસ નથી થતો .જાડી ચામડીના આવા લોકો લાગણી વગરના હોય છે.

૪.વાર્તાનો સારાંશ લખી કાઢો 

જ.ગુલાબ નામે એક ચા વાળો. અનીતિ શબ્દ પણ એની આગળ ટૂંકો પડે.બેઈમાન ,શોષણખોર એવો ગુલાબ ,દૂધમાં દૂધ કરતા વધારે પાણી ઉમેરતો.સાંજે એના મિત્ર પાસેથી મફતની દારૂની પોટલી પણ પીતો.એનો મિત્ર પોલીસ દ્વારા પકડાતા દારૂનો વ્યવસાય છોડીને ચાની લારી કરે છે.ગુલાબની લારીની બાજુમાં જ ધન્યાની ચાની  લારી.ધન્યાની ચાની લારી વધુ સારી ચાલતી હોવાથી ઈર્ષાવશ એ પાણીને ચોખ્ખું કરવા માટે વાપરતો ફટકડી વાતો વાતોમાં ધન્યાની દુધની તપેલીમાં નાખી દે છે.ધન્યાને લાગે છે કે દૂધવાળો ફાટેલું દૂધ આપે છે.આવું ૫-૬ દિવસ થતા ધન્યો દુધવાળાને મારે છે અને પોલીસ પકડી જતા ધન્યો ફરી દારૂના વ્યવસાયમાં બીજા દિવસથી આવી જાય છે.

૫.કથનશૈલી શું છે? પ્રથમ પુરૂષ એકવચન /બીજો પુરુષ એક વચન /ત્રીજો પુરુષ એકવચન 

જ.પ્રથમ પુરુષ એકવચન 

૪.વાર્તાનું નામ: જૂના ઘરનું અજવાળું 

લેખક: વીનેશ અંતાણી

પુસ્તકનું નામ: કથાભાવન શ્રેણી :પુસ્તક ૧૦,ચૂંટેલી વાર્તાઓ 

૧.વાર્તાનો પ્રકાર શું છે ?

જ. સામાજિક 

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?( વાર્તાનો વિષય શું છે?)

જ.અમુક ઉંમર પછી કોઈના ઓશિયાળા રહી દુ:ખી થવા કરતા એક વાર મક્કમ થઇ સ્વાભિમાનની જીદગી એકલા જીવવી ખોટી નથી,કમથી કમ એમાં મન મારીને જીવવું તો ના પડે.

૩.વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક /રાજકીય વિધાન કર્યું છે ? શું સામગ્રી 

જ.હા,સામાજિક તથા માનવીય સંબંધોનું વિધાન કરેલ છે.અમુક ઉંમર પછી પોતાનું પાત્ર ગુમાવ્યા પછી એની ગેરહાજરીમાં બીજું માણસ એકલું પડી જાય છે, ઓશિયાળું થઇ જાય છે.જે ઈચ્છાઓ હોય છે એ વ્યક્ત કરી શકતું નથી.અને એટલે મન મારવું પડે છે.એ વખતે જો એકવાર મક્કમ નિર્ધાર કરી ફેસલો લેવામાં આવે તો સારી રીતે જીવી શકાય છે.

૪.વાર્તાનો સારાંશ લખી કાઢો 

જ.રમણભાઈ વિધુર હોય છે.એમણે અને એમની સ્વર્ગવાસી પત્નિએ બચત કરી કરીને એક નાનકડું ઘર બનાવ્યું હોય છે.અને એમાં એમની તથા એમના સંતાનોની યાદ સાથે વિવિધ વસ્તુઓ એકઠી કરેલી હોય છે.દીકરાને લોન મળતા એ બંગલો લે છે.બે દિવસમાં ઘર શિફ્ટ કરવાનું હોય છે.વહુને નવા ઘરમાં નવી જ વસ્તુઓ જોઈએ છે.એને જુના ઘરની બધી વસ્તુઓ ભંગાર લાગે છે.દીકરો એની પત્નીને કહી શકતો નથી.રમણભાઈને નવા બંગલામાં નાનો રૂમ આપવામાં આવેલ હોય છે.વહુ એમણે જુના ઘરમાંથી નકામી વસ્તુઓ ભંગારમાં કાઢવાનું કહે છે.ને મદદ કરાવવા જાય છે.રમણભાઈએ એમના પત્નીની સાડીઓ પણ સાચવીને રાખેલી.પુસ્તકો તથા ઘર સાથે બધી યાદો જોડાયેલી હતી.એવા સમયે વહુએ કાઢેલી બધીજ નકામી વસ્તુઓ સાથેની યાદો વિચારી એક નિર્ણય લે છે.અને એ છે…જુના ઘરને ના વેચીને પોતે એમાં રહેવાનો,પોતાની પત્નીની યાદો અને એ વસ્તુઓ સાથે..

૫.કથનશૈલી શું છે? પ્રથમ પુરૂષ એકવચન /બીજો પુરુષ એક વચન /ત્રીજો પુરુષ એકવચન 

જ.ત્રીજો પુરુષ એકવચન 

૫.વાર્તાનું નામ: લોહીનું ટીપું 

લેખક:જયંત ખત્રી 

પુસ્તકનું નામ: જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ 

૧.વાર્તાનો પ્રકાર શું છે ? 

જ.સામાજિક 

૨.વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?( વાર્તાનો વિષય શું છે?)

જ.માણસ પોતે ગમે તેટલો પ્રયત્ન કરે પણ પોતાનાં કરેલા કર્મોના ફળ ભોગવવા પડે જ છે.ભૂતકાળ ક્યારેય પીછો છોડતો નથી. 

૩.વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે/સામાજિક /રાજકીય વિધાન કર્યું છે ? શું સામગ્રી 

જ.લેખકે આ વાર્તા દ્વારા સામાજિક પ્રણાલીઓને બતાવી છે.મિત્રની મદદ માટે છોડેલ કામ ફરી ચાલુ કરવું,એમાં મિત્રનું છળ ,અને પછી જેલમાં જવું.પોતાના સંતાનને પોતાના જેવો ના બનાવવાની ઈચ્છા એ બધી બાબતોમાં ભૂતકાળથી સંતાનને દુર રાખવાની વૃત્તિનો ચિતાર મળે છે.

૪.વાર્તાનો સારાંશ લખી કાઢો 

જ.બેચર દારૂડિયો અને ચોર હોય છે.ધાડ પાડવાનો ધંધો મુકીને પોતાના પારિવારિક વ્યવસાય લુહારીકામ માં લાગી જાય છે.જુનો મિત્ર મદદ માંગવા આવે અને મદદ કરવામાં બેચર પકડાઈ જાય છે.સાડા પાંચ વર્ષ માટે  જેલમાં ગયા પછી મળવા આવનાર પત્નીને પોતાના દીકરા કનૈયાને પોતાના જુના વ્યવસાયથી દુર રાખવાની સલાહ આપે છે.સજા પૂરી થયા પછી ઘરે જતી વખતે રસ્તામાં આવનાર નદીમાં ખુબ પાણી હોવાના કારણે ધર્મશાળામાં આશરો લેવો પડે છે.ત્યાં એક છોકરી એને મળે છે જે એને કાકા કહીને બોલાવે છે.એ છોકરી સાથે ધર્મશાળામાં એને રાતવાસો કરવો પડે એવી પરિસ્થિતિ થાય છે.બેચરની દાનત બગડે છે.પણ.એ મહામહેનતે સંયમ જાળવી રાખી પડખું ફરી સુઈ જાય છે,ધર્મશાળામાં દરવાજા ખુલ્લા જ હોય છે.વળી ગમે તે ,ગમે ત્યારે પ્રવેશી શકે છે.સવારે બેચરને ખબર પડે કે છોકરી પર બળાત્કાર થયો હોય છે.બળાત્કારીનો ચહેરો એને યાદ નથી હોતો.પણ એને નિશાની ખબર હોય છે.બેચાર પેલી છોકરીને પણ ઘરે લઇ જાય છે.ઘરે પહોચતા જ એની નજર એના છોકરા પર પડે છે.છોકરી ડરી જાય છે,એણે  જે નિશાનીઓ કહી હોય છે એ જ માણસ એની સામે હોય છે.બેચર એને મારવા લાગે છે.એને પકડીને પૂછે છે,”કોના લોહીનું ટીપું છે?? એની પત્ની પણ એને એજ કહે છે હું ય પુછુ છું ,”કોના લોહીનું ટીપું છે આ?” અને વાર્તા પૂરી થાય છે.

૫.કથનશૈલી શું છે? પ્રથમ પુરૂષ એકવચન /બીજો પુરુષ એક વચન /ત્રીજો પુરુષ એકવચન 

જ.ત્રીજો પુરુષ એકવચન

________________________________

૨૧) ભગવતી પંચમતીયા

૧. વાર્તાનું નામ : લોહીની સગાઈ. પુસ્તકનું નામ : લોહીની સગાઈ.

 લેખક : ઈશ્વર પેટલીકર. 

પ્રશ્ન ૧ : વાર્તાનો પ્રકાર શું છે? 

જવાબ ૧ : માનવીય સંબંધો વિશે. 

પ્રશ્ન ૨ : વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

જવાબ ૨ : મા ની મમતા લાજવાબ છે. 

પ્રશ્ન ૩ : વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે \ સામાજિક \ રાજકીય વિધાન કર્યું છે? 

જવાબ ૩ : “સ્વાર્થનું તો સૌ સગું, પણ બીનસ્વાર્થનું સગું થાય એ જ સાચું સગું.” 

પ્રશ્ન ૪ : વાર્તાનો સારાંશ.

જવાબ ૪ : જન્મથી ગાંડી દીકરીને પ્રેમથી  ઉછેરીને અમરતકાકી મોટી કરે છે. ને પોતાનાં મર્યા પછી કોઈ નહી સાચવે એ ખ્યાલ માત્રથી પાગલોના દવાખાનામાં મૂકે છે પણ એક જ રાતમાં દીકરીની ચિંતાએ ચિતભ્રમ થઈ જાય છે. અહીં માતૃપ્રેમની પરાકાષ્ઠા દર્શાવામાં આવી છે.

પ્રશ્ન ૫ : કથન શૈલી શું છે? 

જવાબ ૫ : ત્રીજો પુરુષ એકવચન.  

વાર્તા નંબર : ૨. ધડાકો. 

લેખક : ઈશ્વર પેટલીકર  

પ્રશ્ન ૧ : વાર્તાનો પ્રકાર શું છે?

જવાબ ૧ : માનવીય સંબંધો વિશે.

પ્રશ્ન ૨ : વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

જવાબ ૨ : અમુક પતિઓ એવાં પણ હોય છે જેમને જીવનસાથીની જરા પણ દરકાર નથી હોતી. 

પ્રશ્ન ૩ : વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિષે\ સામાજિક \ રાજકીય  વિધાન કર્યું છે? 

જવાબ ૩ : ગામડામાં ખેડૂતો વરસનાં અમુક માસ નવરા બેસી રહે છે. તેમના માટે જો કોઈ ઉદ્યોગ નવરાશના વખત માટે સાર્વત્રિક રીતે મૂકી શકાય એમ હોય તો એ ખાદીનો. 

પ્રશ્ન ૪ : વાર્તાનો સારાંશ લખી કાઢો. 

જવાબ ૪ : આ વાર્તામાં મુંબઈમાં ઘટેલ એક દુર્ઘટનાની એક પરિવાર પર થયેલી અસરની વાત છે.  નારણભાઈની સાથે દુર્ઘટના ઘટી હશે તો ….એ બીકે ચિંતિત પત્ની અને મિત્રના મનોભાવોના આલેખનમાં નાયકનાં સ્વભાવની અવળચંડાઈ પણ લેખકે સુપેરે વણી લીધી છે. 

પ્રશ્ન ૫ : કથનશૈલી શું છે?

જવાબ ૫ : બીજો પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ એકવચન. 

વાર્તા નંબર ૩ : કેઝ્યુઅલ લીવ.

    લેખક : મહેશ યાજ્ઞિક.

પુસ્તકનું નામ : મહેશ યાજ્ઞિકની ૨૬ વાર્તાઓ.

પ્રશ્ન ૧ : વાર્તાનો પ્રકાર શું છે? 

જવાબ ૧ : માનવીય સંબંધો. 

પ્રશ્ન ૨ : વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

જવાબ ૨ : પતિ – પત્નીનાં ગૂંચવાયેલા સંબંધો અને તેમાંથી ઉદ્ભવતી ગૂંચવણો. 

પ્રશ્ન ૩ : વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે \ સામાજિક \ રાજકીય વિધાન કર્યું છે? શું?

જવાબ ૩ : જી નહીં.

પ્રશ્ન ૪ : વાર્તાનો સારાંશ લખી કાઢો.

જવાબ ૪ : આ વાર્તામાં પતિ પુરુષમાં ન હોઈ પોતાની પત્ની જોડે મારપીટ કરે છે. અમુક સમય પછી પત્ની સાંસારિક સુખ બીજે શોધે છે. ને ઝગડા વધતાં ચાલે છે. પુરુષનું શંકાસ્પદ મૃત્યુ થાય છે. તેની સ્મશાનયાત્રામાં વાર્તાનો નાયક જોડાય છે તેને પણ એ જ તકલીફ હોય છે અને તે પણ પોતાની પત્ની જોડે મરનાર કરતો તેવો જ વ્યવહાર કરતો બતાવાયો છે. પરંતુ, મરનારની જીંદગીમાં બનેલાં બનાવોની વાતોથી નાયકની આંખ ઉઘડી જાય છે. 

પ્રશ્ન ૫ : કથનશૈલી શું છે?

જવાબ ૫ : પહેલો પુરુષ એકવચન. 

વાર્તા નંબર ૪ : આહીર યુગલનાં કોલ 

લેખક : ઝવેરચંદ મેઘાણી. સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧ 

પ્રશ્ન ૧ : વાર્તાનો પ્રકાર શું છે? 

જવાબ ૧ : પ્રેમકથા.

પ્રશ્ન ૨ : વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

જવાબ ૨ : એક પતિનાં અનન્ય પ્રેમની વાત અહીં કહેવામાં આવી છે. 

પ્રશ્ન ૩ : વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો વિશે \ સામાજિક \રાજકીય વિધાન કર્યું છે? શું? 

જવાબ ૩ :  જી, નહીં.

પ્રશ્ન ૪ : વાર્તાનો સારાંશ લખી કાઢો.

જવાબ ૪ : અહીં એક પરણિત આહિર યુગલનાં પ્રેમની વાત કરવામાં આવી છે. પત્નીનાં મોતની ખબર પડતાં જ પતિ દાંતરડા વડે આત્મધાત કરી પોતાનો જીવ આપી દે છે. ને પતિને હૈયે વળગીને સાથે મરવાનાં કોલ આપનારી પત્ની એક વરસમાં જ બીજાં લગ્ન કરી લે છે. પણ, ગામને પાદર ભૂતપૂર્વ પતિનો પાળિયો જોતાં જ આયરાણીને દીધેલાં કોલ યાદ આવી જાય છે. અને દુલ્હન બનીને નવાં સાસરે જવાને બદલે તે પતિના પાળિયા પાસે ચિતા ખડકીને સતિ થઈ જાય છે.   

પ્રશ્ન ૫ : કથનશૈલી શું છે?

જવાબ ૫ : ત્રીજો પુરુષ.

વાર્તા નંબર ૫ : નોટીસ .

લેખકનું નામ : ગિરીશ ગણાત્રા.

પુસ્તકનું નામ : ગોરસ – ૧.

પ્રશ્ન ૧ : વાર્તાનો પ્રકાર શું છે?

જવાબ ૧ :  માનવીય સંબંધો.

પ્રશ્ન ૨ : વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે? 

જવાબ ૨ : પરોપકારનો બદલો પરોપકારથી જ મળે તેવું જરૂરી નથી, અપકારથી પણ મળે છે.

પ્રશ્ન ૩: વાર્તા દ્વારા લેખકે કોઈ માનવીય સંબંધો \ સામાજિક\ રાજકીય વિધાન કર્યું છે? શું? 

જવાબ ૩ : જી નહીં. 

પ્રશ્ન ૪ : વાર્તાનો સારાંશ લખી કાઢો.

જવાબ ૪ :  અ વાર્તામાં સગાં દીકરા કરતાં પણ વધુ પ્રેમથી સાચવનાર અને ભાભી પોતાનાં દેરને પોતાનાં દાગીના વેચીને વકીલ બનાવે છે. પતિને થયેલી બીમારીની જાણ પણ દેરને ભણવામાં વિઘ્નરૂપ ન બને એટલે નથી કહેતી. અને એ જ દેર વકીલ બનીને ભાઈ ભાભીને પેઢીનાં હિસાબમાં ભાગ પડાવવા નોટીસ મોકલે છે. ત્યારે પણ ઘર ગીરવી મુકીને ભાઈ ભાભી તેને ભણાવ્યા, પરણાવ્યાનો ખર્ચ બાદ કર્યા વગર રૂપિયા આપી દે છે. આમ, સજ્જન માણસો ક્યારેય પોતાની સજ્જનતા ત્યજતા નથી. એ વાત અહીં વર્ણવવામાં આવી છે. 

પ્રશ્ન ૫ : કથનશૈલી શું છે? 

જવાબ ૫ : ત્રીજો પુરુષ એકવ                            ________________________________               

 ૨૨) આરતી સોની

૧‌)

 *તુલસી ક્યારો.. લેખક : ઝવેરચંદ મેઘાણી*

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : પારિવારિક

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે?

ઉત્તર : પરિવારમાં આવતા ચઢાવ ઉતારમાં એક વડીલને બેલેન્સ જાળવી રાખવું પડે છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે સામાજિક વિધાન કર્યું છે?

ઉત્તર : “ઈશ્વર અમને જેટલું તપાવવું હોય એટલું તપાવો, પણ અમારા પુત્રોના સંસારમાં અમારી વિશવેલડીનું ઊંડેય મૂળિયું રહી નજાય એવું કરજો..”

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : પુત્રો સાથે ઘરમાં તાલમેલ સાંધી ઘરના વડીલ એમના જીવનને ડામાડોળ થતું અટકાવવા માટે સતત પ્રયત્નો પર પ્રયત્નો કરતાં રહે છે..

૫. કથનશૈલી શું છે?

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

૨)

*ચૌલા દેવી. લેખક : ગૌરીશંકર જોષી. ધૂમકેતુ*

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: *પ્રેમકથા*

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે?

ગુજરાતના દુર્લભસરોવરના કિનારે વસેલું અણહિલપુર પાટણની અગિયારમી સદીના ચૌલુક્યયુગના ભીમદેવ સોલંકીએ એક વારાંગનાને કરેલા પ્રેમકથાનું પુનઃ જીવંત વર્ણન કર્યુ છે..

૩. વાર્તા દ્વારા લેખકે કરેલું માનવીય સંબંધો વિષે રાજકીય વિધાન

“આ પાટણના ધારાપતિ એવા મહાન કોણ કે મારા પાલવનો પરિમલ પણ પામી શકે..?”

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : ફક્ત મહાકાલેશ્વર ભગવાન સોમનાથની નર્તિકા, જે બીજા કોઈ પર પુરુષ સામે આંખ ઊંચી કરી દેખતી નહિં. છતાં ચંદ્રમાં રહેલા કલંક પેઠે ચૌલાદેવીનું વારાંગના તરીકે નામ લેવાતું હતું.. એનું નામ લેવું પણ યોગ્ય નહોતું ગણાતું.. જ્યારે નારીરત્નોની ઐતિહાસિક ઘટનાની વાતો થાય ત્યારે ચૌલાદેવીનું નામ અચૂક લેવાય એવું દર્શાવવામાં આવ્યું છે. યુનિવર્સિટી કક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામેલ..

૫. કથનશૈલી શું છે?

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

3)

 *લાડકો રંડાપો.. લેખક : ઝવેરચંદ મેઘાણી*

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: સામાજિક

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?)

ઉત્તર : ભાભી અને દિયર વચ્ચેનો નિર્દોષ પ્રેમ દર્શાવવામાં આવ્યો છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે સામાજિક વિધાન કર્યું છે? શું?

ઉત્તર : વિધવા થયેલી દીકરી માટે બાપનું વિધાન.. ‘વહેવાર બહુ વિકટ છે. હું દીકરીને લઇને ગામમાં પેસું એટલે ન્યાત ફોલી ખાય. મને ગોળ બહાર મૂકે તો મારા છોકરા ક્યાં વરે?’

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો.

ઉત્તર : પતિના મૃત્યુ બાદ પત્નીને અંધારી ઓરડીમાં રહીને દિવસો કાઢવા મજબૂર કરવામાં આવતાં કુરિવાજોને દિયર એની ભાભીને સામાજિક કુરિવાજો દ્વારા થતાં અત્યાચારોમાંથી કંઈ રીતે મુક્તિ અપાવે છે એ દર્શાવવામાં આવ્યું છે.

૫. કથનશૈલી શું છે?* 

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

૪)

*રેડ લાઇટ સિગ્નલ લેખક : વર્ષા અડાલજા*

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર: સામાજિક સમસ્યા

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે? (વાર્તાનો વિષય શું છે?

ઉત્તર : લોહીનો વેપાર કરતી એક સ્ત્રી ની વાસ્તવિકતા દર્શાવી છે.

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો.

એક દીકરાને જ્યારે એ વાતની જાણ થાય છે કે પેટનું ભરણપોષણ કરવા એની મા લોહીના વેપારમાં નાછૂટકે કામ કરવું પડે છે ત્યારે એ દિકરાની શું મનોવ્યથા થાય છે અને નિષ્ફળ પ્રયત્નો દર્શાવવામાં આવી છે.

૫. કથનશૈલી શું છે?

ઉત્તર : ત્રીજો પુરુષ એકવચન

૫)

*શબવત્ .. લેખક : કિરિટ દૂધાત*

૧. વાર્તાનો પ્રકાર શું છે?

ઉત્તર : માનવીય સંબંધો વિષે.

૨. વાર્તા દ્વારા લેખક શું કહેવા માગે છે?

ઉત્તર : *એક સ્ત્રીની મનોવ્યથા દર્શાવી છે.

૩. વાર્તા દ્વારા લેખકે કોઇ માનવીય સંબંધો વિષે સામાજિક કરેલું વિધાન.

“એને એમ કરતાં પણ કોણ રોકવાનુ હતું ખબર જ કોને પડવાની હતી? મરવાના કંઈ એક – બે રસ્તા જ ઓછા છે? પછી જલસા કરે એ અને એમનું પ્રમોશન ! સાલા હલકટ !”

૪. વાર્તાનો સારાંશ લખી કાઢો:

ઉત્તર : પતિ પોતાને પ્રમોશન મેળવવા માટે પોતાની પત્નીને ઊંડી ખાઈમાં ધકેલે છે અને અજાણ્યા પુરૂષ સાથે સૂવા મજબૂર કરે છે. આ વાર્તામાં એક સ્ત્રીની માનસિક મનોવ્યથા દર્શાવવામાં આવી છે.”

૫. કથનશૈલી શું છે?

ઉત્તર : પ્રથમ પુરુષ એકવચન

_________________________________

 ૨૩) જાગૃતિ રામાનુજ

વાર્તા- ૧

શીર્ષક :શહિદ દંપતી

( ડોંગરી વાર્તા)

વાર્તા લેખક :ડોક્ટર આચાર્ય શિવપૂજન સહાય

અનુવાદ : ડોક્ટર રમેશ ત્રિપાઠી

 વાર્તા નો પ્રકાર શું છે?

જવાબ: વતન પ્રેમ

 વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે એક વાક્યમાં જવાબ આપો.

જવાબ:શહીદ દંપતીની દેશપ્રેમની ખુમારી વિશે સુંદર રજૂઆત કરી  છે 

વાર્તા દ્વારા લેખક કોઈ  માનવીય સંબંધો વિશે સામાજિક રાજકીય વિધાન કર્યું છે? શું?

જવાબ:  તિરંગો લઈને શેરીમાં નીકળી પડો અને પછી જુઓ કે હું અનુસાર છું કે નહીં? હું પણ  ક્ષત્રિયાણી છું, મારી એક બહેનપણીના પતિ એની પત્ની સાથે જેલમાં જ છે. હું સળગતા અગ્નિમાં ઝંપલાવું તો પણ દાઝી જવાની નથી.

વાર્તાનું સારાંશ:ભરયુવાનીમાં એક નવદંપતી ના દિલમાં દેશ પ્રત્યેની પ્રેમની વાત છે બંનેએ લડતા લડતા પણ અનેક દુશ્મનો ને મોતને ઘાટ ઉતાર્યા 

કથનશૈલી :ત્રીજો પુરુષ એકવચન

વાર્તા ૨

શીર્ષક  ‘ મોહ ‘ (હિન્દી વાર્તા)

લેખક સિધ્ધનાથ સાગર

અનુવાદ ડો.રમેશ ત્રિવેદી

વાર્તાનો પ્રકાર :માનવીય સંબંધો

વાર્તા  દ્વારા લેખક શું કહેવા માગે છે?

જવાબ: એક કંપનીમાં કામ કરતાં માણસને તેનો પરિવાર માત્ર મશીન સમજે છે ફકત રૂપિયાના મોહને રજૂ કરી એક વ્યથા

લેખકનું સામાજિક-રાજકીય વિધાન

સામાજિક  વિધાન

‘નવો નિયમ બન્યો છે કે જે વ્યક્તિ કારખાનામાં કામ પર ફરજ બજાવતી વખતે અવસાન પામે તો આ કુટુંબના એક સભ્યને ચોક્કસ નોકરી મળે ફરજ બહાર મૃત્યુ પામે તો તેના સંતાનને નોકરીની કોઈ ખાતરી નથી

સારાંશ

એક કુટુંબમાં કમાતી વ્યક્તિ પર બધા નિર્ભર હોય ત્યારે કુટુંબની હર વ્યક્તિ… પત્ની, બાળકો કંઈક અંશે સ્વાર્થી બની જાય છે. ગમે તેમ કામ કરો આ વાત  ઊંડી પણ સારી રીતે રજુ કરી છે.

કથન શૈલી ત્રીજો પુરુષ એકવચન      

વાર્તા-૩

શીર્ષક ‘ વળી વતનમાં’ (ઉડિયા વાર્તા) 

લેખક નંદિની સતપંથી

અનુવાદ ડોક્ટર રમેશ  ત્રિવેદી 

વાર્તાનો પ્રકાર: સામાજિક

રાજકીય /સામાજિક  વિધાન:

રાજકીય વિધાન

 ‘તમારા માટે ત્યાં શું  દાટ્યું છે? કરબી ગુસ્સે થઈ બોલી ત્યાં નથી વીજળી, પાણીના નળ, ને આરોગ્ય સગવડો’

‘એ જ મુદ્દાની વાત છે ને કરબી’  વિશ્વનાથે કહ્યુ ‘તેથી જ તો હું ત્યાં જવા માગું છું આપણી પંદર વર્ષ દિલ્હીમાં રહ્યા પણ જરીપરામાં જરાય ફેર પડ્યો નથી એટલે એમ કે મેં મારા માટે કશું જ કર્યું નથી.’ 

સારાંશ:

કેન્દ્રીય મંત્રીમંડળમાં પંદર વર્ષ હોવા છતાં પોતાના વતનમાં કશો જ  ફેરફાર કરી શક્યા નહીં આજ પણ આટલા વર્ષે પ્રાથમિક શાળા એવી છે જ્યારે એ તેમાં અભ્યાસ કરતા હતા.

 કથન: ત્રીજો પુરુષ એકવચન

વાર્તા ૪

શિર્ષક ‘ સ્પર્શ ‘ (તેલુગુ વાર્તા)

લેખક  અબ્બુરી છાયાદેવી

અનુવાદ ડો. રમેશ ત્રિવેદી

વાર્તાનો પ્રકાર : સામાજિક

વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ?

જવાબ: એક પિતા-પુત્રીના સંબંધોની સાવ જુદી જ વાત

સામાજિક  / રાજકીય વિધાન : 

સામાજિક

‘પિતાજીએ મને તેમની પાસે બેસવા કહ્યું તેમને હું કેવી રીતે ના કરી શકું? જ્યાં સુધી હું તેમની સામે એકદમ ઝૂકીને નજીક ન બેસુ અને તેમના હાથ મારા હાથમાં ન લઉં ત્યાં સુધી તેમને આનંદ થતો નહીં.

સારાંશ:

આખી જિંદગી પિતાજીને પુત્ર માટે ઝંખના હતી જીવન સંધ્યાએ ઉછરેલો, પાછરેલો દીકરો જતો રહ્યો નામ હંમેશ માટે ગુમ થઈ ગયું તો પણ પુત્રી  નો પ્રેમ પિતા માટે અનહદ રહ્યો.

કથન શૈલી: પ્રથમ પુરુષ એકવચન

વાર્તા-૫

શીર્ષક   ‘કોઈ નામ નહીં’  (બંગાળી વાર્તા)

લેખક સુનીલ ગંગોપાધ્યાય 

અનુવાદ  ડો. રમેશ ત્રિવેદી

વાર્તાનો પ્રકાર :માનવીય

વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

જવાબ:ભાતુઆ મતલબ એક ગુલામ આટલો લાચાર ફક્ત ભાત ખાવા માટે ઘરની ચાકરી કરે છે 

સામાજિક / રાજકીય વિધાન કર્યું છે?

જવાબ:સામાજિક,

મને વારંવાર લાલ રંગના પાણીવાળા ઝરણાને 

કિનારે  જોયેલા કિશોરનો ચહેરો યાદ આવી રહ્યો હતો મૂંગો છે એટલા માત્રથી એનું નામ પણ ન પાડવામાં આવ્યું? આ દુનિયામાં જન્મ  લેવા છતાં શું એક નામ માટે પણ તે હકદાર નહીં? ઘરમાં પાળેલા કુતરા, બિલાડા, ગાયનું પણ એક નામ હોય છે છોકરાનું કોઈ નામ નહોતું

સારાંશ: 

જંગલમાં રખડતાં એક છોકરાનું મૂંગા હોવાને લીધે કોઈ નામ રાખવામાં નહોતું આવ્યું  આ વાત પર લેખકની ખૂબ દુઃખ થયું છે માનવીય સબંધો સાવ આવા?

કથન શૈલી :પ્રથમ પુરુષ એકવચન

આપેલા પ્રોમ્પ્ટ પરથી વાર્તા

”  મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધું કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી. માની ગઇ તરત! સી.એ, છે ને તે મનથી સંતોષ થાય કે ચાલો વડત કામમાં આવે ને કમાણીની કમાણી.”

પ્રોમ્પ્ટ ઉપરથી વાર્તા

”  મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધું કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી. માની ગઇ તરત! સી.એ, છે ને તે મનથી સંતોષ થાય કે ચાલો વડત કામમાં આવે ને કમાણીની કમાણી.”

૧) એકતા નીરવ દોશી

* શબ્દ સંખ્યા : 1020 

પરફેક્ટ વાઈફ

“મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધું કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી. માની ગઈ તરત! સી.એ. છે ને! તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે. ને કમાણીની કમાણી!” ઓફિસના સહકર્મચારી અને મિત્ર એવા શેખરની તકલીફ સાંભળી મહેશ બોલ્યો. 

શેખર એની સામે જોતો રહી ગયો, “સી.એ થઈને ભાભી ઘરે બેઠાં કામ કરે છે? મારી પત્ની તો બી.કોમ છે તોય કહે છે કે ભણી છું શું કામ! કામ કરવા તો બહાર જઈશ જ અને પછી જો આ બધું.” મહેશને ખાલી ટિફિન બતાવ્યું. 

શેખર અને વિધિના લગ્નને હજુ તો માંડ એક વર્ષ થયું હતું ત્યાં બંને વચ્ચેના ઝઘડા અને અણબનાવ અનહદ વધી ગયા હતા. સંબંધ એ હદે વણસી ગયો હતો કે બંને દિવસો સુધી એકબીજા સાથે અબોલા રાખતા. “ઘર અને ઓફિસની બેવડી જવાબદારી મારાથી સંભાળાતી નથી. તું કામ કરે છે તેમ હું ય કામ કરું છું, કામમાં સાથ દેતો હો તો.” શેખર અને વિધિના ઝઘડાનો વિષય હંમેશા એક જ રહેતો. 

મહેશની વાત સાંભળી શેખરને આશ્વર્યાનંદ થતો.  તેને થતું મારે વિધિને અને રૂપાભાભીને મેળવવા જોઈએ. સી.એ હોવા છતાં ઘરે રહી બધું જ મેનેજ કરે છે. મહેશના કપડાં પણ હંમેશા ચમકતાં, ઇસ્ત્રી ટાઈટ રહેતાં જ્યારે પોતે હાથમાં આવે તે ચોળાયેલું શર્ટ પહેરી આવી જતો. મહેશ અને રૂપાના સોશિયલ મીડિયામાં મુકાતા સુંદર કપલ ફોટો જોઈ શેખર મીઠી ઈર્ષા કરતો. શેખર તો જ્યારે ઘરે પહોંચે ત્યારે ઘર વેરવિખેર પડ્યું હોય, જેમ-તેમ રસોઈ કરતી વિધિ, ઓફિસના કપડાંમાં જ આમથી તેમ ફરતી હોય. કામ માટે માણસો રાખવાનો વિચાર આવતો પણ બંનેના પગારમાં ઘરના ખર્ચાને માંડ પહોંચી વળાતું. એવું નહોતું કે શેખરનો પગાર ઓછો હતો પણ વતનમાં બા-બાપુજીને મોકલવી પડતી રકમ ખાસ્સી વધારે હતી. ઘણીવાર તો શેખરનો આખો પગાર મોકલી દેવો પડતો. એવા સમયે વિધિનો પગાર જ કામ આવતો. 

મહેશનો પગાર પણ એના જેટલો જ હતો છતાંય તેના કપડાં અને આનંદિત સ્વભાવને કારણે રૂપા ઘણું કમાતી હશે એ સમજી શકાય તેવું હતું. મહેશ રોજ રૂપાના ગુણગાન કરતો અને શેખરના મનમાં રૂપાને જોવાની, મળવાની ઉત્કંઠા વધતી રહેતી. રૂપા જેવી આદર્શ પત્ની ઝંખતો અને તેને વિધિ દિવસે દિવસે વધારે કર્કશ અને ફુવડ લાગતી જતી. 

“મહેશ, આજકાલ તારા અને રૂપાજીના ફોટો અપડેટ કેમ નથી કરતો?” શેખર ભાભીમાંથી રૂપાજી ઉપર આવી ગયો હતો. ભાભી શબ્દ દૂર કરી રૂપા એના મનના સામ્રાજ્યની રાણી બની ગઈ હતી. શેખર હવે બસ એકવાર રૂપાને મળવા એની સાથે વાતો કરવા તરસતો હતો. મહેશ પાસેથી વાતોવાતોમાં રૂપા વિશે જાણતો રહેતો. શેખરની રૂપાની પસંદ ઘણી મળતી આવતી હતી. 

ક્યારેક રૂપા શેખરના મનપસંદ રંગની સાડી પહેરી તેને લાચાવતી તો ક્યારેક અકારણ જ એના વાળમાં હાથ ફેરવી જતી. ક્યારેક શેખરના વિચારો ઉપર ખિલખિલાટ હસતી તો ક્યારેક એના કાનમાં આવી ગીતની બે કડીઓ ગણગણી જતી. વિધિ સાથે ઝઘડો થતો હોય ત્યારે પણ રૂપા આવીને મન શાંત કરી જતી. ક્યારેક શેખરને ગમતાં સંગીત ઉપર એની સાથે નૃત્ય પણ કરી જતી. શેખર દિવસે દિવસે રૂપામય બનતો જતો હતો. વિધિ અને મહેશ તેને નડતર લાગતા. 

” શેખર આજે રૂપાનો જન્મદિવસ છે. જો હું એના માટે શું લાવ્યો છું. આજે સાંજે સરપ્રાઈઝ આપીશ.” એમ કહી મહેશે એક પાતળી સોનાની ચેઇન બતાવી. 

“વાહ, સરસ છે પણ વધારે પાતળી નથી લાગતી? મારે જો રૂપા જેવી પત્ની હોય તો એને સોનેથી મઢી દઉં.” બોલ્યા પછી શેખરને સમજાઈ ગયું કે ભાભી કાઢ્યું ત્યાં સુધી બરોબર હતું પણ જી કાઢવાની જરૂર નહોતી. “સોરી, મારો.મતલબ હતો રૂપાજી જેવી.” 

“ઇટ્સ ઓકે, શેખર! રૂપા જેવી પત્ની આમેય બધાના નસીબમાં ન હોય.” મહેશના બોલવામાં આવેલા કટાક્ષથી શેખરની નજર ઝૂકી ગઈ. ‘હવેથી ધ્યાન રાખજે શેખરીયા નહીંતર મારી રૂપા વિશે વાતો જાણવા નહીં મળે.” હૃદયે એને ટપર્યો. હજુ મનને મનાવતો હતો ત્યાં મહેશના મોબાઈલ ઉપર કૉલ આવ્યો. શેખરનું મનગમતું નામ ઝળકયું …રૂપા. 

“મહેશ, મને પણ ફોન આપજે, રૂપાજીને વિશ કરવું છે.” શેખરે હિંમત કરી જ લીધી. મહેશે પોતાની વાત પતાવી શેખર સામે મોબાઈલ ધર્યો. 

“હેપી બર્થ ડે …રૂપાજી!” ધડકતાં હૃદયે શેખરે વાત કરી. 

“થેન્ક યુ, શેખરભાઈ!” રૂપાની ઘંટડી રણકી. “મહેશ તમારી ઘણી વાત કરતા હોય છે. ક્યારેક વિધિભાભીને લઈને ઘરે આવો.” સદીઓથી જે આમંત્રણની રાહ હતી તે મળી ગયું હતું. અત્યાર સુધી હસતી, ગાતી, નાચતી રૂપા હવે તો એકાંતમાં વાતો પણ કરી જતી. 

‘રૂપાને મળવું હશે તો વિધિ સાથે સંબંધ સુધારવા પડશે, એકલા તો મળાય નહીં!’ શેખરે વિચાર્યું. હવે તેણે વિધિને મદદ કરવાની શરૂ કરી. સવારમાં સાથે ઉઠી એને ઘર વ્યવસ્થિત કરવામાં મદદ કરવા લાગ્યો. તો ક્યારેક શાક પણ સમારી આપવા લાગ્યો. કામનું ભારણ જરાક હળવું થતાં વિધિ પણ આંનદીત રહેવા લાગી. બંનેના વ્યવહારમાં પરિવર્તન આવ્યું અને ખુશીઓનું સરનામું ભૂલી ગયેલો પલંગ પણ ઉન્માદ અનુભવતો. 

“કાલે મારા ઓફિસના મિત્ર મહેશઅને રૂપાને જમવા બોલાવીએ?”એક શનિવારની સાંજે શેખરે હિંમત કરી વિધીને પૂછી જ લીધું, 

“મહેશભાઈનું નામ તો સાંભળ્યું છે, રૂપાબેન ઓફીસમાં નવા આવ્યાં છે?” વિધિએ પૂછ્યું. 

” અરે, ના ના! એ તો મહેશના પત્ની છે.” શેખર જરાક ઝંખવાયો. ‘મળ્યાં વિના જ રૂપા એટલી પોતાની લાગતી હતી કે વિધિ સામે પણ ભાભી કે જી લગાવવાનું ભૂલી ગયો.’શેખર મનોમન મુસકાયો. 

“હા, તો બોલાવ ને! પણ રોજની જેમ તારે મને મદદ કરવી પડશે.” વિધિએ સહર્ષ કહ્યું. 

“હલો, મહેશ”

“બોલ શેખર”

“કાલે બપોરે હું અને વિધિ તમને બંનેને જમવા માટે બોલાવવા માંગીએ છીએ. અનુકૂળતા હોય તો તું અને રૂપાજી આવો. એ બહાને મળાશે અને વિધિ પણ રૂપાજી પાસેથી ઘણું શીખી શકશે.” 

“બે મિનિટ ..હું રૂપા સાથે ચર્ચા કરી કહું.”

“હું થોડીવારમાં ફરી ફોન કરું, મહેશ” 

“ના, ના હું જ કરીશ.” મહેશે ફોન કાપ્યો. 

જન્મોજનમથી જેની રાહ છે તેવી રૂપા કાલે રૂબરૂ થશે. શેખર તો અત્યારથી જ રૂપા સાંનિધ્યમાં પહોંચી ગયો હતો. ” વિધિ, તને ખબર છે રૂપા સી.એ છે પણ ઘરેથી જ કામ કરે છે. તેની ડ્રેસિંગસેન્સ અદભુત છે અને અવાજ તો જાણે કોયલ જેવો. કાલે તું મળીશ તો જોતી જ રહી જઈશ.” પતિના મોઢે અન્ય સ્ત્રીના વખાણ કોઈ પત્ની સહન ન કરી શકે, વિધિને પણ ખરાબ લાગ્યું જ. શેખરની આંખમાં અજબ ચમક જોઈ તે  બિલકુલ ભાંગી ગઈ. તેના ગમે તેટલા પ્રયાસો શેખરને ઓછા જ લાગતા હતા. 

“હેલો, શેખર! યાર સાંભળ, અમે કાલે નહીં આવી શકીએ. થોડા કૌટુંબિક કામો આવી ગયા છે. હું અત્યારે જ બહારગામ જાઉં છું. કદાચ કાલે રાત્રે આવું. ન આવું તો સોમવારે ઓફિસમાં કોલ કરીશ. મળવાનું પછી રાખીએ.” મહેશના ફોનથી શેખરનું મોં વિલાઈ ગયું. રૂપાને મળવાનો મોકો ફરી પાછો ઠેલાયો. પણ એણે નક્કી કર્યું કોઈ પણ રીતે કાલે રૂપાને મળવા જવું જ છે. તે રાત્રે પલંગમાં એની સાથે વિધિ નહીં પણ રૂપા હતી જે વિધિને પણ સમજાઈ ગયું હતું. એ હતાશ થઈ ગઈ. ત્રણ વર્ષનો પ્રેમ અને સવા વર્ષના લગ્નજીવન પછી શેખરના હૃદયમાં અન્ય સ્ત્રી! 

“વિધિ મારો એક મિત્ર લંડનથી આવ્યો છે, હું એને મળવા જાઉં છું. એકાદ કલાકમાં આવી જઈશ.” બહાનું કાઢી એણે મહેશના ઘર તરફ ડગ માંડ્યા. રૂપાને પહેલીવાર મળવા ખાલી હાથ કેમ જવું! રસ્તામાંથી ચોકલેટનું પેકેટ ખરીદ્યું અને પહોંચ્યો મહેશના ઘરે. બેલ વગાડે એ આગાઉ ઘરમાંથી થોડા ઉત્તેજક સિસકારા પછી કોઈ પુરુષનો હસવાનો અવાજ આવ્યો, “રૂપા તે તો મહેશને એકદમ પાળિતો  બનાવીને રાખ્યો છે.” પાછળથી રૂપાની ઘંટડી ગુંજી. 

શેખરે દરવાજાના બેલ મારી, ચોકલેટ ગિફ્ટ આપતાં જ ભેટી પડ્યો. શેખરના બદલાયેલા સ્વરૂપથી અચંબિત થતી વિધિએ શેખર ઉપર પોતાની ભીંસ વધારી.

૨)સ્વાતિ સુચક શાહ

શીર્ષક-ઝટકો

શબ્દ-સંખ્યા-૧૧૩૩

ટપાલીના હાથમાંથી પરબીડિયું લઈને ભરતે દરવાજામાં જ ઊભા રહીને ખોલ્યું. સરકારી કાગળ હતો એવું તો પહેલી નજરે જ પરખાઈ ગયું.કાગળ વાંચતાં જ ભરતના હોશકોશ ઊડી ગયા. પગ જ્યાં હતા ત્યાં જ ખોડાઈ ગયા. આવું પણ થઈ શકે એવું એણે સપનેય નહોતું વિચાર્યું.

———×——–×——–×——–×——-

” મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધું કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કિંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહીં. માની ગઈ તરત! સી.એ. છે ને તેને મનથી સંતોષ થાય કે ચાલો, આવડત કામમાં આવે છે ને કમાણીની કમાણી.”

આ વાત લગ્નના બે મહિના પછી પોતાના મા-બાપને કરતી વખતે ભરતની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. આંખમાંની લુચ્ચી ચમક એના મા-બાપને પણ ખુશ કરી ગઈ. હવે વહુની કમાણી પણ ખવાશે અને એ આપણા કંટ્રોલમાં પણ રહેશે. હાશ! ચાલો, બધા સારાવાના થઈ ગયા.

——-×——–×——–×——–×——–

તાલુકા કક્ષાનાં શહેરમાં રહેતા, નિવૃત્ત અધિકારીના એકના એક દીકરા ભરતે જ્યારે પી.એચ.ડી. કર્યું ત્યારે તો જાણે એનો જયજયકાર થઈ ગયો. પણ જ્યારે લગ્નની વાત ચાલતી ત્યારે એની ડિગ્રી કે પિતાના હોદ્દા કરતાં એનો ઝાંખો રંગ અને સામાન્ય કરતાં દોઢું વજન વધુ મહત્વ લઈ જતાં. અધૂરામાં પૂરું એમનું નાનું ગામ. શહેર હોત તો કદાચ નાના ગામની સારી છોકરી મોટા શહેરમાં રહેવાની લાલચે હા પાડી દેત. વળી પિતાના મોભા પ્રમાણેની છોકરી તો હોવી જ જોઈએ. એટલે સાવ સામાન્ય છોકરીને ભરત જ ના પાડી દેતો. એટલે જલદી ક્યાંય મેળ નહોતો પડતો.

  એવામાં રૂપાની વાત આવી. મોટા શહેરની સી.એ. થયેલી રૂપા. ઘરમાં સ્ત્રી-પુરુષના ભેદ વગર બધાં જ નોકરી કરતાં. રૂપાની પણ એ જ ખામી-ભીનો વાન અને ભરાવદાર શરીર. જુગતે જોડી જામી. રૂપાને થયું કે સારા ઘરનો, સારું ભણેલો છોકરો હોય અને મને કામ કરવા દેતો હોય તો નાનું ગામ કંઈ નડે નહીં. કામ કરવા દેવાની એકમાત્ર શરત સાથે રૂપાએ હા પાડી અને રંગેચંગે લગ્ન પણ પતી ગયા.

     સાસરીમાં આવીને રૂપાને નવું વાતાવરણ જોવા મળ્યું. પિયરમાં તો બધાં જ નોકરી કરતાં એટલે ઘરનું કામ પણ બધાં જ કરતાં. વળી, રજાના દિવસે માંડ આરામથી ઉઠવા મળતું એટલે રજાના દિવસે બધાની સવાર મોડી પડતી.

અને રવિવારે એક ટંક તો હોટલમાં જ  જમવાનું. જ્યારે અહીં સવારમાં વે’લુ ઉઠવાનું. નહાયા વગર રસોડામાં નહિ જવાનું એટલે નહાઈને બધાના ચા-નાસ્તો સમયસર કરવાના. સાસુ બે કલાક પૂજા કરે ત્યાં સુધીમાં બપોરની રસોઈની તૈયારી કરવાની. સસરાનો અગિયાર વાગ્યાનો જમવાનો સમય. એમાં મોડું ન થવું જોઈએ. અને હા, કાંદા-લસણ તો ઘરમાં જ નહીં લાવવાનાં. બ્રેડ,ચીઝ,કેચપનો વપરાશ નહીંવત્. એમાં બહાર જમવા જવાનું તો સપનું પણ ક્યાંથી આવે? આ વાતાવરણને અપનાવતા પોતાને વાર લાગશે એવું રૂપાને લાગતું હતું.

    લગ્નના પંદર-વીસ દિવસ થયા છતાં ભરતે હનીમૂન પર જવાની વાત ન કરી એટલે એક દિવસ રૂપાએ સામેથી જ એ વિષે પૂછી લીધું. ત્યારે ચતુરાઈપૂર્વક ભરતે સ્મિત સાથે કહ્યું,” અરે, એ તો મારા દિમાગમાંથી જ નીકળી ગયું. સૉરી,સૉરી. ચાલ,અત્યારે જ  પ્લાન બનાવીએ. પણ જો રૂપા, મને લાંબી મુસાફરી કરવી ગમતી નથી. એટલે આપણે ક્યાંય નજીકની જગ્યાએ જ જઈશું.” રૂપાએ તો કુલુ મનાલી જઈને એક અઠવાડિયા સુધી ફરવાનાં સપના સજાવ્યાં હતાં. પોતાની મનપસંદ જગ્યાએ જવાની ઇચ્છા પર પાણી ફરતું રૂપા જોઈ રહી. જ્યારે પોતાની ઇચ્છા વિશે ભરતે પૂછ્યું જ ન હોય, ત્યારે કહેવી કેમ? છતાં “ભરતનો સ્વભાવ આવો જ છે અને એને સ્વીકારવી જ રહ્યો” એમ કહીને એણે મનને મનાવ્યું. ત્રણ દિવસ નજીકનાં સ્થળે ફરી અને બંને પાછા ફર્યા અને જિંદગી ફરી એ જ ઘરેડમાં ગોઠવાઈ ગઈ.

       ભરત ઓછું બોલતો, પણ એના મોઢા પર હંમેશાં સ્મિત રહેતું. એના પિતા પણ ઓછાબોલા હતા. એટલે રૂપાને લાગ્યું કે એ પિતા પર ગયો છે. પણ એની સાથે વાતો કરવાની, પોતાનાં મનની વાત કરવાની અને એનાં મનની વાત જાણવાની રૂપાની તમન્ના  મનમાં જ રહી જતી. એ મનમાં ને મનમાં શોષવાયા કરતી. પણ બોલવાની હિંમત નહીં. બાપ દીકરાના ચૂપ રહેવાની કસર પૂરી કરતાં હોય એમ એનાં સાસુ ખૂબ બોલતાં. ચોખ્ખાઈનાં અતિ આગ્રહી, થોડાં જુનવાણી અને અતિ શ્રદ્ધાળુ સાસુ સામે રૂપાને કોઈ ફરિયાદ ન હતી. એ પોતે પણ તો બોલકી હતી,પણ પતિનો સ્વભાવ ને અનુકૂળ થવા એ થોડું ઓછું બોલતી. સસરા આખો દિવસ ઘરમાં બેસી રહેતા અને એ જે પણ કરે એને નિરખ્યા કરતા, કાં તો ટીવી જોતાં, નહીં તો પછી ચોપડી વાંચ્યા કરતા. એમની હાજરીમાં રૂપા થોડો સંકોચ અનુભવતી. સાસુ બરાબર સાસુ જેવાં જ હતાં. આખો દિવસ સૂચનાઓ આપ્યા કરે, ટોક્યા કરે.

પણ ભરત પાસે ફરિયાદ કરવાની  રૂપાની હિંમત ચાલતી નહીં. કારણકે ભરતને પોતાના માતા-પિતા પ્રત્યે ખૂબ અહોભાવ હતો. વળી, લગ્નના એક દોઢ મહિનામાં એ ફરિયાદ કરવા માંડે એ કેવું લાગે? વળી, સાસુ કોઈ મોટી તકલીફ તો નહોતા આપતા! આમ વિચારી રૂપાએ બને તેટલી પોતાની જાતને બદલવા માંડી.

એનો વિચાર આવતો કે ભરત એનાં કામ શરૂ કરવા બાબત કેમ કાંઈ બોલતો નથી? એણે પહેલાં હા પાડી છે કે મને કામ કરવા દેશે, શું પછીથી એણે વિચાર બદલી નાખ્યો હશે? કે પછી લગ્ન થઈ જાય એટલા માટે જ ખોટે ખોટી હા પાડી હશે? બે ચાર દિવસના મનોમંથન પછી એણે ભરતના કાને વાત નાખી જ  દીધી. ભરતે એને ” તું થાકી જઈશ, ઘર અને ઓફિસ બંને નહીં પહોંચાય,” વગેરે વાતો સમજાવીને ઘરમાં ઓફિસ કરવા મનાવી લીધી. અંતે રૂપાની સી.એ.ની પ્રેક્ટિસ ઘરમાંથી શરૂ થઈ. ગામ નાનું હોવાથી કામ માટે ફાઇલ લઇને એને પોતાના પિયરના શહેર જવું પડતું. શરૂઆતમાં મોટેભાગે “તારા વગર નહીં ગમે” નાં બહાના હેઠળ ભરત તેની સાથે જ જતો. બે દિવસ પિયરમાં રહી, ઓફિસનાં કામ પતાવી, બંને પાછા ફરતાં. થોડો વખત બધું બરાબર ચાલ્યું.

   સાસુ ની હરકતો એને અખરતી, પણ એ ચલાવી લેતી હતી. પણ ધીરે ધીરે એ હરકતો વધવા લાગી. ક્લાયન્ટ આવ્યા હોય તો ઓફિસવાળા રૂમમાં નહીં બેસવાનું.” પારકા માણસોને બહારના રૂમમાં જ  બેસાડવાના” એવી અને સૂચના આપવામાં આવી હતી. ક્લાયન્ટ સાથે એ મહત્વની ચર્ચા કરી રહી હોય ત્યારે સાસુ ઘરની નાની-નાની બાબતો પૂછવા આવે. સસરા તો સામે જ બેઠા હોય અને બધું જોયા કરતા હોય. એને સંકોચ થતો હતો, પણ કશું કહેવાની હિંમત ન થતી. ભરતને વાત કરવા કોશિશ કરતી તો એ પોતાના માબાપનો બચાવ જ કરતો. એ સમજી ગઈ કે ભરતમાં કશું બોલવાની હિંમત જ નથી. ક્યારેક તો ક્લાયન્ટની સામે જ ધોયેલા કપડાંનો ઢગલો કરીને સાસુ ગડી વાળવા બેસી જાય. રૂપા સમસમી જાય પણ કરે શું? સાસુની હરકતો વધવા માંડી. ભરત ખુલ્લેઆમ સાસુનો સાથ આપવા માંડ્યો. કમાણી તો બધી ભરત લઈ લેતો. હા, હવે ક્યારેક ક્યારેક એને ફાઈલ લઈને એકલા પિયરનાં શહેરમાં જવા દેતો. 

        હદ તો ત્યારે થઇ કે છેલ્લા થોડા વખતથી સસરા રૂપાની આસપાસ ફર્યા કરવા લાગ્યા. એમની નજર ના ભાવ રૂપાને ન ગમતા પણ એને ખબર હતી કે ભરતને કંઈ કહેવાનો અર્થ નથી. આટલું સહન કર્યા પછી હજુ વધુ એક તકલીફ સહન કરવાની? રૂપાનું મન ના પાડતું. પણ એ મજબુર હતી. હિંમત કરીને કરે પણ શું?

———×——–×———×———×——-

ચાર દિવસથી રૂપા ઓફિસના કામે શહેર ગઈ હતી. દરેક ફાઇલ માટે કઈ કઈ ઓફિસમાં જવાનું છે અને કેટલી વાર લાગી શકે છે એવું એણે દર વખતે ભરતને સમજાવીને જવું પડતું. એટલે ભરતને ખબર જ હતી કે ચાર પાંચ દિવસ લાગશે.આજે પાંચમો દિવસ હતો. આજે સાંજે રૂપા પાછી ફરવાની હતી. બપોરે લગભગ બારેક વાગ્યે દરવાજાની ઘંટી વાગી. ભરત જમવા માટે આવેલો હતો. એણે ઉભા થઇને દરવાજો ખોલ્યો. રજીસ્ટર પોસ્ટ આવી હતી. રૂપાએ માનસિક ત્રાસ અને વધુ પડતાં બંધનનું કારણ આપીને છૂટાછેડાની નોટિસ મોકલી હતી. ભરત અવાચક! અચાનક આટલી બધી હિંમત રૂપામાં આવી ક્યાંથી?

 ૩)સલીમા રૂપાણી સાચો નિર્ણય

શબ્દો: 1358

રીતુ આજે બહુ જ ખુશ હતી. જ્યારે એ સી.એ. કરી રહી હતી ત્યારે બધાની વાતો સાંભળીને થાકી ગઈ હતી. એક તો ગોંડલ જેવડા નાનકડા શહેરમાં રહેવું, અપ ડાઉન કરીને સી.પી.ટી. થી લઈને ફાઇનલ સુધીની તૈયારીઓ કરવી, આર્ટિકલશિપ કરવી, એકાદમાં ફેલ થવાય તો આવી જતી નિરાશા, આ બધામાંથી પસાર થઈને ફાઇનલી એના નામની આગળ સી.એ. લાગ્યુ હતું “સી.એ.રીતુ” એનુ વર્ષોનું સપનું સાકાર થયેલ હતું.

જો કે જોબની વાત કરી તો બધાએ એને ના જ કહી હતી. મમ્મીએ કહ્યું ‘જે કરવું હોય એ સાસરીએ જઈને કરજે. તને નોકરી તો કોઈ શહેરમાં જ મળે તો અમે તને એકલી કેમ રહેવા દઈએ. એકલી રહેતી છોકરીને ખાનદાન કુટુંબ ન પણ મળે. એક તો તારી ઉંમર આ ભણવામાં વધવા લાગી છે, અમે ઝડપથી તારું સાસરું શહેરમાં જ શોધીશું એટલે તારી ઇચ્છાએ પુરી થઈ જાય. ક્યાંક નોકરી કરીને કુંવારી ન રહી જા. સુમી આંટીની હાલત જોઈ છે ને.’ રીતુ અંદરથી થથરી ગઈ. સુમી મમ્મીના માસીની દીકરી હતી. સરકારી નોકરી ને એ પણ દર ત્રણ વર્ષે બદલી વાળી, તો કોઈ જલ્દી હા ન કહેતું. વળી સુમીનું પણ સ્ટેટ્સ વધી ગયેલ એટલે જતું કરવામાં માનતી નહોતી. રિટાયર્ડ થઈ ગયેલ પણ એનો મેળ ક્યાંય ન જ પડ્યો. એકવાર એ સુમીઆન્ટી અને મમ્મી વાતો કરતા હતા અને રીતુ સાંભળી ગયેલ. સુમી રડતી હતી ને બોલતી હતી. “મેં જેને લગ્ન માટે ના પાડેલ એ બધાના સંતાનોના લગ્ન થવા લાગ્યા છે અને હું આમ ને આમ રહી ગઈ.”

 રીતુને પરણવું તો હતુ જ. ક્યારેય કોઈ છોકરા સાથે મિત્રતા પણ નહોતી થઈ, સીએ કરવામાં જ બધો સમય જતો રહેલો તો હવે મનમાં કોઈ સાથીની ઝંખના પ્રબળ બનવા લાગેલી. છેવટે બધાની દલીલો આગળ રીતુએ નમતુ જોખવું પડેલ. છોકરો શોધવામાં રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરતને પ્રાથમિકતા આપાઈ હતી. નાના શહેરોમાના છોકરાઓને ના કહી દેવામાં આવેલ.

આખરે મમ્મીએ રિતુને પૂછ્યું ‘જો બેટા અમને અમદાવાદના બે ઠેકાણા ગમ્યા છે. એક પ્રયાગ છે, જે કોલેજમાં પ્રોફેસર છે. દેખાવે તારીપાસે થોડો ઉણો ઉતરે પણ એ પરિવાર સરસ છે. વિચારસરણી પણ આધુનિક, એની મોટી ભાભી પણ સ્કૂલમાં નોકરી કરે છે. બીજો શરદ કે જે ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ છે. બન્નેને મળીને નક્કી કર. મને તો જો કે પ્રયાગ ગમી ગયો છે. પણ જિંદગી તારે જીવવાની છે. બસ સાચો નિર્ણય લે એવી પ્રાર્થના કરું છું.’ રીતુ પ્રયાગને મળી પણ એનો થોડો શ્યામલ રંગ, અતિસમાન્ય ચહેરો એ કંઈ એને પસંદ ન પડ્યું. રીતુએ તો અણગમાથી મમ્મીને કહયુું. ‘શુ જોઈને તમને પ્રયાગ ગમ્યો, મને તો સમજાયું જ નહીં.’ રીતુના મમ્મી પન્નાબેને કહ્યું. “બેટા તું દેખાવ જુએ છે, હું એ સિવાયનુ બધું જોઉ છું. પ્રયાગ લાગણીશીલ છે, નમ્ર છે, એની ભાભીને જોઈ ને કેવી શાલીન છે. સવારની નોકરી છે પણ સાસુ સરળતાથી બધું સાચવી લે છે. માણસની કદર હોય એવો પરિવાર છે.  મારું દિલ કહે છે કે તારા માટે આ જ સરસ ઘર છે, પણ તને હું ફોર્સ નહિ કરું.”

 રીતુએ ઘસીને ના કહી દીધી. છેવટે અમદાવાદના શરદને મળવાનું નક્કી થયું. આમ તો ફેમિલી સધ્ધર હતું પણ એવું સાંભળેલ કે એના મમ્મી બહુ અંધવિશ્વાસુ છે. એમને મળીને રીતુ નવાઈ પામી ગઈ. બોયકટ  વાળ, લોન્ગ કુર્તિ અને જીન્સમાં સજ્જ, હાથમાં એપલનો આઈફોન, પલ્લવીબેન કોઈ પણ એંગલથી જુનવાણી નહોતા લાગતા, એમની નજર એક્સરેની જેમ રીતુ પર ફરી વળી. જો કે શરદના પપ્પા થોડા ચૂપચાપ અને અસહજ લાગતા હતા, પણ બધા સભ્યો તો સરખા ન જ હોયને. શરદ કોર્પોરેટ હોસ્પિટલમાં સરસ પગાર સાથે કામ કરતો હતો.

 દેખાવમાએ રીતુ કરતા ચડિયાતો હતો. રીતુ પાસે ના પાડવા માટે કોઈ કારણ જ નહોતું. જ્યારે બન્નેને મળવા માટે એકાંત આપવામાં આવ્યું ત્યારે ‘ શરદે સીધુ જ પૂછ્યું “હું તને ગમુ છું?” રીતુ તો એના અંદાજ પર, એના દેખાવ પર ફિદા થઈ ગઈ.

 ગોળધાણા ખવાઈ ગયા. લગ્નની તારીખ નજીકમાં જ નક્કી થઈ, કમુરતા બેસે એ પહેલાં લગ્ન નક્કી કરી લેવા એવુ નક્કી થયું. સાસરિયા પક્ષની ખરીદી માટે રીતુ અમદાવાદ જાય તો સારું એવુ ઘરમાં બધાનું માનવુ હતુ. એક તો રીતુ ત્યાંના વાતાવરણ, પરિવારથી થોડી પરિચિત થાય, શરદ સાથે થોડી હળેભળે કેમકે શરદને ફોન પર પણ  વાત કરવાનો ખાસ ટાઈમ નહોતો મળતો.

 પણ પલ્લવીબહેને સ્પષ્ટ ના કહી. “અમારી પુત્રવધુ સ્વરૂપે એ કકુંપગલા કરે એ માટે હું પણ ઉમળકો અનુભવું છું, પણ લગ્ન પહેલા નહીં. અમારા ગુરુજીની આજ્ઞા નથી અને હા ખરીદી કરવા જા તો લાલ વસ્ત્ર પહેરીને જજે અને કોઈ પણ દુકાનમાં પહેલા તારો જમણો પગ જ પડવો જોઈએ. પહેલી ખરીદી લાલ રંગની સાડીની જ કરજે.”

 રીતુને વિચિત્ર લાગ્યું પણ થયું કે થોડીઘણી વિચિત્રતા તો બધામાં હોય જ. રીતુ તો વળી પ્રિવેડિંગ શૂટ માટે વિચારતી હતી. પણ  શરદે કહ્યું કે “રજા મળે એમ જ નથી. સીધી લગ્નમાં જ લાંબી રજા લઈ શકાય એ માટે એણે અરજી મૂકી દીધેલ તો હમણાં ન મળે. 

પન્નાબેનને આ બધુ અજુગતુ લાગતા એ ડરી ગયા. એમની છઠ્ઠી ઇન્દ્રિય ટકોરા મારતી હતી. આ સમયમાં યુવકો પોતાની મંગેતરને મળવાનો મોકો શોધતા હોય એની બદલે શરદ કેમ મળવાનું જ ટાળે છે. હજી એ વિચારોમાં ખોવાયેલ હતા ત્યાં પલ્લવીબેનનો ફોન આવ્યો.”અમારા ગુરુજી આવ્યા છે તો એમને રિતુને મળાવવી છે તો અમે કાલે આવીએ છીએ. ગુરુજી ભોજનમાં શુ લેશે એ તમને વહોટશેપમાં મોકલી દઉં છું.” પન્નાબેન થોડા ફુંગરાઇ ગયા પણ તૈયારી કર્યા વગર ક્યાં છૂટકો હતો. રીતુ અને એમણે તૈયારીઓ કરવા માંડી. લિસ્ટ જોઈને રીતુ તો નવાઈ પામી ગઈ પણ બન્નેએ શાંતિ રાખી બધું વ્યવસ્થીત કર્યું.

ગુરુજીએ કહ્યું”રીતુ નામમાં દોષ છે પણ રૂપા નામ આપણી વહુ માટે એકદમ બરાબર રહેશે.” રીતુ તો ડઘાઈ જ ગઈ. શરદ આટલો શિક્ષિત હતો તો પણ એનો પરિવાર આવુ માને, અને રૂપા નામ તો એને કેમ ગમે જ્યારે એ પચીસ વર્ષ રીતુના નામે જ ઓળખાઈ હોય. પન્નાબેનને ગુરુજી જે રીતે રીતુને જોઈ રહ્યા હતા એ ખટક્યું. પન્નાબેન સમસમી ગયા પણ પલ્લવીબેન, એમના ગુરુનો રોફ એ બધાની હાજરીમાં કંઈ કહી ન શક્યા અને એ લોકો નીકળી ગયા.

 પન્નાબેન એમને વળાવીને આવ્યા તો રીતુને રડતી જોઈને પન્નાબેનને થયુ કે આ નામ બદલવાની વાત ને લીધે હશે. એ કહેવા ગયા કે આપણે શરદને સમજાવીશું ત્યાં રીતુએ નવો ફણગો ફોડ્યો.” મેં જેમને ત્યાં આર્ટિકલશિપ કરેલી એ સરની અમદાવાદ બ્રાન્ચમાં જગ્યા ખાલી થઈ છે, એમણે મને સામેથી કહ્યું કે તું જોઈન કરવા માંગતી હોય તો બીજા કોઈને ન કહું. મેં તો ખુશીથી ઉછળીને સીધો શરદને ફોન કર્યો પણ, શરદે એકદમ ના કહી દીધી, એ કહે છે કે નવા લગ્ન, નવું ઘર એમાં તું દોડાદોડી ક્યાં કરીશ, આપણી ઘરના આગળના ભાગમાં ઓફીસ કરીને તારી ઈચ્છા પૂરી કરી લેજે, મારી પાસે સોગંદ આપીને હા પણ પડાવી. મમ્મી એ તો મને રૂપા જ કહેવા લાગ્યો છે.” 

રડતી રીતુને શાંત કરીને પન્નાબેને દ્રઢ નિર્ણય લીધો.

સવારે એ અને વિજયભાઈ અમદાવાદ જવા નીકળી ગયા. સમજીને ત્યાં અગાઉથી જાણ નહિ કરેલી. આમેય રવિવાર હતો તો શરદને પણ ઓફ હશે. 

એમના ઘરને દરવાજે પહોંચ્યા તો વાતો અને હસવાનો અવાજ સાંભળીને ઉભા રહી ગયા. રીતુની રિંગ આવી તો વાગે એ પહેલાં જ પન્નાબેનથી અજાણપણે રિસીવ થઈ ગયો. શરદ કોઈને કહી રહ્યો હતો “મેં તો એટલે જ રૂપાને કીધું છે કે એ બહાર કામ કરવામાં થાકી જશે. ઘરમાં જ ઓફીસ બનાવી લે, વર્કિંગ અવર્સ ફિક્સ કરી દે , એટલે વાંધો નહિ. માની ગઈ તરત! સી.એ. છે ને એટલે એને સંતોષ થાય કે આવડત કામમાં આવી. કમાણીની કમાણી. ખરી વાત તો એ છે કે ગુરુજીએ એને બહાર મોકલવાની ના જ પાડી છે. કહ્યું છે બહાર જશે પછી એ તમારું કહ્યુ નહીં કરે, એમાંયે ગુરુની આજ્ઞાઓ મનાવવી હોય તો એને એકદમ કન્ટ્રોલમાં રાખવી પડશે, આપણને તો ખબર છે કે લગ્નની પહેલી રાત રૂપાએ ગુરુજી સાથે જ વિતાવવી પડશે.”

પન્નાબેન જાણે પગમાં મણમણની બેડીઓ  પડી હોય એમ ખોડાઈ ગયા.

રીતુએ બધું જ ફોનમાં સાંભળ્યું હતું, કોઈ ખુલાસાની જરૂર જ ક્યાં હતી.

આજે રીતુને પ્રયાગ સાથે પરણે પાંચ વર્ષ થઈ ગયા હતા. એક નાનકડુ ફૂલ નામે કલી સંસારમાં ખીલી ઉઠ્યું હતું. સવારે પ્રયાગે ખુશ ખુશાલ ચહેરે જ્યારે રીતુને ન્યૂઝ આપ્યાકે આ વર્ષનો “બેસ્ટ વિમન અચિવર એવોર્ડ” ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી વિમેન્સ ડેના રોજ રિતુને મળશે, ત્યારે રીતુની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. પ્રયાગે એનુ નામ અને કામ જમાવવા આટલો સપોર્ટ ન કર્યો હોત તો એ આ મુકામે ક્યાંથી પહોંચી હોત. કલી બીમાર હોય અને પોતાને બેંકના ઓડિટ પુરા કરવાના હોય તો એ કોલેજમાં એક બે દિવસ રજા લઈ લેતો કે જેથી કલીની બરાબર કાળજી લેવાય અને રીતુની ડેડલાઈન મિસ ન થાય. ક્યારેક પોતે બીજા સી એની ફાઇલ ખેંચી લેવા માટેની ઉતરતી હરકતોને લીધે નિરાશ, હતાશ થઈ જતી તો, પ્રયાગ કહેતો કે ‘દરેક ફિલ્ડમાં સારા નરસા માણસો હોવાના જ આપણે આપણી સારપ  છોડ્યા વગર શાંતિથી લગનથી કામ કરવું. હું પૂરતુ કમાઉ છું તો એ ટેન્શન ક્યારેય ન લેવું તારું મન માને અને ગરિમા પૂર્ણ હોય એ જ કામ કરવુ.’ પ્રયાગના આટલા સપોર્ટથી રીતુનો આત્મવિશ્વાસ વધતો ગયો હતો અને અત્યારે એ આ દરજ્જે પહોંચી હતી. શરદ સાથે સંબંધ થયો હોત તો પોતે રૂપા નામ સ્વીકારીને એમની ચિત્ર વિચિત્ર વાતો માનતી, રિબાતી ઘરે જ રહી ગઈ હોત.

 પોતાની ઓફિસે જઈને ગણેશજીને પ્રણામ કરતા રીતુ કૃતજ્ઞ થઈ ગઈ, એક ભગવાન તો મારા ઘરમાં જ છે ને. ખરેખર પતિના સ્વરૂપમાં મને પરમેશ્વર જ  મળી ગયા 

૪) કૂસુમ કુંડારિયા

 સમજદારી.

શબ્દ સંખ્યા:- ૧૦૦૦

     સમીર ઓફિસમાં બેસીને રોજ સાથે કામ કરતી સ્ત્રી કર્મચારીની વાતો સાંભળતો. તેમની સમસ્યા નજરે નિહાળતો. ઘણીવાર ઓફિસે પહોંચવામાં મોડું થાય તો બોસની ધમકીને લાચાર થઇને સાંભળતી બહેનોને જોતો. ઘણી વખત બ્રેકના સમયમાં તેમની સાથે વાત પણ કરતો. ત્યારે તેને પોતાની માતાની સમસ્યાઓ પણ નજર સમક્ષ દેખાતી.

     સમીરના પપ્પા બેંકમાં મેનેજર તરીકેની નોકરી કરતા. અને તેની મમ્મી સરકારી શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપતા. સમીરની એક નાની બહેન પણ ખરી. આથી સમીરના મમ્મીને ખૂબ ખેંચ પડતી. પપ્પા તો આખો દિવસ બેંકની જવાબદારીમાંથી ઊંચા જ ન આવતા. આથી તેના મમ્મી પર ઘરની તમામ જવાબદારી અને બે બાળકોના ઉછેરની જવાબદારી હંમેશા રહેતી. વળી શહેરમાં રહેતા હોવાથી તેના મમ્મીને બાજુના ગામડે નોકરી પર જવાનું થતું. રોજનું અપડાઉન  અને કૌટુંબિક જવાબદારીથી તે ખૂબ થાકી જતી. સમીર ઉપર પણ નાની બહેનને સાચવવાની જવાબદારી આવતી. સાવ નાની ઉંમરથી સમીરને ઘરમાં બહેનને સંભાળતા એકલાં રહેવાનું પણ થતું. ઘણીવાર સમીરને થતું મમ્મી ઘરે હોય તો કેવું સારું. તેના બધા મિત્રોની મમ્મી રોજ આખો દિવસ ઘરે હોય. રોજ નવી નવી વાનગી બનાવી દે. શાળાના બધા ફંકસનમાં પણ તેમની સાથે હોય. 

     સમીર ઘણીવાર તેની મમ્મીને કહેતો પણ ખરો, મમ્મી તું નોકરી છોડી દે ને. અમારી સાથે રહે તો કેવી મજા પડે. નાની બહેન પણ તને યાદ કરીને રડતી હોય છે. મારે રમવા પણ જવાતું નથી, ત્યારે તેના મમ્મી તેને સમજાવતા, “બેટા, સરકારી નોકરી કોઇને મળતી નથી અને આવી સારી નોકરી છોડીને ઘરે બેસીને શું કરું? વળી તમે જે માંગો તે ચીજ તમને મળી જાય છે. આવડું મોટું મકાન અને ગાડી આ બધું અમે બંને નોકરી કરીએ છીએ એટલે શક્ય છે. બે જણ કમાતા હોય તો જ આવી જાહોજલાલી ભોગવવા મળે. ભલે અત્યારે તમને થોડી તકલીફ પડે છે. પણ એ તમારા ભલા માટે જ છે. સમીરને મમ્મીની વાત ન સમજાતી. એ મનમાં વિચારતો મમ્મી સાથે હોય તો નાનું મકાન અને નાની ગાડી પણ ચાલે. વળી તેની મમ્મી ઘણીવાર તો જમ્યા વગર જ નીકળી જતી. રોજ હાંફળી-ફાંફળી આમથી તેમ દોડતી જ હોય. બસ રવિવારની રજાની રાહ જોવાતી હોય. પણ ત્યારેય મમ્મી તો વધારાના કામ આટોપવામાં અને રજાના દિવસે આવતા સંબંધી અને મહેમાનોને સાચવવામાં જ હોય! બંને ભાઇ-બહેન માતા-પિતાની હૂંફ અને સહવાસ માટે તડપતા રહેતાં,

     આમ જ વર્ષો વિતવા લાગ્યા. હવે તો સમીર અને તેની બહેન પણ મોટા થઇ ગયા. સમીરને સી.એ. કરીને સારી જોબ મળી ગઇ હતી. નાની બહેન કોલેજના છેલ્લા વર્ષમાં હતી. મમ્મી-પપ્પા રીટાયર્ડના આરે પહોંચી ગયા હતા. સમીરને તેના મમ્મી-પપ્પા હવે લગ્ન માટે સમજાવતાં અને કહેતા તું પણ કોઇ સી.એ. થયેલી અને જોબ કરતી સારી છોકરી શોધી લે, એટલે આર્થિક રીતે ખૂબ સારું રહે. આ સમયમાં બે જણ કમાતા હોય તો જ સારી રીતે જીવી શકાય. પણ સમીરને આ વાત ગળે ન ઊતરતી. એક તો તેનું બાળપણ હંમેશા ‘મા’ નો સાથ ઝંખતું. જે તેને આજેય યાદ છે. વળી તેની આ ઓફિસમાં પણ તે તેમની સ્ત્રી કર્મચારીની હાલત જોતો. અને તેની વાતો સાંભળતો ત્યારે એમ જ વિચારતો શું ખરેખર સ્ત્રીએ નોકરી કરવી જોઇએ? અને સ્ત્રી નોકરી કરે છતાંયે તેના પર બાળકોના ઉછેરની જવાબદારીથી લઇને વ્વવહારો સાચવવા મહેમાનોને સાચવવા તેમ જ ઘરના તમામ સભ્યોની જવાબદારી તેના માથે થોપી દેવામાં આવે છે તે શું યોગ્ય છે? પુરૂષ નોકરી કે ધંધો કરે તો ફક્ત એટલી જ જવાબદારી હોય છે. ઘરે આવીને પાણીનો ગ્લાસ પણ પત્નિ આપે એવો આગ્રહ રાખતો હોય છે. ભલેને પત્નિ આખો દિવસ ઘરકામ અને જવાબદારીથી ગમે તેટલી થાકી ગઇ હોય!

     આથી જ સમીરે ફેંસલો કરી લીધો કે મારે મારી પત્નિ પાસે નોકરી નથી કરાવવી. તેણે પોતાનો ફેંસલો તેના મમ્મી-પપ્પાને પણ સંભળાવી દીધો, તેના મમ્મીના ગળે પણ આ વાત ઉતરી ગઇ. તેને પણ ઘણી વખત પોતાના બાળકોને સમય ન આપી શક્યાનો વસવસો મનમાં ઊંડે ઊંડે હતો ખરો.

     સમીરને તેમની જ ઓફિસમાં હમણાં-હમણાં નવી જ આવેલી સી.એ. થયેલી રૂપાનો સાથ ગમવા લાગ્યો હતો. બંને ઘણી વાતો કરતાં અને અમુક મુદા પર લાંબી ચર્ચા પણ કરતાં. બંનેના વિચારોમાં ઘણું સામ્ય હતું. રૂપાના મમ્મી-પપ્પા પણ નોકરી કરતા હતાં. આથી બંનેનો ઉછેર સરખી પરિસ્થિતિમાં જ થયો હતો. થોડાં મહિનામાં જ બંને એકબીજાને ચાહવા લાગ્યા. અને વડીલોની સહમતી લઇને લગ્ન કરવાનું પણ નક્કી કર્યું. સમીરે રૂપાને કહ્યું, “લગ્ન પછી તે નોકરીનું શું વિચાર્યું છે? રૂપા હસીને બોલી, આવી સરસ નોકરી થોડી છોડી દેવાય? અને વળી આટલું ભણ્યા એનો શો અર્થ? કંઇક તો વિચારવું પડશે.

     રૂપા અને સમીર અવાર-નવાર મળતાં અને ઘણી વાતો કરતાં બંને પુસ્તક વાંચવાના પણ શોખીન હતાં. સમીરે કહ્યું, તે ભગવાન દાદાની કૃષ્ણ અવતાર બૂક વાંચી છે? રુપા કહે, હા, બહુ પહેલાં વાંચી છે. તું શું કહેવા માંગે છે તે મને સમજાય છે. એમાં શરૂઆતમાં જ દાદા એ કહ્યું છે, આપણી સંસ્કૃતિ મુજબ સ્ત્રીઓએ ઘર સંભાળવાનું અને બાળકોમાં સંસ્કારોનું સીંચન કરવાની જવાબદારી સંભાળવાની છે. અને  કમાવાની જવાબદારી પુરુષોની છે. હું સ્ત્રીઓના ભણતર અને નોકરીનો વિરોધી નથી. પણ સ્ત્રી નોકરી કરશે તો પુરુષ આળસુ બનશે. અને બધી જવાબદારી સ્ત્રી પર નાખી દેશે, અને સ્ત્રી બેવડી જવાબદારીથી થાકી જશે, અને ઘરના અને બાળકોના ઉછેરમાં પણ પૂરતો સમય આપી શકશે નહિ, આ જ વાત તું કહેવા માંગે છે ને? સમીરે હા પાડી. રૂપાએ કહ્યું, હું પણ ઘણીવાર આ વાત પર વિચારતી. મને પણ આ વાત ઘણાં અંશે સાચી લાગે છે. અને થાય છે, સ્ત્રી ઘણીવાર આ બેવડી જવાબદારીથી થાકીને તૂટી જાય છે. અપણે કંઇક વચલો રસ્તો શોધીશું.

     સમીર અને રૂપાના લગ્ન થઇ ગયા. બંને એ થોડાં દિવસની રજા મૂકી હતી. એ દરમ્યાન સમીરે વચલો રસ્તો શોધી લીધો. રૂપા સાથે વાત પણ કરી લીધી અને તેણે તેના મમ્મી-પપ્પાને પણ કહી દીધું ,

“મેં રૂપાને એટલે જ ના પાડી ને કીધું કે બહાર કામ કરવાથી થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે. એટલે વાંધો નહિ.  માની ગઇ તરત! સી. એ. છે ને એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે. ને કમાણીની કમાણી!”

     સમીરના મમ્મી-પપ્પા બોલ્યા, વાહ, બેટા તમે બંને એ બહુ સમજદારીનું કામ કર્યું છે.  અમે બંને તમારી આ સમજદારીથી બહુ ખુશ છીએ. હંમેશા ખુશ રહો અમારા આર્શીવાદ તમારા પર સદા વરસતા રહેશે.અને  જરૂર હોય ત્યાં તમને મદદરૂપ પણ થતાં રહીશું,

૫) કિરણ પિયુષ શાહ

શીર્ષક-મન હોય તો માળવે જવાય

શબ્દ સંખ્યા ૧૫૭૦

હસતી ગાતી છોકરીઓનું એ ગૃપ પરીક્ષા પછી પિકનીક જતું હતું. ઈનોવાને ચલાવનાર પણ એમાંની જ એક છોકરી હતી. મધ્યમ સ્પીડે (ન ઓછી ન વધારે એવી સ્પીડે) પૂરી સાવધાની સાથે એ ગાડી ચલાવતાં મસ્તી કરતાં જતાં હતાં. ગાંધીનગર હાઈવે પકડ્યો અને ટ્રાફિક ઓછો થયો ત્યારે ગાડીની સ્પીડ થોડી વધારેલ. ત્યાં રૂપાનો મોબાઈલ રણકયો. હંમેશાની જેમ એની મમ્મી હતી. ક્યાં પહોંચ્યા એજ પૂછવા ફોન કરેલ. રૂપાએ વાત કરી મોબાઈલ મૂક્યો. અને તેની સહેલીઓ તેનાં સામે જોઈ હસી પડી. ડ્રાઈવિંગ કરતાં કરતાં સ્વાતિએ પાછળ જોઈ.., “રૂપા યુ આર સો લકી તારા મોમ ડેડ બહું જ કેરિગ…”. અને તેનાં શબ્દો અધૂરા જ હતાં ને સામેથી આવતી પૂરપાટ ટ્રકની અડફેટે ઈનોવા આવી ગઈ. ટ્રક સાથે ઈનોવા ક્યાંય સુધી ધસડાતી રહી ઘસડાતી ઈનોવા અંતે રોડ પરથી ઉતરી એક ઝાડ સાથે ટકરાઈ ત્યારે ઈનોવા ઓળખાય તેવી હાલતમાં રહી ન હતી. પાછળના દરવાજે બેઠેલ રૂપા દરવાજો ખૂલી જતાં બહાર ફેકાઈ ગયેલ. રૂપાને પછડાટને કારણે માથું ત્યાં પથ્થર પર ભટકાયું હતું અને ફેકાવાને કારણે કમર પર પણ માર લાગેલ. રૂપા આંખ ખૂલી રાખવાની કોશિશ  કરતાં ઊભી થવા ગઈ પણ તે હલીચલી નથી શકતી. 

તેને તેની સખીઓની ‘બચાવ બચાવ’ની મરણચીસો સંભળાતી હતી. પણ તેનાંમાં ઊભા થવાની તાકાત નહોતી.તે ખૂબ લાચારી અનુભવતી હતી. થોડો દૂર જલ્પા પણ લોહીના ખાબોચિયામાં પડી હતી. રૂપાનાં હાથમાં મોબાઈલ એમનો એમ હતો. એણે હતી એટલી તાકાત એકઠી કરી મમ્મીને મોબાઈલ લગાડી અકસ્માતની જાણ કરેલ. મમ્મી સાથે વાત કરતાં કરતાં જ રૂપા બેહોશીમાં સરી પડેલ.

હોસ્પિટલમાં પૂરા ત્રણ દિવસે રૂપા ભાનમાં આવેલ. ત્યારે તેની પાંચ સહેલીઓ કાયમી નિદ્રાધીન. આ વાત તેને ત્યારે જણાવવામાં નથી આવતી. રૂપાને બહાર ફેંકાવાથી ખૂબ  પછડાટ લાગી હતી. અને તેને કારણે માથામાં ગંભીર ઈજા થઈ’તી અને સાથે કરોડરજ્જુને કાયમી નૂકશાન થયેલ. 

ત્રણથી ચાર ઓપરેશન અને છથી આઠ મહિનાની સારવાર બાદ રુપા તેના પગપર ઊભાં રહેવાને લાયક બનેલ.. આ દરમિયાન રૂપાની પરીક્ષાનું પરિણામ આવી ગયેલ. રૂપા તેની સી.એ.ની પરીક્ષા પાસ કરી સી.એ. થઈ ગયેલ. તેની સાથે તેની મરનાર સહેલીઓ પણ પાસ થઈ ગયેલ પણ એ પરિણામ જાણવા તેઓ ક્યાં જીવિત હતી? આ પરિણામ તેમનાં પરિવાર માટે કલ્પાંતનું જ કારણ બન્યું’તું.  રૂપા તેનાં સ્વાસ્થ્યની સમસ્યાઓ સાથે લડતાં લડતાં આગળ વધવાનો પ્રયત્ન કરવા લાગી. સી.એ. તરીકે તેના સર્ટિફિકેટને આધારે સહું તેને ઈન્ટરવ્યુ માટે બોલવતા હતાં, પણ પછી તેને રૂબરૂ મળી જવાબ પછી આપશે તેવું કહીં દેતાં.

અત્યાર સુધી હાર ન માનનાર રૂપા જાણે અજાણે હારવા લાગેલ. આ અનુભવો તેનું મનોબળ તોડવા લાગ્યા હતાં. રૂપાને કયારેક જિંદગી બોજ લાગવા લાગતી. ત્યારે ઉદાસી ઘેરી વળતી. તેની સહેલીઓની યાદો પણ તેની વારંવારની ઉદાસીનું કારણ બનતી. આમ પણ એ અકસ્માત અને એને લીધે મળેલ ઘાવ તેને કશું ભૂલવા નથી દેતાં.

તેના મમ્મી-પપ્પા તેને ખુશ રાખવા અનેક પ્રયત્નો કરતા. રૂપા તેમનું એકમાત્ર સંતાન હતી. તેના માટે તે કંઈપણ કરવા તૈયાર હતાં.

રૂપાના પપ્પા મોહનભાઈએ પોતાની ઓફિસમાં રૂપાને સી.એ.ની પોસ્ટ પર નિમણુંક કરવાની વાત મૂકી. 

આની જાણ થતાં જ રૂપા …

“પપ્પા, પ્લીઝ મને મારી આવડત પર કામ મેળવવા દો. મને તમારી કે કોઈની મદદ એમાં નથી જોતી. તમારી લાગવગથી કામ મળશે એ મારા સ્વમાની સ્વભાવને મંજૂર નથી, અને તમે જ તો શીખવાડયું હતું કે દરેક કામ જાતે કરવાની આદત પાડવાની એમાં નિષ્ફળતા મળે તો પણ એ એક અનુભવનું ભાથું જ હશે. તો હવે કેમ મારી મદદ કરી મારો વિશ્વાસ તોડવાની કોશિશ? મને મારા અનુભવોનું ભાથું મેળવવાનો પણ હક્ક નથી?”

“રૂપા, એમાં મદદ કે મહેરબાનીની વાત જ નથી. આતો તારી લાયકાત ને તારું ભણતર એળે ન જાય તેનો પ્રયાસ હતો. એ તને ન ગમ્યો તો કંઈ નહીં. તું તારી રીતે પ્રયત્ન કર. તને જયારે અમારી જરૂર પડે ત્યારે બતાવી દે જે. હું ને મીતા હંમેશા તારી સાથે જ છીએ.”

રૂપાના મમ્મી મીતાબેને રૂપાને સમજાવવાની કોશિશ કરેલ, પણ રૂપા કોઈ  વાત માનવા તૈયાર જ નથી થતી. 

આમને આમ પ્રયત્ન કરતા એક નાની ઓફિસમાં રૂપાને નોકરીની નિમણૂંક મળતી હતી, પણ તે સ્થળ ઘરથી બહુ જ દૂર હતું. આવવા જવાના ત્રણ કલાક અને કામનો સમય પણ વધારે હતો.. રૂપા માટે આ ઓફર તેની શારિરીક સમસ્યા વધારનારી હતી. એટલે તેણે થોડો વિચારવાનો સમય માંગેલ.

 એ દરમિયાન તેના માસીનો પરિવાર તેમને ત્યાં થોડા દિવસ મહેમાન બની આવેલ હતો.

રૂપા જેવડી જ સ્વીટી સાથે રૂપાને સારું ફાવતું હતું. બંને સાથે હરતાં ફરતાં એકબીજાના મનની વાતો કર્યા કરતાં. રૂપાની કહાણી સાંભળી, રૂપાનાં અકસ્માત પછીના સંઘર્ષની વાતે સ્વીટી તો રૂપાની પ્રશંસક જ થઈ ગઈ’તી. 

અકસ્માત પછી રૂપાને કરોડરજ્જુની ઈજાને કારણે મણકાને જે કાયમી નૂકશાન થયેલ તેને લીધે અને મગજને થયેલ ગંભીર ઈજાને કારણે રૂપાની જમણી સાઈડ થોડી નબળી પડી હતી. રૂપાને ચાલવા માટે લાકડીનો ઉપયોગ કરવો પડતો. રૂપાને સંપૂર્ણ સ્વસ્થતા કયારે મળશે  એ ડોકટર પણ કહીં નથી શકતા. લાંબા સમય સુધી ફિઝિયોથેરેપી અને દવાઓ ચાલુ રાખવાના હતાં. આ અકસ્માત અને તેની આ નબળાઈ તેને કામ મેળવવામાં અવરોધરૂપ બનતાં હતાં.. આ બધું જાણી સ્વીટી રૂપાને કંઈ રીતે મદદરૂપ બનું તે જ વિચાર્યા કરતી. 

સ્વીટી પોતે ઓનલાઇન વેચાણ કરી ઘણું કમાતી હતી. એ ઉપરથી એણે રૂપાને ઓનલાઇન કામ કરવાની સલાહ આપતાં, “રૂપા, તને ખબર છે અત્યારે ઓનલાઇન ઘણાં કામ કરતાં હોય એમ તું પણ કોઈ એવું કામ..?”

“સ્વીટી, તારી વાત સાચી ..પણ પછી મારી ડીગ્રીનો શો ઉપયોગ? મારું સી.એ. થવું વ્યર્થ જ?”

“હા! એ વાત ખરી.”

“સ્વીટી, તને કે માસીને મમ્મીએ કયારેય કહ્યું  હતું કે એ અકસ્માતમાં મારી પાંચ સહેલી હોસ્પિટલ પહોચ્યાં  પહેલાં જ… અને સ્વાતિ તો ડ્રાઈવિંગસીટ પર હતી..એનો તો કહે છે કે ચહેરો પણ ઓળખી નહોતો શકાયો. અને બાકીની ચારમાં  રીમા, રૂબી સલમા અને હીર એનાં પણ શરીર ક્ષત વિક્ષત હાલતમાં બહાર કાઢેલ. એ લોકોને છેલ્લીવાર મળી કે જોઈ પણ નહોતી શકી. મારી જેમ બચી ગયેલ જલ્પા.. એનાં માટે પણ જિંદગી ખૂબ મુશ્કેલ બની ગઈ. અકસ્માતમાં એક પગ ગુમાવી કાયમી અપંગની જિંદગી જીવવાની.  શું વાંક હતો અમારો? ટ્રક ડ્રાઈવરની જ ભૂલ હતી, અને તેનો તો આજ સુધી પતો જ નથી મળ્યો જાણે જમીન ગળી ગઈ. આ બધું ભૂલી જ નથી શકતી. અમારું આખું ગૃપ પ્રથમ પ્રયત્ને જ સી.એ.ની ફાઈનલ પરીક્ષા સુધી પહોચ્યું હતું. ફાઈનલ પરીક્ષા પત્યા પછી અમે તેની ઉજાણી કરવા જ જતાં હતાં. એ અકસ્માત પછી પડતી શારીરિક માનસિક તકલીફની વાતે જલ્પા તો હિંમત હારી ગયેલ.  તેને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ એ હવે ઘરની બહાર જ નિકળવા નથી માંગતી જે થયું તે નશીબ માની જીવવા લાગી. પણ સાચું કહું સ્વીટી, હું એ બધું યાદ કરી બેસી રહેવા નથી માંગતી. મારે સી.એ. તરીકે સફળ થઈ મારી સખીઓને સાચી શ્રધ્ધાંજલી આપવાની કોશિશ માત્ર કરવાની મારી ઈચ્છા હતી. તો શું મારી આ ઈચ્છા ખોટી?”

” ઓહહહ! રૂપા સાચે જ આ બધી વાતો માસી કે માસાએ કયારેય અમને નથી કરી. એ માત્ર તારા ખબર આપે કે તને હવે પહેલાં કરતાં સુધારો હતો, અને તું હવે લગ્ન કરવા નથી માંગતી. તારા પગભર થઈ જિંદગીનો સામનો જાતે કરવા ઈચ્છતી હતી એ જ વાતો કરતાં. રૂપા તું ખૂબ જ સહનશીલ અને સાહસી અને હિંમતવાન હતી અને રહીશ. આટલી સમસ્યાઓ સાથે પણ તારી સી.એ. તરીકે કામ કરવાની મહેચ્છા અને તારી સખીઓ માટે કશુંક કરવાની ભાવનાને સલામ સ્વીટહાર્ટ.”

બંને બહેનો મનની વાત કરી હળવીફૂલ થઈ ગઈ. અચાનક સ્વીટી કંઈ વિચાર આવતાં…

“એયય …રૂપા તું ઘરમાં જ ઓફિસ કરી સ્વંતંત્ર રીતે સી.એ.ની પ્રેકટીસ કેમ નથી કરતી? માસા અને આસપાસના સંબંધી તારા કામનો પ્રચાર કરશે..અને તને ઘેર બેઠાં જ કામ મળતું રહેશે..”

સ્વીટીની વાત સાંભળી રૂપા વિચારમાં પડી ગઈ અને તેની વાત તેને વિચારવા યોગ્ય લાગી. 

રાતના જમ્યા પછી બધાંની હાજરીમાં સ્વીટીએ પોતાની વાત રજુ કરતાં કહ્યું કે , ” મેં રૂપા સાથે વાત કરતાં એને  ઘરમાં ઓફિસ બનાવીને કામ કરવાની સલાહ આપી અને સમજાવી.”

“અરે! સ્વીટી આતો ખૂબ સરસ વિચાર આ વિચાર અમને કેમ ન આવ્યો? બહાર કામ.કરવામાં રૂપા ખૂબ જ થાકી જવાની અને કદાચ પાછી કોઈ નવી સમસ્યા ઊભી થાય તો..” મીતાબેનની આ વાતનો જવાબ આપતાં સ્વીટી બોલી હતી.

 “માસી, મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધુ કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી. માની ગઈ તરત! સી. એ. છે ને તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે. ને કમાણીની કમાણી! રૂપાને આ વાત ગળે ઉતરી ગઈ..તો તમારા બધાંનો શો અભિપ્રાય છે એ જણાવો..”

સ્વીટીની વાત પર બધાં સહમત થયા અને ઘરમાં ઓફિસ બનાવવા મંજૂરી આપી દીધી. 

એ પછી એક રુમમાં ઓફિસ માટે જરૂરી ફર્નિચર, ડેસ્કટોપ વગેરેની વ્યવસ્થા કરવામાં પડી ગયાં..

મોઢામોઢની વાતચીતથી રૂપા પાસે મંગલ શરૂઆત પહેલાં જ કામ મળવા લાગેલ. 

એક બાજુ ઘરમાં ઓફિસ બનાવવાની તૈયારી કરતાં મીતાબેન રૂપા કઈ રીતે માની ગઈ એ જાણવા આતુર હતાં. એણે સ્વીટીને બોલાવી રૂપા કંઈ રીતે માની તે જાણવાની કોશિશ કરેલ.

“સ્વીટીબેટા, એવી કઈ જાદુની છડીથી તે મારી રૂપાને મનાવી?”

“અરે માસી ખાસ કંઈ નહીં એતો વાતવાતમાં રૂપાને ઘરમાંથી કામ કરવાની વાત જ કરી હતી. અને તમારી રૂપા સાથે વાત કરતાં, તેની વાત સાંભળી તેની મુશ્કેલી સમજી હતી. અને તેને વારંવાર સમજવાની કોશિશ કરતી હતી. એમાં આ રસ્તો મળી ગયેલ. અને કહેવત છે ને ‘મન હોય તો માળવે જવાય’ એ ચરિતાર્થ કરી.

“હા! બેટા તારી વાત સાચી, એણે મને તારી સાથે થયેલ વાત કરેલ.”

ત્યાં રૂપાના પપ્પા રૂમમાં આવતા, ” સ્વીટી તારી વાત સાંભળી સમજયા પછી, અમને ગર્વ છે કે તું રૂપા માટે આટલું વિચારી તેની ચિંતા કરે સાચે અમારી રૂપા ભાગ્યશાળી કહેવાય.

આ વાતચીત ચાલતી હતીને રૂપા રૂમમાં પ્રવેશતા જ, “હા! હવે મેં તમારા સૌની વાત માની ને. તો ચલો હવે એકવાર આ વાત પર પાર્ટી કરી લઈએ. સૌનો આભાર માની આ અટકી પડેલ જીવનની ગાડીને એકસીલેટર આપી દોડાવવા માંડીએ. બરાબર ને “

રૂપાનો દ્રઢનિર્ધાર અને તેની કાબેલિયતથી તેની સી.એ.ની પ્રેક્ટિસ પૂર જોશમાં ચાલવા લાગેલ. અનેક શારિરીક સમસ્યા સાથે લડતાં લડતાં પહેલાંની જેમ જ જિંદગી જીવવા લાગી’તી. જિંદગી આમ પણ કયારેય કોઈના માટે થોભતી નથી. એતો ચાલતી જ રહેવાની અવિરત..શો મસ્ટ ગો ઓન …કોઈ આવે કે કોઈ જાય જિંદગી પોતાની ચાલ  કોઈના માટે નથી બદલતી આ વાત રૂપાથી સારી રીતે બીજું કોણ સમજી શકવાનું હતું?

 ૬)જસુબેન બકરાણીયા

શબ્દસંખ્યા ૧૧૧૧.

શિર્ષક:- “શ્રીગણેશ “

        ચંચળ હરણી જેવી ઉંચી ગોરી નમણી નાગરવેલ જેવી રૂપાએ સી.એ. ની પરિક્ષા માં ફસ્ટ કલાસ ફસ્ટ નંબર મેળવી માં બાપ નું નામ જ્ઞાતિમાં રોશન કરી દીધું. રૂપાના માતા પિતા ના હૈયામાં આનંદ ના ફુવારા ઉડી રહ્યા  હતા. સગાંવહાલાં માં થી વધાઈ નો ધોધ વહી રહ્યો હતો, દિકરીના કારણે આજે પાંચમા પુછાઈ રહ્યા હતા, થોડા સમય માં તો રૂપાને‌ નોકરી માંટે ઉચ્ચી પોસ્ટ ની ઓફરો આવવા લાગી, અને હવે રૂપાના પગ જમીન પર પણ ટકતા ન હતા , તે અમદાવાદ જેવા શહેરમાં  સર્વિસ પણ કરવા લાગી, અને હવે તો તેના સારા સારા ઘરેથી માંગા આવવા લાગ્યા હતા 

        એક દિવસ રૂપાના મમ્મી હંસાબહેને ધીમે રહીને રૂપાને આ બાબત વિષે પુછી પણ લીધું. સમજુ અને પ્રેમાળ લાગણીશીલ રૂપાએ પોતાના માતા-પિતા ની મરજી ને વધાવી લીધી , અને એક દિવસ ખૂબ સરસ ઠેકાણે  એમ.બી.બી.એસ. થયેલા અમદાવાદમાં જ સેટલ થયેલા ડો. રાજેશ વ્યાસ સાથે રૂપાના રંગે ચંગે વિવાહ પણ સંપન્ન થઇ ગયા, ડો. રાજેશ પણ ખુબ ઉમદા માનવિય, વ્યક્તિત્વ ‌ધરાવતા ખુબ ગર્ભ શ્રીમંત ઘરનું સંતાન હોવાથી  રૂપાને કોઈ વાતે દુઃખ નહોતું,

પણ કહેવાય છે ને ! કે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું હોય તો પછી તે ને ઉપર થી ભગવાન આવે તોય કોણ બચાવે!! આવી જ હાલત કંઈક રૂપાની પણ થઈ હતી. રૂપાને સી.એ. કરતા કરતા એક બીજો શોખ પણ હતો અને તે હતો ગુજરાતી સાહિત્ય માં,તેમજ શેર શાયરી,નો ગાંડો શોખ હતો, સાંભળવાનો તેમજ સાહિત્યકારો ના વ્યક્તિત્વ થી અંજાઈને તેની પાસે થી તેમના ઓટોગ્રાફ લેવાનો, આ શોખના કારણે એક કામી  હરામી સાહિત્ય પરિષદ ના અધ્યક્ષ ના હોદૃા સુધી પહોંચેલા એક ત્રાંસી નજર વાળા પુરૂષ ની નજર માં આ હરણી જેવી ભોળી‌ ચચંળ નાર વસી ગયેલી જ્યારે જ્યારે પણ મોકો મળે ત્યારે આ બદ ઈરાદાવાળો કામી માણસ રૂપા પર જાણે સંમોહન વિદ્યા જાણતો હોય તેવી રીતે ‌ધીમે ધીમે પોતાના વ્યક્તિત્વ થી રૂપાના મન પર વિશેષ પ્રભાવ પાડવા માં સફળ થયા લાગ્યો.

       એક દિવસ તો હિંમત કરી ને તેણે રૂપા પાસેથી રૂપાના ફોન નંબર પણ માંગી લીધા.હવે તે અવારનવાર રૂપાને ફોન કરવા લાગ્યો, પરંતુ આ બાબત માં કોઈ ને કાંઈ અજુગતું લાગતું નહીં,ખુદ રૂપાને પણ,ધીમે ધીમે આ કહેવાતા ‘ ખોટા સાહિત્યકારે પોતાની જાળ બિછાવવી શરૂ કરી દીધી હતી, ‌પોતે ખુબ મોટો સાહિત્ય કારછે એતો એણે રૂપાને ક્યારનું ઠસાવી જ દિધું હતું  હવે તે રૂપા સાથે ફોન પર વારંવાર શેર શાયરી સંભળાવતો થયો, અને ધીમે ધીમે પોતાનું ફાર્મ હાઉસ ના ફોટા ઓ મોબાઈલ પર મોકલવા લાગ્યો, નજીક આવવાનો એક પણ મોકો તે છોડતો નહીં..

       એક દિવસ અચાનક જ રૂપાના ફોન ની રીંગ વાગી ને સામે થી જ્યાં હલ્લો સંભળાયું ત્યાં જ રૂપા તો ખુશ, હાં હાં બોલો સર અત્યાર માં વળી ક્યાંય મુશાયરો છે કે શું?!

ત્યાં તો રૂપાના હોશ ઉડી ગયા, તે બાડો સાહિત્ય કાર રૂપાને વિડીયો કોલ માં પોતાના ફાર્મ હાઉસ માં ફરતા ફરતા બધું બતાવી રહ્યો હતો , તેમાં તે પોતે પાળેલા એક કાચબો અને કાચબીનું સંવનન , રૂપા ને બતાવી રહ્યો હતો, અને મોબાઇલ માં ગંદા શબ્દો દૃવારા મજા ઉઠાવી રહ્યો હતો . આ વાતને લઇને રૂપાનુ મગજ છનનન….થૈ ગયું હતું ત્યારબાદ તો તેણે નંબર પણ ડીલીટ કરી નાંખ્યો ,તેમ છતાં તેના મગજમાં થી આ વાત ખસતી જ નહોતી. આની  સીધી અસર તેની સર્વીસ પર અને ઘરના કામ કાજ પર પડવા લાગી. તેનું વર્તન પણ દિવસે દિવસે બગડવા લાગ્યું.

         આ બધું તેની અંતરંગ ફ્રેન્ડ બધુજ નોટ કરતી, તેણે એક દિવસ રૂપાને ભાર પુર્વક પુછી જ લીધું યાર બોલતો ખરી પ્રોબ્લેમ શું છે,  સંસ્કારી ઉંચા ખાનદાન ની રૂપા પહેલા તો કશું કહેવા તૈયાર જન હતી પણ તેની ફ્રેન્ડ ની સમજાવટથી રડતાં રડતાં વાતની શરૂઆત કરી યાર સાહિત્ય જેવા ઉજળા ક્ષેત્રમાં પણ આવા હરામી ઓ હશે! તેની મને બીલકુલ ખબર ન હતી,  વળી પાછી હિબકે ચડી, શાંત થયા પછી , ફરીને બોલી મીના શું કાગડા બધેય કાળા જ હશે! ક્યાંય પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ કે વાતો સાફ સુથરૂ વ્યક્તિતવ થી ભરેલા મનુષ્ય આ સાહિત્ય જેવા જગતમાં પણ!! અને મીના એ રૂપાને બાથમાં લઇ છાની રાખી અને આખીયે આ જગત 

ની આંટીધુટી નું રહસ્ય સમજાવ્યું કે રૂપા આ જગતમાં સાચા  અને આવા ખોટા બન્ને લોકો છે, અને આવા ઉતરેલા હાંડલા જેવા તો ઠેક ઠેકાણે પડ્યા જ છે, હા ! તું ખૂબ સંસ્કારી વાતાવરણ માંથી આવી છો તેથી તને વધારે નવાઈ લાગે,

હા તને સાહિત્ય માં રસ છે ને! તો હવે તું એક કામ કર, તું એક વાર્તા  લખી કાઢ અને ખુબ સુંદર રૂપે નિરૂપણ કર આપણી એક ક્લબ છે તેમાં તું જોઈન્ટ થઇ જા,તેમાં બધાજ લેડીઝ બહેનો  છે, તે ખુબ સુંદર રીતે વિચારોની આપ-લે કરે છે, તેમજ તેમાં ખૂબ સારા કાર્યક્રમો પણ થાય છે, ચાલ કાલ મારી સાથે તું આવજે હું તને બધા સાથે‌ ઓળખાણ કરાવીશ તેમાં તને તારા વિચાર ના લેખિકા બહેનો પણ મળશે હું તો ઘણા સમયથી તેમાં જોઈન્ટ થઇ છું અને તારી આ વાત પણ આપણે કરીશું જેથી કરીને બીજી સ્ત્રીઓ નું આવું શોષણ થાય નહિ, મીનાની આ વાત રૂપાને ખૂબ જ ગમી આ અને આ જે તે ઘણા સમય પછીહળવાફૂલ મૂડમાં આવી ગઈ તેણે મીનાનો ખૂબ જ આભાર માન્યો હસતા હસતા તે આજે ઘરે પહોંચી તેણે આજે નિર્ણય કરી લીધો કે હું મારી વાર્તા દ્વારા તે કહેવાતા લંપટ સાહિત્યકારને ચોક્કસ ખુલ્લો પાડીશ, અને મારી બીજી બહેનો ની આ રીતે પણ હું રક્ષા કરીશ, રૂપાએ ઘરે જઈ ફ્રેશ થઈને, આ જે નવી વાર્તા લખવાનું શરૂ કર્યું,અને પોતે સાહિત્યના શ્રી ગણેશ માંડ્યા્.

        આજે રૂપા નો મૂડ ખૂબ સારો હતો તેમણે તેના પતિને પણ કહ્યું કે આજે આપણે તમે કહેતા હતા તે રીતે આ મારી પ્રાઇવેટ ઓફિસ ના શ્રી ગણેશ કરીશું , તેના ડોક્ટર પતિ રાજેશ પણ આ વાત સાંભળીને ખુશી થી ઉછળી પડ્યા અને બોલ્યા‌ કે હવે તારું સી.એ. ભણેલું, સાર્થક થયું કહેવાય,હું તારી ઓફીસ માટે પ્રથમ શ્રી ગણેશની મૂર્તિ લઈ આવું છું પછી હું જમીશ. અને પછી આ તારી ઓફિસ આપણા બંગલા ની પડખે રહેલ આઉટ હાઉસ‌ ને જ નવો લુક આપી‌ને અહીં જ‌ તેના શ્રી ગણેશ કરીશું. તારે ઘર‌ પણ સંભાળવામા‌ સરળતા રહેશે, રૂપા એ તરતજ આ વાત પર સમંતી દર્શાવી. સી.એ. છે ને!! તરત‌ માની  ગઈ કે ચાલો કમાણી ની કમાણી અને ભણતર ની પણ કીંમત થઈ.

૭) પ્રફુલ્લા”પ્રસન્ના”

 હિંચકો

શબ્દ સંખ્યા-૧૬૫૬

         પોષ મહિનાની કડકડતી ઠંડી હતી.આઠ વાગ્યામાં જ રસ્તા સુમસામ બની ગયા હતા.શેરીના કુતરા પણ ક્યાંક લપાઈને બેસી ગયા હતા.

       આ સુમસામ અને શાંત રાત્રીને ટીવીના અવાજથી ડહોળી નાંખવાનું રૂપાને ના ગમ્યું. આજે એ એન.જી.ઓ.ની ઓફિસમાં બપોરે મોડા જમી હતી એટલે જમવાની કોઈ ઈચ્છા નહોતી.દિવસભર થયેલી હલચલ યાદ કરતા કરતા એ કોફી બનાવવા રસોડામાં ગઈ.

      “કડક,મીઠી,આદુ-ઈલાયચીવાળી

પણ ઓછા દૂધની ચ્હા પીવાની જે મજા આવે એ કોફી પીવામાં ના આવે.તું મારી સાથે ચ્હા જ પી મને એકલા ચ્હા પીવાનું નહીં ગમે.”રાહુલના આવા આગ્રહના કારણે રૂપાએ કોફી છોડી દીધી હતી.

        રોજ ચ્હાના બે મોટા મગ અને નાસ્તાની પ્લેટ લઈને બંને બાલ્કનીમાં સવારને માણતા.

         પાંચ વર્ષ પહેલાં રાહુલના હાર્ટએટેકથી થયેલા મૃત્યુ પછી એની જીવનશૈલી બદલાઈ ગઈ હતી.એણે ચ્હા છોડીને પોતાને બાળપણથી પ્રિય એવી કોફી પીવાનું ચાલુ કર્યું હતું.

        રાહુલના ગયા પછી એણે ત્રણેક એન.જી.ઓ.માં સી.એ.તરીકે સેવા આપવાનું ચાલુ કર્યું હતું.

       ઠંડી હોવા છતાં રૂપાએ બારી ખોલી નાંખી.કોફી લઈને એ બારી પાસે ઉભી રહી.એ મુક્તિ અનુભવી રહી હતી.ખુશ હતી એ પોતાની અલગ જીવનશૈલીથી.

રસ્તા સુમસામ હતાં. સામે જ બગીચો હતો એમાં પણ સુનકાર હતો.ક્યારેક એ આ બગીચામાં પણ જઈ નહોતી શકતી એ સમયનો સુનકાર એને યાદ આવી ગયો.

      શિયાળાની ઠંડી રાત્રે રોજ આ સમયે પસાર થતી ટ્રેઈનનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.રેલ્વેસ્ટેશન નજીક જ હતું.ટ્રેઈન દેખાતી નહોતી પણ એની નજર સામેથી જ પસાર થતી હોય એવો ભાસ થયો.લાંબી હતી ટ્રેઈન.જીંદગી ના પાસઠ વર્ષો જેવી લાંબી. ટ્રેઈનનો એક એક ડબ્બો પસાર થતો હતો એની સાથે જ એની જીવણગાડીના ડબ્બા પસાર થવા લાગતા અને ટ્રેઈન પૂરી થઈને પસાર થઈ ગઈ તો જાણે જીવણગાડીના બે પાટા પણ છુટા પડી ગયા. રૂપાની નજર સામે જીંદગીના વર્ષો પસાર થવા લાગ્યાં.

                           *

        રૂપા અને રાહુલ બાળપણના ભેરુ હતાં. એક જ સોસાયટીના ટેનામેન્ટમાં બાજુબાજુમાં જ રહેતા હતાં અને સાતમા ધોરણથી એક જ સ્કૂલમાં ભણતા હતાં. ભણવામાં ખૂબ હોંશિયાર હતા અને પોતાનો અભ્યાસ સાથે બેસીને કરતા.સાથે રહેતા રહેતા ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા એ બંનેમાંથી કોઈને ના સમજાયું પણ આજુબાજુ રહેતા લોકોને એ વાત સમજાઈ ગઈ.બંનેની પીઠ પાછળ ગુસપુસ થવા લાગી.

            રૂપા જૈન હતી અને રાહુલ બ્રાહ્મણ.

        “રાહુલ, તને ખબર છે કે આપણે બંને પ્રેમમાં છીએ?” એક દિવસ રૂપાએ પૂછ્યું.

   રાહુલ ખડખડાટ હસી પડ્યો,” ના, ના.આવું તને કોણે કીધું?”

   “મારી મમ્મીએ, એને સોસાયટીમાંથી વાત મળી કે આપણે બંને પ્રેમમાં છીએ.એણે મને સમજાવી કે બેટા, આપણા ઘરમાં આવું નહીં ચાલે.” રૂપા બોલી.

    રૂપાએ પણ મમ્મીને ધરપત આપીને કીધું હતું ,” મમ્મી, આવી વાતો કોણ ઉડાવે છે? હું જો પ્રેમમાં હોઉં તો મને ખબર ના હોય! રાહુલે પણ આવું કશુંય મને કીધું નથી.”

    “બેટા, આવો વિચાર પણ ના કરીશ.તારા પપ્પા પ્રેમલગ્નના વિરોધી છે.એ જાણશે તો ભુકમ્પ આવી જશે.”મમ્મી પ્રેમબેને એને સમજાવી હતી.

     રાહુલ રૂપા સામે જોઈ રહ્યો અને પૂછ્યું, “તને શું લાગે છે રૂપા?”

   રૂપા અસમંજસમાં ચૂપ બેસી રહી.

 એ પછી રાહુલ અને રૂપા સજાગ રહેવા લાગ્યાં પણ જે બનવાનું હતું એ બનીને જ રહ્યું.એકબીજાની ગેરહાજરીમાં બંનેને ખ્યાલ આવી ગયો કે તેઓ એવી કોઈક લાગણીથી જોડાઈ ગયા છે જેના કારણે એકબીજા વગર ગમતું નથી.

      ધીમે ધીમે આડોશ-પાડોશ અને મિત્રવર્તુળમાં આ વાત ફેલાઈ ગઈ.માતા-પિતાએ બંનેને એકબીજા સાથે બોલવાની મનાઈ ફરમાવી દીધી.

હવે ખરી કસોટી ચાલુ થઈ.

    બોર્ડનું વર્ષ હતું અને એકબીજાની ખાસ જરૂર હતી.સ્કૂલ અને  ગાર્ડનમાં મળવાનું ચાલુ થઈ ગયું.

     જોડકા ટેનામેન્ટ હતું.બંનેના ઘર વચ્ચે કપડાં સુકવવાનો એક જ સળંગ તાર બાંધ્યો હતો. રાહુલ એ તાર હલાવ્યા કરે એટલે રૂપા ઘરની બહાર આવે.બંનેની વચ્ચે ઇશારાની ભાષામાં વાત થવા માંડી.આવતા-જતા લોકોનો પણ ખ્યાલ ન રહેતો અને લોકો માટે તો એક જોણું થયું અને વાતનો એક વિષય મળી ગયો લોકોને.

     જગન એમના જ બ્લોકમાં ત્રીજા ઘેર રહેતો હતો.નવરી બજાર.કોઈ કામકાજ નહીં, માથાભારે ગણાય. મોટી મોટી ડંફાશો મારે અને બહાર ખાટલામાં આખો દિવસ પડ્યો રહે.ત્રીસ વર્ષનો હશે પણ લગ્ન ક્યાંથી થાય? અલેલટપ્પુ જેવો એક નમ્બરનો રખડું. સોસાયટીમાં ફરીને પંચાતો કર્યા કરે અને કોઈ પણ વાત હંમેશા વધારીને કરે.આવતી-જતી છોકરીઓ અને સ્ત્રીઓ પર ખરાબ નજરથી જુએ અને ઠઠ્ઠા મશ્કરીઓ કર્યા કરે.

       રાહુલ અને રૂપાની વચ્ચે ઈશારા ઈશારામાં થતી વાત જોવાની એને મજા પડતી. તેઓ ઘણું ધ્યાન રાખતા પણ જગન છુપાઈને એમની હરકત જોયા કરતો.

     એક દિવસ સ્કૂલે જતી રૂપાને સોસાયટીના નાકે જગને આંતરી અને ચોકલેટ આપી.રૂપાએ લેવાની ના પાડી એટલે એ બોલ્યો, “કેમ? હું ગમું એવો નથી? રાહુલ જ ગમે?” રૂપલી, તું જાણતી નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું! તારે પૈસાની જરૂર હોય તો મને કહી દેવું.તારા માટે કંઈ પણ કરવા હું તૈયાર છું, એ રાહુલમાં હિંમત નથી એટલે છાનું છપનું કરે છે પણ હું તો તને સોસાયટીની વચ્ચે જ કોઈની બીક રાખ્યા વગર મારા ઘરમાં લાવીને બેસાડી દઈશ અને દુનિયા આખીની ખુશી આપીશ.”

    એનો પીછો છોડાવવા રૂપા ત્યાંથી ભાગી.અવરજવર પણ હતી એટલે જગન પણ પાછો વળી ગયો.

      આ વાત રાહુલને કરવી કે નહીં એ વિચારવા લાગી.

    જો રાહુલ આ વાત જાણશે તો ગુસ્સે થશે, ઝઘડો પણ કરશે અને જગન બંનેને સોસાયટીમાં બદનામ કરશે.બોર્ડનું વર્ષ છે તો અભ્યાસ ઉપર પણ અસર થશે. એવું વિચારી એ ચૂપ રહી.

      બોર્ડની પરીક્ષા પતતા સુધીમાં જ રાહુલ અને રૂપાના પ્રેમસંબંધની ઘરમાં બધાને જાણ થઈ ગઈ.

    જગન ફાવે એમ વાતો ઉડાડવા માંડ્યો. એક દિવસ બહાર કોઈ નહોતું ત્યારે રૂપાને બાથમાં લઈ લીધી.રૂપાના પપ્પા આ જોઈ ગયા.રાહુલ અને જગનથી બચવા રૂપાના પપ્પા પ્રેમચંદભાઈએ મકાન વેચી નાંખ્યું અને થોડે દુર બીજી સોસાયટીમાં રહેવા ગયાં.

                         *          

       રાહુલ અને રૂપાને કોમર્સ લાઇન    હતી.નેવું ટકા ઉપર બેઉનું રિઝલ્ટ આવ્યું.

       કોલેજ જુદી થઈ ગઈ પણ લાયબ્રેરી, ગાર્ડન, પિક્ચર કે હોટેલમાં મળવાનું ચાલુ જ હતું.બંને આ સંબંધ પ્રત્યે ગંભીર હતા અને લગ્ન કરીને  આજીવન સાથે રહેશે એવું નક્કી કરી લીધું.

      સી.એ  સારા માર્કસે થઈ ગયા.રાહુલને એક સારી ફર્મમા સારી પોસ્ટ પર ચાર્ટડ એકાઉન્ટન્ટની નોકરી મળી ગઈ.

    ઘરનાના વિરોધ વચ્ચે બંનેએ લગ્ન કરી લીધા અને એક ફ્લેટ પણ લઈ લીધો.

લગ્નની બીજી જ સવારે રાહુલે રૂપાને સરસ ચ્હા મુકવા કહ્યું.રૂપાને ચ્હા કરતા કોફી વધારે પસંદ હતી.રાહુલના આગ્રહને વશ થઈ ગઈ અને કોફીને તિલાંજલિ આપી દીધી.

      એકાદ મહિનામાં ઘર સરસ ગોઠવાઈ ગયું. હવે ફ્રી પડેલી રૂપાને જોબ કરવાનો વિચાર આવ્યો. એણે રાહુલને કીધું,”તારી ફર્મમાં કોઈ સી.એ.ની જગ્યા હોય તો કહેજે.હું બીજે પણ પ્રયત્ન કરીશ.હવે મારે જોબ કરવી છે.”

        રાહુલ થોડીવાર ચૂપ રહ્યો.પછી એણે શાંતિથી કીધું,”મારો પગાર સારો જ છે.આપણા બે માટે કેટલું જોઈએ.મકાન પણ કંપનીની લોન થી સરસ થઈ ગયું.તું શાંતિથી ઘેર રહે.”

       રૂપાને નવાઈ લાગી.પોતે સી.એ.થઈને ઘરમાં બેસી રહે? કારણ વગર? રાહુલની માનસિકતા પર એને દુઃખ થયું. થોડા દિવસ એ રાહુલ સાથે મનથી વાત ના કરી શકી.ઉદાસ રહેવા લાગી.એણે લાયબ્રેરીમાં નામ લખાવ્યું અને પુસ્તકો વાંચવામાં મન પરોવ્યું.વાંચવાનો એને ગાંડો શોખ હતો.

      પણ જોબ નહીં કરવાની વાત એને ગમી નહીં. એનું અવમૂલ્યન થતું હોય એવું લાગ્યું.

   રાહુલ પણ જાણી જોઈને ચૂપ રહેવા લાગ્યો.

   એક રજાના દિવસે એની ઓફિસનો મિત્ર અને એની પત્ની રીમા જમવા  આવ્યાં.

    રસોઈનો રૂપાને શોખ.જાતજાતની સ્વાદિષ્ટ રસોઈ બનાવે.રાહુલ ક્યારેક હસતા હસતા કહેતો,” રૂપા તું આ જ કર. મારા માટે રોજ સ્વાદિષ્ટ રસોઈ બનાવ.”

   ત્યારે રૂપા ઝંખવાઈ ગઈ હતી.

  આજે એ અને રીમા રસોડામાં હતા.

રાહુલ અને નિહાર ઓફિસની વાતોમાં તલ્લીન હતા.

      ત્યાં જ નિહારે રાહુલને પૂછ્યું,” રૂપા સી.એ.છે તો આપણી જ ફાર્મમાં જોડાઈ જાય તો? આમેય બોસ એક – બે સી.એ.લેવાનું કહેતા હતા.”

    હવે રૂપાનું ધ્યાન એમની વાતો બાજુ ગયું. એણે રીમાને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.

   “ના, ના.તું અહીં એવું કંઈ જ બોલીશ નહીં. હું નથી ઇચ્છતો કે રૂપા જોબ કરે.આપણી ઓફિસમાં રહેલી બધી સ્ત્રીઓ સાથે દરેક જણ મોકો મળે ત્યારે ફ્લર્ટ કરી લે છે.સ્ત્રી માટે બહારની દુનિયામાં પગ મુકવો બહુ જોખમી છે.” રાહુલે નિખિલને કહ્યું.

    ” અરે! કેટલી સ્ત્રીઓ જોબ કરે છે! સ્ત્રી જ મજબૂત હોય તો કોઈ પુરુષની હિંમત છે કે ફ્લર્ટ કરે?”- નિખિલ

   “તું અત્યારે આ વાત બંધ કર પ્લીઝ.હું બહુ ભીરુ વ્યક્તિ છું.અમારી જ સોસાયટીનો જગન રૂપાની પાછળ પડી ગયો હતો, મને બીજા દ્વારા જાણ થઈ હતી પણ હું બહુ ડરપોક માણસ છું, જગનને હું કંઈ જ ના કહી શક્યો.સારું થયું કે રૂપાના પપ્પાએ મકાન બદલી નાંખ્યું.

*મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધુ કે બહાર કામ કરવામાં થાકી જવાશે.ઘરમાં જ ઓફીસ બનાવી દે અને વર્કિંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી.માની ગઈ તરત! સી.એ.છે ને તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે.ને કમાણીની કમાણી!*

     રૂપા આ જુઠ્ઠાણુ સાંભળીને સમસમી ગઈ.

   નિખિલ અને રીમાના ગયા પછી બધુ કામ આટોપીને રૂપા શયનખંડમાં આવી.

એણે શાંતિથી ખોટું બોલવાનું કારણ પૂછ્યું.

     “તને શું કહું રૂપા? જ્યારે જગને તને હેરાન કરી ત્યારે હું બહુ બી ગયો હતો.જગન જેવા માથાભારે અને લુખ્ખા માણસ સામે ટક્કર લેવાનું મારુ ગજું નહીં. એની ગેરવર્તણૂકથી હું તને બચાવી ના શક્યો કે ના એને બે શબ્દો કહી શક્યો.તારી સાથે લગ્ન કર્યા પછી પણ મનમાં ડર રહ્યા કરે છે કે જગન કે એના જેવું બીજું કોઈ તને હેરાન કરશે અને હું એનાથી તને નહીં બચાવી શકું તો? એ બીકમાં જ મેં તને ઘરમાં રહેવાનું કીધું.નિખિલ સામે પણ હું ખોટું બોલ્યો કે તને મેં ઘરમાં રહીને કામ કરવાનું કીધું છે.તું ઘરમાં રહીને કામ કરે તો પણ તારે ક્યારેક બહાર નીકળવું પડે એટલે મેં તને એવી છૂટ પણ ના આપી.સામે બગીચામાં કે બજારમાં પણ તને એટલે જ એકલી નથી જવા દેતો.”

      રાહુલના આવા ડરપોક સ્વભાવ પર રૂપાને ગુસ્સો આવ્યો.”આમ ડરી ડરીને આખી જીંદગી શું ઘરમાં જ પુરાઈ રહેવાનું? તું પુરુષ છે.તારી પાસે મને આવી અપેક્ષા નહોતી.” 

      “રાહુલ, તારા કરતા તો હું એક સ્ત્રી થઈને હિંમતવાન છું.” રૂપા મનોમન બોલી.

     રાહુલ મ્હોં ફેરવીને સુઈ ગયો.રૂપા વિચારવા લાગી “રાહુલ સાથેના લગ્ન એ શું એની ભૂલ હતી?”

     હવે એની પાસે બે જ રસ્તા હતા.કાં’તો રાહુલની મરજી વિરુદ્ધ જોબ કરવી, કાં’તો રાહુલથી છુટા થઈ જવું.કારણકે રાહુલનો સ્વભાવ બદલાય તેવો નહોતો.

   ” રાહુલ જે કરે છે એ મારા પ્રત્યેની લાગણીને કારણે જ.તો એનું ટેંશન શું કામ વધારવું? ” મનને સમજાવીને રૂપા સુઈ ગઈ.

છેવટે રૂપાએ પોતાના પ્રેમને મહત્વ આપ્યું.પોતાની જીંદગી રાહુલની ઈચ્છા પ્રમાણે જ જીવવાનું નક્કી કર્યું.આખરે તો એ એક સ્ત્રી હતી.બલિદાન આપવામાં, બીજાની ઈચ્છાને શિરોમાન્ય રાખવામાં માહેર સ્ત્રી.

    રૂપાએ રાહુલને ઘેરથી કામ કરવા માટે સમજાવી દીધો.નેટ અને ફોનથી જ બધુ કામ કરવાનું.ક્યાંય જવાનું નહોતું.

    નસીબમાં બાળકો નહોતા.

કુંડાળામાં જીવવાનું ફવડાવી દીધું એણે.

     સાંહિઠમાં વર્ષે રાહુલ એટેકમાં ગુજરી ગયો.

                       *      

          પાંચ વર્ષથી એ એકલી જ છે. પોતાના મનની માલિક, ઈચ્છે એ કરી શકે.

   પૈસાની જરૂર નહોતી એટલે એ સમાજસેવા માટે  ત્રણ એન.જી.ઓ.માં જોડાઈ.

    હવે એ કોફી પીવે છે, એકલી બગીચામાં અને બહાર કામ માટે જાય છે.ક્યારેક કોઈ મિત્ર સાથે પિક્ચર કે નાટકમાં પણ જાય છે.કોઈ રોકનાર કે ટોકનાર નથી પણ એકલી છે.

        કોફી પીને બારી બંધ કરીને એ હિંચકા ઉપર સૂતી.હવે એ બેડ પર સૂતી નહોતી.પોતાના મન સાથે હિંચવાની આઝાદી માણવા માટે એ હિંચકો લાવી હતી.એની ઉપર જ બેસતી, સૂતી, પુસ્તક વાંચતી અને મન સાથે વાતો કરતી,ઝૂલતા- ઝૂલતા.

૮) ઉર્વશી શાહ

શબ્દ: ૧૮૬૯

શીર્ષક- આત્મ સન્માન

 રંગ ગોરો, આંખો મોટી અને માંજરી, વાળ લાંબા અને રેશમી, હંમેશા પોની જ વાળતી, સાદા પંજાબી ડ્રેસમાં સજ્જ એવી ધ્વનિ, બારમાં ધોરણમાં ૯૫% સાથે કોમર્સમાં પાસ થઇ. મધ્યમ કુટુંબની દીકરી, પણ તેનું સ્વપ્ન ખૂબ મોટું છે. તેને CA થવું છે. સારા ટકા આવ્યા હતાં તેથી તેને એચ.એલ.કોલેજમાં એડમીશન મળી ગયું. કોલેજમાં પહેલાં દિવસે પગ મુકતા જ ધ્વનિને ખ્યાલ આવી ગયો કે અહીં બધાં વિદ્યાર્થીઓ પૈસાદાર કુટુંબના હતાં. જેઓ મોટાભાગે સ્કુટર અને ગાડી લઈને આવતાં હતાં અને ફેશનેબલ હતાં. આ બધામાં ધ્વનિ ખૂબ સાદી હતી. તેની પાસે કોઈ વાહન નહોતું તેથી તે બસમાં જ આવતી હતી. તે હજી કોઈને ઓળખતી ન હતી.

        ધીરે ધીરે ધ્વનિ કોલેજમાં ગોઠવાઈ ગઈ. તે સાદી હોવાથી કોઈ તેની સાથે જલ્દી દોસ્તી કરવા આવ્યું નહીં. એક-બે છોકરીઓ તેની સાથે વાત કરતી અને આમને આમ પહેલું સેમેસ્ટર પૂરું થયું. તેમાં તે ક્લાસમાં ફસ્ટ આવી હતી અને એટલે ઘણાં બધાએ તેની નોંધ લીધી. તેની નોટ્સ મળી જાય એમ વિચારી કેટલાંક છોકરા-છોકરીઓ તેની સાથે મિત્રતા બાંધવા લાગ્યાં. તે ઈત્તર પ્રવૃતિઓમાં પણ રસ લેતી અને સાથે સાથે કોલેજ છૂટે પછી CAના કોચિંગ ક્લાસમાં પણ જતી. એન્યુઅલ ફંકશનમાં ધ્વનિએ ડાન્સ કર્યો અને ડ્રામામાં પણ ભાગ લીધો હતો. એટલે પ્રોફેસરો પણ તેને ઓળખતા થયા હતાં. આમને આમ એક વર્ષ નીકળી ગયું.

        એક દિવસ ધ્વનિ બસમાંથી ઉતરી ચાલતાં આવતી હતી ત્યાં પાછળથી કારનો હોર્ન સંભળાયો. તેને પાછળ જોયું તો એક બ્લ્યુ કલરની ગાડી હોર્ન મારી રહી હતી. ધ્વનિ બાજુ પર ખસી ગઈ. ગાડી ફૂલ સ્પીડમાં કોલેજમાં ઘુસી ગઈ. કોલેજમાં આવતાં જ બહેનપણીઓ મળતા એક બહેનપણીએ તેને પૂછ્યું, ‘કેમ મેડમ, આજે મોઢા પર આટલો ગુસ્સો દેખાઈ છે? સવારમાં શું થયું?’ ધ્વનિએ કહ્યું, ‘કેટલાંક છોકરાઓ પોતાની જાતને હીરો સમજતા હોય છે. પેલી બ્લ્યુ ગાડી દેખાય છે ને. એમાં બે-ત્રણ છોકરાઓ પોતાની જાતને હીરો સમજી કેટલી ફાસ્ટ ગાડી ચલાવી કોલેજમાં આવ્યાં.’ આ સાંભળી એક બહેનપણી બોલી, ‘અરે યાર! એ તો પેલા અનુજની ગાડી છે. શું હેન્ડસમ છે, ધ્વનિ, તે તો ખરેખર હીરો જ લાગે છે. તે એને જોયો? હાય, મેં મરજાવાં!!!!’ આ સાંભળી બધાં ખડખડાટ હસવા લાગ્યાં. ધ્વનિએ કોલેજ છૂટી કોચિંગમાં જતી હતી ત્યારે બ્લ્યુ ગાડી પાસે ઉભેલા છોકરાઓને જોયાં. એમાં એક હીરો જેવો દેખાતો છોકરો અનુજ હશે તેમ તેને ધારી લીધું. અનુજ પૈસાદાર અને દેખાવડો હતો એટલે છોકરીઓ તેની આસપાસ મંડરાતી રહેતી. ધ્વનિ ઘણીવાર એ ટોળા પાસેથી પસાર થતી પણ તે ત્યાં નજર પણ ન નાખતી. તેનું પૂરું ધ્યાન ભણવામાં હતું. તેને તો CA થવું હતું. અનુજે જોયું કે છોકરીઓ મારી દોસ્તી માટે આજુબાજુ ફર્યા કરે છે અને આ છોકરી મારી નોંધ સુદ્ધાં નથી લેતી. તે સમજે છે શું તેના મનમાં? આમ મનમાં વિચારતો કંઇક નક્કી કરી લીધું. મિત્રોએ તેને કહ્યું, “આ છોકરી ખૂબ સીધી છે, ગોરી છે પણ સાવ બબુચક જેવી છે, એ તારી સામે જુવે કે ન જુવે તને શું ફરક પડે છે?” આ સાંભળી અનુજ બોલ્યો, “અરે આવી ગામડિયણ મારી સામે ન જુએ એ મારું અપમાન છે, એને તો હું એને મારી પાસે બોલાવીને જ રહીશ.”

        એક દિવસ અનુજ ગાડી લઈને આવતો હતો તેને જોયું ધ્વનિ આગળ ચાલતી કોલેજ જઇ રહી હતી. તેને હોર્ન માર્યો. ધ્વનિએ પાછળ જોયું. અનુજે કાચ ખોલી, “હાય! આવી જ ગાડીમાં હું કોલજમાં જ જઉં છું. તને લઇ જવું.” ધ્વનિએ ચોખ્ખી ના પાડી. “નો થેન્ક્સ. હું ચાલતી જતી રહીશ.’ અનુજનું અભિમાન ઘવાયું. તે ખૂબ ગિન્નાયો. તેને થયું કે આ છોકરી પોતાની જાતને સમજે છે શું? હવે તો આને મારી ફ્રેન્ડ બનાવીને જ રહીશ. બે ત્રણ દિવસ પછી ધ્વનિ કોલેજ છૂટી બહાર નીકળતી હતી ત્યાં અનુજ તેની પાછળ ગયો. “હાય! ધ્વનિ હું અનુજ. પ્લીઝ, મારે તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે. શું આપણે દોસ્ત બની શકીએ?” ધ્વનિ: “જો હુ અહીં ફક્ત ભણવા માટે આવું છું. પ્લીઝ, મારે તમારી સાથે કોઈ દોસ્તી કરવી નથી.” અનુજ ખૂબ અપમાનિત થયો. તેને મનોમન નક્કી કરી લીધું કે હવે ગમે તે થાય આ છોકરીને હુ મારી બનાવીને જ રહીશ.

        કોલેજમાં યુથ ફેસ્ટીવલ આવતા ધ્વનિ ફોકડાન્સમાં અને ડ્રામામાં ભાગ લીધો. અનુજ પણ આ બધામાં હતો. અનુજ તો ડાન્સમાં માહેર હતો. પ્રેક્ટીસ દરમિયાન બંને વચ્ચે થોડી વાતચીત ચાલુ થઇ. ધ્વનિને લાગ્યું કે જેટલો તે અનુજને ધારે છે એટલો ખરાબ નથી. તે સૌનું ધ્યાન રાખતો. નાસ્તાપાણી બધું જ પોતાના ખર્ચે કરાવતો. કોઈને બરાબર ન આવડે તો તેને બરોબર શીખવાડતો પણ ખરો. યુથ ફેસ્ટીવલમાં એમની કોલેજનો ડ્રામા, ફોકડાન્સ અને બીજી ઘણી બધી સ્પર્ધાઓમાં નંબર આવ્યાં હતાં. ધ્વનિ અને અનુજ થોડાં નજીક આવ્યાં.

        એક દિવસ અનુજે ધ્વનિને કહ્યું, “ચાલ, આજે આપણે કોફી પીવા જઈએ? ના, ન પાડીશ.” ધ્વનિ પણ થોડી પીગળી હતી એટલે તેને હા પાડી. તેઓ ક્લાસ બંક કરી કોફી પીવા ગયા. ત્યાં બંને વચ્ચે વાતચીત ચાલુ થઇ. અનુજે પૂછ્યું, “બોલ, તારા ઘરમાં કોણ કોણ છે?” ધ્વનિ, “મારા ઘરમાં હું, મમ્મી અને પપ્પા, તારા ઘરમાં?” “મારા ઘરમાં હું, મોટાભાઈ, નાની બહેન, મમ્મી અને પપ્પા. પપ્પા બિઝનેસમેન છે. અમારે બે-ત્રણ બિઝનેસ છે. તારા પપ્પા શું કરે છે?” ધ્વનિ બોલી, “ઓહો, તો તું મોટા બાપનો દીકરો છે, મારા પપ્પા એક કંપનીમાં જોબ કરે છે. અમે ખુબ સામાન્ય ઘરનાં છીએ.” અનુજે ફરી પૂછ્યું, “તારે CA થવું છે?”

        ધ્વનિ બોલી, “હા, મારે CA થવું છે. મારે મારાં મમ્મી પપ્પાને ખુબ સુખ આપવું છે. ખુબ પૈસા-નામ કમાવવા છે. સરસ મજાનું ઘર લેવું છે. મારું એ સ્વપ્ન છે અને તેના માટે તનતોડ મહેનત કરું છું. મારે ગમે તેમ કરીને પહેલા ટ્રાયલે જ CA પાસ કરવું છે.” આ સાંભળી અનુજે કહ્યું, “હા-હા, તું ખુબ હોશિયાર છોકરી છે. તું તો બની જ જઈશ CA.” આમ આગળ-પાછળની વાતો કરી બંને છુટા પડ્યાં. હવે તેઓ ઘણીવાર આમ મળતાં. આમ કરતાં બીજું વર્ષ પણ પૂરું થઇ ગયું. વેકેશન પડવાનું હતું. છેલ્લે દિવસે અનુજે ધ્વનિને પૂછ્યું, “ધ્વનિ મારે તારી સાથે વાત કરવી છે. ચાલ, ક્યાંક બેસીએ.” બંને એક કોફી શોપમાં જઈને બેઠાં. અનુજે ધ્વનિનો હાથ હાથમાં લેતાં કહ્યું, “ધ્વનિ, હું તને પ્રેમ કરવા લાગ્યો છું. તારી સાથે જીવન વિતાવવા માગું છું. તારો મારા માટે શું વિચાર છે?” સાંભળીને ધ્વનિ ચોંકી ગઈ. તેને કહ્યું. “અનુજ તુ મને ગમે છે પણ મેં પ્રેમ વિષે કશું વિચાર્યું જ નથી. મારે તો CA થઈને ખુબ આગળ જવું છે. અત્યારે તો મારું લક્ષ્ય ફક્ત ભણવા પર છે. અને બીજું, ક્યાં તું પૈસાદાર બાપનો દીકરો અને ક્યાં હું સામાન્ય ઘરની દીકરી? કદાચ હું વિચારું તો પણ તારા મમ્મી પપ્પા મને નહિ સ્વીકારે.” એ બધું તું મારા પર છોડી દે. તું તારે ભણને. હું ક્યાં ના કહું છું. તું CA થઇ જાય પછી જ આપણે લગ્ન કરીશું.” અનુજે કહ્યું. ધ્વનિએ કહ્યું, “મને થોડો સમય આપ. હું વિચારીશ.”

        આમ તેમની મુલાકાતો વચ્ચે કોલેજનું ભણવાનું પૂરું થઇ ગયું. અનુજના ઘરે તેનાં પપ્પા તેને બિઝનેસ જોઈન્ટ કરવાનું કહેવા લાગ્યાં. પણ અનુજે કહ્યું, “મારે MBA કરવું છે.” તેણે તેની તૈયારી કરી તેમાં ભણવા એડમિશન લઇ લીધું. આ બાજુ ધ્વનિ પણ તનતોડ મહેનત કરતી હતી. અનુજ બે વર્ષમાં MBA થઇ ગયો. ધ્વનિ પહેલી ટ્રાયલે જ CAની પરીક્ષામાં પાસ થઇ ગઈ. CA થઇ ગઈ. તેણે અનુજને ફોન કરી બહાર મળવા બોલાવ્યો. બંને મળ્યાં. ધ્વનિ, “ઓ અનુજ, આજે હું બહુ જ ખુશ છું. મારું સ્વપ્ન આજે પૂરું થઇ ગયું છે.” અનુજે ધ્વનિને પૂછી લીધું, “હવે તો રાજી છે ને આપણાં સંબંધને આગળ વધારવા માટે?” ધ્વનિ, “સોરી, અનુજ હજુ મારે સરસ જોબ કરવી છે, મમ્મી-પપ્પાને પોતાનું ઘર અપાવવું છે.” અનુજે ધીરે રહીને હાથ પકડી લીધો, “પ્લીઝ ધ્વનિ, હવે વધારે મારી પરીક્ષા ના લે. આપણે કમસે કામ સગાઇ તો કરી લઈએ. તું તારે જોબ કરજે ને! ક્યાં કોઈ પ્રોબ્લેમ છે?” ધ્વનિ બોલી, “ઓકે! હું મારા મમ્મી પપ્પાને કહું છું.”

ધ્વનિએ પહેલા ટ્રાયલે CAની પરીક્ષા પાસ કરી હોવાથી તેને ખુબ મોટા પગારની સાથે મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. ધ્વનિ અને અનુજના મમ્મી-પપ્પા એકબીજાને મળ્યાં. ધ્વનિના મમ્મી-પપ્પા તો ખુબ રાજી થયાં કે તેમને ધ્વનિ માટે આટલો સરસ છોકરો મળ્યો. પણ અનુજના મમ્મી-પપ્પા જરા પણ રાજી ન હતાં. પણ દીકરાની જીદ સામે નમીને હા પાડી હતી. બંનેની સગાઇ થઇ ગઈ. બે-ત્રણ મહિના પછી ધ્વનિએ બે બેડરૂમવાળો એક નવો ફ્લેટ પણ ખરીદી લીધો. તેને અનુજ સાથે શરત કરી હતી કે તે તેના પગારનો અમુક હિસ્સો તેના મમ્મી-પપ્પા માટે વાપરશે. અનુજે કહેલું, “ઓકે! તને જે સારું લાગે તે.”

        છ મહિના પછી બંનેના લગ્ન લેવાયા. ધ્વનિ ખુબ ખુશ હતી. આટલી સારી જોબ, આટલો પ્રેમ કરવાવાળો પતિ તેને મળ્યો હતો. પરણ્યાના બે મહિના પછી અનુજે ધ્વનિને કહ્યું, “ જો ધ્વનિ, હું આટલું બધું કમાવું છું, અમારો બિઝનેસ પણ આટલો સારો ચાલે છે તો તું તારી જોબ છોડી દે ને! શું જરૂર છે આટલી બધી ભાગાદોડી કરવાની? તારે બહારગામ પણ જવું પડે છે. લોકો પણ વાતો કરે છે કે આટલા મોટા ઘરની વહુ બહાર નોકરી કરવા જાય છે!” “જો અનુજ, મેં તને પહેલા જ કહ્યું હતું કે હું જોબ કરીશ. મારે મમ્મી-પપ્પાના ફ્લેટના હપ્તા પણ ભરવાનાં છે.” “અરે ડાર્લિંગ, તું ખોટું સમજે છે. તારા મમ્મી-પપ્પાના ફ્લેટના પુરા પૈસા હું આપી દઉં છું. એટલે કંઈ ચિંતા જ નહિ. તારા મમ્મી-પપ્પા મારાં પણ કંઇક છે ને?” “ના અનુજ, મારાં મમ્મી-પપ્પા એ કદી નહિ સ્વીકારે. હું જોબ તો ગમે તે થાય નહીં જ છોડું.” અનુજને ખુબ ગુસ્સો આવી રહ્યો હતો. પણ તે સમયે ચુપ થઇ ગયો. અઠવાડિયા પછી ફરી તેને ધ્વનિ સાથે વાત કરી, “જો ધ્વનિ, હું એમ કહું છું કે તું ઘરે જ ઓફીસ ચાલુ કરીને ઘરેથી જ કામ કરને. તારી પોતાની પ્રેક્ટીસ.” “ના-ના, અનુજ. મારે મારી પ્રેક્ટીસ ચાલુ કરવા માટે પહેલાં બે-ત્રણ વર્ષનો જોબનો અનુભવ તો લેવો પડે.” “અરે ગાંડી, જો હું તને ક્લાયન્ટ લાવી આપીશ. પછી શું? તું તારે ઘરેથી જ કામ ચાલુ કરવાનું વિચાર.” ધ્વનિએ અનુજની જીદ સામે અને પોતાનો સંસાર બચાવવા જોબ છોડી ઘરેથી કામ ચાલુ કર્યું. પણ તેને મઝા આવતી નહોતી.

        એક દિવસ તે બહાર કામ માટે ગઈ હતી ત્યાંથી પછી ઘરે આવી ત્યારે ડ્રોઈંગરૂમમાં અનુજ, તેના મોટા ભાઈ અને મમ્મી-પપ્પાની વાત સાંભળી ચોંકી જ ગઈ. તેને બહુ મોટો આઘાત લાગ્યો. “અનુજ, ધ્વનિને કારણે મારે મારા સર્કલમાં સંભાળવું પડે છે. બધા મને પૂછે છે કે તમારે તમારી વહુ પાસે શું કામ કામ કરાવવું છે?” પપ્પાએ કહ્યું. અનુજ તરત બોલ્યો, “પપ્પા, તમે જરા ધીરજ રાખો. તમને શું એમ છે કે હું તેને પ્રેમ કરતો હતો એટલે મેં તેની સાથે લગ્ન કર્યું છે? ના, તેનું અભિમાન તોડવા માટે કર્યું છે. આટલા વર્ષો ધીરજ ધરીને બેઠો હતો. અત્યારે તો એટલે જે મેં તેને કહ્યું કે “જો ધ્વનિ, તું બહાર કામ કરવા જાય છે તો થાકી જવાય. ઘરમાં જ ઓફીસ બનાવી દે અને વર્કિંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહીં. બિચારી માની ગઈ મારી જીદ સામે. CA છે ને એટલે એને મનથી સંતોષ થાય કે ચાલો, ભણવાનું કામમાં આવ્યું. અને પાછી કમાણીની કમાણી!” પણ જો પપ્પા ઘરેથી કામ કરવાનું પણ થોડાં વખત પછી છોડાવી દઈશ. તેને મારી દાસી બનાવીને રાખીશ. બહુ અભિમાન હતું તેને. મને જાકારો આપતી હતી. હવે જિંદગીભર મારા સહારે તેને રહેવું પડશે.” ગુસ્સામાં અનુજ બોલ્યો.

        ધ્વનિને ઘડીકભર તો ચક્કર આવી ગયાં. પોતાની જાતને સાંભળી તેને કંઇક જ બન્યું નથી એમ ઘરમાં આવી. તેને બીજા જ દિવસે બેગમાં પોતાનો બધો જ સમાન ભરી બેડરૂમની બહાર આવી ડ્રોઈંગરૂમમાં બધાં બેઠાં હતાં ત્યાં આવી અનુજને કહ્યું, “વાહ, અનુજ! ખુબ બદલો લીધો. મને ખબર નહી કે આટલું બધું તું મારી વિરુદ્ધ વિચારી રહ્યો હતો. મને દાસી બનાવી રાખવા માંગતો હતો. તું શું મને દાસી બનાવતો હતો! હું આ ઘર છોડીને જઈ રહી છું. તને છૂટાછેડાના કાગળ મળી જશે. આવો મેં તને નહોતો ધાર્યો.”

        ધ્વનિ તેના મમ્મી-પપ્પાના ઘરે જતી રહી. છૂટાછેડાના કાગળ અનુજના ઘરે પહોંચી ગયા. અનુજે છૂટાછેડા આપવાની ના પાડી. તો ધ્વનિએ અનુજને મળવા ગઈ. કહ્યું, “જો તારે છૂટાછેડા તો આપવા જ પડશે. તારા મોટાં ઘરની ઈજ્જત બચાવવી હોય તો. નહીંતર તારા અને તારા મમ્મી-પપ્પા પર ઘરેલું હિંસા અને માનસિક ત્રાસનો દાવો કરી દઈશ. પછી જેલની હવા ખાજો.” મને તારું કોઈ ભરણપોષણ પણ નથી જોઈતું. મારામાં એટલી તાકાત છે કે હું કમાઈને મારું અને મારા મમ્મી પપ્પાનું પૂરું કરી શકું. મારી હોશિયારીથી સમાજમાં મારું સ્થાન બનાવીશ. હા, તારા કારણે મારાં માથે છૂટાછેડા લીધેલ સ્ત્રીનું લેબલ લાગી જશે. પણ મને એની કોઈ ચિંતા નથી.”

૯) મીનાક્ષી વખારિયા

શબ્દ સંખ્યા : ૧૯૪૭ 

તારીખ : ૨૭ / ૧૨ / ૧૯

‘તુસી ગ્રેટ હો’

આજે નવી ઓફિસમાં શાંતિપાઠની વિધિ કર્યા પછીનો પહેલો દિવસ હતો. રૂપારૂલ એન્ડ સન્સની વિશાળ ઓફિસનું મોર્ડન ઇંટિરિયર અને એવિયન્સ ઓફિસના માલિકના ઉંચા ટેસ્ટની છડી પોકારતું હતું. નયનની પત્નીનું નામ રૂપા અને મમ્મીનું નામ પારૂલબેન હતું. નયને પોતાની પસંદગીથી જ રૂપા અને રૂલને મેળવીને કંપનીનું નામ ‘રૂપારૂલ’ રાખેલું.

રૂપા, પારૂલબેનને સાથે લઈને સમય કરતાં થોડી વહેલી જ ઓફિસે આવેલી. પારૂલબેનનો હાથ પકડીને તેમને કેબિનમાં લઈ જઈને પોતાની ચેર પર બેસાડયાં. “અરે….અરે રૂપા શું કરે છે? આ ચેર પર તો તારો જ હક્ક…મને કેમ?”

“મમ્મીજી, આ ચેરના ખરા હકદાર તો તમે જ છો. તમારો સહકાર અને પ્રોત્સાહન ન હોત તો? મારી શું મજાલ હતી?”

“કેમ બેટા, ભણતર તો તારું જ ને? ખરેખરો જશ આપવો હોય તો હું તારા માવતરને આપું કે તને ભણાવી તો ખરી સાથે સારા સંસ્કાર પણ આપ્યા.”

“એ તો ખરું જ, મમ્મીજી. તમારી હુંફ અને આરવની મમતાએ તો મને જીવવાનું કારણ આપ્યું છે એ હું કેમ કરીને ભૂલું?” રૂપા બોલી રહે ત્યાં તો આરવ હાથમાં કારની ચાવી ઘુમાવતો આવી પહોંચ્યો. 

“હે યો…, દાદીજી આપ તો યે ખુરચી પે બડે જચ રહે હો…! નઈ ઓફિસ કે લિયે આપકો બહોત સારી શુભકામનાએં..!” બોલતો આરવ, દાદીજીને પગે લાગ્યો. આરવને આવેલો જોઈને ઊભા થવા જઈ રહેલાં પારૂલબેનને, “નો…નો…દાદીજી આપ બૈઠે રહો. હમ આપ કી ફોટુ નિકાલતે હૈં. પહેલા તમારો ફોટો પછી આપણાં ત્રણેની સેલ્ફિ…! અરે દાદીમા, જરા હસતું મોઢું તો રાખો…! આજે તો ખુશીનો દિવસ છે. કહો, તમારી વર્ષોની ઇચ્છા આજે પૂરી થઈ કે નહીં?” 

ફોટો સેશન પૂરું થતાં જ આરવ, મમ્મીને વળગી પડ્યો. “મમ્મી…મેરી પ્યારી મમ્મી, તારીફ હી તારીફ હૈ આપ કે લિયે, તમે તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ…! ક્યા શબ્દોમાં અભિનદન આપું? અમારાં આલ્ફાબેટના કે તમારી કક્કાવારીના બધાય અક્ષરો ઓછાં પડે…!”

“બહુ થયાં તારા નખરાં, ચાલ હવે, દાદીમાને આખી ઓફિસ બતાવ જોઈએ.” તેનો ગાલ ખેંચતા રૂપા બોલી ઉઠી.

“એ તો બતાવતો બતાવશે.” દાદી વચ્ચે જ બોલી પડ્યાં, “આરવ દીકરા, આમ આવ તો.” અને એમણે આરવને પેલી ચેર પર બેસાડયો. “જોઉં તો ખરી, મારો દીકરો કેવો શોભે છે? તું સી.એ. થાય અને ઓફિસ સંભાળે ત્યાં સુધીમાં હું ઉકલી ગઈ તો? આજે તને અહીં બેસાડીને મારી આંખો ટાઢી કરી લઉં…!”

“મમ્મીજી, આ શું બોલ્યાં? હજી તો તમારે આરવના છોકરાવને રમાડવાના છે. સમજ્યા ને?”

આરવ એક શબ્દ પણ બોલી શક્યો નહીં. ચૂપચાપ દાદીમાનો હાથ હાથમાં લઈને થપથપાવી રહ્યો. અચાનક કંઈ યાદ આવ્યું હોય તેમ તેણે ઓફિસના પટાવાળાને બોલાવીને કારના કેરિયર પર બાંધેલું એક પાર્સલ મંગાવ્યું. રૂપાના ચહેરા પર કુતૂહલતાના ભાવ રમી રહ્યાં જ્યારે દાદી હસતાં હસતાં, “આ વળી શું નવું  સરપ્રાઈઝ લઈ આવ્યો, આરવ દીકરા?”

“ચીલ ગ્રાન્ડમા, ચીલ. હમણાં બધી ખબર પડી જશે…!” ને પટાવાળો એક મસમોટું પાર્સલ લઈને આવ્યો જે આરવે મમ્મીની કેબિનમાં લેવડાવ્યું. મમ્મીના હાથમાં કાતર આપી પાર્સલને ફરતી બાંધેલી રિબન કાપીને તેનું  ઓપનિંગ કરવા કહ્યું. એ તો એના પપ્પા નયનનું લાઈફ સાઈઝનું પોર્ટરેઈટ નીકળ્યું. “મમ્મી, આ નાચીઝ તરફથી એક નજરાણું માત્ર…! આ સામેની ભીંત ખાલી છે ત્યાં લટકાવીએ, આપણી નજર સામે જ રહેશે. બરાબર ને?” ગદગદ થઈ ગયેલી રૂપાએ કંઈ ન બોલતા આંખોથી મંજૂરી આપી.

********

રૂપા અને નયન, સી.એ.ની એક ફર્મમાં આર્ટિકલશીપ કરતાં કરતાં એકબીજાના થવાનો કૉલ આપી ચૂકેલાં. પારૂલબેનને જ્યારે એ બંનેના પ્રેમસંબંધ વિશે ખબર પડી ત્યારે એમણે કોઈ વાંધો ન ઉઠાવ્યો. ભણતરનું મહત્વ સમજતાં પારૂલબેને બંનેને પાસે બેસાડીને પહેલા તો સી.એ.ના સેમિસ્ટર્સ હેમખેમ પૂરાં કરી ડિગ્રી હાથવગી કરી લેવા કહ્યું. એ પછી પરદેશ જઈને આગળ ભણવું હોય તોય છૂટ આપી. લગ્નની ઉતાવળ ન કરતાં એકબીજાને સારી રીતે સમજી લેવા, કેરિયર બનાવવા પર ખાસ ધ્યાન આપવું  પછી જ લગ્નનો વિચાર કરવો. એકદમ આધુનિક વિચારસરણી ધરાવતાં જાજરમાન પારૂલબેનથી અભિભૂત થયેલી રૂપા, મનોમન એમને વંદી રહી. 

પછી તો રૂપા અને નયન મન લગાવીને ફાઈનલ પરીક્ષાની તૈયારીમાં લાગી પડ્યાં અને ધાર્યા પ્રમાણે છેલ્લું સેમિસ્ટર પણ સારી રીતે ક્લિયર થઈ ગયું. હવે રૂપાના મમ્મી-પપ્પા તરફથી લગ્નની ઉતાવળ થવા લાગી. પારૂલબેને પોતે એકવાર રૂપાના મમ્મી-પપ્પાને મળીને સંબંધ બાંધવા માટે પોતાના તરફથી પૂરી ખાતરી આપી અને છોકરાવનું શું ઇચ્છા છે તે જાણી લેવા કહ્યું. નયનને તો હજી આગળ અભ્યાસ કરવો હતો પણ રૂપાને થોડાં સમય માટે કામનો અનુભવ લેવો હતો. એટલે હજી નયન ભલે એકાદ બે વરસ આગળ અભ્યાસ કરતો અને પોતે જ્યાં આર્ટિકલ્સ કરતી હતી ત્યાં જ જોડાઈ જવું તેવું નક્કી થયું. એ દરમ્યાન એક દિવસ રૂપાના મમ્મીને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને એમને પથારીવશ કરી ગયો ને રૂપાની પ્રાયોરિટી બદલાઈ ગઈ. નોકરી છોડીને રાત દિવસ જોયા વગર રૂપાએ પોતાના મમ્મીની ચાકરી કરીને થોડું હરતાં ફરતાં કર્યા. એમ તો એના પપ્પાની તબિયત પણ ડાયાબિટીસને લીધે નરમગરમ રહેતી હતી. પણ રૂપા, નયનની મદદથી આવી પડેલી બધી જવાબદારી સુપેરે પાર પાડતી રહી. રૂપાના માવતરની આવી કથળેલી તબિયત જોઈને હવે તો ખુદ પારૂલબેને અગાઉ કરેલો, તે વિચાર બદલ્યો. બંનેના ઘડિયા લગ્ન લેવાનો વિચાર કર્યો કારણ કે હજી તેના મમ્મી-પપ્પા હરીફરી શકે છે ત્યાં સુધીમાં એમનાં હાથે કન્યાદાન અપાઈ જાય તો સારું.

ભણતાં ભણતાં જ નયન એક ખાનગી કંપનીમાં જોડાઈ ગયેલો. રૂપાને કામ તો કરવું હતું પણ મમ્મીની તબિયત જોઈને તે અટકી ગયેલી. એને પણ પારૂલબેનની લગ્નવાળી વાતમાં તથ્ય દેખાયું. મમ્મી-પપ્પાની સંભાળ લઈ શકે, રસોઈ અને ઘરની દેખભાળ કરી શકે તેવા એક બહેનને શોધીને ઘરનોકરી માટે રાખી લીધા. પોતાની દેખરેખમાં એ બહેનને બધું કામ શીખવી દીધું. પારૂલબેને પહેલેથી જ કંકુ અને કન્યા માંગેલા એટલે એમણે ફરીથી રૂપાને યાદ કરાવતા કહ્યું કે ‘ચિંતા ના કરીશ ને તારા માવતરને પણ ના પાડજે કે ચિંતા ના કરે. વહુના રૂપમાં મને દીકરી મળે છે એજ મારાં માટે ઘણું છે, મને કશું નથી જોઈતું. તારા પિયરવતી લગ્નની તૈયારી કરવાનું કામ મારાં માથે, બસ..!’ સાદાઈથી, બહુ ઓછાં લોકોની હાજરીમાં રૂપા-નયન પરણી ઉતર્યા.

પાયલાગણમાં પારૂલબેને વરઘોડિયાને હનીમૂન પર જવા પેરિસની ટિકિટ પકડાવી દીધી. “તમે લોકો બિલકુલ નચિંત થઈને ફરી આવો. વેવાઈ-વેવાણનું ધ્યાન રાખવાની જવાબદારી મારી…!” આહા, કેવો સરસ આવકારો…! રૂપા તો સાસુમાના આવા સુંદર અભિગમથી ગદગદ થઈ ગઈ.

હનીમૂનના બે અઠવાડિયાં તો જોતજોતામાં પસાર થઈ જવાના હતાં. એકબીજાના જીવનસાથી બનવાનું બેયનું સપનું વિના વિઘ્ને સાકર થઈ ગયું એનાથી મોટું સુખ કયુ હોય શકે? પેરિસની ગલીઓમાં એકમેકનાં હાથમાં હાથ ઘાલી મન ભરીને ફર્યા. ધરાઈને ખરીદી પણ કરી. રૂપાને ફોટાનો બહુ શોખ તે અગણિત ફોટાઓ અને સેલ્ફિઓ લેતી ગઈ. એ જોઈ નયન બોલ્યો પણ ખરો, “રૂપા આ વારેઘડીએ ફોટાઓ અને સેલ્ફિ લેતી રહે છે તો મુંબઈ જઈને ફરી એ બધું જોવાની ફુરસદ પણ મળવાની છે તને?”

“શા માટે નહીં? તમે તો બહુ કામઢા એટલે તમને કદાચ સમય ન પણ મળે…! મને તો જ્યારે મન થશે ત્યારે હું ફોટા, સેલ્ફિ જોઈને બધી યાદોને મમળાવતી રહીશ. અમસ્તું ફરવા તો ઘણું જવાશે પણ હનીમૂન માટે ફરવાનું તો આ જ ને? એટલે હું એક એક પળ માની લેવા માંગુ છું.” કહેતી રસ્તાની વચ્ચોવચ નયનને આલિંગનમાં લઈને ચુંબન પર ચુંબન ચોડવા લાગી. 

“અરે…અરે રૂપલી કમાલ કરે છે, તું આમ રસ્તા વચ્ચે…, પેરિસની હવા લાગી ગઈ કે શું?” રૂપાએ પોતાની કેદમાંથી નયનને છોડવાની જરાય ઉતાવળ ન બતાવતાં આંગળી ચીંધીને તેમની આજુબાજુના પ્રેમીપંખીડા, જે બિન્દાસપણે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી રહેલાં તે તરફ નયનનું ધ્યાન દોર્યું. તે જોઈ ખડખડાટ હસી પડીને નયન પણ રૂપામાં ખોવાઈ જવા ઉતાવળો થયો. બસ આમ જ મોજમજામાં હનીમૂન પૂરું કરી બંને પોતાના માળામાં પાછાં ફર્યા. 

જિંદગીએ ફરી રોજની રફતાર પકડી. પારૂલબેને વચન આપ્યા મુજબ વેવાઈ-વેવાણનું ખૂબ ધ્યાન રાખેલું.  ઘરમાં વહુ આવી જતાં પારૂલબેનનાં જીવનમાં ખુશીઓની મેઘધનુષી રંગોળીઓ પુરાવા લાગી. નયનનું ભણવાનું તો ક્યારેય પૂરું થાય એમ લાગતું નહોતું. તે ખૂબ જ મહત્વાકાંક્ષી હોવાથી એક પછી એક પરીક્ષાઓ આપ્યા કરતો. એને હવે પોતાની કન્સલ્ટન્ટ કંપની ખોલી હતી. કંપનીને નામ આપ્યું, રૂપારૂલ એન્ડ સન્સ.’ ત્યારે રૂપા હસી પડેલી, “એન્ડ સન્સ..! હજી સન તો આવ્યો નથી. ‘ભેંશ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ!’ ખરું?” 

“એય આવશે ને ડોટર પણ આવી જશે. તારો સાથ હશે તો શક્યતાઓ બેસુમાર છે, ખરું ને…!”  રૂપા બે ઘર વચ્ચેની જવાબદારીઓનું સમતોલન કરી સારી રીતે સૌને સાચવી લેતી હતી. સૌ વડીલોના આશીર્વાદ ઝીલતી રૂપાને સારા દિવસો રહ્યાં. મા સમાન સાસુએ રૂપાની ખૂબ સરસ કાળજી લીધી. નયન તો રૂપાને હથેળીમાં જ રાખતો ને તેના સર્વ દોહદ પૂરાં કરવા તત્પર રહેતો. પૂરે દિવસે આરવનો જન્મ થયો ને પરિવારની ઝોળી ખુશીઓથી ભરાઈ ગઈ. આરવ, વરસનો થયો ન થયોને રૂપાના મમ્મીને પક્ષઘાતનો મોટો એટેક આવ્યો ને રૂપાની શાંત જિંદગીમાં ખળભળાટ મચાવી દીધો. એક વરસના આરવને સાસુમા પાસે મૂકીને તેણે મમ્મીની કાળજી લેવાની હતી. પિયરમાં વધારે સમય રહેવું પડતું. ભલે આરવનું અદકેરું ધ્યાન રખાતું પણ તેનો જીવ આરવમાં જ રહેતો. આરવ તો દાદીમાનો એવો હેવાયો હતો કે ન પુછો વાત…! અંતે એક દિવસ રૂપાના મમ્મી પ્રભુશરણ થયાં. રૂપા બહુ જ ઢીલી પડી ગયેલી. મા ગયાનું દુ:ખ તો હતું જ પણ પપ્પા સાવ એકલાં પડી ગયા તે સહુથી મોટું દુઃખ તેને વારેવારે ઉદાસ કરી જતું. રૂપા પણ પપ્પાના ઘર અને સાસરિયા વચ્ચે દોડધામ કરતી રહી.

રૂપાને દોડાદોડી તો હતી જ પછી થાકીપાકી ઘરે આવે ત્યારે આરવને સમય આપવો પડતો. નયનની નજરમાં આ વાત તો હતી જ. કોઈપણ રીતે રૂપાને મદદ કરવા અને જવાબદારીઓ ઓછી કરવા તે વિચાર્યા કરતો. એને તોડ મળી ગયો. તે દિવસે રૂપાનો જન્મદિવસ હતો. રૂપાને વિશ કર્યા વગર જ સવાર સવારમાં નયન ક્યાંક જતો રહેલો.

પોતાને વિશ કરવાની વાત તો બાજુએ રહી પણ કહ્યાં વગર સવાર સવારમાં નયન ક્યાંક જતો રહ્યો એ વાતે મનમાં જ ધૂંધવાઈ રહેલી રૂપા, નયનની ખબર લઈ નાંખવાનું વિચારી રહી. એટલામાં લેચ કીથી દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશેલાં નયનને, અને તેની પાછળ ઉભેલાં પોતાના પપ્પાને જોઈને તે ખુશખુશાલ થઈ ગઈ. “રૂપા, તારા પપ્પા હવે આપણી સાથે જ રહેશે. એ તારી બર્થડે ગિફ્ટ…! પપ્પાજીને સમજાવતાં બહુ વાર લાગી અંતે તારા સોગંદ આપ્યા ત્યારે માંડ તેઓ અહીં આવવા માટે માન્યા., બોલ…!” આવી સરસ બર્થડે ગિફ્ટ મેળવીને રૂપાની આંખોમાં ખુશીનાં આંસુ ઝળકી ઉઠ્યા. પોતે નયનને પરણીને ન્યાલ થઈ ગઈ હોય તેવી અનુભૂતિ તેના ચહેરાં પર રમી રહી.

દરિયાના મોજામાં ભરતીઓટ ન હોય એવું બન્યું છે ક્યારેય? અંધારિયાની રાત ન હોત તો પૂનમની રાતનો મહિમા ગવાત? સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખની સંતાકૂકડીનું નામ જ તો જિંદગાની છે. રૂપાના સુખ પર પણ દુઃખનો ઓછાયો પડી જ ગયો. બનવાકાળ એક ગોઝારા કાર અકસ્માતે રૂપાની જિંદગીમાંથી નયનને ખૂંચવી લીધો. સાવ નાની વયે પતિને ખોઈ નાંખવાનું દુઃખ સહન કેમ કરીને થાય? રૂપા સાવ ગુમસુમ થઈ ગઈ. જીવનમાંથી જાણે રસકસ ઊડી ગયો. પારૂલબેનને લાગેલો આઘાત કાંઈ ઓછો નહોતો પણ તેમનાં પર રૂપા અને આરવને સંભાળી લેવાની બેવડી જવાબદારી આવી ગઈ. એટલે એમને આવી પડેલું   દુઃખ જીરવી લેવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. અધુરામાં પૂરું, રૂપાના પપ્પા, જમાઈના અકાળ મૃત્યુના સમાચાર જીરવી ન શકયા અને તેઓ પણ અનંતની વાટે નીકળી પડ્યા.

પારુલબેનની પ્રેમભરી દેખરેખથી રૂપાની ગાડી લાઈન પર આવી. એ ફરીથી ઘરના કામકાજમાં ધ્યાન દેવા લાગી પણ પહેલાની ચંચળતા ગુમાવી બેઠેલી. હવે આરવને પ્લે સ્કૂલમાં મૂકેલો એટલે એને લેવા મૂકવા માટે સમય કાઢવો પડતો. પારૂલબેન, રૂપાને કોઈને કોઈ કામમાં પરોવેલી રાખતાં જેથી નયનને યાદ કરીને ઉદાસ ના થઈ જાય. તોય રાતે એકલી પડે ત્યારે નયનની યાદો તેને વીંટળાઈ વળતી ને તે ફોટો આલ્બમ ખોલીને બેસી જતી. પેરિસમાં લીધેલી સેલ્ફિઓ જોઈ જોઈને એ દિવસો યાદ કર્યા કરતી. રૂપાનો ઝુરાપો જોઈ, પારૂલબેને તેને ઘરમાં જ ઓફિસ ખોલી કામ કરવાનો આઇડિયા આપ્યો ત્યારે રૂપાએ કહેલું, “ના મમ્મીજી, મને નથી લાગતું કે હું સ્વતંત્રપણે કામ કરી શકું. મારો આત્મવિશ્વાસ પાછો લાવવા માટે મારે બહાર નોકરી કરવી જ પડશે.”

“અરે, મારે તારું કાંઈ સાંભળવું નથી. એકવાર તું કામ તો શરૂ કર પછી જોયું જશે. પારૂલબેન પોતાની વાત પર અડગ રહેલાં.

**********

નવી ઓફિસના પહેલા દિવસે પપ્પાના ફોટા સામે જોતાં આરવે દાદીમાને પૂછી લીધું કે “મારા પપ્પાના મૃત્યુ પછી તદ્દન ભાંગી પડેલી મારી મમ્મીને તમે કામ કરવાની પ્રેરણા કેવી રીતે આપી, દાદી?”

“બેટા, એ વખતે તું બહુ નાનો હતો. તને મૂકીને તારી મમ્મી, નવથી નવની નોકરી કરવા જાય તો તું પણ સોરાવાય અને ઘરમાં હુંય થાકી જાઉં. એનું ભણતર એળે જાય એ પણ મને જરાય નહોતું ગમતું એટલે મેં જ કામ કરવાનું એનું મનોબળ મજબૂત કર્યું. એની ઇચ્છા હતી કે બહાર કામે જાય તો ઘણું જોવા જાણવા અને શીખવા મળે. પણ “મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધું કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કિંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહીં. માની ગઈ તરત! સી.એ. છે ને તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે. ને કમાણીની કમાણી!”

“અરે વાહ, દાદીમા…તુસી ગ્રેટ હો…” બોલતો તે આરવ નાના બાળકની જેમ દાદીમાને વળગી પડ્યો. પાછો હાથ લાંબો કરીને બોલ્યો, “વચન આપો દાદીમા કે દરેક જનમમાં તમે જ મારા દાદી બનશો…!” 

“આરવ, એના માટે તો આપણે બંનેએ મળીને કાનુડાને માખણ મિસરીની લાલચ આપવી પડશે…” ને બંનેનું નિર્બંધ હાસ્ય ઓફિસની કેબિનમાં ગુંજી ઉઠ્યું.

૧૦) રેખા પટેલ

ડેલાવર , યુએસએ.

શબ્દસંખ્યા-૧૦૦૦ 

 સહિયારી કમાણી

લંચ સમયમાં સુરેન્દ્ર માથા ઉપર હાથ મુકીને સ્ટાફ રૂમમાં છેવાડે આવેલા ટેબલ ઉપર એકલો બેઠો હતો. ફોનના સ્ક્રીન ઉપરની હજુ પણ લાઈટ ચમકતી બતાવતી કે ફોન હમણાજ પૂરો થયો હશે.

” અરે સુરેન્દ્ર કેમ આટલે દુર આવીને બેઠો છું? લંચ નથી કરવાનું? કે પછી ભાભીએ કંઇ ખાસ બનાવ્યું છે જે અમારાથી છુપાવીને એકલો હાઉ કરી જવાની પેરવીમાં છે?” પાછળથી ધબ્બો મારતા સૌરભ બોલ્યો.

“નારે ભાઈ એવું કઈ નથી, હવે એ સોનેરી દિવસો તો ક્યારના નીકળી ગયા કે રોજ લંચમાં ડબ્બો ખોલવાની ઉતાવળ રહેતી કે આજે સરપ્રાઈઝમાં શું ફરસાણ હશે.” અવાજમાં ઉદાસીનતા સાથે સુરેન્દ્ર બોલ્યો.

“હોય ભાઈ ચાલ્યા કરે, પહેલા ભાભી ઘરે રહેતા હતા હવે બહાર નોકરી કરે છે તો આટલો ફર્ક તો પડીજ જવાનો ને! એમાં આટલું મન ઉપર નહિ લેવાનું.” મિત્રને સમજાવતા સૌરભ બોલ્યો.

” ના માત્ર જમવાની વાત હોત તો મને કોઈ તકલીફ નહોતી પરંતુ જ્યારે બાળકોના ભણતર અને ગણતરની વાત આવે ત્યારે મગજ ઉપરથી કાબુ જતો રહે છે. હું ઈચ્છવા છતાં શાંત નથી રહી શકતો.” સુરેન્દ્રના અવાજમાં ખેદ હતો.

સૌરભ સમજી ગયો કે નક્કી આજે મનીષા ભાભી સાથે કંઈક અણબનાવ બન્યો હશે. કારણ સુરેન્દ્રની પત્નીએ છ મહિના પહેલા તેના ભણતરને અનુરૂપ નોકરી ચાલુ કરી ત્યારથી બંનેના પારિવારિક જીવન અને પતિપત્નીના સંબંધો ઉપર પડતી આડઅસરોનો પોતે સાક્ષી બની રહ્યો હતો.

સુરેન્દ્ર અને સૌરભ બેંક ઓફ ઇન્ડીયાની મેઈન બ્રાન્ચમાં ખુબ સારી પોસ્ટ ઉપર હતા. બંનેનો પગાર પણ સારો એવો હતો. વરસોથી સાથે કામ કરતા ઘણા સારા મિત્રો બની ગયા હતા. સૌરભની પત્ની રૂપા ચાર્ટડ એકાઉન્ટન્ટ હતી. તે પોતાની નાનકડી ઓફીસ ખોલી વધારાની કમાણી કરતી હતી.

જયારે પણ બંને મિત્રો ભેગા થતા ત્યારે મનીષાને આ બાબતનો અફસોસ રહેતો કે પોતે સર્ટિફાઈ નર્સ હોવા છતાં ઘરમાં બેસીને સમય અને ભણતરનો દુરુપયોગ કરી રહી છે. પોતાના ભણતરના ઉપયોગથી પૈસા કમાઈ શકે ઉપરાંત સેવા પણ કરી શકે તેમ છે. જોકે તેની વાત કઈ ખોટી પણ નહોતી. આથી બધાનો મત મનીષા તરફ પડતો પરંતુ સુરેન્દ્ર આ બાબતે હંમેશા વિરોધ કરતો. તેની પાસે કારણ હતું કે સ્કુલમાં ભણતા બંને બાળકોને માતાની, તેની સારસંભાળની વધારે જરૂર છે. સાથે ઘરની સાચવણી માટે પણ મનીષાએ ફ્રી રહેવું જરૂરી છે.

છેવટે મનીષાની સમજાવટ અને જીદને કારણે સુરેન્દ્રે કમને પણ તેને બહાર નોકરી કરવા મંજુરી આપી હતી. ઘરથી વીસેક મિનીટ દુર આવેલી હોસ્પીટલમાં સવારે આઠથી સાંજે ચાર વાગ્યાની નોકરી મળી ગઈ. બાળકોને બસમાં બેસાડી, ફટાફટ બંનેનું ટીફીન ભરી તે નીકળી પડતી. સાંજે બંને બાળકો ઘરે આવે ત્યાં સુધીમાં આવી જતી. ક્યારેક મોડું થાય તો બાળકો થોડીવાર બાજુમાં સરલામાસીને ત્યાં રોકાય. આમ બહુ ચીવટપૂર્વક સમયની ગોઠવણી કરી હતી.

છતાં સમય આપણા પ્રમાણે દરરોજ નથી ચાલતો. ક્યારેક બાળકોની બસ છૂટી જાય તો ક્યારેક નાસ્તો બનાવતા મોડું થઇ જાય. તો ક્યારેક અડધા દિવસની સ્કુલ હોય તો બાળકો વહેલા ધરે આવી જાય. આવી બધી પરિસ્થિતિમાં ટાઈમ ટેબલ ખોરવાઈ જતું. અને સુરેન્દ્રના માથે જવાબદારીઓ વધી જતી. આવા સમયે તે ધૂંધવાઈ જતો. બધો બળાપો તેના મિત્રની સામે કાઢતો. સામા પક્ષે મનીષા પણ ક્યારેક સૌરભની પત્નીને ફોનમાં સુરેન્દ્રના વર્તન વિષેના કહેતી રહેતી, આથી કરીને સૌરભ તેમના ઘરની ઘણી વાતો જાણતો હતો.

એમ તો સૌરભની પત્ની રૂપા પણ નોકરી કરતી હતી પરંતુ તેની સ્થિતિ અલગ હતી કારણ રૂપા ઘરમાં જ ઓફીસ બનાવી પોતાનું મનપસંદ કામ કરતી હતી. જ્યારે મનીષા બહાર કામ કરતી હતી આથી તેની જવાબદારી અને જરૂરીયાત અલગ હતા તે વાત તે બરાબર સમજતો હતો.

છતાં સુરેન્દ્ર આ વાતને સમજવા તૈયાર નહોતો. તેના માટે પહેલાની જેમ મનીષાજ બધી જવાબદારીઓ નિભાવે તેવો આગ્રહ હતો. સાંજે ઘરે જઈને ના ઘરકામમાં કે ના બાળકોના હોમવર્કમાં મદદ કરવાની તેને આદત હતી. પહેલા બધુંજ સમયસર મળી જતું જે હવે જાતે કરવું પડતું અથવા તો રાહ જોવી પડતી. આ બધાનો ગુસ્સો બળતરા તેના વર્તનમાં કડવાશ બનીને ક્યારેક મનીષા સામે શબ્દોમાં ઉતરી આવતો.

શરૂઆતમાં મનીષા ચુપ રહેતી સાંભળ્યું ના સાંભળ્યું કરી દેતી. પરંતુ રોજની ટકટક થી કંટાળી હવે તે પણ સામો જવાબ આપવા લાગી હતી. આજે સવારે આવીજ એક બોલાચાલીમાં મનીષાએ સામો જવાબ આપ્યો હતો.

” જુવો તમે એકલા બહાર કામ કરીને નથી આવતા, મારે પણ રોજ આઠ કલાક ઉભા પગે કામ કરવાનું રહે છે. સાંજે ઘરે આવું ત્યારે થાકીને લોથપોથ બની જાઉં છું છતાં તમારું, બાળકોનું અને ઘરનું કામ મારી ફરજ છે સમજીને બધું હસતા કરું છું. કમાણી આવે છે તે હું મારી માટે અલગ નથી રાખતી એ પણ આપણા બાળકોના ભવિષ્ય માટેજ છે. એ તમે કેમ સમજતા નથી. તમારી પણ ફરજ બને કે મને ઘરકામમાં થોડી મદદ કરો.” લાંબુ બોલી મનીષા હાથમાં પર્સ લઈને નોકરી માટે નીકળી ગઈ.

ધૂંધવાઈ સુરેન્દ્ર પણ બેંકમાં આવી ગયો. ત્યાજ આ લંચ ટાઈમમાં બાળકોની સ્કૂલમાંથી ફોન આવ્યો કે કાલે બપોરે બે વાગ્યે પેરેન્ટસ મિટિંગ છે.

સૌરભના બહુ પૂછતાં સુરેન્દ્રે આજની બીના કહી સંભળાવી. તે સમજી ગયો કે સાચો પ્રોબ્લેમ ક્યા છે.

જો મિત્ર, એ વાત સાચી છે કે મારી પત્ની કમાણી કરવાની સાથે ઘરનું પણ બરાબર ઘ્યાન રાખે છે. પરંતુ તેની વાત અલગ છે. શરૂઆતમાં મેં પણ તેને કામ કરવાની ના પાડી હતી. કારણ આપણે બંને સારું કમાઈ લઈએ છીએ તો પૈસાનો પ્રશ્ન નથી. છતાં તેની જીદ અને કામ કરવાની ધગશ સામે હું હારી ગયો.

“મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધુ કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી. માની ગઈ તરત! સી. એ. છે ને તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે. ને કમાણીની કમાણી!”

“પરંતુ તારી વાત અલગ છે. ભાભીની જવાદારીઓ બેવડાઈ જાય છે. હવે તારે પણ સમજવું જોઈએ. એ સ્ત્રી છે એનો અર્થ એ નહિ કે ઘર, બાળકોની સંપૂર્ણ જવાબદારીઓ તેના એકલાના શિરે છે. એમ હોય તો કોઈ ઘરકામ માટે બેન રાખી લે જેથી કોઈ બીજાનું પણ ઘર એ કમાણી ઉપર ચાલશે અને તારા ઘરમાં એનાથી ચાર ગણી કમાણી આવશે. સાથે ભાભીનું સ્ટેટસ પણ સમાજમાં ઊંચું જશે. જો કેટલા બધા ફાયદા છે અને તું નકામો જુનવાણી બની વિચારે છે.” આમ હસતાં સૌરભે મિત્રને ટપાર્યો.

સુરેન્દ્રના મગજ ઉપર મિત્રની સલાહ અને રૂપાની વાતો અસર કરી રહી હતી. તેના ચહેરા ઉપરનો તણાવ ગાયબ થઈ ગયો.

” હલ્લો મનીષા, કેમ છે તું? જો કાલે બાળકોની પેરેન્ટ્સ મીટીંગ છે તો તું ચિંતા ના કરીશ. મારી પાસે ઘણી લીવ બાકી છે તો અડધા દિવસની રજા લઈને હું જઈ આવીશ. અને આજે સાંજે આપણે બહાર જમવા જઈશું તો તું આવીને થોડો આરામ કરી લેજે.” સુરેન્દ્રના ચહેરા ઉપર સંતોષ હતો.

૧૧) રૂપલ શાહ

ગામ: ગાંધીનગર

શબ્દ:૧૦૦૦

નીલકંઠ સોસાયટીના નવા બનેલા ફ્લેટમાં અનિલભાઈ અને અનીતાબહેન તેમની દિકરી રૂપા સાથે હમણાં જ રહેવા આવ્યા હતાં.આમ તો આ સોસાયટીમાં  બધા બંગલા જ હતા પણ હવે બંગલા તૂટીને ફ્લેટ બનવા લાગ્યા હતા.એમનો ફ્લેટ પહેલા માળે જ હતો.એમના ફ્લેટની બાજુમાં જ એક બંગલો હતો જે એમની બાલ્કની માંથી દેખાતો હતો.

એ સુંદર બેઠા ઘાટનો બંગલો શ્રેયાબહેન અને શ્રેયસભાઈનો હતો.એમને એક દીકરો હતો . સ્તવન એનું નામ. શ્રેયસભાઈને એક ફેક્ટરી હતી.સ્તવન પણ એમ બી એ થઈ ને એમાંજ જોડાઈ ગયો હતો.

એ બંગલામાં આગળ સુંદર બગીચો હતો તો પાછળ કિચન ગાર્ડન બનાવેલો. જેમાં મરચા , લીંબુ,દૂધી,તુરીયા જેવા ઘણા છોડ વાવેલાં. બગીચામાં એક સુંદર ઝૂલો પણ હતો. શ્રેયાબહેન એના પર ઝૂલતા હોય ને રૂપા બાલ્કનીમાં  વાંચતી હોય ત્યારે બંને વચ્ચે સ્મિતની આપ લે થતી.રૂપા સી એ ની ફાઇનલની તૈયારી કરતી હતી.તેને બાલ્કનીમાં વાંચવું વધુ 

ગમતું.

એ દિવસે રવિવાર હતો .રૂપા બહાર વાંચતી હતી અને શ્રેયાબહેનની કામવાળીની એકદમ બૂમ સંભળાઈ “એ બહેન એ બહેન , જલ્દી આવો” રૂપાએ જોયું તો એ એનેજ બોલાવતી હતી.રૂપા દોડીને એમના ઘરે ગઈ. કામવાળી ગીતા એને અંદર લઇ ગઈ . જોયું તો શ્રેયાબહેન તાવથી ફફડતા હતાં.લગભગ બેભાન જેવા થઇ ગયેલા અને લવારી કરતા હતા.ગીતા બોલી ” બહેનને તાવ આવતો હતો .હું બીજા રૂમોની સફાઈ કરીને અહી આવી તો જોયું કે એમની આ દશા છે.હું ગભરાઈ ગઈ અને તમને બોલાવ્યા.” રૂપાએ કીધું “પહેલા મીઠાવાળું પાણી લઇ આવ.” ગીતા પાણી લઈ આવી એટલે પોતા મૂકવાના ચાલુ કરી દીધા. પછી એને  પૂછ્યું “ઘરના બધા ક્યાં છે??” ગીતાએ કહ્યું “મોટા સાહેબ તો કલકત્તા કોઈને મળવા ગયા છે. અને નાના સાહેબ એમના મિત્રના લગ્નમાં વડોદરા ગયા છે.” રૂપાએ કીધું ” નાના સાહેબને ફોન કર” ગીતાએ કીધું “,મને ફોન કરતા નથી આવડતું .હું ભણી નથી ને?? પણ શેઠાણીના ફોનમાં એમનો નંબર હશે. હું તમને એમનો ફોન આપું” રૂપાએ શ્રેયાબહેનના ફોનમાંથી સ્તવનને ફોન કરીને એની પાસેથી એમના ડૉક્ટરનો નંબર લીધો. સ્તવનને કહ્યું ” હું ડૉક્ટરને બોલાવી લઉં છું પછી કંઇ ચિંતા જેવું હોય તો કહીશ.તમે શાંતિથી લગ્ન પતાવીને આવજો.” પોતા અને દવાની અસર થવાથી શ્રેયાબહેનનો તાવ ઓછો થઈ ગયો.એમણે રૂપાને કહ્યું કે “હવે મને સારું છે તું  હવે ઘરે જઈને શાંતિથી વાંચ.”પણ રૂપાએ કહ્યું “જ્યાં સુધી તાવ સાવ ઉતરી નહીં જાય કે સ્તવન આવી નહીં જાય ત્યાં સુધી હું અહીં બેસીને વાંચીશ.”

એ શ્રેયાબહેનને સારું થયું ત્યાં સુધી ત્યાંજ  બેસીને વાંચતા વાંચતા એમનું ધ્યાન રાખતી રહી. સ્તવન પણ આવી ગયો.એણે રૂપાનો આભાર માન્યો.

રૂપાએ  સી.એ. ની ફાઈનલ બીજે દિવસે હોવા છતાં  એમનું એટલું ધ્યાન રાખ્યું એથી શ્રેયાબહેનના મનમાં રૂપા વસી ગઈ.

આ પછી બંને ઘર વચ્ચે ઘરોબો બંધાઇ ગયો. રૂપાની પરીક્ષા પતી ગઈ.પેપર પણ સારા ગયા.

શ્રેયાબહેનને રૂપામાં પોતાની ભાવિ પુત્રવધૂ દેખાવા લાગી. એથી એમણે સ્તવન અને શ્રેયસભાઈને પૂછ્યું કે “રૂપા તમને ગમે છે?”બંનેની મરજી જાણ્યા પછી એક દિવસ શ્રેયસભાઇ અને શ્રેયાબહેન અનિલભાઈને ઘરે આવ્યા ને રૂપાનો હાથ સ્તવન માટે માંગ્યો.અનિલભાઈ અને અનિતાબહેનને પણ સ્તવન જેવો સંસ્કારી છોકરો પસંદ હતો તેથી અનિલભાઈ અને અનિતાબહેને પણ રાજીખુશીથી માંગણી સ્વીકારી લીધી. રૂપા અને સ્તવનના લગ્ન ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યા.શ્રેયાબહેને ખૂબ ઉમળકાથી રૂપાનું સ્વાગત કર્યું.

થોડા દિવસ પછી રૂપાનુ સી.એ.નુ પરિણામ પણ આવી ગયું અને એ પાસ થઈ ગઈ.એની ખુશીમાં શ્રેયસભાઇ અને શ્રેયાબહેને એક પાર્ટી રાખી.એ પાર્ટીમાં જ શ્રેયસભાઈએ રૂપા માટે એક ઓફિસનો સોદો પણ કરી દીધો. શ્રેયાબહેન હરખભેર બધાંને મળી રહ્યા હતાં.એમની બહેનપણીને એમણે કહ્યું “આજે જ શ્રેયસે રૂપા માટે ઓફિસ પણ નક્કી કરી લીધી છે.” ત્યારે એમની બહેનપણીએ    કહ્યું ” તમારે વળી પૈસાની શું જરૂર છે?”

ત્યારે શ્રેયાબહેને કહ્યું “વાત પૈસાની  નથી.રૂપાના અરમાનની વાત છે.કોઇ દિકરી આટલું બધું ભણી હોય એને પોતાની કારકિર્દી શરુ કરવાની ઈચ્છા તો હોય જ ને?? એણે જોયેલા સપના અમે પૂરાં નહીં કરીએ તો કોણ કરશે??” 

પણ ઈશ્વરની ઈચ્છા કંઈક  જૂદી જ હતી.એ રાત્રે જ શ્રેયાબહેનને લકવાનો એટેક આવ્યો.એમના બંને પગ લકવાગ્રસ્ત થઈ ગયા.રૂપા પૂરાં મનથી રાત દિવસ એમની સેવા કરવા લાગી. પણ શ્રેયાબહેનથી એ જોયું નથી જતું કે મારા કારણે રૂપા સપના  પૂરા નથી કરી શકતી.એમણે રૂપાને કહ્યું તો એ હસી અને બોલી “મારા માટે તમારાથી વધીને કંઈજ નથી.” પણ એમ માને તો એ શ્રેયાબહેન શેના?

શ્રેયાબહેને શ્રેયસભાઈને કહ્યું” આપણે એવું તો કરી શકીએ ને કે રૂપાને ધરમાં જ ઓફિસ કરી દઇએ અને મારા માટે તો ગીતાને જ પૂરાં દિવસ માટે રાખી લઈએ. રૂપા ઘરમાં ધ્યાન પણ રાખી શકશે અને એનું કામ પણ કરી શકશે.” શ્રેયસભાઈને પણ આ વાત યોગ્ય લાગી.એમણે સ્તવનને વાત કરી.સ્તવનને પણ આ વાત યોગ્ય લાગી અને એ આ સા‍ંભળી ખુશ થઈ ગયો અને એણે કીધું “હું આજે જ રૂપા સાથે વાત કરીશ.”

રાત્રે સ્તવને રૂપાને મમ્મી પપ્પાની ઈચ્છા જણાવી.રૂપા બોલી”મારી કારકિર્દી બનાવવા માટે હું પણ ઉત્સુક હતી પણ અત્યારે મમ્મીની સંભાળ જ મારા માટે મહત્વની છે” સ્તવન બોલ્યો ” એની ક્યાં ના છે?? પણ તું જાણે છે કે ગીતા આપણા ઘરની વ્યક્તિ જેવી જ છે.એ મમ્મીની સંભાળ બરાબર જ રાખશે. તું કામ માટે બહાર જાય તો તું ઘર અને બહાર બે જવાબદારી નિભાવવામાં થાકી જાય અને મમ્મી નું ધ્યાન ના રાખી શકે પણ આ તો ઘરમાં જ ઓફિસ કરવાની છે. તું તારા વર્કિંગ અવર્સ નક્કી કરી દેજે એટલે વાંધો નહીં આવે.ઘર પણ સચવાશે અને તારી કારકિર્દી પણ અને મમ્મી પણ ખુશ થશે કે એમના કારણે તને તારી કારકિર્દી છોડવી નથી પડી. તું આગળ વધીશ તો તે ખૂબ ખુશ થશે.આ એમનું પણ સ્વપ્ન છે.” રૂપા આ સાંભળીને ખુબ ખુશ થઈ.આટલા સમજૂ માણસો મળવા બદલ એ પોતાની જાતને ધન્ય સમજવા લાગી. આખરે એ માની ગઈ. સી એ છે ને!! એને મનથી સંતોષ થયો કે મારી આવડત કામમાં આવશે ને કમાણીની કમાણી અને ઘર પણ સચવાશે.. રૂપા તરત દોડીને શ્રેયાબહેનના રૂમમાં ગઇ અને એમને પગે લાગી ને પછી વળગીને રડવા લાગી..હરખના આંસુથી બંને ભીંજાઇ ગયા.

[29/12/2019, 1:07 PM] Dr Jignada Oza: ટાસ્ક-૧

ટાસ્કનું નામ:- આપેલ વાક્યોનો સમાવેશ કરી વાર્તા લખો.

”  મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધું કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી. માની ગઇ તરત! સી.એ, છે ને તે મનથી સંતોષ થાય કે ચાલો વડત કામમાં આવે ને કમાણીની કમાણી.

૧૨)  જિજ્ઞાસા ઓઝા 

શબ્દ સંખ્યા:-  ૧૧૦૦ (આશરે) 

                                  નિર્ણય 

                સ્વમાની છું છંછેડશો ના કદી પણ,

                નથી શાંત, અંદરથી ધીખી રહી છું.

છ ના ટકોરા પડ્યા ને રૂપાનો એલાર્મ વાગ્યો માગશર મહિનો શરૂ થઈ ગયો હતો ને વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ સારું એવું હતું. આજે સોમવાર હતો પણ રૂપાને પથારીમાંથી ઊઠવાનું મન ન થયું. બારી પાસે ઝૂકેલી મધુમાલતી કે આંબામાં  ઊગેલા કૂણા મરવાની સુગંધ જે ગઈકાલ સુધી એને મદહોશ બનાવતી હતી આજે એને અકળાવનારી લાગતી હતી. કોયલના ટહૂકાઓ કે જેને સાંભળવા માટે એ હંમેશા તલપાપડ રહેતી, આજે એને બેસૂરા લાગતા હતા. શરીરમાં માત્ર શ્વાસ અને દિમાગમાં ઉથલપાથલ સિવાય બધું જ સ્થિર અને સ્તબ્ધ થઈ  ગયું હતું.

એને રડવું હતું, મોટે મોટેથી રડવું હતું પણ એ શૂન્યમનસ્ક થઈ ગઈ હતી. એને એટલો તો કારમો આઘાત લાગ્યો હતો કે આખી રાત અજંપાનું જ સામ્રાજ્ય રહેલું. પરાણે એણે એના શરીરને પથારીમાંથી ઊભું કર્યું ને લથડતા પગલે સામેની દિવાલ પર લટકાવેલા તારીખિયા તરફ ગઈ. આઠ દસ પાના ફેરવ્યા ને એક પાના પર અટકી ગઈ -માગશર સુદ પૂનમ. બે મિનિટ એ અટકી ને કંઈક ઠોસ નિર્ણય લીધો હોય તેમ ચહેરાની તંગ રેખાઓ થોડી ઢીલી થઈ હોય તેવું લાગ્યું. 

બાથરૂમમાં જઈ નિત્યક્રમ પતાવીને બહાર નીકળી એણે વોર્ડરોબ ખોલ્યો બે મિનિટ કપડાંની થપ્પીને જોઈ રહી ને સૌથી નીચે પડેલો પોતાનો મનપસંદ આસમાની રંગનો ડ્રેસ કાઢ્યો, આ ડ્રેસ સુબોધને પસંદ ન હતો એથી એ પહેરતી ન હતી પણ,   “હવે માત્ર મારી જ પસંદ પ્રમાણે હું જીવીશ” એવું એ સ્વગત બબડી. વાળને બાંધવા ડ્રેસિંગ ટેબલ તરફ જતી હતી ને અચાનક એના પગ ફોલ્ડિંગ સીડી તરફ વળ્યાં ને માળિયેથી જૂની પેટી કાઢી. પેટીના તળિયેથી ટ્રેકિંગ સૂટ કાઢ્યો જે ત્રણ વર્ષથી ઉપર ચડાવી દેવામાં આવ્યો હતો કારણ, પરણેલી સ્ત્રી મોર્નિંગ વોકમાં થોડી જાય? અેવું મારા સાસુમાનું માનવું હતું.  પરંતુ આજે ના…… ના આજથી મારે ખુલ્લી હવામાં શ્વાસ લેવો જ છે. પણ…… સવારનો નાસ્તો? કોણ બનાવશે? હશે! જે થવું હોય તે થાય પણ હવે તો મારી ઈચ્છાને પણ માન મળવું જ જોઈશે. ને સુબોધનો ઉંઘરેટો, શુષ્ક અવાજ સંભળાયો. તું નાહી લે એટલે મારી ડોલ ભરવા મૂકજે ને આજે નાસ્તામાં મેથીના લસણ વાળા થેપલા બનાવજે, હું થોડી વાર પડ્યો છું. રૂપાને આજે આ અવાજ પર ભારોભાર  અણગમો થયો. તેણે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું ને બાથરૂમમાં જઈ ટ્રેકિંગ સૂટ ચડાવી, વિખરાયેલા વાળ એમ જ રાખી, યંત્રવત્ ઝાંપાની બહાર નીકળી ગઈ. 

સામેની બાજુએ આવેલો આનંદ ઉદ્યાન એ પરણીને આવી તે પછી બનેલો એને બાગ, વૃક્ષો, પંખીઓ ખૂબજ પસંદ હતા પણ એણે ખૂબજ ઓછી મુલાકાત લીધેલી કારણ એણે નોકરીની સાથોસાથ એક આદર્શ ગૃહિણીની ફરજ જો નિભાવવાની હતી. પરંતુ આજે રૂપાનો જીવ મુંઝાયા કરતો હતો અને કંઈક નક્કર કરવાના વિચાર સાથે એણે બાગની જાહોજલાલી માણવાનું નક્કી કર્યું. પચાસ ડગલાના અંતરમાં પણ જાણે રૂપા હાંફી ગઈ હોય તેમ બાંકડો દેખાતા ફસડાઈ પડી. એણે આંખો બંધ કરી ને  ત્રણ વર્ષ પાછળ ધકેલાઈ ગઈ. એનું સી. એ. નું છેલ્લું, વર્ષ ચાલતું હતું ને સુબોધ શાહ નામનો, ઘઉંવર્ણો, માફકસર બાંધાનો એક ચબરાક અને બોલકો ટ્યુટર આવ્યો. રૂપા પહેલી નજરે જ એનાથી અભિભૂત થઈ ગયેલી. ક્લાસ દરમિયાન રૂપા એના હાવભાવ, એની હરકતો અને એના ટૂચકાઓથી પ્રભાવિત થવા લાગી. ને એક દિવસ સુબોધે એને કહેલું તું કોઈના પ્રેમમાં છે! અને રૂપાની નજર શરમથી ઝૂકી ગયેલી. રૂપાના ગાલની લીસી અને ગોરી ચામડી લાલ લાલ થઈ ગઈ હતી. અને બે દિવસ પછી ગોઠવેલ ફેરવેલ દરમ્યાન રૂપાએ ગાયેલા લૂટે કોઈ મન કા નગર…. ગાયું ત્યારે સુબોધ પરથી એની નજર હટી ન હતી. આ વાત સુબોધથી ધ્યાન બહાર ન રહી.  એણે રૂપાને પ્રપોઝ કર્યું, રૂપાએ ધરે વાત કરી, કુટુંબ થોડું આર્થિક રીતે નબળું હતું ને તપાસ કરતાં એ પણ જાણવા મળેલું કે સુબોધના મમ્મી થોડા જબરા અને જિદ્દી છે. રૂપાના પપ્પાએ સમજાવેલી કે આપણાં પટેલમાં આનાથી સારું ઘર મળશે પણ રૂપા એના નિર્ણયમાં અડગ હતી. 

અંતે શરણાઈના સૂર  રેલાયા ને રૂપા સુબોધની ગૃહલક્ષ્મી બની આવી.  લગ્નના ત્રીજા દિવસે જ સી એ નું પરિણામ આવ્યું ને રૂપા રાજ્યમાં  પ્રથમ આવી હતી. તેને નોકરીની ઘણી જ ઓફરો મળવા લાગી. પણ સુબોધની ઈચ્છાને માન આપી રૂપાએ શહેરની જ એક ફર્મમાં નોકરી સ્વીકારવાનું નક્કી કર્યું. પગાર પણ સારો એવો હતો,  સુબોધનો કરતાં દોઢો. એ એની સાસુને ખુચ્યું પણ હતું. ને એણે જ્યારે ઘરમાં કહ્યું ત્યારે સાસુમા વળમાં બોલેલા પણ ખરા કે અમારા ઘરમાં કોઈ બાઈ માણસ ક્યારેય આ રીતે કમાવા નીકળી નથી ને તું આખો દિવસ બહાર રહીશ તો ઘરનું કામ કોણ કરશે? નવીનવાઈની ભણી છે શું! ને રાતે એણે સુબોધને કહેલું હું નોકરી તો કરીશ જ.  ને રૂપાએ નોકરી શરૂ કરી. 

રૂપાની આ વાતને એના સાસુ એ રૂપાની જીદ ગણી અને બીજા જ દિવસથી સ્ત્રીચરિત્ર શરૂ કરી દીધાં. ક્યારેક ઓફિસ જવાના સમયે તબિયત બગાડી બેસતાં તો ક્યારેક એમની મંડળી ભેગી કરતાં ને રૂપાને ઓફિસમાં મોડું થઈ જતું.  બોસ ટકોર પણ કરતાં પણ રૂપાની હોંશિયારી અને કામની ઝડપને કારણે ચલાવી લેતાં. છતાં રૂપા કંટાળી ગઈ હતી એ સુબોધને કહેતી તો સુબોધ મા નું ઉપરાણું જ લેતો. એક દિવસ તો હદ થઈ ગઈ. રૂપાને અંદેશો થયો કે ઘરમાં નવા મહેમાનનું આગમન થવાનું છે ને સ્ટ્રીપ  ટેસ્ટ કરી, જે પોઝિટીવ આવી ને એ સમાચાર સુબોધને આપવા થનગની રહી હતી ને ઘરે પહોંચી તો સાસુનું મોં ફુંગરાયેલ જોયું. સુબોધ પણ ગુસ્સામાં લાલચોળ હતો. રૂપા કાલથી નોકરી બંધ. તું મારી મા ને કામવાળી સમજે છે? તને આ ઘરમાં જલસા કરવા લાવ્યા છીએ? ત્યાં એની સાસુ રૂપાને ધક્કો મારતા બોલી, બાપ ને ત્યાંથી કંઈ શીખી ને આવી જ ક્યાં છે  ડફોળ! અચાનક મારેલા ધક્કાથી રૂપા સંતૂલન ગુમાવી પડી ને ટેબલ 

નો ખૂણો પેટમાં વાગ્યો. બ્લિડિંગ શરૂ થઈ ગયું તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી ને ડોક્ટરે જાહેર કર્યું કે હવે એ ક્યારેય મા નહીં બની શકે! 

રૂપા ડિપ્રેશનમાં આવી ગઈ ઘરે આવ્યા પછી સુબોધ સાથે એણે બોલવાનું ઓછું કરી દીધું  ને બે-ત્રણ દિવસ પછી ઓફિસમાંથી એની કલિગ આવી ને રૂપાને કહ્યું કે અલી કેમ નોકરી મૂકે છે? રૂપા માટે આ બીજો આંચકો હતો.  રૂપા જવાબ આપે એ પહેલાં સુબોધ વચ્ચે જ બોલી ઊઠ્યો કે મેં નક્કી કર્યુ કે રૂપાને હવે નોકરી નથી કરાવવી અને નોકરી કરવાની *મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધુ કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી. માની ગઈ તરત! સી. એ. છે ને તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે. ને કમાણીની કમાણી થાય* ને રૂપા માની પણ ગઈ છે,  ખરું ને, રૂપા? ને રૂપાને છેતરાયાની લાગણી થઈ. ત્યાં સુબોધનો ગુસ્સામિશ્રિત અવાજ કાને પડ્યો ને.અરે, તું અહીંયા બેઠી છો? શોધી શોધીને થાકી ગયા. મમ્મી ના નાસ્તાનો સમય પણ થઈ ગયો. એ સાચુ કહે છે કે તને ઘરકામમાં રસ જ નથી. તારે કોઈ જવાબદારી જ નથી લેવી. એની વિચારધારા ખોરવાઈ ને રૂપાના આળા મન પર વધુ એક વખત હથોડો પડ્યો.  

એ સુબોધનો પાછળ  દોરવાઈ ને ઘરમાં પગ મૂકતાં જ માત્ર બે જોડી કપડાં લઈ, મંગળસૂત્ર સુબોધના હાથમાં મૂકી કહ્યું  હું તારા ઘરમાંથી રાજીનામું આપું છું ને કંપનીમાં ફોન લગાડ્યો મારું રાજીનામું હું પાછું ખેંચી રહી છું ને ઝાંપા બહાર નીકળી રિક્ષા રોકી બેસી ગઈ ને જાણે હળવીફુલ થઈ ગઈ!

ને સુબોધથી છૂટા પડવાનો મનોમન નિર્ણય કરી એ સીધી વકીલને ત્યાં  પહોંચી અને કહ્યું કે આ નોટીસ એને માગશર સુદ પૂનમે જ પહોંચવી જોઈએ. જે દિવસે મેં આ સંબંધ  સ્વીકાર્યો એ જ દિવસે આ સ્વાર્થી સંબંધની ચુંગાલમાંથી હું મુક્ત થવા માંગુ છું! ના હવે પાછું નથી ફરવું.  થાકી ગઈ છું! 

      એક ચહેરો, લાખ મ્હોરાં, કેમ કરવા કહો સહન,

              કેટલું ફંફોસવાનું શક્યતાના નામ પર. 

૧૨) અનસુયા દેસાઇ

શબ્દસંખ્યા 1033

મનોવેદના 

મનુજ એની કારમાં બેસી રેડિયા પર સમાચાર સાંભળી રહ્યો હતો. સ્કાયમેટના ડીરેક્ટર જતિન સિંઘ દેશની આર્થિક રાજધાનીમાં થનાર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરતા હતા. ત્યારે જ ઘણી રાહ જોવાડ્યા બાદ મુંબઈ પર મેઘરાજા વરસી પડ્યા. સામાન્ય રીતે આઠ થી દસ જૂન દરમિયાન મુંબઈમાં વરસાદ થતો હોય છે પણ આ વરસે ત્રીસ જુનના દિવસે મોડી પધરામણી કરી માટે  તેનું સાટું વાળવું હોય એમ એ આજે ધોધમાર વરસી રહ્યો હતો. મુંબઈમાં વરસાદ મોટી સમસ્યા છે. રસ્તાઓ પર પુષ્કળ પાણી જોવા મળે અને ટ્રાફિક અટકી જાય. લોકલ ટ્રેનમાં તો લોકોની ભીડ જ ઉમટી પડે. ભારે વરસાદના કારણે હમેંશ દોડતું રહેતું મુંબઈ થંભી જ જાય.  

મુંબઈની લોકલ ટ્રેનની ચિક્કાર ગરદીમાં મનુજથી તો મુસાફરી થતી જ નહીં. એ હંમેશા મુંબઈ ફોર્ટની ઓફિસથી બોરીવલી સુધી ડ્રાઈવર સાથે કારમાં આવતો પણ આજે ટ્રાફીકને કારણે ઘરે આવતા બે ત્રણ કલાક થતા કંટાળી ગયો. મલાડ,કાંદિવલી, બોરીવલી જેવા પરા  વિસ્તારમાં વરસાદ માત્ર ઝરમર જ હતો. તેથી ઘરમાં પગ મુકતાની સાથે જ મનુજે નિરાંતનો શ્વાસ લીધો, ત્યાં જ ડોરબેલ થયો .નોકરે દરવાજો ખોલ્યો. આવનાર પર મનુજની નજર પડી તો બોલી ઉઠ્યો, “ ઓહો! રવિઅંકલ તમે? અમેરિકાથી ક્યારે આવ્યા? આવો ,આવો.” “ બસ એક અઠવાડિયું થયું.” કહી એ મનુજની બાજુમાં બેઠા. 

      પ્રો.રવિકાંત દેસાઈ મનુજના પિતા દોલતરાય પરીખના ખાસ મિત્ર હતા. દોસ્તી ગજબની ચીજ છે. આ એવો સંબંધ જ્યાં માણસ જેવો હોય એવો પેશ આવી શકે. .તેઓ બંને મિત્રો નાનપણથી સાથે મોટા થયા હતા. બંનેનો વ્યવસાય જુદો, સ્વભાવ જુદો .પણ બાળપણમાં સાથે રમ્યા સાથે હસ્યા. રમતા રમતા ઝઘડીને સાથે રડ્યા પણ ખરા. મિત્ર સારો કે ખરાબ હોતો નથી. દોસ્ત તો દોસ્ત જ હોય. એ જેવો હોય એવો સ્વીકારવાનો જ હોય. આવું માનનારા રવિકાંત ઘણા વરસોથી એમના ઘરે આવતા પરંતુ બે વર્ષથી તેઓ એના દીકરાને ત્યાં અમેરિકા હતા. 

    રવિ અંકલે કોઈ પણ પ્રસ્તાવના વિના સીધું જ કહી દીધું ,  બેટા મનુજ, તારા પપ્પાને મળવા ગયો હતો. વૃદ્ધાશ્રમમાં ફાઈવસ્ટાર હોટલ જેવી સગવડતા છે.પણ ત્યાં પોતીકાપણાનો અભાવ છે. બેટા,આગળપાછળનું ભૂલી એને મળી આવ.મને લાગે છે એ હવે વધુ સમય નહિ જીવી શકશે. તને અને તારા બાળકોને મળવાની એને ખુબ ઈચ્છા છે.”

“ અંકલ ,તમે તો બધું જાણો છો. પપ્પાએ મારે માટે ક્યારે સમય કાઢ્યો છે? તેઓ મોટી કંપનીના ડાયરેક્ટર હોય મિટીંગો અને વિદેશપ્રવાસમાં વ્યસ્ત રહ્યા. પૈસાથી ખરીદી શકાય એ સુખસાહ્યબી બધું એમણે આપ્યું પણ પ્રેમ? અંકલ, હજુ મને યાદ છે હું તાવમાં તરફડતો હતો.મમ્મી પણ ઘરમાં ક્યાં રહેતી હતી? અને એ આયાના ભરોસે જરૂર પડે હોસ્પીટલમાં એડમિટ કરવાની સુચના આપી અરજન્ટ મિટિંગ છે કહી ચાલી ગયેલા. કોઈકવાર સ્ટડી કેમ ચાલે છે?નો પ્રશ્ન પણ ઉત્તરની અપેક્ષા વિના પૂછી લીધો છે. મારી સ્કુલના દિવસોમાં પેરન્ટસ મિટીગમાં તો ક્યારેય આવ્યા નથી.. મમ્મીને તો સહેલી સાથે મોજમસ્તી અને કલબમાંથી ફુરસદ જ ક્યાં હતી? સારું થયું એ તો અચાનક જલ્દી આ દુનિયા છોડી ચાલી ગઈ ….” 

પ્રો.રવિકાંતે મનુજને મનનો ગુસ્સો કાઢતા રોક્યો નહીં. શાંતિથી એની વાત સાંભળી રહ્યા. 

“ અંકલ ,આવા વાતાવરણમાં પણ હું સી.એ. થઇ ગયો અને તમારી સમજાવટ કારણે જ મારી સાથે  સી.એ. થયેલી રૂપા સાથે પ્રેમલગ્ન કરી શક્યો .હું આ બધું કેમ ભૂલું? બીજું હું અને રૂપા બન્ને ફોર્ટ સુધી ઓફીસ જઈએ છીએ. અમારી પાસે પણ સમય ક્યાં છે? બીમાર પપ્પાને  નિલ અને નિકેત પાસે કેમ રાખી શકાય? માટે જ પપ્પાને વૃદ્ધાશ્રમમાં મુકી આવ્યો છું જ્યાં બધી સવલતો તો મળી રહે છે. અમારી ફરજનો પણ હિસાબ સરભર થઇ ગયો.’

આ સાંભળી પ્રો.રવિકાંત વિચારવા લાગ્યા સમય કેટલો તેજીથી બદલાઈ રહ્યો છે. થોડા વરસો પહેલા જે માણસ બીજાની ભલાઈ માટે કામ કરતો તે આજે પોતીકાથી જ દૂર થતો જાય છે. આ એકલા મનુજની વાત નથી પૂરા સમાજની છે. વ્યસ્તતાને કારણે કેટલાંય સંબંધોમાં દરાર પડી રહી છે. તો કેટલાંક સંબંધ તો એટલા માટે તૂટતા રહે છે કે એકબીજા સાથે વિચારો મળતા નથી કે એકબીજાને પસંદ નથી કરતા..ભલે પછી એમણે કેટલો ત્યાગ એમના માટે ના કર્યો હોય. 

                                     રવિકાંતે ધીરેથી  સમજાવ્યું , ”બેટા ,મનુજ ! એમ ના બોલાય. તને લાગે છે કે તારા પપ્પા લાગણીહીન હતા. પણ સાંભળ એવું નથી.અમેરિકા જવા પહેલાં હું તારા પપ્પાને એમની ઓફીસમાં મળવા ગયો હતો.ત્યારે જ એ કહેતા હતા કે દોસ્ત, હું પણ હવે થાક્યો છું. આખી જિંદગી પૈસા કમાવામાં રચ્યોપચ્યો રહ્યો . મનુજને તો પ્રેમ કરવાનો સમય મળ્યો નથી પણ આજે જયારે મારા વ્હાલા પૌત્રો નિલ અને નીકેતને એમની મમ્મી અને પાપાની રાહ જોતા જોતાં સુઈ જતાં જોવું છું ને ત્યારે મનુજનું બાળપણ નજર સમક્ષ આવે છે. ખુબ પસ્તાવો થાય છે. મારા જીગરના ટુકડા નીલ અને નિકેત પણ એવું બાળપણ ના વિતાવે એ ઈચ્છા છે. દોસ્ત રવિ ! “ મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધું બહાર કામ કરવાથી થાકી જવાશે .ઘરમાં જ ઓફીસ બનાવી દે એટલે વાંધો નહિ .માની ગઈ તરત ! સી.એ છે ને તે. એને મનથી સંતોષ થાય કે આવડત કામમાં આવે છે ને કમાણીની કમાણી !”   પૈસા તો મારા ખુબ છે પણ પોતાની કમાણી નો રૂપાને આંનદ રહે .”

ઊંડો નિશ્વાસ કાઢતાં આગળ વાત     કરતા રવિકાંત બોલ્યા, 

 ‘” બેટા ,તારા પપ્પાએ વ્યથિત મનથી પછી મને કહેલું કે મનુજને મારી વાત પસંદ ના આવી . એણે તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું,      ‘ આ જીવન અમારું છે.મને કોઈની દખલ પસંદ નથી.’ રવિ! તું કહે હું શું કરી શકું ? બસ હવે રિટાયર થઇ ઘરે બેસું . પૌત્રો તરફ ધ્યાન આપું અને શાંતિથી જીવન ગુજારું પણ આ અસ્થમા મારો પીછો ક્યાં છોડે છે ? “

મનુજ બેટા, તારા પપ્પાએ મને એના મનની વેદના સંભળાવી  હતી. હું તો પછી અમેરિકા ચાલી ગયો. ત્યાંથી આવી જાણ્યું કે મારો દોસ્ત તો ઘરે આરામથી બેસવાને બદલે વૃદ્ધાશ્રમમાં જઈ બેઠો છે. ત્યાં સેવા કરનાર ઘણા બધા જ છે પણ આત્મીયતા-પ્રેમ વિનાની સેવા શાંતિ કે સંતોષ ના આપે. એકવાર મળી આવ.તારો સ્પર્શ પણ એને તૃપ્ત કરશે. તને આટલી વિનંતી કરવા આવ્યો હતો .”

મનુજ કંઇ બોલે તે પહેલા જ રવિ અંકલ ઉઠીને ચાલ્યા ગયા. મનુજનું મન ખુબ ભારી થઇ ગયું .બાળકો તો મોર્નિગસ્કુલ હોય આયાની સાથે જ જમીને એમની રૂમમાં ચાલ્યા ગયા હતા. રૂપાની રાહ જોતો હતો ત્યાં જ ટેલીફોનની ઘંટડી  રણકી . આશ્રમથી ફોન .” તમારા પિતા વૈકુંઠવાસી થયા છે.જલ્દી આવો “ 

મનુજે તુરંત નોકરને સૂચના આપી ડ્રાઈવરને ગાડી કાઢવા કહ્યું. ગાડીમાં વૃદ્ધાશ્રમ જતાં  એ વિચારતો હતો કે પપ્પા તો મારી સુખસાહ્યબી માટે એની ફરજ ભૂલ્યા હતા પણ મેં શું કર્યું ? મારે ક્યાં કોઈ કમી હતી ? રૂપાને માટે ઘરમાં જ ઓફીસ ખોલાવી દઈશ. પપ્પાનો આત્મા તો આ જોઈ કદાચ મને માફ કરી દેશે પણ હું મારી જાતને કેમ માફ કરું ? વૃદ્ધાશ્રમ આવતા ડ્રાઈવરે કહ્યું ત્યારે અજંપાથી અકળાયેલો એ પુત્ર તરીકેની ફરજ બજાવવા ગાડીમાંથી ઉતર્યો. પણ હવે મનોવેદના એનો કેમ પીછો છોડશે ?   રાત્રીના અંધકારમાં વૃદ્ધાશ્રમની બાજુની શેરીમાં કુતરાનું રુદન થયું. …ઓહ ! 

 સન્નાટે શેરી 

  કૂતરાનું રૂદન ,

  પોતીકું લાગે. ..    

૧૪)વૈશાલી જીગ્નેશ મહેતા

શબ્દ સંખ્યા: ૧૦૯૨(આશરે).

 સંબંધ 

હજી તો સી. એ. ની ફાઈનલ પરીક્ષાના પરિણામની રાહ જોવાતી હતી ત્યાં જ મગનકાકા રૂપાના જીવનની મહત્વની આગલી પરિક્ષા.. એટલે કે, સગપણની વાત લઈને આવ્યા.

                                    *

મુંબઈમાં સંયુક્ત કુટુંબ, બા-બાપુજી ને એમના ત્રણેય દિકરાઓનો પરિવાર; આઠ નાના ને આઠ મોટા એમ બધા થઈને સોળ જણ- એક જ ઘરમાં સાથે  રહેતાં. આઠ ભાઈ-બહેનમા ઉમર પ્રમાણે રૂપાનો નંબર ચોથો, પણ ભણવામાં સૌથી પહેલો. પહેલેથી જ ભણવામાં હોશિયાર એવી રૂપા માટે મધ્યમ વર્ગના સંયુક્ત કુટુંબમાં ઉછરીને ભણવું સહેલું નહોતુ. એમાંય પાછા દાદા તો જ્ઞાતિ ના પ્રમુખ એટલે કારોબારી સભ્યો કે ટ્રસ્ટીઓ કે પછી કોઈ ને કોઈ સગાની અવર-જવર ઘરે ચાલુ રહેતી. ભણવામાં પણ તકલીફ પડતી.  

રૂપાના પપ્પા રમણભાઈ અને એમના બે ભાઈઓ ત્રણેય કાપડના ધંધામાં ભેગા. રમણભાઈ ધંધા માટે ખંતથી કામ કરતા.  પણ, બન્ને ભાઈઓ ચાલાક. ધંધાને લગતુ બેંકનુ બધુ કામ એ બે ભાઈઓ સંભાળતા. રમણભાઈને એમના ભાઈઓ પર આંધળો વિશ્વાસ. સમય પસાર થતો ગયો,  ત્રણેય ભાઈઓનાં છોકરાઓ મોટા થયા; ઘરમાં પણ બધી રીતે થોડી-ઘણી અગવડ થવા માંડી. ત્રણે ભાઈ એ રાજી-ખુશીથી અલગ થવાનો નિર્ણય લીધો. 

અલગ થયા ને થોડો વખત થયો ત્યાં તો રમણભાઈ ના મોટાભાઈ એ તો કહી દીધું કે આ ભેગા ધંધામાં ત્રણ ભાઇઓ ના ઘર ન ચાલે.

હવે,  રમણભાઈ  મુંઝાયા. ભાગે પડતી રકમ મળી એમાંથી તો માત્ર રહેવા પૂરતુ ઘર માંડ લેવાય એમ હતું, ને હવે ધંધામાંથી ય બાકાત કરે તો ઘર કેમ ચલાવવું? રૂપા અને નાનો દિકરો શિવમ હજુ કોલેજમાં ભણતા હતા.  

ઘરના કોઈ પણ વડીલો સાથે મિલકત બાબતે દલીલ ન કરતા રમણભાઈએ નોકરીની શોધ શરૂ કરી દીધી. ચાલીસી વટાવ્યા પછી નોકરી મળવી મુશ્કેલ હતી. કાપડ બજારમાં વર્ષોથી કામ કર્યું હતું; ખાસ્સો અનુભવ હતો એટલે રમણભાઈએ કાપડની દલાલી ચાલુ કરી. 

રૂપા અને શિવમ બન્ને ને ભણવાની ધગશ હતી એટલે તેમના ઉચ્ચ શિક્ષણ માટે મા- લીલા બહેને પણ કમર કસી.  અથાણાંના ઓૅડર લેવા માંડ્યા. રૂપાએ ગ્રેજ્યુએશન પુરુ કર્યુ સાથે સી. એ ઈન્ટર ક્લિયર કરી અને હવે સી. એ ફાઈનલ માટે દિવસ-રાત મહેનત કરવા માંડી. 

વાને રૂપાળી, માંજરી આંખો, લાંબા વાળ, ભણવામાં ને ઘરકામમાં બધી રીતે પાવરઘી એવી રૂપા માટે તો કોલેજના બીજા વર્ષે જ માંગા આવવાના ચાલુ થઈ ગયા હતા. પણ માતા-પિતા બન્ને એ નક્કી કર્યું હતું કે દિકરીને ભણવાની હોંશ છે એટલે ભણતર તો પોતાને  ઘેર જ પુરૂ કરાવવુ. 

રમણભાઈના ખાસ મિત્ર એટલે મગનકાકા. છેલ્લાં બે મહિનાથી રૂપાના સગપણ માટે રમણકાકાને ફોન કરતા. પણ રમણભાઈ કંઈક અલગ-અલગ બહાના આપી વાત ટાળી દેતા. મગનકાકા, રમણભાઈ ને તેમજ એમના છોકરાઓને બહુ જ સારી રીતે જાણતા, તેમજ ઘરની પરિસ્થિતિથી પણ વાકેફ હતા. રમણભાઈના શુભચિંતક એવા મગનકાકા; આ વખતે બહુ સારો, રૂપા માટે યોગ્ય અને  ભણેલ છોકરો શોધ્યો હતો. ફોન કરીને કહેવા કરતા મગનકાકા રૂબરૂ મુલાકાત માટે રમણભાઈને ઘેર પહોંચી ગયા. છોકરાનો ફોટો ,બાયોડેટા અને એ સિવાયની જે કંઈ માહિતી હતી એ બધી રમણભાઈ અને લીલા બહેનને આપી. પણ બન્નેમાંથી એકેયનું મન મગનકાકાની વાતોમાં ચોંટતુ જ નહોતુ. રૂપાની સી. એ ફાઇનલ નુ રીઝલ્ટ આવવાનુ હતુ, રૂપાએ મહેનત પણ ખુબ કરી હતી એટલે માત્ર રૂપાની જ રાહ જોવાઈ રહી હતી. થોડીક ક્ષણો માટે તો મગનકાકાને ય અજુગતું લાગ્યુ કે એવું તે શું હશે? કારણ પોતે  ઘરમાં આવી ગયા પછીય બધા દરવાજા તરફ જ તાકીને બેઠા હતા. 

પરિણામ જાણવાની ઉતાવળમાં રૂપા ફોન પણ ઘરે ભૂલીને જતી રહી હતી. મગનકાકા ઘરના સભ્યો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરે ત્યા તો શિવમે દુરથી ઘર તરફ દોડતી આવતી રૂપાને જોઈ સોફા પરથી કૂદકો માર્યો ને બહાર દોડ્યો. બન્ને ભાઈ-બહેન એકમેકના હાવભાવ જોઈ કશુ બોલ્યા વગર બસ એકબીજાને ભેટીને નાચવા લાગ્યા. 

ભાઈ-બહેન દોડતા -દોડતા ઘરે આવ્યા. રૂપા તરત જ પોતાના માતા -પિતાને પગે લાગી અને રિઝલ્ટ તેમના હાથમાં આપ્યુ. રૂપા સી. એ થઈ ગઈ. માતા-પિતા ના આનંદનો પાર નહોતો.  મગનકાકા પણ મનમાં મલકાતા બોલી ઉઠ્યા, “રૂપાનું સગપણ પણ જો આજ ગોઠવાઈ જાય, તો સોનામાં સુગંધ ભળે.” તેમણે પણ રૂપાને અભિનંદન આપ્યા અને પછી હળવેથી પોતાની વાતની રજુઆત ઘરના બધા સભ્યોની સામે જ કરી દીધી. પળવાર તો સૌ સ્તબ્ધ થઈ ગયા. શરૂઆતમાં સૌએ મગનકાકાની વાત નકારી. 

રૂપા પણ લગ્ન માટે તૈયાર નહોતી. પોતાના માતા-પિતા અને ભાઈએ તેની માટે આપેલ ભોગની કોઈ કિંમત આંકી શકાય તેમ નહોતી, તે જાણતી હતી. પણ લગ્ન પહેલાં નોકરી કરી રૂપા તેમને થોડી-ઘણી આર્થિક સહાય રહે એ માટેના પ્રયાસમાં કરી રહી હતી. 

આ બાજુ રમણકાકા તેમના મિત્ર મગનભાઈને સમજાવવામાં લાગી ગયા હતા. “ભાઈ,  આ યોગ્ય ઉમર છે, સારુ માંગુ આવ્યુ છે, આજે નહીં તો કાલે દિકરી ને સાસરે તો મોકલવી જ પડશે ને? સારું પાત્ર મળે ત્યારે હા-ના કરવા ન બેસાય. ને વળી રૂપા જેવી તારી દિકરી છે તેવી જ મારી માટે નથી!? આપણે  એના ભવિષ્યનો વિચાર કરવાનો છે.” “હા, હા.. તે હું ય મારી દીકરીની કમાણી નથી ખાવા માંગતો. આ તો એની ઈચ્છા ને માન આપીને..” બસ આટલું બોલતાં ની સાથે જ દિકરીની વિદાયનો વિચાર આવતા રમણભાઈની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. બન્ને મિત્રોને એકબીજા માટે બહુ માન અને વિશ્વાસ. રમણભાઈ એ પણ પત્ની લીલાને સમજાવી. પણ હવે રૂપાને કંઈ રીતે સમજાવવી? 

મગનકાકાએ રૂપાને બોલાવીને હાથમાં બાયોડેટા અને ફોટો આપતા કહ્યું, “પ્રિતેશ નામ છે છોકરાનું, એન્જિનિયર છે” અને ખાતરી આપી, કે પહેલા મુલાકાત કરી રૂબરૂ વાતચીત કરીને વિશ્વાસપાત્ર લાગે તો જ  આગળ વાત ચલાવવી. 

રૂપા એ હા ભણી; રૂપા-પ્રિતેશ અને બન્નેના માતા-પિતાની મુલાકાત થઈ,  વાત આગળ વધી અને લગ્ન પણ સરસ રીતે સંપન્ન થઇ ગયા. રૂપાએ પણ પિતાના પગલે વડીલોની ઈચ્છા ને માન આપી સંસારમાં પગલા માંડ્યા. 

લગ્ન પછી બન્ને ફરવા ગયા, એકમેકને સારી રીતે ઓળખતા થયા, પરસ્પર વધુ નજીક આવ્યા.  જેમ દિવસો પસાર થતા ગયા રૂપાએ ઘરની જવાબદારી ઉપાડી લીધી. સાસુ-સસરા પણ બધી રીતે નિવ્રૃત. રૂપાના દરેક કામ પ્રત્યેની લગન અને નિષ્ઠા જોઈ પ્રિતેશ ને મન રોજેરોજ રૂપા પ્રત્યે માન વધતુ ગયુ.  બન્નેને એકબીજા માટે ભારોભાર પ્રેમ. લગ્નને બે મહિના થયા. રૂપા તેના પિયર મળવા ગઈ. પ્રિતેશ, રૂપાની યાદોમાં તેના ફોટા જોયા કરતો.

 એક દિવસ કામની ફાઈલ ગોતવામા એક ડાયરી પ્રિતેશને હાથ લાગી. રૂપાની ડાયરી! સુંદર મરોડદાર અક્ષરથી શોભતી.  પ્રિતેશને અત્યાર સુધીના રૂપાના જીવનની – ત્યાગની, સંબંધો માટે લાગણીની, ભવિષ્ય માટે જોયેલા સ્વપ્નોના જાણ થઈ. 

અઠવાડિયા પછી રૂપા સાસરે પાછી આવી. પણ પહેલા જેટલો સમય પ્રિતેશ તેને આપી નહોતો શકતો.  વધારે ને વધારે કામમાં પરોવાયેલો રહેતો. ઓફિસથી આવ્યા પછી પણ રાત્રે લગભગ બે વાગ્યા સુધી કામ ચાલતુ.  રૂપાથી આ બધુ નહોતુ જોવાતુ. તે વિચારતી કે અઠવાડિયામાં આટલું બધું બદલાઈ ગયું ? તેની આંખોમાં ઉભરી આવતા પ્રશ્નો પ્રિતેશ સહજ રીતે વાંચી શકતો હતો. પણ પ્રિતેશના એકમાત્ર આલિંગનથી રૂપા હળવી થઇ જતી.

લગ્નને છ મહિના પૂરા થતાં હતા તે દિવસે રાત્રે બાર વાગ્યા સુધી પ્રિતેશ આવ્યો નહીં અને બીજે દિવસે રૂપાનો જન્મદિવસ હતો. રાત્રે મોડો આવીને પ્રિતેશ જમ્યા વગર સૂઇ ગયો.  રૂપા આખી રાત ન સુતી. સવારે વહેલી ન્હાઇને એકલી મંદિર જતી રહી. પ્રિતેશ અને તેના માતા પિતા ત્રણેય રૂપાને સરપ્રાઈઝ આપવા મંદિરે પહોંચી ગયા. મંદિરમાં જેવો રૂપાએ પ્રસાદ માટે હાથ લંબાવ્યો, એક ચાવી એની હથેળીમાં પડી. રૂપા એ નજર ફેરવી ને જોયું તો સાસુ સસરા અને પ્રિતેશ!

રૂપા એકદમ ખુશ થઇ ગઇ પણ ચાવી શેની?  એ કંઈ એને ખબર પડી નહીં. “આ આપણા નવા ઘરની અને તારી ઓફિસની ચાવી” પ્રિતેશ બોલ્યો. 

“કેમ રૂપા, તુ આટલુ સરસ ભણી તે તનેય મારી જેમ તારુ ભણેલી અેળે ન જાય એવી ઈચ્છા હતી ને, પણ ઘરનું બધુ કામકાજ પણ ખરુ જ ને,મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધુ કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી. માની ગઈ તરત! સી. એ. છે ને તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે. ને કમાણીની કમાણી!” રૂપાની સામે આંખ મારીને પ્રિતેશ મલકાતા મલકાતા બોલ્યો.

૧૫) ચૌલા બી.ભટ્ટ

શબ્દ સંખ્યા-,૧૭૬૩

સબમીશન તા.૨૮ ,૧૨,૨૦૧૯

અમદાવાદ 

એક નવી પહેલ 

***************

સ્કુલથી  આવતાની સાથે જ મિસરીએ દફ્તરનો ઘા કર્યો એક મોજું એક દિશામાંને બીજું મોજું બીજી દિશામાં ફેંકી બૂટને રીતસર ઉલાળ્યા તો અંજનાના માથે અડકી નીચે પડ્યા.અંજના હતપ્રત બની ગઈ કે દીકરીએ આજે આવું અઘટિત કેમ કર્યુ? ધીરેથી મિસરીના રૂમમાં પાણીનો ગ્લાસ લઈને ગઈ તો પાણીનો ભરેલો ગ્લાસ હાથથી ઝટકાવ્યો તો પાણી અંજના તરફ ઉછળતા આખી ભીંજાઈ ગઈ. આજે એવુ તે શું થયું છે? અંજના કારણ શોધવા મથી પણ નાકામયાબ રહી, તે ધીરે ધીરે મિસરીના માથે હાથ ફેરવી પૂછવા લાગી કે બેટા શું થયું મને નહિ કહે? આટલું સાંભળતા જ મિસરીની આંખોનો બંધ છૂટી પડયોને અંજનાનાં ખોળામાં માથુ નાખી સિસકતા બોલી “મમ્મા મને સાચુ કહેજે મારા પપ્પાને શું થયુ હતું? સાચે જ એ પાગલ હતા? તે મને કેમ કાઈ ના કીધુ?” 

 “તને કોણ આવુ કહે છે?કોણ આવુ ઝેર ઓકે છે?” અંજના બોલી, “મમ્મા સવારે આઈમાનાં હાથમાંથી દુધનો ગ્લાસ લેતા પડી ગયો તો દુધ ઢોળાયુ અને ગ્લાસ ફૂટી ગયો તો લાદી સાફ કરતા એ બોલ્યા કે ગાંડાના છોરુ ગાંડા જ હોય ત્યાં આજે ક્લાસમાં ભૂલથી ટીચર સાથે ભટકાણી તો બધાની સામે બોલ્યા કે ગાંડાના ગામ ના હોય જેવો ગાંડો બાપ એવી દીકરી” અંજના વિચારમાં ગરકાવ બની અને થોડીવારે ઊંડો શ્વાસ લેતા બોલી “ના.. દીકા..ના એક ગોઝારા દિવસે કાળ ચોઘડિયે ઓફિસથી આવતા ટ્રકની ટક્કરે હેમરેજની અસરથી બે મહિના કોમામાં રહી બહાર આવ્યા, બચી તો ગયા પણ મગજ પર ગંભીર અસર રહી ગઈને ક્યારેક ધમાલ કરતા પણ ગાંડા ના હતા.”

” તારા આવવાની ખુશીમાં સાચે પાગલની જેમ તૈયારી કરવા લાગ્યા રમકડાથી તારો રૂમ સજાવ્યો,બેડ સ્પેશિયલ ડીઝાઈનનો બનાવડાવ્યો. એના પર મુલાયમ ગાદી. એક પતિની રુએ રૂટીન ચેકપ માટે પણ લઈ જતા.એક પતિની બધી ફરજો પૂર્ણ કરતા સિવાય કે કમાવા માટે એનુ મગજ સક્ષમ નોંતુને એનો અફસોસ પણ મને  નોંતો તારી પર એક પિતાનો ‘હાથ’ હોય એજ બસ હતું.તારા આવવાની રાહમાં શાંત અને ખુશ પણ હતા ત્યાં અચાનક ફરી એક ગોઝારી ઘડી આવી, રુટીન ચેકપ માટે જતા રોડ ક્રોસ કરતા એક કારની ટક્કરથી બચાવવા મને અને તને જે તું મારા ગર્ભમાં હતી એને ધક્કો મારી ખુદ કાર નીચે કચડાઈ ગયા..હવે તુંજ નક્કી કર કે તારા પપ્પા ગાંડા કહેવાય?” ને અંજના ધ્રુસકે ધ્રુસકે રોઈ પડીને મિસરી પણ ગળે લાગી સિસકતા બોલી ‘સોરી મમ્મા.’

અસ્વસ્થ અવસ્થામાં મા – દીકરી એકબીજા સાથે ખાસ્સો સમય વળગેલા રહ્યા પછી મિસરીએ સમજુ ડાહી દીકરી માફક ‘મા’ના ગાલ પર ચૂમી ભરી અળગી કરીને બોલી “સોરી મમ્મા” અને અંજનાના ચહેરા પર સ્મિત રેલાયુ.વાતાવરણ હળવું કરવા અંજના બોલી “ચાલ દિકા.. કાલે તારી સ્કૂલમાં રજાનો દિવસ  છે તો આજ રૂપાલીદીદીને ત્યાં જઈશું? ત્યાં થોડી વાર બેસીને એને લઈને તને ગમતા ઈટાલિયન રેસ્ટોરન્ટમાં પીઝા મસ્તી કરશું ” આ સાંભળતા જ મિસરી નાચવા લાગીને ફટાફટ બાથરૂમમાં નહાવા દોડી.

હાશ..અંજનાએ છૂટકારાનો શ્વાસ લીધોને મિસરીની  પ્રિય ગુલાબી શોર્ટી અને એના મેચિંગ શુઝ કાઢ્યા અને પોતાની માટે પણ હલકા જાંબલી કલરની કુર્તી કાઢીને રૂપાલી  માટે સુખડી ભરવા રસોડામાં ચાલી. 

  ‘રૂપાલી’ એટલે અંજનાના પતિ સોહમની પહેલી પત્ની સ્નેહાની દીકરી,  સ્નેહા કેન્સરને લઈને મૃત્યુ પામી હતી ત્યારે રૂપાલી લગભગ બાર વર્ષની હશે જેને અંજનાએ ખુબ પ્રેમથી સંભાળીને મોટી કરી સી.એ.કરી તો સામે રૂપાલી પણ અંજનાનો એટલો જ આદર કરતી. સમય થતા પરણવા લાયક થઈ એટલે  સુયોગ્ય મુરતિયો અંજનાએ જ શોધી રૂપાલીની ઈચ્છા મુજબ ધામધુમથી સાસરે મોકલીને અંજનાએ સંતોષનો શ્વાસ લીધો હતો.ત્યાર બાદ જ ખાલીપો ભરવા એક બાળક આ દુનિયામાં લાવવા વિચાર્યુ.

પણ, પ્રેગ્નન્સી રહ્યા પછી અંજના માટેની જીવન સફર ઘણી  દુઃખદ બની રહી હતી. સોહમનું એક્સીડંટમાં હેમરેજ થતા તાત્કાલીક સારવાર અને પાણીની જેમ રૂપિયા ખર્ચતા સારુ તો થયું પણ માનસિક સંતુલન ગુમાવ્યું,એથી કરી કોઈ પણ સમયે કે સ્થળે  ક્યારેક મારામારી કરી બેસતાને એ અવસ્થાને લઈ નોકરીમાંથી પાણીચું મળ્યુંને અંજનાની તકલીફો ચાલુ થઈ. અસ્થિર પતિને સાચવવાનુ નોકરી સાથે બધું અઘરું પડતું પણ, નિરૂપાય હતી સોહમની નોકરી છુટી તો અંજનાએ તો ફરજીયાત નોકરી કરવી પડે એમ જ  હતી મિસરી ગર્ભમાં હતી.રૂપાલી પણ ગામમાં સાસરે તો એના વ્યવહાર પણ સાચવવા, આ બધું કરતા ગાડું ગબડતું હતું. ત્યાં, અચાનક એટેકમાં સોહમની વિદાઈ થઈ જવાથી અંજના હારી ગઈ પણ ફરી ઉભી થઈ કે ના “ઈશ્વરે જે કસોટી ‘માથે નાખી છે’ તે પૂરી કરીને જ રહીશ “

મિસરી નાહીને આવી ગઈ તો અંજનાએ એના વાળ ઓળીને પર્સમાંથી આજે લાવેલી ગુલાબી ચમકતી હેરબેન્ડ લગાડી આપી તો ખુશીની મારી મિસરી ઉછળી પડીને અંજનાને ભેટી પડી કે “વા’વ મમ્મા તું મને કેટલો બધો લવ કરે છેને એક ચૂમી કરીને બાજુના બ્લોકમાં એની દોસ્તને બતાવવા દોડી.”

મા -દીકરી એકાદ કલાકમાં  એક્ટિવા પર રૂપાલીની સાસરીમાં  આરાધના સોસાયટી પાસે પહોંચી ગયા મધ્યમ એરીઓ હતોને રૂપાના સાસરીવાળા પણ મધ્યમ નોકરિયાત માણસો હતા. રૂપાલીનાં સસરા દિલીપભાઈ રેલવેમાં નોકરી કરતા જયારે એના સાસુ નિરંજનાબહેન પ્રાઇવેટ હોસ્પિટલમાં નર્સની ફરજ બજાવતાને જમાઈ દીપેન પણ એક જાણીતી બેંકમાં ઓફિસર હતાને એની મોટી બે નણંદ એમના સાસરીએ સુખી હતી ટૂંકમાં કહી શકાય એવુ સુખી ખાનદાન હતું. 

મા-દીકરી કાંઈક અનેરા ઉત્સાહથી ઝાંપામાં પ્રવેશ કર્યો આમ પણ અંજનાએ આજે ફોન કર્યા વગર જ અચાનક સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યુ હતું તો, એના સાસરીવાળા પણ આ લોકોના આગમનથી અજાણ હતા.હાથમાં સુખડીનો ડબ્બોને એક થેલામાં મામાજીએ ગામડેથી મોકલેલા વાડીના જામફળ, બોર, લીંબુ હતા.જમાઈ દીપેનને જામફળ પ્રિય હતા એ અંજના જાણતી હતી તો ભલે ઉંમર નાની પણ એક સાસુની ભૂમિકા અંજના સુપેરે નિભાવતી હતી કે રૂપાલીને એક પિતાની ખોટ સાલે નહિ.

બન્ને પરસાળમાં ગોઠવેલા ફૂલોનાં કુંડા જોતા થોડી વાર ઉભા રહ્યા.રૂપાનો પ્રાકૃતિક લગાવ પહેલેથી હતો તે તેના ફ્લેટની બાલ્કનીમાં પણ લગ્ન પહેલા અલગ અલગ પ્લાન્ટ રોપી સોહમને હરખભેર બતાવતીને રોજ ઊઠી પહેલું કામ એ રોપ કેટલો વધ્યો એ જોઈને જ દુધ કે નાસ્તો કરતી. “આ પ્લાંટ  પણ નક્કી રૂપાલીએ જ રોપ્યા હશે” એમ વિચારતી અંજનાનો હાથ બેલ મારવાં લંબાયો..ત્યાં. 

રૂપાનાં સસરા  દિલીપભાઈનો જરા ઊંચો અવાજ સંભળાયો, એટલે અંજના બેલ માર્યા વગર બારણે અટકી,” પણ આખરે તમારે કામ કરવાની જરૂર જ શું છે બેટા? તમારા સાસુને તો એ સમયે જરૂર હતી કે બે દીકરીઓ સાથે દીપેન સહિત ત્રણ બાળકો મારું પગારધોરણ પણ ત્યારે એટલું સારુ નહીંને મારી ત્રણ બહેનો જે મારાથી પણ નાની હતી એમણે પરણાવવાની જવાબદારી મને સોંપી તમારા દાદાજી સાસરા સ્વર્ગસ્થ થયા તો એટલા ટૂંકા પગારમાં કેમ પૂરું થાય? તો એક અર્ધાંગિનીની રુએ તમારા સાસુએ કમર કસીને સાથ આપ્યો પણ ઉંમર વીંતી જવાથી સરકારી નોકરી તો નહિ પણ ઠીક ઠીક પગાર કહી શકાય એવી પ્રાઇવેટ નોકરી સ્વીકારીને હવે જે સાતેક વર્ષ નિવૃત થવા આડે છે જે પૂરા કરવા જ રહ્યા. એ વખતે તમારા દાદીજી સાસુ જીવતા હતા તો ઘરનું ગાડું ગબડ્યે જતુ હતું પણ હાલ એવુ નથી. આપણે બધા ઘરની બહાર નીકળી જઈએ તો ઘરની છાપ કાયમ બંધ રહેતા ઘરની પડી જાય એ હવે અમને ગમતી વાત નથી.

રૂપાલી દબાતા અવાજે બોલી “પણ પપ્પાજી ભલે આપણી પરિસ્થિતિ અત્યારે એટલી સાધારણ નથી કે બધાએ કામ કરવું પડે,  પણ તમે આખો દિવસ બધા બહાર હોવ તો મને ખૂબ એકલું લાગે છેને વળી મારી ડિગ્રી એળે જાય છે, એવી મને સતત અનુભૂતિ થયા કરે છે તો મારો સમય પસાર થવાની સાથે બે પૈસાની આવક થાય એમાં વાંધો શું હોઈ શકે? ” આટલુ બોલી રૂપાલી ચૂપ થઈ દિલીપભાઈની સામે આશાભરી નજરે જોઈ રહી. 

દિલીપભાઈ બોલ્યા ” બેટા!! વાંધાની વાત જ નથી પણ ઘણા વર્ષોથી રજાના દિવસો સિવાય ઘર બંધ જ રહે છે તો હવે,   આપણી સહુની ભલાઈ એમા જ છે કે બેટા તમે ઘર સંભાળોને આવતાંજતાં મહેમાનોની આગતા સ્વાગતા કરી ઘરને ધબકતું રાખો. કમાવા વાળા અમે ત્રણ છીએ દિલીપભાઈ અટક્યા.”

આ વાર્તાલાપ દરમિયાન એકાદવાર નિરંજનાબહેનનો અવાજ સંભળાયો હતો પણ, જમાઈ દીપેન ઘરમાં હોય એવુ લાગ્યું નહિ તો બેલ મારવી કે નહિ એની અવઢવમાં હજુ એમજ ઉભી હતી. અંજના ઉતાવળી મિસરીને પણ નાક પર આંગળી મૂકી રોકતી હતી. મનમાં મુંઝાતી અંજના ઘરમાં જવું કે પાછું જાવુંની અકળામણમાં હતી કે “એના અંગત પ્રશ્નોમાં જવું શું યોગ્ય ગણાશે?ને પાછી જઉ તો મિસરીનું દીદી સાથે ડિનર પર જવાનુ દિલ તૂટી જશે ” આમ મનોમંથનમાં અટવાતી અંજનાએ પાછા જવા પગ ઉપાડ્યા ત્યાંજ જમાઈ દીપેને ઝાંપો ખોલ્યો, સાથે કોઈક અજાણ્યા ભાઈ પણ હતા એ જોઈ અંજનાનાં પગ રોકાઈ ગયા.

દીપેનની નજર સાસુમા પર પડતા જ બોલ્યો “અહો હો.. મમ્મીજી તમે? એક ફોન કર્યો હોત તો આવીને લઈ જાત કારમાં!! અહો!! અમારા નાનકા સાળી સાહેબા પણ છે ને કાંઈ, સ્વાગતમ.. સ્વાગતમ કહી ઉમળકાથી અંજનાને નમન કર્યા તો અંજનાએ પણ વહાલથી ‘માથે હાથ’ મુક્યો.  મિસરીને ગાલે ટપલી મારી લાડ કર્યુ. આવો આવો ચાલો” હવે અંજનાને અંદર ગયા વગર છૂટકો જ નહોતો તો તેણે દીપેન પાછળ પગ ઉપાડ્યો.

ઘરમાં પ્રવેશતા જ નિરંજનાબહેને અને દિલીપભાઈએ આવકાર આપ્યોને રૂપાલી  પણ ગળે લાગી ગઈ: પણ અંજનાને એની આંખના ખૂણા ભીના લાગ્યા પણ,બેખબર છે એમજ રહી અંજના: નિરંજનાબહેન બોલ્યા “દીપુ, વેવાણ તને ક્યા ભેગા થઈ ગયા? કાંઈ પ્રોગ્રામ તો હતો નહિ તો.. “દીપેન બોલ્યો “અરે.. ના.. મમ્મી એતો મારી પહેલા બારણે ઉભા હતાને હું આવી પહોંચ્યો” આ સાંભળતા નિરંજનાબહેને અને દિલીપભાઈએ સૂચક દ્રષ્ટિએ અરસ પરસ જોયું.    

સહુ બેઠા અને પાણી પીધા પછી દીપેને પેલા અજાણ્યા ભાઈની ઘરના સભ્યો સાથે  ઓળખાણ કરાવી, આ મારી ઓફિસમાં કામ કરતા મારા દોસ્તના મોટાભાઈ મિસ્ટર વિપુલ ઝવેરી છે અને વ્યવસાયે આર્કિટેક્ટ છે જેને અહીં ઘરમાં થોડો  ફેરફાર કરવા બોલાવ્યા છે તો સહુ પ્રશ્નાર્થ નજરે એક બીજા સામે તાકી રહ્યા.. આખરે નિરંજનાબહેને મૌન તોડ્યુંને બોલ્યા “પણ દીપુ આપણે તો લગ્ન પહેલાજ ઘર ઠીક કરાવ્યું છે તો હવે કેમ? 

દીપેને કહ્યું જુઓ..આજે સ્પષ્ટતા કરી જ દઉં સાસુમાની હાજરીમાં જ કે રૂપાલીએ કામ  કરવું કે નહિ એ પ્રશ્નનાં સંદર્ભમાં કહુંતો હું, જાણું છું કે રૂપાએ સી.એ.થવા દિવસ -રાત એક કર્યા છે ને એને આ મુકામ સુધી પહોંચાડવામાં સાસુમાની ખૂબ મહેનત છેને  રૂપાલી અંદરખાને કામ કરવા ઈચ્છે છે: એ ‘હું’ એક પતિ તરીકે અનુભવી શકુ છું. જો’કે, આ બાબત રૂપાલીએ ક્યારેય ફરિયાદ નથી કરી એ સાસુમાના ઉત્તમ સંસ્કાર છે પણ આટલી મહેનત પછી  એજ્યુકેશન સાવ એળે ના જાય એ જોવાની મારી પણ ફરજ છે. વળી, આપણે આર્થિક જરૂરિયાત ખાસ નથી એ પણ જાણું છું પણ એની પિયર પ્રત્યેની પણ કાંઈક ફરજ છે કે સસરાજીની ગેરહાજરીમાં બધું એકલા હાથે ચલાવવું સાસુમાથી મુશ્કેલ છે વળી સસરાજીની માંદગીમાં ઘરનું ઘર પણ વેચવું પડ્યું છે એ આપણે સહુ જાણીએ છીએ. સાસુમા કાયમ ભાડાનાં મકાનમાં રહે એ બરાબર નથી. એટલે જ મેં રૂપાલીને કહ્યું હતું  કે મારા પર નિર્ણય છોડી દે તો જે કરીશ યોગ્ય જ કરીશ.

તો.. મારો નિર્ણય એવો છે કે આપણે આ પરસાળને લંબાવી દઈએ અને “ઘરમા જ ઓફિસ બનાવી દઈએ અને એક સમય મર્યાદા  કરીએ તો ઘર પણ સચવાઈ જાય રૂપાલીને કામ કર્યાનો સંતોષ પણ થાય ગમે તેમ સી.એ.છે તો કમાણીની કમાણી પણ થાય” તો સાસુમાને થોડો ટેકો પણ મળે, આખરે રૂપાલી એની દીકરી નહિ પણ દીકરો છે તો, એ કમાણી પર એમનો પણ આપણા જેટલો જ અધિકાર છે. અને રૂપાલીની એ ફરજ પણ છે. હવે,આપ સહુની અનુમતિ માંગુ છું.આ સાંભળી અંજનાની આંખમાં આંસુ ઘસી આવ્યાને જમાઈ માટે ગર્વ થયો અને પોતાની યોગ્ય પસંદગી માટે માન થયું. રૂપાલીની આંખ આભારવશ દીપેન સામે જોઈ રહી.દિલીપભાઈ સહિત નિરંજનાબહેને પણ આપસમાં ચર્ચા કરી દીપેનનાં પ્રસ્તાવને  વધાવી લીધો.

થોડીવાર પહેલાનું તંગ વાતાવરણ હળવું ફૂલ બની ગયુંને ચા-પાણીને ન્યાય આપીને પછી મિસરીની ઈચ્છા મુજબ ફક્ત રૂપાલી જ  નહિ પણ, સહપરિવાર આ સુંદર નિર્ણયની ઉજવણી કરવા મિસરીની મનગમતી રેસ્ટોરન્ટ બાજુ ઉપડ્યા.

૧૬) રશ્મિ જાગીરદાર 

શબ્દસંખ્યા-1223

શીર્ષકએક્ઝીક્યુટીવ

“રૂપા, નામ સાર્થક કરે એવી તો તું છે જ પણ આજે…. આજે તું અદભૂત લાગે છે. મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ”

“થેંકયુ હીર, તું મારી પ્રિય સખી છે એટલે તને તો હું ગમવાની જ ને?” 

“હિર, કહી દે તારી સખીને અમને પણ એ અદભૂત-રૂપાળી જ લાગે છે.”

આંખ મીંચકારી મસ્તીથી પરીન બોલ્યો અને ત્યાં ઉભેલાં સૌ હસી પડ્યાં. રિસેપ્શનમાં આવેલાં સૌનાં મનમાં પણ આ જ વાત હતી. 

લગ્ન લેવાયાં ત્યાં સુધી રૂપા ભણતી હતી. તેણે એમ કોમ અને સીએ સાથે ચાલુ કર્યું હતું. અને સારી રીતે પાસ પણ કર્યું અને એના લગ્ન પરીન સાથે ગોઠવાયા.પરીનનું ફેમીલી નાનું હતું. સાસુ – સસરા, પરીન અને નાની બેન રૂહી. રિસેપ્શનના બીજા દિવસે સવારે રૂપા નીચે આવી તો રૂહી ડાઇનિંગ ટેબલ પર બેસી કંઈ લખતી હતી. 

“સવાર સવારમાં શું લખે છે રૂહી?” 

“ભાભી, તમે ભણી રહ્યાં પણ હું હજી ભણું છું, વાંચવું તો પડશેને?” 

“અરે હા રૂહી, તેં પણ કોમર્સ રાખ્યું છે, તને કંઈ ના સમજાય તો આપણે સાથે તૈયાર કરીશું, એ બહાને મારૂં જ્ઞાન પણ તાજું થશે.” 

પછી તો રૂહીને મઝા પડી ગઈ તે રૂપા સાથે રોજ બેસતી અને કોન્સેપ્ટ ક્લીયર કરતી. આમ કરવાથી તેને ભણવામાં જાણે મઝા પડવા લાગી. રૂપાને પણ આ ખૂબ ગમતું કામ હતું. બન્ને ખુશ હતાં. જ્યારે રૂહીનું ટી વાયનું રિઝલ્ટ આવ્યું ત્યારે ઘરનાં સૌ અને સગા વ્હાલાં પણ ખુશ થઈ ગયાં. રૂહીને ફાયદો એ થયો કે, તેણે જ્યારે એમ કોમ શરૂ કર્યું ત્યારે બધી તૈયારી જાતે કરતી થઈ ગઈ છતાં જરૂર પડે તે રૂપાને પુછી લેતી. આ બાજુ રૂપાને હવે સમય કેવી રીતે પસાર કરવો તે પ્રશ્ન થતો. લગ્નને પણ દોઢેક વર્ષ થઈ ગયું હતું. તેણે એક રાતે પરીનને પુછ્યું, “પરીન, તું કામમાં બીઝી હોય છે રૂહી પણ હવે જાતે તૈયારી કરીને સરસ રિઝલ્ટ લાવે છે. મમ્મીજી પપ્પાજીને એકબીજાની સરસ કંપની છે. અને મારા ગોલ્ડ મેડલ તો ચળક્યા કરે છે પણ મારૂં જ્ઞાન કટાઈ  રહ્યું છે, હું જોબ લઈ લઉં તો કેવું?”

“તારી વાત સાચી છે, તું જરૂર કંટાળતી જ હોઈશ. પણ મારી વ્હાલી રૂપા… ” 

“હવે આ સિરિયસ વાત ચાલે છે ત્યારે પણ તું રોમાન્ટિક થઈશ નહીં?”

“હા મેડમ, રોમેન્ટિક તો થવું જ પડશે. હમણાંથી પ્લાનીંગ કરીશું તો વર્ષ પછી આપણું બાળક આવશે ખરૂં કે નહી?”

“હે ભગવાન! નોકરીની વાતમાં વચ્ચે તારૂં બાળક ક્યાંથી આવ્યું?”

“હે ભગવાન! તું હમણાં જોબ માટે ઉતાવળ કરે છે પણ પછી મારૂં શાનું? આપણું બાળક આવશે ત્યારે તું એને સાચવવા એની સાથે રહેવા માંગશે. જોબ હશે તો એ બધું કેવી રીતે થશે?” 

“એટલે તું શું કહેવા માંગે છે? મને તો કંઈ સમજાતું નથી.”

“ક્યાંથી સમજાય? તમારા જેવા રૂપાળાંને અમારી દીર્ઘદર્શી, બુધ્ધિવાળી વાતો?”

પરીન આંખ મીંચકારી  હસે છે ને રૂપા મોં મચકોડે છે. 

“એટલે તું એમ કહેવા માંગે છે કે, સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ?”

“ના ભાઈ ના પાનીએ હોય તો ક્યારેક તો કામ લાગે આ તો એમ કે, બ્રેઇન એન્ડ બ્યુટી કાન્ટ બી ટુ ગેધર. હાહાહા”

હસતો હસતો પરીન પલંગ ફરતે દોડે છે, રૂપા પીલો લઈ તેને મારવા દોડે છે. ધમાચકડીમાં પરીન રૂપાળી રૂપાને પકડીને વ્હાલથી નવડાવી દે છે. એ દિવસ તો એમ રોમાંસમય બનીને પુરો થયો અને જોબની વાત અટકી પડી. 

તે દિવસે પરીને ડોરબેલ માર્યો તો નોકરે દરવાજો ખોલ્યો. રોજ તો રૂપા જ વધુ રૂપાળી થઈને તેને આવકારતી. 

“રૂપાઆઆઆ, આઈ એમ હોમ”

“પરીન શશીકાકાનો ફોન છે. “

રૂપા સેલફોન પર વાત કરતી બહાર આવે છે.

“શું કહે છે?” 

“લે, તું વાત કર. કહે છે કે, મારા માટે એક સારી જોબ છે.” 

“શશીકાકા, શાની જોબ છે, રૂપા માટે?” 

“પરીન હું જમવાની તૈયારી કરૂં, તું કાકા સાથે વાત પતાવીને ફ્રેશ થઈને આવી જા પછી ડિસ્કસ કરીએ.” 

બધા જમવાના ટેબલ પર ગોઠવાયા. એટલે પરીન બોલ્યો, “મોમ, શશીકાકાનો ફોન હતો એક મોટી કંપનીમાં એમ કોમ સીએ માટે વેકેન્સી છે. તેઓ રૂપાને એપ્લાય કરવાની સલાહ આપે છે. પપ્પા, તમે લોકો શું કહો છો? ” હા, સારી જોબ હોય તો ભલેને કરતી, એનો સમય પણ જાય અને ભણતરનો ઉપયોગ પણ  થાય. ” મમ્મી બોલ્યાં. 

પપ્પા કહે,” પણ પરીન, પછી આખો દિવસ જોબ માટે બહાર રહેવાનું તેમજ આવવા જવાનો સમય એટલે કેટલા કલાક નિકળી જાય? રૂપા કંટાળશે.”

“મમ્મીજી, પપ્પાજી હજુ એપ્લીકેશનની તારીખ આવતા વિકમાં છે ત્યાં સુધીમાં  આપણે વિચારીએ.” 

જમીને સૌ ટીવી જોતાં બેઠાં હતાં. તે સમયે નોકરે આવીને કહ્યું “રૂપા ભાભી, તમારી બેનપણી હીરબેન આવ્યાં છે.”

હીર ખુશખુશાલ થતી આવી અને બોલી,

“કેમ છો આંન્ટી, અંકલ?”

“અમે મઝામાં પણ તું કેમ આટલી ખુશીમાં છે?” એ તો કહે.

“રૂપા, આરવ ઇન્ડીયા આવે છે ચાર મહીના માટે. એ જે કંપનીમાં છે તેની શાખા અહીં ગુજરાતમાં ખુલે છે. એ તેના એક્ઝીક્યુટીવ તરીકે અહીં આવશે, બધું સેટલ કરશે. પછી અમારાં હિંદુ વિધીથી લગ્ન થશે. આમ તો અમારા  રજીસ્ટ્રેશન લગ્ન તો થયેલાં જ હતાં જેથી તેની સાથે જવાનાં મારા કાગળો તૈયાર કરી શકાય. હવે બધું તૈયાર છે. અહીં ઓફિસ સેટલ થાય એટલે લગ્ન પછી અમે બન્ને ઉપડી જઈશું યુ એસ એ.”

“વાહ! આ તો ખરેખર ખુશીના સમાચાર મારી સખી.”

પછી તો સૌની આંખો ઉંઘથી ઘેરાવા લાગી ત્યાં સુધી વાતો થતી રહી. અને હવે હીર થોડા જ દિવસોમાં જતી રહેવાની હોવાથી તેને પણ રાત રોકી લીધી. 

આરવ ઈન્ડિયા આવી ગયો પછી તેને ગુજરાતની ભૂગોળથી માહિતગાર કરવા હીરની સાથે પરીન અને રૂપા પણ જોડાયાં. ઓફિસ ક્યાં રાખવી, નવા કર્મચારીઓને કેવી રીતે હાયર કરવા, તેમનો સેલરી, ગ્રેડ પ્રમાણે નક્કી કરવી વિગેરે જેવી બાબતો માટે બન્નેએ ખૂબ મદદ કરી. આ ઉપરાંત પરીને પોતાના અનુભવના આધારે આજ કાલ ઈન્ડિયામાં પણ રીમોટ ઓફિસ માટે ઓન લાઈન અને ઓન કોલ કામ કરી શકે તેવા સ્માર્ટ, એજ્યુકેટેડ, યંગ કર્મચારીઓ શોધવાનું કામ કર્યું. તેમજ તેમનાં ઈંટરવ્યુ ગોઠવવાનું કામ બન્ને છોકરીઓ રૂપા અને હીરને સોંપી દીધું. આખરે આ બધું કામ આટોપાઈ ગયું અને હીર-આરવનાં લગ્ન પણ રંગે ચંગે પતી ગયાં. 

હીર અને આરવને જવાના દસ જ દિવસ બાકી હતા. ઓફિસને લગતાં બધાં કામો પતી ગયાં હતાં. એક્ઝીક્યુટીવ તરીકે હમણાં સુધી આરવ જ હતો પણ તેને હવે જવાનું હતું. તે દરમ્યાન રૂપાએ શશીકાકા વાળી જોબ માટે એપ્લાય કરીને ઈંટરવ્યુ પણ પાસ કરી દીધું હતુ. હીર અમેરિકા જાય પછી જોબ ચાલુ કરવાનું વિચાર્યું હતું જેથી થોડો સમય સાથે રહી શકાય. 

તે દિવસે રૂપાએ પોતાની સખી માટે સેન્ડ ઓફ પાર્ટી રાખી હતી. બધા ખુશ તો હતાં છતાં જુદા પડવાનું દુઃખ પણ સૌના ચહેરા પર ચાડી ખાતું હતું. હીર અને રૂપા કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યાં હતાં. પરીન અને હીર વારંવાર એકબીજા સામે જોઈ લેતાં હતાં. હવે સાથે રહેવાશે તેની ખુશીમાં રત હતાં છતાં ઓફિસનું મુખ્ય કામ હજું બાકી હતું. પાર્ટી પુરી થવાના આરે હતી. અચાનક હોસ્ટ રૂપાના હાથમાંથી માઈક લઈ હીરે કહ્યું, 

“આરવની કંપનીની અહીંની બ્રાંચ માટે એક્ઝીક્યુટીવ મળી ગયા  છે એમનો જ હમણાં ફોન હતો.” 

“પણ એમનું ઈંટરવ્યુ?” પરીને પુછ્યું. 

“હા ઈંટરવ્યુનું કામ પણ આરવે આજે જ પુરૂં કર્યું. ધ ન્યુ એક્ઝીક્યુટીવ ઈઝ એકસીલંટ. હું હવે તેનું નામ એનાઉન્સ કરૂં છું. શી ઈઝ નન અધર ધેન મીસીસ રૂપા પરીન જાગીરદાર!” 

એનાઉન્સમેન્ટ સાથે જ તાળીઓનો ગડગડાટ તો થયો પણ પરીનના પપ્પા એકદમ ઉતાવળે બોલ્યા, ” અરે હીર, રૂપા તો શશીકાકા વાળી જોબ એટેન કરવાની છે. તમે લોકો જાવ પછી.” 

“હા અંકલ, તમારી વાત સાચી એ વાત હું જાણું છું, મેં રૂપાને એટલે જ ના પાડીને કીધું કે, બહાર કામ કરવામાં થાકી જવાશે ઘરમાં જ ઓફીસ બનાવી દે અને વર્કિંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહીં એટલે માની ગઈ તરત. સીએ છે ને તે, એને મનથી સંતોષ થાય કે, ચાલો આવડત કામમાં આવે છે ને કમાણીની કમાણી.”

“તમે ત્રણે તો માળા છુપા રૂસ્તમ નિકળ્યા!”

૧૭) પૂજા(અલકા) કાનાણી.

શબ્દ સંખ્યા-૧૯૬૨

પરિવર્તન.

આજે કોલેજની ફેરવેલ પાર્ટી હતી.રૂપા આજે પણ ગઝલ ગાવાની હતી.સ્ટેજ પર ચઢી માઇક હાથમાં લીધું.અને ચિત્રા સીંઘની ” તું નહિ તો જિંદગી મે ઓર ક્યાં રહે જાયેગા”એ ગઝલ ગાવાની ચાલુ કરી, બધાં મંત્ર મુગ્ધ થઇ ગયા. જોકે આજે તો તેનાં રૂપને પણ જાણે ચાર ચાંદ લાગ્યા હોય એવું લાગતું હતું.ડાર્ક પિંક કલરની ફલાવર પ્રિન્ટ કુર્તી અને યલો કલરનું સિગાર પેન્ટ.સાથે હળવી ઘૂઘરી વાળી સિલ્વર જવેલરી .કપાળ પર ડાર્ક પિંક કલરનો ચાંદલો,પિંક કલરની લિપસ્ટિક અને મોટી સુંદર આંખોમાં લગાવેલું કાજલ. એની નમણાશ આજ ઓર નીખરી ઉઠી હતી.

ગઝલ ગાતાં ગાતાં એનું ધ્યાન વારે વારે પ્રથમ હરોળમાં બેઠેલાં રૂપેશ પર પડી રહ્યું હતું અને રૂપેશ પણ જાણે આજે એનાં રૂપનું રસપાન કરી રહ્યો હતો.ગઝલ પૂરી થતાં તાળી ઓના ગડગડાટ થી હોલ ગુંજી ઉઠયો .કોઈ પણ પ્રોગ્રામ એની ગઝલ વગર અધૂરો રહેતો. કોલેજમાં ગઝલની મહારાણીના ઉપનામ થી તેને નવાઝવામાં આવતી.

હવે સ્ટેજ પર રૂપેશ અને તેનાં સાથીદારો કોમેડી ડ્રામા કરી રહ્યા હતાં.કોમેડી કિંગ રૂપેશ બધાંને હસાવી હસાવીને લોટપોટ કરી રહ્યો હતો. રૂપાનું ધ્યાન પણ રૂપેશ પર સ્થિર થઈ ગયું હતું.બ્લેક પેન્ટ , આછા ગુલાબી કલરનો ર્શટ અને ઉપર બ્લુ કલરનું જેકેટ .હીરો જેવો લાગી રહ્યો હતો.ડ્રામા પૂરું થતાં પાછો હોલમાં તાળી ઓનો ગડગડાટ ચાલુ થયો. તેનાં પછી મયંકે “અભી અલવિદા મત કહો દોસ્તો …” ગાયું અને માહોલ થોડો ગમગીન થઈ ગયો.કારણકે આજ  પછી બધા જુદાં પડી જશે.એ વિચારે બધાં ઉદાસ થઈ ગયા હતા.

   પ્રોગ્રામ પૂરો થયો પછી બધાં ડિનર કરતાં કરતાં . મોબાઈલના કેમેરામાં યાદી કંડારતા હતા.ક્યાંક પાછા ન મળવાની શક્યતા એ આંખોના ખૂણા ભીના થઇ જતાં હતાં.

રૂપા અને રૂપેશ એક ખુણામાં હાથમાં ડિશ લઈ ડિનર કરતાં હતાં.ત્યાં પાછળથી રાહુલ આવ્યોને રૂપેશ ને ધબ્બો મારી બોલ્યો” હવે આ પ્રેમી પંખીડા ક્યારે ખુશ ખબર આપવાનાં? સી.એ .પત્યા પછી? ઘરમાં વાત કરી કે નહિ ? “ત્યાં જ સામેથી નયના, પ્રિતા,રોહન અને રાજેશ આવ્યા અને બધાં સાથે બોલ્યા” અમને જાનમાં અને માનમાં બને પક્ષે બોલાવજો હો….”અને વાતાવરણ હળવું બની ગયું.વાતો કરતાં કરતાં ક્યારે ૧૧ વાગી ગયા ખબર પણ ના પડી.ફરી પાછા ભેગાં થવાનો વાયદો કરી બધાં છુટ્ટા પડ્યા.

પ્રેમી પંખીડાએ  પણ હાશકારો અનુભવ્યો. રૂપેશે રૂપાને કોલેજની બહાર ઊભા રહેવા કહ્યું.ને પોતે કાર લેવા ગયો.બન્ને જણાં ઘર તરફ પ્રયાણ કરવા લાગ્યા.

રસ્તામાં ચાલતી કાર અને એજ ગતિએ ચાલતા રૂપાના વિચારો આજ અટકવાનું નામ નહોતા લેતાં.આજે એનું મન ભૂતકાળ તરફ દોડી રહ્યું હતું.કોલેજનો પહેલો દિવસ અને તેને આવતાં મોડું થઇ ગયું હતું.ક્લાસરૂમ શોધવા તે ફાં ..ફાં… મારી રહી હતી.એવામાં રૂપેશની નજર તેનાં પર પડી અને તેની મદદે આવ્યો. બન્નેનો ક્લાસરૂમ એક જ હતો.બન્ને સાથે જ ક્લાસરૂમમાં ગયા.બસ ત્યાર થી તેની મિત્રતા શરુ થઇ.બન્ને ભણવામાં ખૂબ હોંશિયાર હતાં અને દેખાવડા પણ હતા. ઘણાં ખરા શોખ પણ મળતાં આવતા હતાં.ધનાઢય પરિવારમાં જન્મેલા પણ બેઉ ના વર્તનમાં ક્યાંય અભિમાન જોવા નાં મળતું.અધૂરામાં પૂરું બન્નેના ઘર પણ બેત્રણ કિલોમીટરના અંતરે આવેલ હતા. સવારે સાત થી અગિયાર કોલેજ અને બપોરે બે થી સાત ઑફિસમાં આર્ટિકલ શિપ માટે સાથે આવતા અને જતાં.આમ સતત સાથે રહેતાં.મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી એની ખબર  ના પડી.કોલેજમાં પણ આ સારસ બેલડીની ચર્ચા અવાર-નવાર થતી. કાર ને બ્રેક લાગતાં રૂપાના વિચારને પણ બ્રેક લાગી.

   રૂપેશે કહ્યું” આજ તો મારા રૂપની રાણી કેમ કશું બોલતી નથી? આખા રસ્તે ચૂપ હતી?મને ખબર છે,તું લાગણીશીલ છે.અને આજે કોલેજનો છેલ્લો દિવસ એટલે તું યાદોમાં ખોવાઈ ગઈ હશે.એમ માની મેં પણ તને ના બોલાવી.” ત્યાજ રૂપા હસી પડી ને બોલી “વાહ મારા હૃદયનાં રાજકુમાર હવે તો તું મારા કરતાં પણ મને વધુ ઓળખે છે હો…હા હું યાદોમાં જ ખોવાઈ ગઈ હતી.” રૂપા કારનો દરવાજો ખોલી આગળ નીકળે એ પહેલાજ રૂપેશે કોફી શોપમાં  મળવાનો વાયદો કરી લીધો.

.       બીજે દિવસે સાંજે બરાબર પાંચ વાગ્યે રૂપા કોફી શોપ પર આવી ગઈ. કોફી અને સેન્વિચ નો ઓર્ડર આપી  દીધો. ત્યાંજ સામે થી રૂપેશ આવ્યો.વાતોનો દોર ચાલુ થયો.કેરિયર અને લગ્નની વાત આજનો મુખ્ય ટોપિક હતો. બેઉના ઘરમાં ખબર હતી અને ઘરમાં પોતાનાં  નિર્ણય લેવાની પણ બન્નેને છૂટ હતી .એટલે વિરોધ થવાનો પ્રશ્ન જ નહોતો.બન્ને એ સી.એ.પૂરું કરી લગ્ન કરવાનું નક્કી કર્યું.અને કેરિયર પણ સાથે જ આગળ વધારશે એ પણ નક્કી કરી લીધું.

   જોત જોતામાં બે વર્ષ  નીકળી ગયા અને સી.એ.નું રીઝલ્ટ આવતાં બન્ને પ્રથમ પ્રયાસે પાસ પણ થઈ ગયા.જોકે સી.એ.માં પ્રથમ પ્રયાસે પાસ થવું એ ઘણું અઘરું હોય પણ, બન્ને  ભણવામાં ખૂબ હોંશિયાર હતાં.અને મહેનતું પણ હતાં ને સાથે સાથે એકબીજાની મદદ સાચો રંગ લાવી હતી.

   હવે બન્નેના ઘરમાં વિધિવત મળવાનો કાર્યક્રમ ગોઠવાયો.સગાઈ અને લગ્નની તારીખ પણ નક્કી કરી લેવાઈ.રૂપેશની નાની બહેન લિપિ તો ખુશી થી ઉછળી પડી કારણકે રૂપા વિશે વાતો ઘણી સાંભળી હતી (રૂપેશના મોંઢે) પણ ,આજે જોઈ અને પહેલી વાર મળ્યા પછી રૂપા ભાભી થઈ ને અમારાં ઘરમાં આવશે એ  વાત તેનાં માટે આનંદ દાયક હતી.આમ બન્નેના ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો.સગાઈ પછી તરતજ ઘડિયા લગ્ન લેવાયાં.અને બધાં પ્રસંગો રંગેચંગે ઉજવાયા .બન્ને પ્રેમી પંખીડા લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા.અને ખાસ રૂપેશના ઘરમાં રૂપાનુ આગમન એના સમાજમાં અને સગાસંબંધી માટે ચર્ચાનું કારણ બની ગયું.કારણકે આટલું ભણેલી  દેખાવડી છોકરી મળવી એ ક્યાં સહેલું છે?

સવાર પડતાં રૂપા તેની ટેવ મુજબ વહેલી ઉઠી, ચાનો કપ હાથમાં લઈ બગીચાનાં હીંચકા પર બેઠી. ત્યાં થોડીવાર રહી તેનાં સાસુ સસરા સજોડે આવ્યા.સ્નેહાબેનનાં હાથમાં ગ્રીન ટી નાં કપ હતા.હીંચકાની સામે ચેર હતી તેના પર બન્ને ગોઠવાઈ ગયા.સ્નેહાબેને લાડથી રૂપાને કહ્યું” કેમ બેટા આટલી વહેલી ઉઠી? અમારાં ઘરમાં વહુએ વહેલું ઉઠવું એવો નિયમ નથી હો.. લગ્નની દોડધામમાં તને થાક લાગ્યો હશેને? “ત્યાં તેમની અધૂરી વાત રમણ ભાઈએ જીલી લીધી .આજો ,”એમનાં આરામ કરવા માટે અને બન્ને સાથે સમય વિતાવી શકે ,એ માટે હું આંદામાન_નિકોબારની ટિકિટ લાવ્યો છું. સાંજની  ફ્લાઇટ છે.જા મારા ગાંડિયા દીકરાને ઉઠાડ અને સામાન પેક કરવાં માંડ .રૂપા શરમાતી શરમાતી દોડીને પોતાનાં રૂમ તરફ ભાગી. ત્યાં જોયું તો રૂપેશ ન્હાવા ગયો હતો. જેવો બહાર આવ્યો ત્યાં રૂપાને જોતાં વ્હાલ કરવાં નજીક ગયો.તરતજ રૂપાએ હાથ હટાવતાં કહ્યું” ચાલો પતિદેવ આ વ્હાલ હવે આંદામાન -નિકોબાર જઈએ ત્યાં વરસાવજો . અને સામાન પેક કરો ચાલો પપ્પાજી નો હુકમ છે.”

એકબીજામાં ઓતપ્રોત સારસ બેલડી નાં આઠ દિવસ ક્યાં નીકળી ગયા તેની ખબર પણ ના પડી.ઘરે આવી બધાં સાથે ડિનર કરતાં હતાં ત્યારે રૂપેશે કેરિયર અંગે રમણભાઈ સાથે વાત કરી કે” હું અને રૂપા એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરીશું.સાથે આવશું સાથે જઈશું” અને હા ,મમ્મી  તને પણ વાંધો નથી ને? રાત્રે રૂપા તને હેલ્પ કરશે .અને આમ પણ મહારાજ છે.એટલે કોઈ વાંધો નથી ખરુને? “પણ રમણભાઈ બોલ્યા ” બેટા રૂપાના હજી નવા નવા લગ્ન થયા છે.તારી સાથે સમય વિતાવવો,ઘરમાં પણ થોડી હેલ્પ અને બહાર કામ કરતાં થાકી નહી જાય? ” બાકી તમારી મરજી આપણાં ઘરમાં બધાં ને પોતાનાં નિર્ણયો લેવાની છૂટ છે. પણ જ્યાં અટકો ત્યાં મારી સલાહ જરૂર લેજો.હું સ્વાર્થી બની તમને ગેરમાર્ગે નહિ દોરું  એટલો વિશ્વાસ રાખજો.”

રૂપેશે  પોતાનાં નિર્ણય પર મ્હોર મારી દીધી.બીજે દિવસે સવારે મહારાજે બનાવેલું ટિફિન લઈને બન્ને જોબ પર ચાલ્યા ગયા.સ્નેહાબેનનો સ્વભાવ બહુ સારો હતો .પોતે જોબ નહોતા કરતાં પણ રૂપા પર કામનું ભારણના આવે એવી તકેદારી રાખતાં.શનિવારે ડાઇનિંગ ટેબલ પર રવિવારે ક્યાં જવું એનો પ્રોગ્રામ બનતો.ક્યારેક મૂવી,ક્યારેક મોલ,મંદિરે તો ક્યારેક રૂપાના પિયર જવાનો પ્લાન પણ ઘડાતો.

  ઘરમાં કોઈ પણ પ્રકારના બંધન ના હોવાને કારણે રૂપા આમ તો હળવાશ અનુભવતી હતી.પણ સી.એ.નું કામ જ એવું હતું કે અલગ અલગ પ્રકારનાં ક્લાયન્ટ સાથે પનારા પડતાં. ક્યારેક ઓફિસનુ  બર્ડન તો ક્યારેક કામ માટેનાં ઉજાગરા આ બધી બાબતો ને લીધે ક્યારેક રૂપા સરખું જમી પણ ના શકતી.એની અસર તેની હેલ્થ પર પડવા લાગી.જોબનાં બેત્રણ મહિના થયાં ત્યાં તો રૂપા થાકેલી થાકેલી રહેવા લાગી. રમણભાઈ અને સ્નેહાબેન ની અનુભવી નજર આ બધું અનુભવી રહી હતી.પણ જ્યાં સુધી છોકરાં નાં બોલે ત્યાં સુધી પોતે શું કરી શકે?

     એક દિવસ ઓફિસ જવા માટે રૂપા તૈયાર થતી હતી ત્યાં અચાનક તેને ચક્કર આવવાં લાગ્યાં અને તે બાથરૂમ આગળ   ઢળી પડી.રૂપેશે તરત ઉંચકી પલંગ પર સુવાડી.અને મમ્મી પપ્પા ને બોલાવ્યા.તાત્કાલિક તેઓ ઘરની નજીક હોસ્પિટલમાં લઇ ગયા.ત્યાં તેનાં ફેમિલી ડોકટર ને રૂપા વિશે વાત કરી અને જરૂરી ટેસ્ટ કરાવ્યાં.એ ટેસ્ટનું નિદાન આવે એ પહેલા બે દિવસ માટે રૂપાને હોસ્પિટલમાં દાખલ તો કરી જ દીધી.સ્નેહાબેને તાત્કાલિક રૂપાના મમ્મી પપ્પા ને ફોન કરી બોલાવ્યા.તેઓ પણ દોડતાં આવ્યા. સાંજ પડ્યે રિપોર્ટ લઈ ડોકટર રાઉન્ડ પર આવ્યા.અને ત્યાં હાજર રહેલાં બધાં સાથે વાત કરી રિપોર્ટ નોર્મલ હોવાનું કહ્યું,”પણ, બી.પી.થોડું વધારે છે એ ચિંતાજનક કહેવાય અને આગળ જતાં સારું નહી .તમે બધાં હું શું કહેવા માંગું છું એ તમે સમજી શકો છો ખરુને? સાચું કહું તો રૂપાને કામનું ભારણ વધારે હોય એવું મને લાગી રહ્યું છે. હું વર્ષોથી તમારો ફેમિલી ડોકટર છું.એટલે તમને કહી શકું છું. આનો ઉકેલ તમારાં હાથમાં છે ,રમણભાઈ” તરત જ રમણભાઈ બોલ્યાં ” રૂપા મારી મોટી દીકરી સમજુ છે હો…એનું ભણતર હું એળે નહીં જવા દઉં.સાથે સાથે એનાં માતા -પિતા એ પણ એની દીકરીનાં કેરિયર વિશે જોયેલા સપના પણ નહિ તૂટવા દઉં  એવો ઉકેલ લાવીશ બસ ?”આવી વાતો સાંભળી રૂપાના માતા -પિતા પોતાની જાત ને ભાગ્યશાળી માનવા લાગ્યા કે આવું સાસરું હોય જ્યાં ,ઘરનો મોભી આવા ઐતિહાસિક નિર્ણયો લે કે જે ઘર અને બાળકો માટે હિતાવહ હોય.

     બે દિવસ પછી રૂપા હોસ્પિટલમાંથી રજા મળ્યે ઘરે આવી.સ્નેહાબેને લિપિને સૂચના આપી કે” રૂપાને એકલુનાં લાગવું જોઈએ એને કમ્પની આપવાની જવાબદારી તારી.અને રૂપેશ તું રજા લઈ લેજે .” થોડા દિવસમાં રૂપા સવસ્થ થઈ ગઈ.બધાએ સાથે મૂવી જોવાનો પ્લાન બનાવ્યો અને ત્યાં થી રૂપાને એના પિયર થોડા દિવસ મૂકી આવવાનું પણ નક્કી કર્યું.ત્યાં લિપિ બોલી” જુવો ભાભી વધારે રોકવા નહિ મળે હો…આ મારા મજનું ભાઈને કોણ સાચવે?”બધા હસી પડ્યા  વાતાવરણ હળવું થઈ ગયું.

  પિયરથી પાછા આવતાં રૂપા જૉબની તૈયારી કરવા માંડી.ત્યાં રમણભાઈ બોલ્યા ” બેટા મારી એક વાત માનીશ? ભગવાને આવડો મોટો બંગલો આપ્યો છે.એની પાછળનો પ્લોટ વર્ષો થી ખાલી પડ્યો છે.જો તમે બન્ને નક્કી કરો તો હું તમારાં માટે ત્યાં ઓફિસ બનાવી દઉં.અને બહાર કામ કરી તારી હેલ્થ બગડે એ મને મંજૂર નથી.” રૂપા સમજુ હતી તેણે તરત ઘણું વિચારી લીધું અને રૂપેશની પણ હા મેળવી લીધી.

થોડાજ સમયમાં “સ્નેહા નિવાસ” ની પાછળ પડેલાં ખાલી પ્લોટમાં ઓફિસનુ કામ ચાલુ કરી દેવાયું.અને એ માટે રૂપા અને રૂપેશને જે રીતે ગમે તે રીતે કામ કરાવવાની મંજૂરી આપી.સાથે બજેટ પણ આપી દેવાયું. 

  રાત્રે ડાઇનિંગ ટેબલ પર જમતાં જમતાં ઓફિસના કામ અંગે બધા ચર્ચા વિચારણા કરતાં હતાં.ત્યાં કેનેડા થી રમણભાઈને તેનાં મિત્ર હસુનો ફોન આવ્યો. હસુભાઈ: શું ભાઈબંધ તે તો દીકરાનાં લગ્ન કરી લીધાં? મજાની ભેણેલી ગણેલી દેખાવડી ને સમજું વહુ લાવ્યો  છે ? વાત તો મને અહી બેઠા બધી મળે છે હો ..શું વહુ જોબ કરે છે ને? આટલું ભણી છે તો. રમણભાઈ: અરે યાર એ બધું તો તું આવે તો ખબર પડે! તમે પરદેશીઓ ડિસેમ્બરમાં લગ્ન કરીએ તો જ આવો.પણ તારી વાત સાચી યાર મારી રૂપા દીકરી તો લાખોમાં એક છે.ખૂબ સમજદાર ને હોંશિયાર પણ છે.” મેં તો રૂપાને એટલેજ ના પાડી ને કીધું હતું કે બહાર કામ કરવામાં થાકી જવાશે.ઘરમાંજ ઓફિસ બનાવી દે.અને વર્કિંગ અવર્શ  નક્કી કરી દે એટલે વાંધો નહી માની ગઈ તરત!સી.એ.છે નેતે એને મનથી સંતોષ થાયકે ચાલો આવડત કામમાં આવે છે.ને કમાણીની કમાણી! ભલે અમારે એનાં રૂપિયાની જરૂરત નથી પણ આટલું ભણેલી દીકરીને પોતાની આવડત અને હોંશિયારીનુ મહેનતાણું તો મળવું જોઈએ ખરું ને? બધાં ખાલી વાતો કરે અમે વહુને દીકરીની જેમ રાખીએ પણ હકીકત આપણે ક્યાં ખબર નથી હોતી? મારે એની ઇચ્છા ને માન આપવું હતું.એ બહાર કામ કરી એની તબિયત બગાડે એનાં કરતા મારા બંગલાની પાછળ પડેલો પૂર્વજોનો પ્લોટ મારી રૂપાને ઓફિસ બનાવવા ન આપુ? અને સાંભળ હવે આવ ત્યારે જોજે ઑફિસની બહાર મારી રૂપાના નામનું પાટિયું જુલતું હશે.અને પછી મારા દીકરાનું નામ હશે.વહુને દીકરી સમાન રાખવી હોય તો બદલાવ તો લાવવો જોઈશેને? તો સરુઆત આપણાં થી કેમ નહિ?”

   ફોનમાં વાતોનું સમાપન કરતાં હસુભાઈ હર્ષની લાગણી અનુભવતા હતા.અને મનમાં વિચારતા હતાં કે” જો દુનિયામાં દરેક દીકરીને આવા સસરા મળી જાય તો કોઈ પણ દીકરીને કૂવો પૂરવાની કે છૂટાછેડા લેવાની જરૂર પડે?

 ૧૮) રક્ષા બારૈયા

  શબ્દ સંખ્યા -૧૭૧૧

જબરારૂ

             ‘ચલ એય , ઉભી થા. આ શાલ હટાવ અને ફોટા પાડવા દે.’ 

        શૈલી સચેત થઈ ગઈ . બાજુમાં બેસેલી કોઈ અજાણી યુવતીને કહેવાયું હતું પણ એને ખ્યાલ આવી ગયો કે એના પછી મારો જ વારો છે. આડેધડ કેમેરાની ફ્લેશ ઝબકતી હતી અને વીસેક જેટલી યુવતીઓના ટોળાંમાંથી એક પછી એકના ફોટા પડી રહ્યા હતા. શૈલી થોડી સ્વસ્થ થઈને પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરી રહી હતી. રાજકોટથી દિલ્હી પ્રવાસમાં આવેલી શૈલી પોતાના કોલેજ ગ્રુપથી છૂટી પડી ગઈ હતી. તાજમહેલની સુંદરતાને પોતાની આગવી રીતે કેમેરામાં કેદ કરવા માંગતી હતી .ભીડથી અલગ થઈને પોતાના કેમેરા સાથે એન્ગલ ગોઠવવાની મથામણમાં એને સમયનું ભાન જ ન રહ્યું.એને યાદ આવ્યું કે એનો મોબાઈલ ફોન એની પાસે નથી. 

આ લોકોએ લઈ લીધો હશે?શૈલીને વિચાર આવ્યો. 

છેલ્લે લિબું પાણી પીધું હતું એ એને યાદ આવ્યું અને એ નાનો છોકરો જે ત્યાં લિબું પાણી વેચતો હતો. 

‘બારેક વર્ષનો એ છોકરો આ ગેંગ સાથે ભળેલો હશે?’ 

‘ આ લોકો મારો પીછો કરતા હતા? ‘ 

‘મારા ગુમ થયાની ફરિયાદ કોઈએ નોંધાવી હશે?’ 

              શૈલીના મનમાં સતત વિચારો ચાલતા હતા અને એટલામાં એને ધક્કો વાગ્યો .

‘ચલ , જેકેટ ઉતાર.’ પેલા ફોટોગ્રાફરે એની સામે જોઇને કહ્યું .

શૈલી ઉભી થઇ. શાંતિથી જેકેટ ઉતાર્યું અને પેલાની સામે જોઇને એણે પોતાના વાળમાં લાગેલી કલીપ કાઢી નાંખી. 

કેમેરાની સામે જોઇને એ પોઝ આપવા લાગી .

ફોટોગ્રાફર સહિત ત્યાં હાજર દરેકના ચહેરા પર અલગ અલગ ભાવ આવી ગયા. 

‘અબે ,ઓય , તેરા હાથ ચીપક ગયા હે કયા? ‘ એક ખૂણામાં સોફા પર બેઠેલા ઉસ્તાદના અવાજથી અબ્દુલ ભડક્યો અને ફટાફટ ફોટા પાડી લીધા . 

            ‘શગુફતા, ઇન સબકો ઉપર લે કે જા , ઔર સબ સમજા દે.’ ઉસ્તાદે હુકમ કર્યો .

   શગુફતા થોડી લગડાઈને ચાલતી હતી. એણે બધાની આગળ થઈને ચાલવાનો ઈશારો કર્યો. શૈલી પણ ચુપચાપ બધાની પાછળ ચાલી. એક મોટા ઓરડામાં ખૂણામાં ગાદલા , ચાદર , ઓશિકાનો ઢગલો હતો. એક જ દરવાજો હતો પણ બારી એકેય નહોતી. હોસ્ટેલમાં હોય એમ એક મોટો બાથરૂમ અને એમાં શાવર લાગેલા હતા. 

              ‘ જ્યાદા બાત ચીત કરનેકા નઈ. ખાના આ જાયેગા. ચાદર વિદર લે કે લંબા હોના હે તો હો જાનેકા. બાકી સબ અબ્દુલ આ કે સમજાયેગા.’ શગુફતા ઝડપથી બોલીને ધીમે ધીમે ચાલીને જતી રહી. એક દુબળા પાતળા છોકરાએ દરવાજો બહારથી બંધ કરી દીધો .

     શૈલીએ હવે બધી યુવતીઓનું નિરીક્ષણ કરવા માંડ્યું.અમુક દુપટ્ટામાં મોઢું નાખીને રડી રહી હતી. શૈલીથી નિસાસો નખાઈ ગયો. ‘ક્યાં ફસાઈ ગઈ યાર.’ એક દીવાલને ટેકવીને એ બેસી પડી. એમાંથી એક લગભગ એના જેવડી જ યુવતી એની પાસે આવીને ઉભડક બેઠી . 

‘તમે ગુજરાતી છો? ‘ 

શૈલીએ હકારમાં ગરદન હલાવી.પેલીએ એના હાથ પકડી લીધા .

‘ મને બચાવી લો , મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. ‘ એણે તો પોક મૂકી .

થોડી નાની ઉંમરની લાગતી એક યુવતીએ ખૂણામાં પડેલા પ્લાસ્ટિકના જગમાંથી ગ્લાસ ભરીને એની આંખો ધર્યો. 

 ‘લે પાણી પી, અને શાંતિ રાખ. તું એકલી નહિ આપણે બધા જ ફસાયેલા છીએ.’ શૈલીએ ગ્લાસ એની સામે ધર્યો.  

‘ક્યાંથી છે તું? શૈલીએ પૂછ્યું.

‘ ભાવનગર.’ 

પાણીનો ગ્લાસ હજુયે એના હાથમાં જ હતો અને એના હીબકાં હજુયે સંભળાતા હતા. 

‘તું પાણી પી. મારુ નામ શૈલી છે. તારું? 

‘ રૂપા.’ 

‘અહીં કેવી રીતે આવી? ‘ 

‘મારી જ મુરખામી છે .’ 

                   *               * * 

        ‘ એય ,રૂપલી તને જોવા આવ્યા હતાને ? શુ થયું? ‘ 

    ‘થાય શુ? ભણતર સાંભળીને જ કાન ઉંચા થઈ જાય છે લોકોના.’ 

‘ઓહો , સીએ સાહીબા , વટ છે બાકી હોં.’ 

‘ તો શું , આ નાના એવા નગરમાં આટલી મહેનત કરી હોય તે કઈ રોટલા ટીપવા સારું? તે હું કઈ તારી જેમ ભણેલી નોકરાણી નથી બનવાની.’ 

‘ હું કઈ નોકરાણી નથી હોં. મારે ભણવું હતું તે ભણી અને પરણવું હતું તો પરણી. મારે તો શું સાહેબ કમાય અને બંદા ઘર સાચવે. એયને લીલાલહેર છે. પણ આ છેલ્લે આવ્યો એ તો સારો હતો તે કેમ ના પાડી? 

‘ ના જ પાડે ને , એ લોકો જોઈ ગયા. પછી અમે ઘર જોવા ગયા હતા. હજુ તો નક્કી નહોતું થયું અને એની ડોસલી એની પડોશણ પાસે ગાવા લાગી.”મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધુ કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી. માની ગઈ તરત! સી. એ. છે ને તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે. ને કમાણીની કમાણી! બોલ , પેલીની વહુ મોડી  આવતી હશે એની વાત નીકળી તો હજુ મારી સાસુ થઈ નથી ને જાતે જ નક્કી કરી લીધું કે મારે ઘરેથી કામ કરવાનું છે!’

‘ખરી છે બાઈ તું તો , આમ ને આમ તો તારે આખા ભાવનગરના છોકરાઓને ના પાડવી પડશે.’ 

‘જવા દે ને રમા, મારે ક્યાં ભાવનગરમાં રહેવું છે. મારી નોકરી લાગવા દે . જો કેવી ઉડી જાઉં છું તે. તું પડી રહેજે અહીં ગાંઠિયા ખાવા.’ 

બન્ને બહેનપણીઓ એકબીજાને તાળી આપીને પેટ દુઃખી જાય એટલું હસ્યા. 

                   *                  * * 

          રમાને એ છેલ્લે મળી ત્યારે કેટલું હસ્યા હતા એ યાદ કરીને અત્યારે રૂપાની આંખોમાં ફરી ભરાઈ આવી. દુપટ્ટામાં નાક ઘસતી એ ફરીથી રડવા લાગી . 

      થોડીવારે શાંત થઈને એણે ફરી શૈલી સામે જોયું. 

   ‘તું અહીં કેવી રીતે પહોંચી?’ 

‘ નોકરીના ચક્કરમાં.’ 

‘કોની સાથે આવી?’ 

‘એકલી જ આવી હતી . મને કંપનીનો લેટર અને હોટેલ ટ્રાવેલની બુકિંગ બધું જ ગોઠવી આપ્યું હતું. એક દોસ્ત છે . વિઝાનું કરે છે.બધું ઓનલાઈન ચેક પણ કર્યું હતું. વીડિયો પર ઇન્ટરવ્યૂ થયો. કોલ લેટર આવ્યો. બધું વ્યવસ્થિત લાગતું હતું. ઘરમાં રોજ જ લગન કરવા માટે  મગજમારી ચાલતી હતી. મને થયું કે આ જ સારો ઉપાય છે.બધું સરખું થઈ જશે.સારી કંપની છે.અને મારે પણ દુનિયા જોવી હતી .મને શું ખબર હતી કે આવી રીતે છેતરાઈ જઈશ.’ ફરીથી એનો અવાજ ભારે થવા લાગ્યો . 

           શૈલીએ એની પીઠ થપથપાવી. એટલામાં દરવાજો ખુલવાનો અવાજ આવ્યો.બધા સતર્ક થઈ ગયા .એ દુબળો પાતળો છોકરો ફૂડ પેકેટ લઈને આવ્યો હતો.બધા પેકેટ એક મોટા થાળમાં મુક્યા અને બહાર જતો રહ્યો. થોડીવાર પછી એ પ્લાસ્ટિકના પાણી ભરેલા જગ મૂકી ગયો. એ દરવાજો બહરથી બંધ કરતો હતો ત્યારે ‘રહેવા દે , હું કરી લઈશ.’ 

        અબ્દુલ દરવાજાને પગથી ધકેલતો અંદર આવી ગયો .

આવીને સીધુ એણે શૈલી સામે જ જોયું. શૈલીએ ખુલ્લા વાળને સંકોરીને ડાબા ખબા પર લીધા, અને ઉભી થઈને ફૂડ પેકેટના ઢગલા પાસે આવી .એક પેકેટ ઉપાડીને એ શાંતિથી પોતાની જગ્યાએ આવીને ખાવા લાગી. અબ્દુલ એના પર નજર નાખીને જતો રહ્યો. 

       ‘રૂપા ખાઈ લે.’ 

       ‘તમને ખાવાનું ગળે કેમનું ઉતરે છે?’ 

   ‘શરીરમાં જીવ હશે તો લડી લેવાશે. ભુખ્યા રહેવાથી અહીંથી નીકળવાનો કોઈ રસ્તો નહિ મળી જાય.’ 

‘તમે શું વિચાર્યું છે ? ‘ 

‘અત્યારે તો કઈ નહિ, માછલીને ચારો નાખ્યો છે. જોઈએ હવે  શું થાય છે.’ 

                 રાતે બધા કોકડું વળીને એકબીજાને સધિયારો આપતા પડ્યા હતા .સમયનો અંદાજ નહોતો આવતો પણ મધરાત થઈ હોય એવું કુતરાઓના ભસવાના અવાજ પરથી લાગતું હતું. 

      ‘શિસ્સસ્સ’ 

 શૈલીએ સાંભળ્યું કે કોઈ સિસકારા કરીને બોલાવી રહ્યું છે. પણ દરવાજા તરફથી તો કોઈ અવાજ નહોતો આવતો. એણે કાન માંડ્યા. અવાજ બાથરૂમ તરફથી આવતો હતો. ધીમે પગલે એ બાથરૂમ તરફ ગઈ. ફરી અવાજ આવ્યો.એણે પરદો  હટાવ્યો અને બાથરૂમમાં ગઈ.શાવરમાંથી ટપકતા પાણીના અવાજ સિવાય હવે એકદમ શાંતિ હતી. એક પીળો બલ્બ બાથરૂમમાં નહિ જેવું અજવાળું પાથરી રહયો હતો .ખૂણામાં પ્લાસ્ટિકનું મોટું પીપ પડ્યું હતું. એ તરફથી ફરી એકવાર અવાજ આવ્યો.

         ‘શિસ્સસ્સ’

           ‘યે પીપકો આસ્તે સે હટા.’ 

 શૈલી ઓળખી ગઈ. અબ્દુલનો જ અવાજ હતો. શૈલીએ ધીમેથી પીપ હટાવ્યું. ત્યાં એક લાકડાનો દરવાજો હતો જે બહારની તરફ ખૂલતો હતો. દરવાજો ખુલ્યો. હવે અબ્દુલ બાથરૂમમાં આવી ગયો હતો .

‘કયા બહોત શોખ હે પોઝ દેનેકા?’ 

‘તુજે શોખ નહિ હે ફોટો ખીચને કા?’ 

‘ધંધા હે મેરા.’

‘મેં ભી શીખ લેતી હું તેરા ધંધા.’ 

 વાત કરતા કરતા અબ્દુલનો હાથ એના ખભાથી છાતી સુધી પહોંચી ગયો હતો. એટલામાં બહારથી અવાજ આવ્યો. કોઈનાથી પાણીનો ગ્લાસ હાથમાંથી પડ્યો હોય એવું લાગ્યું 

‘અભી તો મેં જાતા હું. મેરે હિસાબસે ચલેગી તો ફાયદે મેં રહેગી.’ 

             અબ્દુલ ગયો અને બહારથી દરવાજો બંધ કરતો ગયો. શૈલીએ પીપ પાછું ગોઠવ્યું અને બહાર આવી. 

        ‘ટાઇમિગ બરાબર હતી ને ગ્લાસ પાડવાની?’ 

       શૈલીએ રૂપાને અંગુઠો ઉંચો કરીને બરાબરનો ઈશારો કર્યો. બન્ને કઈક મસલત કરીને ઊંઘી ગઈ. 

                 બીજા દિવસે સવારે શગુફતા આવી. એની સાથે બીજી બે ત્રણ સ્ત્રીઓ હતી. ચળકતા કપડાઓના ઢગલા કર્યા હતા. સસ્તા મેકઅપના સામાન અને તકલાદી જવેલરી પણ ખડકી હતી. 

       ‘એય લડકીઓ ,ચલો ન્હા ધો કે તૈયાર હો જાઓ.નાપ કે હિસાબ સે કપડે દેખ લો. એય ઝૂમમન ગજરે કહા હૈ? કમજાત એક કામ ઠીક સે નહિ હોતા? જા રે મુન્ની ગજરે લે કે આ.’ 

      મુન્ની ગજરાનો ટોપલો ઊંચકી લાવી. શૈલીએ પોતાના માટે એક કાળો ડ્રેસ લીધો. એણે પહેર્યો ત્યારે દેખાતું જ હતું કે એણે જાણી જોઈને નાનું માપ પસંદ કર્યું છે. થોડીવારમાં ઉસ્તાદ અને અબ્દુલ એક બે સાગરીત સાથે આવી ગયા 

        ‘અભી તક રેડી નહિ કિયા શગુફતા?’ ઉસ્તાદે ઘાંટો પાડ્યો. 

        ‘હો ગયા , ઉસ્તાદ.’ શગુફતા રઘવાઈ થઈને બધાને હડસેલવા માંડી .

   ‘ચલ ઉઠ, જલ્દી કર .’  

ઉસ્તાદ ને એના સાગરીતો બહાર જતા રહ્યા . 

‘સબકો નીચે લે કે આ.’ અબ્દુલ શૈલી તરફ ઊડતી નજરે નાખીને જતો રહ્યો. 

                   આજે બધી યુવતીઓને  અલગ અલગ એરિયામાં મોકલવાની હતી. જુદા જુદા એરિયાના દલાલો પોતાની પસંદ મુજબ યુવતીઓને ખરીદીને લઈ જશે. 

એકાદ કલાક ચાલેલા વરવા પ્રદર્શનમાં કસાઈવાડે પહોંચેલા અબોલ પશુઓની જેમ બોલી લાગી .સ્ત્રી શરીરના ભાવ થયા. ખરીદાયા અને વેચાયા. દિવસના અજવાળામાં  બંધ બારણે કાળા સોદા થયા. યુવતીઓ બધી પાછી ઉપરના માળે એક દરવાજા વાળા રૂમમાં મોકલવામાં આવી. મોડી રાતે બધાએ પોતાની નવી કેદમાં પહોંચવાનું હતું.

                    કાલની જેમ જ બાથરુમની દિશામાંથી સિસકારા થયા.શૈલી પહેલેથી જ તૈયાર હતી. કાળા કુરતાને ખેંચીને થોડો હજુ નીચે કરી દીધો .તંગ કુરતામાં ગોરી કાયા ભીંસાઈ રહી હતી. દરવાજા સુધી પહોંચતા પહેલા એણે દુપટ્ટો પણ ફગાવી દીધો. વાળ ખોલ્યા અને પાણીથી ચહેરો અને વાળ ભીના કર્યા. ફરી સિસ્કારનો અવાજ આવ્યો. શૈલીએ પીપ ખસેડયું.દરવાજો ખુલ્યો અને એ અંદર આવ્યો.શૈલીએ એને આગળ વધવા દીધો.

 ‘તૈયાર હે રાની?’ અબ્દુલ નશામાં હોય એવું લાગતું હતું.

શૈલીને પકડવા એ આગળ વધ્યો. શૈલી થોડી પાછળ ખસી અને શાવરના નોબ પર હાથ મૂકીને અબ્દુલ તરફ રમતિયાળ નજરે જોઈ રહી. 

‘ખેલને કા ટાઈમ નહિ હે મેરે પાસ, અભી ગાડી આ જાયેગી. સબકો ઠીકાને પહોંચાના હે.’ અબ્દુલનો ઉતાવળ હતી .

શૈલીએ શાવર ચાલુ કરી દીધો અને પોતાના કુર્તાની ઝીપ અર્ધી ખોલીને અબ્દુલ તરફ પીઠ કરીને ઉભી રહી ગઈ. શૈલીની ગોરી પીઠ પર પાણી લસરીને પડવા લાગ્યું. અબ્દુલ હવે બેકાબુ બની ગયો. જેકેટના ખિસ્સામાંથી ફોન અને દેશી તમંચો કાઢીને એને પીપની બાજુમાં પાળી પર મૂક્યા.

વાસનામાં લસ્ત થયેલો અબ્દુલ પેન્ટ ઉતરીને શૈલી તરફ આગળ વધ્યો,અને પીપમાં સંતાયેલી રૂપાએ ઝડપથી દુપટ્ટાનો ગાળિયો એના ગળામાં પધરાવી દીધો. હેબતાઈ ગયેલા અબ્દુલને  કળ વળે એ પહેલાં જ શૈલી ઝડપથી સીધી થઈ. કચકચાવીને એક લાત પેલાના બન્ને પગની વચ્ચે ઠોકી. બેવડ વળેલા અબ્દુલ પર પછી તો બન્ને રીતસર તૂટી જ પડી. 

‘કુત્તે, બોટી નહિ મિલેગી.’ 

અધમુઆ અબ્દુલના જ ફોનથી રૂપાએ ૧૦૦ નંબર ડાયલ કર્યો.  પ્રવાસમાં સાથે આવેલા શિક્ષકને શૈલીએ જાણ કરી. નંબર યાદ હતા એટલા મિત્રોને એ જ ફોનથી મેસેજ અને જીપીએસ લોકેશન પણ મોકલ્યા.અબ્દુલ પર બધી જ યુવતીઓ હાથ સાફ કરી ચુકી હતી.એને  દુપટ્ટામાં ટીંગાટોળી કરીને બાથરૂમમાંથી બહાર રૂમમાં લાવીને એકબાજુ ખડકી દીધો હતો.

બન્ને દરવાજા અંદરથી બંધ કરીને એમણે હવે રાહ જોવાની હતી. સદનસીબે જીપીએસની મદદથી પોલીસ સમયસર આવી પહોંચી. 

                        *               *   * 

   આખું દિલ્હી સ્તબ્ધ હતું . બે ગુજરાતી યુવતીઓએ પોતાના સહિત બંધક બનાવાયેલી વિસ જેટલી યુવતીઓને દેહ વ્યાપારના શિકાર બનતી અટકાવી હતી. એટલું જ નહીં આખી ગેગના મુખ્ય સૂત્રધાર સહિત બધાની ધરપકડ પણ કરાવવામાં બન્ને સફળ રહી હતી

૧૯) અર્ચિતા દીપક પંડ્યા 

 શબ્દ સંખ્યા -૧૧૩૦

આવિર્ભાવ

          રૂપા સમીરભાઈ સોઢા;રમતિયાળ, હોંશિયાર અને ઈતર પ્રવૃત્તિઓમાં કાયમ અગ્રેસર એવી સુંદર યુવતી કોલેજના છેલ્લા વર્ષમાં હતી. એના માતાપિતાની એક ની એક અને લાડકી હોવાથી એને સતત હૂંફ અને પ્રોત્સાહન મળ્યા કરતું. અને એટલે દરેક પ્રવૃત્તિમાં અવ્વલ રહેવું એ એના માટે એક વૃત્તિ થઈ ગઈ હતી. તો માતા પિતા, સમીરભાઈ અને અવનીબેન તેના માટે હંમેશા ગૌરવ અનુભવતા. એક વાત હતી ઘણી પ્રવૃત્તિને લીધે અભ્યાસ માટે સમય કાઢવો ઘણી વાર મુશ્કેલ થઈ જતો. અને તેથી જ સમીરભાઈ જાણતા હતા કે સી. એ. ની પરીક્ષા ઘણી અઘરી છે માટે રુપા માટે એમને સતત ડર રહેતો કે એ અભ્યાસમાંથી જરાય ચલાયમાન ન થાય. સમીરભાઈ રુપાને ભયસ્થાન બતાવી ભણવાની પ્રેરણા જરુર આપ્યા કરતા. 

              રુપાને રોજ સવાર પડ્યે હોંશે હોંશે કોલેજ જવું હોય, પણ ‘ભણવું’ એ તો એક કામની જેમ થતું પણ ત્યાં રમત ગમત, એન. સી સી., સંગીત અને નૃત્યની પ્રવૃત્તિઓ થતી તેમાં રુપાને અગ્રેસર રહેવું હોય. સંગીતના જેમીંગ સેશન પણ બની જતા, બસ, એ દિવસે તો રુપા સાતમા આસમાને પહોંચી જતી. એવે વખતે રમતિયાળ અને ખુશખુશાલ રુપાને કેવી રીતે ભણવા તરફ વાળવી એ સમીરભાઈને પિતા તરીકે સરસ રીતે આવડતું હતું. અને પિતાનો પ્રેમભર્યો બોલ અને પ્રલોભનને રુપા પણ ક્યાં ટાળી શકે એમ હતી? ગુસ્સાવાળા અને કડક શિસ્તમાં માનવાવાળા પિતા કરતાં સમીરભાઈની છબિ જૂદી જ હતી. અને આ સ્વભાવ જ રુપાનું  જીવન પલટવામાં ખૂબ મદદ કરશે એવી ક્યાં ખબર હતી? 

              ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. કોલેજ અને સી. એ. ની તૈયારી બંને સાથે જ ચાલતા. સી. એ. થવા અઘરી અઘરી પરીક્ષાઓ, બે સેટના ચાર ચાર પેપર ક્લીયર કરવાના હતા. સ્પેશિયલ ટ્યુશન ક્લાસ પણ મહેનત કરાવી રહ્યા હતા. પરીક્ષા આવી એટલે સમજાવટથી બધી પ્રવૃત્તિમાં રોક લાવી દેવાય. હવે પરીક્ષા નજીક આવતા રુપા પણ એ ગંભીરતા સમજી શકતી હતી. સમીરભાઈએ તેમની પોતાની ચિંતાની અસર લાડકી દીકરી પર ન પડે તેનું ખાસ ધ્યાન રાખ્યું. સ્ત્રી તરીકે અવનીબેન ક્યારેક આકળા થઈ જાય પણ સમીરભાઈએ તો જવાબદારી બાહોશીથી નિભાવી. દરેક સંજોગોમાં એ રુપાની પડખે છે એ અહેસાસ એમણે આપ્યો. 

              એ જ વાત અન્ય માતા પિતા થી જૂદી પડતી હતી. પ્રેરણાદાયક વાતો, પ્રશંસા અને અપેક્ષાની યોગ્ય રજૂઆતની રુપા પર ધારી અસર પડી. ઈશ્વર કૃપાથી સમય સરસ રીતે પસાર થવા લાગ્યો. 

              સી. એ. ની ફાઈનલ પરીક્ષા નજીક આવી. બંને માતા પિતા ખડે પગે રહેતા. અને પ્રેમથી કહેતા કે મારી રુપાને હું સી. એ. બનેલી જોઉં એ જ મારું સ્વપ્ન છે. ત્યારે મહેનત કરવાનો રુપાને જરા પણ અફસોસ ન થતો,જ્યારે બીજી બહેનપણીઓ પોતે મુવી અને પાર્ટીના પ્લાન બનાવતી હોય. માતાપિતાના પ્રેમથી રુપાના ધ્યેયનો પાયો મજબૂત થઈ ગયો હતો. 

              પરીક્ષા જેમ નજીક આવી એમ રુપાની તૈયારી પૂરજોશમાં ચાલતી હતી. મોક ટેસ્ટમાં એ સેન્ટરમાં ફર્સ્ટ આવી. એથી સૌની  ખુશીની સીમા ન રહી. કારણ હવે જ મહેનત રંગ લાવી રહી હતી. 

             એ સાંજે સમીરભાઈએ અવનીબેનને કહ્યું ;”તને નથી લાગતું કે આપણે મુખ્ય પરીક્ષા પહેલા શામળાજી આપણા ઈષ્ટદેવના આશીર્વાદ લઈ આવીએ.” શ્રદ્ધાળુ અવનીબેન તો ના પાડે એમ જ નહોતા. અને રુપા પણ હવે બરાબર પરીક્ષાની ચિંતામાં હતી. એને પણ કોઈ વિઘ્ન ન આવે એવી ખાસ ઈચ્છા હતી. આમ હર્ષપૂર્વક આખું કુટુંબ જાત્રાએ જવા નીકળ્યું. સરસ દર્શન થયા. દરેકને ભગવાને આશીર્વાદ આપ્યા હોય એવું લાગ્યુ. ઈશ્વરની ગણતરી આપણે કોઈ સમજી શકતા નથી. એના દરેક કાર્ય પાછળ કોઈ સંકેત હોય છે. આપણને એ સમયનો પડદો હટે પછી જ જાણ થાય છે. અને કુટુંબના સભ્યો પાછા ફરી રહ્યા હતા. ત્યાં શામળાજીથી થોડે દૂર જ એક મોટી ટ્રક જોરથી આવી ગાડી જોડે અથડાઈ ગઈ. એક જોરદાર ઘાતક ટકરાવમાં સમીરભાઈ તથા રુપા ખૂબ ઘવાઈ ગયા. અવનીબેનને ખૂબ વાગ્યું. અણધારી ઉપાધિ અને ત્રણેય ઘાયલ… કંઈ જ સૂઝે એવી સ્થિતિ જ નહોતી. ધીરે ધીરે સમીરભાઈ તો કોમામાં જતા રહ્યા. કોઈ ચાલકે ઉભા રહી સમીરભાઈનો મોબાઇલ લઈને એમના ખાસ મિત્રને ત્યાં બોલાવ્યા અને ફર્સ્ટ એડની વ્યવસ્થા કરી અમદાવાદ ભણી જ આ ત્રણેને લઈ જવાનો એ મિત્રએ નિર્ણય કર્યો. પણ અમદાવાદ હોસ્પિટલમાં પહોંચતાં જ હેમરેજને લીધે સમીરભાઈનો ખેંચ આવી અને એમનું પ્રાણ પંખેરું ઊડી ગયું. સારું જેટલું ઝડપથી થાય એના કરતાં પણ નરસું આપણો પીછો નથી છોડતું. વીસ દિવસની હોસ્પિટલ સારવાર પછી પણ રુપાને તો વ્હીલચૅર જ નસીબ થઈ અને પિતાને ગૂમાવ્યા એવું આભ તૂટી પડ્યા જેટલું દુઃખ હતું. અવનીબેન શારીરિક માનસિક રીતે સ્વસ્થ થયા પણ એક જાત્રાએ એમની દુનિયા જ બદલી નાખી હતી. ઈશ્વર પર શ્રદ્ધાનો આવો કરુણ અંજામ? પતિ ગૂમાવ્યા અને જુવાનજોધ દીકરી હેન્ડીકેપ બની ગઈ. પણ ખરી હિંમત રાખવાનો વારો હવે રુપાનો હતો. એણે અવનીબેનને કહી દીધું કે પપ્પાનું સ્વપ્ન હું પૂરું કરીને જ જંપીશ. એણે પથારીમાં પણ વાંચવાનું ચાલુ કરી દીધું. અને પરીક્ષાની તારીખે હજૂ પૂરી સ્વસ્થતા નહીં મળે એવું લાગતા એણે રાઈટરની શોધ શરુ કરી દીધી. અને રાઈટર દ્વારા પરીક્ષા આપી. અકસ્માતમાં એના પગ જતા રહ્યા હતા, હિંમત અને કૌવત નહીં. અને સાચી મહેનત અને ધગશને લીધે રુપાએ પરીક્ષા ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી જે બહુ અઘરી બાબત હતી. રુપા કહેતી મારા પપ્પાના  આશીર્વાદથી જ આ શક્ય બન્યું છે. હવે રુપા સરસ જોબ શોધવાનો વિચાર કરતી હતી ત્યારે અવનીબેને કહ્યું, “રુપાબેટા, તું ઘરમાં ઓફિસ ખોલીને જ કામ કર.તું બહાર જઈશ તો મને ચિંતા રહેશે. તારા પપ્પાના કોન્ટેક્ટ્સથી કામ મળી જશે, એમના ખાસ મિત્રને હું વાત કરું જ છું. . અને ખાસ તો હું પણ એકલી ન પડું.” 

રુપા માને વળગી પડી.” મા હવે જે છે આપણાં બે નો જ સથવારો છે. પપ્પાને તો ભગવાને ઉપર જ બોલાવી લીધાં!”

 અવનીબેને નિઃસાસો નાંખી કહ્યું,” હા બેટા, તારા પપ્પામાં એ આવડત હતી, સૌને પ્યારા કેમ થવું એમને આવડતું.. તો ભગવાનને ય.. “

             થોડો વખત ચારે ય આંખમાંથી અશ્રુધારા વહી. ઈશ્વરે ઘડેલી નિયતિએ સામે ક્યાં કોઈનું કશું ચાલ્યું છે? રુપાએ ઘરમાં જ રહીને કામ કરવાનું નક્કી કરી લીધું. ઘણી વખત એ વિચારતી કે ક્યાં અલ્લડ પિતાની લાડકી એવી પહેલાની રુપા? અને ક્યાં સી. એ. રુપા? જવાબદારી, કામ, અપંગતા, માની ચિંતા અને પપ્પાનો વિયોગ… આ બધું મળીને જાણે જૂની રુપાને ગ્રસી ગયા હતા. ધીરે અવનીબેન પણ ડીપ્રેશનનો શિકાર થવા માંડ્યા હોય એટલા ઉદાસ રહેવા માંડ્યા ત્યારે રુપાને થયું કે મારે માને સાચવવી હોય તો અંદરથી ખુશ રહેવું પડશે. અને ઘરમાં પણ કામ સિવાયનું બીજું વાતાવરણ ઉભું કરવું પડશે. 

             સંગીતના શોખે એને ઓનલાઇન ડિજેના કોર્સ તરફ વાળી. અને કામ સિવાયના સમયમાં એ રીતે એ નવી પ્રવૃત્તિમાં સમય પસાર કરવા લાગી. કોર્સ પૂરો થતાં એણે મિત્રોને વાત કરી કે એ ડીજે બની ગઈ છે ત્યારે કોઈએ વાત માની નહીં પણ મોકો મળતાં જ જ્યારે એણે પર્ફોર્મન્સ આપ્યું, એની ખાસ બહેનપણીના લગ્નમાં ડીજે બની ત્યારે લોકો માની ગયા. અને એક પહેલી અપંગ ડીજે તરીકે નામના કમાઈ. એનામાં એની જ શક્તિઓનો જૂદી રીતે આવિર્ભાવ થયો. અને એણે કહ્યું કે “મા તારી ચિંતા ન હોત તો હું આ નવું પાસું ઉજાગર ન કરી શકી હોત! “

મા, અવનીબેન હસી પડ્યા…” મારી એવી સ્થિતિ તારી ચિંતામાં તો થઈ ગઈ હતી. હવે હું ખુશ છું કે મારી દીકરી એક સંપૂર્ણ વ્યક્તિત્વ છે. એનામાં કોઈ ખામી નથી. એના પપ્પા પણ એના પર ગર્વ જ મહેસૂસ કરે છે, આજે પણ.. ઉપર રહ્યે રહ્યે પણ. અને મને મારી દીકરીનો સંગાથ મળ્યો છે હું ખુબ ખુશ છું”… 

રુપા બોલી ઉઠી;” મા, સારો આવિર્ભાવ તમારા આશીર્વાદથી જ થાય છે”

૨૦) હિમાલી મજમુદાર

 શબ્દ સંખ્યા :૧૩૦૦(આશરે)

ઉડાન

નમસ્કાર ,     

  હેલ્લો અમદાવાદ, હું શ્ચેતા ભટ્ટ. ઉપસ્થિત આપ સૌનું હ્લદયથી સ્વાગત કરૂછું.

     અમદાવાદ શહેર માટે કહેવાય છે,કે દુનિયાના કોઈપણ ખૂણેથી આવનાર વ્યક્તિ ઓટલો,રોટલો, અને રોજગાર પામે છે.પોતાના મૂલ્યોને ટકાવી આ રળિયામણું શહેર ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યું છે. આધુનિકતાના પરિવેશને ઓઢી દુનિયાના નક્શામાં પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યું છે. સાબરમતી નદીને કિનારે રિવરફ્રન્ટની નવી વિકાસ પામેલી જગ્યાએ The Challenge – Women Institute of commerce ને ખુલ્લુ મુકતાં  ખૂબ જ ગૌરવ સાથે હષૅની લાગણી અનુભવી રહ્યા છીએ.ખૂબ સુંદર ઉદ્દેશ સાથે આકાર પામેલી આ સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા મિસ રૂપા ત્રિવેદી છે.ધોરણ 12 પછી કોમસૅને લગતા તમામ કોસૅ તેમજ C.A. અને C.S. સુધીનો અભ્યાસ, ઉત્તમ તજજ્ઞોના માગૅદશન દ્વારા મેળવી શકાય તેવી સુવિધા અહીં ઉભી કરવામાં આવી છે.

           જેઓ માત્ર પોતાના માટે નથી

જીવ્યાં.તેમણે પોતાની આગવી વિચારધારાને લઈને સ્ત્રીની અંદર રહેલી શક્તિને ઓળખી, તેમની ઊમિઁઓને વાચા આપી છે. અભ્યાસલક્ષી અને રોજગારનું એવું સંકુલ ઉભું કર્યુ છે કે, આજની અને આવનારી પેઢી તેમની સદાય ઋણી રહેશે.તો આવો એવા આપણા સૌના હ્લદયસ્થ મિસ રૂપા ત્રિવેદીને વિનંતી કરું છું કે, સંસ્થાનું ઉદઘાટન કરી,આપણા સૌની સાકાર થઈ રહેલી સ્વપ્નની કેડી પર  મંગલાચરણ દ્વારા સંસ્થાને સન્માનિત કરે.અને તેમના ઉદ્દબોધન દ્વારા આપણને કૃતજ્ઞ કરે.તાલીઓના ઘડઘડાટ સાથે પુષ્પગુચ્છથી સ્વાગત થયા બાદ,સંસ્થાનું ઉદઘાટન કરી મિસ રૂપાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું. શાંત, સૌમ્ય ગુણોની પ્રતિભા વાતાવરણને પણ ગર્વિષ્ઠ બનાવી રહી હતી. તેમણે સૌનું અભિવાદન ઝીલી જણાવ્યું કે, “આ વિચાર મારા જીવનનો શિલા-લેખ છે. કૌટુંબિક જવાબદારી અને સામાજિક સબંધોથી ટંકાયેલા શબ્દોએ જીવનને શિલાની જેમ સ્થગિત કરી દીધું હતું. માટે એ શિલા-લેખનો શિલાન્યાસ કરી સ્ત્રીઓની આશાઓ અને શક્તિના સ્ત્રોતને વિકસિત કરી વિહરવાનો અહીં સંકલ્પ છે. સ્ત્રીઓને સ્વાવલંબી બનાવી તેમના સ્વપ્નને સિદ્ધ કરી, મારા જેવી અનેક  બહેનો માટેનું આકાશ ખુલ્લું મૂકતાં ગૌરવની લાગણી અનુભવું છું.”

               એક સુંદર કાર્ય થયાની અનૂભૂતી સાથે રૂપા પોતાની કેબિન માં આવી.યોગ્ય વ્યક્તિ અને તેની  લાયકાતને આવકારવા ખુરશી પોતે પણ રાહ જોતી હતી.બારીના પડદાના આવરણને દૂર કરતાં જ વ્યાપેલો અજવાસ તેની પ્રતિભાને અજવાળતો હતો.સૂરજ મધ્યાહ્નને આવીને તેના વ્યક્તિત્વને પોંખતો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થતું હતું. ખુરશી પર બેસી રૂપા પાછલા વર્ષોમાં સરી પડી. ભીની થયેલી પાંપણોમા તેના જીવનનો ઘટનાક્રમ અશ્રુ બનીને વહેવા લાગ્યો.આજે આ ભારને વહાવી તે હળવી થવા માગતી હતી.બંધ આંખોમાં ભૂતકાળ સજીવન થઈ તેના માનસટ્ટ પર છવાઈ ગયો હતો.

             પ્રભાશંકર ત્રિવેદી અને વિદ્યાબેનનું પ્રથમ સંતાન રૂપા. બાળપણથી જ ખૂબ તેજસ્વી, સુંદર અને રૂપકડી હતી. આર્થિક પરિસ્થિતિ સામાન્ય પરંતુ દીકરીના જન્મ પછી,સહિયારા કુટુંબ માંથી મળેલા વારસાને કારણે તે “લક્ષ્મી”તરીકે પુજાઈ.આર્થિક ચઢતીને દીકરીના ભાગ્ય સાથે જોડીને સૌ,રૂપાના નસીબના માલિક થઈ બેઠા હતા.ત્યારબાદ ભાઈ મિલનનો જન્મ, અને દીકરો તો ભાગ્ય લઈને જ જન્મે છે. એવા વ્હાલસોયા કૂળદિપકનો ઉછેર ખૂબ જતન સાથે કરવામાં આવ્યો. થોડા જ સમય બાદ નાની બહેન સોનાનો જન્મ થયો,અને તેના જન્મથી અમારો પરિવાર એક સંપૂર્ણ સંબંધના તાણાવાણામા ગૂંથાઈ જીવવા લાગ્યો.મિલન સ્વભાવે શાંત અને અંર્તમુખી,પણ જ્યારે પણ તેની કોઈ વાત કહેવી હોય ત્યારે તેની રજૂઆત ગોઠવીને કરતો.સોના તો હતીજ સ્વપ્નમા રાચતી પરી. પોતાના વ્યક્તિત્વને પાંખોમાં પરોવી વિહંગ બની આકાશને આંબી જવાની ખેવના ધરાવતી હતી.આમ દિવસો, મહિના અને વષૉના સરવાળા સાથે અમારો ઉછેર થવા લાગ્યો.મારા ફોઈએ મારું નામ “વત્સલા” રાખ્યું હતું. પણ રાશિ ઉપર નામના આગ્રહને કારણે અને જીવનમાં બીજી રાશિના ગ્રહો નડતરરૂપ થાય તેવી માન્યતા અનુસાર મારું રૂપા નામકરણ થયું.સમજણી થતાં “વત્સલા” નામ મને ખૂબ ગમવા લાગ્યું. માટે સ્વભાવે વાત્સલ્ય ભાવને ધરી હમેશા મનથી “વત્સલા” બનીને જીવવા લાગી.

           પપ્પા બેંકમાં હતા. એકજ વ્યક્તિના પગાર પર ઘર ચલાવતા મમ્મી – પપ્પાને આર્થિક સંકડામણનો અનુભવ થાય. મમ્મીને સામાજિક કામ અર્થે બહાર જવાનું રહેતું હોવાથી મોટી દીકરી તરીકે મારી વિષેશ જવાબદારી રહેતી.હું અભ્યાસમાં તેજસ્વી હોવાથી, હમેશા સારા પરિણામ સાથે ઉતિર્ણ થતી. ધોરણ ૧૨ માં બોર્ડમાં નંબર આવવાની સાથે મારું C.A બનવાનું સ્વપ્ન સાકાર થતું લાગ્યું. મિલન અને સોનાને પણ હું જ અભ્યાસમાં મદદ કરતી,જેથી તે બાબતે માતા -પિતાને આર્થિક કે માનસિક બોજો રહેતો નહીં.આમ જોત જોતાંમાં વર્ષો પાણીની જેમ વહી ગયા.એ દરમિયાનમાં મમ્મીની તબિયત નરમ રહેવા લાગી હતી.તેથી હું અને સોના ઘરના કામમાં મદદરૂપ થતાં હતાં.હું C.A થઈ ગઈ,અને અમદાવાદની એક સારી ફર્મમા હું નોકરી કરતી હતી. મિલન કોમ્પ્યુટર એન્જિનિયર થઈ  આઈટી કંપની માં જોડાઈ ગયો. અને સોનાને તો ભણવું ગમતું જ ન હતું.ફેશનેબલ કપડાં પહેરવા અને મિત્રો સાથે સેર સપાટામાં રાચતી હતી.છતાં ગ્રેજ્યુએટ તો થવું જ પડે તેવા આગ્રહ સાથે તેનો અભ્યાસ પૂરો કર્યો.હવે, મમ્મી – પપ્પાને મારા લગ્નની ચિંતા રહેતી હતી. સારો દેખાવ અને સારા અભ્યાસને કારણે ઘણા સારા છોકરાઓની વાત આવતી હતી.એક -બે જગ્યાએ વાત પણ આગળ ચાલી હતી. 

          અમે વર્ષોથી જાણીતા એવા કુટુંબનો દિકરો પ્રતીક પર અમારી પસંદગી હતી.તે લોકો ઘણા સમયથી અમેરિકા જઈને સ્થાઈ થયા હતા. તેનું કુટુંબ પૈસેટકે સુખી અને સંસ્કારી હતું.તેમનો ત્યાં ખૂબ સારો બિઝનેસ હતો.પ્રતીક અને તેની બહેન એક સગાને ત્યાં લગ્નમાં આવ્યા હતાં.શનિવારે સાંજે છ વાગે તે લોકો અમારા ઘરે આવવાના હતા.હું અને પ્રતીક સ્કૂલમાં સાથે ભણતા હોવાથી એક બીજાને સારી રીતે ઓળખતા હતા.હમેશાં સ્કૂલમાં મોડો આવતો અને તેને પ્રાર્થનામા કાયમ બહાર ઉભા રહેવું પડતું. એ વાત યાદ કરીને મનોમન હસું આવી ગયું. આજે  શું થશે ? તે સમયે આવી જશે ? એવી મીઠી મૂજવણ હું અનૂભવી રહી હતી.

ઉર્મિ સાથે લાગણીઓ મનમાં લહેરાવા લાગી હતી. અમે બધા ખૂબ ખુશ હતા.મમ્મીને તો આનંદની કોઈ સીમા ન હતી.સોના અને મિલન પણ ભાવી જીજાજીના સપના જોવા લાગ્યા હતા. અને પપ્પા તો  તેમની આગતા સ્વાગતા મા કોઈ કચાશ રાખવા માગતાં ન હતા.બેંકમાં જતાં જતાં પણ તે બાબતે સૂચના આપતાં રહ્યા હતા. સોના એ પુછ્યું,”પપ્પા આજે તો તમે બહુ ખુશ છોને કાંઈ”?મારી દીકરી નું આજે ભાવી નક્કી થવા જઈ રહ્યું છે,એમ બોલીને પપ્પાએ મારો હાથ તેમના હાથમાં લઈને બોલ્યા, “બેટા નાની નાની હથેળીની હસ્તરેખા લંબાઈને પરદેશ ભણી જશે”? અને ભીની થયેલી અમારી આંખો એક -બીજાને જોઈ રહી હતી. અમે સાંજની તૈયારી મા લાગ્યા હતા. લગભગ ત્રણ વાગ્યા હશે.ત્યાંતો બેંકમાંથી ફોન આવ્યો કે ત્રિવેદી સાહેબની તબિયત ખૂબ ગંભીર છે,  તેમને છાતીમા દુખાવો થતાં અમે હોસ્પિટલમાં લઈ જઈએ છીએ.બેંકની પાસે જ સારી હોસ્પિટલ હોવાથી, તેમને ત્યાં દાખલ કયૉં.હાર્ટએટેક ભારે હતો,તબિયત નાજુક હતી, પણ તાત્કાલિક સારવાર મળી ગઈ હોવાથી તે બચી ગયા હતા.અમે બધા પણ ત્યાં જઈ પહોચ્યાં,આમ પણ મમ્મી મનથી અને શરીરથી સાવ નાજુક હતી.પપ્પાની હાલત જોઈને મમ્મી તો સાવ ભાંગી પડી હતી. પપ્પાને તાત્કાલિક બાયપાસ સર્જરીનો નિર્ણય લેવાયો હતો.એ વાતની ગંભીરતાને ધ્યાનમાં લઈને મિલનને મેં કહ્યું,”તુ પણ હોસ્પિટલના ખર્ચા માટે રૂપિયાની વ્યવસ્થા રાખજે.”

તેનો જવાબ હતો,” બેના મારી નોકરી હજુ નવી છે માટે હું આ બાબતે કોઈ મદદ નહીં કરી શકું.”તેના જવાબે મને દુઃખ થયું, પણ અત્યારે એ જવાબદારી વિશે સમજાવવાનો યોગ્ય સમય નહોતો.સોના તો સૂનમૂન થઈ રડ્યા કરતી હતી.આ પરિસ્થિતિમા મારે મજબૂત થયા વગર છૂટકો ન હતો.બધાને સાચવી લેવાની જવાબદારી મારી હતી.બેંકમાંથી  મેડીકલને લગતો તમામ ખર્ચો મળે તેવી સગવડ હતી. પણ તાત્કાલિક ધોરણે તો વ્યવસ્થા મારે જ કરવાની હતી.

           આ વાતની જાણ  પ્રતીકને થતાં તે પણ હોસ્પિટલમાં આવી ગયા હતા., અને ત્યાં અમારી પહેલી મુલાકાત થઈ. તે વખતે ઘડિયાળમા છ વાગ્યા હતા.તે સમય પર જ આવ્યો હતો, પણ ઘડી નાજુક હતી. અને હું તેના સમયના પ્રવાહમા સાથે ચાલી શકું તેમ ન હતી. પછી આ બાબતે વાત કરીશું એમ કહીને અમે છૂટા પડ્યા.

       પપ્પાનું બાયપાસ ઓપરેશન સફળ રહ્યું, પણ શારીરિક તકલીફોને કારણે તેમણે બેંકમાંથી વહેલી નિવૃત્તિ લીધી. નિવૃત્ત થયા પછી પેન્શન અને સરકારી ફાયદા માંથી આવેલી રકમ,તેમાંથી અમારો ઘરનો ખર્ચ,મમ્મી-પપ્પાની દવાઓ, તેમજ બાકીની જરૂરિયાત પૂરી થતી હતી. મારો અને મિલનનો પગાર એમ ભેગું કરી અમારો જીવનનિર્વાહ ચાલતો હતો. ઘર અમારું પોતાનું હતું. પણ અમારા ત્રણે ભાઈ-બહેનના પ્રસંગ બાકી હતા.ઘરની હાલત જોતા પ્રતીક સાથે પરદેશમાં સ્થાઈ થવું મારા માટે શક્ય ન હતું. માટે વિવેકપૂવૅક આ વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું. હવે બધું રાબેતા મુજબ ચાલવા લાગ્યું હતું. સમય તેની ગતિએ આગળ ધપતો હતો.

            મિલન જે કંપનીમાં નોકરી કરતો હતો,ત્યાં કામ કરતી દિવ્યા સાથે સારી મિત્રતા હતી. પરિચય અને ત્યારબાદ એ પરિણય ગાઢ બનતાં બન્ને જણે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ નિર્ણય મિલને ઘરમાં જણાવ્યો.દિવ્યા તેના પરિવારમાં એક જ દીકરી હતી.તેનો પરિવાર કેનેડા  સ્થાઈ થવાનું વિચારી રહ્યો હતો. માટે તેમનો પ્રસ્તાવ જે સમય જતાં આગ્રહમા પરિણમ્યો,કે મિલન અને દિવ્યા પણ અમારી સાથે કેનેડા આવીને રહે. મિલન પણ એવું જ ઈચ્છતો હતો.અમે તેના આ નિર્ણય થી આંચકો અનુભવ્યો અને મમ્મી-પપ્પા ખૂબ દુઃખી થયા. પરંતુ તેના ભવિષ્ય માટે મેં તેમને સમજાવ્યા અને તેના નિર્ણયને પ્રેમથી વધાવ્યો.અમારી હોંશ અને હેસિયત પ્રમાણે લગ્ન કરી અમે સંતોષ માન્યો. મિલન અને દિવ્યા કેનેડા ચાલ્યા ગયા.

         મમ્મીને આ વાતની માનસિક અસર થઈ જવાથી તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.પપ્પાએ તેમની તબિયત ધ્યાનમાં રાખી આ વાતને સહજ સ્વિકારી લીધી હતી. સોનાને પગભર થવા માટે ફેશનડિઝાઈનનો કોર્સ કરાવ્યો. તેની ટ્રેનિંગ માટે તે મુંબઇ ગઈ હતી. તે દરમિયાન તેની મુલાકાત કેદાર સાથે થઈ.તે સારો ફોટોગ્રાફર અને  પોતાનો સ્ટુડિયો ધરાવતો હતો.સોના તો હતી જ સ્વપ્નમાં રાચનારી. મુંબઇ શહેર અને ત્યાંની ઝાકઝમાળ વાળી જીંદગી તેને સવૅસ્વ લાગી.કેદાર અને સોનાએ એક બીજાનો પરિચય કેળવી, લાગણીના આદાનપ્રદાન સાથે જીવનસાથી બનવાના નિર્ણય પર આવી ગયા હતા. ઘરમાં આ નિર્ણય માત્ર ફોન પર જણાવ્યો. સંમતિની રાહ જોયા વગર લગ્ન કરી લીધા. આશીર્વાદની ઔપચારિકતા માટે કેદારને લઈને પરિવારને મળવા આવી.સોનાનું આ પગલું અમારા માટે બીજો વજ્રઘાત હતો. તે સહન કરવાની અમારી કોઈની તાકાત ન હતી. છતાં આવીને મને વળગીને કહે,”તમે તો મારા વત્સલા દીદી છો. મને માફ નહીં કરો ?”હું શું કરું મારી નાનકીને લોહીના સબંધે અને મારા વાત્સલ્યભાવે આલિંગન આપી અશ્રુધારાએ એના પોંખણા કર્યાં.અઠવાડિયું સાથે રહી,જોઈતું બધું લાવી આપી કરિયાવર કરી એક લાખનો ચેક આપી કેદાર સાથે વિદાય કરી.

           સોનાના વિદાયના ડુસકાને મનમાં દબાવી, એક નવા માળખામાં સ્વને પરોવી, માતા-પિતાની સંભાળ, ઘરની વ્યવસ્થા, નોકરી સાથે બાકીના વર્ષો પસાર થવા લાગ્યા. જવાબદારી અને સંજોગોએ લગ્ન માટે વિચારવાનો કોઈ પ્રસ્તાવ જ ના મૂક્યો.પપ્પાની તબિયત તો નાજુક હતી, મમ્મી નુ ઘરમાં પડી જવાથી પગમાં ફ્રેરેકચર થયું.અને સાવ પથારીવશ થઈ ગઈ. હવે તો એ લોકોને મુકીને હું નોકરી ઉપર પણ જઈ શકતી નહોતી.  રજા પણ કેટલી લઈ શકાય? મિલન અને સોના ને વિગતે આ વાત જણાવી.પણ sorry નામના શબ્દએ લોહીના સબંધની નાળ કાપીને ફેકી દીધી હતી.તેમના અસ્તિત્વની જીવનમાંથી બાદબાકી કરી, અરીસા સામે ઉભી રહી ભાગ્યમાં મળેલી સફેદ લટોને જોઈ, ત્યારે ભીતર રહેલી “વત્સલા”અરીસામાં પ્રગટ થઈ બોલી, “મેં તો રૂપાને એટલે જ ના પાડીને કીધું કે, બહાર કામ કરવામાં થાકી જવાશે.ઘરમાંજ ઓફિસ બનાવી દે, અને વર્કિંગ અવર્સ નક્કી કરી દે,એટલે વાંધો નહીં.માની ગઈ તરત! સી.એ છે ને તે, એને મનથી સંતોષ થાય કે, ચાલો આવડત કામમાં આવે છે ને કમાણી ની કમાણી !”

ત્યારે રૂપાનું અંતર કહી રહ્યું હતું, “ગ્રહની કોઈ પીડા હોતી જ નથી. સબંધે વિટળાયેલા ઘા ખૂબ ઉંડા હોય છે.”

ભૂતકાળમાં સરી પડેલી રૂપાએ દરવાજે ટકોરા સાંભળ્યા…..અને તંદ્રા તૂટી….પટાવાળો આવીને નેમપ્લેટ મૂકી ગયો.ડાયરેક્ટર મિસ રૂપા ત્રિવેદી.

    ત્યાંજ પ્રાંગણમાં જુદા જુદા પ્રાંત માંથી આવેલા પંખીઓનો સમૂહ આત્મવિશ્વાસના બળે ઉંચી ઉડાન ભરવા કટિબદ્ધ હતો.

૨૧) વર્ષા તલસાણીયા “મનવર્ષા’

 વિધાતાની વહાલુડી

“હે વિધાતા ! મારી નમ્ર પ્રાર્થના પૂર્ણ વિનંતિ સ્વીકારો, મને કહો! મારા આ નાજુકડા બાળકનુ આજે તમે શું ભાવિ  લખવાના છો ?”

૨૧ વરસ બાદ એક આખો      દિવસ વિધાતા ને (મને) જે આવી વિનવણી કરવાની છે , એ છોકરી રૂપાની ની છઠ્ઠીના ભાવિ ના લેખ લખવાનું આજ  મારે કામ કરવાનું હતુ.

“ચાલો ને ! વાર્તા રુપે જ કહુ.            દેવી સરસ્વતી ના જેવુ જ મારુ પણ કામ, હું પણ કલમ કર્મી , હું વિધાતા” ૧૯૬૦ આસપાસ ના દાયકા ની આ વાત છે 

“અહાહા ! કેટલી સુંદર !  આ છોડી તો તમારી પેલી છોડી કરતાં યે ચઢી! મોટીનું નામ સોના ! આનું નામ હવે રૂપા જ રાખી દો નિમુબેન ! નિર્મલાને ખોળે આ બીજી પણ દીકરી આવી, અરે! દીકરીયુ તો પરાણે વહાલી લાગે, એમ જ રૂપા માટે નિમુબેનનુ વહાલ છાતીએથી વહેતું જ રહ્યુ 

      સાસુ પતિ ,પાડોશીઓ   , પરિવાર સૌની દીકરાની મનસા વિસારી  દીકરી માટે માતા નિમુબેનનુ માત્રુત્વ અવિરત પાંગરતુ રહ્યુ, પણ હાય , દીકરી ના કિસ્મત  !  

“હે વિધાતા ! મારી નમ્ર પ્રાર્થના પૂર્ણ વિનંતિ સ્વીકારો, મને કહો! મારા આ નાજુકડા બાળકનુ આજે તમે શું ભાવિ  લખવાના છો ?”

૨૧ વરસ બાદ એક આખો      દિવસ વિધાતા ને (મને) જે આવી વિનવણી કરવાની છે , એ છોકરી રૂપાની ની છઠ્ઠીના ભાવિ ના લેખ લખવાનું આજ  મારે કામ કરવાનું હતુ.

“ચાલો ને! વાર્તા રુપે જ કહુ.            દેવી સરસ્વતી ના જેવુ મારુ પણ કામ, હું પણ કલમ કર્મી , હું વિધાતા” ૧૯૬૦ આસપાસ ના દાયકા ની આ વાત છે 

“અહાહા ! કેટલી સુંદર !  આ છોડી તો તમારી પેલી છોડી કરતાં યે ચઢી! મોટીનું નામ સોના !આનું નામ હવે રૂપા જ રાખી દો નિમુબેન ! નિર્મલાને ખોળે આ બીજી પણ દીકરી આવી, અરે! દીકરીયુ તો પરાણે વહાલી લાગે,  એમ જ રૂપા માટે નિમુબેનનુ વહાલ છાતીએથી વહેતું રહ્યુ 

      સાસુ પતિ પાડોશીઓ સૌની લાલસા વિસારી નિમુબેનનુ માત્રુત્વ અવિરત પાંગરતુ રહ્યુ,  પણ હાય રૂપાના ભાગ્ય !એક વાર એની પ્રેમાળ માતા ડિપ્રેશન માં આવી ગયા.ડોક્ટર ની સલાહ લીધા વગર જ  રૂપાના અપરદાદીએ છ મહીના ની રૂપા નું ધાવણ છોડાવી દીધું .અને નાનકડી રૂપાને ખાતીપીતી કરી દીધી.આથી માના દૂધ વિના ઊછરતી ડાહી ડમરી ને શાંત રૂપાને પોષણ ની તો ખામી  થવાની હતી જ , એક ધાવણા અબોલ બાળક નો માતાના દૂધનો આનંદ છીનવાઈ જાય તેની એના કોમળ દીમાગ પર અસર થાય જ અને લો થઈ પણ ખરી !

     રૂપાળી  વધતી જતી રૂપા અંતરમુખી ઓછાબોલી ને થોડી ગભરુ બનતી ગઈ ,પરીણામે રૂપાને  વિચક્ષણ અને સબળ પણ લાગણીતંત્ર મળ્યુ .ભણવામા પણ હોશિયાર નિવડી રહી હતી પહેલો તો નહી પણ પાંચ માં નંબર તો લાવતી જ હતી .

      અગિયારમા બાદ ઝળહળતી સફળતા બાદ કોમર્સ કોલેજ માં પ્રવેશ,ખરેખર તો ખુદ સાહીત્યની વિદ્યાર્થીની હતી એ વાત તો એને વર્ષો બાદ સમજાણી’તી .

     વિવેકપૂર્ણ અને સમયાનુરુપ મોર્ડન દેખાતી રૂપા કોલેજમાં છોકરીઓનુ ઈર્ષાનુ પાત્ર ને છોકરાઓ ના આકર્ષણ નુ પાત્ર બની ગઈ.સુવાચનની આદતે તેનામાં ચારીત્ર્ય ને સાચવવાની દ્રઢ ખેવના ઊગી નિકળી હતી એટલે કોલેજીયનોમાં તે  આશ્ચર્ય નુ પાત્ર પણ બની ગઈ હતી. કેમ આ છોકરી કોઈને મચક નથી આપતી ? પોતાની સ્વચ્છ સંસ્કારી હોવાની છાપ રૂપા ઘણુ બધું જતુ કરી ને જાળવી શકી .રૂપા ભણતી રહી પિતાની ઈચ્છા મુજબ . બી.કોમ, એમ.કોમ, અને પછી સી.એ. થઈ ગઈ. જોકે કદીક કોલેજ ફર્સ્ટ આવી હોત તો નારી કેળવણીના હીમાયતી પિતાનૈ અનોખી ખુશી આપી શકી હોત! એ ૭૦ના દાયકાનો સમય  નારીના ભણતર લગી સમાજ આગળ વધ્યો હતો કેરીયર બનાવવામાં નારી ના પરીવારનો સહયોગ આવશ્યક હતો.

    રૂપાનુ સ્વપ્ન હતુ…કે  દ્રોપદી જેમ ,ખાસ સુલક્ષણો  ભણેલ સુંદર સંસ્કારી, જોતા જ ગમી જાય એવો વિચક્ષણ બુધ્ધિ વાળો  વાચાળ, સહ્રદયી જુવાન જીવનસાથીનુ સપનુ પણ ફળ્યુ . પ્રથમ મુલાકાત નુ પહેલી જ નજરનુ અદમ્ય આકર્ષણ રૂપાના હેતાળ હૈયાને હીલ્લોળે ચડાવી ગયું.

      ઈન્ટરવ્યુ માં એ અલબેલા જુવાને એટલુ જ કહ્યુ કે “હું કદી પણ મારા માતાપિતા થી અલગ થવા માંગતો નથી .આ સિવાય મારી કોઈ જ શરત નથી .આપ મને પસંદ છો નિરાંતે વિચારીને જવાબ  આપશો.”

રૂપા કુંવરીનુ તો હૈયું જ હેલારે ચઢયુ ‘તું ..બસ આજ મારો સપના નો રાજકુમાર વિજય  !

પછી તો હોંશે હરખે લગ્ન લેવાયા સંયુક્ત કુટુંબને બહોળો પરીવાર. પતિ ઘેલી રૂપા પતિને ખુશ રાખવા , માતાપિતાનુ નામ ઊંચું રાખવા, લાડકોડથી  ઉછરેલી કોમલાંગી રૂપા સુશીલ ગ્રૃહીણી બનવા સત્તત સતેજ રહેવા લાગી.જાતને કોઈ ખુણે એક તિજોરીમાં પુરીને સતત ઓગળતી રહી , ખેર! આ બધુ સમર્પણ થકાવનારું બનત નહી ,જો આવી મીણ જેવી રૂપાને અલગ તારવી નાખવાનુ સાસરી પરીવારનુ વલણ ન હોત !

      અરે હા! ભાગ્ય એ એને  પ્રથમ રુપકડા બાળકની ભેંટ આપી અને આ ઘેલી છોકરી એના જન્મેલા બાળકની છઠ્ઠીના દીવસે મચી જ પડી હતી વિધાતા ને (મને) વિનવવા !

   વિધાતા :- (સ્વગત)  “અરે! ઓ વ્હાલુડી ! તને જો તારુ કે તારા છોરાનુ નસીબ જો હું તને કહું તો તું મારી અકળ  વાણી સમજી જ નહી શકે..દીકરી! અને ખરેખર જ જો આજ સુધી કોઈ સમજી શકયુ હોત તો માતૃત્વનું આટલુ મધુરુ સુખ માણી જ ન શકયુ હોય ઘેલી ! છોકરી  ! શ્રી ક્રીષ્ણની માતા યશોદાને યાદ કર !”

     આવી હતી લાગણીની ગઠરી મારી વહાલુડી રૂપા ! પણ ચાલો  એના બાળકની નહી , આપણે તો ફરી રૂપાની જ વાત પર આવીએ.     

        જીવનની વહેતી ક્ષણો ના સહજ સ્વીકાર સાથે જીવતી રૂપા,પિતાની વહાલુડી રૂપાદી, કર્મઠ માતાની જીવન શૈલીને તાદ્રશ્ય કરતી રૂપા, ને વળી પિયરથી વછૂટી રહેલી ભારતિય ગ્રૃહીણી ની જાત રૂપામાં પણ પનપતી રહી .

      હા,આવી આ  રૂપાથી વછૂટતી રૂપામાં એક અસલ રૂપા હજુ કયાંક ઊંડે ઊંડે જીવતી હતી.જે હાઊકલા કરતી રહેતી’તી.હા ,ઝીણો અજંપો માહ્યલે કળતો રહેતો હતો.રૂપાને હડબડાવતો ‘તો. એને બહેલાવવાનો સમય જ કયાં હતો આ પરીવાર ની ભણેલી વહુને ! ?

       પતિ વિજય ની ઈચ્છા મુજબ જ રૂપા વહુએ માવતરની બનતી સેવા મનથી કરી આ ભણેલી રૂપાએ ! અને ઓછું ભણેલી પૈસાપાત્ર માવતરની દીકરીઓ રૂપાની દેરાણી જેઠાણીઓ તો અલગ રહેવા જતી રહી.કોઈ કદરની આશા વગર રૂપાએ વડિલ માવતરની મા બની બેઉ વડિલની  પ્રેમ થી અંત તક સેવા કરી.

વડિલોની  જવાબદારી સ્વીકારનારી નારીને ભાગે પરીવારના વ્યવહાર , બેનુ દીકરીયુને સાચવવાનું પણ ફાળે આવે જ છે.ભાતભાતના લોકોને રાજી રાખવાનું બહુ જ કઠીન હોય છે.

ઘર વ્યવહાર ને બાળકો ની જરુરીયાત માટે હાથ લાંબો કરવો , એક સ્વમાની છોકરી રૂપાનો મુંઝારો વધારતુ’તું .

      આવી સામાન્ય? હુ ?હુ શા માટે? પિતાએ ભણાવી ગણાવી મને અરે! ભાડુઆતની સાસરેથી  પાછી આવેલી દીકરી એક દીકરી ને આંગળીએ લાવેલી અને એ જોઈને નાતનો ઊધ્ધાર કરનારા કરુણામય દૂરદ્રષ્ટા પિતા એ પોતાની દીકરીને જ કેમ કામે ન લગાડી? ઓહ કેમ?

આયના ફીલ્મ આવ્યુ.એમા જુહી ચાવલા ની દાદી નો એક ડાયલોગ હતો”બેટી ! યે તેરી અપની લડાઈ હૈ યે તુઝે હી લડની હોગી ” એ સમજાયુ .

વિજય ની હર ઈચ્છા પૂરી કરી માવતર પણ ભવાનને  પ્યારા થઈ ગયા.વિજયને કહુ? પૂછું? શું મારા વિજય એક ઓગળી ગયેલી મૂર્તિને મઠારવામાં મદદ કરશે ખરાં?

 હર નારીના જીવનમાં એક સમયે એ સવાલ આવી ઊભો જ રહે છે કે હુ બધાની શું કોઈ મારુ પણ ખરુ? 

ધીમે ધીમે બીજી સ્ત્રીઓની પ્રગતિની વાત કરતી રૂપા થોડી ડ,તી મુંઝાતી રૂપાએ વિજયને કહ્યુ , “વિજય !માવતરની જિમ્મેદારી આપણે નિભાવી બાળકોયે હવે સમજણાં ને આપજલાં થઈ ગયા છે, વિજય ! મને કશુંક કરવુ છે મારા માવતરે મને ભણાવી એ ભણતરને મારે વેડફવુ નથી .બસ!તમે કહો હુ શું શું કરી શકુ?”

સ્વાભાવિક જ રૂપા થકી એક સગવડભરી જીવન શૈલી થી ટેવાયેલા વિજયે રૂપાને સમજાવવા ની વાળવાની કોશિશ કરી ઘણા નકારાત્મક કારણો પણ ઊભા કર્યા પરંતુ રૂપા ધીમે ધીમે મકકમ બનતી ગઈ , એ સમજી ગઈ કે હું જ મારી વકીલ બની શકીશ , જીવન ભર ઢોળાઈ જવું, ઓગળી જવું કે ખલાસ થઈ જવું પાલવે એમ નથી .

       હું પારકીજણી !મારા જીવન સાથીએ ભલે મારો હાથ ઝાલ્યો હોય પણ મારો હાથ બનવા માટે હીચકીચાવાનો જ છે..

      રૂપાની છ આઠ મહીનાની વિવેકભરી મકકમ સમજાવટ કામ કરી ગઈ ..વિજય પણ માની ગયા કે રૂપા માં હજુ એક સફળ નારી પણ છે તો ખરી જ.                  રૂપાના સમર્પણે વિજય ને સ્નેહથી મનાવી લીધો .

      હવે એ મિત્રોને કહેતો ,” મે તો રૂપાનેએટલે જ ના પાડી ને કીધુ કેબહાર કામ કરવામાં થાકી જશે, ઘરમાં જ ઓફીસ બનાવી દે અને વર્કીંગ અવર્સનકકી કરી દે એટલે વાંધો નહી આવે માની ગઈ તરત , સી.એ.છે ને!ને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવી ને કમાણી ની કમાણી પણ ખરી! “

      ૩૫ વર્ષ બાદ શરુ કરેલી કરીયરે રૂપાને ફરી જીવંત બનાવી દીધી.   પરીશ્રમે પારસમણપારસમણ સફળતા તરફ આગેકદમ કરતાં મજબૂત કદમ મળ્યા. આજે વહાલુડી ગભરુ  

રૂપા આકાશ સામે જોઈને કહે છે,” પપ્પા જ્ઞાતિનો ઊત્કર્ષં તો થઈ જ ચૂકયો તમારા થકી કાશ! તમારી રૂપાદીને તમારા ધમધોકાર ધંધામાં પણ જોડી હોતને તમારા ડુબતા ધંધાને પણ હું જાળવી શકત હું તો તમારી જ દીકરી હતી ને? કાશ! તમારો દીકરો બની શકી હોત !”

 વિધાતા : “તો આ હતી મારી વહાલુડીની કહાની !”

.

      હવે એ મિત્રોને કહેતો ,” મે તો રૂપાનેએટલે જ ના પાડી ને કીધુ કેબહાર કામ કરવામાં થાકી જશે, ઘરમાં જ ઓફીસ બનાવી દે અને વર્કીંગ અવર્સનકકી કરી દે એટલે વાંધો નહી આવે માની ગઈ તરત , સી.એ.છે ને!ને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવી ને કમાણી ની કમાણી પણ ખરી! “

      ૩૫ વર્ષ બાદ શરુ કરેલી કરીયરે રૂપાને ફરી જીવંત બનાવી દીધી.   પરીશ્રમે પારસમણપારસમણ સફળતા તરફ આગેકદમ કરતાં મજબૂત કદમ મળ્યા. આજે વહાલુડી ગભરુ  

રૂપા આકાશ સામે જોઈને કહે છે,” પપ્પા જ્ઞાતિનો ઊત્કર્ષં તો થઈ જ ચૂકયો તમારા થકી કાશ! તમારી રૂપાદીને તમારા ધમધોકાર ધંધામાં પણ જોડી હોતને તમારા ડુબતા ધંધાને પણ હું જાળવી શકત હું તો તમારી જ દીકરી હતી ને? કાશ! તમારો દીકરો બની શકી હોત !”

 વિધાતા : “તો આ હતી મારી વહાલુડીની કહાની !”

૨૨)ભગવતી પંચમતીયા. ‘રોશની’

શબ્દ સંખ્યા : ૧૯૨૪.

યે જીવન હૈ

જૂન મહિનાની એ ગરમ સવારે રૂપાએ પોતાનાં સી.એ.નાં કલાસીસમાં પ્રથમવાર પ્રવેશ કર્યો. ભણવામાં ખૂબ તેજસ્વી એવી રૂપાએ દસમા ધોરણથી જ સી.એ. બનવાનું સ્વપ્ન સેવેલું. ત્યારથી તે માટેની મહેનત પણ તેણે શરૂ કરી દીધેલી. દસમા ધોરણમાં ૯૫% સાથે તેણે રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો. અગિયારમા ધોરણમાં મોટાભાગના વિદ્યાર્થીઓ થોડી નિરાંત અનુભવતાં અને  આ વર્ષને થોડું હળવાશથી લેતાં ત્યારે પણ રૂપા પુસ્તકોમાં ડૂબેલી રહેતી. સખીઓ કહેતી “રૂપા, ગયું આખું વર્ષ ખૂબ મહેનત કરી છે. આ વર્ષે થોડી ઓછી મહેનત કરીશું તો પણ ચાલશે. આ વર્ષે બોર્ડની પરીક્ષા થોડી જ છે! ચીલ કર યાર! ચાલ, એકાદી ફિલ્મ જોઈ નાખીએ” પણ રૂપા જેનું નામ! તે પોતાની સહેલીઓને ના જ પાડી દેતી! અગિયારમા ધોરણમાં પણ તે પ્રથમ નંબરે આવી. અને બારમા ધોરણમાં પણ ૯૧% સાથે ફરી રાજ્યમાં પ્રથમ આવીને તેણે પોતાનાં સ્વપ્નને પૂર્ણ કરવા તરફ એક મક્કમ કદમ તો આગળ વધાર્યું જ પણ સાથે સાથે પોતાનાં પરિવાર તથા શાળાને પણ ગૌરવ અપાવ્યું. ન્યુઝપેપરમાં અને ન્યુઝ ચેનલોમાં તેનાં ઈન્ટરવ્યુ લેવાયાં. આ બધું જ રૂપાને સી.એ.નાં ક્લાસમાં પ્રવેશતી વખતે યાદ આવી ગયું. 

ક્લાસમાં એન્ટર થનાર તે હજુ પહેલી જ સ્ટુડન્ટ હતી. ક્લાસની દીવાલ પર ટાંગેલા મા સરસ્વતીનાં ફોટાને નમન કરી તેણે પોતાની સીટ લીધી. પોતાનું સ્વપ્ન હવે પૂર્ણ થશે તે વિચારે રૂપા મનોમન ખૂબ ખુશ હતી. પણ સાથે સાથે તનતોડ મહેનત કરવા માટે પણ એટલી જ સભાન હતી. પહેલો દિવસ કલાસમેટ્સ અને ફેકલ્ટી સાથે ઓળખ પરેડ કરવામાં વીતી ગયો. પણ બીજા જ દિવસથી કલાસીસ અને રૂપાની મહેનત બંને પૂરજોશમાં શરૂ થઈ ગયાં. તેનું ધ્યાન સતત પોતાનાં લક્ષ્ય તરફ જ રહેતું. આજુબાજુમાં બેઠેલાં તેની સખીઓ સતત ભણ ભણ કરવાથી કંટાળતી પણ રૂપાને તો એ જ ગમતું. કોઈ તેને સાથ ન આપે તો પણ રૂપાને કશો ફરક ન પડતો. તે તો પોતાની પ્રિય પંક્તિઓ ‘એકલો જાને રે!’ ગણગણતી પુસ્તકોમાં ખૂંપેલી રહેતી. 

તેનાં ક્લાસમાંથી એક પણ સહપાઠી એવો ન હતો કે જેણે રૂપા સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન ન કર્યો હોય! પણ રૂપાએ કોઈને મચક આપી નહીં. રૂપા હતી પણ એવી સ્વરૂપવાન કે કોઈ પણ જુએ તો મોહી પડે. પાંચ પોઈન્ટ પાંચ ઉંચાઈ, એકવડો બાંધો, દૂધ જેવી ગોરી ચામડી, નમણું મોં, પાતળાં ગુલ પાંદડી-સા ઓષ્ઠદ્વય, કમરથી નીચે પહોંચતા સિલ્કી લાંબા વાળ, પાણીદાર આંખો ને તેમાં તરવરતી નિર્દોષતા…. અને ઉપરથી તેજ દિમાગ….! બ્યુટી વિથ બ્રેઈન કહેવત જાણે કે રૂપા માટે જ બની હતી. આ બધાં છોકરાઓમાં રાજ જ એવો એક છોકરો હતો કે જેની સાથે રૂપા થોડી ઘણી વાતચીત કરી લેતી. તે રૂપાની જેમ જ મધ્યમવર્ગમાંથી આવતો હતો. અને બીજાં છોકરાઓની જેમ, ન આડા અવળા ખર્ચ કરતો કે ન આવારાગર્દી કરતો. હા, ભણવા બાબત થોડો નબળો અને આળસુ પણ ખરો. તેને ક્લાસની ચારેક છોકરીઓ જોડે વધુ ફાવી ગયેલું. તેમની સાથે વાતો કર્યા કરતો. પણ તેની આવી અમુક બાબતોને બાદ કરતાં આખા ક્લાસમાંથી રાજ એક માત્ર ભરોસાપાત્ર કહી શકાય તેવો છોકરો હતો.           

એમાં એક વાર રૂપાના ક્લાસની સારંગી રૂપાની એકાઉન્ટની મોડ્યુલ ઘેર લઈ ગયેલી. અને બીજે દિવસે સાથે લાવતાં ભૂલી ગઈ. એકાઉન્ટનાં ફેકલ્ટી મિસ્ટર પંડ્યા બહુ કડક સ્વભાવનાં હતાં. તેઓનું માનવું હતું કે સી.એ. જેવાં અઘરાં કોર્ષમાં એડમીશન લીધાં પછી ભણવામાં ધ્યાન ન આપવું તે માતા-પિતાને ખુલ્લેઆમ છેતરવા જેવું જ છે. પેરેન્ટ્સ પોતાનાં સંતાનોનાં અભ્યાસ માટે ન જાણે કેટલીયે મુસીબતો વેઠતાં હોય છે. એટલે સારું પરિણામ લાવીને ઘરનાં સભ્યોને ગૌરવ અપાવવાનું હોય તમ તેઓ માનતાં  માટે તેઓ પોતે આપેલું બધું જ કામ વિદ્યાર્થીઓ સમયસર કરે તેવો આગ્રહ રાખતાં. ક્લાસમાં પ્રવેશતાં જ તેમણે મોડ્યુલ ડેસ્ક પર રાખવાનું અને ન હોય તેને તેમનાં પુરા સેશન દરમિયાન ક્લાસમાંથી નીકળી જવાનું કહ્યું. પણ રૂપા પાસે તે ન હતી. એટલે તે ઉભી થઈને સરને કહેવા જ જતી હતી. પણ ત્યાં તો રાજે સાઈડની હરોળમાં બેઠાં બેઠાં જ પોતાની મોડ્યુલ રૂપાનાં ડેસ્ક પર મૂકી દીધી અને પોતાની જાતે જ ઉભો થઈ ક્લાસની બહાર જવા લાગ્યો. મિસ્ટર પંડ્યાએ તેને અધવચ્ચે જ જતાં રોકીને તેને ક્લાસમાં બેસવા કહ્યું. કારણ કે આજનું લેકચર બહુ જ ઈમ્પોર્ટન્ટ હતું. આ બનાવથી રૂપાનાં મનમાં રાજ પ્રત્યે થોડી કૂણી લાગણી જન્મી. રૂપા સાથે રાજ પણ વધુ ને વધુ સમય પસાર કરવા લાગ્યો. કહે છે ને કે ‘સંગ તેવો રંગ’ એ ન્યાયે રૂપાની સુસંગતની અસર રાજ પર પણ થવા લાગી. તે પણ રૂપા સાથે લાઈબ્રેરીમાં સમય પસાર કરવા લાગ્યો. રાજનાં મિત્રો પણ મશ્કરીમાં કહેતાં તું સાચે જ વાંચવા લાઈબ્રેરીમાં જાય છે કે પ્રેમનાં પાસા ફેંકવા? ત્યારે રાજ અનુત્તર થઈ જતો.  

ધીમે ધીમે બંનેની મુલાકાતો વધવા લાગી. રૂપાને રાજ ગમવા લાગ્યો. રાજને તો રૂપા પસંદ હતી જ. જોકે રૂપાએ કદી પોતાનાં મનની વાત રાજને કરી ન હતી. પણ એની લાગણીઓ એને દગો આપીને એની રેશમી પલકોને વળોટીને આંખોમાં રમવા લાગતી તે રાજથી છાનું ન રહ્યું. પણ રાજે તે વાતનો ઉલ્લેખ જાણી જોઈને ટાળ્યો.  તેમાં વળી રૂપાનાં પપ્પાનો અકસ્માત થયો અને તેમને પંદરેક દિવસ હોસ્પીટલમાં રહેવું પડ્યું. ત્યારે રાજે તેમની સારવાર માટે ખુબ દોડાદોડી કરી. રૂપાનો ભાઈ નાનો હતો એટલે એક દીકરો જેમ પિતાની દેખભાળ કરે તેમ રાજે તેમની સેવા કરી. અને રૂપાની સાથે સાથે તેનાં ઘરનાં દરેક સભ્યોનાં દિલમાં પણ સ્થાન મેળવી લીધું. રૂપાનાં મમ્મી પપ્પાને પણ રાજ ગમવા લાગ્યો.                                                                                                                                                                                                                                                        

આખરે સી.એ.ની ફાઈનલ પરીક્ષા આવી પહોંચી.  રીઝલ્ટ આવ્યું ત્યારે રૂપા સેન્ટર ફર્સ્ટ હતી અને રાજ ફેઈલ થયો હતો. ફેઈલ થવાથી તેને ખુબ દુઃખ થયું હોય તેવું રૂપાને લાગ્યું. અને સાથે સાથે એમ પણ થયું કે પોતાનાં પપ્પાની સારવાર માટે રાજે જે પંદરેક દિવસનો સમય બગાડ્યો તેમાં રાજ પાસ ન થઈ શક્યો. પણ કહે છે ને કે પ્રેમ આંધળો હોય છે. તે વાત અહીં રૂપાએ પણ સાબિત કરી બતાવી. રૂપાને રાજે સમય બગાડ્યો તે તો દેખાયું પણ પોતાનોયે એટલો જ સમય બગડ્યો હતો તે વિચાર સુદ્ધાં ન આવ્યો! રાજ રૂપા જેટલી મહેનત ન કરતો એ વાત પર પણ રૂપાનું મન આંખ આડા કાન કરી રહ્યું હતું. જેની સાથે પ્રેમ થયો હોય તેની કોઈ ખરાબ કે ખોટી બાબત તરફ માણસનું ધ્યાન જતું નથી. ને જાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય! પછી પસ્તાવા સિવાય કશું જ હાથમાં નથી રહેતું. પણ પ્રેમ પાસે આવું બધું વિચારવાનો કોઈ અવકાશ જ નથી હોતો. તે તો બસ પોતાની માની લીધેલ વ્યક્તિનાં ખ્યાલોમાં ખોવાઈ જવામાં જ રચ્યું પચ્યું રહે છે. રૂપાને એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા પગારની નોકરી મળી ગઈ.  રાજે પણ ઘરનાં સંજોગો જોતાં એક બેંકમાં રૂપા કરતાં ઘણાં ઓછા પગારવાળી નોકરી સ્વીકારી લીધી. આમ, બંને નોકરીની અલગ જગ્યાને લીધે જુદાં થઈ ગયાં. પણ બંનેની નોકરીનું સ્થળ પાસે પાસે હોવાથી દરરોજ લંચ સાથે જ લેતાં. રૂપા ઘેરથી રાજની મનપસંદ વાનગીઓ લંચમાં લાવતી. અને બંને દરરોજ સાથે તેની લિજ્જત માણતાં. રૂપાનાં હાથની સ્વાદિષ્ટ રસોઈ જમીને રાજનાં ચહેરા પર સંતોષની જે લાગણી તરવરતી તે જોઈને રૂપા મનોમન ખૂબ ખુશ થઈ જતી. 

બંનેની એકબીજા તરફની લાગણી જોઈને તેમનાં માતા-પિતાએ તેમના લગ્ન કરાવી દેવાનું નક્કી કર્યું. રાજ રૂપા કરતાં બેશક ઓછું કમાતો હતો ને તેનાં ઘરની સ્થિતિ પણ બહુ સારી કહી શકાય તેવી ન હતી. પણ રાજ અને રૂપાનો સ્નેહ અને રાજનાં સંસ્કારી વર્તનને જોઈને રૂપાનાં માતા-પિતાએ બાકીની વાતો ગૌણ ગણી દીકરીને રંગે ચંગે પરણાવી દીધી. પોતાનાં મનનો માણીગર મળવાથી રૂપા ખૂબ જ ખુશ હતી. લગ્ન માટે લીધેલી રજાઓ પૂરી થાય તે પહેલાં બંને માથેરાન ફરી આવ્યાં. રૂપા માટે આ સમય તેની જિંદગીનો સૌથી સુંદર સમય બની રહ્યો. રાજનો સ્નેહ અને સાથ મળતાં રૂપા, કોઈ વાસંતી ફૂલ જેવી ખીલી ઉઠી! જિંદગી ફરી રાબેતા મુજબ જીવાવા લાગી. ઘર અને ઓફિસનાં કામમાં રૂપાનો સમય ક્યાં નીકળી જતો તેનો ખ્યાલ પણ રૂપાને ન આવતો. તેની દુનિયા રાજની આસપાસ સીમિત બનીને રહી ગઈ. આમને આમ એક વર્ષ નીકળી ગયું. રૂપાને હવે પોતાનાં જીવનમાં એક બાળકની કમી ખલવા લાગી. તેણે રાજને વાત કરી. પણ રાજે સાફ ઈન્કાર કરી દીધો. રૂપાએ તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. પણ સઘળું વ્યર્થ! રૂપા અને રાજ વચ્ચે મતભેદ વધવા લાગ્યાં. જોકે બંને સમજદાર હતાં એટલે બોલાચાલી સુધી વાત ન પહોંચતી. પણ બંનેના મન ઉચક જરૂર થઈ ગયેલાં.

ધીમે ધીમે રાજનાં વર્તનમાં રૂપાને ફેરફાર થતો જણાયો. ઘેર મોડું આવવું, રજાને દિવસે પણ નિરર્થક રખડ્યા કરવું, રૂપા જોડે સીધે મોઢે વાત ન કરવી, આલ્કોહોલનું સેવન….આ બધાથી રૂપા વાજ આવી ગઈ. પણ ઘરમાં શાંતિ જળવાય રહે તે માટે તે બધું જતું કરતી ને ચૂપ રહેતી. ધીમે ધીમે તેને પોતાની ઓફિસમાં રાજ વિશે થતી કાનાફૂસી ધ્યાનમાં આવી. રાજનું નામ કોઈ છોકરી જોડે લેવાઈ રહ્યું હતું. પણ કોની જોડે તે રૂપાને ખ્યાલ ન આવ્યો. જોકે તેણે આ વાતોને બહુ મહત્વ ન આપ્યું. તેનું મન અને મગજ એકબીજા જોડે લડી રહ્યાં હતાં. મગજ કહેતું હતું કે વિના કારણ ક્યારેય આવી વાતો થતી નથી. ધૂમાડો દેખાય છે તેનો મતલબ ક્યાંક અગ્નિ તો હોવાનો જ. જયારે તેનું મન આ વાત માનવાનો ઈન્કાર કરતું હતું. પોતાનો રાજ ભલા આવી કોઈ હરકત કરી શકે ખરો? આમ, રૂપા વિચારોનાં વમળમાં ધસાતી ચાલી. તેનું મન શંકાશીલ બનવા લાગ્યું. ઘણીવાર તે વિચારતી કે રાજ પર શંકા કરીને તે ખોટું તો નથી કરી રહીને? પણ રાજનું બદલાયેલું વર્તન તેની શંકાનાં અગ્નિને સમિધ પૂરા પાડી રહ્યું હતું. 

સમય તેનું કામ કરી રહ્યો હતો. ત્યાં એક દિવસ અચાનક એક ટ્રક અને રાજનાં સ્કુટરની ટક્કર થઈ ગઈ. તેમાં રાજનો જમણો હાથ અને પગ ફ્રેકચર થઈ ગયાં. રૂપા બધું જ ભૂલીને રાજની સેવામાં લાગી ગઈ. તેને નવડાવવાથી માંડીને ખવડાવવા સુધીની બધી જવાબદારી તેનાં પર આવી પડી. તેનાં સાસુ સસરા પણ ત્રણ મહિના માટે તેનાં નણંદને ત્યાં અમેરિકા ગયેલાં. એટલે રૂપા ઓફીસ પણ જઈ શકતી ન હતી. તેને રાજની શારીરિક અને માનસિક બંને આરોગ્યની ચિંતા થઈ રહી હતી. પંદર દિવસની રજા પૂર્ણ થતાં રૂપાને ઓફીસ પણ જવું પડતું. ઘેર હોય ત્યારે ઓફિસની ચિંતા અને ઓફિસે હોય ત્યારે ઘર અને રાજની. રાજ તેની આ દોડાદોડી જોઈને તેને નોકરી છોડી ઘેર રહીને કામ કરવા સમજાવવા લાગ્યો. રૂપા પણ આ દોડધામથી થાકી હતી. એટલે તેણે રાજની વાત માની લીધી. ઘેર રહીને કામ કરવા માટે નવા નવા ક્લાયન્ટ શોધતાં રૂપાને નાકે દમ આવી જતો હતો. પણ રૂપા જરા પણ નિરાશ થયા વગર ખૂબ મહેનત કરી રહી હતી. દિવસાંતે જયારે રૂપા થાકથી નિઢાલ થઈને રાજને જમાડવા આવી ત્યારે રાજ ઢીલો પડી ગયો. ને કહેવા લાગ્યો. “હું તને કેટલી હેરાન કરું છું, હેં ને? તારા પર બોજ બની ગયો છું.” ત્યારે રૂપાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. રાજને સાંત્વના આપતાં તે બોલી ઉઠી, “પ્લીઝ, એવું ન બોલીશ. હું કોઈ ઉપકાર નથી કરી રહી. તારી જગ્યાએ હું હોત તો શું તું આમ જ મારી કાળજી ન લેતો હોત? સૌથી વધુ ખુશીની વાત તો એ છે કે આટલાં મોટાં અકસ્માતમાંથી તું ઉગરી ગયો. ખાલી ફ્રેક્ચરથી જ પત્યું. એ તો ત્રણ-ચાર મહિનામાં સારું થઈ જશે. પણ તને કંઈ થઈ ગયું હોત તો હું શું કરત?” રાજે ડાબા હાથે રૂપાની આંખોમાં આવેલાં આંસુ લૂછી નાખ્યાં. ને લટકો કરતો બોલ્યો, “પેલો ફેમસ ડાયલોગ યાદ છે ને? આઈ હેટ ટીયર્સ….”અને તેની આ વાત પર  રૂપા આંખોમાં આંસુ ભરેલા હોવા છતાં હસી પડી. તેને લાગ્યું કે હવે તેની જિંદગીમાંથી પાનખર વિદાય લઈ રહી છે! વસંતને પોતાનાં બારણે ટકોરા મારતી જોઈને તે ખુશ ખુશાલ રહેવા લાગી. 

એક દિવસ તે એક ક્લાયન્ટને ઘેર તેનાં હઠાગ્રહને વશ થઈને તેમની દીકરીની સગાઈમાં ગઈ. પાછા ફરતાં ઘર માટે થોડી વસ્તુઓ પણ લાવવાની હતી. તેમાં ખાસ્સાં ત્રણેક કલાક નીકળી જાય તેમ હતું. જો કે રાજને કોઈ જ અગવડ ન પડે તેવી વ્યવસ્થા કરીને તે નીકળી હતી. તો પણ  સગાઈમાં બેસી રહેવું રૂપાને ન ગમ્યું. ત્યાં હાજરી પુરાવી, શોપિંગ પતાવી તે દોઢેક કલાકમાં તો ઘર સુધી પહોંચી ગઈ. તેનું મન સતત રાજ વિશે જ વિચારી રહ્યું હતું. તેને પોતાની જાત પર ગુસ્સો આવ્યો કે પોતે રાજને આ હાલતમાં મૂકીને સગાઈમાં જઈ જ કઈ રીતે શકે? આ બાબતનો અપરાધભાવ અનુભવતાં જેવો તેણે આંગણામાં પગ મૂક્યો ત્યાં જ અંદરથી રાજ અને કોઈ સ્ત્રીનાં જોરજોરથી હસવાનો અવાજ કાને પડ્યો. રૂપા ધીમે પગલે આગળ વધી. હવે રાજનાં સ્પષ્ટ શબ્દો તેને કાને પડ્યાં. *”મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધુ કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી. માની ગઈ તરત! સી. એ. છે ને તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે. ને કમાણીની કમાણી!”* ને રૂપા ઘેર હોય તો જ આપણે બંને ઓફીસમાં જલસા કરી શકીએ ને? તે દિવસે ક્લાસમાં તને બચાવવા માટે મેં મારી મોડ્યુલ રૂપાને આપી દીધેલી, સારંગી. પરંતુ, રૂપા ઉલટું સમજી બેઠી.” “તારે દુધમાં ને દહીંમાં બંને પગમાં રાખવો છે હેં ને, નોટી?  રાજ-સારંગીનાં આ શબ્દો રૂપાને કાળજે તીરની જેમ ખૂંચી ગયાં. 

અઠવાડિયા પછી રાજ પ્લાસ્ટર ખોલાવી ઘેર આવ્યો. રૂમમાં જઈને જોયું તો પલંગ પર રૂપાની સહીવાળા છૂટાછેડાનાં  પેપર પડ્યાં હતાં.

૨૨) આરતી સોની

શબ્દસંખ્યા-૧૩૧૨

લગ્ન વિનાનું જીવન

 અઠ્ઠાવીસ વર્ષની થઈ ગયેલી દીકરી રૂપાની માતા-પિતાને સતત ચિંતા રહ્યા કરતી હતી, એ દિવસે પણ ઑફિસેથી આવતા રૂપાને મોડું થઈ જતાં એની મમ્મીએ આજે ફરીથી શરૂ કરી દીધું હતું બોલવાનું,

“રૂપા લગ્ન ક્યારે કરશે એ જ સમજાતું નથી?”

“લગ્ન કરીને ઠરીઠામ થઈ જાય એટલે આપણને શાંતિ. આપણી જવાબદારીઓનું પોટલું ઉંચકીને રૂપા ક્યાં સુધી ફરશે?”

એકની એક દીકરી હતી એટલે રૂપાના મમ્મી-પપ્પા એને દીકરા કહીને જ સંબોધતા હતાં. એમના માટે દીકરો કે દીકરી એક સમાન હતાં. જ્યારે જ્યારે તેઓ લગ્ન કરવાની વાત છેડતા, રૂપા સરસ ને સુંદર જવાબ આપી વાતને ટાળી દેતી હતી,

“હું તમારી સાથે છું તો મારું આટલું ધ્યાન રાખો છો. લગ્ન કરીને સાસરે જતી રહીશ, પછી મારું ધ્યાન કોણ રાખશે?”

“દીકરા એ વખતે તો તારો પતિ હશે ને!! એ તારું ધ્યાન રાખશે.”

“પપ્પા યુ આર રાઇટ!! પણ રોજ સવારે તમારી જેમ મને કોણ ઉઠાડશે? મારી હેલ્થની ચિંતા કરી મોર્નિંગ વોક માટે કોણ જબરદસ્તી કરશે? ઑફિસ જતાં પહેલાં મમ્મી જેટલું વ્હાલથી લંચ બોક્ષ, કોણ તૈયાર કરીને આપશે? ઑફિસમાં વારે ઘડીએ ફોન કરી કરીને કેટલી વાર છે.. કેટલી વાર હવે.. એમ કરીને કોણ હેરાન કરશે? એ તો હું મીસ કરીશ ને? ઑફિસથી ઘરે પાછી ફરું પછી કૉફી કોણ બનાવી આપશે? રાત્રે પ્રેમથી હાથ ફેરવી કોણ સૂવાડશે?”

“પણ દિકરા અમે નહીં હોઈએ ત્યારે તારું કોણ હશે? અમે આ ફાની દુનિયાથી વિદાય લઈએ એ પહેલાં તું તારા મનગમતાં છોકરા સાથે સેટલ થઈ જાય તો અમે ખુશી ખુશી મીઠી નિંદરમાં પોઢી જઈએ.. શું અમે દુઃખી થઈને મરશું એ તને ગમશે દીકરા?”

રોજેરોજ મમ્મી-પપ્પાની એકની એક વાતથી રૂપા કંટાળી જતી હતી. પરંતુ હસતાં હસતાં જવાબ આપી આમ જ વાતને ટાળી દેતી.. 

ઑફિસમાં સાથે કામ કરતા યતીનને રૂપા બહુ ગમતી. એણે વાતો વાતોમાં ઘણીવાર પ્રપોઝ કર્યુ હતું. પણ રૂપા ના પાડી દેતી હતી અને કહેતી, 

“મારા લગ્ન પછી મારા મમ્મી-પપ્પાનું કોણ? હું એમને છોડીને સાસરે ન જઈ શકું. તું લગ્ન પછી મારી સાથે મારા ઘરે ઘર જમાઈ થઈને લગ્ન જીવન ગુજારવા તૈયાર હોય તો હું લગ્ન કરવા તૈયાર છું.”

“તું સી. એ. છે, તારા ઘરમાં જ ઑફિસ ખોલી દેજે. રોજ ઑફિસના બદલે તારા મમ્મી-પપ્પાની પાસે જવાનું, કામનું કામ અને એમને ત્યાં જઈને મળી પણ શકાય!!”

હવે તો રૂપા, યતીનને પણ જવાબ આપી આપીને થાકી ગઈ હતી.

 યતીન પણ એનાં માતા-પિતાનો એકનો એક દીકરો હોવાથી એમને છોડીને કંઈ રીતે રૂપાના મમ્મી-પપ્પા સાથે રહેવા જઈ શકે? રૂપાના આવા કંન્ડીશનરી પ્રેમથી એ બિચારો બિલકુલ ચૂપ થઈ જતો.. આમને આમ યતીન પણ ત્રીસ વર્ષનો થઈ ગયો હતો. એના ઘરેથી લગ્ન કરવા માટે દબાણ કર્યા કરતાં હતાં પણ “હમણાં નહીં..” કહીને એ કાયમ લગ્નની વાત ઉડાવી દેતો. 

એકવાર ઑફિસના કામથી રૂપાને દિલ્હી જવાનું થયું. આજે સવારથી એના પપ્પાની તબિયત ખરાબ હતી. એમને ટાઢિયો તાવ અને શરીર બળતરા અનુભવતું હતું. રૂપાએ ડૉક્ટર કન્સલ્ટ કરી મૅડિસીન ચાલુ કરાવી. રૂપા એના પપ્પાની ચિંતા કરતી જવા માટે નીકળી તો ખરી પણ એનો જીવ ઉચાટ અનુભવી રહ્યો હતો. એને જવાની જરા પણ ઈચ્છા નહોતી, પણ આ વખતે કંપનીનું પ્રેઝન્ટેશન હોવાથી એને ગયા વિના ચાલે એવું નહોતું. 

રાજધાની દિલ્હીના એક પૉશ એરિયાની હૉટલ રૂમમાં મુલાયમ ગાદલા પર પડી પડી રૂપા એના મમ્મી-પપ્પા સાથે મોબાઇલ પર વિડિયો કૉલ કરીને વાતો કરી હતી.

“કેમ છે પપ્પા અત્યારે? તાવ ઉતરી ગયો કે નહીં?”

“હા દીકરા.. તું ગઈ એટલે તાવને મેં છૂમંતર ભગાડી દીધો, તું લગ્ન કરવાની વાત ને છૂમંતર કરી ઉડાડી દે છે એમજ.”

“અરે.. પપ્પા શું તમે પણ.. વળી પાછું એનું એજ? આ જુઓને પપ્પા ત્રણ દિવસ માટે દિલ્હી આવવાનું થયું, એમાં પણ તમને કેટલી મારી ચિંતા સતાવે છે અને મને તમારી. એ વિચારે જ લગ્ન કરવાનું માંડી વાળ્યું છે મેં.”

“પણ દીકરા આવી બાબતોમાં વિચારવામાં ને વિચારવામાં સ્ટેશન પરથી ગાડી છૂટી જતી હોય છે, પછી સમય જતાં ઉંમર નીકળી ગઈ હોય અને એનો ખ્યાલ બહુ મોટી ઉંમર પછી આવે છે ત્યારે પસ્તાવો કરવા સિવાય કંઈ બીજું બચ્યું નથી હોતું.”

“વિચાર્યા વિના કોઈ કામ નહીં કરવાનું તમે તો શીખવ્યું છે પપ્પા.”

“તને પહોંચી વળવું એટલે વિશ્વ યુદ્ધ કરવા જેટલું મહાન કાર્ય કરવું પડે.”

એના પપ્પાની વાત સાંભળી રૂપા ખડખડાટ હસી પડી અને બોલી, “પપ્પા.. મમ્મી.. બહું જ થાક લાગ્યો છે, હું સૂઈ જાઉં છું સવારે વાત કરું!”

“હા દીકરા સૂઈ જા.. તું થાકી ગઈ હોઈશ. પણ સવારે ઉઠીને પહેલો ફોન મને કરીને કામ શરૂ કરજે. નહિંતર આખો દિવસ જીવ તારી સાથે વાત કરવામાં ભરાયેલો રહેશે.” રૂપાના પપ્પા ચિંતિત સ્વરે બોલી ઉઠ્યા.

“હા પપ્પા તમારી સાથે વાત કર્યા વિના મારો દિવસ પણ ક્યાં શરૂ થવાનો હતો!! ટેક કેર.. ગુડ નાઈટ.. જય શ્રી કૃષ્ણ..”

“જય શ્રી કૃષ્ણ.. રૂપા દીકરા..”

અને એ રાત્રે રૂપાને ડર હતો એવું જ થયું. અચાનક અડધી રાત્રે એના પપ્પાને હાર્ટ એટેકનો હુમલો થયો. ઓચિંતી બગડી ગયેલી તબિયતથી એની મમ્મી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. શું કરવું હવે એની ચિંતામાં એને કશુંયે સૂઝતું નહોતું. છેવટે એણે રૂપાને દિલ્હી મોબાઇલ ફોન કરીને જણાવ્યું. આ બાજુ રૂપા પણ ટેન્શનમાં આવી ગઈ હતી. એણે યતીનને અડધી રાત્રે ઉઠાડ્યો અને એના પપ્પાને હૉસ્પિટલ લઈ જવા માટે હેલ્પ કરવા કહ્યું. 

યતીન મારતે ઘોડે રૂપાને ઘરે જવા નીકળી ગયો. ચાલું કારે રસ્તામાંથી એકસો આઠ નંબર લગાવી એમ્બ્યુલન્સ મંગાવી લીધી. એમ્બ્યુલન્સ આવે એ પહેલાં તો યતીન પહોંચી ગયો હતો. ઘરે પહોંચીને રૂપાના પપ્પાને ખેંચી ખેંચીને જોરથી શ્વાસ લેવાનું જણાવી એટેક માટે જોઈતી સારવાર શરૂ કરી દીધી હતી. ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. એના પપ્પાને હૉસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી. ડૉક્ટરે ઇમરજન્સીમાં બાયપાસ સર્જરી કરીને સ્ટેન્ટ્ મૂકવા પડશે અને ત્રણ લાખનો ખર્ચ થશે, એવું જણાવતાં રૂપાની મમ્મી ટેન્શનમાં આવી ગઈ હતી. 

 આ સાંભળી યતીને કહ્યું, 

“ગમે તેટલો ખર્ચ થાય તમે તૈયારી કરી લ્યો, હું છું ને!!”

એમણે એક લાખ રૂપિયા એડવાન્સ આપી જરુરી પેપર્સ સાઈન કરવાનું જણાવ્યું. 

યતીને બપોર સુધીમાં લાખ રૂપિયા ભરી દીધાં અને સર્જરી માટેની તમામ ઔપચારિકતા પૂર્ણ કરી દીધી હતી. રૂપાની મમ્મી, યતીનને દોડધામ કરતો જોઈને અચરત રહી ગઈ હતી. યતીન ન હોત તો શું થાત? અને મનોમન પ્રાર્થના કરવા લાગી, ‘યતીન જ મારી રૂપા માટે યોગ્ય છે.’

આ બાજુ રૂપાએ રિટર્ન આવવા માટે ત્રણ દિવસ પછીની ટીકીટ કૅન્સલ કરાવી અરજન્ટ નવી ટીકીટ બુકિંગ કરાવીને એ જ સાંજે અમદાવાદ આવવા નીકળી ગઈ હતી. 

રૂપા એરપોર્ટથી સીધી હૉસ્પિટલ પહોંચી ગઈ. સર્જરી હેમખેમ પૂર્ણ ગઈ હતી, પરંતુ એના પપ્પા હજુ ભાનમાં આવ્યા નહોતા. રૂપા દિલ્હીથી આવી ત્યારે મોડી રાત થઈ ગઈ હતી.

રૂપાની મમ્મી એને વળગી પડી અને ચોધાર આંસુડે રડી પડી ને કહ્યું, “બેટા યતીન ન હોત તો કદાચ આપણું શું થાત? તારા પપ્પા..”

” આપણાં માટે એણે જે કર્યું છે, કદાચ આખી જિંદગી એનું ઋણ અદા ન કરી શકીએ એટલી દોડધામ કરી છે.”

રૂપા, યતીનને વળગી પડી અને રડવા લાગી. 

“થેંક્યું યતીન.. ખરેખર હું તને ઓળખી ન શકી. દૂર રહીને પણ તે તારી ફરજ અદા કરી છે. કોઈ જ સ્વાર્થ વિના મિત્રતા નિભાવી છે, તેં પહેલાં પણ મને કહ્યું હતું ઑફિસ ઘરે જ ખોલવાનું. પણ હવે હું તારી વાત સાથે સહમત છું. લવ યુ સો મચ યતીન.”

“લવ યુ ટુ રૂપા.”

એટલામાં રૂપાના પપ્પા ભાનમાં આવી ગયા હતા.

અને રૂપાને બાહોમાંથી દૂર કરી યતીને એના પપ્પાને કહ્યું, “પપ્પા શું રૂપાનો હાથ મારા હાથમાં આપશો.?”

હા યતીન બેટા તારા જેવો છોકરો અમારી રૂપા માટે દીવો લઈને શોધવા નીકળીએ તો પણ ન મળે અને તે અમારા માટે જે કર્યું છે એના માટે તો અમે તારા માટે કરીએ એટલું ઓછું છે.”

“હું એની સાથે લગ્ન કરવા તો માંગુ છું. પણ એક શરતે લગ્ન કરીશ.”

“હા બેટા શું શરત છે તારી. અમને તારી બધી શરતો મંજૂર છે. જે પણ કહીશ.”

“રૂપાએ લગ્ન પછી મારા ઘરે રહેવું પડશે, પરંતુ તમારે પણ મારા ઘરે જ રહેવું પડશે એ મારી શરત છે.”

“અમે દીકરીને ઘરે કેવી રીતે રહી શકીએ બેટા. અમારાથી ન રહેવાય પણ મળવા માટે ચોક્કસ આવતાં જતાં રહીશું એવી ખાતરી આપું છું.”

“ના એ મને મંજૂર નથી. રહેવા માટે તો તમારે અમારા ઘરે જ આવવું પડશે. તમારું ધ્યાન કોણ રાખશે? આ જમાનામાં હવે દીકરો હોય કે દીકરી એકસમાન છે. આજથી હું તમારો દીકરો જ છું, એમ માની લો અને અહીંથી સીધા તમારે બંનેએ મારા ઘરે જ આવવાનું છે. ખબરદાર જો ના પાડી છે તો. એક દીકરાનો મમ્મી-પપ્પાને આટલું બોલવાનો હક્ક તો બને જ છે. હું આગળ કંઈ જ સાંભળવા નથી માગતો.”

“પણ બેટા એ શક્ય નથી.”

“મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધુ કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી. માની ગઈ તરત! સી. એ. છે ને તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે. ને કમાણીની કમાણી!”

અને રૂપાનો હાથ પકડીને બોલ્યો, “રૂપા આવો વિચાર પહેલા કેમ ન આવ્યો?” અને સહુએ રાજીખુશીથી યતીનની વાત વધાવી લીધી અને ધામધૂમથી વાજતેગાજતે લગ્ન કરવામાં આવ્યાં..